________________
પુસ્તક ૩-જુ
૩૧ જોઈએ. આ સઘળી ક્રિયાઓ શા માટે કરવાની છે? જવાબ એ છે કે મેક્ષને પામવા માટે પણ તે પહેલાં ભવ્ય જીવને જ મોક્ષ મળે છે–ભવ્યજીવ એકલે જ મોક્ષને અધિકારી છે, તે વાત નક્કી થવાની જરૂર છે. એ નક્કી થવું જ જોઈએ કે ભવ્ય જીવને મેક્ષ મળે છે, બીજાને નહિ, જે જીવ ભવ્ય નથી, તેને મોક્ષ પણ નથી જ! જ્ઞાન મેળવવું, સર્વ વિરતિપદ ગ્રહણ કરવું, તપસ્યા, તપ, જપ, કરવા, વિનય વૈયાવચ્ચ વગેરે આદરપૂર્વક સેવવાં એ સઘળાંનું ફળ મેક્ષપણું છે. પણ તે સઘળાને પાળવા છતાં એ, તે સઘળાંનું ફળ મેક્ષપણું; તે મળે ક્યારે? જીવમાં ભવ્યપણું હોય તે જ ! નહિ તે નહિ જ!! જ્ઞાન, જપ, તપ કરવાં, વિનય સર્વ વિરતિ એ સઘળી ચીજો એવી નથી કે જે આત્માને સ્વતંત્ર રીતે જ મેક્ષ આપી શકે. કોઈ એમ શંકા કરશે કે ભવ્યપણું જેમ મેક્ષ મેળવવામાં કારણભૂત છે, તે જ રીતે જ્ઞાન વગેરે પણ મોક્ષ મેળવવામાં કારણભૂત છે, તે પછી તે ચીજ-જેવાં કે જ્ઞાન, તપ વગેરે પણ-શા માટે મેક્ષ આપનારા છે, એમ ન ગણવું જોઈએ? આ પ્રશ્નનો ઉત્તર જરૂર સમજવા જે છે.
અંકુરનું મુખ્ય કારણ કેણુ? “બીજ.”
એક ઉદાહરણ–દષ્ટાંત–દાખલ . ખેડૂત જમીનમાં બીજ નાંખે છે, બીજમાંથી અંકુરે થાય છે. એ અંકુર ઉગવામાં કારણભૂત વસ્તુઓ કઈ કઈ છે? બીજ, માટી, પાણી, હવા એ સઘળી વસ્તુઓ કારણભૂત છે. પણ એ કારણેની સહાય વડે જે અંકુર ઊગે છે તે અંકુરને આપણે માટીઅંકુર, જલઅંકુર, હવાઅંકુર કહેતા નથી; પરંતુ ઘઉને અંકુર, બાજરીને અંકુર, જુવારને અંકુર તેમ જ કહીએ છીએ. ખ્યાલ કરે –બીજ એકલું ઊગી શકે જ નહિ. તે ઉગાડવામાં બીજ માટી, પાણી, હવા એ સઘળા કારણભૂત છે. પણ મુખ્ય કારણ શું છે? બીજ છે! બીજ પતે જ અંકુરસ્વરૂપ છે અને તે અનુકૂળ કારણે મળતાં પોતાથી મેળે જ અંકુર રૂપ બને છે. માટે જ