Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન રત્નાકર
[ ભાગ-૧૧]
પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમી વખત થયેલાં પ્રવચનો
: પ્રકાશક:
શ્રી કુંદકુંદ-કહાન પરમાગમ પ્રવચન ટુ સ્ટ
૧૭૩/૧૭૫, મુંબાદેવી રોડ, મુંબઈ-૪૦૦૦૦૨
: પ્રેરક શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & our Request This shastra has been kindly donated in memory of Pujya Gurudev Shree Kanji Swami by an Aatmaarthi from London, UK who has paid for it to be "electronised" and made available on the internet.
Our request to you: 1) We have taken great care to ensure this electronic version of PravachanRatnaakar Bhag 11 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History
Date
Changes
Version Number
001
15 May 2002 First electronic version.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રાપ્તિસ્થાનઃ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ-૩૬૪૨૫૦
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ,
૧૭૩/૧૭૫, મુંબાદેવી રોડ, મુંબઈ-૪૦૦૦૦૨
*
વિ. સં. ૨૦૪૩ વીર સં. ૨૫૧૩ પ્રથમ આવૃત્તિઃ પ્રત-૫૦૦૦
મુદ્રકઃ
સુમતિ પ્રિન્ટિંગ પ્રેસ એલ-૮૦૨, જી. આઈ. ડી. સી., ચિત્રા, ભાવનગર-૩૬૪૦૦૪. ફોનઃ ૫૧૬૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* प्रशिडीय निवेहन * मंगलं भगवान वीरो मंगलं गौतमोगणी।
मंगलं कुन्दकुन्दार्यो जैन धर्मोस्तु मंगलम्।। प्रारंभिः
પરમ દેવાધિદેવ જિનેશ્વરદેવ શ્રી વર્તમાનસ્વામી, ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી તથા આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદદેવાદિને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ
વિષે ઉલ્લેખો
वन्द्यो विभुर्भुवि न कौण्डकुंद: कुन्द-प्रभा-प्रणयि-कीर्ति-विभुषिताशः। यश्चारु-चारण-कराम्बुजचञ्चरीकश्वके श्रुतस्य भरते प्रयत: प्रतिष्ठाम्।।
[यंद्रगिरि पर्वत ५२नो शिलाले५] અર્થ:- કુન્દપુષ્પની પ્રભા ધરનારી જેમની કીર્તિ વડે દિશાઓ વિભૂષિત થઈ છે, જેઓ ચારણોનાચારણઋદ્ધિધારી મહામુનિઓના-સુંદર હુસ્તકમળોના ભ્રમર હતા અને જે પવિત્રાત્માએ ભરતક્ષેત્રમાં શ્રતની પ્રતિષ્ઠા કરી છે, તે વિભુ કુંદકુંદ આ પૃથ્વી પર કોનાથી વંધ નથી ?
..कोण्डकुंदो
यतीन्द्रः।। रजोभिरस्पृष्टतमत्वमन्तबर्बाह्येपि संव्यञ्जयितुं यतीशः। रजःपदं भूमितलं विहाय चचार मन्ये चतुरंगुलं सः।।
[विंध्यनिरि-शिलालेप]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અર્થ:- યતીશ્વર (શ્રી કુંદકુંદસ્વામી ) ૨૪ઃસ્થાનને-ભૂમિતળને-છોડીને ચાર આંગળ ઊંચે આકાશમાં ચાલતા હતા તે દ્વારા હું એમ સમજું છું કે, તેઓશ્રી અંદરમાં તેમ જ બહારમાં રજથી (પોતાનું) અત્યંત અસ્પષ્ટપણું વ્યક્ત કરતા હતા. (–અંદરમાં તેઓ રાગાદિક મળથી અસ્પષ્ટ હતા અને બારમાં ધૂળથી અસ્પષ્ટ હતા.)
जइ पउमणंदिणाहो सीमंधरसामिदिव्वणाणेण । ण विवोहइ तो समणा कहं सुमग्गं पयाणंति ।।
[ વર્શનસાર ]
અર્થ:- (મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકરદેવ ) શ્રી સીમંધરસ્વામી પાસેથી મળેલા દિવ્ય જ્ઞાન વડે શ્રી પદ્મનંદિનાથે ( શ્રી કુંદકુંદાચાર્યદેવે) બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત ?
હૈ કુંદકુંદાદિ આચાર્યો! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામ૨ને ૫૨મ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.
[ શ્રીમદ્દ રાજચંદ્ર ]
જેમ સમયસાર શાસ્ત્રના મૂળ કર્તા અલૌકિક પુરુષ છે તેમ તેના ટીકાકાર પણ મહાસમર્થ આચાર્ય છે. આત્મખ્યાતિ જેવી ટીકા હજુ સુધી બીજા કોઈ જૈન ગ્રંથની લખાયેલી નથી. અતિ સંક્ષેપમાં ગંભીર રહસ્યોને ગોઠવી દેવાની શ્રી અમૃતચંદ્રાચાર્યદેવની અજબ શક્તિ વિદ્વાનોને આશ્ચર્યચકિત કરે છે. શાસનમાન્ય ભગવાન કુંદકુંદાચાર્યદેવે આ કળિકાળમાં જગદ્દગુરુ તીર્થંકરદેવ જેવું કામ કર્યું છે અને શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે, જાણે કે તેઓ કુંદકુંદભગવાનના હૃદયમાં પેસી ગયા હોય તે રીતે તેમના ગંભી૨ આશયોને યથાર્થપણે વ્યક્ત કરીને, તેમના ગણધર જેવું કામ કર્યું છે.
એ તો સુવિદિત છે કે અંતિમ તીર્થંકર ભગવાન શ્રી વર્ધમાનસ્વામીની દિવ્યધ્વનિનો સાર આચાર્ય શ્રી કુંદકુંદદેવ પ્રણીત સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય આદિ પરમાગમોમાં ઠાંસી ઠાંસીને ભરેલો છે. ભવ્યજીવોનાં સદ્દભાગ્યે આજે પણ આ પરમાગમો શ્રી અમૃતચંદ્રાચાર્ય આદિ મહાન દિગ્ગજ આચાર્યોની ટીકા સહિત ઉપલબ્ધ છે. સાંપ્રતકાળમાં આ પરમાગમોનાં ગૂઢ રહસ્યો સમજવાની જીવોની યોગ્યતા મંદતર થતી જાય છે, મોક્ષમાર્ગ પ્રાયે લુપ્ત થયો હતો તેવા કાળમાં મહાભાગ્યે જૈનશાસનના નભોમંડળમાં એક મહાપ્રતાપી યુગપુરુષ, આત્મજ્ઞસંત પરમપૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનો ઉદય થયો. ૪૬ વર્ષો સુધી ઉપરોક્ત ૫૨માગમો તથા અન્ય પરમાગમોમાં પ્રતિપાદિત જૈનધર્મનાં મૂળભૂત સિદ્ધાંતોને અતિસ્પષ્ટરૂપે, અવિરુદ્ધતાપૂર્વક ભવ્ય જીવોને ભવતાપવિનાશક પરમશાંતિપ્રદાયક પ્રવચનગંગા દ્વારા, તેઓશ્રી રેલાવતા રહ્યાં. સુષુપ્ત જૈનશાસનમાં એક મહાન ક્રાંતિ ઉદય પામી. પરમાગમોને સમજવાનો જીવોને યથાર્થ દષ્ટિકોણ સાંપડયો. આ પ્રવચનગંગામાં અવગાહન પામીને અનેક ભવ્ય આત્માઓને જૈનધર્મની પ્રાપ્તિ થઈ છે, તેમ જ અનેક જીવો જૈનધર્મનાં ગંભીર રહસ્યોને સમજતા થયા અને માર્ગાનુસારી બન્યા. આ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીનો જૈન સમાજ ઉ૫૨ અનુપમ, અલૌકિક, અનંત ઉપકાર છે. તેઓશ્રીના ઉ૫કા૨નો અહોભાવ નીચેની પંક્તિઓ દ્વારા પ્રત્યેક મુમુક્ષુ વ્યક્ત કરે છે.
અહો ! ઉ૫કા૨ જિનવરનો, કુંદનો, ધ્વનિ દિવ્યનો; જિન-કુંદ-ધ્વનિ આપ્યાં, અહો! તે ગુરુકાનનો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આ પ્રવચન રત્નાકર ગ્રંથમાળાનાં પ્રથમ ત્રણ ભાગ પૂજ્યશ્રીની હયાતી દરમિયાન બહાર પડી ચૂકયા હતા. તેઓશ્રીની શીતળ છાયામાં આ ગ્રંથમાળામાં તેઓશ્રીનાં સઘળા પરમાગમો ઉપરનાં પ્રવચનોનો સાર પ્રકાશિત કરવાની અમારી ભાવના અધૂરી રહી. સંવત ૨૦૩૭ ના કારતક વદી ૭ શુક્રવાર તા. ૨૮-૧૧-૮૦ ના રોજ સમાધિભાવપૂર્વક તેઓશ્રીનો સ્વર્ગવાસ થયો. અમારા ૫૨ વજ્રઘાત થયો. શાશ્વતશાંતિનો માર્ગ બતાવનાર અમને દરેક જીવમાત્રને ‘ભગવાન ' કહી બોલાવનાર વિરોધીઓને પણ ‘ભગવાન' કહી તેમની ભૂલ પ્રત્યે ક્ષમાદૃષ્ટિ રાખી, તેઓ પણ દશાએ ભગવાન થાય એવી કરુણા વરસાવનાર એક મેરૂપર્વત જેવો અચલ, અડગ, ક્રાંતિકારી, એકલવીર, મોક્ષમાર્ગને અતિસૂક્ષ્મ છણાવટ સહિત પ્રકાશીને નિજ આત્મસાધનાના માર્ગે ચાલી નીકળ્યો. આટલા પ્રચારપૂર્વક અને આવી સૂક્ષ્મતા સહિત દ્રવ્ય-ગુણ-પર્યાયની છણાવટ જૈનશાસનમાં છેલ્લી કેટલીયે શતાબ્દિઓમાં કયારેય થઈ નથી એમ કહેવામાં આવે તો એમાં જરાય અતિશયોક્તિ નથી.
પૂજ્યશ્રીની પ્રવચનશૈલીમાં પણ ભાવિ તીર્થંકરનાં લક્ષણો ઝળકતાં હતાં, સર્વ જીવો મોક્ષમાર્ગને પામો એવી તેમની અદમ્ય ભાવના વારંવાર ઊછળતી હતી. માર્ગ પ્રકાશવામાં તેઓ અનેક વિરોધીઓની વચ્ચે પણ એકલા અડગ રહેતા, દ્વેષબુદ્ધિ સેવ્યા વગર વિરોધીઓના વિરોધનું તાત્ત્વિક રીતે ખંડન કરી યથાર્થ માર્ગનું સ્થાપન કરતા અને તેથી મધ્યસ્થ વિરોધીઓ વિરોધ ત્યજી સનાતન જૈનધર્મને અંગીકાર કરતા. તદુપરાંત તેમની પવિત્ર છાયા હેઠળ અનેક સ્થળોએ શ્રી જિનમંદિરોનું નિર્માણ થયું અને તેમાં વીતરાગી જિનબિંબોની મહા પાવનકારી પ્રતિષ્ઠા થઈ. પરમાગમોનાં ગ્રંથોનું લાખોની સંખ્યામાં પ્રકાશન થયું. શ્રી વીતરાગદેવ, નિગ્રંથગુરુ અને વીતરાગી શાસ્ત્રોનું સત્યસ્વરૂપ સમજાવી તેમનો મહિમા યથાર્થપણે બતાવ્યો. પૂ. ગુરુદેવશ્રી વારંવાર ફરમાવતા કે શ્રી વીતરાગ જિનબિંબોની પ્રતિષ્ઠા અને જીર્ણોદ્વાર તો વર્ષોથી લોકો કરતા આવ્યા છે પણ તેનો મહિમા જો યથાર્થ રીતે કરવો હોય તો તેમને ઓળખાવનાર પરમાગમોનો પ્રચા૨ પણ એટલો જ આવશ્યક છે. પરમાગમો અને તેનું રહસ્ય પ્રત્યેક વ્યક્તિ આબાળગોપાળ સૌના હૃદયમાં સ્થાન પામે તેવી તેમની ભાવના રહેલી અને પરમાગમોના પ્રકાશન માટે વારંવાર પ્રેરણા આપતા. અને એ ધ્યેયની સિદ્ધિ અર્થે તેઓશ્રી પરમાગમો ઉપર પ્રવચન આપતા રહ્યા અને નિત્ય સ્વાધ્યાયની પ્રવૃત્તિ તેમણે સજીવન કરી, મુમુક્ષુઓના નિત્યક્રમમાં સ્વાધ્યાયની પ્રવૃત્તિ વણી લીધી. જેના પ્રતાપે અનેક ગામોમાં સામૂહિક સ્વાધ્યાયની પ્રવૃત્તિનો બહોળો ફેલાવો થયો. શિક્ષણ-શિબિરોનું આયોજન થયું. જયપુરમાં જૈન વિદ્યાપીઠની સ્થાપના થઈ. આદિ અનેક પ્રકારે તત્ત્વનો પ્રચાર થયો અને થાય છે. આત્મભાવનાની લોકોને એવી ધૂન લગાડી કે ખાધા વગર ચાલે પણ આત્માને વિચાર્યા વગર ન ચાલે. તેઓશ્રી ફરમાવતા કે ધર્મ તે અર્ધા કલાક, કલાક કે પર્વ પૂરતી મર્યાદિત સાધનાની ચીજ નથી પણ ધર્મ એ જીવન છે. એટલે કે સર્વકાલિક અને સર્વક્ષેત્રે સાધનાની ચીજ છે. આમ અનેકવિધ રીતે તેઓશ્રી દ્વારા આવા અનેક પ્રસંગો દ્વારા ધર્મપ્રચાર ઘણો થયો. લાખો લોકો ધર્મભાવના ભાવતા થયા. આથી અધ્યસ્થ જીવો પણ તેમના પ્રત્યે બહુમાનની દૃષ્ટિએ જોતા. દિગંબર સમાજનાં પંડિતો, વિદ્વાનો અને ત્યાગીગણ પણ એ સત્યનો સ્વીકાર કરતા કે અમો એક પણ નવો જૈન બનાવી નથી શકતા ત્યારે આ મહાપુરુષે લાખો લોકોને જૈનધર્મમાં શ્રદ્ધાની બનાવ્યા. આપણા મહાભાગ્યે આવા વિલક્ષણ પુરુષનો પંચમ કાળમાં યોગ થયો. પાત્ર જીવોને માટે એક અપૂર્વ મહાન તક આવી. ધર્મામૃતની વર્ષો સુધી એકધારી વર્ષા થઈ. પૂ. ગુરુદેવશ્રી સંતોની વાણી ઉપર વારી જઈ જેમ ગાતા તેમ “ અમૃત વરસ્યા રે પંચમ કાળમાં... અંતે ક્રમાનુસાર સાંયોગિક ભાવનો કાળ પૂરો થયો. એ મહાપુરુષનો આપણા ઉ૫૨ અતિ ઉ૫કા૨ છે. જેનું વર્ણન શબ્દો દ્વારા અશકય છે. જેણે શાશ્વત સુખનો માર્ગ આપ્યો તેનું ઋણ ફેડવાનો કોઈ માર્ગ જ નથી. એથી વિનમ્રપણે તે પાવન પરમામૃત દ્વારા વીતરાગ સર્વજ્ઞપ્રણીત શ્રી ગણધરદિ મહાન આચાર્યો રચિત ૫૨માગમોનો ઉકેલ કરી નિજ સાધનાની પરિપૂર્ણતાને પામીએ અને સર્વ જીવો પામો એ જ અભ્યર્થના.
*;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્યપ્રસંગનું સૌભાગ્ય:
સંવત ૨૦૭૪ની દીપાવલિ પ્રસંગે મુંબઈ મુમુક્ષુ મંડળના સભ્યો પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ૯૦મી જન્મજયંતી મુંબઈમાં ઉજવાય તે માટે અનુમતિ પ્રાપ્ત કરવા વિનંતી કરવા માટે સોનગઢ આવેલા ત્યારે કેટલાક સભ્યોને પોતાના સ્વાધ્યાયના હેતુથી પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમી વાર થયેલ સાતિશય પ્રવચનો (સને ૧૯૭૫, ૧૯૭૬, ૧૯૭૭માં) પ્રસિદ્ધ કરવાનો મંગળ વિચાર આવ્યો. આ વિચાર મંડળના સૌ સભ્યોએ પ્રેમથી આવકાર્યો અને પ્રસિદ્ધ અધ્યાત્મપ્રવક્તા, ધર્માનુરાગી મુરબ્બી શ્રી લાલચંદભાઈની પણ આ સુંદર કાર્ય માટે મંડળને પ્રોત્સાહિત કરતી શુભપ્રેરણા મળી. આ રીતે મુંબઈના મુમુક્ષુમંડળને પૂજ્ય ગુરુદેવશ્રીના અઢારમી વારના પરમાગમ શ્રી સમયસાર ઉપર થયેલા અનુભવરસમંડિત, પરમકલ્યાણકારી, આત્મહિતસાધક પ્રવચનો પ્રકાશિત કરવાના આ પુનિત પ્રસંગનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે અત્યંત હર્ષ અને ઉલ્લાસનું કારણ છે.
શ્રી કુંદકુંદાચાર્ય સમયસાર શાસ્ત્રમાં કર્તાકર્મ અધિકારનું નિરૂપણ કર્યું છે જે તેમનાં અન્ય શાસ્ત્રોમાં કે અન્ય આચાર્યોની રચનાઓમાં અલગ અધિકારરૂપે કયાંય જોવામાં આવતું નથી. જે આ અધિકારની વિશિષ્ટતા છે. કર્તાકર્મ અધિકાર દ્વારા જીવનું અકર્તાસ્વરૂપ ઘણા પ્રકારે સ્પષ્ટ કર્યું છે. જે જીવોની અનેક પ્રકારની ભ્રમણાઓને દૂર થવાનું કારણ છે. જેના ઉપરના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો પણ અલૌકિક છે. જિજ્ઞાસુ જીવોને અવશ્ય એ પ્રેરણાદાયક નિવડશે. જે સર્વ જીવોએ સ્વાધ્યાય કરવા યોગ્ય છે.
પ્રકાશનનો હેતુ:
આ પ્રવચનોના પ્રકાશનનો મૂળ હેતુ તો નિજસ્વાધ્યાયનો લાભ થાય તે જ છે. તદઉપરાંત સૌ જિજ્ઞાસુભાઈ–બહેનોને પૂજ્ય ગુરુદેવશ્રીનાં શ્રી સમયસાર ઉપરનાં સળંગ સર્વ પ્રવચનો સાક્ષાત્ સાંભળવાનો લાભ પ્રાપ્ત ન થઈ શકયો હોય તે સંભવિત છે, તેથી આ ગ્રંથમાળામાં ક્રમશઃ આદિથી અંત સુધીનાં પૂરાં પ્રવચનોને સમજવાનો કાયમી અને સર્વકાલિક લાભ મળી રહે તે હેતુથી પૂજ્ય ગુરુદેવશ્રીની અધ્યાત્મરસઝરતી અમૃતમયી વાણીના સ્વાધ્યાય દ્વારા નિરંતર મુમુક્ષુ જીવોને આત્મહિતની પ્રેરણા મળતી રહે, તેવો આશય પણ આ પ્રકાશનનું પ્રેરકબળ છે.
વળી આ પંચમકાળના પ્રવાહમાં ક્રમશઃ જીવોને ક્ષયોપશમ મંદતર થતો જાય છે તેથી પરમાગમમાં રહેલાં સૂક્ષ્મ અને ગંભીર રહસ્યો સ્વયં સમજવાં ઘણા જ કઠિન છે. આ પરિસ્થિતિમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ સાદી અને સરળ ભાષામાં સ્પષ્ટ કરેલા પ્રવચનો લેપબદ્ધ કરી પુસ્તકારૂઢ કરવામાં આવે તો ભાવી પેઢીને પણ શ્રી સમયસાર પરમાગમનાં અતિગૂઢ રહસ્યો સમજવામાં સરળતાપૂર્વક સહાયરૂપ બની રહેશે અને તે રીતે જિનોક્ત તત્ત્વજ્ઞાન અને તેની સ્વાધ્યાયપરંપરા તેના યથાર્થ સ્વરૂપમાં જળવાઈ રહેશે તેમ જ તે દ્વારા અનેક ભવ્યજીવોને પોતાનું આત્મકલ્યાણ સાધવામાં મહાન પ્રેરણા પ્રાપ્ત થશે તેવા વિચારના બળે પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર ઉપરાંત બીજા પણ અનેક પરમાગમો ઉપર થયેલ પ્રવચનો પ્રકાશિત કરવાની ભાવના છે અને તે ભાવનાવશ આ ટ્રસ્ટની રચના થઈ છે. તેથી પૂજ્ય ગુરુદેવશ્રીનાં હજારો પ્રવચનો પ્રસિદ્ધ કરવાનો મુખ્ય ઉદ્દેશ આ ટ્રસ્ટમાં રાખવામાં આવેલ છે.
આ પ્રસંગે સ્વ. શ્રી સોગાનીજીનું એક વચન સાકાર થવાનું હોય તેવું ભાસે છે. તેમણે કહ્યું છે કે પૂજ્ય ગુરુદેવશ્રીથી ધર્મનો જે આ પાયો નંખાયો છે તે પંચમકાળના અંત સુધી રહેશે. તદુપરાંત પૂજ્ય બહેનશ્રીના વચનામૃત નં. ૨૭ માં ઉલ્લેખ છે કે તેમનો (પૂજ્ય ગુરુદેવશ્રીનો) મહિમા આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષ સુધી ગવાશે.” ખરેખર જ્ઞાનીઓના નિર્મળ શ્રુતજ્ઞાનમાં ભાવિપ્રસંગો કેવળજ્ઞાનવત પ્રતિભાસે છે, કારણ કે આ ટ્રસ્ટની યોજનામાં પૂજ્ય ગુરુદેવશ્રીના પાંચ પરમાગમો ઉપર થયેલા પ્રવચનો ઉપરાંત બીજા પણ અનેક શાસ્ત્રો ઉપર થયેલા પ્રવચનો ક્રમશ: પ્રસિદ્ધ કરવાની ભાવના સમાહિત છે. એ રીતે હજારો પ્રવચનોનું સંકલન પ્રથમ સંસ્કરણમાં જ અનેક ગ્રંથોરૂપે પુસ્તકારૂઢ થશે અને તેવા પ્રત્યેક પુસ્તકોનું સંસ્કરણ (આવૃત્તિ) હજારોની સંખ્યામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહેશે. એ રીતે હિન્દી અને ગુજરાતી ભાષામાં તાત્કાલિક પ્રકાશન થતાં પુસ્તકોની સંખ્યા લાખોમાં થવા જાય છે અને તેની પરંપરા ચાલે તો ઉપરોક્ત જ્ઞાનીઓનાં વચનો સિદ્ધ થવાનું પ્રત્યક્ષ જણાઈ આવે છે.
કાર્યવાહી
શ્રી સમયસાર પરમાગમ ઉપરનાં પૂજ્ય ગુરુદેવશ્રીના અઢારમી વખતના થયેલ મંગળ પ્રવચનો તે સમયે ટેપરેકોર્ડર ઉપર અંકિત કરી લેવામાં આવ્યા હતા. આ ધ્વનિમુદ્રિત પ્રવચનો ટેપ ઉપરથી સાંભળીને ક્રમશ: લેખબદ્ધ કરવામાં આવ્યાં છે. એક જ ટેપને વારંવાર સાંભળીને લેખન કરવામાં આવેલ છે. તેમ છતાં તેમાં કાંઈ ત્રુટિ રહી જવા ન પામે તે હેતુથી લખનાર સિવાય તપાસનારે ફરીથી સઘળાં પ્રવચનોની ચકાસણી કરેલ છે. આ પ્રમાણે તૈયાર થયેલાં પ્રવચનોના યથાયોગ્ય સુસંગત ફકરા પાડી તેને ફરીથી ભાઈશ્રી રમણલાલ માણેકલાલ શાહે લિપિબદ્ધ કરી આપેલ છે. તથા લિપિબદ્ધ થયેલા પ્રવચનોની પણ છેલ્લે ભાઈ શ્રી હીરાભાઈ દહેગામવાળા દ્વારા પૂરતી ચકાસણી કરવામાં આવે છે. આ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોમાં વ્યક્ત થયેલ ભાવો સારી રીતે યથાસ્થિત જળવાઈ રહે તેની પૂરેપૂરી કાળજી લેવામાં આવી છે.
આવકાર્ય
આ પ્રકાશન અમારો અગીયારમો પ્રયાસ છે. અત્યંત કાળજી અને સંભાળ રાખવા છતાં પ્રકાશનમાં કોઈ ત્રુટિઓ રહી જવા પામી હોય તે સંભવિત છે. સુજ્ઞ પાઠકગણ તરફથી આ સંબંધી જે કાંઈ સૂચનો મોકલવામાં આવશે તેને અત્રે આવકારીએ છીએ અને હવે પછીના પ્રકાશનમાં તે સંબંધી ઘટતું કરવામાં આવશે.
સૂચના:
(૧) આ શાસ્ત્રનું અધ્યયન કરનાર દરેક ભાઈ-બહેનોને નમ્ર વિનંતિ છે કે આ જિનવાણી છે માટે તેની આસાતના ન થાય તેનું ખાસ ધ્યાન રાખશો.
(૨) આ શાસ્ત્રમાં સમયસારજીની ટીકા, ભાવાર્થ, કળશ અને ત્યારબાદ પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન એ રીતે ક્રમ આપવામાં આવેલ છે.
લિ.
વીર સં. ૨૫૧૩
શ્રી કુંદકુંદ કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટ વતી
રમણલાલ માણેકલાલ શાહ હીરાલાલ ભીખાલાલ શાહ શાંતીલાલ ચીમનલાલ શાહ કાંતીલાલ રામજીભાઈ મોટાણી
ટ્રસ્ટીઓ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
ક્રમ
૧
ર
૩
૪
૫
૬
૭
८
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૨૦
૨૧
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
૧૯ ૧૯-પરિણામશક્તિ
૨૦-અમૂર્તત્વશક્તિ
૨૧-અકર્તૃત્વશક્તિ
૨૨ ૨૨-અભોતૃત્વશક્તિ
૨૩-નિષ્ક્રિયત્વશક્તિ
૨૪-નિયતપ્રદેશત્વશક્તિ
૨૫-સર્વધર્મવ્યાપકત્વશક્તિ
૨૮
૨૯
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૩૦
વિષય
પરિશિષ્ટ
૧-જીવત્વશક્તિ
૨-ચિતિશક્તિ
૩–વૃશિશક્તિ
૪-જ્ઞાનશક્તિ
૫-સુખશક્તિ
૬-વીર્યશક્તિ
૭-પ્રભુત્વશક્તિ
૮વિભુત્વશક્તિ
૯–સર્વદર્શિત્વશક્તિ
૧૦–સર્વજ્ઞત્વશક્તિ
૧૧-સ્વચ્છત્વશક્તિ
૧૨-પ્રકાશશક્તિ
૧૩-અસંકુચિતવિકાસત્વશક્તિ
૧૪-અકાર્યકારણત્વશક્તિ
૧૫-પરિણમ્ય-પરિણામકત્વશક્તિ
૧૬-ત્યાગ-ઉપાદાનશૂન્યત્વશક્તિ
૧૭-અગુરુલઘુત્વશક્તિ
૧૮–ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિ
૨૬-સાધારણ-અસાધારણસાધારણાસાધારણધર્મત્વશક્તિ
૨૭–અનંતધર્મત્વશક્તિ
૨૮-વિરુદ્ધધર્મત્વશક્તિ
૨૯-તત્ત્વશક્તિ
૩૦-અતત્ત્વશક્તિ
અનુક્રમણિકા
પૃષ્ઠ
|૭|≥ | | |ૐ |» | | | |9|Ð
૨૪
૨૮
૪૪
૫૧
પદ
૭૧
૭૭
८०
૮૨
૮૭
૯૩
૯૭
૧૦૨
૧૦૭
૧૦૯
૧૧૫
૧૧૭
૧૨૨
૧૨૭
૧૩૦
૧૩૨
૧૩૬
ક્રમ
૧૩૯
૩૧
૩૨
૩૩
૩૪
૩૫
૩૬
૩૭
૩૮
૩૯
૩૯-ભાવશક્તિ
૪૦–ક્રિયાશક્તિ
૪૧-કર્મશક્તિ
૪૨-કર્તૃશક્તિ
૪૩-કરણશક્તિ
૪૪ ૪૪-સંપ્રદાનશક્તિ
૪૫ ૪૫-અપાદાનશક્તિ
૪૬ ૪૬-અધિકરણશક્તિ
૪૭-સંબંધશક્તિ
૪૦
૪૧
૪૨
૪૩
४७
४८
૪૯
૫૦
૫૧
પર
૫૩
૫૪
૫૫
૫૬
૫૭
૫૮
૫૯
વિષય
૧-એકત્વશક્તિ
૩૨-અનેકત્વશક્તિ
૩૩-ભાવશક્તિ
૩૪-અભાવશક્તિ
૩૫-ભાવઅભાવશક્તિ
૩૬-અભાવભાવશક્તિ
૩૭–ભાવભાવશક્તિ
૩૮-અભાવઅભાવશક્તિ
ΣΟ
કળશ-૨૬૪
કળશ-૨૬૫
કળશ-૨૬૬
કળશ-૨૬૭
કળશ-૨૬૮
કળશ-૨૬૯
કળશ-૨૭૦
કળશ-૨૦૧
કળશ-૨૭૨
કળશ-૨૭૩
કળશ-૨૭૬
૬૧ કળશ-૨૭૭
૧૪૫ દર કળશ-૨૭૮
કળશ-૨૭૪
કળશ-૨૭૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
પૃષ્ઠ
૧૪૮
૧૫૨
૧૫૩
૧૫૭
૧૬૧
૧૬૪
૧૬૭
૧૭૧
૧૭૫
૧૭૯
૧૮૩
૧૮૮
૧૯૨
૧૯૮
૨૦૨
૨૦૬
૨૧૧
૨૧૫
૨૧૭
૨૩૩
૨૩૫
૨૩૯
૨૪૨
૨૪૫
૨૪૮
૨૫૨
૨૫૬
ર૬ર
૨૬૪
ર૬૬
૨૬૯
૨૭૬
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સમયસારજી-સ્તુતિ
(હરિગીત ) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તે સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાભૂત તણે ભાજન ભરી.
(અનુરુપ ) કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
( શિખરિણી) અહો! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂછ વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ.
(શાર્દૂલવિક્રીડિત) તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહા૨ના ભેદવા. તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાન જગનો, સંદેશ મહાવીરનો. વિસામો ભવકલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
(વસંતતિલકા) સૂણ્ય તને રસનિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે,
( અતુટુપ ) બનાવું ૫ત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમ પૂજ્ય આત્મજ્ઞસંત શ્રી કાનજીસ્વામી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ
( હરિગીત) સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો! ગુરુ કહાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટ્રપ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી) સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલાસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત) હૈયું “સત સત, જ્ઞાન જ્ઞાન” ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સર્વ ઝળકે, પ૨દ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેન્દ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા) નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું; હે જ્ઞાનપોષક સુમેળ! તને નમું છું હું, આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
( સ્રગ્ધરા ) ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહેતી, વાણી ચિમૂર્તિ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, -મનરથ મનનો; પૂરજો શક્તિશાળી !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
परमात्मने नमः। શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
સમયસા૨
ઉપર પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો श्रीमदमृतचन्द्रसूरिकृता आत्मख्यातिः।
પરિશિષ્ટ
આચાર્યદેવ અનેકાન્તને હજુ વિશેષ ચર્ચે છે - અહાહા...! આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ અનંત ધર્મસ્વરૂપ વસ્તુ છે; તેને પરદ્રવ્યોથી અને પરભાવોથી ભિન્ન ઓળખાવવા માટે આચાર્યદવ “જ્ઞાનમાત્ર’ કહેતા આવ્યા છે. ત્યાં “જ્ઞાનમાત્રવતુ આત્મા’ એમ કહેતાં જ્ઞાનથી વિરુદ્ધ જે જડ પરદ્રવ્યો અને રાગાદિભાવો એનો તો નિષેધ થઈ જાય છે, પણ જ્ઞાનની સાથે રહેનારા જે દર્શન, સુખ, વીર્ય ઇત્યાદિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ અનંત ગુણો તેનો કોઈ નિષેધ થતો નથી. આ રીતે જ્ઞાન સાથે બીજા અનંત ધર્મો “જ્ઞાનમાત્ર વસ્તુ આત્મા માં સાથે જ (અન્વયરૂપ) હોવાથી જ્ઞાનમાત્ર આત્માને અનેકાન્તપણું છે; અહીં આ વાત આચાર્યદેવ પ્રશ્નોત્તરરૂપે વિશેષ સ્પષ્ટ કરે છે:
“પ્રશ્ન:- આત્મા અનેકાંતમય હોવા છતાં પણ અહીં તેનો જ્ઞાનમાત્રપણે કેમ વ્યપદેશ કરવામાં આવે છે? (આત્મા અનંત ધર્મોવાળો હોવા છતાં તેને જ્ઞાનમાત્રપણે કેમ કહેવામાં આવે છે? જ્ઞાનમાત્ર કહેવાથી તો અન્ય ધર્મોનો નિષેધ સમજાય છે.) '
જોયું? શિષ્યનો આ પ્રશ્ન! એમ કે-આત્મા તો અનેકાંતમય વસ્તુ છે; તેમાં તત-અતત એક-અનેક, સતઅસત, નિત્ય-અનિત્ય ઇત્યાદિ અનંતધર્મો સ્વયમેવ પ્રકાશે છે, છતાં “આત્મા જ્ઞાનમાત્ર છે' એમ આપ ઉપદેશ કેમ કરો છો? પ્રશ્ન સમજાય છે? એમ કે-આત્મા ચિદાનંદ પ્રભુ એક જ્ઞાનમાત્ર છે એમ ભાર દઈને આપ કહો છો તો એ વડે, તેમાં જ્ઞાન સાથે બીજા આનંદ આદિ, ત-અતર્ આદિ અનંત ધર્મો છે તેનો તો નિષેધ નથી થઈ જતો ને? અનંત ધર્મમય હોવા છતાં આત્માને “જ્ઞાનમાત્ર” કહેવાનું શું પ્રયોજન છે? લ્યો, આ શિષ્ય આશંકા કરીને પૂછે છે.
ઉત્તર:- લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ કરવા માટે આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ કરવામાં આવે છે. આત્માનું જ્ઞાન લક્ષણ છે, કારણ કે જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે (-અન્ય દ્રવ્યોમાં જ્ઞાનગુણ નથી.) માટે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેના લક્ષ્યની-આત્માની–પ્રસિદ્ધિ થાય છે.'
જુઓ, શું કીધું? કે આત્માનું જ્ઞાન લક્ષણ છે, અને આત્મા લક્ષ્ય છે. એટલે શું? કે જ્ઞાનલક્ષણ આત્માની પ્રસિદ્ધિ કરે છે. જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે ને ! તેથી જ્ઞાન આત્માનું સત્યાર્થ લક્ષણ છે અને તે લક્ષ્ય એવા આત્માને પ્રસિદ્ધ કરે છે. આહાહા..! જ્ઞાન આત્માને રાગાદિથી જુદો જાણી શુદ્ધ એક આત્માને પ્રસિદ્ધ કરે છે. હા, પણ કયું જ્ઞાન? પર તરફ વળેલું જ્ઞાન નહિ, પરંતુ અંતર્મુખ થઈને આત્માને જે જ્ઞાન જાણે છે તે જ્ઞાન આત્માનું લક્ષણ છે અને તે આત્માને પ્રસિદ્ધ-પ્રગટ કરે છે. જે જ્ઞાન શુદ્ધ આત્માને જ જાણે નહિ અને પરમાં ને રાગમાં એકાકાર થઈ પ્રવર્તે તે ખરેખર જ્ઞાન જ નથી, કેમકે તે શુદ્ધ આત્માની પ્રસિદ્ધિ કરતું નથી, પણ પર-રાગને પ્રસિદ્ધ કરે છે. ભાઈ ! રાગાદિ બીજી ચીજ હો ભલે, પણ એ રાગાદિ હું નહિ, હું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્મા છું એમ પ્રસિદ્ધ કરનારું જ્ઞાન તે યથાર્થ લક્ષણ છે, અને તે લક્ષણના દોરે અંદર લક્ષ્યનું-શુદ્ધ આત્માનું ગ્રહણ થાય છે. લ્યો, આ રીતે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માની પ્રસિદ્ધિ અર્થે તેને જ્ઞાનમાત્ર કહ્યો છે. “જ્ઞાનમાત્ર’ કહીને એકલો જ્ઞાનગુણ સિદ્ધ નથી કરવો, પણ આખો (પૂરણ ) આત્મા પ્રસિદ્ધ કરવો છે. સમજાણું કાંઈ...?
આ શરીર તો જડ પુદગલમય છે, અને રાગાદિ ભાવો પણ આત્માથી વિપરીત સ્વભાવવાળા-જડ સ્વભાવવાળા છે તેથી શરીર ને રાગાદિ આત્માનું લક્ષણ નથી, એક જ્ઞાન જ આત્માનો અસાધારણ ગુણ છે તેથી આત્માનું લક્ષણ છે. અસાધારણ ગુણ એટલે શું? કે આત્મા સિવાય અન્ય દ્રવ્યોમાં જ્ઞાનગુણ નથી, અને આત્માના અનંતધર્મોમાં પણ એક જ્ઞાન જ સ્વપરપ્રકાશક છે. તેથી જ્ઞાનગુણ અસાધારણ છે જે વડે ભગવાન આત્માનું ગ્રહણ કરી શકાય છે. આ રીતે જ્ઞાનલક્ષણ તે આત્માની પરમ પ્રસિદ્ધિનું સાધન છે. અહાહા...! શરીર, રાગ, આત્મા આદિ અનેક ચીજ મળેલી (એકક્ષેત્રાવગાહમાં) જણાય છે, ત્યાં જ્ઞાનલક્ષણ વડે જ ભિન્ન આત્મસ્વરૂપને ઓળખી શકાય છે, ગ્રહણ કરાય છે. આ રીતે જ્ઞાનલક્ષણ ભિન્ન આત્મસ્વરૂપને ઓળખવાનું સાધન હોવાથી આત્માને જ્ઞાનમાત્ર કહેવામાં આવ્યો છે. આવી વાત છે.
અહાહા..! જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન.. જાણપણું તે આત્મા-એટલો અભેદમાં પ્રથમ ભેદ પાડી પછી વૃત્તિ જ્યાં અંતર્મુખ થઈ લક્ષ્ય-આત્માના લક્ષે એકાકાર-તપ થાય છે ત્યાં ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય છે, જણાય છે. આનું નામ લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ છે. લક્ષણના-વર્તમાન જ્ઞાનની દશાના-લક્ષે લક્ષ્ય જણાય એમ નહિ, પણ લક્ષણ-જ્ઞાનની વર્તમાન દશા, લક્ષ્ય નામ શુદ્ધ આત્માના લક્ષમાં જતાં શુદ્ધ આત્મા જણાય છે. અહો ! સંતોએ સંક્ષેપમાં ઘણું ભર્યું છે.
“લક્ષણની પ્રસિદ્ધિ વડે ' એમ કહ્યું ને ! એમાં શું કહેવા માગે છે? કે જ્ઞાનની વર્તમાન પર્યાય જે આત્માનું લક્ષણ છે તે પ્રગટ છે, ને તે વડે અપ્રગટ (શક્તિરૂપ) લક્ષ્ય (શુદ્ધ આત્મા) જણાય છે. અહાહા..! જાણનારજાણનાર એવું ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ તો પ્રગટ નથી, પણ તેના લક્ષણરૂપ જે વર્તમાન દશા છે તે પ્રગટ છે, તેમાં આ હું લક્ષ્ય-ભગવાન આત્મા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩
છું–એમ જણાય છે. આમ લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ થાય છે માટે આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ કરવામાં આવ્યો છે. જ્ઞાન ગુણથી અહીં વાત કરી તેમાં જ્ઞાનગુણ તો ત્રિકાળ છે, તેથી તે કાંઈ આત્માને પકડતો નથી, પરંતુ તેની અંતર્મુખાકાર વર્તમાન પ્રગટ દશા ભગવાન આત્માને પકડે છે. તેથી, કહે છે, આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ છે. સમજાણું કાંઈ ?
હવે આમ છે ત્યાં રાગથી-વ્યવહારથી આત્મા જણાય એ વાત કયાં રહી પ્રભુ! રાગ તો જડસ્વભાવ છે; એ શું જાણે! કાંઈ જ ન જાણે. માટે રાગ આત્માનું લક્ષણ નથી. ભાઈ ! વ્યવહાર રત્નત્રયના રાગમાં આત્માને જાણવાનું ઓળખવાનું સામર્થ્ય નથી. સમજાણું કાંઈ...?
હવે આત્મા લક્ષ્ય છે, ને જ્ઞાન તેનું લક્ષણ છે–એમ લક્ષમાં લીધા પછી હવે શિષ્ય પૂછે છેઃ
‘પ્રશ્ન:- એ લક્ષણની પ્રસિદ્ધિથી શું પ્રયોજન છે? માત્ર લક્ષ્ય જ પ્રસાધ્ય અર્થાત્ પ્રસિદ્ધ કરવાયોગ્ય છે. (માટે લક્ષણને પ્રસિદ્ધ કર્યા વિના માત્ર લક્ષ્યને જ-આત્માને જ-પ્રસિદ્ધ કેમ કરતા નથી ? )’
જુઓ, શિષ્ય શું કહે છે? કે જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા-એમ લક્ષણ-લક્ષ્યનો ભેદ પાડવાથી શું પ્રયોજન છે? એમ કે ભેદથી શું સાધ્ય છે? એક લક્ષ્ય નામ આત્મા જ પ્રસાધ્ય અર્થાત્ પ્રસિદ્ધ કરવાયોગ્ય છે. માટે એક આત્માને જ સીધો પ્રસિદ્ધ કરાવી દો ને. અંતે તો અભેદ એક આત્મા જ સાધ્ય છે. તો સીધો તેને જ સિદ્ધ કરાવી દો ને; વચ્ચે ભેદ શા માટે લાવો છો ? લ્યો, આવો પ્રશ્ન ! હવે તેનો ઉત્તર કહે છે:
‘ઉત્તર:- જેને લક્ષણ અપ્રસિદ્ધ હોય તેને (અર્થાત્ જે લક્ષણને જાણતો નથી એવા અજ્ઞાની જનને ) લક્ષ્યની પ્રસિદ્ધિ થતી નથી. જેને લક્ષણ પ્રસિદ્ધ થાય તેને જ લક્ષ્યની પ્રસિદ્ધિ થાય છે. (માટે અજ્ઞાનીને પહેલાં લક્ષણ બતાવીએ ત્યારે તે લક્ષ્યને ગ્રહણ કરી શકે છે. )’
જુઓ, શું કીધું? કે જેને જ્ઞાનલક્ષણ વડે લક્ષ્યનું લક્ષ અને ભાન થયું છે તેને (–જ્ઞાનીને) લક્ષ્ય-લક્ષણના ભેદથી પ્રયોજન નથી એ તો બરાબર; પણ જેને લક્ષ્યની-આત્માની ખબર જ નથી તેને યથાર્થ લક્ષણ વડે લક્ષ્ય ઓળખાવવો જરૂરી છે, કેમકે લક્ષણ પ્રસિદ્ધ થાય તેને જ લક્ષ્યની પ્રસિદ્ધિ થાય છે. અજ્ઞાનીને લક્ષણ અપ્રસિદ્ધ છે. તે દેહને ને રાગાદિને આત્મા માને છે. દેહ તે હું આત્મા, વા રાગ તે હું આત્મા એમ અજ્ઞાની માને છે. તેને કહીએ કે ભાઈ! જે લક્ષ્યમાં ત્રિકાળ રહે અને લક્ષ્યને પરિપૂર્ણ ઓળખાવે તે લક્ષણ છે. જ્ઞાન છે તે જ તારું લક્ષણ છે, કેમકે આત્મા સદાય જ્ઞાનસ્વરૂપ છે ને જ્ઞાન વડે ઓળખાય છે. જ્ઞાનને અંતર્મુખ કરી આત્મવસ્તુથી એકમેક થતાં આત્મા ઓળખાય છે, પ્રસિદ્ધ થાય છે. આ પ્રમાણે જ્ઞાનલક્ષણની પ્રસિદ્ધિ દ્વારા આત્મા જે લક્ષ્ય છે તેની પ્રસિદ્ધિ થાય છે.
જુઓ, આ લક્ષ્ય-લક્ષણનો ભેદ કીધો તે ભેદમાં અટકવા માટે નહિ, પણ અભેદ આત્માનું લક્ષ કરાવવા માટે છે. ભેદને ગૌણ કરી જે અભેદનું લક્ષ કરે છે તેને ભગવાન આત્માની પ્રસિદ્ધિ થાય છે, અને ત્યારે લક્ષ્ય-લક્ષણનો ભેદ તે વ્યવહાર કહેવાય છે. ભેદમાં (–વ્યવહારમાં) અટકી રહે તેને આત્મ પ્રસિદ્ધિ થતી નથી, અને અભેદ સમજતાં વચ્ચે લક્ષ્ય-લક્ષણનો ભેદ આવે છે તેને જાણે નહિ તેનેય આત્મ પ્રસિદ્ધિ થતી નથી, કેમકે જેને લક્ષણ અપ્રસિદ્ધ હોય તેને લક્ષ્યની પ્રસિદ્ધિ થતી નથી. સમજાણું કાંઈ?
કોઈ અજ્ઞાનીઓ કહે છે-એકલું જ્ઞાન-જ્ઞાન શું કરો છો? અમે જે આ પુણ્યની ને દેહની ક્રિયા કરીએ છીએ તે સાધન છે, તે વડે આત્મા ઓળખાય જશે. તેને અહીં કહે છે-મૂઢ છો કે શું? દેહની ક્રિયા કે પુણ્યની ક્રિયા તે આત્માને ઓળખવાનાં સાધન નથી, એક જ્ઞાનલક્ષણ વડે જ આત્મા ઓળખાય છે. આમ જ્ઞાનલક્ષણ કહીને વ્યવહારાભાસનો નિષેધ કર્યો.
વળી કોઈ કહે છે–જ્ઞાન તે લક્ષણ અને આત્મા લક્ષ્ય-એમ ભેદ શા માટે પાડો છો ? સીધો જ આત્મા બતાવો ને? લક્ષણ દ્વારા લક્ષ્ય બતાવો છો તેને બદલે સીધું લક્ષ્ય જ બતાવી દો ને! તેને કહે છે-ભાઈ! જે લક્ષણને જાણતો નથી તે લક્ષ્યને પણ જાણતો નથી, લક્ષણને ઓળખવાથી જ લક્ષ્ય ઓળખી શકાય છે. જેમ કોઈ કહે–અમારે સાકર જોઈએ છે, ગળપણથી કામ નથી, તો તેને સાકરની પ્રાપ્તિ થતી નથી; તેમ જો કોઈ કહે–અમારે લક્ષ્ય-આત્મા જોઈએ છે, જ્ઞાનથી-લક્ષણથી શું કામ છે? તો તેને આત્માની પ્રાપ્તિ થતી નથી. આ પ્રમાણે જ્ઞાનલક્ષણે આત્મા લક્ષિત થતો હોવાથી જ્ઞાનલક્ષણ કહીને નિશ્ચયાભાસનો નિષેધ કર્યો. સમજાણું કાંઈ.. ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
પ્રશ્ન- કર્યું તે લક્ષ્ય છે કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેનાથી ( -જ્ઞાનથી ) ભિન્ન પ્રસિદ્ધ થાય છે?'
જુઓ, અંદર નજદીક આવેલો શિષ્ય આ પૂછે છે કે પ્રભો ! જેને લક્ષણ પ્રસિદ્ધ થાય તેને જ લક્ષ્યની પ્રસિદ્ધિ થાય છે એમ આપ કહો છો તો એવું કયું ભિન્ન લક્ષ્ય છે જે જ્ઞાનલક્ષણ વડે પ્રસિદ્ધ થાય છે? અર્થાત્ આપ જ્ઞાનલક્ષણથી ઓળખાવવા માગો છો તે લક્ષ્ય-ચીજ શું જ્ઞાનથી જુદી છે? શું જ્ઞાનની પ્રસિદ્ધિ ને આત્માની પ્રસિદ્ધિ બે જુદી જુદી ચીજ છે? જુઓ, શિષ્યને લક્ષ્ય-લક્ષણનો ભેદ પોસાતો નથી તેથી આ પ્રશ્ન ઉઠયો છે. (સ્વાનુભવની જ અભિલાષા છે ને !)
ઉત્તર:- જ્ઞાનથી ભિન્ન લક્ષ્ય નથી, કારણ કે જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદ છે.'
જુઓ, ગુરુ કહે છે–સાંભળ ભાઈ ! જ્ઞાનલક્ષણથી જુદું-ભિન્ન કોઈ લક્ષ્ય નથી. એ તો લક્ષણ લક્ષ્યને બતાવે છે તેથી અજ્ઞાનીને લક્ષ્ય ઓળખાવવા ભેદથી વાત કરી છે, પણ કાંઈ જ્ઞાન ને આત્મા ભિન્ન ચીજ છે એમ નથી, કેમકે જ્ઞાન ને આત્માને દ્રવ્યપણે અભેદ છે. અર્થાત્ આત્મા જ્ઞાનસ્વભાવમય જ છે.
અહીં જ્ઞાન એટલે પરનું ને શાસ્ત્રનું જ્ઞાન એમ વાત નથી. અહીં તો રાગથી ભિન્ન પડેલું અંતરમાં વળેલું અંતર્મુખાકાર જ્ઞાન તે લક્ષણ લક્ષ્યથી ભિન્ન નથી, અભેદ છે–એની વાત છે. જેમ સાકર મીઠી છે એમ કહીએ ત્યાં સાકરથી મીઠાશ કોઈ જુદી ચીજ નથી, તેમ જાનન. જાનન... જાનન સ્વભાવ અને આત્મા એકમેક છે. જેમ રાગ ને આત્મા જુદી ચીજ છે તેમ જ્ઞાન ને આત્મા જુદી ચીજ નથી. ભલે જ્ઞાન એક ગુણ છે, ને આત્મા અનંતગુણમય ગુણી છે, છતાં જ્ઞાન ને આત્મા વસ્તપણે અભેદ છે. તેથી જે જ્ઞાનની પ્રસિદ્ધિ છે તે જ આત્માની પ્રસિદ્ધિ છે. આ રીતે લક્ષ્ય-લક્ષણની સિદ્ધિ એક સાથે જ છે અને એકવસ્તુમય છે. અહાહા..! જ્ઞાનની પર્યાય જ્યાં દ્રવ્ય સાથે અભેદ તન્મય થઈ ત્યાં આત્મા-દ્રવ્ય પ્રસિદ્ધ થયું, માટે જ્ઞાનલક્ષણથી જુદું કોઈ લક્ષ્ય નથી, બન્ને એકમેક છે ને એક સાથે જ પ્રસિદ્ધ થાય છે. આવી વાત! સમજાણું કાંઈ....!
હવે આ રહસ્ય પામ્યા વિના એ શાસ્ત્ર ભણી ભણીને અનંતવાર અગિયાર અંગનો પાઠી થયો, ને દેવગુરુ-શાસ્ત્રની પણ બહારમાં અનંતવાર શ્રદ્ધા કરી તથા અનંતવાર બાહ્ય વ્રતાદિ ધારણ કર્યા, પણ એથી શું? એ કોઈ આત્માનું લક્ષણ નથી, એનાથી આત્માની પ્રસિદ્ધિ સંભવિત નથી. અહા ! ગજબ વાત કરી છે આ. આમાં તો બાર અંગનું રહસ્ય ખુલ્લું મૂકયું છે.
પ્રશ્ન:- તો પછી લક્ષણ અને લક્ષ્યનો વિભાગ શા માટે કરવામાં આવ્યો?'
જુઓ, શિષ્ય પૂછે છે કે-ભગવન્! આપ કહો છો કે જ્ઞાન અને આત્મા દ્રવ્યપણે ત્રિકાળ અભેદ-એકમેક છે, તો પછી લક્ષણ અને લક્ષ્યપણે તેમનો ભેદ શા માટે કરવામાં આવ્યો? બે એક છે તો વિભાગ શા માટે ?
“ઉત્તર:- પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્યમાનવને લીધે લક્ષણ અને લક્ષ્યનો વિભાગ કરવામાં આવ્યો છે. જ્ઞાન પ્રસિદ્ધ છે, કારણ કે જ્ઞાનમાત્રને અસંવેદનથી સિદ્ધપણું છે (અર્થાત્ જ્ઞાન સર્વ પ્રાણીઓને સ્વસંવેદનરૂપ અનુભવમાં આવે છે), તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે પ્રસાધ્યમાન, ત-અવિનાભૂત (-જ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળા) અનંત ધર્મોના સમુદાયરૂપ મૂર્તિ આત્મા છે. ( જ્ઞાન પ્રસિદ્ધ છે; અને જ્ઞાન સાથે જેમનો અવિનાભાવી સંબંધ છે એવા અનંત ધર્મોના સમુદાયસ્વરૂપ આત્મા તે જ્ઞાન વડે પ્રસાધ્યમાન છે.) માટે જ્ઞાનમાત્રમાં અચલિતપણે સ્થાપેલી દ્રષ્ટિ વડ, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો, તદ્દ–અવિનાભૂત (–જ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળો) અનંતધર્મસમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે, તે સઘળોય ખરેખર એક આત્મા છે.
આ કારણે જ અહીં આત્માના જ્ઞાનમાત્રપણે વ્યપદેશ છે.'
જુઓ, શ્રીગુરુ આ ઉત્તર કહે છે:- “પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્યમાનવને લીધે લક્ષણ અને લક્ષ્યનો વિભાગ કરવામાં આવ્યો છે.” જ્ઞાન છે તે પ્રસિદ્ધ છે. હું આ જાણું છું ને તે જાણું છું એમ સૌ કહે છે ને ! મતલબ કે અજ્ઞાનમાં પણ જાણવું તો છે. કોઈ કહે કે-હું નથી; તો એને પૂછીએ કે “હું નથી”—એવો નિર્ણય કોની સત્તામાં કર્યો ? જ્ઞાનની સત્તામાં એ નિર્ણય કર્યો છે. તેથી જ્ઞાન જેનું સત્ત્વ છે તે હું છું એમ તેમાં સિદ્ધ થઈ જાય છે. આમ આ જ્ઞાન છે તે હું છું એમ નિર્ણય કરતાં જ્ઞાનનું લક્ષ સ્વ-આત્મા તરફ જાય છે અને ત્યારે સ્વાનુભવમાં આત્મા પ્રસિદ્ધ થાય છે.
જ્ઞાન પ્રસિદ્ધ છે. જે સત્તામાં આ દેહ છે, વાણી છે, રાગ છે, ઈત્યાદિ જણાય છે તે જ્ઞાન પ્રસિદ્ધ છે, અને તે આત્માનું જ્ઞાન છે. દહાદિનું જ્ઞાન કહીએ એ તો વ્યવહાર છે, વાસ્તવમાં દેહાદિન જાણવાના કાળમાં જ્ઞાન જ જણાય છે. દેહાદિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૫ પદાર્થ હો, પણ તેને જાણવાના કાળે જાણવામાં તો જ્ઞાન જ આવે છે, કારણ કે જ્ઞાનમાત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે. શું કીધું આ? કે સૌ જીવોને જ્ઞાન પોતાના સ્વસંવેદન અર્થાત્ પોતાના વેદનથી પ્રસિદ્ધ છે. દેહાદિ પદાર્થ છે માટે જ્ઞાન છે એમ નહિ, પણ પોતાના વેદનથી જ્ઞાન પ્રસિદ્ધ છે. ઝીણી વાત ભાઈ ! આ બધું જાણે છે તે જ્ઞાન આત્માનું છે, માટે તે જ્ઞાનને આત્મા તરફ વાળ; તને આત્મા પ્રસિદ્ધ થશે.
ધીરેથી સમજવું બાપુ! આ તો જૈન કેવળી પરમેશ્વરનો વીતરાગી માર્ગ છે. અરે! ભરતક્ષેત્રમાં ભગવાન કેવળીના વિરહું પડયા, ને અવધિજ્ઞાન ને મન:પર્યયજ્ઞાનની ઋદ્ધિ રહી નહિ! આવી સત્ય વાત જ્યાં બહાર આવી ત્યાં લોકો સંશયમાં પડી ગયા ને વિવાદ-ઝઘડા ઊભા થયા. પણ ભગવાન ! આ તો તારા ઘરની વાત છે; માટે બહારનું લક્ષ મટાડીને જ્યાં પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા છે ત્યાં જ્ઞાનલક્ષણ વડે લક્ષ કર; તેથી જ્ઞાન-પર્યાય પોતે જ અભેદ સાથે તન્મય થઈ આત્મપ્રસિદ્ધિ કરશે.
અહાહા...! કહે છે-“તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે પ્રસાધ્યમાન, ત–અવિનાભૂત અનંત ધર્મોના સમુદાયરૂપ મૂર્તિ આત્મા છે.” શું કીધું? કે જ્ઞાન પ્રસિદ્ધ છે, અને તદ્અવિનાભૂત શ્રદ્ધા, સ્થિરતા, આનંદ, પ્રભુત્વ, સ્વચ્છત્વ, આદિ અનંતધર્મોના સમુદાયરૂપ-પિંડરૂપ અભેદ એક ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા પ્રસાધ્યમાન છે. પ્રસિદ્ધ જ્ઞાનલક્ષણ વડે પરદ્રવ્યો ને રાગાદિ જાણવાયોગ્ય છે એમ નહિ, પણ ત્રિકાળી અભેદ અનંતધર્મમય ચિદાનંદ પ્રભુ આત્મા પ્રસાધ્યમાન -સાધવા યોગ્ય છે. આમાં પ્રસિદ્ધ જ્ઞાનનું જ્ઞય અને ધ્યેય કોને બનાવવું એની વાત છે. જ્ઞાનને અંતર્મુખ વાળીને ત– અવિનાભૂત શુદ્ધ આત્માને ધ્યેય બનાવવાની આમાં વાત છે; કેમકે એ રીતે આત્માની પ્રસિદ્ધિ થાય છે અર્થાત્ સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન પ્રગટે છે.
ભાઈ ! આ સમજ્યા વિના બહારમાં ગમે તેટલાં વ્રત, આદિ કરે, પણ એનાથી ભવના ફેરા નહિ મટે બાપુ ! જન્મ-મરણ નહિ મટે. દેહ-સ્થિતિ પૂરી થતાં જ પરિણામ અનુસાર કયાંય જઈને અવતરશે. અહા ! અહીં મોટા કરોડપતિ ને અબજોપતિ શેઠિયા હોય તે મરીને કયાંય (કીડા, મકોડા વગેરેમાં) જઈને અવતરે. કેમ! કેમકે જેમ કોઈ મજુરો આખો દિ' મજુરી કરે તેમ આ નિરંતર રાગ-દ્વેષ-મોહની-પાપની મજુરી કર્યા કરે છે. પરદ્રવ્યની ક્રિયા તો કોઈ કરી શકતું નથી, પણ આ આખો દિ' રાગ-દ્વેષ-મોહરૂપ અનેક પ્રકારના વિકલ્પોની મજુરી કર્યા કરે છે. તેઓ મોટા મજુરો છે; ભગવાન આવા જીવોને “વરાકા:” એટલે બિચારા કહે છે. સમજાણું કાંઈ...?
અહા! અંતરમાં સચ્ચિદાનંદ પ્રભુ આત્મા વિરાજે છે તેને ધ્યેય બનાવ્યા વિના, તેનો આશ્રય કર્યા વિના બધું (જાણપણું) ધૂળ-ધાણી છે; કેમકે જ્ઞાન જે પ્રસિદ્ધ છે તેના વડે પ્રસાધ્યમાન તો એક શુદ્ધ આત્મા છે. શું કીધું? જે દશામાં જાણપણું છે તે જાણવાની દશા પ્રસિદ્ધ છે, કેમકે તે પોતાના વેદનથી સિદ્ધ છે. જ્ઞાન સ્વને જાણે છે, પરને પણ જાણે છે; એને એમાં પરની જરૂર-અપેક્ષા નથી. જ્ઞાન અને જાણે ને જાણવારૂપ પ્રવર્તે, વળી જ્ઞાન પરને પણ જાણે, પણ પરને કરે નહિ ને પરમાં ભળે નહિ. અહાહા..! આવું જ્ઞાન પ્રસિદ્ધ છે, અને એ જ્ઞાન વડે પ્રસાધ્યમાનસાધવાયોગ્ય અનંતધર્મોના સમુદાયરૂપ એક અભેદ ભગવાન આત્મા છે. અહાહા...! પ્રસિદ્ધ જાણવાની પર્યાય છે એ વડે, અહીં કહે છે, રાગ કે નિમિત્તને પકડવાં નથી, પણ અંતરંગમાં અનંતધર્મનો ધરનારો ધ્રુવધામ નિજધ્યેયરૂપ પ્રભુ આત્મા છે તે એકને પકડવો છે. જાણવાની દશા જે લક્ષણ છે તેના લક્ષરૂપ લક્ષ્ય એક ધ્રુવ ભગવાન આત્મા છે. બસ, આ સિવાય બાહ્ય નિમિત્તો-દેવ-ગુરુ-શાસ્ત્ર ઇત્યાદિ અન્ય કોઈ એનું લક્ષ્ય નથી. આવી સૂક્ષ્મ અને ગંભીર વાત છે બાપુ! ' અરે! અનાદિથી અજ્ઞાની પ્રાણીઓનું લક્ષ સ્વલક્ષ્યને ચૂકીને બહારમાં–દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ નિમિત્તોમાં અને વ્રત-પૂજા-ભક્તિ આદિ રાગમાં જ-નિરંતર રહ્યું છે, અને એટલે જ તેમને આત્માની પ્રસિદ્ધિ કદી થઈ નથી. ભાઈ રે! જેનું જે લક્ષણ છે તે લક્ષણને તેમાં જ ધારી રાખવું તે વસ્તુ સ્વરૂપ છે. જ્ઞાનની પર્યાયમાં પરનું જાણવું ભલે થાય, પણ એથી કરીને એ (જ્ઞાન) કાંઈ પરનું લક્ષણ થઈ જતું નથી. જ્ઞાનલક્ષણ તો આત્માનું જ છે. એટલે જાણવાની દશામાં પરનું લક્ષ છોડી દઈને જેનું તે લક્ષણ છે તે ચૈતન્યમૂર્તિ આત્માને જ પકડવો છે. માટે હે ભાઈ ! તારી નજર ત્યાં (શુદ્ધ આત્મામાં) કર; તેથી તને સુખ અને શાંતિ પ્રગટશે; બાકી બહારમાં નિમિત્તોમાં ઝાવાં નાખે ( સંસાર સિવાય) કાંઈ મળે એવું નથી. સમજાણું કાંઈ....?
અહાહા...! ભગવાન! તું કોણ છો? અંતરંગમાં આનંદનો ભંડાર સચ્ચિદાનંદમય આત્મા છો ને પ્રભુ! અને એ સદા જ્ઞાનસ્વરૂપ જ છે; રાગરૂપે કે સંસારરૂપે એ કદીય થયો નથી. તારું ઘર જ એ છે, રાગ કે નિમિત્ત એ કોઈ તારું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ ઘર નથી. એ બધાં છે ખરાં, પણ એ તારા સ્વરૂપમાં-ઘરમાં નથી. અહા ! એ બધાને જાણવાકાળે તારું જ્ઞાન વાસ્તવમાં જ્ઞાનને જ જાણે છે, અને તે જ્ઞાન તારું નિજસ્વરૂપ છે, સ્વલક્ષણ છે. અહા ! એ જ્ઞાનલક્ષણને-વર્તમાન જ્ઞાનની દશાને ત્યાં અંદરમાં વાળતાં આનંદનો સાગર જ્ઞાનમૂર્તિ પ્રભુ આત્મા નિર્વિકલ્પપણે (પર્યાયમાં) સિદ્ધ થાય છે-પ્રગટ થાય છે. આને ભગવાન સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન કહે છે. ભાઈ ! ભવરોગ મટાડવાનો આ ઉપાય છે; બાકી તો બધાં થોથાં છે. ગુજરાતમાં દલપતરામ એક કવિ થઈ ગયા. તેમના કાવ્યમાં એક કડી આવે છે કે
પ્રભુતા પ્રભુ તારી તો ખરી, મુજરો મુજ રોગ લે હરી.” ભગવાન, તારી પ્રભુતા તો હું ત્યારે માનુ કે મારો વિરોગ તું દૂર કરે. એ તો કવિ ઈશ્વરને કર્તાપણે સ્વીકારીને વાત કરે છે. અહીં એ વાત નથી. અહીં કહે છે-લક્ષ્ય એવો આત્મા અંદર પોતે જ પ્રભુ છે. અહાહા...! જ્ઞાનલક્ષણ વડે એને અંતર્મુખ થઈ ઓળખતાં એનો ભવરોગ ટળી જાય છે. ભાઈ ! અહીં તો પોતાનો પ્રભુ પોતે જ છે. કયાંય બહારમાં ટૂંઢવાની જરૂર નથી-એમ વાત છે. સમજાણું કાંઈ? નાટક સમયસારમાં આવે છે કેમેરો ધની નહિ દૂર દિસંતર, મોહી મેં હૈ મોહિ સૂઝત ની દ્વારા
અાહા...! આવો અનંત અનંત પ્રભુતાનો ભરેલો ઈશ્વરસ્વરૂપ ભગવાન આત્મા પ્રસાધ્યમાન છે, અને તે પ્રસિદ્ધ થાય છે. જુઓ, શિષ્યનો પ્રશ્ન હતો ને કે-વસ્તુપણે આ૫ (લક્ષ્ય-લક્ષણ) એક કહો છો તો એકમાં લક્ષ્યલક્ષણના બે ભેદ આપે કેમ કહ્યા? તેનો આ ઉત્તર દીધો કે જાણવું... જાણવું એવું જ્ઞાનનું જે પ્રગટપણું તે અંતરમાં વળતાં અનંતગુણનો પિંડ ચિદાનંદ ધ્રુવ પ્રભુ પ્રસિદ્ધ થાય છે. આ સમજાવવા માટે જિજ્ઞાસુ પ્રતિ અને લક્ષ્ય-લક્ષણનો વિભાગ કહ્યો છે; બાકી તો લક્ષણ-જ્ઞાન અને લક્ષ્યઆત્મા એક-અભેદ જ છે; અને બન્નેનું અભેદપણું જ ઈષ્ટ છે. (ભેદ ઇષ્ટ નથી.)
હવે કહે છે માટે જ્ઞાનમાત્રમાં અચલિતપણે સ્થાપેલી દ્રષ્ટિ વડે, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો, ત૬અવિનાભૂત અનંતધર્મસમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે, તે સઘળોય ખરેખર એક આત્મા છે.'
જોયું? અહીં ક્રમરૂપ અને અક્રમરૂપ બધુંય લીધું. ક્રમરૂપ તો સમયે સમયે દમથી પ્રગટ થતી નિર્મળ પર્યાયો છે, ને અક્રમરૂપ દ્રવ્યમાં અન્વયપણે સાથે રહેનારા અનંત ગુણો છે. અહાહા..! એ બધાય જ્ઞાનમાત્ર ભાવમાં અભેદપણે સમાઈ જાય છે. અહીં ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો એમ કહ્યું ત્યાં એ દ્રષ્ટિનો વિષય છે એમ નથી લેવું; અહીં તો અંતરમાં જ્ઞાનમાત્ર એક અભેદ વસ્તુ-આત્મામાં જ્યાં અચલિતપણે દ્રષ્ટિ સ્થાપિત થઈ ત્યાં ક્રમ-અક્રમરૂપ પ્રવર્તતો જ્ઞાનથી અવિનાભાવી સંબંધવાળો અનંત ધર્મસમૂહ એવો આત્મા લક્ષિત થાય છે. આ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. અહીં જ્ઞાનથી અવિનાભાવી સંબંધવાળો-એમ કહ્યું ને! મતલબ કે જ્ઞાન સાથે દ્રવ્યને અવિનાભાવી એકપણાનો સંબંધ છે. જ્યાં પર્યાયમાં જ્ઞાન પ્રગટ થાય છે ત્યાં જ્ઞાનની સાથે આત્મામાં અભેદપણે રહેલા અને જ્ઞાનમાં પ્રતિભાસિત થતા અનંતગુણની નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે. અહીં ક્રમમાં નિર્મળ પર્યાયો લેવી છે, રાગ-વ્યવહાર નહિ, કેમકે રાગ-વ્યવહાર તે આત્મા નથી, તેનો આત્મામાં અભાવ છે. (શક્તિના આ અધિકારમાં વિકારી પર્યાયોને આત્મા ગણી નથી). અહાહા...! લક્ષણભૂત જ્ઞાનની પર્યાય દ્વારા જ્યારે પ્રસાધ્યમાન આત્મા પ્રસિદ્ધ થયો-અનુભવમાં આવ્યો ત્યારે એ ક્રમે પ્રવર્તતી પર્યાયો ને અક્રમે રહેલા ગુણો-એ સહિત આખો આત્મા જ્ઞાનમાં પ્રમેય થાય છે અને આ પ્રમાણજ્ઞાન છે. જ્ઞાનલક્ષણ વડે જ્ઞાનમાત્રને લક્ષમાં લેતાં એકલું જ્ઞાન જુદું લક્ષિત થાય છે એમ નહિ, પણ જ્ઞાન સાથે રહેલા અનંત ધર્મોના સમૂહુરૂપ આખું દ્રવ્ય લક્ષિત થાય છે અને તે આત્મા છે એમ કહે છે. સમજાણું કાંઈ...?
સૂક્ષ્મ વાત છે ભાઈ છેલ્લે આ પરિશિષ્ટ છે ને! કહેલું કહેવું, નહિ કહેલું પણ કહેવું અને થોડામાં બધું કહેવું એનું નામ પરિશિષ્ટ. એમાં આ શિષ્યનો પ્રશ્ન હતો ને?કે લક્ષ્ય-લક્ષણના આપે બે ભેદ કેમ પાડયા? એને કહે છે કેવસ્તપણે બે ભેદ નથી, અર્થાત્ બે વસ્તુ નથી. જ્ઞાનની સાથે દ્રવ્યને એકપણું છે, અવિનાભાવીપણું છે. એટલે કે જ્યાં જ્ઞાન છે ત્યાં (અનંતધર્મમય) આત્મવસ્તુ છે, ને જ્યાં આત્મવસ્તુ છે ત્યાં જ્ઞાન છે; ક્ષેત્રભેદ નથી, કાળભેદ પણ નથી. જ્ઞાન અને આત્મા અર્થાત લક્ષણ અને લક્ષ્ય વસ્તપણે અભેદ-એક છે, એ તો સમજાવવા માટે લક્ષ્ય-લક્ષણનો ભેદ પાડયો છે; બાકી બન્ને એક છે. આત્માને લક્ષમાં લઈને જ્ઞાન તદ્રુપ-અભેદ પરિણમ્યું ત્યારે આત્મા લક્ષ્ય થયો અને જ્ઞાન તેનું લક્ષણ થયું. બાકી લક્ષ્મ-લક્ષણ એક અભેદ છે અને બન્ને એકસાથે જ પ્રસિદ્ધ થાય છે.
તો ભેદ તો નકામો ઠર્યો ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૭ ભાઈ ! જ્યાં સુધી એકલા ભેદ ઉપર જ દ્રષ્ટિ છે ત્યાં સુધી તે નિરર્થક-નકામો જ છે, કેમકે ભેદદ્રષ્ટિમાં તો વિકલ્પની-રાગની જ પ્રસિદ્ધિ થાય છે, આત્માની નહિ. પણ જ્યાં ભેદને ગૌણ કરી, ભેદથી હઠી જ્ઞાન અભેદમાં ઢળે
ત્યાં આત્મપ્રસિદ્ધિ થાય છે, અને ત્યારે ભેદને વ્યવહારથી સાધન કહેવાય છે. આવી વાત છે. ભેદરૂપ વ્યવહાર હોય છે ખરો, પણ તે વ્યવહાર નામ ત્યારે જ પામે છે જ્યારે અભેદની સિદ્ધિ થાય છે, અન્યથા તે નિરર્થક-નકામો જ છે. સમજાણું કાંઈ...?
લ્યો, આ કારણે અહીં આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ છે. અહો ! આવી વાણી સર્વજ્ઞદેવ અને સર્વજ્ઞના કેડાયતી સંતો સિવાય બીજે કયાંય નથી. પ્રશ્ન - જેમાં ક્રમ અને અક્રમે પ્રવર્તતા અનંત ધર્મો છે એવા આત્માને જ્ઞાનમાત્રપણું કઈ રીતે છે?'
જુઓ, શિષ્ય ફરી પૂછે છે કે પ્રભો! ભગવાન આત્માએ અક્રમરૂપ અનંત ગુણો અને ક્રમે પ્રવર્તતી તેની અનંત પર્યાયો ધારી રાખી છે, છતાં એવા આત્માને આપ જ્ઞાનમાત્ર કઈ રીતે કહો છો? પ્રશ્ન સમજાય છે? ભગવાન આચાર્યદેવે આત્મા જ્ઞાનમાત્ર છે એમ જોર આપીને કહ્યું તો શિષ્ય આશંકા કરી પૂછે છે–પ્રભુ! આત્મા એકલો જ્ઞાનમાત્ર તો નથી; એમાં તો અનંતી નિર્મળ પર્યાયો ક્રમસર થાય છે, અને અનંતા ગુણો એકસાથે રહેલા છે; તો પછી આત્માને જ્ઞાનમાત્ર કહેતાં તેમાં અનંતા ગુણ અને ક્રમે પ્રવર્તતી અવંતી નિર્મળ પર્યાયો કેવી રીતે સમાય છે? અહીં આત્મા જ્ઞાતા-દ્રષ્ટા અર્થાત દેખવા-જાણવાપરે છે એમ લેવું છે; એટલે શુભાશુભ વિકારની અહીં વાત લેવી નથી, કેમકે શુભાશુભ ભાવ એ આત્માની ચીજ નથી. સમજાણું કાંઈ....?
“ઉત્તરઃ- પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણત એક જ્ઞપ્તિમાત્ર ભાવરૂપે પોતે જ હોવાથી (અર્થાત પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણમેલી જે એક જાણ નક્રિયા તે જાણનક્રિયામાત્ર ભાવરૂપે પોતે જ હોવાથી) આત્માને જ્ઞાનમાત્રપણું છે. માટે જ તેને જ્ઞાનમાત્ર એક ભાવની અંતઃપાતિની ( જ્ઞાનમાત્ર એક ભાવની અંદર પડનારી અર્થાત જ્ઞાનમાત્ર એક ભાવની અંદર આવી જતી) અનંત શક્તિઓ ઊછળે છે. (આત્માના જેટલા ધર્મો છે તે બધાયને, લક્ષણભેદે ભેદ હોવા છતાં, પ્રદેશભેદ નથી; આત્માના એક પરિણામમાં બધાય ધર્મોનું પરિણમન રહેલું છે. તેથી આત્માના એક જ્ઞાનમાત્ર ભાવની અંદર અનંત શક્તિઓ રહેલી છે. માટે જ્ઞાનમાત્ર ભાવમાં-જ્ઞાનમાત્ર ભાવસ્વરૂપ આત્મામાં-અનંત શક્તિઓ ઊછળે છે.)'
“પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણત.... ,” જુઓ, આમાં શું કીધું? કે દ્રવ્યમાં જે અનંત ગુણો છે તેઓ પરસ્પર ભિન્ન છે. એટલે શું? કે જેમ આત્મા કદી જડરૂપ ન થાય તેમ આત્માનો એક ગુણ બીજા ગુણરૂપે થતો નથી. દ્રવ્યભેદ, કે ક્ષેત્રભેદ છે એમ નહિ, પણ પ્રત્યેક ગુણ ભિન્ન ભિન્ન લક્ષણવાળો છે. જેમકે અસ્તિત્વનું લક્ષણ હોવાપણું છે, જ્ઞાનનું લક્ષણ સ્વ-પરને જાણવાપણું છે, આનંદનું લક્ષણ આલાદ છે, સમ્યકત્વનું લક્ષણ તત્ત્વની નિર્વિકલ્પ પ્રતીતિ છે, ઇત્યાદિ. એમ તો જ્યાં જ્ઞાન છે ત્યાં જ દર્શન છે ને ત્યાં જ આનંદ ઇત્યાદિ અનંતગુણ છે, તથાપિ એક ગુણ બીજા ગુણરૂપે થતો નથી. આ રીતે અનંત ગુણો પરસ્પર ભિન્ન છે. અહાહા...! ગુણ અપેક્ષાએ અનંતતા અને દ્રવ્યપણે એકતા-એમ આમાં અનેકાન્ત સિદ્ધ થાય છે. સમજાય છે કાંઈ....?
વળી જેમ દ્રવ્યના અનંત ગુણો પરસ્પર ભિન્ન છે તેમ ગુણોની એકેક સમયની પર્યાયો પણ પરસ્પર ભિન્ન સ્વતંત્ર છે. અનંત ગુણની પર્યાયો બધી એકસાથે છે પણ તેમાં કોઈ એક ગુણની પર્યાય બીજા ગુણની પર્યાયરૂપ નથી, તેઓને પરસ્પર એકપણું નથી. વળી એક જ ગુણની ક્રમે પ્રગટ થતી પર્યાયોમાં પણ એક સમયની પર્યાય તેના પૂર્વવર્તી સમયની પર્યાયરૂપ થતી નથી, કે ઉત્તરવર્તી સમયની પર્યાયરૂપ પણ થતી નથી. ઓહો...! દરેક ગુણની સમય-સમયવર્તી એમ અનંત સમયની પ્રત્યેક પર્યાય સ્વતંત્ર છે. અહા ! આવા ગુણ-પર્યાયરૂપ ધર્મોનો અભેદ પિંડ પ્રભુ આત્મા છે.
અહાહા...! આત્મામાં જ્ઞાન, દર્શન, આનંદ, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનંત ગુણ અને તેની સમયસમયની અનંત પર્યાયો પરસ્પર ભિન્ન ભિન્ન છે. એટલે શું? કે એક ગુણ બીજા ગુણરૂપ નથી. ભલે એક ગુણમાં બીજા ગુણનું રૂપ હો, પણ એક ગુણ બીજા ગુણરૂપ નથી. તેમ એક ગુણની અવસ્થા-પર્યાય બીજા ગુણના કારણે થાય એમ પણ નથી. આ અંદરની વાત છે. અહાહા..! દરેક ગુણની પ્રત્યેક પર્યાયમાં છકારકરૂપ થઈને પરિણમવાનું પોતાનું સ્વતંત્ર વીર્ય છે. પ્રત્યેક પર્યાય પોતે પોતાના સામર્થ્યથી જ પોતાની રચના કરે છે; આવો જ (પર્યાયધર્મ છે. અહાહા...! પર્યાયનું કારણ પરદ્રવ્ય તો નહિ, સ્વદ્રવ્ય-ગુણ પણ નથી.) પર્યાય પોતે જ પોતાનું કારણ છે. સૂક્ષ્મ વાત છે જરી. એક જ સમયે પોતે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ જ કારણ ને કાર્ય છે. કારણ-કાર્યના ભેદ પાડીએ એ તો ખરેખર વ્યવહાર છે, કહેવામાત્ર છે. અહાહા...! દ્રવ્ય સત, પ્રત્યેક ગુણ સત્ ને પ્રતિ સમય પ્રગટ થતી પર્યાય પણ પોતાના સ્વરૂપથી સત્ છે, (અહીંયા અતભાવરૂપ ભિન્નતાની વાત છે) ઓહો ! આમ મોક્ષમાર્ગની પર્યાય સ્વતંત્ર ને મોક્ષની પર્યાય પણ સ્વતંત્ર છે. આમાં તો એકલો નિરપેક્ષ વીતરાગભાવ જ સિદ્ધ થાય છે. આમ કેમ ? એવા વિકલ્પને અવકાશ જ નથી, એલું જ્ઞાતાપણું સિદ્ધ થાય છે. સમજાણું કાંઈ...? અહહ....! આવો આત્મા અનંત ધર્મોના સમુદાયરૂપ એક ધર્મી છે.
અહાહા..! બટાટાની એક રાઈ જેટલી કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે; ને તે દરેક શરીરમાં અનંતા જીવ છે. તે બધા જીવ-પ્રત્યેક જુદે જુદો સ્વતંત્ર છે. અહાહા..! તે પ્રત્યેક જીવ અનંત શક્તિઓનો એક પિંડ છે. તે શક્તિઓ, અહીં કહે છે, પરસ્પર ભિન્ન છે; અને તે પ્રત્યેક શક્તિની ક્રમે થતી પર્યાયો પરસ્પર ભિન્ન ને સ્વતંત્ર છે; વળી એકેક પર્યાયમાં અનંત અવિભાગપ્રતિચ્છેદ અંશો છે, તેમાંનો એક અંશ બીજા અંશરૂપ નથી. અહો ! આવું અલૌકિક સ્વતંત્રતાને પ્રસિદ્ધ કરનારું વસુદર્શન તે જૈનદર્શન છે; એમાં બધુંય અનેકાન્તસ્વરૂપ છે. “સ્વપણે છે ને પરપણે નથી' એવું દ્રવ્યમાં, ગુણમાં, પર્યાયમાં ને એકેક અવિભાગપ્રતિચ્છેદમાં પણ અનેકાન્ત છે. અહાહા..! આવી અનેકાન્તમય મૂર્તિ પ્રભુ આત્મા છે. “પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મો –એમ કહીને અનેકપણું સિદ્ધ કર્યું ને ‘અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણત એક જ્ઞતિમાત્ર ભાવરૂપે પોતે જ હોવાથી આત્માને જ્ઞાનમાત્રપણું છે.' –એમ કહીને એક જ્ઞાનમાત્ર ભાવમાં અનંતધર્મોને અભેદ કરી સમાવી દીધા. અહો ! આ અલૌકિક વાત છે.
અાહા...! હું જ્ઞાનલક્ષણથી લક્ષિત અનંત ગુણોનો પિંડ એવો એક જ્ઞાનમાત્ર આત્મા છું એમ જ્યાં નિર્વિકલ્પ દ્રષ્ટિ થાય છે ત્યાં જાણ નક્રિયામાત્ર-એક જ્ઞતિક્રિયામાત્ર ભાવ પ્રગટ થાય છે. અહાહા...! એમાં જ્ઞાનની સાથે બીજા બધા જ અનંત ગુણની નિર્મળ પરિણતિ એક સાથે જ ઉત્પન્ન થાય છે, અહાહા..! એ બધાનું પરિણમન એક જ્ઞમિમાત્ર ભાવમાં સાથે જ છે અને તે આત્મા જ છે. સમજાણું કાંઈ....? એક સમયમાં અનંત ગુણની અનંત પર્યાય થવા છતાં એ બધું એક જ્ઞતિમાત્ર ભાવમાં સમાઈ જાય છે. અનંતી પર્યાય શેયપણે હોવા છતાં એ બધુ એક જ્ઞપ્તિમાત્ર ભાવમાં અભેદરૂપ છે, ભિન્ન નથી. અહાહા...! જાણવાની એક પર્યાયમાં બધા જ ગુણો ને પર્યાયોનું જ્ઞાન અભેદપણે સમાઈ જાય છે અને તે રૂપે પોતે જ થતો હોવાથી આત્માને જ્ઞાનમાત્રપણું છે. સમજાણું કાંઈ...?
અહાહા...! અંદર નજર કરતાં જ ન્યાલ કરી દે એવો ચૈતન્યમહાપ્રભુ આત્મા છે. અહાહા..! જેમાં પરસ્પર ભિન્ન અનંતધર્મો છે એવા અભેદ આત્માને લક્ષ કરીને જ્યાં જ્ઞાન પરિણમ્યું, ત્યાં તે જ્ઞતિમાત્ર ભાવની સાથે અનંતગુણનું પરિણમન ભેગું જ પ્રગટ થાય છે. અહાહા...! અનંતધર્મથી એકમેક એવું તે જ્ઞાન રાગથી જુદું છે. અહીં ! આવી જ્ઞતિક્રિયા તે આત્માની નિર્વિકારી ધર્મક્રિયા છે. અહા ! આવી અંતરની વાત ! ભગવાનની વાણી બહુ ગંભીર બાપુ! એના એક-એક શબ્દ અમૃતની ધારા વહે છે. કોઈને થાય કે શું આવો ધર્મ! હા, ભાઈ ! આ ધર્મનું મૂળ રહસ્ય છે. આના વિના બધું જ થોથાં છે, કાંઈ કામનું નથી.
જુઓ, દામનગરમાં એક શેઠ હતા. એમનો ગામ આખામાં ભારે પ્રભાવ. આખા ગામમાં કોઈ એમનું વચન ઉથાપે ઓળંગે નહિ. કોઈની પણ તકરાર હોય તો પોતે વચ્ચે પડે ને સમાધાન થઈ જ જાય. હવે જ્યારે એના મરણનો સમય આવી લાગ્યો તો લોકો બહુ ખબર કાઢવા આવે. ગામના બીજા શેઠિયાઓ પણ એને મળવા-ખબર અંતર પૂછવા-આવે; ત્યારે આંખમાં ચોધાર આંસુ લાવી તે કહે–અરેરે ! આ ગામ આખાની પંચાતમાં પડીને મેં મારું (મારા આત્માનું) કાંઈ જ ન કર્યુંજિંદગી આખી એમ ને એમ ગામની પંચાતમાં જ પૂરી થઈ ગઈ. ભાઈ ! આમ ને આમ (વિષય-કષાયમાં) જિંદગી ચાલી જાય છે. જરા જો તો ખરો વિચાર તો કર કે તું કોણ છો? ને તું શું કરે છો? ભાઈ ! અંતર્મુખ દૃષ્ટિ કર્યા વિના-ભેદજ્ઞાનની દૃષ્ટિ વિના-તારાં જન્મ-મરણનાં દુઃખ નહિ મટે. વાદિરાજ મુનિરાજ કહે છે–ભૂતકાળનાં દુઃખોને હું યાદ કરું છું તો અંદરમાં વજાઘાત સમાન ઘા વાગે છે; એમ કે આવાં અસહ્ય દુ:ખો કેવી રીતે વેઠયાં હશે? ભાઈ ! તારે આવાં તીવ્ર ઘોરાતિઘોર દુઃખોથી બચવું હોય તો એનો અહીં આચાર્ય ભગવાન ઉપાય બતાવે છે; તો સાવધાન થા.
કહે છે માટે જ તેને જ્ઞાનમાત્ર એક ભાવની અંત:પાતિની અનંત શક્તિઓ ઊછળે છે.”
અહાહા..! શું કીધું આ? કે જાણન. જાણન.. જાણન એવું જે જ્ઞાનલક્ષણ એ વડે અંતર્મુખપણે જ્યાં લક્ષ્યને (ચૈતન્યમહાપ્રભુ આત્માને) પકડ્યું ત્યાં સમ્યજ્ઞાનની જે નિર્મળ પરિણતિ પ્રગટ થઈ એમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ અનંત ગુણની પર્યાય અંતઃપાતિની એટલે અંદર સમાઈ જાય છે. અહા ! પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ સ્વદ્રવ્યને પકડીને જ્યાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧-જીવત્વશક્તિ : ૯
જ્ઞાન પ્રગટ થયું તો એમાં સ્વદ્રવ્ય (અનંતગુણનો પિંડ) અને જ્ઞાનક્રિયાનું (જેમાં અનંતગુણની નિર્મળ પર્યાયો સમાઈ જાય છે તે ) નિર્વિકલ્પ પ્રમાણજ્ઞાન એકસાથે પ્રગટ થઈ ગયું. માટે અહીં કહ્યું કે-જ્ઞાનમાત્ર ભાવની અંદર અનંત શક્તિઓ ઊછળે છે.
અહીં ‘અનંત શક્તિઓ ઊછળે છે'–એમ કહીને જ્ઞાન સાથે ભેગું અનંત શક્તિઓનું નિર્મળ પરિણમન આચાર્યદેવે સિદ્ધ કર્યું છે. સૂક્ષ્મ વાત છે ભાઈ ! વસ્તુ-દ્રવ્ય જ અનંતગુણસ્વરૂપ છે; તેથી દ્રવ્યનું (નિર્મળ ) પરિણમન સિદ્ધ થતાં જ બધા ગુણો નિર્મળ પરિણમી જાય છે. અહાહા...! અનંતગુણમંડિત અભેદ એકાકાર દ્રવ્યને લક્ષમાં લઈને જ્યાં સાધક જીવ પરિણમ્યો ત્યાં તે પરિણમનમાં ભેગી અનંતી શક્તિઓ નિર્મળ ઊછળવા લાગે છે. અહાહા...! જ્ઞાનાદિ અનંત શક્તિઓ આત્મામાં અભેદ-તન્મય થઈને પરિણમી તેને જ અહીં ‘જ્ઞાનમાત્ર ભાવ ' કહ્યો છે. સમજાણું sirs...?
આત્માના અનંતગુણમાં લક્ષણભેદ ભલે હો, પણ ક્ષેત્રભેદ નથી, ને પરિણમનનો કાળભેદ પણ નથી. આત્માના અસંખ્ય પ્રદેશમાં એકીસાથે જ અનંત ગુણ વ્યાપીને રહ્યા છે. તેથી આત્માના એક પરિણામમાં બધાય ધર્મોનું પરિણમન સાથે જ રહેલું છે. અહાહા...! આત્માના પરિણમનમાં અનંત ગુણ-શક્તિઓ એકીસાથે જ નિર્મળપણે ઊછળે છે-પરિણમે છે. ગુણોના પરિણમનમાં (સાધકને ) હીનાધિકતારૂપ તારતમ્યતા છે એ વાત અહીં નથી લેવી. શું કીધું? ક્ષાયિક સમ્યક્ત્વનું પરિણમન હોય છતાં ચારિત્રની નિર્મળતા પૂર્ણ ન હોય-એ ગુણભેદ અહીં મુખ્ય નથી. અહીં તો અભેદ દ્રવ્ય પરિણમતાં બધા ગુણ નિર્મળ પરિણમે છે–એમ અભેદની મુખ્યતાથી વાત છે. જુઓ, અહીં પરિણમન શબ્દે નિર્મળ પરિણમનની વાત છે; વિકારના પરિણમનને તો અહીં શક્તિના પરિણમનમાં ગણ્યું નથી, કેમકે વિકાર આત્મા નથી, અહીં તો દ્રવ્ય-ગુણ ને તેની નિર્મણ પરિણતિએ ત્રણને અભેદ કરીને તેને જ આત્મા ગણ્યો છે. વિકારને તો જ્ઞાનલક્ષણના બળે આત્માથી ભિન્ન જ કરી દીધો છે. સમજાય છે કાંઈ... ?
ક્ષાયિક સમતિ થતાં જ સાધકને બધા જ ગુણ એકસાથે પૂરણ ખીલી જાય છે એમ તો નથી, એટલે (કચિત્ ) ગુણભેદ છે, પરંતુ અહીં એ મુખ્ય નથી, ગૌણ છે. અહીં તો વસ્તુપણે બધાય ગુણ અભેદ છે, તેથી દ્રવ્ય અભેદ પરિણમતાં સાથે બધા જ ગુણોનો અંશ એકસાથે ઊઘડી જાય છે. એક ગુણ નિર્મળ પરિણમે અને બીજા ગુણ સર્વથા મલિન રહે, અંશે પણ નિર્મળ ન થાય એમ બનતું નથી. લ્યો, જ્ઞાનમાત્ર ભાવની અંતઃપાતિની અનંત શક્તિઓ ઊછળે છે એનો આ આશય છે, આ અર્થ છે-કે દ્રવ્ય અભેદ પરિણમતાં સર્વ અનંત શક્તિઓ નિર્મળ પરિણમી જાય છે. નિર્મળતામાં હીનાધિકતાના ભેદ પડે એ અહીં મુખ્ય નથી. આવી વાત છે. પણ અરેરે! એણે કદી સ્વસન્મુખતા કરી નથી; જ્યાં પોતાનો ભગવાન-નિર્મળાનંદનો નાથ પ્રભુ-વિરાજે છે ત્યાં નજ૨ કરી નથી! બહારમાં ને બહારમાં એ પોતાને પામર માનીને રોકાઈ ગયો છે.
જુઓ, આ રીતે અહીં ‘જ્ઞાનમાત્ર આત્મા ’ કહીને--પદ્રવ્યથી અને વિકારથી ભેદજ્ઞાન કરાવ્યું. -જ્ઞાનલક્ષણ વડે લક્ષ્ય એવા આત્માની પ્રસિદ્ધિની સિદ્ધિ કરી, અને
–એ જ્ઞાનમાત્ર ભાવમાં અનંતી શક્તિઓ ભેગી જ ઊછળે છે એમ સિદ્ધ કર્યું.
હવે આચાર્યદેવ આત્માની અનંત શક્તિઓમાંથી કેટલીક (૪૭) શક્તિઓનું વર્ણન કરે છે. કેટલીક કેમ કીધી ? કેમકે છદ્મસ્થ જીવ સામાન્યપણે આત્મામાં અનંતશક્તિઓ છે એમ તો જાણે, પણ વિશેષપણે ભિન્ન ભિન્ન અનંતી શક્તિઓને ન જાણી શકે; વળી વાણી દ્વારા અનંતી શક્તિઓનું કથન પણ શકય ન બન્ને; વાણીમાં તો અમુક જ આવે. તેથી અહીં ખાસ પ્રયોજનપૂર્વક ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે.
*
૧: જીવત્વશક્તિ
‘આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્યમાત્ર ભાવનું ધારણ જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપછે એવી જીવત્વશક્તિ (આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્યમાત્રભાવરૂપી ભાવપ્રાણનું ધારણ કરવું જેનું લક્ષણ છે એવી જીવત્વ નામની શક્તિ) જ્ઞાનમાત્ર ભાવમાં-આત્મામાં ઉછળે છે’)
અહાહા...! આત્મા શક્તિઓનો સાગર પ્રભુ એક ચૈતન્યમહાપદાર્થ છે. તેમાં અનંત શક્તિઓ એટલે ગુણો છે. અહાહા...! શક્તિવાન આત્મા એક દ્રવ્ય છે, ને તેમાં અનંત શક્તિઓ છે. શું કીધું? ભગવાન આત્મા એક વસ્તુ છે ને તેમાં સંખ્યાએ અનંત શક્તિઓ છે. કેટલી ? અનંત... અનંત... અનંત !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અહાહા...! આ જગતમાં જીવ અનંત છે, ને ૫૨માણુઓની સંખ્યા એનાથી અનંતગુણી અનંત છે; વળી ત્રણ કાળના સમયોની સંખ્યા એનાથીય અનંતગુણી છે, ને ત્રણ કાળના સમયોની સંખ્યાથી એક આકાશ દ્રવ્યના પ્રદેશ અનંતગુણા અનંત છે. આ લોકાલોકમાં વ્યાસ આકાશ નામનો એક અરૂપી મહાપદાર્થ છે. તેનો દશેય દિશામાં કયાંય અંત નથી. જો આકાશનો અંત હોય તો પછી શું? પછી પણ આકાશ... આકાશ... આકાશ... એમ જ આવે. જુઓ, ચૌદ બ્રહ્માંડમાં આ લોક છે, ને બાકીના ભાગમાં દશે દિશામાં સર્વત્ર અનંત... અનંત વિસ્તરેલો અલોક-આકાશ છે. અહાહા...! આ આકાશ નામના પદાર્થના ત્રણકાળના સમયોથી અનંતગુણા અનંતા પ્રદેશ છે. અને તેના કરતાં અનંતગુણી અધિક એક જીવદ્રવ્યમાં શક્તિઓ છે. ઓહો! આવડો મોટો ભગવાન આત્મા એક ચૈતન્ય મહાપદાર્થ છે. સમજાય છે કાંઈ... ?
હા, તો તે જણાતો કેમ નથી?
અરે ભાઈ ! તે ઇન્દ્રિયગમ્ય પદાર્થ નથી, તે સ્વાનુભવગમ્ય અતીન્દ્રિય મહાપદાર્થ છે. ઉપયોગને અંતર્મુખ કરવાથી જ જણાય એવો સૂક્ષ્મ પદાર્થ છે. કહ્યું છે ને કે
તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ. તેમ, મિથ્યાભાવની ઓથે આતમ રે, આતમ કોઈ દેખે નહિ.
ભાઈ! તારે એ ચૈતન્ય મહાપદાર્થ દેખવો હોય તો ઇન્દ્રિય અને રાગથી પાર અંદર તારી વસ્તુ છે ત્યાં ઉપયોગને લગાવી દે; બાકી બહારમાં ફાંફાં માર્યે એ નહિ જણાય.
ભાઈ! સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વર જગતને દિવ્યધ્વનિ દ્વારા આ વાત કહી છે. અહાહા...! ભગવાનને ઈચ્છા વિના જ ધ્વનિ નીકળે છે. તે ધ્વનિમાં આ આવ્યું છે કે-પ્રભુ! તું એક અનંત શક્તિવંત દ્રવ્ય-વસ્તુ છો. તારામાં જીવત્વ, ચિતિ, દશિ, જ્ઞાન, સુખ, વીર્ય ઇત્યાદિ અનંત શક્તિઓ ભરી છે. અહાહા...! પ્રત્યેક આત્મામાં અનંત શક્તિઓ-ગુણો છે. તે બધા ગુણો અક્રમ એટલે એકસાથે છે, અને તે ગુણોનું જે પરિણમન થાય છે તે ક્રમે થાય છે.
જેમ સાકરમાં સફેદાઈ, ચીકાશ, મીઠાશ એકસાથે છે, તેમ આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંત શક્તિઓ-ગુણો અમે-એકસાથે છે, અને તેની પર્યાયો થાય તે ક્રમવર્તી છે. એક સમયમાં એક ગુણની એક પર્યાય એમ અનંત ગુણની એક સમયમાં અનંત પર્યાયો થાય છે. તે બધી પર્યાયો ક્રમથી સમયે સમયે પ્રગટ થાય છે.
આ સાંકળી આવે છે ને ? સાંકળી જેમ અનેક કડીઓનો સમૂહ છે, તેમ આત્મા અસંખ્ય પ્રદેશોનો સમૂહ છે. પ્રદેશ એટલે શું? કે એક પરમાણુ આકાશની જેટલી જગ્યા રોકે તેને એક પ્રદેશ કહે છે. આત્મામાં આવા અસંખ્ય પ્રદેશો છે, અને તે અસંખ્યપ્રદેશી ક્ષેત્રમાં સર્વત્ર જ્ઞાનાદિ અનંતગુણો વ્યાપીને રહેલા છે. તે અનંત ગુણોને સમયે સમયે પર્યાયો થાય છે. પર્યાયો પલટે છે, ને દ્રવ્ય-ગુણ કૂટસ્થ છે. કેમકે ક્રમથી વર્તે છે માટે પર્યાયો ક્રમવર્તી છે, ને એકસાથે રહેવાવાળા ગુણો અક્રમવર્તી છે. આમ અક્રમવર્તી ગુણો ને ક્રમવર્તી પર્યાયોનો સમૂહ તે આત્મદ્રવ્ય છે. આવી વાત વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરના શાસન સિવાય બીજે કયાંય નથી. ભાઈ! જરા વાતને ન્યાયથી મેળવી જો. આ લૌકિક ન્યાયની વાત નહીં, અહીં તો જ્ઞાનસ્વરૂપ વસ્તુ પોતાની જેવી છે તેવી જાણવા પ્રતિ જ્ઞાનને દોરી જવું તે ન્યાય છે. ભાઈ ! તારી ચીજ અંદર કેવી છે તેને કદી તેં જાણી નથી; તો હવે તેનો નિર્ણય કર.
અરે! આવું મનુષ્યપણું મળ્યું, જૈનકુળમાં જન્મ થયો અને પોતાના ચૈતન્યમહાપદાર્થને ન જાણ્યો તો ભવનો અંત કયારે આવશે ? અરે ભાઈ! પોતાની વસ્તુની મહત્તાની કિંમત કર્યા વિના, ૫૨ ચીજની ને રાગની કિંમતમહિમા કરી કરીને તું અનંતકાળથી ચાર ગતિમાં રઝળી મર્યો છો. તો હવે તો નિજ ચૈતન્યવસ્તુનો નિર્ણય કર; હમણાં નહિ કરે તો કયારે કરીશ ? (એમ કે પછી અવસર નહિ હોય.)
અહા ! જળમાં જેમ તરંગ ઊઠે છે તેમ દ્રવ્યમાંથી પર્યાય વે છે. ‘પ્રવૃત્તિ કૃતિ દ્રવ્યમ્' દ્રવે છે તે દ્રવ્ય છે. અહાહા...! પર્યાય અંદર દ્રવ્યમાંથી દ્રવે છે. હવે આવો વીતરાગ પરમેશ્વરનો માર્ગ લોકોએ દી સાંભળ્યો નથી. ‘ણમો અરિહંતાણં ’ –એમ રોજ જાપ કરે પણ અરિહંત પરમાત્મા કેવી રીતે થયા ને તેમનું કહેલું તત્ત્વ શું ચીજ છે તે જાણવાની દરકારેય ના કરે તેને માર્ગ કયાંથી મળે ? અહા ! તેને અંતરમાં જૈનપણું કયાંથી પ્રગટ થાય? ભાઈ ! જૈન કોઈ સંપ્રદાય નથી. અંતરમાં અનંતગુણનો પિંડ અભેદ એક ચૈતન્યવસ્તુ જેવી છે તેવી અંતરમાં-અંતર્મુખ ઉપયોગમાં– દેખતાં–જાણતાં મિથ્યાભાવનો નાશ થાય છે. ને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે; તેને જૈન કહેવામાં આવે છે. આ સિવાય જૈન કોઈ વસ્તુ નથી. સમજાણું કાંઈ...?
આ શરીર, મન, વાણી, કર્મ એ તો ધૂળ-માટી જડ-અજીવ છે. ને અંદર પુણ્ય-પાપના ભાવ થાય છે તે ય
પરમાર્થે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧-જીવત્વશક્તિ : ૧૧ અચેતન છે, કેમકે તે ભાવ ચૈતન્યની જાતિના નથી. અાહા..! અંતરંગમાં ચૈતન્ય મહાપદાર્થ જે છે તે તો પુણ્યપાપથી રહિત અનંત શક્તિઓનું સંગ્રહાલય-ગોદામ છે. અહા ! એ અનંત શક્તિઓમાં પ્રથમ અહીં જીવના જીવનરૂપ જીવત્વશક્તિથી પ્રારંભ કરે છે.
શું કહે છે? કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય–તે રૂપ જે શક્તિરૂપ ભાવપ્રાણ તેનું ધારણ કરવું જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે તે જીવત્વશક્તિ છે. જીવના જીવનરૂપ જીવત્વશક્તિ છે. આ જીવ જીવે છે કે નહિ? જીવે છે ને ! અનાદિઅનંત જીવ જીવે છે. અહા ! જેનાથી જીવ અનાદિઅનંત જીવ છે તે જીવત્વશક્તિ છે. ‘નીવો ચરિત્તવંસTM[હિરો' –એમ સમયસાર ગાથા-રમાં કહ્યું ને? એમાંથી આ જીવત્વશક્તિ આચાર્યદવે કાઢી છે. જુઓ, પહેલાં આચાર્યદેવે અનંત ગુણોથી અભેદ એક જ્ઞાનમાત્ર આત્માનું લક્ષ કરાવ્યું, ને હવે તે અભેદ આત્માના લક્ષપૂર્વક આ શક્તિઓની ઓળખાણ કરાવે છે.
અરે ભાઈ ! તારા ઘરમાં શું શું ભર્યું છે તેની તને ખબર નથી. તારા વૈભવની તને ખબર નથી. તારા ઘરમાં તો અનંતશક્તિઓના વૈભવથી ભરેલો ભંડાર ભર્યો છે. તેમાં એક જીવત્વ શક્તિ છે. કેવી છે તે શક્તિ ? તો કહે છેઆત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્યમાત્ર ભાવનું ધારણ જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવી જીવત્વશક્તિ છે. અહીં ચૈતન્યમાત્ર ભાવને આત્મદ્રવ્યનું કારણ કહ્યું; કેમ કહ્યું? કેમકે ચૈતન્યભાવ વડે આત્માની સિદ્ધિ થાય છે. જો ચૈતન્યમાત્ર ભાવ ન હોય તો જીવ જ સિદ્ધ ન થાય, ચૈતન્યભાવ વિના આત્મદ્રવ્ય જ ન હોઈ શકે. માટે ચૈતન્યમાત્ર ભાવને આત્મદ્રવ્યનું કારણ કહ્યું છે. અહા ! આવા ચૈતન્યમાત્ર ભાવરૂપ ભાવપ્રાણને ધારણ કરી રાખવા તે જીવત્વશક્તિનું સ્વરૂપ છે. અહા ! આવી જીવત્વ શક્તિ જાણી, અનંત શક્તિનો ધરનારો શક્તિવાન જે એક જ્ઞાનમાત્ર આત્મા છે તેના ઉપર દૃષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન થાય છે, સમ્યજ્ઞાન થાય છે, ને જીવત્ર સહિત અનંતી શક્તિઓના ક્રમવર્તી નિર્મળ પરિણમનની દશા પ્રગટ થાય છે. આવી વાત! સમજાણું કાંઈ...?
પ્રશ્ન:- તો શક્તિનું લક્ષ કરે તો સમ્યગ્દર્શન થાય કે નહિ?
ઉત્તર:- ન થાય; કેમકે શક્તિ તો એક ગુણ છે. જેને ગુણભેદની દૃષ્ટિ છે તેને તો વિકલ્પ-રાગ જ થાય છે. ગુણભેદ કે ગુણ-ગુણીભેદમાં જે અટકે છે તેને સમ્યગ્દર્શન થતું નથી, કેમકે તે રાગમાં વિકલ્પમાં જ અટકયો છે. ' અરે ભાઈ ! તને તારા શાશ્વત શુદ્ધ ચૈતન્યપ્રાણમય ત્રિકાળી જીવનની ખબર ન મળે તો તું સાચું જીવન કેવી રીતે જીવીશ! આહાર-પાણી કે શરીરાદિ જડ પ્રાણોથી તું જીવવાનું માન પણ તે કાંઈ સાચું જીવન નથી. અહા! શરીર પોતે જ જડ મૃતક-કલેવર છે તો તે વડ તું કેમ જીવે? ભાઈ ! પોતાના શુદ્ધ ચૈતન્યપ્રાણો વડ જ તું ત્રિકાળ જીવે, અને શુદ્ધચૈતન્યમાત્રવસ્તુના આશ્રયે સિદ્ધપદને સાધીને સાદિ-અનંત પૂરણ આનંદમય જીવન જીવે એ જ જીવનું સાચું જીવન છે. અહાહા...! જો ને, આ સિદ્ધ ભગવંતો શરીરાદિ વિના જ પોતાના ચૈતન્યપ્રાણથી પરમ સુખમય જીવન જીવી રહ્યા છે. ભાઈ ! તારે સાચું જીવન જીવવું હોય તો, આ જીવત્વશક્તિ જેમાં ઊછળી રહી છે એવા તારા જ્ઞાનમાત્ર આત્મામાં દષ્ટિ કરી અને ત્યાં જ લીન થા. સ્તુતિમાં આવે છે ને કે
તારું જીવન ખરું તારું જીવન...
જીવી જાણ્યું નેમનાથે જીવન.. અહાહા...! ભગવાન કેવળી જે પૂરણ આનંદમય, પૂરણ વીતરાગતામય જીવન જીવે છે તે ખરું-સારું જીવન છે. બાકી અજ્ઞાનમય-રાગાદિમય જીવન જીવે તેને જીવનું જીવન કોણ કહે ? એ તો બાપુ! ભયંકર ભાવમરણ છે. શ્રીમદ્રમાં આવે છે ને કે
ક્ષણક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો ! રાચી રહો?” બાપુ દેલ્થી ને રાગથી જીવન માને તેને તો સારું જીવન જીવતાં જ નથી આવડતું. તેને તો નિરંતર ભાવમરણ જ થયા કરે છે. સમજાણું કાંઈ....?
તો જીવને દશ પ્રાણ કહ્યા છે ને?
હા, સંસારી જીવને દશ પ્રાણ કહ્યા છે. તેમાં પાંચ ઇન્દ્રિય, મન-વચન-કાયા, આયુષ્ય અને શ્વાસોચ્છવાસએવા જે દશ દ્રવ્યપ્રાણ છે તે જડની દશા છે, જડરૂપ છે. જીવના સ્વરૂપમાં તેનો સર્વથા અભાવ છે. તેને જીવના પ્રાણ કહીએ તે અસદ્ભુત વ્યવહાર છે. તથા ક્ષયોપશમરૂપ ભાવેન્દ્રિયો, મન-વચન-કાયાના નિમિત્તે કંપન દશા, દેહમાં રહેવાની યોગ્યતા રૂપ આયુષ્ય અને શ્વાસોચ્છવાસ થવાની પર્યાયની યોગ્યતા-એમ જે દશ અશુદ્ધ ભાવપ્રાણ સંસારીઓને હોય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ છે તે અશુદ્ધ નિશ્ચયનયથી છે. શુદ્ધ નિશ્ચયનયથી તે કાંઈ જીવના વાસ્તવિક પરમાર્થ જીવનરૂપ નથી; કેમકે તે અશુદ્ધ ભાવપ્રાણ શુદ્ધ ચૈતન્યના સ્વરૂપભૂત નથી. જુઓ, એના (અશુદ્ધ ભાવપ્રાણ ) વિના જ સિદ્ધ ભગવંતો સાદિ-અનંત પરમ સુખમય પારમાર્થિક જીવન જીવે છે. સિદ્ધોને સર્વથા દશપ્રાણરૂપ જીવત્વ નથી. દ્રવ્ય-ગુણમાં તો પહેલેથી જ (સંસાર દશાથી જ ) દશપ્રાણ ન હતા, હવે (સિદ્ધદશામાં) પર્યાયમાં પણ તેનો અભાવ થયો છે. સમજાણું કાંઈ...? દશ પ્રકારના વ્યવહાર પ્રાણોથી જીવ જીવે છે–એમ કહેવું તે ઉપચારનું કથન છે. અહીં એ વાત નથી. અહીં તો જીવ સદાય પોતાના ચૈતન્યભાવપ્રાણથી જ જીવે છે એવી તેની જીવત્વશક્તિ છે–એમ વાત છે. અહા ! આવા ચૈતન્યમાત્ર ભાવરૂપ આત્માને જે લક્ષમાં લે તેને અનંતગુણ એકસાથે જ નિર્મળ પરિણમી જાય છે, તેને શુદ્ધ જીવત્વની ક્રમવર્તી દશા પ્રગટ થાય છે, અર્થાત્ સાચા પવિત્ર જીવનનો ક્રમ તેને શરૂ થાય છે. આવી વાત છે.
જ્ઞાનપ્રાણ, દર્શનપ્રાણ, આનંદપ્રાણ, વીર્યપ્રાણ-એમ આ શક્તિરૂપ ચૈતન્યભાવપ્રાણ છે. અહા ! આ ચૈતન્યભાવપ્રાણ વડે જીવ ત્રિકાળ જીવે છે. આત્મદ્રવ્ય છે તેના જીવનને કારણભૂત આ ચૈતન્યભાવપ્રાણ છે. અહા ! આવા ચૈતન્યભાવપ્રાણને ધારી રાખવા તે જીવત્વશક્તિનું સ્વરૂપ છે. પરંતુ દેહને, ઇન્દ્રિયને, આયુને કે રાગને ધારી રાખવા તે જીવત્વશક્તિનું સ્વરૂપ નથી. અરે, આત્માની અનંત શક્તિઓમાં, આ દેહાદિ જડ પ્રાણોને ધારણ કરે એવી કોઈ શક્તિ નથી. તેથી જડપ્રાણોથી હું જીવું છું એમ માને એ તો મિથ્યા છે. એવું જીવન પણ મિથ્યા છે. દેહાદિ જડના લક્ષે પરિણમે એ જીવન મિથ્યા છે, દુર્દશામય છે.
અરે ! આવી વાત એણે કદી સાંભળી નથી. પણ અરેરે ! આ જિંદગી ચાલી જાય છે ભાઈ ! આ દેહ તો ફૂ થઈ છૂટી જશે, અને ૮૪ના અવતારમાં જીવ કયાંય ચાલ્યો જશે. ભાઈ ! તારી દયા કરનાર ત્યાં કોઈ નહિ હોય. અને જગતમાં તારી ચૈતન્યવહુ સિવાય તને કોણ શરણ છે? માટે જ્ઞાનમાત્ર આત્મા ચૈતન્ય-પરમેશ્વર તું પોતે જ પોતાનું શરણ છો એમ જાણી તેમાં એકાગ્ર થા, ને ત્યાં જ લીન થા; તને જીવનું સાચું આનંદનું જીવન પ્રાપ્ત થશે.
અહા ! ત્રણલોકના નાથ ભગવાન જિનેશ્વરદેવ આત્માનું સ્વરૂપ એવું ફરમાવે છે કે આત્મામાં અનંત શક્તિઓ–ગુણો છે. તે એક શક્તિ બીજી શક્તિરૂપે થતી નથી, પરંતુ દરેક શક્તિનું રૂપ બીજી અનંત શક્તિઓમાં હોય છે. જેમકે –આત્મામાં સત્તા-અતિ એક ગુણ છે. તે અતિ ગુણ બીજા અનંત ગુણમાં જતો નથી, પણ અસ્તિ ગુણનું રૂપ બીજા અનંત ગુણમાં હોય છે. જ્ઞાન છે, દર્શન છે, વીર્ય છે-એમ અનંત ગુણનું છે-પણું છે તે અસ્તિત્વગુણનું રૂપ છે; અસ્તિત્વગુણ નહિ, પણ અસ્તિત્વગુણનું રૂપ બીજા અનંતગુણમાં છે. આમ દરેક શક્તિમાં બીજી અનંત શક્તિઓ નથી, પરંતુ તેમનું રૂપ હોય છે. એવી રીતે જીવત્વ શક્તિનું રૂપ બીજી અનંત શક્તિઓમાં હોય છે જે વડ અનંત શક્તિઓ જીવંત છે જીવંત જ્ઞાન જીવંત દર્શન, જીવંત વીર્ય-અહાહા...! એવી અનંત શક્તિ જેનું જીવન છે એવો ભગવાન આત્મા છે. ભાઈ ! તને ખબર નથી પણ અંતરંગમાં તું દષ્ટિ-નજર કરે તો તું ન્યાલ થઈ જાય એવી અનંત ચૈતન્યસંપદાથી ભરેલી તારી ચીજ છે. અહીં જીવત્વશક્તિ કહીને આચાર્ય ભગવાન તારું વાસ્તવિક જીવન બતાવે છે. અમને તો સંવત ૧૯૭૮માં આ સયમસાર હાથ આવ્યું ત્યારે સહજ એવા ઉદ્ગાર નીકળેલા કે-અહો! અશરીરી (સિદ્ધ) થવા માટેનું આ શાસ્ત્ર-પરમાગમ છે.
ભાઈ! આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, બૈરાં-છોકરાં ને પૈસા-એ બધું તો ધૂળધાણી છે, મસાણના ભભકા છે. જેમ મસાણમાં હાડકાં પડેલા હોય છે તેમાં ફોસ્ફરસને લઈને ચમક-ચમક થયા કરે; તેમ આ જગતમાં આત્મા સિવાય બહાર જે ભભકા દેખાય છે તે ફોસ્ફરસની ચમક જેવા છે. લાખોના બંગલા હોય, કરોડોની સંપત્તિ હોય-એ બધું જડ માટી-ધૂળ છે; તેની મૂઢ અજ્ઞાની જીવો કિંમત-મહિમા કરે છે. અહા ! અંદર અનંત અનંત ચૈતન્યલક્ષ્મીનો ભંડાર પ્રભુ પોતે છે તેનો મહિમા અને પ્રતીતિ જેને આવતાં નથી તે બધા જીવો દુઃખી છે. બહારમાં પૈસાવાળા હોય તો ય દુ:ખી છે. એ પૈસાવાળાઓને લોકો ભલે શેઠ કહે, પણ તેઓ બધા હેઠ છે. અજ્ઞાનીઓને ધૂળની–પૈસાની કિંમત છે તેથી તેઓ પૈસાવાળાને શેઠ કહે છે, પણ ખરેખર તેઓ શેઠ નથી. (હઠ છે). અંદર ચૈતન્યલક્ષ્મીસ્વરૂપ પોતે છે તેનાં પ્રતીતિ ને અનુભવ કરે તે વાસ્તવમાં શેઠ-શ્રેષ્ઠ છે; લોકમાં તેનું જીવન શ્રેષ્ઠ છે.
ભાઈ ! આ તારા ઘરની વાત એક વાર સાંભળ તો ખરો. અરે પ્રભુ! અનંત ચૈતન્યસંપદાથી ભરેલી તારી ચીજતેને કદી નજરમાં લીધી નહિ, અને ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયોને જ લક્ષમાં લીધા! તને શું થયું પ્રભુ! ભગવાનની ઓધ્વનિમાં તો આ આવ્યું કે-દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો-એ બધાનું લક્ષ છોડી, જ્ઞાનસ્વભાવ વડ જે અધિક ભિન્ન છે એવા ભગવાન આત્માનો અનુભવ કરી જેણે ઇન્દ્રિયોને જીતી છે તેનું નામ સમ્યગ્દષ્ટિ છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧-જીવત્વશક્તિ : ૧૩ અને તે શ્રેષ્ઠ છે. અહીં પણ આ કહે છે કે-જ્ઞાન, દર્શન, આનંદ, ને વીર્ય તે જીવના ચૈતન્યભાવપ્રાણ છે અહા ! અંતર્દષ્ટિ કરી આવા શુદ્ધ ભાવપ્રાણથી જીવવું તેનું નામ જીવન છે અને તે શ્રેષ્ઠ છે. ચૈતન્યભાવપ્રાણથી જે જીવે છે, જીવતો હતો અને જીવશે તેને ભગવાને જીવ કહ્યો છે. માટે બહિર્લક્ષ મટાડી અંતર્મુખ થા, ને યથાર્થ જીવન પ્રગટ કર.
દશપ્રાણરૂપ જીવત્વ છે તે અશુદ્ધ છે. જડપ્રાણોથી જીવ જીવે છે એ તો વાત નહિ, પણ પાંચ ઇન્દ્રિયો (ભાવેન્દ્રિયો) ને મન, વચન, કાયા, આયુ ને શ્વાસોચ્છવાસ (અંદર જીવની યોગ્યતારૂપ) –એવા દશપ્રાણરૂપ જે અશુદ્ધ જીવત્વ તેનાથી જીવ જીવે છે–એ વાત પણ અહીં નથી લેવી. અહીં તો શક્તિઓના આ અધિકારમાં શુદ્ધ જીવત્વની વાત છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યભાવપ્રાણને ધારણ કરી રાખે છે એવી જીવત્વશક્તિ પ્રત્યેક આત્મામાં ત્રિકાળ છે અને સાધકને-ધર્મી પુરુષને અંતરમાં અભેદ એક જ્ઞાનમાત્રભાવનું જ પરિણમન થયું તેમાં ભેગી જીવત્વશક્તિ પણ નિર્મળ ઉછળે છે. અહા ! જેમાં શક્તિનું આવું શુદ્ધ જીવતરૂપ પરિણમન થાય છે એવું જ્ઞાનાનંદમય અનાકુળ શાંતિમય અને પ્રભુતામય જીવન સમકિતી જીવ જીવે તે જ વાસ્તવિક જીવન છે.
અહાહા...! જીવની જીવત્વશક્તિ એની અનંત શક્તિમાં વ્યાપક છે. શક્તિ કહો, ગુણ કહો, સ્વભાવ કહો કે ભાવ કહો; તે એક ભાવ સર્વ ભાવોમાં વ્યાપક છે! શું કીધું? એક ભાવ અનંતમાં વ્યાપક છે. અહાહા..! જીવત્વશક્તિ દ્રવ્ય વ્યાપક છે, ગુણમાં વ્યાપક છે ને શક્તિમાન ત્રિકાળી ધ્રુવ દ્રવ્યની દૃષ્ટિ થતાં પર્યાયમાં પણ વ્યાપક થાય છે. અરે ! અનાદિથી અજ્ઞાની જીવને નિજ શક્તિનું ભાન નહિ હોવાથી એની પર્યાયમાં શક્તિ વ્યાપતી ન હતી, વિકાર વ્યાપતો હતો; તેને શક્તિનું ફળ–કાર્ય નહોતું; પણ જ્યાં શક્તિનો મહિમાં લાવી શક્તિમાન દ્રવ્યમાં દષ્ટિ દીધી ત્યાં પર્યાયમાં નિર્મળ જીવત્વ પ્રગટ થયું; એવું નિર્મળ જ્ઞાનાનંદમય જીવન પ્રગટયું કે હું દ્રવ્ય પ્રાણોથી ને અશુદ્ધ ભાવપ્રાણોથી જીવું છું એવી દષ્ટિ તત્કાલ છૂટી ગઈ; વ્યવહાર પ્રાણોનો આશ્રય છૂટી ગયો. આવી વાત ! સમજાણું કાંઈ..!
અહાહા...! કેવળી પરમાત્મા એમ કહે છે કે-ભાઈ ! તારી ચીજમાં એક જીવન નામની શક્તિ છે. અહાહા...! તે તારું નિજ સત્ત્વ છે. હવે ત્યાં શક્તિ અને શક્તિવાનના ભેદનું લક્ષ છોડી અભેદ એક જ્ઞાનમાત્ર ભાવનું અંતરલક્ષ કરતાં તારી જીવન શક્તિ તત્કાલ પ્રગટ થાય છે. અહાહા...! તે દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણેમાં વ્યાપે છે. અહાહા....! દ્રવ્યમાં જીવત્વ, ગુણોમાં જીવત અને પર્યાયમાં જીવત્વ પ્રગટ થાય છે; અર્થાત્ તારી જીવનશક્તિ ક્રમ નિર્મળ-નિર્મળ પરિણમે છે. જો,
-આ શરીરાદિ તારા આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાય એકેયમાં વ્યાપતા નથી, -આ પુણ્ય-પાપ આદિ વિકાર આત્માના દ્રવ્ય-ગુણમાં વ્યાપતા નથી, એક સમયની પર્યાયમાં તેઓ વ્યાપે છે,
તથાપિ સર્વ પર્યાયોમાં તેઓ વ્યાપતા નથી. જ્યારે-દ્રષ્ટિવંતને આ જીવત્વ શક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે.
અહાહા...! તેથી પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેયમાં વ્યાપક એવી જીવત્વશક્તિથી ભગવાન ! તું જીવે તે યથાર્થ જીવન છે, ઉજ્વળ સુખમય જીવન છે. લ્યો, આ રીતે ક્રમવર્તી પર્યાયો ને એક્રમવર્તી ગુણોનો પિંડ તે હું આત્મા છું એમ (પ્રમાણ ) સિદ્ધ થાય છે. આ અનેકાન્ત છે. અહો ! વીતરાગ સિવાય આવી ચીજ વેદાંતાદિ બીજે કયાંય નથી, શ્વેતાંબરમાંય નથી; અમે તો શ્વેતાંબરના કરોડો શ્લોક જોયાછે.
