________________
પુસ્તક ૧-લું શ્રાદ્ધદિનકૃત્યકાર શું જણાવે છે?
ચૈત્ય અને મૂતિના ક્ષેત્રને આરાધવા માટે કેવી રીતે પ્રયત્ન ભવ્યજીએ કરવો જોઈએ તેને માટે ઉપર સૂચવેલે શ્રીશ્રાદ્ધદિનકૃત્ય(મૂલ)ને વિસ્તૃતપાઠ વાચક સમક્ષ રજુ કરાય છે.
तसाइजीवरहिए, भूमिभागे विसुद्धए । फासुएणं तु णीरेणं, इयरेणं गलिएणं उ ॥ २३ ॥ काऊणं विहिणा पहाणं, सेयवत्थणियंसणो । मुहकासं तु काऊणं, गिहबिबाणि पमजए ॥ २४॥
વાચકોને યાદ હશે કે પૂ. આ. શ્રીહરિભદ્રસૂરિજી માત્ર સે સેનિયા જેટલી મુડી જે શ્રાવકને હોય તે શ્રાવકે જરૂર ઘર-દહેરાસર કરવું જોઈએ. એમ જણાવે છે એજ વાતને અનુસરીને અન્ય આચાર્ય મહારાજશ્રી શું જણાવે છે? ગૃહત્યમાં શ્રાવકને ઉચિત-વિધિની રીતિ.
આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી મંદિર અને મૂર્તિક્ષેત્રની આરાધનાની રીતિમાં પ્રથમ ગૃહચૈત્યના બિબેને અંગે વિધિ જણાવે છે.
મુખ્યતાએ શ્રાવકવર્ગે ગૃહચૈત્યમાં ભગવાન જિનેશ્વરનું પ્રભાતે પૂજન કરતાં પ્રથમ સ્નાન કરવાની જરૂર છે, પરંતુ સ્નાન કરવાનું સ્થાન પ્રથમ શુદ્ધ હોવું જોઈએ.
નાન કરવાનું સ્થાન તેજ શુદ્ધ ગણાય કે જ્યાં કીડીના દરે ન હોય, લીલકુલ વિગેરેના જીવોથી યુક્ત ન હોય, વળી જે સ્થાનમાં ટેકરા-ખાડા ન હોય, છિદ્રો પણ ન હોય, તેવા સ્થાનને શાસ્ત્રકારે શુદ્ધ ગણે છે, અને તેવી જ જગો પર સ્નાન કરવું તે શાસ્ત્રજ્ઞા માનનારાઓને માટે હિતકારી છે.
* વર્તમાનકાળમાં પૂજાને માટે સ્નાન કરનારાઓ પણ સ્નાનની જગાની શુદ્ધિને ઉપગ ન રાખતાં લીલકુલની જમાવટ, કીડીના દરે અને બીજા પણ અનર્થ જીવવિરાધનાનાં સ્થાને સ્નાન કરતા