________________
આગમત
ધન ખર્ચવું જ જોઈએ, અને એ કલ્યાણકારી છે, એવી રીતે ધનને સદુપયેગ કલ્યાણકારી છતાં પણ ધર્મને માટે ધન ઉપાર્જન કરવું તે તે ઉપયેગી નથી, કારણ કે આવું કહેવામાં આવ્યું છે કે જેમ કચરાથી ખરડીને અંગોપાંગને ધવાં તેના કરતાં છેટે રહીને કચરાને સ્પર્શ ન કરે તે સારું છે, તેવી રીતે ધર્મને માટે જેને પૈસાની ઈચ્છા રાખવી હેય તેને તે ઈચછા ન કરવી તે જ શ્રેષ્ઠ છે.
કદાચ કહેવામાં આવે કે-જેમ વાવડી, કૂવા, તળાવ વિગેરે દાવવાથી વર્તમાનમાં કીર્તાિ–જશ વિગેરે થાય તે પણ તે ભવિષ્યમાં અશુભને બંધાવનાર છે, એવી રીતે જિનભવનાદિકનું કરવું તે પણ ભવિષ્યમાં અશુભ-અનુબંધવાળું હશે. એમ નહિ કહેવું. કારણ કે જિન ભવન તે સમગ્ર–ગુણનું ધામ એવા સંઘને સમાગમ થવાનું કારણ છે. ધર્મદેશના પણ તેમાં બની શકે છે, ધર્મરત્ન અંગીકાર કરવાનું બની શકે છે, માટે આ જિનભવન વિગેરે તે નક્કી ભવિષ્યના શુભના ઉદયને કરનાર જ છે.
કે એમાં છ કાયની દ્રવ્ય થકી વિરાધના દેખાય છે, પરંતુ યતનાથી પ્રવર્તવાવાળા ગૃહસ્થને તે વિરાધના હોતી નથી, દયાને આધીન થયેલા તે ગૃહસ્થ સૂક્ષ્મ એવા પણ છાની રક્ષા કરનારા હેય છે એટલે તેમને વિરાધના લાગે નહિ. શાસ્ત્રકારોએ પણ કહ્યું છે કે–સૂત્રની વિધિએ કરીને સંયુક્ત અને યતનાથી પ્રવર્તવાવાળાને જે વિરાધના થાય છે તે વિરાધના નથી, પણ પરિણામે નિર્જરને આપનાર છે,
એક વાત તે ચેકખી છે કે તેનાથી પ્રવર્તનારને પણ સૂત્રની વિધિથી પ્રવર્તાવા સાથે મનની શુદ્ધિ પણ હોવી જોઈએ, સંપૂર્ણ ગણિપિટકના સારને ધારણ કરનારા ત્રાષિએનું પરમરહસ્ય એજ છે કે કરનારાના પરિણામને પ્રમાણભૂત ગણવા, કેમકે તેઓ નિશ્ચયનું જ અવલંબન કરવાવાળા હોય છે
આવી રીતે જિનપૂજાનું સ્થાપન કર્યા છતાં અપવાદે જણાવે