અહાહા..! અહીં કહે છે–ચૈતન્યમાત્ર ભાવપ્રાણનું ધારણ કરવું જેનું સ્વરૂપ છે એવી જીવત નામની શક્તિ જ્ઞાનમાત્ર ભાવમાં એટલે અંદર આત્મામાં ઊછળે છે. એક જ્ઞાનમાત્ર ભાવ કીધો એમાં અંદર અંતર્લીન સર્વ અનંતી શક્તિઓ ઊછળે છે એમ વાત છે. અહાહા...! હું જ્ઞાનમાત્ર આત્મા છું એવો જ્યાં અંતર્લક્ષ અનુભવ થયો-અહાહા...! સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન જ્યાં પ્રગટ થયું ત્યાં સાથે આનંદ, સુખ, વીર્ય, પ્રભુતા, જીવત્વ આદિ અનંત ગુણની ક્રમવર્તી નિર્મળ પર્યાયો ઊછળે છે. આવી સૂક્ષ્મ વાત સમજાય એટલી સમજો પ્રભુ ! આ તો
સહેજે સમુદ્ર ઉલસિયો, ને માંહી મોતી તણાતાં જાય;
ભાગ્યવાન કર વાવરે, એની મોતીએ મુઠીઓ ભરાય. અહાહા...! ભગવાન કહે છે–અતંદષ્ટિ કરતાં જ તારો ચૈતન્ય-દરિયો અનંત ગુણરત્નોથી પર્યાયમાં ઊછળ્યો છે–પ્રગટ થયો છે. માટે અહીં જ્ઞાનમાત્ર કીધો એમાં એકાન્ત ન સમજવું. વાસ્તવમાં જ્ઞાનમાત્ર આત્માની દૃષ્ટિ થતાં જ્ઞાન સાથે અનંત ગુણની કમવર્તી નિર્મળ-શુદ્ધ પર્યાયો ઉછળે છે. જુઓ, અહીં આ શક્તિના અધિકારમાં સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
આદિ નિર્મળ પર્યાયોને જ ક્રમવર્તી લીધી છે. રાગાદિ અશુદ્ધ પર્યાયો ઉત્પન્ન થાય તેને અહીં ક્રમવર્તી પર્યાયોમાં લીધી નથી. (કેમકે શક્તિના અધિકારમાં વિકારી પર્યાયોને ૫૨ ગણી છે. )
અહાહા...! આ જ્ઞાનમાત્ર આત્મા કીધો એમાં દષ્ટિ પૂરણ દ્રવ્ય જે એક જ્ઞાયકરૂપ છે તેના ઉપર જાય છે; અને ત્યારે પર્યાયમાં નિરાકુલ આનંદ અને શુદ્ધ-પવિત્ર જીવન પ્રગટ થાય છે. આનું નામ ધર્મ અને આનું નામ જીવન છે. બાકી વર્તમાન પર્યાય નિજ દ્રવ્યને-એક જ્ઞાનમાત્ર આત્માને છોડીને પ૨ને-વિકારને દેખે એ તો વિપરીત દૃષ્ટિ છે. અન્યમતના ભજનમાં આવે છે ને કે–
‘નંદલાલ નહિ રે આવું રે ઘરકામ છે.'
આ તો શ્રી કૃષ્ણને જે સખી હતી તે કહે છે કે-તારી પાસે નહિ આવું, કેમકે ઘરે કામ છે. તેમ અનાદિથી અજ્ઞાની જીવ હઠથી નિજ આત્મા પ્રતિ એવો જ ભાવ રાખે છે કે
‘નંદલાલ નહિ રે આવું રે ૫૨–કામ છે.'
અહા! અજ્ઞાની જીવને અનાદિથી એવી મિથ્યા માન્યતા છે કે તેની પર્યાય સ્વઘરમાં ન જતાં પરના કામમાં જ ગૂંચાયેલી રહે છે; ૫૨કામનું એ બહાનું કાઢી સ્વઘરમાં જતી નથી. પરંતુ ભાઈ ! એ મહાવિપરીતતા છે. એનું ફળ બહુ આકરું છે બાપુ ! પોતાને જાણે-દેખે તે જ સાચું જ્ઞાન છે અને તે જ સાચું જીવન છે.
જુઓ, આ શક્તિઓનો અધિકાર છે. આ શક્તિઓનું વિશેષ વર્ણન શ્રી દીપચંદજીકૃત અધ્યાત્મ પંચસંગ્રહ ગ્રંથના ‘જ્ઞાનદર્પણ ' વિભાગમાં બહુ સુંદર આવે છે. વળી આ જીવત્વશક્તિનું વર્ણન પં. શ્રી દીપચંદજીએ ચિદ્વિલાસમાં પણ બહુ સુંદર કરેલું છે. પં. શ્રી દીપચંદજી સમકિતી આત્મજ્ઞાની પુરુષ હતા. તેઓ એક સ્થાન ૫૨ કહે છે -બધા આત્મા સાધર્મી છે. ભગવાનને સંબોધીને કહે છે-ભગવાન! હું તમારો સાધર્મી છું. (અમારી) પર્યાયમાં જરી ભૂલ છે તેને એક બાજુએ રાખીએ તો, અહાહા...! જેમ આપ દ્રવ્યસ્વરૂપથી પરિપૂર્ણ જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન છો તેમ હું પણ દ્રવ્યરૂપથી પરિપૂર્ણ જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન છું. અહાહા...! તેથી આપ મારા સાધર્મી છો. અરે! શુદ્ધ જીવત્વશક્તિ અપેક્ષા બધા આત્માઓ મારા સાધર્મી છે. તેઓ એક ઠેકાણે કહે છે-આ જીવત્વ શક્તિ જીવને લોકમાં મહા સુખદાયી છે. અહા! જેની પર્યાયમાં આ જીવત્વ શક્તિ વ્યાપી-પ્રગટ થઈ તેના સુખનું શું કહેવું? લોકમાં તે અપાર સુખી છે, ને તે પરમ સુખને પ્રાપ્ત થશે.
આ તો અધ્યાત્મની અલૌકિક વાતું બાપુ! આ કોઈ લૌકિક કથા-વાર્તા નથી. અહાહા..! અતીન્દ્રિય આનંદમાં ઝૂલતા પવિત્ર જીવનના ધારક વીતરાગી દિગંબર સંતોને અંતરમાં (અકારણ ) કરુણાનો વિકલ્પ ઉઠયો, અને આ શાસ્ત્ર રચાઈ ગયાં છે. અહા! તેઓ તો જે વિકલ્પ ઉઠયો તેનાય સ્વામી નથી. અહાહા...! તેઓ અહીં શાસ્ત્રમાં કહે છે–ભગવાન! તું જ્ઞાન, આનંદ, ઇત્યાદિ અનંત ગુણ લક્ષ્મીનો ધરનાર જ્ઞાનમાત્ર વસ્તુ આત્મા છો. અને આ ચૈતન્યમાત્ર પ્રાણને ધરનારી જીવનશક્તિ પણ તારી અંતરંગ લક્ષ્મી છે. અહાહા...! આવી જીવનશક્તિ, એક જ્ઞાનમાત્રવસ્તુના આશ્રયમાં જતાં, પર્યાયમાં પ્રગટ થાય છે અને ત્યારે પર્યાયમાં અતીન્દ્રિય આનંદની ભરતી ઊછળે છે. આ રીતે જીવનશક્તિમાં ધ્રુવ ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન બન્ને આવી જાય છે. ત્રિકાળી જીવનશક્તિ તે ધ્રુવ ઉપાદાન છે, અને પર્યાયમાં દર્શન, જ્ઞાન, ચારિત્રનું નિર્મળ પરિણમન થયું તે ક્ષણિક ઉપાદાન છે. અહાહા...! દ્રવ્યની દષ્ટિ થતાં જીવનશક્તિનું નિર્મળ પરિણમન થયું ત્યારે પર્યાયમાં નિર્મળ જ્ઞાન, નિર્મળ આનંદ, નિર્મળ પ્રભુતા, નિર્મળ સ્વચ્છતા ઇત્યાદિ અનંતગુણની નિર્મળ દશા પ્રગટ થાય છે. આનું નામ ધર્મ અને આનું નામ મોક્ષમાર્ગ છે; અને આ ક્ષણિક ઉપાદાન છે. અહા! આ ભાવમાં (ક્ષણિક ઉપાદાનમાં) વ્યવહારનો અભાવ (નાસ્તિ ) છે. આ અનેકાન્ત છે. વ્યવહારનો સર્વથા અભાવ છે એમ નહિ, વ્યવહારમાં વ્યવહાર ભલે હો, પણ શક્તિના પરિણમનમાં વ્યવહાર નામ અશુદ્ધતા-રાગ સમાતો નથી, અભાવરૂપ છે, કેમકે શક્તિ શુદ્ધ અને તેનું પરિણમન પણ શુદ્ધ છે. અશુદ્ધતા એ કાંઈ શક્તિનું કાર્ય નથી; અશુદ્ધતા તો ૫૨ના ને પર્યાયના લક્ષે થાય છે, પરંતુ ધર્મીને ૫૨ની ને પર્યાયની દષ્ટિ જ છૂટી ગઈ છે. સમજાણું કાંઈ ?
જુઓ, દ્રવ્યમાં અનંત શક્તિઓ છે. ત્યાં એક શક્તિનું ક્ષેત્ર ભિન્ન અને બીજી શક્તિનું ક્ષેત્ર ભિન્ન-એમ નથી, પરંતુ એક જીવનશક્તિ બીજી અનંત શક્તિમાં વ્યાપક છે. એક એક શક્તિ બીજી અનંતમાં વ્યાપક છે. વળી એક એક શક્તિ બીજી અનંતને નિમિત્ત છે, એટલે એક ગુણ કારણ (નિમિત્ત) અને બીજો ગુણ કાર્ય એમ કહેવામાં આવે છે, આ વ્યવહાર છે; નિશ્ચયથી તો ગુણ પોતે જ કારણ છે, ને પોતે જ કાર્ય છે. નિમિત્ત એટલે શું? કે એક ગુણના પરિણમન કાળે બીજો ગુણ અનુકૂળપણે છે, બન્નેનો સમકાળ ને સમવ્યાતિ છે બસ; કોઈ કોઈનું પરિણમન કરી દે છે એમ નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧-જીવત્વશક્તિ : ૧૫ ગુણના કાર્યનું ઉપાદાન તો ગુણ પોતે જ છે. હવે આવો વીતરાગનો મારગ સૂક્ષ્મ છે. એને સમજ્યા વિના લોકો તો વ્રત કરો, ને તપ કરો, ને ભક્તિ કરો-એમ એકલા ક્રિયાકાંડમાં ચઢી ગયા છે. પણ એ તો બધી રાગની ક્રિયા છે બાપુ! એ કાંઈ ધર્મ નથી, પણ ધર્મથી વિરુદ્ધ ભાવ છે.
ભાઈ ! પ્રત્યેક શક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. તેથી તો પ્રત્યેક શક્તિમાં ધ્રુવ ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન છે. આ તો દરિયો છે, આત્માની જીવત્વ શક્તિ છે તે ત્રિકાળી ધ્રુવ ઉપાદાન છે, અને એનું પરિણમન થતાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય ઉત્પન્ન થાય છે તે ક્ષણિક ઉપાદાન છે. રાગ તે ક્ષણિક ઉપાદાન એ વાત અહીં છે નહિ. અહીં તો શક્તિ ને શક્તિનું પરિણમન શુદ્ધ છે એમ વાત છે.
તો પ્રવચનસારમાં રાગનો કર્તા જ્ઞાની છે એમ આવે છે?
સમાધાન: ત્યાં પ્રવચનસારમાં ૪૭ નયોનું વર્ણન જ્ઞાનપ્રધાન શૈલીથી કરેલું છે. ત્યાં આત્માનુભવ થતાં જીવત્વશક્તિનું નિર્મળ પરિણમન થયું તે, તથા સાથે સમ્યગ્દર્શન-જ્ઞાન આદિનું પરિણમન જે છે તે એટલી તો શુદ્ધતા છે, તથા જેટલો રાગ બાકી છે એટલી અશુદ્ધતા છે. પરિણમનની અપેક્ષા જેટલું રાગનું પરિણમન છે એનો કર્તા જ્ઞાનીનો આત્મા છે એમ ત્યાં જ્ઞાનપ્રધાન શૈલીથી કહ્યું છે. કરવાલાયક છે એ અપેક્ષા (દષ્ટિની અપેક્ષા) જ્ઞાની રાગનો કર્તા છે એમ નહિ, પણ પોતાની પર્યાયમાં રાગનું પરિણમન છે તેને જ્ઞાની જાણે છે કે આ રાગ મારું પરિણમન છે ને તે મારામાં થયેલો મારો અપરાધ છે.
જ્યારે અહીં શક્તિના અધિકારમાં દૃષ્ટિની પ્રધાનતાથી વાત છે. અહાહા...! આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ પ્રભુ છેએમ આત્મદ્રવ્યની દષ્ટિ થતાં પર્યાયમાં આનંદ ઉત્પન્ન થાય છે, એમાં દુ:ખની પર્યાય ઉત્પન્ન થાય એમ છે નહિ. દષ્ટિપ્રધાન શૈલીમાં તો સ્વભાવના આશ્રયે નિર્મળતા પ્રગટ થાય તે આત્મા છે; રાગને આત્માની પર્યાય ગણી નથી. દષ્ટિ અશુદ્ધતાને આત્માપણે સ્વીકારતી નથી. દષ્ટિનો વિષય અભેદ એક નિર્વિકલ્પ ચૈતન્યમાત્ર આત્મા છે, ને દૃષ્ટિ પણ નિર્વિકલ્પ ચૈતન્યસ્વરૂપ છે. તેમાં રાગનો સ્વીકાર જ નથી. તેથી શક્તિના અધિકારમાં રાગ તે ક્ષણિક ઉપાદાન એમ વાત છે નહિ. આવી વાત! સમજાણું કાંઈ....?
જ્ઞાનનો સ્વભાવ તો સ્વપર પ્રકાશક છે. તેથી જ્ઞાન સ્વને જાણે છે, જે શુદ્ધતા થઈ તેને જાણે છે, ને જે બાકી અશુદ્ધતા-રાગનું પરિણમન છે તેને પણ આ મારો અપરાધ છે એમ જાણે છે. હવે આવી વાત! આ તો ૧૯મી વાર ચાલે છે ભાઈ ! પણ સમજે નહિ તો શું થાય? એ તો શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું ને કે
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત.
રે ગુણવંતા જ્ઞાની અમૃત વરસ્યા રે પંચમ કાળમાં. અરે ભાઈ ! તારું સ્વસ્વરૂપ સમજ્યા વિના તારો અનંતકાળ અનંત દુઃખમાં જ વ્યતીત થયો છે. રાગથી ભિન્ન પડી સ્વસ્વરૂપનાં દષ્ટિ અને અનુભવ કરતાં સુખ પ્રગટે છે એવું શ્રી સદગુરુ ભગવતે સ્વરૂપ બતાવ્યું છે. અહો ! આ તો આ પંચમકાળમાં અમૃતના મેહુ વરસ્યા છે. ભાઈ ! આમાં તો દુનિયાથી સાવ જુદી વાત છે.
અહીં કહે છે-જીવનશક્તિને ધરનાર ધૃવધામ-ચૈતન્યધામ પ્રભુ આત્માની દષ્ટિ થતાં જે ક્રમવર્તી જીવનશક્તિનું નિર્મળ પરિણમન થયું તેમાં મલિનભાવનો-અશુદ્ધતાનો-વ્યવહારનો અભાવ છે. આ અનેકાન્ત છે. અત્યારે તો બધી ગડબડ ચાલે છે; એમ કે વ્યવહાર કારણ ને નિશ્ચય કાર્ય-એમ કેટલાક કહે છે, પણ ભાઈ ! એનો અહીં નિષેધ કરે છે. જેમ લસણ ખાય ને કસ્તુરીનો ઓડકાર આવે એમ કદી બને નહિ તેમ વ્યવહારથી-રાગથી નિશ્ચય-વીતરાગતા થાય એમ કદી બને નહિ. આ તો ભગવાન કેવળીની વાણીમાં આવેલી વાત છે બાપુ !
દ્રવ્યસંગ્રહની ૪૭મી ગાથામાં શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દેવે કહ્યું છે કે પૂર્ણાનંદનો નાથ એક જ્ઞાયક સ્વરૂપ પ્રભુનું ધ્યાન કરતાં અંદર નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટે છે, ને સાથે વ્યવહાર મોક્ષમાર્ગ પણ પ્રગટે છે. આનો અર્થ શું? અહાહા...! ધ્યાનદશામાં ધ્યાનકાળે જેટલી નિર્મળતા પ્રગટ થઈ એટલો તો નિર્મળ રત્નત્રયરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ છે, અને જે અલ્પ રાગાંશ બાકી છે તેને ત્યાં આરોપ આપીને વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો છે. લ્યો, આનું નામ તે નિશ્ચય અને વ્યવહાર મોક્ષમાર્ગ ધ્યાનમાં એકસાથે પ્રગટ થાય છે. બાકી વ્યવહાર મોક્ષમાર્ગ કાંઈ સત્યાર્થ મોક્ષમાર્ગ છે એમ નથી. એ તો રાગ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
જ છે, બંધનું જ કારણ છે. આરોપ દઈને તેને મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર છે. હવે આમ બન્ને સાથે છે ત્યાં વ્યવહારથી નિશ્ચય થાય એમ કયાં રહ્યું? અહા! પોતાની નિર્મળ પરિણિત પોતાથી થઈ છે, સ્વઆશ્રયથી થઈ છે, રાગથી-વ્યવહારથી નહિ–આનું નામ અનેકાન્ત ને સ્યાદ્વાદ છે. વ્યવહારથી પણ થાય, ને નિશ્ચયથી પણ થાય એ કાંઈ સ્યાદ્વાદ નથી, એ તો ફૂદડીવાદ છે; એ કાંઈ અનેકાન્ત નથી, મિથ્યા અનેકાન્ત છે.
અરે! આવા તત્ત્વની સમજણ વિના જીવો બિચારા દુ:ખી છે. આ પૈસાવાળાય બધા દુ:ખી છે હોં. પોતાની અનંત ચૈતન્ય સંપદાની ખબર નથી ને બહારમાં માગણની જેમ ‘લાવ-લાવ' કરે છે એ બધા ભિખારી છે. ભાવનગરના રાજ્યની એક કરોડની ઊપજ હતી. એકવાર ભાવનગરના દરબાર વ્યાખ્યાનમાં આવેલા. ત્યારે કહેલુંદરબાર! મહિને એક લાખની પેદાશ માર્ગે નાનો માગણ, પાંચ લાખની માગે તે મોટો માગણ ને કરોડની ઊપજ માગે તે માગણોમાં માગણ મહા ભિખારી છે. એમ અજ્ઞાની ‘લાવ-લાવ' એમ વિષયો ને પુણ્યોદય માર્ગ છે તે માગણ ભિખારી છે. શાસ્ત્રમાં તેમને ‘વરાળા:' એટલે ભિખારી-બિચારા કહ્યા છે. અહા ! હું આનંદનો નાથ મારી ચૈતન્યખાણમાં એકલો આનંદ અને શાંતિ પડયાં છે-એવી અંતરંગ લક્ષ્મીની ખબર ન મળે ને બહા૨માં-વિષયોમાં ઝાવાં નાખે તે બધા બિચારા છે, રાંકા-ભિખારી છે. ભગવાન! અમારી પાસે તો આ વાતું છે.
અહાહા...! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અનંત અનંત જ્ઞાનનો ખજાનો છે, અનંત અનંત આનંદનો ખજાનો છે. આ તો બાપુ! અનંત શક્તિઓનું મહાનિધાન છે. અહાહા...! આવો શક્તિવાન પ્રભુ ને એની જીવત્વ આદિ અનંત શક્તિઓ છે તે પારિણામિક ભાવે છે. પારિણામિક ભાવ, ઔપમિક ભાવ, ક્ષાયોપમિક ભાવ, ક્ષાયિક ભાવ ને ઔદિયક ભાવ-એમ પાંચ ભાવ કહ્યા છે ને? અહાહા...! તેમાં આ જીવત્વ આદિ જે ત્રિકાળી શક્તિઓ છે તે પારિણામિક ભાવે છે, અને ત્રિકાળી દ્રવ્યના આશ્રયે જે નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે તે ઔપમિક, ક્ષાયોપમિક કે ક્ષાયિક ભાવરૂપ છે; તથા મોહના નિમિત્તે જે વિકારી મલિન ભાવ છે તે ઔદિયક ભાવ છે. ભાઈ ! આ દયા, દાન, વ્રત આદિના શુભ પરિણામ થાય છે તે મલિન ઔદિયક ભાવ છે. ભલે તે જીવની દશામાં થયા હોય, પણ તેમનામાં જીવત્વ નથી; તે જીવત્વથી રહિત અચેતન મડદા જેવા જ છે. હવે આમ છે ત્યાં એનાથી ચૈતન્યના નિર્મળ ઉપશમાદિ ભાવ પ્રગટે એ કેમ બને ? દીય ન બને. આવી ચોખ્ખી વાત છે.
અહાહા...! ભગવાન ચૈતન્યમૂર્તિમાં જેમ જીવતત્ત્વ નામની શક્તિ છે તેમ પકારકો રૂપ છ શક્તિઓ છે. અહાહા...! તેની એકેક શક્તિમાં ષટ્કારોનું રૂપ છે. જુઓ, જ્ઞાનમાં કર્તા નામની શક્તિ નથી. જ્ઞાનગુણ છે તે કાંઈ કર્તા ગુણના આશ્રયે નથી. તત્ત્વાર્થસૂત્રમાં ભગવાન ઉમાસ્વામીએ કહ્યું છે તેમ ગુણના આશ્રયે ગુણ નથી, બધા ગુણ દ્રવ્યના આશ્રયે છે. આ રીતે એક ગુણ બીજા ગુણથી ભિન્ન-અન્ય-અન્ય છે, પણ એક ગુણમાં બીજા ગુણોનું રૂપ છે. ઝીણી વાત છે પ્રભુ! આમ જ્ઞાનમાં કર્તા નામની શક્તિ નથી, પણ જ્ઞાનમાં કર્તાશક્તિનું રૂપ છે. એ વડે જ્ઞાન પોતે પોતાનો જ (જ્ઞાનનો ) કર્તા છે; તેમ જ્ઞાનમાં કર્મશક્તિ નથી, પણ જ્ઞાનમાં કર્મશક્તિનું રૂપ છે. એ વડે જ્ઞાન પોતે જ પોતાનું-જ્ઞાનનું કર્મ છે; ઇત્યાદિ. આ ધીમે ધીમે ધીરજથી સમજવું પ્રભુ! અહા! આ તો સર્વજ્ઞ વીતરાગ અરિહંત
પરમેશ્વરનો માર્ગ છે. હવે ‘ણમો અરિહંતાણં '–એમ રોજ બોલે પણ અરિહંત પરમેશ્વર કોણ છે એની લોકોને કાંઈ ખબર ન મળે! અરે ભાઈ! અરિહંતનું સ્વરૂપ જાણીને તેમને સાચા નમસ્કાર કરવા તે તો કોઈ અલૌકિક ચીજ છે. અહાહા...! ભગવાન અરિહંતના જેવો જ પોતાનો દ્રવ્ય સ્વભાવ છે એમ જાણી જે નિજ દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ કરે છે તેને શુદ્ધ જીવત્વ સહિત અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. અહા! તે અતીન્દ્રિય આનંદની એક સમયની પર્યાયમાં ષટ્કારકરૂપ પરિણમન છે. આનંદ પર્યાય તે કર્તા, આનંદની પર્યાય તે કર્મ, આનંદની પર્યાય તે કરણસાધન, આનંદની પર્યાય તે સંપ્રદાન, તે જ અપાદાન અને તે જ અધિકરણ-એમ આનંદની પર્યાય પોતે ષટ્કારકરૂપ પરિણમી જાય છે. સમજાણું કાંઈ...? હવે આમાં વ્યવહા૨થી થાય એમ કયાં રહ્યું?
એ તો દ્રવ્યસંગ્રહની ૪૭મી ગાથામાં આવી ગયું કે-નિશ્ચય અને વ્યવહાર બન્ને મોક્ષમાર્ગ જ્ઞાનીને ધ્યાનમાં એક સમયમાં સાથે હોય છે. શ્રીમદ્દ રાજચંદ્રજીએ પણ કહ્યું છે કે
નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ.
નિશ્ચય અને વ્યવહાર બન્ને સાથે હોય છે, છતાં નિશ્ચય તે વ્યવહાર નથી, ને વ્યવહાર તે નિશ્ચય નથી. બન્નેના ષટ્કારક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧-જીવત્વશક્તિ : ૧૭ ભિન્ન ભિન્ન છે, એકબીજાથી નિરપેક્ષ છે. તેથી રાગ કર્તા ને નિર્મળ પર્યાય તેનું કાર્ય એમ કદી છે નહિ. અહા! આ ઓધ્વનિમાં આવેલી વાત છે.
અહા ! એ ઓધ્વનિની ગંભીરતાની શી વાત ! જુઓ, પ્રથમ દેવલોકનો સ્વામી શક્રેન્દ્ર સમકિતી છે; તે ડર લાખ વિમાનનો સ્વામી છે, ઘણામાં તો અસંખ્ય દેવ છે. તેની પટરાણી–શચી પણ સમ્યગ્દષ્ટિ છે. બન્ને એકભવતારી છે, એક ભવ મનુષ્યનો કરી બન્ને મોક્ષ પામવાનાં છે. અહીં ! આવા ઇન્દ્ર-ઇન્દ્રાણી ભગવાનની વાણી-ઓધ્વનિ સાંભળવા આવે તે વાણી કેવી હોય! અહા ! એ વાણી અપાર ગંભીર અને ભવ્ય જીવોને હિતકારી-સુખકારી છે. અરે ! આવો મનુષ્ય ભવ મળ્યો, જૈનમાં જન્મ થયો અને છતાં ભગવાન જિનેશ્વરદેવ શું કહે છે તે નહિ સમજે તો ફેરો ફોગટ જશે ભાઈ !
જો તો ખરો ! અહાહા...! ભરત ચક્રવર્તી હતા. અહાહા...! તેમના વૈભવનું શું કહેવું? અપાર વૈભવના તે સ્વામી હતા. ૯૬ હજાર રાણીઓ, ૯૬ કરોડનું પાયદળ, ૪૮ હજાર નગર ને ૭૨ હજાર પાટણના તે સ્વામી હતા. દેવતાઓ તેમની સેવા કરતા, ઇન્દ્ર સરિખા તેમના મિત્ર હતા. પણ તેઓ સમકિતી આત્મજ્ઞાની હતા; અંદર તેમને સ્વસ્વરૂપનો અનુભવ અને દૃષ્ટિ પ્રગટ થયાં હતાં. તેથી આ બધો વૈભવ તે હું નહિ, ને અંદર જે રાગ આવે છે તે પણ હું નહિ, હું તો જ્ઞાનાનંદસ્વરૂપ છું, લ્યો, એમ માનતા હતા. અહાહા...! દૃષ્ટિ અને દૃષ્ટિનો વિષય (શુદ્ધાત્મા) કોઈ અલૌકિક ચીજ છે બાપુ! તેનો મહિમા આવે એને પણ અલૌકિક પુણ્ય બંધાઈ જાય છે તેની પ્રાપ્તિની તો શી વાત! એ તો અતીન્દ્રિય સુખમય જીવનની દેનારી છે. સમજાણું કાંઈ....?
અહાહા...! સ્વરૂપની દૃષ્ટિ નામ સમ્યગ્દર્શન કોઈ મહા મહિમાવંત ચીજ છે ભાઈ ! સમ્યજ્ઞાન દીપિકામાં ક્ષુલ્લક બ્ર. ધર્મદાસજીએ સમકિતનો મહિમા બતાવતાં એક દષ્ટાંત આપ્યું છે કે જેમ કોઈ સ્ત્રીને માથે પતિ છે ને તેને પરવશપણે કોઈ દોષ લાગી જાય તો તેની બહાર પ્રસિદ્ધિ થતી નથી તેમ જેની દૃષ્ટિ આત્મા ઉપર છે એવા જ્ઞાનીને (સમકિતીને) કર્મવશ કોઈ અશુભ રાગાદિ ભાવ આવી જાય તો તેનો દોષ બહારમાં પ્રસિદ્ધિમાં આવતો નથી (અર્થાત્ તે અલ્પબંધનું જ કારણ થાય છે). હવે આમાં તો સાચી દષ્ટિનો મહિમા બતાવવા આ દૃષ્ટાંત છે. એમાં તો લોક સોનગઢના નામે ઊહાપોહ ને ખળભળાટ મચાવવા મંડી પડ્યા. પણ બાપુ! આ તો ક્ષુલ્લકજીએ આપેલું દષ્ટાંત છે. (સોનગઢનું નથી), ને એમાં તો સમ્યગ્દર્શનનો-આત્મદર્શનનો મહિમા બતાવવાનું પ્રયોજન છે. બાકી જ્યાં દયા, દાન આદિ શુભ વિકલ્પ પણ દુઃખરૂપ છે, તો પછી સ્ત્રી સંબંધી વિષય-ભોગનાં અશુભ પરિણામ કેમ ભલા હોય, દોષરહિત હોય ? એ તો મહાપાપમય ને મહાદુઃખમય જ છે. તે કરવાલાયક છે એમ વાત જ નથી.
ભાઈ ! પરમાત્મા સર્વજ્ઞદેવ એમ કહે છે કે પ્રભુ! તું એક જીવિત વસ્તુ છો કે નહિ? છો, તો તેનું કારણ શુદ્ધ ચૈતન્ય ભાવ પ્રાણને ધારણ કરનારી જીવત્વ શક્તિ છે. અહાહા...! જીવતને લઈને તું જીવી–ટકી રહ્યો છો. કાંઈ શરીરથી, ઈન્દ્રિયોથી, શ્વાસથી, ખોરાક-પાણીથી કે પૈસાથી તું ટકી રહ્યો છો એમ છે નહિ. એ સંયોગી ચીજ ભલે હો, પણ એનાથી તારું જીવન ટકયું નથી. એનાથી તો ભગવાન! તું ભિન્ન-જુદો છો, ને પુણ્ય-પાપના ભાવથી પણ જુદો છો. તો એ ભિન્ન પદાર્થો તારા આત્મદ્રવ્યને જીવવાના–ટકવાના કારણભૂત કેમ હોય ? ન હોય. અાહા..! તારી જીવનશક્તિમાં જ્ઞાન, દર્શન, આનંદ અને બળ એમ ચૈતન્યભાવ પ્રાણ પડ્યા છે, ને તે વડ તું ત્રિકાળ જીવિત છો, ભાઈ ! અહાહા...! જીવનશક્તિના ધરનાર શુદ્ધ આત્માની દષ્ટિપૂર્વક અંદરમાં જેણે જીવનશક્તિનો સ્વીકાર કર્યો તેને પર્યાયમાં નિરાકુળ આનંદની જીવન-દશા પ્રગટે છે. અહાહા..! આ જીવનશક્તિ તો જીવના જીવનની જડીબુટ્ટી છે ભાઈ ! જેણે તે હસ્તગત કરી, માનો તે અમર થઈ જાય છે. (તેને મરવાની બીક ખલાસ થઈ જાય છે). ભજનમાં આવે છે ને કે
અબ હમ અમર ભયે ન મરેંગે, યા કારણ મિથ્યાત દિયો તજ, કયોં કરિ દેહ ધરેંગે ?
અબ હમ અમર ભયે ન મરેંગે આ દેહથી, ને ખોરાક-પાણીથી મારું જીવન છે, ને આ રાગ ને પુણ્ય મને ભલાં છે એમ માનીને પ્રભુ! તું કેમ સૂતો છો? અહાહા..! દેહાદિથી તું જીવન માને ને પુણ્યનું ભલું જાણે એ તો મહા વિપરીતતા છે, મિથ્યાભાવ છે, માથે કરજ છે બાપુ! પાલેજમાં પિતાજીની પેઢી પર બેસી સઝઝાયમાળા વાંચતો એમાં આવતું કે
સહજાનંદી રે આત્મા, સૂતો કંઈ નિચિંત રે; મોહતણા રણિયા ભમે, જાગ-જાગ રે મતિવંત રે!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અહા ! ચેતન પ્રભુ! જાગ રે જાગ, નાથ! જાગ; તારે માટે આ જાગૃત થવાનો કાળ છે. અહા! આ રૂપાળા દેહાદિ છે એ તો જડ માટી–ધૂળ છે, એ તો બળીને ખાખ થઈ જશે. પ્રભુ! એનાથી તારું જીવન કેમ હોય? આ રાગ અને પુણ્યથી પણ તારી ચીજ-સુનિધાન સચ્ચિદાનંદ પ્રભુ-અંદર ભિન્ન પડી છે. અહાહા...! ભગવાન! તું દેહાદિ ને રાગાદિથી શૂન્ય (નાસ્તિપણે ) છો. અહાહા...! આવી તારી ચીજને નજરમાં લે પ્રભુ! તારી નજરમાં ૫૨ચીજ-દેહાદિ ને રાગાદિ દેખાય છે ત્યાંથી ખસીને તારી નજરની પર્યાયને તારા સુનિધાનમાં જોડ. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના વિક્લ્પ કરતાં કરતાં સાચું જીવન પ્રગટશે એમ તું માને એ તો તને મોહજન્ય વિભ્રમ છે બાપુ! એ ભાવો તો બધા દુઃખરૂપ છે, એક આત્મા અને નિર્મળ આત્મપરિણતિ જ નિરાકુળ છે, સુખમય છે. આવી વાત! સમજાણું કાંઈ... ?
અહા ! સમુદ્રમાં જેમ ભરતી આવે છે તેમ ભગવાન આત્મામાં અંતર્દષ્ટિ કરતાં વર્તમાન પ્રગટ પર્યાયમાં અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. અહા ! ધ્રુવ ત્રિકાળી શક્તિવાન દ્રવ્યની દષ્ટિ કરતાં પર્યાયમાં જ્ઞાન-દર્શન-આનંદવીર્યરૂપ જીવનશક્તિના પરિણમનની સાથે બીજી અનંત શક્તિઓ ભક્ત-પ્રગટ થાય છે. એને શક્તિઓ ઊછળે છે એમ અહીં કહ્યું છે. અહાહા...! દૃષ્ટિવંતને જીવનશક્તિની જેમ અકાર્યકારણત્વ શક્તિ પણ ઊછળે છે, જે વડે ભગવાન આત્મા વ્યવહાર–રત્નત્રયના રાગનું કાર્ય નથી, ને એનું કારણ પણ નથી. અહાહા...! વ્યવહાર રત્નત્રયના રાગને આત્મા ઉત્પન્ન કરે એમેય નહિ. ને આત્માની નિર્મળ પરિણતિનું વ્યવહાર રત્નત્રય કારણ બને એમેય નહીં. અહા! અત્યારે તો બહુ જોરથી પ્રરૂપણા ચાલે છે કે–વ્રત કરો, ને ઉપવાસ કરો, ને ભક્તિ કરો ઇત્યાદિ. પરંતુ ભાઈ ! એ કોઈ ચીજ નથી. એમાં રાગ મંદ હોય તો પુણ્યબંધ થાય બસ એટલું; બાકી એ દયા, દાન, વ્રતાદિના વિકલ્પ કોઈ દ્રવ્ય નહિ, ગુણ નહિ, ને આત્મદ્રવ્યની પર્યાય પણ નહિ. (અહીં શક્તિના અધિકારમાં નિર્મળ પર્યાયને જ આત્મા ગણી છે).
અરે! ભરતે અત્યારે કેવળી ૫૨માત્માના વિરહ પડયા! સદ્ભાગ્યે પરમાત્માની વાણી આ શાસ્ત્રરૂપે રહી ગઈ છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવ સદેહે વિદેહ ગયા હતા. સાક્ષાત્ સીમંધર ભગવાનની વાણી- ધ્વનિ સાંભળી હતી. ત્યાંથી આ સંદેશ લાવ્યા છે કે-પ્રભુ! જીવનશક્તિથી તારો આત્મા પૂરણ ભર્યો પડયો છે. અહાહા...! ભગવાન ! તું પુણ્ય-પાપને શરીરાદિથી શૂન્ય છો, ને પોતાની અનંત શક્તિથી અશૂન્ય-પૂર્ણ ભરપૂર છો. અહા! આવો હું જ્ઞાનમાત્ર આત્મા છું એમ વિશ્વાસ લાવી અંતર્દ્રષ્ટિ કરે ત્યાં જ અંતરમાં જીવનશક્તિ નિર્મળ નિરાકુળ આનંદમય જીવન સહિત પ્રગટ થાય છે; અને ભેગી અનંત શક્તિઓ નિર્મળ ઊછળે છે. અરે ભાઈ! અનંત કાળમાં તું દેહની ને રાગની દષ્ટિ વડે ચાર ગતિમાં રઝળ્યો છો, માટે પુણ્ય કરતાં કરતાં ધર્મ પ્રગટશે-જીવન પ્રગટશે-એ વાત જવા દે, અને સ્વસ્વરૂપમાં–જેમાં અનંત શક્તિઓ એકસાથે રહેલી છે તેમાં અંતર્લીન થા. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આ જ મારગ છે ભાઈ !
ભાઈ! આ તારા હિતની વાત છે બાપુ! તને અતિ જેવી લાગે પણ આ એવી વાત નથી. શુભભાવપુણ્યભાવ પોતે જ બંધરૂપ છે ને બંધનું કારણ છે, જ્યારે ભગવાન આત્મા અબંધ છે-મુક્તસ્વરૂપ છે. સમયસાર ગાથા ૧૫માં આવી ગયું કે-જે આત્માને અબદ્ઘસ્પષ્ટ દેખે છે તે સકળ જૈનશાસન દેખે છે. અહા! જે દ્રવ્યશ્રુત-વાણી છે તેમાં પણ એજ ઉપદેશ છે કે- ‘નો પસવિ, અપ્પાનું અવત્વપુર્દ અળમવિસેસ અપવેસ સંતમાં પસ્તવિ બિળસાસનું સર્વાં' દ્રવ્યશ્રુતમાં પણ આત્માને અબદ્વત્કૃષ્ટ ને પુણ્ય-પાપના ભાવથી રહિત કહ્યો છે. અહાહા...! વિશેષને ગૌણ કરી, તેનું લક્ષ છોડી જે ચિત-સામાન્ય ભગવાન આત્માને અંતરમાં દેખે છે તે આખું જૈનશાસન દેખે છે. અહા ! તેનું જીવન મહા મહિમાવંત છે.
અરે! અનંતકાળથી જીવ ચતુર્ગતિ-પરિભ્રમણ કરે છે. તે પરિભ્રમણના નાશનો ઉપાય કોઈ અપૂર્વ હોય બાપુ! કોઈ લોકો કહે છે-વ્યવહાર-રાગ કરતાં કરતાં ધર્મમય-સુખમય જીવન પ્રગટશે, પણ એમ છે નહિ. ભાઈ ! દયા, દાન, વ્રત આદિના પુણ્યભાવ તે અપૂર્વ નથી; અનંતકાળમાં તું અનંતવા૨ કરી ચૂકયો છો. પ્રભુ! (છતાં પણ તો જ્યાં છો ત્યાં જ છો). માટે વ્યવહાર કરતાં કરતાં ધર્મ થાય એવી માન્યતા યથાર્થ જૈનમત નથી. અહા! ભગવાન આત્મા દ્રવ્ય છે એનું કોઈ વ્યવહા૨ કારણ નથી, ગુણનું કોઈ વ્યવહાર કારણ નથી, અને જે નિર્મળ પર્યાય પ્રગટ થાય તેનુંય કોઈ વ્યવહાર કારણ નથી. ભાઈ ! તારી વસ્તુમાં ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં-અંતર્દષ્ટિ ને અંત૨–૨મણતા કરે બસ એ એક જ મોક્ષનો ઉપાય વા કારણ છો સમજાણું કાંઈ...?
પ્રશ્ન:- શક્તિનું વર્ણન તો ઠીક, પણ અમારે તો મોક્ષમાર્ગ સાંભળવો છે.
ઉત્ત૨:- મોક્ષમાર્ગની વાત તો ચાલે છે. શક્તિઓનો પિંડ શક્તિવાન જે દ્રવ્ય છે તેની પ્રતીતિ-ચિ કરતાં પર્યાયમાં મોક્ષમાર્ગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨-ચિતિશક્તિ : ૧૯ પ્રગટ થાય છે. ભાઈ ! પરપદાર્થો, રાગ ને પર્યાય એ કાંઈ સમ્યગ્દર્શનનો વિષય નથી. ગાથા ૧૫માં એમ આવ્યું કેઅબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને સંયુક્ત-એવા પાંચભાવરૂપ આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે કારણ કે શ્રુતજ્ઞાન પોતે આત્મા જ છે; તેથી જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ છે.
આત્મા અવિશેષભાવ સ્વરૂપ છે, વિશેષ-ગુણભેદ તે આત્મા નહિ; ગજબ વાત કરી છે ને! (દષ્ટિના વિષયમાં ભેદ સમાતો જ નથી.)
અહા! આ સ્ત્રી, પુરુષ, નપુંસક-એમ દેહને ન દેખો, ને પુણ્ય-પાપ આદિ વિકારને પણ ન દેખો, અહાહા..! અંદરમાં અનંતગુણધામ ચિન્માત્ર ભગવાન આત્મા ત્રિકાળ પરમાત્મસ્વરૂપે વિરાજે છે તેને દેખો. અહાહા..! આવા નિજસ્વરૂપને જેણે દેખ્યું તે સમ્યગ્દષ્ટિ છે, તે સમ્યજ્ઞાની છે ને તે મોક્ષમાર્ગી છે. ભાઈ ! મોક્ષ શબ્દ જ વિકાર ને દુ:ખની નાસ્તિ, ને પરમ આનંદની અતિ સૂચવે છે. હવે જ્યાં આમ છે ત્યાં પુણ્યથી-વિકારથી મોક્ષનો ઉપાય મળે એ વાત કયાં રહી? ભગવાનનો-વીતરાગનો મારગ તો ભાઈ ! બધી બાજુથી ચોખો સ્પષ્ટ છે.
અહા ! જેમ આ લોક અકૃત્રિમ છે તેમ લોકનું દ્રવ્ય પણ કોઈએ કરેલું નથી; તેના ગુણો કે પર્યાયોનો પણ કોઈ કર્તા નથી. દ્રવ્ય અને ગુણને પર્યાયના કર્તા કહેવા એ વ્યવહાર છે. નિશ્ચયથી પર્યાયના કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ પર્યાય છે, પર્યાયનું કારણ દ્રવ્ય-ગુણ નહિ અને પર તો નહિ જ નહિ. અહા ! આવું વસ્તુ-સ્વરૂપ જાણીને જે પરથી હઠી, સ્વસ્વરૂપ અનંતશક્તિયુક્ત જ્ઞાનમાત્ર આત્મામાં લીન થાય છે તેને જીવનશક્તિ નિર્મળ ઉછળે છે, તેનું જીવન પવિત્ર, ઉજ્વલ બને છે.
આ પ્રમાણે જીવત્વશક્તિ પૂરી થઈ.
૨: ચિતિશક્તિ અજડત્વસ્વરૂપ ચિતિશક્તિ. ( અજડત્વ અર્થાત ચેતનત્વ જેનું સ્વરૂપ છે એવી ચિતિશક્તિ)'
જુઓ, પહેલાં જીવત્વશક્તિમાં જીવત્ર વડે જીવનું ત્રિકાળ જીવન સિદ્ધ કર્યું; હવે ચિતિશક્તિ કહીને જીવનું એ જીવન અજડત્વસ્વરૂપ અર્થાત્ ચૈતન્યમય છે એમ કહે છે. એ તો પહેલાં આવી ગયું કે જીવનશક્તિ છે એનું ચિતિશક્તિ છે તે લક્ષણ છે. અહીં ચિતિશક્તિ જુદી કેમ કહી ? કે એ વડે જીવવસ્તુ ત્રિકાળ અજડત્વસ્વરૂપ-ચૈતન્યમય છે એમ બતાવવું છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ! ચિતિશક્તિ અજડત્વસ્વરૂપ ચૈતન્યમય, ને તેને ધરનાર અનંત ગુણધામ જીવવસ્તુ પણ અજડત્વસ્વરૂપ ચૈતન્યમય. અહાહા..! દષ્ટિવંતને-સમકિતીને અંદર જીવનશક્તિ ભેગી ચિતિશક્તિ ઉછળે છે. એટલે શું? કે ચિતિશક્તિનું પરિણમન પણ શુદ્ધ ચૈતન્યમય અજડત્વસ્વરૂપ છે. અહાહા..! આ રાગ-દ્વેષમોહ કે પુણ્ય-પાપના ભાવ તે આત્માની ચીજ નથી, કેમકે એ તો બધા જડ છે, ને ભગવાન આત્મા અજડચૈતન્યમય છે. આવી વાત! સમજાણું કાંઈ...?
પહેલાં જીવત્વશક્તિ કહી એમાં તો જીવવારૂપ-ત્રિકાળ ટકવારૂપ એનું પરિણમન છે એમ વાત હતી, અહીં જુદી ચિતિશક્તિ કહીને તેનું ત્રિકાળ ટકવારૂપ-જીવવારૂપ જીવન છે તે ચૈતન્યમય છે એમ સિદ્ધ કરે છે. જીવત્વશક્તિમાં ચિતિશક્તિનું રૂપ છે ને? અર્થાત્ જીવત્વશક્તિનું ચિતિશક્તિ લક્ષણ છે ને? તેથી જીવના જીવત્વને અજડત્વ-ચેતનપણું છે. આવી ઝીણી વાત!
અહાહા...! જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મામાં, કહે છે, એક ચિતિશક્તિ છે. કેવી છે? તો કહે છેઅજડત્વસ્વરૂપ ચિતિશક્તિ.” ટૂંકા શબ્દ ઘણી (ગંભીર) વાત! કહે છે-આ ચિતિશક્તિમાં જડપણું નથી. અને આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય અને કર્મ વગેરે તો બધા જડ છે. તેથી આ શરીરાદિ પદાર્થો આત્માની ચીજ નથી, આત્માથી ભિન્ન ચીજ છે, બહારની ચીજ છે. હવે આવી વાત, એને કાંઈ અભ્યાસ ન મળે એટલે બેસે નહિ, પણ શું થાય ?
અહાહા...! આત્મામાં જેમ એક જીવત્વશક્તિ છે, તેમ એક બીજી ચિતિશક્તિ છે. અરે, એવી એવી સંખ્યાએ અનંત અનંત શક્તિઓ એક આત્મદ્રવ્યમાં છે. કેટલી ? અનંત.. અનંત. એ તો પહેલાં આવી ગયું કે આ લોક અસંખ્ય જોજનમાં છે. તેની બહાર બધે અલોક અનંત જોજનમાં વિસ્તરેલો છે. અહાહા..! અનંત.. અનંત... અનંત જોજનમાં આકાશ વ્યાપેલું છે. કોઈને થાય કે પછી શું ?... પછી શું? પણ ભાઈ ! કયાંય એનો અંત આવતો નથી, એમ ને એમ આકાશ...
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ આકાશ.. બસ આકાશ અનંત-અનંત જોજનમાં હાલ્યું જાય છે; કયાંય એના ક્ષેત્રનો અંત નથી. અહા ! આકાશના ક્ષેત્રના વિસ્તારનો જેમ કયાંય અંત નથી, તેમ ક્ષેત્રને જાણનાર ક્ષેત્રજ્ઞના (આત્માના) ભાવનો અંત નથી. આકાશના અનંત ક્ષેત્રનો જાણનાર ભગવાન આત્મા છે તેના જ્ઞાનનો અંત નથી. અહા ! ક્ષેત્રને જાણનારું જ્ઞાન બેહદ-અપરિમિત અનંત છે. અહા ! આ જ્ઞાનમાં આકાશના અનંત પ્રદેશોથી અનંતગુણી શક્તિઓ ભગવાન આત્મામાં છે એમ જાણવામાં આવ્યું છે. તે પૈકી, અહીં કર્યું છે, તેની (–આત્માની) એક અજડત્વસ્વરૂપ ચિતિશક્તિ છે. ચિતિ નામ ચેતના; એમાં જ્ઞાન-દર્શન અને સાથે લેવાં. હવે પછી બન્નેનું ભિન્ન ભિન્ન નિરૂપણ પણ કરશે.
અહાહા...! અહીં કહે છે-ભગવાન! તારા જ્ઞાનમાત્ર સ્વરૂપમાં એક ચિતિશક્તિ છે. તે અજડત્વસ્વરૂપ એટલે પૂરણ ચૈતન્યસ્વરૂપ છે. અહા ! તે ત્રિકાળી દ્રવ્ય-ગુણમાં વ્યાપક છે ને ત્રિકાળી ધ્રુવની દૃષ્ટિ થયે પર્યાયમાં પણ વ્યાપક થાય છે. અહાહા...! આ રીતે ચિતિશક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે; દ્રવ્ય શુદ્ધ ચૈતન્યમય, ગુણ શુદ્ધ ચૈતન્યમય, ને ક્રમે પ્રગટતી પર્યાય પણ શુદ્ધ ચૈતન્યમય છે; અર્થાત્ ચિતિશક્તિ ક્રમે નિર્મળ ચૈતન્યમય પરિણમે છે. અહાહા...! તેમાં જડપણું નથી. એટલે શું? કે તેમાં દેહ, કર્મ આદિ જડ ભાવોનો અભાવ છે, અને તે જડના લક્ષ થતા પુણ્ય-પાપ આદિ ભાવોનો પણ તેમાં અભાવ છે. ઝીણી વાત છે પ્રભુ! જેમ લોઢાની છીણીથી લો કપાય તેમ અંદર પ્રજ્ઞાછીણીને પટકવાથી જ્ઞાનથી રાગ છૂટો પડી જાય છે. આનું નામ ધર્મ છે.
આ પુણ્ય-પાપ આદિ રાગાદિ ભાવો છે તેમાં ચૈતન્યનો અભાવ છે. શું કીધું? આ દયા, દાન, વ્રત આદિ ભાવ છે ને? તે ચૈતન્યથી શૂન્ય જડ છે. હવે લોકોને આ વાત આકરી પડે છે. તેમને ક્રિયાકાંડની ચૂળ વાતો પકડાવી દેવામાં આવી છે ને! દયા કરો, ને વ્રત કરો, ને ભક્તિ કરો; પાંચ-પચીસ હજાર એમાં ખર્ચો એટલે ધર્મ થઈ જાય એમ પકડાવ્યું છે ને ! પરંતુ ભાઈ ! કરોડો રૂપિયા દાનમાં દઈ દે તોય ત્યાં જો મંદ રાગ કર્યો હોય તો પુણ્ય બંધ થશે બસ, પણ ધર્મ નહિ થાય. આ તો મારગડા જુદા છે નાથ ! પુણ્યભાવમાં ચેતનશક્તિનો અભાવ છે; અર્થાત્ જ્યાં તું છો ત્યાં પુણ્ય-પાપના ભાવ છે નહિ. સમજાણું કાંઈ....? અહાહા..! તું તો અપરિમિત ચૈતન્યનો ભંડાર છો પ્રભુ !
હા, પણ તો અમે તીર્થસુરક્ષામાં દાન દેત નહિ.
સમાધાનઃ- કોણ રે બાપુ? એ રૂપિયા તો એના કાળે આવવાના આવે છે ને જવાના જાય છે; તુંકયાં એનો માલીક છો ? એનો કર્તા-હર્તા તું નથી. એ તો ધર્માત્માને અસ્થિરતાવશ દાન દેવાનો વિકલ્પ આવે છે, આવ્યા વિના રહેતો નથી, પણ એ વિકલ્પ મારું કર્તવ્ય છે એમ તે માનતા નથી. ધર્માત્મા ન તો દાનની રાશિનો સ્વામી છે, ન તો દાનના વિકલ્પના સ્વામી છે. સમજાણું કાંઈ...? ભાઈ ! તને વિષય-કષાયમાં ઉત્સાહુ આવે છે, ને દાનાદિમાં નથી તો અમે જાણીએ છીએ કે તું મહાપાપી છો, ને વળી તને દાનાદિમાં ઉત્સાહ વર્તે છે, પણ આત્માના અનુભવમાં ઉત્સાહ નથી તોય ભાઈ ! તું મૂઢ છો, આવી વાત! સમજાણું કાંઈ...?
અહો ! ૪૭ શક્તિઓ કાઢીને આચાર્ય મહારાજે ગજબ કામ કર્યું છે, સતને ખુલ્લું કર્યું છે. શ્રીમદે કહ્યું છે–સત સરળ છે, સત્ સર્વત્ર છે, પણ સનું મળવું દુર્લભ છે.
હા, પણ ગુરુ મળે તો સત્ મળે ને?
એ તો બાપુ ! ગુરુનો ઉપદેશ જાણી અંતઃસન્મુખ થઈ અંત:તત્ત્વ-એક જ્ઞાયકતત્ત્વનો અનુભવ કરે તો ગુરુ મળ્યા એમ કહેવાય; બાકી ગુરુ શું કરે? સ્વયં સ્વસ્વરૂપમાં અંતઃદૃષ્ટિ કરી ભગવાન આત્માના આનંદનો અનુભવ કરે તે મુખ્ય છે અને તે ધર્મ છે. સ્વાનુભવ-આત્માનુભવ ધર્મ છે. કહ્યું છે ને કે
અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હૈ રસકૂપ;
અનુભવ મારગ મોખકો, અનુભવ મોખ સરૂપ. અાહા...! ચિદાનંદસ્વરૂપ ચૈતન્ય મહાપ્રભુ નિજ આત્માની સન્મુખ થઈને સ્વાનુભવ પ્રગટ કરવો એનું નામ મોક્ષનો માર્ગ છે, બાકી વ્યવહાર રત્નત્રયના ભાવ તો કાંઈ નથી, બંધનું કારણ છે.
અહાહા...! આ અજડત્વસ્વરૂપ ચિતિશક્તિ છે તેમાં અકાર્યકારણત્વશક્તિનું રૂપ ભર્યું છે. અહા ! આ જ્ઞાનમાત્ર ભાવમાં ચિતિશક્તિ ઉછળે છે તો તેના પરિણમનરૂપ નિર્મળ જ્ઞાન-દર્શનની એકરૂપ પર્યાય પ્રગટ થાય છે. ચિતિશક્તિનું આ પરિણમન થાય તેમાં કાંઈ રાગનું-વ્યવહારનું કારણ પણું છે એમ નથી. ચિતિશક્તિના પરિણામ રાગનું કાર્ય નહિ, ને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨-ચિતિશક્તિ : ૨૧ રાગનું કારણ પણ નહિ. અહા ! આવું એમાં અકાર્યકારણપણું છે. અહા! ત્રિકાળી એક જ્ઞાનમાત્ર ભાવમાં ચિતિશક્તિ પડી છે. શક્તિ અને શક્તિવાનના ભેદની પણ દષ્ટિ છોડી, અખંડ એક જ્ઞાનમાત્ર સ્વરૂપ ઉપર નજર કરતાં ચિતિશક્તિ પર્યાયમાં ઉછળે છે–પ્રગટે છે, પણ ભેદથી-વ્યવહારથી-રાગથી-શક્તિ નિર્મળ પ્રગટે છે એમ નથી. રાગ તો આંધળો અચેતન છે બાપુ! એનાથી ચેતન કેમ પ્રગટે ? ભાઈ ! તને વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એમ હઠ છે પણ એ તો તારી શ્રદ્ધા જ મિથ્યા છે. એ તારી મિથ્યા ઠુંઠ છે બાપુ ! એનું ફળ બહુ આકરું છે ભાઈ ! - જ્ઞાન-દર્શનની નિર્મળ દશા ઉત્પન્ન થાય છે તેનું કારણ દ્રવ્ય-ગુણને કહીએ એય વ્યવહારથી છે. વાસ્તવમાં જે પરિણમન થયું તેના કારણ-કાર્ય તે પરિણમનમાં છે, દ્રવ્ય-ગુણ પણ તેનું કારણ નથી. આવી સૂક્ષ્મ વાત ભાઈ ! કળશટીકામાં આવી ગયું કે-પરિણામ-કાર્ય થાય તેના દ્રવ્ય-ગુણ ઉપચારમાત્રથી કારણ છે. નિર્મળ પર્યાયનો અનુભવ પ્રગટ થયો તે કાર્ય છે, દ્રવ્ય-ગુણ તેનાં કારણ ઉપચારથી છે, વ્યવહારથી છે; ને પરવસ્તુ ને પરભાવ તો એનાં કારણકાર્ય છે જ નહિ.
સં. ૧૯૭૧ની સાલમાં સંપ્રદાયમાં બપોરે એક મોટી સભામાં વ્યાખ્યાનમાં અમે કહેલું કે-જીવની પર્યાયમાં વિકાર થાય છે તે કર્મના કારણે થાય છે એમ બીલકુલ નથી. અમારા ગુરુ ભદ્રિક હતા, તેઓ સાંભળતા હતા. ત્યારે આ દ્રઢતાથી કહ્યું કે જીવમાં જે વિકાર થાય છે તે કર્મને લઈને થાય છે એ વાત બીલકુલ સાચી નથી. વળી વિકારનો નાશ થવો એ પણ કોઈ પરનું કામ છે એમ નથી. વિકારનો નાશ-વ્યય પણ પોતાના સ્વભાવના અંત:પુરુષાર્થથી થાય છે. કર્મનો નાશ થાય તો વિકારનો નાશ થાય એવી ખરેખર વસ્તુસ્થિતિ નથી. અહા ! તે વખતે સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયેલો. દામનગરના એક ગૃહસ્થ શેઠ હતા તે બોલી ઉઠેલા કે-આ કયાં છે ભાઈ? આ તો દોરા વિનાની પડાઈ ઉડાડે છે; એમ કે-ગુરુએ તો આવું કદી કહ્યું નથી, ને આ કયાંથી આવ્યું? પણ ભાઈ ! આવી જ વસ્તુસ્થિતિ છે.
જડ કર્મની પર્યાય થાય છે તે પરમાણુના પકારકથી થાય છે, ને આત્માની પર્યાયમાં વિકાર થાય છે તે પોતાના પારકથી થાય છે, દ્રવ્ય-ગુણથી નહિ અને પરથી પણ નહિ. વિકાર થાય છે તેમાં કર્મ નિમિત્ત અવશ્ય હોય છે, પણ તેને લઈને જીવને વિકાર થાય છે એમ છે નહિ; વિકારનો વાસ્તવિક કર્તા કર્મ નથી.
જીવત્વશક્તિ પછી આ બીજી ચિતિશક્તિ આચાર્યદેવે વર્ણવી છે. આ ચિતિશક્તિ, કહે છે, અજડત્વસ્વરૂપ છે. ભાઈ ! આત્મામાં શાશ્વત દર્શન-જ્ઞાનમય ચેતનાશક્તિ છે તે અજડત્વસ્વરૂપ છે. અને શક્તિનું કાર્ય નીપજે તે પણ અજડત્વસ્વરૂપ છે. તેથી પરદ્રવ્ય-જડદ્રવ્ય અને પરભાવ તેનાં કારણ-કાર્ય નથી. અહો ! આ અલૌકિક વાત છે. જ્ઞાનની નિર્મળ દશાનું કોઈ અન્ય-પદ્રવ્ય-પરભાવ કારણ નહિ, ને કાર્ય પણ નહિ. અહા ! પૂર્વે કદીય જીવે આ અપૂર્વ માર્ગ પ્રગટ કર્યો નથી; અનંતકાળ એનો રખડવામાં-ચતુર્ગતિ પરિભ્રમણમાં જ ગયો છે.
અહાહા...! આ ચિતિશક્તિ અજડત્વસ્વરૂપ છે. તેનું કાર્ય શું? તો કહે છે-શુદ્ધ જ્ઞાનચેતનારૂપ પરિણામ તે એનું કાર્ય છે, વિકાર-કર્મચેતના તે એનું કાર્ય નથી. અહા ! આ ગુણ અને આ ગુણી આત્મા–એવો ભેદ કાઢી નાખીને અભેદ એક ચિન્માત્ર આત્માની દષ્ટિ કરવા વડે શક્તિનું કાર્ય જે જ્ઞાનચેતના-જ્ઞાનદર્શનરૂપ પરિણામ તે પ્રગટ થાય છે. અહા ! તે પરિણામનું કોઈ પરદ્રવ્ય કારણ નથી. શું કીધું? ભગવાનની વાણી સાંભળી માટે સમ્યક જ્ઞાનમય પર્યાય પ્રગટ થઈ એમ નથી.
તો પહેલાં જ્ઞાન નહોતું, વાણી સાંભળ્યા પછી જ્ઞાન થયું તો સાંભળવાથી જ્ઞાન પ્રગટ થયું કે નહિ? તો કહે છે
ના, એમ નથી; જ્ઞાનની દશા પોતાથી પ્રગટ થાય છે, વાણીથી નહિ, વાણી સાંભળી તે નિમિત્ત અવશ્ય છે, પણ નિમિત્તને લઈને જ્ઞાન પ્રગટ થયું નથી; જ્ઞાન તે નિમિત્તનું કાર્ય નથી. વળી નિમિત્તના લક્ષે જે જ્ઞાન થાય તે તો પરલક્ષી જ્ઞાન છે, તે કાંઈ વાસ્તવિક-યથાર્થ જ્ઞાન નથી. દ્રવ્યસ્વભાવની અંતઃદૃષ્ટિપૂર્વક જે જ્ઞાન થાય તે જ વાસ્તવિક-સત્યાર્થ જ્ઞાન છે. અરે ભાઈ ! જે ચેતના પોતાને ચેતે-જાણે નહિ તેને ચેતના કોણ કહે ? એ તો જડપણું થયું બાપુ! જે સ્વને ચેતે-જાણે તે જ પરને યથાર્થ ચેતે-જાણે છે અને તે જ ચિતિશક્તિનું કાર્ય છે. સમજાણું કાંઈ...!
અનંત ધર્મોનું ધામ એક શાશ્વત ધ્રુવ ધર્મી આત્મા છે. ધર્મ એટલે શું? ધર્મ એટલે શક્તિ-સ્વભાવ. અહાહા...! ધર્મી એક શાશ્વત આત્મદ્રવ્ય છે, અને તેના ચિતિ, શિ, જ્ઞાન, સુખ, વીર્ય આદિ ધર્મો ત્રિકાળ શાશ્વત છે. તેની પર્યાય પ્રગટે છે તે એક સમયની છે; પર્યાય શાશ્વત નથી, ક્ષણિક છે, પણ તે શાશ્વત ધ્રુવના આશ્રયે પ્રગટ થાય છે. શું કીધું? આ હું ત્રિકાળી ધ્રુવ શાશ્વત ચૈતન્યચમત્કાર વસ્તુ આત્મા છું એમ જ્ઞાન-શ્રદ્ધાન કરનારી પર્યાય ત્રિકાળી ધ્રુવના આશ્રયે પ્રગટ થાય છે. આનું નામ અનિત્યથી નિત્ય જાણવામાં આવે છે. નિત્ય કાંઈ જાણતું નથી, કેમકે નિત્ય કૂટસ્થ છે; કાર્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ થાય છે તે પર્યાયમાં થાય છે. નિત્ય ધ્રુવ દ્રવ્ય, ને અનિત્ય પર્યાય-બને મળીને આખી અનેકાન્તમય વસ્તુ આત્મા છે; અને એને જ્ઞાનમાત્ર આત્મા કહીએ છીએ.
આત્મા જ્ઞાનમાત્ર સ્વરૂપ છે. આટલું સાંભળી શિષ્ય પ્રશ્ન કર્યો કે ભગવાન ! જ્ઞાનમાત્ર ભાવ કહો એમાં તો એકાંત થઈ જાય છે. જીવ જ્ઞાનમાત્ર સ્વરૂપ છે એમ કહેવાથી તેમાં અનંત ગુણ ન આવ્યા; અને જો અનંત ગુણ છે તો એકલો જ્ઞાનમાત્ર કેમ કહ્યો? તેના ઉત્તરમાં આચાર્યદવ કહે છે-તું એક વાર સાંભળ તો ખરો. જ્ઞાનમાત્ર કહીને અમે તેમાં શરીર, કર્મ, વાણી અને પુણ્ય-પાપના ભાવો નથી એમ જડપણાનો નિષેધ કર્યો છે. બાકી જ્ઞાનમાત્ર આત્મામાં એના અનંત ગુણ સમાઈ જાય છે. અહા ! જ્ઞાનમાત્ર વસ્તુ એક જ્ઞાયક પ્રભુનો અંતઃસન્મુખ થઈ સ્વીકાર કરતાં જ જીવમાં જ્ઞાનચેતના પ્રગટ થાય છે, તેની સાથે શ્રદ્ધા, ચારિત્ર, સુખ, વીર્ય ઇત્યાદિ સર્વ અનંત ગુણોની નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે. અહાહા...! સમુદ્રમાં કાર્યો જેમ ભરતી આવે તેમ ચૈતન્યરત્નાકર પ્રભુ આત્મામાં જ્ઞાનમાત્ર ભાવનું પરિણમન થતાં સર્વ શક્તિઓ આનંદના હિલોળે નિર્મળ નિર્મળ ઉછળે છે; તેમાં આનંદની ભરતી આવે છે. આમ આવું આત્માનું અનેકાન્તસ્વરૂપ છે.
પ્રશ્ન:- પણ શક્તિઓ ઉછળે એમાં ધર્મ શું થયો? કાંઈ તપ-બપ કરે તો ધર્મ થાય ને?
ઉત્તર:- અરે ભાઈ ! તું આત્મા વસ્તુ-પદાર્થ છો કે નહિ? છો; તો એનો સ્વભાવ શું? અહાહા...! ચૈતન્ય... ચૈતન્ય.... ચૈતન્ય એનો સ્વભાવ છે. ભગવાન! તું ચૈતન્યસ્વભાવમય વસ્તુ છો. આચાર્ય ભગવાન કહે છે–તારી ચૈતન્યસ્વભાવમય વસ્તુમાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, આનંદ, પ્રભુતા આદિ અનંત શક્તિ-ગુણની ઋદ્ધિ ભરી છે. અહાહા..! એ ચૈતન્યસ્વભાવમય અનંત ગુણનિધિ પ્રભુ આત્મદ્રવ્યના આશ્રમમાં જતાં, તેમાં જ અંતર્મગ્ન થઈ પરિણમતાં, અહીં કહે છે, એક સાથે અનંત ગુણો નિર્મળ નિર્મળ ઉછળે છે. નિર્મળ જ્ઞાન, શ્રદ્ધાન, ચારિત્ર પ્રગટ થાય છે. ભાઈ ! આ નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન-ચારિત્રનું પ્રગટવું તે ધર્મ નહિ તો શું છે? ભાઈ ! આનું જ નામ ધર્મ છે. આત્માની જ્ઞાન, શ્રદ્ધાન, ચારિત્ર આદિ શક્તિઓ ત્રિકાળી દ્રવ્યના આશ્રયે નિર્મળ નિર્મળ પરિણમે એ જ ધર્મ છે, અને એ સિવાયનાં વ્રત, તપ આદિ કોઈ ધર્મ નથી. સમજાણું કાંઈ..? ધર્મના દશ ભેદ ને તપના બાર ભેદ એ તો ભેદથી-વ્યવહારથી કહેવાય છે. બાકી એક વીતરાગ ભાવ થવો તે જ ધર્મ અને ચૈતન્યનું સ્વરૂપવિશ્રાંત થઈ અંતરંગમાં પ્રતપવું તે જ તપ છે, “સમ્યજ્ઞાન દીપિકા ”માં ક્ષુલ્લક શ્રી ધર્મદાસજીએ લખ્યું છે કે-આત્મા એક અને પરિષહું બાવીસ કયાંથી આવ્યા? આત્મા એક અને ધર્મના પ્રકાર દશ કયાંથી આવ્યા? એ તો ભેદથી કથન કર્યું છે. બાકી કાંઈ ધર્મ દશ નથી; વીતરાગભાવ એક જ ધર્મ છે. વીતરાગ પરમેશ્વરનો આવો મારગ છે. બાકી બધા પામરના ને પામરતાના પંથ છે. આવી વાતું છે.
અહા ! જ્ઞાનમાત્ર આત્મામાં “જ્ઞાન છે” એમ કહેતા જ્ઞાનમાં અસ્તિત્વ ગુણનું રૂપ આવ્યું. આમ જુદો અસ્તિત્વ ગુણ સિદ્ધ થયો. જ્ઞાન આનંદરૂપ છે એમ કહેતાં જ્ઞાનમાં આનંદ ગુણનું રૂપ આવ્યું. આમ જુદો આનંદ ગુણ સિદ્ધ થયો. એમ જ્ઞાનમાં અનંતા ગુણોનું રૂપ હોવાથી આત્મામાં અનંત ગુણ સિદ્ધ થાય છે. અહાહા..! ભગવાન આત્મા, આ પ્રમાણે, અનંત ગુણનું ગોદામ છે, શું કીધું? વિકારનું ગોદામ છે એમ નહિ; અહાહા...! જેમાં અનંત ગુણ નિર્મળ ઉછળે એવા પવિત્ર ગુણોનું ગોદામ પ્રભુ આત્મા છે. ભાઈ ! આ પુણ્ય-પાપના જે ભાવ છે એ તો ઔપાધિકભાવ છે અને તે પર્યાયદષ્ટિથી કૃત્રિમ ઊભા થાય છે. વસ્તુમાં તે ઉત્પન્ન થાય એવી કોઈ શક્તિ નથી. એ તો પર્યાયદષ્ટિ જીવને પર્યાય ઉપર લક્ષ જાય છે તો વિકૃત દશા ઉત્પન્ન થાય છે. બાકી વસ્તુ-ભગવાન આત્મા તો એક સેકન્ડના અસંખ્યાતમાં ભાગમાં (પ્રતિક્ષણ) અનંત શુદ્ધ શક્તિનો ચૈતન્યમય પિંડ છે. અહાહા...! પરવસ્તુ-નિમિત્ત, રાગ-વિકાર ને એક સમયની પર્યાય-અંશ-એનું લક્ષ છોડીને ત્રિકાળી પૂર્ણ-જ્ઞાનઘન નિજ આત્મદ્રવ્ય ઉપર નજર ઠેરવતાં જ અનંત ગુણની નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે. આનું નામ ધર્મ છે, ને આ મોક્ષમાર્ગ છે. આ સિવાય વ્રત, તપ આદિ કાંઈ (-ધર્મ) નથી. સમજાણું કાંઈ...?
આ સત્ નારાયણની કથા છે. સત્નારાયણ નામ કોઈનું હોય એની આ વાત નહિ, આ તો સત્ નામ ભગવાન આત્મા તેની પરમાત્મા થવાની કથા છે. અહાહ! નરમાંથી નારાયણ થવાની–પરમાત્મા–ભગવાન થવાની ભગવાને કહેલી આ ભાગવત કથા છે. અહીં કહે છે-અજડત્વમય ચિતિશક્તિ અર્થાત્ પૂરણ ચૈતન્યસ્વભાવનો સાગર સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે; અહાહા..! તેના આશ્રયે પરિણમતાં-તેમાં અંતર્લીન થઈ પરિણમતાં ચૈતન્યસ્વભાવનો સાગર પ્રભુ અનંત શક્તિઓ સહિત ઉછળે છે. અહાહા...! તેમાં ચિતિશક્તિ સહિત અનંત શક્તિઓ પર્યાયમાં નિર્મળપણે ઉપજે છે. આ અનેકાંત છે. આત્માને જ્ઞાનમાત્ર કીધો તો તેમાં એકલું જ્ઞાન છે એમ નહિ, જ્ઞાનની સાથે જીવત્વ, દર્શન, શ્રદ્ધા, આનંદ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨-ચિતિશક્તિ : ૨૩ વીર્ય, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનંત ધર્મો-ગુણો તેમાં ભેગા આવી જાય છે. જ્ઞાનમાં આ અનંત ગુણનું રૂપ છે છતાં તે અનંત ગુણ બધા ભિન્ન ભિન્ન છે; અને અનંત ગુણ પ્રત્યેક ભિન્ન હોવા છતાં બધા મળી અખંડ અભેદ એક આત્મા છે. અહો ! આવું વસ્તુનું અનેકાન્તમય સ્વરૂપ કોઈ અભુત અલૌકિક છે.
આ તો વીતરાગનો માર્ગ છે બાપુ ! આ કોઈ સાધારણ ચીજ નથી; અંતર-અનુભવના મહાન પુરુષાર્થ વડે પ્રાપ્ત થાય એવી ચીજ છે. પણ અરે! પોતાના ત્રિકાળી સ્વરૂપને ભૂલીને અનાદિથી એણે પર્યાય ઉપર લક્ષ કર્યું છે ! એક સમયની પર્યાયની પાછળ પૂરણ પરમાત્મતત્ત્વ અંદર પડયું છે, પણ અરે ! એની દૃષ્ટિના અભાવે એના ભવના અંત આવ્યા નહિ! અહા ! ભાઈ ! પંચમહાવ્રતાદિના ક્રિયાકાંડમાં મંદ રાગ કરે તો દેવના ભવ મળે, પણ ભવના અંત ન આવે. આવું બધું તો એણે અનંત કાળમાં અનંત વાર કર્યું છે, એ પહેલું-નવું નથી. અહાહા...! અંદર ભગવાન આત્મા અનંત શક્તિનો સાગર ચૈતન્ય નિધાન પ્રભુ છે તેની અંતઃદૃષ્ટિ વડ આનંદનો અનુભવ આવે, નિરાકુળ શાંતિનો સ્વાદ આવે તે અપૂર્વ છે. અહાહા...! અંત:પુરુષાર્થ જાગ્રત કરી સ્વરૂપમાં સ્કુરાયમાન વીર્ય વડ અનંત ગુણની નિર્મળ પર્યાયના સ્વરૂપની રચના કરે તેને ભવના અંત આવી જાય છે. આવો મારગ છે.
અહાહા...! અંદર આત્મામાં એક વીર્યગુણ છે, આત્મબળ નામની અંદર એક ગુણ છે. તે સ્કુરાયમાન થવા વડે ચેતના ગુણના પરિણમનની સાથે બીજા અનંતા ગુણની નિર્મળ પરિણતિની તે રચના કરે છે. અહા ! રાગની રચના કરે તે વીર્યગુણનું કાર્ય નહિ; દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના શુભરાગની રચના કરે એ તો નપુંસકતા . અહા! જેમ હીજડાને વીર્ય નથી તો તેને પ્રજોત્પત્તિ થતી નથી તેમ ભગવાન આત્માને ભૂલીને શુભાશુભ ભાવની રચના કરે તેને (નપુંસકને) ધર્મની પર્યાયરૂપ પ્રજાની ઉત્પત્તિ થતી નથી.
ભાઈ ! શુભાશુભ ભાવ થાય તે આત્માની ચીજ નથી, સ્વભાવપર્યાયની ઉત્પત્તિ થાય તે આત્માના વીર્યગુણનું કાર્ય છે, અને તે અંતઃસન્મુખ પુરુષાર્થ વડે દષ્ટિમાં ભગવાન આત્માનો સ્વીકાર કર્યો પ્રગટ થાય છે. અહા ! ભગવાન આત્માનો જ્યાં દૃષ્ટિમાં સ્વીકાર કર્યો ત્યાં અનંત શક્તિઓ પર્યાયમાં નિર્મળ ઉછળે છે. આ અંતઃસન્મુખ થઈ જે નિજ પરમાત્મદ્રવ્યનો સ્વીકાર કરે તેની વાત છે હોં, માત્ર ઉપર ઉપરથી હા પાડે એની આ વાત નથી. અરે ભાઈ ! નિજ પરમાત્મદ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ એક ચિસ્વભાવપણે અંતરંગમાં વિરાજે છે; પણ અજ્ઞાનીને એનો સ્વીકાર કયાં છે? એ તો અંતઃસન્મુખ થઈ એની દૃષ્ટિ કરતાં એનો સ્વીકાર થાય છે અને ત્યારે એને જ્ઞાનમાત્ર ભાવની અંદર જીવત, ચિતિ, દશિ, વીર્ય આદિ અનંત શક્તિઓ પર્યાયમાં પ્રગટ થાય છે. આનું નામ ધર્મ ને આ મોક્ષમાર્ગ છે. આ સિવાય વ્રત, તપ, ભક્તિ આદિ બધું થોથાં છે.
જુઓ, અહીં બીજી ચિતિશક્તિનું વર્ણન ચાલે છે. આત્મદ્રવ્યને કારણભૂત પહેલાં જીવત્વશક્તિ કહીને તેના ચાર-દર્શન, જ્ઞાન, આનંદ ને વીર્ય-ચૈતન્યભાવપ્રાણ કહ્યા. અહાહા...! આવા ચૈતન્યભાવપ્રાણ વડે જીવ અનાદિથી જીવે છે, જીવતો હતો ને અનંતકાળ જીવશે.
તો લોકો કહે છે ને કે “જીવો અને જીવવા દો’—આ ભગવાન મહાવીરનો સંદેશ છે. અરે જૈનો પણ રથયાત્રા પ્રસંગે સૂત્રો પોકારે છે કે
“ ભગવાન મહાવીરનો સંદેશ
જીવો અને જીવવા દો.” આ શું છે? અરે ભાઈ ! “જીવવા દો” એટલે બીજા જીવોનું જીવન આના હાથમાં છે–એવો ભગવાન મહાવીરનો સંદેશ નથી. બીજો બીજાને જિવાડે, અને બીજાનો જીવાડ્યો બીજો જીવે એ ભગવાન મહાવીરની વાણી નથી. કોઈ કોઈને જિવાડે કે હણે એ વસ્તુસ્વરૂપ નથી, અને એ ભગવાનની વાણી નથી. જીવમાં ત્રિકાળ જીવત્વ નામની શક્તિ છે, અને ત્રિકાળ ચૈતન્યભાવપ્રાણ વડે અનાદિ-અનંત જીવનું જીવન છે. અહા ! આવી નિજ જીવનશક્તિને ઓળખી અંતર્મુખ નિરાકુલ જીવન જીવ જીવે તે યથાર્થ જીવન છે. અહા ! આવું જીવન પોતે જીવો ને સૌ કોઈ જીવો' એવો ભગવાન મહાવીરનો સંદેશ છે, ઉપદેશ છે. સમજાણું કાંઈ...?
સમયસારની બીજી ગાથામાં ‘નીવો' શબ્દ છે એમાંથી આચાર્યદેવે આ જીવત્વશક્તિ કાઢી છે, ને જીવત્વનું ચિતિશક્તિ લક્ષણ છે તેથી અહીં બીજી ચિતિશક્તિ કહી. અહાહા.' આ જીવત્વશક્તિ, ચિતિશક્તિ ઇત્યાદિ શક્તિઓ છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ એ તો ત્રિકાળ જીવતા-જાગતા જીવની જાહેરાત કરે છે. ભાઈ ! આ શક્તિઓ છે એ તો અંદર ભગવાનના દરબારનો અનુપમ અણમોલ ખજાનો છે; અંતઃસન્મુખ દષ્ટિ વડે તેને ખોલી દે. અહાહા...! ચૈતન્યનું નિધાન ધ્રુવધામ પ્રભુ આત્મા છે, અહાહા...! આવા પોતાના ધ્રુવધામને ધ્યેય બનાવી, ધીરજથી ધ્યાનની ધધકતી ધૂણી ધખાવી ધર્મી જીવ જીવન જીવે તેને ધન્ય છે. સૌ જીવો આવું જીવન જીવો એવો ભગવાન મહાવીરનો સંદેશ છે.
આ પ્રમાણે આ બીજી ચિતિશક્તિ અહીં પૂરી થઈ.
૩: દશિશક્તિ અનાકાર ઉપયોગમયી દૃશિશક્તિ. (જેમાં શેયરૂપ આકાર અર્થાત વિશેષ નથી એવા દર્શનોપયોગમયીસત્તામાત્ર પદાર્થમાં ઉપયુક્ત થવામયી-દશિશક્તિ અર્થાત્ દર્શનક્રિયારૂપ શક્તિ.)”
જુઓ, આત્મામાં અનંત શક્તિઓ છે. તેમાં જીવત્વ અને ચિતિશક્તિનું આચાર્યદેવે પહેલાં વર્ણન કર્યું. આ તો વર્ણનમાં ક્રમ પડ્યો, બાકી વસ્તુમાં તો શક્તિઓ અક્રમે છે. હવે અહીં ત્રીજી દશિશક્તિ કહે છે. કેવી છે શિશક્તિ? તો કહે છે-“અનાકાર ઉપયોગમયી શિશક્તિ” છે. દશિ નામ દર્શન–દેખવારૂપ આ શક્તિ છે. તે આત્મદ્રવ્યને દેખે છે, પોતાને દેખે છે, પરને દેખે છે; ગુણને દેખે છે, પર્યાયને દેખે છે; અને તે બધાને ભેદ પાડ્યા વિના દેખે છે. આ સ્વદ્રવ્ય છે, આ પરદ્રવ્ય છે; આ ચેતન છે, આ અચેતન છે એમ ભેદ પાડીને દેખતી નથી, સામાન્ય સત્તામાત્ર વસ્તુને ગ્રહણ કરે છે, દેખે છે. બહુ સૂક્ષ્મ વાત ભાઈ !
પ્રશ્ન:- તો શું દર્શન-ઉપયોગ જીવ-અજીવ બધાને એકમેક કરી દેખે છે?
ઉત્તર:- ના, એમ નથી; તે સત્તામાત્ર જ દેખે છે, “આ સત્ છે” બસ એટલું જ દેખવાપણું છે, પણ આ સ્વ છે આ પર છે ઇત્યાદિ એમાં વિશેષ ગ્રહણ કરવાપણું નથી. વિશેષ-ભેદ પાડીને ગ્રહણ કરવાનું તો જ્ઞાનનું કાર્ય છે.
અાહા...! અનાકાર ઉપયોગમયી દર્શનશક્તિ છે. અનાકાર અર્થાત આકાર નહિ. એટલે શું? શું તેનો આકાર નામ ક્ષેત્ર નથી? એમ નથી. ભગવાન આત્માનું જે અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે તે જ એનું ક્ષેત્ર છે. સર્વ અનંત ગુણનું આ એક જ ક્ષેત્ર છે. જો ક્ષેત્ર ન હોય તો શક્તિ જ ન હોય, શક્તિનું હોવાપણું જ સિદ્ધ ન થાય, અને તો વસ્તુ જ સિદ્ધ ન થાય. દર્શનને અનાકાર કહ્યું એ તો એનો વિષય સામાન્ય સત્તામાત્ર જ છે એ અપેક્ષાએ વાત છે. આ ચીજ આત્મા છે, આ ચીજ જડ છે; આ સ્વ છે, આ પર છે; આ જીવ છે, આ જ્ઞાન છે–એમ ભેદરૂપ આકારનું ગ્રહણ દર્શનશક્તિમાં નથી, બધું સામાન્ય પણે ગ્રહણ હોય છે બસ. ભાઈ ! આ શક્તિનું સામર્થ્ય તો જો. અહાહા..! તેનું ક્ષેત્ર તો અસંખ્ય પ્રદેશી જ છે, પણ આખા લોકાલોકને દેખી લેનારા કેવળદર્શનરૂપ થાય એવું એનું અપરિમિત બેહદ સામર્થ્ય છે. ઓહો ! આ તો અલૌકિક વસ્તુ છે.
ભાઈ ! તારી વસ્તુ આવી અપાર-અનંત સમૃદ્ધિથી ભરી છે. પણ અરે ! તેં તારા ચૈતન્યનિધાનમાં નજર કરી નહિ! ભાઈ ! તું માન કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભ-અનુષ્ઠાન વડે ધર્મ થઈ જશે પણ એવી તારી ચીજ નથી બાપુ! ને એવું ધર્મનું સ્વરૂપ પણ નથી. વિચાર તો કરે; અનાદિ કાળથી ક્રિયાકાંડના રાગનું સેવન કરીને મરી ગયો પણ ધર્મ પ્રગટ થયો નહિ. અરે! તારો ચૈતન્ય મહાપ્રભુ ભગવાનસ્વરૂપે અંદર વિરાજે છે તેનો તે અનાદર કર્યો છે; અને દેહ અને રાગનો આદર કર્યો છે. દેખવાની શક્તિવાળો જે દેખનાર મહાપ્રભુ છે તેને તે દેખ્યો નહિ! અહા ! દેખનારને દેખવાની દરકાર સુદ્ધાં કરી નહિ! પણ ભાઈ ! અંદર દેખનારો દૃષ્ટા છે તેમાં દષ્ટિ કરે ત્યારે જ ધર્મ પ્રગટ થાય. આવી વાત !
અહાહા-! આ આત્મા કારણપરમાત્મા છે. ત્રિકાળી ધ્રુવ ચિન્માત્ર દ્રવ્યને કારણ પરમાત્મા કહેવાય છે, અને કેવળદર્શન, કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થાય તેને કાર્યપરમાત્મા કહે છે. ત્યારે એક વાર પ્રશ્ન થયો હતો કે
જો ભગવાન આત્મા ધ્રુવ કારણપરમાત્મા છે તો તેનું કાર્ય પ્રગટ થવું જોઈએ ને?”
ત્યારે કહ્યું તું કે-ધ્રુવ દ્રવ્ય તે કારણપરમાત્મા છે, પણ તેની જેને દૃષ્ટિ થાય તેને તેનું કાર્ય પર્યાયમાં પ્રગટ થાય છે. અહાહા..! વસ્તુ-કારણપરમાત્મા તો પૂર્ણાનંદસ્વરૂપે નિત્ય વિરાજમાન છે; પણ તેની દૃષ્ટિ અને તેમાં રમણતાલીનતા કરે તેને પર્યાયમાં કાર્યપરમાત્મા પ્રગટ થાય છે. હવે જેને હું પરમાત્મસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છું એમ સ્વીકાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩-દશિશક્તિ : ૨૫ જ નથી તેને કારણપરમાત્મા ક્યાં છે? દેખવાની શક્તિનો ધરનારો અનંત શક્તિસંપન્ન પ્રભુ કારણપણે શાશ્વત વિદ્યમાન છે, પણ તેનું ભાન કર્યા વિના, તેનો દષ્ટિમાં સ્વીકાર કર્યા વિના કારણપરમાત્મા છે એ કયાં રહ્યું? ભાઈ ! ઉપયોગને અંતરમાં વાળી ત્રિકાળી દ્રવ્યનાં જ્ઞાન-શ્રદ્ધાને પ્રગટ કરે તેને જ હું કારણપરમાત્મા છું એમ નિશ્ચય થાય છે અને તેને જ અંતર્લીનતા વડ કેવળદર્શન-કેવળજ્ઞાનરૂપ કાર્ય પ્રગટ થાય છે.
આત્મા પૂર્ણાનંદ પ્રભુ અનંત શક્તિનો પિંડ ત્રિકાળ એકરૂપ દ્રવ્ય છે. અહા ! શક્તિ અને શક્તિવાનનો ભેદ પણ જેમાં નથી એવા આ અભેદ એકરૂપ સામાન્ય વિષય બનાવી તેની પ્રતીતિ અને અનુભવ કરે તેનું નામ સમ્યગ્દર્શન છે. ત્રિકાળી વસ્તુ તો વસ્તુમાં છે, પણ આવું હું ત્રિકાળી ધ્રુવ ચૈતન્યતત્ત્વ છું એમ શ્રદ્ધાની પર્યાયમાં તેનો
સ્વીકાર થાય ત્યારે કારણપરમાત્માનો યથાર્થ નિર્ણય થાય છે. ત્રિકાળી ચીજ છે તે કાંઈ પર્યાયમાં આવતી નથી, પણ ત્રિકાળી દ્રવ્યનું જ્ઞાન અને શ્રદ્ધાના પર્યાયમાં પ્રગટે છે, અને ત્યારે “આ હું કારણ પરમાત્મા છું' એમ એનો વાસ્તવિક
સ્વીકાર થાય છે. અરે ભાઈ ! દશિના વિષયને-દાને દેખ્યા વિના તેની પ્રતીતિ કેવી ? અને વિના પ્રતીતિ કારણ પરમાત્મા છું એ વાત કયાં રહે છે?
અહીં કહે છે–આત્મામાં અનાકાર ઉપયોગમયી એક શિશક્તિ છે. તેનું કાર્ય શું? તો કહે છે આ આત્મા, આ જ્ઞાન, આ દર્શન, આ પર્યાય, આ હેય ને આ ઉપાદેય-એમ કોઈ ભેદ પાડ્યા વિના જે સામાન્ય પ્રતિભાસ થાય છે તે દશિશક્તિનું કાર્ય છે. અહાહા...! ભેદ જેનો વિષય નથી એવી અનાકાર ઉપયોગમયી શિશક્તિ છે. અનાકાર એટલે વિશેષ વિના સામાન્યપણે દેખવું. અહાહા..! જેમાં શેયરૂપ આકાર નથી, વિશેષ નથી, જેમાં સત્તામાત્ર પદાર્થનો પ્રતિભાસ થાય છે એવી સામાન્ય અવલોકનમાત્ર દશિશક્તિ છે. આ શિશક્તિ સૂક્ષ્મ છે. ભેદ પાડીને વિશેષપણે જાણવું એ તો જ્ઞાનનું કાર્ય છે. આ આત્મા છે એમ નિર્ણય થયો એ તો જ્ઞાન છે. તે જ્ઞાનના થવા પહેલાં (છદ્મસ્થને ) દશિશક્તિમાં સામાન્ય પ્રતિભાસરૂપ ઉપયોગ વર્તે છે. (કવળીને જ્ઞાન ને દર્શન બન્ને ઉપયોગ સાથે વર્તે છે).
દશિશક્તિ એક ગુણ છે, તેનો ધરનાર આત્માં ગુણી છે. જ્યારે ગુણી એવા ત્રિકાળી દ્રવ્યનો અંતરમાં સ્વીકાર થાય ત્યારે દશિશક્તિ પર્યાયમાં ઉછળે છે, તેનું પર્યાયમાં પરિણમન થાય છે, દેખાવારૂપ પર્યાય પ્રગટ થાય છે. દિખલારૂપ સ્વભાવ ધ્રુવપણે હતો તેનું પર્યાયમાં પરિણમન થઈને દેખવારૂપ કાર્ય પ્રગટ થાય છે. હવે આવી પોતાની ચીજની દિગંબરમાં જન્મેલાનેય ખબર ન મળે; શું થાય? કુળથી કાંઈ દિગંબર ધર્મ નથી, દિગંબર ધર્મ તો વસ્તુનું સ્વરૂપ છે.
અહાહા...! આત્મા અંતરમાં વિકલ્પના વસ્ત્રરહિત (નિર્વિકલ્પ) અનંત શક્તિઓનો પિંડ છે તેને દિગંબર કહીએ, અને જ્યારે આવા આત્માના ભાન સહિત અંતરંગ દશામાં મુનિપણું પ્રગટ થાય ત્યારે બહારમાં પંચમહાવ્રત ને નગ્નદશા નિમિત્તપણે હોય છે તેનું નામ દિગંબર ધર્મ છે. આ કોઈ પક્ષની વાત નથી પ્રભુ ! આ તો વસ્તુનું સ્વરૂપ જ આવું છે. સમજાણું કાંઈ..?
અનાકાર ઉપયોગમયી દશિશક્તિ છે. એટલે શું? કે જેમાં શેયરૂપ આકાર નથી, વિશેષતા નથી, બધું સામાન્ય સત્તામાત્ર દેખવામાં આવે છે એવા ઉપયોગમય દર્શનશક્તિ છે. દર્શનની પર્યાય સ્વને અને પરને દેખે છે, પણ એમાં આ સ્વ અને પર એમ ભેદ હોતો નથી. ભેદ એ દર્શનશક્તિનો વિષય નથી. વળી એકલા પર દેખે એ દર્શનશક્તિનું વાસ્તવિક કાર્ય નથી. આત્મા સહિત સર્વ પદાર્થોની સત્તાને દેખે તે જ એનું વાસ્તવિક કાર્ય છે. અહા ! દ્રવ્ય-ગુણમાં વ્યાપક આ દર્શનશક્તિ વાસ્તવિક કયારે પરિણમે?કે જ્યારે ઉપયોગને અંતરમાં અભેદ કરી અને ગ્રહે–દેખે ત્યારે. આ સિવાય એકલા પરને જાણતા પહેલાં અજ્ઞાનીને તેનું જે સામાન્ય દર્શન થાય છે તે શક્તિનું વાસ્તવિક કાર્ય નથી, એ તો અદર્શન છે, અજ્ઞાનતા છે.
દશિશક્તિવાળા દ્રવ્યને દેખવાથી પોતાને અને પરને ભેદ પાડ્યા વિના દેખવાની પર્યાય ઉત્પન્ન થાય છે, અને તેની સાથે બીજા અનંત ગુણની નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. અહીં વિકારની–રાગની વાત લીધી નથી, કેમકે વિકાર કોઈ શક્તિનું કાર્ય નથી. વિકાર તો પર્યાયબુદ્ધિથી પર તરફ લક્ષ કરવાથી ઉત્પન્ન થાય છે, ખરેખર તે જીવના ત્રિકાળી
સ્વરૂપમાં નથી; અને દર્શન ગુણની નિર્મળ પર્યાય પ્રગટવા સાથે જે અનંત ગુણની નિર્મળ પર્યાય પ્રગટ થાય તેમાંય રાગાદિ વ્યવહાર નથી, એનો અભાવ-નાસ્તિ છે. આમ બધું અનેકાન્ત છે.
કેટલાક કહે છે-વ્યવહારથી નિશ્ચય થાય, પણ એ બરાબર નથી, અહીં તેની ના પાડે છે. અરે ભાઈ ! જરા સમજણમાં તો લે કે આ શું વાત છે? પછી અંતરમાં પ્રયોગ કરે એ તો અલૌકિક વાત છે. ત્રિકાળી દ્રવ્યના આશ્રયે જ્ઞાનમાત્ર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ ભાવનું પરિણમન થતાં અંદર દશિશક્તિ ઉછળે છે–પરિણમે છે, અને સાથે અનંત શક્તિઓ ઉછળે છે-પર્યાયમાં પ્રગટ થાય છે. આ બધી ક્રમબદ્ધ પ્રગટ થાય છે અર્થાત તે કાળે તેમની જન્મક્ષણ છે તો પ્રગટ થાય છે. પ્રવચનસારના શેય અધિકારમાં ગાથા ૧૦૨માં આ વાત આવી છે. જ્ઞયનો (દ્રવ્યનો) આવો સ્વભાવ છે એમ ત્યાં વર્ણન કર્યું છે.
શ્રી જયસેનાચાર્યદેવે આ (પ્રવચનસારના) શય અધિકારને સમ્યગ્દર્શનનો અધિકાર કહ્યો છે. ત્યાં શેયનો સ્વભાવ એટલે દ્રવ્યના સ્વભાવની વાત છે. છએ દ્રવ્યોનો આ સ્વભાવ છે કે તેની પ્રત્યેક પર્યાયની જન્મક્ષણ છે. અર્થાત્ જે સમયે જે પર્યાય થવાની હોય તે પર્યાય તે સમયે પ્રગટ થાય જ છે. દ્રવ્યની પ્રત્યેક પર્યાય પોતાના સ્વકાળે પ્રગટ થાય છે. ત્યારે તો કહ્યું કે-કમવર્તી પર્યાય અને અક્રમવર્તી ગુણોનો સમુદાય તે આત્મા છે. ભાઈ ! ભગવાનનો પંથ જેવો છે તેમ ખ્યાલમાં લેવો જોઈએ.
એકેક શક્તિ પોતાના સ્વભાવથી જ પરિણમન કરે છે, ને તેમાં વ્યવહારનો-રાગનો અભાવ છે. આ વસ્તુસ્વભાવ છે. વ્યવહારથી પણ શક્તિ પ્રગટ થાય ને નિશ્ચયથી પણ પ્રગટ થાય એમ છે નહિ. લોકોને સત્યાર્થીની ખબર નથી તેથી તેઓ આ વાતનો વિરોધ કરે છે, પણ ખરેખર તો તેઓ પોતાનો વિરોધ કરે છે. શું થાય? એકેક શક્તિ નિર્મળપણે પરિણમે છે તેમાં વ્યવહારનો અભાવ જ છે. આ સ્યાદ્વાદ અને આ અનેકાન્ત છે. અનેકાન્તનો અર્થ એવો નથી કે નિર્મળ પર્યાય વ્યવહાર-રાગના લક્ષય થાય ને પોતાના નિશ્ચય દ્રવ્યના લક્ષય થાય. એ તો ફૂદડીવાદ છે ભાઈ !
આત્મા ચૈતન્યવસ્તુ છે તે દ્રવ્ય છે. તેમાં અનંત શક્તિઓ છે. શક્તિનું પરિણમન થાય તે પર્યાય છે. અને જે વેદન થાય તે પર્યાયમાં થાય છે. શક્તિ તો નિત્ય ધ્રુવસ્વરૂપે છે, તેમાં કાર્ય નથી, કાર્ય પર્યાયમાં થાય છે. વેદનઅનુભવ પર્યાયમાં થાય છે. “અનુભવ કરો, અનુભવ કરો” –એમ કેટલાક કહે છે. પણ બિચારાઓને અનુભવ શી ચીજ છે એની ખબર નથી. નિરાકુલ આનંદનું વેદના થાય તે અનુભવ છે, અને તે પર્યાય છે. જુઓ, પર્યાયમાં દુઃખ છે, દ્રવ્ય-ગુણમાં દુઃખ નથી. સ્વાનુભવ કરતાં પર્યાયમાં જે દુ:ખ છે તેનો નાશ થાય છે, ને આનંદના વેદનની નવી અવસ્થા ઉત્પન્ન થાય છે. પણ હવે વેદાંતીઓની જેમ પર્યાય શું ચીજ છે એનીય ખબર ન મળે અને અનુભવની વાત કરે, પણ તેને અનુભવ શી રીતે થાય? એને તો દુ:ખનો જ અનુભવ રહે. ભાઈ ! ઉપયોગની દશાને અંતર્મુખ
સ્વાભિમુખ કર્યા વિના સ્વાનુભવની દશા પ્રગટતી નથી. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલી વસ્તુ જેમ છે તેમ યથાર્થ જાણવી જોઈએ.
આત્માની શક્તિઓ છે તે પારિણામિકભાવસ્વરૂપ છે. દશિશક્તિ તે ભાવ (ત્રિકાળી) અને આત્મદ્રવ્ય તે ભાવવાન. તથા તે બન્ને પરિણામિકભાવે છે. પર્યાયમાં જે ભાવ પ્રગટે છે તે બીજી ચીજ છે. આ તો શક્તિ અને શક્તિવાન સહજ અકૃત્રિમ સ્વભાવરૂપ છે તે પારિણામિકભાવે છે. તે નવીન ઉત્પન્ન થતો નથી, ને તેનો અભાવ થતો નથી. અહા ! આવા પારિણામિકભાવરૂપે શિશક્તિ છે. પર્યાયો નવી નવી ઉત્પન્ન થાય છે, જ્ઞાન, દર્શન આદિ ગુણો છે તે ઉત્પન્ન થતા નથી, વિનશતા પણ નથી, ત્રિકાળ શાશ્વતપણે રહે છે. અહો ! આ જૈનદર્શન બહુ સૂક્ષ્મ અલૌકિક છે. તેનો પત્તો લાગી જાય તેના ભવનો અંત આવી જાય છે. એના વિના બધા ક્રિયાકાંડ-વ્રત, તપ આદિ સર્વ-ફોગટ છે, સંસારનું બંધનું જ કારણ બને છે.
અહા! ત્રિકાળી દૃશિશક્તિ છે તે પારિણામિકભાવે છે. ૩૨૦મી ગાથામાં મોક્ષનું કારણ કયા ભાવ છે તેનો ખુલાસો કર્યો છે. ઔદયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક-આ ચાર ભાવ પર્યાયરૂપ છે, ને દ્રવ્ય-ગુણ છે તે પારિણામિકભાવ છે. તેમાંથી મોક્ષનું કારણ કોણ? ત્યાં ખુલાસો કર્યો છે કે
-પારિણામિકભાવ છે તે મોક્ષનું કારણ નથી, કેમકે તે અક્રિય છે, તેમાં કાર્ય થતું નથી. –ઔદયિકભાવ મોક્ષનું કારણ નથી, કેમકે રાગાદિ ઔદયિકભાવ છે તે બંધરૂપ ને બંધના કારણરૂપ છે. –બાકીના ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એ ત્રણ ભાવ મોક્ષનું કારણ થાય છે, કેમકે તે શક્તિના નિર્મળ કાર્યરૂપ છે.
અહીં દર્શનશક્તિની વાત ચાલે છે. અહા ! તેનું અંશે નિર્મળ પરિણમન છે તે ક્ષયોપશમભાવે છે, કેવળદર્શન ક્ષાયિકભાવરૂપ છે ને દર્શનમાં ઉપશમભાવ હોતો નથી ને શક્તિના પરિણમનમાં ઔદયિકભાવનો તો અભાવ જ છે. આવી વાત છે.
ચોથા ગુણસ્થાનકે ક્ષાયિક સમકિત થાય છે તે ક્ષાયિકભાવ છે. શ્રેણીક રાજા પ્રથમ બૌદ્ધધર્મી હતા. તેમને મુનિરાજનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩-દશિશક્તિ : ૨૭ સમાગમ થતાં તે સમકિત પામ્યા. આત્મજ્ઞાન થયા પછી તે ભગવાન મહાવીરના સમોસરણમાં પધાર્યા. ત્યાં ક્ષાયિક સમકિત પામ્યા; ભગવાનના કારણે નહિ હોં, પોતાના અંતઃપુરુષાર્થથી; ભગવાન તો તેમાં નિમિત્તમાત્ર છે. ક્ષાયિક સમકિત થયા પછી કદી તેનો અભાવ ન થાય. ક્ષાયિક સમકિત પર્યાય છે એટલે પલટે ખરી, પણ અભાવ થઈને કદી મિથ્યાત્વ ન થાય. સમકિત થયા પહેલાં તેમને નરકગતિનું આયુષ્ય બંધાઈ ગયેલું. વર્તમાનમાં તેઓ પ્રથમ નરકમાં છે. પણ નરકમાંય તેમને શીલ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન ને સ્વરૂપાચરણરૂપ શીલ તેમને ત્યાંય છે. તે શીલના પ્રતાપે ત્યાંથી નીકળી આવતી ચોવીસીમાં ભારતના પ્રથમ તીર્થંકર થઈ મોક્ષ પામશે. પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનમાં શીલની વિશેષતા હોય છે, તથાપિ ચોથેય શીલ હોય છે. અનંતાનુબંધી કષાયનો અભાવ છે એટલું ત્યાં નરકમાંય ચોથે ગુણસ્થાને શીલ છે. શીલ એટલે બહારમાં બ્રહ્મચર્ય હોય એની વાત નથી. આ તો સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન ને લીનતારૂપ પરિણામ તેને શીલ કહે છે. અરે ! અનંત વાર મુનિપણું લઈને એ નવમી રૈવેયકનો દેવ થયો, પણ આત્મભાન વિના એને શીલ ન થયું અહા ! એના પંચમહાવ્રતના ભાવ શીલ ન હતા. સમજાણું કાંઈ...?
ભાઈ ! આ બધું ખાસ અભ્યાસ કરીને સમજવું પડશે હોં. બહાર (ચતુર્ગતિમાં) રખડવાનો અભ્યાસ તો અનાદિ કાળથી કરતો આવે છે. સારી નોકરી મળે, બાગ-બંગલા મળે ને પાસે પાંચ-દસ લાખની મૂડી થઈ જાય એ બધું તો ધૂળધાણી છે. બહારમાં લાખોની પેદાશ થાય એ બધો ખોટનો ધંધો છે. બહારના એમ. એ. , ને એલ. એલ. બી. ના અભ્યાસમાં વર્ષો ગાળે એ એકલો પાપનો અભ્યાસ છે. તેના ફળમાં તને દુ:ખનાં નિમિત્તો મળશે. અને અહા ! આ અધ્યાત્મવિદ્યાનો અભ્યાસ કરે તો તેના ફળમાં સ્વાધીન અતીન્દ્રિય આનંદ મળશે. આ સંયોગોની દૃષ્ટિ જવા દે ભાઈ ! સંયોગ તો જે આવવાયોગ્ય હશે તેજ આવશે. ‘દાણે દાણ ખાનારનું નામ'—લોકમાં એમ કહે છે ને ? એનો અર્થ શું? એ જ કે જે રજકણો સંયોગમાં આવવાના છે તે આવશે જ, અને નહિ આવવાયોગ્ય સંયોગ કોડ ઉપાય કર્યો પણ નહિ આવે. ભાઈ ! સંયોગ મેળવવાનો ઉધમ કરે છે માટે તે મળે છે એમ નથી. (હવે તત્ત્વાભ્યાસ વિના આ કેમ સમજાય ?).
ભાઈ ! આ શક્તિનો અધિકાર સૂક્ષ્મ છે; માટે શાંતિથી સાંભળવું. આ આત્માના અંતરની હિતની વાત છે. દુનિયા માને ન માને એનાથી કાંઈ જ સંબંધ નથી. અહીં કહે છે-દર્શનશક્તિ અનાકાર ઉપયોગમયી છે. દર્શન એટલે શ્રદ્ધા શક્તિની આ વાત નથી. આત્માની પ્રતીતિરૂપ-સમ્યગ્દર્શનરૂપ જેનું કાર્ય છે તે શ્રદ્ધાશક્તિની આ વાત નથી. આ તો નિર્મળ દેખવાના ઉપયોગરૂપ દર્શનશક્તિની વાત છે. પોતાના દ્રવ્ય અને અનંત ગુણ-પર્યાયોને પર્યાયમાં દેખે એવી અનાકાર ઉપયોગમયી દર્શનશક્તિની આ વાત છે. અહાહા..! શિશક્તિ સહિત અંદર દ્રવ્યમાં જયાં દેખવા જાય ત્યાં તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપી જાય છે. વળી પરને દેખવાથી દર્શનશક્તિનો ઉપયોગ સાકાર થઈ જાય છે એમ નથી. દર્શન ઉપયોગ તો સ્વને, પરને-સર્વને ભેદ પાડ્યા વિના જ સામાન્યપણે દેખે છે. દશિશક્તિ, તેની સાથે અનંતા ગુણો, અને એકરૂપ ત્રિકાળી દ્રવ્ય એ બધું દર્શન ઉપયોગમાં સામાન્યસત્તામાત્ર દેખવામાં આવે છે. ભાઈ ! આ દર્શન ઉપયોગ સૂક્ષ્મ છે. અનાકાર છે ને? તેથી છદ્મસ્થ તેને પકડી ન શકે, પણ આગમ, અનુમાન અને અંતર્મુખ થયેલા જ્ઞાન વડે તે સમજાય એમ છે. આ તો બાપુ! અંતરની પોતાની ચીજને પહોંચવાની વાત છે. બાકી ૧૧ અંગનું જાણપણું થઈ જાય તોય આત્મા દેખાય એમ નથી.
અહાહા...! અનાકાર ઉપયોગ (શક્તિપણે) તો ત્રિકાળ છે, પરંતુ અજ્ઞાનીને અનાદિથી વર્તમાન વર્તતો ઉપયોગ કેવળ પરસમ્મુખ પ્રવર્તતો હોવાથી તેને શક્તિનું વાસ્તવિક પરિણમન પ્રગટતું નથી, તેને શક્તિનું યથાર્થ ફળ આવતું નથી. પણ જ્યારે તે સ્વસમ્મુખ થઈ સ્વ-આશ્રયે પરિણમે છે ત્યારે નિર્મળ ઉપયોગ (સ્વ-પરને દેખવારૂપ) પ્રગટ થાય છે અને સાથે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. અહાહા..! અનંત ગુણોનું રૂપ તેમાં આવી જાય છે. બીજા ગુણ તેમાં આવી જાય એમ નહિ, પણ બીજા ગુણનું રૂપ તેમાં આવી જાય છે. અહાહા...! બધું દેખાય પણ આકાર નહિ, ઉપયોગ નિરાકાર નિર્વિકલ્પ હોય છે. બધાને દેખે પણ ઉપયોગ સાકાર ન થાય, સત્તામાત્ર દેખે બસ. જ્ઞાન છે તે સવિકલ્પ છે, તે સ્વ-પરને સર્વને ભેદ પાડીને જાણે છે. પરંતુ દર્શનશક્તિનો ઉપયોગ તો સત્તામાત્ર વસ્તુમાં ઉપયુક્ત થવારૂપ છે. દર્શનક્રિયામાત્ર છે. ભાઈ ! આ તારા આત્માના ગુણોનો ખજાનો ખોલવામાં આવે છે. (એમ કે સાવધાન થઈ ખજાનો જો.)
અા! ભગવાન કેવળી કહે છે-ભાઈ ! તારી ચૈતન્ય વસ્તુમાં અનાકાર ઉપયોગમયી એક દર્શનશક્તિ છે. અહાહા...! આ ઉપયોગ અને આ ઉપયોગવાન એવા ભેદનું લક્ષ છોડી અભેદ એક ચૈતન્ય વસ્તુનું જ્યાં અંતર-આલંબન કરે કે તત્કાલ નિર્મળ ઉપયોગની દશારૂપે શક્તિ પ્રગટ થાય છે; તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. અહાહા..! દ્રવ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ દષ્ટા, ગુણ દૃષ્ટા, અને પર્યાય પણ એક દષ્ટાભાવરૂપ પ્રગટ થાય છે. અહા ! આ દર્શનશક્તિ ક્રમે નિર્મળ નિર્મળ એવી પરિણમે કે આખા લોકાલોકને દેખનારા કેવળદર્શનરૂપ પરિણમી જાય છે. તે લોકાલોકના પદાર્થોને કરે એમ નહિ, માત્ર સામાન્યસત્તારૂપ દેખે બસ. અહા ! આમ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે એવી દર્શનશક્તિના ઉપયોગ વડે તું દેખે તે યથાર્થ દેખવું છે. કેમકે તેમાં પરાવલંબન નથી. બાકી ઇન્દ્રિયોના કે વિકલ્પના આલંબને-આશ્રયે જે ઉપયોગ પ્રગટ થાય તે તો આત્માનો ઉપયોગ જ નથી, તે શક્તિનું કાર્ય નથી. શક્તિની સાથે એકતા કરી પરિણમે તે શક્તિનું કાર્ય છે. આવી વાત છે.
અહાહા..! આત્માની એકેક શક્તિ અનંત શક્તિમાં વ્યાપક છે. અને તે પ્રત્યેક શક્તિ દ્રવ્યદૃષ્ટિ થતાં પર્યાયમાં પણ વ્યાપે છે. આ દર્શનશક્તિ છે તેય દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. ત્યાં શક્તિ ધ્રુવ ત્રિકાળ છે તે ધ્રુવ ઉપાદાન છે, અને તેની વર્તમાન પર્યાય પ્રગટ થાય તે ક્ષણિક ઉપાદાન છે.
તો કોઈ નિમિત્ત છે કે નહિ?
ઇન્દ્રિયાદિ બાહ્ય પદાર્થો તેમાં નિમિત્ત હો, પણ શક્તિને તેનું આલંબન નથી. નિર્મળ દર્શનોપયોગ પ્રગટ થાય તે સ્વાલંબી છે, ઇન્દ્રિયાદિ બાહ્ય ચીજોથી તે નિરપેક્ષ પ્રગટ થાય છે. અહા ! દર્શનશક્તિ તો ધ્રુવ છે, પણ તેનું અનાકાર ઉપયોગરૂપે પરિણમન થાય છે તે તેની ઇન્દ્રિયાદિ નિમિત્તથી નિરપેક્ષ સ્વાલંબી ક્રિયા છે. શક્તિના પરિણમનનાં છએ કારકો સ્વાધીન છે. અહો ! આવો અદ્દભુત અલૌકિક કોઈ આત્મદ્રવ્યનો મહિમા છે. ભાઈ ! આ બધું પોતાને જાણવા-સમજવા માટે છે. બીજાને વિસ્મય પમાડવાની આ વાત નથી. ભાઈ ! અદ્દભુત અનંત આશ્ચર્યોનું નિધાન ચૈતન્યચમત્કાર વસ્તુ તું છો. તેનો અંતરમાંમહિમા લાવી એક વાર અંતર-દષ્ટિ કરી પરિણમી જા; એથી તને સુખનું નિધાન એવો ધર્મ પ્રગટશે, અને અનાદિકાલીન સંસારની રઝળપટ્ટી મટશે. સમજાણું કાંઈ...?
આ પ્રમાણે આ ત્રીજી શિશક્તિ પૂરી થઈ.
૪: જ્ઞાનશક્તિ “સાકાર ઉપયોગમયી જ્ઞાનશક્તિ. (જે શેય પદાર્થોના વિશેષરૂપ આકારોમાં ઉપયુક્ત થાય છે. એવી જ્ઞાનોપયોગમયી જ્ઞાનશક્તિ.)”
“સાકાર ઉપયોગમયી જ્ઞાનશક્તિ” –અહાહા..! શું કહે છે? પહેલાં નિરંજન નિરાકાર શિશક્તિ કહી. તે યપદાર્થોને સર્વને સત્તામાત્ર દેખવારૂપ છે. અહીં કહે છે-જે સમયે દશિશક્તિ છે તેજ સમયે આત્મામાં સાકાર ઉપયોગમયી જ્ઞાનશક્તિ છે. જ્ઞાનશક્તિ સાકાર છે એટલે શું? કે તે જ્ઞયપદાર્થોને-સ્વ અને પર, જીવ અને અજીવ સર્વ પદાર્થોને વિશેષપણે ભિન્ન ભિન્ન કરીને પણ જાણે છે. જ્ઞાન અભેદને જાણે છે, ભેદને પણ જાણે છે; દ્રવ્ય-ગુણ-પર્યાયસર્વને જાણે છે. અહાહા...જ્ઞાનનું કોઈ અલૌકિક સામર્થ્ય છે, એનો આ મહાન વિશિષ્ટ સ્વભાવ છે કે તે સર્વને-સર્વ ભાવોને ભેદરૂપ પણ જાણે છે. અધ્યાત્મ પંચસંગ્રહમાં આવે છે કે
અહો ! એક સમયની પર્યાયમાં દશિશક્તિનો ઉપયોગ કોઈ પણ ભેદ કર્યા વિના પૂર્ણ દેખે અને તે દશિશક્તિના પરિણમનની સાથે જ્ઞાનશક્તિનું જે પરિણમન છે તે પરિણમન એકેક દ્રવ્યને ભિન્ન ભિન્ન જાણે, એકેક ગુણને ભિન્ન ભિન્ન જાણે, એકેક પર્યાયને ભિન્ન ભિન્ન જાણે, અને એકેક પર્યાયના અનંત અવિભાગ પ્રતિષ્ઠદોને ભિન્ન ભિન્ન જાણે. આ રીતે એક સમયની જ્ઞાનની પર્યાય સર્વને ભિન્ન ભિન્ન જાણે અને તે જ સમયે શિશક્તિની પર્યાય સર્વને અભિન્ન દેખે. અહો ! આ જ્ઞાનની કોઈ અદભુત લીલા છે. આવી વાત!
હવે ઇન્દ્રિયોથી-નિમિત્તથી ને વિકલ્પથી આત્મા જાણે એ તો કયાંય દૂર રહી ગયું (અજ્ઞાનમાં ગયું), અહીં તો કહે છે–આત્મામાં સાકાર ઉપયોગમયી એક જ્ઞાનશક્તિ છે જેના એક સમયના નિર્મળ ઉપયોગમાં સ્વ-પર સહિત સર્વ જીવ-અજીવ પદાર્થો જાણવામાં આવે છે. અહાહા...! જ્ઞાનની એક સમયની પર્યાયમાં અનંતા સિદ્ધો ને કેવળી ભગવતો જ્ઞયપણે જણાય એવું અચિંત્ય એનું સામર્થ્ય છે. સમજાય છે કાંઈ...?
જ્ઞાનશક્તિ સાકાર ઉપયોગમયી છે. સાકાર એટલે શું? પ્રદેશ અપેક્ષા તેને આત્માનો અસંખ્યપ્રદેશી અરૂપી આકાર-ક્ષેત્ર છે માટે જ્ઞાન સાકાર છે એમ વાત અહીં નથી. વળી તેને જેમ જડ-પુદ્ગલને સ્પર્શાદિ સહિત આકારમૂર્તપણું હોય છે તેવો મૂર્ત આકાર છે એમ પણ નથી, કેમકે આત્મા તો ત્રિકાળ અરૂપી–અમૂર્ત જ છે. તેથી પુદગલની જેમ મૂર્તપણું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪-જ્ઞાનશક્તિ : ૨૯ નહિ હોવાથી જ્ઞાન અરૂપી અનાકાર-નિરાકાર જ છે. તો સાકાર કેવી રીતે છે? અહાહા..! જ્ઞાનમાં સ્વ-પર સહિત ચેતન-અચેતન સમસ્ત પદાર્થોને વિશેષપણે આકારો સહિત જાણવાનું વિશેષ-અસાધારણ સામર્થ્ય છે તેથી તે સાકાર છે. આ પ્રમાણે
-પુદ્ગલની જેમ મૂર્તિક નહિ હોવાથી જ્ઞાન નિરંજન નિરાકાર-અનાકાર છે. -અરૂપી આકાર-ક્ષેત્ર સહિત હોવાથી સાકાર છે, પણ એ વાત અહીં નથી. -સ્વ-પર-દ્રવ્ય-ગુણપર્યાય સહિત સમસ્ત પદાર્થોને વિશેષપણે ભિન્ન ભિન્ન જાણવાના અસાધારણ સામર્થ્ય સહિત છે માટે જ્ઞાન સાકાર છે એમ અહીં વાત છે.
અહા! ભેદને વિષય નહિ કરતી હોવાથી દર્શનશક્તિ અનાકાર ઉપયોગમયી છે, અને ભેદ-અભેદ સર્વને જાણી લેતું હોવાથી જ્ઞાન સાકાર છે. અહો ! જ્ઞાનની કોઈ અચિંત્ય અદ્દભુત લીલા છે.
અહા ! સ્વાભિમુખ જ્ઞાનનો ઉપયોગ પોતાને જાણે છે, ત્રિકાળી ધ્રુવને જાણે છે, સાથે એના અનંતા ગુણોને ને અનંતી પર્યાયોને જાણે છે, અંતરંગમાં પ્રગટ થયેલી અતીન્દ્રિય આનંદની લહરને પણ જાણે છે. ભલે શ્રુતજ્ઞાનનો ઉપયોગ હોય, શ્રુતજ્ઞાનની પર્યાયનું પણ સામર્થ્ય એટલું છે કે તે પોતાના ત્રિકાળી દ્રવ્યને, ત્રિકાળી ગુણોને અને પોતાની અનંત પર્યાયોને જાણે છે અને અનંતા પર દ્રવ્ય-ગુણ-પર્યાયને-બધાને જ્ઞાનની પર્યાય જાણી લે છે. અહાહા...! જાણવાનો જેનો અક્ષય અપરિમિત સ્વભાવ છે તે કોને ન જાણે? અહાહા...! જ્ઞાન પોતે પોતામાં જ સ્થિત રહીને સર્વને જાણી લે છે. અહા ! આવી સાકાર ઉપયોગમયી જીવમાં જ્ઞાનશક્તિ ત્રિકાળ છે. અહા! આવી શક્તિવાળા શક્તિવાન આત્માનો મહિમા લાવી અંતરમાં એની રૂચિ કરે તેને કેવળજ્ઞાનની શંકા રહે નહિ.
ભાઈ ! તારો આત્મા તો અક્ષય અપરિમિત જ્ઞાનસ્વભાવનો સમુદ્ર છે. અહાહા..! તેમાંથી નિરંતર જ્ઞાનની પર્યાયો –લહરો ઉઠયા કરે એવું તેનું સામર્થ્ય છે. સાદિ-અનંતકાળ પર્યત તેમાંથી કેવળજ્ઞાન નીકળ્યા જ કરે તોય જ્ઞાન સ્વભાવમાં કાંઈ ક્ષતિ ન થાય એવું તારા કેવળજ્ઞાનસ્વભાવનું અચિંત્ય સામર્થ્ય છે. ભાઈ ! તું અંદર જો તો ખરો; તત્કાલ તને તેની ચિ-પ્રતીતિ થશે.
અહાહા..! દર્શનશક્તિ જરા સૂક્ષ્મ છે. દર્શનશક્તિની પર્યાયમાં દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત સ્વ-પર સર્વને દેખવાનું કાર્ય થાય છે, પણ દર્શનશક્તિનો ઉપયોગ સાકાર નથી. આ જ્ઞાનશક્તિ છે તે સાકા સ્વદ્રવ્ય, ત્રિકાળી જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંત ગુણ અને પોતાની અનંતી પર્યાય અને તે સિવાય અનંતા પર દ્રવ્ય-ગુણ-પર્યાય એ બધું જ એક સમયમાં સાકાર નામ વિશેષપણે જાણવારૂપ પરિણમન કરે એવું અદ્દભુત આ જ્ઞાનશક્તિનું કાર્ય છે. આવો ઝીણો મારગ !
હા, પણ આવું જ્ઞાન પ્રગટ કેમ થાય? બહુ શાસ્ત્ર ભણે તો થાય ખરું ને? ' અરે ભાઈ ! જ્ઞાન તો આત્માની નિજશક્તિ છે. હવે નિજશક્તિને જાણી શક્તિવાન ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં દૃષ્ટિ સ્થાપિત કરે ત્યારે શક્તિ સ્વયં પરિણમી જાય છે, પર્યાયમાં વ્યક્ત થાય છે. જ્ઞાનશક્તિનું પરિણમન કયાંય બહારથીશાસ્ત્રમાંથી કે દેવ-ગુરુ આદિમાંથી નથી આવતું. અહા ! મહામહિમાવંત જ્ઞાનશક્તિવાળા આત્માની દૃષ્ટિ કર્યા વિના એકલા પરલક્ષે શાસ્ત્ર કોઈ ભણી જાય તોય શું? એથી કાંઈ શક્તિનું કાર્ય જે સમ્યજ્ઞાન તે પ્રગટતું નથી. શાસ્ત્ર તો બાપુ! નિમિત્ત માત્ર છે. તેય કોને? જે અંતર-અવલંબને પરિણમે તેને. જે સ્વસ્વરૂપનું આલંબન લે નહિ તેને શાસ્ત્ર શું કરે? કાંઈ જ ન કરે. સમજાણું કાંઈ..?
જુઓ, અભિવિને જ્ઞાનની પરિણતિ નથી અહાહા..! અનેક શાસ્ત્ર ભણે, અગિયાર અંગ ભણે તોય ભવિને જ્ઞાનની પરિણતિ નથી. ઝીણી વાત છે ભાઈ ! અવિને જ્ઞાનનો ક્ષયોપશમ છે, પણ અભવ્યત્વરૂપ અયોગ્યતા છે ને? મિથ્યાદષ્ટિ છે ને? તેથી તેને જ્ઞાનની પરિણતિ નથી, તેને શુદ્ધજ્ઞાનમય આત્માનું જ્ઞાન-શ્રદ્ધાન ઉદય પામતું નથી. જ્ઞાનની પરિણતિ તો શુદ્ધ સમ્યગ્દષ્ટિને જ હોય છે. એમ તો જ્ઞાનની પર્યાયમાં અજ્ઞાનીને પણ આત્મદ્રવ્ય જાણવામાં આવે છે. આવો ૧૭-૧૮ ગાથામાં પાઠ છે. જ્ઞાનગુણ તો ત્રિકાળ ધ્રુવ છે, તેમાં જાણવાનું કાર્ય થતું નથી, જાણવાનું કાર્ય પર્યાયમાં થાય છે. તો જાણવાની પર્યાયમાં અજ્ઞાનીને પણ સ્વદ્રવ્ય જાણવામાં આવે છે, પણ તેની દ્રવ્ય ઉપર દૃષ્ટિ નથી, તેની પર્યાય અને રાગ ઉપર જ દષ્ટિ છે. તેથી પર્યાય ને રાગ હું છું એમ તે જાણે છે, માને છે. આ રીતે શાસ્ત્ર ભણવા છતાં અંતઃદષ્ટિ વિના અજ્ઞાનીને શાસ્ત્ર ભણવાનો લાભ થતો નથી. આવી વાત ! સમજાણું કાંઈ...?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩) : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અહાહા..! કહે છે–સાકાર ઉપયોગમયી જ્ઞાનશક્તિ છે. “ઉપયોગવાળી ' એમ નહિ, “ઉપયોગમયી” એમ કહીને ઉપયોગનું જ્ઞાનગુણ સાથે અભેદપણું હોવાનું સિદ્ધ કર્યું છે. અહાહા...! જે ઉપયોગ જ્ઞાનસ્વભાવી સ્વદ્રવ્યમાં એકાકાર-અભેદ થઈ પ્રવર્તે તેને જ, કહે છે, અમે ઉપયોગ કહીએ છીએ. અહા! જે ઉપયોગ બહાર પારદ્રવ્યમાં ને રાગાદિમાં તન્મય થઈ પ્રવર્તે તેને આત્માનો ઉપયોગ કહેતા જ નથી, તેને નિર્મળ જ્ઞાનની પરિણતિ કહેતા નથી; એ તો અજ્ઞાન છે. આ શક્તિનો અધિકાર બહુ સૂક્ષ્મ છે. આ પોતાના હિતની વાત છે, પણ હિત કયારે થાય ? અહાહા...! વર્તમાન જ્ઞાનની પર્યાય જ્ઞાનસ્વભાવી સ્વદ્રવ્યની સન્મુખ થઈ તેમાં તન્મયપણે પ્રવર્તે ત્યારે “આ હું જ્ઞાનસ્વભાવી સ્વદ્રવ્ય છું’-એમ જ્ઞાન-શ્રદ્ધાન પ્રગટ થાય છે; આનું નામ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન છે, અને આ હિતરૂપ ધર્મ છે. અજ્ઞાનીને પણ જ્ઞાનની દશામાં સ્વદ્રવ્ય જણાય છે, પણ તેનું લક્ષ ત્યાં સ્વદ્રવ્ય પર નથી, તેનું લક્ષ બહાર પર્યાય ને રાગાદિ પર છે. તેથી તેને જ્ઞાનસ્વભાવી આત્મદ્રવ્ય હું છું એમ જાણપણું ન થતાં આ વર્તમાન પર્યાય ને રાગાદિ હું છું એમ મિથ્યા જ્ઞાન-શ્રદ્ધાન થાય છે. આ પોતાના અહિતની દુ:ખની દશા છે. ભાઈ! ઉપયોગ નિજસ્વરૂપમાં એકાકાર-અભેદ થઈ પ્રવર્તે તે જ હિતની દશા છે; તે જ મોક્ષમાર્ગ છે.
