Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેવા રથ, તેમજ જેના ઉપર સવાર થઈને માણસો આમતેમ ફરવા જઈ શકે એવા પર્યટને પગી રથ, આઠ આઠ ગ્રામ, આઠ આઠ દાસ અને આઠ આઠ દાસીઓ
किंकर कंचुइ इत्यादि।
આઠ આઠ કિંકર-દરેક કામ માટે જે પૂછતા રહે છે તેવા નેકર આઠ આઠ કંચુકીજન–રાણીવાસમાં કામની પૂછતાજ અને જાણ માટે જે પુરુષો નિયુક્ત હોય છે–આઠ આઠ મહત્તર-રાણીવાસમાં શું શું થવું જોઈએ એ વાતની તકેદારી રાખનારાઓ-આઠ વર્ષ ઘર–નપુંસક, આઠ આઠ ત્રિવિધ દીપ એટલે કે અવલંબન દીપ, ઉત્કંપન દીપ, અને પંજર દીપ, જે શંખલાઓમાં બંધાય છે તે અવલંબન દીપ, જેના ઉપર દહડ હોય છે, તે ઉત્કંપન દીપ, અને જે અભ્રપટલ વગેરેના પાંજરામાં છે તે પંજર દીપ કહેવાય છે. આ ત્રણે જાતના દીપકે સુવર્ણમય, રૂસ્યમય (ચાંદીના બનેલા) તેમજ સુવર્ણ આને રૂપ્ય બંનેના હતા. તે પણ નવ પ્રકારના અહીં બતાવવામાં આવે છે.
આ પ્રમાણે પ્રીતિદાનમાં આપેલા બધા પદાર્થોની અત્યાર સુધી ગણત્રી મુજબ ૪પ સંખ્યા થાય છે. એમાં નવ દીપોની સંખ્યા વધારાની મૂકવાથી બધી થઈને ૫૪ થઈ જાય છે. ((થાઝા) આઠ આઠ થાળ, આ પણ સુવર્ણ ચાંદી અને બંનેના હોવાથી ત્રણ પ્રકારના થાય છે, આ પ્રમાણે અહીં સુધીની સંખ્યા ૫૭ થાય છે. (રું) આઠ આઠ વાડકા પણ પૂર્વોક્ત રૂપે ત્રણ પ્રકારના હોય છે, અને આ વાડકાએ રત્ન જડેલા હોય છે. (થાન) આઠ આઠ અરીસાઓ, (વાંળ) આઠ આઠ પલંગ, ( ૪) આઠ આઠકાંસકીઓ, (Jag૩) અપૂપ (માલપુઆ) વગેરે તે બનાવવા માટે આઠ આઠ ઝારીઓ, (ગ ) આઠ આઠ કડાઈઓ.
पावीढ भिसिय इत्यादि।
આઠ આઠ (gવીદ) પાદપીડ, (fમતિ ) આઠ આઠ વૃષિકાઓ, એટલે કે ધર્મધ્યાન માટે આસન વિશેષ, (રેડિયો) આઠ આઠ કટિકા–બીજી જાતનાં આસને, (વનg) આઠ આઠ પ (પલંગ) (vniા) આઠ આઠ નાની શય્યાઓ (હૃારું વિનિદ) હંસ વગેરેના ચિત્રવાળા (ગ્રાસ મેવા) આઠ આઠ આસન વિશેષ. આ બધી પાદપીઠે વગેરે વસ્તુઓ સોના ચાંદી અને બંનેની હતી તેથી ત્રણ ત્રણ પ્રકારની સમજવી. આ રીતે અહીં સુધી બધાની સંખ્યા ૮૦ થાય છે.
हंसे कुंचे इत्यादि। (હ) હંસાકાર આઠ આઠ આસન વિશેષ, (૨) કૌચ પક્ષીના આકાર
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૧૦