Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નિરાબાધ સંયમ યાત્રાને નિર્વાહ કરતા પગપાળા વિહાર કરતા તેને રંજાનારી
a govમદે તે સવાર૬) જ્યાં ચંપાનગરી હતી અને જ્યાં પૂર્ણ ભદ્ર નામે તે ચિત્ય હતું ત્યાં પધાર્યા. (ઉદ્યારિકતા મહાપડિહવે વારં ૩ોજિરિતા સંગમે તવા અgri મા માળે વિરુ) ત્યાં આવીને તેઓએ મુનીઓની જેમ વનપાળની આજ્ઞા લઈને ત્યાં વસ્તીમાં રોકાયા પછી સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા થકા તે ત્યાં વિચરવા લાગ્યા.
ભાવાર્થ –તે ચંપાનગરીમાં એક ગામથી બીજે ગામ પગપાળા વિહાર કરતા કતા પિતાની પાંચસો (૫૦૦) અનગાર શિષ્ય મંડલીની સાથે શ્રી સુધર્માસ્વામી જ્યાં તે પૂર્ણભદ્ર નામે ઐય હતું ત્યાં પધાર્યા. એ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી (શષ્યો હતા. જાતિ અને વંશથી એ વિશુદ્ધ હતા. બળ અને રૂપ વગેરેથી એ સંપન્ન હતા. એ ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી અને યશસ્વી હતા. ચારે ચાર કષાયે ને એમણે પોતાના વશમાં કરી લીધા હતા. ઈન્દ્રિયો એમની વશવતી હતી. ઉંઘ એમને સતાવી નહોતી શકતી. અર્થાત્ અલ્પનિદ્રા લેતા હતા. પરીષહોની એ તાકાત નહેતી કે જે એમને પોતાના ધ્યેયથી વિચલિત કરી શકે. જીવવાની આશા અને મૃત્યુના ભયને એમણે કાયમ ને માટે ત્યાગ કર્યો હતે. તપસ્યાથીજ એમના જીવન નના દિવસો આનન્દમાં પસાર થઈ રહ્યા હતા. ચરણસત્તરી વગેરે સારા ગુણોએ એમનામાં નિવાસસ્થાન બનાવ્યું હતું. તેજોલેશ્યા સંક્ષિપ્ત કરવાવાળા હતા. ચૌદપૂર્વના પાઠી હતા. ચાર જ્ઞાનને ધારણ કરનાર હતા. પૂર્ણભદ્ર ચૈત્યમાં મુનિજનેચિત આજ્ઞા મેળવીને એ પિતાના પરિવાર સાથે ત્યાં રોકાયા.
શ્રી સુધર્માસ્વામીની ઓળખાણ આ પ્રમાણે છે-વણિક ગામની પાસે કેલ્લાક નામે એક સંનિવેશ–નગરની બહાર રહેવાનું સ્થાન–હતું. ત્યાં ધમ્મિલ્લ નામે એક બ્રાહ્મણ નિવાસ કરતા હતા. તેની ભાર્યાનું નામ ભદિલા હતું. પુત્રનું નામ સુધર્મા હતું. એ ચૌદ વિદ્યામાં પારંગત હતા. જ્યારે વીર ભગવાન મેક્ષ પામ્યા, તેના બાર વર્ષ પછી અને જન્મતિથિથી બાણું(૨) વર્ષ પછી શ્રી સુધર્માસ્વામીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ આઠ (૮) વર્ષ સુધી કેવળીપર્યાયમાં રહીને તે પછી જંબૂ સ્વામીને પોતાના પાટ ઉપર સ્થાપિત કરીને વીરનિર્માણના વીસમા વર્ષે સે વર્ષનું આયુષ્ય ભેગવી ને એ મોક્ષ પામ્યા. સૂત્ર રા.
'तएणं चंपाए नयरीए' इत्यादि सूत्र ॥३॥ ટીકાર્થ-જ્યારે સુધર્માસ્વામી ચંપાનગરીમાં પધાર્યા ત્યારે (ચંપાનગર)ચંપાનગરીથી (પરિહાનાલા)નાગરિકજન શ્રી સુધર્મા સ્વામીને વન્દન કરવા નીકળ્યા. (ળિો
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૫