Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(वंदित्ता नमंसित्ता अज्जमुहम्मस्स थेरम्स णचासन्ने गाइने सुस्मूसमाणे णमंसના મિજુદું ઉન્નટિ વળg gવાસમાને પૂર્વ વવાણી) વંદના અને નમસ્કાર કરીને તેઓ ફરી આર્ય સુધર્માસ્વામીની નજીક આ પ્રમાણે બેસી ગયા કે જેથી તેઓ એમનાથી વધારે દૂર પણ નહીં અને વધારે નજીક પણ નહીં. અર્થાત્ તેઓ ઉચિત સ્થાને બેસી ગયા. ત્યાં બેસીને તેમની વિનય સમાચરણાદિના રૂપમાં સેવા કરતા તેઓ અતિ વિનમ્ર થઈને સામે હાથ જોડીને અત્યન્ત નમ્રભાવે તેમણે વિધિપૂર્વક પJપાસના કરતા થકા તેમને આ પ્રમાણે કહ્યું-(ા મતે સરળ भगवया महावीरेणं आइगरेणं तित्थगरेणं सयं संबुन्द्रेणं पुरिसुत्तमेणं पुरिससीहेणं पुरिस वरपुडरीएणं पुरिसवरगंधहत्थिणा लोगुनमेणं लोगनाहेणं लोगहिएणं लोगपईवेणं लोगपज्जोयगरेणं अभयदएणं चक्खुदएणं मग्गदएणं સર gિvi વિ) હે ભગવાન શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ વ્યાખ્યા પ્રજ્ઞિપ્તિ નામના પાંચમાં અંગને અર્થ જે આ રીતે કહ્યો છે, આ છઠ્ઠા અંગ “જ્ઞાતાધર્મ કથાંગ”ને શું અર્થ કહ્યો છે. આ પ્રમાણે સુધર્માસ્વામીને જંબુસ્વામીએ પ્રશ્ન કર્યો. આ વિશેષણને સંબંધ રાખવાનrmળ” અહીં સુધી છે. આ વિશેષણોને અર્થ આ પ્રમાણ છે કે સમગ્ર ઐશ્વર્ય સંપન્ન વ્યકિતને “ભગવાન” કહેવામાં આવે છે. મહાવીર પ્રભુ આ પ્રકારના “ભગવાન” હતા. ભગવાન મહાવીરે પોતાના શાસન (આશા)ની અપેક્ષાએ સૌથી પહેલાં શ્રત ચારિત્રરૂપ ધર્મનું નિરૂપણ કર્યું, એટલા માટે તેમને સૂત્રકારે “ બાળ” આ વિશેષણથી વિશિષ્ટ બનાવ્યા છે. સંસારરૂપ મહાસાગર જેના વડે પાર કરાય છે, તે તીર્થ છે. એવું તે તીર્થ ચતુર્વિધ સંઘ છે. એની પ્રભુએ સ્થાપના કરી એથી જ તેઓ “તીર્થકર’ કહેવાયા. પારકાના ઉપદેશથી જે બુદ્ધ (જ્ઞાનસંપન્ન) હોય છે, તે સ્વયંસંબુદ્ધ નથી હોતું. પ્રભુ જે બુદ્ધ થયા તે પારકાના ઉપદેશથી નહોતા થયા, પણ પોતાની મેળે થયા તેથી જ તેઓને સ્વયંસંબુદ્ધ કહેવામાં આવ્યા છે. જ્ઞાન વગેરે અનેક ગુણોએ પ્રભુમાં પિતાનું સ્થાન બનાવ્યું હતું એથી તેઓ પુરુષોત્તમ’ વિશેષણથી અલંકૃત થયા. રાગદ્વેષ વગેરે અન્તરંગ શત્રુઓને હરાવવામાં પ્રભુએ પિતાનું અવનવું પરાક્રમ પ્રકટ કર્યું છે, એટલા માટે જ તેમને પુરુષમાં
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