Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માટે સંપન્ન રહેતા હતા. સુધર્માસ્વામીની પાસે બેઠેલા હોવા છતાં એ તપ અને સંયમના આચરણથી રહિત નહોતા. (તevi vivitમે ગorગાથ માયસંસ ગાયો સંગાથા સંગાથા , રંગાર) જ્યારે એ ધ્યાન નિવૃત્ત થયા ત્યારે તેમના ચિત્તમાં તત્ત્વ નિર્ણય કરવાની ઈચ્છા સાધારણ રીતે ઉત્પન્ન થઈ. કારણકે એમના મનમાં શંકરૂપે વિચાર આવ્યું કે જેમ પ્રભુએ- કેવળ જ્ઞાનરૂપી આલેકવડે લેક અને અલકને જોઈને પંચમાંગ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી) માં જે ભાવ પ્રરૂપિત કર્યા છે, શું તેજ પ્રમાણે તે ભાવ તેમણે છઠ્ઠા અંગમાં પણ નિરૂપિત કર્યા છે, અથવા બીજી રીતે કર્યા છે. અને આ જાતનું એમને કુતૂહલ પણ થયું કે પ્રભુએ પંચમાંગમાં બધી વસ્તુઓનાં સ્વરૂપ તે કહ્યાં છે, હવે એ કે અપૂર્વ અર્થ શેષ રહ્યો છે કે જેને તેઓ છઠ્ઠા અંગમાં કહેશે. અહીં “કુતૂહલ” પદ કૌતુહલ' અર્થને વાચક નથી પણ ઓસ્ય ભાવને વાચક છે. સંજ્ઞાતિ સાતપંથ સંગાતા આ પદમાં જે “ ઉપસર્ગ મૂકવામાં આવ્યું છે, તે એ બતાવે છે કે તેઓને જે સામાન્યરૂપમાં તને નિર્ણય કરવાની ઈચ્છા ઉદ્ભવી તે જુદી જુદી વસ્તુઓના વિશિષ્ટ સ્વરૂપનાં નિર્ણય માટે થઈ હતી. એજ પ્રમાણે સંજાત સંશયમાં પણ સમજવું જોઈએ, અર્થાત્ જે તેમને શંકા ઉત્પન્ન થઈ. તે જે કે એક વસ્તુને લઈને જ નહતી, અનેક વિષયક હતી, છતાં તે પહેલાની અપેક્ષાએ વિશેષતા બતાવનારી હતી. સંજાત કુતૂહલમાં પણ આ પ્રમાણે સમજવું જોઈએ. એ રીતે જાતશ્રદ્ધા વગેરે પદો વડે સામાન્યરૂપથી તત્ત્વ નિર્ણય કરવાની ઈચ્છા વગેરે તેમના ચિત્તમાં ઉત્પન્ન થઈ, આ વાત પ્રકટ કરવામાં આવી છે. ત્યારે સંજાત શ્રદ્ધા વગેરે પદે વડે એમ બતાવવામાં આવ્યું છે કે જે તેમનામાં શ્રદ્ધા વગેરે ભાવ ઉત્પન્ન થયા તે પહેલા ભાવની અપેક્ષાએ વિશેષતા લઈને જનમ્યા. (૩v===વનસંg sg==ા) આ રીતે ઉત્પન્નશ્રદ્ધા ઉત્પન્ન સંશય અને ઉત્પન્ન કુતૂહલ એ પદોમાં પણ ભિન્નતા આવે છે. કેમકે જે સંજત
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