________________
૨૨
આગમત હોય કે કરવા ટેવાયેલા હોય તેઓએ આ શાસ્ત્રકારે જણવેલી શુદ્ધ ભૂમિની વાત ધ્યાનમાં રાખવાની છે.
ઉપર જણાવેલી શુદ્ધ-જગ્યામાં સ્નાન કરનારે મુખ્યતઃ અચિત્ત જલથી સ્નાન કરવું એમ શાસ્ત્રકારે ફરમાવે છે. સ્નાન કરનારા શ્રાવકવગે શાસ્ત્રકારે ફરમાવેલા અચિત્ત-જલના ઉપગ ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. કેમકે જ્યારે સ્નાન કરવાનું અચિત્ત-જલે જણાવ્યું છે, તે પછી તળાવ–સરેવરનદી વિગેરેમાં સ્નાન કરવાનું ગૃહબિંબની પૂજાને માટે કેઈપ્રકારે ઉચિત ન હોય તે સ્વાભાવિક છે,
વળી શાસ્ત્રકાર સ્નાનના પાણીને અંગે અપવાદ પણ જણાવે છે કે જે કદાચિત્ અચિત્ત-જલની સગવડ હોય નહિં, અગર કરી શકે નહિ, અને કદાચિત સચિત્ત-જલથી સ્નાન કરવાનેજ પ્રસંગ આવે તે પણ તે સ્નાન કરવાનું પાણી ગળેલું તે હોવું જ જોઈએ.
આ વાત જેઓ ધ્યાનમાં રાખશે તેઓ બંબ છોડીને પાણીને ઘાણ વાળવાનું કદી પણ શીખશે નહિ. જયણુપૂર્વક પ્રવૃત્તિ થવી જોઈએ.
- શુદ્ધ એવા વિભાગમાં અને અચિત્ત કે ગળેલા જળથી સ્નાન કરનારે પણ તેનાથી જ કરવું, એ જણાવવા માટે પૂ. આ૦શ્રી દેવેન્દ્રસૂરિજી કહે છે કે પ્રમાણસર પાણી હોય અને જ્યાં સંપતિમ છે કે જે મછર, ડાંસ વિગેરે હોય છે તેની ઉત્પત્તિના કારણરૂપ ન બને તેવી રીતે યતના પૂર્વક શ્રાવકે સ્નાન કરવું જોઈએ. પૂજા સમયે કેવાં વસ્ત્ર પહેરવા જોઈએ.
ભૂમિ, પાણી અને નાનને વિધિ જણાવ્યા પછી શાસ્ત્રકાર પરિધાનને અંગે જણાવે છે કે પૂજા કરવા તૈયાર થયેલા મહાનુભાવે વેત વસ્ત્ર પહેલાં હોવાં જોઈએ. પૂજાની વિધિમાં જે કે ષોડશકવૃત્તિ વિગેરે ગ્રન્થમાં સિત એટલે સફેદની સાથે શુભ એવું વિશેષણ હેવાથી અર્થાત્ આ શ્રી હરિભદ્રસૂરિજીએ “સિતામવાળ” એમ