Book Title: Agam Jyot 1977 Varsh 13
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 134
________________ આગમત તીર્થકર ભગવાનની પૂજા મહારાજા વાસુદેવ ચક્રવત દેવતા અને ઈંદ્રની પૂજા કરે તે કરતાં પણ અધિક થવી જોઈતી પૂજા કરવાને માટે દેવતાઓ ભાગ્યશાળી બને છે. પ્રતિમાને નહિં માનનાર ઢુંઢક અને તેરાપંથીઓ પણ એ તે કબૂલ જ કરશે કે ભગવાન રાષભદેવજી નિર્માણ પામ્યા ત્યારે ભગવાન રાષભદેવજીના નિર્વાણ મહત્સવને કેઈપણ સાધુ કે શ્રાવકે કર્યો નથી. પરંતુ જબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર સ્પષ્ટપણે જણાવે છે કે તે નિર્વાણ મહત્સવ ઈંદ્ર અને દેવતાઓએ જ કરે છે. કેઈપણ મનુષ્ય એમ તે નહિ કહી શકે કે ભગવાન કાષભદેવજીના નિર્વાણની વખતે શ્રાવકે કે સાધુએ ભક્તિવાળા હેતા, પરંતુ કહેવું તે પડશે જ કે દેવતાઓ જ ભક્તિના કાર્યમાં અગ્રપદને ભેગવે છે. તે વાત જે શ્રી જબુદ્ધીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર જણાવે છે તેવી જ રીતે શ્રી દશવૈકાલિકસૂત્ર પણ દેવા િત નમંતિ નસ્ય ધમે ય મળો એ વાકયથી સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. સુજ્ઞ વાચકે ધ્યાન રાખવું કે નમસતિ એ પ્રયોગ નમચન્તિ ને જણાવનારે છે અને નમસ્થતિ એ પ્રયાગ પૂજાના અર્થમાં જ બને છે. નમસ્ અવ્યયથી પૂજા અર્થ લાવવો હોય તે જ નિ પ્રત્યય આવે અને તે વર્ષનું આવવાથી જ નમયંતિ એવું રૂપ બને છે. એટલે સ્પષ્ટ થયું કે જે મનુષ્યનું હંમેશાં ધર્મમાં મન છે તેને ધર્મના અવાન્તરફળ તરીકે દેવતાઈ પૂજા મળે છે. એટલે ટીકા અને નિર્યુક્તિ કાર વિગેરે પણ એ વાકયના દષ્ટાન્તમાં પણ અરિહંત ભગવાન્ કે જેઓ હંમેશાં દેવતાઓથી પૂજાયેલા છે તેનું જ દષ્ટાન્ત દે છે. કે કેટલાક વ્યાખ્યાકારે નમંત્યંતિ ને અર્થ નમન્તિ એ કરે છે એમાં પણ મ્ ધાતુ પ્રપણામાં હોવાથી એટલે ઝુકવામાં હોવાથી સર્વ નમસ્કાર આદિભક્તિને તેમાં સમાવેશ થાય છે. આ બધું કહેવાની મતલબ એટલી જ કે નમો અરિહંતાઈને ઉચ્ચારનારે મનુષ્ય જે અરિહંત શબ્દના અર્થ તરફ ધ્યાન રાખે તે જરૂર સમજે કે અકાદિ આઠ પ્રતિહાર્ય રૂપી પૂજાને જેઓ દેવતા દ્વારાએ પામે છે તે જ અરિહંતો છે. અને તેવા અÚિતેને હું નમસ્કાર કરું છું. જો કે કેટલીક જગે પર નિરૂક્તિથી કર્મશત્રુને હણનારા હોય તેને અરિહંત કહેવાય એમ

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188