અાહ...! આ જ્ઞાનશક્તિ છે તે સહજ સ્વભાવરૂપ પરિણામિકભાવરૂપ છે. અજ્ઞાની જીવને એની ખબર નથી. અહાહા....! પણ આ ત્રિકાળ પારિણામિકભાવ છે એમ જણાય કયારે ? એનું ભાન કયારે થાય? તો કહે છેસ્વસ્વરૂપમાં અંતર-એકાગ્ર થઈ એની સત્તાનો સ્વીકાર કરે ત્યારે. અહાહા...! પારિણામિકભાવ તો ત્રિકાળ છે, પણ અંતર્મુખ જ્ઞાનના પરિણમનમાં તેનો પ્રતિભાસ થાય ત્યારે તે છે એમ નિશ્ચય થાય છે. અરે ભાઈ ! અંતરએકાગ્રતાથી નિશ્ચય કર્યા વિના એ છે એમ વાત કયાં રહે છે? અહા !આવું બહુ સૂક્ષ્મ વસ્તુનું સ્વરૂપ છે. તેને હમણાં નહિ સમજે તો ભાઈ ! કયારે સમજીશ?
અહા ! બસ જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞાન જેમ સ્વદ્રવ્યને જાણે તેમ પુદગલાદિ પરદ્રવ્યને જાણે છે ને એક સમયની પર્યાયમાં વિકાર-રાગ છે તેને જાણે છે. પણ તેથી કાંઈ જ્ઞાન પુદગલાદિ પરદ્રવ્યરૂપ કે રાગરૂપ થઈ જતું નથી; અર્થાત્ તે પુદ્ગલાદિ પરદ્રવ્યને કે રાગને કરતું નથી. આ વસ્તુસ્થિતિ છે. અનાદિથી આ નહિ માનતો હોવાથી જ જીવ અજ્ઞાની છે. જ્ઞાન સ્વદ્રવ્યને જાણે તેમ તેના અનંત ગુણને પણ ભિન્ન ભિન્ન જાણે છે, પણ જ્ઞાન કાંઈ બીજા અનંત ગુણરૂપ થઈ જતું નથી. જો થાય તો જ્ઞાન જ ન રહે, જ્ઞાનનો અભાવ થાય, અને તો દ્રવ્યનો પણ અભાવ થાય. પણ એમ છે નહિ. દ્રવ્યમાં એક ગુણ બીજા ગુણરૂપ થાય એવી વસ્તુસ્થિતિ જ નથી. છતાં બધા અનંત ગુણ એક દ્રવ્યમાં અભેદપણે વ્યાપક છે. અહા ! આવા અભેદની જેને દૃષ્ટિ થાય તેને અંદર આનંદ ઉછળે છે અર્થાત અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. આનું નામ ધર્મ છે. લોકોને ખબર નહિ એટલે “એકાન્ત છે” એમ રાડો પાડે પણ બાપુ! આ સમ્યક એકાન્ત છે. તું સાંભળ તો ખરો; ભાગ્ય હોય તો સાંભળવા મળે એવી આ અલૌકિક વાત છે.
અહાહા...! આ જ્ઞાનશક્તિ દ્રવ્યની અનંત શક્તિમાં વ્યાપક છે. શક્તિ કહો કે ગુણ કહો; અહાહા..! એકેક ગુણ સર્વ અનંત ગુણમાં ને અનંતગુણમય દ્રવ્યમાં વ્યાપક છે. અહાહા..! આ જ્ઞાનશક્તિ દ્રવ્યમાં વ્યાપક છે, ગુણમાં વ્યાપક છે, અને અભેદ એક ત્રિકાળી દ્રવ્યની દષ્ટિ થતાં પર્યાયમાં વ્યાપક થાય છે. અને ત્યારે રાગ ભિન્ન રહી જાય છે કેમકે અભેદની દ્રષ્ટિમાં રાગ વ્યાપતો નથી. અહા ! પહેલાં પર્યાયમાં રાગ વ્યાપતો હતો, મિથ્યાત્વાદિ વ્યાપતાં હતાં, અને ત્યારે સંસારનું ફળ આવતું હતું; પણ હવે જ્યાં દ્રવ્યદૃષ્ટિ થઈ, આ જ્ઞાનસ્વભાવી હું આત્મા છું એમ દષ્ટિ થઈ તો પર્યાયમાં જ્ઞાન ને આનંદ ઉછળ્યાં, અનંત શક્તિઓ નિર્મળ ઉછળી. અહાહા...! અતીન્દ્રિય જ્ઞાન ને આનંદ પ્રગટ થયાં. પરદ્રવ્યમાંથી મારું જ્ઞાન ને સુખ આવે છે એવા મિથ્યા અભિપ્રાયનો નાશ થઈ ગયો, ને જ્ઞાનના નિર્મળ નિર્મળ પરિણમનની ધારાનો ક્રમ શરૂ થયો. અહો ! આવી દ્રવ્યદષ્ટિ અલૌકિક ચીજ છે.
અહા ! આ જ્ઞાનશક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. તેમાં જ્ઞાનશક્તિ ત્રિકાળ ધૃવરૂપે છે તે ત્રિકાળી ધ્રુવ ઉપાદાન છે અને પર્યાયમાં જ્ઞાનના ઉપયોગરૂપ તેનું પરિણમન થાય તે ક્ષણિક ઉપાદાન છે. હવે આવી વાત તમારી લૌકિક કોલેજના ભણતરમાં બી. એ. ને એલ. એલ. બી. માં ન આવે. પણ આ તો કેવલજ્ઞાનની કોલેજ બાપુ ! અહાહા...! જ્યાં જ્ઞાનશક્તિનું સ્વ-આશ્રયે નિર્મળ પરિણમન થયું ત્યાં એ જ્ઞાને પોતાનું ત્રિકાળી દ્રવ્ય જાણું, પોતાના અનંત ગુણ જાણ્યા, પોતાની નિર્મળ પરિણતિ પણ જાણી; અહાહા...! તે સમયે અતીન્દ્રિય આનંદનું વદન થયું તેમ (પોતાનું છે એમ ) જાણું, અહાહા..! પણ વ્યવહારરત્નત્રયનો રાગ કયાંય દૂર રહી ગયો. (પોતાનો છે એમ ન જણાયો.) અહાહા...! આનું નામ અનેકાન્ત છે. વ્યવહારથી–રાગથી પણ ધર્મ થાય અને નિશ્ચયથી પણ ધર્મ થાય એવું અનેકાન્તનું સ્વરૂપ નથી; એ તો ફુદડીવાદ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫-સુખશક્તિ : ૩૧ આ શક્તિનું વર્ણન ચાલે છે. તેમાં જ્ઞાનશક્તિ છે તે ત્રિકાળી ગુણ છે, અને ગુણનું ધરનારું ત્રિકાળી દ્રવ્ય છે તે ગુણી છે. અહાહા...! ત્યાં ગુણી-ત્રિકાળી દ્રવ્ય સન્મુખની દષ્ટિ થતાં શક્તિ છે તે ક્રમવર્તી નિર્મળ નિર્મળ પરિણમે છે, ને વિકાર તો કયાંય ભિન્ન રહી જાય છે. અરે ભાઈ ! શક્તિ અને શક્તિના પરિણમનમાં વિકારનો સદાય અભાવ છે, કેમકે વિકારને કરે એવી આત્મદ્રવ્યમાં કોઈ જ શક્તિ નથી. આ વ્યવહારરત્નત્રયનો રાગ થાય તે શક્તિનું કાર્ય નથી, નિર્મળ જ્ઞાનાનંદમય પરિણમનમાં વ્યવહાર રત્નત્રયનો તો અભાવ જ છે. આ અનેકાન્ત છે. અહો ! આવો માર્ગ દિગંબર સંતોએ ખુલ્લો કર્યો છે. હવે એમાં મને ન સમજાય એવું શલ્ય જવા દે ભાઈ ! સંતોએ તને સમજાય એવી ચીજ છે એમ જાણીને આ વાત કરી છે.
ભાઈ ! જિજ્ઞાસાથી ધ્યાન દઈને આ સમજે તો આત્મજ્ઞાન થઈ જાય એવી આ વાત છે. અહા ! પાણીની તરસ લાગી હોય તો ઘરે ઘોડો હોય તેને ન કહેવાય કે-પાણી લાવ; પણ જેનામાં સમજશક્તિ છે તેવા આઠ વરસના બાળકને કહેવાય કે પાણી લાવ. અહાહા...! તેમ આચાર્યદેવ જેનામાં સમજશક્તિ છે એવા સંજ્ઞી ભવ્ય જીવોને કહે છે કે-જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માને તું જાણ. અહાહા... અંદર જાણવાના સ્વભાવવાળો ભગવાન આત્મા તું છો-તેને તું જાણ. અહાહા...! આચાર્યદવ કાંઈ જડ શરીરને કે રાગને કહેતા નથી કે તું આત્માને જાણ !
ઓહો...! “સાકાર ઉપયોગમયી જ્ઞાનશક્તિ' કહીને આચાર્યદેવે કેટલું ભરી દીધું છે! શક્તિમાં વ્યાપક-તન્મય થઈને પ્રગટ થતી જ્ઞાનની કમવર્તી પર્યાયને પોતાનાં કર્તા, કર્મ આદિ પકારક સ્વાધીન છે. કાંઈ પરના કે રાગના આશ્રયે જ્ઞાન પરિણમે છે એમ નથી. અહા ! જ્ઞાનનાં કારકો પરમાં ને રાગમાં નથી, પણ જ્ઞાનનાં કારકો જ્ઞાનમાં જ છે. અહાહા....! જ્ઞાનશક્તિમાં કર્તા, કર્મ, કરણ આદિ આત્મદ્રવ્યની પકારક શક્તિઓનું રૂપ છે. શું કીધું? જ્ઞાનશક્તિમાં પકારક શક્તિઓ નથી, પણ તેમાં પકારક શક્તિઓનું રૂપ છે. તેથી જ્ઞાન સ્વયં જ કર્તા થઈને, સાધન થઈને પોતામાં સ્વતંત્ર જ્ઞાનનું કર્મ કરે છે, તેને કોઈ પરની કે રાગની અપેક્ષા નથી. હવે આવી વાત પૈસા ને આબરૂ રળવામાં રોકાઈ ગયા હોય ને વિષયોમાં રોકાઈ ગયા હોય તેમને શું સમજાય?
પણ અરે ભાઈ ! એ પૈસા ને આબરૂ ને વિષયો-એ બધું તો જડ માટી–ધૂળ છે. એમાં જડમાં સુખ કયાં છે કે તને મળે ? એમાંથી સુખ મળે એમ ત્રણકાળમાં સંભવિત નથી. સુખ તો તારા આત્માનો સ્વભાવ છે; તેમાં એકાગ્ર થા ને તેમાં જ રોકાઈ જા; તને સુખ મળશે.
અહા ! સ્વસ્વરૂપમાં તન્મય એવી જ્ઞાનની પર્યાય પોતાને જાણતી પ્રગટ થઈ તે તેની જન્મક્ષણ છે. પ્રવચનસાર ગાથા ૧૦માં આ વાત આવે છે. અહા ! ઉત્પન્ન થવાનો તે કાળ હતો તો જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ થયો. તે ઉત્પાદ પૂર્વ પર્યાય અને ધ્રુવની અપેક્ષા રાખતો નથી. જરા ઝીણી વાત છે ભાઈ ! જ્ઞાનની પર્યાય ધ્રુવની સન્મુખ થયેલી ધ્રુવને જાણે ખરી, પણ તે પર્યાય ધ્રુવની અપેક્ષા રાખતી નથી. તે પર્યાય પોતે જ કારણ અને પોતે જ કાર્ય છે. હવે આમ છે ત્યાં પરથી-દેવ-ગુરુ-શાસ્ત્રથી થાય ને વ્યવહારથી થાય એ વાત જ કયાં રહે છે? અહા! આવી ચૈતન્યના ઉપયોગમયી આત્માની એક અસાધારણ જ્ઞાનશક્તિ છે જે એક જ્ઞાનમાત્ર ભાવમાં ઉછળે છે, અને ત્યારે શ્રદ્ધા, ચારિત્ર આનંદ આદિ અનંત શક્તિઓ ભેગી ઉછળે છે અને આત્માને અચિંત્ય આનંદ પમાડે છે. આવો માર્ગ છે ભાઈ !
અહા ! આવા જ્ઞાનસ્વભાવી આત્માની સ્વસમ્મુખ થઈ અંતર-પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે અને તે ધર્મ છે. આ પ્રમાણે આ ચોથી જ્ઞાનશક્તિ પૂરી થઈ.
પઃ સુખશક્તિ “અનાકુળતા જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવી સુખશક્તિ.”
અહાહા..! શું કીધું? કે આત્મામાં જીવના જીવનરૂપ જેમ એક જીવત્વશક્તિ છે તેમ એક અતીન્દ્રિય આનંદશક્તિ છે; અર્થાત્ આત્માના અનાકુળ આનંદસ્વભાવમય આનંદશક્તિ છે. અહાહા..! આત્મા ત્રિકાળ સચ્ચિદાનંદ પ્રભુ છે. એમાં સત નામ શાશ્વત ચિત અને આનંદ શક્તિ ત્રિકાળ પડી છે. જેમ દ્રવ્ય ત્રિકાળ છે તેમ તેમાં અતીન્દ્રિય આનંદની શક્તિ ત્રિકાળ પડી છે. અહાહા...! ત્રિકાળી ધ્રુવ આત્મદ્રવ્ય અંદર પૂરણ આનંદના સ્વભાવથી ભરેલું છે તેના આશ્રયે પરિણમતાં, તેની સન્મુખ દષ્ટિ કરી પરિણમતાં, અંદરથી આ આનંદશક્તિ ઉછળે છે અર્થાત્ અતીન્દ્રિય આનંદના સંવેદનવાળી અનાકુળ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
દશા પ્રગટ થાય છે. ગાથા પમાં આચાર્યદેવ કહે છે ને કે–અમને નિરંતર ઝરતો-આસ્વાદમાં આવતો સુંદર જે આનંદ તેમય પ્રચુરસ્વસંવેદનસ્વરૂપ સ્વસંવેદન પ્રગટ છે. અહાહા...! તે આ આનંદશક્તિનું કાર્ય છે. સમજાણું કાંઈ... ! અહાહા...! અંદર આનંદશક્તિપણે પૂરણ ભરેલો છે, આચાર્યને તેની વ્યક્તિ પ્રગટ દશામાં થઈ છે. આવી વાત!
આ સુખશક્તિનું વર્ણન છે. કેવી છે સુખશક્તિ? તો કહે છે-અનાકુળતા લક્ષણસ્વરૂપ છે. શું કીધું ? એક સમયની વર્તમાન દશામાં આકુળતા-દુઃખ છે તે ગૌણ છે, અંદર વસ્તુ ત્રિકાળી ધ્રુવ નિત્યાનંદ છે તે અનાકુળતાલક્ષણ છે. ઝીણી વાત છે પ્રભુ ! ‘કાંઈક હું કરું ’–એવી વૃત્તિ જે ઉઠે તે આકુળતા છે. શુભાશુભ વિકલ્પ ઉઠે તે આકુળતા છે. પણ મારે કાંઈ જ કરવું નથી, જ્ઞાન પણ કરવું નથી, થાય છે તેને શું કરવું? અહાહા...! આવી સર્વ વિકલ્પ રહિત, કાંઈપણ કરવાના બોજા રહિત નિર્ભરતા તે અનાકુળતા છે. અહાહા...! આવી અનાકુળતા લક્ષણ સુખશક્તિ છે, અને તેનું કાર્ય પણ અનાકુળ આનંદમય છે; એનો સ્વાદ ભગવાન સિદ્ધના સુખ જેવો હોય છે. સમજાણું કાંઈ... ?
૪૭ શક્તિના આ અધિકારમાં શ્રદ્ધા અને ચારિત્ર-એ બન્ને શક્તિઓનું અલગથી વર્ણન કર્યું નથી. આ સુખશક્તિમાં તે બન્ને શક્તિઓ સમાવી દીધી છે. સુખશક્તિની જેમ શ્રદ્ધાશક્તિ ત્રિકાળ છે. આ જ્ઞાનાનંદમય ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે હું છું એવી પ્રતીતિ-શ્રદ્ધાન થાય તે તેનું કાર્ય છે. અહાહા...! સમ્યગ્દર્શનરૂપ થવું તે શ્રદ્ધાશક્તિનું કાર્ય છે; અને તે પ્રગટતાં સાથે તે જ સમયે નિયમથી અનાકુળ આનંદનું સંવેદન પ્રગટ થાય જ છે. આ પ્રમાણે સુખશક્તિના કાર્ય દ્વારા-અનાકુળ આનંદના સંવેદન દ્વારા શ્રદ્ધાશક્તિ અને તેનું કાર્ય પ્રગટ થયાનું સમજી શકાય છે. આ રીતે સુખશક્તિમાં આચાર્યદેવે શ્રદ્ધાશક્તિ ગર્ભિત કરી દીધી છે. (ત્યાં બન્નેનાં લક્ષણ તો ભિન્ન જ જાણવાં ).
અહાહા...! શ્રદ્ધા અને ચારિત્ર તો મૂળ ચીજ છે. ૪૭ શક્તિમાં તેનું વર્ણન નથી તેથી તે નથી એમ ન સમજવું. બન્નેને આ સુખશક્તિમાં સમાવી દીધેલ છે એમ યથાર્થ જાણવું. અહાહા...! આત્મામાં જેમ શ્રદ્ધાશક્તિ ત્રિકાળ છે તેમ ચારિત્રશક્તિ ત્રિકાળ છે. સ્વરૂપાચરણ-સ્વરૂપસ્થિરતાની ક્રમે વિશેષતા થવી તે ચારિત્રશક્તિનું કાર્ય છે, અને તે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યના ઉગ્ર આલંબનથી પ્રગટ થાય છે. અહા! આવી ચારિત્રની ક્રમવર્તી વીતરાગી દશા પ્રગટ થાય છે ત્યારે તેની સાથે નિયમથી અનાકુળ આનંદની પ્રચુર-પ્રચુરતર દશા અનુભવાય છે. આ પ્રમાણે અનાકુળ સુખશક્તિના કાર્ય દ્વારા ચારિત્ર ગુણની દશા સમજી શકાય છે.
અહાહા...! સ્વસ્વરૂપના આશ્રયે સ્વરૂપ૨મણતાની આત્માનુભવની દશા થતાં મહા વૈરાગ્ય અને ચારિત્રની દશા પ્રગટ થાય છે. આ દશામાં અનુપમ અનાકુળ આનંદ ભેગો હોય જ છે. અહાહા...! આત્માનુભવ થતાં મહા હિતકારી વીતરાગતા સહિત અનાકુળ આાદજનક સુખની દશા પ્રગટ થાય છે. પણ અરે! અજ્ઞાની જીવ આવી ચારિત્રદાને કષ્ટદાયક માને છે. છઢાલામાં આવે છે ને કે
‘ આતમ હિતહેતુ વિરાગ જ્ઞાન, તે લખૈ આપકો કષ્ટ દાન.’
પણ ભાઈ ! એક વાર સાંભળ તો ખરો, અહાહા...! અંદર ત્રિલોકીનાથ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ અનંત શક્તિઓનો સાગર લહરાઈ રહ્યો છે. અહાહા...! તેની એકેક શક્તિમાં બીજી અનંત શક્તિનું રૂપ છે; એકેક શક્તિમાં અનંત શક્તિ વ્યાપક છે. અહીં! આવા અનંત શક્તિમય ભગવાન આત્માને જ્યારે પર્યાય અંતરમાં વળીને દેખે છે, શ્રદ્ધે છે, ને તેમાં રમે છે ત્યારે પ્રચુર આનંદની-મહા આનંદની દશા પ્રગટે છે. આવી આ આનંદશક્તિમાં શ્રદ્ધા અને ચારિત્ર બન્નેને સમાવી દીધેલ છે.
ભાઈ! સમ્યગ્દર્શન થાય, સમ્યક્ચારિત્ર પ્રગટે, અને સાથે આનંદ ન આવે એવી વસ્તુસ્થિતિ નથી, કેમકે જ્ઞાન-માત્ર ભાવના પરિણમનમાં સર્વ અનંતી શક્તિઓ એક સાથે ઉછળે છે; એટલે તો સર્વ ગુણાંશ તે સમતિ એમ કહ્યું છે. કોઈ કહે કે અમને સમકિત થયું છે પણ આનંદ-અનાકુળ આલ્વાદ પ્રગટયો નથી તો તેની વાત જૂઠી છે, અર્થાત્ તેને સમકિત થયું જ નથી, તે અજ્ઞાની જ છે. ઘણા જૈનાભાસીઓ એવું માને છે કેઅમને સમતિ તો છે, ને હવે વ્રત લઈએ એટલે ચારિત્ર આવી જશે, પણ તેમની એ માન્યતા તદ્દન જૂઠી છે, કેમકે અનાકુળ આનંદની દશા પ્રગટયા વિના સમકિત હોતું જ નથી; કુળપદ્ધતિથી કાંઈ સમકિત હોતું નથી.
સંપ્રદાયમાં અમારા ગુરુભાઈ કહેતા કે-આપણે જૈનકુળમાં જન્મ્યા છીએ, એટલે સમતિ તો ગણધદેવ જેવું જ થયેલું છે, હવે બસ વ્રત, તપ, દીક્ષા ગ્રહણ કરીએ એટલે ચારિત્ર થઈ જાય. અરે ભગવાન! શું વાત છે આ ? સમ્યગ્દર્શન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ-સુખશક્તિ : ૩૩ કાંઈ કુળપદ્ધતિની ચીજ નથી ભાઈ ! અહાહા..! અંદર પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ત્રિકાળ વિરાજે છે તેની રુચિ-પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે, અને તે સ્વાનુભૂતિની દશામાં પ્રગટ થાય છે. અહા ! આ સમકિત તો સર્વ ધર્મનું મૂળ છે ભાઈ ! હવે સમકિત શું ચીજ છે એય જાણે નહિ તે એનો પુરુષાર્થ કેમ કરે ? અને વિના સમકિત ચારિત્રની દશા કેમ પ્રગટ થાય ? આ ધાર્મિક વર્ગમાં આવેલા સૌ બરાબર જાણે કે સમકિત અને ધર્મ–ચારિત્ર શું ચીજ છે, કેમકે લોકમાં એ જ સારભૂત હિતકારી ચીજ છે. આવે છે ને કે
“તીનલોક તિહુઁકાલ માંહિ નહિં દર્શન સો સુખકારી;
સકલ ધરમકો મૂબ યહી ઇસ બિન કરની દુઃખકારી.” ભાઈ ! સમ્યગ્દર્શનની પર્યાયમાં આખું ત્રિકાળી આત્મદ્રવ્ય આવી જાય એમ નહિ, પણ એમાં પૂર્ણ આનંદસ્વભાવ એવા ત્રિકાળી દ્રવ્યની ને એના પૂર્ણ ત્રિકાળી સામર્થ્યની પ્રતીતિ-શ્રદ્ધા અવશ્ય આવી જાય છે. અહો ! સમ્યગ્દર્શન આવી કોઈ અલૌકિક ચીજ છે. એની પ્રાપ્તિ થતાં નિર્મળ રત્નત્રયરૂપી મોક્ષમાર્ગ ખુલી જાય છે. અહા ! ચોથે, પાંચમે, છઠ્ઠ ગુણસ્થાને સમ્યગ્દર્શન સહિત જે અંતરાત્મા છે તેને શિવમગચારી કહ્યો છે. હુઢાલામાં આવે છે કે
મધ્યમ અંતર-આતમ હૈ જે, દેશવતી અનગારી;
જઘન કહે અવિરત સમદ્રષ્ટિ, તીનોં શિવમગચારી. અહીં માર્ગમાં ગમન શરૂ કર્યું છે તો ચોથે અવિરત સમ્યગ્દષ્ટિને પણ શિવમગચારી કહ્યો છે. ચારિત્રની પૂર્ણતા તો ચૌદમાં ગુણસ્થાનના અંત સમયમાં થાય છે; છતાં છટ્ટા સાતમાં ગુણસ્થાનમાં સ્વરૂપની દૃષ્ટિ સહિત સ્વરૂપમાં રમણતા-લીનતાની વિશેષ દશા પ્રગટ થાય છે, અને ત્યારે સાથે પ્રચુર આનંદની દશા પ્રગટે છે, અહા ! આ છઠ્ઠાસાતમા ગુણસ્થાનથી મુખ્યપણે ચારિત્ર ગણવામાં આવ્યું છે; અને ત્યાંથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. ચોથા ગુણસ્થાનથી માર્ગ ખુલે છે, તથાપિ ચોથામાં સાક્ષાત્ ચારિત્રદશા નથી; સાક્ષાત મોક્ષમાર્ગ નથી. સાક્ષાત્ ચારિત્રદશા તો સ્વરૂપની ઉગ્ર રમણતાની વિશેષ દશા થતાં પ્રગટ થાય છે.
જુઓ, શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી હતા. અંદર પૂર્ણાનંદસ્વરૂપ નિજ આત્મદ્રવ્યની નિશ્ચલ પ્રતીતિ થઈ હતી. તથાપિ તેઓ ચારિત્ર લઈ શકયા ન હતા, સ્વસ્વરૂપની ઉગ્ર રમણતારૂપ ચારિત્રની દશા તેમને પ્રગટ થઈ ન હતી. તેવી રીતે શ્રી ઋષભદેવ ભગવાન વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થકર હતા; ૮૪ લાખ પૂર્વનું તેમનું આયુષ્ય હતું, ક્ષાયિક સમકિતી હતા, ત્રણ જ્ઞાન સાથે લઈને અવતર્યા હતા. છતાંય ૮૩ લાખ પૂર્વ સુધી તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા, ચારિત્ર ધારણ ન કરી શકયા. એક પૂર્વ એટલે કેટલાં વરસ ખબર છે? એક પૂર્વમાં ૭૦ લાખ પ૬ હજાર કરોડ વર્ષ થાય છે. અહા ! આવા ૮૩ લાખ પૂર્વ સુધી તેઓ ચારિત્ર લઈ શકયા ન હતા. ઉત્તરપુરાણમાં એમ વર્ણન છે કે બધા તીર્થકરો આઠ વર્ષની ઉંમરે બાર વ્રત ધારણ કરે છે. આ રીતે અબજ વર્ષ તેમને પાંચમું ગુણસ્થાન રહ્યું, પણ ત્યાંલગી આગળ ન વધી શકયા. ચોથ, પાંચમે ગુણસ્થાને, જો કે ચારિત્રનો અંશ હોય છે, પણ મુનિદશાને યોગ્ય સાક્ષાત્ ચારિત્રદશા ત્યાં હોતી નથી. અહો ! આવી ચારિત્રદશા કોઈ અલૌકિક હોય છે અને તે મહા પુરુષાર્થી બડભાગી પુરુષોને પ્રાપ્ત થતી હોય છે.
ભાઈ ! સમકિતની પ્રાપ્તિમાં જો અંતર્મુખ દષ્ટિનો અપૂર્વ પુરુષાર્થ જોઈએ તો ચારિત્રદશાની પ્રાપ્તિમાં પણ સ્વરૂપ રમણતાનો મહાન પુરુષાર્થ જોઈએ. માત્ર નગ્ન થઈ જવું કે ૨૮ મૂળગુણ પાળવા તેનું નામ કાંઈ ચારિત્ર નથી; અંદર આનંદસ્વરૂપ આત્મામાં ઉગ્ર લીનતા-રમણતા થઈ જાય, આનંદસ્વરૂપની અસ્તિની મસ્તીમાં મગુલ થઈ જાય તેનું નામ ચારિત્ર છે. અત્યારે તો ચારિત્રના નામ પર બધી ગડબડ થઈ ગઈ છે. હવે ૨૮ મૂલગુણનાંય ઠેકાણાં ન હોય, પાંચ મહાવ્રતનાંય ઠેકાણાં ન હોય, ને માત્ર બહાર નગ્નતા વડે ચારિત્ર માનવા-મનાવવા લાગ્યા છે, પણ એ તો અજ્ઞાન છે ભાઈ ! એમાં તને કોઈ લાભ નથી બાપુ! ઉંધી-વિપરીત માન્યતાનું ફળ તો બહુ આકરું છે ભાઈ ! સ્વરૂપલીનતા વિના ૨૮ મૂલગુણ પણ કાંઈ જ નથી બાપુ! તેથી તો કહ્યું કે
મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયો. અરે, પાંચ મહાવ્રત ચોખ્ખા પાળે, અઠ્ઠાવીસ મૂલગુણ બરાબર ધારણ કરે, પોતાના માટે બનાવેલાં આહાર-પાણી પ્રાણાતે પણ ન લે, તથા અગિયાર અંગ ભણી જાય-અહા ! આવા ક્રિયાકાંડના શુકલ લેશ્યાના પરિણામ પણ જીવે અનંત વાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
કર્યા છે, અને છતાં સમ્યગ્દર્શન-જ્ઞાન વિના તે લેશ પણ સુખ પામ્યો નથી, અર્થાત્ દુ:ખ જ પામ્યો છે. મતલબ કે પાંચ મહાવ્રતાદિના પરિણામ આસ્રવ હોવાથી દુઃખરૂપ જ છે, ચારિત્ર નથી.
તો ચારિત્રવત મહામુનિવરોને તે હોય છે તો ખરા?
હોય છે, ચારિત્રવંતોને તે અવશ્ય હોય છે, તથાપિ તે ચારિત્ર નથી, મુનિવરો તેને ચારિત્ર કહેતા નથી. ચારિત્રની સાથે તે ભલે હો, પણ એ બધું વ્યવહાર આચરણ રાગ હોવાથી દુઃખરૂપ જ છે. તેને સમયસાર નાટકમાં જગપંથ કહ્યો છે. ત્યાં કહ્યું છે કે
તા કારન જગપંથ ઇત, ઉત સિવ મારગ જો૨;
પરમાદી જગકૌ યુકે, અ૫રમાદિ સિવ ઓર. -૪૦, મોક્ષદ્વાર. ભાઈ ! જેટલો રાગ આવે છે તે સંસાર છે એમ પંચસંગ્રહમાં પણ કહ્યું છે. આવી વાત! સમજાય છે કાંઈ...? ' અરે, સમ્યગ્દર્શનના સ્વરૂપની અને તેને પ્રગટાવવાની રીતની ખબર વિના જીવ પોતાની મતિ-કલ્પનાથી વ્રત-તપ ધારણ કરીને તેને ધર્મ માની લે પણ તેથી કાંઈ તેને ધર્મ થાય નહિ. જેને સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન થયાં હોય અને સ્વરૂપની ઉગ્ર રમણતા થાય તેને ચારિત્ર ને ધર્મ થાય છે, અને તેને અંતરમાં અનાકુળ આનંદનો પ્રચુર આસ્વાદ આવે છે. અહા ! આવા અંતરંગ ચારિત્ર વિના મુક્તિ થતી નથી. ભાઈ ! જેમાં આસ્વાદમાં આવતી અતીન્દ્રિય આનંદના રસની પ્રબળ દ્વારા પ્રગટ થાય એનું નામ ચારિત્ર છે, અને તે સમ્યગ્દર્શનના અભાવમાં કદીય હોતું નથી.
અહાહા...! ભગવાન આત્મા નિત્ય જ્ઞાનાનંદસ્વરૂપ છે. તેની અંતર-રમણતા થાય તે ચારિત્રદશા છે. અહા ! આવા ચારિત્ર સાથે અંદર અતીન્દ્રિય આનંદની પ્રકૃષ્ટ ધારા વહે છે. આવી અનાકુળ આનંદની ભૂમિકામાં મુનિને કિંચિત્ વ્યવહાર-રત્નત્રયનો રાગ આવે, પણ તેનું તેને સ્વામિત્વ નથી; વ્યવહારનો રાગ અને તેનું ફળ-જે ઇન્દ્રઇન્દ્રાણીના વૈભવ ને કરોડો અપ્સરાઓનો સંયોગ આવે તે એને ઝેર સમાન હેયબુદ્ધિએ હોય છે. પુણ્ય અને પુણ્યનાં સમસ્ત ફળ સમકિતીને ઝેર જેવા લાગે છે. ઇન્દોરના કાચમંદિરમાં લખ્યું છે કે
ચક્રવર્તીકી સંપદા, અરુ ઇન્દ્ર સરિખા ભોગ;
કાગવિદ્ સમ ગિનત હૈ, સમ્યગ્દષ્ટિ લોગ. કોઈને થાય કે પુણનાં ફળને કાગ-વિ, અર્થાત્ વિષ્ટા સમાન કેમ કહ્યાં? અરે ભાઈ ? ભગવાને તો પુણ્ય અને પુણ્યનાં ફળને ઝેર કહ્યાં છે. છતાં તને પુણ્યનો આટલો બધો હઠીલો પ્રેમ કેમ છે? જો તારે ધર્મ-ચારિત્ર જોઈએ છે તો પુણ્યનો પ્રેમ પ્રથમ જ છોડવો જોઈશે; કેમકે જેણે પુણ્યને ઉપાદેય માન્યું છે તેને આનંદસ્વરૂપ આત્મા હય જ થઈ ગયો છે, અને જેને આત્મા ઉપાદેય છે તેને પુણ્ય હેય જ હોય છે. આવી વાત છે.
અહીં કહે છે-અનાકુળતા જેનું લક્ષણ-સ્વરૂપ છે એવી સુખશક્તિ છે. અહાહા...! જેમ જાણવું-જાણવું એ જ્ઞાનનું લક્ષણ છે. તેમ અનાકુળતા સુખશક્તિનું લક્ષણ છે. અહાહા.આવા સુખથી ભરેલો અક્ષય ભંડાર ભગવાન આત્મા છે. અહા ! એ સુખ કોને કહીએ? કે જેમાં આકુળતાનું નામનિશાન નથી. સુખશક્તિમાં આકુળતા નહિ ને તેના ક્રમવર્તી પરિણમનમાં પણ આકુળતા નહિ. ભાઈ ! તારે સુખ જોઈએ છે તો અનાકુળ સુખ જેનો સ્વભાવ છે એવા તારા આત્મદ્રવ્યની દૃષ્ટિ કર અને તેમાં જ લીન થા. બાકી આ રાગાદિ વિકાર તો આકુળતા છે; પુણ્યના પરિણામ પણ આકુળતા છે, દુ:ખરૂપ છે. ભાઈ! મારે સુખ જોઈએ એમ સુખની અભિલાષ-ઇચ્છા કર્યે સુખ નહિ મળે, કેમકે ઇચ્છામાત્ર દુઃખરૂપ છે, દુઃખમૂળ છે. કહ્યું છે ને કે
કયા ઇચ્છત ખોવત સબૈ, હૈ ઇચ્છા દુઃખમૂળ” માટે ઇચ્છામાત્રથી વિરામ પામી સુખના ભંડાર એવા સ્વસ્વરૂપમાં ગુમ થઈ જા.
જુઓ, હરણની નાભિમાં કસ્તુરી હોય છે; પણ એની એને ખબર નથી. તેથી ગંધ આવતાં એની શોધમાં તે બહાર દોડાદોડ કરી મૂકે છે. પણ બહારમાં હોય તો મળે ને? બિચારું થાકીને નાહક ખેદખિન્ન-દુઃખ થાય છે. તેમ ભગવાન આત્મામાં સુખશક્તિ ત્રિકાળ છે. પરંતુ અજ્ઞાની જીવને એની ખબર નથી. તેથી તે સુખની શોધમાં બહાર ઇન્દ્રિયના વિષયોમાં ખાનપાનમાં, સ્ત્રીના દેહમાં, બાગ-બંગલામાં, રંગરાગમાં ઇત્યાદિમાં સુખ છે એમ માની ઇન્દ્રિયના વિષયો પ્રતિ દોડાદોડ કરી મૂકે છે. પણ ત્યાં બહારમાં-એ જડ પદાર્થોમાં-સુખ હોય તો મળે ને? વિષયોમાં ફોગટ ફાંફાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ-સુખશક્તિ : ૩૫ મારીને તે નાહક ખેદખિન્ન થાય છે, દુ:ખી જ થાય છે. અરે ભાઈ ! બહારના જડ વિષયોમાં સુખ નથી, વિષયોની મમતા ને અનુરાગમાં સુખ નથી ને કેવળ વિષયોને જ જાણનારા બહિર્લક્ષી જ્ઞાનમાંય સુખ નથી. અહા ! એક સ્વાનુભૂતિમાં જ સુખ છે. માટે સુખ જોઈએ તો ઇચ્છાથી વિરામ પામી સ્વાનુભૂતિ કર. અહા ! લ્યો, આવો મારગ !
ભગવાન આત્મામાં શક્તિરૂપે સુખ ત્રિકાળ ભર્યું છે. ભગવાન સિદ્ધને તેની પૂર્ણ વ્યક્તિ થઈ છે. સિદ્ધ ભગવાનને સુખની પૂર્ણ દશા-અનંત સુખ હોય છે. સિદ્ધ ભગવાનને પ્રગટ આઠ ગુણના વર્ણનમાં સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, ને વીર્ય એ ચાર આવે છે. ચાર ઘાતિકર્મના ક્ષયથી સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, અને વીર્ય પ્રગટ થાય છે અને ચાર અઘાતિકર્મના ક્ષયથી અવ્યાબાધ, અવગાહન, સૂક્ષ્મત્વ અને અગુરુલઘુ ગુણ પ્રગટ થાય છે. અહા ! આવી સર્વોત્કૃષ્ટ દશા અનંતમહિમાયુક્ત, અનંતશક્તિમય નિજ આત્મદ્રવ્યનાં જ્ઞાન-શ્રદ્ધાન અને રમણતા કરતાં પ્રાપ્ત થાય છે. અરે! લોકો (કોઈ જૈનાભાસીઓ) સમજ્યા વિના જ વ્રત, પ્રતિમા વગેરેને ચારિત્ર કહે છે; પણ ભાઈ ! એ માર્ગ નથી. આત્મા સ્વરૂપથી જ સદા આનંદમય-સચ્ચિદાનંદમય છે, તેનાં જ્ઞાન-શ્રદ્ધાન અને રમણતા કરતાં અનાકુળ સુખ પ્રગટે છે, તેની પૂર્ણતા થયે પૂર્ણ સુખ-અનંત સુખ પ્રગટે છે. બસ, આ જ માર્ગ છે. સમજાણું કાંઈ....?
આ પંદરમી ઓગસ્ટે દેશનો સ્વાતંત્ર્ય દિવસ ઉજવે છે ને? પણ એ તો તારો દેશ-સ્વદેશ નહિ ભાઈ ! તું એનો સ્વામી નહિ; એ તો પ્રત્યક્ષ ભિન્ન ચીજ છે બાપુ! એની સેવા (મમત્વ) કર્યું તને (સંસાર સિવાય) કાંઈ જ લાભ નથી. અહાહા...! અસંખ્ય પ્રદેશ-કે જેમાં આત્માનાં અનંત ગુણ સર્વત્ર વ્યાપીને ત્રિકાળ રહ્યા છે તે એનો સ્વદેશ છે. અહાહા..! આમાં એનો સ્વામી છે. અહા ! આવા સ્વ-દેશની સેવા સેવન કર્યું અંદર સ્વાતંત્ર્ય-સ્વરાજ પ્રગટ થાય છે, અર્થાત્ અનંત ગુણ સહજ નિર્મળ પરિણમી જાય છે. જુઓ, આ સ્વરાજ ! સમયસારની ૧૭–૧૮ મી ગાથામાં આત્માને રાજા-જીવરાયા’ –કહ્યો છે. અહાહા...! “રાજતે-શોભતે ઇતિ રાજા” જે અનેક સમૃદ્ધિ વગેરેથી શોભે તે રાજા છે. અહાહા..! જેમ બહારમાં રાજા તેના છત્ર, ચામર આદિ વિભૂતિ અને શરીરની ઋદ્ધિ તથા બાહ્ય સમૃદ્ધિ વગેરેથી શોભે છે તેમ આ આત્મ-રાજા પોતાના સુખાદિ અનંત ગુણોની સમૃદ્ધિથી શોભે છે. વિકાર પરિણામ અને સંયોગથી શોભે તે આત્મ-રાજા નહિ, અને ચક્રવર્તી કે ઇન્દ્રના વૈભવથી શોભે તે પણ આત્મ-રાજા નહિ. અહાહા..! જેમાં આનંદરસનો આસ્વાદ આવે એવા અનંતગુણ-વૈભવની પ્રગટતાથી શોભાયમાન તે આત્મ-રાજા છે. સમજાણું કાંઈ....!
અહાહા...! જુઓ તો ખરા મુનિવરોની અંતરદશા ! આત્મજ્ઞાની ધ્યાની નિજાનંદરસના અનુભવમાં લીન મુનિવરો, તેમને દેહની સ્થિતિ પૂરી થવાનો ખ્યાલ આવી જાય ત્યારે કેવુંક ચિન્તવન કરે છે! અહાહા...!
ચલો સખી વહાં જઈએ, જહાં ન અપના કોઈ;
લેવર ભએ જનાવરા, મુવા ન રોવે કોઈ. અહાહા...! મુનિરાજ પોતાની શુદ્ધ પરિણતીને કહે છે–જ્યાં આનંદનો સાગર-આનંદ-સુધાસિંધુ ભગવાન છે ત્યાં ચાલો જઈએ. અંદર એવા મગ્ન-લીન થઈએ કે કલેવરને-આ મડદાને શિયાળિયાં ખાઈ જાય તોય ખબર ન પડે; તથા દેહ છૂટી જાય તો કોઈ પાછળ રોનાર ન હોય. અહાહા..! કેવી અંતર-લીનતા અને કેવું નિર્મમત્વ! આનંદસાગર આત્મામાં તલ્લીન થવા મહામુનિરાજ ગિરિગુફામાં ચાલ્યા જાય છે; નિશ્ચયથી તો નિજ શુદ્ધાત્મા ચિદાનંદ પ્રભુ છે તે જ ગિરિગુફા છે.
પ્રવચનસારમાં ચરણાનુયોગ ચૂલિકામાં દીક્ષાર્થીનું બહુ સુંદર વર્ણન છે. અહાહા..! દીક્ષાર્થી આત્માના આનંદમાં લીન થવા દીક્ષિત થાય છે ત્યારે પોતાની સ્ત્રીને કહે છે-મારા દેહને રમાડનાર હે રમણી ! મારી અનુભૂતિસ્વરૂપ રમણી તો અનાદિઅનંત અંદર શાશ્વત પડી છે, હવે તેની સાથે રમવા અર્થાત્ મારા સ્વસ્વરૂપમાં લીન થવા હું જાઉ છું. સમયસાર ગાથા ૭૩માં પણ આ ત્રિકાળી અનુભૂતિની વાત આવી છે. ત્યાં કહ્યું છે-“સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઉતરેલી જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ છું.” જુઓ, આત્માની પર્યાયમાં રાગની ક્રિયા થાય તે તો મારા આત્માનું સ્વરૂપ નહિ, પણ રાગ રહિત નિર્વિકાર પરિણતિ પર્યાયના પકારકથી થાય તે પણ હું ત્રિકાળ અનુભૂતિસ્વરૂપ આત્મા નહિ. હું પરથી જુદો, રાગથી જુદો, ને નિર્મળ પર્કરકની પરિણતિ જે થાય તેનાથી જુદો ત્રિકાળી અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા છું, આ અનુભૂતિ તે ત્રિકાળી એકરૂપ સ્વભાવની વાત છે હોં, આ અનુભૂતિની પર્યાયની વાત નથી. અહાહા...! દીક્ષાર્થી કહે છે-હું મારો ત્રિકાળી અનુભૂતિસ્વરૂપ ભગવાન ક્યાં છે ત્યાં જાઉં છું, હવે ત્યાં જ મારે આનંદથી રમવું છે; માટે આ દેહને રમાડનારી હું ૨મણી ! અનુમતિ દે, અર્થાત મને છોડી દે. લ્યો, અનુમતિ આપે કે ન આપે, એ તો સર૨૨ અંદર ચાલ્યા જાય છે; વનવાસ ચાલ્યા જાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
વળી દીક્ષા ધારણ કરવાના પ્રસંગે માતાને સંબોધે છે-હૈ જનેતા! આ શરીરની જન્મદાતા તું જનેતા છો, પણ હું તો અનાકુળ આનંદસ્વભાવી આત્મા છું, આ આત્માની તું જનેતા નથી. મારા આનંદસ્વરૂપી આત્મામાંથી મારી આનંદની દશાનો જન્મ થાય છે તેથી નિશ્ચયથી તે જ મારી જનેતા છે. માતા! મને રજા દે, હું મારી ત્રિકાળ આનંદસ્વરૂપી માતાની ગોદમાં જાઉં છું; ત્યાં હું એવો ૨મું-રમણતા કરું કે ફેર જન્મ ના ધરું. માતા, એક વાર તારે રોવું હોય તો રોઈ લે, હવે હું બીજી માતા નહિ કરું-આ મારો કોલ છે. અહાહા...! આમ અંતરમાં દૃઢ વૈરાગ્ય ધારણ કરીને યુવાન રાજકુમારો પ્રચુર આનંદના સ્વાદની પ્રાપ્તિ અર્થે વનવાસમાં-આત્મવાસમાં ચાલ્યા જાય છે. અહાહા... ! કેવો વૈરાગ્ય ! કેવું નિર્મમત્વ !!
અરે! અજ્ઞાની બાહ્યમાં સુખ માને છે. જ્ઞાની જ્યાંથી વિરક્ત થાય છે, અજ્ઞાની ત્યાં ચૈન માની ઝંપલાવે છે. અજ્ઞાની સ્ત્રી, પરિજન, ધન, મકાન ઇત્યાદિમાં સુખ માને છે, અને ત્યાં જ રોકાઈ રહે છે. સુખ તો પોતામાં જ ભર્યુ છે, પણ એની ખબર નથી તેથી તે બધે બહાર જ ફાંફાં મારે છે, અને નિરાશ થઈ દુ:ખી દુ:ખી થાય છે.
હા, પણ કોઈ કોઈ એ સંયોગોમાં સુખી હોય એમ દેખાય છે?
ધૂળેય સુખી નથી સાંભળને. સુખ તો દૂર રહો, એ સંયોગોમાં સુખની ગંધેય નથી; ઉલટું એના તરફનું જે વલણ છે તે મહા પાપ અને દુઃખ છે. ભાઈ ! સુખ તો તેને કહીએ જેમાં આકુળતાની છાંટ પણ ન હોય અને જે કદી નાશ ન પામી જાય, કદી પલટી ન જાય.
ગજસુકુમા૨ મુનિની વાત શાસ્ત્રમાં આવે છે. જ્યારે શ્રીકૃષ્ણ શ્રી નેમિનાથ ભગવાનનાં દર્શન કરવા હાથી ૫૨ બેસીને સમોસરણમાં જાય છે ત્યારે તેના ખોળામાં નાનાભાઈ ગજસુકુમાર બેઠેલ છે. માર્ગમાં એક સોનીની અતિ સ્વરૂપવાન કન્યા સોનાના ગેડીદડે રમતી હતી. તેને દૂરથી જોઈને શ્રીકૃષ્ણે સેવકોને આજ્ઞા કરી કે–આ કન્યાને અંતઃપુરમાં લઈ જાઓ, તેનાં ગજસુકુમાર સાથે લગ્ન કરવાં છે. સેવકો તે કન્યાને અંતઃપુરમાં લઈ ગયા, અને અહીં શ્રીકૃષ્ણ ગજસુકુમારને લઈને ભગવાનનાં દર્શનાર્થ સમોસરણમાં પધાર્યાં. પછી શું થયું? અહા! ભગવાનની ધ્વનિ સાંભળીને ગજસુકુમારનું ચિત્ત અતિ દૃઢ વૈરાગ્યથી ભરાઈ ગયું. તેઓ બોલ્યા-નાથ ! હું મુનિપણું અંગીકાર કરવા ચાહું છું. માતા દેવકી પાસે જઈ કહેવા લાગ્યા-હે માતા ! અંદર આનંદનો નાથ વિરાજે છે તેની સારસંભાળ-સુરક્ષા માટે હું ભગવતી દીક્ષા અંગીકાર કરવા માગું છું. હવે હું સ્વરૂપની સંભાળ માટે વનમાં જાઉં છું. હૈ માતા! આ દેહનું મમત્વ દૂર કરો. મારી પર્યાયમાં જરા દુઃખ છે, પણ તે દુઃખનો મારા આનંદની પરિણતિમાં અભાવ છે.
પછી તો ગજસુકુમાર ભગવાન પાસે દીક્ષિત થઈને દ્વારિકાના સ્મશાનમાં ધ્યાન કરવા ચાલ્યા ગયા. તેમનું શરીર હાથીના તાળવા જેવું લાલચોળ, કોમળ હતું. તેથી તેમનું નામ ગજસુકુમાર પાડવામાં આવ્યું હતું. અહા ! મુનિરાજ તો નિજ આનંદસ્વરૂપના ધ્યાનમાં તલ્લીન હતા ત્યારે ક્રોધાગ્નિથી બળી રહેલા પેલા સોનીની કન્યાના પિતા ત્યાં આવ્યા. તેમણે સ્મશાનની રાખ લઈ તેમાં પાણી રેડી ગજસુકુમા૨ મુનિના માથા ઉપર પાળ બનાવી, અને અંદર મસાણના ધગધગતા અંગારા પૂર્યા; માથા ઉપર ભડભડ અગ્નિ બળવા લાગી. પણ મુનિરાજ તો ધ્યાનમાં અચળ રહ્યા. અહા ! એકકોર ભડભડ અગ્નિથી માથું બળે અને એકકોર મુનિરાજે પ્રગટાવેલી ધ્યાનાગ્નિમાં કર્મ બળે. માથું બળે તેની તરફ તો મુનિરાજનું લક્ષ જ નથી. આખરે ધ્યાનાગ્નિમાં સર્વ કર્મ ભસ્મીભૂત થયાં. મુનિરાજ તત્કાલ કેવળજ્ઞાન પ્રગટાવી પરમસુખસ્વરૂપ નિજપદ-મોક્ષપદને પામ્યા. અહો! સ્વરૂપધ્યાનની-સ્વાનુભૂતિની દશાનો કોઈ અચિંત્ય મહિમા છે; એનું ફળ પરમ સુખધામ એવું મોક્ષ છે.
સમયસારની આત્મખ્યાતિ ટીકાના મંગલાચરણમાં પ્રથમ જ શ્રી અમૃતચંદ્ર સ્વામી કહે છે
નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસતે। ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાન્તરચ્છિદે।।
અહાહા...! કહે છે- ‘નમ: સમયસારાય’ અહાહા...! રાગ રહિત જ્ઞાન અને આનંદથી ભરેલું મારું સ્વરૂપ છે તેને હું નમન કરું છું. અહા! સમયસાર મારો નાથ આનંદનો સાગર છે તેમાં હું મારી પરિણતિને ઝુકાવી નમન કરું છું. આવી વાત !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ-સુખશક્તિ : ૩૭ કેવો છે સમયસાર ? “ સ્વાનમંત્યા રસ્તે' અહાહા...! મારા આનંદનો નાથ સ્વાનુભવપ્રત્યક્ષ નિજ સ્વાનુભૂતિથી પ્રગટ થાય તેવો છે. અહા ! તે દયા, દાન, આદિ કોઈ વ્યવહારના ભાવોથી પ્રગટ થતો નથી. વળી
‘ચિસ્વનાવાય માવાય' અહાહા! “ભાવાય ' નામ સત્તાસ્વરૂપ આત્મપદાર્થ ચિસ્વભાવમય છે, જ્ઞાન-દર્શનરૂપ ચૈતન્યસ્વભાવમય છે. અહા ! જ્ઞાનાદિ ગુણ છે તે તેનો સ્વભાવ છે, અને સ્વાનુભૂતિમાં તે પ્રસિદ્ધ થાય છે. વળી
‘સર્વમાન્તરછિદ્દે' ત્રણકાળ ત્રણલોકના સમસ્ત પદાર્થોને એક સમયમાં પૂર્ણ જાણે એવો તેનો સર્વજ્ઞસ્વભાવ છે. અહા ! આ સર્વજ્ઞશક્તિ પહેલાં જે જ્ઞાનશક્તિ કહી તેમાં ગર્ભિત છે. અહા ! આવો સર્વજ્ઞસ્વભાવ સ્વાનુભૂતિમાં પ્રાપ્ત થાય છે. આવો સૂક્ષ્મ મારગ છે ભાઈ !
કેટલાક કહે છે ને કે આ તો બહુ સૂક્ષ્મ છે. પણ શું થાય ? ભગવાન! તારું સ્વરૂપ જ સૂક્ષ્મ છે. સૂક્ષ્મત્વ ગુણ દ્રવ્યમાં વ્યાપક હોવાથી જ્ઞાન સૂક્ષ્મ, દર્શન સૂક્ષ્મ, આનંદ સૂક્ષ્મ, કર્તા સૂક્ષ્મ-એમ સર્વ ગુણ સૂક્ષ્મ છે. અહા ! આવા સૂક્ષ્મને પામવાનો મારગ સૂક્ષ્મ છે ભાઈ ! પુણ્ય-પાપના સ્થૂળ ભાવોમાં એ સૂક્ષ્મ જણાતો નથી.
કોઈને એમ થાય કે આ વ્યવહારનો નિષેધ કરે છે. પણ શું થાય? વસ્તુનું સ્વરૂપ જ એવું છે. શ્લોકના ચારે ચરણમાં અસ્તિથી વાત કરી છે. આત્મામાં અજીવ નથી, પુણ્ય-પાપ નથી, વ્યવહાર નથી એમ નાસ્તિ તેમાં સિદ્ધ થઈ જાય છે. સમજાણું કાંઈ...?
જુઓ, આ સામે શત્રુજ્ય પહાડ ઉપર પાંચ પાંડવો મુનિદશામાં વિચરતા હતા. ભગવાનના દર્શનનો ભાવ થયો ત્યાં ખબર પડી કે ભગવાન નેમિનાથ તો મોક્ષ પધાર્યા. અરે, ભરતક્ષેત્રમાં ભગવાનનો વિરહ પડી ગયો. અહા ! પાંચ મુનિવરોને મહિના મહિનાના ઉપવાસ છે, અને પહાડના શિખર પર ધ્યાનમગ્ન ઊભા છે. ત્યાં દુર્યોધનના ભાણેજે આવી ઉપસર્ગ માંડયો; ધગધગતાં લોખંડનાં ધરેણાં તેમને પહેરાવ્યાં. અહા! માથે ધગધગતો મુગટ, કંઠમાં ધગધગતી માળા અને હાથ-પગમાં ધગધગતાં કડાં પહેરાવી તેણે મહામુનિવરો પર ભયંકર ઉપસર્ગ કર્યો. ધર્મરાજા, અર્જુન અને ભીમ-એ ત્રણ મુનિવરોએ ત્યાં જ શુકલધ્યાનની શ્રેણી માંડી, કેવળજ્ઞાન ઉપજાવી મોક્ષપદ પ્રાપ્ત કર્યું. નાના બે ભાઈઓ સહદેવ અને નિકુળને જરા વિકલ્પ થઈ આવ્યો કે-અરે ! મોટાભાઈ ધર્મરાજા પર આવો ઉપસર્ગ ! આટલા વિકલ્પના ફળમાં તેમને બે ભવ થઈ ગયા. મોટા ત્રણ પાંડવો પૂરણ વીતરાગ થઈ મોક્ષપદ પામ્યા, જ્યારે નાના બેને જરાક વિકલ્પ આવ્યો તેમાં બે ભવ થઈ ગયા. બન્ને સર્વાર્થસિદ્ધિ નામના દેવલોકમાં ૩૩ સાગરોપમની આયુસ્થિતિમાં ગયા. વિકલ્પ આવ્યો તો કેવળજ્ઞાન અટકી ગયું. જુઓ, શુભવિકલ્પ તેય સંસાર છે. અજ્ઞાની જીવો શુભભાવથી લાભ-ધર્મ થવાનું માને છે, પણ એ એમનો ભ્રમ જ છે, કેમકે શુભભાવ પણ બંધનું જ કારણ છે, અબંધ નથી. આવી વાત! ' અરે ભાઈ ! તારા સ્વભાવમાં તો એકલું સુખ-સુખ-સુખ બસ સુખ જ ભર્યું છે. અહાહા..! વીણાના તારને છેડતાં જેમ ઝણઝણાટ કરતી વાગે છે તેમ સુખશક્તિથી ભરેલા આત્મામાં એકાગ્ર થતાં ઝણઝણાટ કરતી સુખના સંવેદનની દશા પ્રગટ થાય છે. પણ અરે ! એને નિજ સ્વભાવનો મહિમા નથી! અનંત ગુણના રસથી ભરેલા નિજપદની સંભાળ કર્યા વિના અહા ! તે અનાદિથી પરપદને પોતાનું માની ભવસાગરમાં ગોથાં ખાયા કરે છે. અહા ! એની દુર્દશાની શી વાત! દાણ દુઃખોથી ભરેલી એની કથની કોણ કહી શકે ? અરે ભાઈ ! અહીં આચાર્ય ભગવાન તને તારું સુખનિધાન બતાવે છે. તો હવે તો નિજનિધાન પર એક વાર નજર કર. અહા ! નજર કરતાં જ તું ન્યાલ થઈ જાય એવું તારું દિવ્ય અલૌકિક નિધાન છે. અહા !
“મારા નયનની આળસે રે, નીરખ્યા ન મેં નયણે હરિ.” આ હરિ તે કોઈ બીજી ચીજ નહિ, નિજ શુદ્ધાત્મા ચિદાનંદઘન પ્રભુ તે હરિ છે. જે દુ:ખને હરે અર્થાત્ સુખને કરે તે હરિ છે. પંચાધ્યાયીમાં આવે છે કે- ‘રતિ રૂતિ દરિ.' દુઃખના બીજભૂત જે મિથ્યાત્વાદિને હરે તે હરિ નામ સુખનિધાન આનંદસ્વરૂપ ભગવાન આત્મા છે. અહા ! પ્રમાદ છોડીને, વિષયોનું વલણ છોડીને પોતાના હરિ નામ ભગવાન આત્માને એકાગ્ર થઈ નીરખવો, ભજવો તે સુખનો ઉપાય છે. લ્યો....
આ પ્રમાણે આ પાંચમી સુખશક્તિ પૂરી થઈ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
૬: વીર્યશક્તિ
સ્વરૂપ (-આત્મસ્વરૂપની) રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ'
અહાહા...! આત્મામાં જેમ જ્ઞાન ગુણ છે તેમ વીર્ય નામનો એક ગુણ છે. આ પુત્ર-પુત્રી થવાના નિમિત્તરૂપ જે શરીરનું વીર્ય-જડ વીર્ય છે તેની અહીં વાત નથી. વીર્ય એટલે બળ નામની આત્મામાં એક શક્તિ છે. આ શક્તિ વડે આત્મા બળવાન છે. અહાહા...! પોતાના સ્વરૂપની રચના કરે-સ્વરૂપને ધારી રાખે એવો જે આત્માનો સ્વભાવ તે વીર્યશક્તિ છે.
અહાહા...! વીર્યશક્તિનો સ્વભાવ આત્માના સ્વરૂપની રચના કરવાનો છે. શું કીધું ? જ્ઞાન, દર્શન. આનંદ, પ્રભુતા, સ્વચ્છતા આદિ અનંત ગુણો તે આત્માનું સ્વરૂપ છે. અહાહા..! અનંત ગુણનો સ્વામી આત્મા અનંતનાથ ભગવાન છે. તેની સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યગ્વારિત્ર, અનાકુળ અતીન્દ્રિય આનંદ, સમ્યક વીર્ય ઇત્યાદિ નિર્મળ પર્યાયને રચે તે વીર્યશક્તિનું કાર્ય છે. પણ રાગની રચના કરે, કે જડની-શરીરની, મકાનની, સમાજની કે દેશની રચના કરે તે આત્માની વીર્યશક્તિનું કાર્ય નહિ. ભાઈ! આત્મામાં જે બળશક્તિ-વીર્યશક્તિ છે તે નિર્મળ સ્વસ્વરૂપની રચના કરવાના સામર્થ્યરૂપ છે; અને જડની રચના તો જડની શક્તિનું કાર્ય છે. સમજાણું કાંઈ..?
જુઓ, નેમિનાથ ભગવાન ગૃહસ્થદશામાં હતા ત્યારનો એક પ્રસંગ પુરાણમાં વર્ણવેલો છે. શ્રીકૃષ્ણ-વાસુદેવની રાજસભામાં એક વાર ચર્ચા નીકળી કે અહીં સૌથી બળવાન કોણ ? કોઈ કહે પાંડવો બળવાન છે, બીજો કહે કે બળભદ્ર બળવાન છે, ત્રીજો કહે કે શ્રીકૃષ્ણ-વાસુદેવ બળવાન છે, ચોથો કહે કે ધર્મરાજા બળવાન છે. એવામાં તે જ વખતે રાજસભામાં નેમિકુમાર પધાર્યા. ત્યારે બળભદ્ર કહ્યું કે બધા બળવાન ભલે હો, પણ નેમિકુમારના તોલે નહિ; નેમિકુમાર બાવીસમા તીર્થંકર છે અને તે જ સૌમાં બળવાન છે. શ્રીકૃષ્ણને આ વાત રુચિ નહિ; એટલે તેમણે નેમિકુમારને કુસ્તી કરીને પોતાનું બળવાનપણું સાબિત કરવા આહ્યાન આપ્યું. નેમિકુમારે કહ્યું-બંધુવર! મોટાભાઈની સાથે કુસ્તી ન કરાય, પણ બળની પરીક્ષા જ કરવી છે તો આ મારો પગ અહીંથી તમે ખસેડી દો. શ્રીકૃષ્ણે ઘણી મહેનત કરી, પણ તે નેમિકુમારનો પગ ખસેડી શક્યા નહિ. પછી નેમિકુમારે પોતાની ટચલી આંગળી સીધી કરી કહ્યું-આ મારી ટચલી આંગળી વાળી આપો. શ્રીકૃષ્ણ ટચલી આંગળી પર પૂરી તાકાતથી આખા ટીંગાઈ ગયા, પણ આંગળી વળી નહિ. પણ આ તો શરીરનું –જડનું બળ બાપુ! તેમાં આત્માને કાંઈ નહિ. નેમિકુમાર તો ત્યારેય જાણતા હતા કે આ શરીરબળ તે હું નહિ, ને આ કસોટીનો વિકલ્પ ઉઠ્યો તેય હું નહિ. હું તો નિજ ચૈતન્યસ્વરૂપને ધારણ કરનારી વીર્યશક્તિ જેનું બળ છે એવો સ્વરૂપની રચનારૂપ તેને શક્તિનું ફળ-કાર્ય પ્રગટ નહોતું; પણ જ્યાં નિજ વીર્ય શક્તિનો મહિમા લાવી શક્તિમાન દ્રવ્યમાં અંતર્દષ્ટિ કરી કે તત્કાલ સ્વરૂપની રચના કરનારું વીર્ય પર્યાયમાં પ્રગટ થયું. અહાહા...! આ રીતે દ્રવ્યમાં વીર્ય, ગુણમાં વીર્ય ને પર્યાયમાં વીર્ય-એમ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેયમાં વીર્યશક્તિ વ્યાપક થાય છે, અને નિર્મળ જ્ઞાન, આનંદ, સુખ, પ્રભુતા, જીવત, સ્વચ્છત્વ આદિ અનંતગુણસ્વભાવોની પર્યાયની રચના કરે છે. અહાહા..! આવી છે આ વીર્ય શક્તિ ! સમજાય છે કાંઈ....! - ઓહો ! કેવળી પરમાત્માએ બતાવેલો પરમાત્મા થવાનો માર્ગ અહીં સંતો પ્રસાદરૂપે ખુલ્લો કરે છે. અહા ! જેમ બાળકની માતા તેને સુવાડવા તેની પ્રશંસાનાં મધુર હાલરડાં ગાય છે કે
“દીકરો મારો ડાહ્યો ને પાટલે બેસી નાહ્યો' ઇત્યાદિ. તેમ અહીં સંતો-કેવળીના કેડાયતીઓ-અજ્ઞાનીઓને જગાડવા તેની (આત્માની) પ્રશંસાના મધુર ગીત ગાય છે. કહે છે-જેની ફુરણા થતાં તું ત્રણલોકનો નાથ થાય એવી વીર્યશક્તિનો સ્વામી તું ભગવાન છો. જાગ રે જાગ ! જાગવાના તારે આ અવસર આવ્યા છે. ભગવાન! તારે ભગવાન થવાના અવસર આવ્યા છે; ઇત્યાદિ.
અમે નાની ઉંમરમાં વડોદરામાં એક નાટક જોયેલું. “અનસૂયા ”નું નાટક હતું. અનસૂયા સતી ગણાતી. તે એક અંધ બાહ્મણને પરણી હતી. તેને એક બાળક થયું. તે પોતાના બાળકને સુવાડવા પારણું ઝુલાવી મીઠી હુલકે ગાતીબેટા ! શુદ્ધોગતિ, વૃદ્ધોગત્તિ, ૩૯ીસીનોfસ, નિર્વિવત્નોરત હે પુત્ર! તું શુદ્ધ છો, જ્ઞાની છો, ઉદાસીન છો, નિર્વિકલ્પ છો.' –આમ વખાણ કરતી. આ તો એ વખતનાં નાટકો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬-વીર્યશક્તિ : ૩૯ પણ કેવાં વૈરાગ્યરસથી ભરપૂર ભજવાતાં એની વાત છે. આવાં દશ્યો જોઈને અમને તે વખતે વૈરાગ્યની ખુમારી જ ચડી જતી. અત્યારે તો કાંઈ વાત કરવા જેવી નથી, તદ્દન હલકી કક્ષાનાં દ્રશ્યો બતાવાય છે. સમયસારના બંધ અધિકારમાં છે કે ભગવાન આત્મા શુદ્ધ, બુદ્ધ, નિર્વિકલ્પ અને ઉદાસીન છે. શ્રીમદ્ પણ કહે છે
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયંજ્યોતિ સુખધામ
બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ.” અહીં..! લોકમાં પ્રત્યેક આત્મા પૂર્ણ જ્ઞાનાનંદસ્વભાવથી ભરેલો ભગવાન છે. પોતાના આવા સ્વરૂપને લક્ષમાં લઈ તેમાં એકાગ્ર થતાં સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ પર્યાયમાં પ્રગટ થાય છે. આ કર્તવ્ય ને આ ધર્મ છે.
ભાઈ ! જેને સુખી થવું હોય, સંસારની પીડાથી મુક્ત થવું હોય તેણે પોતે શું ચીજ છે તે જાણવું જોઈએ. ભગવાન કહે છે–ભગવાન! તું અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા છો. તારી એકેક શક્તિમાં બીજી અનંત શક્તિઓનું રૂપ છે. અહાહા..! અનંત સામર્થ્યથી ભરેલી એકેક શક્તિ અને એવી અનંત શક્તિઓથી ભરેલો ભગવાન! તું ચૈતન્ય-પ્રકાશના નૂરનું પૂર છો, પણ અરે ! એણે પોતાના અંતરંગ સ્વરૂપને જોયું નથી ! ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ પોતે પોતાને ભૂલીને અંધારે અટવાયો છે. આ પુણ્ય-પાપના ભાવ તે બાપુ! અંધારું છે, ને જડ પુણ્ય-પાપ કર્મ એ ય અંધારું છે; તથા એ પુણ્ય-પાપ કર્મનું ફળ જે સ્વર્ગ-નર્ક આદિ એ ય અંધારું છે, કેમકે એ સર્વમાં ચૈતન્યપ્રકાશનો અભાવ છે. અહાહા..! આવો દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી રહિત શુદ્ધ બુદ્ધ પ્રભુ! તું ચૈતન્યપ્રકાશનો પુંજ આત્મા છો.
અહીં એની વીર્ય નામ બળશક્તિની વાત ચાલે છે. આ વીર્યશક્તિ આત્માના અસંખ્યાત પ્રદેશમાં વ્યાપક છે. પોતાના સ્વ-દેશમાં વીર્યશક્તિ સર્વત્ર વ્યાપેલી છે. આત્માનો અસંખ્યાત પ્રદેશ તે સ્વ-દેશ છે. રાગાદિ પુણ્ય-પાપના ભાવ તે પર-દેશ છે.
અહા ! જેમ નરકનું ક્ષેત્ર સ્વભાવથી દુઃખરૂપ છે, સ્વર્ગનું ક્ષેત્ર સ્વભાવથી લૌકિક સુખરૂપ છે, તેમ ભગવાન આત્માનું સ્વક્ષેત્ર સ્વભાવથી વીર્યશક્તિથી ભરપૂર અતીન્દ્રિય જ્ઞાન અને આનંદરૂપ જ્ઞાન અને આનંદનો પાક નીપજે છે. જેમ સાધારણ જમીન હોય તેમાં લાલ કળથી પાકે અને ઊંચી જમીન હોય તો તેમાં સુગંધીદાર સફેદ ઉજ્વળ બાસમતીના ચોખા પાકે તેમ આત્માનું અસંખ્યપ્રદેશથી જે ક્ષેત્ર છે તેમાં નિર્મળ જ્ઞાન અને આનંદના મોલ પાકે છે. પણ કયારે? જ્યારે સ્વસ્વરૂપનો અંતરંગમાં અંતર્મુખ થઈ સ્વીકાર કરે ત્યારે; ત્યારે સ્વસ્વરૂપની રચના કરનારું વીર્ય સહજ સ્કુરાયમાન થાય છે અને સાથે નિજ જ્ઞાનાનંદ સ્વભાવનાં જ્ઞાન-શ્રદ્ધાન ઉદય પામે છે. અહો ! તે સમયે પ્રગટ થતા અતીન્દ્રિય આહલાદનું શું કહેવું! તે વચનાતીત ને ઉપમારહિત હોય છે. આવો અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો પાક પાકે એવું આત્માનું સ્વ-ક્ષેત્ર છે.
પણ આ રાગાદિ વિકાર થાય છે ને?
અરે ભાઈ ! આત્માના અસંખ્ય પ્રદેશ છે. તેમાં વિકાર ઉત્પન્ન થાય એવો કોઈ ગુણ નથી. જેમ સોનાની સાંકળીમાં આખી સાંકળી તે દ્રવ્ય છે, સાંકળીના બધા અંકોડા તે એનું ક્ષેત્ર છે, અને પીળાશ, ચીકાશ, વજન તે એની શક્તિઓ છે તેમ આત્મા દ્રવ્ય છે, બધા અસંખ્ય પ્રદેશ તેનું ક્ષેત્ર છે, તે અસંખ્ય પ્રદેશોમાં વ્યાપીને રહેલા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા ઇત્યાદિ અનંત આત્માની નિર્મળ શક્તિઓ છે. તેમાં વિકાર ઉત્પન્ન કરે એવી કોઈ શક્તિ નથી. પણ અરે ! અનંતકાળમાં એણે કદીય સ્વસ્વરૂપની દૃષ્ટિ કરી નથી! પોતાને ભૂલીને એ પરમાં ને પરમાં જ રોકાઈ રહ્યો છે. તેથી તેની વીર્યશક્તિ અનાદિથી સ્કુરાયમાન થતી નથી અને એને પુણ્ય-પાપરૂપ ભાવની રચના થયા જ કરે છે. પણ એ (પુણ્ય-પાપ) કાંઈ આત્માના વીર્યનું કાર્ય નથી. ભાઈ ! દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિના શુભભાવની રચના કરે તે વીર્ય આત્માનું નથી.
આત્માનું વીર્ય તો તેને કહીએ જે પર્યાયમાં પોતાના અનંત ગુણ-સ્વભાવોના સ્વરૂપની રચના કરે, અનંત ગુણોની નિર્મળ પર્યાયો પ્રગટ કરે તે આત્માનું વીર્ય છે. વિકારી પરિણામની રચના કરે તે આત્માના વીર્યનું કાર્ય નથી. અહા ! સ્વસ્વરૂપની રચના કરનાર વીર્યશક્તિના ધારક આત્માને જે દેખતો નથી અને પુણ્ય-પાપની રચના થાય તેને જ (આત્માપણે) દેખે છે તે મિથ્યાષ્ટિ, અજ્ઞાની છે અને તેને નિરંતર પુણ્ય-પાપના ભાવોની જ રચના થયા કરે છે. ભાઈ ! આ બાર વ્રત ને પાંચમહાવ્રતનો જે રાગ એય બધો અચેતન છે, આત્મા નથી. અરે, જે ભાવથી તીર્થકર ગોત્રની પ્રકૃતિ બંધાય તે ભાવ પણ અચેતન જડ છે, તે આત્મા નથી, આત્માના વીર્યનું કાર્ય નથી. રાગ ભાવ ગમે તેવો મંદ હોય તો ય તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ બંધભાવ છે, ચૈતન્યની વિરુદ્ધ જાતિનો છે; તેમાં ચૈતન્યપ્રકાશનો અંશ નથી, તે પોતાને ય જાણતો નથી, ને ચૈતન્યસ્વરૂપ આત્માને ય જાણતો નથી માટે તે અચેતન છે. સમજાણું કાંઈ...? અહો! આવો મારગ સૂરજના પ્રકાશના જેવો સ્પષ્ટ દિગંબર સંતોએ ખુલ્લો કરી દીધો છે. પણ દેખે તેને દેખાય ને!
મારા નયનની આળસે રે, નીરખ્યા ન મેં નયણે હરિ અરે! જ્ઞાન, આનંદ આદિ અનંતગુણ-લક્ષ્મીથી શોભાયમાન નિજ શુદ્ધાત્મા તે શ્રી હરિ–તેને એણે પ્રમાદ છોડીને અનંતકાળમાં દીઠા નહિ! હવે શ્રીહરિ નામ શુદ્ધાત્માની વાત પણ સાંભળવા ન મળે તે એનો કયારે વિચાર કરે, અને કયારે એને દેખ–શ્રદ્ધ? કયારે એની રૂચિ કરે? પણ આ અનંતકાળે પ્રાપ્ત ન થાય એવી અલૌકિક ચીજ છે ભાઈ ! ( એમ કે એની પ્રાપ્તિનો આ અમૂલ્ય અવસર છે).
સાદી ભાષામાં તો કહેવાય છે પ્રભુ! આ સ્ત્રી-પુરુષનાં શરીર છે એ તો હાડકાં, ચામડાં ને માંસ-માટી છે. તે કાંઈ આત્મા છે? ના; તે આત્મા નહિ, ને તેને કરે-રચે તે ય આત્મા નહિ. વળી અંદર પુણ્ય-પાપના ભાવ થાય છે તે શું આત્મા છે? ના; તે આત્મા નહિ, ને તેને રચે તે ય આત્મા નહિ; કેમકે એ તો અચેતન જડ તત્ત્વ છે, ને ભગવાન આત્મા એકલા ચૈતન્યપ્રકાશનો પૂંજ છે. જેની ફુરણા વડ પર્યાયમાં નિર્મળ રત્નત્રયની-સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની રચના થાય તેને આત્માનું વીર્ય અર્થાત્ આત્મા કહીએ; બાકી રાગની-વિકારની રચના કરે તેને આત્માનું વીર્ય કોણ કહે ? એ તો નપુંસક વીર્ય છે, કેમકે એને ધર્મની ઉત્પત્તિ થતી નથી, સમયસાર ગાથા ૧૫૪ની ટીકામાં એવા જીવોને ક્લીબ નામ નપુંસક કહ્યા છે.
અરે પ્રભુ! તું ભગવાન જેવો ભગવાન થઈને, ભિખારીની જેમ પામર બની સંસારમાં રઝળે છે! તું ત્રણ લોકનો નાથ ચૈતન્યસ્વરૂપ પ્રભુ-તારા ગર્ભમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય, સર્વજ્ઞત્વ, સર્વદર્શિત આદિ અનંત નિર્મળ શક્તિઓ પડી છે તેનો તું પર્યાયમાં પ્રસવ ન કરે અને પુણ્ય-પાપનો-મલિનતાનો પ્રસવ કરે એ શું તને શોભા દે છે? જુઓ, કોઈ સ્ત્રીને ગર્ભ રહે અને તે ચોવીસ વર્ષ સુધી રહે છે. ગર્ભમાં રહેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ચોવીસ વર્ષ છે એમ શાસ્ત્રમાં કથન છે. એવી સ્થિતિમાં પણ તે અનંત વાર રહ્યો ભગવાન? ગર્ભવાસમાં રહેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૪ વર્ષની છે માટે અનંતકાળે આ અવસર આવ્યો છે તો ત્રિકાળી દ્રવ્યસ્વભાવનું લક્ષ કરી, સ્વરૂપસન્મુખ થઈ હમણાં જ પર્યાયમાં જ્ઞાન અને આનંદનો પ્રસવ કર. વીતરાગ સર્વશ પરમેશ્વરની આ આજ્ઞા છે ભાઈ ! લોકોને સત્ સાંભળવા મળે નહિ એટલે બિચારા શું કરે? તેઓ દયા, દાન વ્રત આદિ ક્રિયા અને શરીરની ક્રિયાને પોતાનું કર્તવ્ય માની મિથ્યાભાવના સેવન વડે ચાર ગતિમાં રઝળી મરે છે. શું થાય? મિથ્યાભાવના સેવનનું એવું જ ફળ છે.
ભાઈ ! તારી ચૈતન્યવહુના પેટમાં (_ક્ષેત્રમાં) અનંત-ગુણલક્ષ્મીનો ભંડાર ભર્યો છે. ત્યાં નજર કરવાને બદલે બહારની ધનસંપત્તિ જોઈ તું હરખાય છે પણ એમાં શું છે? એ તો ધૂળની ધૂળ (પુદ્ગલ-૨જ) બાપા ! આ જોતા નથી અતિ તૃષ્ણાવંત મોટા કરોડપતિ ને અબજોપતિ મરીને ક્ષણમાં કયાંય નરકાદિમાં ચાલ્યા જાય છે! ભાઈ ! તારે સુખી થવું હોય તો અંદર (સ્વસ્વરૂપમાં ) નજર કર.
ધર્મના નામે અત્યારે તો વ્રત કરો, પડિમા લો, ઉપવાસ કરો, આ કરો ને તે કરો એમ પ્રરૂપણા ચાલે છે. પણ એમાં તો ધૂળે ય ધર્મ નથી સાંભળને. એ તો બધી રાગની ક્રિયા છે, એમાં ધર્મનો અંશ પણ નથી. અરે ભગવાન ! જેવી તારી ચૈતન્યવસ્તુ છે તેવી તને ન અનુભવાય તો ધર્મ કયાં થશે? અને સ્થિરતા કયાંથી આવશે ? બહારનાં ક્રિયા-કર્મ વડે તું ધર્મ થવાનું માને પણ બહારનાં કર્મ (કાર્ય) કોણ કરે ને કોણ છોડે ? આ જડ કર્મ-નોકર્મ એ તો જડ પરમાણુની દશા છે, તેને તું કરી શકતો નથી, છોડી શકતો નથી; પુણ્યપાપરૂપ ભાવકર્મ છે તે વિકારી દશા છે, તે તારી શક્તિનું કાર્ય નથી; અને નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગી કર્મ તથા કેવળજ્ઞાન અને સિદ્ધપદ તે તારી શક્તિનું કાર્ય છે. આત્મા પોતે સ્વતંત્રપણે સ્વવીર્ય વડે પોતાની તે નિર્મળ પર્યાયોને રચે છે. તે નિર્મળ પર્યાયોને
કોઈ ઇશ્વર રચે એમ નહિ, કોઈ પરદ્રવ્ય (કર્મ આદિ) રચે એમ નહિ, ને
કોઈ રાગની ક્રિયા એને રચે એમ પણ નહિ; અહાહા...! આત્મા પોતે જ પોતાના સ્વવીર્યથી કર્તાદિ પકારકરૂપ થઈને પોતાની સમ્યગ્દર્શનાદિરૂપ નિર્મળ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬-વીર્યશક્તિ : ૪૧ પર્યાયોને રચે છે. સમ્યગ્દર્શનથી માંડી સિદ્ધપદ સુધીની નિર્મળ પર્યાયને રચનારો પોતે જ અનંત શક્તિમાન “ઇશ્વર' છે. આવી વાત !
ભાઈ ! તારા સર્વજ્ઞસ્વભાવના સામર્થ્યની-વીર્યની શી વાત! અહાહા..! એક સમયમાં સર્વ લોકાલોકની ભૂત, ભાવિ અને વર્તમાન સમસ્ત પર્યાયોને જાણી લે એવી સર્વજ્ઞશક્તિ આત્મદ્રવ્યમાં ત્રિકાળ પડી છે. ત્યારે કોઈ વળી કહે છે-વર્તમાન પ્રગટ વર્તતી પર્યાયને સર્વજ્ઞ જાણે, પણ ભૂત, ભવિષ્યને ન જાણે; પણ તેની આ વાત બરાબર નથી, મિથ્યા છે. તેને પોતાના સર્વજ્ઞસ્વભાવના સ્વરૂપની ને ભગવાન સર્વજ્ઞના દિવ્ય જ્ઞાનની ખબર નથી. અરે, જે સર્વજ્ઞનું
સ્વરૂપ પણ બીજી રીતે માને તેને આત્માની પ્રતીતિ કયાંથી થાય? ન થાય. અરે ભાઈ ! જેમ પરમાણુ એક સમયમાં ૧૪ રાજુલોક ગમન કરે એ પરમાણુની ગતિનું વીર્ય છે તેમ ભગવાન આત્મા એક સમયમાં ત્રિકાળવર્તી સર્વ લોકાલોકને સાક્ષાત જાણી લે એવું એની સર્વજ્ઞશક્તિનું વીર્ય છે. અહા ! આવું દિવ્ય જ્ઞાન ભગવાન કેવળીને હોય છે.
અહા ! આવી (–કોઈ અચિંત્ય, દિવ્ય) આત્મામાં સર્વજ્ઞશક્તિ છે ને સાથે બળશક્તિ-વીર્યશક્તિ પણ છે. આ વીર્યશક્તિ ભિન્ન છે, વીર્યશક્તિ સર્વજ્ઞશક્તિરૂપ નથી પણ સર્વશક્તિમાં વીર્યશક્તિનું રૂપ છે. આત્માની પ્રત્યેક શક્તિમાં બીજી અનંત શક્તિઓનું રૂપ હોય છે. આ રીતે જ્ઞાન, દર્શન, સુખ, પ્રભુતા, સર્વજ્ઞત્વ, સર્વદર્શિત ઇત્યાદિ અનંતગુણમાં વીર્યશક્તિનું રૂપ હોય છે; જેમકે જ્ઞાનવીર્ય, દર્શનવીર્ય, સુખવીર્ય ઇત્યાદિ. અહો ! આવી અનંત શક્તિઓનો સાગર પ્રભુ આત્મા છે. તેની સન્મુખ દ્રષ્ટિ કરવાથી વીર્યશક્તિ ફરાયમાન થઈ અનંત ગુણની નિર્મળ પર્યાયની રચના કરે છે. આનું નામ આત્મવીર્ય છે. લોકોને આ વિષયનો (–અધ્યાત્મનો) અભ્યાસ નહિ એટલે કોરા ક્રિયાકાંડમાં લાગી જાય છે; પણ એ બધી તો એકલા રાગની-ફ્લેશની ક્રિયાઓ છે. છઠ્ઠાલામાં કહ્યું છે ને કે
મુનિવ્રત ધાર અનંત બાર, ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાયો. આનો અર્થ શું? પંચ મહાવ્રત અનંતવાર પાળ્યાં છતાં આત્મજ્ઞાન વિના લેશ પણ સુખ ન થયું અર્થાત્ દુઃખ જ થયું એનો અર્થ શું? એ જ કે પંચમહાવ્રતનાં પરિણામ પણ સુખરૂપ નથી, દુ:ખરૂપ છે. અહીં કહે છે-આવા દુ:ખની રચના કરે તે આત્માનું વીર્ય નથી; સ્વરૂપલીનતા ને સ્વરૂપ-એકાગ્રતાના ધ્યાન વડે નિર્મળ રત્નત્રય પ્રગટ કરે તે આત્માનું વીર્ય છે, તે પુરુષાર્થ છે. સમજાય છે કાંઈ...?
સ્વરૂપરચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ છે. ત્યાં દ્રવ્ય અને ગુણમાં તો રચના કરવાપણું શું છે? દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ ધ્રુવ એકરૂપ છે; તેમાં રચના કરવાપણું કાંઈ નથી. જે કાંઈ રચના થાય તે પર્યાયમાં થાય છે. સ્વરૂપની પર્યાયમાં રચના થાય તે વીર્યશક્તિનું કાર્ય છે. જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણની નિર્મળ પરિણતિની રચના થાય તે વીર્યનું કાર્ય છે. હવે આમાં વ્યવહારની રચના કરે એમ ન આવ્યું, કેમકે નિર્મળ પરિણતિમાં વ્યવહારનો-રાગનો અભાવ છે. વ્યવહાર છે ખરો, પણ તેને તો જ્ઞાન બસ (ભિન્ન ) જાણે જ છે. ઝીણી વાત કરી. જ્યાં સ્વ-આશ્રયે જ્ઞાન-શ્રદ્ધાન–ચારિત્રની શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ તે સમયે રાગ છે તેને જ્ઞાન માત્ર જાણે છે બસ. રાગને જાણે છે એમ કહીએ એ વ્યવહાર છે. તે સમયે પ્રગટ થયેલી જ્ઞાનની સ્વપરપ્રકાશક દશા સહજ જ પોતામાં ભિન્ન રહીને પોતાથી જ રાગને જાણે છે, રાગને લઈને જાણપણું છે એમ નહિ; પોતાની જ્ઞાનની પર્યાય જ એવા સામર્થ્યવાળી છે કે તે સ્વ અને પરને પોતાથી જાણે છે. હવે કોઈ લોકો કહે છે કે વ્યવહાર-શુભરાગ કરતાં કરતાં નિશ્ચય-શુદ્ધ દશા પ્રગટ થશે પણ તેમની એ વાત મિથ્યા છે. તેમને આત્માની નિર્મળ વીતરાગ પરિણતિ કેમ પ્રગટ થાય એની ખબર નથી અર્થાત તેમને નિર્મળ પરિણતિને રચનારું વીર્ય ફર્યું જ નથી.
અરે! ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરના અત્યારે ભરતક્ષેત્રમાં વિરહ પડયા! વિદેહક્ષેત્રમાં તો સાક્ષાત્ પરમાત્મા સર્વજ્ઞપદમાં બિરાજમાન છે. એક કોડ પૂર્વનું તેમનું આયુષ્ય છે. એક પૂર્વમાં ૭૦ લાખ પ૬ હજાર ક્રોડ વર્ષ વ્યતીત થાય છે. એ ભગવાનના મુખમાંથી નીકળેલી આ વાણી શ્રી કુંદકુંદાચાર્યદવ અહીં ભારતમાં લાવ્યા છે. અહાહા...! ભગવાન કુંદકુંદદેવ નગ્ન દિગંબર ભાવલિંગી મહા સંત હતા. મોરપીંછ અને કમંડળ સિવાય તેમને કોઈ પરિગ્રહ નહોતો. તેઓ સદેહે વિદેહ ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા. ત્યાંથી આવીને ભગવાનની વાણી અનુસાર આ મહાન પરમાગમની રચના કરી છે. સમયસારની પ્રથમ ગાથામાં કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
वंदित्तु सव्वसिध्दे धुवमचलमणोवमं गदिं पत्ते।
वोच्छामि समयपाहुडमिणमो सुदकेवली भणिदं।। કહે છે:- શ્રુતકેવળીઓએ કહેલા આ સમયસાર નામના પ્રાભૂતને કહીશ. આચાર્ય અમૃતચંદ્રસ્વામીએ એમ અર્થ કર્યો છે કે કેવળી અને શ્રુતકેવળીનું કહેલું આ સમયપ્રાભૃત કહીશ. નિયમસારની પ્રથમ ગાથામાં શ્રીમદ્ ભગવદ્ કુંદકુંદાચાર્યદવ કહે છે:
___वोच्छामि णियमसारं केवलि सुद केवली भणिदं।। કેવળી અને શ્રુતકેવળીનું કહેલું નિયમસાર હું કહીશ. કેવું છે નિયમસાર? કેવળી અને શ્રુતકેવળીઓએ કહેલું છે, ભાઈ ! કેવળી પરમાત્માએ સાક્ષાત્ કહેલું આ શાસ્ત્ર છે. વળી શ્રી કુંદકુંદાચાર્યદેવ વિદેહમાં પધાર્યા હતા તે સંબંધી દેવસેનાચાર્યરચિત દર્શનસાર શાસ્ત્રમાં આ લેખ છે:
(મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકર દેવ) શ્રી સીમંધરસ્વામી પાસેથી મળેલા દિવ્ય જ્ઞાન વડે શ્રી પદ્મનંદિનાથે (શ્રી કુંદકુંદાચાર્યદવે) બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?”
આ પ્રમાણે આચાર્ય કુંદકુંદદેવ ભગવાન પાસે સાક્ષાત્ જઈને આ બોધ લાવ્યા છે. તેમાં અહીં કહે છે:
સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ છે. અહાહા...! સ્વરૂપના શ્રદ્ધાન-જ્ઞાન-રમણતારૂપ જે શુદ્ધ ચૈતન્યપરિણતિની રચના થાય તે કહે છે, વીર્યશક્તિનું કાર્ય છે. આત્મા પોતે પોતાની વીર્યશક્તિ વડે શુદ્ધ વીતરાગ પરિણતિની રચના કરે છે. આ શુદ્ધ પરિણતિ વ્રતાદિ પ્રશસ્ત રાગનું કાર્ય હોય એમ કદીય નથી. અહા ! જેમ આત્મામાં વીર્ય ગુણ છે તેમ એક અકાર્યકારણત્વ નામનો ગુણ છે. વીર્યગુણમાં આ અકાર્યકારણત્વનું રૂપ છે, જેથી સ્વરૂપની રચના થાય તેમાં વ્યવહાર રત્નત્રયનો રાગ કારણ અને સ્વરૂપની રચના થાય તે તેનું કાર્ય એમ કદીય નથી. અહા ! આત્મા રાગનું કારણ પણ નથી અને કાર્ય પણ નથી. ચૈતન્ય-ચૈતન્યભાવ કારણ ને રાગ તેનું કાર્ય એમ કદીય નથી. લ્યો, આવું સ્પષ્ટ વસ્તસ્વરૂપ હોવા છતાં વ્યવહારથી નિશ્ચય થાય એમ બધી ગરબડ અત્યારે ચાલે છે; પણ ભાઈ ! રાગભાવ તો પામરતા છે, તેનાથી પ્રભુતા કેમ પ્રગટ થાય? અને નિર્મળાનંદનો નાથ આત્મા ચિદાનંદ પ્રભુ છે તે રાગભાવરૂપ ક્લેશને કેમ રચે ?
પહેલાં શરાફને ત્યાં કોઈ વાર ખોટો રૂપિયો કયાંકથી આવી જાતો તો તેને બહાર ફરતો મૂકવામાં ન આવતો, પણ દુકાનના ઉંબરામાં ખીલીથી જડી દેવાતો. તેમ આ ભગવાન વીતરાગ સર્વજ્ઞદેવની શરાફી પેઢી છે; તેમાં ખોટી વાત ચાલવા ન દેવાય. પરમાત્માની સત્યાર્થ વાત અહીં સંતો આડતિયા થઈ જગત સમક્ષ જાહેર કરે છે. કહે છે–ભગવાન ! તારામાં વીર્ય નામનો જે ગુણ છે તેનું રૂપ આત્માના બીજા અનંત ગુણોમાં છે. તેથી અનંતા ગુણો પોતાના વીર્યથી પોતાના સ્વરૂપની-સમ્યગ્દર્શનાદિની રચના કરે છે, પણ વિકારની રચના કરતા નથી. ભાઈ ! તારો વીર્યગુણ સ્વભાવથી જ એવો છે કે આત્મા કોઈ પરની કે વિકારની રચના કરી શકે નહિ. જો વીર્ય ગુણ વિકારનેરાગાદિને રચે તો તે સદાય રાગાદિને રચ્યા કરે ! તો પછી આત્માની રાગરહિત વીતરાગ મુક્તદશા કેવી રીતે થાય? તેથી પરવસ્તુમાં કાંઈ કરે કે વિકારને રચે એવું ખરેખર આત્માનું બળ-વીર્ય નથી. વળી સ્વરૂપની–સમ્યગ્દર્શનાદિની રચના જે થાય તે પરનું કે રાગનું કાર્ય નથી. પરવસ્તુ (દેવાદિ) કે રાગાદિભાવ (વ્યવહાર રત્નત્રય) સ્વરૂપરચનાનું કારણ નથી. અહો ! કોઈની પણ ઓશિયાળ ન રહે એવો આત્માનો વીર્યગુણ અલૌકિક છે! સમજાણું કાંઈ...? માટે સાવધાન થઈ સ્વરૂપની સંભાળ કર.
પ્રશ્ન- જો આત્મા પરનું કાંઈ ન કરે તો આ જગતની રચના કોણ કરે? સમાધાન - અરે ભાઈ ! છ દ્રવ્યમય આ લોક છે તે અકૃત્રિમ છે, સ્વયંસિદ્ધ છે, કોઈ એનો રચનારો છે એમ
માત્મા પરની રચના કરે એમ માનવું એ તો મહામૂઢતા છે. અજ્ઞાનીઓ જ કોઈ પરને (ઇશ્વરને) જગતનો રચનારો માને છે; બાકી જેમને અનંત આત્મબળ-અનંતવીર્ય પ્રગટયું છે એવા અરહંત કે સિદ્ધ ભગવાન પણ પરની રચના કરવાનું સામર્થ્ય ધરાવતા નથી. પોતાના સ્વરૂપની રચના કરવાનું પૂરણ અનંત સામર્થ્ય છે, પણ પરનું કાંઈ પણ કરવામાં તેઓ પંગુ છે, અર્થાત્ લેશપણ સામર્થ્ય ધરાવતા નથી.
વળી આમા પોતે જ પોતાની પર્યાયની રચના વીર્યશક્તિ વડ કરે છે. કોઈ ઇશ્વર કે પર નિમિત્ત આત્માનીપર્યાયની રચના કરે એમ ત્રણ કાળમાં નથી. અહા! આવી વીર્યશક્તિ આત્મામાં ત્રિકાળ છે. આવી પોતાની વીર્યશક્તિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
જાણી અભેદ ચિન્માત્ર નિત્યાનંદસ્વરૂપ આત્મવસ્તુમાં તન્મય થઈ પ્રવર્તવું તે ધર્મ છે, તે મોક્ષમાર્ગ છે.
પ્રશ્ન:- વીર્યગુણ વિકારને રચતો નથી, તો પછી વિકાર થાય છે કેમ ?
ઉત્ત૨:- અનાદિકાળથી જીવ અજ્ઞાની પર્યાયદૃષ્ટિ છે. તે પર્યાયબુદ્ધિથી જ વિકારને ઉત્પન્ન કરે છે. પર્યાયબુદ્ધિમાં જ વિકારની રચના છે. પોતે જ્યાંસુધી ૫૨માં ને પર્યાયમાં અટકયો છે ત્યાં સુધી વિકારની રચના થાય છે. બાકી સ્વભાવમાં વિકાર નથી, ને સ્વભાવ-દૃષ્ટિમાં-દ્રવ્યદૃષ્ટિમાં વિકારની રચના થતી નથી. આત્માની વીર્યશક્તિ સ્વભાવદૃષ્ટિ થતાં સ્વરૂપની-નિર્મળ નિર્મળ પર્યાયની જ રચના કરે છે. માટે હે જીવ! પર્યાયબુદ્ધિનો ત્યાગ કરી સ્વભાવની દૃષ્ટિ કર. અરે ભાઈ ! તારા સ્વભાવવીર્યમાં ચૈતન્યની જેટલી શક્તિઓ છે તે બધાનું રૂપ છે. દૃષ્ટિમાં જ્યાં શુદ્ધ અંતઃતત્ત્વનો સ્વીકાર થયો ત્યાં પર્યાયમાં અનંતગુણોની નિર્મળ પર્યાયનું કાર્ય પ્રગટ થાય છે, ને આ નિર્મળ પર્યાય તે મોક્ષમાર્ગ છે. (પર્યાયબુદ્ધિ તે સંસારમાર્ગ છે).
૬-વીર્યશક્તિ : ૪૩
પંડિત દીપચંદજી કાશલીવાલે ‘ચિદ્વિલાસ ’ગ્રંથમાં વીર્યશક્તિનું બહુ વર્ણન કર્યું છે. દ્રવ્યવીર્ય, ગુણવીર્ય, પર્યાયવીર્ય, ક્ષેત્રવીર્ય, કાળવીર્ય, તપવીર્ય, ભાવવીર્ય ઇત્યાદિ ત્યાં વિશેષ (વાત) છે. દ્રવ્ય દ્રવ્યથી શક્તિવાન છે, પર્યાય પર્યાયથી શક્તિવાન છે ઇત્યાદિ. દ્રવ્યનું (–આત્માનું) જે અસંખ્યપ્રદેશ ક્ષેત્ર છે તે ક્ષેત્રવીર્ય છે. આ ક્ષેત્રવીર્ય પોતાથી રહ્યું છે. નરક દુ:ખનું ક્ષેત્ર છે, સ્વર્ગ સંસારસુખનું ક્ષેત્ર છે-એ તો સંયોગથી ક્ષેત્રની વાત છે. ભગવાન આત્માનું અસંખ્યપ્રદેશ-ક્ષેત્ર છે તે ક્ષેત્રવીર્ય છે. આ અસંખ્યપ્રદેશરૂપ વીર્ય સુખસ્વરૂપ છે. અસંખ્યપ્રદેશમાં જેનો નિવાસ-વાસ્તુ છે તેને અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે, અને પુણ્ય-પાપરૂપ રાગાદિમાં જેનો નિવાસ છે તેને દુઃખનું વેદન થાય છે. આવો ભગવાનનો મારગ બહુ ઝીણો-સૂક્ષ્મ !
આત્મા પોતે સૂક્ષ્મ છે. આત્મામાં સૂક્ષ્મત્વ નામનો ગુણ છે ને! તેથી આત્માની દરેક ચીજ સૂક્ષ્મ છે. જ્ઞાનસૂક્ષ્મ, દર્શનસૂક્ષ્મ, આનંદસૂક્ષ્મ, વીર્યસૂક્ષ્મ ઇત્યાદિ બધું સૂક્ષ્મ છે. તેવી રીતે વીર્યનું રૂપ પણ દ્રવ્યવીર્ય, ક્ષેત્રવીર્ય, કાળ ( પર્યાય ) વીર્ય ને ભાવવીર્ય ઇત્યાદિપણે છે. આમ દીપચંદજીએ ખૂબ વિસ્તારથી વાત કરી છે. અહાહા...! દીપચંદજી સાધર્મી ગૃહસ્થ હતા. લોકમાં કોઈ કરોડપતિ આસામીને ગૃહસ્થ કહે તે નહિ, એ તો ખરો ગૃહસ્થ નથી; આ તો પોતાના ચૈતન્યઘરમાં જે સ્થિત છે તે સાચો ગૃહસ્થ એમ વાત છે. પોતાના ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર થઈ સ્થિત થવું તે આત્મવીર્ય છે. પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં પોતાનું કામ કરે તે પોતાનું વીર્ય છે; પુણ્ય-પાપમાં સ્થિત થાય તે આત્મવીર્ય નથી.
દ્રવ્યના આલંબનથી જે મોક્ષમાર્ગની નિર્મળ પર્યાય પ્રગટ થાય તે પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે અને દ્રવ્ય-ગુણનું ક્ષેત્ર ભિન્ન છે. દ્રવ્યાનુયોગની વાત બહુ સૂક્ષ્મ છે ભાઈ! સંવર અધિકા૨માં આવ્યું છે કે-વિકાર જુદી વસ્તુ છે, તેનું ક્ષેત્ર દ્રવ્ય-સ્વભાવથી ભિન્ન છે. પર્યાયનું ક્ષેત્ર પર્યાય, પર્યાયની શક્તિ પર્યાય, પર્યાયનું કારણ પર્યાય છે. દ્રવ્ય-ગુણ તે પર્યાયનું ખરેખર કારણ નથી. સર્વજ્ઞ પરમેશ્વર સિવાય આવી વાત બીજે કયાંય છે નહિ. અહા! સર્વજ્ઞ પરમેશ્વરે જે આત્મા જોયો તેની આ વાત છે. એક સ્તવનમાં આવે છે ને કે
પ્રભુ તુમ જાણગ રીતિ, સૌ જગ દેખતા હો લાલ;
નિજસત્તાએ શુદ્ધ, સૌને દેખતા હો લાલ.
હૈ પરમાત્મા! આપ ત્રણકાળ ત્રણલોક દેખો છો. તેમાં આત્મા નિજ સત્તાએ શુદ્ધ પવિત્રધામ પ્રભુ છે એમ આપ જાણો છો. અનાદિઅનંત અકારણ શુદ્ધ ચૈતન્યસત્તાસ્વરૂપ જીવવસ્તુ છે એમ આપે કેવળજ્ઞાનમાં જોયું છે. અહા ! સર્વજ્ઞ ૫૨માત્માએ જોયેલા આવા આત્માને-નિજ શુદ્ધ અંત:તત્ત્વને-અંતર્મુખ થઈ દેખે છે તેને સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થાય છે, આનું નામ આત્મવીર્યની સ્ફુરણા છે. બાકી જે પુણ્યભાવમાં સ્થિત રહે છે તેનું આત્મવીર્ય સ્વરૂપની રચના પ્રતિ જાગ્રત થતું નથી, તેને સંસાર અર્થાત્ દુ:ખ જ ફળે છે, કેમકે પુણ્યભાવ છે તે વર્તમાન દુઃખરૂપ છે અને એનાં જે ફળ પાકે છે એય દુઃખરૂપ છે. સમયસારની ગાથા ૭૪માં આવે છે કે-આસ્રવો-‘વુÜા વુવન ત્તિ...' અર્થાત્ આસ્રવો દુઃખરૂપ અને દુઃખ ફળરૂપ છે. આથી જ વિવેકી પુરુષો પુણ્યભાવથી પણ વિરક્ત થઈ નિજ આત્મવીર્યને સ્વરૂપની રચના પ્રતિ જાગ્રત કરે છે. આનું નામ પુરુષાર્થ છે અને આ માર્ગ છે.
આ પ્રમાણે છઠ્ઠી વીર્યશક્તિ અહીં પૂરી થઈ.
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
૭ઃ પ્રભુત્વશક્તિ
‘જેનો પ્રતાપ અખંડિત છે અર્થાત્ કોઈથી ખંડિત કરી શકાતો નથી એવા સ્વાતંત્ર્યથી ( –સ્વાધીનતાથી ) શોભાયમાનપણું જેનું લક્ષણ છે એવી પ્રભુત્વશક્તિ.’
અહાહા...! જુઓ, આ પ્રભુત્વશક્તિ! આ તો અલૌકિક વાત પ્રભુ! આ અધ્યાત્મવાણી છે. અહાહા...! ભગવાન જૈન પરમેશ્વરે કહેલી ભગવાન આત્માની ભગવાન થવાની આ ભાગવતકથા છે. નિયમસારમાં કહ્યું છે કેઆ ભાગવતશાસ્ત્ર છે. કળશ ટીકામાં આવે છે કે-આ શાસ્ત્ર ૫૨માર્થરૂપ છે, વૈરાગ્ય-ઉત્પાદક છે, ભારત-રામાયણ પેઠે રાગવર્ધક નથી. આ શાસ્ત્ર વીતરાગભાવની પ્રેરનારી રામાયણ અને ભાગવત કથા છે.
અહીં કહે છે– ‘ જેનો પ્રતાપ અખંડિત છે...' કોનો? કે આત્મદ્રવ્યમાં એક પ્રભુત્વ નામની શક્તિ છે તેનો પ્રતાપ અખંડિત છે, અબાધિત છે. અહાહા...! પ્રભુત્વશક્તિ કહો કે ઇશ્વરશક્તિ કહો કે પરમેશ્વરશક્તિ કહો-બધું એક જ છે. તે પોતાના પ્રભુપદ-પરમાત્મપદને ભૂલી ગયો છે. ભાઈ! આ તું જેનું સ્મરણ કરે છે તે વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર સાચા પરમેશ્વર છે, પણ તે ૫૨ હોવાથી તેમના સ્મરણ આદિ વડે રાગ જ ઉત્પન્ન થાય છે. પણ જો કોઈ તેમને જોઈને પોતાના ચૈતન્યપરમેશ્વરને યાદ કરી લે છે, જાણી લે છે તો તેને ભવના અભાવના બીજ રૂપ સમ્યગ્દર્શન આદિ પ્રગટ થાય છે, ઓહો! જેણે પોતાના પ્રભુને-ચૈતન્ય મહાપ્રભુને અંત૨માં દીઠા તેને પર્યાયમાં પ્રભુતા પ્રગટ થાય છે.
સમયસારની ગાથા ૩૮માં કહ્યું છેઃ- “જેમ કોઈ મૂઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે ફરી યાદ કરીને તે સુવર્ણને દેખે તે ન્યાયે, પોતાના પરમેશ્વર (સર્વ સામર્થ્યના ધરનાર) આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને (–તેમાં તન્મય થઈને ) જે સમ્યક્ પ્રકારે એક આત્મારામ થયો, તે હું એવો અનુભવ કરું છું કે હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. જુદા એવા સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો.
આમ સર્વથી
,,
અહાહા...! પોતાની પ્રભુતાનું ભાન થયું અર્થાત્ પોતે જ પોતાનો ૫૨મેશ્વર છે એમ જાણ્યું તો મોહનો નાશ થઈને અખંડ પ્રતાપથી સ્વાધીન શોભાયમાન નિજ ચૈતન્ય પરમેશ્વરનાં જ્ઞાન-શ્રદ્ધાન અને આચરણ ઉદય પામ્યાં. આનું નામ ધર્મ અને આ મોક્ષમાર્ગ. સમજાણું કાંઈ...?
અહાહા...! ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ અનંત ગુણરત્નોથી ભરેલો ચૈતન્યરત્નાકર છે. તેમાં જેમ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ ગુણો છે તેમ પ્રભુત્વ નામનો એક ગુણ છે. અહા! આ પ્રભુત્વ ગુણ બીજા અનંત ગુણમાં વ્યાપક છે. જ્ઞાનમાં પ્રભુત્વ, દર્શનમાં પ્રભુત્વ, આનંદમાં પ્રભુત્વ, વીર્યમાં પ્રભુત્વ, અસ્તિત્વમાં પ્રભુત્વ, કર્તા, કર્મ, કરણ આદિ ષટ્કા૨ક શક્તિઓમાં પ્રભુત્વ-એમ અનંતગુણમાં પ્રભુત્વ વ્યાપક છે. અહાહા...! આ પ્રભુત્વશક્તિ દ્રવ્યમાં વ્યાપક છે, ગુણમાં વ્યાપક છે, ને અખંડ પ્રતાપથી સ્વાધીન શોભાયમાન ત્રિકાળી ધ્રુવ દ્રવ્યની દૃષ્ટિ થતાં પર્યાયમાં પણ વ્યાપક થાય છે. આમ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં-ત્રણેયમાં પ્રભુત્વશક્તિ વ્યાપે છે. દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે ય અખંડ પ્રતાપથી સ્વાધીન શોભી ઊઠે છે. અહીં ! એના પ્રતાપને તોડી શકે એવી કોઈ ચીજ જગતમાં નથી. ગાથા ૩૮ની ટીકામાં આવ્યું ને કે
“આમ સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો. એમ પ્રતાપવંત વર્તતા એવા મને, જો કે (મારી) બહાર અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્ફુરાયમાન છે તો પણ, કોઈ પણ પરદ્રવ્ય ૫૨માણુમાત્ર પણ મારાપણે ભાસતું નથી કે જે મને ભાવકપણે તથા શૈયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે; કારણ કે નિજ૨સથી જ મોહને મૂળથી ઉખેડીને-ફરી અંકુર ન ઊપજે એવો નાશ કરીને મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે.
જુઓ, આ અપ્રતિત શ્રદ્ધાન ને અપ્રતિક્ત વીર્ય! અંતરમાં પ્રભુતા પ્રગટ થઈ પછી એના પ્રતાપને કોણ તોડી-હણી શકે? અહા ! પોતાના પરમેશ્વરના ભેટા થયા એ દશાની શી વાત !
પ્રશ્ન:- પણ આકરાં કર્મ ઉદયમાં આવે તો ?–તો આત્માને લૂંટી જાય ને?
ઉત્ત૨:- આકરાં કર્મ ઉદયમાં આવે તો આત્માને લૂંટી જાય એ વાત બરાબર નથી. કેટલાક લોકો કહે છે કે કર્મ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭-પ્રભુત્વશક્તિ : ૪૫ જીવને હેરાન કરે છે, કર્મ વેરી છે, જીવને લૂંટી લે છે, પણ તેમની એ વાત ખોટી છે; કેમકે કર્મ તો જડ અને પર છે. એ પરદ્રવ્ય તો જીવના દ્રવ્ય-ગુણ-પર્યાયને સ્પર્શ સુધ્ધાં કરતાં નથી તો પછી તે જીવને હેરાન કરે ને લુંટી લે એ વાત કયાં રહે છે? ભાઈ ! આ તારી ઉંધી માન્યતાનું શલ્ય જ તને હેરાન કરે છે. ભાઈ ! ભગવાન આત્માનો પ્રતાપ અખંડિત છે, કોઈથી બાધિત ન થાય એવો અબાધિત છે તેની તને ખબર નથી. તે અખંડિત છે કેમકે તે સ્વાધીન છે. હા, જેમ ભરત ચક્રવર્તીનો પ્રતાપ બાહુબલી વડે ખંડિત થયો તેમ મોટા રાજા-મહારાજાઓનો પ્રતાપ ખંડિત થાય, કેમકે તે પુણ્યકર્મને આધીન છે; પણ આ ચૈતન્યચક્રવર્તી–ચૈતન્ય મહાપ્રભુ ભગવાન આત્માનો પ્રતાપ કોઈથી ખંડિત ન થાય તેવો અખંડિત, સ્વાધીન છે. અહા ! જેને અંતરમાં પોતાનું પ્રભુત્વ ભાસ્યું, પરમેશ્વર સ્વરૂપ ભાસ્યું તેને આકરાં કર્મ ને આકરા પરિષહું આદિ શું કરે? કર્મ તો એની સામે બિચારાં છે. એક પદમાં આવે છે ને કે
કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ; અગ્નિ સહે ઘનઘાત, લોહ કી સંગતિ પાઈ.
અહીં પ્રભુત્વ શક્તિમાં ચાર બાબતો બતાવી છે: ૧. પ્રતાપ ( જયવંત તેજ) ૨. અખંડિતતા ૩. સ્વાતંત્ર્ય અર્થાત્ સ્વાધીનપણું
૪. શોભા, શોભાયમાનપણું. આ પ્રમાણે ભગવાન આત્મા ચૈતન્ય-પ્રભુ સ્વાધીનપણે પોતાના અખંડિત પ્રતાપ વડ નિત્ય શોભાયમાન છે તે તેનું પ્રભુત્વ છે. ગુજરાતી ભાષામાં એક કવિએ (દલપતરામે) લખ્યું છે
પ્રભુતા પ્રભુ તારી તો ખરી,
મુજરો મુજ રોગ લે હરી. જો કે કવિએ તો કોઈ બીજા પ્રભુને (જગત-પરમેશ્વરને) લક્ષ કરીને આ ભાવ પ્રગટ કીધો છે, પણ અહીં એ વાત નથી. અન્ય કોઈ પરમેશ્વર આનો રોગ હરી લે એ જૈનમત નથી. અહીં તો આત્મા પોતે જ રાગ અને અજ્ઞાનના રોગને હરી લે એવો પ્રભુ છે એમ વાત છે. અહાહા...! અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભાયમાન ભગવાન આત્મા પોતે જ જન્મ-મરણના રોગને હરી લે એવો પ્રભુ છે. ભાઈ !
- તારું આત્મદ્રવ્ય અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભાયમાન, - તારા ગુણ અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભાયમાન, ને - સ્વ-આશ્રયે પ્રગટ થયેલી તારી પર્યાય પણ અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભાયમાન છે. અહા ! દ્રવ્ય
ગુણ-પર્યાય ત્રણેમાં પ્રભુતા વ્યાપી છે. અહાહા...! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ પર્યાય પ્રગટ થઈ તેમાં પ્રભુતા વ્યાપક છે. અહા ! તેની પ્રભુતાને કોઈ આકરા ઉપસર્ગ અને પરિષહ, આકરો કર્મોદય ખંડિત કરી શકે નહિ એવું તેનું સ્વરૂપ છે. અહા ! તારા દ્રવ્ય-ગુણ-પર્યાયની પ્રભુતામાં અશુદ્ધતાનો અભાવ છે, કેમકે અશુદ્ધતા તો બહાર ને બહાર છે. તે શું કરે? ઊલટું પ્રગટ થયેલી પ્રભુતા વૃદ્ધિગત થઈ અશુદ્ધતાના-રાગના ખંડ-ખંડ કરી દે એવો તેનો સ્વભાવ છે. સમજાણું કાંઈ....?
પ્રશ્ન- હા, પણ તે અશુદ્ધતા નામ વ્યવહાર રત્નત્રયનો રાગ પ્રભુતાનું સાધન તો છે ને?
ઉત્તર:- ના, એમ નથી; કેમકે કોઈપણ રાગ છે તે પામરતા છે, ને પામરતા પ્રભુતાનું સાધન થાય એમ બની શકે નહિ. તેને સાધન કહીએ એ તો ઉપચારમાત્ર છે. ત્રિકાળી દ્રવ્યમાં ને શ્રદ્ધા, જ્ઞાન, આનંદ આદિ ગુણોમાં તો પ્રભુતા ત્રિકાળ ભરી જ છે, અને તેની વર્તમાન દશા તો ત્રિકાળીની સન્મુખ દ્રષ્ટિ કરી, તેમાં રમણતા કરતાં પ્રગટ થાય છે, કાંઈ વ્યવહાર રત્નત્રયના રાગથી પ્રગટ થાય છે એમ નથી. ભાઈ ! ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આલંબન વડે જ અખંડ પ્રતાપથી શોભિત પ્રભુતા પ્રગટ થાય છે; તે કાળે વ્યવહારનો રાગ હો ભલે, પણ તે આત્મા માટે કોઈ જ લાભદાયક નથી. આવી વાત છે. સમજાણું કાંઈ...?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અહાહા..! આત્મદ્રવ્ય અને તેની એકેક શક્તિ અને તેની નિર્મળ વ્યક્તિની પ્રભુતાનો અખંડ પ્રતાપ છે, અને તે સ્વતંત્ર-સ્વાધીનપણે શોભાયમાન છે. જુઓ, આ શોભા-શણગાર ! આ શરીર પર ઘરેણાંનો શણગાર કરે છે ને! એ તો ધૂળે ય શણગાર નથી સાંભળને; એ તો મડદાનો-માટીનો શણગાર છે. દેહનાં શણગાર-શોભા એ કાંઈ આત્માની શોભા નથી, ને દેહના નેહરૂપ પરિણમે એ પણ આત્માની શોભા નથી. અહાહા..! દેહ અને રાગથી ભિન્ન અંદર ચૈતન્ય ચિદાનંદ પ્રભુ છે તેની સન્મુખ થઈ પરિણમે તે આત્માની શોભા છે, અને તે ધર્મ છે. અહા ! જુઓ તો ખરા ! ભાવલિંગી મુનિરાજ દેહની શોભાથી (સંસ્કારથી) રહિત છે. અહા ! તેઓ આહાર લેવા માટે નગરમાં જાય ને કોઈ રુદન સંભળાય તો આહાર લીધા વીના જ વનમાં પાછા ફરી જાય છે. અહા ! સ્વાધીનપણે શોભિત મોક્ષમાર્ગને સાધવા નીકળ્યા ત્યાં આ અશોભનિક શું? અહા ! આનંદનો ભંડાર ખોલવો છે ત્યાં આ દેહને શું ભરવો? લ્યો, આમ વિચારી દુ:ખનો ચિત્કાર સાંભળતાં જ આહાર લીધા વિના જ વનમાં ચાલ્યા જાય છે અને સ્વસ્વરૂપમાં લીન થઈ જાય છે.
ઓહો! અંદરમાં ત્રણલોકનો નાથ ભગવાન વિરાજે છે, પણ ભાઈ ! તને તેની કિંમત નથી. કોઈ લાકડાં વેચનારા એક કઠિયારાને જંગલમાંથી એક હીરો જડ્યો. તેણે ઘેર આવીને પોતાની સ્ત્રીને તે આપ્યો અને કહ્યું-આ પથ્થર ખૂબ ચમકદાર છે એટલે હવે આપણે ગ્યાસતેલનો દીવો નહિ કરવો પડે. એક દિવસ એક હીરા-પારખુ (ઝવેરી) તેના ઘર આગળ થઈ નીકળ્યો. તેણે હીરાનો પ્રકાશ જોયો. તેણે કઠિયારાને કહ્યું મને આ ચમકતો પથ્થર આપ, તેના બદલામાં હું તને એક હજાર સોનામહોર આપું. ત્યારે કઠિયારાને ખબર પડી કે આ પથ્થર તો સર્વ દરિદ્રતાનો નાશ કરે એવો મહા કિંમતી હતો. “અનુભવ પ્રકાશમાં આ દ્રષ્ટાંત આવ્યું છે. તેમ અહીં કહે છે-ભાઈ ! આ આત્મા ચૈતન્ય-હીરલો છે. એના ચૈતન્યપ્રકાશમાં આખું લોકાલોક જણાય એવું તેનું પ્રભુત્વ છે. તેના દ્રવ્ય-ગુણમાં તો પ્રભુતા ભરી જ છે, પણ તેના જ્ઞાન-શ્રદ્ધાનરૂપ જે નિર્મળ પરિણમન થાય તે પણ અખંડ પ્રતાપથી શોભાયમાન છે. સાથે અતીન્દ્રિય આનંદની પર્યાય ઉત્પન્ન થાય તેમાં પણ પ્રભુતાનો અખંડ પ્રતાપ શોભે છે. અહા! સ્વાધીનપણે શોભિત જ્ઞાન-આનંદની દશાની પ્રભુતાને કોઈ લૂંટી કે નુકસાન કરી શકે એમ નથી.
જુઓ, સમ્યગ્દર્શન કેમ થાય એની આમાં વાત છે. કહે છે–સમ્યગ્દર્શનની પર્યાય સ્વતંત્રપણે–સ્વાધીનપણે શોભાયમાન થઈને પ્રગટ થાય છે. આવું જ તેનું પ્રભુત્વ છે. શુભરાગ-વ્યવહારના કારણે સમ્યગ્દર્શન પ્રગટ થાય એમ કદી ય છે નહિ, કેમકે શુભરાગ પરાવલંબી છે, સ્વાલંબી-સ્વાધીન નથી. તેવી રીતે શુદ્ધ રત્નત્રયરૂપ ચારિત્રની દશા પણ સ્વાધીનપણે પ્રગટ થાય છે, વ્યવહાર રત્નત્રયના કારણે કાંઈ ચારિત્ર પ્રગટે છે એમ નથી. વ્યવહાર રત્નત્રય એ કાંઈ વાસ્તવિક રત્નત્રય નથી, ચારિત્ર નથી; એ તો પરાવલંબી રાગની જ દશા છે.
અહાહા..! સાધુ-મુનિવર-સંત તો પંચ પરમેષ્ઠીપદમાં વિરાજે છે. તેઓ લોકમાં પૂજનીક છે, વંદનીક છે. ‘નમો નોસવ્વસાહૂણ' એમ પાઠ છે ને? મતલબ કે પ્રચુર વીતરાગી આનંદની દશા જેને અંતરંગમાં પ્રગટ થઈ છે એવા ચારિત્રવંત સર્વ નિગ્રંથ સાધુઓને નમસ્કાર છે. અહાહા...! ચારિત્ર એટલે શું? સમકિતીને સ્વભાવનો અતિ ઉગ્ર આશ્રય અને રમણતા થતાં ચારિત્ર પ્રગટ થાય છે. “સ્વરૂપે વર વારિત્ર' અહાહા...! એ ચારિત્રની દશા અખંડિત પ્રતાપવાળા સ્વાતંત્ર્યથી શોભાયમાન પ્રભુત્વમય છે. સમજાણું કાંઈ....?
ભગવાન આત્મા ચૈતન્યશાળી છે. ચૈતન્યશાળી એટલે ચૈતન્યવંત અને ચૈતન્યવડે શોભાયમાન એમ બે અર્થ થાય છે. લોકમાં કરોડોની સંપત્તિવાળાને ભાગ્યશાળી–ભાગ્ય વડે શોભાયમાન-કહે છે. પણ જડ સંપત્તિથી કાંઈ જીવની શોભા નથી, અને તેના તરફનો મમતાનો ભાવ તે મહા અશોભનીક પાપભાવ છે. અરે, ધર્મી પુરુષોને તો પંચ પરમેષ્ઠી ભગવંતો પ્રતિ જે વિનય–ભક્તિનો ભાવ આવે છે તે ય પોસાતો નથી, ય ભાસે છે. યોગસારમાં આવે છે ને કે
પાપરૂપને પાપ તો જાણે જગ સહુ કોઈ;
પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુદ્ધ કોઈ પ્રવચનસારની ગાથામાં (ગાથા ૭૭) આ સ્પષ્ટ કહ્યું છે કે પુણ્ય ઠીક છે અને પાપ અઠીક છે એમ જે બેમાં (પુણ્ય-પાપમાં) ભેદ માને છે તે મોહાચ્છાદિત થયો થકો ઘોર અપાર સંસારમાં પરિભ્રમે છે. સમયસાર પુણ્ય-પાપ અધિકારમાં પણ આવે છે કે-શુભાશુભભાવ બન્ને કુશીલ છે. શુભભાવ પણ કુશીલ છે. જે ભાવ જીવને સંસારમાં દાખલ કરે તેને સુશીલ કેમ કહીએ ? શુભભાવ જીવને સંસારમાં પ્રવેશ કરાવે છે. તેનું ફળ ભવસંસાર જ છે. તેથી શુભભાવ શોભનીક નથી. જે ભાવથી ભવનો અભાવ થાય તે શુદ્ધભાવ જ એક ઉપાદેય અને શોભનીક છે. ધર્મી પુરુષને શુભભાવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
-પ્રભુત્વશક્તિ : ૪૭ હો ભલે, પણ તેને એક શુદ્ધોપયોગની જ ભાવના હોય છે.
