________________
પુસ્તક ૧કરીને ઉપાશ્રયે જવાનું ન રાખતાં ઉપાશ્રયે જઈને સામાયિક કરવાનું શાસ્ત્રકારોએ રાખેલું છે, અને રાખવામાં શાસ્ત્રકારોએ સ્પષ્ટપણે કારણ જણાવેલું છે કે ઋદ્ધિમતેએ આચાર્ય ભગવંતેની પાસે અશ્વ, હસ્તી આદિ આડંબર સાથે જવું જોઈએ, કે જેથી જગમાં જેનશાસનની અને તેના ધુરંધરે જે આચાર્યભગવંતે તેઓશ્રીની છાયા પડે અને તેથી ઘણું લેકે ધર્મસન્મુખ થાય. ઋદ્ધિમંતે ઘેરથી સામાયિક લઈને વંદનાથે કેમ ન જાય?
આ હકીકતને વિચારતાં સ્પષ્ટપણે માલમ પડશે કે નહિમંત શ્રાવકેએ હાથી, રથ, ઘેડાવિગેરે આડંબરથી ગુરૂને વંદન કરવા જવું જોઈએ,
પ્રતિમા–લેપોએ માનેલા બત્રીસ સૂત્રોમાં કે યથાર્થ પરંપરા ચાલ્યા આવેલા પીસ્તાલીસ આગને મારનારા વેતામ્બર શાસને એવો પાઠ કોઈપણ દેખાડી શકે તેમ નથી કે અમુક શ્રેષ્ઠી, સેનાપતિ ઈશ્વર વગેરેમાંથી કોઈએ પણ ઘેરથી સામાયિક લઈને ગુરૂવંદન કરવા જવાનું કર્યું હોય.
શાસ્ત્રને જાણનારા અને મનન કરનારા પુરૂષે તે બરોબર સમજે છે કે તીર્થંકર મહારાજ, ગણધરમહારાજ કે આચાર્ય મહારાજાઓને વંદન કરવા ગયેલા તેઓનું જ્યાં જ્યાં સૂત્રમાં વર્ણન આવે છે, ત્યાં ત્યાં મહારાજા કેણિકની સમૃદ્ધિની ભલામણ કરવામાં આવે છે,
વળી ત્યાં ત્યાં આનંદશ્રાવક કે જેણે તીર્થકર ભગવંત વિગેરેને વંદન કરવા માટે રથ પણ જુદો રાખ્યું હતું એને ધર્મયાન કહેવામાં આવ્યું હતું, અને જેમાં બેસીને આનંદશ્રાવકે ભગવાન મહાવીર મહારાજાને વંદન કરવા ગમન કર્યું હતું.
અર્થાત કેઈ રાજા કે મહારાજા માટે કે શ્રેણી યા સેનાપતિ માટે ઘેરથી સામાયિક લઈને તીર્થકર ભગવંત વિગેરેને વંદન કરવા જવા માટે અધિકાર નથી.