________________
આગમત (પારખવા) લાગે કે તરત જ કલચર મેતી કે કાચના નંગને ફેકી દે છે. સાચા હીરાની કણી આગળ બેટા હીરાની પેટીની પણ કિંમત નથી.
જંદગી વહેતા પાણી જેવી છે.
આવી જ રીતે આયુષ્યની ઘટના પણ વહેતા પાણીની સાથે કરવી, કેમ કે આપણું આયુષ્ય પણ વહેતા પાણીની માફક વહી રહ્યું છે.
ચાહે તે ધર્મમાં જોડે અગર ન જેડે તે પણ એ તે વહેવાનું છે. ક્ષણે ક્ષણે અંદગી ઘટવાની છે. ધર્મ કરે કે ન કરે તેથી જીદગી વધવા-ઘટવાની નથી. જીવ, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક મેક્ષાદિ તની માન્યતામાં જુદા જુદા મતે છે, એમાં મતભેદ છે. પણ મેત છે એમ માનવામાં જગત્ ભરમાં બે મત નથી.
મરણ નહીં માનનાર એ કેઈ નાસ્તિક નથી. જીંદગી ફના થવાની છે. એ તે સૌ (બધા) એક સરખી રીતે કબુલે છે. જેમ ઘાટનું પાણી સદુપયોગમાં લે અગર ન લ્યા તે પણ ખારા પાણીમાં ભળીને ખારૂં થવાનું જ, તેમ જીંદગી સાચવીએ તે પણ ફના થવાની છે. આ વાત જાણવા છતાં જીવન પ્રત્યે જેટલે પ્યાર થાય છે તેટલે ધર્મ પ્રત્યે થતું નથી.
કારણકે હજી આ જીવ રમના બીજે પગથિયે આવ્યું નથી. શરીર, કુટુંબ, સિદ્ધિ, વિગેરે જીવને છેડે કે જીવ એ તમામને છેડે? વસ્તુતઃ છૂટવાનું છે. એમાં ફરક નથી. આયુષ્ય કમે કમે ક્ષય પામે છે. મરવું કેઈને ગમતું નથી. જીવ માત્ર જીવવાની આશા રાખે છે. પણ એમ આશા રાખવાથી જીવન મળી જતું નથી.
આટલે આવ્યા પછી સમકિત આવ્યું? ના! હજી સુધી મિને મિત્ર ગણ્યા પણ શત્રુને શત્રુ સમજ્યા નહિ, શત્રુને મિત્રની કેટીમાં (પંક્તિમાં) બેસાડયા. (ગણ્યા) માટે ધર્મને અર્થ તથા પરમાર્થ ગણવા છતાંયે સમ્યકત્વ છેટું (ર) છે. નિગ્રંથ પ્રવચન સિવાય દુનિયાના પદાર્થ માત્ર અનર્થ રૂપ છે, નિરર્થક છે, એટલું જ માત્ર નહિં પણ અનર્થકર છે, અનર્થ રૂપ છે આ ત્રીજું પગથીયું !!!
આનંદ ઝરણાં' (ળા-૧)માંથી