________________
૨૦.
આગમત જેવી રીતે મન્દિર અને મૂતિની ઉત્પત્તિ માટે તે ક્ષેત્રેનું આરાધન કરનારાને વિવેચન જાણવાની જરૂર રહે છે. તેવી જ રીતે તે ક્ષેત્રની આરાધનાની રીતિ અને ઉદ્ભરવાની રીતિ પણ જાણવા માટે દરેક ધર્મિષ્ઠ તત્પર રહે એ સ્વાભાવિક છે. તેથી તેમની જિજ્ઞાસાને તૃપ્ત કરવા તે મૂર્તિ અને મન્દિરના ક્ષેત્ર સંબંધી તપાગચ્છનાયક શ્રી દેવેન્દ્રસૂરિજીએ શ્રીશ્રાદ્ધદિનકૃત્યજીની અંદર કરેલું વિવેચન વિસ્તૃત છતાં પણ ઉપયોગી હોવાથી આ સ્થળે સામાન્ય રીતે જણાવવું યોગ્ય ગણાય છે.
જે કે ચાલુ અધિકાર આગમરૂપી ક્ષેત્રને છે, પરંતુ આગમશાસ્ત્રોની પ્રામાણિક્તા ત્યારેજ માની ગણાય કે જ્યારે તે આગમેના ફરમાવ્યા મુજબ આત્માની માન્યતા થાય અને વર્તવાનું થાય.
જે આગમશાસ્ત્રોને કેવળ માનવામાં આવે, પરંતુ તે તે આગમ-શાસ્ત્રોના કથન મુજબ વર્તન નહિ કરતાં તેનાથી વિરુદ્ધ વર્તન કરવામાં આવે છે તેવા વિરૂદ્ધ વર્તન કરનારાઓને શાસ્ત્રકારો આગમથી વિપરીત કરનારા અને આગમન ષી ગણે છે. પૂ આ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ ફરમાવે છે કે
तत्कारी स्यात् स नियमात् तद्वेषे चेति यो जडः ।
आगमार्थे तमुल्लंध्य तदनुक्ते प्रवर्त्तते ॥ १ ॥
અર્થાત્ જે મનુષ્ય આગમ-શાસ્ત્રોમાં કહેલા માર્ગથી વિરુદ્ધ પ્રવર્તાવાવાળો હોય છે અને આગમ-શાસ્ત્રોમાં કહેલા કથનને ઓળંગીને આગમશાસ્ત્રમાં નહિ કહેલા કથનમાં પ્રવર્તવાવાળા હોય છે તે મનુષ્ય શાસ્ત્રની અવજ્ઞા કરનારે છે, શાસ્ત્રને શ્રેષી છે, અને તે મનુષ્ય જડ–નનુષની કેટિનાં ગણાવે છે.
આવી રીતનું શાસ્ત્રકારે સ્પષ્ટ કથન કરેલું હોવાથી આગામશાસ્ત્રની માન્યતાની પુષ્ટિ કર્યા પછી તે ચૈત્ય અને મૂર્તિના ક્ષેત્રને આગમશાસ્ત્રને આધારે પિષણ આપવાની વધારે જરૂર ગણી છે.