Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સિંહ જેવા કહેવામાં આવ્યા છે. ભગવાન ઉત્તમ પુરી' (વેત કમળ) જેવા પુરુષ હતા. કેમકે તેમના આત્મામાંથી સંપૂર્ણ અશુભરૂપ માલિન્ય સર્વથા નીકળી ગયું હતું, તેમજ સકલ શુભાનુભાવરૂપ નિર્મળતા સંપૂર્ણરૂપમાં વૃદ્ધિ પામી હતી. અથવા જેમ કમળ કાદવમાંથી ઉદ્ભવે છે, જળથી વધે છે, છતાં તે આ બન્નેથી અસંબંધિત થઈને સર્વથા નિલિત બનીને હમેશાં પાણીની ઉપર જ રહ્યા કરે છે તેમજ પિતાના શ્રેષ્ઠ ગુણોના બળવડે સુર, અસુર અને નર સમૂહેવડે શિરે ધાર્ય થઈને બહુજ સમ્માનનીય ગણવામાં આવે છે, અને અતિ સુખનું સ્થાન મનાય છે, એ જ રીતે ભગવાન પણ કર્મરૂપ કાદવમાંથી અવતર્યા, અને ભેગરૂપ પાણીથી વૃદ્ધિ પામ્યા, છતાં પણ તેઓ એમનાથી નિર્લિપ્ત થઈને એમનાથી હંમેશા દૂર જ રહ્યા અને અંતે કેવળજ્ઞાન વગેરે ગુણોના આવિર્ભાવથી તેઓ બધા ભવ્યજનોના શિરોધાર્ય બન્યા.
અથવા–પુંડરીક શબ્દનો અર્થ ઘેલું છત્ર એમ પણ થાય છે. જેમ છત્ર તાપને દૂર કરે છે, તેમજ ભગવાન પણ ભવ્યજનના અનેક જન્મ જરા અને મૃત્યુ વગેરે દુઃખ આપનાર કર્મના સંતાપને દૂર કરે છે, એથી જ તેઓ પુરુષોમાં શ્રેષ્ઠ પુંડરીકની જેમ વખણાય છે. ગંધ હસ્તીના ગંધને સૂંઘીને બીજા હાથીઓ નાસીને કઈ બીજા સ્થાને સંતાઈ જાય છે કે તેમનો પત્તો પણ નથી લાગતું. તેમજ ભગવાનને
જ્યાં જ્યાં વિહાર હોય છે, ત્યાંનું વાયુમંડળ તેમના અચિત્ય અને અત્યન્ત પ્રભાવથી સુવાસિત થઈને જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં ત્યાંના “ઈતિ ડમર મરક વગેરે ઉપદ્રવે એ રીતે શાંત થઈ જાય છે કે તેમનું કેઈ ચિહ્ન પણ નથી રહેતું. ગંધ હસ્તીનું લક્ષણ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે જેના ગંધથી બીજા હાથીઓ દૂર નાસી જાય, અને જે પિતાના રાજાના વિજયનું કારણ બને છે. એટલા માટે જ ભગવાનને “પુરુષવર ગંધ હસ્તીની ઉપમા વડે ઉપમિત કરવામાં આવ્યા છે. કેમકે ગંધ હાથી ઉપર બેસનાર રાજાની જેમ “ભગવદાશ્રિત” “ભવ્યગણું” પણ કાયમને માટે વિજયી થાય છે. પ્રભુને લકત્તમ” એટલા માટે કહેવામાં આવ્યા છે કે ઊર્ધ્વ, અધો અને મધ્યલોકમાં એમના જે ઉત્તમ અને શ્રેષ્ઠ બીજે કઈ છે નહિ, થયું નથી અને થશે નહિ. અથવા–લેક શબ્દનો અર્થ ભવ્યજન પણ થાય છે–તેમનું શ્રેય પ્રભુ વડે જ થાય છે, એટલા માટે પણ તેમને લકત્તમ કહ્યા છે. ભવ્યસમૂહના એ ચોગક્ષેમ કરનાર હોવાથી “નાથ” છે, એટલા માટે જ એમને લેકનાથે કહયા છે. ષડુ જવનિકાયરૂપ આલોકના રક્ષણ કરવાના નિરૂપક હોવાથી એઓને લોકહિત આ શબ્દથી સંબોધવામાં આવ્યા છે. લેકપ્રદીપ-ભવ્યરૂપથી વિશિષ્ટ લેકોને એ તેમના અન્તરના મિથ્યાત્વરૂપ તિમિર નિકટ (અન્ધકાર) સમૂહને દૂર કરનારા હોવાથી અને સાથે સાથે તેમને જીવ-અજીવ વગેરે પદાર્થોના સાચારૂપને પ્રકાશ આપનાર (સાચા રૂપને બતાવનાર) હોવાથી પ્રદીપના જેમ તેઓને પ્રદીપ” કહેવામાં આવ્યા છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