Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
જાવા) પરસેવાથી તરબોળ થઈ ગઈ. (મવિચંti ) શેકા ધિક્યથી તેનું આખું શરીર એકદમ ધ્રુજવા માંડયું. ( પત્તા, ફિવિમળવાના
વનશિવજનના) તે એકદમ નિસ્તેજ થઈ ગઈ. દીન દુઃખી પ્રાણીની જેમ તેમજ વિમનસ્ક વ્યક્તિની જેમ તેનું મેં થઈ ગયું. હથેળીથી મર્દિત થએલી કમળની માળાની જેમ તે ચિમળાએલી દેખાવા લાગી. (તરવા ચોકન સુરારી ) “મારે દીક્ષા લેવી છે એવું જ્યારે મેઘકુમારે કહ્યું ત્યારથી, તેજ વખતથી–તેમનું શરીર રોગ ગ્રસ્તની જેમ પ્લાન અને બળું થઈ ગયું. (સ્ટાન્ન) सुन्न णिच्चायगय सिरीया, पसिढिल भूसण पउंत खुम्मियसंचुन्नियधवल વરદમદ સારિકા) શરીરનું લાવણ્ય કોણ જાણે ક્યાંય અદશ્ય થઈ ગયું ? નિસ્તેજ થઈને છે એકદમ શોભારહિત થઈ ગઈ. શોકથી તે એટલી બધી દુર્બળ થઈ ગઈ કે જે ઘરેણુઓ તેણે પહેર્યા હતાં તેમાંથી કેટલાંક તો ઢીલાં થઈ ગયાં, અને શાકની વૃદ્ધિ થતાં શરીર ઉપરથી કેટલાંક નીચે ખસી પડ્યાં, કેટલાંક વક થઈ ગયાં, કેટલાંક નીચે પડીને ટુકડે ટુકડાં થઈ ગયાં, તેનું ઉત્તરીય વસ્ત્ર–જે તેણે શરીર ઉપર ધારણ કર્યું હતું–તે પણ શરીર ઉપરથી ખસવા માંડ્યું. તેને સાચવવાની પણ તાકાત તેમાં રહી નહિ. (રૂમાવિયા ) માથાના સુકોમળ વાળ આમતેમ અસ્તવ્યસ્ત થઈ ગયા. ( પુછાવણogવા ) તે મૂછિત થવા લાગી, તેથી વખતે વખત જે તેને ઈષ્ટ વસ્તુ મેળવવાની ઇચ્છા થતી તે પણ સાવ નાશ પામી. અથવા મૂર્જીવશ થઈને તે ચેતન વિહીન થઈ જતી ત્યારે તેનું શરીર વધારે ભારે થઈ જતું હતું. (ારકુનિવસાવવાવા ). કુહાડીથી પાએલી ચમ્પકલતા જેવી તેના શરીરની હાલત થઈ ગઈ હતી. (નિદત્ત દિનદર ) જેમ ઈન્દ્રયષ્ટિ એટલે કે ઉત્સવ સ્તંભ ઉત્સવ પૂરો થતાં શોભા વગર થઈ જાય છે તેવી જ તે પણ દેખાવા લાગી. (ત્રિપુર્વિધ) આખા શરીરનાં બધાં અંગે ઢીલાં થઈ ગયાં તેથી ધારિણીદેવી (કોમરિ સર્વે જે ધારિ પરિવા) મણિરત્ન જડેલા ભવનના આંગણમાં ઢીલાં થઈને એકદમ ધડામ કરી તે પડી ગયાં. (તpot ના ધારિજીવી વસંમત્તિવા तुरियं कंचगभिंगारमुहविणिग्गयसीयलविमलजलधारणपरिसिंचमाणा) ત્યારબાદ દાસીઓએ તેમની આ હાલત જોઈને જલદીથી સેનાની ઝારીમાં ઠંડુ પાણી ભરીને લાવી. અને તે ઝારીની શીતળ જલધારા તેના ઉપર છાંટવામાં
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૨૫