________________
આગમત (એટલે જ્યાં મૂર્તિ છે ત્યાં રૂપાદિ છે અને જ્યાં રૂપાદિ છે ત્યાં મૂર્તિ છે, એ જણાવવા માટે ભાષ્યકાર કરીથી જણાવે છે કે,
મૂત્રાશ પર તિ સ્પર્શદિગુણ મૂતિના આધારે રહેલા છે. સ્પશદિગુણે મૂતિથી કઈ દિવસ વ્યભિચરિત-રહિત નથી, કારણકે ઉભયનું સહચારીપણું છે. જ્યાં રૂપપરિણામ છે ત્યાં સ્પર્શ, રસ, ગન્ધ પણ અવશ્ય હોય છે, માટે એ રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ એ ચારેનું સહપણું છે એથી પરમાણુમાં પણ એ ચારે છે. પરમાણુઓ એ ચારે ગુણેની જાતિથી ભેટવાળા નથી.
કારણકે સર્વ પરમાણુઓ પરમાણુત્વની અપેક્ષાએ એક રૂપ છે. ફક્ત આટલું વિશેષ છે. કેઈક દ્રવ્ય ઉત્કૃષ્ટ ગુણના પરિણામને પામીને પુનઃ તે પરિણામને ત્યાગ કરે છે તે જ વસ્તુ દ્રષ્ટાંતથી સમજાવે છે.
મીઠું અથવા હીંગ જે વખતે સમુદાય એટલે ટુકડાના રૂપમાં હોય છે તે વખતે ચક્ષુરિન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયથી જાણી શકાય છે એટલે ટુકડાના રૂપમાં રહેલ મીઠું હીંગમાં ચાક્ષુષ–સ્પાર્શન પરિ ણામ છે. પરંતુ પાણીમાં નાખેલ તે જ મીઠું અને હીંગ ઓગળી ગયા બાદ રસનેન્દ્રિયથી જાણી શકાય છે. એટલે કે પ્રથમની અવસ્થામાં જે ચાક્ષુષ અને સ્પાર્શન પરિણામ હતું તેને નાશ થવા સાથે રાસન અને પ્રાણ પરિણામ ઉત્પન્ન થાય છે સ્પર્શ અને વર્ણ તે ઓગળી ગયેલ મીઠું તથા હીંગમાં પરિણામ વિશેષ થવાથી ચહ્યુ તેમજ સ્પર્શનેન્દ્રિયથી ગ્રહણ થઈ શકતાં નથી.
એ પ્રમાણે પૃથ્વી, અપ, અગ્નિ અને વાયુ સંબંધી અણુઓ એક જાતિવાળા છતાં કોઈ વખતે કઈ પરિણતિને ધારણ કરતાં છતા સર્વ ઈદ્રિયથી ગ્રહણ થઈ શકતા નથી. એથી રૂ૫. રસ. ગંધ અને સ્પર્શ વિશિષ્ટ પરિણામ વડે ગ્રહણ કરાયા છતાં મૂર્તિપણે કહી શકાય છે.
બીજા આચાર્યો ભાષ્યને આ પ્રમાણે વર્ણવે છે. તેઓને આશય આ છે કે વ્યક્તિ નીવા એ સૂત્રમાં પ્રચાર એ અધિકાર સૂત્ર નથી ભલે આગળના સૂત્રમાં તે સ્થાન પદની અનુવૃત્તિ લાવવી જોઈએ. એ ઈચછા ઉપર છે. પણ અધિકાર હોય તે ટૂળ્યાન અવશ્ય આવે જ છે.