________________
૩૫
પુસ્તક ૩-જુ મોક્ષે જવાના છે એ વાત ત્યાં ને ત્યાં જ જૂઠી થાય છે. ભવ્યપણું પારખે કેણુ?
જૈન શાસ્ત્ર કહે છે કે કેટલાંક છ મેક્ષે જવાને લાયક છે, કેટલાક નાલાયક છે. જે લાયક છે તે ભવ્ય છે. નાલાયક છે તે અભવ્ય છે. એ ભવ્યાભવ્યના નિર્ણય વગર ધર્મ કરે તે આંધળે બહેરું કુટાવા જેવું છે. ત્યારે હવે આગળ વધે; આ જીવે પહેલા નિર્ણય કરવાનું હતું કે હું ભવ્ય છું કે નહિ? જે. હું ભવ્ય હેઉં તે જ્ઞાનાદિક માટે જે ઉદ્યમ કરું તે સફળ થશે, પણ કદાચ હું અભવ્ય હેઉ તે જ્ઞાનાદિક માટે કરેલ ઉદ્યમ નકામે જાય, આ શંકા એની ખસવાની નહિ, માટે જ્યારે પિતાના ભવ્યપણાની ખાતરી થાય ત્યારે જ જીવ ડગલું ભરે. ભવ્યપણાને. નિર્ણય થયા વિના જીવ જે ડગલું ભરે તે આંધળે બહેરું કુટાયા જેવું થાય. તમે કબૂલ કરે છે કે કયા જીવમાં ભવ્યપણું રહેલું છે અને કયા જીવમાં અભવ્યપણું રહેલ છે, તે માત્ર કેવળી જાણે, છે, બીજે નહિ. કેવળી શી રીતે થયા?
ભવ્યાભવ્યપણું એ પારણામિક ભાવ છે. અજીવપણું, ભવ્યપણું, એ પણ પરિણામિકભાવ છે. જે જીવને જાણે છે. તે જ માણસ જીવના પરિણામિક ભાવ ભવ્યપણું, અભવ્યપણું વગેરે પણ જાણું શકે છે જેમ જે માણસ ઘડિયાળને જ જોઈ શક્તા નથી, તે ઘડિયાળમાં કેટલા વાગેલા છે તે કહી શકતું નથી. તે જ પ્રમાણે જે જીવને ઓળખી શકેલ નથી, તે જીવના પરિણામિક ભાવને પણ જાણી શકે જ નહિ એ સ્પષ્ટ છે. - જીવ-શુદ્ધ સ્વરૂપવાળા જીવને કેવળજ્ઞાની સિવાય બીજે કઈ જાણે શકે નહિ તે પછી જીવના સ્વભાવને પણ બીજે કોણ જાણી શકે? કેવળી તમારા જીવને જુએ, તેમાં રહેલું ભવ્યપણું જુએ અને તમને કહે કે તમે ભવ્ય છે તે તમારે જ્ઞાનાદિક