________________
પુસ્તક ર–જું
શરીર વિના મેક્ષ નથી, આહાર વિના શરીર નથી, અને દાનધર્મની પ્રવૃત્તિ થયા વિના આહારની પ્રાપ્તિ થતી નથી એ વાતને સમજનાર મનુષ્ય આહારાદિદાનને તીર્થરૂપ માનવા તરફ દેરાય તેમાં નવાઈ શી?
મહાશ ! શું આપણે આપણા આત્માને એવી અવસ્થામાં મૂકી શકયા છીએ કે મુકી શકીએ? કે આપણું સ્વમના ફલની સંકલના પણ શાસનના સરવાળા સાથે હેય. નગરશેઠ જેવા અગ્રગણ્ય પુરૂષ શ્રેયાંસને લાભદાયી સ્વમ દેખે અને શ્રેયાંસકુમારને તે સ્વમસૃષ્ટિની સફલતા શાસનસૌધની શ્રેયસ્કરતામાં જ મેળવે છે એ સર્વ ભાગ્યચકની ચઢતીની ચેષ્ટા છે.
મહાશ! આ વાત તે તમારી ધ્યાન બહાર નહિ જ હોય કે સ્વપ્નદશા છે કે સર્વથા જાગૃતદશા નથી. તેમ સર્વથા નિદ્રિતદશા પણ નથી, કિંતુ કંઈક જાગૃતદશા અને કંઈક નિદ્રિતદશા હોય છે ત્યારે જ સ્વપ્નદશા હોય છે. આવી દશામાં સંકલ્પ-વિકલ્પની જાલ ટકી શકતી નથી અને તેમાં પોતાની ધારણું પ્રમાણે સ્વપ્નસૃષ્ટિ બનાવી શકાતી નથી. અર્થાત્ ખરી રીતે સ્વપ્નસૃષ્ટિની સર્જનહાર સંકલ્પદશા નથી, પણ આત્માની સંસ્કારદશાની પરિપકવતા છે.
આ વાત ધ્યાનમાં લેવાથી સ્પષ્ટ રીતે સમજી શકાશે કે સંસ્કારની પરિપકવદશા પિતાને અંગે હોય તે તે સ્વપ્નસૃષ્ટિના ફલને તેિજ મેળવે. આ અપેક્ષાએ ભગવાન તીર્થકર આદિની માતાઓ વૈદ વગેરે સંખ્યાનાં સ્વપ્નાં જુએ અને પરને અંગે હોય તે પરજન મેળવે અને ઉભયજન હોય તે ઉભયજન મેળવે છે અને તેના ફળ તરીકે થનારા જીવનું તીર્થંકરપણા આદિપણું હોય છે, એ રીતે મર્ભધારણ કરવાવાળી માતાના દેહલા પણ સ્વ-સંકલ્પના માત્ર પરિણામ
પ નથી, પણ ગર્ભમાં આવેલા જીના સંસર્ગથી પરિપક્વ થયેલ સંસ્કારને અંગે હોય છે, અને તેથી તે સ્વપ્ન અને દેહલાઓને મર્ભમાં આવનારા જીવની અપેક્ષાએ ઉદ્ભવતા ગરીને શાકારોએ