________________
આગમત
માટે ઉદ્યમ કરે, નહિ તે નહિ; એટલે પરિણામ શું આવશે તેને ખ્યાલ કરે. કેવળી તમે ભવ્ય જીવ છે એમ ન કહે, ત્યાં સુધી શું તમારે જ્ઞાનાદિક માટે ઉદ્યમ ન કરે? તમારા જીવને ભવ્ય અભવ્ય જાણું શકનાર કેવળી, કેવળી શી રીતે થયા? તે કહેશે કે જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, વૈયાવચ્ચ બધામાં ઉદ્યમ કરવાથી! તે એ કેવળીએએ ઉદ્યમ શા આધારે કર્યો? તમારું ભવ્યપણું તમે જાણું શકે છે.
તેને તેને જીવનું ભવ્ય અભવ્યપણું કેણે કહ્યું? માને કે તેને કેઈ બીજા કેવળીએ કેવળ જ્ઞાનપૂર્વે “તું ભવ્ય છે” એમ કહ્યું હોય. તે એ બીજા કેવળીને “તું ભવ્ય છે” એમ કેણે કહ્યું? અને આ વિચારશ્રેણી આગળ લંબાવી જુઓ; પરિણામ એ આવે છે કે તીર્થકરનું થવું, તીર્થની શરૂઆત એ સઘળું જ ઊડી જાય છે. કેવળીપણું ધર્મપ્રવૃત્તિએ કેવળી વગર સંભવે નહિ. કેવળીની પાછળ કઈ કેવળી હાજર હો જ જોઈએ. આ વસ્તુમાં વિચ્છેદવાળું કેવળીપણું ન ચાલે. કેવળીને કઈ કાળે વિચછેદ ન માન અને માન્ય તે ધર્મ ઊડી ગયે. કેવળજ્ઞાનીની સતત સત્તા માનવી પડે અને તે ન હોય તે ધર્મને છેડે છે. આત્માના ભવ્ય અભવ્યપણના વિભાગ પાડયા, પણ છતાં આ ભવ્ય અને આ અભવ્ય એ કેવળી સિવાય નિર્ણય મળે નહિ અને નિર્ણય મળે નહિ ત્યાં સુધી ધર્મ પ્રવૃત્તિ કરવી એ આંધળે બહેરું કુટાવા જેવું નકામું છે, એટલે ખલાસ સઘળી ધર્મ પ્રવૃત્તિ અને ક્ષમાર્ગ જ બંધ થઈ જાય ! ત્યારે હવે માર્ગ છે ? અહીં જ સમજવાનું છે. જૈનદર્શન કહે છે કે જીવમાં રહેલું ભવ્યાભવ્યાપણુ કેવળી સિવાય નહિ જાણી શકાય એ વાત તદ્દન સાચી, પરંતુ પરજીનું ભવ્યાભવ્યપણું માત્ર કેવળી જ જાણી શકે છે, પિતપોતાના આત્મામાં ભવ્યપણું છે કે નહિ એ તો દરેક માણસ પોતે સમજી જ શકે છે, જે મેક્ષ ઈચ્છે છે તે ભવ્ય.
જેને મેક્ષની ઈચ્છા છે તે સઘળા ભવ્ય છે પણ એ