________________
૩૨
આગમત અંકુરનું મુખ્ય કારણ તે બીજ છે અને માટી, પાણી, હવા-એ બધાં સહકારી કારણે છે અથવા ઉપકારણે છે. મોક્ષનું બીજ તે જ “ભવ્યત્વ”
એ જ ઉદાહરણ અહીં પણ આબાદ રીતે લાગુ પડે છે. ત્યાં જેમ બીજ મુખ્ય છે તેમ અહીં મોક્ષ માટેનું બીજ તે જ ભવ્યપણું મુખ્ય છે, અને ત્યાં જેમ માટી, પાણી, હવા ઈત્યાદિ છે, તેમ અહીં જ્ઞાન, ચારિત્ર, તપસ્યા, તપ, વિનય આદિ છે. એટલે આ સઘળા મેક્ષ મેળવી આપનારાં મદદનીશ કારણે અથવા સહકારી કારણે છે. મેક્ષ મેળવવા માટેનું મુખ્ય કારણ તે જીવનું ભવ્યપણું જ છે. ભવ્યપણારૂપી બીજ હોય; તે જ જ્ઞાન, ચારિત્ર, તપસ્યા, તપ આદિની સહાયતાથી તેનું ફળ મેક્ષ એ મળી શકે છે. જે બીજ ન હોય તે માટી, પાણી, હવા વગેરે મળ્યા છતાં અંકુરે ઉગતાં નથી, તે જ પ્રમાણે જે ભવ્યપણું ન હોય એવા આત્માને ૯ નવ પૂર્વજ્ઞાન લીધું હોય, પ્રતિમા વહન કરી હેય, શુકલ લેક્ષાના પરિણામવાળું અખંડ ચારિત્ર પાળ્યું હોય તે પણ તેને મોક્ષ મળી શકતું નથી એ સિદ્ધ છે. કારણ કે મેક્ષનું મુખ્ય કારણ ભવ્યપણું છે. તપસ્યામાં બે–ચાર છ મહિના ગાળે-મહિનાના મહિના તપ કરે, વિનય વૈયાવચ્ચ કરે, બધું કરે, પણ જ્યાં ભવ્યત્વરૂપી બીજ નથી, ત્યાં તે બીજનું ફળ મિક્ષ નહિ જ હોય એ ખુલ્લું છે. તાત્પર્ય એ છે કે મેક્ષ થવામાં મુખ્ય કારણ તે જીવનું ભવ્યત્વ જ છે, તે જ બીજ છે અને જ્ઞાન, તપ આદિ તે તેના મદદકર્તા છે. અંકુર પરથી બીજની પરીક્ષા.
હવે એ પ્રશ્ન આવીને ઊભું રહે છે કે આત્મામાં ભવ્યપણું છે એમ જાણવું કેવી રીતે? એવી કઈ નિશાની છે કે જે આત્મામાં ભવ્યપણું છે એ દર્શાવી આપે છે? સાંભળે? અંકુર ઊગે છે તેથી આપણે જાણીએ છીએ કે ફલાણે દાણે વાવ્યું હતું, તે જ પ્રમાણે