________________
૨૦
આગમત
સિદ્ધિ થશે. કારણ કે જેમાં પ્રથમ છુટા છુટા તંતુઓ જ્યારે એકત્ર થયા ત્યારે ધર્માસ્તિકાય (સમુદાય)ની ઉત્પત્તિ થઈ
- ઉત્તરમાં જણાવાય છે જે એ પ્રમાણે વિભક્ત પ્રદેશના સમુદાય થવા છતાં પણ ધર્માસ્તિકાયાદિની આદિ થઈ શકતી નથી કારણ કે પુદ્ગલ દ્રવ્યની અનેક પ્રકારની શક્તિ છે અને તે શક્તિ. શક્તિમાન (દ્રવ્ય)થી અમુક અપેક્ષાએ ભેદભેદવાળી છે. તેનું વર્ણન અમે ગુખપર્યાયવશ્યમ્ વિગેરે ત્રણ સૂત્રમાં કરવાના છીએ.
હવે પૂર્વોક્ત રીતિએ સમુદાયની ઉત્પત્તિ સિદ્ધ થયા બાદ આગળ વધતાં જણાવે છે જ્યાં ઉત્પાદ છે ત્યાં વિનાશ અવશ્ય હોવો જોઈએ. કારણ કે વિનાશ એ ઉત્પાદને સહચારી છે અને તે વિનાશ એટલે પૂર્વાવસ્થા પ્રવુતિઝક્ષણ પૂર્વાવસ્થાનું વન છે અને તે સમુદાયથી જ પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે સમુદાયરૂપ પૂર્વવસ્થાને નાશ તે જ વિનાશ.
અથવા હમણાં ગતિપરિણામે પરિણમેલ ચૈત્ર નામની વ્યક્તિ) ને ધર્માસ્તિકાય દ્રવ્ય ગતિ-સહાયકપણે ઉપકાર કરે છે. પ્રથમ ગતિ પરિણામે નહિ પરિણમેલ ચૈત્રને ધર્માસ્તિકાય દ્રવ્ય ગતિ સહાયકપણે ઉપકારક ન હતું. પરંતુ જ્યારે ચિત્ર ગતિ પરિણત થયે તે કાળમાં કઈ એ અતિશય વિશેષ ઉત્પન્ન થયે કે જેથી ધમ. દ્રવ્ય કેઈપણ વિકારક અવસ્થા સાથે ઉપકારક થયું. એ અપેક્ષાએ તે ચિત્રને ઉપકારક સ્વરૂપે ધર્માસ્તિકાયની ઉત્પત્તિ થઈ. ચિત્રને ગતિ
વ્યાપાર જ્યારે શાંત થયે તે અવસરે ચૈત્રને ગતિસહાયરૂ૫ ઉપકાર નાશ થવાથી ધમસ્તિકાયને તે સ્વરૂપે નાશ થયે.
આ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય દ્વવ્યના ઉત્પાદ અને વિનાશ માટે સ્થિતિ સહાયક અને અવગાહદાયક ગુણની અપેક્ષાએ સ્વયં વિચારી લેવું.
આ ઉપરથી એ. સિદ્ધ થયું કે કાય શબ્દના ગ્રહણથી આપત્તિ ગ્રહણ કરીને તે આપત્તિને જે આવિર્ભાવ-તિભાવ સ્વરૂપ