________________
પુસ્તક ૩-જુ વિભાગકરવા જેમ આગળ આવે છે, તેવી જ રીતે ધર્મનું મૂલ દેખાડવા દ્વારા પણ ધર્મની પરીક્ષા કરાવી ધર્મને ગ્રહણ કરાવવા માટે આગળ આવે છે. અને તેથી તેઓ જેમ ધર્મનું આજ્ઞા એટલે જૈનશાસનથી પ્રતિબદ્ધપણું સાબીત કરીને તેના વક્તા ભગવાન જિનેશ્વરમહારાજનું નિર્દોષપણું સાબીત કરવા પરીક્ષકને પરીક્ષાનાં સાધને અર્પણ કરે છે. તેમ ધર્મનું સીધું મૂલ દ્વારા લક્ષણ જણાવતાં વિનયમૂલ નિરૂપણ કરે છે,
એટલે “આત્મીય-ગુણેને પ્રાપ્ત કરી તેની પ્રતિક્ષણે વૃદ્ધિ કરનારા અને તે વૃદ્ધિની પરાકાષ્ઠાને પામેલા મહાનુભાવ પુરૂષાનો વિનય કરે તે ધર્મનું મૂલ છે.” એમ સ્પષ્ટ શબ્દોમાં સ્થાને સ્થાને જાહેર કરે છે.
આ કારણથી શ્રીજ્ઞાતાસૂત્ર વગેરેમાં “વિનય મૂલ ધર્મ છે.” એમ કહીને ધર્મનું મૂલ વિનય છે, એમ જણાવ્યા છતાં સાધુધર્મ અને ગૃહસ્થધમ એવા તે ધર્મના બે ભેદો જણાવી શકાયા છે.
આ વસ્તુ સમજનારે મનુષ્ય વિનયને કલ્પવૃક્ષ સમાન સર્વ ઈષ્ટ-વસ્તુઓને દેનારો ગણે તે તેમાં આશ્ચર્ય નથી.
જે કે મેક્ષને કરાવનાર એવા સમ્યગદર્શનાદિક સાધનેમાં વિનયને સાક્ષાત્ સ્થાન આપવામાં આવેલું નથી, પરંતુ મેક્ષના. કારણે માં ખબ્ધને અભાવ અને નિર્જરા એ બે કારણે સર્વવ્યાપક તરીકે જણાવેલા છે, તેમાં નિર્જરારૂપ તપસ્યાની અંદર તે વિનયને જરૂર સ્થાન આપવામાં આવેલું છે, પરંતુ તે તપસ્યામાં ગણવેલ વિનય એ સામાન્ય વિનયના ફલની પરંપરામાં લેવાતા નિજર નામના ફલનું જ રૂપાંતર છે. એમ ગણવામાં કંઈ ખોટું નથી.
વાસ્તવિક રીતે વિનયને નિર્જરાને સ્થાને ગોઠવવા છતાં વૃક્ષને સ્થાને બેઠવવામાં કઈપણ જાતની યુક્તિથી બાધા આવતી નથી.
જગતમાં દેખી શકીએ છીએ કે જે વસ્તુ મૂલ તરીકે ગણાય