અહાહા...! ભગવાન કેવળી કહે છે–ભાઈ ! તારી આત્મવસ્તુમાં એક પ્રભુત્વશક્તિ છે. ત્યાં આ શક્તિ અને શક્તિવાન એવા ભેદનું લક્ષ મટાડી અભેદ એક ત્રિકાળી શુદ્ધ ચિત્માત્ર વસ્તુનું લક્ષ કરતાં તારી પ્રભુત્વશક્તિ અખંડિત પ્રતાપ સહિત તત્કાલ પ્રગટ થાય છે. અહાહા..! તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. અહાહા....! દ્રવ્યમાં પ્રભુત્વ, ગુણોમાં પ્રભુત્વ અને પર્યાયમાં પ્રભુત્વ પ્રગટે છે; અર્થાત્ તારી પ્રભુત્વશક્તિ ક્રમે નિર્મળ-નિર્મળ એવી પરિણમે છે કે એનો પ્રતાપ કોઈથી નિવારી શકાતો નથી. જુઓ, -
- આ દેવ-ગુરુ આદિ પંચ પરમેષ્ઠી ભગવંતો પરદ્રવ્ય હોવાથી તારા આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાય એકેયમાં
વ્યાપતા નથી, -વળી દેવ-ગુરુ પ્રત્યેનો વિનય-ભક્તિ આદિનો શુભરાગ-વિકાર તે ય આત્માના દ્રવ્ય-ગુણમાં વ્યાપતો નથી,
એક સમયની પર્યાયમાં તે વ્યાપે છે તોપણ તે સર્વ પર્યાયોમાં વ્યાપતો નથી. જ્યારે-ધર્મી પુરુષને આ પ્રભુત્વ શક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેયમાં વ્યાપે છે.
અહાહા...! તેથી પોતાના દ્રવ્ય-ગુણમાં વ્યાપક એવી પ્રભુત્વશક્તિ વડે પ્રભુ! તારું જીવન ચૈતન્યના અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભાયમાન થાય તે જ જીવનની વાસ્તવિક શોભા છે, ઉજ્વળતા છે. આ સિવાય બીજા કોઈથી તારી શોભા નથી.
અરે, અજ્ઞાની જીવો પોતાને પામર માનીને બેઠા છે. અમે તો ગરીબ છીએ, સંસારી-રાગી છીએ, અલ્પજ્ઞ છીએ, અમે શું પુરુષાર્થ કરીએ? આમ અજ્ઞાનીઓ દીનતા કરી રહ્યા છે. તેમને અહીં કહે છે-ભાઈ ! તારું સ્વરૂપ અંદર અનંત પ્રભુતાથી વિરાજે છે. તારા એકેક ગુણમાં પ્રભુત્વ શક્તિ ભરી છે. અહાહા...! અનંત અનંત પ્રભુતાથી ભરેલો હું ચૈતન્ય મહાપ્રભુ છું એમ ભાન કરી અંતર-લક્ષ કરતાં જ પર્યાયમાં પ્રભુતા ઊછળે છે; સાથે જ્ઞાન, દર્શન આદિ અનંતી શક્તિઓ નિર્મળ ઊછળે છે. આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે.
તો જ્ઞાની પણ પોતાને અલ્પજ્ઞ અને પામર જાણે છે તે કઈ રીતે છે?
ઉત્તરઃ- સમ્યગ્દષ્ટિને દ્રવ્ય-ગુણપર્યાય ત્રણેયમાં પ્રભુતા વ્યાપી છે. તથાપિ પૂર્ણ દશા પ્રગટી નથી, પૂર્ણ વીતરાગતા અને કેવળજ્ઞાન થયાં નથી, તો જેટલી વર્તમાન દશા અધૂરી છે તેટલી ત્યાં પામરતા અને અલ્પજ્ઞતા છે એમ જ્ઞાની યથાર્થ જાણે છે. આ સ્યાદ્વાદ છે. પૂર્ણ પરમાત્મદશા પ્રગટી નથી તે અપેક્ષાએ સાધક પોતાની પર્યાયને પામર જાણે છે. આ તેનો પર્યાય-વિવેક છે.
સમકિતી પોતાના આત્માને તૃણ સમાન સમજે છે–એમ સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં આવે છે. ત્યાં અંતરંગમાં પ્રભુતાની પ્રતીતિ સહિત પર્યાયના વિવેકની વાત છે. એમ કે-કયાં દિવ્ય કેવળજ્ઞાન? અને કયાં મારી અલ્પજ્ઞ દશા? અહાહા..! –આમ વિવેક કરીને દ્રવ્યના આશ્રયે પૂરણ દશા પ્રગટ કરવાની ધર્મી પુરુષ ભાવના ભાવે છે. ભાઈ ! જો એકલી જ પામરતા માને, અને અંતરંગ પ્રભુતા ન ઓળખે તો પામરતા દૂર કરી પ્રભુતા કયાંથી લાવે?
સમ્યગ્દષ્ટિને પોતાના સ્વરૂપનો અનુભવ થતાં જ નિજ પૂર્ણાનંદ પ્રભુની અંતર-પ્રતીતિ થાય છે, અને તેને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. પરંતુ જ્યાં સુધી પૂરણ ચારિત્રની દશા–પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી કિંચિત્ રાગ આવે છે. તે રાગને તે પામરતા સમજે છે. અહાહા...! ચારિત્રવત મહા મુનિવરની આનંદની રમણતાની દશા કયાં? અને મારી વર્તમાન વર્તતી ચોથા ગુણસ્થાનની દશા કયાં?
શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી હતા; તીર્થંકર ગોત્ર બાંધ્યું છે. અત્યારે તેમને ક્ષાયિક સમકિત છે; અને આગળ જતાં કેવળજ્ઞાન પ્રગટ કરશે. તેઓ હમણાં જાણે છે કે અમારી વર્તમાન દશા પામર છે. અહા ! કયાં ચારિત્રવત મહા મુનિવરોની દશા? કયાં કેવળજ્ઞાનની દશા? અને કયાં અમારી વર્તમાન અલ્પજ્ઞ દશા? આવો સાધકદશામાં ધર્મીને પર્યાયનો વિવેક હોય છે.
ધવલમાં એવો પાઠ છે કે-સ્વભાવના આશ્રયે મતિ-શ્રુતજ્ઞાનની જે વર્તમાન દશા પ્રગટ થઈ છે તે કેવળજ્ઞાનને બોલાવે છે. એટલે શું? કે વર્તમાન સમ્યકજ્ઞાનની દશા કેવળજ્ઞાનના સ્વરૂપને જાણે-ઓળખે છે અને તે જ વધતી-વધતી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
કેવળજ્ઞાનરૂપ થઈ જશે. અહો! સંતોએ શું કમાલ કામ કર્યાં છે! એકવાર સાંભળ, નાથ! તારા દ્રવ્ય-ગુણ-પર્યાયનું સંરક્ષણ અને સંવર્ધન ક૨ના૨ તું પોતે જ છો, ક્ષેમનો ક૨ના૨ પોતે તારો નાથ છો.
પતિ પત્નીનો નાથ કહેવાય છે, કેમકે પત્ની પાસે જે સંયોગ છે તેની તે રક્ષા કરે છે, અને જે (કપડાં, દાગીના વગેરે) નથી તે મેળવી આપે છે. તેમ જે જ્ઞાન-શ્રદ્વાન-આનંદની નિર્મળ પર્યાય પ્રગટ થઈ તેની રક્ષા કરે અને અનંતકાળમાં જે કેવળજ્ઞાન નથી મળ્યું તે મેળવી આપે-એવો ક્ષેમનો ક૨ના૨ો તું પોતે જ તારો નાથ છો. તારી રક્ષા કરનાર બીજો કોઈ પ્રભુ છે એમ છે નહિ.
અહાહા...! મતિજ્ઞાન કેવળજ્ઞાનને કહે છે-આવ રે કેવળજ્ઞાન આવ! અહાહા...! સમ્યગ્દષ્ટિ-ધર્મી વિચારે છે -અહો ! ધન્ય આ અવતાર! મારી ઋદ્ધિનું પ્રભુત્વ મારી પર્યાયમાં પ્રગટ થયું છે, પણ પૂર્ણ દશાની પ્રગટતા થવી હજી બાકી છે. દ્રવ્ય અને ગુણ તો પૂર્ણ છે, પણ જેવો-કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત પ્રભુતા આદિ પૂર્ણ વૈભવ છે તે સઘળો અહાહા...! મારી પર્યાયમાં શીઘ્ર પ્રગટો! લ્યો, આમ મતિજ્ઞાન પોકારે છે. અહા ! ધર્મીને –સમ્યગ્દષ્ટિને અપૂર્ણતા રહે (કિંચિત્ પામરતા રહે) તેનું પોસાણ નથી. સમજાય છે કાંઈ... ?
આત્મામાં ષટ્કારકરૂપ છ શક્તિઓ છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ –એમ આ છ શક્તિઓ સ્વાધીનપણે શોભાયમાન છે; કેમકે તેઓ પોતાના પ્રભુત્વમય છે અર્થાત્ તેમાં પ્રભુત્વ ગુણ વ્યાપક છે. જેથી તેઓ પોતાનું કર્મ ( -કાર્ય) નિપજાવવામાં પરાધીન નથી, પરની અપેક્ષારહિત સ્વાધીન છે. કર્તા સ્વાધીન, કર્મ સ્વાધીન, કરણ સ્વાધીન એમ છએ કારકશક્તિ સ્વાધીન છે. અહા ! આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ કર્મ નીપજે તેને જીવ પોતે ષટ્કા૨કપણે પરિણમીને સ્વાધીનપણે પ્રાપ્ત થાય છે, તેમાં રાગ કે નિમિત્ત-૫૨વસ્તુની અપેક્ષા નથી. નિયમસારની બીજી ગાથામાં (ટીકામાં) કહ્યું છે કે નિશ્ચય રત્નત્રય પરમ નિરપેક્ષ છે, વ્યવહાર રત્નત્રયના વિકલ્પની, પર નિમિત્તની કે ભેદ-વિકલ્પની –કોઈની તેને અપેક્ષા નથી. આવું પ્રભુતાથી ભરેલું વસ્તુ તત્ત્વ સ્વાધીન છે ભાઈ! લોકમાં જેમ રાજા સ્વાધીન શોભાયમાન હોય છે ને! તેમ વસ્તુતત્ત્વ સ્વાધીન શોભાયમાન છે. સમયસાર ગાથા ૧૭– ૧૮માં આત્માને ચૈતન્ય રાજા કહ્યો છે. અહાહા...! રાજા એટલે શું? ‘રાખતે શોમતે રૂતિ રાખા' - જે અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભે છે તે રાજા છે. અહાહા...! આ ચૈતન્યરાજા પોતાની અનંત ગુણપર્યાયથી અનિવારિત જેનું તેજ છે એવા પ્રતાપથી સ્વાધીન શોભાયમાન છે. સમજાણું કાંઈ ?
જુઓ, પંડિત દીપચંદજી સાધર્મી ગૃહસ્થ હતા. તેમણે ‘પંચસંગ્રહ' ગ્રંથ લખ્યો છે. તેમાં શૃંગાર આદિ આઠ રસનું બહુ તાત્ત્વિકરીતે અનોખું વર્ણન કર્યું છે. ત્યાં તે લખે છે-આનંદરસકંદ પ્રભુ આત્માની અનંતશક્તિનું પરિણમન થાય તે શૃંગા૨૨સ છે. આ વ્યવહાર રત્નત્રય તે આત્માનો શૃંગાર નથી, એ તો રાગ નામ દુ:ખ છે. ત્યાં તેઓ લખે છે-આત્મા ગૃહસ્થ છે, બ્રહ્મચારી છે ઇત્યાદિ વિસ્મયકારી વાતો ત્યાં દર્શાવી છે.
અહાહા...! એક સમયની દર્શનની પર્યાય લોકાલોકને ભેદ પાડયા વિના સામાન્ય દેખે, તે જ સમયે જ્ઞાનની પર્યાય આ જીવ છે, આ ગુણ છે, આ પર્યાય છે, આ પર્યાયના અવિભાગ પ્રતિચ્છેદ છે-એમ ભેદ પાડીને જાણી લે છે. અહાહા...! દર્શનની પર્યાય બધું અભેદ સામાન્યરૂપે દેખે, ને જ્ઞાનની પર્યાય તે જ કાળે સ્વ-૫૨ બધાને ભિન્નભિન્નપણે ભેદ પાડીને જાણે. અહો! આવો ચમત્કારી અદ્ભુત રસ આત્મામાં છે. આમ અદ્દભુત રસ, શૃંગા૨૨સ વગેરે આત્મામાં એકીસાથે સ્વતંત્ર શોભે છે તે આત્માનું પ્રભુત્વ છે.
આત્મા દ્રવ્ય-વસ્તુ છે. તેમાં સંખ્યાએ એક, બે, ત્રણ–એમ અનંત શક્તિ છે. દ્રવ્ય એક અને શક્તિ અનંત. તેમાં એની પ્રભુત્વશક્તિ અખંડિત પ્રતાપમય સ્વાતંત્ર્યથી શોભાયમાન છે. આ પ્રભુત્વશક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં-ત્રણેમાં વ્યાપે છે, પણ તે પર્યાયના કાળને આઘોપાછો કરવા સમર્થ નથી. નિયત ક્રમમાં જે સમયે જે પર્યાય થવાની હોય તે જ થાય છે.
પ્રશ્ન:- દરેક પર્યાય થવાની હોય તે નિયત ક્રમમાં ક્રમબદ્ઘ થાયતો પુરુષાર્થ કરવાનો કયાં રહ્યો ?
ઉત્ત૨:- દ્રવ્યમાં જે સમયે જે પર્યાય પ્રગટ થવાની હોય તે સમયે તે જ પ્રગટ થાય એવો યથાર્થ નિર્ણય કરનારની દષ્ટિ પોતાના ત્રિકાળી શુદ્ધ ચૈતન્યદ્રવ્ય ઉપર જ હોય છે. દષ્ટિ ત્રિકાળી દ્રવ્ય ઉપર જાય ત્યારે જ ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય થાય છે. આ નિર્ણયમાં દ્રવ્યદૃષ્ટિનો અનંતો સમ્યક્ પુરુષાર્થ છે; કેમકે દ્રવ્યષ્ટિ તે જ સમ્યક્ દૃષ્ટિ છે. પ્રત્યેક સમયે દ્રવ્યમાં જે પર્યાય પ્રગટ થાય છે તે તેની જન્મક્ષણ છે એમ પ્રવચનસારમાં (ગાથા ૧૦૨ માં ) પાઠ છે. એટલે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭-પ્રભુત્વશક્તિ : ૪૯ શું? કે તેને કોઈ પરવસ્તુની-નિમિત્તાદિની અપેક્ષા નથી. નિમિત્ત આવે તો થાય એમ માનનાર તો એકાંત નિમિત્તવાદી અજ્ઞાની છે. નિમિત્તની તો શું? પ્રગટ થતી–ઉત્પાદરૂપ થતી-પર્યાયને પૂર્વ પર્યાયના વ્યયની પણ અપેક્ષા નથી. નિમિત્ત છે, પૂર્વ પર્યાયનો વ્યય છે (નથી એમ વાત નથી), પણ ઉત્પાદરૂપ પર્યાયને તેની અપેક્ષા નથી. અહો ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર સિવાય આવી બીજે ક્યાંય વાત નથી.
પ્રશ્ન:- પણ આવું સમજવામાં તો કેટલો બધો વખત જાય?
ઉત્તર:- અરે ! સંસારના ભણતર પાછળ કેટલો વખત કાઢે છે? વળી વિદેશમાં ભણવા જાય છે ને લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. પણ આ લૌકિક ભણતર શું કામ આવે? (સંસાર વધારવા સિવાય) કાંઈ જ કામ ન આવે. માટે આ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ ક્રોડ ઉપાય કરીને પણ કરવો જોઈએ. છઠ્ઠાલામાં કહ્યું છે ને કે
“કોટિ ઉપાય બનાય ભવ્ય તાકો ઉર આનો.' “સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા' નામના ગ્રંથમાં ગાથા ૩ર૧-૩૨૨-૩ર૩માં શ્રી કાર્તિકેય સ્વામીએ કહ્યું છે કેસર્વજ્ઞદેવે જે જીવને જન્મ, મરણ, સુખ, દુઃખ આદિ જે દેશમાં, જે કાળે, જે વિધિથી થવાનું નિયત જાણું છે તે જીવને તે દેશમાં, તે કાળે, તે વિધિથી તે તે થાય જ છે; તેમાં ઇન્દ્ર કે જિનેન્દ્ર-કોઈ કાંઈ ફેરફાર કરવા સમર્થ નથી. આ પ્રમાણે જે નિશ્ચયથી સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોને જાણે છે તે શુદ્ધ સમ્યગ્દષ્ટિ છે, અને જે શંકા કરે છે તે કુદષ્ટિ અર્થાત્ મિથ્યાષ્ટિ છે. અહા ! દરેક દ્રવ્યની, દરેક ગુણની જે કાળે જે પર્યાય થવાયોગ્ય હોય તે કાળે તે જ પર્યાય ઉત્પન્ન થાય છે એમ યથાર્થ જાણનારનું લક્ષ પર્યાય ઉપર ન રહેતાં ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ ઉપર જાય છે અને એ જ સ્વભાવ-દષ્ટિનો સમ્યક પુરુષાર્થ છે, આ રીતે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવામાં ભેગો પુરુષાર્થ આવી જ જાય છે. માટે ક્રમબદ્ધ માનવાથી પુરુષાર્થ ઊડી જાય છે એવી શંકા કરવી યોગ્ય નથી. ભાઈ ! નિયત ક્રમ છોડીને કોઈ પ્રકારે (નિમિત્તાદિ વડ) પર્યાય યથેચ્છ આઘીપાછી થવાનું તું માને પણ એ તો મિથ્યાદર્શન છે અને તારી એવી ચેષ્ટા મિથ્યા પુરુષાર્થ-મિથ્યા વિકલ્પ સિવાય કાંઈ જ નથી. સમજાણું કાંઈ..?
પ્રશ્ન:- હા, પણ પ્રવચનસારમાં નય પ્રકરણમાં કાળનય અને અકાળનય એમ બન્નેનું વિધાન છે. તેથી એકાંતે બધું કમનિયત-ક્રમબદ્ધ માનવું યોગ્ય નથી.
ઉત્તરઃ- પ્રવચનસારમાં ૪૭ નયનો અધિકાર છે; તેમાં કાળનય અને અકાળનયની વાત આવી છે. ત્યાં ૩માં કાળનયથી કથન કરતાં કહ્યું છે કે
આત્મદ્રવ્ય કાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખે છે એવું છે, ઉનાળાના દિવસ અનુસાર પાકતા આમ્રફળની માફક.”
મતલબ કે જે કાળે જે પર્યાય થવાની હોય તે કાળે તે થાય એનું નામ કાળનય છે. વળી, ત્યાં ૩૧માં અકાળનયથી વર્ણન કરતાં કહ્યું છે કે
આત્મદ્રવ્ય અકાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખતી નથી એવું છે, કૃત્રિમ ગરમીથી પકવવામાં આવતા આમ્રફળની માફક.”
અહીં બન્ને-કાળનય અને અકાળનય-એક જ કાર્ય પ્રતિ પોતપોતાની વિવક્ષા રજૂ કરે છે. જેમ કાળનયમાં કાળની વિવક્ષા છે તેમ અકાળનય તે જ કાર્ય પ્રતિ અન્ય હેતુઓ-સ્વભાવ, પુરુષાર્થ, નિયત અને નિમિત્તની વિવક્ષા દર્શાવે છે. અહીં અકાળનયનો એવો અર્થ કયાં છે કે પર્યાય થવાની હોય તે ન થતાં આઘી–પાછી થાય કે બીજી થાય? અકાળનો અર્થ એમ છે કે સ્વભાવ, પુરુષાર્થ, નિયત અને નિમિત્ત-એ બધા પણ પર્યાય થવાના કાળે સાથે જ છે; બાકી પર્યાય થવા યોગ્ય હોય તે આગળ-પાછળ થાય કે બીજી થાય એવો તેનો અર્થ નથી. વાસ્તવમાં પ્રત્યેક પર્યાય પોતાના નિયતક્રમમાં જ પ્રગટ થાય છે અને તે કાળે બાહ્ય અને અત્યંતર સામગ્રીનો સહજ જ યોગ હોય છે.
એક પંડિત અહીં આવેલા. અહીંની વાત સાંભળી તેઓ બહુ ખુશી થયેલા. પોતે બહુ નરમ માણસ હતા. તેમણે પંચાધ્યાયીનો હિંદીમાં અનુવાદ કર્યો છે. તેમાં ભૂલ રહી ગયેલી તે બતાવી તો બોલ્યા, –અમારી ભૂલ હોય તો સુધરાવો, મહારાજ ! ત્યાં પંચાધ્યાયીમાં (તેમણે) એમ વાત કરી છે કે બુદ્ધિપૂર્વકનો રાગ છઠ્ઠા ગુણસ્થાને હોય છે અને અબુદ્ધિપૂર્વકનો રાગ સાતમાં ગુણસ્થાને હોય છે. પરંતુ આ કથન, કીધું, સદોષ છે. છઠ્ઠી ગુણસ્થાનમાં જ ખ્યાલમાં આવે એવો જે રાગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ છે તે બુદ્ધિપૂર્વકનો રાગ છે, અને તે જ વખતે (છટે ગુણસ્થાને) ખ્યાલમાં ન આવે એવો રાગ છે તે અબુદ્ધિપૂર્વકનો રાગ છે. સાતમાં ગુણસ્થાને એકલો અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે, આમ યથાર્થ સમજવું.
જુઓ, સમયસાર ગાથા ૩૦૮ થી ૩૧૧ની ટીકામાં આચાર્ય અમૃતચંદ્રદેવે ક્રમબદ્ધ વિષે સ્પષ્ટ વાત કરી છે. ત્યાં કહ્યું છે-“પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ પણ કમબદ્ધ પોતાના પરિણામોથી ઊપજતું થયું અજીવ જ છે, જીવ નથી.” મૂળ સંસ્કૃત ટીકામાં કમનિયમિત” શબ્દ પડ્યો છે. એટલે દ્રવ્યમાં પ્રગટ થતા પ્રત્યેક પરિણામ ક્રમથી નિશ્ચિત તેના ક્રમમાં થવાના કાળે જ પ્રગટ થાય છે, આઘા-પાછા થતા નથી. ભાઈ ! આ તો ત્રિલોકીનાથ સર્વજ્ઞદેવની વાણીમાં ઝરેલું પરમામૃત છે. એના રસપાન વિના બધું થોથાં છે. શું થાય? અત્યારે તો બધા પંડિતોનું ભણતર જ નિમિત્તાધીન બુદ્ધિવાળું છે, એમ કે નિમિત્તથી થાય; પણ પરથી પરનું પરિણમન ન થાય એવો અભ્યાસ જ નથી, પછી સ્વાનુભવ તો કયાંથી થાય?
આ વાત સાંભળીને પં. દેવકીનંદન બોલેલા કે-સંતો આગમચક્ષુ હોય છે એ વાત હવે બરાબર સમજાય છે. ભાઈ ! ગમે તેમ કરીને જીવનમાં આ વાત સમજવા જેવી છે હોં. અહાહા...! અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટ કરવાની તારી તાકાત છે. માટે આ મને ન સમજાય એવું શલ્ય છોડીને અભ્યાસ કર, જરૂર તને સ્વાનુભવ પ્રગટ થશે. સમયસારના એક કળશમાં કહ્યું છે કે-એક ચૈતન્યમાત્ર વસ્તુને પોતે નિશ્ચળ લીન થઈ દેખ; એવો છ મહિના અભ્યાસ કરે અને જો (–તપાસ) કે એમ કરવાથી પોતાના હૃદય-સરોવરમાં જેનું તેજ-પ્રતાપ-પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે? ભાઈ ! પ્રાપ્તિ થાય જ એવી આ વાત છે. પોતે જાગતો ઊભો છે તે કયાં જાય? પ્રાપ્ત થાય જ. અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન સમજવું કે એટલો વખત લાગે. તેનું થવું તો અંતર્મુહૂર્તમાં જ છે, પરંતુ કોઈ મંદ રુચિવાળો હોય તો તેના માટે કહ્યું છે કે-છ મહિના આ તત્ત્વજ્ઞાનનો સ્વલક્ષપૂર્વક અભ્યાસ કર, તને અનુભવ થશે જ થશે. અંતરની રુચિ વડે વાસ્તવિક તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરે તેને આત્મ-અનુભૂતિ થાય જ એમ વાત છે. પણ અરે ! રળવા-કમાવા પાછળ મજૂરની જેમ આખી જિંદગી વેડફી નાખે! નોકરીવાળા તો ૫૫ વર્ષની ઉંમરે નિવૃત્ત-છૂટા થાય, પણ આ તો ધંધાની મમતા આડે ૮૦-૯૦ વર્ષની ઉંમર થાય છતાં ત્યાંથી નિવૃત્ત થઈ આવું તત્ત્વ સમજવા ફુરસદ ના લે તો શું થાય? ભાઈ ! જિંદગી હારી જઈશ હોં. મરીને કયાંય સંસાર-સમુદ્રમાં ખોવાઈ જઈશ.
સમયસારની પમી ગાથામાં આચાર્યદેવે કહ્યું કે- “તે એકત્વ-વિભક્ત આત્માને હું આત્માના નિજ વૈભવ વડ દેખાડું છું; જો હું દેખાડું તો પ્રમાણ (સ્વીકાર) કરવું.” “પ્રમાણ કરવું’ એટલે શું? કે જે એવ-વિભક્ત આત્માને દર્શાવું છું તેને સ્વયમેવ પોતાના અનુભવ-પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરવું. એકલી હા પાડ એમ નહિ, પણ હું શિષ્ય! પોતાના સ્વસંવેદન-પ્રત્યક્ષથી પ્રમાણ કર-એમ કહેવું છે. વસ્તુ પોતે આત્મા સ્વાનુભવ-પ્રત્યક્ષ ન થાય એમ વાત જ નથી. અહો ! દિગંબર સંતોની આ રામબાણ વાણી છે. સમજાણું કાંઈ...? ' અરે ભાઈ ! જીવોની દયા પાળો, દાન આપો, ને ભક્તિ કરો તો ધર્મ થાય એવી વાત તો લૌકિકમાં સામાન્ય લોકો પણ કરે છે. ઘણા વર્ષો પહેલાં અમારા ગામમાં એવો રિવાજ હતો કે જૈનોનાં પર્યુષણ આવે એટલે ઘાંચી, કુંભાર વગેરે લોકો એક માસ સુધી પોતાનો ધંધો બંધ રાખતા, નિંભાડા, ઘાણી વગેરે ચાલુ ન રાખતા. પણ એથી શું? એ બધાથી કાંઈ ધર્મ થોડો થાય ? રાગ મંદ હોય તો પુણ્યબંધ થાય, બસ. ધર્મ વસ્તુ તો કોઈ અલૌકિક ચીજ છે બાપુ! જગતના પ્રાણીઓને ધર્મના સ્વરૂપની ખબર નથી. સ્વસ્વરૂપમાં સન્મુખ થઈ ત્યાં જ રમવું, તેમાં જ લીનસ્થિર થવું તે વીતરાગી જૈનધર્મ છે. આવી દશા થતાં ધર્મીને દયા, દાનનો રાગ આવે છે, પણ તેને તે જાણવાલાયક છે બસ. તેની દષ્ટિ તો નિરંતર અખંડ એક નિત્ય પ્રતાપવંત નિજ જ્ઞાયક પર જ હોય છે; અને ત્યાં જ સ્થિત થવા તે પ્રવૃત્ત થાય છે. લ્યો, આવો ધર્મ!
જુઓ, નિમિત્ત-ઉપાદાન નિશ્ચય-વ્યવહાર, ને ક્રમબદ્ધ એ પાંચ વાત અહીંથી ખાસ બહાર આવી છે તે ખાસ સમજવા જેવી છે. કેટલાક સમજ્યા વિના જ તેનો વિરોધ કરે છે. અહીંની વાત સાંભળી પં. દેવકીનંદન બોલ્યા હતા કે-અહો ! ક્રમબદ્ધની આવી વાત અમે ક્યાંય સાંભળી નથી. અમારા બધા પંડિતોનું ભણતર જ નિમિત્તાધીન દૃષ્ટિવાળું છે. પ્રત્યેક દ્રવ્યની પર્યાય સ્વતંત્રપણે પોતાના ઉપાદાનથી પ્રગટ થાય છે એવી વાત અમારા અભ્યાસમાં કદી આવી નથી; અનુભવ થવાની વાત તો કયાંય દૂર રહી ગઈ. ' અરે ભાઈ ! ભગવાને આ વિશ્વમાં છ દ્રવ્યો જોયાં છે. તેમાં એક જીવ અને બાકીનાં પાંચ દ્રવ્યો-પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, અને કાળ-તે અજીવ છે. આ સર્વ જીવ-અજીવ દ્રવ્યો પ્રતિસમય પોતપોતાના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮-વિભુત્વશક્તિ : ૫૧ ક્રમબદ્ધ પરિણામોથી નિરંતર ઉપજે છે. કોઈ દ્રવ્ય કોઈ અન્યદ્રવ્યના પરિણામને ઉપજાવે એવી વસ્તુસ્થિતિ જ નથી. ગાથા ૩૦૮ થી ૩૧૧ માં-ટીકામાં આ વાત આચાર્યદેવે પ્રસિદ્ધ કરી છે. આવી વસ્તુવ્યવસ્થા સ્વીકારીને જે અતર્મુખ દષ્ટિ કરે છે તેને ક્રમબદ્ધનો સાચો નિર્ણય થાય છે અને તેને ક્રમબદ્ધ નિર્મળ આનંદ આદિ પર્યાયની ધારા શરૂ થાય છે. બાકી તો જગતના જીવો બિચારા દુઃખમાં પીલાય છે. અરે ! ઘાણીમાં તલ પીલાય તેમ રાગદ્વેષની ઘાણીમાં તેઓ પીલાય છે. અહા! અનંત પ્રભુતામય પોતાના પ્રભુને-આત્માને ઓળખ્યા વિના બિચારા શું કરે ? કયાં જાય ? (દુઃખમાં ડૂબી મરે છે ). કોઈક વિરલ જીવ અંતર સ્વભાવ-સન્મુખનો પુરુષાર્થ કરે તે અલ્પકાળમાં કેવળજ્ઞાન લઈને મોક્ષ પ્રાપ્ત કરે છે. સક્ઝાયમાં આવે છે ને કે
સહજાનંદી રે આત્મા, સૂતો કંઈ નિશ્ચિત રે, મોહતણા રે રણિયા ભમે, જાગ જાગ મતિવત રે;
લૂંટે જગતના જંત રે, વિરલા કોઈ ઉગરંત રે.. અરે પ્રભુ! આ મો-રાગ-દ્વેષાદિ રણિયા તારા માથે ભમે છે ને તું પોતાના સહજાનંદી સ્વરૂપને ભૂલી પ્રમાદી થઈ સૂતો છે! જાગ રે જાગ નાથ ! આ જગતના પ્રાણીઓ તને લૂંટે છે. આ બૈરાં-છોકરાં વગેરે કુટુંબીજનો પોતાની આજીવિકા હેતુ તારા આનંદને લૂંટે છે. નિયમસારમાં આવે છે કે આ સ્ત્રી-પુત્ર આદિ પરિજન પોતાની આજીવિકા માટે તને ધૂતારાઓની ટોળી મળી છે. હવે આવી સ્થિતિમાં કોઈ વિરલ જીવ મોહમુક્ત થઈ પોતાના ત્રિકાળી શુદ્ધ સહજાનંદ-જ્ઞાનાનંદ સ્વરૂપની સંભાળ કરે છે તે ઉગરી જાય છે અર્થાત્ પોતાનું કલ્યાણ કરી લે છે.
અહા ! અંદર પોતે ચૈતન્ય મહાપ્રભુ વિરાજે છે તેને ભૂલીને તું બહાર ફાંફા મારે છે? બહારમાં કયાં તારાં પ્રભુતા ને આનંદ છે? અહા! અનંત ગુણની પ્રભુતાના સત્ત્વથી ભરેલો તું પ્રભુ છો. અહા ! આવા નિજ સ્વરૂપનો મહિમા લાવી અંતર્મુખ થા. તેમ કરતાં જ અખંડિત તેજ વડે તારો આત્મા પ્રભુતાથી પર્યાયમાં શોભી ઉઠશે. આ સિવાય બહારમાં કયાંયથી તારી પ્રભુતા પ્રગટ થાય એમ છે નહિ. સમજાણું કાંઈ....! લ્યો, -
આ પ્રમાણે અહીં પ્રભુત્વશક્તિનું વર્ણન પૂરું થયું. -
૮: વિભુત્વશક્તિ સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વશક્તિ. (જેમ કે, જ્ઞાનરૂપી એક ભાવ સર્વ ભાવોમાં વ્યાપે
આ શક્તિનો અધિકાર ચાલે છે. તેમાં અહીં આ આઠમી વિભુત્વશક્તિનું વર્ણન છે. અહાહા..! આત્મા શુદ્ધ ચૈતન્યમય પદાર્થ છે તે કર્મ અને શરીરથી સદાય ભિન્ન ચીજ છે; વળી અંદર જે પુણ્ય-પાપના વિકલ્પો ઉત્પન્ન થાય છે તેનાથી પણ આત્મા વાસ્તવમાં ભિન્ન વસ્તુ છે, કેમકે તે વિકલ્પો ત્રિકાળી ચૈતન્યવસ્તુમાં પ્રસરતા નથી. પરંતુ પોતાની જે અનંત શક્તિઓ છે તેનાથી આત્મા અભિન્ન છે, એક છે; કેમકે સર્વ અનંત શક્તિઓ પૂરી આત્મવસ્તુમાં અભેદપણે વ્યાપક છે. અહાહા...! આ શક્તિઓમાંથી અહીં વિભુત્વશક્તિનું વર્ણન કર્યું છે.
કેવી છે વિભુત્વશક્તિ! તો કહે છે-“સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વશક્તિ.” ભાવ એટલે શું? કે આત્મવસ્તુમાં જે જ્ઞાન, દર્શન, ચિતિ, જીવત્વ, પ્રભુત્વ આદિ શક્તિઓ છે તેને અહીં ભાવ કહેલ છે. ભાવ શબ્દ ચાર અર્થમાં કહેવાય છે.
૧. દ્રવ્યને ભાવ કહે છે, ૨. ગુણને ભાવ કહે છે, ૩. પર્યાયને ભાવ કહે છે, અને
૪. રાગને-વિકારી પર્યાયને પણ ભાવ કહે છે. તેમાં અહીં ત્રિકાળી શક્તિને ભાવ કહેલ છે. મતલબ કે સર્વ અનંત શક્તિઓમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વશક્તિ છે. સમજાણું કાંઈ....?
અહાહા....! આત્મદ્રવ્યમાં જે વિભુત્વશક્તિ છે તે દ્રવ્યના સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવસ્વરૂપ છે. અર્થાત્ દ્રવ્યના સર્વ અનંત ભાવોમાં વ્યાપક છતાં વિભુત્વશક્તિ અનંત ભાવરૂપ થઈ જતી નથી, સદા તે એક ભાવરૂપ જ રહે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ છે. અહા ! એકપણે રહીને અનંત ગુણસ્વભાવોમાં વ્યાપે એવું આત્માનું વિભુત્વ છે. અહીં જ્ઞાનનું દષ્ટાંત આપ્યું છે ને ! કે જ્ઞાનરૂપી એક ભાવ સર્વ ભાવોમાં વ્યાપે છે. તેવી રીતે એક ભાવરૂપ વિભુત્વ સર્વ ભાવોમાં ને આત્મદ્રવ્યમાં વ્યાપે છે. આ રીતે વિભુત્વ સ્વભાવ વડે આત્મા વિષ્ણુ અર્થાત્ સર્વવ્યાપક છે, ને આત્માના પ્રત્યેક ગુણ પણ વિભુ અર્થાત સર્વવ્યાપક છે.
અન્યમતમાં આત્મા આખા વિશ્વમાં સર્વવ્યાપક છે એમ માનવામાં આવે છે. તેઓ આકાશમાં (લોકાલોકમાં). સર્વત્ર ભગવાનનો એક બ્રહ્મનો વાસ છે એમ માને છે, પણ ભાઈ ! એવી આત્મવસ્તુ નથી. અહીં તો પોતાના સર્વઅનંતા ગુણ-પર્યાયોમાં વ્યાપક એવો આત્મા વિષ્ણુ અર્થાત્ સર્વવ્યાપક છે એમ વાત છે. ભાઈ ! પ્રત્યેક આત્મવસ્તુ પોતાના સ્વરૂપને છોડીને પોતાના અસંખ્યપ્રદેશી ક્ષેત્રની બહાર કયાંય (અન્ય દ્રવ્યમાં) વ્યાપતો નથી. અહાહા..! આવો બહારના સર્વ પદ્રવ્યોથી ભિન્ન અને અંદર સર્વ અનંત ગુણપર્યાયોમાં વ્યાપક એવો આત્મા વિભુ સ્વભાવી છે.
તો સ્તુતિમાં-ભક્તામર સ્તોત્ર આદિમાં ભગવાનને વિભુ કહ્યા છે ને? હે નાથ ! આપ વિભુ છો એમ કહ્યું છે ને?
સમાધાન - હા, કહ્યા છે; પણ એ તો આત્માની વિભુત્વશક્તિની અપેક્ષાએ કહ્યા છે. ભગવાન કાંઈ લોકાલોકમાં વ્યાપી રહ્યા છે અને માટે તેઓ વિભુ છે એમ નથી. એ તો વિભુત્વ સ્વભાવની પ્રગટતા થતાં પોતાના સર્વ અનંતા ગુણ-પર્યાયોમાં ભગવાન વ્યાપક છે એ અપેક્ષાએ ભગવાન આપ વિભુ છો. એમ કહ્યું છે. ભાઈ ! લોકાલોકમાં વ્યાપે એવું કાંઈ આત્માનું વિભુત્વ નથી, પણ પોતામાં રહીને લોકાલોકને સહુજ જાણી લે એવું આત્માનું વિભુત્વ છે. અહાહા...! કેવળજ્ઞાન પોતામાં રહીને (પ્રસરીને) આખા લોકાલોકને જાણી લે તેવું એનું વિભુત્વ છે. આવી વાત છે. સમજાણું કાંઈ...?
અહો ! આ વિભુત્વશક્તિ તો અજબ છે. વિભુત્વ સ્વભાવ વડે જેમ આત્મા વિભુ છે તેમ તેના અનંતા ગુણપ્રત્યેક વિભુ છે. જ્ઞાન વિભુ, દર્શન વિભુ, ચારિત્ર વિભુ-એમ દરેક ગુણ વિભુ છે. ગજબ છે : બધા (અનંતા ગુણ) અતિરૂપ છે તેમ વિભુત્વ ગુણથી બધા વિભુસ્વરૂપ છે. જેમ અસ્તિત્વ ગુણ વ્યાપીને બધાને અતિરૂપ કરે છે તેમ વિભુત્વ ગુણ વ્યાપીને બધાને વિભુત્વ અર્પે છે. અહો ! આવી પોતાની વિભુત્વશક્તિને જાણી, આ શક્તિ અને આ શક્તિવાન દ્રવ્ય એવા ભેદનું લક્ષ છોડી અભેદ અખંડ એક શક્તિવાન દ્રવ્ય પર દષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે. આ ધર્મ પ્રગટ કરવાની રીત છે. ભાઈ ! શક્તિઓ નો ભેદ છે તે જાણવા માટે છે, પણ સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે તો ભેદનું લક્ષ મટાડી અભેદની અંતર્દષ્ટિ કરવી એ જ સાધન છે.
જુઓ, દ્રવ્યમાં આત્મવસ્તુમાં સર્વ શક્તિઓ અક્રમ અર્થાત એક સાથે રહેલી છે, અને પર્યાયો કમસર એક પછી એક નિશ્ચિત થાય છે. અહા ! જ્ઞાનની પર્યાય ક્રમબદ્ધ એક પછી એક થાય છે તેમ દરેક ગુણની એક પછી એક થાય છે. હવે કેટલાક આમાં તર્ક કરે છે કે “કેવળજ્ઞાનની અપેક્ષાએ તો દરેક પર્યાય નિયત ક્રમબદ્ધ છે એ વાત બરાબર છે, પરંતુ શ્રુતજ્ઞાન અલ્પ છે, માટે શ્રુતજ્ઞાનની અપેક્ષાએ પર્યાય ક્રમબદ્ધ થાય એ વાત બરાબર નથી. બાહ્ય સાધનો વડે જેવો પુરુષાર્થ કરે તેવી પર્યાય થાય, ક્રમબદ્ધ નહિ.” ખાનિયા તત્ત્વચર્ચામાં આવો તર્ક થયેલો છે, તેનું સમાધાન પંડિત શ્રી ફૂલચંદજીએ બરાબર કરેલું છે. અરે ભાઈ ! શક્તિ અને શક્તિવાન દ્રવ્ય એવા ભેદનું લક્ષ મટાડી અભેદ એક ત્રિકાળી જ્ઞાયકસ્વભાવ સન્મુખ થાય ત્યારે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને ત્યારે સાથે જ ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થાય છે. આ ભાવશ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને અનુસરે છે તેથી શ્રુતજ્ઞાનમાં પણ સર્વ પર્યાયો ક્રમબદ્ધ થાય છે એવો નિર્ણય હોય છે. અહા ! કેવળજ્ઞાનમાં જે વસ્તુવ્યવસ્થા ભાસી તેનાથી અન્ય પ્રકારે (વિપરીત ) (વસ્તુવ્યવસ્થા) શ્રુતજ્ઞાનમાં ભાસે તો તે શ્રુતજ્ઞાન કેવું? તે શ્રુતજ્ઞાન નથી, એ તો મિથ્યાજ્ઞાન જ છે.
ભાઈ ! અમે તો અહીં વર્ષોથી કહીએ છીએ કે પ્રત્યેક દ્રવ્યની પ્રતિસમય જે જે પર્યાય થાય છે તે તે ક્રમબદ્ધકમનિયમિત પ્રગટ થાય છે. પ્રત્યેક સમયે જે પર્યાય થવાયોગ્ય હોય તે જ ત્યાં કમનિયમિત પ્રગટ થાય છે. તેમાં કાંઈ આઘુંપાછું કે આડુંઅવળું થવાનો સવાલ જ નથી. ભાઈ ! આ તો ભગવાન કેવળીનું ફરમાને છે. જેમ મોતીની માળામાં જ્યાં જ્યાં જે જે મોતી છે તે ત્યાં ત્યાં (પ્રકાશે) છે; તેને આઘાપાછાં કરવા જાય તો માળા તૂટી જશે. તેમ દરેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય ત્રણે કાળે જે થવાની છે તે જ પ્રગટ થાય છે, તેમાં આઘુંપાછું કરવા જાય તો પર્યાયનો ક્રમ તૂટી જશે અને અખંડ દ્રવ્ય સિદ્ધ નહિ થાય. ( અર્થાત્ મિથ્યાત્વ જ રહેશે ).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮-વિભુત્વશક્તિ : ૧૩ કોઈ વળી કહે છે-ક્રમબદ્ધનો અર્થ એક પછી એક થાય એમ બરાબર, પણ અમુક આ જ થાય એમ નહિ. પરંતુ એવી વસ્તુસ્થિતિ નથી ભાઈ ! દ્રવ્યની (ત્રિકાળવર્તી) પ્રત્યેક પર્યાયનો ક્રમ નિયત-નિશ્ચિત જ છે. કોઈ પર્યાય કદીય આડીઅવળી થઈ શકે નહિ. દરેક પર્યાય પોતાના ક્ષણિક ઉપાદાનની યોગ્યતાનુસાર જે કાળે જે થવાયોગ્ય હોય તે જ તે કાળે નિશ્ચિત પ્રગટ થાય છે.
જુઓ, આત્મામાં એક વિભુત્વશક્તિ છે એની અહીં વાત છે. આ વિભુત્વશક્તિ પૂરા દ્રવ્યમાં અને તેના અનંત ગુણોમાં વ્યાપક છે. દ્રવ્યની અનંત શક્તિઓ ક્રમબદ્ધ પર્યાયપણે પરિણમે છે. બહિદષ્ટિને તેનો અંદર સ્વીકાર થતો નથી, પણ એક અભેદ શુદ્ધ અંત:તત્ત્વની દૃષ્ટિ કરતાં જ પર્યાય ક્રમબદ્ધ થાય છે તેનો યથાર્થ નિર્ણય થાય છે. અમે તો આ વાત પ્રવચનોમાં વિસ્તારથી કરી છે
પ્રશ્ન:- તો આપ છાપીને બહાર પાડવાનું કહો તો વહેલી પ્રસિદ્ધ થાય.
ઉત્તર:- અમે કોઈને કાંઈ કહેતા નથી. તત્ત્વ-વિચાર અને સ્વાધ્યાય કરવા સિવાય બીજા કોઈ કામમાં અમે પડતા નથી. શું છાપવું ને બહાર પાડવું એ સમાજનું કામ છે, અમારું તે કામ નથી.
આ વિભુત્વ નામની શક્તિ સર્વ શક્તિઓમાં વ્યાપે છે, દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. તેથી દ્રવ્ય વિભુ, ગુણ વિભુ ને વર્તમાન પર્યાય વિભુ છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ! આ જ્ઞાનસ્વભાવ વિભુ છે, ને જ્ઞાનની વર્તમાન દશા વિભુ છે. જ્ઞાનની ક્રમસર પર્યાય સુનિશ્ચિત જે થવાયોગ્ય હોય તે જ પ્રગટ થાય છે, અને તેની સાથે અનંત ગુણની પણ તે સમયે સુનિશ્ચિત જે પર્યાય પ્રગટ થવાની હોય તે જ પ્રગટ થાય છે, અનંત ગુણની પર્યાયમાં પણ આ વિભુત્વ ગુણ વ્યાપે છે.
ત્યારે કોઈ વળી કહે છે ક્રમબદ્ધ પર્યાય માનવાથી નિયત (નિયતવાદ) થઈ જાય છે.
અરે ભાઈ ! જેમ દ્રવ્ય અને તેની શક્તિ નિયત છે અને નિશ્ચિત છે તેમ પોતાની ક્ષણિક ઉપાદાનની યોગ્યતા અનુસાર સમય સમયે પ્રગટ થતી દરેક પર્યાય પણ નિયત જ છે. જે સમયે જે પર્યાય થવાયોગ્ય છે તે જ પ્રગટ થાય છે; પણ પર્યાય ક્રમબદ્ધ છે એવો નિર્ણય કરનારની દષ્ટિ ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક ઉપર જાય છે ત્યારે જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થાય છે. દ્રવ્યદૃષ્ટિ રહિત અજ્ઞાનીને આ વાત ગોઠતી નથી. તે કહે છે-શ્રુતજ્ઞાનની અપેક્ષા નિયત નથી. પણ ભાઈ ! તારો તર્ક યથાર્થ નથી, કેમકે શ્રુતજ્ઞાનની અપેક્ષા પણ દરેક પર્યાય ક્રમબદ્ધ જ છે એવો યથાર્થ નિર્ણય સમ્યગ્દષ્ટિને હોય છે. ભાઈ ! જરા દષ્ટિ સૂક્ષ્મ કરી આ સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ; આ અવસર છે.
પ્રશ્ન- હા, પણ પંચાસ્તિકાયની ગાથા ૧૫૫માં સંસારી જીવને નિયત તથા અનિયત એમ બન્ને પ્રકારની પર્યાયો થયા કરે છે એમ કહ્યું છે ને ? ગાથા આ પ્રમાણે છે
जीवो सहावणियदो अणियदगुणपज्जओध परसमओ।
जदि कुणदि सगं समयं पब्भस्सदि कम्मबंधादो।। ઉત્તર:- હા, પંચાસ્તિકાયની ગાથા ૧૫૫માં નિયત અને અનિયત પર્યાયની વાત છે. ત્યાં સ્વભાવ અને સ્વભાવલીન નિર્મળ પર્યાય પ્રગટ થાય તેને નિયત કહેલ છે અને વિભાવ પર્યાય પ્રગટ થાય તેને અનિયત કહેલ છે. અનિયત પર્યાય એટલે તે આગળ-પાછળ કે આડી-અવળી થાય એવો ત્યાં અર્થ નથી. અનિયત એટલે સ્વભાવમાં અનવસ્થિત અનેકરૂપ વિકારી પર્યાય; તે પણ જે સમયે પ્રગટ થાય તે નિયત ક્રમબદ્ધ જ પ્રગટ થાય છે. ગાથામાં અને ટીકામાં પણ ગુણ-સ્વભાવ અને નિર્મળ પર્યાયને નિયત કહેલ છે, અને વિકારી વિભાવ પર્યાયને અનિયત કહેલ છે. અહીં અનિયતનો અર્થ પર્યાય આડી-અવળી થાય છે એમ છે નહિ. ભાઈ ! પોતાની મતિ-કલ્પનાથી શાસ્ત્રના અર્થ કરે તે કેમ ચાલે? ન ચાલે. પાણીનો શીતળ સ્વભાવ તે નિયત છે, સ્વભાવલીન શીતળ દશા તે નિયત છે અને અગ્નિના નિમિત્તે તેની ઉષ્ણ દશા તે અનિયત છે. આવી વાત ! સમજાણું કાઈ....!
શું થાય? લોકોને પૂર્વના આગ્રહ (હઠાગ્રહ) હોય એટલે આ બેસે નહિ. આ વાત પહેલાં હતી નહિ; હમણાં સોનગઢથી પ્રસિદ્ધિમાં આવી છે એટલે કેટલાક હઠપૂર્વક તેનો વિરોધ કરે છે. એ તો “જૈનતત્ત્વમીમાંસા ”માં કેવળજ્ઞાનસ્વભાવમીમાંસા નામના પ્રકરણમાં પં. શ્રી. ફૂલચંદજીએ આ બાબતે કહ્યું છે કે “જ્યારથી સર્વ દ્રવ્યોની પર્યાયો ક્રમનિયમિત (ક્રમબદ્ધ) થાય છે આ તથ્ય પ્રમુખરૂપથી બધાની સામે આવ્યું છે ત્યારથી વિદ્વાનો દ્વારા આવા કુતર્ક ઉઠાવવામાં આવ્યા છે. જેમના મનમાં એવું શલ્ય ઘર કરી બેઠું છે કે કેવળજ્ઞાનને સર્વ દ્રવ્યો અને તેની સર્વ પર્યાયોનું જ્ઞાતા માની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ લેવાથી સોનગઢના વિરોધમાં જે અમારા તરફથી હુમલો કરવામાં આવી રહ્યો છે તે કમજોર પડી જશે તેઓ એ ચાહતા નથી કે આમ જનતામાં સોનગઢનો પ્રભાવ વધે, આથી તેઓ કેવલજ્ઞાનના સામર્થ્ય પર જ ઉક્ત પ્રકારના કુતર્ક કરવા લાગ્યા છે. પરંતુ, આ પ્રકારના કુતર્ક કરતાં તેઓ એ ભૂલી જાય છે કે જૈનધર્મમાં તત્ત્વપ્રરૂપણાનો મૂળ આધાર જ કેવળજ્ઞાન છે.”
ખાનિયા તત્ત્વચર્ચા માં પણ પં. શ્રી ફૂલચંદજીએ લખ્યું છે કે “જિનવાણી અને એક મહાપુરુષ દ્વારા ક્રમબદ્ધ-પર્યાયની સ્વતંત્રતાનો ઢંઢેરો પીટવામાં આવ્યો છે ત્યારથી કેટલાક પંડિતો કેવળજ્ઞાનના વિષયમાં પણ શંકા કરવા લાગ્યા છે. જો કે કેવળજ્ઞાનના હિસાબે દરેક પર્યાય ક્રમબદ્ધ હોવાનું સ્વીકારે છે પણ શ્રુતજ્ઞાન અપેક્ષાએ પર્યાય ક્રમબદ્ધ છે એ વાત તેમને માન્ય નથી. પણ એ માન્યતા બરાબર નથી. શ્રુતજ્ઞાન છે તે કેવળજ્ઞાન અનુસારી છે; શ્રુતજ્ઞાન કાંઈ કલ્પના નથી.
અરે જીવોને મૂળ વાતની ખબર નથી. શુભ ક્રિયામાં ધર્મ માનીને બેઠા છે પણ એવી ક્રિયાઓ તો જીવે અનંત વાર કરી છે. શુભરાગની ક્રિયાઓ તો બંધનું કારણ છે. શક્તિ અને શક્તિવાન દ્રવ્ય જેમ નિયત છે તેમ તેની દરેક પર્યાય નિયત છે. પર્યાય નિયત છે એવો નિર્ણય કરનારની દષ્ટિ ત્રિકાળી જ્ઞાયક ઉપર જાય છે. આ વિષયનો અભ્યાસ કરવો જોઈએ.”
પ્રશ્ન:- ક્રમ આવશે ત્યારે અભ્યાસ કરીશું.
ઉત્તર:- અભ્યાસનો પુરુષાર્થ કરનારને ક્રમ આવી જાય છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં છએ દ્રવ્યમાં કાળલબ્ધિની વાત કરી છે. જે દ્રવ્યની જે સમયે જે પર્યાય થવાની હોય તે જ પર્યાય તે સમયે ત્યાં પ્રગટ થાય એનું નામ કાળલબ્ધિ છે. પ્રવચનસાર ગાથા ૧૦રમાં દ્રવ્યની જે પર્યાય પ્રગટ થાય છે તેની ઉત્પત્તિની જન્મક્ષણ છે એમ કહ્યું છે. પ્રવચનસાર ગાથા ૯૯માં પણ હારના દેખાતે કહ્યું છે કે પર્યાય પોતપોતાના અવસરે પ્રગટ થાય છે. શેયનો સ્વભાવ એવો છે કે પોતપોતાની તે તે પર્યાય પોતાના અવસરે પ્રગટ થાય. આમ દરેક પર્યાયની કાળલબ્ધિ છે, પણ તેનું સત્યાર્થ જ્ઞાન કોને થાય? કે જે નિજ ત્રિકાળી શુદ્ધ અંત:દ્રવ્યનો આશ્રય લે તેને પર્યાયની કાળલબ્ધિનું સાચું જ્ઞાન થાય છે. બાકી પર્યાયના કમ સામે (તાકીને) જોયા કરે તે તો પર્યાયમૂઢ છે, તેને કાળલબ્ધિની ખબર નથી.
પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકના ૯મા અધિકારમાં કાળલબ્ધિ અને ભવિતવ્ય કોઈ વસ્તુ નથી એમ કહ્યું છે. તો આમાં શું સમજવું?
ભાઈ, ત્યાં શિષ્યનો પ્રશ્ન છે કે
“પ્રશ્ન- મોક્ષનો ઉપાય કાળલબ્ધિ આવતાં ભવિતવ્યાનુસાર બને છે કે મોહાદિકનો ઉપશમાદિક થતાં બને છે, કે પોતાના પુરુષાર્થથી ઉધમ કરતાં બને છે? તે કહો. જો પહેલાં બે કારણો મળતાં બને છે તો તમે અમને ઉપદેશ શા માટે આપો છો ? તથા જો પુરુષાર્થથી બને છે તો સર્વ ઉપદેશ સાંભળે છે છતાં તેમાં કોઈ પુરુષાર્થ કરી શકે છે તથા કોઈ નથી કરી શકતા તેનું શું કારણ ?
ઉત્તર- એક કાર્ય થવામાં અનેક કારણો મળે છે. મોક્ષનો ઉપાય બને છે ત્યાં તો પૂર્વોક્ત ત્રણે કારણો મળે છે તથા નથી બનતો ત્યાં એ ત્રણે કારણો નથી મળતાં; પૂર્વોક્ત ત્રણ કારણો કહ્યાં તેમાં કાળલબ્ધિ વા ભવિતવ્ય (હોનહાર) તો કોઈ વસ્તુ નથી, જે કાળમાં કાર્ય બને છે તે જ કાળલબ્ધિ તથા જે કાર્ય થયું તે જ ભવિતવ્ય. વળી જે કર્મના ઉપશમાદિક છે તે તો પુગલની શક્તિ છે, તેનો કર્તાહર્તા આત્મા નથી, તથા પુરુષાર્થથી ઉદ્યમ કરવામાં આવે છે તે આ આત્માનું કાર્ય છે માટે આત્માને પુરુષાર્થપૂર્વક ઉદ્યમ કરવાનો ઉપદેશ આપીએ છીએ. હવે આ આત્મા જે કારણથી કાર્યસિદ્ધિ અવશ્ય થાય તે કારણરૂપ ઉધમ કરે ત્યાં તો અન્ય કારણો અવશ્ય મળે જ અને કાર્યની સિદ્ધિ પણ અવશ્ય થાય જ, તથા જે કારણથી કાર્યસિદ્ધિ થાય અથવા ન પણ થાય તે કારણરૂપ ઉદ્યમ કરે તો ત્યાં અન્ય કારણો મળે તો કાર્યસિદ્ધિ થાય, ન મળે તો ન થાય. હવે જિનમતમાં જે મોક્ષનો ઉપાય કહ્યો છે તેનાથી તો મોક્ષ અવશ્ય થાય જ, માટે જે જીવ શ્રી જિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો કાળલબ્ધિ વા ભવિતવ્ય પણ થઈ ચૂકયાં તથા કર્મનાં ઉપશમાદિ થયાં છે ત્યારે તો તે આવો ઉપાય કરે છે, માટે જે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે એવો નિશ્ચય કરવો.”
જુઓ, અહી કાર્યનાં સર્વ કારણો એક સાથે જ સમકાળ હોય છે એમ કહ્યું છે. જીવ પોતાના ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ-સન્મુખનો પુરુષાર્થ કરે ત્યારે જે સમકિત આદિ નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે જ ભવિતવ્ય છે, અને તે પર્યાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮-વિભુત્વશક્તિ : પપ તેના અકાળે પ્રગટ થઈ તે તેની કાળલબ્ધિ છે. કાળલબ્ધિ અને ભવિતવ્ય કાંઈ જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ એનાથી ભિન્ન વસ્તુ નથી. વળી તે જ વખતે કર્મના ઉપદમાદિ પણ સ્વયં નિમિત્તપણે હોય જ છે. આવો સહજ જ યોગ હોય છે. માટે પોતાના ત્રિકાળી એક જ્ઞાયકસ્વભાવની જે દૃષ્ટિ કરે છે તેને જ કાળલબ્ધિનું સાચું જ્ઞાન થાય છે બાકી ધારણાથી કાળલબ્ધિ-કાળલબ્ધિ એમ કહે, પણ તેને કાળલબ્ધિની ખબર નથી અર્થાત્ તેને કાળલબ્ધિ થઈ જ નથી. સમજાણું કાંઈ....? અહા ! આવો વીતરાગનો મારગ વીતરાગ માર્ગના અંતર-પુરુષાર્થથી પ્રગટ થાય છે.
જુઓ, પંચાસ્તિકાયની ગાથા ૧૭રમાં ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા કહ્યું છે. ત્યાં ટીકામાં કહ્યું છેવિસ્તારથી બસ થાઓ. જયવંત વર્તો વીતરાગપણું કે જે સાક્ષાત્મોક્ષમાર્ગનો સાર હોવાથી શાસ્ત્રતાત્પર્યભૂત છે.” આમ ચારે અનુયોગનો સાર વીતરાગતા છે. આ વીતરાગતા કયારે પ્રગટ થાય? કે ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવનો આશ્રય કરે ત્યારે પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે; નિમિત્ત, રાગ કે પર્યાયના આશ્રયે વીતરાગતા પ્રગટ થતી નથી. આમ ચારે અનુયોગનો સાર એ છે કે એક સ્વદ્રવ્યનો-નિજ જ્ઞાયકવસ્તુનો આશ્રય કરવો. સ્વદ્રવ્યનો આશ્રય કર્યા વિના પર્યાયના ક્રમબદ્ધપણાનું સાચું જ્ઞાન થતું નથી.
વળી પર્યાયના ક્રમને આડોઅવળો માને તેનું તો પરલક્ષી બાહ્ય જ્ઞાન પણ જૂઠું છે, તો પછી તેને દ્રવ્યદૃષ્ટિ કયાંથી પ્રગટ થાય ? પંચાસ્તિકાયમાં પર્યાયને અનિયત કહેલ છે ત્યાં પર્યાય આડી-અવળી કે કમરહિત આગળપાછળ થાય છે એવો તેનો અર્થ નથી; ત્યાં તો વિકારી વિભાવ પર્યાયને અનિયત કહેલ છે. વાસ્તવમાં વિકારી પર્યાય પણ ક્રમબદ્ધ સ્વકાળે પ્રગટ થાય છે. કોઈ પણ પર્યાય આઘીપાછી થાય એવો વસ્તુનો સ્વભાવ જ નથી, એવી વસ્તુ જ નથી.
દામનગરના એક શેઠ હતા. તેઓ દિગંબર શાસ્ત્રો વાંચતા, પણ તેમની દષ્ટિ વિપરીત હતી. તેમણે એક વાર અમને પૂછેલું કે-ચોવીસ તીર્થકર, બાર ચક્રવર્તી-એ બધા કાળે (સ્વકાળે) થાય છે માટે કાળલબ્ધિ આવે ત્યારે કાર્ય થાય. ત્યારે કહ્યું 'તું કે-કાળલબ્ધિનું જ્ઞાન કોને હોય છે–ખબર છે? જ્ઞાયકસ્વરૂપી ભગવાન આત્માનો જે આશ્રય કરે છે તેને કાળલબ્ધિનું સાચું જ્ઞાન હોય છે. બાકી કાળલબ્ધિ સામે માં તાકીને બેસે તેને કાળલબ્ધિ પાકતી જ નથી. સવારે આવ્યું હતું ને પ્રવચનમાં કે
સુદ્ધતા વિચારે ધ્યાવૈ, સુદ્ધતામેં કેલિ કરે;
સુદ્ધતામૈ થિરત્યે મગન, અમૃતધારા બરસૈ. અહાહા...! પોતાના શુદ્ધ એક સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્માનો જ્યારે આશ્રય લે, ત્યાં જ રમે, અને ત્યાં જ મગ્ન થઈ રહે તેને અમૃતધારાસ્વરૂપ વીતરાગતા પ્રગટ થાય છે; અને આ વીતરાગતા બાર અંગ અને ચૌદ પૂર્વનો સાર છે.
જિન સો હી આત્મા, અન્ય સો હી હૈ કર્મ;
યહી વચનસે સમજ લે, જિન પ્રવચનકા મર્મ, જિનસ્વરૂપ પોતે આત્મા છે; એક તેનો આશ્રય કરે તે જ ધર્મ છે. બાકી બધું કર્મ છે, સંસાર છે. આ ભગવાનની વાણીનો મર્મ નામ રહસ્ય છે. ભાઈ ! સમકિતથી માંડીને પૂરણ મોક્ષ સુધીની બધી જ દશા એક શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયે છે.
પણ અરે! જૈન કુળમાં-દિગંબરમાં જન્મેલાને પણ જૈન તત્ત્વની ખબર નથી ! કોઈ એક પંડિત કહેતા હતા કે-દિગંબર કુળમાં જન્મ્યા તે બધા સમ્યગ્દષ્ટિ છે, હવે વ્રત અને ચારિત્ર ધારણ કરી લે એટલે બસ કલ્યાણ થઈ જાય.
લ્યો, આવી વાત! હવે શું કહેવું? “મોક્ષમાર્ગ પ્રકાશક'માં પં. શ્રી ટોડરમલજીએ શ્વેતાંબરાદિને તો અન્યમત કહેલ છે, પણ ત્યાં જૈન કુળમાં જન્મેલા અને દિગંબર જૈનધર્મની બાહ્ય માન્યતા હોવા છતાં પણ જીવને અંદર સૂક્ષ્મ મિથ્યાત્વ રહી જાય છે તેનું વિસ્તારથી સાતમા અધિકારમાં વર્ણન કર્યું છે. ભાઈ ! કુળથી ને જન્મથી જૈનપણું નથી બાપુ! અહીં તો અંતરમાં-અંત:તત્ત્વમાં સમાઈ જાય તે જૈન છે. બાકી બહારના ક્રિયાકાંડ તો બધાં કર્મનાં કામ બાપુ! એનાથી કર્મ નામ સંસાર નીપજે, ધર્મ નહિ.
અહા ! મિથ્યાત્વ તે જ મૂળ સંસાર છે. આ બૈરાં-છોકરાં બધાં પર છે તેમાં સંસાર નથી અને પોતાના દ્રવ્યગુણમાંય સંસાર નથી. એક સમયની પર્યાયમાં મિથ્યાત્વાદિ ભૂલ છે, અને તે ભૂલ મટાડતાં (સ્વદ્રવ્યના આશ્રયે) મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. અહો ! દિગંબર સંતો-ભગવાન કેવળીના કેડાયતીઓએ માર્ગ બહુ ચોકખો સ્પષ્ટ કરીને બતાવ્યો છે. પણ શું થાય? લોકોનો ઝુકાવ બહારમાં (ક્રિયાકાંડમાં વા વિષયકષાયમાં) છે એટલે તેઓ શુદ્ધ તત્ત્વને જાણવા પ્રતિ ઉદ્યમશીલ થતા નથી !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
છએ દ્રવ્યમાં કાળલબ્ધિ છે. દ્રવ્યની પ્રત્યેક પર્યાય અકાળે પ્રગટ થાય તેનું નામ કાળલબ્ધિ છે, તે એની જન્મક્ષણ છે. પર્યાય પોતાના સ્વકાળે પ્રગટ થાય એવો જ જ્ઞયનો સ્વભાવ છે. શ્રી જયસેનાચાર્યદવે પ્રવચનસારના જ્ઞયાધિકારને સમ્યગ્દર્શનનો અધિકાર કહ્યો છે. જ્ઞયનો સ્વભાવ જ એવો છે કે જે સમયે જે પર્યાય થવાની હોય તે જ થાય; તે તેની જન્મક્ષણ છે એમ સમ્યગ્દષ્ટિ પ્રતીતિ કરે છે. સમ્યગ્દર્શનનો વિષય ભલે અભેદ એક જ્ઞાયક છે, પણ જ્ઞાનપ્રધાન શૈલીથી જ્ઞાન અને જ્ઞય-બન્નેની યથાર્થ પ્રતીતિને સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. એકલા દ્રવ્યની અભેદ દષ્ટિ તે સમ્યગ્દર્શન-એ દર્શનપ્રધાન કથન છે. જ્યારે
પ્રવચનસાર ગાથા ૨૪રમાં જ્ઞાનપ્રધાન શૈલીથી સમ્યગ્દર્શનની વ્યાખ્યા કરી છે. ત્યાં કહ્યું છે-“જ્ઞયતત્ત્વ અને જ્ઞાતૃતત્ત્વની તથા પ્રકારે (જેમ છે તેમ, યથાર્થ) પ્રતીતિ જેનું લક્ષણ છે તે સમ્યગ્દર્શનપર્યાય છે; શેયતત્ત્વ અને જ્ઞાતૃતત્ત્વની તથા પ્રકારે અનુભૂતિ જેનું લક્ષણ છે તે જ્ઞાનપર્યાય છે; જ્ઞય અને જ્ઞાતાની જે ક્રિયાન્તરથી નિવૃત્તિ તેના વડે રચાતી દષ્ટિજ્ઞાતૃતત્ત્વમાં પરિણતિ જેનું લક્ષણ છે તે ચારિત્રપર્યાય છે.”
જુઓ, અહીં જ્ઞાનપ્રધાન શૈલીથી સમ્યગ્દર્શનની વ્યાખ્યા છે. દષ્ટિપ્રધાન કથનમાં એકલા અભેદની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રરચિત આત્મસિદ્ધિમાં “અનુભવ, લક્ષ, પ્રતીત”—એમ શબ્દો આવે છે. ત્યાં અનુભવ તે ચારિત્રપર્યાય, લક્ષ તે જ્ઞાનની પર્યાય ને પ્રતીત તે શ્રદ્ધાની પર્યાય છે. પ્રવચનસારમાં અનુભવને જ્ઞાનપર્યાય કહી છે, તથા શુભરાગની ક્રિયાથી નિવૃત્તિ અને જાણનાર-દેખનાર સ્વભાવમાં રમણતાને ચારિત્રની પર્યાય કહી છે. નદશા અને પંચ-મહાવ્રતની ક્રિયા એ કાંઈ વાસ્તવિક ચારિત્ર નથી.
પ્રશ્ન- તો સમ્યગ્દર્શન બે પ્રકારનું છે?
ઉત્તર:- ના, સમ્યગ્દર્શન બે પ્રકારે નથી. સમ્યગ્દર્શન તો એકલી નિર્વિકલ્પ પ્રતીતિરૂપ એક જ પ્રકારનું છે; તેનું કથન બે પ્રકારે છે–એક દર્શનપ્રધાન અને બીજું જ્ઞાનપ્રધાન. પ્રવચનસારમાં જ્ઞાનપ્રધાન નિરૂપણ છે, સમયસારમાં દર્શનપ્રધાન નિરૂપણ છે.
અહાહા...! જે જીવ વિભુ એવા પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો વિશ્વાસ-પ્રતીતિ કરી તેમાં જ ઠરે છે તે અનંત ગુણની વિભૂતિ-અનંત ચતુષ્ટયાદિ નિજવૈભવને પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે અહીં વિભુત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
૯: સર્વદર્શિત્વશક્તિ “સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવારૂપે (અર્થાત્ સર્વ પદાર્થોના સમૂહરૂપ લોકાલોકને સત્તામાત્ર ગ્રહવારૂપે) પરિણમતા એવા આત્મદર્શનમયી સર્વદર્શિત્વશક્તિ.'
આખા વિશ્વને સામાન્યપણે ભેદ પાડ્યા વિના દેખે એવી સર્વદર્શિવશક્તિનું અહીં વર્ણન છે. આ જીવ છે, આ જડ અજીવ છે, આ ગુણ છે, આ ગુણી છે, આ ભવિ છે, આ અભવિ છે ઇત્યાદિ ભેદ પાડ્યા વિના સર્વ લોકાલોકને સામાન્ય સત્તાપણે દેખવારૂપ પરિણમતી એવી આત્મદર્શનમયી સર્વદર્શિત્વશક્તિ છે. લોકાલોકને સત્તામાત્ર સામાન્યપણે દેખે એટલે પદાર્થ છે બસ એટલું દેખે. આ આત્મા છે એમ ભેદ પાડે એ તો જ્ઞાન થઈ ગયું. દર્શન કોઈ ભેદ પાડતું નથી.
અહીં આ જે સર્વદર્શિત્વશક્તિ કહી છે તે આત્મદર્શનમયી છે.
ત્યારે કોઈ કહે છે-સર્વને દેખે એમ કહેતાં સર્વમાં અનંતા પર આવી ગયા, અને તેથી પરને દેખે એમ પણ આવી ગયું, તો આત્મદર્શનમયી કેવી રીતે છે? અર્થાત્ પૂરા લોકાલોકને દેખે તો તેની અપેક્ષા આવી કે નહિ?
સમાધાન - અરે ભાઈ ! સર્વદર્શિત્વશક્તિ દેખાવારૂપે પરિણમે તે આત્મદર્શનમયી પરિણામ છે. જરા સૂક્ષ્મ વાત છે. આત્મદર્શનમયી પરિણામ છે એટલે શું? કે અને દેખતાં સહજ જ આખા વિશ્વને દેખી લે છે, વિશ્વને દેખવા માટે વિશ્વ પ્રતિ ઉપયોગ જોડવો પડતો નથી. સર્વ શબ્દ સ્વ-પર સહિત આખું લોકાલોક આવી ગયું. સર્વને દેખે છે એમ કહીએ એમાં પર દેખે છે એમ પણ આવી ગયું પણ પરને દેખે છે એમ કહીએ એ તો અસદભૂત વ્યવહારનય છે. બાકી સર્વદર્શિત્વશક્તિના દેખવારૂપ જે પરિણામ થાય તે આત્મદર્શનમયી પરિણામ છે, સ્વાશ્રયી પરિણામ છે. તેમાં પરની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯-સર્વદર્શિત્વશક્તિ : પ૭ -લોકાલોકની કોઈ અપેક્ષા નથી. અહાહા...! પોતામાં સર્વદર્શિત્વશક્તિનું સ્વરૂપ છે તે પરિણમતાં તે શક્તિ આત્મદર્શનમયી થાય છે. એમાં પરને દેખું એમ વાત જ નથી. જે આત્મદર્શનમય પરિણામ છે, તે કાંઈ પરદર્શનમય થતું નથી.
આખું વિશ્વ, અનંતા દ્રવ્ય, તેના ગુણો તથા તેની પર્યાયો-આ આખું લોકાલોક સામાન્ય સત્તાપણે મહાસત્તારૂપ છે. મહાસત્તા નામની કોઈ ભિન્ન સત્તા છે એમ નથી, પણ બધું છે , છે.. , છે એવું ભેદ પાડ્યા વિના સામાન્યરૂપે જે હોવાપણું તેને મહાસત્તા કહે છે. આ મહાસત્તાને ગ્રહવારૂપે પરિણમિત આત્મદર્શનમયી સર્વદર્શિત્વશક્તિ છે. આ સર્વદર્શિત્વશક્તિ અને શક્તિવાન આત્મદ્રવ્ય-એવો ભેદ દૂર કરી ત્રિકાળી આત્મદ્રવ્યની અભેદદષ્ટિ કરતાં શક્તિનું પર્યાયમાં પરિણમન થાય છે, અને તે આત્મદર્શનમયી છે એમ કહે છે. સમજાણું કાંઈ...?
અહાહા...! પરમાત્મા કેવળી કહે છે–આત્મામાં જેમ જીવત્વ, ચિતિ, દ્રશિ આદિ શક્તિઓ છે તેમ તેમાં અનાદિ-અનંત એક સર્વદર્શિત્વ નામની શક્તિ છે. એમ તો દશિશક્તિમાં આ સર્વદર્શિત્વશક્તિ ગર્ભિત છે. પણ દશિશક્તિમાં ત્યાં સર્વદર્શીપણાની વાત ન કરી તે કારણે આ સર્વદર્શિવશક્તિ અલગથી દર્શાવી છે. અહા ! સર્વદર્શિત્વશક્તિનું ધરનાર ત્રિકાળી આત્મદ્રવ્ય જ્યાં દષ્ટિમાં આવ્યું કે સર્વદર્શિત્વશક્તિનું પર્યાયમાં પરિણમન થયું અને ત્યારે સ્વ-પરને સર્વને દેખવાની પર્યાય પોતામાં પોતાથી પોતારૂપ સહજ જ પ્રગટ થઈ છે. સર્વ-લોકાલોક છે તો તે દેખવારૂપ પર્યાય અહીં પ્રગટ થઈ છે એમ નથી, અને તેમાં સર્વને-લોકાલોકને દેખવાની અપેક્ષા છે એમ પણ નથી; કેમકે સર્વદર્શિવશક્તિ આત્મદર્શનમયી છે.
સર્વદર્શિવશક્તિ પરિણત થતાં સર્વને દેખે તેમાં પરની અપેક્ષા છે એમ નથી, સર્વને દેખવારૂપ પરિણામ સહજ જ પોતામાં પોતાને કારણે પ્રગટ થયા છે. આ વિષય પર સં. ૧૯૮૩ માં એક ચર્ચા થયેલી. જામનગરમાં એક મુમુક્ષુ વકીલ હતા. તેમને દિગંબર શાસ્ત્રોનો સૌથી પ્રથમ અભ્યાસ હતો. તેમની સાથે એક દામનગરના શેઠને ચર્ચા થઈ. શેઠ કહે કે-લોકાલોક છે તો સર્વજ્ઞપર્યાય પ્રગટ થાય છે. અહીં વકીલ કહે–એમ નહિ, સર્વજ્ઞપર્યાય પોતાના કારણે પ્રગટ થાય છે, લોકાલોક છે માટે સર્વજ્ઞદશા છે એમ છે નહિ. પછી તે બન્ને આવ્યા અમારી પાસે. ત્યારે અમે કહ્યુંભાઈ ! આત્મા જ્ઞસ્વરૂપ-સર્વજ્ઞસ્વરૂપ છે. તેને પસંબંધી ને પોતાસંબંધી જાણવાની જ્ઞાનની જે પર્યાય પ્રગટ થાય તે પોતામાં પોતાથી થાય છે, પરના કારણે નહિ. લોકાલોક છે માટે ભગવાન કેવળીને સર્વજ્ઞદશા પ્રગટ થઈ છે એમ છે નહિ.
' અરે ભગવાન! તારામાં કેટલી અપાર ઋદ્ધિ ભરી છે–તને તેની ખબર નથી! તું પરમાં મૂઢ થયો છો, પણ આંહી આચાર્યદવ કહે છે–તારામાં એક સર્વદર્શિત નામની શક્તિ ત્રિકાળ પડી છે. તેનો આધાર અંદર ત્રિકાળી દ્રવ્ય છે. અહા ! તે ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લેતાં સર્વદર્શિત્વશક્તિનું પર્યાયમાં સ્વપરને દેખવારૂપ પરિણમન થાય છે તે, કહે છે, આત્મદર્શનમયી છે, તે પરિણમન પરદર્શનમય નથી, પરના લક્ષે થયું નથી, પરમય નથી. હવે આમાં કેટલાકને કાંઈ ફરક ન લાગે, પણ આમાં તો પૂર્વ-પશ્ચિમનો ફેર છે ભાઈ !
આ સર્વદર્શિત્વશક્તિ છે તે પોતાના સહજ સ્વભાવરૂપ પરિણામિકભાવે છે. અહાહા...! જેમ સહજ સ્વાભાવિક પરિણામિકભાવમય આત્મા છે તેમ તેની સર્વદર્શિત્વશક્તિ પારિણામિકભાવરૂપ છે. તેમાં કોઈ પરનીનિમિત્તની અપેક્ષા નથી. અહાહા...! પરિણામિકભાવમય નિજ ત્રિકાળી આત્મદ્રવ્યનો આશ્રય લેતાં પર્યાયમાં સર્વદર્શિત્વશક્તિનું પરિણમન થાય છે તે ક્ષાયોપથમિક કે ક્ષાયિકભાવરૂપ હોય છે. શક્તિની પૂર્ણ પર્યાય તે ક્ષાયિકભાવ છે, ને તેની અધુરી પર્યાય તે ક્ષાયોપથમિકભાવરૂપ છે, સાથે સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્રની પર્યાય પ્રગટે છે તે ઔપથમિક, ક્ષાયોપથમિક કે ક્ષાયિકભાવે હોય છે, ને તે કાળે જે રાગ બાકી છે તે ઔદયિકભાવ છે. જુઓ, સાધક આત્માને
-પ્રતીતિ ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિકભાવરૂપ હોય છે, –ચારિત્રની દશા ઉપશમ કે ક્ષયોપશમભાવરૂપ હોય છે. અને -જ્ઞાન-દર્શન ક્ષયોપશમભાવરૂપ હોય છે.
સમસ્ત વિશ્વના સામાન્યભાવને દેખવારૂપે પરિણત એવી આત્મદર્શનમયી સર્વદર્શિત્વશક્તિ-આમ કહ્યું છે એમાં “પરિણત” શબ્દ કહ્યો છે તે સૂક્ષ્મ અર્થનું સુચન કરે છે. શરૂઆતમાં જ એમ કહ્યું હતું કે કમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો-જ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળો અનંત ધર્મસમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે, તે સઘળોય ખરેખર એક આત્મા છે. અહીં ક્રમમાં વિકારી પરિણામની વાત જ નથી, કેમકે આત્માની શક્તિઓ ત્રિકાળ શુદ્ધ જ છે ને તેની પરિણતિ ક્રમસર શુદ્ધ જ થાય છે એમ અહીં વાત છે. જે શક્તિઓ-ગુણ છે તે અક્રમરૂપ છે, અને તેની વ્યક્તિઓ ક્રમસર શુદ્ધ છે એમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ વાત છે. તે ક્રમરૂપ અને અક્રમરૂપ ધર્મોના સમૂહને આત્મા કહ્યો છે.
“પરિણત’ શબ્દની સૂક્ષ્મતા ઉપર વિચાર આવેલ છે તેનું સ્પષ્ટીકરણ કરીએ છીએ. અમારે તો આખો દિ' તત્ત્વવિચાર એ જ ધંધો છે ને! ' અરે ભાઈ ! આત્મામાં જો દર્શન ગુણ ન હોય તો આત્મવસ્તુ અદશ્ય થઈ જાય; ને આત્મવસ્તુ અદશ્ય થાય તો સર્વવતુ અદશ્ય થાય. એમ થતાં સર્વ જ્ઞયવસ્તુનો અભાવ ઠરે. માટે દર્શન ગુણ પ્રધાન છે, સર્વદર્શિત્વ પ્રધાન છે.
અધ્યાત્મ પંચસંગ્રહમાં એમ કહ્યું છે કે અવિને જ્ઞાન છે પણ જ્ઞાનની પરિણતિ નથી. અભવિ જીવને ૧૧ અંગ અને ૯ પૂર્વની લબ્ધિ હોય છે. આ જ્ઞાન છે, પણ જ્ઞાનની પરિણતિ નથી. અહા ! એક આચારાંગમાં અઢાર હજાર પદ હોય છે, ને એક પદમાં ૫૧ ક્રોડથી ઝાઝા શ્લોક હોય છે. તેનાથી બમણું સૂયડાંગ, એમ ઉત્તરોત્તર બમણા બમણા અગિયાર અંગ અને નવ પૂર્વનું જ્ઞાન અભવિ જીવને હોય છે, પણ તેને જ્ઞાનની પરિણતિ નથી, પરિણત જ્ઞાન નથી, કેમકે જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માનો આશ્રય તેને નથી. સ્વ-આશ્રયે જે જ્ઞાન પ્રગટ થાય તેને જ્ઞાનપરિણતિ કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ...?
અધ્યાત્મ પાંચસંગ્રહમાં દષ્ટાંત આપ્યું છે. સીતાજીને છોડાવવા માટે રાવણ સાથે લક્ષ્મણજીને યુદ્ધ થયું ત્યારે રાવણે લક્ષ્મણજીને શક્તિ મારી. તે વડે લક્ષ્મણ બેશુદ્ધ થઈ ગયા. તે પ્રસંગે રામચંદ્રજી મૂચ્છિત લક્ષ્મણજીને સંબોધીને કહે છે
‘તા ત્યારે ત્રણ જણા ને, જાશું એકાએક; માતાજી ખબર પૂછશે ત્યારે શા શા ઉત્તર દઈશ?
લક્ષ્મણ જાગ ને હોજી, બોલ એક વાર જી હે લક્ષ્મણ ! સીતાજીને રાવણ લઈ ગયો, તું આમ બેશુદ્ધ થઈ ગયો. માતા પાસે હવે હું શું જવાબ આપીશ? માટે ભાઈ, જાગ! બંધુ! એક વાર બોલ. આમ રામચંદ્રજી શોકાતુર થઈ વિલાપ કરે છે. ત્યારે તેમને કોઈ નિમિત્તજ્ઞાનીએ કહ્યું, –ભરતના રાજ્યમાં એક રાજાની એક કુંવારી કન્યા વિશલ્યા છે. તેને એવી લબ્ધિ પ્રગટ છે કે તેના સ્નાનનું જળ લક્ષ્મણજી પર છાંટવામાં આવે તો લક્ષ્મણજી મૂ તજી તત્કાલ બેઠા થશે.
આ વિશલ્યા તે કોણ ? તે પૂર્વ ભવમાં ચક્રવર્તીની પુત્રી હતી. તેને કોઈએ જંગલમાં છોડી દીધેલી. ત્યાં એક મોટો અજગર તેને ગળી ગયો. જરા મોટું બહાર હતું ત્યાં તેના પિતા જંગલમાં ત્યાં આવી પહોંચ્યા અને બાણથી અજગરને મારવાની તૈયારી કરી. તો કન્યાએ પિતાને કહ્યું, -પિતાજી, અજગરને મારશો મા; મેં તો યાવત્ જીવન અન્ન-જળનો ત્યાગ કર્યો છે. હું હવે કોઈ રીતે બન્યું એમ નથી, માટે અજગરને નાક મારશો નહિ. અહા ! કેવી દ્રઢતા! ને કેવી કરુણા! આ કન્યા મરીને ભારતના રાજ્યમાં એક રાજાને ત્યાં રાજકુંવરી વિશલ્યા થઈ અવતરી.
સૈનિકો એ કન્યાને લઈ આવ્યાં. વિશલ્યાએ જેવો લશ્કરના પડાવમાં પ્રવેશ કર્યો કે ઘાયલ થયેલા સૈનિકોના ઘાવ ક્ષણમાત્રમાં જ આપોઆપ રૂઝાઈ ગયા અને તેનું સ્નાનજળ જેવું લક્ષ્મણજી પર છાંટવામાં આવ્યું કે તરત લક્ષ્મણજીની મૂચ્છ ઉતરી ગઈ અને તેઓ ભાનમાં આવ્યા, ક્ષણવારમાં લક્ષ્મણજી ઊભા થઈ ગયા, રાવણે મારેલી શક્તિ ખુલી ગઈ. પછી તો વિશલ્યા સાથે લક્ષ્મણજીએ લગ્ન કર્યા.
અહીં સિદ્ધાંત એમ છે કે-ત્રિકાળ જ્ઞાનાનંદ-સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા નિર્મળ પરિણતિરૂપ રમણી સાથે જોડાય છે ત્યાં તેના અનંત ગુણોરૂપ શક્તિ પર્યાયમાં ખુલી જાય છે. શક્તિવાન દ્રવ્ય સાથે જોડાઈને જે નિર્મળ દશા અંદર પ્રગટી તેને અહીં “પરિણત” કહી છે. શક્તિ પર્યાયમાં ખીલે નહિ, કાર્યરૂપ પરિણમે નહિ તો શક્તિ પડી છે તેનો શો લાભ! સર્વદર્શિત્વશક્તિ દેખવારૂપ પરિણત કહી ત્યાં શક્તિની નિર્મળ પ્રગટતાની વાત છે, અને તે પ્રગટતા આત્મદર્શનમય છે, પરદર્શનમય નથી એમ કહે છે.
આ અધ્યાત્મ વાણી બહુ સુક્ષ્મ ભાઈ ! હવે શુભભાવમાં ધર્મ માની સંતુષ્ટ છે તેને આ ગળે કેમ ઉતરે? પણ શુભભાવ એ કાંઈ અપૂર્વ નથી ભાઈ ! પૂર્વે અનંત વાર જીવે શુભભાવ કર્યા છે. અહા ! નવમી રૈવેયકના અહમિન્દ્ર પદને પામે એવા શુક્લલેશ્યાના પરિણામ આ જીવે અનંતવાર કર્યા છે. આવે છે ને કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦-સર્વજ્ઞત્વશક્તિ : ૧૯ મુનિવ્રત ધાર અનંત બાર, ગ્રીવક ઉપજાયો.' અહા ! આ શુકલેશ્યા જુદી ચીજ છે, ને શુક્લધ્યાન જુદી ચીજ છે, શુક્લધ્યાન તો ભાવલિંગી મુનિવરને શ્રેણી ચઢે ત્યારે સમ્યગ્દર્શનપૂર્વક હોય છે. જ્યારે શુક્લલેશ્યરૂપ પરિણામ તો અવિને પણ થાય છે. બહુ ઉજળા અતિ મંદકપાયરૂપ પરિણામ તે શુક્લલેશ્યા છે. શુક્લ લેશ્યાવાળો જીવ છઠ્ઠી દેવલોકમાં જાય છે. નવમી રૈવેયક જનારા જીવને તો ઘણા ઉંચા શુક્લલશ્યાના શુભભાવ મંદકષાયરૂપ હોય છે. છઠ્ઠી દેવલોકમાં સમ્યગ્દષ્ટિ પણ જાય તો શુક્લલશ્યાના તેને પરિણામ હોય છે; પરંતુ નવમી રૈવેયક જનારને તો અહા ! એથીય અધિક કેવા ઉંચા મંદકષાયરૂપ શુક્લલશ્યાના પરિણામ હોય છે! છતાં આ ભાવ ધર્મ નથી, એ તો કષાયનો જ અંશ છે, આકુળતામય છે. તે ધર્મરૂપ નહિ ને ધર્મનું કારણેય નહિ.
આ શક્તિનો અધિકાર ચાલે છે. ભગવાન આત્મામાં અનંત શક્તિઓ છે. અહીં આચાર્યદેવે ૪૭ શક્તિનું અતિ સૂક્ષ્મ અને અલૌકિક વર્ણન કર્યું છે. ક્રમરૂપ પરિણત અને અક્રમરૂપ પ્રવર્તતા અનંત ધર્મોના સમુદાયને અહીં આમાં કહ્યો છે. એકલી શક્તિઓ પડી છે એમ વાત નથી; શક્તિઓનો ભંડાર પર્યાયમાં ખોલી નાખ્યો છે. હવે આવી અદભુત મૂળ ચીજ પોતાની સમજતા નથી ને લોકો વિરોધ કરે છે! પણ આ ભગવાન કેવળીનો પરમ સત્ય માર્ગ છે.
શ્રીમદના એક પત્રમાં આવે છે કે–ચોથા ગુણસ્થાને સમ્યગ્દષ્ટિને કેવળજ્ઞાન શ્રદ્ધાપણે પ્રગટ થયું છે. એટલે શું? કેવળજ્ઞાન પરિણમનરૂપે પર્યાયમાં તો તેરમાં ગુણસ્થાને પ્રગટ થશે. પરંતુ ચોથા ગુણસ્થાનવાળાને પોતાના શ્રદ્ધાનમાં કેવળજ્ઞાનની પ્રતીતિ થઈ છે તેથી તેને શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે એમ કહીએ છીએ. શક્તિનું અને શક્તિની અંશરૂપ ને પૂરણસ્વરૂપ પ્રગટતાનું સમકિતીને યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન હોય છે અને તેથી શ્રદ્ધાપણે સમકિતીને કેવળજ્ઞાન ને મોક્ષ થયો છે એમ કહેવામાં આવે છે.
અરે, પોતાના નિધાન પર નજર નાખે તો સમજાય ને? અહા ! જ્યાં પોતાના નિધાન પર નજર નાખે કે તરત નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. તેમાં વિકારની તો ગધેય નથી. જે નિર્મળ પરિણામ પ્રગટ્યા તે ભાવરૂપ છે, ને તેમાં વિકારી ભાવનો અભાવ છે. આનું નામ અનેકાન્ત છે. શક્તિ અંદર પડી છે તે સ્વાભિમુખ થતાં જ અંદર ખીલી જાય છે. અહા ! પોતાની પરિણતિરૂપી રમણી સાથે રમતાં-અંતર એકાગ્ર થઈને રમણતા કરતાં–તે નિરાકુલ આનંદના ભોગ દે છે; અહા ! આવું છે આનંદનું જન્મસ્થાન ! આનું નામ ધર્મ ને આ મોક્ષનો મારગ છે. બાકી બધાં થોથાં છે. આ શક્તિના વર્ણનમાં બે વાત મુખ્યપણે સમજવા જેવી કહી છે.
(૧) શક્તિને પરિણત કહી છે.
(૨) તે આત્મદર્શનમયી છે, પરદર્શનમયી નથી. આ પ્રમાણે આ સર્વદર્શિત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
૧૦ઃ સર્વજ્ઞત્વશક્તિ સમસ્ત વિશ્વના વિશેષ ભાવોને જાણવારૂપે પરિણમતા એવા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ.'
બધું છે” બસ એટલી જ વાત દર્શનશક્તિમાં હતી. ભેદ પાડયા વિના સામાન્યપણે આખું વિશ્વ, લોકાલોક અતિરૂપે છે એમ દર્શનશક્તિમાં દેખવામાં આવે છે. આ આત્મા છે, આ જડ છે, આ સિદ્ધ છે, આ સાધક છે, આ ગુણ છે, આ પર્યાય છે–એવો ભેદ દર્શનશક્તિનો વિષય નથી. વિશ્વના જે અનંતા વિશેષ ભાવો છે તે બધાયને વિશેષપણે ભિન્ન ભિન્ન જાણે એવી આત્માની સર્વજ્ઞત્વશક્તિ છે. જાણે એટલું જ હોં; એમાં ઠીક-અઠીક કરે એ સર્વજ્ઞત્વશક્તિનું કામ નથી. સમજાણું કાંઈ...?
અધ્યાત્મ પંચસંગ્રહમાં કહ્યું છે કે એક સમયમાં સર્વને ભેદ પાડયા વિના અસ્તિત્વરૂપે દેખવું તે સર્વદર્શિત્વ શક્તિનું કાર્ય છે, અને તે જ સમયમાં સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયને ભિન્ન ભિન્ન ભેદ પાડીને જાણવું તે સર્વજ્ઞત્વશક્તિનું કાર્ય છે. તે બન્ને પર્યાય એક સમયમાં એકીસાથે છે. અહો ! એક પર્યાય એક જ સમયમાં સર્વને સામાન્યપણે સત્તારૂપે દેખે અને બીજી પર્યાય તે જ સમયમાં સર્વને વિશેષપણે ભેદ પાડીને જાણે એવો આત્મામાં કોઈ અદભુતરસ છે. ત્યાં નવ રસ વર્ણવ્યા છે તેમાં અદ્દભુતરસનું આવું અલૌકિક વર્ણન કર્યું છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬O : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અહો ! ભગવાન આત્મા દિવ્ય ચિત્યમત્કાર પ્રભુ છે. એના નિર્ણયમાં અનંતા કેવળી–સિદ્ધ ભગવંતો સહિત સર્વ લોકાલોકના વિશેષ ભાવોનો નિર્ણય સમાઈ જાય છે. અહા! આ સર્વદર્શિત્વ અને સર્વજ્ઞત્વશક્તિ તો મહા આશ્ચર્યકારી છે. અહા ! સર્વ લોકાલોકના અનંતા ભાવોને દેખું-જાણે પણ તે પ્રતિ (જ્ઞાન-દર્શનનો) ઉપયોગ જોડવો પડે નહિ, અને કયાંય પરનો આશ્રય નહિ. ગજબ વાત છે પ્રભુ! ચૈતન્યસ્વભાવમય આત્માનો આ અદ્દભુત રસ છે; અહા ! જેમાં વીતરાગી વીરતાનો વીરરસ ને અનાકુળ આનંદરૂપ શાંતરસ સમાય છે–એવો આત્માનો આ અલૌકિક અભુત રસ છે. | સર્વ લોકાલોકને સત્તામાત્ર સામાન્ય દેખવારૂપે પરિણમે છે તે સર્વદર્શિવશક્તિ છે, અને તે જ સમયમાં વિશ્વના સમસ્ત વિશેષ ભાવોને ભેદ પાડીને જાણવારૂપ પરિણમે તે સર્વજ્ઞત્વશક્તિ છે. વિશેષ ભાવો શું? વિશેષ ભાવોમાં ત્રિકાળી દ્રવ્યસ્વભાવ, ગુણભાવ, પર્યાયભાવ, એકેક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિચ્છદ, ત્રણે કાળના અનંતા કેવળી ભગવંતો સહિત સર્વ અનંતા દ્રવ્યો જાણવામાં આવે છે. અહા! કેવળી ભગવાન કે જેમના જ્ઞાનમાં લોકાલોક જણાય-એવા અનંતા કેવળી ભગવંતો કેવળજ્ઞાનની એક પર્યાયમાં જણાય તે કેવળજ્ઞાનની એક સમયની પર્યાયની તાકાત કેટલી ? નિગોદિયા જીવને અક્ષરના અનંતમા ભાગે જ્ઞાનનો વિકાસ છે. તેમાં અનંત અવિભાવ પ્રતિચ્છેદ હોય છે. કેવળજ્ઞાનની પર્યાયનું તો શું કહેવું? અહાહા...! કેવળજ્ઞાનની એક પર્યાયમાં અનંત અનંત અવિભાગ પ્રતિચ્છેદો છે. તેને ભિન્ન ભિન્ન કરીને ભગવાન કેવળી જાણે એવું કેવળજ્ઞાનનું અપાર અપરિમિત અનંત સામર્થ્ય છે. અહા ! પ્રત્યેક જીવમાં આવી સર્વજ્ઞત્વશક્તિ અંદર ત્રિકાળ પડી છે. પણ તેની અંતર્મુખ થઈ પ્રતીતિ કરે તો ખબર પડે ને? સ્તવનમાં આવે છે કે
પ્રભુ તુમ જાણગ રીતિ, સૌ જગ દેખતા હો લાલ;
નિજ સત્તાએ શુદ્ધ, સૌને પેખતા હો લાલ. અહા ! નિગોદના જીવ પણ સત્તાએ શુદ્ધ ત્રિકાળ એક જ્ઞાયકભાવસ્વરૂપ છે એમ હું ભગવાન ! આપે કેવળજ્ઞાનમાં જોયું છે. ભાઈ ! આ પુણ્ય-પાપના ભાવ થાય તે કાંઈ આત્મા નથી. ગંભીર વાત છે પ્રભુ! નિગોદના જીવ પણ સ્વભાવે શક્તિ-અપેક્ષા શુદ્ધ છે; પર્યાયમાં અશુદ્ધતા છે, પણ એ તો એક સમયની છે. એક સમયની પર્યાયમાં ભૂલ છે, બાકી વસ્તુ તો અંદર ત્રિકાળ શુદ્ધ પડી છે. અહા ! આવી નિજ આત્મવસ્તુમાં એકાગ્ર થઈને પ્રવર્તે ત્યાં સર્વજ્ઞસ્વભાવની પ્રતીતિ પ્રગટ થાય છે, હું સર્વજ્ઞસ્વભાવી છું એમ ત્યારે નિશ્ચય થાય છે, પરંતુ અલ્પજ્ઞપણું માને ત્યાં સુધી સર્વજ્ઞસ્વભાવની પ્રતીતિ નથી, અર્થાત્ ત્યાં સુધી તેને સર્વજ્ઞસ્વભાવ પરિણત નથી. સમજાય છે કાંઈ...?
અહાહા...! પોતે શુદ્ધ એક જ્ઞાનાનંદ-સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે એમ નિશ્ચય કરી તેમાં એકાગ્ર થતાં મારો સર્વજ્ઞસ્વભાવ છે અર્થાત્ મારો કેવળજ્ઞાન એટલે એકલો જ્ઞાનસ્વભાવ છે એમ કેવળજ્ઞાનસ્વભાવની શ્રદ્ધા-પ્રતીતિ પ્રગટ થાય છે. અહા ! ચોથે ગુણસ્થાને આમ કેવળજ્ઞાનસ્વભાવની જેને પ્રતીતિ પ્રગટ થઈ છે તેને શ્રદ્ધાપણે કેવળજ્ઞાન પ્રગટ થયું છે. જ્ઞાનની કેવળજ્ઞાનરૂપ પૂર્ણ દશા તો તેરમાં ગુણસ્થાને થાય છે, પણ પોતાના શુદ્ધ સર્વજ્ઞસ્વભાવની પ્રતીતિ થતાં પર્યાયમાં શક્તિનું પરિણમન થયું, શક્તિ પરિણત થઈ તેને ત્યાં શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. આવી વાત ! હવે આમાં કેટલાકને એમ લાગે કે ધર્મનો આ કઈ જાતનો ઉપદેશ?
અરે ભાઈ ! ત્રિકાળી ધ્રુવ અખંડ એક જ્ઞાયકસ્વભાવી આત્મદ્રવ્યની દષ્ટિ-પ્રતીતિ કરતાં અજ્ઞાનજન્ય પરનો મહિમા ઉડી જાય છે, પરિણામ સ્વમાં-સ્વસ્વરૂપમાં વિશ્રાંત થાય છે, ઠરે છે, ને આત્મામાં દર્શન, જ્ઞાન, શ્રદ્ધા, સુખ, વીર્ય, પ્રભુત્વ આદિ અનંત શક્તિઓનું નિર્મળ નિર્મળ પરિણમન એક સાથે ઉછળે છે, પ્રગટે છે. આ જ ધર્મ ને આ જ મોક્ષમાર્ગ છે. સાધ્ય આત્માની આ રીતે જ સિદ્ધિ થાય છે. આ સિવાય વ્રત પાળવાં, દયા પાળવી ઇત્યાદિ વ્યવહાર-રાગ કાંઈ ધર્મ નથી, ધર્મનું સાધનેય નથી, વાસ્તવમાં તો તે રાગ હોવાથી બંધનસ્વરૂપ જ છે. અરે પ્રભુ ! રાગની મમતાની આડમાં તારાં પરમ નિધાન તારી નજરમાં આવ્યાં નહિ!
અહીં કહે છે-આત્મામાં વિશ્વના વિશેષ ભાવોને જાણવારૂપે પરિણત એવા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞ આમાં એકલી શક્તિની વાત નથી, પણ પરિણત થયેલી આત્મજ્ઞાનમયી શક્તિની વાત છે. અંદર સર્વજ્ઞત્વશક્તિ પડી છે તેની પરિણતિ પ્રગટ થઈ છે તે આત્મજ્ઞાનમયી છે. આત્માને એકને જાણવારૂપે પરિણત થાય એવી સર્વજ્ઞત્વશક્તિ છે.
તો શું તે (-પરિણતિ) પરને જાણતી નથી ?
પરને જાણતી નથી એમ કયાં વાત છે? પરને જાણવા પ્રતિ તે સાવધાન નથી, પરમાં તે તન્મય નથી. પરમાં તન્મય થઈને પરને જાણતી નથી એમ વાત છે. તેથી પરને જાણે છે એમ કહીએ તે અસદ્દભૂત વ્યવહારનય છે. જેમાં પર–લોકાલોક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦–સર્વજ્ઞત્વશક્તિ : ૬૧ ઝળકે છે એવી પોતાની પર્યાયને પોતામાં તન્મય થઈને જાણે છે. નિયમસાર, ગાથા ૧૬૬માં શ્રી કુંદકુંદાચાર્યદવ કહે છે:
પ્રભુ કેવળી દેખે નિજાત્માને, ન લોકાલોકને;
-જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે? નિશ્ચયથી કેવળી ભગવાન આત્મસ્વરૂપને દેખે છે, લોકાલોકને નહિ એમ જો કોઇ કહે તો તેને શો દોષ છે? અર્થાત્ કાંઈ દોષ નથી. અહીં નિશ્ચય-વ્યવહાર સંબંધી એમ સમજવું કે-જેમાં સ્વની જ અપેક્ષા હોય તે નિશ્ચય-કથન છે, અને જેમાં પરની અપેક્ષા આવે તે વ્યવહાર-કથન છે. માટે કેવળી ભગવાન લોકાલોકને-પરને જાણે-દખે છે એમ કહેવું તે વ્યવહાર-કથન છે, અને ભગવાન કેવળી સ્વાત્માને જાણે-દેખે છે એમ કહેવું તે નિશ્ચય છે. નિયમસાર, ગાથા ૧૬૯માં કહ્યું છે કે
પ્રભુ કેવળી જાણે ત્રિલોક-અલોકને, નહિ આત્મને;
-જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે? વ્યવહારથી કેવળી ભગવાન લોકાલોકને જાણે છે, આત્માને નહિ એમ જો કોઈ કહે તો તેને શો દોષ છે? અર્થાત કાંઈ દોષ નથી.
નિયમસારના શુદ્ધોપયોગ અધિકારના શ્લોક ૨૮૫માં મુનિરાજ કહે છે:
તીર્થનાથ ખરેખર આખા લોકને જાણે છે અને તેઓ એક, અનઘ (નિષ), નિજ સૌખ્યનિષ્ઠ (નિજ સુખમાં લીન) સ્વાત્માને જાણતા નથી-એમ કોઈ મુનિવર વ્યવહારમાર્ગથી કર્યું તો તેને દોષ નથી.”
આમ જ્ઞાની-ધર્મી પુરુષ જે વિવક્ષાથી વાત કહે તે વિવક્ષા યથાર્થ સમજવી જોઈએ. નિશ્ચયથી કેવળી ભગવાન સ્વાત્માને જાણે છે, લોકાલોકને નહિ; ને વ્યવહારથી કેવળી ભગવાન લોકાલોકને જાણે છે, સ્વાત્માને નહિઆમ આ બન્ને કથન વિવક્ષાથી બરાબર છે.
પણ આમાં સમજવું શું?
ભગવાન લોકાલોકને જાણતા નથી એમ વાત નથી. પરંતુ ભગવાનનો ઉપયોગ ખરેખર અંતર્મુખ સ્વરૂપપ્રત્યક્ષ અને સ્વરૂપનિષ્ઠ છે, તે લોકાલોકમાં તન્મય નથી, લોકાલોકમાં જોડાઈને ઉપયુક્ત નથી. પરંતુ નિજાનંદરસલીન છે. જો લોકાલોકને, તેમાં તન્મય થઈને જાણે તો નર્નાદિ ક્ષેત્રના દુ:ખનું વદન તેને થવાનું બને. પણ એમ છે નહિ. તેથી જ કહ્યું કે ભગવાન લોકાલોકને વ્યવહારથી જાણે છે. આનું નામ તે સર્વજ્ઞત્વશક્તિ પૂર્ણભાવે પરિણત થતાં જે કેવળજ્ઞાન થયું તે આત્મજ્ઞાનમયી છે, પરજ્ઞાનમય નથી. ગંભીર સૂક્ષ્મ વાત છે ભાઈ !
અહા ! આત્માના જીવત્વ, પ્રભુત્વ આદિ અનંતગુણોમાં એક સર્વજ્ઞત્વશક્તિ પણ ભેગી પરિણમી રહી છે. અરે, લોકોને પોતાના અંતર નિધાનની-ચૈતન્યનિધાનની ખબર નથી. અહા ! આ સર્વજ્ઞત્વશક્તિની પૂર્ણ પ્રગટતા તે સર્વશતા અથવા કેવળજ્ઞાન છે. આ કેવળજ્ઞાન તે સ્વલક્ષે સ્વરૂપની એકાગ્રતાથી ખીલ્યું છે, કાંઈ પરના જગતના લક્ષ ખીલ્યું છે એમ નથી. ભાઈ ! જગત છે માટે કેવળજ્ઞાન પ્રગટયું છે એમ નથી. જગત તો ત્રિકાળ અનાદિ-અનંત છે. જો તેને લઈને જ્ઞાન થતું હોય તો અનાદિથી જ પ્રત્યેક જીવને કેવળજ્ઞાન હોવું જોઈએ. પણ એમ છે નહિ. એ તો જીવ જ્યારે સ્વમાં એકાગ્ર થઈ, સ્વદ્રવ્યને જ કારણપણે ગ્રહીને સ્વસ્થિત પરિણમે છે ત્યારે કેવળજ્ઞાન થાય છે, અને તેમાં જગત આખું શેયપણે ઝળકે છે. ત્યાં શક્તિનું પરિણમન સ્વાશ્રિત છે, પરાશ્રિત નથી, આત્મજ્ઞાનમય છે, પરજ્ઞાનમય નથી. અહા ! સર્વજ્ઞતા એ તો શક્તિની સ્વ-આશ્રયે પૂરણ પ્રસિદ્ધિ છે. પણ શું થાય ? ‘સર્વજ્ઞ’ સાંભળતાં જ અજ્ઞાનીઓને બહારના જ્ઞયો પ્રતિ લક્ષ જાય છે, પણ જેમાંથી સર્વજ્ઞદશા ખીલી તે સર્વજ્ઞત્વશક્તિ-સર્વજ્ઞસ્વભાવ પ્રત્યે લક્ષ જતું નથી. પરંતુ અંતર્લક્ષ થયા વિના સર્વજ્ઞની સાચી પ્રતીતિ થતી નથી.
અરે ! પોતાના સ્વરૂપના ભાન વિના જીવ અનંત કાળથી રખડે છે. અહા ! સાતમી નરકમાંય તે અનંત વાર જમ્યો-મર્યો છે. જુઓ, બ્રહ્મદત્ત નામના ચક્રવર્તી ભરીને સાતમી નરકે ગયા છે, ત્યાં મહાદુઃખના વેદનમાં પડયા છે. અહીં ૭00 વર્ષનું આયુષ્ય ભોગવીને, અહીંના કાલ્પનિક સુખના ફળમાં તેત્રીસ સાગરના આયુની સ્થિતિ બાંધી તેઓ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ર : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ સાતમી નરકના ઘોર દુઃખના ક્ષેત્રમાં ગયા છે. દશ કોડાકોડી પલ્યોપમનો એક સાગર થાય છે, અને એક પલ્યોપમ કાળના અસંખ્યાતમાં ભાગમાં અસંખ્યાત અબજ વર્ષ સમાય છે.
અહા ! આત્મા અંદરમાં પૂરણ આનંદનું નિધાન પ્રભુ છે. તેનો અનાદર કરી ભોગના સુખનો આદર અને સ્વીકાર કર્યો તો તે કલ્પિત સુખના ફળમાં સાતમી નરકમાં ૩૩ સાગરોપમની સ્થિતિમાં તે જીવ મહાન દુ:ખ ભોગવી રહ્યો છે. ભોગમાં સુખ નથી ભાઈ ! ભોગ તો રોગ છે, દુઃખ છે, ને તેનું ફળ પણ દુઃખ છે. આ (બ્રહ્મદત્ત) ચક્રવર્તીને કુમતિ નામની એક રાણી હતી. તેની એક હજાર દેવી સેવા કરતા. તેનું શરીર અતિ સુંદર રૂપાળું અને કોમળ હતું. ચક્રવર્તીએ હીરાના પલંગમાં સૂતાં સૂતાં અંતિમ સમયે “કુરુમતિ, કુરુમતિ” એવા આર્ત પોકારો સહિત પ્રાણ છોડ્યા, અને તે જીવ સાતમી નરકે પડયો.
અહીં કોઈ એમ તર્ક કરે કે આમાં તો કાકડીના ચોરને કટાર મારવા જેવી વાત છે.
પણ એમ નથી ભાઈ ! ભોગમાં ( મિથ્યાત્વ સહિત) અતિ તીવ્ર આસક્તિના મહા અશુભ પરિણામ તેને હતા. પોતાના સર્વજ્ઞસ્વભાવનો અનાદર કરી, તીવ્ર ભોગાસક્ત બની તે જીવ સાતમી નરકમાં ગયો છે. અહા ! પોતાના સર્વજ્ઞસ્વભાવી આત્માનો આશ્રય લઈ પરિણમે તો જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ નિર્મળ પરિણતિ સહિત આનંદરૂપી પુત્રનો જન્મ થાય છે, અને વિષયમાં સુખબુદ્ધિ કરી, ભોગ-વિષયના મહા તીવ્ર પરિણામનું સેવન કરે તો એના ફળરૂપે મહાદુઃખના પરિણામ ઉત્પન્ન થઈને જીવ હલકી ગતિમાં ઉપજે છે.
અહાહા...! ભગવાન આત્માનો સર્વજ્ઞસ્વભાવ છે. અહાહા...! તેનું અંતર્મુહૂર્ત ધ્યાન કરે તો કેવળજ્ઞાનની ઝળહળતી જ્યોત પ્રગટ થાય છે અને તેની સાથે અનંત અતીન્દ્રિય આનંદની ઉત્પત્તિ થાય છે. દરેક સમયે તે તે પર્યાય ભિન્ન ભિન્ન પ્રગટ થાય છે. બીજે સમયે એવી ને એવી પર્યાય પ્રગટ થાય છે, પણ એની એ નહિ. અહા ! આવા નિજનિધાનને ઓળખ્યા વિના મિથ્યાત્વનું સેવન કરી પારાવાર દુઃખમય સંસારમાં જીવ પરિભ્રમે છે. અહા ! એના દુઃખને કોણ કહે? તે વચન-અગોચર છે, કહી ન શકાય તેવું છે.
જુઓ, “હોલા' નામના એક જાતના પક્ષી થાય છે. તે હોલા “સોડમ, સોડહમ્' એવો અવાજ કરે છે. પણ સોડધુમ્' એટલે શું એનું એને કયા ભાન છે? “સોડમ્' એટલે હું સિદ્ધ પરમાત્મા સમાન છું. “સિદ્ધ સમાન સદા પદ મેરો”—એમ આવે છે ને? હા, એ પણ શુભ વિકલ્પ છે. તેમાંથી “સો” (-સિદ્ધ પરમાત્મા) કાઢી નાખીને “અહમ્' હું છું એમ સ્વલક્ષ-અંતરલક્ષ કરીને સ્વાનુભવ કરતાં પરિણમન થાય છે ત્યારે સર્વજ્ઞત્વશક્તિની તેને પ્રતીતિ થાય છે. અહાહા..! સર્વજ્ઞશક્તિથી ભરેલો પોતાનો પૂરણ પરમાત્મસ્વભાવ-તેની અંતર-પ્રતીતિ પરિણમન થઈને થાય તેનું નામ સમ્યગ્દર્શન છે, અહા ! તે કાળે અનુભવનો રસ-આનંદરસ પ્રગટયો પછી કોણ પૂછે કે-કોણ કર્તા, કોણ કરણી ને કોણ કરમ ?
અહીં સર્વજ્ઞશક્તિને “પરિણત' કહેલ છે. પહેલાં પણ આત્માને જ્ઞાનમાત્ર કહ્યો ત્યાં શિષ્ય પ્રશ્ન કર્યો હતો કેપ્રભુ! આત્માને જ્ઞાનમાત્ર કહેતાં તો એકલું જ્ઞાન આવ્યું, તો એકાન્ત થઈ જશે કે કેમ ? ત્યારે ત્યાં શ્રીગુરુએ સમાધાન કર્યું કે–સાંભળ, આત્માને જ્ઞાનમાત્ર કહેતાં એકાન્ત થઈ જતું નથી, પણ અનેકાન્ત જ સિદ્ધ થાય છે. કેમકે જ્ઞાનમાત્ર ભાવમાં અનંતા ધર્મો સાથે આવી જાય છે. જેમકે-જ્ઞાન અસ્તિપણે છે, વસ્તુપણે છે, પ્રમેયપણે છે, જ્ઞાયકપણે છે-એમ જ્ઞાનમાત્ર કહેતાં તેમાં અનંત ધર્મો ભેગા આવી જાય છે. માટે અહીં એકાન્ત થતું નથી. જ્ઞાનમાત્ર ભાવનું પરિણમન થતાં જ્ઞાનમાત્ર ભાવમાં સાથે અનંત શક્તિઓ ઉછળે છે, ભેગી સર્વજ્ઞત્વશક્તિ પણ પરિણત થાય છે. અહા ! એ પરિણામમાં પરનું ને રાગનું કર્તાપણું તો દૂર રહો, હું પરને અને રાગને જાણું, એ મારાં જ્ઞય છે એમેય નથી. ઝીણી વાત છે પ્રભુ! પણ આ પરમાર્થ સત્ય વાત છે. લોકોના સદ્ભાગ્યે પરમ સત્ય વાત પ્રસિદ્ધિમાં આવી છે.
ચોથા ગુણસ્થાને જ્ઞાનમાં સ્વજ્ઞય-ત્રિકાળી સ્વદ્રવ્ય-જાણવામાં આવ્યું ત્યાં સર્વજ્ઞત્વશક્તિની પ્રતીતિ પ્રગટ થાય છે, અને ત્યારે સમકિતીને શ્રદ્ધાપણે કેવળજ્ઞાન પ્રગટ થયું એમ કહેવાય છે. જો કે સાક્ષાત્ કેવળજ્ઞાનની પર્યાય તો તેરમાં ગુણસ્થાને પ્રગટ થશે, પરંતુ સમકિતીને ચોથે ગુણસ્થાને શક્તિનું પરિણમન થતાં, અર્થાત્ સર્વજ્ઞત્વશક્તિ પરિણત થતાં, શ્રદ્ધાનમાં કેવળજ્ઞાનસ્વભાવ અને કેવળજ્ઞાનની પ્રતીતિ થઈ ગઈ છે, તેથી તેને વર્તમાન મતિશ્રુતજ્ઞાનપૂર્વક શ્રદ્ધારૂપે કેવળજ્ઞાન પ્રગટ થયું છે એમ કહીએ છીએ. પહેલાં કેવળજ્ઞાનને માન્યું ન હતું, હવે કેવળજ્ઞાનનો અંતરમાં સ્વીકાર થતાં કેવળજ્ઞાનને માન્યું. આનું નામ તે મતિ-શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. ધવલ સિદ્ધાંત શાસ્ત્રમાં પાઠ છે ને કે મતિ-શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. મતલબ કે મતિ-શ્રુતજ્ઞાનમાં કેવળજ્ઞાનનો નિશ્ચય થયો છે અને તે જ્ઞાન વધતું-વધતું પૂર્ણ કેવળજ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦–સર્વજ્ઞત્વશક્તિ : ૬૩ થઈ જશે. આનું નામ સર્વજ્ઞની-અરહંતની વાસ્તવિક પ્રતીતિ છે. પ્રવચનસાર, ગાથા ૮૦માં કહ્યું છે:
જે જાણતો અહંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે;
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. જે જીવ અહંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે, તે ( પોતાના) આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લય પામે છે.
આમાં કીધું? કે અહંતભગવાનના દ્રવ્ય-ગુણ ને કેવળજ્ઞાનની પર્યાયને પ્રથમ વિકલ્પ દ્વારા જાણીને પછી પોતાના આત્મા સાથે તેનું મિલાન કરે છે; ઓહો ! વર્તમાનમાં મને ભલે કેવળજ્ઞાન પ્રગટરૂપ નથી, પણ દ્રવ્યરૂપથી મારો કેવળજ્ઞાનસ્વભાવ છે. અહાહા...! આમ વિચારી સર્વજ્ઞસ્વભાવી નિજ આત્મદ્રવ્યને કારણપણે ગ્રહણ કરીને તેની સન્મુખ થઈ પરિણમે છે ત્યાં અવશ્ય તેનો મોહ નાશ પામી જાય છે, અર્થાત્ તેને પર્યાયમાં સ્વસ્વરૂપની પ્રતીતિરૂપ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. અહા ! જ્યાં સમ્યગ્દર્શન થયું ત્યાં આ નિશ્ચય થયો કે હું તો એકલો જ્ઞાનસ્વરૂપ શક્તિએ પૂર્ણ વસ્તુ છું. અહાહા...! કેવળજ્ઞાન-શક્તિ મારામાં ત્રિકાળ પડી છે તે અંત:પુરુષાર્થ વડે અલ્પકાળમાં જ પૂરણ પ્રગટ થઈ જાશે. લ્યો, આવી વાત ! પહેલાં આમ પ્રતીતિ નહોતી તો શ્રદ્ધાપણે કેવળજ્ઞાન ન હોતું, પણ જ્યાં અંદર ત્રિકાળી સ્વદ્રવ્યને ય બનાવ્યું તો સર્વજ્ઞસ્વભાવની પ્રતીતિ થઈ, શ્રદ્ધાનમાં કેવળજ્ઞાન પ્રગટ થયું અને પર્યાયમાં અલ્પકાળમાં જ સાક્ષાત્ કેવળજ્ઞાન પ્રગટ થવાની તૈયારી થઈ ગઈ. સમજાણું કાંઈ...?
હવે આવી સાર-સાર વાત છોડીને લોકો બહારની તકરારમાં પડ્યા છે. શુભભાવથી ધર્મ થાય, પુણ્ય ધર્મનું સાધન છે વગેરે ખોટી માન્યતામાં તેઓ રાચે છે. પણ ભાઈ, શુભભાવ તારા સ્વરૂપમાં છે નહિ, તારા દ્રવ્ય-ગુણમાં નથી, અને શક્તિનું જે નિર્મળ પરિણમન થાય તેમાંય નથી. સ્વરૂપ લક્ષે સમ્યગ્દર્શનનું પરિણમન થાય તેમાંય કયાંય શુભભાવ છે નહિ. હા, એટલું છે કે સમ્યગ્દર્શનની સાથે સર્વજ્ઞશક્તિ પરિણત થતાં જે જ્ઞાનની દશા પ્રગટ થઈ તે જ્ઞાન, તે કાળે જેવો જેવો રાગ છે તેને જાણે છે બસ. તે જ્ઞાન તે કાળે સ્વાશ્રિત પ્રગટ થયું છે, કાંઈ રાગને લઈને પ્રગટ થયું છે એમ નથી. અહા ! શક્તિનું પરિણમન એકલું આત્મજ્ઞાનમયી છે, રાગમયી કે પરજ્ઞાનમયી નથી.
જ્ઞાનીને રાગ આવે છે; રાગ જે હોય તેને તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. ૧૨મી ગાથામાં “તદાત્વે’ શબ્દ પડ્યો છે. જ્ઞાની-ધર્મી પુરુષને રાગ આવે છે તેને તે કાળે જાણેલો પ્રયોજનવાન છે, એટલે કે સ્વપરપ્રકાશી જ્ઞાનની પર્યાય સહજ પોતાના સામર્થ્યથી જ તે કાળે પ્રગટ થાય છે, રાગને લઈને રાગનું જ્ઞાન થાય છે એમ નથી. રાગનો તો જ્ઞાનમાં અભાવ છે ભાઈ ! ખરેખર તો જ્ઞાન પોતાની પરિણતિને જાણે છે, રાગને જ્ઞાન જાણે છે એમ કહીએ તે વ્યવહાર છે. જ્ઞાનીને જ્ઞાનની પર્યાય અલ્પજ્ઞરૂપ છે, અને તે કાળે તેને પર્યાયમાં રાગ પણ છે, તો જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે, નિશ્ચયથી તો પોતે પોતાને-પોતાની પરિણતિને જ જાણે છે.
નિશ્ચયથી કેવળી ભગવાન પોતાની પરિણતિને જાણે છે, કેમકે જ્ઞાન, જ્ઞાતા અને શેય-બધું આત્મા છે. આત્મા જ્ઞાતા અને પરવસ્તુ જ્ઞય એ વસ્તુ નિશ્ચયથી છે નહિ. સર્વજ્ઞશક્તિની સ્વાશ્રયે સમ્યજ્ઞાનરૂપ પરિણતિ પ્રગટ થઈ તેમાં પૂર્ણ સ્વભાવ અને પૂર્ણ પર્યાયની પ્રતીતિ આવી જ ગઈ છે; આનું નામ આત્મજ્ઞાનમયી સર્વજ્ઞશક્તિની પરિણતિ છે.
અહા ! આ સર્વજ્ઞશક્તિમાં ઘણી ગંભીરતા છે ભાઈ ! સર્વ શક્તિઓનું પરિણમન સ્વ-આશ્રયે પોતાથી થાય છે તેથી અહીં એમ કહ્યું કે સમસ્ત વિશ્વના વિશેષ ભાવોને જાણવારૂપે પરિણમતા એવા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ છે. અહા ! સર્વજ્ઞશક્તિ જે ત્રિકાળ છે તે સર્વ ભાવોને જાણવારૂપે વર્તમાન પરિણત થાય છે ત્યાં તેના પરિણામ આત્મજ્ઞાનમયી છે, પરજ્ઞાનમયી નથી. “ખાનિયા તત્ત્વચર્ચા માં આ સંબંધી પ્રશ્ન ઉઠાવી તર્ક કર્યો છે કેસર્વજ્ઞશક્તિ છે તે સર્વને જાણવાની અપેક્ષા રાખે છે માટે વ્યવહારે સર્વજ્ઞ છે. પણ આ વાત બરાબર નથી. વાસ્તવમાં આત્મદ્રવ્યમાં સર્વજ્ઞસ્વભાવ-સર્વજ્ઞશક્તિ સહજ જ ધ્રુવપણે ત્રિકાળ છે; અહા! આવી શક્તિનો ધરનાર જે ભગવાન આત્મા તેની સન્મુખ થઈ સ્વ-આશ્રયે પરિણમવાથી સ્વરૂપના શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે; ભેગી અનંત શક્તિ સહિત સર્વશક્તિ પણ નિર્મળ પરિણત થાય છે તો શ્રદ્ધાપણે કેવળજ્ઞાન પ્રગટ થયું એમ કહેવામાં આવે છે. સાક્ષાત્ પરિણમનરૂપ કેવળજ્ઞાન થયું એમ નહિ, સર્વજ્ઞશક્તિની પ્રતીતિ થઈ તો શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું એમ કહેવાય છે. પહેલાં આત્મા અલ્પજ્ઞ જ છે અર્થાત્ સર્વશક્તિ નથી એવી દષ્ટિ હતી તે મિથ્યા દૃષ્ટિ હતી. હવે સ્વસમ્મુખ થઈ પરિણમતાં સર્વજ્ઞસ્વભાવી હું છું એમ નિશ્ચય થયો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ તો દષ્ટિ સમ્યક થઈ. આવી વાત ! સમજાણું કાંઈ..? ભાઈ ! સર્વજ્ઞશક્તિ છે તે સર્વને જાણવાની અપેક્ષા રાખે છે માટે વ્યવહારે સર્વજ્ઞ છે એમ નહિ, સર્વજ્ઞશક્તિ પરિણત થતાં તે આત્મજ્ઞાનમયી જ છે, પણ સર્વને-પરને જાણવાની વિવેક્ષા કરતાં વ્યવહાર પ્રગટ થાય છે. આવી વાત છે ભાઈ !
