Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રદ્ધા વગેરે ભાવે બીજા નંબરે થયા હતા તેજ કાળક્રમાનુસાર આગળ એના કરતાં વધારે રૂપમાં પુષ્ટ થતા ગયા. આ રીતે તેમના ચિત્તમાં હવે ઉત્કૃષ્ટરૂપથી અનેક તને નિર્ણય કરવાની શ્રદ્ધા રૂપ ભાવના વગેરે ભાવ જાગ્યા. ( નર સમુખનાં સગુqના ) આ સમુત્પન્ન શ્રદ્ધા વગેરે પદે વડે એ ભાવ સમજાય છે કે એ ભાવ તેમનામાં આ રૂપમાં ઉત્પન્ન થયા કે જ્યાં લગી તેઓને સંપૂર્ણપણે નિર્ણય કરવામાં નહિ આવે ત્યાં લગી કાળાન્તરમાં પણ તે વાતની વિસ્મૃતિ નહિ થઈ શકે. એટલા માટે ત્રીજા નંબરના ભાવની અપેક્ષાએ આ ભાવમાં એના કરતાં વધારે સ્થાયિત્વ બતાવવામાં આવ્યું છે. આ જાતશ્રદ્ધા વગેરે પદમાં અર્થની અપેક્ષાએ સમાનતા છે, આ જાતની શંકા ન થવી જોઈએ. કેમકે એ પદ અહીં ચાર સ્થાને મૂકવામાં આવ્યાં છે, તે અવગ્રહજ્ઞાનના રૂપમાં પ્રયુકત થયેલ છે. કારણકે અહીં સામાન્યરૂપથી જ શ્રદ્ધાને ભાવ ઉદય થાય છે. સંજાતશ્રદ્ધા આ પદ ઈહાજ્ઞાનના રૂપમાં પ્રયુકત થયેલ છે, કેમકે પહેલાની શ્રદ્ધાની અપેક્ષાએ આ શ્રદ્ધામાં કંઈક વિશેષતા આવી છે. ઉત્પન્ન શ્રદ્ધા આ પદ અવાય જ્ઞાનનારૂપમાં પ્રયુક્ત થયેલ છે કેમકે બીજા નંબરની શ્રદ્ધાની અપેક્ષા આ શ્રદ્ધામાં નિશ્ચયાત્મકતા છે. સમુત્પન્ન શ્રદ્ધા આ પદ ધારણા જ્ઞાનને સ્થાને મૂકવામાં આવ્યું છે. કારણકે ત્રીજા નંબરની શ્રદ્ધાની અપેક્ષાએ આ શ્રધ્ધા કાળાન્તરમાં પણ ભૂલી શકાશે નહિ. આ પ્રકારને જ ભાવ જાત સંશય, સંજાત સંશય, ઉત્પન્ન સંશય અને સમુત્પન્ન સંશય વગેરે પદોમાં પણ જાણવો જોઈએ.
જે જ્ઞાનમાં નામ સ્વરૂપ વગેરે વિશેષણવિશિષ્ટ કલ્પના નથી થતી, ફક્ત પદાર્થના સામાન્યરૂપનું જ જ્ઞાન રહે છે, તે જ્ઞાનનું નામ અવગ્રહ જ્ઞાન છે. જેમકે આત્મજ્ઞાન થવું કે પાંચમાં અંગ પછી છ અંગ પણ છે.
અવગ્રહ વડે જે પદાર્થ સામાન્યરૂપથી ગ્રહીત હોય છે. તે વિષયના માટે વિશેષ નિર્ણય કરવાની તરફ વૃદ્ધિ પામેલે જે વિચાર છે, તેનું નામ ઈહા છે. જેમકે છટ્ઠા અંગના સત્તારૂપ સામાન્ય જ્ઞાન પછી તેમાં રહેલ અર્થ વિશેષને વિચાર કરે. તે આ પ્રમાણે કે આ અંગમાં પણ નગર, ઉદ્યાન, સમવસરણ, ધર્મકથા કદ્ધિ વિશેષ, ભેગપરિત્યાગ, પ્રવજ્યા, પર્યાય, શ્રત પરિગ્રહ તપશ્ચરણ, સંખના ભકત પ્રત્યાખ્યાન, પાદપપગમન, દેવલેન્ગમન, સુકુલ પ્રત્યાયાત, પુનધિલાભ અન્તઃક્રિયા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
૧૮