Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
રૂપમાં હદયમાં ધારણ કરવામાં આવે છે, તે સંકલ્પ ચિંતિત, તેમજ જે અભિલાષાનો વિષય હોય છે તે સંકલ્પ પ્રાર્થિત અને જે ઘણી કલ્પનાઓના રૂપમાં ઉત્પન્ન હોય છે, તે સંકલ્પ કલ્પિત કહેવામાં આવે છે. સ્મૃતિમાં નિશ્ચિતપણે ધારણ કરેલ સંકલ્પ મગત સંકલ્પ કહેવાય છે. (ા વહુ અડું રનો પુત્તે ધારિણી સેવીy wત્તા જે બાર વાઘ) શ્રેણિક રાજાને પુત્ર અને ધારિણી દેવીને અંગજાત છું. મારું નામ મેઘકુમાર છે. હું જ્યારે ઉદંબરના પુરુષની જેમ તેમના માટે નામથી પણ સાંભળવામાં દુર્લભ હત–ત્યારે મારા દર્શનની તે વાત જ શી કરવી? (તે કયા અંદું ગામ વનિ તથા મન મા. ળિwથા માતાતિ જનાવિ, વસંતિ રાતિ) હું જ્યારે ઘરમાં રહેતું હતું ત્યારે શ્રમણ નિર્ચ, “આ માટે પુણ્યાત્મા છે” આ રીતે મારે આદર કરતા હતા. “આ ધર્મ સેવામાં બહુ જ પરાયણ છે” આ રીતે મને જાણતા હતા.
આ બહુ જ નમ્ર છે” આમ જાણીને મારે સત્કાર કરતા હતા. “આ સદૂગુણોથી યુકત છે” આમ જાણીને મારું સન્માન કરતા હતા. (ચારું કરૂં પાસારું कारणाई वागरणाइ आइक्खंति इट्ठाहिं कंताहिं वग्गृहि आलवेति संलति) અર્થોનું હતુઓનું, પ્રશ્નોનું, કારણોનું, સારી રીતે સ્પષ્ટીકરણ કરતા હતા. ઈષ્ટ અને કાંત વચનથી મારી સાથે આલાપ કરતા હતા, સંલાપ કરતા હતા. (મેક્ષના કારણભૂત સમ્યગ દર્શન વગેરે ગુણ અહીં અર્થપદ વડે ગ્રહણ કરવામાં આવ્યા છે) તેમજ પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ અને નિગમના અનુમાનના આ પંચાવયવ હેતુપદ વડે મતલબ એ છે કે મેઘકુમાર પિતાના મનમાં–આ પ્રમાણે વિચાર કરી રહ્યા છે કે હું ગૃહસ્થ અવસ્થામાં જ્યારે હતો ત્યારે સાધુજને મને કહેતા હતા કે “સઘળા કમેને વિનાશ (ક્ષય) કરનાર હોવાથી તીર્થંકર વગેરેની જેમ તમારે સંયમ પાળ ઉચિત છે. જે સઘળા કર્મોને ક્ષય કરવવામાં કારણભૂત હોય છે. તે મેક્ષની અભિલાષા રાખનારાઓ દ્વારા ચોકકસ રીતે આચરણ કરવા યોગ્ય હોય છે. જેમ પ્રશમ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૬૯