સંપ્રદાયમાં પણ અમારે આ ચર્ચા-વાર્તા ચાલતી. એક વાર અમે પૂછયું કે-જગતમાં સર્વજ્ઞ છે કે નથી ? ત્યારે તેઓ કહે-સર્વજ્ઞનું સર્વજ્ઞ જાણે; અમારે એનું શું કામ છે? ' અરે પ્રભુ! તું શું કહે છે આ? ભગવાન! તું આત્મા પદાર્થ છો કે નહિ? તો તેનો સ્વભાવ શું? અહાહા...! “જ્ઞ” તેનો સ્વભાવ છે, ત્રિકાળી “જ્ઞ” સ્વભાવ આત્મા છે. “શ” સ્વભાવ કહો કે સર્વજ્ઞસ્વભાવ કહો-તે આત્માનું
સ્વરૂપ છે. અહાહા...! આવા સર્વજ્ઞસ્વભાવી આત્માની દષ્ટિ થતાં સર્વજ્ઞસ્વભાવનું પર્યાયમાં પરિણમન થાય છે. બાપુ ! ધર્મનું મૂળ જ સર્વજ્ઞ છે, કેમકે સર્વજ્ઞસ્વભાવને આલંબીને સર્વજ્ઞ થયા છે, ને સર્વજ્ઞથી જ આ વીતરાગી ધર્મની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. માટે સર્વશ કોણ છે અને સર્વજ્ઞદશાનું પરિણમન કેમ પ્રાપ્ત થાય તે બરાબર જાણવું આવશ્યક છે.
ત્રિકાળ સર્વજ્ઞસ્વભાવ વિષે બે મત છે. શ્વેતાંબર મતવાળા કહે છે-કેવળજ્ઞાન સત્તાસ્વરૂપ છે; એમ કે કેવળજ્ઞાન પર્યાયરૂપે સત્તામાં પ્રગટરૂપ છે, અને ઉપર કર્મનું આવરણ છે. દિગંબર સંતો-ઋષિવરો કહે છે-કેવળજ્ઞાન દ્રવ્યમાં શક્તિરૂપે છે અને પર્યાયમાં તેનું અલ્પજ્ઞરૂપે પરિણમન છે, પૂર્ણ જ્ઞાન (પર્યાયમાં) પ્રગટ નથી તેમાં નિમિત્તરૂપે કર્મનું આવરણ છે. આમ બન્ને વાતમાં મહાન-આસમાન જમીનનું-અંતર છે. વાસ્તવમાં કેવળજ્ઞાન વર્તમાન પર્યાયમાં સત્તારૂપે પ્રગટ નથી, પણ શક્તિરૂપે દ્રવ્યમાં ત્રિકાળ પડેલું છે. પ્રગટ છે ને આવરણ છે એમ નહિ, પણ શક્તિરૂપે અને તેનું પર્યાયમાં અલ્પજ્ઞપણે પરિણમન છે.
શ્રીમદ્ રાજચંદ્ર સ્વરૂપને પ્રાપ્ત સમકિતી સપુરુષ થઈ ગયા. તેઓ કહે છે:
જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગ શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો !!
અહા ! “ણમો અરિહંતાણ’ એમ લોકો બોલી જાય છે, પણ અરિહંતદેવ શું ચીજ છે એની તમને ખબર નથી ! અરિ નામ વિકાર, ને હેત નામ તેનો નાશ કરી સ્વના આશ્રયથી જે પૂરણ વીતરાગ સર્વજ્ઞદશાને પ્રાપ્ત થયા તે અરિહંત પ્રભુ છે. હવે જેને અરિહંતદશા પ્રગટ નથી, પણ હું સર્વજ્ઞસ્વરૂપી અખંડ એક આત્મદ્રવ્ય છું એમ પ્રતીતિમાં આવ્યું તેને તે શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું; વળી તે કાળે પ્રગટ જ્ઞાનમાં એવો નિશ્ચય થયો તે વિચારદશાએ કેવળજ્ઞાન થયું, વળી સર્વજ્ઞસ્વભાવની પૂરણ પ્રગટતારૂપ કેવળજ્ઞાનની ભાવના થઈ તે ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું.
પહેલાં પર્યાયબુદ્ધિમાં કેવળજ્ઞાનનાં શ્રદ્ધાન-જ્ઞાન ને ભાવના ન હતાં. પર્યાયબુદ્ધિમાં હું અલ્પજ્ઞ જ છે એમ માન્યું હતું, અને તેમાં જ રાગબુદ્ધિ વર્તતી હતી. પણ હવે, ચૈતન્યપ્રકાશનો પુંજ, જ્ઞાનાનંદનો દરિયો, શાંતરસનો સમુદ્ર હું સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્મા છું એમ અંતરમાં સ્વીકાર થયો ત્યાં પર્યાયમાં શ્રદ્ધાપણે કેવળજ્ઞાન પ્રગટ થયું, વિચારદશાએ કેવળજ્ઞાન પ્રગટ થયું, ને અલ્પકાળમાં આ મતિ-શ્રુતજ્ઞાનનો વ્યય થઈ કેવળજ્ઞાન થશે-એમ ભાવનાદશાએ કેવળજ્ઞાન થયું. અહા ! જેમ આરસના સ્થંભની એક હાંસ દેખાતી હોય તો તે એક હાંસના જ્ઞાનથી આખા સ્થંભનું જ્ઞાન થઈ જાય છે તેમ પોતાના સર્વજ્ઞસ્વભાવનો નિશ્ચય થતાં જ્ઞાનમાં આખા શયનો નિશ્ચય થઈ જાય છે. જેમકે મતિ-શ્રુતજ્ઞાન અવયવ-અંશ છે, ને કેવળજ્ઞાન અવયવી-અંશી છે; અંશનું જ્ઞાન થતાં તેમાં અંશીનું જ્ઞાન આવી જાય છે. ધવલમાં આવે છે કે –મતિજ્ઞાન તે કેવળજ્ઞાનનો અંશ છે.
“ખાનિયા તત્ત્વચર્ચા'માં પંડિતોએ દલીલ કરી છે કે-આત્મજ્ઞાનમયી એક ધર્મ છે, ને સર્વજ્ઞત્વ બીજો ધર્મ છે. પણ એમ નથી બાપુ ! એ તો વિવક્ષાનો ભેદ છે, બાકી બન્ને એક જ ધર્મ છે. સર્વને જાણે અને પોતાને જાણે એવી આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ છે, સ્વાશ્રિત સર્વજ્ઞદશા પ્રગટ થઈ છે તેમાં પરની પંચમાત્ર અપેક્ષા નથી. સર્વશપણું કહો કે આત્મજ્ઞપણું કહો-બન્ને એક જ ચીજ છે. સમજાય એટલું સમજો બાપુ! આ વસ્તસ્વરૂપ છે. અરે ભાઈ ! કેવળજ્ઞાન લેવાની આત્માની તાકાત છે. એને પરની કિંચિત્ અપેક્ષા નથી. કેવળજ્ઞાનની પર્યાય વિશ્વના સર્વ ભાવોને જાણે માટે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૦–સર્વજ્ઞત્વશક્તિ : ૬૫
તેમાં પરની અપેક્ષા છે એમ ખરેખર નથી. એક સમયમાં તે કાળે (થવા યોગ્ય) કેવળજ્ઞાનની પર્યાય પોતાના કારણે પ્રગટ થઈ છે, પૂર્વના ચાર જ્ઞાનનો અભાવ થઈને કેવળજ્ઞાન પ્રગટયું એમ કહેવું એય વ્યવહાર છે. વાસ્તવમાં સર્વજ્ઞપણું તે આત્મજ્ઞપણું છે. આવી વાત છે.
સંવત ૧૯૮૩માં દામનગરમાં એક શેઠ સાથે આ પ્રશ્ન ઉપર ચર્ચા થયેલી. તેઓ કહે કે-લોકાલોક છે માટે કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે અમે કહ્યું, –એમ બીલકુલ નથી. શેય છે તો જ્ઞાન થાય એવો વસ્તુનો સ્વભાવ નથી. સર્વજ્ઞપણાની પર્યાય સ્વાશ્રયે પ્રગટ થઈ છે, તેમાં લોકાલોકની જરાય અપેક્ષા નથી. પણ આવો નિશ્ચય કોણ કરે ? કોને (સ્વ-આશ્રયની) પડી છે? અરે ભાઈ! આ અલ્પજ્ઞતા અને આ શુભાશુભ રાગ તારું સ્વરૂપ નથી. તું તો સર્વજ્ઞસ્વભાવી છો ને પ્રભુ? અહાહા...! તારામાં સર્વજ્ઞશક્તિનું સામર્થ્ય ભર્યું છે. કેવી છે સર્વજ્ઞશક્તિ ? તો કહે છેવિશ્વના સર્વ ભાવોને જાણવારૂપ એવા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞશક્તિ છે. આત્મજ્ઞાનમયી હો કે સર્વજ્ઞત્વશક્તિ કહોએક જ વાત છે. અરે, લોકોને વાત બેસે નહિ એટલે વિરોધ કરે ને બીજી રીતે કહે, પણ આ જ સત્ય વાત છે. અહા ! જેના ફળમાં અનંત કેવળજ્ઞાન ને અનંત અતીન્દ્રિય આનંદ પ્રગટે તે ચીજ કેવી હોય બાપુ! ને તેનો ઉપાય પણ કેવો હોય ? પરમપદ પ્રાપ્તિની ભાવના કરતાં શ્રીમદ્ કહે છે ને ? કે
સાદિ અનંત અનંત સમાધિ
સુખમાં,
અનંત દર્શન, જ્ઞાન, અનંત સહિત જો... અપૂર્વ.
અહા ! કેવળજ્ઞાન નવું પ્રગટ થાય છે માટે સાદિ-આદિસહિત છે, અને તેનો અંત નથી માટે અનંત છે. આ પ્રમાણે કેવળજ્ઞાનનો કાળ સાદિ-અનંત છે. અહાહા...! અનંત કાળ પર્યંત સર્વદેવ સમાધિસુખમાં લીન-તલ્લીન રહે છે. સ્તવનમાં આવે છે ને કે
‘ઉપશમરસ વ૨સે રે પ્રભુ તારા નયનમાં’
અહાહા...! પરમ ચારિત્રરૂપ પૂરણ વીતરાગદશા પ્રગટ થતાં પૂરણ અકષાય-શાંત... શાંત... શાંતરસનું ભગવાનને વેદન હોય છે. ભગવાન નિજાનંદરસલીન છે. આ ‘પરિણમતા એવા આત્મજ્ઞાનમયી' શબ્દ પડયો છે એનો વિસ્તાર છે. અહા ! દિગંબર સંત શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ ધર્મના સ્તંભ હતા. અહાહા...! વીતરાગ પરિણતિના સ્થંભ સમા વીતરાગી સંતોની આ વાણી છે. ભાઈ ! તારો સ્વભાવ પણ આવો પૂરણ વીતરાગતામય અને સર્વજ્ઞતાના સામર્થ્યથી ભરેલો છે. અંદર જો તો ખરો, જોતાં વેંત જ હાલત થઈ જશે. અહાહા...! અત્યારે પર્યાયમાં સર્વજ્ઞતા ભલે પ્રગટી ન હોય, પણ મારી પર્યાયમાં અલ્પકાળમાં સર્વજ્ઞપદ પ્રગટ થઈ જશે એવી ચોથે ગુણસ્થાને સમ્યગ્દષ્ટિને સમ્યક્ પ્રતીતિ થઈ જાય છે; જેમ બીજ ઉગી તે પૂનમ થશે જ તેમ.
અહાહા...! ભગવાન આત્મા આ શરીરના રજકણથી ભિન્ન, અચેતન કર્મથી ભિન્ન, પુણ્ય-પાપરૂપ ભાવકર્મથી ભિન્ન અને અલ્પજ્ઞપણાની દશાથી ભિન્ન અખંડ એકરૂપ સર્વજ્ઞસ્વરૂપ વસ્તુ છે. અહા ! તે સ્વાનુભૂતિમાં પ્રાસ થાય છે, પણ રાગની ક્રિયાથી કે વ્યવહાર કરતાં કરતાં પ્રાપ્ત થાય એવું એનું સ્વરૂપ નથી. વ્યવહા૨૨ત્નત્રય પણ શુભવિકલ્પ છે. તે કરતાં કરતાં સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાન પ્રગટ થાય એમ બનવાજોગ નથી, કેમકે પોતાની વસ્તુ એવી નથી. અહીં તો કહે છે–સમ્યગ્દર્શન થતાં એવી પ્રતીતિ થઈ જાય છે કે હું સર્વજ્ઞશક્તિમય છું, ને તેની પરિણતિ પોતાથી ઉત્પન્ન થાય છે, એને લોકાલોકની કોઈ ગરજ-અપેક્ષા નથી.
અરે ભાઈ ! તું કોણ છો? તારા સ્વરૂપની તને ખબર નથી! સમયસારની જયસેનાચાર્યકૃત ટીકામાં આવે છે કે કોઈ એક ભાવ જો યથાર્થ બેસી જાય તો આખી વસ્તુ યથાર્થ ખ્યાલમાં આવી જાય. અહા ! દ્રવ્ય-ગુણ-પર્યાય, સર્વદર્શિત્વ શક્તિ, સર્વજ્ઞત્વશક્તિ ઇત્યાદિ કોઈ એક ભાવ બરાબર લક્ષમાં બેસી જાય તો વસ્તુ આખી લક્ષગત થઈ સમજાઈ જાય.
અહીં એમ બતાવવું છે કે-આત્મજ્ઞાનમયી અને સર્વજ્ઞત્વશક્તિ એ બે ચીજ નથી. બન્ને થઈને એક જ ચીજ છે. આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ તે નિશ્ચય છે, ને લોકાલોકને જાણે એમ વિવક્ષાભેદ કરવો તે વ્યવહાર છે. અહીં શક્તિના પ્રકરણમાં નિશ્ચય છે તે મુખ્ય છે. કોઈ કહે છે
આપ નિશ્ચયની વકીલાત કરો છો.
પણ ભાઈ ! આ જુદી જાતની વકીલાત હોં; ભગવાન થવાની આ વકીલાત છે. પોતે ભગવાનસ્વરૂપ છે તેને
પર્યાયમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ પ્રગટ કરવાની આ વાત છે.
સવારે રેકોર્ડીંગમાં પ્રથમ કળશની બહુ સારી વાત આવી હતીઃ “... તેની અત્તરછેદી અર્થાત એક સમયમાં યુગપદ્ પ્રત્યક્ષરૂપે જાણનશીલ જે કોઈ શુદ્ધ જીવવસ્તુ, તેને મારા નમસ્કાર. શુદ્ધ જીવને “સાર 'પણું ઘટે છે. સાર અર્થાત હિતકારી, અસાર અર્થાત્ અહિતકારી. ત્યાં હિતકારી સુખ જાણવું, અહિતકારી દુઃખ જાણવું; કારણ કે અજીવ પદાર્થને-પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળને અને સંસારી જીવને સુખ નથી, જ્ઞાન પણ નથી, અને તેમનું સ્વરૂપ જાણતાં જાણનહાર જીવને પણ સુખ નથી, જ્ઞાન પણ નથી, તેથી તેમને ‘સાર ”પણું ઘટતું નથી. શુદ્ધ જીવને સુખ છે, જ્ઞાન પણ છે, તેને જાણતાં-અનુભવતાં જાણનારને સુખ છે, જ્ઞાન પણ છે, તેથી શુદ્ધ જીવને ‘સાર” પણું ઘટે છે.”
અહીં એમ કહે છે કે-એક પુલ પરમાણુથી માંડીને શરીર, મન, વાણી, પૈસા, સ્ત્રીનું શરીર ઇત્યાદિ ચીજોમાં સુખ નથી, જ્ઞાન પણ નથી. નિગોદના અનંતા જીવ છે તેને પણ પરિણતિમાં સુખ નથી, જ્ઞાન પણ નથી. જુઓ, આ શક્તિની વાત નથી. નિગોદના અનંત જીવ અને આ શરીરાદિ પરમાણુના સ્કંધ તેને જાણનાર જીવને પણ સુખ નથી, જ્ઞાન નથી, અહાહા..! સંસારી પ્રાણી-નિગોદ આદિ અનંત જીવ-જે મલિનભાવે પર્યાયમાં પરિણમ્યા છે તેમને પ્રગટ દશામાં સુખેય નથી, જ્ઞાનય નથી. વસ્તુમાં ત્રિકાળ સુખસ્વભાવ ને જ્ઞાનસ્વભાવ છે એની અહીં વાત નથી. અહીં તો કહે છે–અજ્ઞાની જીવ જે નિગોદાદિ સંસારી જીવને જાણે તો તે જાણનારને સુખ નથી, જ્ઞાન પણ નથી. અહા! રાજમલજીએ ગજબની ટીકા કરી છે. નિગોદાદિ સંસારી જીવોને તો પર્યાયમાં સુખ નથી, તેના જાણનારનેય સુખ ને જ્ઞાન નથી. ગજબ વાત છે ભાઈ !
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ અને સિદ્ધ પરમાત્મા તે શુદ્ધ જીવ છે. તે બન્નેને સુખ પણ છે, જ્ઞાન પણ છે; અને તેમને જાણનાર જીવને પણ સુખ છે અને જ્ઞાન પણ છે. પરંતુ શુદ્ધ જીવને જાણો કયારે કહેવાય ? કે ભગવાન સિદ્ધ પરમાત્મા જેમ શુદ્ધ છે તેમ મારો ભગવાન આત્મા પણ ત્રિકાળ શુદ્ધ છે. અહાહા..! “સિદ્ધ સમાન સદા પદ મેરો.' અહા ! આ ત્રિકાળી શુદ્ધની દૃષ્ટિ કરી પરિણમવાથી, તે સ્વદ્રવ્યની સન્મુખ થઈને તેના આશ્રયે પરિણમવાથી સ્વાનુભવની દશા પ્રગટ થાય છે, નિર્મળ શ્રદ્ધાન-જ્ઞાન પ્રગટ થાય છે અને ભેગી અતીન્દ્રિય સુખના આસ્વાદરૂપ દશા પ્રગટે છે. આવે છે ને નાટક સમયસારમાં કે
વસ્તુ વિચારત ધ્યાવર્તે, મન પાવૈ વિશ્રામ;
રસ સ્વાદત સુખ ઉપજૈ, અનુભવ તાકો નામ, અહા! આવી સ્વાનુભવની દશા પ્રગટ કરે ત્યારે શુદ્ધને જાપ્યો કહેવાય. શુદ્ધ જીવમાં સુખ છે, જ્ઞાન છે, માટે તેના જાણનારને પણ સુખ અને જ્ઞાન છે.
પ્રશ્ન- સિદ્ધને જાણતાં સુખ છે કે નહિ?
ઉત્તર:- હા, સિદ્ધને જાણતાં સુખ છે; પણ સિદ્ધને જાણ્યા ક્યારે કહેવાય? કે પોતાનો સ્વભાવ સદા સિદ્ધ સમાન શુદ્ધ છે એમ નિશ્ચય કરી સ્વભાવસમ્મુખ થઈને તેનો અનુભવ અને પ્રતીતિ કરે ત્યારે સિદ્ધને જાણ્યા કહેવાય. સાથે તેમાં અતીન્દ્રિય સુખનો આસ્વાદ પણ હોય છે.
પ્રશ્ન- આમાં સ્વદ્રવ્યને જાણવાની શી જરૂર છે?
ઉત્તર:- અરે ભાઈ ! પરદ્રવ્યને જાણવા જાય એ તો વિકલ્પ છે, અને વિકલ્પ છે એ તો દુ:ખ જ છે. મોક્ષપાહુડની સોળમી ગાથામાં આચાર્યદેવ કહે છે-“પરદધ્વાદો દુગ્ગઈ'. અહા ! ભગવાનની વાણીમાં આવેલી કોઈ અલૌકિક વાતો દિગંબર સંતોએ કરી છે. સ્વદ્રવ્ય સિવાય ભાઈ ! અન્ય દ્રવ્ય ઉપર તારું લક્ષ જશે તો નિયમથી વિકલ્પ જ ઉત્પન્ન થશે, અને તેથી તને દુ:ખ જ થશે. ત્યાં તો પરદ્રવ્યના લક્ષે વિકલ્પ થાય તે દુર્ગતિ છે એમ જાણી પોતાના સ્વરૂપમાં મગ્ન થઈ જાય છે એની વાત કરી છે.
અહા ! મારી પર્યાયમાં સર્વજ્ઞતા નથી, ને ભગવાનને પર્યાયમાં સર્વજ્ઞપણું પ્રગટ છે તો તે સર્વજ્ઞપણું આવ્યું કયાંથી ? કે પોતાના સ્વરૂપમાં સર્વજ્ઞશક્તિ ત્રિકાળ પડી છે તેમ નિશ્ચય કરી નિજ સ્વરૂપનું આલંબન લેવાથી પર્યાયમાં સર્વશપણું પ્રગટ થયું છે, પરને જાણતાં પ્રગટ થયું છે એમ નથી. માટે પરને જાણવાના ક્ષોભથી-આકાંક્ષાથી વિરામ પામી સ્વસ્વરૂપના આશ્રયે પરિણમવું ને ત્યાં જ રમવું, ઠરવું ને લીન થવું તે જ સર્વશ થવાનો માર્ગ છે. આવી વાત છે. લ્યો,
આ પ્રમાણે અહીં સર્વજ્ઞત્વશક્તિ પૂરી થઈ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૧: સ્વચ્છત્વશક્તિ
‘ અમૂર્તિક આત્મપ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક ( અર્થાત્ અનેક-આકારરૂપ ) એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વશક્તિ. (જેમ દર્પણની સ્વચ્છત્વશક્તિથી તેના પર્યાયમાં ઘટપટાદિ પ્રકાશે છે, તેમ આત્માની સ્વચ્છત્વશક્તિથી તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે.)’
ઓહો! જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંત શક્તિઓનો ભંડાર એવા ભગવાન આત્માને અસંખ્ય પ્રદેશો છે તે અમૂર્તિક છે. અહાહા...! ચૈતન્યના અસંખ્ય પ્રદેશો અમૂર્તિક છે. અમૂર્તિક એટલે શું? કે તેમાં કોઈ સ્પર્શ, રસ, ગંધ કે વર્ણ નથી. સમજાણું કાંઈ...? અહા! તે પ્રદેશોમાં, કહે છે, પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક અર્થાત્ અનેક આકારરૂપ એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ નામની શક્તિ ત્રિકાળ પડી છે. અહીં લોકાલોકના આકારો કહ્યા તેમાં જડ ને ચેતન સર્વ પદાર્થો આવી ગયા. જડ પુદ્દગલના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અહીં ઉપયોગમાં જાણવામાં આવે છે, પણ તે જડ મૂર્તિક પદાર્થો કાંઈ આત્માના અમૂર્તિક પ્રદેશોમાં પ્રવેશે છે એમ નથી. એ તો આત્મા સર્વ પદાર્થોને કોઈ પરની અપેક્ષા વિના જ પોતાના ઉપયોગમાં જાણી લે એવો જ તેની સ્વચ્છત્વશક્તિનો સ્વભાવ છે.
પ્રશ્નઃ- લોકાલોક છે તો તેનું જ્ઞાન થાય છે ને?
ઉત્ત૨:- ના, એમ બીલકુલ નથી. સ્વચ્છત્વશક્તિ સ્વતઃ પોતાથી જ સ્વચ્છતારૂપે પરિણમે છે અને તે વડે ઉપયોગમાં લોકાલોકના આકારો સહજ જ જણાય છે. લોકાલોક છે તો ઉપયોગમાં તેનું જાણવારૂપી કાર્ય થાય છે એમ છે નહિ.
આ તો ભગવાન સર્વજ્ઞદેવની વાણી ભાઈ ! ભગવાનના સમોસરણમાં સો ઇન્દ્રો આ વાણી સાંભળવા આવે છે. કેસરી-સિંહ, વાઘ, મોટા કાળા નાગ વગેરે પણ ભગવાનની વાણી સાંભળવા જંગલમાંથી આવે છે. સમોસરણમાં ઉ૫૨ જવા માટે ૨૦ હજાર રત્નમય પગથિયાં હોય છે. એક અંતર્મુહૂર્તમાં સૌ ઉપર પહોંચી જાય છે, ને ત્યાં જઈ ભગવાનની દિવ્ય ઓધ્વનિ સાંભળે છે. ઓહો! નિર્વેર થઈ અતિ નમ્રભાવે સમોસરણમાં બેસીને સૌ ભગવાનની વાણી સાંભળે છે.
પ્રશ્ન:- તો શું સિંહ અને વાઘ તે વાણી સમજતાં હશે ?
ઉત્ત૨:- હા, પોતપોતાની ભાષામાં બરાબર તે તિર્યંચો સમજી જાય છે; અને કેટલાંક તો વાણી સાંભળીને ત્યાં સમ્યગ્દર્શન પણ પામી જાય છે. શરીર-કલેવર ભલે સિંહ કે વાઘનું હોય, પણ અંદર તો સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્મા વિરાજે છે ને ? અહાહા...! અંદર પૂણાનંદનો નાથ પ્રભુ આત્મા છે તે યથાર્થ સમજી જાય છે. ભાઈ! તું પણ મનુષ્ય નથી, ભગવાન આત્મા છો. (એમ યથાર્થ ચિંતવ ).
અઢી દ્વીપ સુધી મનુષ્ય છે. અઢી દ્વીપની બહાર અસંખ્ય તિર્યંચો સમ્યગ્દષ્ટિ, પંચમ ગુણસ્થાનવાળા પડયાં છે. છેલ્લો સ્વયંભૂરમણ નામનો સમુદ્ર છે. તેમાં હજાર યોજનની લંબાઈવાળા શરીરધારી મોટા મગરમચ્છ છે. તેમાં કોઈ કોઈ સમ્યગ્દષ્ટિ અને પાંચમા ગુણસ્થાનવાળા શ્રાવક તિર્યંચો છે. અંતરંગમાં શાંતિની વૃદ્ધિ થઈને તેમને શ્રાવકદશા પ્રગટી છે. આગમમાં પાઠ છે કે અઢી દ્વીપની બહાર અસંખ્ય સમ્યગ્દષ્ટિ આત્મજ્ઞાની તિર્યંચો છે. તેમાંથી કોઈ કોઈને તો સમ્યગ્દર્શન ઉપરાંત સ્વ-આશ્રયે શાંતિની વૃદ્ધિ થઈને શ્રાવકનું પાંચમું ગુણસ્થાન વર્તે છે. તેમાં કેટલાક જાતિસ્મરણજ્ઞાનવાળા, અવધિજ્ઞાનવાળા પંચમ ગુણસ્થાનવર્તીછે. કોઈ સ્થળચર પ્રાણીઓ-વાઘ, રીંછ, હાથી, ઘોડા વગેરે, કોઈ જલચર ને કોઈ નભચર-કૌઆ, પોપટ, ચકલા, ચકલી વગેરે અસંખ્ય તિર્યંચો સમ્યગ્દર્શન સહિત પાંચમા ગુણસ્થાનવાળા ત્યાં અઢી દ્વીપની બહાર છે. ભલે થોડાં છે, તોપણ અસંખ્ય છે. તિર્યંચોની સંખ્યા ઘણી મોટી છે. તેમાં અસંખ્ય મિથ્યાદષ્ટિ સામે કોઈક એક સમ્યગ્દષ્ટિ છે.
જીવે સૌથી ઓછા ભવ મનુષ્યના કર્યા છે. અનંત વાર આ જીવને મનુષ્યપણું આવ્યું છે, તો પણ ચારે ગતિમાં સૌથી ઓછા ભવ મનુષ્યના કર્યા છે. જેટલા (–અનંત) ભવ મનુષ્યના કર્યા છે તેના કરતાં અસંખ્યાત ગુણા અનંત ભવ નરકના કર્યા છે. નરકના જેટલા ભવ કર્યા છે તેનાથી અસંખ્યાત ગુણા અનંત ભવ સ્વર્ગના કર્યા છે. સ્વર્ગમાં જીવ કયાંથી આવે છે? નરકમાંથી તો જીવ સ્વર્ગમાં જતા નથી, ને મનુષ્ય બહુ થોડી સંખ્યામાં છે. એટલે તિર્યંચમાંથી જ મરીને ઘણા જીવો સ્વર્ગમાં જાય છે. તિર્યંચમાંથી કેટલાક જીવો મરીને નરકમાં પણ જાય છે. મનવાળા અને મન વગરના પંચેન્દ્રિય તિર્યંચોની સંખ્યા ઘણી મોટી છે. તેમાં કોઈને શુક્લલેશ્યા, પઘલેશ્યા કે પીતલેશ્યાના ભાવ થાય છે, તે મરીને સ્વર્ગમાં જાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
આ બળદ વગેરે પશુઓને દેખીને એમ થાય છે કે-અરેરે ! આ બિચારા જીવ કયાં જશે? ધર્મના પરિણામ તો તેને નહિ, ને પુણ્યનાં પણ કયા ઠેકાણાં છે? અરેરે ! મરીને નરકે જશે અથવા પશુ મરીને પશુ થશે. સ્વર્ગના ભવ કરતાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના તિર્યંચના ભવ જીવે અસંખ્યાત ગુણા અનંતા કર્યા છે. અરે ! આત્મજ્ઞાન વિના દેહુબુદ્ધિ વડે આવા અનંત ભવ કરી કરીને જીવ મરી ગયો છે, માદુ:ખી થયો છે. અહીં! તેના દુ:ખનું શું કથન કરીએ? પારાવાર અકથ્ય દુઃખ એણે સહન કર્યા છે.
અહીં કહે છે-ભગવાન આત્માના પ્રદેશો અમૂર્તિક છે. તેમાં મૂર્તિ દ્રવ્ય આવતું-પેસતું નથી. હા, પણ મૂર્તિકની જ્ઞાનમાં પ્રતિચ્છાયા તો પડે છે ને?
ના, આ સામે લીમડો છે તો શું જ્ઞાનમાં લીમડાનો આકાર આવે છે? ના, લીમડો (કલેવર) તો જડ છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળો મૂર્તિક પદાર્થ છે. તે મૂર્તિક પદાર્થ અમૂર્તિક ચૈતન્યપ્રદેશોમાં આવતો-પેસતો નથી; ને તે મૂર્તિક પદાર્થ સંબંધીનું જ્ઞાન અહીં પોતાથી જ પરિણમે છે. જો જડ જ્ઞયાકાર જ્ઞાનમાં પેસે તો જ્ઞાન જડ થઈ જાય, પણ એમ છે નહિ. મૂર્તિક પદાર્થને જાણતાં જ્ઞાનની પર્યાય મૂર્તિક થઈ જાય એમ ત્રણ કાળમાં નથી. અમૂર્તિક ચૈતન્યપ્રદેશો મૂર્તિક કેવી રીતે થાય ?
અહા ! જ્ઞાનમાત્ર વસ્તુ આત્મા છે તેની સન્મુખ થઈ પરિણમતાં સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે ભેગી સ્વચ્છત્વશક્તિ પણ પરિણમી જાય છે. અહા ! તે સ્વચ્છ ઉપયોગ લોકાલોકને જાણતો થકો મેચક-અનેકાકાર છે છતાં તેમાં કાંઈ મલિનતા થતી નથી, ઉપયોગ તો સ્વચ્છ એક જ્ઞાનરૂપ જ રહે છે. અહા ! સાધકનું જ્ઞાન એવી સ્વચ્છતાપણે પરિણમ્યું છે કે તે સહુચર રાગને જાણે છતાં રાગરૂપ મલિન થઈ જતું નથી. શું કીધું? રાગ છે તે મેલ છે, પણ રાગને જાણનારું જ્ઞાન મલિન નથી, સ્વચ્છ છે. સ્વચ્છત્વશક્તિ પરિણમતાં આત્માના ઉપયોગનું એવું સામર્થ્ય પ્રગટે છે કે ઉપયોગ અનેક પદાર્થોને જાણે છતાં તે મલિન થતો નથી, પણ અરૂપી, સ્વચ્છ ને નિરુપાધિક નિર્વિકાર જ રહે છે. આખા લોકાલોકને જાણવારૂપ જે મેચકતા (અનેકપણું ) છે એ તો જ્ઞાનની-ઉપયોગની સ્વચ્છતાને પ્રસિદ્ધ કરે છે. અહા ! જ્ઞાનમાં પૂરો લોકાલોક ન જણાય તો તે જ્ઞાનની સ્વચ્છતા શું? ને દિવ્યતા પણ શું?
આત્માના પ્રદેશોમાં લોકાલોકના આકારોથી અનેક આકારરૂપ ઉપયોગ પરિણમે છે. એવો ઉપયોગ તે સ્વચ્છત્વશક્તિનું લક્ષણ છે. સ્વ અને પાર સંબંધીનું વિશેષ જ્ઞાન થાય તેને અહીં આકાર કહેલ છે. સ્વ-પર અર્થનું જ્ઞાન તેને આકાર કહે છે. અર્થ-વિકલ્પને જ્ઞાનાકાર કહે છે. આમાં તો વાતે વાતે ફેર છે ભાઈ ! આવો મારગ સૂક્ષ્મ, જેવો છે તેવો યથાર્થ સમજવો જોઈએ.
દર્શન નિરાકાર-નિર્વિકલ્પ છે, ને જ્ઞાન સાકાર છે. જ્ઞાન સાકાર છે એટલે તેમાં જડનો આકાર આવે છે વા તે પરના-જડના આકારરૂપે થઈ જાય છે એમ તેનો અર્થ નથી. સ્વ અને પરને ભિન્ન ભિન્ન પ્રકાશનારી જ્ઞાનની પરિણતિને અહીં આકાર કહેલ છે. યાકારોને જાણવાપણે જ્ઞાનનું વિશેષરૂપે પરિણમન થવું તેને અહીં આકાર કહેવામાં આવેલ છે. વિશ્વના સમસ્ત જ્ઞયાકારોને જાણવાપણે વિશેષ પરિણમે તે ખરેખર ઉપયોગની સ્વચ્છતા છે અને તે ખરેખર જીવની સ્વચ્છત્વશક્તિનું લક્ષણ છે. હવે આવી વાત કદી કાનેય ન પડે તે બિચારા પોતાની ચીજ શું છે તે કેમ જાણે ?
અરેરે ! જીવ બિચારા ચોરાસીના અવતારોમાં રખડી મરે છે. અહા ! અહીં મોટો અબજોપતિ શેઠ હોય ને ક્ષણમાં મરીને તે સાતમી નરકમાં જઈ પડે! તેની પીડાની શી વાત કરવી ભાઈ ! એવી અપાર અંકશ્ય એની વેદના ને પીડા છે કે તેને જોનારને પણ રૂદન આવી જાય. અહા ! આવા પીડાકારી સ્થાનમાં જીવે અનંત વાર જન્મ-મરણ કર્યા છે. અહા ! પણ તે ભૂલી ગયો છે. અહીં મનુષ્યપણું મળ્યું, તેમાં વળી પાંચ-પચીસ લાખની મૂડી થઈ, ને સ્ત્રીબાળકો કાંઈક સરખાં-સારાં મળ્યાં તો ત્યાં ગર્વિત થઈ મોહવશ તે મિથ્યા અભિમાનમાં ચઢી ગયો છે. પણ અરે ભગવાન! આ તું શું કરે છે? આવું પાગલપણું-ગાંડપણ તને ક્યાંથી આવ્યું? તારી ચીજ શું છે એ તો જો.
વળી શરીર કાંઈક સુંદર-રૂપાળું મળ્યું હોય તો ત્યાં પાગલ થઈ ગયો. તેને નવડાવે, ધોવડાવે ને અરીસામાં મોટું જોઈ તેના પર અનેક સંસ્કાર કરે ને માને કે હું રૂપાળો-સ્વચ્છ થઈ ગયો. અરે ભાઈ ! તે આ શું પાગલપણું માંડ્યું છે? શું શરીરને ધોવાથી કદી આત્મા સ્વચ્છ થાય? શરીરને ધોવાથી શરીર સ્વચ્છ ન થાય તો આત્મા કયાંથી સ્વચ્છ થાય? સ્વચ્છતા તો આત્માનો સ્વભાવ છે, તે કાંઈ શરીર ધોવાથી પ્રગટે એમ નથી; પણ સ્વચ્છતા જેનો સ્વભાવ છે તેવા નિજ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧-સ્વચ્છત્વશક્તિ : ૬૯ આત્મસ્વરૂપની સન્મુખ થઈ પરિણમતાં સ્વચ્છતા પ્રગટે છે. અરે ! અજ્ઞાનીઓ નિજ ચૈતન્યના સ્વચ્છતાના સ્વભાવને ભૂલીન દેહના સંસ્કારમાં (સ્નાનાદિમાં) ધર્મ થવાનું માને છે! પણ ભાઈ ! એમાં કાંઈ હાથે આવે એમ નથી. સમજાણું કાંઈ...?
હાડ જલે જ્યાં લકડીકી ગઠડી, કેશ જલે જ્યોં ઘાસ.' ભાઈ ! આ લાકડાં ને ઘાસ જેમ બને તેમ તું જેના સંસ્કાર (સ્નાનાદિ) કરે છે તે આ રૂપાળું શરીર બળીને ખાક થઈ જશે. તેમાંથી બીજું કાંઈ નહિ નીકળે; અર્થાત્ આત્માનાં શાંતિ ને સ્વચ્છતા તેમાંથી નહિ નીકળે. આવી વાત !
ભગવાન! તું તો ચૈતન્યમય અમૂર્તિક પ્રદેશોનો પંજ છો ને પ્રભુ! અહાહા...! તારા સ્વચ્છ ઉપયોગમાં જડ મૂર્તિક પદાર્થો જણાય છે તો ઉપયોગ કઈ જડ મૂર્તિક આકારરૂપ થઈ જતો નથી. તારા જ્ઞાનના ઉપયોગમાં કાંઈ મૂર્તિકનો આકાર આવતો નથી. જ્ઞાનને સાકાર કહ્યું ત્યાં આકાર એટલે વિશેષતા સહિતનું જ્ઞાન એમ અર્થ છે. શયનું જેવું સ્વરૂપ છે તે પ્રમાણે વિશેષતા સહિત જ્ઞાનનું પરિણમન થાય તેને આકાર કહે છે. જ્ઞાન તો જ્ઞાનાકાર જ છે, તે જ્ઞાનાકાર-સ્વ-આકાર રહીને જ અનેક પર જ્ઞયાકારોને જાણે છે. અહા ! લોકાલોકને જાણતાં અનેકાકારરૂપ ઉપયોગ છે તે જ્ઞાનાકાર-સ્વ-આકારરૂપ છે અને તે સ્વચ્છત્વશક્તિનું લક્ષણ છે. આવી સૂક્ષ્મ વાત!
પ્રથમ ચિતિશક્તિ કહીને તેના બે ભેદ પાડયા-વૃશિશક્તિ અને જ્ઞાનશક્તિ. પછી સર્વદર્શિત અને સર્વજ્ઞત્વ શક્તિઓ કહી. તેનાથી ભિન્ન આ સ્વચ્છત્વશક્તિ અહીં કહેવામાં આવી. કેવી છે સ્વચ્છત્વશક્તિ? તો કહે છે
અમૂર્તિક આત્મપ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક-અનેકાકારરૂપ એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ-શક્તિ.' અહા ! સ્વસ્વરૂપના આશ્રયપૂર્વક સ્વચ્છતા પરિણત થતાં જ્ઞાનની-ઉપયોગની એવી કોઈ નિર્મળતાસ્વચ્છતા થાય છે કે એના પરિણમનમાં લોકાલોક-મૂર્તિક અને અમૂર્તિક એમ બધુંય–તેમાં અમૂર્તિક આત્મપ્રદેશોમાં ઝળકે છે, પ્રતિભાસે છે, જણાય છે. અહા! અંતર્મુખ ઊંડા ઉતરીને જુએ તો અંદર આવાં વિસ્મયકારી અદભુત ચૈતન્યનાં નિધાન પડ્યાં છે; પણ અરે! અજ્ઞાની પ્રાણીઓ બહારમાં ધન અને દેહાદિમાં-મૂચ્છિત-પાગલ થઈને પડયા છે!
હવે અહીં અરીસાનું દષ્ટાંત આપે છે:
જેમ દર્પણની સ્વચ્છત્વશક્તિથી તેના પર્યાયમાં ઘટપટાદિ પ્રકાશે છે, તેમ આત્માની સ્વચ્છત્વશક્તિથી તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે.' જોયું? સ્વચ્છત્વ દર્પણનો સ્વભાવ-શક્તિ છે, અને તેની પર્યાયમાં ઘટ-પટ આદિ પદાર્થો પ્રકાશે–પ્રતિભાસે
આદિ પદાર્થો કાંઈ દર્પણમાં જતા નથી, પેસતા નથી, પણ એ તો ઘટ-પટ આદિ સંબંધી અરીસાની સ્વચ્છતાની પર્યાય જોવામાં આવે છે. અરીસાની સામે અગ્નિ હોય કે બરફ હોય, અરીસામાં તે તે પ્રકારના પ્રતિભાસરૂપ પ્રતિબિંબ દેખાય છે. ત્યાં વાસ્તવમાં કાંઈ અરીસામાં અગ્નિ કે બરફ નથી. ફક્ત સામે જે જે પદાર્થ છે તે પ્રકારની અરીસાની સ્વચ્છતાની પર્યાય અરીસામાં દેખાય છે. ખરેખર અરીસામાં અગ્નિ કે બરફ નથી દેખાતો, પણ તેવું અરીસાની સ્વચ્છતાનું જ પરિણમન છે જે દેખાય છે. તેવી જ રીતે ભગવાન આત્માની સ્વચ્છત્વશક્તિ પરિણમતાં તેના ઉપયોગમાં લોકાલોક જાણવામાં આવે છે. અહા ! આવી જ સ્વચ્છત્વ શક્તિની નિર્મળ પર્યાય છે. અરે ! જીવે આવું પોતાનું સ્વરૂપ સમજવાની કદી દરકાર કરી નથી. મારું શું થશે ? હું મરીને કયાં જઈશ ? –એને એવો વિચાર જ નથી !
અહાહા..! ભગવાન ! તું કોણ છો? અહાહા...! લોકાલોકનો અરીસો એવો ચૈતન્યમૂર્તિ પ્રભુ તું આત્મા છો. અહા ! તારી સ્વચ્છતામાં લોકાલોક એવા સ્પષ્ટ ઝળકે-પ્રતિભાસે છે કે જાણે લોકાલોક તેમાં (–ઉપયોગમાં) પેસી ગયા હોય ? પણ ખરેખર કાંઈ લોકાલોક આત્માના ઉપયોગમાં પેસી જતા નથી, લોકાલોક તો બહાર જ છે, પણ આત્માનો સ્વચ્છ ઉપયોગ જ તેવા પ્રતિભા સ્વરૂપે પરિણમ્યો છે. અહા ! લોકાલોક જણાય છે તે ખરેખર ઉપયોગની સ્વચ્છતા જ જણાય છે. અહા ! આવી સ્વચ્છત્વશક્તિ આત્મામાં ત્રિકાળ છે અને તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. અહા ! ઉપયોગની સ્વચ્છતાનો એવો કોઈ અચિંત્ય સ્વભાવ છે કે પરની સાથે જોવા વિના જ પોતે પોતાના સ્વભાવથી જ લોકાલોકને જાણવારૂપે પરિણમી જાય છે. આવી વાત! સમજાણું કાંઈ....? હવે પોતે કોણ છે? કેવડો છે?—એની ખબર ન મળે એ બિચારા શું કરે? (ભવસમુદ્રમાં ડૂબી મરે.).
સં. ૧૯૬૪ની સાલમાં અમે એક “અનસૂયા ’નું નાટક જોયેલું. તે વખતનાં નાટકો વૈરાગ્યરસથી ભરપુર ભજવાતાં. અનસૂયા પરણી ન હતી. સ્વર્ગે જતાં તેને દેવે કહ્યું, ‘સપુત્રી તિર્નાસ્તિ' જેને પુત્ર ન હોય તેને સ્વર્ગની ગતિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ ન મળે. (આ તો અન્યમતની માન્યતા છે, ખરેખર એમ છે એમ નહિ.) માટે તું નીચે જા, અને પ્રથમ જે સામે મળે તેને વર. પછી અનસૂયા નીચે આવી, અને પ્રથમ સામે મળેલ અંધ બ્રાહ્મણ સાથે પરથી. તેને એક બાળક થયું. અનસૂયા બાળકને પારણામાં ઝુલાવી હાલરડું ગાતી કે-“બેટા! તું શુદ્ધ છો, તું નિર્વિકલ્પ છો, તું ઉદાસીન છો.” લ્યો, આવું હાલરડું ગાઈને બાળકને સુવાડતી. હવે તે વખતે નાટકમાં પણ આવી વાત બતાવાતી ! સમયસાર બંધ અધિકારમાં અને સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં (જયસેનાચાર્યદેવકૃત તાત્પર્યવૃત્તિ ટીકામાં) પણ આ વાત છે. પરમાત્મપ્રકાશમાં પણ છેલ્લે ઘણા વિશેષણો સહિત આ વાત આવી છે. તું ત્રિકાળ શુદ્ધ છો, પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન છો, તેની ભાવના કર તો તારું કલ્યાણ થશે એમ ત્યાં વાત છે.
પરમાત્મપ્રકાશમાં અંતિમ કથન કરતાં ટીકાકાર શ્રી બ્રહ્મદેવસૂરિ કહે છે:- આ પરમાત્મપ્રકાશની વૃત્તિનું વ્યાખ્યાન જાણીને ભવ્યજનોએ શું કરવું? તો આ પરમાત્મપ્રકાશની વૃત્તિનું વ્યાખ્યાન જાણીને ભવ્યજનોએ આવો વિચાર કરવો જોઈએ કે
શુદ્ધનિશ્ચયનયથી હું એક (કેવળ) ત્રણ લોકમાં ત્રણકાળમાં મન-વચન-કાયાથી અને કૃત-કારિતઅનુમોદનથી ઉદાસીન છું, નિજ નિરંજન શુદ્ધ આત્માના સભ્યશ્રદ્ધાન, સમ્યજ્ઞાન અને સમ્યક્રઅનુષ્ઠાનરૂપ નિશ્ચયરત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપ સુખાનુભૂતિમાત્ર લક્ષણવાળા,
સ્વસંવેદનજ્ઞાનથી સ્વસંવેધ, ગમ્ય, પ્રાસ એવો પરિપૂર્ણ હું છું. રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, પાંચ ઇન્દ્રિયોના વિષય વ્યાપાર, મન-વચન-કાયાના વ્યાપાર, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, ખ્યાતિ, લાભ, પૂજા, દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભોગોની આકાંક્ષારૂપ નિદાન, માયા, મિથ્યાત્વ-એ ત્રણે શલ્ય આદિ સર્વે વિભાવપરિણામોથી રહિત-શૂન્ય હું છું. સર્વે જીવો પણ આવા જ છે, –એવી નિરંતર ભાવના કરવી.”
અહા ! આમ આત્મા અનંત ગુણ-સ્વભાવોનું સંગ્રહસ્થાન ત્રિકાળ શુદ્ધ, પવિત્ર, સ્વચ્છ ચૈતન્યમય મહાપદાર્થ છે. અહા! તેની અનંત શક્તિ-સ્વભાવને જાણીને શક્તિવાન નિજ દ્રવ્ય ઉપર અંતર-દષ્ટિ દેવી તે સમ્યગ્દર્શન છે અને તે ધર્મની પ્રથમ દશા છે. અહાહા..! દ્રવ્ય દષ્ટિ તે સમ્યગ્દષ્ટિ છે. સમયસારમાં દ્રવ્યદષ્ટિનો અધિકાર છે; અહીં (–પરિશિષ્ટમાં) આચાર્યદેવે શક્તિનો અધિકાર લીધો છે. તેમાં શક્તિનો આધાર હું આત્મા અને આધેય શક્તિ એવો ભેદ દૂર કરી અભેદ એક નિજ આત્મદ્રવ્યની સન્મુખ જ્ઞાનની પર્યાયને ઝુકાવવાથી જ્ઞાનની પર્યાયમાં તેનું ભાન થઈને અંતર-પ્રતીતિ પ્રગટ થાય છે એમ કહ્યું છે. આનું નામ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન છે; અને આ ધર્મ છે. લોકોને આ કઠણ પડે છે એટલે આ એકાન્ત છે એમ રાડો નાખે છે, પણ ભાઈ ! આ સમ્યક એકાન્ત છે બાપુ! બાકી નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય, વ્યવહારથી નિશ્ચય થાય ઇત્યાદિ તું માને પણ તારી એવી માન્યતા યથાર્થ નથી, મિથ્યા છે. ' અરે ભાઈ ! સમયસાર ગાથા ૩૭ર માં આચાર્યદેવ વસ્તુસ્થિતિ તો આવી પ્રગટ કરે છે કે-કુંભારથી ઘડો થાય એવું અમે દેખતા નથી. માટીથી ઘડો થાય છે, કુંભારથી નહિ. માટી ધ્રુવ ઉપાદાન છે અને ઘડાની પર્યાય ક્ષણિક ઉપાદાન છે; તેમાં કુંભાર નિમિત્ત છે, પણ નિમિત્ત શું કરે? નિમિત્ત પરનું કાંઈ પણ કરે એ ત્રણકાળ ત્રણલોકમાં સંભવિત નથી, કેમકે પર વડે પરનું કાર્ય કરાવાની અયોગ્યતા છે. નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય એ વાત જૈનદર્શનમાં નથી. તેમવ્યવહાર છે તે નિશ્ચય અપેક્ષા નિમિત્ત હો, પણ વ્યવહારનો શુભરાગ આત્મસ્વભાવની પ્રાપ્તિમાં સહાયક છે એમ નથી. લોકોને-કેટલાકને આ આકરું લાગે છે પણ શું થાય? માર્ગ જ આવો છે, ને વસ્તુ પણ આવી જ છે.
- સવારે કળશટીકાના કળશ ૬માં આવ્યું હતું કે “.... જ્ઞાન ભિન્ન, ક્રોધ ભિન્ન-એવું અનુભવવું ઘણું જ કઠણ છે. ઉત્તર આમ છે કે સાચે જ કઠણ છે, પરંતુ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે.”
ભાઈ! કઠણ તો છે, પણ અશકય નથી. ઘણું કઠણ લાગે છે કેમકે અનાદિથી ભેદજ્ઞાનનો અભ્યાસ નથી. શરીર મારું, રાગ મારો, પુણ્ય મારાં અને આ પર્યાય તે જ હું આવી વિપરીત દષ્ટિ આડે તેનાથી ભેદજ્ઞાન કરવાનો તેને અભ્યાસ જ નથી; અને ભેદજ્ઞાનના અભ્યાસ વિના પ્રાપ્ત થાય એવી આ ચીજ નથી.
અહીં સ્વચ્છત્વશક્તિની વાત ચાલે છે. જેમ દર્પણમાં ઘટ, પટ આદિ પ્રકાશે છે તે ઘટ કે પટ આદિ નથી, તે તો દર્પણની સ્વચ્છતાની જ અવસ્થા છે; તેમ અમૂર્તિક ભગવાન આત્માના અસંખ્ય અમૂર્તિક ચૈતન્યપ્રદેશો છે, તેમાં લોકાલોકના આકારનો ભાસ થાય છે તે ખરેખર લોકાલોક નથી, એ તો પોતાની સ્વચ્છત્વશક્તિનું પરિણમન છે. અહો ! લોકાલોકને પ્રકાશનારો ભગવાન આત્મા કોઈ અદભુત ચૈતન્ય અરીસો છે. તે પોતે પોતાને પ્રકાશે ને પર પણ પ્રકાશ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨-પ્રકાશશક્તિ : ૭૧ છે. ભાઈ ! જરા સ્થિર થઈને, અને ધીર થઈને તું પોતે પોતાના ચૈતન્ય અરીસામાં અંતર્મુખ જુએ તો તેમાં પોતાનું શુદ્ધસ્વરૂપ દેખાય ને સાથે લોકાલોક પણ જણાઈ જાય. અહો! આવો આશ્ચર્યકારી ચૈતન્યચમત્કાર પ્રભુ તું આત્મા છો. માટે હું ભાઈ ! તું પરને જાણવાની આકાંક્ષાથી-આકુળતાથી બસ કર, ને અંતર્મુખ થઈ સ્વરૂપમાં ઠરી જા. અહાહા..! તેથી પરમસુખની પ્રાપ્તિરૂપ આત્મોપલબ્ધિ થશે અને તારા સ્વચ્છ ઉપયોગમાં લોકાલોક સ્વયમેવ ઝળકશે. અહા ! આવું સ્વચ્છત્વશક્તિનું પરિણમન છે! અહા ! કેવી સ્વચ્છતા !
પ્રશ્ન:- લોકાલોકનું જ્ઞાન થાય તેમાં લોકાલોક નિમિત્ત છે, નિમિત્ત છે કે નહિ?
ઉત્તર- લોકાલોકનું અહીં પોતાની પર્યાયમાં જ્ઞાન થયું તેમાં લોકાલોક અવશ્ય નિમિત્ત છે, નિમિત્ત છે નહિ એમ કયાં વાત છે? પણ તેથી કરીને અહીં સ્વચ્છતાની જે પર્યાય થઈ તેનો કર્તા કોઈ લોકાલોક નથી. ઉપયોગની સ્વચ્છતાની પર્યાયમાં અનેકરૂપતા આવી તે પોતાની પર્યાયનો સ્વભાવ છે, તેમાં લોકાલોકનું કાંઈ જ કાર્ય નથી. સમજાણું કાંઈ....? નિમિત્ત નથી એમ વાત નથી, પણ નિમિત્તથી ઉપાદાનનું કાંઈ કાર્ય થાય એમ ત્રણકાળમાં નથી. ભાઈ ! આ તો જૈનદર્શનની મૂળ વાત છે.
જુઓ, શાસ્ત્રમાં આવે છે કે-લોકાલોકમાં કેવળજ્ઞાન નિમિત્ત છે. આખો લોકાલોક-છ દ્રવ્યો, તેના દ્રવ્ય-ગુણપર્યાયો, અનંતા સિદ્ધો અને અનંતા નિગોદના જીવ આદિ–એમાં કેવળજ્ઞાન નિમિત્ત છે. શું તેથી એમ અર્થ છે કે કેવળજ્ઞાને લોકાલોક બનાવ્યો છે? એમ કદીય નથી. ન તો લોકાલોક કેવળજ્ઞાનનું વાસ્તવિક કારણ છે, ન કેવળજ્ઞાન લોકાલોકનું કારણ છે. આ વસ્તુસ્થિતિ છે.
અહા ! આ સ્વચ્છત્વશક્તિ દ્રવ્યના અનંત ભાવોમાં વ્યાપક છે, જેથી દ્રવ્ય સ્વચ્છ, ગુણ સ્વચ્છ ને સ્વાભિમુખ થયેલી પર્યાય પણ સ્વચ્છ છે; બધું જ સ્વચ્છ-જ્ઞાન સ્વચ્છ, દર્શન સ્વચ્છ, આનંદ સ્વચ્છ, વીર્ય સ્વચ્છ ઇત્યાદિ અનંત સ્વભાવો સ્વચ્છ છે, નિર્મળ છે. ભાઈ ! તારી સ્વચ્છત્વશક્તિ એવી છે કે તારા દ્રવ્ય-સ્વભાવમાં વિકાર સમાતો નથી, ને દ્રવ્યસ્વભાવમાં અભેદપણે પરિણમતાં પ્રગટ પર્યાયમાં પણ વિકાર સમાતો નથી. અહાહા...! આંખમાં જેમ ૨જકણ સમાય નહિ તેમ આત્માના સ્વચ્છ ઉપયોગમાં વિકારનો કણ પણ સમાય નહિ. અહો ! આવી અદ્દભુત સ્વચ્છત્વશક્તિ છે. લ્યો, -
આ પ્રમાણે અહીં સ્વચ્છત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
૧૨: પ્રકાશશક્તિ “સ્વયં પ્રકાશમાન વિશદ (સ્પષ્ટ) એવા સ્વસંવેદનમયી (-સ્વાનુભવમયી) પ્રકાશશક્તિ.”
અહીં શું કહે છે? કે ભગવાન આત્મામાં એવી પ્રકાશશક્તિ છે જે સ્વયં એટલે પોતાથી જ પ્રકાશમાન છે, અને સ્પષ્ટ સ્વસંવેદનમયી છે. અહા ! પોતાથી પોતાનું પ્રત્યક્ષ વેદન થાય એવી આત્મામાં ત્રિકાળ પ્રકાશશક્તિ છે. આમાં મહત્ત્વની બે વાત છે. કે આત્માનો પ્રકાશસ્વભાવ
(૧) પોતે પોતાથી જ પ્રકાશમાન છે; એને કોઈ પરની અપેક્ષા નથી. (૨) સ્પષ્ટ સ્વસંવેદનમયી છે. સ્વાનુભવમાં આત્મા પ્રત્યક્ષ સ્પષ્ટ જણાય એવો આત્માનો પ્રકાશસ્વભાવ છે.
અહા ! જેમ દીવો સ્વયં પોતાથી જ પ્રકાશમાન છે, તેને દેખવા-પ્રકાશવા બીજા દીવાની જરૂર નથી તેમ ભગવાન આત્મા ચૈતન્યપ્રકાશનું બિંબ પ્રભુ સ્વયં પોતાથી જ પ્રકાશમાન છે, અહાહા...! સ્વસંવેદનમાં પોતે જ પોતાને પ્રકાશી રહ્યો છે; તેને પ્રકાશવા-જાણવા બીજા કોઈની-રાગની, વ્યવહારની કે નિમિત્તની અપેક્ષા નથી. અહાહા..! વ્યવહારની (વ્રતાદિ રાગની) કે નિમિત્તની (દેવ-ગુરુ આદિની) અપેક્ષા વિના જ સ્વસંવેદનમાં-સ્વાનુભવમય દશામાં પ્રત્યક્ષ થાય એવો આત્માનો પ્રકાશસ્વભાવ છે. ભાઈ ! બાહ્ય નિમિત્તથી કે વ્યવહારથી પ્રત્યક્ષ વેદનમાં આવે એવું આત્માનું સ્વરૂપ નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ?
અહાહા..! આત્મામાં જેમ જ્ઞાન, દર્શન આદિ છે તેમ એક પ્રકાશશક્તિ છે. તેનું કાર્ય શું? તો કહે છેસ્વસંવેદનમાં આત્મા પ્રત્યક્ષ થાય તે તેનું કાર્ય છે. સમ્યગ્દર્શન થતાં મતિ-શ્રુતજ્ઞાનમાં સંવેદન દ્વારા આત્મા પ્રત્યક્ષ થાય-અનુભવાય તે આ શક્તિનું કાર્ય છે. કોઈ કહે કે મને અરૂપી આત્મા કેમ જણાય? તો કહે છે-સ્વસંવેદનમાં આત્મા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ પ્રત્યક્ષ જણાય એવો એનો સ્વભાવ છે; ભાઈ ! પરોક્ષ રહે એવો આત્માનો સ્વભાવ નથી. હા, પણ તે ઈન્દ્રિય પ્રત્યક્ષ નથી, સ્વરૂપ પ્રત્યક્ષ-સ્વસંવેદન પ્રત્યક્ષ છે. સમજાણું કાંઈ...?
અહાહા...! સ્વસમ્મુખ થતાં આત્માના અતીન્દ્રિય આનંદનું પ્રત્યક્ષ વેદન થયું તે પ્રકાશશક્તિનું કાર્ય છે; સાથે વ્યવહાર છે ને બાહ્ય નિમિત્ત છે તો આ કાર્ય નીપજ્યું છે એમ નથી.
પ્રશ્ન:- તો શું વ્યવહાર નથી ? નિમિત્ત નથી ? આપ વ્યવહાર ને નિમિત્તને ઉડાવો છો.
ઉત્તર:- અરે ભાઈ! વ્યવહાર નથી, નિમિત્ત નથી-એમ કોણ કહે છે? વ્યવહાર છે, બાહ્ય નિમિત્ત છે; તે જેમ છે તેમ ન જાણે તો તેનું જ્ઞાન મિથ્યા છે, વળી વ્યવહાર ને નિમિત્તથી આત્મા પ્રત્યક્ષ થાય, વા તેનાં નિર્મળ જ્ઞાનશ્રદ્ધાન પ્રગટ થાય-એમ માને તેય વિપરીત શ્રદ્ધાન છે. અહીં એમ વાત છે કે વ્યવહાર કે બાહ્ય નિમિત્તથી આત્મા પ્રત્યક્ષ ન થાય, પણ તેનું લક્ષ છોડી સ્વ સન્મુખતા કરતાં સ્વસંવેદનમાં જ આત્મા પ્રત્યક્ષ થાય છે. અહાહા..! આવો આત્માનો પ્રકાશસ્વભાવ છે. અહીં તો વ્યવહાર ને નિમિત્તનું જેમ છે તેમ સ્થાપન છે, પણ તેના લક્ષ-આશ્રયે આત્માનુભવરૂપ –આત્માના જ્ઞાન-શ્રદ્ધાન-રમણતારૂપ ધર્મ પ્રગટ થાય એ માન્યતાનો નિષેધ છે, કેમકે એવું વસ્તુસ્વરૂપ નથી. સમજાણું કાંઈ...?
અહા ! અનંત કાળથી ચોરાસીના અવતારોમાં રખડતાં-રઝળતાં ભાઈ ! તને માંડ આ મનુષ્યભવ મળ્યો, અને તેમાંય જૈનમાં તારો જન્મ થયો એ કોઈ મહાભાગ્ય છે; અહા ! આ બધું હોવા છતાં અંતરમાં રુચિ લાવી તું આ તત્ત્વ-જ્ઞાનનીભેદજ્ઞાનની તારા હિતની વાત તું ન સમજે તો અંતર-અનુભવ કયાંથી થાય? અરે ભાઈ ! તું સાંભળ તો ખરો, અહીં સંતો પરમાત્માનો સંદેશ પોકારીને જગત પાસે જાહેર કરે છે કે પ્રભુ ! તારા સ્વસંવેદનમાં તારો આત્મા પ્રત્યક્ષ થાય એવી પ્રકાશશક્તિથી તું ત્રિકાળ ભરપુર છો.
હવે જિંદગીમાં કદી આવી તત્ત્વની વાત સાંભળવાની ફરસદ ન હોય એ તો બિચારા-મોટા કરોડપતિ હોય તોય બિચારા હોં-રળવું-કમાવું, ખાવું-પીવું ને ખેલવું, ને વિષયભોગમાં રહેવું–બસ એમ જ જિંદગી વીતાવે છે, પણ એ તો જિંદગીએળે (-નિષ્ફળ) જાય છે હોં. અરે પ્રભુ! તું કોણ છો ? ને તારું કાર્ય શું છે? –તેની તને ખબર નથી ! અહા ! તું આત્માનું (અંતર-અનુભવનું) કાર્ય કરવાનું છોડી દઈને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભરાગની ક્રિયામાં ધર્મ માની ત્યાં જ રોકાઈ ગયો ! પણ ભાઈ ! એ તો જગપંથ છે, એ ધર્મપંથ નહિ; ધર્મપંથ તો સ્વાનુભવમયી કોઈ અલૌકિક છે.
પ્રવચનસાર, ગાથા ૧૭રમાં “અલિંગગ્રહણ” શબ્દ આવે છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે તે શબ્દના ૨૦ અર્થ કર્યા છે. તેમાં કહ્યું છે
ગ્રાહક (-જ્ઞાયક) એવા જેને લિંગો વડે એટલે કે ઈન્દ્રિયો વડે ગ્રહણ (-જાણવું) થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા અતીન્દ્રિયજ્ઞાનમય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. -૧.
ગ્રાહ્ય (જણાવાયોગ્ય) એવા જેવું, લિંગો વડ એટલે કે ઇન્દ્રિયો વડે ગ્રહણ (-જાણવું) થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. –૨.
જેમ ધુમાડા દ્વારા અગ્નિનું ગ્રહણ થાય છે તેમ લિંગ દ્વારા એટલે કે ઇન્દ્રિયગમ્ય દ્વારા (–ઇન્દ્રિયોથી જણાવાયોગ્ય ચિન્હ દ્વારા) જેનું ગ્રહણ (–જાણવું) થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષપૂર્વક અનુમાનનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. –૩.
બીજાઓ વડે માત્ર લિંગ દ્વારા જ જેનું ગ્રહણ થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા અનુમયમાત્ર (કેવળ અનુમાનથી જ જણાવાયોગ્ય) નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. –૪.
જેને લિંગથી જ પરનું ગ્રહણ થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા અનુમાતામાત્ર (કેવળ અનુમાન કરનારો જ) નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. –૫.
લિંગ દ્વારા નહિ પણ સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.” –૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૨-પ્રકાશશક્તિ : ૭૩
જુઓ, આ છઠ્ઠા બોલમાં સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે એવો આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એમ કહ્યું છે. અહા ! આવો આ વીતરાગનો માર્ગ છે. પણ અરેરે! સર્વજ્ઞ પરમેશ્વરના વિરહ પડયા, ને બહારમાં ઘણી બધી ગરબડ ઉભી થઈ ગઈ ! અહીં કહે છે-ઇન્દ્રિયપ્રત્યક્ષ કે ઇન્દ્રિયપ્રત્યક્ષપૂર્વક અનુમાન વર્ડ જાણવામાં આવે એવો આત્મા નથી. તેમ જ પોતે ઇન્દ્રિયથી કે અનુમાનથી ૫રને જાણે એવો પણ આત્મા નથી. અહાહા...! પોતાના સ્વભાવ વડે જાણવામાં આવે એવો પ્રત્યક્ષ જ્ઞાતા પ્રભુ આત્મા છે. અહીં આ ૧૨મી શક્તિના વર્ણનમાં આ જ વાત કરી છે કેઆત્મા પોતે જ પોતાના સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થાય એવો તેનો પ્રકાશસ્વભાવ છે. અહાહા...! ઇન્દ્રિયોથી નહિ, રાગથી નહિ, પણ પોતાના સ્વભાવથી જાણવામાં આવે એવો આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે-એવા અલિંગગ્રહણના છઠ્ઠા બોલ સાથે અહીં મેળ છે. સમજાણું કાંઈ..!
અહા! આ પ્રકાશશક્તિમાં એવું અચિત્ત્વ દિવ્ય સામર્થ્ય છે કે કોઈ ૫૨-નિમિત્તની અપેક્ષા વિના જ તે પોતાના જ સ્વસંવેદન વડે આત્માને પ્રત્યક્ષ કરે છે. અહા! આવી દિવ્યશક્તિ સંપન્ન નિજ આત્માને અંતર્મુખ થઈ દેખે તો દ્રવ્યષ્ટિ ઉઘડી-ખીલી જાય. ભાઈ! તારા આત્માનો અપાર–અનંતો વૈભવ દેખવો હોય તો તારાં દિવ્યચક્ષુ યાને દ્રવ્યચક્ષુ ખોલ; આ બહારનાં ચામડાનાં ચક્ષુ વડે એ નહિ દેખાય, ને અંદર રાગનાં ચક્ષુ વડે પણ એ નિહ દેખાય; અંતરનાં સ્વભાવચક્ષુ વડે જ તે જણાશે-અનુભવાશે. સમજાણું કાંઈ...? એ તો ટીકા પ્રારંભ કરતાં મંગલાચરણમાં જ આચાર્યદેવે કહ્યું કે
'नमः समयसाराय स्वानुभूत्या चकासते'
એમ કે-પોતે પોતાની અનુભૂતિથી પ્રકાશમાન છે એવા સમયસાર નામ શુદ્ધ આત્માને નમસ્કાર. અહાહા...! નિમિત્ત કે વ્યવહારના આલંબન વિના જ, આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સ્વયં પોતાના સ્વભાવથી જ સ્વાનુભૂતિમાં પ્રકાશે છે. ભાઈ! આ તો તને ત્રિલોકીનાથ કેવળી ૫રમાત્માનાં વેણ અને કહેણ આવ્યા છે; તેનો નકાર ન કરાય. લૌકિકમાં પણ એમ હોય છે કે-દીકરાની સગાઈ કરવાની હોય ને દસ-વીસ ઘરનાં નાળિયેર આવ્યાં હોય તો તેમાંથી જે મોટા ઘ૨નું કહેણ હોય તે સ્વીકારી લે છે. તો આ તો કેવળી સર્વજ્ઞ ૫૨માત્માનાં સર્વોચ્ચ ઘરનાં કહેણ બાપુ! તેનો ઝટ સ્વીકાર કર, ના ન પાડ પ્રભુ! મુક્તિ-સુંદરી સાથે તારાં સગપણ કરવાનાં કહેણ છે. આનંદધનજીના એક પદમાં આવે છે કે
સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર સુગાઢી;
અહા ! પણ સમકિત સાથે સગાઈ કયારે થાય ? કે સ્વભાવસન્મુખ થઈ આત્માને સ્વસંવેદનથી પ્રત્યક્ષ જાણે ત્યારે. આ સર્વજ્ઞ ૫રમાત્માની દિવ્યધ્વનિમાં આવેલાં કહેણ છે. અહો! આ તો જન્મ-મરણના રોગનું નિવારણ કરનારી ભગવાન કેવળીએ કહેલી ૫૨મ અમૃતમય ઔષધિ છે.
વળી ત્યાં (–પ્રવચનસારમાં) અલિંગગ્રહણના સાતમા બોલમાં કહ્યું છે કે-“ જેને લિંગ વડે એટલે કે ઉપયોગ નામના લક્ષણ વડે ગ્રહણ એટલે કે શૈય પદાર્થોનું આલંબન નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્માને બાહ્ય પદાર્થોના આલંબનવાળું જ્ઞાન નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે.” જુઓ, કહે છે-આત્માના ઉપયોગમાં ૫૨૫દાર્થ૫૨જ્ઞેયનું આલંબન નથી. ભાઈ! તારી શક્તિ સ્વયં પ્રકાશમાન સ્વસંવેદનમય સ્વરૂપ જેનું છે એવી છે; તને કયાંય પરાવલંબન નથી.
પણ એ (સ્વસંવેદન ) કઠણ થઈ પડયું છે ને ?
હા, એ તો કળશટીકાના ૬૦મા કળશમાં કહ્યું છે કે“સાંપ્રત (હાલમાં) જીવદ્રવ્ય રાગાદિ અશુદ્ધ ચેતનારૂપે પરિણમ્યું છે ત્યાં તો એમ પ્રતિભાસે છે કે જ્ઞાન ક્રોધરૂપ પરિણમ્યું છે તેથી જ્ઞાન ભિન્ન, ક્રોધ ભિન્ન-એવું અનુભવવું ઘણું જ કઠણ છે. ઉત્તર આમ છે કે સાચે જ કઠણ છે, પરંતુ વસ્તુનું શુદ્ધસ્વરૂપ વિચારતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે.
39
ભાઈ ! સ્વભાવનો અનુભવ કરવો કઠણ તો છે, પણ અશકય નથી, અસંભવ નથી. ઘણું કઠણ લાગે છે, કેમકે અનંત કાળથી ભેદજ્ઞાનનો અભ્યાસ નથી. પણ વસ્તુસ્વરૂપ વિચારતાં–ધ્યાવતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે, અશકય નથી. અહા! પોતાના સ્વભાવની પ્રાપ્તિ પોતાને અશકય કેમ હોય ? એ તો ત્યાંસુધી જ પ્રાપ્ત નથી જ્યાં સુધી સ્વભાવની દૃષ્ટિ કરતો નથી. જ્યાં અંતર-દષ્ટિ કરે કે તત્કાલ આત્મા સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થાય છે. હવે જીવોએ અભ્યાસ કર્યો નથી, અને આ પદ્ધતિનો વર્તમાનમાં બહુ લોપ છે તેથી પોતાની ચીજ પ્રાપ્ત થવી કઠણ થઈ પડી છે. પણ મારગ તો આવો છે પ્રભુ! થોડું કહ્યું ઝાઝું કરી જાણવું બાપુ!
અહાહા...! ભગવાન આત્મા અનુભવમાં-સ્વાનુભવમાં પ્રત્યક્ષ થાય એવી એની શક્તિ છે. અહા ! અનંત ગુણ-સ્વભાવોમાં પ્રકાશશક્તિ વ્યાપક છે; જેથી જ્ઞાન પ્રત્યક્ષ, દર્શન પ્રત્યક્ષ, સુખ પ્રત્યક્ષ, વીર્ય પ્રત્યક્ષ-એમ દરેક શક્તિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
પ્રત્યક્ષ થાય એવું જ એનું સ્વરૂપ છે. અહાહા...! ભગવાન! તારા ઘરમાં અનંત ચૈતન્યલક્ષ્મી ભરી છે. તારો આત્મા પ્રત્યક્ષપણે આનંદનું વેદન કરે એવી તારામાં લક્ષ્મી ભરી છે. ભાઈ! તારી આવી સ્વરૂપલક્ષ્મી છે તેની હા તો પાડ; હા પાડીશ તો તેની લત લાગશે અને ‘હાલત ’ પ્રગટ થઈ જશે. અહા! આ તો
“ સહેજે સમુદ્ર ઉલસિયો, એમાં મોતી તણાતાં જાય; ભાગ્યવાન ક૨ વાવરે, એની મૂઠિયું મોતીએ ભરાય.”
અહા! હા પાડી અંતઃપુરુષાર્થ કરે તેને રત્નત્રયની પ્રાપ્તિ થાય. પણ રાગથી થાય ને નિમિત્તથી થાય ને વ્યવહારથી થાય એમ વિચારી અંતઃપુરુષાર્થહીન-ભાગ્યહીન રહે તેને આત્મા પ્રત્યક્ષ થતો નથી, તેને તો ચાર ગતિ જ ઊભી રહે છે. કહ્યું છે ને કે
“ ભાગ્યહીન ક૨ વાવરે એની મૂઠિયું શંખલે ભરાય. આવી વાત છે. આ કોઈ સંપ્રદાયની વાત નથી, આ તો વસ્તુના ઘરની વાત છે.
આ બારમી પ્રકાશશક્તિમાં ગજબની વાત કરી છે. પોતાનો જ્ઞાનનો અને આનંદનો સ્વભાવ છે તેનું સ્વયં પ્રત્યક્ષ સંવેદન થાય, અરે, અનંત ગુણોનું પ્રત્યક્ષ વેદન થાય એવો પ્રકાશશક્તિના સામર્થ્યનો અચિંત્ય મહિમા છે. શું કહીએ ? જેટલું અંતરમાં ભાસે છે તેટલું ભાષામાં આવતું નથી, કેમકે ભાષાનું પરિણમન સ્વતંત્ર છે, અને તેની કહેવાની શક્તિ મર્યાદિત છે.
,,
દિવ્યધ્વનિમાં જે નિરૂપણ આવે છે તે ભગવાનને કેવળજ્ઞાન છે માટે આવે છે એમ નથી. વાણી છૂટે છે તે તો વાણીનું ઉપાદાન છે, ને જ્ઞાન અને યોગ તો તેમાં નિમિત્તમાત્ર છે. જુઓ, ભાષાવર્ગણા (પરિણમન ) ચાર પ્રકારે છે; સત્યભાષા, અસત્યભાષા, મિશ્રભાષા ને વ્યવહારભાષા. આ ચાર પ્રકારની વચનવર્ગણા ભિન્ન ભિન્ન છે. હવે ભગવાનને તો એકલું કેવળજ્ઞાન છે, તો ભાષામાં એકલી સત્યભાષા નીકળવી જોઈએ; પણ ભાષામાં સત્ય અને વ્યવહાર–એમ બે પ્રકારે વાણી આવે છે. કેવળજ્ઞાનમાં કોઈ વ્યવહાર નથી. પરંતુ ભાષામાં યોગ્યતા જ એવી છે કે સત્ય અને વ્યવહાર બન્નેને તે બતાવે. આમ ભાષાની પર્યાય પોતે પોતાથી સ્વતંત્ર પરિણમે છે. તેમાં જ્ઞાન નિમિત્ત હો, પણ નિમિત્ત તેનું કર્તા નથી, ભાષાવર્ગણાની પર્યાયનો કર્તા આત્મા નથી, ભગવાન કેવળી નથી; કેવળીના યોગનું કંપન છે તે પણ ભાષાવર્ગણાની પર્યાયનો કર્તા નથી. ભાષાવર્ગણા જડ છે તે સ્વયં સ્વતંત્ર જે કાળે જેમ પરિણમવાયોગ્ય હોય તેમ તે કાળે પરિણમી જાય છે, પ્રયોગ કરીને આત્મા તેને પરિણમાવી દે એમ ત્રણકાળમાં છે નહિ.
ભાષામાં સ્વ-૫૨ને કહેવાની તાકાત છે, ને આત્મામાં સ્વ-પરને જાણવાની તાકાત છે. માર્ગ તો જુઓ પ્રભુનો! દ્રવ્યમાં પર્યાય પોતાથી સ્વતંત્ર પ્રગટ થાય છે. વાણીમાં સ્વ-પરને જાણવાની તાકાત નથી, ને આત્મામાં સ્વ-૫રને કહેવાની તાકાત નથી. આમ વસ્તુસ્થિતિ છે, છતાં હું વાણી કરું એમ કોઈ માને તો તે મૂઢ જ છે. અરે ભાઈ! આ બહારની લક્ષ્મી, મકાન, શરીર, મન, વાણી ઇત્યાદિ મારાં છે એમ માને એ તો ભ્રાન્તિ છે, મિથ્યા ભ્રમ છે, પાખંડ છે. અરે, આ રાગનો અંશ પણ જ્યાં તારો નથી તો તારાથી ત્રિકાળ ભિન્ન એવી પ૨ચીજ તારી કયાંથી થઈ ગઈ ? પરચીજનું તો ક્ષેત્ર જ ભિન્ન છે ને પ્રભુ!
સમવશરણમાં જીવ અનંત વાર ગયો, ને ત્યાં ભગવાનની દિવ્યધ્વનિ અનંત વાર સાંભળી. ત્યાં વાણી સાંભળીને જે જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તે પોતાથી થઈ છે, વાણીના કારણે થઈ છે એમ નથી. ભલે તે પરલક્ષી જ્ઞાન હો, પણ વાણીથી તે પરલક્ષી જ્ઞાન થયું છે એમ નથી; પરલક્ષી જ્ઞાનેય પોતાના ઉપાદાનથી થાય છે. હા, એટલું છે કે પરલક્ષી જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ થતો નથી. જુઓ, લોકો કયાંય દૂરદૂરથી આ વાત સાંભળવા આવે છે. અમે તો પરમાત્માની દિવ્યધ્વનિમાં આવેલી આ વાત ફરમાવીએ છીએ કે-આ જ્ઞાન થયું તે શાસ્ત્ર-શ્રવણથી થયું નથી, પોતાથી થયું છે. શ્રવણના નિમિત્તે થયેલી જ્ઞાનની પર્યાયમાં, તે પોતાથી થઈ છે તોપણ તેમાં પરાશ્રયપણું છે તેથી, આત્મા પ્રત્યક્ષ થતો નથી. જેમાં આત્મા પ્રત્યક્ષ થતો નથી તે એકલું પરલક્ષી જ્ઞાન, જ્ઞાન જ નથી; એ તો મિથ્યાજ્ઞાન છે. પરંતુ કોઈ પરમાત્માની વાણી સાંભળીને, શક્તિવાન નિજ દ્રવ્યને વિચારે છે, ધ્યાવે છે તો તેને દ્રવ્ય-ગુણમાં જે અનાદિકાલીન શક્તિ છે તેનું પર્યાયમાં પરિણમન થઈને આત્મા સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થાય છે, અને ત્યારે વાણીને નિમિત્ત કહેવાય છે. આવી વાત છે.
આમાં ‘સ્વયં’ ને ‘વિશદ’ એ બે શબ્દો ૫૨ ખાસ વજન છે. આત્મા કોઈની અપેક્ષા રહિત સ્વયં પ્રકાશમાન છે, અને વિશદ એટલે સ્પષ્ટ, પ્રત્યક્ષ સ્વસંવેદન થઈને આત્મા જાણવામાં આવે છે. ભાઈ! ધીરે ધીરે આ વિષય સમજવો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૨-પ્રકાશશક્તિ : ૭૫
બાપુ! આ તો ભગવાનની દિવ્યધ્વનિનો સાર છે. અહો! આચાર્ય ભગવંતોએ વનમાં વસીને કેવાં અજબ કામ કર્યાં છે! જુઓ, મૂળ ગાથાઓ શ્રી કુંદકુંદાચાર્યદેવે બે હજાર વર્ષ ૫૨ રચી છે, ને તેના એક હજાર વર્ષ પછી તેની ટીકા આચાર્ય શ્રી અમૃતચંદ્રસૂરિએ બનાવી છે. અહો! દિગંબર મુનિવરો! જાણે હાલતા-ચાલતા સિદ્ધ! નિજ એક જ્ઞાયકભાવમાં જેમણે ઉપયોગની-શુદ્ધોપયોગની ઉગ્ર જમાવટ કરી છે અને જેઓ પ્રચુર સ્વસંવેદનમાં મસ્ત, નિજાનંદરસમાં લીન રહેનારા છે એવા યોગીવોએ આ દિવ્ય શાસ્ત્ર રચ્યું છે.
એમ શુદ્ધોપયોગ તો ચોથા ગુણસ્થાનથી હોય છે, પરંતુ શુદ્ધોપયોગની જેવી ઉગ્ર જમાવટ મુનિવરોને હોય છે તેવી સમકિતીને ચોથે ગુણસ્થાને હોતી નથી. મુનિરાજને તો ત્રણ કષાયના અભાવવાળી શુદ્ધોપયોગની તીવ્ર લીનતા હોય છે. તથાપિ સમ્યગ્દષ્ટિને ચોથે ગુણસ્થાને ગૃહવાસમાં રહેવા છતાં આત્મા સ્વસંવેદનપ્રત્યક્ષથી અનુભવમાં આવે એવી આત્માની આ પ્રકાશશક્તિ છે. આ ન્યાયથી-યુક્તિથી વાત છે. ચોથે ગુણસ્થાને સમકિતી કહે છે-મારા આત્માના સ્વસંવેદન-પ્રત્યક્ષથી હું મને અનુભવું છું. અહો! આ સ્વસંવેદન અચિંત્ય મહિમાયુક્ત છે, તેમાં અનંત ગુણોનો રસ સમાય છે, તેમાં અતીન્દ્રિય આનંદ ઝરે છે, સ્વરૂપની પ્રતીતિ પ્રગટે છે, અને અનંત શક્તિઓ નિર્મળપણે ઉછળે છે. અહો ! આ સ્વસંવેદન તો મોક્ષનાં દ્વાર ખોલવાનો રામબાણ ઉપાય છે.
સમકિતી ચક્રવર્તી ભલે છ ખંડના રાજ્યમાં બહારથી દેખાય, પણ ખરેખર તે રાજ્યનો સ્વામી નથી. ૪૭ શક્તિમાં છેલ્લી સ્વ-સ્વામિત્વમયી સંબંધશક્તિ છે. અહાહા...! શક્તિનું પરિણમન થયું છે એવો સમકિતી, જ્ઞાની ચક્રવર્તી છન્નુ હજાર રાણીઓના વૃંદમાં દેખાય તો પણ તે પોતાના દ્રવ્ય-ગુણ અને સ્વસંવેદનની નિર્મળપર્યાય જે તેને પ્રગટ થઈ છે તેનો તે સ્વામી છે, રાગનો-વિકલ્પનો સ્વામી નથી. હવે રાગનો સ્વામી નથી તો પછી રાજ્યનો, ૫૨નો કે સ્ત્રીનો સ્વામી હોય એ વાત કયાં રહી ?
અહા! આ પ્રકાશશક્તિનું બીજી અનંત શક્તિઓમાં રૂપ છે. તેથી જ્ઞાન, શ્રદ્ધા, આનંદ વગેરે પ્રત્યક્ષ થાય એવું એનું સ્વરૂપ છે. અહો! આ તો મોટો ભંડાર ભર્યો છે, જેનો પાર ન આવે એવી આ વાત છે. એકેક શક્તિમાં કેટલું ભર્યું છે! એક ‘જગત’ શબ્દ લઈએ એમાં કેટલો વિસ્તાર ભર્યો છે? અહાહા...! છ દ્રવ્ય, એના ગુણ, એની પર્યાય, ત્રણ કાળ, અનંતા સિદ્ધ, અનંતા નિગોદરાશિ, અનંતાઅનંત પુદ્દગલો... ઓહોહોહો...! ‘ જગત ’ શબ્દે કેટલું બધું આવે! હવે એ જગતને જાણનાર જ્ઞાનના સામર્થ્યનું શું કહેવું? આમ એકેક શક્તિનો ઘણો અપરિમિત વિસ્તાર છે. (માત્ર પ્રત્યક્ષ અનુભવમાં જ પાર પમાય એમ છે.)
દ્રવ્યસંગ્રહની ૪૭મી ગાથામાં શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તીદવ કહે છે-નિશ્ચય અને વ્યવહા૨ મોક્ષમાર્ગ ધ્યાનમાં પ્રગટ થાય છે.
दुविहं पि मोक्खहेउं झाणे पाउणदि जं मुणी णियमा । तम्हा पयत्तचित्ता जूयं झाणं
સમબમસહી|૪||
ધર્મીપુરુષ સ્વરૂપમાં જ્યારે ઉપયોગ લગાવે ત્યારે ધ્યાન થાય છે. ધ્યાન તે જ શુદ્ધોપયોગ છે. શાયકનું ધ્યાન લગાવતાં આત્મા જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે, અનુભવમાં આવે છે. મતિ-શ્રુતજ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ છે.
પ્રશ્ન:- મતિ-શ્રુતજ્ઞાનને તમે પ્રત્યક્ષ કહો છો, પરંતુ તત્ત્વાર્થસૂત્રમાં ‘આઘે પરોક્ષમ્' આરંભનાં બે અર્થાત્ મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ છે એમ કહ્યું છે. તો આ કેવી રીતે છે?
ઉત્ત૨:- તત્ત્વાર્થસૂત્રમાં મતિ-શ્રુતજ્ઞાનને પરોક્ષ કહ્યાં છે તે તો પરને જાણવાની અપેક્ષાએ પરોક્ષ કહ્યાં છે, પોતાને જાણવાની અપેક્ષાએ તો મતિ-શ્રુતજ્ઞાન પ્રત્યક્ષ છે. આ વાત એમાં ગર્ભિત છે. વ્યવહારમાં જેમ કહે છે ને કેઆ માણસને મેં પ્રત્યક્ષ જોયો છે, તેમ ભગવાન આત્મા સ્વસંવેદનજ્ઞાનમાં સ્પષ્ટ સ્વયં પ્રકાશમાન થાય છે. શ્રુતપર્યાય અંતરમાં વળીને જ્યાં ચૈતન્યસ્વરૂપને ધ્યેય બનાવે છે ત્યાં તેનું પ્રત્યક્ષ સ્વસંવેદન થાય છે. સ્વાનુભવમાં આત્મા સ્વયં પ્રગટ થાય છે.
મેં રાજાને પ્રત્યક્ષ જોયો એમ કહેવું તે વ્યવહારપ્રત્યક્ષ છે. ૫રનું જ્ઞાન પણ જેને સ્વરૂપગ્રાહી સત્યાર્થ જ્ઞાન હોય તેને સાચું હોય છે. આ દેવ છે, આ ગુરુ છે, આ શાસ્ત્ર છે-એવું પ૨સંબંધીનું જ્ઞાન તેને સાચું હોય છે જેને સ્વનું ભાન છે. જેને સ્વનું જ્ઞાન થયું નથી તેને ૫રનું જ્ઞાન તે જ્ઞાન નથી, એ તો એકાંત પરપ્રકાશક જ્ઞાન છે.
વર્ષો પહેલાં સંપ્રદાયમાં અમે કહ્યું હતું કે-સ્વાનુભવ કરો, સ્વાનુભવ કરવો જોઈએ. સ્વાનુભવ મુખ્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
ત્યારે એક ભાઈ કહે-આ સ્વાનુભવની વાત કયાંથી કાઢી ? અમારા ગુરુએ તો આવું કદી કહ્યું નથી.
અરે ભાઈ ! સ્વાનુભવપ્રત્યક્ષ આત્મદ્રવ્ય છે; પરોક્ષ રહે એવો એનો સ્વભાવ નથી. આત્માનો અનુભવ પ્રત્યક્ષ થાય છે. સ્વાનુભવ કાળે આત્મા પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં તન્મય થયો થકો પોતે પોતાને સ્પષ્ટ પ્રત્યક્ષ વેદે છે, ને આનું નામ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને ધર્મ છે. મતિ-શ્રુતજ્ઞાનમાં આ રીતે આત્મા પ્રત્યક્ષ વેદનમાં-જાણવામાં આવે છે.
ઓહો! અંદર તો જુઓ! ભગવાન આત્માની શક્તિ અપરિમિત અપાર છે. આ પ્રકાશશક્તિનાં બે રૂપ-એક ધૃવરૂપ તે ધ્રુવ ઉપાદાન, અને પરિણતિ પ્રગટે તે ક્ષણિક ઉપાદાન છે. અહીં શક્તિ ને શક્તિની નિર્મળ વ્યક્તિની વાત છે. ધ્રુવ પણ સ્વાનુભૂતિની પર્યાયમાં પ્રત્યક્ષ જાણવામાં આવે છે.
સમયસાર કળશટીકા, કળશ ૬૦માં કહ્યું છે કે-વસ્તુના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરતાં અર્થાત ધ્યાવતાં ભિન્ન આત્માનો અનુભવ થઈને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. એકલા રાગ અને પુણ્ય-પાપનો વિચાર કરે એ તો પરપ્રકાશક મિથ્યાજ્ઞાન છે. રાગ અને પર્યાય પ્રતિ તો અનાદિથી ઝુકી રહ્યો છે. અહા! તે તરફનું લક્ષ છોડી જ્ઞાનને પોતાના શુદ્ધસ્વરૂપ સન્મુખ ઝુકાવવાથી તે જ્ઞાનની દશામાં આત્મા પ્રત્યક્ષ થાય છે, અને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે.
ભાઈ ! તારા આત્માનો પ્રકાશસ્વભાવ છે તેમાં પરોક્ષપણાનો અભાવ છે. સમકિતીને આત્મસ્વભાવનું અંશે પ્રત્યક્ષ સ્વસંવેદન પ્રગટ થયું હોય છે. તેને સાધકદશામાં પૂર્ણ પ્રત્યક્ષજ્ઞાન પ્રગટયું નથી, ને પરોક્ષજ્ઞાન પણ વર્તે છે. સ્વરૂપના ઉગ્ર આલંબને જેમ જેમ તેને આત્માનું પ્રત્યક્ષ સ્વસંવેદન વધતું જાય છે તેમ તેમ પરોક્ષપણું છૂટતું જાય છે ને અંતે પરોક્ષપણાનો સર્વથા અભાવ થઈ પૂર્ણ પ્રત્યક્ષજ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટ થાય છે; આ પ્રકાશશક્તિની પરિપૂર્ણ પ્રગટતા છે જેમાં એકલી પૂર્ણ પ્રત્યક્ષતા જ છે. આ રીતે
-અજ્ઞાનીને સર્વથા પરોક્ષ જ જ્ઞાન હોય છે, -સમકિતીને, સાધકને અંશે પ્રત્યક્ષ સ્વસંવેદન હોય છે, ને સાથે ક્રમે અભાવરૂપ થતું પરોક્ષપણું પણ હોય છે, ને
-કેવળીને સર્વપ્રત્યક્ષપણું-પૂર્ણ પ્રત્યક્ષપણું હોય છે. આવી વાત !
ભાઈ ! ગુપ્ત રહે એવું આત્માનું સ્વરૂપ જ નથી. પણ તને અનંતશક્તિસંપન્ન નિજ આત્મદ્રવ્યનો વિશ્વાસ આવે ત્યારે ને? લોકોમાં કહેવાય છે કે વિશ્વાસે વહાણ તરે. તેમ તું અનંતગુણધામ નિજ આત્મદ્રવ્યનો વિશ્વાસ લાવી અંતર્મુખ થા, તેમ કરવાથી આત્માનું વહાણ તરીને પાર ઉતરી જશે. અહા! આ અનંત જન્મ-મરણના અંત કરવાની વાત બાપા ! બાકી દયા, દાન આદિ ભાવના ફળમાં તો તું ભવભ્રમણ કરશે. દયા, દાન આદિ ભાવ વડ કદાચ તું સ્વર્ગે જઈશ તો ત્યાં પણ સમ્યગ્દર્શન વિના દુ:ખી જ થઈશ અને મરીને અંતે નર્ક-નિગોદમાં ચાલ્યો જઈશ.
ભાઈ ! સ્વર્ગના ભવ પણ તે અનંત કર્યા છે. અને ત્યાંથી નીકળી ભવભ્રમણમાં તું નિગોદમાં ઉપજ્યો ત્યાં પણ અનંત ભવ કર્યા, સ્વર્ગ કરતાં એકેન્દ્રિયમાં અસંખ્યગુણાં અનંતા ભવ જીવે કર્યા છે. એક શ્વાસમાં અઢાર ભવ નિગોદમાં થાય છે. આવા અનંત અનંત ભવ નિગોદમાં કર્યા છે. અહા ! આવા ભવના દુઃખથી મુક્ત થવું હોય તો અનંત શક્તિવાન એવા ધ્રુવ નિજ આત્મદ્રવ્યમાં દષ્ટિ લગાડી દે. શક્તિ અને શક્તિવાન એવા ભેદનું પણ લક્ષ છોડી ત્રિકાળી દ્રવ્યમાં દષ્ટિ કર, તેથી તારા જ્ઞાનપર્યાયમાં આત્મા પ્રત્યક્ષ થશે. સ્વસંવેદનમાં સ્વયં આત્મા પ્રત્યક્ષ થાય એવો જ એનો પ્રકાશસ્વભાવ છે. સમજાણું કાંઈ...? લ્યો, -
આ પ્રમાણે પ્રકાશશક્તિનું વર્ણન પૂરું થયું.
૧૩ઃ અસંકુચિતવિકાસત્વશક્તિ ક્ષેત્ર અને કાળથી અમર્યાદિત એવા ચિવિલાસસ્વરૂપ (-ચૈતન્યના વિલાસસ્વરૂપ) અસંકુચિતવિકાસત્વશક્તિ.
અહાહા..! જ્ઞાનસ્વરૂપી અનંતગુણસમુદ્ર પ્રભુ આત્મામાં જેમ જ્ઞાનાદિ છે તેમ તેમાં અસંકુચિતવિકારત્વ નામની એક શક્તિ છે. એટલે શું? કે એના ચૈતન્યમાં સંકોચ વિના વિકાસ થઈ તે પૂર્ણ વિકસે-વિલસે એવો એનો સ્વભાવ છે. અહાહા...! આત્માનો આવો સ્વભાવ એના અનંત ગુણમાં વ્યાપક છે; જેથી એની પ્રત્યેક શક્તિ-ગુણ સંકોચ વિના પૂર્ણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૩-અસંકુચિતવિકાસત્વશક્તિ : ૭૭
વિકાસરૂપ ખીલી ઉઠે છે. અહા ! એના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અસંકુચિત વિકાસમય છે. સમજાય છે કાંઈ...?
ત્યારે કોઈ વળી કહે છે–ભગવાન કેવળી દ્રવ્યોની વર્તમાન વર્તતી પર્યાયને જાણે પણ ત્રિકાળવર્તી સર્વ પર્યાયોને ન જાણે કેમકે એક સમયની વર્તમાન પર્યાય વર્તે છે, પણ ભૂત-ભવિષ્યની પર્યાયો વર્તમાન વર્તતી નથી. પણ આ માન્યતા બરાબર નથી, કેમકે ભગવાન કેવળીની જ્ઞાનશક્તિ સંકોચ રહિત ખીલીને એવી પૂર્ણજ્ઞાનરૂપકેવળજ્ઞાનરૂપ થઈ છે કે એક સમયમાં ત્રણે કાળની સમસ્ત પર્યાયોને ભગવાન કેવળી સર્વજ્ઞદેવ પ્રત્યક્ષ જાણે છે. ભગવાન કેવળી વર્તમાન વર્તતી એક સમયની પર્યાયને જ દેખે છે, ને ભૂત-ભાવિની પર્યાયોને દેખતા નથી એમ છે જ નહિ. એમ માને એને ચૈતન્યની શક્તિની ખબર જ નથી. ભાઈ ! આમાં એક ન્યાય ફરે તો એમાં આખી વસ્તુ ફરી જાય.
અહાહા...! આત્માની જ્ઞાનશક્તિમાં આ અસંકુચિતવિકાસત્વશક્તિનું રૂપ છે. એમાં અસંકુચિતવિકાસત્વશક્તિ છે એમ નહિ, પણ એમાં અસંકુચિતવિકાસત્વશક્તિનું રૂપ છે. જેમ જ્ઞાનમાં અસ્તિત્વનું રૂપ છે તેમ જ્ઞાનમાં અસંકુચિતવિકાસત્વશક્તિનું રૂપ છે; જેથી જ્ઞાનની શક્તિમાં સંકોચ વિના પૂરણ વિકાસ થાય છે અને ત્રણકાળ ત્રણલોકની પર્યાયોને સંકોચ વિના એક સમયમાં જાણે છે. ચૈતન્યનો પૂર્ણ વિલાસ થતાં જાણવામાં કોઈ ક્ષેત્રની મર્યાદા નથી કે આટલું જ ક્ષેત્ર જાણે, વા કાળની કોઈ મર્યાદા નથી કે આટલા કાળનું જ જાણે; ત્રણકાળ સહિત લોકાલોકને મર્યાદા વિના એક સમયમાં પ્રત્યક્ષ જાણે એવો અપરિમિત પૂર્ણ અનંત જ્ઞાનશક્તિનો વિકાસ ભગવાન કેવળીને થયો હોય છે.
તત્ત્વાર્થસૂત્રમાં આવે છે કે ચાર ઘાતીકર્મોનો નાથ થવાથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. પણ આ તો નિમિત્તથી કથન છે, તે યથાર્થ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે છે. વાસ્તવમાં ચાર ઘાતીકર્મોનો ક્ષય કરવો એ આત્માના સ્વરૂપમાં છે જ નહિ. એ તો પોતાનો એવો અસંકુચિતવિકાસત્વ સ્વભાવ છે જે વડે જીવ (-જ્ઞાન) પૂર્ણ વિકાસરૂપ થઈ કેવળજ્ઞાન પ્રગટ કરે છે. પણ અરેરે! અજ્ઞાની પામ૨ને પોતાની પ્રભુતાનો મહિમા બેસવો કઠણ પડે છે, એમ કે આવું તે હોય! પણ અરે ભાઈ! જ્ઞાનમાં સંકોચ રહિત પૂર્ણ વિકાસ થાય એવું અસંકુચિતવિકાસત્વશક્તિનું રૂપ છે, દર્શનમાં પણ સંકોચ ન રહે અને વિકાસ થઈ જાય એવું રૂપ છે, જેથી અસંકોચ-વિકાસરૂપ જે દર્શન તે સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવને પોતાના વિકાસથી દેખે છે.
આત્માનો અતીન્દ્રિય આનંદનો સ્વભાવ છે. તેમાં પણ અસંકુચિતવિકાસત્વશક્તિનું રૂપ છે, જે વડે આનંદસ્વભાવ કોઈ સંકોચ વિના પૂર્ણાનંદસ્વરૂપે પરિણમે છે. વળી જીવમાં અકષાયસ્વરૂપ ચારિત્ર નામનો એક ગુણ છે, તેમાં પણ આ શક્તિનું રૂપ છે, જેથી ચારિત્રની પૂર્ણ રમણતા-સ્થિરતા થઈ પૂર્ણ અકષાયરૂપ ચારિત્ર પ્રગટ થાય છે. જો કે આ શક્તિના અધિકારમાં ચારિત્ર નામની શક્તિ જુદી વર્ણવી નથી, પણ સુખશક્તિમાં શ્રદ્ધા અને ચારિત્ર એ બન્ને શક્તિ સમાડી દીધી છે. ભગવાન સિદ્ધના આઠ ગુણના વર્ણનમાં પણ ચારિત્ર ગુણ જુદો કહ્યો નથી; સમ્યગ્દર્શન અને વીર્ય ગુણનું કથન કર્યું છે ત્યાં શ્રદ્ધામાં ચારિત્રશક્તિ સમાવી દીધી છે.
પરમાત્મપ્રકાશમાં એક દષ્ટાંત આપ્યું છે. વાંસનો મંડપ હોય ત્યાં સુધી વેલ માંડવા ઉપર ચઢે છે, પણ વેલમાં હજી ઉ૫૨ જવાની શક્તિ તો ભરી છે. મંડપ વધારે ઊંચો હોય તો વેલ પણ વધારે ઊંચે ચઢે એવી વેલમાં પોતાના કારણે (મંડપના કારણે નહિ) શક્તિ છે. તેમ આ ત્રણકાળ-ત્રણલોકનો મંડપ છે તેને કેવળજ્ઞાન એક સમયમાં જાણે છે. વળી એનાથી અનંતગુણા ક્ષેત્ર ને કાળ હોય તો પણ કેવળજ્ઞાન તેને જાણે એવી તેની અનંત વિકાસરૂપ શક્તિ છે. લોકાલોક એક જ છે, પણ એનાથી અનંતગુણા લોકાલોક હોય તો પણ સંકોચ વિના વિકાસ થઈને કેવળજ્ઞાન તે બધાને જાણી લે એવું તેનું સ્વરૂપ છે. ભાઈ! એક એક ગુણની એક એક પર્યાય સંકોચ વિના પૂર્ણ વિકાસરૂપ થઈ વિલસે એવો આત્માની અસંકોચ-વિકાસશક્તિનો સ્વભાવ છે. ભગવાન! અંદર તારું સ્વરૂપ તો જો.
પં. ફૂલચંદજીએ ‘ ખાનિયા તત્ત્વચર્ચા' ગ્રંથમાં આનું સારું સ્પષ્ટીકરણ કર્યું છે. ભાઈ! વસ્તુસ્થિતિ જ આવી છે. અમે તો સાક્ષાત્ ભગવાન પાસે સાંભળ્યું છે. પરંતુ વાત આવી સૂક્ષ્મ છે એટલે લોકોને બેસવી કઠણ પડે છે.
અહા ! આત્માનું જ્ઞાન પ્રત્યક્ષ થઈને પરિપૂર્ણ વિકસિત થાય એવો એનો અસંકોચ-વિકાસ સ્વભાવ છે. પણ તે પર્યાયમાં પૂર્ણ વિકાસરૂપ કયારે થાય ? કે ત્રિકાળી પ્રત્યક્ષ પરિપૂર્ણ એક જ્ઞાયકભાવનો આશ્રય કરીને પરિણમે ત્યારે પર્યાયમાં પૂર્ણ વિકાસ થાય છે. આ સિવાય જડનો કે વિકારનો આશ્રય કરીને લાભ માને તો પર્યાયમાં વિકાસ ન થાય, વિકાર થાય ને પર્યાય સંકોચરૂપ જ રહે. અહા ! જીવની પર્યાયમાં અનાદિથી સંકોચ છે, તે સંકોચ ટળીને સંકોચ રહિત વિકાસ કેમ થાય તે અહીં આચાર્યદેવ બતાવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અહા ! પ્રભુ! તારામાં જેટલી અનંત શક્તિઓ છે તે બધી સંકોચ વિના વિકાસ પામે એવો પ્રત્યેક શક્તિનો સ્વભાવ છે. જીવત્વશક્તિમાં જ્ઞાન, દર્શન, આનંદ અને સત્તા એવા ચા૨ ભાવપ્રાણ છે; તેનો સંકોચ વિના પર્યાયમાં વિકાસ થાય એવો જીવત્વશક્તિનો સ્વભાવ છે. સ્વશક્તિને સ્પર્શ કરીને પરિણમતાં જ આત્મા સ્વયં વિકાસ પામે છે. અરે પ્રભુ! તું અંદર જો તો ખરો; તું દીન નથી, ભિખારી નથી, પામર નથી, અધુરો નથી. અહાહા...! અનંત અનંત પ્રભુતાનો સ્વામી સર્વ શક્તિથી ભરપુર ૫રમેશ્વર છો ને પ્રભુ! અહાહા...! દિગંબર સંતો તને પ્રભુ કહીને બોલાવે છે ને! ગાથા ૭૨ની ટીકા લખતાં આચાર્ય અમૃતચંદ્રસ્વામી તને ‘ભગવાન આત્મા' કહીને પુકારે છે ને! અહો ! અતીન્દ્રિય આનંદના ઝુલે ઝુલનારા વિરાગી દિગંબર સંતો તારા આત્માને ભગવાન કહીને જગાડે છે. જાગ નાથ ! જાગ. અંતર-પ્રતીતિ કરી અંતર-રમણતા કરતાં તારામાં ( પર્યાયમાં ) પરમાત્મપદનો વિકાસ થશે.
પ્રશ્ન:- હા, પણ આપ મુનિને માનતા નથી ને ?
ઉત્ત૨:- અરે ભાઈ! અમે તો દિગંબર સંતો-મહામુનિવરોના દાસાનુદાસ છીએ. ત્રણ કષાયના અભાવવાળી અંતરંગમાં અતીન્દ્રિય શાંતિ-આનંદ પ્રગટયાં હોય એવી મુનિદશા તો સાક્ષાત્ મોક્ષમાર્ગ છે. અહા ! આવી મુનિદશાને કોણ ન માને ભાઈ? અહા ! દિગંબર સંત-મુનિવરોની અંતર્બાહ્ય દશા કોઈ અદ્ભુત અલૌકિક હોય છે. પણ બાહ્ય દ્રવ્યલિંગમાત્ર મુનિપણું નથી. આગમ પ્રમાણે બાહ્ય વ્રતાદિનો સાચો વ્યવહાર હોય તે દ્રવ્યલિંગ છે. પણ આગમ પ્રમાણેનો સાચો વ્યવહારેય ન હોય ત્યાં શું કરીએ ? (ભાવલિંગ તો દૂર રહો). ચોકા લગાવી પોતાના માટે બનાવેલો આહાર લે એમાં તો આગમ પ્રમાણેના ચોખ્ખા વ્યવહારનું-દ્રવ્યલિંગનુંય ઠેકાણું નથી. ભાઈ! કોઈનો અનાદર કરવાની કે કોઈને દુઃખ લગાડવાની આ વાત નથી, પણ તારી ચીજ કેવી છે, મોક્ષમાર્ગનું સ્વરૂપ કેવું છે તે પોતાને સમજવા માટેની આ વાત છે.
વળી કોઈ કહે છે –દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય, પણ તેની એ માન્યતા યથાર્થ-સત્યાર્થ નથી. વાસ્તવમાં તેને ત્રિકાળી દ્રવ્ય અને દ્રવ્યની શક્તિની અંતરંગ પ્રતીતિ થઈ નથી. અહીં તો કહે છે -રાગની મંદતાની અપેક્ષા વિના જ પોતાના અનંતા ગુણો સંકોચ વિના પર્યાયમાં વિકાસરૂપે પરિણમે એવો એનો સ્વભાવ છે. અરે ભાઈ! રાગના અભાવસ્વરૂપ વીતરાગતાની (–ચારિત્રની) પૂર્ણ દશા પ્રગટ કરે એવો આત્માનો સ્વભાવ છે, પણ રાગ કરે એવી તો આત્માની કોઈ શક્તિ નથી. પૂર્ણ વિકાસપણે શક્તિ સ્વયં પરિણમે છે ત્યાં વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એ વાત જ કયાં રહે છે? અહો! આ તો આચાર્ય અમૃતચંદ્રદેવે અમૃતના દરિયા
ભરી દીધા છે.
અહા ! ચૈતન્યરૂપ અમૃતનો સાગર પ્રભુ તું આ મૃતક ક્લેવરમાં કયાં મૂર્છાઈ ગયો? સમયસાર, ગાથા ૯૬ની ટીકામાં આવે છે કે-અમૃતસાગર પ્રભુ આત્મા મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો છે. અરે ભાઈ! જેની તું રાતદિન સેવા ને આળપંપાળ કરે છે તે આ શરીર તો જડ, અચેતન, મૃતક કલેવર છે; એમાંથી બળીને રાખ નીકળશે, પણ એમાંથી વિકસીને કેવળજ્ઞાન નહિ નીકળે. માટે દેહની મમતા જવા દે, આ રૂપાળા શરીરના આકારને દેખવું જવા દે, તે તારી ચીજ નથી. અંદર જ્ઞાન, આનંદ આદિ શક્તિ ત્રિકાળ પડી છે તેમાં અંતર્મુખ ષ્ટિ કર અને તેની જ સેવા કર; અહાહા...! તેથી જ્ઞાન ને આનંદની દશાનો વિકાસ થઈ પૂર્ણ જ્ઞાન-કેવળજ્ઞાન અને પૂર્ણ આનંદની પ્રગટતા થશે, અને આ જીવનનું નાવ સંસારસાગર તરીને પાર ઉતરી જશે.
અરે ભાઈ ! આ સંકોચરૂપ અલ્પજ્ઞ પર્યાય એ કાંઈ તારા આત્માનો સ્વભાવ નથી. અહાહા...! તારામાં તો સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ આદિ શક્તિઓ પડી છે; વળી તેની પૂર્ણ વિકાસરૂપ સર્વજ્ઞ દશા અને સર્વદર્શી દશા પ્રગટ થાય એવો તારો અસંકોચવિકાસ સ્વભાવ છે. માટે આ અલ્પજ્ઞ દશા અને રાગની દશા જે પામર ચીજ છે તેની પ્રતીતિ જવા દે. હું અલ્પજ્ઞ છું, હું રાગી છું-એવી પ્રતીતિ જવા દે; એ તો મિથ્યા પ્રતીત છે ભાઈ ! એવી પ્રતીતિ હોતા તારી સંકોચદશાહીનદશા કેમ મટશે? અને તને અસંકોચવિકાસ કયાંથી પ્રગટશે ? અહાહા...! અંદર વસ્તુ પોતાના પૂર્ણ બેહદ સ્વભાવથી ભરપુર છે એમ વિશ્વાસ લાવી તેમાં તન્મય થઈ પરિણમતાં વસ્તુ અસંકોચવિકાસરૂપ પરિણમી જાય છે. આવો મારગ છે બાપુ!
અા! આત્માના સ્વભાવની અંતર-દષ્ટિ કરવી અને પોતાની ત્રિકાળી ચીજના બેહદ સામર્થ્યનો વિશ્વાસ કરવો એ કોઈ અલૌકિક ચીજ છે. અહાહા...! જેને ક્ષેત્ર-કાળની કોઈ મર્યાદા નથી એવી અમર્યાદિત જ્ઞાનશક્તિ વિકાસ પામીને સર્વ લોકાલોકને જાણવારૂપે પરિણમે છે. પરમાત્મપ્રકાશમાં જે મંડપ અને વેલનું દૃષ્ટાંત આપ્યું છે ત્યાં વેલમાં મંડપથી આગળ જવાની શક્તિ નથી એમ નથી, તેમ લોકાલોક છે એનાથી અનંતગુણો હોય તો પણ જ્ઞાનની દશા પૂર્ણ વિકાસરૂપે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩-અસંકુચિતવિકાસત્વશક્તિ : ૭૯ પરિણમીને તેને જાણી લે. અહા ! જુઓ, આ અરિહંતનું સ્વરૂપ ! અહાહા...! જુઓ, આત્મબાગનો ચિવિલાસ ! લોકો બાગમાં વિલાસ કરવા જાય છે ને! મુંબઈમાં ફૂલઝાડના મોટા બગીચા છે, લોકો સાંજના ત્યાં હવા ખાવા જાય છે. એ ભાવ તો પાપરૂપ છે. આ તો ચૈતન્યવિલાસસ્વરૂપ આત્મબાગમાં અનંત શક્તિઓ અમર્યાદિત વિકાસ પામીને નિર્મળનિર્મળ આનંદ આપતી પરિણમે છે એની વાત છે.
અહાહા...! સંકોચ ન રહે અને પૂરણ બેહદ વિકાસ થઈ જાય એવી જીવની શક્તિ છે. જ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય, અસ્તિત્વ, વસ્તુત્વ, કર્તા, કર્મ ઇત્યાદિ એકેક શક્તિ છે તે સંકોચ વિના અપરિમિત વિકાસરૂપે પરિણમે એવો ભગવાન આત્માનો સ્વભાવ છે. જેમ પરમાણુમાં અનંતગુણ લીલી, લાલ આદિ પર્યાય થાય છે તે પોતાના કારણે થાય છે, તેમાં પરનું કારણ બીલકુલ નથી; તેમ ભગવાન આત્મામાં અનંતજ્ઞાન, અનંતસુખ, અનંતવીર્ય આદિ પર્યાય ઉત્પન્ન થાય છે તે પોતાથી થાય છે, તેમાં પરનું સંચમાત્ર પણ કારણ નથી. અરે ભાઈ ! એક સમયમાં ત્રણકાળ સહિત લોકાલોકને પૂર્ણ જાણે, તેની ભૂત અને ભવિષ્યની પર્યાયોને પણ વર્તમાન પ્રત્યક્ષ જાણે તેને સર્વજ્ઞ કહેવામાં આવે છે. અહાહા...! સર્વજ્ઞ એટલે શું? એ તો શક્તિની અમર્યાદિત અસંકુચિતવિકાસરૂપ અવસ્થા છે. સમજાય છે કાંઈ...?
અરે પ્રભુ! કેવી કેવી (–મહા આશ્ચર્યકારી) શક્તિઓનો ભંડાર પ્રભુ તું છો તેની ખબર કરવાને બદલે તું બીજે ક્રિયાકાંડમાં રોકાઈ ગયો! અહા ! અનંત અમર્યાદિત મહિમાવંત એવી પોતાની ચીજના ભાન વિના આ તારા વ્રત, તપ આદિ કાંઈ કામના નથી. નિર્જરા અધિકારમાં આચાર્ય ભગવાને પોકારીને કહ્યું છે કે-અજ્ઞાની જીવ આત્માના ભાન વિના વ્રતાદિ ક્લેશ કરે તો કરો, પણ તે વડે તેને સંસારનો નાશ થતો નથી.
અરે ભાઈ ! તું અલ્પજ્ઞ રહે, અલ્પદર્શી, અલ્પ વીર્યપણે અને અલ્પ આનંદપણે રહે એવો તારો સ્વભાવ નથી, પણ ભગવાન! તું પૂર્ણાનંદ પ્રભુ પૂર્ણ જ્ઞાનાનંદનો દરિયો છે, અહાહા...! અલૌકિક ચીજ છો તું પ્રભુ! અહા ! આવું ભેદજ્ઞાન કરી અંદર અંતર્મુખ વળી અવલોકતાં સર્વજ્ઞત્વ, સર્વદર્શિત્વ આદિ અનંત શક્તિમાં સંકોચ વિના પૂર્ણ વિકાસ થાય એવા નિજસ્વભાવની પ્રતીતિ થાય છે. અહાહા..! આમાં આ એક ન્યાય સમજે તો બધા જ ભાવ સમજાઈ જાય એવી વાત છે. અહા! આ અસંકુચિતવિકાસત્વશક્તિ દ્રવ્ય-ગુણમાં તો ત્રિકાળ વ્યાપક છે, અને સ્વસમ્મુખતા વડે તેનો સ્વીકાર કરતાં જ તે પર્યાયમાં વ્યાપક થાય છે. અહાહા..! ત્રિકાળી દ્રવ્ય અસંકોચ વિકાસરૂપ, ગુણો અસંકોચ વિકાસરૂપ અને તદ્રુપ-પરિણત પર્યાય પણ અસંકોચ વિકાસરૂપ !! ગજબ વાત, ભાઈ !
હા, પણ પૂર્ણ વિકસિત જ્ઞાનની પર્યાય પૂર્ણ લોકાલોકને જાણે તેમાં લોકાલોક કારણ છે કે નહિ ?
ઉત્તર:- ના, જરાય નહિ, એ તો નિજ અંતઃપુરુષાર્થના સામર્થ્યથી જ પૂર્ણ વિકસિત જ્ઞાનની દશા લોકાલોકને પ્રત્યક્ષ જાણી લે છે, તેમાં લોકાલોકનું કાંઈ જ કારણપણું નથી. જો લોકાલોક કારણ હોય તો લોકાલોક તો અનાદિ છે અને તેથી કેવળજ્ઞાન-જ્ઞાનની પૂર્ણ વિકસિત દશા-અનાદિ હોવી જોઈએ. પણ એમ તો છે નહિ, કેમકે કેવળજ્ઞાન તો જીવને નવું સાદિ પ્રગટે છે. તેથી સ્પષ્ટ થાય છે કે લોકાલોક જ્ઞાનનું કારણ નથી; વળી તે જ્ઞાનનું કાર્ય છે એમ પણ નથી.
અહા ! જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંતી શક્તિઓ અસંકુચિત વિકાસને પ્રાપ્ત થાય એવો આત્માનો સ્વભાવ છે અને તે સ્વસમ્મુખતારૂપ અંતઃપુરષાર્થ વડે સિદ્ધ થાય છે. આવો મારગ છે; આ સિવાય બધું થોથેથોથાં છે. સમજાણું કાંઈ? લ્યો,
આ પ્રમાણે અસંકુચિતવિકાસત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪: અકાર્ય-કારણત્વશક્તિ જે અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી એવા એક દ્રવ્ય સ્વરૂપ અકાર્યકારણત્વશક્તિ. (જે અન્યનું કાર્ય નથી અને અન્યનું કારણ નથી એવું જે એક દ્રવ્ય તે-સ્વરૂપ અકાર્યકારણત્વશક્તિ.)”
ઓહો...! જ્ઞાનસ્વરૂપી પ્રભુ આત્મા અનંત શક્તિઓનો એક પિંડ છે. તેમાં જ્ઞાન-દર્શનની જેમ એક અકાર્યકારણત્વ શક્તિ છે. કેવી છે આ? તો કહે છે-“જે અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી એવા એક દ્રવ્ય સ્વરૂપ અકાર્યકારણત્વ શક્તિ છે.” શું કીધું આમાં? કે આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયને કોઈ પર વસ્તુ કરે નહિ તેથી આત્મા અકાર્ય છે, ને પરદ્રવ્યના દ્રવ્ય-ગુણ-પર્યાયને આત્મા કરે નહિ તેથી આત્મા અકારણ છે. ઓહો....! પરદ્રવ્ય સાથે કાર્ય-કારણભાવ રહિત આત્માનો આ અલૌકિક અકાર્યકારણત્વ સ્વભાવ છે. સમજાણું કાંઈ....?
ત્યારે કોઈ અહીં એમ કહે છે કે આ તો દ્રવ્યની વાત છે, એમ કે દ્રવ્ય કોઈનું કારણ નહિ અને દ્રવ્ય કોઈનું કાર્ય નહિ એમ અહીં વાત કરી છે. ' અરે ભાઈ ! તારી આ સમજણ બરાબર નથી, કેમ કે પ્રસ્તુત વિષય દ્રવ્યની શક્તિને લગતો છે. અહા ! શક્તિ જેની છે એવા શક્તિવાન, દ્રવ્યનો અનુભવ થતાં પર્યાયમાં પણ અકાર્યકારણ દશા પ્રગટ થઈ જાય છે. અહા ! જે પર્યાય દ્રવ્યના આશ્રયે પ્રગટ થઈ તે પરનું-રાગનું કારણ નથી અને તે પરનું-રાગનું કાર્ય પણ નથી. જેમ દ્રવ્યગુણ કોઈનું કારણ નથી અને કોઈનું કાર્ય પણ નથી તેમ તેની જે પર્યાય પ્રગટ થાય છે તે પર્યાય પણ કોઈ પરનું કારણ નથી ને કોઈ પરનું કાર્ય પણ નથી. આ અકાર્યકારણત્વ શક્તિ છે તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપ્ત થઈ જાય છે. સમજાણું કાંઈ..?
દ્રવ્ય-ગુણ તો પરથી ન થાય, પણ પર્યાય પરથી થાય એમ માનવા તું પ્રેરાય છે, પણ ભાઈ ! એમ વસ્તુ નથી. આ અકાર્યકારણ સ્વભાવ છે તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. અહાહા...! દ્રવ્ય અકાર્યકારણસ્વભાવમય, ગુણ અકાર્યકારણસ્વભાવમય અને પર્યાય પણ અકાર્યકારણસ્વભાવમય છે. અહો ! જેમ દ્રવ્ય-ગુણ અન્ય વડે કરાય નહિ તેમ પર્યાય પણ અન્ય વડે કરાતી નથી એવો આ વસ્તુનો અલૌકિક સ્વભાવ છે. પર્યાય સમયે સમયે નીપજતું નવું કાર્ય છે એ બરાબર, પણ તેથી કાંઈ તે બીજા વડે કરાય છે એમ કયાંથી આવ્યું? કારણ વિના કાર્ય ન હોય એ ખરું, પણ તે કારણ પોતામાં હોય કે પરમાં ? કાર્ય પોતામાં ને કારણ પરમાં-એમ છે નહિ, એ જિનમત નથી.
અરે ભાઈ ! જો પોતાનું કાર્ય પર–બીજો કરે તો પરાધીન એવો પોતે પોતાનું હિત કેવી રીતે કરી શકે ?
અને જો પોતે પરનાં કાર્ય કરે તો પોતાનું કાર્ય કોણ કરે? ને કયારે કરે ? ભાઈ ! પોતાના કાર્યનું કારણ પોતામાં જ છે, પરની સાથે પોતાને કાર્યકારણપણું છે જ નહિ–આવો જ વસ્તુનો સ્વભાવ છે.
આચાર્યદેવે આ અકાર્યકારણત્વ શક્તિ ૭રમી ગાથાની ટીકામાંથી કાઢી છે. અમે અમેદશિખરજીની યાત્રામાં ગયેલા ત્યારે ત્યાં ૭રમી ગાથા ઉપર પ્રવચનો થયેલાં. ભાઈ ! આ અકાર્યકારણત્વ શક્તિ છે તે દ્રવ્ય-ગુણમાં તો ત્રિકાળ વ્યાપક છે જ, પણ ત્રિકાળી દ્રવ્યની દૃષ્ટિ થતાં તે પર્યાયમાં પણ વ્યાપક થાય છે. અહાહા...! દરેક ગુણની પરિણતિ પરનું કારણેય નહિ ને પરનું કાર્ય પણ નહિ એમ આ શક્તિ છે તેનો વિકાસ-
વિસ્તાર થાય છે. ભગવાનને જે કેવળજ્ઞાનની દશા પ્રગટ થઈ તે કાંઈ ચાર ઘાતી કર્મનો નાશ થયો માટે પ્રગટ થઈ છે એમ નથી. ૫. ફુલચંદજીએ જૈન તત્ત્વમીમાંસામાં બરાબર ખુલાસો કર્યો છે કે-ચાર ઘાતકર્મનો નાશ થઈને તેની અકર્મરૂપ દશા થઈ છે, જે કર્મરૂપ પર્યાય હતી તે અકર્મરૂપ પર્યાય થઈ. (કાંઈ કેવળ જ્ઞાનરૂપ થઈ છે એમ નથી) કેવળજ્ઞાન તો જીવના ગુણની દશા છે. તેથી ઘાતકર્મના નાશથી કેવળજ્ઞાન પ્રગટ થયું છે એમ નથી.
તો શાસ્ત્રમાં એમ કહ્યું છે ને? એ તો નિમિત્તનું (નિમિત્તની મુખ્યતાથી) કથન છે ભાઈ !
