Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પિતાની આજીવિકા ચલાવવા માટે પરદેશ જવાનું થયું. જ્યારે તેઓ બહાર જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં ઈનગર પાસે સરેવરના કાંઠે આ બન્ને કાયા. એટલામાં એક ડેશીએકે જેનો પુત્ર ઘણા સમય પહેલાં વિદેશ ગયે હતો અને હજી પોતાને ઘેર પાછો ફર્યો ન હતા–તેઓને જેયા, તે ઘડો માથા ઉપર મૂકીને પાણી ભરવા આવી હતી. તે ડોશીએ તેઓને વિદ્વાન સમજીને એમને પિતાના પુત્રનું કુશળ પૂછ્યું પ્રપન પૂછતાની સાથે જ વૃદ્ધાના માથા ઉપરથી પાણીને ઘડો પડી ગયેછે,એ જોઈને અવિનીત શિષ્ય ઝડપથી કહ્યું કે હે વૃદ્ધ ! તારો પુત્ર તે વિદેશમાં મરણ પામે છે, તું હવે કેના કુશળની વાત પૂછે છે, આ પ્રમાણે તેનું વજપ્રહાર જેવું કાર્ણક, તીક્ષ્ણ, અન્તઃકરણને વીંધનારૂં, પુત્રમાણુ રૂપવચન સાંભળીને તે બેભાન થવાની જ હતી તેટલામાં બીજા વિનયશીલ શિવે વિચારીને કહ્યું કે ભાઈઆવું ન બેલે એને પુત્ર તો અત્યારે ઘેર આવી પહોંચે છે. આમ કહીને પછી તેણે તે ડેશીને કહ્યું કે મા! તમે સત્વરે ઘેર જાઓ. તમારે પુત્ર ઘેર આવી ગયું છે. તેનું મો જોઈને તમે ખૂબ જ આનંદ અનુભવો. આ રીતે વિનયી અને વિચારક શિષ્યના વચન સાંભળીને તેણે જાણે કે નવી ચેતનાન મેળવી હોય, તેમ તે તરતજ પિતાને ઘેર ગઈ અને ઘેર પહોંચતાં જ ત્યાં તેણે એક લાખ રૂપિયા કમાઈ આવેલ પિતાના પુત્રને જોયો. જોતાંની સાથે જ તેનું હિયું આનન્દથી તરબોળ થઈ ગયું. પ્રસન્ન થતી તે બહ કીમતી ભેટ લઈને તે જ તળાવને કાંઠે ફરી આવી આવીને તેઓ બન્નેને તેણે પૂછ્યું “ભાઈ. તમે આ બધું કેવી રીતે જાણ્યું ?” એ સાંભળીને અવિમુખ્યકારી [અવિચારી શિવે કહ્યું-“મા! પ્રશ્ન કરતાંની સાથે જ તમારા માથા ઉપરથી ઘડે પડીને ફૂટી ગયે, ત્યારે મને થયું કે જે રીતે આ ઘડો ઓચિંતે પડીને ફેટી ગયે, તે રીતે તમારો પુત્ર પણ મરણ પામ્યું હશે. “વિમૃણ્યકારીએ [વિચારકે] પિતાની વાતના સમર્થનમાં કહ્યું કે “મા! પ્રશન કરતી વખતે તમારે ઘડો જમીન પર પડે અને તેનું પાણી સરોવરના પાણીની સાથે મળી ગયું તે એ ઉપરથી મેં જાણ્યું કે જે પ્રમાણે આ ઘડાનું પાછું આ સરોવરના પાણીની સાથે મળી ગયું છે, તે જ પ્રમાણે તમારે પુત્ર પણ તમને જલ્દી મળવો જોઈએ. આ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૩૩