________________
૪૨
આગમત
કરે : હિંસાદિક પાંચ હથિયારો ઉપર જોર રાખીને કમ રાજા રાજ્ય કરી રહ્યો છે, આ પાંચ હથિયારે બુટ્ટા કરે, તેને ત્રણ ચોકડી ઊડી ગઈ એક ચોકડી બાકી રહી! તે એકાવતારી ગણાય, જે મનને પણ આંચકે ન આવવા દે, બીજા કશામાં (શબ્દાદિકમાં) મન ન જાય, એક જ પરિણતિમાં આવી જાય, કદાચ મેક્ષમાં ન રહે, પણ બીજા કશામાં મન ન જાય; તે તે જ ભવે મેક્ષ ! મેક્ષની આવી તરત મુદતની હૂંડી નકકી કરે, કે પછી વધારેમાં વધારે લાંબી મુદતની હૂંડી નકકી કરે; તે તમારા પોતાના હાથમાં છે. માત્ર ઈચ્છા કરે તે એક પુદ્ગલપરાવર્તમાં જ એક્ષ. એ લાંબામાં લાંબી મેક્ષ સંબંધી હૂંડી છે. મેક્ષની શંકા પણ મેક્ષ આપે છે.
હજી એથી આગળ વધે, શાસ્ત્રકારે તે એમ કહે છે કે મને મેક્ષ મળશે કે નહિ મળે? એવી શંકા કરે તે પણ આ શાસન તમને મેક્ષ આપવા બંધાય છે, પણ તે મેક્ષ ક્યારે મળે એ નક્કી નહિ. શંકા કોને થાય? ચાંદીને જાણતા નથી, ચાંદી છે એમ માનતે નની, ચાંદી સારી ચીજ છે એમ માનતા નથી તેને એવી શંકા થાય કે આ તે ચાંદી છે કે છીપલી છે? વસ્તુની સિદ્ધિ તે માનવી જ પડશે. “મેક્ષ” એ સત્ય છે અને એ જ કલ્યાણપ્રદ છે, એમ માનવું તે પડશે જ. પછી તેવું માન્યા પછી એ મેક્ષ મને મળશે કે નહિ મળે એવી જે શંકા કરે છે તેને આ શાસન મેક્ષ મેળવી આપવાની પ્રતિજ્ઞા કરે છે.
પણ આવી શંકાઓ કેને હોય? અભવ્ય જીને કે ભવ્ય જીને? મેક્ષ લાયક હઈશ કે નહિ, એ શંકા અભવ્યને હતી નથી. પ્રાપ્તિની શંકા કોને થાય? પદાર્થને જાણે, જાણ્યા પછી માને. માન્યા પછી ઈષ્ટ ગણે, ઈન્ટ ગણ્યા પછી એ પદાર્થ ન મળે તે ઠીક નહિ, મળે તે જ ઠીક એવી ધારણા થાય. એ ધારણામાં આ સંજોગો ન મળવાના છે, મળવાના સંજોગે તે આવા હોય એમ જુએ; પિતાના ન મળવાના સંજોગો ઉપર મુખ્ય મદાર ન બાંધે,