પં. શ્રી ફુલચંદજીએ ખાનિયા તત્ત્વચર્ચામાં દરેક વિષય બહુ સારી રીતે સ્પષ્ટ કર્યો છે. આ એક ઐતિહાસિક તત્ત્વચર્ચા બની છે. અરે ભાઈ ! વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ સમજવાથી વિતરાગતા સિદ્ધ થાય છે; કાંઈ વાદ વિવાદે આ વાત પાર પડે એમ નથી. કોઈને જુઠા પાડવા અને પોતાની વાત સાચી માનવી એવી વાત અહીં નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪-અકાર્યકારણત્વશક્તિ : ૮૧ અહીં તો કહે છે–આત્માનો એવો અકાર્યકારણ સ્વભાવ છે કે જેથી તેની સ્વાશ્રયે જે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે તે રાગનું કાર્ય નથી. વ્યવહાર (વ્યવહાર રત્નત્રય) છે માટે નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે એમ નથી. વ્યવહાર રત્નત્રય કારણ ને નિશ્ચય રત્નત્રયની નિર્મળ પર્યાય કાર્ય એમ નથી. તેમ આત્મા (નિર્મળ પર્યાય) રાગનું-વિકારનું કારણેય નથી. આત્મા સંસારની ઉત્પત્તિનું કારણ નથી. આવી વસ્તુસ્થિતિની મર્યાદા છે ભાઈ ! દ્રવ્ય સત્, ગુણ સત્ ને પર્યાય પણ સત છે; ત્રણે સ્વતંત્ર છે. તેથી નિશ્ચયે પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે, કોઈ બીજું (અન્ય દ્રવ્ય ) કારણ છે માટે તે ઉત્પન્ન થાય છે એમ છે નહિ.
નિશ્ચયથી તો એમ છે કે સમ્યગ્દર્શન કે કેવળજ્ઞાનની જે પર્યાય ઉત્પન્ન થઈ તે તેની જન્મક્ષણ છે. તેની ઉત્પત્તિનો તે કાળ હતો માટે તે પર્યાય ત્યાં ઉત્પન્ન થઈ છે; તે તેની કાળલબ્ધિ છે. તે સમયે થવાનો કાળ હતો માટે તે પર્યાય પોતાથી પ્રગટ થઈ છે, પરનું એમાં જરાય કારણપણું નથી. જુઓ, સ્વસ્વરૂપમાં લીન-સ્થિર થાય ત્યારે ચારિત્રમોહકર્મનો નાશ થાય છે. ત્યાં ચારિત્રમોહકર્મના નાશનું કાર્ય કાંઈ જીવનું કાર્ય નથી. (જીવનું કાર્ય તો સ્વરૂપલીનતા છે). તેમ ચારિત્રમોહકર્મનો અભાવ થયો તે કારણ અને સ્વરૂપલીનતારૂપ નિર્મળ ચારિત્ર તે કાર્ય એમ પણ નથી.
હા, પણ નિમિત્ત તો છે ને?
અરે ભાઈ ! નિમિત્ત છે એનો અર્થ શું? એ છે બસ એટલું જ, બાકી નિમિત્ત કાંઈ કરે છે એમ છે નહિ. જુઓને, આ ચોકખું તો કહ્યું છે કે જે અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી એવા એક દ્રવ્યસ્વરૂપ અકાર્યકારણત્વશક્તિ ત્રિકાળ જીવદ્રવ્યમાં પડેલી છે. હવે આમ છે ત્યાં નિમિત્ત-પરવસ્તુ ઉપાદાનમાં શું કરે? કાંઈ જ ના કરે. વાસ્તવમાં એકેક સમયની પર્યાય પોતે જ પોતાના કારણ-કાર્યપણે વર્તે છે. પરમ શુદ્ધદષ્ટિમાં તો કાર્યકારણના ભેદ જ નથી, ભેદ પાડવો તે વ્યવહાર છે.
અહીં દ્રવ્યની શક્તિની વાત કરી છે, પણ દ્રવ્યમાં જે શક્તિ છે તે પર્યાયમાંય વ્યાપે છે. અહાહા...! ત્રિકાળી શક્તિવાન નિજ દ્રવ્યનો જ્યાં સ્વાભિમુખપણે સ્વીકાર થયો ત્યાં શક્તિ પર્યાયમાં વ્યાપી જાય છે. તેથી પર્યાયમાં પણ પરનું કાર્ય-કારણપણું નથી અહાહા...જેણે અકાર્યકારણરૂપ દ્રવ્ય સ્વભાવ સ્વીકાર્યો તે પર્યાય પણ અંતર્મુખ થઈને દ્રવ્યમાં અભેદ થયેલી છે, તેથી તે પર્યાય પણ પરનું કાર્ય-કારણ નથી. અહા ! દ્રવ્યનો-દ્રવ્ય સ્વભાવનો જેમાં નિર્ણય થયો તે પર્યાય છે તે પ્રગટેલી પર્યાય એમ જાણે છે કે હું આનંદની મૂર્તિ ચિદાનંદઘન પ્રભુ રાગનું કારણેય નથી અને રાગનું કાર્ય પણ નથી. રાગ રાગના કારણે થયો છે અને આનંદ આનંદના કારણે. સમજાણું કાંઈ....?
ત્યારે કોઈ કહે છે-રાગનું કારણ જડ કર્મ તો છે ને?
તો એ વાત પણ નથી. જડ કર્મ નિમિત્ત હો, પણ નિમિત્ત નિમિત્તમાં સ્વતંત્ર છે અને રાગ રાગના કારણે સ્વતંત્ર થાય છે. અહા ! ગજબ વાત છે ભાઈ ! કોઈ જડની અવસ્થા કે રાગની અવસ્થાનું આત્મા કારણ નથી, કાર્ય પણ નથી. આવો વસ્તુસ્વભાવ છે.
સમયસારની ૭રમી ગાથામાં આવે છે કે-આસ્રવો આકુળતાના ઉત્પન્ન કરનારા છે તેથી દુઃખના કારણ છે, અને ભગવાન આત્મા તો સદાય નિરાકુળ-સ્વભાવને લીધે કોઈનું કારણ નથી, કોઈનું કાર્ય નથી. લ્યો, આમાંથી આચાર્યદેવે આ અકાર્યકારણત્વ શક્તિ કાઢી છે. કોઈ ઇશ્વર જગતને બનાવે એ વાત તો દૂર રહો, અહીં તો કહે છેઆત્મા પરદ્રવ્યને કરે અને પરદ્રવ્ય આત્માને કરે એવું પરસ્પર કાર્ય-કારણપણું નથી. ભાઈ ! આ તો તું ન્યાલ થઈ જાય એવી વાત છે. અજ્ઞાની પણ પરનું કાંઈ કરે છે એમ નથી, એ તો હઠથી હું પરનું કરું છું એમ (મિથ્યા) માને છે બસ, બાકી વસ્તુનો અકાર્યકારણસ્વભાવ તો જેમ છે તેમ છે; એનો અંતરમાં સ્વીકાર કરે તે જ્ઞાની છે. આવી વાત!
પ્રશ્ન:- તો તત્ત્વાર્થ રાજવાર્તિકમાં બે કારણથી કાર્ય ઉત્પન્ન થાય છે એમ કથન છે ને?
ઉત્તર:- એ તો કાર્ય થયું ત્યારે નિમિત્ત કોણ છે તેનું જ્ઞાન કરાવવા માટે ત્યાં એ વાત કરી છે. પર્યાય કોઈનું કારણ નહિ અને કાર્ય પણ નહિ એ મૂળ વાતને રાખીને પછી ત્યાં નિમિત્ત કોણ છે તેનું પ્રમાણજ્ઞાન કરાવવા બે કારણથી કાર્ય થાય છે એમ કહ્યું છે. નિશ્ચયથી પર્યાય પોતાથી પ્રગટ થાય છે, પણ તેનું કારણ-કાર્ય નથી એ વાત રાખીને પ્રમાણ, નિમિત્તનું જ્ઞાન કરાવે છે; બાકી નિશ્ચયને જૂઠો માનીને (ઉડાડીને) નિમિત્તનું જ્ઞાન કરાવે તો તે સાચું પ્રમાણજ્ઞાન જ નથી, એ તો મિથ્યાજ્ઞાન છે. આવી વાત ! સમજાણું કાંઈ..?
અકાર્યકારણત્વશક્તિની વ્યાખ્યામાં જે “એક દ્રવ્યસ્વરૂપ' એવો શબ્દ છે તેથી કેટલાકને એમ લાગે છે કે આ તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ એકલા દ્રવ્યની વાત છે; એમ કે પર્યાય તો નવી નવી ઉપજે છે માટે તેમાં તો પરનું કાર્ય-કારણપણું હોય. ' અરે ભાઈ ! તારી આ માન્યતા જૂઠી છે, કેમ કે દ્રવ્યની અકાર્યકારણત્વશક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. જેમ દ્રવ્ય અન્યથી કરાય નહિ, ગુણ અન્યથી કરાય નહિ તેમ તેની પ્રત્યેક પર્યાય પણ પરથી કરાતી નથી. અહાહા ! દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ આખી વસ્તુ અહીં તો (પરના) અકાર્ય-કારણમય સિદ્ધ કરે છે. સ્વ-આશ્રયે જે આ સમ્યગ્દર્શનની પર્યાય થઈ તે પરથી (કર્મના ઉપશમાદિથી) કરાઈ નથી, તેમ તે પર્યાય પરમાં (કર્મમાં) કાંઈ કરે છે એમ નથી. અન્યનું કાર્ય અન્ય વડે કરાય એ જૈન સિદ્ધાંત નથી, અહા! આ કેવળજ્ઞાન થયું તો મોક્ષમાર્ગ કારણ અને કેવળજ્ઞાન તેનું કાર્ય એમ નથી, કેમ કે કેવળજ્ઞાનની પર્યાયમાં અકાર્યકારણત્વશક્તિ વ્યાપી છે. (અહીં પૂર્વ પર્યાય વર્તમાન કેવળજ્ઞાનની દશાનું પર છે). હવે આમ છે ત્યાં મનુષ્યપણું અને ઉત્તમ સહુનન છે માટે કેવળજ્ઞાન પ્રગટ થયું એ વાત કયાં રહી? એ તો બધાં નિમિત્તનાં કથન બાપુ! હવે આવી સૂક્ષ્મ વાત લોકોને કઠણ પડ છે, પરંતુ આ ન્યાયથી-લોજીકથી સિદ્ધ સત્ય વાત છે.
અહા ! આત્માની પ્રત્યેક શક્તિમાં આ અકાર્યકારણસ્વભાવનું રૂપ છે. ચારિત્રની નિર્મળ પર્યાય જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે દ્રવ્યના આશ્રયે તે ઉત્પન્ન થાય છે. તેથી પોતાના દ્રવ્યના આશ્રયથી (કારણપણાથી) ચારિત્રદશા પ્રગટ થઈ એમ કહીએ, પણ એ વ્યવહાર છે, કેમકે ખરેખર તો ચારિત્રની પર્યાયનું કારણ તે પર્યાય પોતે છે. તે પર્યાય પોતે જ પક્કરકરૂપ પરિણમીને તે રૂપે થઈ છે. હવે આવી વાત છે ત્યાં વ્યવહાર રત્નત્રયનો રાગ કારણ અને ચારિત્રની નિર્મળ પર્યાય પ્રગટી તે કાર્ય એમ કયાં રહ્યું? એમ છે જ નહિ. સમય-સમયની નિર્મળ પર્યાય પ્રગટ થાય છે તે શક્તિના કારણે પ્રગટે છે એમ કહીએ તે પણ વ્યવહાર છે, અહાહા..! એક સમયમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ નિરાકુળ આનંદની અનુભૂતિની દશા પ્રગટી તે દશા-પર્યાયના સામર્થ્યનું શું કહેવું? અહાહા....! તે પર્યાય નિજ સામર્થ્યથી જ સ્વતંત્ર પ્રગટ થઈ છે, તે અન્યનું કાર્ય નથી, અન્યનું કારણ પણ નથી. અનુભવની નિર્મળ દશા થવા પહેલાં શુભભાવ હતો તો અનુભૂતિની દશા પ્રગટી છે એમ નથી. સમજાણું કાંઈ...?
અહાહા...! જ્ઞાનમાં, દર્શનમાં, આનંદમાં, ચારિત્રમાં, વીર્યમાં-એમ પ્રત્યેક ગુણમાં અકાર્યકારણપણાનો સ્વભાવ છે. ગુણ પ્રગટે તેમાં પરનું કાર્યકારણપણું કિંચિત્ નથી. આ અંત:પુરુષાર્થ જાગૃત થાય તેમાં પારદ્રવ્ય (દેવ-ગુરુ-શાસ્ત્ર, કર્મ આદિ ) નું કિંચિત્ કારણપણું નથી. ‘મુદત્વમસ્સિદો ખલુ સમ્માદિઠ્ઠી હુવદિ જીવો '-ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે એમ કીધું છે ને? પણ એ ય વ્યવહાર છે. અહા ! સમ્યગ્દર્શન પ્રગટ થવામાં જેમ પરદ્રવ્ય કારણ નથી. તેમ પોતાના દ્રવ્ય-ગુણ પણ ખરેખર કારણ નથી એવો પર્યાયનો અકાર્યકારણ સ્વભાવ છે. આવી સૂક્ષ્મ વાત ભાઈ !
અહા! આ અકાર્યકારણસ્વભાવ જેને અંતરમાં બેસી જાય તેની શી વાત ! તેની તો મતિ અને ગતિ ફરી (સુલટી) જાય. “હું પરનું શું કરું? કાંઈ પણ ન કરું”—એમ જાણતો તે પરથી (પરના કરવાપણાથી) હુઠી જાય છે અને સ્વ ભણી વળી ત્યાં સ્વસ્વરૂપમાં જ લીન-સ્થિર થાય છે; અને ત્યારે મને મારા કાર્ય (સમ્યગ્દર્શનાદિ) માટે પરની કોઈ ઓશિયાળ-અપેક્ષા નથી એવી તેને નિર્મળ પ્રતીતિ થાય છે. લ્યો, આવો સ્વાધીનતાનો મારગ અને આ ધર્મ ! બાકી અજ્ઞાની જીવો અનાદિકાળથી પરમાં પોતાનું કાર્યકારણપણું માની સ્વકાર્ય માટે પરના ઓશિયાળા થઈ પરમાં જ પ્રવર્તે-રમે છે, પણ એ તો સંસારમાં રઝળવાનો દુઃખનો પંથ બાપુ! એ મિથ્યા પંથ ભાઈ ! માટે પર વિના મને ન ચાલે અને પરનાં કામ હું કરી દઉં એ વાત જવા દે ભાઈ ! એ ભ્રમ છોડી પરથી ખસી સ્વમાં સાવધાન થા, ને સ્વમાં વસ; કેમ કે તારે સદાય પર વગર જ ચાલી રહ્યું છે, અને પરનાં કામ કદીય તું કરે એવું તારું સ્વરૂપ જ નથી. અહો ! આત્માનો અકાર્યકારણસ્વભાવ કહીને આચાર્યદેવે પરથી ભેદજ્ઞાન કરાવી સ્વાધીન સુખનો માર્ગ બતાવ્યો છે. લ્યો, -
-આ પ્રમાણે અકાર્યકારણત્વશક્તિ પૂરી થઈ.
૧૫: પરિણમ્ય-પરિણામકત્વશક્તિ પર અને પોતે જેમનાં નિમિત્ત છે એવા જ્ઞયાકારો તથા જ્ઞાનાકારોને ગ્રહણ કરવાના અને ગ્રહણ કરાવવાના વાવરૂપ પરિણમ્ય-પરિણામત્વશક્તિ. (પર જેમનાં કારણ છે એવા જ્ઞયાકારોને ગ્રહણ કરવાના અને પોતે જેમનું કારણ છે એવા જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ પરિણમ્ય-પરિણામકત્વશક્તિ)'.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫-પરિણમ્ય-પરિણામકત્વશક્તિ : ૮૩ જુઓ, આત્માને પરદ્રવ્ય સાથે કાર્ય-કારણપણું નથી એવી અકાર્યકારણત્વશક્તિની વાત આવી ગઈ. હવે કહે છે–પર અને પોતે જેમનાં નિમિત્ત છે એવા જ્ઞયાકારો તથા જ્ઞાનાકારોને ગ્રહણ કરવાના અને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ આત્મામાં પરિણમ્ય-પરિણામકત્વશક્તિ છે. થોડી સૂક્ષ્મ વાત છે ભાઈ ! જરા ધ્યાન રાખી સમજવું. પરયોને ગ્રહણ કરવાના સ્વભાવરૂપ જે શક્તિ છે તે પ્રમાણ નામ પરિણમ્યશક્તિ છે, અને જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ જે શક્તિ છે તે પ્રમેય નામ પરિણામ ત્વશક્તિ છે. ધીરે ધીરે સમજો બાપુ અહીં શું કહેવું છે? કે આત્મામાં પ્રમાણ નામની એક શક્તિ છે અને પ્રમેય નામની પણ એક શક્તિ છે. પ્રમાણ તે પરિણમ્ય શક્તિ છે અને પ્રમેય તે પરિણામકત્વ શક્તિ છે. આ બન્ને મળીને આત્મામાં એક પરિણમ્ય-પરિણામત્વ નામની શક્તિ ત્રિકાળ છે.
પરિણમ્ય” એટલે પરયો વડે આત્મા પરિણમાવાય છે વા પરયો આત્માને જ્ઞાનને પરિણાવે છે એમ નહિ, પણ સામે જેવા પરયો છે તેવું જ્ઞાનનું સહજ જ પરિણમન પોતાના સ્વભાવથી થાય છે. આવો આત્માનો પરિણમ્ય સ્વભાવ છે. સ્વભાવથી જ પરને જાણવારૂપ પરિણમવાની આત્માની શક્તિ છે. આ પરિણમ્ય શક્તિ છે.
વળી “પરિણામત્વ' એટલે સામાં અન્ય જીવના જ્ઞાનને આ આત્મા પરિણમાવે છે એમ નહિ, પણ પોતે સહજ જ જ્ઞયપણે સામા જીવના પ્રમાણજ્ઞાનમાં ઝળકે એવો આત્માનો પરિણામકત્વ સ્વભાવ છે. પરના જ્ઞાનમાં શેયપણે ઝળકવાનો આત્માનો પરિણામત્વ સ્વભાવ છે. અહા! આત્મા પરને જાણે અને પરના જ્ઞાનમાં પોતે જણાય. આવા બન્ને સ્વભાવ તેમાં એકીસાથે રહેલા છે. તેને અહી “પરિણમ્ય-પરિણામકત્વ' શક્તિ કહી છે.
આત્માની શક્તિનું અહીં આ સૂક્ષ્મ વર્ણન છે. આત્મા પરનો કર્તા થાય અથવા પર વડે આત્માનું કાર્ય થાય એવો તો આત્માનો સ્વભાવ નથી. પરંતુ સર્વ જ્ઞયાકારોને જે જ્ઞય વસ્તુઓ અનંત છે તેને વિશેષપણે ગ્રહણ કરવાના સ્વભાવરૂપ આત્મામાં પ્રમાણ નામ પરિણમ્ય નામની શક્તિ છે; તેમજ પરના પ્રમાણમાં પ્રમેય થવાની અર્થાત્ પોતાના જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ આત્મામાં પ્રમેયત્વ નામ પરિણામકત્વ નામની શક્તિ છે. આમાં સ્વ અને પર એમ બે વસ્તુઓ સિદ્ધ કરી છે. એકલો પર પરબ્રહ્મસ્વરૂપ આત્મા જ છે એમ નહિ, તથા એકલા પરજ્ઞયો છે એમ પણ નહિ. અહા ! જ્ઞયો (જીવ-અજીવરૂપ) પણ અનંત છે અને જ્ઞાનસ્વરૂપી આત્મા જે પ્રમાણ-પ્રમેય સ્વભાવમય છે તે પણ ભાવથી અનંતરૂપ છે.
અહાહા...! આત્મામાં અનંત શક્તિ, અનંત ગુણ, અનંત સ્વભાવ ભર્યા છે. તેમાં એક પ્રમાણ નામની શક્તિ-સ્વભાવ છે. તેનું કાર્ય શું? તો કહે છે–સ્વપર સર્વ જ્ઞયાકારોનું તેના વિશેષો સહિત જ્ઞાન કરવું તે પ્રમાણ શક્તિનું કાર્ય છે. અહીં સર્વ જ્ઞયાકારો કહ્યા તેમાં પોતાનો આત્મા પણ એક શેયાકાર તરીકે આવી ગયો. તેથી જો કોઈ એમ કહે કે-આત્મા પરને જાણે પણ સ્વને ન જાણે તો તેની એ વાત જૂઠી છે, કેમ કે આત્મામાં સ્વ-પરને જાણવારૂપ આ પ્રમાણ શક્તિ છે. વળી કોઈ એમ કહે કે આત્મા અને જાણે, પણ પરને ન જાણે તો તેની એ વાત પણ જૂઠી છે, તેને આત્મામાં સ્વપરને જાણવારૂપ પ્રમાણ શક્તિ છે તેની ખબર નથી.
વળી આત્મામાં એક પ્રમેય નામની શક્તિ પણ છે. તેનું કાર્ય શું? તો કહે છે–પરના પ્રમાણ જ્ઞાનમાં પોતાના જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાનો અર્પણ કરવાનો એનો સ્વભાવ છે. આ પ્રમાણે પ્રમાણ-પ્રમેય-બન્ને મળીને આ એક પરિણમ્ય-પરિણામકત્વ શક્તિ અહીં આચાર્યદવે કહી છે. પરને રચ-રચાવે કે કરે-કરાવે એવો કોઈ આત્માનો સ્વભાવ નથી, પણ પરનો જ્ઞાતા પણ થાય અને જ્ઞય પણ થાય એવો આત્માનો આ પરિણમ્ય-પરિણામકત્વ સ્વભાવ છે. આવી સૂક્ષ્મ વાત ભાઈ !
પ્રશ્ન- આત્મામાં સ્વ-પરના જ્ઞાનમાં શેય થવાનો સ્વભાવ છે તથા સ્વપરને જાણવાનો સ્વભાવ છે તો અમને આત્મા જણાતો કેમ નથી ?
ઉત્તર:- અરે ભાઈ ! આત્મા ઈન્દ્રિયજ્ઞાનથી ન જણાય એવો સૂક્ષ્મ અતીન્દ્રિય અરૂપી પદાર્થ છે. તેને જાણવા ઇન્દ્રિયજ્ઞાન કામ નહિ આવે; તારે તારો ઉપયોગ અંતર્મુખ અતીન્દ્રિય સૂક્ષ્મ કરવો જોઈશે. આત્મા અતીન્દ્રિય સ્વસંવેદનમાં જ જણાય એવી ચીજ છે. સમજાણું કાંઈ... ?
અહીંથી આ સતશાસ્ત્ર નામ જિનવાણી બહાર પડે છે ને? તે જ્ઞય છે. તે જ્ઞયનું જ્ઞાન કરવું તે ભગવાન આત્માનો સ્વભાવ છે. અહાહા..! અનંતા જ્ઞયોને જાણે એવો ભગવાન! તારો સ્વભાવ છે. તે અનંતા જ્ઞયોની રચના કરવી કે તેનું કાર્ય કરવું એમ નહિ ( એવો તારો સ્વભાવ નહિ), તેમ તે જ્ઞયો વડ તારા કાર્યની રચના ( જ્ઞાનાકારોની રચના) થાય-કરાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
એમ પણ નહિ ( એવો જ્ઞેયોનો ને તારો સ્વભાવ નથી); પરંતુ દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ અનંતા જ્ઞેયો પોતાના જ્ઞાનમાં પ્રમાણમાં ગ્રહણ થાય અને સ્વ-૫૨ પ્રમાણજ્ઞાનમાં પોતાના જ્ઞાનાકારો પ્રમેયપણે જણાય એવો ભગવાન આત્માનો સ્વભાવ છે. ગજબ વાત છે ભાઈ! અનંતા સિદ્ધ ભગવંતો અને અરિહંતો વગેરેને પોતે પોતાના જ્ઞાનમાં જાણે તથા અનંતા સિદ્ધ ભગવંતો અને અરિહંતો વગેરેના જ્ઞાનમાં પોતે-પોતાના જ્ઞાનાકારો-પ્રમેય થઈ જણાય એવો પોતાનોઆત્માનો સ્વભાવ છે. ભગવાન! તારા આવા સ્વભાવ-સામર્થ્યને જાણ્યા વિના તું અનંતકાળ ચાર ગતિમાં રઝળી મર્યો છે. જો તારા સ્વભાવ-સામર્થ્યનો મહિમા તું સમજે–સ્વીકારે તો સંસાર-પરિભ્રમણના દુઃખનો અંત આવે એવી આ વાત છે. અહાહા...! તારી એકેક પર્યાયમાં સ્વ-૫૨નું જ્ઞાન કરવાની ને સ્વ-પરનું જ્ઞેય થવાની અદ્દભૂત શક્તિ પડી છે. આ સમજીને અંતર્મુખ થાય તો ‘મને આત્મા કેમ જણાતો નથી' એવો સંદેહ મટી જાય, એવી શંકા રહે જ નિહ. એકલા પ૨ને જ જાણવા-માનવારૂપ જે પ્રવર્તે છે તેને આત્મા જણાતો નથી; બાકી સ્વ-૫૨ બન્નેને જાણે એવું ભગવાન આત્માનું સહજ સ્વભાવ-સામર્થ્ય છે. સમજાણું કાંઈ...?
અહો ! અંદર સ્વસ્વરૂપના આનંદમાં ઝૂલતાં ઝૂલતાં આચાર્ય ભગવાને આત્માની શક્તિઓનું મહા અદ્ભુત વર્ણન કર્યું છે. કહે છે-આત્માની અનંત શક્તિઓ છે, પણ કહેવી કેટલી ? એમ કે-શબ્દો તો પરિમિત છે, ને શક્તિઓ તો અપરિમિત અનંત છે. તેથી વચન દ્વારા અમે કેટલી કહીએ? અને અમને એને કહેવાની ફુરસદ પણ કર્યા છે? અમે તો નિજાનંદરસલીન રહીએ છીએ. કેવળજ્ઞાન થયે બધીય-અનંત પ્રત્યક્ષ જણાશે, વાણીમાં કેટલી કહેવી ? છતાં અહીં ૪૭ શક્તિઓનું વર્ણન કરીને આત્માનો અદ્ભુત વૈભવ આચાર્યદેવે ખુલ્લો કર્યો છે.
તેમાં આત્માની એક શક્તિ એવી છે કે પોતે સ્વ-૫૨નો જ્ઞાતા પણ થાય અને સ્વ-૫૨નો શેય પણ થાય. અહીં સ્વપરનો જ્ઞેય થાય એમ કહ્યું ત્યાં ૫૨નો એટલે ૫૨જીવોના જ્ઞાનમાં શેય થાય એમ વાત છે, કાંઈ જડનોઇન્દ્રિયાદિ જડ પદાર્થોનો જ્ઞેય થાય એમ નહિ. જડમાં તો કયાં જ્ઞાન છે કે આત્મા એનો શૈય થાય? હવે જડનેઇન્દ્રિયાદિને તો પોતાની જ ખબર નથી ત્યાં તે બીજાને શું જાણે ? એક આત્માને જ સ્વ-૫૨ની ખબર છે. અહો ! આત્માના પોતાના આવા જ્ઞેય-જ્ઞાયક સ્વભાવને અંતર્મુખ થઈ જાણતાં પોતાને પોતાની ખબર પડે છે. પોતે સૂક્ષ્મ અરૂપી ચીજ છે તેથી પોતે પોતાને ન જાણે એમ કોઈ અજ્ઞાનીઓ માને છે પણ એવી વસ્તુ નથી. અરે ભાઈ ! પોતાને પોતાની ખબર ન પડે તો પોતાની નિઃશંક પ્રતીતિકયાંથી થાય? અને નિજ સ્વભાવની નિઃશંકતા થયા વિના સાધક જીવ કોની સાધના કરે? અરે ભાઈ! અંદર તારો સ્વભાવ જ એવો છે કે અંતરમાં જાગ્રત થતાં સ્વરૂપની નિઃસંદેહ પ્રતીતિ થાય છે. આનું નામ ધર્મ છે. આવો મારગ !
હવે લોકોને તો પૂજા કરવી, ભક્તિ કરવી, ને વ્રત-ઉપવાસાદિ કરવાં ઠીક પડે છે, પણ ભાઈ! એ કાંઈ ધર્મ નથી; ધર્મનું કારણેય નથી.
તો જ્ઞાની-ધર્મ પુરુષો પણ આ બધું કરે તો છે?
શું કરે છે? અશુભથી બચવા માટે જ્ઞાનીને ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભભાવના પરિણામ થતા હોય છે, પણ તેને તે ધર્મ વા પોતાનું કર્તવ્ય જાણતા નથી. એ સઘળા શુભભાવો જ્ઞાનીને હૈયપણે જ હોય છે. હવે જ્ઞાનીના અંતરને જાણે નહિ, ને કરે છે, કરે છે એમ માને, પણ એ જ તો અજ્ઞાન છે!
ખરેખર તો સાચાં ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભભાવો સમકિતીને જ હોય છે, અજ્ઞાનીને નહિ. પંચાસ્તિકાયની (ગાથા ૧૩૬) ટીકામાં આવે છે કે ભક્તિ આદિ પ્રશસ્ત રાગ, અસ્થાનનો રાગ અટકાવવા અર્થે વા તીવ્ર રાગ જ્વર નિવારવા અર્થે, કદાચિત્ જ્ઞાનીને હોય છે. વાસ્તવમાં સમ્યગ્દષ્ટિને જ યથાર્થ વ્યવહાર હોય છે. બાકી અજ્ઞાનીને વ્યવહાર કેવો ?
એક વખત સંપ્રદાયમાં ચર્ચા થઈ હતી. એક શેઠ તરફ્થી પ્રશ્ન થયેલો કે–જ્યાં સુધી જીવ મિથ્યાદષ્ટિ હોય ત્યાં સુધી જ મૂર્તિ-પૂજા હોય છે, સમ્યગ્દર્શન થયા પછી મૂર્તિ-પૂજા આદિ હોતાં નથી; બરાબર ને?
ત્યારે ઉત્તર આપેલો કે-ભાઈ! સમ્યગ્દષ્ટિને જ સાચાં ભક્તિ, પૂજા આદિનો વ્યવહાર હોય છે, કેમ કે વાસ્તવમાં સમ્યગ્દર્શન થાય ત્યારે જ તેને સમ્યક્ ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થાય છે. આ સમ્યક્ શ્રુતજ્ઞાન અવયવી છે, ને નિશ્ચય-વ્યવહા૨ નય તેના અવયવ છે. અંદર ભાવશ્રુત પ્રગટ થયું હોય એવા સમિતીને જ આ બન્ને નય હોય છે. અજ્ઞાનીને નિશ્ચય પણ નથી ને વ્યવહારેય નથી. એની બધી જ ક્રિયા, તેથી અજ્ઞાનમય હોય છે. આવી વાત ! સમજાણું કાંઈ...?
નિશ્ચય અને વ્યવહાર એ બે નય શ્રુતપ્રમાણના ભેદ છે. નયના વિષયને નિક્ષેપ કહે છે. આ નિક્ષેપના ચાર ભેદ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫-પરિણમ્ય-પરિણામકત્વશક્તિ : ૮૫ છે-નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. આ ચાર નિક્ષેપ તે શેયના ભેદ છે. તેમાં સ્થાપના નિક્ષેપ તે વ્યવહારનયનો વિષય છે. તેથી અરિહંતની સ્થાપનારૂપ પ્રતિમા તે ધર્મી-સમકિતીને પૂજનીક છે, અને તે યથાર્થ નિમિત્ત છે. આ પ્રમાણે સમ્યગ્દર્શન થયા પછી ભગવાનની ભક્તિ, સ્તુતિ અને પૂજાના ભાવ જ્ઞાનીને અવશ્ય થતા હોય છે, અને તેને વ્યવહાર કહેવામાં આવે છે. અહા ! જ્ઞાનીને ભક્તિ, પૂજા ઇત્યાદિનો પ્રશસ્ત રાગ જરૂર થતો હોય છે, પણ તેની તેને પકડ (પરિગ્રહ) નથી. અમે તો આ વાત ૫૦ વર્ષ પહેલાં સંપ્રદાયમાં હતા ત્યારે કરેલી. ત્યારેય સંપ્રદાયમાં ચાલતી વાત એમ ને એમ માની લેવી તે અમારી રીતિ નહોતી. સ્વ-હિતની ઝંખના હતી ને! એ તો અંતરમાં ન્યાયથી બેસે તે જ સ્વીકારવાની અમારી પદ્ધતિ હતી.
અહા ! સ્વ-પર શેયોને ગ્રહણ કરવાનો જીવનો સ્વભાવ છે. ગ્રહણ કરવું એટલે શું? ગ્રહણ કરવું એટલે હાથથી જેમ કોઈ ચીજ પકડીએ તેમ જ્ઞયોને પકડવું એમ નહિ, કેમ કે જીવને કયાં હાથ-પગ છે? ગ્રહણ કરવું એટલે જાણવું એમ વાત છે. અહીં સ્વ-પર શેય કહ્યા તેમાં અનંત ગુણમય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ને તેમાં અભેદ-તન્મય થયેલી વીતરાગ પરિણતિ તે સ્વય છે, અને વ્યવહાર રત્નત્રયનો રાગ તથા દેવ-ગુરૂ આદિ પરૉય છે, કેમ કે રાગ અને દેવ-ગુરુ આદિ કાંઈ જીવસ્વરૂપ નથી. અહા ! આવું અંતરમાં સમજે તેના જ્ઞાનમાં નિજ શુદ્ધ ચૈતન્યનું ગ્રહણ થાય છે, ને પરજ્ઞયો મારા છે એવું વિપરીત શ્રદ્ધાન દૂર થાય છે. આ અપૂર્વ ધર્મ છે.
અહાહા.......! ભગવાન, તું એકલા ચૈતન્યસ્વરૂપ છો નાથ ! ગાથા ૧૭–૧૮માં આવ્યું છે કે આબાળ-ગોપાળ સર્વને સદાકાળ જ્ઞાનની પર્યાયમાં સ્વજ્ઞય જાણવામાં આવે એવો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. પણ અરે ! અનાદિની એની બહિર્દષ્ટિ છે! ત્રિકાળી એક જ્ઞાયકભાવની દૃષ્ટિ ન હોઇ તેની દષ્ટિ પરથી ખસતી નથી; પરંતુ અંતદષ્ટિ કરતાં જ શુદ્ધ ચૈતન્યનું ગ્રહણ થાય એવો ભગવાન આત્માનો જ્ઞાનસ્વભાવ છે. અહા તારો જ્ઞાનસ્વભાવ સ્વ-પર જ્ઞયોને જાણવાના પ્રમાણજ્ઞાનરૂપ છે, અને તારા જ્ઞાનાદિ અનંત સ્વભાવ પરના જ્ઞાનમાં (કવળી આદિના જ્ઞાનમાં) ગ્રહણ કરાવવાના પ્રમેયસ્વભાવરૂપ છે. અહા ! આવી તારામાં પરિણમ્ય-પરિણામકત્વશક્તિ છે.
અરે ભાઈ ! આ પૈસા મારા એમ તું માને પણ એવો તારો જીવનો સ્વભાવ નથી. લક્ષ્મી, મકાન, સ્ત્રીકુટુંબ-પરિવાર, દેવ-ગુરુ આદિ એ બધું શેયપણે તારા જ્ઞાનમાં જણાવાલાયક છે, પણ એ બધા જ્ઞયો તારા છે એવું કયાં છે ? તે જ્ઞયો મારા છે એમ હું માને પણ એ તો કેવળ ભ્રમ છે, કેમ કે એવો વસ્તુસ્વભાવ નથી. વળી પરના પ્રમાણમાં પ્રમેય થાય એવો તારો સ્વભાવ છે, પણ પરનો તું થાય, પરનો પિતા ને પરનો પુત્ર તું થાય, એવો તારો સ્વભાવ નથી.
સાંભળ તો ખરો પ્રભુ! જગતની સઘળી ચીજો જ્ઞય તરીકે તારા જ્ઞાનમાં જાણવામાં આવે એવો તારા જ્ઞાનનો સ્વભાવ છે. ભાઈ ! તું તે ચીજોનો કાંઈ માલીક નથી. અહા ! પરયોને ગ્રહણ કરવારૂપ જે પ્રમાણજ્ઞાન તેનો તું માલીક છો, પણ પરયોનો માલીક નથી. ભગવાન મારા ને ગુરુ મારા-એમ તું માને, પણ એ બધા તો તારા જ્ઞાનના શેય છે બસ; મારા ભગવાન ને મારા ગુરુ એવી તો જગતમાં કોઈ વસ્તુ છે નહિ વળી જ્ઞાનાનંદ સ્વભાવે પરિણમેલા હોય એવા જીવના પ્રમાણજ્ઞાનમાં પ્રમેય થઈને તેમાં જણાવાલાયક તું છો, પણ પરનો તું થા એવી તારી લાયકાત નથી. ભાઈ, પરનો તું કાંઈ નથી, અને પર તારા કાંઈ નથી. પરનો તું થા ને પર તારા થાય એવો વસ્તુસ્વભાવ જ નથી. સમજાણું કાંઈ...?
હા, પણ ભગવાનને ૧૪000 સાધુ-શિષ્યો હતા, ને ૩૬000 આર્જિકાઓ-શિષ્યા હતી એમ શાસ્ત્રમાં આવે છે ને?
ઉત્તર:- આવે છે; પણ આ બધાં કથન વ્યવહારનયનાં છે બાપુ! બાકી ભગવાનનું કાંઈ નથી, ને ભગવાન કોઈના નથી. અહીં તો આ વાત છે કે ભગવાનના કેવળજ્ઞાનમાં લોકના સર્વ જ્ઞયાકારોને યુગપ ગ્રહણ કરવાનો સ્વભાવ છે, અને પર કેવળીના જ્ઞાનમાં જ્ઞયાકારોને ગ્રહણ કરાવવાનો તેનો પ્રમેય સ્વભાવ છે. ભાઈ ! તારા જ્ઞાનસ્વભાવમાં સર્વ જ્ઞયો જણાવાલાયક છે બસ એટલું રાખ. પરજ્ઞયો મારા, ને હું પરનો-એ વાત જવા દે ભાઈ ! (કેમ કે) એવી વસ્તુ નથી. અહો ! આચાર્યદેવે એકલાં અમૃત રેડયાં છે!
અહા ! આવો અનંત સ્વભાવમય અમૃતસાગર ઉછળે ત્યાં વાંધા-વિરોધની વાતો શોભે નહિ. અહીં તો કહે છે-જગતમાં કોઈ પ્રાણી વિરોધી-દુશ્મન છે નહિ; સર્વ પ્રાણી માત્ર છે. આવો ભગવાનનો ન્યાયમાર્ગ ભાઈ ! જેવું
છે તેવું તેનું જ્ઞાન કરવું તે ન્યાય છે; તેવી તેની પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે, અને તે ધર્મ છે. અહીં તો આટલી વાત છે કે-પર જ્ઞયાકારો પોતાના જ્ઞાનમાં નિમિત્ત છે બસ, અને પોતાના જ્ઞાનાકારો પરના જ્ઞાનમાં નિમિત્ત છે બસ. આવો જ આત્માનો પરિણમ્ય-પરિણામક_સ્વભાવ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શિય તરીકે જાણાવાવાય . જશે .
૮૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
ભાઈ ! વીતરાગ સર્વજ્ઞદેવ એમ કહે છે કે-મારા જ્ઞાનમાં તું જ્ઞય તરીકે જણાવાલાયક છો, પણ મારો તું કાંઈ નથી, વળી હું પણ પર કેવળજ્ઞાની જીવના જ્ઞાનમાં પ્રમેય થવાને લાયક છે, પણ તેનો હું કાંઈ નથી. આવો વસ્તુસ્વભાવ છે ભાઈ !
કેટલાક સ્ત્રીને અર્ધાગના કહે છે ને! ધૂળેય અર્ધાગના નથી સાંભળને, એ તો તારા જ્ઞાનનું પરજ્ઞય છે. તે જ્ઞયનું જ્ઞાન કરે એવી જે જ્ઞાનની પરિણતિ છે તે તારી છે, કેમ કે સ્વપરને જાણવાનો આત્માનો સ્વભાવ છે. પરપ્શયનું કાર્ય કરે કે પરગ્નેય પોતાના થઈ જાય એવો આત્માનો સ્વભાવ નથી. અહા ! આવો વસ્તુ-સ્વભાવ જેણે યથાર્થ ઓળખ્યો તે ન્યાલ થઈ જાય એવી આ વાત છે.
લોકોને આ વાત સૂક્ષ્મ પડે છે, પણ આ મૂળ મુદ્દાની વાત છે. પરના ગુરુ થવું કે પરના શિષ્ય થવું એ કાંઈ આત્માનો સ્વભાવ નથી. શક્તિનું પર્યાયમાં પરિણમન થયું એની આ વાત છે. શક્તિ દ્રવ્યમાં ગુણપણે તો ત્રિકાળ પડી છે, પણ દ્રવ્યસ્વભાવની દૃષ્ટિ થતાં શક્તિનું પરિણમન પર્યાયમાં થાય છે. તે પર્યાયમાં બહારના અનંત જ્ઞયો જણાય છે. પણ તે જ્ઞયો મારા છે એમ કોઈ માને તો એવું કયાં છે? એ તો તદ્દન વિપરીત દષ્ટિ છે. બીજા જીવને કેવળજ્ઞાન પ્રગટયું હોય વા મતિ-શ્રુતજ્ઞાન હોયતેના જ્ઞાનમાં જ્ઞય થઈને જ્ઞાનાકારોને ગ્રહણ કરાવાનો તારો સ્વભાવ છે, પણ પરનો તું થઈ જા એવો તારો સ્વભાવ નથી. ભગવાન! તું એક જ્ઞાતા-દ્રષ્ટા છો; બસ આ વાત અહીં વિશેષપણે સિદ્ધ કરે છે.
અહા ! સમ્યગ્દષ્ટિ જીવને અંતરમાં એવી પ્રતીતિ થઈ છે કે-સર્વ પરયો-શરીર, મન, વાણી, કર્મ, ભાવકર્મ, રાગાદિ બધા મારા જ્ઞાનમાં જણાવાલાયક છે; વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ ઉઠ તે પણ પરયપણે જ્ઞાનમાં જણાવાલાયક છે, પણ તેમાં સ્વામિત્વની બુદ્ધિ નથી. હવે લોકોને આના જ મોટા વાંધા છે, એમ કે-વ્યવહાર-શુભરાગ મોક્ષનો માર્ગ છે–એમ તેઓ માને છે. પણ અહીં તેની ના પાડે છે. શુભરાગ પણ પરશેય છે, અનામાં છે. તે શેયને ગ્રહણ કરવાનો એટલે કે જાણવાનો આત્માનો સ્વભાવ છે. ૧૨મી ગાથામાં પણ આવી ગયું કે વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે. ૧૧મી ગાથામાં પણ આવી ગયું કે પોતાનો એક ત્રિકાળી જ્ઞાયકભાવ સત્યાર્થ છે, કેમ કે તેના આશ્રયે સમ્યગ્દર્શન ને ધર્મ થાય છે. ચારેકોરથી દેખો તો આ એક જ સિદ્ધાંત સિદ્ધ થાય છે. સમ્યગ્દષ્ટિને જે રાગાંશ બાકી છે તે તેને પરય તરીકે જ્ઞાનમાં જાણવાલાયક છે પણ; રાગ મારો છે, વા રાગથી જ્ઞાન થાય છે એમ નથી. અહા ! રાગથી ભિન્ન પડી વીતરાગ થવા નીકળ્યો છે તે રાગને પોતાનો કેમ જાણે? ને રાગને ભલો કેમ માને? રાગ તો એના જ્ઞાનનું જ્ઞય છે બસ. બાકી રાગ રાગપણે રાગમાં છે, ને જ્ઞાન જ્ઞાનપણે જ્ઞાનમાં છે. (પરસ્પર કાંઈ લેવાદેવા નથી). સમજાણું કાંઈ..? (રાગથી જ્ઞાન નહિ, ને જ્ઞાનથી રાગ નહિ.) આવી વાત છે બાપુ !
આચાર્યશ્રી અમૃતચંદ્રસ્વામી કહે છે-જે સમયે જેટલો રાગ હોય છે તે તે સમયે વ્યવહારે જાણવાલાયક છે. બારમી ગાથાની ટીકામાં ‘તકાત્વે ' શબ્દ પડ્યો છે, એટલે કે તે તે કાળે રાગ જાણવાલાયક છે. એટલે શું? કે રાગ મારા જ્ઞાનનું જ્ઞય છે એમ કહેવું એ વ્યવહાર છે. વાસ્તવમાં તે તે કાળે જ્ઞાનની સ્વ-પર-પ્રકાશક પર્યાય સ્વયં પોતાથી પ્રગટ થાય છે, અને તેમાં રાગ પરયપણે જણાય છે બસ. રાગ જ્ઞય છે માટે જ્ઞાનની પરપ્રકાશક પર્યાય પ્રગટ થાય છે એમ નથી. સ્વપરને જાણવાની જ્ઞાનની ક્રમવર્તી પર્યાય પોતાના સામર્થ્યથી પ્રગટ થાય છે, રાગના–નિમિત્તના કારણે પ્રગટ થાય છે એમ નથી. ' અરે ભગવાન ! તારો માર્ગ તો જો. અહા ! તારી ચીજ અંદર એવી છે કે જે સમયે રાગ આવ્યો તે સમયે તે રાગ સંબંધી જ્ઞાન થાય એવો તારો સ્વભાવ છે. તથાપિ તે રાગથી જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે એમ છે નહિ; જ્ઞાનની પર્યાય પોતાથી જ ઉત્પન્ન થાય છે. તેમાં જ્ઞયનું-રાગનું જ્ઞાન થયું એમ કહેવું વ્યવહાર છે. વળી જ્ઞાનની દશાનો જાણનાર હું છું—એ પણ ભેદરૂપ વ્યવહાર છે. હું તો એક જ્ઞાયક છું. અહાહા...! એવું અંદર પરિણમન થઈ ગયું
ત્યાં જ્ઞાયક થઈ ગયો. સૂક્ષ્મ વાત છે ભાઈ ! અંદર જે ગંભીરતા ભાસે છે એટલું બધું કહેવાનું બને નહિ, કેમ કે શબ્દોની એટલી તાકાત નથી. ભગવાન કેવળીએ અને દિગંબર સંતોએ જે કહ્યું છે તેની ઉંડપ અપાર છે. અરે ! ભગવાનના અને કેવળીના કડાયતી દિગંબર સંતોના અહીં આ કાળે વિરહ પડ્યા ! પોતાના જ્ઞાનમાં પરવસ્તુ જ્ઞય છે અને પરના જ્ઞાનમાં પોતે જ્ઞય છે–એવી જીવની પ્રમાણ-પ્રમેય શક્તિને જે યથાર્થસ્વરૂપે માને તેને અંતરમાં શક્તિવાન દ્રવ્યની પ્રતીતિ થાય છે, અને તેનું નામ સમ્યગ્દર્શન છે.
અહી? અહીં આ પરિણમ્ય-પરિણામકત્વ નામની શક્તિનું વર્ણન ચાલે છે. આચાર્ય શ્રી જયસેનાચાર્યદેવ કહે છે કે એકધારાએ એક શક્તિ કે એક ભાવ જ યથાર્થ સમજે તો બધા ભાવ યથાર્થ સમજી જાય એવું આ વસ્તુ સ્વરૂપ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬-ત્યાગ-ઉપાદાનશૂન્યત્વશક્તિ : ૮૭ અહા? આત્મા સ્વ-પર શેયોને-સર્વને જાણે એમ કહીએ એ વ્યવહાર છે. જાણે એમ ભેદ પડ્યો ને! માટે વ્યવહાર છે. આત્મા તો બસ એક જ્ઞાયક છે. અહાહા..! જ્ઞાન વડે જાણે એવો ભેદ પણ જેમાં નથી એવો ત્રિકાળી ભૂતાર્થ એક જ્ઞાયક પ્રભુ આત્મા છે અને તે સમ્યગ્દર્શનનો વિષય છે. અહો ! વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની વાણીની આ અસાધારણ અમૃતધારા છે.
જુઓ, ડુંગળીની એક રાઈના દાણા જેવડી નાની કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે, અને તે એકેક શરીરમાં અનંત નિગોદિયા જીવ છે. શું કીધું? છ મહિના ને આઠ સમયમાં છસો આઠ જીવ મોક્ષ પામે છે. હવે આજ સુધીમાં જેટલા ( અનંતા) સિદ્ધ થયા છે તેના કરતાં અનંતગુણા જીવો નિગોદના એક શરીરમાં છે. તે બધા જીવો ભગવાન શાયકના જ્ઞાનનું જ્ઞય છે. અહો ! ભગવાન શાયકનું કોઈ અદભુત અપરિમિત જ્ઞાન સામર્થ્ય છે. ભાઈ ! લોકમાં અનંતા જીવો છે તેમની માત્ર દયા પાળવા જ તેમનું વર્ણન છે એમ નથી, પણ ભગવાન જ્ઞાયકના સ્વ-પર ને જાણવાના પરમ અદભુત જ્ઞાનસ્વભાવનો મહિમા લાવી અંતર્મુખ થવું એમ એનો વિશેષ આશય છે. સમજાણું કાંઈ...?
વળી પરની રક્ષાનો ભાવ પાપ છે એમ કોઈ લોકો માને છે, પણ એ માન્યતા ખોટી છે, મિથ્યા છે. વળી પરની રક્ષા કરી શકાય છે એ માન્યતા પણ બરાબર નથી, મિથ્યા છે. પર જીવોની રક્ષાના પરિણામ પુણ્યભાવ છે, અને તે જ્ઞાની-ધર્મીને પણ થતા હોય છે, પણ તે એટલા માટે સાર્થક નથી કે પર જીવોની રક્ષા કરી શકાય છે–એમ વસ્તુ સ્વરૂપ નથી. પર જીવોની રક્ષાના પરિણામ થાય, પણ તદનુસાર પર જીવોની રક્ષા થાય કે કરી શકાય એવું વસ્તુ સ્વરૂપ નથી. બહુ ગંભીર વાત છે ભાઈ ! લોકો સત્યને સમજ્યા વિના વિરોધ કરે, પણ શું થાય? ભાઈ ! નિજ અનંતગુણસ્વભાવમય દ્રવ્ય ઉપર દષ્ટિ જતાં સ્વાનુભૂતિ પ્રગટે છે અને તેનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે.
લ્યો, આ પ્રમાણે પંદરમી આ પરિણમ્ય-પરિણામકત્વશક્તિ પૂરી થઈ.
૧૬: ત્યાગ-ઉપાદાનશૂન્યત્વશક્તિ જે ઘટતું-વધતું નથી એવા સ્વરૂપમાં નિયતત્ત્વરૂપ (નિશ્ચિતપણે જેમનું તેમ રહેવારૂપ) ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિ.'
આ સોળમી શક્તિ છે. ભગવાન આત્મા સોળે કળાએ-પૂર્ણ ભગવાન છે એમ આ શક્તિમાં બતાવ્યું છે. શું કહે છે? ભગવાન જ્ઞાયક જે ધ્રુવ નિત્યાનંદ પૂર્ણાનંદ પ્રભુ છે તેમાં, કહે છે, કમી કે વૃદ્ધિ થતી નથી. અહાહા...! ભગવાન આત્મા એક જ્ઞાયક પ્રભુ ભરિતાવસ્થ છે, અર્થાત્ પરિપૂર્ણ અવસ્થિત છે. અહાહા...! પૂરણ પરમાત્મસ્વરૂપ એવો જ્ઞાયકદેવ પ્રભુ આત્મા છે, એમાં અશુદ્ધતાનું તો નામ-નિશાન નથી.
ભાઈ ! અહીં શુદ્ધતાની અલ્પ-અપૂર્ણ પર્યાય પ્રગટ છે તો અંદર ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વરૂપમાં વિશેષ શુદ્ધતા છે, ને પૂર્ણ શુદ્ધ કેવળજ્ઞાનની દશા પ્રગટ થયે ત્યાં ત્રિકાળી સ્વરૂપમાં શુદ્ધતાની કમી થઈ ગઈ એમ છે નહિ. અહા ! ભગવાન જ્ઞાયક સ્વરૂપ તો અંદર જેમનું તેમ રહેવારૂપ ત્રિકાળ પૂર્ણ નિયતરૂપ છે. હવે આવું એક જ્ઞાયકતત્ત્વ-પૂરણ સારભૂત વસ્તુ–કોઈક વિરલા જીવ પામી જાય છે. એક પદમાં આવે છે ને કે
ગગનમંડલ મેં ગૌઆ વિયાણી, ને વસુધા દૂધ જમાયા; વિરલા થા સો માખણ પાયા, છાશે જગત ભરમાયા.... અહાહા...!
સૌ સૂણો રે ભાઈ ! વલોણું વલોવે સો તત્ત્વ અમૃત કો પાઈ. અહાહા..! ભગવાન અરિહંત પરમાત્મા આકાશમાં–સમોસરણમાં રત્નજડિત સિંહાસન ઉપર અંતરિક્ષ બિરાજે છે. ૫૦૦ ધનુષની ઉંચાઈ છે. ત્યાં ભગવાનના શ્રી મુખેથી ૐકાર નિરૂપે અમૃતની ધારા છુટે છે. આ રેડિયો વાગે છે ને? તેને આકાશવાણી કહે છે, તેમ ભગવાનની ૩ૐ ધ્વનિ છૂટી તે ગગનમંડળમાં ગૌઆ વિયાણી છે. અહાહા...! એ અમૃતધારાને કોઈ વિરલા ભવ્ય જીવો કર્ણરૂપી અંજલિ વડે ભરપુર પીએ છે, ને અંતર્મુખ દષ્ટિ વડે સારભૂત નિજ જ્ઞાયકતત્ત્વને પ્રાપ્ત થાય છે. અને બીજા ઘણા (દીર્ઘ સંસારીઓ) તો પુણ્યકર્મરૂપી છાશમાં જ ભરમાઈ જાય છે. (એમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ કે પુણ્ય કરતાં કરતાં ધર્મ થશે એમ ભરમાઈ જાય છે). આવી વાત ! ' અરે ભાઈ ! તું એક વાર આ તારી વાત સાંભળ તો ખરો! અહા ! તું કોણ છો, કેવો છો? તો કહે છે–જેમાં કદીય ઘટ-વધ થતી નથી એવો એક જ્ઞાયકસ્વરૂપ પૂર્ણાનંદ-જ્ઞાનાનંદ પ્રભુ છો. અહાહા..! સિદ્ધપદની પર્યાય પ્રગટ થઈ, એટલી પૂર્ણ શુદ્ધતા પર્યાયમાં આવી તો અંદર ત્રિકાળીમાં કાંઈ કમી થઈ કે નહિ? તો કહે છે-ના, એમ છે નહિ. વળી ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શનની શુદ્ધ પર્યાય થઈ ત્યાં પૂર્ણ સ્થિરતા થઈ નથી તો અંદર દ્રવ્ય સ્વરૂપમાં શુદ્ધતા વિશેષ (વિશેષ શુદ્ધતા) છે કે નહિ? તો કહે છે-ના, એમ છે નહિ. અહાહા...! અંદર દ્રવ્યસ્વભાવ તો જેવો છે તેવો જ ત્રિકાળ પરિપૂર્ણ છે, તેમાં કાંઈ ઘટ-વધ થતી જ નથી.
હવે આવો મારગ પ્રભુનો છે. બહારમાં તો આ કરો ને તે કરો-પૂજા કરો ને ભક્તિ કરો, વ્રત કરો ને તપ કરો-એમ કરો-કરો-ની જ પ્રરૂપણા ચાલે છે; પણ એ તો બધા શુભભાવ છે બાપા! એ ધર્મ નહિ પ્રભુ!
પણ ધર્મીને એ શુભભાવ હોય છે ને?
હા, હોય છે, અને હોય છે એટલે એને વ્યવહારથી ધર્મ કહે છે, પણ એ કાંઈ વાસ્તવિક ધર્મ નથી. ધર્મીને એ શુભભાવો હેયબુદ્ધિએ હોય છે, એમાં એને કાંઈ કર્તાપણાની બુદ્ધિ હોતી નથી. અહીં શક્તિના અધિકારમાં એ મલિન ભાવની કાંઈ સ્થિતિ જ નથી. સમજાણું કાંઈ...?
અહાહા..! જે શક્તિ ત્રિકાળ શુદ્ધ છે તે દ્રવ્ય-ગુણમાં તો અનાદિથી વ્યાપક છે, અને શક્તિવાન દ્રવ્ય જે છે તેની અંતર્મુખ પ્રતીતિ થતાં શક્તિ પર્યાયમાં પણ વ્યાપક થાય છે, અને ત્યારે પર્યાયમાં શક્તિનું નિર્મળ કાર્ય પ્રગટ થાય છે. અહાહા..! ત્રિકાળી દ્રવ્ય-ગુણ તો પરદ્રવ્ય ને વિકારના ગ્રહણ-ત્યાગથી રહિત ત્યાગોપાદાન શૂન્ય છે, પણ તેની નિર્મળ પર્યાય જે પ્રગટ થાય તેય પરદ્રવ્ય ને વિકારના ગ્રહણ-ત્યાગથી રહિત ત્યાગોપાદાન શૂન્ય છે, અર્થાત તેમાં કોઈ ઘટ-વધ નથી. પર્યાય અપૂર્ણ શુદ્ધ હો કે પૂર્ણ શુદ્ધ હો, દ્રવ્યમાં ત્રિકાળીમાં જેમ કોઈ ઘટ-વધ થતી નથી, તેમ તે પર્યાયમાં પણ પરદ્રવ્યનાં કે વિકારનાં ગ્રહણ-ત્યાગ નહિ હોવાથી ઘટ-વધ થતી નથી. આવી સૂક્ષ્મ વાત!
વધ ઘટ રહિત નિયતત્ત્વરૂપ શક્તિ છે તેનું પર્યાયમાં પરિણમન થાય છે. તેથી પર્યાયમાં શક્તિ વ્યાપક થતાં દ્રવ્યની પર્યાયમાં (નિર્મળ પર્યાયમાં) પણ ઘટ-વધ થતી નથી. ભાઈ ! ભલે પર્યાયમાં અલ્પ-અપૂર્ણ શુદ્ધતા હોય, પણ તે પૂર્ણ ત્રિકાળી, દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે, તે કાંઈ વિકારને કે પરદ્રવ્યને પ્રસિદ્ધ કરતી નથી. પરદ્રવ્યની કે વિકારની તેમાં ઘૂસ-પેઠ જ કયાં છે? ભાઈ ! એક પણ પર્યાયમાં જો કમી–વૃદ્ધિ થવાનું માનો (પદ્રવ્યની કે વિકારની ઘૂસ-પેઠમાનો) તો ત્રિકાળી દ્રવ્ય સિદ્ધ નહિ થાય. (અર્થાત્ મિથ્યાત્વ જ થશે) પણ અહીં અશુદ્ધતાની વાત જ નથી. આ રીતે દ્રવ્યની ક્રમવર્તી (નિર્મળ, નિર્મળ ) પર્યાયોમાં આ ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિનું પણ ભેગું પરિણમન થાય છે.
વસ્તુ જે છે એ તો ત્રિકાળ ત્યાગોપાદાનરહિત છે. પરનું (કે વિકારનું) ગ્રહણ કે પરનો (કે વિકારનો) ત્યાગ એ તો જીવના સ્વરૂપમાં જ નથી. શું કીધું? રાગનો ત્યાગ કરવો એ એનું સ્વરૂપ નથી. એણે રાગને ક્યાં ગ્રહ્યો છે કે ત્યાગ કરે ? રાગનો ત્યાગ કરવો અને નિર્મળ પર્યાયને કરવી એ એના સ્વરૂપમાં નથી, એ તો પર્યાય સહજ જ ઉત્પન્ન થાય છે. ત્યાં જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે, કહે છે, ઘટ-વધ રહિત છે, અર્થાત્ તેમાં વિકારનાં ગ્રહણ-ત્યાગ નથી. હવે આવી વાત સર્વજ્ઞ સિવાય બીજે કયાંય મળે એમ નથી.
ભાઈ ! તું જો તો ખરો અંદર પૂરણ શુદ્ધ તારી ચીજ કેવી છે? તને પૂર્ણ શુદ્ધતા પ્રગટ થાય તો તેમાં શું કાંઈ કમી થાય છે? અને કદાચ અપૂર્ણ શુદ્ધતા રહી છે તો શું અંદર ચીજમાં વિશેષ-વધારે શુદ્ધતા છે? અહીં કહે છે-ના, એમ છે જ નહિ; ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવમય દ્રવ્ય છે એ તો જેમ છે તેમ જ છે, તેમાં કાંઈ કમી–વૃદ્ધિ થતી જ નથી, કેમ કે તેમાં પરદ્રવ્ય-પરભાવનાં ગ્રહણ-ત્યાગ નથી. અહા! અહીં તો વિશેષ-પર્યાયની વાત સિદ્ધ કરવી છે. અહા ! શક્તિ જે છે તે દ્રવ્યમાં ત્રિકાળ વ્યાપક છે, અને દૃષ્ટિવંતને તે પર્યાયમાં વ્યાપક થાય છે. અહાહા...! શક્તિવાન એવું જે દ્રવ્ય છે તેની અંતર્દષ્ટિ અને અંતર-રમણતાં થતાં જે નિર્મળ રત્નત્રય પ્રગટ થયાં તેમાં, કહે છે, ઘટ વધ નથી, કેમ કે તેમાં પણ પરદ્રવ્ય-પરભાવનાં ગ્રહણ-ત્યાગ થતાં નથી. અહો ! આ અલૌકિક વાત છે.
અરે ! પરમાત્માના વિરહ પડ્યા! તથાપિ ભારતમાં પરમાત્માની વાણી આ સમયસારમાં રહી ગઈ એ સદભાગ્ય છે. આ વાણી સાક્ષાત્ શબ્દ બ્રહ્મ છે. તત્ત્વ સ્વરૂપથી અજાણ કોઈ એનો વિરોધ કરો તો કરો, પણ આ સત્ય વાત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬-ત્યાગ-ઉપાદાનશૂન્યત્વશક્તિ : ૮૯ છે, જિન વચન છે. ભાઈ ! તું રાગથી લાભ થવાનું માને પણ એ તો મિથ્યા માન્યતા છે, કેમ કે રાગ તારા સ્વરૂપમાં જ નથી તો તે તને કેમ લાભદાયક થાય? ખરેખર તો પર્યાયને ગ્રહવી-છોડવી એ વાત પણ દ્રવ્યમાં નથી, ત્યાં તું પરના જે રાગનાં ગ્રહણ-ત્યાગ પોતાને માને એ તો નર્યું મિથ્યાત્વ છે, કેમ કે પરનાં ગ્રહણ-ત્યાગ આત્મામાં છે જ નહિ. વિચાર તો કર. શું જીવે રજકણોને પકડ્યા છે કે તેને છોડે ? સ્ત્રી-કુટુંબ-પરિવાર, મહેલ-મકાન-હજીરા ને ધનાદિ સામગ્રી વગેરેને શું જીવે પકડ્યાં છે કે એને છોડ? બીલકુલ નહિ; એને પકડયાંય નથી, ને એને છોડવાય નથી.
પ્રશ્ન:- તો દીક્ષા વખતે મુનિરાજ એ બધું-ઘરબાર વગેરે છોડે છે ને ?
ઉત્તરઃ- શું છોડે છે? ઘરબાર વગેરે બધું તો ક્યાં છે ત્યાં જ છે. એ તો પહેલાં એ પદાર્થોમાં ઘરબાર વગેરેમાં આસક્તિ હતી તે, વૈરાગ્યવિશેષ થતાં સ્વરૂપલીનતા દઢ–ગાઢ થવાથી, છૂટી જાય છે તો મુનિરાજે એ બધું છોડી દીધું એમ કથનમાત્ર વ્યવહાર કરવામાં આવે છે; બાકી પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ વાસ્તવમાં આત્માને છે જ નહિ; દીક્ષાકાળે મુનિરાજના આત્મામાં કાંઈ ઘટ-વધુ થાય છે એમ છે જ નહિ. આવી વાત! સમજાણું કાંઈ...? અહા ! વસ્ત્રાદિને છોડે કે આહારને ગ્રહણ કરે એવો ચારિત્ર પર્યાયનો સ્વભાવ નથી, ચારિત્ર પર્યાય તો આત્મલીનતારૂપ છે, તેમાં પરના ગ્રહણ-ત્યાગ છે જ નહિ.
અહાહા...! ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદનો નાથ છે. તેનામાં કદીય ઘટ–વધ ન થાય એવો તેનો ત્યાગોપાદાનશૂન્યત્વ સ્વભાવ છે. અહાહા...! આ ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિ છે તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. આ શક્તિ દ્રવ્યની બીજી અનંત શક્તિમાં વ્યાપક છે, ને અનંત ગુણની પર્યાયમાં પણ આ શક્તિનું રૂપ છે. તેથી તો દ્રવ્ય-પર્યાયમાં ઘટ-વધ થતી નથી, અર્થાત્ દ્રવ્ય-પર્યાયમાં પારદ્રવ્યની ઘૂસ-પેઠ થતી નથી.
ભાઈ ! અપૂર્ણ શુદ્ધ અને પૂર્ણ શુદ્ધ એવો ભેદ પર્યાયમાં ભલે હો; પણ જે અપૂર્ણ શુદ્ધ પર્યાય છે તેય ઘટ-વધ રહિત આખા-પૂર્ણ દ્રવ્યને સિદ્ધ કરે છે. તેથી એક પર્યાયને પણ ન માનો તો આખું દ્રવ્ય સિદ્ધ નહિ થાય, કેમ કે સર્વ અનંત પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે. સમજાય એટલું સમજો બાપુ! આ તો ગજબની વાત છે. આ તો ખ્યાલમાં આવે તેવું છે, આના પછી અગુરુલઘુત્વગુણ નામની શક્તિનું સૂક્ષ્મ વર્ણન આવશે. તેનું સ્વરૂપ તો કેવળીગમ્ય કહ્યું છે.
બંધ અધિકારમાં (જયસેનાચાર્યદેવની ટીકા) આવે છે કે બંધના નાશ માટે આમ ભાવના કરવી. શું! કે “હું નિર્વિકલ્પ છું, હું ભરિતાવસ્થ છું.’ ભરિતાવસ્થ એટલે પર્યાય નહિ, પણ ભરિતાવસ્થ એટલે નિશ્ચય શક્તિથી પરિપૂર્ણ ભરપુર ભરેલો અવસ્થિત છું. અહાહા...! આવી ઘટ-વધ રહિત અનંત શક્તિથી પૂર્ણ ભરપુર સહજ શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ હું છું લ્યો, આ બંધના નાશ માટેની ભાવના કહી છે.
સંવત ૧૯૬૪ની સાલમાં અમે વડોદરા માલ લેવા ગયેલા. ત્યારે ત્યાં “સતિ અનસૂયા’ નામનું નાટક જોવા ગયેલા. તે નાટકમાં આમ વાત આવતી. અનસૂયાને પુત્ર નહોતો. તે જ્યારે સ્વર્ગમાં ગઈ તો તેને કહેવામાં આવ્યું કે
પુત્રસ્ય ગતિર્નાસ્તિ'—જેને પુત્ર ન હોય તેની સદગતિ થતી નથી. આ તો એક મતની આવી માન્યતા છે, એવું વસ્તુ સ્વરૂપ છે એમ ન સમજવું. અહીં તો દષ્ટાંતમાત્ર વાત છે. તો સ્વર્ગમાં અનસૂયાને કહેવામાં આવ્યું કે-પુત્ર રહિતને સ્વર્ગમાં સ્થાન ન મળે, માટે નીચે જા, અને પહેલાં જે કોઈ પુરુષ સામો મળે તેને વર. આમ તે નીચે આવી ને પ્રથમ સામે મળનાર અંધ બ્રાહ્મણ સાથે તેણે લગ્ન કર્યા. તેને એક પુત્ર થયો. માતા અનસૂયા પુત્રને પારણામાં ઝુલાવતાં આમ કહેતી કે “બેટા, શુદ્ધોડસિ, બુદ્ધોડસિ, નિર્વિકલ્પોડસિ, ઉદાસીનોડસિ”—બેટા, તું શુદ્ધ છો, નિર્વિકલ્પ છો, ઉદાસીન છો. લ્યો, નાટકમાં પણ ત્યારે આવી વૈરાગ્યભરપુર વાતો કહેવાતી. અત્યારે તો ઘણી બધી ગરબડ થઈ ગઈ છે. અરે, જૈનમાં પણ આ વાત ચાલતી નથી !
અહીં કહે છે-ત્રિકાળી દ્રવ્યમાં કમી–વૃદ્ધિ થતી નથી. એવો હું ત્રિકાળ નિર્વિકલ્પ, અભેદ, ઉદાસીન છું. અહાહા...! ધર્મી જીવ એમ ભાવે છે કે-નિત્ય નિરંજન શુદ્ધ ચિદાત્માના સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ, નિશ્ચય નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન, વીતરાગ સહજાનંદરૂપ, સદાય અનુભૂતિમાત્રથી જાણવામાં આવે છે એવો હું સ્વસંવર્ધમાન પૂર્ણ છું. અહાહા..! રાગ-દ્વેષ-મોથી રહિત, દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી રહિત, પંચેન્દ્રિયના વિષય વ્યાપારથી ને મન-વચન-કાયના વ્યાપારથી રહિત એવો ત્રિકાળ જ્ઞાનરસ, આનંદરસ, શ્રદ્ધારસ, ચારિત્રરસ, શાંતરસએમ અનંત ગુણોના રસથી ભરિત-પૂર્ણ એક હું છું. જુઓ, આ ભાવના!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
પ્રવચનસારમાં (નય અધિકાર) આવે છે કે હું પોતાથી અશુન્ય છું, પૂર્ણ છું અને પરથી શૂન્ય છું. શું કીધું આ? કે હું પરથી–રાગાદિ વિકારથી શૂન્ય છું, શુભાશુભભાવથી હું શૂન્ય છું, હું સર્વ વિભાવપરિણતિથી રહિત છું. હવે આમ છે છતાં લોકો તો શુભભાવથી કલ્યાણ થવાનું માને છે. પણ ભાઈ ! તારી એ માન્યતા ખોટી છે, કેમકે શુભભાવ છે તે બંધરૂપ છે, બંધનું કારણ છે, અને ભગવાન આત્મા તેનાથી શૂન્ય છે. અહા ! લોકમાં નિગોદથી માંડી સિદ્ધ પર્વતના સર્વ જીવો નિજસ્વભાવથી પૂર્ણ ભરપુર છે, ને પરથી શૂન્ય છે. નિગોદની દશાના કાળે કે સિદ્ધની દશાના કાળ–સર્વ અવસ્થાઓમાં એક જ્ઞાયકપ્રભુ ભગવાન આત્મા નિજ ચૈતન્ય સ્વભાવથી પૂર્ણ ભરપૂર છે, ને પરથી શૂન્ય છે. ભાઈ ! દ્રવ્યસ્વભાવ ત્રિકાળ એવો ને એવો છે, તેમાં કદીય ઘટવધ થતી નથી. અહા ! અનંત અનંત કેવળજ્ઞાનની ને સિદ્ધદશાની પર્યાયો પ્રગટી જાય તોય દ્રવ્યસ્વભાવ તો એવો ને એવો જ ઘટ-વધ રહિત રહે છે. આમ સ્વરૂપથી પ્રત્યેક આત્મા નિર્વિકલ્પ, ભરિતાવસ્થ, પૂર્ણ, ચિદાનંદસ્વરૂપ છે. આવો પૂર્ણ નિજસ્વભાવ છે તેને સ્વીકારી તેના આશ્રયે પરિણમતાં શુદ્ધતા ને પૂર્ણશુદ્ધતા પ્રગટે છે. આનું નામ ધર્મ છે.
સમયસારની ૩૪મી ગાથામાં આવ્યું છે કે આત્માને રાગના ત્યાગનું કર્તાપણું નામમાત્ર છે. પરમાર્થ આત્મા રાગના ત્યાગનો કર્તા નથી. એ તો પોતાના સ્વરૂપમાં જ્યાં રમણતા-સ્થિરતા થઈ ત્યાં રાગની ઉત્પત્તિ જ ન થઈ તો તેણે રાગનો ત્યાગ કર્યો એમ વ્યવહારથી કહેવામાં આવે છે. પોતાનું સ્વરૂપ નિજસ્વભાવથી ભરપુર ભર્યું છે, તેની પ્રતિતિ કરી સ્વરૂપમાં સ્થિરતા કરવી તે ચારિત્ર છે. સ્વરૂપસ્થિરતારૂપ આ ચારિત્ર રાગના ત્યાગ સ્વરૂપ છે, તેથી રાગનો ત્યાગ કર્યો એમ નામમાત્ર કહેવામાં આવે છે. પરમાર્થથી રાગનો ત્યાગ કરવો એ વાત આત્માને લાગુ પડતી નથી, કેમકે પરમાર્થે ભગવાન જ્ઞાયકમાં રાગનાં ગ્રહણ-ત્યાગ છે જ નહિ. અહા ! આવા જ્ઞાયકસ્વભાવને અનુસરીનેઆલંબીને જે પર્યાય (ચારિત્રની દશા) પ્રગટ થાય. તે પણ રાગના ગ્રહણ-ત્યાગ રહિત છે. આ રીતે દ્રવ્ય-ગુણપર્યાય ત્રણેય રાગના-વિકારના ગ્રહણથી ને ત્યાગથી શૂન્ય છે. અહા ! આવી અલૌકિક વાત ભગવાન સર્વજ્ઞના શાસન સિવાય ક્યાંય નથી. પણ શું થાય? જૈનમાં જન્મેલાને પણ આની ખબર નથી ! ભાઈ ! જેમ પિતાની મૂડીવારસો હોંશથી સંભાળે તેમ પરમ પિતા-જૈન પરમેશ્વરનો આ વારસો ખૂબ હોંશ લાવી સંભાળવો જોઈએ. (તેમાં જ પોતાનું કલ્યાણ છે).
અહાહા..! ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા એકલા (શુદ્ધ) ચૈતન્યસ્વભાવથી પૂર્ણ ભરપુર છે. તે પરના ગ્રહણત્યાગથી શૂન્ય છે; આવો આત્માનો ત્યાગોપાદાન–શૂન્યત્વ ગુણ નામ સ્વભાવ છે. નિજ ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થઈ પરિણમતાં ભેગું ત્યાગોપાદાનશૂન્યત્વ ગુણનું પરિણમન પણ થાય છે, જેથી પ્રગટ પર્યાયમાં પરદ્રવ્ય-પરભાવનાં ગ્રહણ-ત્યાગ થતાં નથી, પ્રગટ પર્યાય ઘટ-વધ રહિત છે. આ શુદ્ધ પર્યાયની વાત છે, અહીં અશુદ્ધ પર્યાયની વાત નથી. પોતામાં પ્રગટ થતી આવી પર્યાય પૂર્ણ શુદ્ધ હો કે અપૂર્ણ શુદ્ધ હો, તે પર્યાય પૂર્ણ દ્રવ્યને સિદ્ધ કરે છે. સમ્યગ્દર્શનની પર્યાય હો તો પણ તે પર્યાય પૂર્ણ દ્રવ્યને સિદ્ધ કરે છે. માટે તે પર્યાયને પણ પૂર્ણ કહેવામાં આવે છે. હવે આવો મારગ જૈન પરમેશ્વરનો! આ કાંઈ કલ્પનાથી ઊભો કરેલો મારગ નથી, આ તો વસ્તુસ્વરૂપ છે ભાઈ ! કહ્યું છે ને કે
જિન સોહી હૈ આતમા, અન્ય સોહી હૈ કર્મ;
યહી વચનસે સમજ લે, જિન પ્રવચન કા મર્મ. અહા! અંદર ભગવાન જ્ઞાયક પરિપૂર્ણ ભરપુર છે. તેમાં આ એક શક્તિ એવી છે કે દરેક ગુણની પર્યાય પૂર્ણ ભરિતાવસ્થ છે, દરેક ગુણની પર્યાયમાં ટાગોપાદાનશૂન્યત્વશક્તિનું રૂપ છે. જેથી જ્ઞાનની પર્યાય પરયના ગ્રહણત્યાગથી શૂન્ય છે, શ્રદ્ધાની પર્યાય મિથ્યાત્વના ગ્રહણ-ત્યાગથી શૂન્ય છે, ચારિત્રની પર્યાય રાગના-વિકારના ગ્રહણત્યાગથી શૂન્ય છે. આનંદની પર્યાય આકુલતાના ગ્રહણ-ત્યાગથી શૂન્ય છે. અહા ! આ તો અમૃતનાં ઝરણાં વહ્યાં છે ભાઈ ! દિગંબર સંતો-મુનિવરો સિવાય કયાંય આ ઝરણાં છે નહિ. કહે છે–ભગવાન ! તું પરિપૂર્ણ છો નાથ ! ને પરિપૂર્ણમાંથી જે પર્યાય પ્રગટી તેય પૂર્ણ છે, પરના ગ્રહણ-ત્યાગ રહિત છે.
આખું દ્રવ્ય છે તે ગુણી છે, તેમાં શક્તિઓ છે તે ગુણ છે. તે ગુણનું અહીં વર્ણન ચાલે છે. ગુણ કહો, સ્વભાવ કહો કે સનું સત્ત્વ કહો-બધાનો એક જ અર્થ છે. શરૂમાં જ આચાર્યદેવે કહ્યું છે કે “ જ્ઞાનમાત્રમાં અચલિતપણે સ્થાપેલી દષ્ટિ વડ, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો, તદ્દ અવિનાભૂત અનંતધર્મસમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬-ત્યાગ-ઉપાદાનશૂન્યત્વશક્તિ : ૯૧ તે સઘળોય ખરેખર એક આત્મા છે.” શું કીધું? જે અનંત શક્તિઓ છે તે અક્રમરૂપ છે, ને શક્તિઓનું જે પરિણમન છેતે ક્રમરૂપ પ્રવર્તે છે. અહીં ક્રમમાં અશુદ્ધતાની વાત ન લેવી, કમરૂપ પ્રવર્તતા પરિણામમાં શુદ્ધતાની વાત લેવી. અશુદ્ધતાની વાત ન લેવી, અશુદ્ધતા છે તેનું જે જ્ઞાન થાય છે તે પોતાની પર્યાયમાં પોતાથી થાય છે. એવું જ જ્ઞાનનું સહજ સ્વપરપ્રકાશક સામર્થ્ય છે. જ્ઞાનની પર્યાય અપરને પ્રકાશતી થકી પોતે પોતાથી જ પ્રગટ થાય છે. ૧૨મી ગાથામાં જે કહ્યું છે કે-વ્યવહારનય, વિચિત્ર (અનેક) વર્ણમાળા સમાન હોવાથી, જાણેલો તે કાળે પ્રયોજનવાન છે તેનો પણ આ જ અર્થ છે. સમજાણું કાંઈ....?
અહીં ક્રમવર્તીરૂપ અને અક્રમવર્તીરૂપ જે અનંતધર્મોનો સમૂહ છે તે સઘળોય ખરેખર એક આત્મા છે એમ કહ્યું છે. તેમાં આ શક્તિ ને શક્તિવાન, આ પર્યાય ને પર્યાયવાન-એવા ભેદરૂપ વ્યવહારને દૂર (ગૌણ) કરીને, શક્તિવાન જે ત્રિકાળી એક દ્રવ્ય છે તેની દષ્ટિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનનો વિષય બહુ સુક્ષ્મ, અચિન્ય ને અલૌકિક છે.
અહીં શક્તિનું વર્ણન છે તે દ્રવ્યની (દ્રવ્યદૃષ્ટિની) પ્રધાનતાથી છે. તેથી કમવર્તી પરિણામમાં એકલી શુદ્ધતાની જ વાત કરી છે. તે શુદ્ધતાના ક્રમમાં અશુદ્ધતાની-વ્યવહારની નાસ્તિ છે, આનું નામ અનેકાન્ત છે. પ્રવચનસારના પરિશિષ્ટમાં છેલ્લે (નયનું) વર્ણન છે તે જ્ઞાનપ્રધાન કથન છે. ત્યાં જ્ઞાનપ્રધાન શૈલી હોવાથી રાગનો કર્તા આત્મા છે એમ કહ્યું છે.
તેમાં સાચું ક્યું સમજવું?
બન્ને વાત અપેક્ષાથી સાચી છે. જ્યાં જે અપેક્ષાથી વાત કરી છે ત્યાં તે અપેક્ષાથી યથાર્થ સમજવી જોઈએ. શક્તિ એટલે સ્વભાવ, અને સ્વભાવવાન જે આત્મા–તેની દષ્ટિ કરાવવી છે ત્યાં અશુદ્ધતાની વાત છે જ નહિ, કેમકે દ્રવ્યદષ્ટિ નિર્વિકલ્પ છે, તેનો વિષય પણ નિર્વિકલ્પ છે. અશુદ્ધતા થાય એવી દ્રવ્યમાં કોઈ શક્તિ જ નથી. તથાપિ જ્યાંસુધી સાધકપણું છે ત્યાં સુધી રાગ હોય છે. દ્રવ્યદૃષ્ટિની સાથે જે જ્ઞાન થયું છે તે રાગને પણ જાણે છે. જ્ઞાન તો સ્વ-પરપ્રકાશક છે ને? તેથી જ્ઞાનપ્રધાન જ્યાં કથન હોય ત્યાં રાગનું પરિણમન પોતામાં છે, તેથી રાગનો કર્તા પોતે છે–એમ પર્યાય અપેક્ષા કહેવામાં આવે છે. જ્ઞાનપ્રધાન કથનમાં રાગનો કર્તા પોતે છે-એમ પર્યાય અપેક્ષા કહેવામાં આવે છે. જ્ઞાનપ્રધાન કથનમાં રાગનો ભોક્તા પણ પોતે આત્મા છે એમ કહેવામાં આવે છે. પ્રવચનસારમાં વિકારનો અંશ જીવનો છે એમ લીધું છે; કેમકે એક સમયના વિકારી અંશને જો કાઢી નાખો તો, ત્રણ કાળની પર્યાયોનો સમૂહ તે દ્રવ્ય-એ વાત સિદ્ધ નહિ થાય. અહીં શક્તિના અધિકારમાં શુદ્ધ પર્યાયની જ વાત લીધી છે. શુદ્ધ પર્યાય ભલે અલ્પ હો, પણ તે પર્યાય પરિપૂર્ણ દ્રવ્યને સિદ્ધ કરે છે, પ્રસિદ્ધ કરે છે; અંશ છે તે પૂરણ અંશીને સિદ્ધ કરે છે. એક અંશને કાઢી નાખો તો પૂર્ણ દ્રવ્ય સિદ્ધ નહિ થાય. લ્યો, આવી વાત છે.
આતમીમાંસામાં એમ લીધું છે કે-અશુદ્ધ પર્યાય હો કે શુદ્ધ પર્યાય હો, તે પર્યાય આખા દ્રવ્યને સિદ્ધ કરે છે, કેમકે નય-ઉપનયના વિષયનો સમૂહ તે દ્રવ્ય છે. ત્યાં અશુદ્ધનય પણ લીધો છે. અશુદ્ધતા-જે રાગ છે, તે ક્રમવર્તી જ્ઞાનની પર્યાયમાં જણાય છે. રાગ છે તો રાગનું જ્ઞાન થાય છે એમ નહિ, સ્વપરપ્રકાશક જ્ઞાનની કમવર્તી પર્યાય તે સમયે પોતાથી જ ઉત્પન્ન થાય છે. રાગને પરજ્ઞયપણે જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે; નિશ્ચયથી તો સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાય જ્ઞાન જ છે.
સર્વદર્શિત્વશક્તિ ને સર્વજ્ઞત્વશક્તિને આત્મદર્શનમયી અને આત્મજ્ઞાનમયી કહી છે. સર્વજ્ઞ પરને જાણે છે માટે સર્વજ્ઞ છે-શું એમ છે? ના, એમ નથી. એક સમયમાં પોતાના ત્રિકાળી દ્રવ્ય-ગુણ-પર્યાયનું જ્ઞાન કરે, અને પરના દ્રવ્ય-ગુણ-પર્યાયનું જ્ઞાન કરે એવી સર્વજ્ઞ પર્યાય જે છે તે આત્મજ્ઞાનમયી છે. સ્વરૂપથી જ કેવળજ્ઞાન એક સમયમાં સ્વપરપ્રકાશક છે, પરને પ્રકાશે છે માટે સર્વજ્ઞ છે એમ છે જ નહિ; આત્મજ્ઞાનરૂપે પરિણમવું-જાણવું તે એનો સ્વભાવ છે. પરને જાણે છે એમ કહેવું એ તો અસદ્દભૂત વ્યવહાર છે. લોકાલોકને જાણે એવી જ્ઞાનની પર્યાય છે તે આત્મજ્ઞાનમયી છે. લોકાલોક છે તો આત્મજ્ઞાનમયી સર્વજ્ઞ પર્યાય છે એમ છે નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
સંવત ૧૯૮૩ની સાલમાં આ વિષયને લગતી ચર્ચા થયેલી. એક શેઠ હતા તે કહે-લોકાલોક છે તો કેવળજ્ઞાનની પર્યાય થઈ. ત્યારે અમે કહેલું–ના, એમ નથી; કેવળજ્ઞાનની પર્યાય પોતાથી થઈ છે, લોકાલોકની એને અપેક્ષા નથી. લોકાલોક છે માટે કેવળજ્ઞાન છે એમ છે નહિ. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં આ વાત આવી ગઈ છે. કેવળજ્ઞાન લોકાલોકને નિમિત્ત છે, અને લોકાલોક કેવળજ્ઞાનને નિમિત્ત છે-આવો પાઠ છે. નિમિત્ત છે એનો અર્થ શું? બીજી ચીજ છે બસ એટલું. લોકાલોક છે માટે કેવળજ્ઞાન છે એમ છે નહિ, અને કેવળજ્ઞાન છે તો લોકાલોક છે એમ પણ છે નહિ. | ‘વત્થ સદાવો ઘમ્મો' –વસ્તુ જે ભગવાન જ્ઞાયક આત્મા છે એની જે શક્તિઓ, તે એનો સ્વભાવ છે, અને તે સ્વભાવ એનો ધર્મ છે. ત્યાં આ ધર્મ અને આ ધર્મી-એમ ભેદની દષ્ટિ છોડીને ધર્મીનિજ જ્ઞાયક પ્રભુ ઉપર દષ્ટિ દેવાથી પર્યાયમાં વીતરાગતારૂપી ધર્મ પ્રગટ થાય છે. સદાય આવો મારગ છે.
પણ અમે વરસી તપ કરીએ તો ધર્મ થાય કે નહિ?
ધૂળેય ન થાય સાંભળને. અંતરમાં મારગ સમજ્યા વિના ખૂબ આકરાં તપ તપે તો પણ એ તો બધાં થોથાં છે બાપા ! અંદરમાં આનંદનો સાગર ભગવાન આત્મા ઉછળે એનું નામ તપ છે. અહાહા...! ભગવાન આત્મામાં અંદર શક્તિરૂપે આનંદ પૂર્ણ–પૂર્ણ ભર્યો છે. ત્યાં આ આનંદ અને આ આનંદદાતા–એવો ભેદ દષ્ટિમાંથી કાઢી નાખીને પૂર્ણાનંદસ્વરૂપ નિજ ભગવાન જ્ઞાયક ઉપર દષ્ટિ કરી અંતર-રમણતા કરે તેને, જેમ સમુદ્રમાં ભરતી આવે તેમ, પર્યાયમાં આનંદની છોળ ઉછળે છે. આનું નામ તપ અને આ ધર્મ છે; બાકી તો તપ નહિ, લાંઘણ છે. આવી વાત ! સમજાણું કાંઈ...?
લોકોને ભગવાન કેવળીની શ્રદ્ધા નથી. જુઓ, દ્રવ્યની પર્યાય પ્રતિસમય કમબદ્ધ થાય છે. શાસ્ત્રમાં (સમયસાર ગાથા ૩/૮–૩૧૧ની ટીકામાં) “કમનિયમિત” શબ્દ પડ્યો છે. તેનો અર્થ ૫. શ્રી હિમ્મતભાઈએ ક્રમબદ્ધ ' કર્યો છે. ભાઈ ! આ કાંઈ સોનગઢની વાત નથી, આ કોઈ પક્ષની વાત નથી. આ તો વસ્તુસ્વરૂપ છે, તેને જેમ છે તેમ સ્વીકારવું જોઈએ.
પ્રશ્ન:- પણ તમે આ નવો મારગ કયાંથી કાઢયો?
ઉત્તર:- આ નવો મારગ નથી બાપુ! આ તો અનાદિનો છે. અનંતા સર્વજ્ઞ પરમાત્માએ કહેલી આ વાત છે. વર્તમાનમાં આ વાત ચાલતી ન હતી ખોવાઈ ગઈ હતી તે અત્યારે પ્રસિદ્ધિમાં આવી છે.
સંવત ૧૯૭૨ની સાલમાં અમારે સંપ્રદાયમાં ચર્ચા થયેલી. અમારા ગુરુભાઈ કહે–ભગવાન કેવળજ્ઞાનીએ જ્યારે જેમ થવાનું દીઠું હોય ત્યારે તેમ થાય જ, માટે આપણે વળી પુરુષાર્થ શું કરવો? તે વખતે અમે નવદીક્ષિત, માત્ર ૨૫ વર્ષની ઉંમર, ને ચર્ચા નીકળેલી તો ત્યારે કહેલું-કેવળજ્ઞાનીએ જ્યારે જેમ થવાનું દીઠું હોય ત્યારે તેમ થાય એ તો બરાબર; પણ તમને કેવળજ્ઞાનની સત્તાનો સ્વીકાર છે? અહાહા ! જે કેવળજ્ઞાનની દશામાં એક સમયમાં અનંતા સિદ્ધો, અનંતા નિગોદના જીવો સહિત છ દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત જણાય તે કેવળજ્ઞાનની સત્તાનો સ્વીકાર છે? જેને એનો સ્વીકાર હોય તેની દષ્ટિ નિજ જ્ઞાનસ્વભાવ ઉપર જાય છે, જવી જોઈએ; અને એનું જ નામ પુરુષાર્થ છે. અંદર સર્વજ્ઞસ્વભાવ છે તેને જાણ્યા વિના ભાઈ ! લોકમાં સર્વજ્ઞ છે એમ તું કયાંથી નક્કી કરીશ?
ભગવાન આત્મા સર્વજ્ઞસ્વરૂપ પૂર્ણ ભરિતાવી છે. આ વાત શાસ્ત્રોમાં ત્રણ જગાએ આવી છે. સમયસાર બંધ અધિકારમાં, સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં (જયસેન આચાર્યદેવની ટીકા) અને પરમાત્મ પ્રકાશમાં આ વાત આવી છે. અહાહા...! સર્વ જીવ નિર્વિકલ્પ, નિરંજન, ભરિતાવી છે. ભરિતાવસ્થ એટલે શક્તિથી પૂર્ણ ભરેલા છે. અહાહા...! વર્તમાન પર્યાયને લક્ષમાંથી છોડી દો તો અંદર વસ્તુ છે પૂર્ણ પરમાત્મસ્વરૂપ-સર્વજ્ઞસ્વરૂપ છે. તેની ભાવના કરવી તે પુરુષાર્થ છે.
સંવત ૧૯૭૨માં અમે ગજસુકુમારનું દષ્ટાંત આપતા. શ્રીકૃષ્ણ ભગવાન શ્રી નેમિનાથનાં દર્શન કરવા હાથી ઉપર બેસીને જતા હતા. તેમના નાના ભાઈ ગજસુકુમાર ખોળામાં બેઠા હતા. રસ્તામાં શ્રીકૃષ્ણ એક સોનીની કન્યાને સોનાના દડે રમતી દૂરથી જોઈ. કન્યા ખૂબ સ્વરૂપવાન ને ખૂબસુરત હતી. તેને જોઈને તેમણે નોકરને આજ્ઞા કરી કેઆ કન્યાને અંતઃપુરમાં લઈ જાઓ; ગજસુકુમાર સાથે આ કન્યાનાં લગ્ન કરવામાં આવશે. નોકરો કન્યાને અંતઃપુરમાં લઈ ગયા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭-અંગુલધુત્વશક્તિ : ૯૩ હવે શ્રીકૃષ્ણ, ગજસુકુમાર સાથે ભગવાનના સમોસરણમાં આવી પહોંચ્યા. ભગવાનના દર્શન કરી ભગવાનની વાણી સાંભળવા લાગ્યા. વાણી સાંભળતાં જ ગજસુકુમારનો પુરુષાર્થ અંદરથી ઉછળ્યો. તેઓ બોલ્યો, “ભગવન! હું તો આગાર છોડી અણગાર થવા માગું છું, મુનિદીક્ષા અંગીકાર કરવાની મારી ભાવના છે.” જુઓ, આ પુરુષાર્થ ! ગજસુકુમારે જ્યાં ભગવાનની વાણી સાંભળી ત્યાં અંતર્લીન થવાનો પુરુષાર્થ ઉછળ્યો! ભગવાને દીઠું હશે ત્યારે થશે એમ માનીને પુરુષાર્થહીન ન થયા પણ અંદર વૈરાગ્યભાવના પ્રદીપ્ત થઈ. તેઓશ્રી માતા દેવકી પાસે રજા લેવા જાય છે. કહે છે-માતા, હું મુનિદીક્ષા અંગીકાર કરવા ઇચ્છું છું; માતા રજા આપ.
દેવકી કહે છે-“બેટા, દેવનું આરાધન કરવાથી તો તારો જન્મ થયો છે; તું કેવા કેવા લાડમાં ઉછર્યો છે? હાથીના તાળવા જેવું આ તારું કોમળ શરીર! તને વનવાસ જવાની રજા કેમ અપાય ? ત્યારે ગજસુકુમાર કહે છેમાતા ! અંદર મારો આનંદસ્વરૂપ ચિદાનંદ-નિત્યાનંદ-પૂર્ણાનંદ પ્રભુ આત્મા છે તેમાં જઈ ત્યાં જ નિવાસ કરવા હું અધીર છું; હવે એક પળ પણ હું અહીં રહી શકું નહિ, માટે હે માતા! મને રજા દે. માતાને રુદન કરતી જોઈ કહે છેમાતા ! તારે રુદન કરવું હોય તો કરી લે, પણ હવે હું ક્ષણવાર પણ થોભે તેમ નથી; હું કોલકરાર કરું છે કે ફરીને હવે હું બીજી માતા નહિ કરું, હવે હું (સંસારમાં) પાછો નહિ ફરું. હવે હું નિજ શુદ્ધાત્માની શરણમાં શીધ્ર જ જાઉં છું. અહાહા....! જુઓ તો ખરા, જેને અંતરમાં કેવળજ્ઞાન બેઠું તેનો પુરુષાર્થ કેવો નિજ જ્ઞાનસ્વભાવની સન્મુખ ઝૂકી જાય છે! આનું નામ પુરુષાર્થ ને આ કેવળીની પ્રતીતિ છે.
વાસ્તવમાં ચાર અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. આ વીતરાગતા કયારે પ્રગટ થાય? કેવળજ્ઞાનની સત્તાનો જે અંતર્મુખ થઈ સ્વીકાર કરે તેને વીતરાગતા પ્રગટ થાય છે. કેવળજ્ઞાન માને (-કહે ) અને વળી આપણે પુરુષાર્થ શું કરીએ ? -એમ કહું તેને તો કેવળજ્ઞાન બેઠું જ નથી. વાસ્તવમાં જેને કેવળજ્ઞાનની સત્તાનો અંતરમાં સ્વીકાર થયો છે તે અંતપુરુષાર્થી છે ને તેના કેવળજ્ઞાનીએ ભવ દીઠા હોય એમ છે કે નહિ.
અમને પૂર્વના સંસ્કાર હતા એટલે આ વાત અંદરથી તે વખતેય આવતી. જુઓ આ પુરુષાર્થનું સ્વરૂપ. કેવળજ્ઞાનની સત્તાનો સ્વીકાર કરે તેને તો અનંતો પુરુષાર્થ છે, અને ભગવાન કેવળજ્ઞાનીએ તે જીવના ભવ દીઠા હોય એમ છે જ નહિ; કેમકે જગતમાં કેવળજ્ઞાન છે અને તેનું સામર્થ્ય શું? –એનો સ્વીકાર અંદર કેવળજ્ઞાનસ્વભાવમાં ઝૂકવાથી જ થાય છે. અહા ! પૂરણ ભરિતાવસ્થ કેવળજ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા છે તે ઘટવધ રહિત સદાય એવો ને એવો જ છે એમ સ્વીકારી તેના આશ્રયે પરિણમવું તે ધર્મ છે.
આમ કહી ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિ પૂરી થઈ.
૧૭: અગુરુલઘુત્વશક્તિ “પસ્થાનપતિત વૃદ્ધિહાનિરૂપે પરિણમતો, સ્વરૂપ-પ્રતિષ્ઠત્વના કારણરૂપ (-વસ્તુને સ્વરૂપમાં રહેવાના કારણરૂપ) એવો જે વિશિષ્ટ (–ખાસ) ગુણ તે-સ્વરૂપ અગુસ્લઘુત્વશક્તિ. [ આ પસ્થાનપતિત વૃદ્ધિહાનિનું સ્વરૂપ “ગોમ્મસાર” શાસ્ત્રમાંથી જાણવું. અવિભાગ પરિચ્છેદોની સંખ્યારૂપ પસ્થાનોમાં પડતી-સમાવેશ પામતીવસ્તુસ્વભાવની વૃદ્ધિહાનિ જેનાથી (–જે ગુણથી) થાય છે અને જે (ગુણ ) વસ્તુને સ્વરૂપમાં ટકવાનું કારણ છે એવો કોઈ ગુણ આત્મામાં છે, તેને અનુલઘુત્વગુણ કહેવામાં આવે છે. આવી અગુરુલઘુત્વશક્તિ પણ આત્મામાં છે.]'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
“પસ્થાનપતિત વૃદ્ધિહાનિરૂપે પરિણમતો, સ્વરૂપ-પ્રતિષ્ઠત્વના કારણરૂપ એવો જે વિશિષ્ટ (ખાસ) ગુણ તે-સ્વરૂપ અગુરુલઘુત્વશક્તિ” શું કહ્યું આ? અહાહા...! આત્મામાં આ કોઈ એવી શક્તિ નામ સ્વભાવ છે કે પ્રત્યેક સમયમાં પગુણ, વૃદ્ધિહાનિ થાય છે અને તે સ્વરૂપ-પ્રતિષ્ઠત્વના કારણરૂપ છે. ગજબની સૂક્ષ્મ વાત છે ભાઈ ! અહાહા...! પટગુણવૃદ્ધિ પગુણહાનિ અને સમય એક. એક સમયમાં પગુણ વૃદ્ધિાનિ થાય એવો જીવનો કોઈ અચિન્ય અગુરુલઘુત્વ સ્વભાવ છે.
આ અગુરુલઘુત્વશક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. અગુસ્લઘુત્વ સ્વભાવ અનંત ગુણમાં વ્યાપક છે. અગુરુલઘુત્વ ગુણ બીજા અનંત ગુણમાં છે એમ નહિ, પણ બીજા અનંત ગુણમાં અગુરુલઘુત્વ ગુણનું રૂપ છે. આ રીતે દર્શનની પર્યાયમાં અગુરુલઘુપણું છે, જ્ઞાનની પર્યાયમાં અગુસ્લઘુપણું છે, ચારિત્રની પર્યાયમાં અગુરુલઘુપણું છે, ઇત્યાદિ. અહાહા..! આત્મામાં જે આ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન આદિ પર્યાય થાય છે તેમાં પ્રત્યેકમાં પગુણ હાનિવૃદ્ધિ થાય એવો અગુરુલઘુત્વ સ્વભાવ છે. આ કેવળીગમ્ય છે. પં. દીપચંદજીએ ‘ચિ-વિલાસ” ગ્રંથમાં આ શક્તિનું વર્ણન કર્યું છે. સિદ્ધભગવાન છે તેમના વિષે પગુણ વૃદ્ધિહાનિનું સ્વરૂપ કહ્યું છે તે માત્ર ત્યાં દષ્ટાંતરૂપ કથન છે. બાકી અગુરુલઘુત્વ ગુણનું સૂક્ષ્મ પરિણમન કેવળજ્ઞાનગમ્ય છે, વચન અગોચર છે, તર્ક-અગોચર છે. (જુઓ, આલાપ પદ્ધતિ પૃ. ૮૯) ભાઈ ! શ્રુતજ્ઞાનમાં જો બધું સમજાઈ જાય તો કેવળજ્ઞાનનો દિવ્ય મહિમા શું?
અહા ! કેવળજ્ઞાનની પર્યાયમાં પણ એક સમયમાં પણ વૃદ્ધિહાનિ થાય છે. કેવળજ્ઞાન તો છે તેવું જ છે, ત્રણકાળ-ત્રણલોક સહિત લોકાલોકને જાણે છે; પગુણ વૃદ્ધિાનિ થતાં તેમાં કાંઈ વધ-ઘટ થતી નથી. અહા ! આવો જ કોઈ અગુરુલઘુત્વ સ્વભાવ છે જે ભગવાન સર્વજ્ઞદેવે કહ્યો છે ને પરમાગમમાં બતાવ્યો છે. આ વાત કાંઈ તર્કથીયુક્તિથી પમાય એમ નથી; તે આગમપ્રમાણથી માનવી જોઈએ.
હવે જેને ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિની વાતમાં પર્યાયની પૂર્ણતા માનવી કઠણ પડે છે તેને આ પણ વૃદ્ધિહાનિનું સ્વરૂપ સમજવું મુશ્કેલ પડે એવી આ વાત છે. કહે છે-એક સમયની પર્યાયમાં પગુણ વૃદ્ધિહાનિ થાય છે. ભલે એક સમયની ક્ષાયિક સમકિતની કે ક્ષાયિક જ્ઞાનની પર્યાય હો, તો પણ તેમાં એક સમયમાં આ પણ વૃદ્ધિહાનિ થાય છે એવો જીવનો કોઈ અચિન્ય અગુસ્લઘુત્વ સ્વભાવ છે.
એક સમયની પર્યાયમાં પગુણ વૃદ્ધિહાનિ થાય છે તે આ પ્રમાણેઃ
(૧) અનંતગુણ વૃદ્ધિ (૨) અસંખ્યગુણ વૃદ્ધિ (૩) સંખ્યાતગુણ વૃદ્ધિ (૪) અનંતભાગ વૃદ્ધિ (૫) અસંખ્યભાગ વૃદ્ધિ અને (૬) સંખ્યાતભાગ વૃદ્ધિ.
આ પ્રમાણે હાનિના છ બોલઃ
(૧) અનંતગુણ હાનિ (૨) અસંખ્યગુણ હનિ (૩) સંખ્યાતગુણ હાનિ (૪) અનંતભાગ નિ (૫) અસંખ્યભાગ હાનિ અને (૬) સંખ્યાતભાગ હાનિ.
આ પ્રમાણે એક સમયમાં પદ્ગણ વૃદ્ધિાનિરૂપે અગુસ્લઘુત્વ ગુણનું કોઈ સૂક્ષ્મ પરિણમન થાય છે અને તે કેવળીગમ્ય છે.
નશૂન્યત્વશક્તિમાં એમ કહ્યું કે દ્રવ્ય-ગુણ-પર્યાયમાં કમી–વૃદ્ધિ થતી નથી એવો એનો સ્વભાવ છે. એકેક ગુણની એકેક પર્યાયમાં ઘટ-વધ થતી નથી. એક સમયની જ્ઞાનની પર્યાયમાં, દર્શનની પર્યાયમાં, આનંદની પર્યાયમાં, વીર્યની પર્યાયમાં, અનંત ચતુર્યની પર્યાયમાં ને સિદ્ધની પર્યાયમાં કમી-વૃદ્ધિ થતી નથી. ભલે અલ્પ પર્યાય હો તો પણ તે ઘટ-વધ રહિત પરિપૂર્ણ છે એમ ત્યાં કહ્યું છે. ક્ષયોપશમ સમતિની પર્યાય હો કે ક્ષાયિકની પર્યાય હો, મતિ-શ્રુતજ્ઞાન હો કે કેવળજ્ઞાનની પર્યાય હો, ચારિત્રની અલ્પ નિર્મળ પર્યાય હો કે પૂરણ વીતરાગતાની પર્યાય હો, તે એકેક પર્યાય પૂર્ણ દ્રવ્યને સિદ્ધ કરે છે ને પરના ગ્રહણ-ત્યાગથી શુન્ય ઘટ-વધ રહિત છે, માટે પૂર્ણ છે. અહા! આવી સૂક્ષ્મ ગંભીર વાત કેવળીના શાસન સિવાય કયાંય નથી. અહાહા...! તું કેવડો મોટો છો! ભગવાન! તને તારી મોટપની-પ્રભુતાની ખબર નથી. અહાહા...! જેની પ્રભુતામાં કયાંય ઘટ-વધ થતી નથી એવો ભગવાન! તું પરિપૂર્ણ પ્રભુ છો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭-અગુરુલઘુતશક્તિ : ૯૫ અહાહા...આ (–આત્મા) તો મોટો દરિયો છે. અસંખ્ય જોજનના વિસ્તારવાળો છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર તો સાધારણ છે. આત્મા તો અનંત અનંત ભાવથી ભરેલો મહાસમુદ્ર છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ ભગવાનની વાણીનો મહિમા કરતાં કહ્યું છે કે:
અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી, ....
... જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. હવે ધ્વનિ જ્યાં આવી છે ત્યાં તેની વાચ્યવસ્તુ-અનંત અનંત સ્વભાવથી ભરપુર ભગવાન આત્માનું શું કહેવું?
ભાઈ, આ શક્તિના વર્ણનમાં તો ઘણું ઘણું ભર્યું છે, તેમાંથી શક્તિ અનુસાર થોડું થોડું કહેવાય છે. કંકોત્રીમાં લખે છે ને કે થોડું લખ્યું ઝાઝું કરી માનજો ને મંડપની શોભામાં અભિવૃદ્ધિ કરવા વહેલા વહેલા આવજો. તેમ અહીં પણ શક્તિના વર્ણનમાં થોડું કહ્યું ઝાઝું કરી માનજો અને અંતર્દષ્ટિ કરી આત્માની શોભા વધારજો. ભાઈ ! તારો આત્મા સ્વસ્વરૂપમાં-નિજ એકત્વ-શુદ્ધત્વસ્વરૂપમાં સદાય સુપ્રતિષ્ઠિત શોભારૂપ છે. અહા ! આવો તેનો અગુસ્લઘુત્વ સ્વભાવ છે તેને ઓળખી તેમાં જ અતલીન થઈ પરિણમે તે શોભા છે.
આ રૂપાળું શરીર, વસ્ત્ર-આભૂષણ, ધન-સંપત્તિ ને બાગ-બંગલા એ તો બધાં જડ પુદગલરૂપ છે બાપુ ! એનાથી કાંઈ આત્માની પ્રતિષ્ઠા-શોભા નથી. એ તો બધાં પુણ્યકર્મને આધીન છે ને જોતજોતામાં વિલીન થઈ જાય છે, વિખરાઈ જાય છે. સ્વસ્વરૂપમાં પ્રતિષ્ઠિત એવો આત્મા-ચૈતન્યબિંબ પ્રભુ-નિજ ચૈતન્યપ્રકાશથી સ્વયં શાશ્વત શોભાયમાન છે. અહાહા..! તેને ઓળખી, અંતરદૃષ્ટિ વડે ત્યાં જ લીન થઈ રહેવું તે પર્યાયની વાસ્તવિક શોભા છે. અહાહા..! અંતરાત્મા થઈ પરમાત્મા તું થા એનાથી બીજી કઈ શોભા? અહાહા....! ભગવાન આત્મા-ચૈતન્ય મહાપ્રભુ અનાદિઅનંત પોતાના સ્વસ્વરૂપમાં ચિતૂપસ્વરૂપમાં જ પ્રતિષ્ઠિત છે, કોઈ બીજા (શરીરાદિ, વડ તેની પ્રતિષ્ઠા નથી. આવા નિજ સ્વરૂપના આલંબને પર્યાયમાં નિર્મળ રત્નત્રયરૂપ નવી શોભા-પ્રતિષ્ઠા પ્રગટે છે. આનું નામ ધર્મ છે. અહો ! આવો આત્માનો અચિન્ય અગુરુલઘુત્વ સ્વભાવ છે જે દ્રવ્ય-ગુણ-પર્યાયમાં વ્યાપક થાય છે.
જુઓ, અહીં આ શક્તિના અધિકારમાં વ્યવહારની કોઈ વાત જ લીધી નથી. વ્યવહારના રસવાળાનેપક્ષવાળાને તો આ વાત બેસે નહિ. ભાઈ ! રાગ આવે તેનું જ્ઞાન કરવું તે વ્યવહાર છે. એ જ્ઞાન તો પોતાની પર્યાયમાં પોતાથી થાય છે, રાગને કારણે નહિ. હવે આમાં લોકો ભડકે છે. એમ કે-આ નિશ્ચય છે, એકાંત છે–એમ કહી તેઓ ભડકે છે, ને ભડકાવે છે. પણ ભાઈ, આ તો સમ્યક એકાંત છે બાપુ! સમ્યક એકાંતનું જ્ઞાન થાય તેને પોતાની પર્યાયમાં અપૂર્ણતા છે તેનું જ્ઞાન થાય છે; આનું નામ અનેકાન્ત છે. હવે આમાં વાંધા ઉઠાવી તકરાર કરે, પણ શું થાય? (વસ્તુ જ આવી છે એમાં શું થાય?)
હા, પણ ઘરબાર, કુટુંબ-પરિવાર, દુકાન-ધંધા વગેરે ત્યાગવાં પડે ને !
ઉત્તર:- અરે ભાઈ, રાગનો ત્યાગ પણ જ્યાં આત્માના સ્વરૂપમાં નથી ત્યાં પરના ત્યાગની શી કથા? ઘરબાર, કુટુંબ-પરિવાર ઇત્યાદિ છોડ્યાં એટલે સંસાર છોડ્યો એમ તે માન્યું છે પણ તે માન્યતા યથાર્થ નથી. વાસ્તવમાં તો સ્વસ્વરૂપમાં લીનતા-રમણતા થયે ઘરબાર ઇત્યાદિ પર પદાર્થો સંબંધી મમત્વ ને આસક્તિ મટી જાય છે, થતાં-ઉપજતાં નથી તો તે છોડયા એમ કથનમાત્ર વ્યવહારથી કહેવામાં આવે છે. અરે! લોકોને અંદર નિર્વિકલ્પ અનુભવની દશારૂપ-અતીન્દ્રિય આનંદની દશારૂપ ધર્મ છે તેની ખબર નથી, ને એકલા બહારના ત્યાગ વડે ધર્મ થવાનું માને છે, પણ તે માન્યતા યથાર્થ નથી.
સોળમી ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિનું સ્વરૂપ તો ખ્યાલમાં આવે એવું છે, પણ આ સત્તરમી અગુરુલઘુત્વશક્તિનું સ્વરૂપ તો આગમગમ્ય એટલે આગમથી પ્રમાણિત કરવા યોગ્ય છે, તે તર્કગોચર નથી, કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષ થવા યોગ્ય છે. અહાહા...! એક સમયમાં એક સમયની પર્યાયમાં, કહે છે, છ પ્રકારે વૃદ્ધિ ને છે પ્રકારે હાનિ એમ બારેય બોલ એક સાથે લાગુ પડે છે. દરેક ગુણની, દરેક સમયની દરેક પર્યાયમાં પગુણવૃદ્ધિહાનિ થાય છે. એક સમયમાં પગુણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ વૃદ્ધિ, ને બીજા સમયમાં પદ્ગણ હાનિ થાય એમ વાત નહિ, પ્રત્યેક પર્યાયમાં બારેય બોલ એક સાથે લાગુ પડે છે. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે એક સમયમાં પણુણવૃદ્ધિહાનિ પ્રત્યેક પર્યાયમાં જોયા છે. અહાહા...! આવો-પગુણ વૃદ્ધિહાનિરૂપ થતો-પરિણમતો, સ્વરૂપ-પ્રતિષ્ઠત્વના કારણભૂત એવો આત્માનો કોઈ અચિન્ય અદ્દભુત અગુસ્લઘુત્વ સ્વભાવ છે. ભાઈ, છમસ્થના જ્ઞાનમાં આવી જાય એવી આ વાત નથી. જો છદ્મસ્થના જ્ઞાનમાં બધું આવી જાય તો કેવળજ્ઞાનનો મહિમા શું? કેવળજ્ઞાનમાં જણાય તે બધું છદ્મસ્થ ન જાણી શકે. હા, સ્વહિત અર્થે પ્રયોજનભુત હોય તેને તો છદ્મસ્થ જ્ઞાની-સમ્યજ્ઞાની નિઃશંકપણે જાણે છે, તથાપિ આ અગુરુલઘુત્વ ગુણનું સૂક્ષ્મ પરિણમન તો કેવળ કેવળજ્ઞાન-ગોચર છે.
અહા ! દરેક ગુણમાં અગુરુલઘુપણું છે, તેની દરેક પર્યાયમાં પણ અગુરુલઘુપણુ આવે છે. આ અતિ સૂક્ષ્મ વિષય છે. જ્ઞાનની કેવળજ્ઞાનની પર્યાય હો કે મતિ-શ્રુતજ્ઞાનની પર્યાય હો, પ્રત્યેક પર્યાયમાં પગુણ વૃદ્ધિહાનિ થાય છે. નિગોદના જીવને અક્ષરના અનંતમા ભાગે જ્ઞાનનો ઉઘાડ છે; તેમાં પણ આ પગુણ વૃદ્ધિહાનિ થાય છે, ને કેવળીને અનંતજ્ઞાન-કેવળજ્ઞાન છે, તેમાં પણ પગુણ વૃદ્ધિહાનિ થાય છે. એમાં કમ નથી-એક સમયે વૃદ્ધિ અને બીજા સમયે હાનિ એવું નથી. અહાહા...! એક જ સમયમાં અનંતગુણ વૃદ્ધિ, અનંતગુણ હાનિક અસંખ્યગુણ વૃદ્ધિ, અસંખ્યગુણ હનિફ સંખ્યગુણ વૃદ્ધિ, સંખ્યગુણ હનિફ અનંતભાગ વૃદ્ધિ, અનંતભાગ હાનિક અસંખ્યભાગ વૃદ્ધિ અસંખ્યભાગ હાનિક સંખ્યભાગ વૃદ્ધિ, સંખ્યભાગ હાનિ-એમ બારેય બોલ એક સાથે હોય છે. અહાહા...! ભગવાન આત્માનો અગુસ્લઘુત્વ સ્વભાવ અને તેનું પર્યાયમાં સૂક્ષ્મ પરિણમન જેવું ભગવાને જોયું છે તેવું કહ્યું છે. અહીં તેનું આ સામાન્ય કથન કર્યું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે આ પગુણ વૃદ્ધિહાનિનું સ્વરૂપ છે તે શ્રુતજ્ઞાનગમ્ય નથી, આગમગમ્ય છે. તેમાં તર્ક ન ઉઠાવવો, કેમકે તર્કથી બેસે એવો આ વિષય નથી.
આ પસ્થાનપતિત વૃદ્ધિહાનિનું સ્વરૂપ “ગોમ્મસાર” શાસ્ત્રમાંથી જાણવાયોગ્ય છે. અવિભાગ પરિચ્છેદોની સંખ્યારૂપ પસ્થાનોમાં પડતી-સમાવેશ પામતી-વસ્તુસ્વભાવની વૃદ્ધિહાનિ જેનાથી થાય છે અને જે વસ્તુને સદા
સ્વરૂપમાં ટકવાનું કારણ છે એવો કોઈ આશ્ચર્યકારી ગુણ આત્મામાં છે; તેને અગુસ્લઘુત્વશક્તિ કહે છે. અવિભાગ પ્રતિચ્છેદ એટલે શું? કે અંશને છેદતાં છેદતાં જેના બે ભાગ ન પડે એવા એક અંશને અવિભાગ પ્રતિચ્છેદ કહેવામાં આવે છે. નિગોદના જીવન અક્ષરના અનંતમાં ભાગપ્રમાણ જ્ઞાનપર્યાયમાં પણ આવા અનંત અવિભાગ પ્રતિચ્છેદ છે. અરે ભાઈ ! આ કોઈ અચિન્ય અલૌકિક વાત છે એમ લક્ષ કરી તેનો મહિમા તો કર. આ તો
સહેજે સમુદ્ર ઉલસિયો, જેમાં રતન તણાતાં જાય;
ભાગ્યવાન કર વાવરે, એની મોતીયે મૂઠિયું ભરાય. –આવી અલૌકિક વાત છે. આસ્થાથી, શ્રદ્ધાથી, ઉત્સાહ ને ઉમંગ લાવી આ કબુલે–સ્વીકારે તે ન્યાલ થઈ જાય એવી આ ચીજ છે.
અહાહા....! પસ્થાનપતિત વૃદ્ધિહાનિરૂપે પરિમિત છે છતાં દ્રવ્યના સ્વરૂપ-પ્રતિષ્ઠત્વના કારણરૂપ આ શક્તિ વિશિષ્ટ ગુણસ્વરૂપ છે. એટલે શું? કે ભગવાન આત્મા-અનંતગુણનિધાન પ્રભુ-સદાય પોતાના સ્વરૂપમાં જ પ્રતિષ્ઠિત રહે છે–ટકી રહે છે, તે પોતાના સ્વરૂપથી પડીને કદીય પરરૂપ-જડરૂપ થઈ જતો નથી, તેનો કોઈ ગુણ અન્યગુણરૂપ થઈ જતો નથી, તથા તેના અનંત ગુણ દ્રવ્યથી છૂટા પડી વિખરાઈ જતા નથી, તેમ જ દ્રવ્યની-આત્માની કોઈ પર્યાય અન્યપર્યાયરૂપે થઈ જતી નથી. સૌ પોતપોતાના સ્વરૂપમાં ટકી રહે છે. અહો ! સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેવારૂપ આત્માનો આ કોઈ અલૌકિક સ્વભાવ છે. સ્વરૂપ ઘટે નહિ, વધે નહિ, સ્વરૂપનો કોઈ અંશ (ગુણ) કદી છૂટે નહિ, અન્યરૂપ થાય નહિ, ને નવું કાંઈ તેમાં આવે નહિ. આવો અગુલઘુસ્વભાવી ભગવાન આત્મા છે તેને ઓળખી દષ્ટિગત કરતાં પર્યાયમાં નિર્મળતા-નિર્મળતા પ્રગટે છે અને આ ધર્મ છે. ગજબની અગમ-નિગમની વાતો બાપુ! લ્યો,
આ પ્રમાણે અહીં અગુસ્લઘુત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮: ઉત્પાદવ્યયધુવત્વશક્તિ ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદત્રયધૃવત્વશક્તિ. (ક્રમવૃત્તિરૂપ પર્યાય ઉત્પાદવ્યયરૂપ છે અને અક્રમવૃત્તિરૂપ ગુણ ધૃવત્વરૂપ છે ).’
જુઓ, અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા છે. તેમાં એક ઉત્પાદત્રયધૃવત્વશક્તિ ત્રિકાળ છે. કેવી છે આ શક્તિ? તો કહે છે-“ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદવ્યયધૃવત્વશક્તિ, આમાં ક્રમવૃત્તિરૂપ અર્થાત્ એક પછી એક વર્તવારૂપ પર્યાયો છે, ને અક્રમવૃત્તિરૂપ અર્થાત્ એક સાથે ત્રિકાળ વર્તવારૂપ ગુણો છે. દ્રવ્યમાં ગુણો બધા અક્રમવૃત્તિરૂપ ત્રિકાળ એક સાથે પડ્યા છે, ને પર્યાય એક પછી એક સળંગ ઉંચાઈઉર્ધ્વપ્રવાહરૂપે ક્રમબદ્ધ થાય છે. પર્યાયો ક્રમવર્તી છે, તેથી ક્રમ પ્રવર્તવું જેનું લક્ષણ છે એવી પર્યાયો ઉત્પાદવ્યયરૂપ છે, ને અક્રમવૃત્તિરૂપ ગુણો ધૃવત્વરૂપ છે. આમ આખું દ્રવ્ય ક્રમ-અક્રમવૃત્તિ વડે ઉત્પાદવ્યયધ્રુવ સ્વભાવવાળું છે. સમજાણું કાંઈ...!
અરે ભાઈ, એક સમયની પર્યાયમાં ભૂલ છે, તેને ટાળતાં કેટલો કાળ લાગે? તો કહે છે-એક સમયમાં તે ભૂલ મટી શકે છે, કેમકે ક્રમે વર્તવું જેનું લક્ષણ છે એવી પર્યાય ક્રમવૃત્તિરૂપ છે. અહા ! જે સમયે નિજ સ્વભાવને જાણી સ્વ-આશ્રયે પરિણમે તે જ સમયે ભૂલ મટી નિર્મળ પરિણમન અર્થાત્ મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. શું થાય ? અજ્ઞાની જીવ અનાદિથી નિજ સ્વભાવને ભૂલી પર-આશ્રયે પરિણમે છે તેથી તેને વિકારી પરિણમન નામ ભૂલ અને સંસાર છે. અહાહા...! ક્રમઅક્રમવૃત્તિરૂપ વર્તવાના સ્વભાવવાળું જે સ્વદ્રવ્ય તેના રુચિ અને લીનતારૂપ પરિણમતા જીવ નિર્મળ રત્નત્રયરૂપે પરિણમે છે; આ ધર્મ છે ને આ જ શક્તિનું વાસ્તવિક પરિણમન છે.
પર્યાયમાં કમવર્તીપણું તો જ્ઞાની અજ્ઞાની બન્નેને છે; ત્યાં અજ્ઞાનીને પરાશ્રયે પરિણમવાને લીધે ક્રમવર્તી અશુદ્ધ-ભૂલવાળી મલિન પર્યાયો થાય છે, જ્યારે જ્ઞાનીને સ્વાશ્રયે પરિણમવાને લીધે ક્રમવર્તી નિર્મળ-નિર્મળ સમકિત આદિ મોક્ષમાર્ગની પર્યાયો થાય છે. આ પર્યાયમાં ભૂલ હોવાનું ને ભૂલ મટાડવાનું સંક્ષેપમાં રહસ્ય છે. આવી વાત છે.
આ કમ-અક્રમપણે વર્તવાનો સ્વભાવ આત્માની એકેક શક્તિમાં લાગુ પડે છે, કેમકે કમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદયધ્રુવત્વશક્તિ આત્માની એકેક શક્તિમાં વ્યાપક છે. એ તો પ્રથમ કહેવાઈ ગયું છે કે ક્રમ અને અક્રમરૂપ પ્રવર્તતા અનંત ધર્મોનો સમુદાય તે આત્મા છે. આમ દરેક શક્તિનું ઉત્પાદત્રયપણે ક્રમે પ્રવર્તવું અને અક્રમપણે ધ્રુવ રહેવું તે સ્વરૂપ છે. અહાહા..! જ્ઞાનમાત્ર ભાવની અંદર આવી જતી અનંત શક્તિઓ એક સાથે પર્યાયમાં ઉલ્લસે છે, ઉછળે છે. અહો ! દ્રવ્યના બધાય ગુણનો એવો સ્વભાવ છે કે ગુણપણે ધ્રુવ રહીને તે ક્રમવર્તી પર્યાય પરિણમે છે.
તું સાંભળ તો ખરો બાપુ ! તારા આત્મદ્રવ્યની-એકેક શક્તિ અનંત ગુણોમાં વ્યાપક છે. -એકેક શક્તિ અનંતમાં ( ગુણોમાં) નિમિત્ત છે. -એકેક શક્તિ દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેમાં વ્યાપે છે. -એકેક શક્તિ ધ્રુવ ઉપાદાન છે, અને તેની પર્યાય ક્ષણિક ઉપાદાન છે. તેમાં અક્રમે રહેવું તે ધ્રુવ ઉપાદાન છે,
ને ક્રમે વર્તવું તે ક્ષણિક ઉપાદાન છે.
-એકેક શક્તિમાં વ્યવહારનો-રાગનો ને નિમિત્તનો અભાવ છે. એકેક શક્તિ ક્રમે પ્રવર્તે છે તે નિર્મળ પરિણતિએ પ્રવર્તે છે, ને તેમાં વ્યવહારનો-રાગનો ને નિમિત્તનો અભાવ નામ નાસ્તિ છે. આ અનેકાન્ત છે. વ્યવહારના કે નિમિત્તના કારણે અહીં શક્તિનું પરિણમન થયું છે એમ છે નહિ.
