________________
પુસ્તક ૨–જુ
૧૭ તેમાં ઘણી જ શંકા-સમાધાનને પ્રસંગ આવતું હોવાથી તે સહજ આત્માના ચૈતન્ય ગુણના દ્રષ્ટાંતને છેડી દઈને પુદ્ગલ દ્રવ્યમાં મૂર્તપણાનું તુ સમજી શકાય તેવું દ્રષ્ટાંત આપે છે.
મૂર્તવં વા પુદ્રસ્ય એટલે પુદ્ગલદ્રવ્યમાં રહેલ મૂર્ત પણું જેમ સ્વભાવરૂપ ધ્રુવ) છે. અથવા તે ધર્માસ્તિકાય વિગેરેમાં રહેલું અમૂર્ત પણું, સકલ કાકાશમાં વ્યાપ્ત થઈને રહેવાપણું, ગતિ-સ્થિતિ વિગેરેમાં સહાયક પણું જેમ સ્વભાવરૂપધવ છે. આપત્તિ એટલે આવિર્ભાવ-
તિભાવ વસ્તુ, વસ્તુની ઉત્પત્તિ અને વિનાશ.
આ જ વસ્તુ દ્રષ્ટાંત આપી સમજાવે છે. માટી મૂર્ત પણું વિગેરે પિતાના સ્વભાવને નહિં છેડતી ઘટ-કપાલ (ઠીબ) ઠકરા વિગેરે આકારમાં પરિણામ પામે છે. તેમાં ઘટ વિગેરે આકારની ઉત્પત્તિ, મૂર્ત પણને પ્રવતા એ સ્પષ્ટ સમજાય તેમ છે.
વ્યવહાર દ્રષ્ટિએ એક વ્યક્તિ પાસે ઘટ પડેલ છે. અન્ય. વ્યક્તિને માટીની જરૂર પડતાં તે વ્યક્તિ પાસે માટી માંગશે તે તાત્વિક દષ્ટિથી ઘટ મૃત્તિકારૂપ છતાં તે ઘટ જેની પાસે છે તે વ્યક્તિ ઘટમાંથી માટી આપી શકશે નહિં એ કારણથી બીજું દષ્ટાંત સમજાવે છે.
સુંદર પવનના વેગ-જન્ય પ્રયાસથી મોટા સરેવરમાં મહાન તરંગને સમૂહ ઉત્પન્ન થાય છે. અને તે જળમય છે. પ્રથમાવવસ્થામાં જે જળ હતું તેજ જળ અહિં પણ કન્હેલરૂપે પરિણમવા છતાં બન્ને અવસ્થામાં એક સરખું ઉપયોગમાં આવી શકે છે. એ પ્રમાણે ઘટ વિગેરેમાં પણ સમજવું.
વળી ઘટ વિગેરે આકારને પ્રલય તેને વિનાશ કહેવાય છે. અને તે વિનાશ કારણની અપેક્ષાવાળે છે. વિનાશે નાસ્તિ રણમ્ એ બૌદ્ધની માન્યતા માફક આપણી માન્યતા નથી, પરંતુ વિનાશ એ કારણની અપેક્ષા રાખે છે. એ જ પ્રમાણે વાયુના પ્રબળ વેગને સંબંધ દૂર થવાથી મેટા મેજાઓની સંતતિનું જેમ સ્થિરપાણ પણે રહેવાનું થાય છે. એ પ્રમાણે પ્રવચનમાં જિનેશ્વર ભગવંતના સિદ્ધાંતમાં