Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપાલભ કા કથન
પરપાલંભ અવધિમાં પ્રવૃત્ત થતા જીવને ગુરુ વગેરે આપ્તજને સમજાવે છેજેમકે હે બેટા! તમારે જન્મ વિશુદ્ધ વંશમાં થયે છે અને તમે જિનેન્દ્ર પ્રભુની દીક્ષા પામ્યા છેહમેશાં તમે શ્રેષ્ઠજ્ઞાન વગેરે ગુણોથી યુક્ત થઈ રહ્યા છે, તે પછી એવું શું થઈ ગયું છે એકદમ તમે આ જાતના ન કરવા યોગ્ય (અવિહિત) કાર્યમાં પ્રવૃત્તિ કરવા તૈયાર થયા છે. આ કામ તમને શોભતું નથી. એટલે એનાથી વિરકત થઈને વિહિત (ઉચિત) કર્તવ્યમાં પ્રવૃત્ત થાઓ. પારા
તદુભપાલંભમાં આ પ્રમાણે બોધ અપાય છે–કે આ અજ્ઞાની છ પિતાના જીવન માટે ઘણા જીવને દુ ખરૂપી ખાડામાં કેમ નાખતા રહે છે? શું એવા માણસે પિતાના જીવનને શાશ્વત માનીને બેઠા છે. પણ મેઘકુમારને મહાવીર પ્રભુએ જે ઉપાલંભ આપે છે તે પરે પાલંભ છે. જે શિષ્ય રત્નત્રય રૂપ મુક્તિમાર્ગ મેળવ્યું છે, અને હવે પ્રમાદવશ થતાં તે મુકિતમાર્ગથી ભ્રષ્ટ થઈ રહ્યો છે, અથવા તો તે મુકિતમાર્ગથી ભ્રષ્ટ થઈ ચૂક્યો છે એવી વ્યકિતને ફરી સન્માર્ગમાં વાળવા માટે ગુરુમહારાજની ફરજ છે કે તેને ઉપાલંભ આપે. જે પ્રમાણે પ્રભુએ મુનિરાજ મેઘકુમારને ઉપાલંભ આવે છે. (
ત્તિમ) આ રીતે ઉપરક્ત તત્વ મેં જેવી રીતે તીર્થકર ભગવાન મહાવીરની પાસેથી સાંભળ્યું છે તેવી જ રીતે મેં તમને કહ્યું છે. મેં પોતાની બુદ્ધિથી કલ્પના કરીને કહ્યું નથી. કેમકે બુદ્ધિથી કલ્પિતકરીને કહેવાથી શ્રતજ્ઞાનની આશાતના હોય છે. બીજી વાત એ છે કે છદ્મસ્થ જાની દૃષ્ટિઓ અપૂર્ણ હોય છે. એટલા માટે પ્રભુ પ્રતિપાદિત અર્થ જ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
२११