અહીં આ શક્તિના અધિકારમાં વ્યવહારની વાત જ કરી નથી. સાધકને દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ વ્યવહારના-શુભરાગના પરિણામ હોય છે ખરા, પણ તેને તે માત્ર જાણે જ છે, તેમાં તન્મય નથી. જ્ઞાન રાગથી છૂટું ને છૂટું જ જ્ઞાનપણે રહે છે. તેની તે જ્ઞાન પર્યાય પોતામાં પોતાના સામર્થ્યથી પોતાથી જ થાય છે, તેમાં વ્યવહારનોરાગનો અભાવ જ છે. જ્ઞાનની પર્યાય, સમકિતની પર્યાય, ચારિત્રની પર્યાય, આનંદની પર્યાય, પરની અપેક્ષા વિના જ પોતાથી થાય છે. આવી સૂક્ષ્મ વાત ! સમજાણું કાંઈ...!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અહાહા...! ક્રમઅક્રમવર્તીપણારૂપ આ ઉત્પાદવ્યયધુવત્વશક્તિ આત્માની એકેક શક્તિમાં (–બધી અનંત શક્તિમાં) વ્યાપક છે, જેથી પ્રત્યેક ગુણમાં જે સમયે જે પર્યાય થવાનો કાળ છે તે ત્યાં ઉત્પન્ન થાય છે. પ્રત્યેક સમયે પૂર્વ પર્યાયનો વ્યય થઈ કમવર્તી નવી પર્યાયનો ઉત્પાદ થાય એવો આ શક્તિનો સ્વભાવ છે; મતલબ કે પ્રતિ સમય ક્રમે ઉત્પન્ન થવાવાળી પર્યાય પરને-નિમિત્તને લઈને ઉત્પન્ન થાય એમ છે જ નહિ. દયા, દાન, પંચમહાવ્રત આદિરૂપ રાગની મંદતાના (ભેદ રત્નત્રયના) પરિણામ છે માટે ક્રમે નિર્મળ રત્નત્રયના પરિણામ પ્રગટ થયા એવું વસ્તુના
સ્વરૂપમાં છે નહિ. દ્રવ્યના સહજ પરિણમનને, ઉત્પાદ-વ્યયને કોઈની અપેક્ષા છે નહિ, ઝીણી વાત છે પ્રભુ! કહ્યું છે ને કે-“વાત છે ઝીણી, ને લોઢું કાપે છીણી.' લોઢું કાપવામાં લોઢાની છીણી જોઈએ, બીજું કામ ન આવે; તેમ આ ભેદજ્ઞાનની સૂક્ષ્મ વાતો છે તે અંતરના સૂક્ષ્મ અભ્યાસથી પમાય તેવી છે, તેમાં ધૂળ ઉપયોગ કામ ન આવે. અહાહા...! જેને અંતર્દષ્ટિ થઈ, શક્તિનું પરિણમન શરૂ થયું તે સાધક છે. તેને કાંઈક રાગ છે. પણ તે રાગની, શક્તિ અને શક્તિના પરિણમનમાં નાસ્તિ છે. આમ એકેક શક્તિમાં વ્યવહારનો અભાવ છે; આ અનેકાન્ત છે. અહાહા...! શક્તિની નિર્મળતાની અસ્તિ, ને તેમાં વિકારની ને વ્યવહારની-રાગની નાસ્તિ-આવું અનેકાન્તમય સાધકનું પરિણમન હોય છે.
-વળી એકેક શક્તિ છે તે પારિણામિકભાવે છે. કોઈએ પ્રશ્ન કરેલો કેપ્રશ્ન- મોક્ષમાર્ગ ક્યો ભાવ છે? ત્યારે કહ્યું
ઉત્તરઃ- મોક્ષમાર્ગ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવરૂપ છે. ભગવાન આત્મામાં ઉત્પાદવ્યયધૃવત્વશક્તિ છે તે પારિણામિકભાવે છે. આ શક્તિના નિમિત્તે-કારણે જે ઉત્પાદવ્યયરૂપ ક્રમવર્તી પર્યાયો થાય છે તે નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે થાય છે, અને તે ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિકભાવસ્વરૂપે છે. ( જેમાં જે ભાવ લાગુ પડતો હોય તે સમજવો). આ નિર્મળ પર્યાયોમાં ઉદયભાવનો અભાવ છે, કેમકે ઉદયભાવ શક્તિના કાર્યરૂપ નથી. હવે આમાં કોઈને થાય કે અમારે કેટકેટલું યાદ રાખવું? અરે ભાઈ ! આવા મોંઘા મનુષ્યપણા મળ્યા ને એમાં તું અત્યારે આ નહિ સમજ તો કે 'દિ' સમજીશ? (એમ કે હમણાં નહિ સમજે તો પછી સમજવાનું સામર્થ્ય જ રહેશે નહિ એવી એકેન્દ્રિયદિ હલકી દશા આવી પડશે ).
ભાઈ ! આ સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્મા અંદર શક્તિઓનો દરિયો છે. તેમાં કેવળજ્ઞાનની પર્યાય જેવી અનંતી પર્યાયો ક્રમસર થાય છે. કેવળજ્ઞાનની પર્યાય છે તે એક સમય પૂરતી છે, બીજે સમયે એવી બીજી થાય છે. સાદિ અનંતકાળ એવી પર્યાયો ક્રમે થાય એવો વસ્તુનો સ્વભાવ છે. એવી અનંત પર્યાયોનો સમુદાય તે જ્ઞાનગુણ છે. તેમ શ્રદ્ધાગુણની અનંતી પર્યાય, ચારિત્ર ગુણની અનંતી પર્યાય, આનંદ ગુણની અનંતી પર્યાય, .. ઇત્યાદિ. અહા ! આવી અનંત પર્યાય અને અનંતા ગુણોનો પિંડ તે નિજ આત્મદ્રવ્ય છે. હવે આવા નિજ અંત:તત્ત્વનો અભ્યાસ કદી કરે નહિ અને બહારમાં ઉપવાસાદિ કરે અને માને કે કલ્યાણ થઈ જાય; પણ ધૂળેય ન થાય સાંભળને, કેમકે વસ્તુ એવી નથી. લોકોને આ આકરું પડે, પણ ભગવાનનો માર્ગ આવો છે ભાઈ !
અહાહા...! આત્મા સત્ શાશ્વત વસ્તુ છે. તેમાં શક્તિઓ છે તે પણ ત્રિકાળ શાશ્વત છે. દ્રવ્ય છે તે પરિણામિકભાવે છે, તેમાં રહેલી શક્તિઓ પણ પારિણામિકભાવે છે. એક શક્તિ છે તે બીજી અનંતને નિમિત્ત છે, પણ એક શક્તિ બીજી શક્તિને (તેની પર્યાયને) ઉત્પન્ન કરે એમ નથી. દરેક શક્તિમાં ક્રમ-અક્રમવર્તીપણારૂપ ઉત્પાદવ્યયધુવત્વનું રૂપ છે. જ્ઞાનની પર્યાયનો જે સમયે નિર્મળપણે ક્રમવર્તી ઉત્પાદ થાય છે તે જ્ઞાન ગુણનો ક્રમઅક્રમવર્તીપણાનો સ્વભાવ છે. ઉત્પાદવ્યયધૃવત્વ તેમાં નિમિત્ત છે. અહાહા...! એકેક શક્તિમાં-જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સ્વચ્છતા, પ્રભુતા ઇત્યાદિમાં ઉત્પાદવ્યયરૂપે જે પર્યાય સમયે સમયે થાય છે તે પરની અપેક્ષા વિના જ, પોતાના પકારકથી થાય છે. આવો જ દ્રવ્યનો ઉત્પાદવ્યયધૃવત્વ સ્વભાવ છે. આમ જ્ઞાનમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન કે કેવળજ્ઞાનની પર્યાયનો જે ક્રમવર્તી ઉત્પાદ થાય છે તે આ ઉત્પાદવ્યયધુવત્વશક્તિના કારણે થાય છે. આવી સૂક્ષ્મ ગંભીર વાત છે બાપુ !
પ્રશ્ન:- ચાર ઘાતિકર્મના ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે-શાસ્ત્રમાં-તત્ત્વાર્થસૂત્રમાં તો એમ કહ્યું છે?
ઉત્તર:- હા, કહ્યું છે. તે નિમિત્તનું કથન છે; અર્થાત્ કેવળજ્ઞાન થવા કાળે બાહ્ય નિમિત્ત શું હોય છે તેનું તેમાં જ્ઞાન કરાવ્યું છે, બાકી જ્ઞાન ગુણમાં ઉત્પાદત્રયધુવત્વશક્તિનું રૂપ છે તેથી જ્ઞાનની કેવળજ્ઞાનરૂપ પર્યાય તેના કાળે પોતાથી જ પ્રગટ થાય છે. કર્મનો ક્ષય બાહ્ય નિમિત્ત હો, પણ કર્મની કે બીજા કોઈની તેમાં અપેક્ષા નથી. આવું જ વસ્તુસ્વરૂપ છે.
સ્વામી કાર્તિકયાનુપ્રેક્ષા માં એમ કહ્યું છે કે પૂર્વપર્યાયયુક્ત દ્રવ્ય તે કારણ છે, અને ઉત્તરપર્યાયયુક્ત દ્રવ્ય તે તેનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮-ઉત્પાદવ્યવઘુવત્વશક્તિ : ૯૯ કાર્ય છે. જૈન તત્ત્વમીમાંસામાં પણ પં. શ્રી ફૂલચંદજીએ આ વાત લીધી છે. એ તો દ્રવ્યની પૂર્વ પર્યાયનું જ્ઞાન કરાવવા ત્યાં વાત કરી છે. અહીં એ વાતને વ્યવહાર ગણી ઉડાવી દીધી છે. ભાઈ ! ઉત્પાદવ્યયધૃવત્વ એ વસ્તુનો-દ્રવ્યનો સ્વભાવ છે. અહાહા....! દ્રવ્યની એકેક પર્યાયમાં સહજ સ્વતંત્ર ઉત્પાદત્રય સમયે સમયે થાય છે. અહા ! બાહ્ય નિમિત્તના કારણે પર્યાયનો ઉત્પાદ થાય છે એમ નથી, ને તેમાં પૂર્વ પર્યાયનું કારણ શું છે એમ પણ નથી. પોતાના ક્રમે પ્રગટ થયેલી પર્યાય પોતે જ તેના ઉત્પાદનું વાસ્તવિક કારણ છે. બાહ્ય નિમિત્તને, વ્રતાદિ વ્યવહારને ને પૂર્વ પર્યાયને કારણ કહેવું તે વ્યવહાર છે બસ. તથા વર્તમાન એક ગુણની પર્યાય બીજી (બીજા ગુણની) પર્યાયનું વાસ્તવિક કારણ નથી. સમ્યગ્દર્શનના કારણે સમ્યજ્ઞાન થાય છે એમ નથી. (વિવક્ષાથી એમ કહેવું એ બીજી વાત છે).
ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ ત્રિકાળ ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ છે. તેની એકેક શક્તિ પણ ધ્રુવ છે. તે શક્તિ અને શક્તિવાન દ્રવ્યના ભેદનું લક્ષ છોડી અભેદની દૃષ્ટિ કરવાથી, અહાહા...! અભેદ શુદ્ધ ચૈતન્યના તળમાં સ્પર્શ કરવાથી, સ્પર્શ કરવાથી એટલે કે ધ્રુવની સન્મુખ થઈ પરિણમવાથી નિર્મળ પર્યાયનો સહજ જ પોતાના કારણે ઉત્પાદ થાય છે. ત્યારે પૂર્વ પર્યાયનો વ્યય પણ પોતાથી સ્વતંત્ર થાય છે. કોઈ કોઈના કારણે છે એમ છે જ નહિ. દ્રવ્ય-ગુણ ધ્રુવ એકરૂપ સદેશ રહે છે તે પણ પોતાથી જ છે. અહો ! આવું અલૌકિક વસ્તુ સ્વરૂપ છે ભાઈ ! સાધકને વચ્ચે શુભરાગ આવે તે વ્યવહાર હો ભલે, પણ નિર્મળ પર્યાય ઉત્પન્ન થવાનું છે કારણ નથી; ને પૂર્વ પર્યાય પણ વાસ્તવિક કારણ નથી. આ બધું ઝીણું પડે તોય જાણવું પડશે હોં. આ જગતના હીરા-માણેક-મોતી, બાગ-બંગલા-બગીચા,
સ્ત્રી-પુત્ર-પરિવાર ને આ રૂપાળું શરીર એ તો કાંઈ નથી ભાઈ ! એ તો બીજી ચીજ બાપુ! એને જાણતાં કાંઈ સુખ ન થાય, કેમકે એમાં સુખ નથી; સ્વસમ્મુખ થઈને સ્વ નામ નિજ શુદ્ધાત્મસ્વરૂપને જાણતાં સુખ થાય છે, કેમકે તેમાં સુખ છે, અને તે (–પોતે ) સુખસ્વરૂપ જ છે. સમજાણું કાંઈ...?
નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય, વ્યવહારથી નિશ્ચય થાય અને પર્યાય કમનિયત નહિ પણ નિયત-અનિયત છે. એમ આ વિષયો પર વર્તમાનમાં ઘણો વિરોધ ચાલે છે. અરે ભાઈ ! આ વિષયોનું યથાર્થ સ્વરૂપ સમજી વિરોધ મટાડવા જેવું છે બાપુ!
પંચાસ્તિકાયની ગાથા ૧૫૫માં નિયત-અનિયતની વાત આવી છે. આ ગાથામાં અસમય અને પરસમયની વ્યાખ્યા કરવામાં આવી છે. ત્યાં સ્વભાવલીના પરિણામને નિયત કહેલ છે, અને વિભાવ પરિણામને અનિયત કહેલ છે. અનિયત એટલે પરિણામ કમનિયત નહિ થતાં આગળ-પાછળ થાય છે એવો અર્થ નથી, પણ અનિયત એટલે સ્વભાવમાં અનવસ્થિત, સ્વભાવમાં લીન નહિ એવી વિભાવ પર્યાય એમ ત્યાં અર્થ છે.
વળી પ્રવચનસારમાં ૪૭ નયનો અધિકાર છે. તે ૪૭ ધર્મો આત્મામાં એકી સાથે છે. ત્યાં પણ કાળનય, અકાળનય કહ્યા છે.
આત્મદ્રવ્ય કાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખે છે એવું છે.' વળી, આત્મદ્રવ્ય અકાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખતી નથી એવું છે.”
હવે આમાં અકાળનો અર્થ પર્યાય ક્રમઅનિયત અર્થાત આગળ-પાછળ થાય છે એમ કયાં છે? પર્યાય તો ક્રમનિયત સ્વકાળે જ ઉત્પન્ન થાય છે, પણ સાથે સ્વભાવ અને પુરુષાર્થ હોય છે તે બતાવવા માટે ત્યાં અકાળનયની વાત કરી છે. વસ્તુતઃ એક જ પર્યાય એકી સાથે કાળનય અને અકાળનયનો વિષય થાય છે. ત્યાં કાળને ગૌણ કરી પુરુષાર્થ અને સ્વભાવની વિવેક્ષા હોય ત્યારે તે અકાળનયનો વિષય થાય છે. આમ કોઈ પર્યાય આગળ-પાછળ થાય છે એમ ત્યાં અભિપ્રાય છે જ નહિ. વાસ્તવમાં દરેક પર્યાય ક્રમબદ્ધ પોતાના સ્વકાળે જ ઉત્પન્ન થાય છે.
! જેમ દ્રવ્યના બધા ગુણ એક સાથે જ દ્રવ્યમાં ત્રિકાળ સર્વ પ્રદેશે વ્યાપક છે, તેમાં કદીય ઘટ-વધ થતી નથી; તેમ દ્રવ્યના અનાદિઅનંત પ્રવાહમાં ત્રણેકાળની પ્રતિસમય પ્રગટ થનારી પર્યાયોનો સ્વકાળ નિયત છે. ભાઈ ! ત્રણે કાળની પર્યાયોનો પ્રવાહ દ્રવ્યમાં નિયત પડ્યો છે, પર્યાયોની કમનિયત ધારામાં કદી ભંગ પડતો નથી. અહા ! આવું ક્રમ-અક્રમવર્તીપણું એ દ્રવ્યનો સ્વભાવ છે. હવે આમાં કોઈ વળી કહે છે-કમવર્તીપણું એટલે પર્યાયો એક પછી એક થાય બસ એટલું જ, પણ ક્રમે પ્રગટ થતી પર્યાયો અમુક નિશ્ચિત જ થાય એમ નહિ, પણ આ માન્યતા બરાબર નથી. ક્રમવર્તીપણું એટલે દ્રવ્યમાં પર્યાયો એક પછી એક થાય એટલું જ નહિ, પ્રવાહુક્રમમાં કયા સમયે કઈ પર્યાય થાય તે પણ નિયત-નિશ્ચિત જ છે. જેમ સાત વાર (સોમ, મંગળ વગેરે) નિશ્ચિત ક્રમબદ્ધ છે તેમ દ્રવ્યની ત્રણકાળની પર્યાયો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧OO : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ પણ નિશ્ચિત ક્રમબદ્ધ છે. “પ્રમેયકમલમાર્તડ' માં “ક્રમભાવ'ને સમજાવતું નક્ષત્રોનું દષ્ટાંત પણ આ જ વાત સિદ્ધ કરે છે.
સમયસાર, સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારની ગાથા ૩૦૮થી ૩૧૧ની ટીકામાં આચાર્યદેવે આ વાત ખુલ્લી કરી છે. ત્યાં અતિ સ્પષ્ટ કહ્યું છે કે-જીવ ને અજીવ બધા દ્રવ્યો પોતાના કમનિયમિત પરિણામોથી ઉપજે છે. કમનિયમિત કહો કે ક્રમબદ્ધ કહો એક જ વાત છે. ભાઈ ! ધ્રુવ રહીને કમનિયમિત ભાવે પરિણમવાનો પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવ છે. આખું દ્રવ્ય જ આવું છે. અહા ! દ્રવ્યના આવા ક્રમ-અક્રમવર્તીપણાના સ્વભાવને યથાર્થ જાણે તો પર્યાયો આડીઅવળી–આગળપાછળ થાય, નિમિત્તથી થાય ને નિમિત્તથી બદલી શકાય-એવી ઉંધી-વિપરીત દષ્ટિ મટી જાય અને તેને સ્વસમ્મુખ–દષ્ટિ વડે નિર્મળ પરિણમનની ધારા શરૂ થાય છે. આમ દ્રવ્યમાં થતી પર્યાયો અકાળે ક્રમબદ્ધ પ્રગટ થાય છે એમ નિર્ણય કરનારનું જોર સ્વદ્રવ્ય ભણી, શુદ્ધ એક ગ્લાયકસ્વભાવ પ્રતિ વળે છે અને તેને નિર્મળ પરિણમનની ક્રમવ ધારા ઉલ્લસે છે. આ ધર્મ છે.
પ્રશ્ન- સમયસાર કળશટીકામાં કળશ ૨૫રમાં ત્રિકાળી દ્રવ્યને સ્વકાળ કહેલ છે તે શું છે?
ઉત્તર:- સમયસાર કળશટીકામાં કળશ ૨પરમાં ત્રિકાળી દ્રવ્યને સ્વકાળ કહેલ છે. વર્તમાન પર્યાયનો ભેદ પાડવો તેને ત્યાં પરકાળ કહેલ છે. ત્યાં કહ્યું છે:- “સ્વદ્રવ્ય એટલે નિર્વિકલ્પમાત્ર વસ્તુ, સ્વક્ષેત્ર એટલે આધારમાત્ર વસ્તુનો પ્રદેશ, કાળ એટલે વસ્તુમાત્રની મૂળ અવસ્થા, સ્વભાવ એટલે વસ્તુની મૂળની સહજ શક્તિ; પરદ્રવ્ય એટલે સવિકલ્પ ભેદ–કલ્પના, પરક્ષેત્ર એટલે જે વસ્તુનો આધારભૂત પ્રદેશ નિર્વિકલ્પ વસ્તુમાત્રરૂપે કહ્યો હતો તે જ પ્રદેશ સવિકલ્પ ભેદ-કલ્પનાથી પરપ્રદેશ બુદ્ધિગોચરરૂપે કહેવાય છે, પરકાળ એટલે દ્રવ્યની મૂળની નિર્વિકલ્પ અવસ્થા તે જ અવસ્થાન્તર ભેદરૂપ કલ્પનાથી પરકાળ કહેવાય છે, પરભાવ એટલે દ્રવ્યની સહજ શક્તિના પર્યાયરૂપ અનેક અંશ દ્વારા ભેદ-કલ્પના, તેને પરભાવ કહેવાય છે.” જુઓ બહારના અન્યદ્રવ્યની પર્યાય તે પરકાળ છે એ વાત તો કયાંય દૂર રહી ગઈ, અહીં તો દ્રવ્યની પોતાની અવસ્થાને જ ભેદકલ્પનાથી પરકાળ કહે છે. ભેદ ઉપરથી દષ્ટિ ઉઠાવવી છે ને! તો પરમાર્થે જે સ્વદ્રવ્ય છે તે જ સ્વક્ષેત્ર, અકાળ, સ્વભાવ છે એમ કહીને અભેદદષ્ટિ કરાવી છે. અહા! દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના ચાર ભેદ પણ ખરેખર ત્રિકાળી વસ્તુમાં નથી. હવે આમ છે ત્યાં પર્યાય નિમિત્તથીપદ્રવ્યથી થાય એવી પરાશ્રયની વાતને અવકાશ જ કયાં છે? વાસ્તવમાં પ્રત્યેક દ્રવ્યનો ઉત્પાદવ્યયધ્રુવત્વ સ્વભાવ છે, અને તેથી દ્રવ્યની પ્રત્યેક પર્યાય પોતાથી સ્વતંત્ર પ્રગટ થાય છે, તેનું કોઈ પરદ્રવ્ય કારણ નથી, પૂર્વ પર્યાય પણ તેનું કારણ નથી. દ્રવ્ય પોતે પોતાના સ્વભાવથી જ એક અવસ્થાથી પલટીને નિયત અવસ્થાન્તરરૂપ થાય છે. આ તો એકલું અમૃત છે ભાઈ ! આનો અંતરમાં નિર્ણય કરે તેને ભેદની દષ્ટિ તથા મારી અવસ્થા કોઈ બીજો પલટાવી દેશે એવી પરાશ્રયની દષ્ટિ છૂટી જાય છે, અને અભેદ એક જ્ઞાયકની દૃષ્ટિ થઈ નિર્મળ નિર્મળ પરિણમન થાય છે. આવી વાત ! સમજાણું કાંઈ..?
અહાહા...! વસ્તુ ત્રિકાળી ભગવાન આત્મા છે તે ગુણ-પર્યાયના ભેદથી રહિત, કર્મ-નોકર્મથી રહિત અભેદ એકરૂપ જ્ઞાયક પ્રભુ છે. તેમાં પૂર્વ પર્યાયનો વ્યય થઈ નવી પર્યાયનો ઉત્પાદ થાય તથા વસ્તુ ચિન્માત્ર સદા એકરૂપ સદેશ રહે તેવો તેનો ઉત્પાદવ્યયધૃવત્વ સ્વભાવ છે. તેમાં પરદ્રવ્યનું-નિમિત્તનું-કર્મનું કાંઈ કારણપણું નથી. અરે, તેની એક શક્તિનું કારણ બીજી શક્તિ નથી, કેમકે એકેક શક્તિમાં ઉત્પાદવ્યયધુવત્વનું રૂપ છે; અર્થાત્ પ્રત્યેક શક્તિનું પોતાનું ઉત્પાદવ્યયધુવત્વ પોતાથી છે. અહા ! આવા પોતાના ક્રમ-અક્રમવર્તી સ્વભાવને ઓળખતાં ગુણ-પર્યાયના ભેદ ઉપરથી દષ્ટિ ખસીને, દષ્ટિ અભેદ એક જ્ઞાયક સ્વભાવ ઉપર થંભે છે, ને તે દ્રષ્ટિમાં ક્રમે નિર્મળ પર્યાયની ઉત્પત્તિ થાય છે. આ સાધક દશા અને આ મોક્ષમાર્ગ છે. હવે લોકો પોતાના અંતરંગ સ્વરૂપને જાણવા દરકાર કરે નહિ ને બહારના ક્રિયાકાંડમાં મોક્ષમાર્ગ માની રચ્યા રહે, પણ ભાઈ ! એવી ક્રિયાકાંડના શુભ વિકલ્પ તો એણે પૂર્વે અનંત વાર કર્યા છે. એમાં નવું શું છે? અપૂર્વ શું છે? કઢાલામાં આવે છે ને કે
મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો;
પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયો. અરે ભાઈ ! તું અંદર જો ને બાપુ! ત્યાં અંદર તળમાં એકલો (નિર્ભેળ) આનંદ ભર્યો છે. અહાહા...! જેમ સમુદ્રના તળિયે સોનું, હીરા, મોતી પડ્યાં છે તેમ ભગવાન આત્માના તળમાં જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા ઇત્યાદિ અનંત ગુણરત્નોનો ભંડાર ભર્યો છે. અહાહા....! તે દરેક ગુણ-શક્તિ , કહે છે, પોતાના ઉત્પાદત્રયધ્રુવત્વ સ્વભાવને કારણે પોતે પોતાનું કાર્ય કરે છે, તેમાં બીજું કોઈ કારણ નથી. દ્રવ્યદૃષ્ટિવંતને સમ્યગ્દર્શનની નિર્મળ પર્યાયનો ઉત્પાદ થાય છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮-ઉત્પાદવ્યયધૃવત્વશક્તિ : ૧/૧ તે સ્વકાળે પોતાથી થાય છે તેમાં બીજું-કર્મનો ઉપશમાદિ વાસ્તવિક કારણ નથી. જ્ઞાનના ઉત્પાદ-વ્યય-ધ્રુવ પોતાથી છે, પરથી કે વાણીના કારણે છે–એમ નથી. અહાહા..! અંતરસનુખ પરિણમતા જ્ઞાનસ્વભાવ પોતે જ વિશેષ જ્ઞાનપણે પરિણમે છે, વાણીના કારણે જ્ઞાનની ઉત્પત્તિ થાય છે એમ નથી. આવી વાત !
પ્રશ્ન:- તો પછી જિનવાણી સાંભળવાનું શું પ્રયોજન છે?
ઉત્તર- અરે ભાઈ! વાણીના કારણે જ્ઞાનની ઉત્પત્તિ ન થાય, પણ જ્ઞાનસ્વભાવી નિજ જ્ઞાયકની સન્મુખ થઈને પરિણમતા જ્ઞાન થાય છે એમ સમજવું એ જિનવાણી સાંભળવાનું વાસ્તવિક પ્રયોજન છે. તેથી જિજ્ઞાસુને બહુ વિનય ને ભક્તિપૂર્વક જ્ઞાની પાસેથી સના શ્રવણનો પ્રેમ અને ઉત્સાહુ આવે છે. “વાણીથી જ્ઞાન થતું નથી માટે સાંભળવાનું શું કામ છે?' એવી સ્વચ્છંદતાનો ભાવ તેને હોતો નથી. સના શ્રવણકાળે પણ તેને ભાવ તો અંદર પોતાનો જ ઘૂંટાય છે. તેનું વલણ અને વજન નિમિત્ત પર ન હોતાં, જ્ઞાની જે દ્રવ્યસ્વભાવ બતાવે છે તેના પર હોય છે. આ જ વાણી સાંભળવાનું પ્રયોજન છે. જ્ઞાનીને પણ વારંવાર સના શ્રવણનો ભાવ આવે છે. તેમાં તેની રુચિનું જોર એક નિજ જ્ઞાયકસ્વભાવ પર હોય છે, નિમિત્ત પર કે રાગ પર તેની રુચિનું જોર હોતું નથી. જેને આત્મસ્વભાવમાં જ રુચિનું જોર વળી જાય તેને વાણી સાંભળવાનું પ્રયોજન સિદ્ધ થાય છે. સમજાણું કાંઈ...?
ભાઈ, તારે બીજાથી–નિમિત્તથી શું કામ છે? અંદર તારી જ્ઞાનમાત્ર વસ્તુમાં એક સાથે અનંત ગુણો ધ્રુવપણે રહ્યા છે. અહા ! અનંત ગુણનું અભેદ એકરૂપ ત્રિકાળી સ્વદ્રવ્ય-તેમાં તું દષ્ટિ કર તો અનંત ગુણની નિર્મળ પર્યાયો પ્રગટ થશે. અહાહા...! સ્વદ્રવ્યના આશ્રમમાં જતાં જ જ્ઞાન, આનંદ, શ્રદ્ધા, સ્વચ્છતા, પ્રભુતા, વીર્ય ઇત્યાદિ બધી અનંત શક્તિઓ નિર્મળપણે ઉલ્લસીને પર્યાયમાં વ્યક્ત થાય છે. અહા ! તે સ્વસંવેદનમાં-સ્વાનુભવમાં અનંત શક્તિની નિર્મળતા એક સાથે સમાય છે. અહો ! આવો અદ્દભુત ચૈતન્ય ગુણરત્નાકર પ્રભુ તું છો, અંદર નજર કરતાં જ સમ્યગ્દર્શન આદિ અપૂર્વ અપૂર્વ રત્નો પ્રગટ થાય છે. હવે અંદર ઢંઢોળે નહિ, ને બહારમાં-રાગની ક્રિયામાં ને નિમિત્તમાં-ફાંફાં મારે. પણ તેથી શું થાય ? ધૂળેય ન થાય. અંતરસન્મુખતાના પુરુષાર્થ વિના બધું જ થોથેથોથાં છે.
જુઓ, સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ આત્મામાં એક વીર્યશક્તિ ત્રિકાળ છે. તેનું કાર્ય શું? તો કહે છેસ્વરૂપસ્થિત દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદ ઇત્યાદિ ગુણોની નિર્મળ પર્યાયોની રચના કરવી તે તેનું કાર્ય છે. જુઓ, વીર્યશક્તિનું સામર્થ્ય ! અહાહા..! આત્મા પોતે સ્વવીર્યથી-અંત:પુરુષાર્થ વડે પોતાની સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાયને રચે છે. નિર્મળ પર્યાયની રચના થાય તેમાં સ્વવીર્યને છોડી કોઈ પરવસ્તુ કારણ નથી.
-દેવ-ગુરુ-શાસ્ત્ર તેનું કારણ નથી. -પદ્રવ્ય-કર્મ આદિ તેનું કારણ નથી, ને
-વ્યવહાર-રાગની ક્રિયા તેનું કારણ નથી. આત્મા પોતે સ્વવીર્યથી–જાગ્રત થયેલા અંત:પુરુષાર્થથી જ કર્તા થઈને નિર્મળ સમ્યગ્દર્શનાદિરૂપ કાર્યને રચે છે. ઓહો! પોતાની નિર્મળ પર્યાયોને રચનારો આત્મા પોતે જ અનંતવીર્યવાન ઈશ્વર છે. આવી વાત !
પ્રશ્ન- હા, પણ સમ્યગ્દર્શન આદિ પર્યાયો ક્રમબદ્ધ સ્વકાળે પ્રગટ થાય છે એમ આપ કહો છો, તો પછી વીર્યશક્તિનું શું કામ? (એમ કે વીર્ય નામ પુરુષાર્થનું એમાં શું કામ રહ્યું?)
સમાધાનઃ- એમ નથી ભાઈ ! પર્યાયો ક્રમબદ્ધ પ્રગટ થાય છે માટે વીર્યશક્તિ કાંઈ કાર્યકારી નથી એમ નથી. સમ્યગ્દર્શન આદિ પર્યાયો તો ક્રમબદ્ધ અકાળે પ્રગટ થાય છે એ બરાબર છે, પણ ત્યારે વીર્યશક્તિના કાર્યરૂપ અંતઃપુરુષાર્થ પણ ભેગો જ હોય છે. ઓહો ! નિર્મળ રત્નત્રયનો સ્વકાળ કાંઈ સ્વરૂપસન્મુખતા ને સ્વરૂપલીનતાસ્વરૂપરમણતાના અંતઃપુરુષાર્થ વિનાનો હોય છે એવું નથી. વાસ્તવમાં નિર્મળ રત્નત્રયના સ્વકાળમાં અનંત ગુણની નિર્મળ પર્યાયો ભેગી જ હોય છે, અંત:પુરુષાર્થ પણ ભેગો હોય જ છે. પર્યાયો અકાળે ક્રમબદ્ધ પ્રગટ થાય છે એ એક વિવક્ષાથી વાત છે, પણ તેથી કાંઈ તે કાળે પુરુષાર્થનો અભાવ હોય છે એવું નથી. જ્ઞાનમાત્ર ભાવના પરિણમનમાં અનંત ગુણની પર્યાયો એકી સાથે ઉલ્લસે છે એમ યથાર્થ સમજવું જોઈએ; આ અનેકાન્ત છે. સમજાણું કાંઈ...?
' અરે, પરમાણુમાં પણ પોતાની વીર્યશક્તિ છે, જેથી સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિગુણો પોતપોતાના કાર્યની રચનારૂપે પરિણમે છે. દરેક ગુણ પોતાના કારણે પોતાના કાર્યરૂપે પરિણમે છે; પરના કારણે તે કાર્ય થતું નથી. એક છૂટો પરમાણુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ સૂક્ષ્મ છે. તે સ્થળ સ્કંધમાં ભળતાં સ્થળરૂપે પરિણમન કરે છે, ત્યાં તે પોતાની પર્યાયની યોગ્યતાથી સૂક્ષ્મમાંથી સ્થૂળરૂપે પરિણમે છે; તેમાં સ્થૂળ સ્કંધ તેને કારણભૂત નથી. બે ગુણ ચીકાશવાળો એક પરમાણ, ચાર ગુણ ચીકાશવાળા અન્ય પરમાણું સાથે ભળતાં ચાર ગુણ ચીકાશરૂપે પરિણમી જાય છે તે પોતાની પર્યાયની શક્તિની યોગ્યતાથી ચાર ગુણ ચીકાશરૂપે પરિણમે છે. નિમિત્તના કારણે તે પરમાણુ ચાર ગુણ ચીકાશપણે પરિણમે છે એમ નથી. અહા ! ઉત્પાદવ્યયધૃવત્વ એ પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવ છે, અને તેથી તે (દ્રવ્ય) સ્વતંત્રપણે પોતાથી જ ઉત્પાદવ્યયરૂપે પરિણમે છે. અહા ! સ્વસમ્મુખતાના અંત:પુરુષાર્થપૂર્વક નિર્વિકલ્પ અનુભવ થયા વિના આ ક્રમબદ્ધ આદિનું યથાર્થ જ્ઞાન થતું નથી. ખાલી ક્રમબદ્ધનું નામ લઈ પુરુષાર્થહીન થવું એ તો સ્વચ્છંદતા છે, અજ્ઞાન છે.
અહા ! આત્માને પોતાના અંતરંગ સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે જ અન્ય જીવપુદગલાદિ દ્રવ્યોના દ્રવ્ય-ગુણપર્યાયનું યથાર્થ જ્ઞાન થાય છે. આ વાત સમયસાર કળશટીકા, કળશ ૬૦માં કહી છે. ત્યાં કહ્યું છે-“જેમ અગ્નિ અને પાણીના ઉષ્ણપણા અને શીતપણાનો ભેદ નિજસ્વરૂપગ્રાહી જ્ઞાનથી પ્રગટ થાય છે તેમ. ભાવાર્થ આમ છે કે-જેમ
અગ્નિસંયોગથી પાણી ઊનું કરવામાં આવે છે, કહેવામાં પણ “ઊનું પાણી’ એમ કહેવાય છે, તો પણ સ્વભાવ વિચારતાં ઉષ્ણપણું અગ્નિનું છે, પાણી તો સ્વભાવથી શીતળ છે-આવું ભેદજ્ઞાન, વિચારતાં ઊપજે છે.” જુઓ, આ ભેદજ્ઞાન! ઉષ્ણતા પાણીનું સ્વરૂપ નથી, તેમ રાગ-વિકાર આત્માનું સ્વરૂપ નથી. હવે આમ છે ત્યાં રાગથીવ્યવહારથી નિશ્ચય થાય એમ કયાં રહ્યું? એમ છે નહિ.
અહા ! સત છે તે ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વરૂપ છે. તત્ત્વાર્થસૂત્રમાં આવે છે કે “ઉત્પાવ્યાધ્રૌવ્યયુવતમ્ સત', તેનું અહીં ઉત્પાદત્રયધૃવત્વશક્તિરૂપે વર્ણન કર્યું છે. કહે છે-ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદવ્ય ધૃવત્વ શક્તિ. તેમાં ક્રમવૃત્તિરૂપ પર્યાયો ઉત્પાદવ્યયરૂપ છે, ને અક્રમવૃત્તિરૂપ ગુણો તે ધ્રુવતારૂપ છે. આવા ક્રમ-અક્રમવર્તી ભાવોનો સમૂહ અર્થાત્ ગુણપર્યાયોના એક પિંડ તે દ્રવ્ય છે. આત્મા અને જગતના સર્વ દ્રવ્યો આવા ઉત્પાદ-વ્યયધ્રુવસ્વરૂપ સહજ પોતાથી છે. અહા ! આવા નિજ આત્મદ્રવ્યનો નિર્ણય કરી દ્રવ્યસ્વભાવમાં એકાકાર થઈ પરિણમે તેને સ્વભાવ-આશ્રિત નિર્મળ નિર્મળ પર્યાયોનો ઉત્પાદ થાય છે. આનું નામ ધર્મ છે.
પ્રશ્ન:- સમયસાર, ગાથા ૩૮ની ટીકામાં પર્યાયને ક્રમ-અક્રમરૂપ પ્રવર્તતી કહી છે તે શું છે?
ઉત્તર:- હા, ત્યાં બીજી અપેક્ષાથી વાત છે. ત્યાં “અક્રમ” એટલે પર્યાય આગળ-પાછળ થાય છે એવો અર્થ નથી. ત્યાં કહ્યું છે-“ચિન્માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી માટે હું એક છું.” હવે આમાં ગતિની પર્યાય એક પછી એક થાય છે તેથી તેને ક્રમરૂપ પ્રવર્તતો ભાવ કહેલ છે; ને યોગ, કષાય, વેશ્યા આદિ ભાવો એક સાથે હોય છે તેથી તેને અક્રમરૂપ પ્રવર્તતા ભાવો કહેલ છે. પ્રત્યેક ગુણમાં થતું પરિણમન તો ક્રમવર્તી જ હોય છે એમ યથાર્થ જાણવું. લ્યો,
આ પ્રમાણે અહીં ઉત્પાદત્રયધુવત્વશક્તિ પૂરી થઈ.
*
૧૯: પરિણામશક્તિ દ્રવ્યના સ્વભાવભૂત ધ્રૌવ્ય-વ્યય-ઉત્પાદથી આલિંગિત (–સ્પર્શિત), સદ્ગશ અને વિદ્રશ જેનું રૂપ છે એવા એક અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ.'
જુઓ, ત્રિકાળી સ્વદ્રવ્યના લક્ષે થતાં જ્ઞાનમાત્ર ભાવના પરિણમનમાં એકલું જ્ઞાન જ નથી, પણ જ્ઞાનની સાથે શ્રદ્ધા, આનંદ, વીર્ય આદિ અનંત શક્તિઓ ભેગી ઉલ્લસે છે; તેમાં એક “પરિણામશક્તિ' છે. કેવી છે આ પરિણામશક્તિ? તો કહે છે-“દ્રવ્યના સ્વભાવભૂત ઘવ્ય-વ્યય-ઉત્પાદથી આલિંગિત સદ્ગશ અને વિદ્ગશ જેનું રૂપ છે એવા એક અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ છે.” જુઓ, શું કીધું? કે આત્મા દ્રવ્ય છે તેના સ્વભાવભૂત ધ્રૌવ્ય-વ્યયઉત્પાદ છે. ધ્રૌવ્ય-નિત્ય ટકવાપણું દ્રવ્યના સ્વભાવથી જ છે, ને ક્ષણે ક્ષણે પર્યાયના થતાં ઉત્પાદ-વ્યય પણ દ્રવ્યના સ્વભાવથી જ છે. મતલબ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રણેય પરથી નથી. પરને-નિમિત્તને લીધે આત્માના પરિણામ ઉપજે છે એમ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯-પરિણામશક્તિ : ૧૦૩ વળી દ્રવ્યની જે સત્તા-અસ્તિત્વ છે તે ધ્રૌવ્ય-ઉત્પાદ–વ્યયથી આલિંગિત છે. મતલબ કે ધ્રૌવ્ય-ધ્રુવતા ને ઉત્પાદ–વ્યય કાંઈ ત્રણ ભિન્ન-ભિન્ન સત્તા નથી, પણ ત્રણેય મળીને એક સત્તા-અસ્તિત્વ છે. અહાહા...! ત્રણેયથી આલિંગિત એક અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ છે. ધ્રૌવ્યની અપેક્ષાએ તે (–અસ્તિત્વએ) સદ્રશ છે ને ઉત્પાદવ્યયની અપેક્ષાએ તે વિસદ્ગશ છે. અહા ! આવા સદ્ગશ-વિસદ્ગશરૂપ એક અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ છે. બહુ ઝીણું ભાઈ ! પણ ધ્યાન રાખે તો પકડાય એવું છે.
ભાઈ ! આ કાંઈ કથા વાર્તા નથી. આ તો તત્ત્વજ્ઞાનનો વિષય–બહુ સૂક્ષ્મ બાપુ! કહે છે–ભગવાન આત્મા દ્રવ્ય છે તે ધ્રૌવ્ય-ઉત્પાદ-વ્યય ત્રણને એક સમયમાં આલિંગન કરે છે. ગજબ વાત ભાઈ ! જો ધ્રૌવ્ય ન હોય તો પરિણામ શામાં થાય? ને જો ઉત્પાદ-વ્યય ન હોય તો પરિણામ કેવી રીતે થાય ? ધ્રૌવ્ય-ઉત્પાદ-વ્યય ત્રણેય એકી સાથે હોયા વિના પરિણામશક્તિ બની શકે નહિ. તેથી કહ્યું કે-ધ્રૌવ્ય-વ્યય-ઉત્પાદથી આલિંગિત એવા એક અસ્તિત્વમાત્રમયી પરિણામ શક્તિ છે. “સદ્રવ્ય નક્ષણ' ને ‘ઉત્પાવ્યયધ્રૌવ્યયુમ્ સત'–એવા જે બે મહાન સૂત્રો તત્ત્વાર્થસૂત્રમાં આવ્યા છે તે આમાં સમાઈ જાય છે. અહીં અસ્તિત્વમાત્ર કહીને એક સત-સત્તા બતાવી છે.
ભાઈ ! પ્રત્યેક દ્રવ્ય પ્રતિસમય પોતાના ધ્રૌવ્ય-ઉત્પાદ-વ્યયને આલિંગન કરે છે. સમયસાર ગાથા ત્રણમાં આવે છે કે-પ્રત્યેક દ્રવ્ય પોતાના ધર્મોના ચક્રને ચુંબે છે, પણ પરને સ્પર્શતું નથી. ત્યાં કહ્યું છે કે “કેવા છે તે સર્વ પદાર્થો? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે-સ્પર્શે છે તોપણ જેઓ પરસ્પર એકબીજાને
સ્પર્શ કરતા નથી.” જુઓ, આમ વસ્તુસ્વરૂપ છે છતાં કેટલાક લોકો માને છે કે-કર્મથી વિકાર થાય છે, પણ તે માન્યતા બરાબર નથી. કર્મનો ઉદય જીવની પર્યાયને અડતો સુદ્ધાં નથી તો કર્મના ઉદયથી જીવને વિકાર કેમ થાય? એ તો જીવ પોતે પરનો સંગ કરે છે માટે રાગાદિ વિકાર થાય છે. અરે! પોતાના અસંગ સ્વરૂપને ભૂલી અજ્ઞાની જીવ પરનો સંગ કરે છે તેથી તેને પર્યાયમાં રાગદ્વેષાદિ વિભાવ ભાવો ઉત્પન્ન થાય છે. ભાઈ ! વિકાર થાય છે તે જીવની પોતાની તેવી યોગ્યતાથી થાય છે. પરથી-કર્મથી તે થાય છે એમ છે જ નહિ.
પ્રવચનસારમાં ૪૭ નયનો અધિકાર છે. તેમાં એક ઇશ્વરનય કહ્યો છે. ત્યાં કહ્યું છે-“આત્મદ્રવ્ય ઇશ્વરનયે પરતંત્રતા ભોગવનાર છે, ધાવની દુકાને ધવડાવવામાં આવતા મુસાફરના બાળકની માફક.” આમ જીવ પોતે નિમિત્તને આધીન થઈને પર્યાયમાં પરાધીન થઈ વિકારરૂપે પરિણમે એવી તેનામાં યોગ્યતા છે. કર્મને લઈને વિકાર થાય છે એમ છે નહિ.
અહીં કહે છે–ભાઈ ! તારી ચીજમાં ધ્રૌવ્ય-ઉત્પાદ-વ્યયથી આલિંગિત એવા એક અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ છે. શક્તિ ધ્રુવ છે તે ઉત્પાદ-વ્યયરૂપે પર્યાયમાં પરિણમે છે. તેમાં ધ્રુવ છે તે સદ્ગશ એકરૂપ છે, અને ઉત્પાદવ્યય છે તે વિસદ્ગશ છે. ઉત્પાદ-વ્યય એક સરખા નથી, પરસ્પર વિરુદ્ધ છે માટે તેને વિશ્ર્વશ કહેલ છે. ધવલમાં તેમને ( ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યને) વિરુદ્ધ અને અવિરુદ્ધ કહ્યા છે. ઉત્પાદ-વ્યય વિરુદ્ધ છે, અને ત્રિકાળી ધ્રુવ સદ્ગશ તે અવિરુદ્ધ છે. વ્યય છે તે પૂર્વ પર્યાયનો અભાવ છે, ને ઉત્પાદ છે તે વર્તમાન પર્યાયનો ભાવ છે. એક ભાવરૂપ ને બીજો અભાવરૂપ છે, તેથી ઉત્પાદ-વ્યય છે તે વિરુદ્ધ અર્થાત્ વિસદ્ગશ છે; અને ધ્રૌવ્ય છે તે અવિરુદ્ધ અર્થાત્ સદ્ગશ છે. ધ્રુવ કહો, એક કહો, સામાન્ય કહો, સદ્રશ કહો-બધુ એક જ છે.
આ સમજે તો જન્મ-મરણના અંત આવી જાય એવી આ ચીજ છે. દયા, દાન, પૂજા, ભક્તિ ઇત્યાદિ ભાવ તો જીવ અનાદિથી કર્યા કરે છે, પણ તે કાંઈ ધર્મ નથી. અંદર આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ છે, તેની અંતરમાં દૃષ્ટિ થયા વિના ધર્મ થઈ જાય એવું સ્વરૂપ નથી. અરે ભાઈ, આત્મામાં કોઈ એવી શક્તિ નથી કે વિકાર કરાવે, ભવભ્રમણ કરાવે. શક્તિ અને શક્તિવાન દ્રવ્ય ત્રિકાળ ધ્રુવ પવિત્ર પરમાત્મસ્વરૂપ છે, ને તેને દૃષ્ટિમાં લેતા પવિત્રતાનો-નિર્મળ પરિણામનો ઉત્પાદ થાય છે. અહીં નિર્મળ-પવિત્ર પરિણામની જ વાત છે, અહીં મલિનતાની વાત જ નથી. નિર્મળ પરિણામ તે ક્રમવર્તી અને નિર્મળ ગુણો તે અક્રમવર્તી–તે બધાનો સમુદાય તે આત્મા છે એમ અહીં વાત છે.
તો નિયમસાર, ગાથા ૩૮માં ત્રિકાળી ધ્રુવને નિશ્ચય આત્મા કહ્યો છે?
હા, ત્યાં દષ્ટિનો વિષય સિદ્ધ કરવો છે. જેની દષ્ટિ કરી પરિણમતા નિર્મળ-નિર્મળ પરિણામ થયા કરે તે દષ્ટિનો વિષય ત્યાં બતાવવો છે. તેથી ત્યાં ત્રિકાળી ધ્રુવને નિશ્ચય આત્મા કહ્યો ને પર્યાય વ્યવહાર આત્મા છે એમ ત્યાં કહ્યું છે. ધ્યાન રાખીને સમજવું બાપુ ! આ વિષય બહુ સૂક્ષ્મ ગંભીર છે. કોઈ નિશ્ચયનિશ્ચય એક એકલું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
કહ્યા કરે તો એમ વાત નથી. અહાહા...! અંદર કારણપરમાત્મા-નિત્યાનંદ, ચિદાનંદ ધ્રુવ પ્રભુ-ત્રિકાળ બિરાજે છે. તેની પ્રતીતિ-અંતર્દષ્ટિ અને અનુભવ થતાં જે નિર્મળનિર્મળ પર્યાયનો ઉત્પાદ થાય તેને અહીં આત્મા કહ્યો છે. અપેક્ષા બરાબર સમજવી જોઈએ.
જુઓ, અહીં પરિણામશક્તિની વાત ચાલે છે. કોઈને એમ થાય કે ૧૮મી ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિ અને આ ૧૯મી પરિણામશક્તિ બન્ને એક છે; પણ એમ નથી. ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિ કહી, જ્યારે અહીં આ પરિણામશક્તિમાં, ધ્રૌવ્ય-વ્યય-ઉત્પાદથી આલિંગિત સદૃશ અને વિસદૃશ જેનું રૂપ છે એવા એક અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ-એમ કહેલ છે. આમ બન્નેમાં ફેર છે.
ભાઈ ! સદૃશ અને વિસદૃશ એવા બન્ને સ્વભાવવાળું તારું અસ્તિત્વ છે. ઉત્પાદ-વ્યય વિસદૃશ અર્થાત્ વિરુદ્ધ છે, ને ધ્રુવ તે સદૃશ અર્થાત્ અવિરુદ્ધ છે. સમયસાર, ગાથા ૩ની ટીકામાં આ વાત આવી છે. ત્યાં કહ્યું છે–“ જેઓ ટંકોત્કીર્ણ જેવા શાશ્વત) સ્થિત રહે છે અને સમસ્ત વિરુદ્ધ કાર્ય અને અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશાં વિશ્વને ઉપકાર કરે છે-ટકાવી રાખે છે.” આમાં ઉત્પાદ-વ્યયને વિરુદ્ધ કાર્ય કહેલ છે, ને ધ્રૌવ્યને અવિરુદ્ધ. અહીં શક્તિના વર્ણનમાં તેને સ‰શ-વિસ‰શ કહેલ છે. ધ્રૌવ્ય ત્રિકાળ એકરૂપ છે તેથી સદૃશ અને પર્યાય ઉત્પાદ-વ્યયરૂપભાવ-અભાવરૂપ એમ બેપણે છે તેથી વિસદૃશ છે. અહીં! આવા સ‰શ-વિ‰શરૂપ એક અસ્તિત્વમાત્રમયી
પરિણામશક્તિ છે.
હવે જે પરિણમન થાય છે તે ગુણમાંથી થાય છે કે દ્રવ્યમાંથી થાય છે?
‘ ચિદ્વિલાસ ’માં આનું સમાધાન કર્યું છે કે-દ્રવ્ય પરિણમે છે, ગુણ નહિ. પરિણમનશક્તિ દ્રવ્યમાં છે એ બાબત ચિદ્વિલાસમાં નીચે મુજબ સ્પષ્ટીકરણ કર્યું છેઃ “કોઈ પ્રશ્ન કરે છે કે-ગુણહારથી જે પરિણિત ઊપજી તે ગુણની છે કે દ્રવ્યની છે? જો ગુણની હોય તો ગુણો અનંત છે તેથી પરિણતિ પણ અનંત હોય; અને (જો તે પરિણતિ ) દ્રવ્યની હોય તો ગુણપરિણતિ શા માટે કહો છો ?–
તેનું સમાધાનઃ- એ પરિણમનશક્તિ દ્રવ્યમાં છે; દ્રવ્ય ગુણોનો પુંજ છે, તે પોતાના ગુણરૂપે પોતે જ પરિણમે છે; તેથી ગુણમય પરિણમતા (તેને) ગુણપર્યાય કહીએ. તેથી દ્રવ્યની પરિણતિ, ગુણની પરિણતિ-એમ તો કહીએ છીએ; પરંતુ આ પરિણમનશક્તિ દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહિ. એની સાક્ષી સૂત્રજીમાં (તત્ત્વાર્થસૂત્રમાં ) દીધી છે કે- ‘દ્રવ્યાશ્રયા નિર્ગુના મુળા: ' દ્રવ્યના આશ્રયે ગુણ છે, ગુણના આશ્રયે ગુણ નથી. ‘મુળપર્યયવવ્ દ્રવ્યમ્' (ગુણપર્યાયવાળું દ્રવ્ય છે)–એમ પણ કહ્યું છે. પર્યાયવાળું દ્રવ્ય જ કહ્યું, ( પણ ) ગુણ ન કહ્યો. ”.. “ પરિણમનશક્તિ દ્રવ્યથી છે. દ્રવ્ય ગુણલક્ષણરૂપે પરિણમે છે, તેથી ક્રમ-અક્રમ સ્વભાવ દ્રવ્યનો કહ્યો છે.” અને અહીં પણ ક્રમવર્તી પર્યાય અને અક્રમવર્તી ગુણોનો સમુદાય તે આત્મા એમ પ્રથમ વાત કરી છે.
જુઓ, ધ્રૌવ્ય-વ્યય-ઉત્પાદ એમ ત્રણથી આલિંગિત સદ્દેશ અને વિશ જેનું રૂપ છે એવી પરિણામશક્તિ પરિણમે છે તો પરિણતિ દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહિ. માટે શક્તિ અને શક્તિવાન એવો જે ભેદ છે તેનું લક્ષ છોડી દે, કેમકે ભેદના લક્ષ સમ્યગ્દર્શન આદિ નિર્મળ પરિણામ થતા નથી. ભેદ છે તે તો અભેદને બતાવવા પૂરતો છે. તેથી ભેદનું લક્ષ છોડી અભેદને ગ્રહણ કર. અહાહા...! અભેદ એકરૂપ સામાન્ય અબદ્વત્કૃષ્ટ જે ધ્રુવ સ્વભાવભાવ છે તેની દૃષ્ટિ કરી તેમાં જ એકાગ્ર થા; તેથી સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થશે. મારગ આ છે ભાઈ!
અહીં દ્રવ્યદૃષ્ટિ કરાવવી છે. પરિણામશક્તિ છે અર્થાત્ પરિણામ દ્રવ્યનો સ્વભાવ છે એટલે દ્રવ્યનું પરિણમન થતાં તેની વિશેષતા-ગુણનું પરિણમન-થાય છે, તેથી પરિણતિ દ્રવ્યથી ઉઠે છે, ગુણથી નહિ. દ્રવ્ય પોતે જ પોતાની વિશેષતારૂપ પરિણમી જાય છે. અહાહા...! ધર્મ કરવો હોય તો આવી જે પોતાની ચીજ છે તેનું જ્ઞાન ભલી પ્રકાર કરવું પડશે ભાઈ ! આ તમારાં હીરા-મોતી ને બાગ-બંગલા તેમાં કામ નહિ આવે. આ તો ફુરસદ લઈને સમજવા જેવી ચીજ છે બાપુ !
પરિણામશક્તિ કહી તેમાં શક્તિથી પરિણતિ ઉઠતી નથી. ખરેખર દ્રવ્ય જ દ્રવે છે, દ્રવ્યથી પરિણિત ઉઠે છે. પંચાસ્તિકાય ગાથા માં મૂળ પાઠમાં કહ્યું છે કે “તે તે સદ્દભાવપર્યાયોને જે વિવિ–દ્રવત્તિ-દ્રવે છે-પચ્છવિરાઘ્ધતિ- પામે છે, તેને (સર્વજ્ઞો ) દ્રવ્ય કહે છે-કે જે સત્તાથી અનન્યભૂત છે.” આ મૂળ પાઠ છે. અહીં ગુણ વે છે એમ નથી કહ્યું, પણ દ્રવ્ય દ્રવે છે એમ કહ્યું છે. શ્રી જયસેનાચાર્યદેવની ટીકામાં પણ અહીંની માફક જ ‘પ્રવૃતિ "ઘ્ધતિ' નો એક અર્થ તો ‘દ્રવે છે અર્થાત્ પામે છે' એમ કરવામાં આવ્યો છે, તે ઉપરાંત ‘પ્રવૃત્તિ એટલે સ્વભાવપર્યાયોને દ્રવે છે અને શઘ્ધતિ એટલે વિભાવપર્યાયોને પામે છે' એવો બીજો અર્થ પણ ત્યાં કરવામાં આવ્યો છે. અહીં તો દ્રવ્ય શુદ્ધતારૂપે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯-પરિણામશક્તિ : ૧૦૫ પરિણમે છે એમ વાત છે, અહીં અશુદ્ધતાના પરિણમનની વાત જ નથી. પરિણમન થાય તે પરિણામશક્તિનું કાર્ય છે, પણ તે પરિણમન દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહિ. દ્રવ્ય પોતે ગુણ-લક્ષણરૂપે પરિણમે છે તેથી ક્રમ-અક્રમસ્વભાવ દ્રવ્યનો કહ્યો છે. આવી ઝીણી વાત ! ભાષા તો સરળ છે, પણ ભાવ ઉંડો ગંભીર છે.
દ્રવ્યનું પરિણમન થાય છે ત્યારે ભેગું ગુણનું પરિણમન અવિનાભાવીપણે હોય છે, પણ અહીં દ્રવ્ય દ્રવતિદ્રવે છે એમ કહીને ભેદની વાસના મટાડી દ્રવ્યદૃષ્ટિ કરાવી છે. પાણીમાં જેમ તરંગ ઉઠ છે તેમ વસ્તુ જે દ્રવ્ય છે તેમાં તરંગ ઉઠે છે. ગુણ દ્રવે છે, પર્યાય દ્રવે છે એમ કહેવામાં આવે છે તે ભેદનું કથન છે. વાસ્તવમાં આનંદની જે પરિણતિ ઉઠ છે તે આનંદ ગુણમાંથી નહિ, દ્રવ્યમાંથી ઉઠે છે. સમ્યગ્દર્શનરૂપ નિર્મળ શ્રદ્ધાનની જે પરિણતિ ઉઠ છે તે શ્રદ્ધા ગુણમાંથી નહિ પણ દ્રવ્યમાંથી ઉઠે છે. શ્રદ્ધા ગુણ સમ્યગ્દર્શનરૂપે થયો છે એ તો ભેદકથન છે. પરમાર્થે ત્રિકાળી દ્રવ્ય જે ભગવાન આત્મા છે તે સમ્યગ્દર્શનરૂપે પરિણત થાય છે. આમ ગુણ પરિણમે છે એમ ન લેતા દ્રવ્ય પરિણમે છે એમ લેવું પરમાર્થ છે. ભાઈ ! આ તો વીતરાગ ભગવાનનો માર્ગ ! એ તો વીતરાગતામય જ હોય છે. અહા ! તે વીતરાગતા કેમ પ્રાપ્ત થાય ? તો કહે છે-ત્રિકાળી શુદ્ધ જે નિજ આત્મદ્રવ્ય છે તેનું લક્ષ કરી પરિણમતા વીતરાગતા પ્રાપ્ત થાય છે. આવો મારગ જેમ છે તેમ યથાર્થ જાણવો-સમજવો જોઈએ. અહા ! આત્મા એક સમયમાં અનંત સ્વભાવનો સાગર છે. તેનો આશ્રય લેતા અનંત શક્તિના પરિણમન સહિત દ્રવ્ય-આત્મા ઉછળે છે; તેને પરિણામશક્તિ કાર્યરૂપ-પરિણત થઈ એમ ભેદથી કહેવામાં આવે છે.
પ્રશ્ન:- હવે આવો નવો મારગ કયાંથી કાઢયો?
ઉત્તર:- આ નવો મારગ નથી ભાઈ ! આ તો અનંતા તીર્થકરોએ દિવ્યધ્વનિ દ્વારા બતાવેલી વાત છે. અને તે પરંપરાએ અનાદિથી પ્રવાહરૂપે ચાલી આવી છે. આ વાત હુમણાં ચાલતી ન હતી અને અહીંથી પ્રસિદ્ધિમાં આવી તેથી નવી લાગે છે.
પ્રશ્ન- શું આવું સમજ્યા વિના ધર્મ ન થાય?
ઉત્તર- ભાઈ ! પ્રથમ ધર્મ શું છે, ને તે કેમ થાય તે બધું જાણવું-સમજવું જોઈએ. તત્ત્વની વાસ્તવિક સમજણ કર્યા વિના તત્ત્વદૃષ્ટિ-અંતર્મુખ દષ્ટિ કેવી રીતે થાય? અને અંતર્મુખ દષ્ટિ થયા વિના ધર્મ કેવી રીતે થાય? અનંત કાળનાં દુ:ખ મટાડવાનો ઉપાય તો બરાબર જાણવો જોઈએ ને?
પ્રશ્ન:- તો શું તિર્યય સમકિત પામે તેને આવું બધું જ્ઞાન હોય છે?
ઉત્તર:- હા, તિર્યંચોને સમ્યગ્દર્શન થતાં સાતે તત્ત્વોનું જ્ઞાન-શ્રદ્ધાન થઈ જાય છે. મારું દ્રવ્ય જે આ પૂર્ણ આનંદસ્વરૂપ છે તે હું જીવત છું, દુ:ખનું વદન તે આસ્રવ, બંધ છે; આ આનંદનું વદન થયું તે સંવર, નિર્જરા છે. આમ, શબ્દોનું ભલે તેને જ્ઞાન ન હોય તો પણ, ભાવનું ભાસન તિર્યય સમ્યગ્દષ્ટિને પણ બરાબર હોય છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ વિષયનો ખુલાસો કર્યો છે. ભોગભૂમિમાં ક્ષાયિક સમકિતી તિર્યંચો છે તેમને સાત તત્ત્વના ભાવનું ભાસન યથાર્થ હોય છે. સમ્યગ્દર્શન થવા પહેલાં તિર્યચના આયુષ્યનો બંધ પડી ગયો હોય તો તે જીવ ભોગભૂમિનો તિર્યંચ થાય છે. તે ક્ષાયિક સમકિત લઈને પણ તિર્યંચમાં જાય છે. હવે તે જીવને ત્યાં કદાચ સાત તત્ત્વના નામની ખબર ન હોય પણ, સાતે તત્ત્વોના ભાવનું યથાર્થ ભાસન તો હોય છે.
દ્રવ્ય સત, ગુણ સત્ અને પર્યાય સત્ એમ તે ત્રણે સત કહેવાય, પણ વાસ્તવમાં સત્ ત્રણ નથી, ત્રણે મળીને એક સત્ છે. સત દ્રવ્યનું લક્ષણ છે. અહાહા..! ધ્રૌવ્ય-વ્યય-ઉત્પાદથી આલિંગિત સત દ્રવ્યનું લક્ષણ છે. આ રીતે જગતનાં સર્વ દ્રવ્યો સત્ છે. તેથી સર્વ દ્રવ્યોનું ટકીને બદલવાપણું છે તે પોતપોતાના સ્વભાવથી જ છે, કોઈના કારણે બીજા કોઈનું બદલવાપણું છે જ નહિ. આ પ્રમાણે સ્વ-પરની સત્તા ભિન્ન-ભિન્ન હોવા છતાં, પરવસ્તુના કાર્યો હું કરું છું એમ જે માને છે તે પરવસ્તુની સ્વતંત્ર સત્તાનો ઇન્કાર કરી, પરને પોતાને આધીન માની તેની સ્વાધીનતાને હણવા ઇચ્છે છે. પણ અરે, પરવસ્તુ તેને આધીન થઈને પરિણમતી નથી. પરિણામે અજ્ઞાની જીવ પરના આશ્રયે પરિણમતો થકો આકુળ-વ્યાકુળ થઈ પોતાની સત્તાને જ હણે છે. અજ્ઞાની પરની સત્તામાં ઘાલમેલ કરવા જાય છે, પણ એમ બનવું સંભવિત નથી, તેથી ત્યાં વિસંવાદ ઊભો થાય છે, તેની શાંતિ હણાય છે, તેને અશાંતિ અને દુઃખપૂર્ણ સંસાર જ ફળે છે. આ પ્રમાણે તત્ત્વના વાસ્તવિક સ્વરૂપને જાણ્યા વિના જીવ દુઃખી થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
દ્રવ્યના સ્વભાવભૂત ધ્રૌવ્ય-વ્યય-ઉત્પાદથી આલિંગિત અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ છે. ઘવ્ય-વ્યયઉત્પાદને આલિંગન કરવું એ દ્રવ્ય-સ્વભાવ છે. દ્રવ્ય પોતાના ગુણપર્યાયરૂપ ધર્મોને ચુંબે છે, પણ દ્રવ્ય પરને ચુંબતું નથી. તેથી કમેં જીવને હેરાન કર્યો છે એ માન્યતા બરાબર નથી; કેમકે કર્મનો ઉદય જીવના વિકારને અડતો નથી, ને જીવનો વિકાર કર્મના બંધને અડતો નથી. જીવ પોતાના ઉલટા પરિણમનની યોગ્યતાથી ચાર ગતિમાં રખડે છે. અહા ! તારી અશુદ્ધતા પણ મોટી અને શુદ્ધતા પણ મોટી-એમ અનુભવપ્રકાશમાં કહ્યું છે. પોતાની અશુદ્ધતાથી જીવ રખડે છે, કર્મના કારણે રખડે છે એમ નથી. અહા ! તીર્થંકરદેવની ૐ વાણી જીવે અનંત વાર સાંભળી છે, પણ એને તત્ત્વદષ્ટિ થઈ નહિ, પોતાના પરિણામ દ્રવ્ય સન્મુખ વળ્યા નહિ તે તેનો પોતાનો દોષ છે, તેમાં કર્મનો ઉદય બીલકુલ કારણ નથી. (કર્મનો ઉદય તો નિમિત્તમાત્ર છે).
ચિવિલાસ પા. ૩૩ ઉપર પરિણામશક્તિના વર્ણનમાં કહ્યું છે કે “એક અભેદ વસ્તુમાં સર્વ સિદ્ધિ છે, જેમ ચંદ્ર અને ચંદ્રનો પ્રકાશ એક જ છે. સામાન્યતાથી નિર્વિકલ્પ છે; વિશેષતાથી શિષ્યને પ્રતિબોધ કરવામાં આવે ત્યારે જેમ જેમ શિષ્ય, ગુરુના પ્રતિબોધવાથી ગુણનું સ્વરૂપ જાણી જાણીને વિશેષ ભેદી થતો જાય તેમ તેમ તે શિષ્યને આનંદના તરંગ ઉઠે, તે સમયે વસ્તુનો નિર્વિકલ્પ આસ્વાદ કરે. આ કારણે ગુણ-ગુણીનો વિચાર યોગ્ય છે. ગુણના વિશેષને (પરિણામ) કહ્યા છે; આ પરિણામથી જ ઉત્પાદ-વ્યય વડે વસ્તુની સિદ્ધિ છે એમ કહીએ છીએ. ” આમ ભેદ દ્વારા અભેદનું જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે.
આ શક્તિનું પરિણમન દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહિ, કેમકે ગુણ દ્રવ્યના આશ્રયે છે, ગુણના આશ્રયે ગુણ નથી. વળી ગુણપર્યાયવાળું દ્રવ્ય છે એમ કહ્યું છે ત્યાં પર્યાયવાળું દ્રવ્ય જ કહ્યું (પણ) ગુણ ન કહ્યો. આમ ગુણભેદની વાસના મટાડી દ્રવ્યદષ્ટિ કરાવી છે.
પ્રશ્ન:- જો એમ છે તો આ શક્તિઓને જુદી જુદી સમજવાની કસરત શું કામ કરવી ?
ઉત્તર:- અરે ભાઈ! આ શક્તિઓ યથાર્થ સમજે તો અંતરમાં આનંદના તરંગ ઉછળે એવી સ્વભાવદષ્ટિનો પુરુષાર્થ જાગ્રત થાય છે. આ સમજવું તે ખાલી “કસરત” નથી, પણ અનંત કાળનો થાક ઉતારવાના પુરુષાર્થનો મારગ છે બાપુ! એકેક શક્તિને યથાર્થપણે સમજી શક્તિવાન દ્રવ્યની દૃષ્ટિ કરે ત્યાં અભેદ એક જ્ઞાનમાત્ર વસ્તુ આત્માનું પરિણમન થાય છે ને ભેગી તેમાં અનંતી શક્તિઓ એક સાથે ઉછળે છે. આ રીતે અનંત ગુણથી અભેદ નિજ આત્મવસ્તુની દૃષ્ટિ કરાવવા આ શક્તિઓનું વર્ણન છે. વસ્તુ-આત્મા સ્વભાવથી અનેકાંતમય કેવી રીતે છે અર્થાત્ તેમાં અનંત ધર્મો કઈ રીતે છે તે સ્પષ્ટ જાણવા-સમજવા આચાર્યદવે અહીં શક્તિઓનું વર્ણન કર્યું છે. ત્યાં ભેદવાસનામાં ન રોકાવું, કેમકે ભેદના લક્ષે સમ્યગ્દર્શન આદિ નિર્મળ પર્યાય પ્રગટતી નથી. આવી વાત !
હવે આવી તત્ત્વજ્ઞાનની વાત સૂક્ષ્મ પડે એટલે અત્યારે તો લોકો બહારમાં-ધૂળ રાગમાં રોકાઈ ગયા છે. વ્રત કરો, દયા પાળો, તપ કરો, ભક્તિ કરો-ઇત્યાદિ આચરણમાં ધર્મ થવાનું માની ત્યાં રોકાઈ ગયા છે. પણ એ તો બધો શુભરાગ છે ભાઈ ! એ તો બંધનું જ કારણ છે. એનાથી તું ધર્મ થવાનું માને એ તો મિથ્યાભાવ છે.
પ્રશ્ન:- તો જ્ઞાની પણ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ આચરણ કરે છે ને?
ઉત્તર:- અરે ભાઈ ! અસ્થાનના રાગથી ને અશુભથી બચવા માટે જ્ઞાનીને દયા, દાન, વ્રત આદિનો શુભરાગ આવે છે, પણ તેને તે હેય માને છે. જ્ઞાની તેને ધર્મ કે ધર્મનું સાધન માનતા નથી. જ્ઞાનીની પરિણતિમાં વ્રતાદિ વ્યવહાર ભલે હો, છતાં પણ એનાથી જુદું શુદ્ધતાનું પરિણમન તેને અંતરંગમાં વર્તે છે; તે શુદ્ધતામાં તન્મય છે, ને રાગમાં અતન્મય છે. ખરેખર તેને સ્વભાવ સન્મુખી ઉત્પાદ–વ્યયમાં નિર્મળતા થઈ છે, ને તેમાં રાગનો પ્રવેશ નથી; રાગ તો ભિન્ન જ્ઞયપણે રહી જાય છે, ને તેનું જ્ઞાન સ્વકાળમાં સમાય છે. રાગ તે ચૈતન્યનો સ્વકાળ નથી, પરકાળ છે, પરપરિણતિ છે. અહાહા..! જ્ઞાન ને રાગ-બને સમકાળે ને સમક્ષેત્રે હોવા છતાં એક (–જ્ઞાન) સ્વકાળ અને બીજો પરકાળ. અહો ! કેવું સૂક્ષ્મ ભેદજ્ઞાન ! આ તો અલૌકિક વીતરાગી વિજ્ઞાન ભાઈ ! જે જ્ઞાનીને પ્રગટ થયું હોય છે. અજ્ઞાની તો રાગને ઉપાદેય માને છે. આમ વ્રતાદિ હોવા છતાં જ્ઞાની-અજ્ઞાનીના અભિપ્રાયમાં ઘણો ફેર છે. આવી વાત ! સમજાણું કાંઈ !
હવે કેટલાક તો સમજ્યા વિના વ્રત-પડિમા લઈ લે છે; બે, પાંચ, અગિયાર પડિમા-અરે, જો પડિયા પંદર હોય તો અજ્ઞાની જીવો પંદર પડિમા પણ લઈ લે. કેમકે તેમને પડિમાના સ્વરૂપનીય ખબર નથી, ને નિજ ચૈતન્યવહુના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦-અમૂર્તત્વશક્તિ : ૧૦૭ સ્વરૂપનીય ખબર નથી. અરે, તેઓ તો બિચારા આંધળે બહેરું કૂટે રાખે છે. એક ત્યાગી કહેતા હતા કે મેં પડિમાં લીધી છે તો ખરી, પણ પડિમા મારી પાસે આવી છે કે નહિ એની મને ખબર નથી. લ્યો, તત્ત્વ સમજ્યા વિના આવું બધું બહારમાં ચાલ્યા કરે છે; પણ આ કોઈ મારગ નથી ભાઈ !
શાસ્ત્રમાં વ્રત-અવ્રતમાં છાયા-આપનો ફેર કહ્યો છે ને?
હા, કહ્યો છે; શાસ્ત્રમાં એમ કહ્યું છે કે તડકે ઊભા રહેવા કરતા છાંયામાં ઊભા રહેવું સારું છે, અર્થાત્ અવ્રત કરતાં વ્રત સારું છે, ભલું છે. પણ કોને? કે જેને અંતરમાં શુદ્ધ અંત:તત્ત્વરૂપ નિજ આત્માનું ભાન થયું છે, આનંદના અનુભવની વૃદ્ધિ થઈ છે તેને અવ્રતનો વિકલ્પ છૂટી વ્રતનો વિકલ્પ આવે છે, અને તેના એ (વ્રતને) અવતની દશા અપેક્ષા સારો કહ્યો છે. અહાહા....! જેને સમ્યગ્દર્શનપૂર્વક આનંદની ધારા વિશેષતાએ પ્રગટી છે તેને પાંચમા ગુણસ્થાનમાં વ્રત-પડિમા લેવાનો વિકલ્પ ઉઠે છે અને તે યથાર્થ વ્યવહાર છે; પણ અજ્ઞાનીને એ વાત લાગુ પડતી નથી, કેમકે તેને યથાર્થ વ્રત (સમ્યગ્દર્શનપૂર્વકના) છે કયાં? (વ્યવહારાભાસ છે). આ તો
ચોથા ગુણસ્થાનવર્તી સર્વાર્થસિદ્ધિના દેવ કરતાં પાંચમાં ગુણસ્થાનવર્તી શ્રાવકને વ્રતના વિકલ્પ વખતે પણ અંદર શાંતિની વિશેષ ધારા હોય છે, અને તેના વિકલ્પને છાયા કહેવામાં આવી છે. ખરેખર તો ત્યાં અંતરમાં આનંદરસની ધારા પ્રગટી છે તે ખરી છાયા છે. સાથે વ્રતાદિનો વિકલ્પ હોય છે તેને વ્યવહારથી ઉપચારમાત્ર છાયા કહેવામાં આવે છે. આવી વાત છે. લ્યો,
અહીં આ પ્રમાણે ઓગણીસમી પરિણામશક્તિનું વર્ણન પૂરું થયું.
૨૦: અમૂર્તત્વશક્તિ કર્મબંધના અભાવથી વ્યક્ત કરવામાં આવતા, સહજ, સ્પર્શદિશૂન્ય (-સ્પર્શ, રસ, ગંધ અને વર્ણથી રહિત) એવા આત્મપ્રદેશોસ્વરૂપ અમૂર્તત્વશક્તિ !
અહાહા.! જ્ઞાનલક્ષણથી લક્ષિત ભગવાન આત્મામાં એક અમૂર્તત્વ નામની શક્તિ છે. શું કીધું? જે ઇન્દ્રિયગ્રાહ્ય નથી, અતીન્દ્રિયજ્ઞાન દ્વારા જ જે જાણવામાં-અનુભવમાં આવે છે એવાભગવાન આત્માનો, કહે છે, અમૂર્તત્વ સ્વભાવ છે, કર્મબંધના અભાવથી તેનું વ્યક્તરૂપે પરિણમન થાય છે. સમસ્ત કર્મોનો અભાવ થઈને સિદ્ધદશા પ્રગટે છે ત્યારે સાક્ષાત્ પૂર્ણ અમૂર્તપણે વ્યક્ત-પ્રગટ થાય છે. અને ચોથે ગુણસ્થાને જેટલો કર્મબંધનો અભાવ છે એટલું આ અમૂર્તત્વશક્તિનું પરિણમન થાય છે. અહાહા..! અનંત ગુણોનો સમુદાય પ્રભુ આત્મા છે. તેની સન્મુખની દષ્ટિ-દ્રવ્યદૃષ્ટિ થતાં અનંત ગુણોનો એક-એક અંશ પર્યાયમાં પ્રગટ થાય છે, અને ત્યારે ભેગી આ અમૂર્તત્વશક્તિ પણ અંશે વ્યક્તરૂપે પરિણમે છે.
અહા ! રાગથી ખસીને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય લેતા અનંત ગુણમાં અંશે અમૂર્તપણાનું વ્યક્ત પરિણમન થાય છે, આત્મપ્રદેશોરૂપ અમૂર્તપણું પ્રગટ થાય છે. એમ આત્મા છે તો અમૂર્ત ચીજ, પણ કર્મના સંબંધથી તેને રૂપી કહેવામાં આવે છે. સમ્યગ્દષ્ટિને જે રાગાદિ ભાવ છે તેને પણ રૂપી–મૂર્ત કહે છે. રાગ પુગલના પરિણામ છે માટે તે રૂપી છે. દ્રવ્યસ્વભાવની દષ્ટિપૂર્વક જેટલી સ્વરૂપલીનતા થાય છે તેટલો કર્મબંધનો અભાવ થાય છે, ને તેટલા પ્રમાણમાં રાગના અભાવરૂપ જે શુદ્ધત્વ-પરિણમન વ્યક્ત થાય છે તે અમૂર્તત્વશક્તિનું પરિણમન છે. સાધકને ભલે પૂર્ણ પ્રગટ ન થાય તોપણ અંશે અમૂર્તત્વશક્તિનું વ્યક્તરૂપે પરિણમન થાય છે, અને તે પરિણમન સ્પર્શ-રસ-ગંધવર્ણથી રહિત હોય છે.
આસ્રવ અધિકારમાં આ વાત લીધી છે. ચોથા ગુણસ્થાને દ્રવ્યદૃષ્ટિ થતાં જેટલા અંશે શુદ્ધિ પ્રગટ થાય છે તેટલા અંશે ત્યાં કંપનનો અભાવ થઈને અજોગપણું વ્યક્ત થાય છે. તે જ પ્રમાણે અમૂર્તત્વશક્તિનું પણ વ્યક્ત પરિણમન ચોથા ગુણસ્થાનમાં થાય છે. નિષ્કયત્વશક્તિનું વર્ણન હવે પછી આવશે. આત્માનો અનુભવ થતાં જ્ઞાનીને પર્યાયમાં અંશે નિષ્ક્રિયત્વ શક્તિનું પરિણમન થાય છે, ત્યાં અકંપદશા થાય છે. આવી વાત !
આ બધો અભ્યાસ કરવો જોઈએ ભાઈ ! તિર્યંચને સમ્યગ્દર્શન થાય છે પણ તેને બીજા શલ્ય હોતા નથી. (શરીરાદિમાં) એકત્વબુદ્ધિનું એક જ શલ્ય હોય છે અને તે થતાં છૂટી જાય છે. અહીં મનુષ્યપણામાં તો ઘણા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
શલ્ય અને ઘણા બધા વિપરીત આગ્રહ હોય છે. માટે તે અનેકવિધ શલ્યને દૂર કરવા સારુ અનેક પ્રકારે તત્ત્વાભ્યાસ કરી સાચું જ્ઞાન કરવું જોઈએ.
અહા ! જ્ઞાનસ્વરૂપી આત્મા સદાય અમૂર્ત જ છે; અમૂર્તત્વ એ તેનો સ્વભાવ છે ને તે ગુણપર્યાયમાં વ્યાપે છે; જેથી તેના ગુણો અમૂર્ત અને પર્યાયો પણ અમૂર્ત છે. અરે ભાઈ ! જ્ઞાનમાત્ર ભાવમાં મૂર્તપણાનો પ્રવેશ જ નથી, તેમાં કર્મનો સંબંધ ને દેહનો સંબંધ કયાંય આવતો નથી. અહા! અશરીરી ચૈતન્યબિંબ-બીનમૂરત ચિન્મુરત પ્રભુ-તેને મૂર્ત દેહના સંબંધથી ઓળખવો એ તો કલંક છે, મિથ્યાભાવ છે. અરે ભાઈ! પોતાની અનંત ચૈતન્યશક્તિમાં ભગવાન આત્માએ મૂર્તપણાને-દેહને, કર્મને ને રાગાદિ વિકારને કદી ગ્રહ્યાં જ નથી; એ તો સદાય અમૂર્તપણે શોભી રહ્યો છે. હમણાં પણ શુદ્ઘનયથી જોતાં આત્મા કર્મના સંબંધ રહિત અબદ્ધ-અસ્પૃષ્ટ અને રાગના સંબંધ રહિત છે. ધર્મી જીવ અંતર્દષ્ટિ વડે પોતાના આત્માને કર્મના સંબંધ વગરનો અમૂર્ત અનુભવે છે. અહાહા...! ત્રિકાળી દ્રવ્ય-ભગવાન આત્મા ત્રિકાળ અમૂર્ત અને તેની સ્વભાવદષ્ટિમાં જે નિર્મળ પર્યાય પ્રગટી તે પણ અમૂર્ત-દેહ, કર્મ અને વર્ણાદિભાવોથી રહિત છે. તથાપિ અત્યારે તો આત્મા કર્મના સંબંધવાળો છે, દેહવાળો છે, મૂર્ત છે, વિકારી છે એમ જ જે અનુભવ્યા કરે છે તે આત્મા-અનાત્માના વિવેકરહિત મિથ્યાદષ્ટિ છે.
તો શાસ્ત્રોમાં જીવને મૂર્ત પણ કહ્યો છે ને?
હા, કહ્યો છે; સંસારદશામાં જીવને મૂર્ત કર્મો સાથે નિમિત્ત સંબંધ છે તેથી તેનું જ્ઞાન કરાવવા ઉપચારથી તેને મૂર્ત કહ્યો છે; તોપણ નિશ્ચયથી જેનો સદાય અમૂર્તસ્વભાવ છે અને ઉપયોગગુણ વડે જે સમસ્ત અન્ય દ્રવ્યોથી અધિક છે એવા જીવને વર્ણાદરૂપ મૂર્તપણું જરાય નથી. સમયસાર ગાથા ૬૨માં, વર્ણાદિ ભાવો સાથે જીવનું તાદાત્મ્ય માનનારને કહ્યું છે–“હું મિથ્યા અભિપ્રાયવાળા! જો તું એમ માને કે આ વર્ણાદિક સર્વ ભાવો જીવ જ છે”-અર્થાત્ જીવ મૂર્ત જ છે, “તો તારા મતમાં જીવ અને અજીવનો કાંઈ ભેદ રહેતો નથી.” વળી સંસારી જીવો મૂર્ત છે એમ જો તું કહે તો મૂર્ત તો પુદ્દગલ જ હોય છે તેથી તારી માન્યતામાં પુદ્દગલ જ જીવ ઠર્યો, જુદો જીવ તો રહ્યો નહિ; મોક્ષદશામાં પણ મોક્ષ તો પુદ્ગલનો જ થયો. માટે ન્યાય તો આ જ છે કે મોક્ષદશામાં કે સંસારદશામાં ભગવાન આત્માનો સદા અમૂર્ત-સ્વભાવ જ છે. (જુઓ સમયસાર ગાથા ૬૩-૬૪ ).
અહીં ‘ કર્મબંધના અભાવથી વ્યક્ત કરવામાં આવતા... આત્મપ્રદેશોસ્વરૂપ અમૂર્તત્વશક્તિ ’–એમ કહીને ત્રિકાળી શક્તિ અને તેની નિર્મળ પર્યાય બતાવી છે; તેમ જ સંસારદશામાં કર્મબંધનું નિમિત્તપણું છે એમ પણ બતાવ્યું છે. આત્માને સંસારદશા છે ત્યારે તેના નિમિત્તરૂપ કર્મનો સંબંધ પણ છે, પણ તે કૃત્રિમ ઉપાધિરૂપ છે, ને તે અભૂતાર્થ છે, જે જીવ પોતાની અવસ્થાની અશુદ્ધતાને તથા તેના નિમિત્તને જેમ છે તેમ જાણી, તથા પોતાની શક્તિને ઓળખી, શક્તિવાન નિજ આત્મદ્રવ્યના આશ્રયે પરિણમે છે તેને અશુદ્ધતા ટળી શુદ્ધતા પ્રગટે છે, ને ત્યારે કર્મબંધના અભાવપૂર્વક આત્મપ્રદેશો સહજ-સ્વાભાવિક અમૂર્તપણે વ્યક્ત થાય છે. આમ સહજ સ્પર્શદિશૂન્ય આત્મપ્રદેશોસ્વરૂપ અમૂર્તિકપણું ત્રિકાળ છે તે પર્યાયમાં વ્યક્ત થાય છે. આવી વાત! સમજાણું કાંઈ...? ‘સમજાણું કાંઈ...?' -એટલે કઈ પદ્ધતિએ કહેવાય છે તેનો ખ્યાલ આવે છે કે નહિ? બાકી વાસ્તવિક સમજણ કરી અંતર-અનુભવ કરે એ તો ન્યાલ થઈ જાય, એને આત્મા પ્રત્યક્ષ થઈ જાય એવી આ વાત છે
અહા ! ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા સદાય અમૂર્ત છે, ને આ શરીર તો મૂર્ત જ છે. અત્યારે પણ બન્નેનાં લક્ષણ જુદાં છે. અહા ! આમ લક્ષણભેદ વડે બન્નેની ભિન્નતા જાણીને હું ભાઈ! તું મૂર્ત શરીરનો પાડોશી થઈ જા. અહાહા...! જેવા સિદ્ધ પ્રભુ અમૂર્ત, તેવો જ તું અમૂર્ત છો. માટે મૂર્ત શરીરની ક્રિયાથી ભિન્ન એવા તારા ચૈતન્યસ્વરૂપને જાણ. આ ઇન્દ્રિયાદિ મૂર્ત પદાર્થો તારા કાંઈ નથી. માટે ત્યાંથી લક્ષ હઠાવી, ઉપયોગને સ્વસ્વરૂપમાં જોડી દે. અરેરે ! વિજ્ઞાનઘન પ્રભુ આત્મા મૂર્ત કલેવ૨માં મૂર્ખાઈ જાય એ તો મા કલંક ને મહા વિપરીતતા છે.
ભાઈ! યથાર્થ સમજ્યા વિના (એકાંતે ) કર્મથી રાગ થાય, ને રાગથી-શુભરાગથી ધર્મ થાય એમ તું માને પણ તે બરાબર નથી. જો કર્મથી રાગ થાય તો કર્મ-પુદ્દગલ જ સંસાર થયો, પણ સંસાર તો જીવની વિકારી પર્યાય અર્થાત્ વિભાવ દશા છે, અને તે પોતાની યોગ્યતાથી થઈ છે, કર્મને લઈને નહિ. તથા જો શુભરાગથી ધર્મ થાય તો શુભરાગ જ ધર્મ ઠર્યો, પણ ધર્મ તો વીતરાગતારૂપ છે. અહા! આ પ્રમાણે યથાર્થ તત્ત્વદષ્ટિ થયા વિના, આત્મભાન વિના કોઈ મુનિપણું-દ્રવ્યલિંગ બહા૨માં અંગીકાર કરે, પણ તેથી શું? શ્રી પ્રવચનસારમાં તેને સંસારતત્ત્વ કહ્યું છે. દ્રવ્યલિંગ ધારણ કરે, પંચ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૧-અકતૃત્વશક્તિ : ૧૦૯
મહાવ્રતાદિ પાળે, છતાં જો વસ્તુસ્વરૂપને બીજી રીતે માને તો એવા નગ્ન દિગંબર જૈન સાધુને પ્રવચનસારની ગાથા ૨૭૧માં સંસારતત્ત્વ કહેલ છે. રાગ અને પુણ્યના ભાવને પોતાના માનનારને, તિરૂપ માનનારને મોક્ષ કે મોક્ષનો મારગ હોતો નથી; તે તો સંસારી જ છે; અને કર્મના સંબંધે પરિણમે તે પણ સંસારી જ છે.
અરે ભાઈ ! આત્માની પર્યાયમાં વિકાર છે, કર્મનો સંબંધ છે–એમ જાણવું તે વ્યવહાર છે, અને ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા વિકાર ને બંધનથી રહિત છે એવા એના ચિન્માત્ર સ્વભાવને જાણવો તે નિશ્ચય છે. ત્યાં જે જીવ એકાંતે વ્યવહારને જ સ્વીકારી તેના આશ્રયમાં અટકી રહે છે તે સંસારી મિથ્યાદષ્ટિ છે; ને જે જીવ ચિન્માત્ર શુદ્ધ આત્મદ્રવ્યનો આશ્રય કરે છે તે સમ્યગ્દષ્ટિ છે, ધર્માત્મા છે; તેને શુદ્ઘ દ્રવ્યના આશ્રયે પર્યાય નિર્મળનિર્મળ થતી જાય છે, અને કર્મ સાથેનો સંબંધ મટતો જાય છે, ને ક્રમે સાક્ષાત્ સિદ્ધદશાની પ્રાપ્તિ થાય છે. ત્યાં આત્માનો અમૂર્તસ્વભાવ પૂર્ણ ખીલી જાય છે. આવો મારગ છે ભાઈ ! યોગસારમાં યોગીન્દુદેવે કહ્યું છે ને કે
ધ્યાન વડે અત્યંતરે દેખે અશરીર, શરમજનક જન્મો ટળે, પીએ ન જનનીક્ષીર.
ભાઈ! ભવથી છૂટવું હોય, અશરીરી થવું હોય તો ધ્યાન વડે તારા અંતરમાં અશરીરી જ્ઞાનસ્વભાવને દેખ; તેને ધ્યાતાં પરમ સુખમય અશરીરી સિદ્ધદશા થશે; પછી ફરીવાર બીજી માતાનું દૂધ નહીં પીવું પડે.
આ પ્રમાણે વીસમી અમૂર્તત્વશક્તિ પુરી થઈ.
*
૨૧: અકર્તૃત્વશક્તિ
‘ સમસ્ત, કર્મથી કરવામાં આવતા, જ્ઞાતૃત્વમાત્રથી જુદા જે પરિણામો તે પરિણામોના કરણના ઉપ૨મસ્વરૂપ (તે પરિણામોના કરવાની નિવૃત્તિસ્વરૂપ) અકર્તૃત્વશક્તિ. (જે શક્તિથી આત્મા જ્ઞાતાપણા સિવાયના, કર્મથી કરવામાં આવતા પરિણામોનો કર્તા થતો નથી, એવી અકર્તૃત્વ નામની એક શક્તિ આત્મામાં છે.)’
જુઓ, કર્મના નિમિત્તે, કર્મના નિમિત્તના આશ્રયથી કરવામાં આવતા જે રાગાદિ પરિણામ તેનો કર્તા આત્મા નથી. આઠ કર્મના નિમિત્તે જે શુભાશુભ પરિણામ થાય છે તે સઘળા જ્ઞાતૃત્વમાત્રથી જુદા પરિણામ છે, અનાત્મ પરિણામ છે, અસ્વભાવભાવો છે; ભગવાન આત્મા તેનો કર્તા નથી. ઓહો! સમકિતીને જે સ્વરૂપનાં નિર્મળ જ્ઞાનશ્રદ્ધાન પ્રગટ થયાં તેના ભેગું રાગાદિનું અકર્તૃત્વ પણ પ્રગટયું જ હોય છે, જેથી જ્ઞાની-ધર્મી જીવ રાગાદિનો કર્તા
થતો નથી. અહા ! આવો આત્માનો અકર્તા સ્વભાવ છે.
અહા! આત્મામાં અકર્તાપણાનો એક ગુણ છે. તેનું કાર્ય શું? કે કર્મના નિમિત્તના આશ્રયે ઉત્પન્ન થયેલા પુણ્ય-પાપના વિકારી ભાવ તેને કરે નહિ, કરવાની નિવૃત્તિસ્વરૂપ પરિણમે તે એનું કાર્ય છે. બસ, વિકારથી નિવર્તવું. નિવર્તવું.. નિવર્તવું ને સ્વરૂપમાં-જ્ઞાનસ્વભાવમાં ઠરવું જ ઠરવું એ એનું કાર્ય છે. અહા ! સિદ્ધ ૫૨માત્માનું જે કાર્ય નથી તે (વિકાર) ભગવાન આત્માનું કાર્ય નામ કર્તવ્ય નથી. આવો જ આત્માનો અકર્તૃત્વ સ્વભાવ છે.
પ્રશ્ન:- તો શું જ્ઞાની-ધર્મી પુરુષને રાગ હોતો જ નથી.
ઉત્ત૨:- ભાઈ! એમ વાત નથી. અસ્થિરતાના કાળમાં ધર્મીનેય યથાસંભવ શુભાશુભ હોય છે, પણ તેનું શ્રદ્ધાન-જ્ઞાન આમ છે કે આ વિકાર મારું સ્વરૂપ નથી, મારું કર્તવ્ય નથી. હું તો એક જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ જ્ઞાયક છું, ને તેમાં ઠર્ં એ જ મારું કર્તવ્ય છે. આમ પર્યાયમાં જ્ઞાનીને દયા, દાન આદિ રાગના પરિણામ છે, પણ તેનું એને કર્તૃત્વ નથી. જ્ઞાન સાથે રાગનું અકર્તાપણું નિયમથી જ્ઞાનીને પ્રગટ થયું જ હોય છે. સમજાણું કાંઈ...?
ત્યારે કોઈ વળી કહે છે-આત્મા કર્મને કરે ને કર્મને ભોગવે.
અરે, તું શું કહે છે આ ભાઈ ? અનંતગુણનિધાન પ્રભુ આત્મામાં એવી કોઈ શક્તિ જ નથી જે કર્મને કરે ને કર્મને ભોગવે. એ તો અજ્ઞાન દષ્ટિમાં જ તને કર્મનું કર્તાપણું ભાસે છે, બાકી સ્વભાવદષ્ટિવંતને તો આત્મા અકર્તા જ છે, અભોક્તા જ છે. રાગ કરવો એ આત્માનું સ્વરૂપ જ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
જુઓ, નીચે નરક ગતિ છે. નરકની ભૂમિમાં વૈતરણી નામની નદી છે. તે નદીનું પાણી અગ્નિની જ્વાળા જેવું ઉષ્ણ છે. પરમાધામી દેવો નારકી જીવોને તે નદીના પાણીમાં ફેંકે છે. અરરર! કેટલી પીડા ! અહીં મોટા રાજા હોય તે હિંસાદિ કુકર્મો વડે મરીને નરકમાં જાય છે. ત્યાં ઉપજવાનાં ભમરીના દર જેવાં બીલ હોય છે. ત્યાંથી પટકાઈને નીચે પડે તેની વેદનાનું શું કહેવું? પારાવાર અસહ્ય વેદના હોય છે. શ્રેણિક રાજા ક્ષાયિક સમકિત સહિત પહેલા નરકમાં ગયા છે. ત્યાં દુ:ખના પરિણામ થાય તેના તેઓ કર્તા નથી, ભોક્તા નથી. જ્ઞાનીને તો જાણવા-દેખવારૂપ પરિણામ થાય છે અને તેના તેઓ કર્તા છે. જ્ઞાયકસ્વભાવની દષ્ટિ હોવાથી, પર્યાયમાં કર્મના નિમિત્તે જે વિકારી ભાવ થાય છે તેના તેઓ માત્ર જ્ઞાતા-દટા છે, કર્તા નથી. જાણવા-દેખવાના પરિણામ થાય તે જ્ઞાનીનું કર્મ અને તેના જ્ઞાની કર્તા છે, સાથે વ્યવહાર-રાગ છે તેના જ્ઞાની કર્તા નથી. ભાઈ ! સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાના પરિણામ તે રાગ છે, તે પરિણામ મિથ્યાત્વ નથી, પણ તેને ધર્મ માનવો તે મિથ્યાત્વ છે. ખાનિયા તત્ત્વચર્ચામાં આ પ્રશ્ન ચર્ચાયો છે.
પ્રશ્ન:- દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ શું મિથ્યાત્વ છે?
ઉત્તર:- ના, બીલકુલ નહિ; દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ તે શુભભાવ છે, તે મિથ્યાત્વ નથી; તે ધર્મ પણ નથી, તેને ધર્મ માનવો તે માન્યતા મિથ્યાત્વ છે. પં. ફૂલચંદજીએ જવાબ આપી બરાબર ખુલાસો કર્યો છે. દેવ-ગુરુશાસ્ત્ર છે તે પરદ્રવ્ય છે. તેમના પ્રતિ લક્ષ જાય તે ભાવ શુભ છે. તે ભાવ જ્ઞાનીને પણ આવે છે, પણ તેને તે ધર્મ માનતા નથી. અરે ભાઈ ! દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા-ભક્તિ-વિનય હોય એ જુદી વાત છે અને તેમના પ્રત્યેની શ્રદ્ધાના રાગને ધર્મ માનવો એ જુદી વાત છે.
દ્રવ્યસંગ્રહની ગાથા ૪૭માં કહ્યું છે કે જ્ઞાયકભાવનું ધ્યાન કરતાં જે નિર્વિકલ્પ દશા થઈ તે નિશ્ચય મોક્ષમાર્ગ છે, તથા સાથે જ રાગ રહ્યો તેને આરોપથી વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો છે. આ પ્રમાણે વ્યવહારનો રાગ હોય છે પણ તેનો આત્મા કર્તા નથી. અહાહા...! રાગના અકર્તાપણે પરિણમે એવો આત્માનો સહજ અકર્તા સ્વભાવ છે. રાગના કર્તાપણે પરિણમે એવી આત્મામાં કોઈ શક્તિ જ નથી. આવી વાત !
હવે આવું સમજવાની એને કયાં ફુરસદ છે? એ તો બસ ખાવું, પીવું, ખેલવું ને બૈરાં-છોકરાંને રાજી રાખવામાં રોકાઈ ગયો છે. અને તેમાં કાંઈક ધન-પાંચ પચાસ લાખનું કમાય એટલે રાજી રાજી થઈ જાય ને ફૂલાઈ જાય. પણ એ તો બધી પુદ્ગલની ચીજ; ધૂળ છે બાપુ! ખાય, પીવે ને કમાય-એ બધી તો પૃથકભૂત પુદ્ગલની ક્રિયા છે, તેનો કર્તા આત્મા નથી તથા તે પદાર્થોના લક્ષ જે રાગની વૃત્તિનું ઉત્થાન થાય તેનો પણ કર્તા આત્મા નથી. આત્મા તો તેનો જ્ઞાતા-દષ્ટા છે, કર્તા નહિ. પરના લક્ષે રાગ થાય તેને પણ શાસ્ત્રમાં પુદ્ગલના પરિણામ કહ્યા છે, તેનું કતૃત્વ આત્માને નથી અર્થાત તેને ન કરવા એવી અકર્તુત્વ નામની આત્માની શક્તિ છે. ' અરે ભાઈ ! આ દેહ તો જોતજોતામાં ફૂ થઈને ઉડી જશે. દેહની સ્થિતિ કયારે પૂરી થશે તે કોણ જાણે છે? માટે જગતની જંજાળ અને દેહની સંભાળ એક કોર મૂકીને આત્માની પોતાની સંભાળ કર. જગતનું કાંઈ કામ કરવું ને દેહને ઠીક રાખવો એ તો તારા અધિકારની વાત નથી. માટે જૂઠા વિકલ્પથી વિરામ પામી નિજ શક્તિની સંભાળ કર; તેમાં જ આ ઉત્તમ અવસરની સાર્થકતા છે. આમાં ત્રણ વાતનો નિશ્ચય થાય છે.
૧. પૃથભૂત પદ્રવ્યનું કર્તુત્વ આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં કોઈ પ્રકારે નથી. ૨. સ્વભાવથી તો વિકારનું પણ આત્માને અકર્તુત્વ જ છે. હું કરું છું-એવી મિથ્યા માન્યતાને કારણે અજ્ઞાની
પર્યાયમાં વિકારનો કર્તા થાય છે. (વાસ્તવમાં તો એક જ છે, પણ એવું એ માનતો નથી તેથી કર્તાપણે
પરિણમે છે). ૩. સ્વસ્વરૂપની સંભાળ કરીને જે સ્વસમ્મુખ થઈ નિર્મળ-નિર્મળ પરિણમે છે તે જ્ઞાની વિકારનો સાક્ષાત્
અકર્તા થઈને જ્ઞાનભાવપણે-જ્ઞાતાદાપણે પરિણમે છે. અરે ભાઈ ! આ અવસરમાં સ્વાધ્યાય વડે યથાર્થ તત્ત્વનિર્ણય કરવો જોઈએ.
જુઓ, શાસ્ત્ર-સ્વાધ્યાયનો ભાવ આવે તે શુભ વિકલ્પ છે, તથાપિ પ્રવચનસારમાં સ્વભાવના લક્ષે આગમનો અભ્યાસ કરવાનું કહ્યું છે. સમયસારની પહેલી જ ગાથામાં શ્રી કુંદકુંદાચાર્યદવ કહે છે-કેવળી, શ્રુતકેવળીનું કહેલ સમયપ્રાભૃત હું કહું છું, તે હે શિષ્ય! તું સાંભળ; કેવી રીતે? કે અનંત સિદ્ધોનું તારી પર્યાયમાં સ્થાપન કરીને સાંભળ. મેં તો અનંત સિદ્ધોનું મારી પર્યાયમાં સ્થાપન કર્યું છે, તું પણ અનંત સિદ્ધોની તારી પર્યાયમાં સ્થાપના કરીને સમયસાર નામ શુદ્ધ આત્મા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧-અકર્તૃત્વશક્તિ : ૧૧૧ -તેને કહેનારું આ સમયસાર શાસ્ત્ર સાંભળ. સિદ્ધની પર્યાય તો એક સમયની છે, પણ પોતાનો આત્મા અનંત અનંત સિદ્ધ પર્યાયોનો પિંડ છે ને! અહા ! એવા સ્વરૂપની તું આ વાત સાંભળ. અહાહા...! ‘વંવિસુ સવ્વસિન્ડે' નો આવો અર્થ છે. અહાહા...! અનંત સિદ્ધોનું પર્યાયમાં સ્થાપન કરે ત્યાં પોતાની દૃષ્ટિ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ભણી જાય છે.
અહીં કહે છે. -શુભાશુભ રાગના પરિણામ જ્ઞાતૃત્વથી ભિન્ન છે ને તે પરિણામ કર્મથી કરવામાં આવે છે. પણ ભગવાન આત્મા તેનો કર્તા નથી. કેમકે આત્મા તે પરિણામોના કરવાની નિવૃત્તિસ્વરૂપ અકર્તુત્વસ્વભાવી છે. અહાહા...! આત્મા જ્ઞાતાપણા સિવાયના, કર્મથી કરવામાં આવતા શુભાશુભ પરિણામોનો કર્તા થતો નથી, એવો જ એનો અકર્તત્વ સ્વભાવ છે. જે ભાવથી તીર્થકર નામકર્મની પ્રકૃતિનો બંધ પડે તે ભાવનો કર્તા આત્મા નથી, તેનો માત્ર જ્ઞાતા-દરા છે. કર્મકૃત પરિણામોનો આત્મા જાણનાર છે, કર્તા નથી.
અહીં શુભાશુભ વિકાર થાય છે તેને કર્મકૃત કહ્યા તેથી તે કર્મથી નીપજે છે એમ અર્થ નથી. વિકારભાવ તો જીવ પોતે સ્વતંત્રપણે કરે છે, પણ કર્મ-નિમિત્તને આધીન થઈ વિકારને કરતો હોવાથી તેને કર્મકૃત કહ્યા છે. બાકી કર્મ તો બિચારાં જડ છે, તે શું કરે? પૂજાની જયમાલામાં આવે છે ને કે
કરમ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ;
અગનિ સહે ઘનઘાત, લોહકી સંગતિ પાઈ. તો ગોમ્મસારમાં જ્ઞાનાવરણથી જ્ઞાન રોકાય ઇત્યાદિ આવે છે ને ?
હા, પણ એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું નિમિત્તપરક કથન છે. જ્ઞાન કાંઈ જ્ઞાનાવરણીય કર્મના ઉદય વડે રોકાઈ ગયું છે એમ નથી. જ્ઞાનની હીનદશાનું હોવું એ તો પોતાની જ યોગ્યતાથી છે, કર્મ તો નિમિત્તમાત્ર છે. વિકાર કર્મનું નિમિત્ત હોતાં થાય છે તેથી તેને કર્મકૃત કહેવામાં આવે છે.
સમ્યગ્દષ્ટિને જે કિંચિત્ રાગ થાય છે તે પોતાની યોગ્યતાથી કમજોરીવશ થાય છે, પણ સ્વભાવદષ્ટિવંત જ્ઞાની તેના કર્તા નથી, કેમકે વિકારને કરે નહિ એવો આત્માનો અકર્તા સ્વભાવ છે. અહાહા...! રાગ થાય તે જ્ઞાયકથી ભિન્ન પરિણામ છે; અને જ્ઞાતૃત્વમાત્રથી જુદા જે પરિણામ છે તે પરિણામોના કરણના ઉપરમસ્વરૂપ ભગવાન આત્માનો અકર્તા સ્વભાવ છે.
ત્યારે કોઈ વળી કહે છે-આપણને આતમ-ફાતમા કાંઈ સમજાય નહિ, આપણે તો પુર્ણ કર્યા કરવાં ને સ્વર્ગાદિનાં સુખ ભોગવવાં બસ. ' અરે ભાઈ ! અંદર તું સુખનિધાન જ્ઞાતા-દષ્ટાસ્વરૂપ ભગવાન છો તેનો ઈન્કાર કરીને પુણ્યના ફળની હોંશમીઠાશ કરી રહ્યો છો, પણ તેમાં તો અનંત સંસારરૂપી વૃક્ષના મિથ્યાત્વરૂપ મૂળિયાં પડ્યાં છે. અહીં કહે છે-પુણ્ય પરિણામ ભગવાન જ્ઞાયકથી ભિન્ન છે, અને તેના કરણના ઉપરમસ્વરૂપ ભગવાન આત્માનો અકર્તા સ્વભાવ છે. હવે પોતાના આવા સ્વભાવને ઓળખ્યા વિના પુણ્ય ને પુણ્યકર્મની હોંશ તું કર્યા કરે છે. પણ અનાદિ સંસારમાં પુણ્ય અને પુણ્યકર્મનો કાળ અત્યંત અલ્પ હોય છે; મિથ્યાદશામાં અનંત અનંત કાળ તો જીવનો પાપ અને પાપના ફળરૂપ દુ:ખમાં જ વ્યતીત થાય છે. સમજાય છે કાંઈ...?
એક અજાણ્યા ગૃહસ્થ થોડા વખત પહેલાં આવેલા. તે કહે “હું તીર્થકર છું, ચાર ઘાતિકર્મનો મને ક્ષય થયો છે, ચાર અઘાતિકર્મ બાકી છે.” પછી થોડી વાર પછી તે કહે “મારી પાસે પૈસા નથી, મારા માટે સગવડ કરી આપો.” જુઓ, આ વિપરીતતા! તેને કહ્યું-ભાઈ ! આ તો તદ્દન વિપરીત દૃષ્ટિ છે, કેમકે વસ્ત્ર સહિત મુનિપણું હોઈ શકે નહિ, પછી કેવળજ્ઞાન થઈ જાય, અને ચાર ઘાતિકર્મનો ક્ષય થઈ જાય એ તો સંભવે જ ક્યાંથી ? હવે આવું ને આવું ઘણું બધું વિપરીત-માનનારા જગતમાં ઘણા પડ્યા છે!
અહાહા...આત્મા અનંત શક્તિનો પિંડ, અનંત ગુણરત્નોથી ભરેલો ભગવાન રત્નાકર છે. તેનો અંતરસમ્મુખ થઈ અનુભવ થતાં સાથે અતીન્દ્રિય આનંદની લહર ઉઠે છે; આનું નામ સમ્યગ્દર્શન છે. જુઓ, ‘વારિત વનું ઘો'- ચારિત્ર ખરેખર ધર્મ છે, અને “ઢસન મૂનો ઘમ્પો' ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. એટલે શું? કે સમ્યગ્દર્શન છે તે ચારિત્રનું મૂળ છે; સમ્યગ્દર્શન વિના ચારિત્ર હોતું નથી. સમ્યગ્દર્શન વિના કોઈ બહારમાં વ્રત, તપ કરો તો કરો, પણ એ કાંઈ નથી, થોથાં છે; અર્થાત્ ભગવાને તેને બાળવ્રત અને બાળતપ કહ્યાં છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અહાહા...! સ્વસ્વરૂપની રમણતારૂપ ચારિત્ર તો કોઈ અલૌકિક ચીજ છે ભાઈ! નિજાનંદ-જ્ઞાનાનંદસ્વરૂપમાં રમવું, ચરવું, ઠરવું એનું નામ ચારિત્ર છે. પ્રચુર અતીન્દ્રિય આનંદનું જ્યાં ભોજન છે એનું નામ ચારિત્ર છે. એ તો કોઈ પ૨મ પારલૌકિક દશા બાપુ! ચારિત્ર કોને કહીએ ? અહો ! ધન્ય એ ચારિત્ર દશા ને ધન્ય અવતાર ! સમ્યગ્દષ્ટિને આ ચારિત્રદા પૂજનીક છે. અહાહા...! અભેદ રત્નત્રયસ્વરૂપ ભગવાન આત્મા અનંતગુણ-રત્નાકર છે; તેના સન્મુખની દૃષ્ટિ કરી તેનો સ્વસંવેદનમાં અનુભવ કરવો તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન છે, અને તે મહા મહિમાવંત મોક્ષ દશાનું પ્રથમ સોપાન છે. છઢાલામાં આવે છે ને કે
મોક્ષમહલકી ૫૨થમ સીઢી, યા બિન જ્ઞાન-ચરિત્રા; સમ્યક્તા ન લહૈ સો દર્શન, ધા૨ો ભવ્ય પવિત્રા.
અધ્યાત્મ પંચસંગ્રહમાં પં. દીપચંદજીએ કહ્યું છે કે-અભવ્ય જીવને જ્ઞાન હોય છે પણ જ્ઞાનની પરિણતિ હોતી નથી. એટલે શું? અહાહા...! અંદર જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા છે તેનું સ્વસંવેદન જ્ઞાન થાય તેને જ્ઞાન પરિણતિ કહે છે. અભિવને ૧૧ અંગ અને નવ પૂર્વનું જ્ઞાન થાય છે, પણ તેને જ્ઞાનની પરિણિત થતી નથી. ઓહોહો... ! અગિયાર અંગનું જ્ઞાન કોને કહીએ ? એક આચારાંગ શાસ્ત્રના ૧૮૦૦૦ પદ છે, અને એક પદના ૫૧ કરોડ ઝાઝેરા શ્લોક છે. બીજા સૂયડાંગના એનાથી બમણા, એમ બમણા બમણા કરતાં ૧૧ અંગ સુધી લેવું. આ ઉપરાંત નવ પૂર્વનું જ્ઞાન હોય છે. આવું જ્ઞાન કાંઈ અભ્યાસ કરવાથી પ્રગટતું નથી. એ તો સહજપણે એ જાતની લબ્ધિ પ્રગટે છે. સાત દ્વીપ અને સાત સમુદ્ર દેખે એવું વિભંગ જ્ઞાન પણ અભવિને પ્રગટ થાય છે; પરંતુ તેને જ્ઞાનની પરિણતિ નથી. અહા ! જેમાં નિજ જ્ઞાયકસ્વભાવનું નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન થાય તેવી જ્ઞાનની પરિણતિ તેને નથી.
અહાહા...! શક્તિ અને શક્તિવાનના ભેદનું લક્ષ છોડીને, સચ્ચિદાનંદસ્વરૂપ અંદર આત્મા નિર્વિકલ્પ અભેદ એક બિરાજે છે તેને જ્ઞાનમાં શેય બનાવી, તેનાં નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન કરવાં તેનું નામ જ્ઞાન પરિણિત છે. અહાહા...! આવું નિજ આત્માનું જ્ઞાન થતાં જ્ઞાનની પરિણતિની સાથે અનંત શક્તિઓ પણ ભેગી વ્યક્ત થઈને પર્યાયમાં ઉછળે છે, ઉદિત થાય છે. આનું નામ આત્મજ્ઞાન છે, અને તે જ્ઞાનમાં અહીં કહે છે, રાગનું કર્તાપણું નથી. જ્ઞાન સાથે ભેગો અકર્તા સ્વભાવ ઉછળે છે ને! તેથી જ્ઞાની રાગનો કર્તા નથી, માત્ર જ્ઞાતા છે. આવી વાત !
જુઓ, મધ્યલોકમાં અસંખ્યાત દ્વીપ-સમુદ્રો છે. તેમાં છેલ્લો સ્વયંભૂરમણ નામનો સમુદ્ર છે. તેનો વિસ્તાર અસંખ્ય જોજનમાં છે. તેમાં નીચે રેતી નથી, રત્નો ભર્યાં છે. તેમ ભગવાન આત્મા-અખંડ એકરૂપ ચૈતન્ય મહાપ્રભુઅનંત ચૈતન્ય-રત્નોનો ભંડાર છે, સ્વયંભૂ ચૈતન્યરત્નાકર છે. પ્રવચનસારની ગાથા ૧૬માં તેને સ્વયંભૂ કહેલ છે. અહાહા...! તેની દૃષ્ટિ કરી અંદર ઝુકવાથી અર્થાત્ તેમાં તન્મય થઈ પરિણમવાથી અનંત ગુણરત્નો પર્યાયમાં નિર્મળનિર્મળપણે વ્યક્ત થઈ ઉછળે છે. અહા! તે પર્યાયો ક્રમરૂપે પ્રવર્તે છે. અહીં શુદ્ધ પર્યાયોની વાત લેવી, કેમકે શક્તિના અધિકારમાં અશુદ્ધ પર્યાયની વાત જ નથી.
નિયમસારની ગાથા ૩૮માં પર્યાયથી રહિત ત્રિકાળી જે એક જ્ઞાયકભાવ છે તેને આત્મા કહ્યો છે. ત્યાં દ્રવ્યદૃષ્ટિનો વિષય એવું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય સિદ્ધ કરવું છે. જ્યારે અહીં ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકનાં શ્રદ્ધાન-શાન થતાં જે પર્યાયોમાં અનંત શક્તિઓનું પરિણમન થયું તે પર્યાયો અને ગુણોના સમૂહને આત્મા કહ્યો છે. અહીં દ્રવ્યની શક્તિઓ અને તેનું પરિણમન સિદ્ધ કરવું છે. તેથી દ્રવ્યમાં અક્રમે પ્રવર્તતી શક્તિઓ અને ક્રમવર્તી પર્યાયોનો સમૂહ તે આત્મા એમ કહ્યું છે. આમાં વિકારી પરિણમનની વાત આવતી નથી, કેમકે વિકાર તે શક્તિનું કાર્ય નથી, પણ કર્મના નિમિત્તે ઉત્પન્ન થતો ઔપાધિકભાવ છે; વાસ્તવમાં તેનું કર્તૃત્વ ભગવાન આત્માને નથી.
આ ૪૭ શક્તિઓ કહી છે તે બધી આત્મામાં તો એક સાથે છે, અહીં તેનું વર્ણન એક પછી એક કર્યું છે. તેમ પ્રવચનસારમાં છેલ્લે ૪૭ નયનો અધિકાર છે. અને તે નયના વિષયરૂપ ધર્મો પણ દ્રવ્યમાં એકી સાથે છે. શું કીધું ? નિત્ય, અનિત્ય આદિ બધા ધર્મો એકી સાથે છે. ને તેથી કાળે મોક્ષ થાય અને અકાળે મોક્ષ થાય એમ કહ્યું છે છતાં તે બન્ને ધર્મો એકી સાથે એક સમયમાં રહે છે. તે જાતની જે દ્રવ્ય કે પર્યાયગત યોગ્યતા છે તેને ધર્મ કહેલ છે. નિયતિનય અને અનિયતિનયના વિષયરૂપ બન્ને ધર્મો પર્યાયમાં એક જ સમયે છે. સ્વભાવરૂપ પર્યાયને નિયત કીધી છે, ને વિભાવરૂપ પર્યાયને અનિયત કહી છે. તેવી રીતે ક્રિયાનય અને જ્ઞાનનયની પણ ત્યાં વાત કરી છે;
“ આત્મદ્રવ્ય ક્રિયાનયે અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવું છે.
""
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧-અસ્તૃત્વશક્તિ : ૧૧૩ આત્મદ્રવ્ય જ્ઞાનનયે વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવું છે.”
આ બન્ને ધર્મો આત્મામાં એકી સાથે છે. એક જીવને ક્રિયાથી મોક્ષ થાય ને બીજા જીવને જ્ઞાનથી મોક્ષ થાય એમ બનતું નથી. તેમ જ જીવને કોઈવાર ક્રિયાથી અને કોઈવાર જ્ઞાનથી મોક્ષ થાય એમ પણ બનતું નથી. બન્ને ધર્મો દ્રવ્યમાં એકી સાથે હોય છે; માત્ર વિવક્ષાભેદ છે.
અહીં અકર્તત્વશક્તિનું વર્ણન ચાલે છે. કર્મો દ્વારા કરવામાં આવેલા વિકારી પરિણામના કરવાના અભાવસ્વરૂપ અકર્તૃત્વશક્તિ છે. વિકારના પરિણામ કર્મ-નિમિત્તના આશ્રયે થાય છે તેથી કર્મો દ્વારા કરવામાં આવેલા પરિણામ-એમ કહ્યું છે. વિકાર કાંઈ સ્વભાવના આશ્રયે થતો નથી, ને આત્મામાં વિકાર કરવાનો કોઈ સ્વભાવ-શક્તિ નથી. પર્યાયમાં વિકાર થાય છે તે શક્તિનું કાર્ય નથી. તેથી દયા, દાન આદિ વિકારના પરિણામને કર્મથી કરવામાં આવેલા પરિણામ કહ્યા છે.
પંચાસ્તિકાયની ગાથા ૬રમાં વિકાર પોતાની પર્યાયના પકારકથી ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે. મતલબ કે એક સમયની પર્યાયમાં થતી મિથ્યાત્વ અને રાગદ્વેષરૂપ વિકૃતિ પોતાની પર્યાયના પકારકથી થાય છે, પરના કારણે નહિ ને પોતાના દ્રવ્ય-ગુણના કારણેય નહિ.
ત્યારે સમયસારની કર્તાકર્મ અધિકારની ગાથા ૭૫-૭૬-૭૭માં એમ કહ્યું છે કે ધર્મીને પોતાનો પૂર્ણ સ્વભાવદષ્ટિમાં આવતાં જે નિર્મળ પરિણામ પ્રગટ થયા છે તે તેનું વ્યાપ્ય છે અને આત્મા તેનો વ્યાપક છે. પરંતુ તેને (ધર્મીને) જે વિકાર બાકી છે તે વિકાર તેનું વ્યાપ્ય નથી. ત્યાં, વિકાર છે તે વ્યાપ્ય છે અને પુદ્ગલ કર્મ તેને વ્યાપક છે એમ કહ્યું છે. એ તો ત્યાં વિકારથી ભિન્ન ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ સિદ્ધ કરવો છે માટે એમ કહ્યું છે. રાગ સ્વભાવભૂત નથી, પુદગલ કર્મના સંગમાં થાય છે ને તેનો સંગ મટી જતાં મટી જાય છે તેથી તેને પુદગલ કર્મનું વ્યાપ્યકર્મ કહ્યું છે.
કળશ ટીકા, કળશ ૬૮માં કહ્યું છે કે-રાગ-દ્વેષ-મોહના પરિણામ વ્યાપ્ય છે અને મિથ્યાદષ્ટિ જીવ તેમાં વ્યાપક છે. તેથી તે મિથ્યાષ્ટિ જીવ અશુદ્ધ ચેતનપરિણામોનો કર્તા છે. અજ્ઞાની જીવ વિકારમાં તન્મય થઈને પરિણમે છે તેથી તે વિકારનો કર્તા થાય છે. ભાઈ ! કઈ અપેક્ષાથી કયાં શું કથન કર્યું છે તે ધ્યાનમાં રાખીને તેના અર્થ સમજવા જોઈએ. અહીં કહે છે-વિકારના પરિણામ કર્મ દ્વારા કરવામાં આવ્યા છે. અહીં સ્વભાવના પરિણામનું વર્ણન છે ને! તેથી વિભાવને કર્મના ઉદયના નિમિત્તાધીન ભાવ ગણી તેને કર્મો દ્વારા કરવામાં આવેલા પરિણામ કહ્યા છે. આમ
જ્યાં જે અપેક્ષાથી કથન હોય ત્યાં તે યથાર્થ સમજવું જોઈએ. શાસ્ત્રમાં આવે છે કે દરેક કથનના પાંચ પ્રકારથી અર્થ કરી તેને યથાર્થપણે સમજવું. ૧. શબ્દાર્થ, ૨. આગમાર્થ, ૩. મતાર્થ, ૪. નયાર્થ, અને ૫. ભાવાર્થ-આમ પાંચ પ્રકારે અર્થ કરી કથનને યથાર્થ જાણવું.
ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાયકમાત્ર વસ્તુ છે. તેના સન્મુખનો અનુભવ થતાં જ્ઞાન અને આનંદની નિર્મળ દશા પ્રગટ થાય છે, તેના ભેગી અનંત શક્તિઓ પણ ઉછળે છે, પણ વિકારના પરિણામ ભગા સમાતા નથી, કેમકે વિકાર પરિણામના ઉપરમસ્વરૂપ ભગવાન આત્માનો અકર્તા સ્વભાવ છે. અક્રમે પ્રવર્તતા ગુણો ને ક્રમવર્તી નિર્મળ પર્યાયો-એ બન્નેનો સમુદાય તેને અહીં આત્મા કહ્યો છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના પરિણામ કર્મથી કરવામાં આવેલા વિકૃત પરિણામ છે, તે જ્ઞાતૃત્વમાત્રથી ભિન્ન પરિણામ છે અને તેનાથી (તેને કરવાથી) જ્ઞાની નિવૃત્તસ્વરૂપ છે; અર્થાત્ જ્ઞાની જ્ઞાતાપણા સિવાયના કર્મથી કરવામાં આવતા પરિણામોનો કર્તા નથી.
પ્રશ્ન:- આમાં તો આપ પુણ્યને ઉડાવો છો ?
ઉત્તર:- એમ નથી ભાઈ ! આમાં તો વિકાર રહિત તારા એક જ્ઞાયક સ્વભાવની પ્રસિદ્ધિ થાય છે. તારા સ્વભાવનો મહિમા લાવી પ્રસન્ન થા. સ્વભાવની સમજણના કાળે તને જે પુણ્ય બંધાશે તે પણ બહુ ઉંચી હશે. વળી નિજ સ્વભાવને સમજીને પુણ્ય-પાપના વિચ્છેદરૂપ પરિણમે તો તો શું વાત છે! તો વીતરાગતા ને કેવળજ્ઞાન થશે; અને તે તો કર્તવ્ય જ છે, ઇષ્ટ જ છે. સમજાણું કાંઈ..?
અહાહા...! અનંત શક્તિના ધારક ભગવાન આત્માની અંતર્દષ્ટિ કરી તેનો જ્યાં આશ્રય લીધો ત્યાં ધર્મી વિકારના-રાગના પરિણામથી નિવૃત્તસ્વરૂપ છે; વિકારમાં જ્ઞાની પ્રવૃત્તસ્વરૂપ નથી, માટે જ્ઞાનીને વિકારનું કર્તુત્વ નથી. મારગ બહુ જુદો છે ભાઈ ! અહાહા...! જેના ફળમાં અનંત કાળ પર્યત રહે એવા અનંત ચતુષ્ટય-અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ ને અનંત વીર્ય પ્રગટે અહાહા...! તેનો ઉપાય કોઈ અનુપમ અલૌકિક હોય છે. અહાહા...! આવો વીતરાગનો લોકોત્તર મારગ કોઈ મહા ભાગ્યશાળી હોય તેને પ્રાપ્ત થાય છે. બાકી લોકો તો વ્રત કરો ને દાન કરો ને તપ કરો-એમ પુણ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ કરવામાં મારગ સમજી સંતુષ્ટ થાય છે, પણ એ મારગ નથી બાપુ! એ તો સઘળો પરાશ્રયરૂપ વ્યવહાર, બંધનું જ કારણ છે.
