________________
૩૪
આગમત
મહંત એ વાક્યથી ના સ્થાનમાં કોઈ પણ દિશા નથી એમ તે કહી શકાશે જ નહિ કારણ કે પૂર્વવાક્યના અનુસાર દિશાનું સર્વવ્યાપક પણું તે સિદ્ધ જ છે.
કદાચ એમ કહેશે કે ૪ ની અપેક્ષાએ 9 જેમ પૂર્વ દિશામાં છે તેમ ની અપેક્ષાએ ૨ પૂર્વ દિશામાં છે અને ૪ ની અપેક્ષાએ પશ્ચિમ દિશામાં છે, તે જ્યાં અપેક્ષાથી વ્યવહાર છે ત્યાં દ્રવ્ય પણું સિદ્ધ થઈ શકતું નથી, એ તે સામાન્ય વાત છે, માટે દિશા દ્રવ્ય આકાશ દ્રવ્યથી જુદું નથી બીજું જ્યારે કઈ પ્રશ્ન કરશે કે પૂર્વ દિશા કઈ ? તે વખતે હર કેઈ એમ જ કહેશે કે જ્યા સૂર્યોદય થાય તે પૂર્વ દિશા, અસ્ત થાય તે પશ્ચિમ દિશા વિગેરે, તે દિશાનું ગ્રાહ્યપણું સૂર્યોદયથી જણાય છે, પરંતુ દિશા દ્રવ્યનું પિતાનું ગ્રાહ્યપણું તે છે જ નહિ, જયારે સૂર્યોદયના વ્યવહારથી દિશાનું અસ્તિત્વ સ્વીકારવું પડે છે તે અપેક્ષાએ જે આકાશ દેશમાં
- જ્યારે લક્ષણ એવું હોવું જોઈએ કે–ગમે તે અવસ્થામાં દ્રવ્યનું પરિણામન્તર થાય તો પણ તે અન્ય પરિણામાપન દ્રવ્યમાં પૂર્વનું લક્ષણ તો કાયમ રહેવું જોઈએ. અર્થાત જે દ્રવ્યો પરિણમી ધર્મવાળા છે એટલે અવસ્થામાંથી તદ્દન અવસ્થા બદલાઈ જાય તેવા છે જેમ કે પાર્થિવ લાકડું અનિના સ્વરૂપમાં જળહવાના સ્વરૂપમાં અથવા તે અંકુરને પાયેલ જળ વનસ્પતિના સ્વરૂપમાં એવા અવસ્થાન્તર થવાવાળા પૃથ્વી વિગેરે દ્રવ્યમાં જુદા જુદા દ્રવ્યની કલપના કરવી એ એગ્ય નથી.
જ્યારે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો પઘપિપર્યાયની અપેક્ષાએ અન્યપર્યાય ઘટાકાશ મઠાકશ વિગેરે પામે છે તે પણ તેમાં ધર્માસ્તિકાયસ્વાદિ સ્વનિમિતે લક્ષણે તે કાયમ જ હોય છે. જ્યારે પાર્થિવ લાકડાનું અગ્નિરૂપે પરિણામન થતાં તે લાકડામાં હવે પાર્થિવપણું નથી પરંતુ અગ્નિપણું છે માટે પૃથ્વી આદિ દ્રવ્યની પૃથક્ કલ્પના કરવી એ યોગ્ય નથી, પરંતુ તે પૃથ્વી વિગેરે પૂર્વ જણાયેલા પાંચે પુદગલ દ્રવ્યમાં સમાવેશ થાય છે. એટલે કે લાકડું અગ્નિરૂપે થશે તે લાકડામાં જે પુલત્વ છે તે અગ્નિમાં પણ કાયમ રહેવાનું છે.