Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દેશની દાસીએથી, આરબીઆથી-આરદેશની દાસીએથી, પુલન્દનીઓથી–પુલિન્દ્રદેશની દાસીઓથી, પશુઓથી-પણદેશની દાસીએથી, ખડુ–મહુલદેશની દાસીઓથી, મુરુ'ડીમરુડદેશની દાસીએથી, શખરી–શખરદેશની દાસીએથી, પારસી–પારસદેશની દાસીએથી આવી અનેક અનાર્ય દેશની દાસીએથી તે હ ંમેશાં સુરક્ષિત રહેતા હતા. આ બધી વિભિન્ન દેશેાની દાસીએ પોતપોતાના દેશની વેષભૂષામાં સદા સુસજિજત રહેતી હતી. ઈંગિત, ચિન્વિત તેમજ પ્રાર્થિત વિષયાને જાણવામાં તેએ ખૂબજ ચતુર હતી. અભિપ્રાય મુજબ જે ચેષ્ટા કરવામાં આવે છે તે ઈંગિત કહેવાય છે. જેમ કે ભ્રસ’ચાલન, કરવુ, માથું હલાવવું વગેરે. ભોજન-વગેરેના સમયે: જે વિચારો ઉદ્ભવે છે તેનુ નામ ચિંતિત છે. અંગ વગેરે વાળવું તે પ્રાતિ કહેવાય છે. આમાં કેટલીક સ્ત્રીએ એવી પણ હતી કે જે પેાતાના દેશના પહેરવેશ મુજબ વસ્ત્રો પહેરીને જ રહેતી હતી. બીજા દેશના પહેરવેશ તેમને પસંદ ન હતા. આ બધી દરેક કાર્યમાં અત્યન્ત નિપુણુ હતી, કામ કરવામાં ચતુર હતી. કુશળ હતી, કામ કરવાની રીત સારી પેઠે જાણતી હતી. તે નમ્ર હતી,-પેાતાના સ્વામીના મનને અનુકૂળ કામ કરતી હતી. મેઘકુમાર જેમ પૂર્વોક્ત જુદા જુદા દેશાની સ્ત્રીઓથી સુરક્ષિત રહેતા હતા તેમ ચૅટિકા ચક્રવાલ-દાસીઓના સમૂહથી વધા—નપુંસક માણુસાથી કે જેએ અંતઃપુરની રક્ષા માટે નિયુકત કરાએલા હતા, કંચુકીઓથી–રણવાસમાં રહેનારા વૃદ્ધ માણસેાથી તેમ જ મહત્તાથી રણવાસના કાર્ય ચિન્તકાથી હમેશાં ઘેરાએલા રહેતા હતા. કહેવાના હેતુ એ છે કે રાજાથી તેના પાલનપોષણ માટે અના દેશની કિરાતી વગેરે સ્રીએ નિયુકત કરવામાં આવી હતી તે એટલા માટે કે શરુઆતથી જ તેમના સહવાસ દ્વારા જુદા જુદા દેશેાની ભાષા વગેરેનુ જ્ઞાન થઈ જાય અને વિદેશના હિલચાલથી પણ તે પરિચિત થતા રહે કે જેથી ભવિષ્યમાં તે પેાતાના દેશની રક્ષા કરવાનું સામર્થ્ય ધરાવી શકે. એ રીતે જે એમ કહેવામાં આવ્યું છે કે તે સ્વદેશાત્પન્ન સ્ત્રીઓથી વીંટળાલા રહેતા હતા, તેવુ પ્રયાજન એ છે કે તેમના દ્વારા પોતાની ભાષા તેમજ પેાતાના આચાર-વિચાર, રહેણીકરણીની જાણ થતી રહે, તેથી તે દેશ વિદેશમાં પેાતાના કાર્યાંની સિદ્ધિ સહેલાઈથી કરી શકે. (ત્યાો દર્થ સંદર્શનમાÈ) મેઘકુમાર એક સ્ત્રીના હાથથી બીજી સ્ત્રીના હાથમાં હંમેશાં હતા. (ગાત્રો માં રિજ્જુનમાળ)એકના ખેાળામાંથી બીજીના ખાળામાં સુખાનુભવ મેળવતા હતા. (િિનનમાળે) મેઘકુમારને પ્રસન્ન રાખવા માટે દાસીએ દયા, દાક્ષિણ્ય અને વીર રસથી પરિપૂર્ણ ગીત ગાતી હતી. (ચાલિઝમાળે) મેઘકુમાર ધાયમાતા વગેરે ની હાથની આંગળી પકડીને ચાલતા હતા. (=વાલિઝમાને)
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૯૯