________________
પુસ્તક ૨-જું
એટલે પહેલા અધ્યાયમાં જણાવી ગયા છીએ કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનું ધર્માદિ સર્વ દ્રવ્યમાં ગ્રહણપણું (જાણવાપણું) છે, પરંતુ સર્વ પર્યાયમાં જાણવાપણું નથી એટલે કે ચક્ષુ વિગેરે ઈન્દ્રિ વડે તે ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય જણાય છે.
શંકા-ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય અરૂપી છે તે ચક્ષુ વડે તે શી રીતે ગ્રહણ થઈ શકે
1 ઉત્તર-જીવ અને પુદ્ગલની ગતિ ચક્ષુ વડે જોઈ શકાય છે, એ ગમન કરતા જીવ અને પુદ્ગલમાં સહકારી કારણ કેણ છે? તે સંબંધી શાસ્ત્રીય વિચાર પ્રમાણે મન વડે વિચારતાં અથવા વિશિષ્ટ જ્ઞાની પુરૂષે કહેલી વસ્તુ મનમાં ધારેલી હોવાથી તે પ્રમાણે વિચાર કરતાં ધર્માદિ દ્રવ્યોનું ગ્રહણ થઈ શકે છે અર્થાત્ મનવડે તેનું ગ્રહણ થાય છે. અને મનને અ-ચક્ષુમાં સમાવેશ છે. માટે ચક્ષુ વિગેરેથી ધમદિનું ગ્રહણ થવામાં કોઈ બાધકપણું નથી.
એ પ્રમાણે શ્રુતજ્ઞાન વડે પણ ધર્માદ્રિવ્યનું ગ્રહણ (જ્ઞાન) થાય છે. પણ સર્વ પર્યાનું ગ્રહણ થતું નથી, મતિકૃત વડે જે દ્રવ્યાદિનું ગ્રહણ થાય છે તે પર નિમિત્ત હોવાથી અવિશુદ્ધ ગ્રહણ
છે. વિશુદ્ધ ગ્રહણ તે સર્વ દ્રવ્ય અને સર્વપયનું કેવળ જ્ઞાન વડે જ થાય છે.
એથી સમગ્ર વિશેષણે જેમાંથી દૂર થયા છે એવા કેવળજ્ઞાન વડે જ દ્રવ્યોનું યથાર્થ સ્વ-નિમિત્ત ગ્રહણ થાય છે. એથી સ્વ-નિમિત્ત અને પર-નિમિત્ત વડે જણાતાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો દ્વવ્યાસ્તિકનયના અભિપ્રાયથી સ્વીકાર કરવા ગ્ય છે. આ
* દ્રવ્યનું લક્ષણ સ્વનિમિત્તક ઉપર જણાવ્યા પ્રમાણે હોય છે, રૂ૫ત્વથી રૂપની જે સિદ્ધિ કરવી તે સ્વનિમિત્ત લક્ષણથી સિદ્ધિ છે, જ્યારે ચક્ષુથી ગ્રાહ્ય છે, માટે રૂપ છે એ પ્રમાણે જે રૂપની સિદ્ધિ કરવી તે પર નિમિત્ત છે, તેમ અહિં પણ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં દ્રવ્યત્વથી દ્રવ્યની સિદ્ધિ કરવી તે સ્વનિમિત્તક છે અને બન્નતિશ્રતોનિવઃ સર્વ શ્વેશ્વર ચેપુએ દ્વારા જે દ્રવ્યની સિદ્ધિ કરવી તે પર નિમિત્તિક છે.
અહી ભાષ્યકાર મહારાજાએ પણ પર- નિમિત્તથી ધર્માદિ દ્રવ્યોમાં દ્રવ્યત્વની સિદ્ધિ કરી છે.