Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બજાવી દો ત્યારે મુંડિત થઈને ભગવાન મહાવીરની પાસે મુનિદીક્ષા ધારણ કરી લેજે તે (વહુ Hઘા ! નાજુક્ષણ મળે અધુરે ળિયણ મનसए वसणसउपद्दवाहिभूए विज्जुलया चंचले अणिच्चे जलबुव्वुयसमाणे कुसग्गजलबिंदुसण्णिभे संझब्भरागसरिसे सुविणदसणोवमे सडण વાજિદંઘ પૂછા પુરું i ઉત્તરવિદgar) હે માતા પિતા ! આ મનુષ્યજન્મ અવ છે–સ્થિર નથી. જેમ દરરોજ નિયત સમયે સૂર્યોદય થાય છે, તેમ આ મનુષ્ય જન્મ નિયત નથી–આ તો અનિયત છે, પરિવર્તનશીલ છે, જેમ કે માણસ એક ક્ષણમાં રાજગાદીએ બેસી જાય છે, અને તે બીજી ક્ષણે કંગાળ થઈ જાય છે, આશા સ્વલ્પ છે–અલ્પકાલીન છે–સેંકડે વ્યસનોના ઉપદ્રવથી યુક્ત છે, આધિ, વ્યાધિ વગેરે અનેક દુઃખોથી તેમજ રાજા અને ચાર વગેરેના સેંકડે જાતની ઉપાધીઓથી આ મનુષ્ય જન્મ દબાએલ છે. વીજળીની જેમ ચંચળ છે, ક્ષણ ભંગુર છે, અનિત્ય છે, નશ્વર છે. પાણીના પરપોટાની જેમ જેતજોતાં નષ્ટ થઈ જવાવાળે છે. જેમ દાભના અગ્રભાગમાં રહેલી ઝાકળની સ્થિરતાની સંભાવના નથી તેજ પ્રમાણે આની સ્થિરતાને પણ વિશ્વાસ નથી. સંધ્યાકાળને રંગ જોતજોતામાં લુપ્ત થઈ જાય છે, તેમજ આ મનુષ્યભવ પણ છે. સ્વપ્નમાં જોયેલા પદાર્થોની જેમ આ ક્ષણભંગુર છે. આ સંસાર શટન, પતન અને વિધ્વંસન સ્વભાવ ધરાવે છે. કષ્ટ વગેરે રોગ દ્વારા શરીરની આંગળી વગેરે અંગેનું ખરી પડવું તેનું નામ “શટન”, તલવાર વગેરેના ઘા થી હાથ વગેરે કપાઈને નીચે પડે છે તેનું નામ “પતન” છે. ક્ષયનું નામ વિધ્વંસન છે. તે પર્યાયથી પર્યાયાન્તરિતરૂપ હોય છે. કેઈ ન કોઈ વખતે તે ચોક્કસ પરિહરણીય છે. ( જે બાર ઝw
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
૧૨૯