Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
તે મારું કહેવું એવું છે કે આ બધા ચાંદી સેનું વગેરે દ્રવ્ય–જેના માટે તમે અખુટ હોવા વિશેની વાત રજુ કરી રહ્યા છે-તે જેમ પિતાના સ્વામીની પાસે રહે છે, તેથી પ્રતિકૂળ (તે દ્રવ્ય) અગ્નિને પણ ભેટે છે, ચેરને સ્વાધીન બને છે, અને બીજા રાજા કર વગેરેના રૂપમાં એને લઈ શકે છે. ભાઈ વગેરે કુટુંબીઓ એને અધિકાર બતાવીને હરી શકે છે. કુપુત્ર વગેરેથી એને નાશ થઈ શકે છે. કેઈ કવિએ કહ્યું છે–“રાથા : પૃથતિ, તારા મુcorન્તિ ”
કહેવાને હેતુ એ છે કે ધન વગેરે દ્રવ્યનું આ જીવને માટે સુખ સ્વરૂપ થવું તે ત્રિકાળમાં પણ શક્ય બની શકે તેમ જાણતું નથી. આ તે ફકત મેહનાવશમાં સપડાએલા જીવની એક વ્યર્થ કલ્પના છે. જે દ્રવ્યથી જ બધા સુખી થતા હોય તે અનગાર અવસ્થા ધારી બધા સંયમી જી આ દ્રવ્યના અભાવે દુઃખી હોવા જોઈએ. પણ એમ કંઈ જણાતું નથી. કેમકે દ્રવ્ય-ધન–ની હયાતીમાં અનેક પ્રકારની ચિંતાઓ અને ઉપાધિઓ ઊભી થાય છે તેમનાથી તે અનગાર મુનિઓ સંપૂર્ણ પણે મુક્ત છે. વારસ તરીકે ભાગ લેવાને હક ધરાવનારા બધા કુટુંબીઓ આ દ્રવ્યને જોઈને એને મેળવવાની કામના કરે છે; ચાર એને ચેરી જવાની તક શોધતા રહે છે. રાજાએ પોતાની શક્તિને પ્રયાગ કરીને આ દ્રવ્યને બળજબરીથી ઝુંટવી લે છે. અગ્નિ જોતજોતામાં એનું ભક્ષણ કરી શકે છે. જમીનમાં દાટેલા દ્રવ્યને પાણી પિતાના પ્રવાહથી નષ્ટ કરી નાખે છે. આ દ્રવ્યની એ જ સાચી હાલત છે. પછી તે સુખદ કેવી રીતે થઈ શકે. (માલામને) આ દ્રવ્યને જે લેકે આત્મગુણોને વિકસાવનારૂં માને છે, તે પોતાની જાતને છેતરી રહ્યા છે, કેમકે જેમ અગ્નિમાં જે કંઈ પણ તેમાં નંખાય છે, તેને રાખ બનાવી દે છે, તેમ જ આ દ્રવ્ય પણ આત્માના બધા ઉત્તમ ગુણોને વિષય કષાય વગેરેને ઉત્પન્ન કરનારું હોવાથી વિનાશ કરે છે. (ગાય મરવાને) આ રીતે દ્રવ્ય મૃત્યુ જેવું છે. મૃત્યુ જેમ પ્રાણ હરે છે, તેમ જ આપણું પિતાના સ્વામીના પ્રાણ હરણ કરે છે. આ દ્રવ્યને કારણે જ કેટલાક માણસેના પ્રાણ નષ્ટ થતા જોવાય છે. ધનિક માણસેને ડાકુઓ મારી નાખે છે, આ વાત બધા જાણે છે. (વાત) પદથી ચાર સામાન્ય રાજ સામાન્ય દાયાદ સામાન્ય” આ પદેને સંગ્રહ થયે છે. અથવા તે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૩૪