________________
આગમત. તે રૂપી કહેવાય. તે જેમાં નથી તે દ્રવ્ય અરૂપ દ્રષે કહેવાય. એથી શું થયું કે? દ્રવ્ય અરૂપી હવાથી ચક્ષુ વડે ગ્રહણ થઈ જોઈ શકાતા નથી, પરંતુ ચક્ષુ વડે ગ્રહણ કરી શકાતા નથી, માટે અરૂપી છે. છે એમ ન સમજવું. એમ જે થશે તે રૂપીપણું છતાં પરમાણુ વિગેરે ચક્ષુથી જોઈ શકાતા કથી, તેથી પરમાણુમાં વ્યભિચાર આવશે, માટે અરૂપીનું ગ્રહણ દ્રવ્યને સ્વભાવ જણાવવા માટે એટલે ચાર દ્રવ્યમાં મૂતિમત્તાને જે અભાવ તે પ્રગટ કરવા માટે છે,
શિષ્ય શંકા ઉઠાવે છે કે ઘટાકાશ મહાકાશ વિગેરે ઉત્પાદ– વિનાશ રૂપે પ્રસિદ્ધ છે, ઘટના સંબંધી ઘટાકાશની ઉત્પત્તિ અને ઘટના અભાવથી ઘટાકાશને વિનાશ થાય છે, જ્યારે એ પ્રમાણે ઘટાકાશ-મઠાકાશની અપેક્ષાએ આકાશદ્રવ્ય ઉત્પાદ–વિનાશવાળું છે, તે જે દ્રવ્ય ઉત્પાદ-વિનાશવાળું હોય તેમાં પુદ્ગલ-દ્રવ્યની માફક અવશ્ય મૂર્તિમત્તા હેવી જોઈએ. તે અરૂપી આકાશમાં મૂતિમત્તાને. પ્રસંગ આવશે.
ઉત્તર–અન્ય વસ્તુના સંગથી–અન્ય ઉપાધિથી ઉત્પાદવિનાશવાળા દ્રવ્યોમાં અંગુલ્યાકાશની માફક ભજના છે, પરંતુ સ્વની અપેક્ષાએ એ દ્રવ્યમાં રૂપાદિ નથી.
હવે રૂપ એટલું શું? તે જણાવે છે કે રૂપ એટલે મૂતિ અર્થાત્ મૂર્તિ એ રૂપ વિગેરે શબ્દોથી કહેવા લાયક છે, તે મૂર્તિ રૂપ-રસ, ગંધ-સ્પર્શ અને સંસ્થાન (આકાર)ના પરિણામરૂપ છે, પરંતુ નિયાચિક જેમ વિભુ-દ્રવ્યને અમૂર્ત માને છે અને જે વિભુદ્રવ્ય નથી તેને મૂર્ત માને છે, કારણ કે સર્વ મૂર્તદ્રવ્ય-સંગીપણું જે દ્રામાં નથી તે મૂર્ત દ્રવ્ય છે જેમ કે પૃથ્વી વિગેરે, તે તેવું અસર્વગત-દ્રવ્ય પરિણામ સ્વરૂપ મૂર્ત પણું માનવાનું નથી. કારણ કે તેમ કરવા જતાં વ્યભિચાર-દોષને પ્રસંગ આવે છે.
વૈશેષિકેને પણ કાદિના વિશિષ્ટ સંસ્થાનપણાએ કરીને આત્મા વિગેરે વિભુ દ્રવ્યનું પરિમિતપણું તે સ્વીકારવું જ પડશે