________________
પુરત ૧લું ભગવાન મહાવીરમહારાજને વંદન કરવાનો પ્રયત્ન કરો પડશે.
આ રીતની શાસ્ત્રકારે જણાવેલી હકીક્તને ભગવાન તીર્થકરના વિષે થતા આડંબરની બરાબર કિંમત સમજનારાઓ યથાર્થપણે સમજી શકશે. સર્વોત્કૃષ્ટ સ્થાન મેળવવા સર્વવિરતિનું ગ્રહણ
વળી સૌધર્મેન્દ્રમહારાજ કરતાં વંદનના આડંબરમાં અધિક વધવાની શક્તિ મહારાજા દશાણુભદ્રમાં હાથી આદિના આડંબર દ્વારા તે ન્હોતી, એટલું જ નહિ પરંતુ દશાણુભદ્રજી દેશવિરતિ સામાયિક લઈ પણ લે તે પણ સૌધર્મેન્દ્રના ભક્તિના આડંબરથી વધી શકે તેમ હેતું, એટલે મહારાજા દર્શાણુભદ્રજીને સૌધર્મેન્દ્ર મહારાજના આડંબરની ઉત્કૃષ્ટતાને દબાવવાનું એકજ સાધન હાથમાં હતું અને તે એજ કે સર્વવિરતિ–સામાયિકનું અંગીકાર કરવું.
આ કારણથી મહારાજા દશાર્ણભદ્રે તે પિતાની સર્વોત્તમતાની પ્રતિજ્ઞા જાળવવાને માટે જેમ અન્ય હસ્તી આદિક બાહ્ય-આડંબર દ્વારા પ્રયત્ન કર્યો નથી, તેમજ દેશવિરતિસામાયિક કે પૌષધદ્વારા પણ તે જાળવવાને પ્રયત્ન કર્યો નથી, કિન્તુ સર્વવિરતિ સામાયિક લેવા દ્વારા ઉત્કૃષ્ટ થવાની નિશ્ચલતા સાચવી છે.
એ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે
દેશવિરતિસામાયિક અને પૈષધ ભગવાન–જિનેશ્વરમહારાજના શાસનની પ્રભાવના અને તેઓની ભક્તિની આગળ ઉત્કૃષ્ટતા ધારણ કરી શકે તેમ નથી, અને આજ વાત ઋદ્ધિમંતેના સામાયિકને અંગે શાસ્ત્રકારોએ ચેખા શબ્દોમાં જણાવી છે.
એવી જ શાસનપ્રભાવનાની વાત આચાર્ય મહારાજશ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ પિતાના ગૃહચૈત્યમાં રહેલા ભગવાનના બિનું પૂજન કર્યા પછી ગ્રામચેત્યમાં રહેલા બિંબનું પૂજન કરવા માટે જવામાં ઋદ્ધિમંત ગૃહસ્થને આડંબરની જરૂરીયાત દ્વારા જણાવે છે.