________________
.
. . . . . ' , '
આગમજાત
સાગરેપમથી કંઈક અધિક માત્રજ છે, એટલે અંત કેટકેટિનસાગરોપમ સુધી પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વ સંસાર–અવસ્થામાં ટકે નહિં એ નિશ્ચિત વસ્તુ છે, તેથી સમ્યકત્વ પામીને જિનેશ્વરપણું સાધવાની શરૂઆત કરવા તરીકે તીર્થકર નામકર્મ બાંધ્યા પછી મિથ્યાત્વ અનેક વખત પ્રાપ્ત થઈ જાય તેમાં આશ્ચર્ય નથી, પરંતુ જે વખતે તે જિનેશ્વરપણું મેળવવાના કારણભૂત જિનનામકર્મવાળે જીવ સમ્યકત્વદશામાં હોય ત્યારે પરેપકાર વિગેરે ગુણેમાં લીન હેવાથી સમ્યકત્વના પ્રભાવે જિન–નામકર્મના પુદ્ગલેને ઉપચય કરી શકે છે,
- પરન્ત પ્રાપ્ત થયેલા પથમિક અગર ક્ષાપશમિક સમ્યકૂવને વમને તે જિનનામકર્મને બાંધનારે ભવિષ્યમાં તીર્થકર થવાવાળે જીવ હોય તે પણ જ્યારે મિથ્યાત્વદશામાં જાય છે, ત્યારે કેટલાક કમલપ્રભાચાર્ય જેવા છે તે તે બાંધેલા તીર્થંકર-નામકર્મને પણ ઉડાડી મૂકે છે, અર્થાત્ તેવા મિથ્યાત્વી આત્માઓએ પૂર્વે બાંધેલું જિનનામકર્મ ટકી શકતું નથી અને તેથી તેવા જિનનામકર્મ બાંધીને પછી મિથ્યાત્વ પામતાં જિનનામકર્મ ઉડાડી દે એટલે તેઓને પરોપકારિતા આદિ ગુણે ન હોય તે સ્વાભાવિક છે.
એટલે જેટલા તીર્થંકરનામકર્મ બાંધે તેટલા બધા તીર્થંકર નામકર્મ બાંધ્યા પછી પણ પરેપકારવાળા જ હોય એ નિયમ રહેતું નથી અને તીર્થંકર-નામકર્મ બાંધનારા તીર્થંકર થાય? એ પણ નિયમ નથી, પરંતુ કેટલાક છે એવા પણ હોય છે કે જેઓ પરોપકારિતા આદિ ગુણેને લીધે તીર્થંકર નામકર્મ બાંધે અને તે વખતે જરૂર સમ્યકત્વવાળા છતાં કર્મની કુટિલતાને લીધે કથંચિત આવેલું સમ્યકત્વ મિથ્યાત્વ–મેહનીય આદિના ઉદયને લીધે ચાલ્યું જાય, તે પણ તે સમ્યક્ત્વ-દશામાં સમગ્ર-જગના ઉદ્ધાર કરવા રૂપી પરેપકારિત્વ આદિ ગુણેને લીધે બાંધેલું તીર્થકર નામશેત્ર ક્ષય પામતું નથી, પરંતુ તે તીર્થંકર-નામ ગોત્ર સત્તામાં રહી શકે છે.
આ કારણથી શાસ્ત્રકારે મિથ્યાત્વવાળી દશામાં પણ જિનનામકર્મની સત્તાને માન્ય રાખે છે.