________________
૪૦
પુસ્તક ૩-જું
દિગંબર જણાવે છે કે “વિક્રમની ૧૩૬ એટલે વીર મહારાજની દ૬ ની સાલમાં વલ્લભીપુર અર્થાત્ કાઠિયાવાડમાં દુકાળ પડશે, એટલે તાંબરથી નગ્નપણે ન રહેવાયું અને તે કારણથી શ્વેતાંબરએ વસ્ત્ર ધારણ કર્યા”
આ સ્થળે સામાન્ય મનુષ્ય પણ વિચાર કરી શકે તેમ છે. કે-દુકાળનું ભયંકરપણું હોય ત્યાં વસ્ત્રવાળાને વસ્ત્ર છેડીને નાગા થવાને વખત આવે કે વસ્ત્ર ન ધારણ કરતા હોય તે વસ્ત્ર ધારણ કરતા થાય?
બાળકે પણ સમજી શકે તેમ છે કે-અનાજ પ્રાપ્તિની દુલ ભતાને વખતે ભૂખે મરતા મનુષ્ય વસ્ત્ર ધારણ કરતા હોય તે પણ વસ્ત્ર વગરના થાય, પણ દુષ્કાળને લીધે વસ્ત્રોનું ધારણ કરવાનું કહેવું, એ તે કઈ પણ અક્કલવાળાથી બની શકે નહિ. मूलं नास्ति कुतः शाखा ?
વળી વિક્રમ સંવત ૧૩૬ માં એટલે કે વીર સંવત ૬૬ માં કાઠિયાવાડમાં એ ભયંકર દુષ્કાળ પડે હતું કે જેમાં નાગાઓને નાગા છતાં વસ્ત્ર ધારણ કરવાં પડયાં એ કોઈ પણ ઈતિહાસ પુરા આપતું નથી.
' અર્થાત્ આ બધા ઉપરથી દિગંબરએ તાંબરને માટે કહેલી ઉત્પત્તિ સર્વથા ઘડી કાઢેલી કલ્પિત છે એમ તેમણે જણાવેલા દુષ્કાળના કારણથી પણ સ્પષ્ટ થાય છે. દિગંબરની શાસન બાહ્યતા જણાવનાર શ્વેતાંબર શાસ્ત્રોને સમૂહ અને તેની એકવાક્યતા - તાંબરોએ દિગંબરની જે ઉત્પત્તિનું કારણ જણાવ્યું છે, તે તાંબરેએ જણાવેલા કાળ અને ક્ષેત્રની સત્યતાની માફક ખરેખર સત્ય કરી શકે છે, તાંબરે પિતાના સર્વ શાસ્ત્રોમાં જ્યાં જ્યાં દિગંબરની ઉત્પત્તિ જણાવે છે ત્યાં ત્યાં એક સરખે ક્ષેત્ર, કાલ અને કારણને સદ્ભાવ જણાવે છે.