Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, અને મહાપથમાં એકસે, હજાર, લાખ દ્રવ્યાની શરત લગાવીને બીજા માણસના મેરના બચ્ચાઓને હરાવવા લાગ્યો. (gવાવ समणाउसो ! जो अम्हं निग्गंयो वा निग्ग थीमा पव्वइए समाणे पचसु महब्बएमु छसु जीवनिकाएसु निग्गंथपावयणे निस्स किए नकंखिए निवितिपिच्छे सेण इहभवे चेव बहण समणाण बहूण समणीण जाव वीइ. વરૂણ) હે આયુષ્યન્ત શ્રમણ ! સાર્થવાહ જિનદત્ત પુત્રની જેમ જે અમારા નિગ્રંથ સાધુ કે નિર્ચ થ સાધ્વીજનો પ્રત્રજિત થઈને પંચ પ્રાણાતિપાત વિરમણ રૂપ મહાવ્રતોમાં. છ જવનિકામાં, નિગ્રંથ સંબંધી પ્રવચનમાં, અને સાધુમાર્ગમાં નિઃશકિત થઈને નિઃકાંક્ષિત નિવિચિકિત્સા યુકત થઈને વિચરણ કરે છે તેઓ આ ભવમાં ઘણુ શ્રમ અને ઘણું શ્રમણીઓને માટે અર્ચનીય હોય છે તેમજ પૂજનીય હોય છે. અને છેવટે અનંત રૂપ ચતુગતિવાલા સંસાર સમુદ્રને પાર પામે છે. એટલે કે તેઓ આ સંસાર સમુદ્રને તરી જાય છે.
અહીં બે જાતની શંકાઓ ઉદ્દભવે છે– (૧) દેશ શંકા, (૨) બીજી સર્વ દેશ શંકા અહંતવડે આજ્ઞાપિત કેઈપણ એક તત્વમાં અશ્રદ્ધાન વગેરેની આત્મવૃત્તિ એક દેશ શંકા કહેવાય છે. તેમજ અહંત પ્રતિભાષિત બધા તત્વોમાં અશ્રદ્ધાન વગેરેની આત્મવૃત્તિ સર્વદેશશંકા નામે કહેવાય છે. પરદશનના આડંબરના નિરીક્ષણથી ઉદ્ભવેલ મિથ્યાત્વ મેહનીય કર્મ છે. તજ્જન્ય પરદર્શનની વાછા (ઈરછા) નું નામ તે વાચ્છા કહેવાય છે. તપ અને સંયમના રૂપમાં સંદેહ થવો તે વિચિકિત્સા કહેવાય છે. આ રીતે જિન ભગવાન જે આજ્ઞા કરે તેમાં નિઃસંશયવૃત્તિ રાખવી એટલે કે નિઃશંકપણે તે વાત સ્વીકારવી તે નિશંકવૃત્તિ છે. કાંક્ષાને અભાવ નિકાંક્ષિવૃત્તિ છે. વિચિકિત્સાને અભાવ નિર્વિચિકિત્સા છે. જ્યારે કોઈપણ જાતની શંકા ઉત્પન્ન થાય ત્યારે આ પ્રમાણે વિચાર કરે જોઈએ કે હું તે હીન બુદ્ધિ વાળ છું. અત્યારે મારી સામે એવા કેઈ વિશિષ્ટ જ્ઞાની આચાર્ય પણ નથી. અને રેયવસ્તુ (પદાર્થ) સમજાય એવી નથી જ્ઞાનાવરણીય કર્મને ઉદયવતી રહ્યો છે—તત્વના નિર્ણય માટે જે હેતુ ઉદાહરણ વગેરે છે તેમની પ્રાપ્તિ અસંભવ થઈ પડી છે. એથી જિનદેવે જે કંઈ પણ કહ્યું છે. તે એકદમ શુદ્ધ તત્વ છે આમાં કંઈ પણ જાતની શંકાને સ્થાન નથી. આ રીતે બને સાર્થવાહ પુત્રોના
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૨૭૦