________________
પુસ્તક ૧-લું
૧૫ પ્રાપ્તિ કેમ થાય? આવી શંકાના સમાધાનમાં જણાવે છે કે આ શંકાનું કથન તે અયોગ્ય છે, કેમકે તેવાં ચેતના–વગરનાં એટલે તૃપ્ત અને હષ્ટ થવાની શક્તિ વગરનાં એવાં ચિન્તામણિરત્ન વિગેરે શું ફળ આપતાં નથી? - આવી રીતે પૂર્વાચાર્યોએ પણ કહ્યું છે કે-જેમ મ આદિને યાદ કરવાથી અને અગ્નિઆદિની સેવા કરવાથી ઈષ્ટસિદ્ધિ અને શીતાદિના નાશ વિગેરે રૂ૫ ફળ થાય છે, તેવી રીતે અહિં પણ ભગવાનની પ્રતિમાની પૂજાથી કેઈ પણ જાતને ફાયદો ભગવાનને ન હોય અને તેથી તે તૃપ્ત કે સંતુષ્ટ થયેલ ન ગણાય, તે પણ તેમની પ્રતિમાની પૂજાથી તેને પૂજકોને તે જરૂર ફાયદો થાય છે.
આવી રીતે પિતાના અને શાસ્ત્રકાર–મહારાજાના વચનથી મૂર્તિનામના ક્ષેત્રને અંગે પિોતે કરાવેલા બિંબેના માટે વિધિ જણ- છે, અને એવી જ રીતે બીજાઓએ કરાવેલા તેમજ નહિં કરાવેલા શાશ્વત જિનબિંબ હોય તેની પણ યથાગ્ય પૂજન આદિ વિધિ જરૂર કરવી જોઈએ. " કેમકે જિનેશ્વર ભગવાનની પ્રતિમાજી ત્રણ પ્રકારે હોય છે. એક તે પિતે અથવા બીજાએ ભક્તિ કરીને દહેરામાં સ્થાપન કરેલી, જે અત્યારે પણ મનુષ્ય વિગેરેથી બનાવાય છે. બીજી મંગળને માટે કરાવેલી કે જે ઘરની શાખમાં મંગળને માટે કરાવાય છે, તે મંગળની પ્રતિમા કહેવાય છે. શાશ્વતી પ્રતિમા તે તે કહેવાય કે અધલક, તિછલેક અને ઊર્થલેકમાં રહેલા જિન-ભવને માં છે, ત્રણ લેકમાં એવું કોઈ પણ સ્થાન નથી કે જે સ્થાન ભગવાન જિનેશ્વર મહારાજની, પ્રતિમાજીએ કરીને પવિત્ર થયેલું ન હોય. જિનેશ્વર ભગવાનની પ્રતિમાજીની પૂજાદિક ક્રિયા વીતરાગપણાનું આપણું કરીને કરવી ‘ઉચિત છે.
બીજા એવા જિનભુવન ક્ષેત્રમાં પોતાનું ધન વાપરવાનું એવી રીતે છે કે-શલ્ય વિગેરેએ કરીને રહિત એવી ભૂમિમાં