________________
યુસ્તક ૧-લું
આ છએ ભગવાનની પૂજા કરી કલ્યાણને સાધ્યું છે.. વિશેષથી જાણવાની ઈચ્છાવાળાએ તેમની કથાઓ શ્રાદ્ધદિન કૃત્ય માંથી જોઈ લેવી,
આવી રીતે દ્રવ્યપૂજાને અધિકાર જણાવી ભાવપૂજાને અધિકાર જણાવતાં આચાર્ય મહારાજ કહે છે કે
આઠ પ્રકારના દ્રએ કરીને જગતના બંધુ એવા જિનેશ્વર, ભગવાનનું પૂજન કરી મુદ્રાદિકની વિધિ પૂર્વક જિનેશ્વરમહારાજનું સ્તુતિ-સ્તેત્રાદિથી વન્દન કરવું જોઈએ.
શ્રાદ્ધદિનકૃત્યની ટીકામાં આ સ્થાને મુદ્રાઓનું સ્વરૂપ અને. વિષય સમજાવવા સાથે ચૈત્યવંદનના જઘન્ય, મધ્યમ અને ઉકૃષ્ટ. ભેદો જણાવી ઈરિયાવહી વિગેરે સૂત્રોની વ્યાખ્યા કરવામાં આવી છે, તે તેના અર્થીઓએ ત્યાંથીજ જોઈ લેવી. શકસ્તવની રીતિ કેવી?
ચૈત્યવંદન કરનારાને ચૈત્યવંદને જુદાં જુદાં બેલવાનાં હોય. છે, પરંતુ શકસ્તવરૂપી દંડક તે બધાને એક સરખું બોલવાનું હોય છે, તેથી તે નમુલ્થ શુંને વિધિ બતાવે છે.
મસ્તકને ત્રણ વખત જમીન ઉપર લગાવી, ડાબે ઢીંચણ કંઈક ઉંચે કરી, ઉત્તરાસનના છેડાથી મુખને ઢાંકીને ગમુદ્રાપૂર્વક ભક્તિથી રૂડી રીતે શક્રસ્તવને કહેવું જોઈએ, એમ ભગવાન દેવેન્દ્રસૂરિજી જણાવે છે.
શકસ્તવની વ્યાખ્યા જાણવાની ઈચ્છાવાળાઓએ શ્રાદ્ધદિન કૃત્યની વૃત્તિ જોઈ લેવી.
શકસ્તવની વ્યાખ્યામાં જ મેઘકુમારની કથા તથા દ્રવ્ય તીર્થકરને વંદનમાં મરીચિની કથા કહેલી છે. તે ટીકા ઉપરથી સમજવી.