________________
આગમત
S
Sા
છે
"
*
આ રીતે દરેક ઉત્સર્પિણ અને અવસર્પિણીમાં વીસે તીર્થકરે ચાલું છતાં અગર નવીનપણે તીર્થને પ્રવર્તાવનારા થાય છે અને તેવી જ રીતે આ અવસર્પિણીમાં પણ ભગવાન રાષભદેવજી વિગેરે જેવીસ તીર્થંકર થયા છે અને તે સર્વ-તીર્થકરને એક સરખી રીતે સમ્યગ્દષ્ટિ છ સાધુ, સાધવી, શ્રાવક કે શ્રાવિકા માને છે અને માનવાની જરૂર પણ પડે છે, છતાં ભગવાન પાર્શ્વનાથજી મહારાજ કે જેઓના જન્મકલ્યાણકને અંગે પિષ વદિ દસમ (ગુજરાતી માગસર વદિ દસમ) ને દિવસ સર્વ દેશમાં આરાધાય છે જેટલી આરાધનાની પ્રસિદ્ધિ ભગવાન પાર્શ્વનાથજીના જન્મકલ્યાણકની પિષ વદ દસમની તિથિને અંગે છે, તેવી કોઈપણ તીર્થંકર મહારાજને અંગ જન્મ કલ્યાણકના તિવા નાજાવ.. - થી . ભગવાન ઋષભદેવજીના જન્મ કલ્યાણકની તિથિ જે ચૈત્ર વદિ, (ગુજરાતી ફાગણ વદિ) આઠમની છે, પરંતુ તે તિથિને અંગે આરાધના ફક્ત ભગવાન રાષભદેવજીના તીર્થોમાંજ વિશેષે કરીને હોય છે, પરંતુ ભગવાન પાર્શ્વનાથજીના જન્મ કલ્યાણકની તિથિ જે પોષ વદિ દસમ છે તેની આરાધના તે ભગવાન પાર્શ્વનાથજીના તીર્થો હોય ત્યાં તે સર્વત્ર હોય છે, પરંતુ જ્યાં ભગવાન પાર્શ્વનાથનાં તીર્થો નથી દેતાં તે સ્થાને તે પોષદશમીની મહત્તા હોય છે એટલું નહિં, પરંતુ જૈનપણાના સંસ્કારને વિશેષપણે ધારણ કરનારા દરેક ક્ષેત્રોમાં ભગવાન પાર્શ્વનાથજીના જન્મ કલ્યાણકની તિથિ જે પિષવદિ દસમ છે તેની આરાધના હોય છે તેનું મુખ્ય કારણ હોય તે ભગવાન પાર્શ્વનાથજીનું તીર્થકર નામકર્મની સાથે આદેય નામકર્મ છે અને તેથી ભગવાન પાર્શ્વનાથજીને પુરૂષાદાની તરીકે જૈનશાસકારે સ્થાને સ્થાને ઓળખાવે છે.