અહાહા ! ધર્મી-જ્ઞાની એને કહીએ કે જે પરાશ્રયરૂપ વ્યવહાર-રાગના કરવાથી નિવૃત્તસ્વરૂપે જ્ઞાનમય પરિણામે, આનંદમય પરિણામે પરિણમે છે. રાગનો-વ્યવહારનો પોતાને જે કર્તા માને છે તે તો વ્યવહારમૂઢ છે, મિથ્યાષ્ટિ છે. અહા ! વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ નથી તેથી તો ભગવાને વ્યવહારના આશ્રયનો નિષેધ કર્યો છે. જેમ પરને હું કરું -એવો સ્વ-પરની એકતાનો મિથ્યા અધ્યવસાય બંધનું જ કારણ છે તેમ પરાશ્રિત વ્યવહારના ભાવોથી મોક્ષમાર્ગ થશે એવી માન્યતા પણ મિથ્યા છે ને તે બંધનું જ કારણ છે. ભાઈ ! આ ભગવાનના શ્રીમુખેથી આવેલી વાત છે, આમાં કયાંય વિરોધ કરવા જેવું નથી.
ધર્મી પુરુષ વ્યવહારના રાગથી નિવૃત્તસ્વરૂપ છે. પરની ક્રિયા થાય તેનો કર્તા આત્મા છે એ વાત તો દૂર રહો, રાગના-વ્યવહારના પરિણામના કરણથી-કરવાથી આત્મદ્રવ્ય નિવૃત્તિસ્વરૂપ છે. સર્વ પદ્રવ્યો નકામા અર્થાત્ કદીય કાર્ય વિનાના નથી. પ્રત્યેક દ્રવ્ય પોતાનું કામ નિરંતર કરી જ રહ્યું છે, કોઈ પણ દ્રવ્ય એક ક્ષણમાત્ર પણ પોતાના કાર્ય વિનાનું હોતું નથી. માટે બીજો-અન્ય દ્રવ્ય તેનું કાર્ય કરે એ વાત તો છે જ નહિ, પરંતુ જ્ઞાનીને જે કિંચિત રાગ છે તેનોય તે કર્તા નથી, માત્ર જ્ઞાતા-દષ્ટા છે. જ્ઞાનીની રીતિ-ચાલ બહુ નિરાળી છે બાપુ! ભજનમાં આવે છે ને કે
ચિન્યૂરતંદ્રગધારીકી મોહિ રીતિ લગતિ હૈ અટાપટી. પ્રશ્ન:- તો પ્રવચનસારમાં નયોના અધિકારમાં તેને કર્તા કહ્યો છે ને?
ઉત્તર:- હા, જ્ઞાનીને જેટલો રાગ છે તેટલા તે પરિણામનો, જ્ઞાન અપેક્ષાએ, કર્તા પણ કહ્યો છે. રાગના પરિણામ કરવાલાયક છે એમ નહિ, જ્ઞાનીને કર્તુત્વબુદ્ધિથી રાગની પ્રવૃત્તિ હોતી નથી; તથાપિ કમજોરીવશ જેટલો રાગ છે તેટલા રાગનો, પરિણમન અપેક્ષાએ જ્ઞાનીને ત્યાં કર્તા કહ્યો છે. ત્યાં પ્રવચનસારમાં જ્ઞાનપ્રધાન શૈલીથી વાત છે. અહીં દષ્ટિ અને દૃષ્ટિના વિષયની અપેક્ષાએ વાત છે; તેથી અહીં જ્ઞાની રાગથી નિવૃત્તસ્વરૂપ છે એમ કહ્યું છે. સાથોસાથ રાગનું પરિણમન છે એટલો તે કર્તા છે એમ (કર્તન) જ્ઞાન અપેક્ષાએ સમજવું.
પ્રવચનસારમાં તો જેટલો રાગ છે તેટલો તેનો ભોક્તા જ્ઞાની છે એમ પણ કહ્યું છે. જ્ઞાનીને જેટલો રાગ છે તેટલું ત્યાં દુઃખનું વેદન પણ છે. જુઓ, શ્રેણિક રાજા આગામી ચોવીસીના પ્રથમ તીર્થંકર થશે. વર્તમાનમાં નરકક્ષેત્રમાં છે. તેઓ ક્ષાયિક સમકિતી છે. તેઓ ત્યાંથી (-નરકથી) નીકળી માતાના ગર્ભમાં અવતરણ કરશે ત્યારે સ્વર્ગના ઇન્દ્રો આવી મોટો ઉત્સવ ઉજવશે. ઇન્દ્ર પણ ક્ષાયિક સમકિતી છે, એક જ ભવ કરી મોક્ષ જશે. છતાં ભગવાનની માતાને સ્તુતિ દ્વારા કહે છે-હે માતા ! આપ જગજનની, રત્નકુંખધારિણી છો. આ બાળકનું જતન કરીને, સંભાળીને રાખજો. હે માતા !
પુત્ર તુમારો ધણી હમારો, તરણતારણ જહાજ રે !
માતા ! જતન કરીને રાખજો, તુમ સુત અમ આધાર રે. જુઓ, સમકિતી ઇન્દ્ર ભક્તિભાવથી સ્તુતિ કરીને આમ કહે છે કે-હે માતા ! આપને મારા નમસ્કાર હો. અહા ! આવો રાગ ક્ષાયિક સમકિતી એક ભવતારી ઇન્દ્રને પણ આવે છે, છતાં તે રાગના વિકલ્પથી ખરેખર જ્ઞાની નિવૃત્તિસ્વરૂપે પરિણમે છે. રાગના-વિકલ્પના તેઓ જ્ઞાતા જ છે, કર્તા નહિ. ધંધા-પાણીની ક્રિયા તો જડની-જડસ્વરૂપ છે, તેનો તો કર્તા આત્મા નથી, પણ જ્ઞાનીને ભગવાન પ્રત્યે જે ભક્તિ વિનયનો વિકલ્પ ઉઠે છે તેનોય તે નથી, તેનાથીય જ્ઞાની તો નિવૃત્તસ્વરૂપ છે. અહો ! મુનિરાજને જે વ્રતાદિના વિકલ્પ ઉઠે છે તેના કરવાથી તેઓ નિવૃત્તસ્વરૂપ છે. હવે આવી અંતરની વાત સમજ્યા વિના લોક તો વ્રત, તપ આદિ કરવામાં મંડી પડ્યા છે, પણ એ બધી ક્રિયાઓ તો થોથાં છે ભાઈ ! એના કર્તાપણે પરિણમવું એ તો મિથ્યાદશા છે. સમકિતીને તો શુદ્ધતારૂપે અકર્તુત્વશક્તિ પરિણમી છે અને તે રાગના નિવૃત્તિસ્વરૂપ છે; આ અનેકાન્ત છે.
રાગથી ધર્મ થવાનું માને અને જ્ઞાતાદરા સ્વભાવના આશ્રયે પણ ધર્મ થવાનું માને તે અનેકાન્ત નથી, સ્યાદ્વાદ નથી; એ તો ફૂદડીવાદ છે. આત્મા પોતાના નિર્મળ પરિણામનો કર્તા છે અને રાગના-વ્યવહારના કર્તુત્વથી નિવૃત્ત છે-આ સમ્યક અનેકાન્ત છે.
તો પંચાસ્તિકાયમાં વ્યવહાર સાધન કહ્યું છે ને?
હા, પંચાસ્તિકાયમાં ભિન્ન સાધન-સાધ્યની વાત કરી છે, પણ એ તો બાહ્ય સહુચર અને નિમિત્તનું જ્ઞાન કરાવવા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨-અભોકતૃત્વશક્તિ : ૧૧૫ માટેની વાત છે. વાસ્તવમાં ભિન્ન સાધન-સાધ્ય છે જ નહિ. પરમાર્થ સાધન બે નથી, પણ શાસ્ત્રમાં સાધનનું બે પ્રકારે નિરૂપણ કર્યું છે; જેમ મોક્ષમાર્ગ બે નથી, પણ મોક્ષમાર્ગનું કથન શાસ્ત્રમાં બે પ્રકારે છે તેમ. મોક્ષમાર્ગ તો ત્રણેકાળ એક જ છે, વીતરાગભાવરૂપ એક જ મોક્ષમાર્ગ છે. તે સાથે સહચરપણે રાગ બાકી હોય છે તેથી તેને આરોપ દઈને વ્યવહારથી મોક્ષમાર્ગ કહ્યો છે, પણ તે છે તો બંધનો જ માર્ગ. જ્ઞાની તો તેના કર્તુત્વથી નિવૃત્તસ્વરૂપ
અહા ! અકર્તુત્વશક્તિ પરિણમે છે તેના ભેગી અકાર્યકારણત્વશક્તિ પણ પરિણમે છે. તેથી શુભભાવ કારણ અને સ્વાનુભવ થયો તે એનું કાર્ય એમ નથી. તથા નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થયું તે કારણ અને વ્યવહારનો શુભરાગ થાય તે એનું કાર્ય એમ પણ નથી. ભાઈ ! આત્મા રાગનું કારણેય નથી, અને રાગનું કાર્ય પણ નથી. તેમ જે શુભરાગ છે તે જ્ઞાનને કારણેય નથી, અને જ્ઞાનનું કાર્ય પણ નથી. અહા ! આ તો જૈનદર્શનની અલૌકિક વાત! ધર્મ કેમ થાય તે સમજવા માટે આ બધું પહેલાં જાણવું જોઈશે હોં; આ સમજ્યા વિના ધર્મ થવો સંભવિત નથી.
ભાઈ ! શાસ્ત્રમાં કઈ પદ્ધતિથી શું કહ્યું છે તે બરાબર સમજવું જોઈએ; પોતાની મતિ-કલ્પનાથી ઉંધા અર્થ કરશે તો દષ્ટિ વિપરીત થશે; અને તો શાસ્ત્ર-સ્વાધ્યાયનું સાચું ફળ નહિ આવે, સંસાર-પરિભ્રમણ જ રહેશે.
અહો! એકેક શક્તિને વર્ણવીને આચાર્યદવે ભગવાન સમયસાર નામ શુદ્ધાત્મા પ્રસિદ્ધ કર્યો છે. એક શક્તિને પણ યથાર્થ સમજે તો અનાદિકાલીન જે વિકારની ગંધ પેસી ગઈ છે તે નીકળી જાય. અહાહા..! એકેક શક્તિ જે એક જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે તે જ્ઞાયકની દષ્ટિ થતાં અને તેમાં જ ઠરતાં વિકારનો અંત આવી જાય એવી આ વાત છે. હે ભાઈ ! વિકાર કાંઈ મારી ચીજ નથી એમ જાણી વિકારથી ભિન્ન નિજ જ્ઞાયકભાવની દષ્ટિ કર, ને તેમાં જ ઠર, તેમાં જ ચર; જેથી આત્માનો અકર્તાસ્વભાવ અંતરમાં પ્રગટ થશે. ભવભ્રમણનો નાશ કરવાની આ જ રીત છે ભાઈ !
આ પ્રમાણે અહીં અકર્તુત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
૨૨: અભોસ્તૃત્વશક્તિ “સમસ્ત, કર્મથી કરવામાં આવતા, જ્ઞાતૃત્વમાત્રથી જુદા પરિણામોના અનુભવના (-ભોગવટાના) ઉપરમસ્વરૂપ અભોīત્વશક્તિ.”
જુઓ, અહીં એમ કહે છે કે-આહાર, પાણી, સ્ત્રીનું શરીર વગેરેનો ભોક્તા તો આત્મા નથી, પણ કર્મથી કરવામાં આવેલા, જ્ઞાતૃત્વમાત્રથી જુદા એવા જે સમસ્ત વિકારી ભાવ છે તેનો પણ જીવ ભોક્ત નથી. અહા ! આવો ભગવાન આત્માનો અભોક્તાપણાનો સ્વભાવ છે. જ્ઞાનીને ભોગની આસક્તિના પરિણામ થાય, પણ તે પરિણામના ભોગવટાથી જ્ઞાની નિવૃત્તિસ્વરૂપ છે. અહા ! હરખ-શોકના, સાતા-અસાતાના જે પરિણામ છે તે જ્ઞાનીના જ્ઞાતા પરિણામથી જુદા જ છે, જ્ઞાની તેમાં તન્મય થતો નથી, તેથી જ્ઞાની તેનો ભોક્તા નથી, માત્ર જ્ઞાતા જ છે. જુઓ, આ જ્ઞાનભાવ સાથેનું અભોસ્તૃત્વ સ્વભાવનું પરિણમન! પર્યાયમાં વિદ્યમાન હોવા છતાં તે હરખ-શોક આદિ પરભાવનું જ્ઞાનીને અભોક્તાપણું છે. અહો ! આ તો સ્વભાવદષ્ટિની કોઈ અદભુત કમાલની વાત છે. સ્વભાવની પરિણતિ થયા વિના ન સમજાય એવી આ અંતરની અલૌકિક વાત છે. સમજાણું કાંઈ...?
દાળ, ભાત, મોસંબીનો રસ, રસગુલ્લાં ઇત્યાદિ જડ, માટી, અજીવ તત્ત્વ છે. તે રૂપી પદાર્થ છે. અરૂપી એવો ભગવાન આત્મા તેનો ભોક્તા નથી. રૂપી પદાર્થ તરફ લક્ષ કરીને આ ચીજ ઠીક છે એવો રાગ જીવ ઉત્પન્ન કરે, અને ત્યાં અજ્ઞાની એમ માને કે હું શરીરાદિને ભોગવું છું, પરચીજને ભોગવું છું, પણ એ તો એની મિથ્યા માન્યતા છે, કેમકે પરચીજને આત્મા ત્રણકાળમાં ભોગવી શકતો નથી-જડને જો આત્મા ભોગવે તો તેને જડપણું આવી પડે.
કોઈ મોટો શેઠ હોય, ભારે પુણ્યના ઠાઠ વચ્ચે ઉભો હોય, રૂપાળો દેહ મણિ-માણેકથી મઢેલો હોય ને ઘરે બાગ-બંગલા-બગીચા-મોટરો ઇત્યાદિ કરોડોની સાહ્યબીભર્યો વૈભવ હોય, ત્યાં અજ્ઞાનીને મોંમાં પાણી વળે કે-અહા ! કેવી સાહ્યબી ને કેવો ભોગવટો! આ શેઠ કેવા સુખી છે! પણ ભાઈ ! આ તો તારી બહિદૃષ્ટિ છે અને તે મિથ્યા છે; કેમકે જડ પદાર્થોનો ભોગવટો આત્માને છે જ નહિ. સુખનો એક અંશ પણ તેમાંથી આવે તેમ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #130
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૧૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અહીં તો ધર્મી જીવની વાત છે. ધર્મી જીવને સ્વસ્વરૂપની દષ્ટિ થતાં આત્મજ્ઞાન પ્રગટ થયું છે તેથી તેઓ પ્રગટ અતીન્દ્રિય આનંદના ભોક્તા છે; તેમને કિંચિત્ રાગ બાકી છે, પણ તે રાગના તેઓ ભોક્તા નથી. અહા ! સિંહ કે શિયાળિયાં ફાડી ખાતાં હોય તે કાળેય નિજાનંદરસલીન એવા મુનિરાજ આનંદના ભોક્તા છે; કિંચિવિષાદના પરિણામ તે કાળે થાય, પણ તેના તેઓ ભોક્તા નથી. અંદર અભોક્તત્વ સ્વભાવ પ્રગટયો છે ને? તેથી જ્ઞાની હરખ-શોકના ભોગવવાના નિવૃત્તિસ્વરૂપે પરિણમ્યા છે. આવી વાત! અજ્ઞાનીને દેહાધ્યાસ છે તેથી જ્ઞાનીનું અંતરંગ પરિણમન તેને ભાસતું નથી.
પ્રશ્ન:- હા, પણ તો રાગને કોણ ભોગવે છે?
ઉત્તર:- કોણ ભોગવે? રાગને ભોગવે રાગી. રાગના પરિણામ પોતાના પકારકથી પર્યાયમાં થાય છે, ને રાગી જીવો તેમાં તન્મય થઈ પરિણમે છે; જ્ઞાની તેમાં તન્મય નથી, તેથી જ્ઞાની રાગના ભોક્તા નથી. અહીં આ સ્પષ્ટ કહ્યું છે કે-જીવની અભોıત્વશક્તિ, રાગ-દ્વેષાદિના અનુભવથી ઉપરમસ્વરૂપ છે. કોઈ પણ પરદ્રવ્યનો ભોક્તા તો જીવ ત્રણકાળમાં નથી, પણ રાગના ભોગવટાથી પણ ઉપરમસ્વરૂપ જીવનો સ્વભાવ છે, તેથી સ્વભાવનિયત જ્ઞાની પુરુષ રાગના ભોક્તા નથી.
ત્યારે કોઈ પંડિતોએ ઇદોરમાં એક વાર કહેલું-“જીવને પરદ્રવ્યનો કર્તા ન માને તે દિગંબર નથી.” અરે, તું શું કહે છે આ? મહાન દિગંબરાચાર્યો-કેવળીના કડાયતીઓ શું કહે છે એ તો જો. અહીં આ સ્પષ્ટ કહ્યું છે કે આત્મા રાગનો કર્તા-ભોક્તા નથી. પરના કર્તા-ભોક્તાપણાની તો વાત જ કયાં રહી? અરે ભાઈ ! સ્વભાવના દૃષ્ટિવંતને એક નિજાનંદનો જ ભોગવટો છે, તે અન્ય (રાગાદિના) ભોગવટાથી સદા ઉપરમસ્વરૂપ છે. અરે ભાઈ ! –
આત્મા જો જડને ભોગવે તો તેને જડપણું આવી પડે.
આત્મા જો રાગને તન્મયપણે ભોગવે તો તેને બહિરાત્મપણું આવી પડે. તેથી
• આત્મા ( જ્ઞાની પુરષ) નિજ સ્વભાવથી પોતાના જ્ઞાનાનંદમય નિર્મળ ભાવને જ ભોગવે છે, અને તે જ
શોભાસ્પદ છે. તેમાં આત્માની આત્માપણે પ્રસિદ્ધિ છે, ને તેમાં સવે પરભાવોનું અભોક્તાપણું છે. ભાઈ ! તને સમજમાં ન આવે તેથી શું થાય? મારગ તો આવો જ છે. ' અરે ભાઈ ! એક વાર આ શરીરાદિનો મોહ છોડી, કુતુહલ કરીને અંદર સ્વરૂપમાં ડૂબકી તો માર. તને ત્યાં કોઈ અચિન્ય નિધાન દેખાશે. આ દેહ તો હાડ-માંસ-ચામનું, માટીનું ઢીંગલું છે અને આ બધા બાગ-બંગલા-મોટાં પણ ધૂળની ધૂળ છે. એનાથી તને શું છે? એના લક્ષે તો તને રાગ અને દુઃખ જ થશે. અને એ રાગને ભોગવવાની દષ્ટિ તો તને અનંત જન્મ-મરણ કરાવશે. કાળકૂટ સર્પનું ઝેર તો એક વાર મરણ કરાવે પણ આ ઉંધી દષ્ટિનું ઝેર તો અનંત મરણ કરાવશે. માટે હું ભાઈ ! અનંતસુખનિધાન નિજ ચૈતન્યસ્વરૂપને ઓળખીને તેના અનુભવનો ઉધમ કર; તે જ તને અનંત જન્મ-મરણથી ઉગારી પરમ સુખની પ્રાપ્તિ કરાવશે.
જ્ઞાનીને કિંચિત્ આસક્તિના પરિણામ થાય છે, પણ તેની તેને રુચિ નથી, તેમાં તેને સુખબુદ્ધિ નથી. જ્ઞાનીને નિજ ચૈતન્યસ્વભાવનું ભાન થવાથી, રાગના અભાવસ્વભાવસ્વરૂપ જે અભોકતૃત્વ શક્તિ છે તેનું પરિણમન થયું છે. અને તેથી તે આસક્તિના પરિણામનો ભોક્તા થતો નથી. અહાહા..! ચૈતન્ય ચિદાનંદમય એક જ્ઞાયકભાવના તળનો સ્પર્શ કરીને જ્ઞાતા-દેટાના પરિણામ પ્રગટ થયા છે તેથી જ્ઞાની વિકારના-આસક્તિરૂપ પરિણામના ભોગવટાથી નિવૃત્તસ્વરૂપ છે. આ સમજવા ખૂબ ધીરજ જોઈએ ભાઈ ! આ તો ધર્મકથા છે બાપુ!
જુઓ, ભરત ચક્રવર્તી ક્ષાયિક સમકિતી હતા, છ ખંડના રાજ્યમાં હતા ને છન્નુ હજાર રાણીના ભોગની આસક્તિના પરિણામ તેમને થતા હુતા. છતાં દષ્ટિ સ્વભાવ પર હતી, તેથી તે કાળે તેઓ જ્ઞાતા-દષ્ટા પરિણામના ભોક્તા હતા, વિકારના વિષેલા સ્વાદના નહિ. અરે ભાઈ ! જ્ઞાતા-દષ્ટારૂપ પરિણામ સ્વયં વિકારના અભોøત્વસ્વરૂપ છે. સમ્યગ્દષ્ટિ જીવ નરકના ભારે પ્રતિકૂળ સંયોગમાં હોય ને તેને કિંચિત્ આકુળતાના પરિણામ થાય. છતાં તે આકુળતાને ભોગવતો નથી, એ તો સ્વભાવની દષ્ટિ વડે નિર્મળ પરિણતિના સુખની અંતરમાં ગટાગટી કરે છે. અહાહા...!
બાહિર નારકીકૃત દુ:ખ ભોગે, અંતર સુખરસ ગટગટી; ચિન્યૂરત દંગધારીકી મોહિ, રીતિ લગતિ હૈ અટાપટી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૩-નિષ્ક્રિયત્વશક્તિ : ૧૧૭
અહાહા! સમ્યગ્દષ્ટિની પરિણિત અટપટી છે. શ્રેણિક રાજાનો જીવ નરકમાં પણ અત્યારે નિરાકુળ આનંદરૂપ પરિણામનો જ ભોક્તા છે, ને જે દુઃખ છે, પ્રતિકૂળતા છે તેને બહારની ચીજ જાણી તેના ભોગવવાના ઉપ૨સ્વરૂપ જ તેઓ પરિણમી રહ્યા છે. આવી વાત! સમજાણું... ?
શું થાય? અજ્ઞાની તો બહાનું કરવામાં રોકાઈ ગયો છે; આખો દિવસ પાપ, પાપ ને પાપ. હવે તે કયારે નિવૃત્તિ લે અને કયારે તત્ત્વ સમજે? પણ આ તો જીવન ચાલ્યું જાય છે ભાઈ! પછી કયાં જઈશ, કયાં ઉતારા કરીશ ? જરા વિચાર કર.
અહીં કહે છે–અનંતગુણનિધાન પ્રભુ આત્મામાં, જ્ઞાતૃત્વમાત્રથી ભિન્ન એવા વિકારી પરિણામના ભોગવટાથી નિવૃત્તસ્વરૂપ એવું ત્રિકાળ અભોક્તાપણું છે. ને આવા સ્વભાવનો અંતર-લક્ષ કરી સ્વીકાર કરતાં પર્યાયમાં પણ અભોક્તા ગુણનું પરિણમન ભોક્તા થતો નથી. ભાષા તો સાદી છે, ભાવ ગંભીર છે. અહા ! અભોતૃત્વશક્તિનું ભાન થતાં પર્યાયમાં અભોક્તાપણું પ્રગટયું અને હવે તે રાગના-વિકારના પરિણામનો ભોક્તા નથી. આનું નામ ધર્મ છે. આ પ્રમાણે અહીં અભોતૃત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
*
૨૩:નિષ્ક્રિયત્વશક્તિ
-
‘સમસ્ત કર્મના ઉપરમથી પ્રવર્તતી આત્મપ્રદેશોની નિષ્પદતાસ્વરૂપ (-અકંપતાસ્વરૂપ ) નિષ્ક્રિયત્વશક્તિ. (સકળ કર્મનો અભાવ થાય ત્યારે પ્રદેશોનું કંપન મટી જાય છે માટે નિષ્ક્રિયત્વશક્તિ પણ આત્મામાં છે.)’
અહાહા...! ભગવાન આત્માનો-ત્રિકાળી એક જ્ઞાયકભાવમાત્ર વસ્તુનો-આશ્રય કરતાં જ્ઞાનની પર્યાયમાં આખું પૂર્ણ દ્રવ્ય અને તેનાં અનંત ગુણનું જ્ઞાન થાય છે; ને ત્યારે પર્યાયમાં સર્વ ગુણોની એકદેશ વ્યક્તિ પ્રગટ થાય છે. અહા! અક્રમવર્તી અનંતગુણમય પ્રભુ આત્મા છે, અને તેની નિર્મળ નિર્મળ પર્યાયો ક્રમવર્તી પ્રગટ થાય છે. તે અક્રમવર્તી ગુણો ને ક્રમવર્તી પર્યાયોનો સમુદાય તે આત્મા છે. વિકારી પર્યાયની અહીં વાત કરી નથી, કેમકે વિકાર એ શક્તિનું-ગુણનું કાર્ય નથી. અહાહા...! શક્તિના ધરનાર સામાન્ય ધ્રુવ એક સ્વભાવભાવ-એક જ્ઞાયકભાવ ઉપર દષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન-જ્ઞાન આદિ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, અને ત્યારે આત્મામાં નિષ્ક્રિયત્વ સહિત જેટલા અનંત ગુણ છે તે પર્યાયમાં એકદેશ પ્રગટ થાય છે. અહા ! જ્ઞાનભાવ પ્રગટ થતાં સાથે અનંતી શક્તિઓ ભેગી ઉછળે છે.
જુઓ, પહેલાં અકર્તૃત્વ અને અભોતૃત્વશક્તિનું વર્ણન કર્યું; ત્યાં એમ કહ્યું કે-સમસ્ત, કર્મથી કરવામાં આવતા, જ્ઞાતૃત્વમાત્રથી જુદા પરિણામોના કરવાના અને ભોગવવાના ઉ૫૨મસ્વરૂપ અકર્તૃત્વ અને અભોતૃત્વશક્તિ. અહીં આ નિષ્પ્રયત્વશક્તિના વર્ણનમાં કહે છે–સમસ્ત કર્મના ઉ૫૨મથી પ્રવર્તતી આત્મપ્રદેશોની નિષ્પદતાસ્વરૂપ (– અકંપતાસ્વરૂપ ) નિષ્ક્રિયત્વશક્તિ છે. જુઓ, આત્માનો સ્વભાવ તો સ્થિર-અકંપ-નિષ્ક્રિય છે. પ્રદેશોનું કંપન એ તો કર્મના નિમિત્તે થયેલો ઔદિયકભાવ છે, તે સ્વભાવભાવ નથી. સ્વરૂપના આશ્રયે સર્વ કર્મોનો અભાવ થતાં ચૈતન્યપ્રભુ પૂર્ણ સ્થિર-અક્રિય થાય છે. અને તે અક્રિયત્વ આત્માનો સ્વભાવ છે, સ્વભાવ છે તેની ત્યાં પ્રગટતા છે. સમકિતી ધર્મીને પણ આ સ્વભાવની એકદેશ વ્યક્તતા થાય છે. ધર્મીની દૃષ્ટિમાં કર્મ-નિમિત્તના સંબંધ રહિત એક અકંપ ચિદાનંદ સ્વભાવ જ વર્તે છે, અને તેથી તેને કર્મ તરફના કંપન સહિત બધા ભાવોનો દષ્ટિ અપેક્ષાએ અભાવ છે.
તદ્દન અકંપપણું તો ચૌદમા ગુણસ્થાનમાં પ્રગટ થાય છે; તથાપિ ચોથા ગુણસ્થાને ક્ષાયિક સમકિતી જીવને પણ નિષ્ક્રિયત્વનો અંશ વ્યક્ત થાય છે. આસ્રવ અધિકારમાં ગાથા ૧૭૬ના ભાવાર્થમાં આ વાત આવી છે. ખરેખર તો પોતાનું પૂર્ણાનંદસ્વરૂપ ત્રિકાળી દ્રવ્ય જયાં પ્રતીતિ ને અનુભવમાં આવ્યું ત્યાં દરેક સમ્યગ્દષ્ટિ જીવને ચોથા ગુણસ્થાને પર્યાયમાં એકદેશ નિષંદતારૂપ પરિણમન થાય છે, અર્થાત્ નિષ્ક્રિયત્વશક્તિનો એક અંશ પર્યાયમાં વ્યક્ત થાય છે. શ્રીમદ્દ રાજચંદ્રજીએ પણ ‘સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ ’–એમ સમ્યગ્દર્શનની વ્યાખ્યા કરી છે; મતલબ કે સમ્યગ્દર્શન થતાં અવિનાભાવપણે સર્વ અનંત ગુણનો અંશ પ્રગટ થાય છે.
રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પં. શ્રી ટોડરમલજી કહે છે-“એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાનાદિગુણો
એકદેશ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ પ્રગટ થયા છે તથા તેરમાં ગુણસ્થાનમાં આત્માને જ્ઞાનાદિગુણો સર્વથા પ્રગટ થાય છે.” જુઓ જ્ઞાન, દર્શન, આનંદ ગુણનો એક અંશ પ્રગટ થાય છે એમ નથી કહ્યું, પણ જ્ઞાનાદિ ગુણોનો એટલે જ્ઞાનાદિ સર્વ ગુણોનો એકદેશ ચોથા ગુણસ્થાનમાં પ્રગટ થાય છે એમ વાત છે. અહાહા...! અનંત... અનંત... અનંત ગુણરત્નોનો ભંડાર ચૈતન્યરત્નાકર પ્રભુ આત્મા છે. અને સમ્યગ્દર્શન પ્રગટ થતાં તેના જ્ઞાનાદિ સર્વ ગુણોનો એક અંશ વ્યક્તરૂપે પર્યાયમાં પરિણમે છે. આનું નામ સમ્યગ્દર્શન છે.
અહા ! આત્માની એકેક શક્તિમાં અનંતુ સામર્થ્ય છે. એકેક શક્તિમાં અનંત શક્તિનું રૂપ છે. એકેક શક્તિ અનંત શક્તિમાં વ્યાપક છે. તેથી નિષ્ક્રિયત્નશક્તિ દ્રવ્ય-ગુણમાં ત્રિકાળ વ્યાપક છે. અને ત્રિકાળી દ્રવ્યનું ભાન થતાં નિષ્કિયત્વશક્તિ પર્યાયમાં પણ વ્યાપક થાય છે. આ પ્રમાણે નિષ્ક્રિયત્વશક્તિનો અયોગપણારૂપ અંશ ચોથા ગુણસ્થાને સમકિતીને પર્યાયમાં પ્રગટ થાય છે. ચાર અઘાતિ કર્મોનો નાશ થતાં જે પ્રતિજીવી ગુણો પ્રગટ થાય છે તેનો પણ એક અંશ ચોથા ગુણસ્થાને પ્રગટ થાય છે. રહસ્યપૂર્ણ ચિટ્ટીમાં આ વાત સ્પષ્ટ કરતાં ત્યાં કહ્યું છે-“વળી ભાઈશ્રી ! તમે ત્રણ દષ્ટાંત લખ્યાં અથવા દષ્ટાંત દ્વારા પ્રશ્ન લખ્યા, પણ દષ્ટાંત સર્વાગ મળતાં આવે નહિ. દષ્ટાંત છે તે એક પ્રયોજન દર્શાવે છે. અહીં બીજનો ચંદ્ર, જળ બિંદુ, અગ્રિકણ એ તો એકદેશ છે અને પૂર્ણિમાનો ચંદ્ર, મહાસાગર તથા અગ્નિકુંડ એ સર્વદશ છે. એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાનાદિગુણો એકદેશ પ્રગટ થયા છે તથા તેમાં ગુણસ્થાનમાં આત્માને જ્ઞાનાદિગુણો સર્વથા પ્રગટ થાય છે.”
ચંદ્રમાનું દષ્ટાંત અહીં સર્વાગ લાગુ ન પડે. ચંદ્રનો જેમ થોડો ભાગ વ્યક્ત છે અને બાકીના ભાગમાં આવરણ છે તેમ અહીં સિદ્ધાંતમાં લાગુ ન પડે. સમ્યગ્દર્શન થતાં આખું દ્રવ્ય ખ્યાલમાં આવે છે, અને વ્યક્તમાં અસંખ્ય પ્રદેશ અનંત ગુણોનો એક અંશ પ્રગટ થાય છે. ચંદ્રનો તો અમુક ભાગ ખુલ્લો છે, અને બાકીના ભાગમાં આવરણ છે, આ દૃષ્ટાંત અહીં સિદ્ધાંતમાં સર્વાગ લાગુ પડતું નથી. ભગવાન આત્માના અસંખ્ય પ્રદેશના ક્ષેત્રમાં અનંત ગુણોનાં નિધાન પડ્યાં છે. તે અનંત ગુણ પૂરા ક્ષેત્રમાં અસંખ્ય પ્રદેશમાં વ્યાપક છે. સમ્યગ્દર્શન થતાં ચોથા ગુણસ્થાને તે જ્ઞાનાદિ સર્વ ગુણોનો અસંખ્ય પ્રદેશમાં એક અંશ વ્યક્ત થાય છે; કોઈ ગુણ બાકી રહેતો નથી. ચાર પ્રતિજીવી ગુણો તથા આ નિષ્કિયત્વશક્તિનો પણ પર્યાયમાં એક અંશ પ્રગટ થાય છે. અહા ! આવું અલૌકિક સમ્યગ્દર્શન છે. સમયસારની ગાથા ૧૧ જૈનદર્શનનો પ્રાણ છે. તેમાં કહ્યું છે
ववहारो डभूदत्थो भूदत्थो देसिदो दु सुध्दणओ।
भुदत्थमस्सिदो खलु सम्मादिट्ठी हवदि जीवो।। વ્યવહારનય અભૂતાર્થ છે અને શુદ્ધનય ભૂતાર્થ છે એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે; જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે.
પં. શ્રી કૈલાસચંદ્રજીએ આ ગાથાને જૈનદર્શનનો પ્રાણ કહ્યો છે. ભૂતાર્થ, ત્રિકાળ સત્યાર્થ સચ્ચિદાનંદસ્વરૂપ નિજ આત્મદ્રવ્ય છે. તેનો આશ્રય લેતાં પર્યાયમાં અસંખ્ય પ્રદેશ અનંત ગુણનો એક અંશ પ્રગટ થાય છે. આનું નામ સમ્યગ્દર્શન છે.
જુઓ, આસ્રવ અધિકારની ગાથા ૧૭૬ના ભાવાર્થના બીજા ફકરામાં કહ્યું છે-“સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કષાયનો ઉદય નહિ હોવાથી તેને તે પ્રકારના ભાવાગ્નવો તો થતા જ નથી અને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાય સંબંધી બંધ પણ થતો નથી. (ક્ષાયિક સમ્યગ્દષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે જ અનંતાનુબંધી કષાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે. તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી;...)” અહીં ક્ષાયિક સમ્યગ્દષ્ટિની વાત કરી, પણ દરેક સમ્યગ્દષ્ટિને ચોથા ગુણસ્થાનમાં નિષ્ક્રિયત્નશક્તિનો એક અંશ પર્યાયમાં પ્રગટ થાય છે એમ સમજવું. અહો ! આ વાત અદભુત અલૌકિક અને સૂક્ષ્મ ગંભીર છે! ચોથા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો એકદેશ પ્રગટ થયા છે તેની તથા તેરમાં ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો સર્વદેશરૂપ પ્રગટ થયા છે તેની એક જ જાતિ છે એમ સમજવું-આમ કહીને પં. શ્રી ટોડરમલજીએ અદ્દભુત રહસ્ય ખુલ્લુ કર્યું છે. ભાઈ ! આવી વાત સવેરાના મારગ સિવાય કયાય નથી.
બહારમાં ધન-લક્ષ્મીનો ભંડાર મળે એ તો પણ હોય તો મળે, એમાં કાંઈ કોઈની હોશિયારી કે ડહાપણ કામ આવતું નથી. પણ જેણે પોતાનું ડહાપણ-વિવેકજ્ઞાન અંદર અનંતગુણનિધાન ચૈતન્યલક્ષ્મીનો ભંડાર ભર્યો છે તેને જોવા-જાણવામાં લગાવ્યું, અહાહા...! તેને, કહે છે, દ્રવ્યમાં અસંખ્ય પ્રદેશે જે અનંત ગુણ-શક્તિઓ છે તે બધીનો એક અંશ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩-નિષ્કિયત્વશક્તિ : ૧૧૯ પર્યાયમાં વ્યક્ત થઈ જાય છે. અહાહા..! દ્રવ્ય-ગુણમાં તો શક્તિ વ્યાપી છે, ને પર્યાયમાંય તે વ્યાપે છે; કેમકે દરેક શક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. સમજાય છે કાંઈ...? આ દ્રવ્યાનુયોગનું કથન બહુ ઝીણું બાપુ! નિજ પુર્ણ સની પ્રતીતિ જયાં થઈ કે સર્વ ગુણોનો એક અંશ પર્યાયમાં વ્યક્ત થાય છે. અહો ! નિષ્ક્રિયતાનો અયોગપણારૂપ એક અંશ સમકિતી ધર્મીને ચોથા ગુણસ્થાને પ્રગટ થઈ જાય છે.
હવે આ પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય શું એનીય ઘણાને તો ખબર નથી. થાનથી એક ભાઈ આવેલા. તેમણે અહીંના સ્વાધ્યાય મંદિરની દિવાલ ઉપર લખેલો ચાકળો વાંચ્યો, “દ્રવ્યદૃષ્ટિ તે સમ્યગ્દષ્ટિ” -પછી તે બોલ્યામહારાજ ! આ દ્રવ્યદૃષ્ટિ તે સમ્યગ્દષ્ટિ-એમ અહીં લખ્યું છે તો શું દ્રવ્ય એટલે પૈસાવાળા અહીં ઘણા લોકો આવે છે તે બધા સમ્યગ્દષ્ટિ છે એમ આ લખવાનો અર્થ છે?” ત્યારે તેમને કહ્યું એમ નથી ભાઈ ! દ્રવ્ય એટલે પૈસાવાળા એવો અર્થ નથી બાપુ! દ્રવ્ય એટલે આત્મદ્રવ્ય-અનંતગુણનિધાન પરમાર્થ વસ્તુ, ગુણ એટલે એનો ત્રિકાળી ભાવ-સ્વભાવ, અને પર્યાય એટલે તેનું પરિણમન થાય તે દશા. દ્રવ્ય-ગુણ-પર્યાયનો આવો અર્થ છે ભાઈ ! હવે જૈનમાં જન્મેલાનેય આની કાંઈ ખબર ન મળે એને ધર્મનું સ્વરૂપ કેવી રીતે સમજાય, અને ધર્મની પ્રાપ્તિ એને કેવી રીતે થાય? પૈસા તો જડ છે બાપુ! અને તેને પોતાના માને એ તો જડનો સ્વામી, જડ થાય છે. જેમ ભેંસનો પતિ પાડો હોય તેમ પૈસા અને રાગનો સ્વામી થનાર જડ છે, ચેતન નથી. નિર્જરા અધિકારની ગાથા ૨૦૮ની ટીકામાં આચાર્ય અમૃતચંદ્રસ્વામી ફરમાવે છે કે
જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મારું “સ્વ” થાય, હું પણ અવશ્યમેવ તે અજીવનો સ્વામી થાઉં; અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. એ રીતે અવશે (લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે. મારું તો એક જ્ઞાયક ભાવ જ જે “સ્વ” છે, તેનો જ હું સ્વામી છું; માટે મને અજીવપણું ન હો, હું તો જ્ઞાતા જ રહીશ, પરદ્રવ્યને નહિ પરિગ્રહું.”
હવે આવી વાત ઓલા વ્યવહારથી નિશ્ચય થાય એમ માને છે એમને એકાન્ત લાગે છે; પણ આ સમ્યક એકાન્ત છે ભાઈ ! તું ન સમજે એટલે વિરોધના પોકાર કરે પણ આ પરમાર્થ સત્ય છે. અહાહા..! પોતાનું સ્વરૂપ અંદર ત્રિકાળ ધ્રુવ એક સચ્ચિદાનંદમય છે. તેમાં એકાગ્ર થતાં પર્યાયમાં એકાન્ત અર્થાત્ એકલી વીતરાગી શાંતિ પ્રગટ થાય છે. અહીનું વાતાવરણ પણ એકાન્તમય-શાંતિમય છે ને? સ્વરૂપનું ભાન થયે અનંત ગુણોમાં નિર્મળતાનો અંશ પ્રગટ થાય છે, આનંદ ગુણનો અંશ પ્રગટે છે, ને સાથે વીર્ય ગુણનો અંશ પણ પ્રગટે છે. વીર્ય એટલે? અહાહા....! સ્વસ્વરૂપની રચના કરે એનું નામ વીર્ય છે. રાગની રચના કરે એ વીર્યની પરિણતિ નહિ, એ તો નપુંસકતાહીજડાપણું છે. જેમ નપુંસકને પ્રજા થાય નહિ તેમ આને પણ ધર્મની પ્રજા થતી નથી.
મારગ ઘણો સૂક્ષ્મ છે ભાઈ ! બહારના પદાર્થ સાથે તને શું સંબંધ છે? અરે, શુભરાગનો વિકલ્પ થાય તેય દુ:ખદાયક છે. અરે ભાઈ ! તને તારી ખબર નથી ! ભગવાન! તું જ્ઞાનાનંદસ્વભાવી છો ને! તારી દશામાં આનંદનો સ્વાદ આવવો જોઈએ તેના બદલે અરે, તું રાગના-દુઃખના વેદનમાં રોકાઈ ગયો ! દુ:ખના-રાગના અભાવસ્વભાવ સ્વરૂપ ભગવાન! તું અસંગમૂર્તિ ચૈતન્યપ્રભુ છો. અહા ! આવા નિજ આનંદસ્વરૂપના સંગમાં-સમીપતામાં ગયો નહિ, અને રાગના સંગમાં તું રોકાઈ ગયો, રાગના રંગમાં રંગાઈ ગયો ! રાગનો સંગ કરીને ભાઈ ! તે પર્યાયમાં દુ:ખ વહોરી લીધું છે. શુભયોગને તું મોક્ષનું સાધન માને પણ એ તો તારું અજ્ઞાન છે. ધર્મીને જે અંશે અકંપદશા પ્રગટ થઈ છે તેમાં શુભયોગનો તો અભાવ છે; તે ધર્મનું સાધન કેમ થાય? શુભરાગ ધર્મનું સાધન ત્રણકાળમાં નથી.
ત્યારે કોઈ એક પંડિતે લખ્યું છે કે “શુભરાગને ય માને તે મિથ્યાદષ્ટિ છે” અરે ભાઈ ! પંડિત થઈને તે આ શું લખું? તારો આ વિપરીત અભિપ્રાય દુનિયા માની લેશે (કેમકે દુનિયા તો અવળે માર્ગ છે જ), પણ વસ્તુસ્થિતિમાં મહા વિરોધ થશે, વસ્તુ તારા અભિપ્રાયથી સંમત નહિ થાય.
અકર્તૃત્વશક્તિમાં સમસ્ત, કર્મથી કરવામાં આવતા પરિણામોના કરણના ઉપરમસ્વરૂપની વાત હતી. વિકારી ભાવ કર્મથી કરવામાં આવેલા પરિણામ છે, ને તેના કરણના ઉપરમસ્વરૂપ અકર્તુત્વશક્તિ છે. તેમ અકંપનસ્વરૂપ નિષ્કિયત્વશક્તિની વિકૃત અવસ્થા કંપનરૂપ પરિણામ છે તે કર્મ દ્વારા કરવામાં આવેલી દશા છે; વાસ્તવમાં સર્વ કર્મના અભાવથી પ્રવર્તતી અકંપતારૂપ નિષ્ક્રિયત્નશક્તિ તે આત્માનો ત્રિકાળી સ્વભાવ છે. અહા ! આ ટીકામાં તો ભંડાર ભર્યા છે.
ભગવાન આત્મા ચૈતન્યરત્નાકર પ્રભુ છે. તેની પર્યાયમાં કંપન થાય છે તે કર્મ દ્વારા કરવામાં આવતા પરિણામ છે, તે આત્માનો સ્વભાવ નથી, અને તેનો કર્તા આત્મા નથી. ચોથા ગુણસ્થાને ધર્મીને જે અંશે અકંપનરૂપ દશા પ્રગટ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
થઈ છે તેમાં તે કંપનદશાનો અભાવ છે. શું કીધું ? નિષ્ક્રિયત્વશક્તિના પરિણમનમાં જેટલી અકંપતા થઈ છે તે દ્રવ્યની પર્યાય છે, અને કર્મના નિમિત્તે જેટલી કંપન દશા છે તેનો અકંપનદશામાં અભાવ છે. નિર્મળ પર્યાય પ્રગટી તેમાં વ્યવહા૨નો અભાવ છે; આ અનેકાન્ત છે, આ સ્યાદ્વાદ છે. નિષ્કપશક્તિનું પરિણમન ભાવરૂપ છે, તેમાં સમસ્ત કર્મનો અભાવ છે. માર્ગ ઝીણો છે ભાઈ! લોકોને અભ્યાસ નથી, બહારના સંસારમાં રખડવાના લૌકિક અભ્યાસમાં જીવન વ્યતીત કરે છે; પણ આ તો જિંદગી (વ્યર્થ ) ચાલી જાય છે ભાઈ !
અમે તો નાની ઉંમરમાં સાત ચોપડી સુધી અભ્યાસ કરી લૌકિક ભણવાનું છોડી દીધું હતું; તેમાંય સાતમી ચોપડીની પરીક્ષા આપી ન હતી. તે વખતે અમારા એક મિત્ર સાથે ભણતા. તે કેટલાક વર્ષ બાદ અમને ભાવનગર ભેગા થઈ ગયા. ત્યારે અમે તેમને પૂછ્યું–“હાલ તમે શું કરો છો?” તો તેમણે જવાબ દીધેલો–“હું તો હજી અભ્યાસ કરું છું” લ્યો, બાવીસ-બાવીસ વર્ષ સુધી અભ્યાસ કર્યા કરે! સમયસારકળશમાં આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવ તો કહે છેઆ તત્ત્વજ્ઞાનનો છ માસ તો અભ્યાસ કર. અરે, તું પોતે અંદર ૫૨માત્મા છે તેની એક વાર છ માસ લગની લગાવી દે. અહાહા...! પ્રભુ, લાગી લગન હમારી! એક વાર લગન લાગી પછી શું કહેવું? અંદર આલાદભર્યો ચૈતન્યનો સ્વાનુભવ પ્રગટ થાય છે. આ બીજા (અરિહંતાદિ) પરમાત્માની લગની લાગે તે પરિણામ તો રાગ છે, પણ અંદર નિજ પ૨માત્મસ્વરૂપ આત્મા છે તેની લગની લાગે તો ૫૨મ આલ્હાદકારી, ૫૨મ કલ્યાણકારી સમકિત પ્રગટ થાય છે; અને ત્યારે સર્વ કર્મનો અભાવ થતાં જે ચૌદમા ગુણસ્થાને અયોગીદશા પ્રગટ થાય છે તેનો એક અંશ પ્રગટ થઈ જાય છે.
અહાહા...! અનંતમહિમાનિધાન પ્રભુ આત્મા છે. યથાર્થમાં એનો મહિમા ભાસે તો શી વાત! સમયસાર નાટકમાં છેલ્લે જીવ-નટનો મહિમા કહ્યો છે. ત્યાં કહ્યું છે-“ જીવરૂપી નટની એક સત્તામાં અનંત ગુણ છે, પ્રત્યેક ગુણમાં અનંત પર્યાયો છે, પ્રત્યેક પર્યાયમાં અનંત નૃત્ય છે, પ્રત્યેક નૃત્યમાં અનંત ખેલ છે, પ્રત્યેક ખેલમાં અનંત કળા છે, અને પ્રત્યેક કળાની અનંત આકૃતિઓ છે, -આ રીતે જીવ ઘણું જ વિલક્ષણ નાટક કરનાર છે.” પંડિત શ્રી દીપચંદજીએ પણ શક્તિના વર્ણનમાં ઘણો મહિમા કર્યો છે. અહાહા...! આવા નિજ ચૈતન્યમાત્ર આત્માનો મહિમા જાણી અંતર સન્મુખ પરિણમે તેનું શું કહેવું? એથી તો જીવ સર્વ કર્મોનો અભાવ કરી પૂર્ણ નિષ્ક્રિય-નિષ્કપ, અભૂતપૂર્વ સિદ્ધપદને પામે છે. આવી વાત છે.
એક બીજો ન્યાયઃ શુભભાવ છે તેમાં શુદ્ધતાનો અંશ ગર્ભિત છે. જ્ઞાનનો અંશ વધીને કેવળજ્ઞાન થાય છે તેમ શુભમાં શુદ્ધનો અંશ છે તો તે વધીને યથાખ્યાત ચારિત્ર થાય છે. શુભમાં જો ગર્ભિત શુદ્ધતાનો અંશ ન હોય તો શુભરાગ વધીને કાંઈ યથાખ્યાત ચારિત્ર પ્રગટ થશે ? ના, થઈ શકે નહિ. માટે શુભયોગમાં ગર્ભિત શુદ્ધતા રહેલી છે એમ સિદ્ધ થાય છે.
હા, પણ તે કોને લાગુ પડે? જેને ગ્રંથિભેદ થાય તેને. જેને રાગની એકતા તૂટી ગઈ છે તેને શુભમાં જે ગર્ભિત શુદ્ધતા પડી છે તે વધીને યથાખ્યાત ચારિત્રરૂપે પ્રગટ થાય છે. જ્ઞાનની શુદ્ધિ વધે માટે ચારિત્રની શુદ્ધિ વધે એમ છે નહિ. આ વાત પં. શ્રી બનારસીદાસે ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠીમાં કરી છે. ત્યાં કહ્યું છે-વિશેષ એટલું કે ગર્ભિત શુદ્ધતા એ પ્રગટ શુદ્ધતા નથી, એ બન્ને ગુણની ગર્ભિત શુદ્ધતા જ્યાં સુધી ગ્રંથિભેદ થાય નહિ ત્યાં સુધી મોક્ષમાર્ગ સાધે નહિ, પરંતુ (જીવન) ઉર્ધ્વતા કરે, અવશ્ય કરે જ, (પણ મોક્ષમાર્ગના કારણરૂપ તે ન થાય). એ બન્ને ગુણોની ગર્ભિત શુદ્ધતા જ્યારે ગ્રંથિભેદ થાય ત્યારે એ બન્નેની શિખા ફૂટે અને ત્યારે એ બન્ને ગુણ ધારાપ્રવાહરૂપે મોક્ષમાર્ગ તરફ ચાલે.
પં. બના૨સીદાસ ‘૫રમાર્થ વનિકા' ને અંતે કહે છે-“(તત્ત્વ) વચનાતીત, ઇન્દ્રિયાતીત, જ્ઞાનાતીત છે તેથી આ વિચારો બહુ શા લખવા? જે જ્ઞાતા હશે તે થોડું લખેલું (પણ) બહુ સમજશે. જે અજ્ઞાની હશે તે આ ચિઠ્ઠી સાંભળશે ખરો, પરંતુ સમજશે નિહ. આ વનિકા જેમ છે તેમ–(યથાયોગ્ય )–સુમતિપ્રમાણ કેવળી–વચનાનુસાર છે. જે જીવ આ સાંભળશે, સમજશે, શ્રદ્ધશે, તેને કલ્યાણકારી છે-ભાગ્યપ્રમાણ ”. અહાહા...! જુઓ તો ખરા! આ કાળમાં કેવળજ્ઞાની તો અહીં છે નહિ, ને વિદેહમાં ભગવાન પાસે તો ગયા નથી, છતાં વાણીમાં આટલું જોર ? તો કહે છે-હા, સમ્યગ્દર્શન થતાં આવી દૃઢતા આવી જાય છે. અમે વિદેહમાં ભગવાન પાસે ગયા નથી, પણ અમારા ભગવાન આત્મા પાસે ગયા છીએ તેના જોરથી ખૂબ દૃઢતાથી અમે આ વાત કરીએ છીએ કે અમારી આ વાત કેવળી વચનાનુસાર છે.
અહો ! દિગંબર સંતોની તો બલિહારી છે, સાથે સમકિતી ગૃહસ્થોનીય બલિહારી છે. હવે આમાંય કેટલાક પંડિતો અત્યારે વિરોધ કરે છે. તેમને તત્ત્વના સ્વરૂપની ખબર નથી, એટલે પોતાની દૃષ્ટિ પ્રમાણે મેળ ન ખાય એટલે વિરોધ કરે છે. પણ અરે ભાઈ! સમ્યગ્દષ્ટિ-ચોથા ગુણસ્થાનવર્તી ધર્મી-જીવની વાણી હો કે પાંચમા કે છઠ્ઠા ગુણસ્થાનવર્તી સંતોની વાણી હો, તેમનાં તત્ત્વજ્ઞાનનાં બધાંય થન કેવળીવચનાનુસાર છે, તેમાં કોઈ ફરક હોતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૨૩-નિષ્ક્રિયત્વશક્તિ : ૧૨૧
ચોથા ગુણસ્થાનમાં સમ્યગ્દષ્ટિ જીવને નિષ્ક્રિયત્વશક્તિની નિષ્કપ દશા અંશે પ્રગટ થઈ જાય છે. અહાહા...! મેરુ હલે તો પ્રદેશ લે–એવી નિષ્કપ દશાનો એક અંશ જ્ઞાનીને પર્યાયમાં પ્રગટ થાય છે; તેમાં કર્મનિમિત્તક કંપનનો અભાવ છે. નિષ્કપ પર્યાયો ક્રમવર્તી પ્રગટ થાય છે, અને ગુણો અમે રહે છે, તે ક્રમ અને અક્રમના સમુદાયને આત્મા કહેવામાં આવેલ છે. આત્માના સ્વભાવમાં તો અકંપપણું-અક્રિયપણું ત્રિકાળ છે; અહીં પર્યાયમાં એકદેશ અકંપતા જ્ઞાનીને વ્યક્ત થાય છે એની વાત છે. પર્યાયમાં જેટલું કંપન રહ્યું છે તેનો આ અકંપદશામાં અભાવ છે.
શાસ્ત્રમાં ચૌદમા ગુણસ્થાને અકંપદશા કહી છે એ પૂર્ણ અકંપતાની વાત છે; ને તેથી તેરમા ગુણસ્થાનમાં સયોગદશા કહેવામાં આવી છે. ધર્મીને-સમકિતીને સમ્યગ્દર્શન પ્રગટ થતાં દૃષ્ટિમાં સર્વ કર્મનો અભાવ છે, નિકંપન પર્યાયમાં કર્મનો અભાવ છે, ને કર્મના નિમિત્તે જે કંપન છે તેનો પણ અકંપનદશામાં અભાવ છે. ઓહો...! બહુ સૂક્ષ્મ ગંભીર વાત. દષ્ટિનો વિષય બહુ સૂક્ષ્મ છે ભાઈ! અહા! દિગંબર સંતો સિવાય આવી વાત કયાંય છે નહિ. દ્રવ્યગુણમાં તો ત્રિકાળ કંપનનો અભાવ છે, ને દ્રવ્યની દૃષ્ટિ થયે સમકિતીને નિમિત્ત કર્મના સંગે જે કંપન બાકી છે તેનો તેની અંશરૂપ અકંપનદશામાં અભાવ છે. આવો અદ્દભુત મારગ
બાપુ !
પ્રશ્ન:- ગુરુદેવ, આપે તો બધાને નિષ્કપ બનાવી દીધા !
ઉત્તર:- પ્રત્યેક આત્મા નિષ્કપસ્વરૂપ જ છે ભાઈ ! નિષ્કપતા-નિષ્ક્રિયતા તો આત્માનો ત્રિકાળી સ્વભાવ છે. સક્રિયપણું-કંપનપણું એ કાંઈ આત્માનું સ્વસ્વરૂપ નથી. અહાહા...! ત્રિકાળ નિષ્ક્રિય એક જ્ઞાયકભાવ એવા નિજ આત્મદ્રવ્યનો અનુભવ થતાં પર્યાયમાં અકંપપણાનું પરિણમન થાય છે. અહાહા...! તે અકંપપણું કા૨ણ અને કંપન તેનું કાર્ય એમ નથી, તેમ જ કંપન કારણ અને અકંપન તેનું કાર્ય એમ પણ નથી. કંપન સાધકદશામાં છે ખરું, પણ અકંપનરૂપ જે પરિણમન થયું તેમાં કંપનનો અભાવ છે. શુદ્ધોપયોગ છે તેમાં અશુદ્ધોપયોગનો અભાવ છે. લ્યો, આવી આત્મદૃષ્ટિ થવી તે નિષ્કંપ થવાનો માર્ગ છે. સમજાણું કાંઈ... ?
ભગવાન ! તારામાં અનંત ગુણ ભર્યા છે; તેમાં એક અકંપન ગુણ છે. આ અકંપન ગુણનું અનંત ગુણમાં રૂપ છે; તેથી સર્વ ગુણો અકંપસ્વરૂપ છે. કોઈ ગુણ ધ્રુજતા નથી. શાસ્ત્રમાં એક જગ્યાએ એમ વાત આવી છે કે જોગનું કંપન છે તેમાં ધર્માસ્તિકાય નિમિત્ત નથી, કેમકે કંપનમાં ધર્માસ્તિકાયનું નિમિત્ત માનવામાં આવે તો અકંપનમાં અધર્માસ્તિકાયનું નિમિત્ત માનવું પડે; પણ એમ છે નહિ. માટે કંપનમાં ધર્માસ્તિકાય નિમિત્ત નથી. ધર્માસ્તિકાય તો ગતિમાં નિમિત્ત છે, ને કંપન તો કર્મકૃત ઔપાધિભાવ છે. આવો મારગ બહુ ઝીણો! કોઈ પ્રબળ પુરુષાર્થી જીવ જ પામે છે. આવે છે ને કે
પ્રભુનો મા૨ગ છે શૂરાનો, નહિ કાય૨નું કામ જો ને રાગમાં રાચનારા કાયર પુરુષોને આ વીતરાગનો મારગ પ્રાપ્ત થતો નથી. શ્રીમદ્દે પણ લખ્યું છે ને કેવચનામૃત વીતરાગનાં, ૫૨મ શાંતસ મૂળ; ઔષધ જે ભવોગનાં, કાયરને પ્રતિકૂળ.
રે ગુણવંતા શાની, અમૃત વ૨સ્યાં રે પંચમ કાળમાં...
અહો ! દિગંબર સંતોએ પંચમ કાળમાં અમૃતની ધારા વરસાવી છે. એકેક શક્તિમાં કેટલું ભર્યુ છે? આ તો યથાશક્તિ વાત આવે છે. મુનિવરોના ક્ષયોપશમની અને અંતરદશાની તો શી વાત ! અહાહા...! ભગવાન કેવળીની દિવ્યધ્વનિમાં આ વાત આવે, ને ત્રણ જ્ઞાનના ધણી, એકભવતારી ઇન્દ્રો સાંભળવા આવે તે વાત કેવી હોય પ્રભુ! અહીં આ અનેકાન્ત સિદ્ધ કર્યું કે-અકંપશક્તિના પરિણમનમાં જે અકંપપણું પ્રગટ થયું તેમાં કર્મ અને કર્મકૃત કંપનનો અભાવ છે. અકંપનદશા ભાવરૂપ છે, ને તેમાં કંપનનો અભાવ છે. અકંપન પણ છે, ને કંપન પણ છે એવું સ્વાનુભવની સ્વરૂપદષ્ટિમાં છે નહિ. આત્મામાં કંપન છે જ નહિ.
ઉપર આવી ગયું છે કે ક્રમવર્તી પર્યાય અને અક્રમવર્તી ગુણનો સમુદાય તે આત્મા છે. અહીં ક્રમવર્તી પર્યાયમાં નિર્મળતાના ક્રમની વાત છે. અક્રમવર્તી ગુણ તો ત્રિકાળ નિર્મળ છે જ, તેની ક્રમવર્તી અકંપનની દશાય નિર્મળ છે. કંપન આત્માની ચીજ છે એ વાત અહીં સ્વીકારી જ નથી; કેમકે કંપન આત્માના સ્વભાવનું કાર્ય નથી. જ્ઞાનની અનુભૂતિમાં જ્ઞાનીને કંપનનો અનુભવ નથી. અહાહા... કંપન વગરનો અકંપસ્વભાવી નિષ્ક્રિય પ્રભુ આત્મા છે, અને સર્વ કર્મોનો નાશ થતાં આત્માનો અકંપસ્વભાવ સાક્ષાત્ પ્રગટ થાય છે; સિદ્ધદશામાં તે સાદિ-અનંત અવિચલ સ્થિર-સ્થિર રહે છે.
હૈ ભાઈ! તારા આત્માના ત્રિકાળી એક નિષ્ક્રિય જ્ઞાનસ્વભાવ સામે જો, તારી અનંત શક્તિઓનું નિર્મળ
નિર્મળ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ પરિણમન થઈ, પર્યાયમાંથી કંપ છૂટી, તને સાદિ-અનંત અકંપ એવી પૂર્ણ સિદ્ધદશા પ્રગટશે. લ્યો, -
આ પ્રમાણે અહીં તેવીસમી નિષ્ક્રિયત્નશક્તિ પૂરી થઈ.
૨૪: નિયતપ્રદેશવશક્તિ “જે અનાદિ સંસારથી માંડીને સંકોચવિસ્તારથી લક્ષિત છે અને જે ચરમ શરીરના પરિમાણથી કાંઈક ઊણા પરિમાણે અવસ્થિત થાય છે એવું લોકાકાશના માપ જેટલા માપવાળું આત્મ-અવયવપણું જેનું લક્ષણ છે એવી નિયતપ્રદેશત્વશક્તિ. (આત્માના લોકપરિમાણ અસંખ્ય પ્રદેશો નિયત જ છે. તે પ્રદેશો સંસાર-અવસ્થામાં સંકોચવિસ્તાર પામે છે અને મોક્ષઅવસ્થામાં ચરમ શરીર કરતાં કાંઈક ઓછા પરિમાણે સ્થિત રહે છે. )
જુઓ, સમયસારમાં આ શક્તિનો અધિકાર ચાલે છે. શક્તિ એટલે શું? કે ભગવાન આત્મા જ્ઞાયકસ્વભાવમાત્ર વસ્તુ છે તે દ્રવ્ય છે. તેમાં અનંત સ્વભાવ નામ ગુણ છે. ગુણ કહો કે શક્તિ કહો, તે એક જ વસ્તુ છે. આત્મા દ્રવ્ય તરીકે અભેદ એક છે, અને શક્તિએ (ભેદથી) અનંત છે. આ અનંતનો (અનંત ગુણનો) કથનવિસ્તાર કેમ કરી શકાય? એટલે આચાર્યદવે અહીં ૪૭ શક્તિનું વર્ણન કર્યું છે. એમ તો આત્મામાં સામાન્ય ગુણો અનંત છે, ને વિશેષ ગુણો પણ અનંત છે. તે અનંત ગુણનો વિસ્તાર કરવા જાય તો અનંત કાળેય પાર ન આવે, વળી શબ્દો પણ સીમિત છે, ને જ્ઞાન (ક્ષાયોપથમિકશાન) ની પણ મર્યાદા છે. તેથી ટૂંકામાં આચાર્ય ભગવાને અહીં ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે.
અહાહા...! ભગવાન આત્મા પરમ પવિત્ર શુદ્ધ ચૈતન્યમય અનંતગુણરત્નાકર છે. ઓહો ! શુદ્ધ ચૈતન્ય શક્તિઓનો સાગર પ્રભુ આત્મા છે. અહા ! તેનો અપરિમિત મહિમા છે; ક્ષેત્ર ભલે શરીર પ્રમાણ હોય, પણ તેના પવિત્ર શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં પરિમિતતા નથી, મર્યાદા નથી. અહાહા...! એકેક શક્તિમાં અનંત અનંત સામર્થ્ય ભર્યું છે. આવી અનંત શક્તિઓનું એકરૂપ, અભેદ ચિત્માત્ર સ્વરૂપ તે ભગવાન આત્મા છે. ભાઈ ! અહીં શક્તિનું વર્ણન તો પૂરણ એક અભેદને સમજવા માટે છે. તેથી આ શક્તિ અને આ શક્તિવાન-એવો જે ભેદ છે તેનું લક્ષ દૂર કરી ત્રિકાળી અભેદ એક જ્ઞાયકની દષ્ટિ કરતાં શક્તિનું નિર્મળ નિર્મળ પરિણમન થઈને તેનો સ્વાદ આવે છે. જ્ઞાનનો
સ્વાદ, દર્શનનો સ્વાદ, સુખનો સ્વાદ, જીવત્વનો સ્વાદ-એમ અનંત શક્તિના એકરૂપનો પર્યાયમાં સ્વાદ આવે છે. આનું નામ સમ્યગ્દર્શન છે. સમજાય છે કાંઈ...?
પ્રશ્ન:- આ સ્વાદ શું છે?
ઉત્તર:- સ્વાનુભવ થતાં નિજ જ્ઞાનાનંદ સ્વરૂપનું વદન થાય છે તેને સ્વાદ કહે છે. આ દાળ, ભાત, લાડવા ખાય ત્યાં સ્વાદ આવે છે તે જડનો સ્વાદ તો આત્માને આવતો નથી. તે જડ પદાર્થનું લક્ષ કરીને આ ઠીક છે એવી જે રાગની વૃત્તિ ઉઠ છે તેનો તેને સ્વાદ આવે છે. વીંછી કરડે ત્યાં વીંછીના ડંખનું-જડનું એને વેદન નથી, પણ તેના પ્રત્યે જે અણગમો-દ્વેષ થાય છે તે દ્વેષનું તેને વેદન છે. ભગવાન આત્મા અરૂપી ચૈતન્ય દ્રવ્ય છે, તેને જડ પદાર્થોનો સ્વાદ કે વેદન ન હોય; પણ પોતાના સ્વભાવનું લક્ષ છોડી, અનુકૂળ ચીજમાં રાગ કરે ને પ્રતિકૂળ ચીજમાં ઢષ કરે, ત્યાં તેને પર્યાયમાં રાગદ્વેષનો કલુષિત સ્વાદ આવે છે. અરે ! એણે પોતાનું જ્ઞાનાનંદ સ્વરૂપ છે તેનો અકષાયી નિરાકુલ સ્વાદ કદીય લીધો નહિ!
આત્માનું ક્ષેત્ર શરીરપ્રમાણ છે, પણ તેની શક્તિનું સામર્થ્ય તો અપરિમિત અનંત છે. અહાહા...! સંખ્યાએ શક્તિઓ અનંત અને એકેક શક્તિનું સામર્થ્ય પણ અમાપ... અમાપ. અપરિમિત અનંત છે. જુઓ, લોકની બધી બાજુએ આકાશ અનંત અનંત વિસ્તરેલું છે. આ આકાશના પ્રદેશો અનંત છે. પ્રદેશ એટલે શું? કે એક પરમાણુ આકાશના જેટલા ક્ષેત્રને રોકે તેને પ્રદેશ કહે છે. આકાશના આવા અનંત અનંત પ્રદેશ છે, અને તેનાથી અનંત ગુણા ગુણ એકેક જીવદ્રવ્યમાં ત્રિકાળ છે. ભાઈ ! સ્વભાવ છે તેને ક્ષેત્રની મહત્તા સાથે સંબંધ નથી. સ્વભાવમાં તો તેની બેહદ શક્તિ-સામર્થ્યની મહત્તા છે. એકેક જીવમાં આવી અનંત સામર્થ્યયુક્ત ત્રિકાળી અનંત શક્તિઓ છે. તેમાં અહીં નિયતપ્રદેશવશક્તિનું વર્ણન ચાલે છે.
પ્રત્યેક શક્તિ દ્રવ્ય-ગુણમાં ત્રિકાળ વ્યાપક છે, અને પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિ થયે તે પર્યાયમાં વ્યાપક થાય છે. ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા પોતે છે તેનો સ્વીકાર અને સત્કાર થયે “હું ત્રિકાળી સત્ છું, એમ પ્રતીતિ થઈને પર્યાયમાં તેનું પરિણમન થાય છે, પર્યાયમાં તેનો સ્વાદ આવે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪-નિયતપ્રદેશત્વશક્તિ : ૧૨૩ આત્માની એકેક શક્તિમાં અનંત સામર્થ્ય છે. એકેક શક્તિની અનંતી પર્યાયો છે. આમ અનંત શક્તિની ઉત્પાદ–વ્યયરૂપ ક્રમવર્તી પર્યાયોને અક્રમવર્તી અનંત ગુણો-એમનો સમુદાય તે આત્મા છે. પ્રત્યેક શક્તિ સહજભાવરૂપ પારિણામિકભાવે છે. તેનું ભાન થતાં ક્રમવર્તી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. તે ઔપથમિકભાવરૂપ, ક્ષાયોપથમિકભાવરૂપ વા ક્ષાયિકભાવરૂપ છે, ઔદયિકભાવનો તેમાં અભાવ છે. આ શક્તિના અધિકારમાં વિકારી ભાવની વાત જ લીધી નથી, કેમકે વિકાર તે કાંઈ શક્તિનું કાર્ય નથી.
આત્મામાં અનંત શક્તિઓ અક્રમે ત્રિકાળ છે; તેમાં એક નિયત પ્રદેશવશક્તિ ત્રિકાળ છે. એટલે શું? આત્માના ક્ષેત્રમાં અસંખ્ય પ્રદેશો નિયત છે. અહાહા...! જે ક્ષેત્રમાં ચૈતન્યના અનંતગુણનો પ્રકાશ ઉઠ છે તે આત્માના પ્રદેશોની સંખ્યા નિયત છે. અહીં અસંખ્ય પ્રદેશને નિયત કહેલ છે; અન્યથા અસંખ્ય પ્રદેશને વ્યવહાર કહેવામાં આવે છે. પંચાસ્તિકાયની ગાથા ૩રની ટીકામાં જીવનું ક્ષેત્ર એક પ્રદેશવાળું કહેલ છે. ત્યાં કહ્યું છે “જીવો ખરેખર અવિભાગી-એકદ્રવ્યપણાને લીધે લોકપ્રમાણ-એકપ્રદેશવાળા છે” જુઓ, આમાં શું અપેક્ષા છે? કે અસંખ્ય પ્રદેશના ભેદનો નિષેધ કરી જીવને અવિભાગી-એકદ્રવ્યપણાને લીધે લોકપ્રમાણ એક પ્રદેશી કહેલ છે. અસંખ્યપ્રદેશો એક દ્રવ્યમય અભેદ એકરૂપ છે એમ ત્યાં વાત લેવી છે, ત્યારે અહીં, પ્રદેશોની સંખ્યા છે તે ત્રિકાળ નિયત છે, તેમાં વધઘટ નથી તેથી, અસંખ્ય પ્રદેશ નિયત છે એમ કહ્યું છે. આ રીતે પંચાસ્તિકાયમાં એક પ્રદેશી જીવ દ્રવ્ય કહ્યું ને અહીં નિયત-અસંખ્ય પ્રદેશી જીવ દ્રવ્ય કહ્યું એ બેઉ કથનમાં વિરોધ નથી, અવિરોધ છે; માત્ર વિવક્ષાભેદ છે, અપેક્ષાથી બન્ને કથન બરાબર છે.
કળશટીકામાં અસંખ્ય પ્રદેશ એકરૂપ છે, ને તેમાં ભેદ પાડવો તે વ્યવહાર છે એમ કહ્યું છે. કળશ ૨૫રમાં આ વાત કરી છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની ત્યાં વાત છે. ત્યાં એકરૂપ વસ્તુને સ્વદ્રવ્ય કહ્યું છે, અને “આ દ્રવ્ય, આ ગુણ –એમ ભેદ પાડવો તેને પરદ્રવ્ય કહ્યું છે. અસંખ્ય પ્રદેશ એકરૂપ છે તે સ્વક્ષેત્ર છે અને તેમાં “આ પ્રદેશ, આ પ્રદેશ ’-એવો ભેદ પાડી લક્ષમાં લેવું તેને પરક્ષેત્ર કહ્યું છે. ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય ભૂતાર્થ અભેદ એકાકાર તે સ્વકાળ છે, ને પર્યાયનો ભેદ પાડી તેનું જ્ઞાન કરવું તેને પરકાળ કહ્યો છે. અનંત શક્તિ-અનંત સ્વભાવરૂપ એક ભાવ તે સ્વ-ભાવ છે, અને એકેક શક્તિનો ભેદ પાડી તેને લક્ષમાં લેવી તેને પરભાવ કહ્યો છે. હવે આવી વાત જરા ધીરજ રાખી ધ્યાન દઈને સાંભળે તો બધો મિથ્યા આગ્રહું મટી જાય એવી આ વાત છે. ભાઈ ! આ કલ્પિત વાત નથી બાપુ! આ તો ભગવાન કેવળીઓના પ્રવાહથી ચાલી આવતી વાણી છે. ભેદને છોડી, અભેદને પકડવાના પુરુષાર્થને જગાડનારી આ અમૃતવાણી છે. ભાઈ ! ભેદ છે તે અભેદને સમજવા પૂરતો છે, બાકી ભેદ દષ્ટિનો વિષય નથી.
અહાહા...! આત્મા અનંત ગુણસ્વભાવોનો એકરૂપ ચૈતન્ય સ્વયંભૂ ભગવાન છે. સ્વયંભૂરમણ નામનો છેલ્લો સમુદ્ર છે, તેનો અસંખ્ય યોજનમાં વિસ્તાર છે. તેના તળિયે રેતી નથી, રત્ન ભર્યા છે. તેમ આત્માનું અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે, તેમાં એકેક પ્રદેશે અનંત ગુણરૂપી ચૈતન્યરત્નો ભર્યા છે. અહાહા.! એવા અનંતભાવરૂપ ત્રિકાળી એક ભાવ તે સ્વ-ભાવ કહેવાય, ને તેમાં એકેક ગુણ-શક્તિનો ભેદ પાડવો–આ જ્ઞાન, આ સુખ, એમ ભેદ પાડવો તેને પરભાવ કહેવામાં આવે છે. વાસ્તવમાં જે સ્વદ્રવ્ય છે તે જ સ્વક્ષેત્ર છે, તે જ કાળ છે ને તે જ સ્વભાવ છે. આમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના ભેદ રહિત ભગવાન આત્મા સ્વયંભૂ આનંદકંદ પ્રભુ છે તે અકષાય, વીતરાગસ્વભાવથી ભરેલો શુદ્ધ સ્વદ્રવ્ય છે. અહાહા...! આત્મા ચૈતન્ય-અમૃતનો પિંડ પ્રભુ છે. ભાઈ ! સમજાય એટલું સમજો બાપુ! આ તો વીતરાગનો મારગ છે; ભેદનું લક્ષ દૂર કરી અભેદ એક ત્રિકાળીને લક્ષમાં લેતાં તે પ્રાપ્ત થાય છે. એને ધર્મ કહો કે મોક્ષનો મારગ કહો, એક જ વાત છે. જેમ કેરીમાં જે વર્ણ છે તે જ ગંધ, તે જ રસ અને તે જ સ્પર્શ છે. ભેદને લક્ષમાં ન લઈએ તો આખી ચીજ વર્ણ-ગંધ-રસ-સ્પર્શમય છે; તેમ ભગવાન આત્મા ચિન્માત્ર અભેદ એક દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવમય છે. અહાહા...! આવા અભેદની દૃષ્ટિ તે દ્રવ્યદૃષ્ટિ અને દ્રવ્યદૃષ્ટિ તે સમ્યગ્દષ્ટિ. સમજાણું કાંઈ ?
અહીં કહે છે-અનાદિ સંસારથી માંડીને સંકોચવિસ્તારથી લક્ષિત એવું લોકાકાશના માપ જેટલા માપવાળું આત્મ-અવયપણું જેનું લક્ષણ છે એવી એક નિયતપ્રદેશવશક્તિ આત્મામાં ત્રિકાળ પડી છે. આત્મામાં જે અસંકુચિતવિકાસત્વશક્તિ છે તે જુદી ચીજ છે, ને આ સંકોચવિસ્તારથી લક્ષિત જે નિયતપ્રદેશત્વશક્તિ છે તે જુદી ચીજ છે.
અસંકુચિતવિકાસત્વશક્તિનું સ્વરૂપ તો એવું છે કે જેમાં સંકોચનો અભાવ છે એવો પર્યાયમાં ગુણનો અપરિમિત વિસ્તાર થાય તે અસંકુચિતવિકાસત્વશક્તિ છે. અહાહા...! પૂર્ણ દ્રવ્ય, પૂર્ણ ક્ષેત્ર, પૂર્ણ કાળ અને પૂર્ણ ભાવ-એ બધાને સંકોચ રહિત પૂર્ણ વિકાસરૂપ શક્તિના સામર્થ્યથી જાણે એવી જીવમાં અસંકુચિતવિકાસત્વશક્તિ છે. અહાહા...! જેમાં સંકોચ નહિ, પરિમિતતા નહિ એવો જ્ઞાનાદિમાં પૂર્ણ વિકાસ થાય, એવી અસંકુચિતવિકાસત્વશક્તિ છે. લોકોને આવી વાત મળે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
નહિ એટલે તેઓ બહારમાં-ક્રિયાકાંડમાં રોકાઈ જાય છે; પણ ભાઈ, નિજ સ્વરૂપની ઓળખાણ વિના એ બધું કાંઈ જ નથી; થોથાં છે. જ્યાં સુધી ક્રિયાકાંડમાં-રાગમાં મૂઢપણે રોકાઈ રહે ત્યાં સુધી સ્વાનુભવ થવો સંભવિત નથી.
અહાહા...! ભગવાન આત્મા મૂઢ નથી; તેના જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણ શક્તિએ અમૂઢ છે. ભાઈ! આત્મામાં અમૂઢ સ્વભાવનો પાર નથી. અહાહા...! ધર્મી-જ્ઞાની એમ અનુભવે છે કે–હું અપરિમિત અનંત શક્તિઓથી ભરેલો ચિદાનંદકંદ પ્રભુ અમૂઢ છું અહાહા...! એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જાણે એવી અનંત પર્યાયોનો પિંડ જ્ઞાન ગુણ મારામાં પડયો છે; અહાહા...! પૂર્ણાનંદની પ્રતીતિરૂપ સાદિ-અનંત પર્યાયોનો પિંડ શ્રદ્ધા ગુણ મારામાં પડયો છે; એક સમયમાં નિર્બાધ અનંત આનંદને આપે એવી સાદિ-અનંત આનંદની પર્યાયોનો પિંડ આનંદ ગુણ મારામાં પડયો છે. અહાહા...! આવા અનંત ગુણનો રત્નાકર પ્રભુ હું આત્મા છું. અરે, આવા પોતાના આત્માને ભૂલી, હૈ જીવ ! તું આ આકુળતાની ભઠ્ઠીના વેદનમાં કયાં રોકાઈ ગયો !
અહાહા...! પૂર્ણાનંદ-સચ્ચિદાનંદસ્વરૂપ ચૈતન્યચમત્કારમય પ્રભુ આત્મા છે. તેનો અંતરમાં સ્વીકાર અને સત્કાર કર્યો તેની પર્યાયમાં જ્ઞાન ને આનંદનો સ્વાદ આવે છે. કહ્યું છે ને કે
રસસ્વાદત સુખ ઉપજૈ, અનુભવ તાકો નામ.’
અહાહા...! ત્યાં વર્તમાનમાં જે આનંદ પ્રગટ થયો તે ભવિષ્યના પૂર્ણ આનંદનું કારણ છે. વર્તમાન પ્રગટ જ્ઞાન ને આનંદની દશાને પૂર્ણ આનંદનું કારણ કહેવું તે વ્યવહારથી છે. વાસ્તવમાં તો એક સમયમાં જે પૂર્ણ આનંદની દશા પ્રગટ થઈ તે તત્સમયની ષટ્કારકની પરિણતિથી પ્રગટ થઈ છે. ભાઈ ! પૂર્વની મોક્ષમાર્ગની પર્યાયનો વ્યય થયો માટે અહીં કેવળજ્ઞાન પ્રગટ થયું એમ વાસ્તવમાં નથી, એમ કહેવું એ વ્યવહાર છે; કેમકે ઉત્પાદ છે તે કાંઈ વ્યયની અપેક્ષા રાખતો નથી. પૂર્વ પર્યાયનો વ્યય છે, વર્તમાન પર્યાયનો ઉત્પાદ છે; તથાપિ ઉત્પાદને વ્યયની અપેક્ષા નથી. ઝીણી વાત છે ભાઈ! કેવળજ્ઞાનની એક સમયની પર્યાય તે કર્તા, જે પર્યાય પ્રગટી તે કર્મ, તે પર્યાય જ કરણ અર્થાત્ સાધન, પૂર્વની ચાર જ્ઞાનની પર્યાયનો વ્યય તે સાધન એમ નહિ, જે પર્યાય પ્રગટી તે પોતામાં જ રાખી તે સંપ્રદાન, પર્યાય પોતામાંથી થઈ તે અપાદાન, અને પર્યાયનો આધાર તે પર્યાય તે અધિકરણ-આમ પોતાના ષટ્કારકના પરિણમનથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. પૂર્વની ચાર જ્ઞાનની પર્યાયનો વ્યય થયો માટે કેવળજ્ઞાન ઉપજ્યું એમ કહેવું એ વ્યવહારનું કથન છે. અભાવ થઈને ભાવ થયો તો તે ભાવ કયાંથી આવ્યો? અભાવમાંથી નહિ, પણ દ્રવ્યમાં સર્વજ્ઞત્વ આદિ શક્તિ તેના નિયત પ્રદેશમાં ત્રિકાળ પડી છે અને તેમાંથી શક્તિવાન દ્રવ્યનો આશ્રય લેતાં પર્યાયમાં કેવળજ્ઞાન આદિ પૂર્ણ દશા પ્રગટ થાય છે. આવી સૂક્ષ્મ વાત છે.
:
અહીં નિયતપ્રદેશત્વશક્તિની વાત ચાલે છે. કહે છે-આત્માના પ્રદેશની સંખ્યા નિયત-લોકપ્રમાણ અસંખ્ય છે. અહીં પ્રદેશની સંખ્યાને નિયત-નિશ્ચય કહેલ છે; પંચાસ્તિકાયમાં અસ્તિકાય દ્રવ્યની સિદ્ધિ કરવી છે તેથી ત્યાં પ્રદેશની એકરૂપતાની વાત કરી છે. આવી વાત! હવે પોતે કેવો અને કેવડો છે તે બહુ ગરજ કરીને, દરકાર રાખીને જાણે નહિ તો ધર્મ કેવી રીતે થાય? અહા! એક રાજાને-બાદશાહને મળવા જવું હોય તો કેટલી તૈયારી કરીને જાય ? તો અહીં તો ભગવાનના ભેટા કરવા જવું છે, તો પછી તેમાં કેટલી તૈયાર જોઈએ ? અનંત અનંત અંતઃપુરુષાર્થની સાથે ભેટ બાંધીને જાય તો ભગવાનના ભેટા થાય. અહાહા...! ત્રણ કાળ ત્રણ લોકને જાણવાનું સામર્થ્ય રાખે, અને તે પણ એક સમયમાં, એવો અનંત શક્તિનો ભંડાર ભગવાન આત્મા સર્વોપરિ ચૈતન્ય બાદશાહ છે. એના ભેટા કરવા જવું છે તો આ બહારની –હીરા, માણેક, મોતીની ભેટ કામ નહિ આવે, અને ક્રિયાકાંડના રાગની ભેટ પણ કામ નહિ આવે; અહા ! એ તો અંતઃપુરુષાર્થ જાગ્રત કરી, એના સ્વભાવની સમીપ જઈને અનુભવ કર્યો તત્કાલ દર્શન દે એવો તે પરમાત્મા છે. માટે હે ભાઈ ! બહારના કોલાહલથી વિરામ પામી અંતર્મુખ થા.
આ બહારના પૈસા આદિ સંયોગ તો પુણ્ય યોગે મળે છે. તે સંયોગ હો કે ન હો; તે જીવને શરણ નથી, ને વ્રતાદિનો રાગ પણ શરણ નથી, એક સમયની પર્યાય પણ શરણ નથી. અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ ચિન્માત્રચિંતામણિ સ્વયમેવ દેવ વિરાજી રહ્યો છે તે એક શરણ છે, તે મંગળ છે ને ઉત્તમ છે. બહારમાં જિનદેવ, જિનગુરુ, જિનધર્મને શરણ, મંગળ ને ઉત્તમ જાણવા તે વ્યવહારથી છે.
અનાદિ સંસારથી માંડીને જીવના પ્રદેશોનો સંકોચવિસ્તાર થાય છે. નિગોદની દશામાં જીવના પ્રદેશોનો સંકોચ થાય તો પણ પ્રદેશોની સંખ્યા ઓછી થતી નથી ને હજા૨ જોજનના મચ્છના શરીરમાં રહેલા જીવના પ્રદેશોનો વિસ્તાર
થાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૨૪-નિયતપ્રદેશત્વશક્તિ : ૧૨૫
તો પણ પ્રદેશોની સંખ્યા વધતી નથી. જીવના પ્રદેશોની સંખ્યા તો ત્રણે કાળ એટલી ને એટલી-અસંખ્ય રહે છે.
જીવ સિદ્ધદશાને પ્રાપ્ત થતાં તેની અવગાહના છેલ્લા શરીરથી કિંચિત્ ન્યૂન જેટલી રહે છે. આ અવગાહના સાદિ-અનંત કાળ રહે છે. સંસારદશામાં અસંખ્ય પ્રદેશોનો સંકોચવિસ્તાર થાય છે તે જાણવાલાયક છે. સંસારદશામાં એકરૂપ અવગાહના રહેતી નથી. કપડાને સંકેલી લેતાં તેના પ્રદેશની સંખ્યા ઘટતી નથી, ને કપડાને પહોળું-ખુલ્લું કરતાં તેના પ્રદેશોની સંખ્યા વધતી નથી; પ્રદેશ જેટલા છે તેટલા જ રહે છે.
જુઓ, નિગોદિયાનું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે અને એક શરીરમાં અનંતા નિગોદના જીવ હોય છે. કેટલા? અનંતા. છ માસ અને આઠ સમયમાં છસો ને આઠ જીવો મુક્તિ પામે છે. અનાદિથી આજ સુધીમાં અનંત પુદ્દગલ પરાવર્તન કાળ વ્યતીત થયો. તે કાળમાં અનંતા જીવ મોક્ષદશાને પામ્યા છે. અહા! તેમની સંખ્યા કરતાં નિગોદના એક શ૨ી૨માંના જીવની સંખ્યા અનંતગુણી છે. ત્યાં નિગોદમાં જીવના પ્રદેશો સંકોચાઈ ગયા છે.
તો શું જીવનો એક પ્રદેશ જેટલો છે તેનાથી સંકોચાઈ જાય છે?
ના, એમ વાત નથી. ત્યાં એકેક પ્રદેશમાં સંકોચ થાય છે એમ વાત નથી. પ્રદેશમાં સંકોચ થતો નથી. પ્રદેશ તો અવિભાગી અંશ છે, તે જેવડો છે તેવડો જ છે, તેમાં સંકોચ ન થાય; પરંતુ સંસારદશામાં જીવના પ્રદેશો સંકેલાય અથવા વિસ્તૃત થાય છે. સર્વ પ્રદેશોની અવગાહના ઓછી-વત્તી થાય છે, પ્રદેશો તો છે તેટલા જ નિયત રહે, અને પ્રદેશ પણ જેવડો છે તેવડો જ રહે છે, માત્ર પ્રદેશો સંકેલાઈ પરસ્પર અવગાહના પામે છે અથવા વિસ્તૃત થાય છે. પ્રદેશોની સંખ્યા તો નિયત અસંખ્ય જ રહે છે. હવે આવી વાત એક સર્વજ્ઞના મારગ સિવાય બીજે કયાં છે ભાઈ ? જીવના અસંખ્યપ્રદેશી ક્ષેત્રની વાત બીજે કયાંય છે જ નહિ.
વેદાંત વગેરે અન્યમતમાં આત્મા શુદ્ધ ચૈતન્ય છે એમ વાત કરી છે, પણ તેનું સ્વરૂપ ત્યાં બરાબર બતાવ્યું નથી. શ્રીમદ્ રાજચંદ્રજીએ વેદાંતના એક અભ્યાસીને પત્ર લખેલ છે કે-“આપણે પદાર્થની વ્યાખ્યા ચાર પ્રકારે કરી શકીએ. કોઈ પણ પદાર્થમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આવા ચાર અંશ હોય છે. આત્મામાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચાર બોલ ઉતારવા જોઈએ.” આત્મા દ્રવ્યે એક છે, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશી છે, કાળથી ત્રિકાળી અથવા એક સમયની અવસ્થારૂપ અને ભાવથી અનંત ગુણમય છે. અન્યમતવાળા આવા ચાર ભેદ માનતા નથી. તેઓ આત્માને માત્ર એક, સર્વવ્યાપક, શુદ્ધ ચૈતન્યમય, અભેદ માને છે, પણ એ તો થનમાત્ર છે, આત્માના વાસ્તવિક સ્વરૂપની તેઓને ખબર નથી.
અહીં કહે છે-આત્મા અસંખ્ય પ્રદેશી છે. સંસારદશામાં તેના પ્રદેશોનો સંકોચવિસ્તાર થાય છે. (એક) પ્રદેશ સંકોચાતો કે પહોળો થતો નથી, પણ પ્રદેશોનો પરસ્પર અવગાહનારૂપ સંકોચ-વિસ્તાર થાય છે. મુક્ત થતાં જીવ આખરના શરીરના પરિમાણથી કાંઈક ન્યૂન પરિમાણે અવસ્થિત થાય છે, અને આ અવગાહના સાદિ-અનંતકાળ અવસ્થિત રહે છે.
લોકાકાશના જેટલા અસંખ્ય પ્રદેશો છે, ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયના જેટલા અસંખ્ય પ્રદેશો છે, તેટલા પ્રદેશોની સંખ્યા એક જીવની હોય છે. લોકાકાશ-પ્રમાણ જીવ વ્યાસ નથી, પણ લોકાકાશના જેટલા–અસંખ્ય પ્રદેશો છે તેટલા એક જીવના પ્રદેશો છે. આત્મા અવયવી છે, ને પ્રદેશ તેના અવયવ છે, જેમ શરીર અવયવી છે અને હાથપગ તેના અવયવ છે તેમ; જેમ શ્રુતજ્ઞાન પ્રમાણ તે અવયવી અને નિશ્ચય-વ્યવહારનય તેના અવયવ છે તેમ.
શ્રુતજ્ઞાન પ્રમાણમાં જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યારે તે શ્રુતજ્ઞાનની પર્યાય-કે જે પ્રમાણ છે તેઅવયવી છે, અને તેના નિશ્ચય અને વ્યવહારનય-એમ ભેદ પડે તે અવયવ છે. ભાવશ્રુતજ્ઞાન તે પર્યાય છે. તે પર્યાયને અખંડ ગણીને તેને અવયવી કહે છે અને નિશ્ચય-વ્યવહારના ભેદને અવયવ કહે છે. તેમ ભગવાન આત્મા એક છે તે અવયવી છે અને અસંખ્ય પ્રદેશ તેના અવયવ છે. હાથ, પગ, મોઢું, નાક કાન ઇત્યાદિ શરીરના અવયવ છે તે જડ છે, તે આત્માના અવયવ નથી. શરીર અને શરીરના અવયવથી પોતે ભિન્ન છે, અને પોતાથી એ બધા ભિન્ન છે; પણ અજ્ઞાની જીવ આવું ભેદજ્ઞાન કરતો નથી, ને સ્વપરનો ખીચડો કરે છે તેથી તે ચતુર્ગતિ-પરિભ્રમણ કર્યા કરે છે.
આત્માના અસંખ્ય પ્રદેશી ક્ષેત્રમાં પ્રદેશે પ્રદેશે અનંત ગુણ વ્યાપક છે, તેને શાસ્ત્રમાં તિર્યક્ પ્રચય કહે છે. તેના એક પ્રદેશમાં બીજા પ્રદેશનો અભાવ છે. ભાઈ! આમ માનીએ તો જ અસંખ્ય પ્રદેશની સિદ્ધિ થાય. એક પ્રદેશમાં જ્યાં એક ગુણ છે ત્યાં બીજા અનંતા ગુણ પણ વ્યાપક છે. અસંખ્ય પ્રદેશી આખા ક્ષેત્રમાં દરેક પ્રદેશે અનંત ગુણ રહેલા છે. આત્મા તો અનંત ગુણોનો પાટલો છે ભાઈ; જેમ સોનાનો પાટલો હોય છે તેમ આત્મા અનંત ગુણનો એક પિંડ છે. હવે, પોતાનું ઘર-પોતાનું ક્ષેત્ર કેવું અને કેવડું છે એનો કદી વિચાર જ કર્યો નથી! પોતાના અસંખ્યપ્રદેશી ક્ષેત્રમાં ગુણો કેવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ છે, ને એની પર્યાય કેવી છે-એ સમજવા-વિચારવાની એને ફુરસદ નથી! નિશ્ચયથી અસંખ્યપ્રદેશી ક્ષેત્રમાં અનંત ગુણની નિર્મળ પર્યાયો પ્રગટ થાય એવું એનું સ્વરૂપ છે. અહીં શક્તિના વર્ણનમાં નિર્મળ પર્યાયની વાત છે, મલિનની વાત નથી. સંકોચવિસ્તાર થાય એવી મલિન પર્યાયનો નિર્મળ પર્યાયમાં અભાવ છે. ઝીણી વાત ભાઈ !
આત્માના અસંખ્ય પ્રદેશોને અહીં નિયત કહેલ છે. નિયત પ્રદેશ તે નિશ્ચય છે; એનો અર્થ એમ છે કે જે પ્રદેશો છે તે નિયત સંખ્યાએ-અસંખ્ય છે, ને તેના સ્વસ્થાન પણ નિયત છે. ભલે સંકોચવિસ્તાર થાય, પણ પ્રદેશોની સંખ્યા નિયત જ છે. વસ્તુનું નિજઘરરૂપી દ્રવ્ય, નિજઘરરૂપી અસંખ્ય પ્રદેશી નિયત ક્ષેત્ર, ત્રિકાળ નિજઘરરૂપી કાળ અને નિજઘરરૂપી ભાવ-ચારેય એક છે ભાઈ ! ભેદની દૃષ્ટિ છોડી, અભેદ એકની દૃષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન અને ધર્મ છે. કળશટીકાના કળશ ૨પરમાં કહ્યું છે – દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ચારેય અભેદ એકરૂપ વસ્તુ છે. તેમાં પર્યાયના ભેદને ગ્રહણ કરવો તે પરકાળ છે, ને અસંખ્ય પ્રદેશના ભેદનું લક્ષ કરવું તે પરક્ષેત્ર છે. સ્વકાળમાં પરકાળની નાસ્તિ છે, સ્વક્ષેત્રમાં પરક્ષેત્રની નાસ્તિ છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરાળ, પરભાવ પરપણે તો અતિરૂપ છે, પણ પરદ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવની આત્મામાં નાસ્તિ છે. ઝીણી વાત છે ભાઈ ! સ્વચતુમાં પરચતુષ્ટયનો અભાવ છે એ તો સ્થૂળ વાત છે. અહીં તો ત્રિકાળી પોતાનું સ્વરૂપ તે સ્વદ્રવ્ય, સ્વકાળ છે, ને એક સમયની વિકારી-નિર્વિકારી પર્યાયના ભેદ ઉપર લક્ષ કરવું તે પરદ્રવ્ય, પરકાળ છે. નિયમસારમાં (ગાથા-૫૦) એક સમયની પર્યાયને પરદ્રવ્ય કહ્યું છે. ત્યાં કહ્યું છે“પૂર્વોક્ત સર્વ ભાવો પરસ્વભાવો છે, પરદ્રવ્ય છે, તેથી હેય છે; અંતઃતત્ત્વ એવું સ્વદ્રવ્ય-આત્મા-ઉપાદેય છે.” આવી વાત ! તત્ત્વજ્ઞાનનો વિષય બહુ સૂક્ષ્મ છે ભાઈ ! અભેદ એક શુદ્ધ જ્ઞાયકમાત્ર વસ્તુ દષ્ટિનો વિષય છે એ મૂળવાત છે.
શક્તિ એટલે આત્માના ગુણોનું આ વર્ણન છે. ગુણી નામ આત્મા અનંત ગુણરત્નોનો ભંડાર–ખજાનો છે. ત્યાં ગુણ-ગુણીના ભેદનું લક્ષ છોડી, ગુણી નામ અભેદ જ્ઞાયકસ્વરૂપની દષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે. નિર્મળ રત્નત્રયસ્વરૂપ મોક્ષનો માર્ગ કહ્યો છે ને? અહા ! તે રત્નત્રય કેમ પ્રગટ થાય ? આત્મા શુદ્ધ ચૈતન્યરત્નાકર છે, તેના ઉપર દષ્ટિ કરી તેમાં જ રમણતા કરવાથી–ત્યાં જ લીનતા કરવાથી–સમ્યગ્દર્શન સહિત નિર્મળ રત્નત્રય પ્રગટ થાય છે. આનું નામ ધર્મ છે, ને આ મોક્ષમાર્ગ છે. ભાઈ ! જાણપણું (ક્ષયોપશમ ) ઘણું બધુ ન હોય, વા ક્ષેત્ર-અવગાહના નાની-મોટી હોય તેની સાથે કોઈ સંબંધ નથી; અભેદ એક નિજ ચૈતન્યસ્તની દષ્ટિ અને રમણતા કરવી તે રત્નત્રયરૂપ ધર્મ છે, ને તેનું ફળ પૂર્ણદશારૂપ મોક્ષ છે. સમજાણું કાંઈ...?
પ્રવચનસારની ૯૯મી ગાથામાં લીધું છે કે અસંખ્યપ્રદેશ સ્વરૂપ તિર્યકપ્રચય છે; તેમાં એક પ્રદેશમાં બીજા પ્રદેશનો અભાવ છે, અર્થાત્ કોઈ પ્રદેશ બીજા પ્રદેશમાં ભળી જતો નથી. એમ હોય તો જ અસંખ્ય પ્રદેશ સિદ્ધ થાય. આ અસંખ્ય પ્રદેશરૂપ ક્ષેત્રની જે આકૃત્તિ છે તેને વ્યંજન પર્યાય કહે છે. તે વ્યંજન પર્યાય સંસારદશામાં સંકોચવિસ્તાર પામે છે. સિદ્ધમાં છેલ્લા શરીરથી કાંઈક ન્યૂન આકારે વ્યંજન પર્યાય અવસ્થિત રહે છે.
પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહે છે; પ્રદેશત્વ સિવાયના અન્ય ગુણોની પર્યાયને અર્થપર્યાય કહે છે. વ્યંજન પર્યાય અને અર્થપર્યાયની કમવર્તી પર્યાય અને અક્રમવર્તી ગુણો-એ બેના સમુદાયને અહીં આત્મા કહ્યો છે. અહીં અશુદ્ધ પર્યાય ન લેવી. વળી પ્રદેશમાં જે કંપન થાય છે તેનો અહીં અભાવ લેવો, આ વાત પહેલાં નિષ્કિયત્વશક્તિમાં આવી ગઈ છે. નિષ્ક્રિયત્નશક્તિ અનંત ગુણમાં વ્યાપક છે. અસંખ્ય પ્રદેશમાં જે વ્યંજન પર્યાય છે તેમાં નિષ્ક્રિયત્નશક્તિ વ્યાપે છે; તે પ્રદેશ ત્યાં સ્થિર થઈ ગયા. જેટલી અસ્થિરતા છે તેનો આ વ્યંજન પર્યાયમાં અભાવ છે. બહુ ઝીણી વાત પ્રભુ!
ચિવિલાસમાં ગુણ અધિકાર પાન ૮ ઉપર આમ કહ્યું છે:- “એક જ્ઞાનનૃત્યમાં અનંત ગુણનો ઘાટ જાણવામાં આવ્યો છે. તેથી (તે અનંત ગુણનો ઘાટ) જ્ઞાનમાં છે; અનંત ગુણના ઘાટમાં એકેક ગુણ અનંતરૂપે થઈને પોતાના જ લક્ષણને ધારે છે, તે કળા છે; એકેક કળા ગુણરૂપ હોવાથી અનંત રૂપને ધારે છે; એકેક રૂપ જે રૂપે થયું તેની અનંત સત્તા છે; એકેક સત્તા અનંત ભાવને ધારે છે; એકેક ભાવમાં અનંત રસ છે; એકેક રસમાં અનંત પ્રભાવ છે. આ પ્રકારે આ ભેદો અનંત સુધી જાણવા.” સવૈયા ટીકામાં આ વિષયનું વિસ્તારથી વર્ણન કર્યું છે.
એક જ્ઞાનની પર્યાય દ્રવ્યને જાણે, ગુણને જાણે, પર્યાયને જાણે; એ રીતે એક સમયની અનંત ગુણની પર્યાય સહિત દ્રવ્યને જાણે એવું જ્ઞાનની પર્યાયનું નૃત્ય થાય છે. એક સમયની જ્ઞાનની પર્યાયમાં અનંત નટ, ઠટ હોય છે. સામાન્ય-વિશેષ વસ્તુને જ્ઞાન જાણે, સંકોચવિસ્તારને જાણે, અવસ્થિતને જાણે, અનંત ગુણ, અનંત પર્યાયને જાણે. એકેક પર્યાયમાં
પ્રવચન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૨૫-સ્વધર્મવ્યાપકત્વશક્તિ : ૧૨૭
અનંત નટ, ટ, કળા હોય છે. આવું બહુ સૂક્ષ્મ વર્ણન સવૈયામાં પં. શ્રી દીપચંદજીએ કર્યું છે. તેઓ ૨૦૦ વર્ષ પહેલાં થઈ ગયા, સમકિતી ધર્માત્મા હતા, વિશેષ ક્ષયોપશમ ધરાવતા હતા. તેમણે સૂક્ષ્મ અલૌકિક વર્ણન કર્યું છે.
અહાહા...! એકેક ગુણ, એકેક પર્યાય, તેમાં નૃત્ય, ટ, રૂપ, સત્તા, રસ, પ્રભાવ-અહોહો...! અનંત દરબાર ભર્યો છે. જેમ ભગવાનનું સમોસરણ દિવ્ય, અલૌકિક ધર્મ દરબાર છે ને! તેમ ભગવાન આત્મા, ચૈતન્યરત્નાકર પ્રભુ-તેમાં અનંતગુણનિધાનરૂપ અલૌકિક દરબાર ભર્યો છે. ભાઈ! તારી ચીજ-ચૈતન્ય વસ્તુથી જગતમાં ઊંચું કાંઈ નથી; માટે અંતર્દષ્ટિ કરી તેનું સેવન કર.
આગળ વાત આવી ગઈ કે આત્માના નિયત અસંખ્ય પ્રદેશમાં સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ શક્તિનાં અનુપમ નિધાન પડયાં છે. આ શક્તિઓ જ્યારે પર્યાયમાં પૂરણ પ્રગટ થાય છે ત્યારે સર્વદર્શિત્વ શક્તિની પર્યાય વિશેષ ભેદ પાડયા વિના સામાન્ય સત્ન દેખે છે, અને કેવળજ્ઞાનની પર્યાય એકેક દ્રવ્યના ભિન્ન ભિન્ન ગુણો, એકેક ગુણની ભિન્ન ભિન્ન પર્યાયો, એકેક પર્યાયના ભિન્ન ભિન્ન અનંત અવિભાગ પ્રતિચ્છંદો, ને તેનાં (પર્યાયોનાં) નટ, ઠટ, કળા, રૂપ, ૨સ ઇત્યાદિ બધાને એક સમયમાં જાણે છે. તેને અહીં શાસ્ત્રમાં અદ્દભુત રસ કહ્યો છે. એક સમયમાં બે શક્તિનું પરિણમન, તેમાં બન્નેનાં લક્ષણ ભિન્ન ભિન્ન ! અહા ! તેને અદ્દભુત રસ કહીએ.
અહો ! ભગવાન આત્માની સત્તા આવી અદ્દભુત ચમત્કારિક છે. જ્ઞાન સાકાર છે, દર્શન નિરાકાર છે. બન્નેની સત્તા એક દ્રવ્યમાં એકી સાથે એક સમયમાં છે. આને અદ્ભુત રસ શાસ્ત્રમાં કહ્યો છે.
જ્ઞાન સાકાર છે એટલે શું?
સાકારનો અર્થ આકાર નહિ, પણ સ્વપર અર્થને જ્ઞાન ભિન્ન ભિન્ન જાણે છે તેથી જ્ઞાનને સાકાર કહ્યું છે. ૫૨નો આકાર વા પરની ઝલક જ્ઞાનમાં પડે છે માટે જ્ઞાનને સાકાર કહ્યું નથી, જ્ઞાનનો સ્વ૫૨ અર્થનો પ્રકાશક સ્વભાવ છે માટે જ્ઞાનને સાકાર કહ્યું છે. વળી દર્શન નિરાકાર છે એટલે તેને પ્રદેશ નથી એમ નહિ, પણ ભેદ પાડયા વિના જ સામાન્ય અવલોકનમાત્ર દર્શન છે માટે તેને નિરાકાર કહ્યું છે. સાકાર એટલે સવિકલ્પ; સ્વપરને જ્ઞાન ભેદ કરીને જાણે માટે સવિકલ્પ. આવી વાત !
અહા ! આત્માના અસંખ્ય પ્રદેશો સર્વત્ર અનંત ગુણોથી વ્યાપક છે. તેમાં એમ નથી કે ગુણનો અમુક અંશ અમુક પ્રદેશમાં ને અમુક અંશ બીજા પ્રદેશમાં હોય. આત્માના પ્રદેશોમાં કોઈ પ્રદેશ ગુણથી હીન કે અધિક નથી. હું ભાઈ ! જે કાંઈ છે તે સર્વસ્વ તારું નિયત અસંખ્ય પ્રદેશમાં જ છે, તારા અસંખ્ય પ્રદેશની બહાર તારું કાંઈ નથી. માટે પરદ્રવ્યથી વિરામ પામી, અનંત ગુણસ્વભાવમય એક સ્વદ્રવ્યને જ જો, તેથી તને જ્ઞાન, સુખ અને શાંતિની પ્રાપ્તિ થશે.
આ પ્રમાણે નિયતપ્રદેશત્વશક્તિ અહીં પૂરી થઈ.
*
૨૫: સ્વધર્મવ્યાપકત્વશક્તિ
‘સર્વ શીરોમાં એકસ્વરૂપાત્મક એવી સ્વધર્મવ્યાપકત્વશક્તિ. (શરીરના ધર્મરૂપ ન થતાં પોતાના ધર્મોમાં વ્યાપવારૂપ શક્તિ તે સ્વધર્મવ્યાપકત્વશક્તિ ).
અહાહા...! નિગોદથી માંડીને ચરમ શરીર સુધી જીવે અનંતાં શરીર ધારણ કર્યા; પણ આ બધા શરીરોમાં ભગવાન આત્મા તો પોતાના એકસ્વરૂપાત્મક એક જ્ઞાયકભાવમાત્ર જ છે એવો એનો સ્વધર્મવ્યાપકત્વ સ્વભાવ છે. અહા ! સંસાર પરિભ્રમણ કરતાં જીવે મનુષ્ય-દેવ-નારકી અને તિર્યંચનાં-પ્રત્યેકના અનંતાં શરીર ધારણ કર્યાં, તે તે શરીરના આકાર પ્રમાણે પોતાની વ્યંજન પર્યાય થઈ, છતાં શરીરમાં આત્મા વ્યાપક નથી; કેમકે શરીર વ્યાપ્ય અને ભગવાન આત્મા વ્યાપક એમ છે નહિ. આત્માનું સ્વરૂપ સદા એક જ્ઞાયક છે, શરીરમાં કે રાગમાં વ્યાપે એવું એનું સ્વરૂપ નથી.
પોતાના અનંત ગુણો અને પોતાની નિર્મળ પર્યાયોમાં આત્મા વ્યાપે એવો એનો સ્વધર્મવ્યાપકત્વ ગુણ છે. અહીં નિર્મળ પર્યાયની વાત છે, મલિનની નહિ, કેમ કે મલિન પર્યાયમાં આત્મા વ્યાપક નથી. ભાઈ ! આત્મા જડમાંશરીરમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ તો વ્યાપક નથી, તે રાગમાં-વિકારમાં પણ વ્યાપક નથી. અનાદિ સંસારથી એને રાગ તો વિવિધ પ્રકારના અનેક થયા છે, અસંખ્ય પ્રકારના શુભાશુભ ભાવ થયા છે, પણ તેમાં ભગવાન આત્મા વ્યાપક-તન્મય નથી. આત્મા રાગમય થઈ જતો નથી; એ તો ત્રિકાળ એકસ્વરૂપાત્મક જ છે.
જેમ એક દીવો વારાફરતી અનેક ઓરડાઓમાં ફરે, ત્યાં દીવો તો નિજ પ્રકાશસ્વરૂપ દીવો જ છે, દીવો કાંઈ ઓરડારૂપે થઈ જતો નથી. તેમ અનંતાં શરીરોમાં ને અસંખ્યાત પ્રકારના રોગમાં ફરવા છતાં આ ચૈતન્યદીવડો પ્રભુ આત્મા ત્રિકાળ નિજ ચૈતન્યના પ્રકાશરૂપ-એકસ્વરૂપ-જ્ઞાયકસ્વરૂપ જ છે; જેમ દીવો ઓરડામાં વ્યાપતો નથી, તેમ ચૈતન્ય-દીવડો-આત્મા શરીરમાં ને રાગમાં વ્યાપતો નથી. અહાહા...! એની પર્યાયમાં જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિના વિકલ્પ થાય છે તેમાં ભગવાન આત્મા તન્મયપણે વ્યાપતો નથી. લ્યો, હવે લોકો પોકાર કરે છે કેવ્યવહારથી નિશ્ચય થાય; પણ અહીં કહે છે–આત્મા વ્યવહારમાં વ્યાપતો નથી. ભાઈ ! આત્મા વ્યાપક ને વ્યવહાર-રાગ તેનું વ્યાપ્ય એમ વસ્તુનું સ્વરૂપ જ નથી. ભગવાન આત્મા વ્યાપક એટલે કર્તા છે તે નિર્મળ પર્યાયરૂપ વ્યાપ્ય અવસ્થાનો કર્તા છે; ખરેખર તો એમ કહેવું એય વ્યવહાર છે, કેમકે તે નિર્મળ પર્યાય પોતે પોતાથી ઉત્પન્ન થઈ છે. તે પર્યાય કર્તા અને તે પર્યાય પોતે જ કર્મ છે. અહીં તો પરથી ભિન્નતા સિદ્ધ કરવી છે ને? તો કહ્યું કે-અનંત શરીરોમાં આ જ્ઞાયક પ્રભુ ત્રિકાળ એકસ્વરૂપાત્મક છે એવો એનો સ્વધર્મવ્યાપકત્વ સ્વભાવ છે.
તે એક હજાર યોજન લંબાઈવાળા શરીરને પ્રાપ્ત થયો હોય કે તેને અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ શરીર મળ્યું હોય, ભગવાન આત્મા તો સ્વયં પોતાના સ્વરૂપમાં જ વ્યાપક છે; તે શરીરમાં વ્યાપક નથી, ને રાગમાં પણ કદી વ્યાપક નથી. અહાહા...! આવો પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ અંદર આત્મા ત્રિકાળ બિરાજે છે. ભાઈ ! અંદર તારાં ચૈતન્યનાં નિધાન શું છે તેની તને ખબર નથી. અહાહા...! ભગવાન! તું પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ જિનસ્વરૂપી પ્રભુ છો. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ ઇત્યાદિ અનંત ગુણસ્વરૂપથી શોભાયમાન પ્રભુ તું સ્વધર્મવ્યાપક છો. તને નાનાં-મોટાં શરીર મળ્યાં, પણ તેમાં તું વ્યાપક નથી. અરે, શરીરને તું કદી અડ્યો પણ નથી, અને રાગને પણ તું અડ્યો નથી. અહા ! આવો ત્રિકાળ એકસ્વરૂપાત્મક ભગવાન આત્મા છે તેને ઓળખી તેનો આશ્રય કરતાં નિર્મળ નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે.
અસંખ્ય પ્રદેશી અનંત ગુણનું ધામ પ્રભુ આત્મા છે. આ નામ દઈને બોલાવે છે ને! એ નામ તો શરીરનું બાપા! શરીરનું નામ પાડયું તે આત્મા નથી. અરે, અનેક નામવાળાં નાનાં-મોટાં શરીરમાં રહ્યો છતાં શરીરને તે સ્પર્ધો પણ નથી. અહા ! એના અનંત ગુણમાં તે વ્યાપક હોવા છતાં તે ગુણભેદને સ્પર્યો નથી એવો તે નિત્ય એકસ્વરૂપ છે; તે અનેક-સ્વરૂપે કદી થયો જ નથી. હવે આમ છે ત્યાં આ લક્ષ્મી મારી, ને આ સ્ત્રી-કુટુંબ મારાં ને આ મહેલ-મકાન મારાં-એ કયાં રહ્યું? એ તો બધી જુદી ચીજ બાપુ! સંયોગ આવે ને જાય; પણ તેરૂપે-પરરૂપે આત્મા કદી થતો જ નથી. સમજાય છે કાંઈ...?
અનાદિથી આત્મા પોતાના એકસ્વરૂપમાં જ રહ્યો છે. અહા ! આવી પોતાની ચીજની દૃષ્ટિ કરવી તેનું નામ સમ્યગ્દર્શન છે. અરેરે ! આવા આ મનુષ્યદેહમાં, પોતાની આવી ચીજ સમજમાં ન લે, ને તેની દષ્ટિ ન કરે તો તેણે જીવનમાં શું કર્યું? કાંઈ જ ન કર્યું જીવન વ્યર્થ જ ખોયું. ભાઈ ! એકસ્વરૂપ એવા નિજ જ્ઞાયક સ્વરૂપને જાણ્યાઅનુભવ્યા વિના, ચાહે જેટલાં વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ કરે પણ એથી શું? એથી કોઈ જ લાભ નથી, કેમકે ભગવાન આત્મા તેમાં વ્યાપક થતો નથી. જેમ ભિન્ન-ભિન્ન શરીરોમાં રહેવા છતાં તેમાં આત્મા વ્યાપક થતો નથી તેમ શુભાશુભ રાગ થાય તેમાં પણ ભગવાન આત્મા વ્યાપક થતો નથી. આ શાસ્ત્રની–પરમાગમની છઠ્ઠી ગાથામાં આવ્યું ને કે
ण वि होदि अप्पमत्तो ण पमत्तो जाणगो दु जो भावो।
एवं भणंति सुध्दं णादो जो सो दु सो चेव।। અહાહા..ભગવાન આત્મા અપ્રમત્ત નથી, પ્રમત્ત નથી, એક જ્ઞાયકભાવસ્વરૂપ છે. અહીં શબ્દની વાત ન લેવી, શબ્દનું જે વાચ્ય છે તે જ્ઞાયક તત્ત્વને ગ્રહણ કરવાની વાત છે. “જ્ઞાયક' જે શબ્દ છે તેમાં જ્ઞાયક પદાર્થ નથી. “સાકર” શબ્દ વાચક છે, ને સાકર પદાર્થ તેનું વાચ્ય છે. તેમ અહીં “જ્ઞાયક’ શબ્દ વાચક છે, ને જ્ઞાયક ભાવ જે ત્રિકાળી દ્રવ્ય છે તે વાચ્ય છે. અહા ! તે ત્રિકાળી દ્રવ્ય જ્ઞાયક પ્રભુ, અહીં કહે છે, એકરૂપ રહ્યો છે, પ્રમત્ત-અપ્રમત્ત થયો નથી. પર્યાય ભલે મલિન કે નિર્મળ હો, વસ્તુ તો ત્રિકાળ એકસ્વરૂપે જ રહી છે. અહા ! આવા નિજ એકસ્વરૂપાત્મક દ્રવ્યની દૃષ્ટિ થતાં પર્યાયમાં પણ એકસ્વરૂપાત્મકપણાનું-સ્વધર્મવ્યાપકત્વનું પરિણમન થાય છે. આવી વાત બહુ સૂક્ષ્મ !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫-સ્વધર્મવ્યાપકત્વશક્તિ : ૧૨૯ દ્રવ્ય-ગુણ તો એકસ્વરૂપ ત્રિકાળ છે જ, તેનો અંતરમાં સ્વીકાર કરવાથી પર્યાયમાં પણ એકસ્વરૂપાત્મકપણાનું પરિણમન થાય છે. અહાહા...! નિજ જ્ઞાનાનંદસ્વરૂપી એકસ્વરૂપી ભગવાનનો અંતરમાં સત્કાર કરવો, આદર કરવો તેનું નામ સમ્યગ્દર્શન છે. આત્માને-નિજ સ્વરૂપને શરીરપણે માનવો, વા રાગપણે માનવો વા પર્યાયમાત્ર માનવો એ તો પૂર્ણ વસ્તુ પોતે આત્મા છે તેનો અનાદર છે. અને તે જ આત્માનો ઘાત નામ હિંસા છે. અહા ! ત્રિકાળ સચ્ચિદાનંદસ્વરૂપ પોતે છે તેને રાગવાળો માનવો તે તેનો ઘાત એટલે હિંસા છે. હિંસા બીજી શું ચીજ છે? પરજીવના ઘાત કરવાના પરિણામ થાય તે તો હિંસા છે; પણ પોતાને શરીરમય ને રાગમય માનવો તે સ્વઘાતરૂપ મહા હિંસા છે; કેમકે સર્વ હિંસાનું તે મૂળ છે. સમજાય છે કાંઈ...?
અહાહા...! અંદર અનંતગુણમય એકસ્વરૂપાત્મક જીવન છે એવું સ્વીકાર કરવાથી પર્યાયમાં નિર્મળ પરિણતિરૂપ પરિણમન થાય છે; એકસ્વરૂપાત્મક દ્રવ્ય છે તેનું પર્યાયમાં પરિણમન થાય છે. અહા ! આત્માની આવી સ્વધર્મવ્યાપકત્વ-શક્તિ છે. પોતાના ધર્મોમાં-પોતાના ગુણો ને નિર્મળ પર્યાયમાં આત્મા વ્યાપક છે, પણ દેહમાં કે મલિન પર્યાયમાં તે વ્યાપક નથી. તો પછી શુભરાગ અને શુભજોગથી ધર્મ થાય એ વાત કયાં રહે છે? ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદવે તો શુભરાગને ય કહ્યો છે. પં. કૈલાસચંદજીએ લખ્યું છે કે-આચાર્યદવની વાત બરાબર છે.
પરમાત્મ પ્રકાશમાં કહ્યું છે કે જે શુભરાગને ઉપાદેય માને છે તે નિજ આત્માને ય માને છે. વ્યવહાર રત્નત્રયરૂપ જે શુભયોગ છે તેને જે આદરણીય અને ઉપાદેય માને છે તેણે ચિદાનંદસ્વરૂપ પોતાના અખંડાનંદ પ્રભુને હેય માન્યો છે, હેય કરી દીધો છે. જ્યારે ધર્મી જીવો તો રાગને ય માની શુદ્ધ ત્રિકાળી નિજ આત્મદ્રવ્યને ઉપાદેય કરતા થકા પ્રવર્તે છે. ભાઈ ! તારી ચીજ જે જે પ્રકારે છે તે પ્રકારે તેનો સ્વીકાર કરી તેમાં જ તારું હિત છે, અન્યથા તો આત્મઘાત જ છે. સત્ પરિપૂર્ણ વિજ્ઞાનઘન પ્રભુ ત્રિકાળ એકસ્વરૂપ જ છે, તે સ્વધર્મમાં જ વ્યાપક છે, પોતાના ગુણ-પર્યાયમાં જ વ્યાપક છે, અન્યત્ર વ્યાપક નથી.
પ્રશ્ન:- આત્મા સ્વધર્મમાં સદાય વ્યાપક છે, તો પછી તેને ધર્મ કરવાનું કયાં રહ્યું?
ઉત્તર:- આત્મા સ્વભાવથી સ્વધર્મવ્યાપક છે એ તો બરાબર જ છે, પણ અજ્ઞાનીને એની કયાં ખબર છે? એ તો દેહમય ને રાગમય હું છું એમ જાણે છે. તેથી હું સદાય સ્વધર્મમાં રહેલો એકસ્વરૂપ છું” એવું જો અંદરમાં ભાન કરે તો તેને પર્યાયમાં સમ્યગ્દર્શન આદિ ધર્મ થાય. તેથી જ આ ઉપદેશ છે કે-હે ભાઈ ! અનંત ગુણસ્વભાવમય નિજ આત્મદ્રવ્યને ઓળખી તેની જ દષ્ટિ કર, જેથી તને મોક્ષમાર્ગ પ્રગટ થશે.
સમયસારની ગાથા ૧૭-૧૮ની ટીકામાં આવો જ પ્રશ્ન પૂછયો છે. ત્યાં શિષ્ય પૂછે છે–પ્રભો ! આત્મા તો જ્ઞાન સાથે તાદાભ્યરૂપ-એકમેક છે, જુદો નથી; તેથી જ્ઞાનને સેવે જ છે, તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાનો ઉપદેશ કેમ આપવામાં આવે છે? ત્યાં આચાર્યદેવે સમાધાન કર્યું છે કે “તે એમ નથી. જોકે આત્મા જ્ઞાન સાથે તાદાભ્યસ્વરૂપે છે તો પણ એક ક્ષણમાત્ર પણ જ્ઞાનને સેવતો નથી; કારણ કે સ્વયંબુદ્ધત્વ અથવા બોધિતબુદ્ધત્વ-એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે.” આમ સ્વભાવથી પોતે એક જ્ઞાનસ્વરૂપ હોવા છતાં, જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈ તેનું સેવન ન કરે ત્યાં સુધી જીવ અજ્ઞાની જ રહે છે, અને તેથી જ તેને જ્ઞાનની ઉપાસનાનો-અંતર એકાગ્રતાનો ઉપદેશ કરવામાં આવે છે.
અહો ! આ પંચમ કાળમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે તીર્થકર તુલ્ય કામ કર્યું છે. ભાઈ ! શબ્દો થોડા છે, પણ એથી એનું મહત્ત્વ ઓછું ન આંકવું. જુઓ, “જગત” ત્રણ અક્ષરનો શબ્દ છે, પણ તેમાં શું ન આવ્યું? બધું જ આવી ગયું. અહા ! એક “જગત” શબ્દ અનંતા નિગોદ, અનંત સિદ્ધ, છ દ્રવ્ય ને છ દ્રવ્યનાં દ્રવ્ય-ગુણ-પર્યાય ઓહોહો...! બધું જ આવી ગયું. ત્રણ અક્ષરના કાનામાત્રા વિનાના એક “જગત” શબ્દમાં કેટલું સમાઈ જાય છે? ભગવાનની વાણીમાં “ૐ” નીકળે છે તેમાં બધું આવી જાય છે. અહા ! આવી વાણી !
પ્રશ્ન:- ગુરુદેવ ! આપે પણ ગજબનું કામ કર્યું છે?
ઉત્તરઃ- શું કામ કર્યું છે? આચાર્ય ભગવંતોએ જે કહ્યું છે તેનું અમે તો સ્પષ્ટીકરણ કરીએ છીએ. ગાયના આંચળમાં દૂધ ભર્યું હોય તેને કોઈ કુશળ દોહનાર દોહીને બહાર કાઢે તેમ શાસ્ત્રોમાં તત્ત્વ ભર્યું છે તેને સમર્થ આચાર્ય અમૃતચંદ્રદેવે તર્ક વડે બહાર કાઢી પ્રકાશ્ય છે. તેમાં અમારું કાંઈ નથી. અમે તો માત્ર તેનું સ્પષ્ટીકરણ કરીએ છીએ,
બસ.
અરે! મૂઢ-અજ્ઞાની જીવો નિજ ચિદાનંદમય ચૈતન્યનું વાસ્તુ છોડીને, જડ દેહમાં ને વિકારમાં પોતાનો વાસ માની રહ્યા છે. તેને કહે છે–હે જીવ! તે તારો વાસ નથી; જડ દેહમાં ને વિકારમાં વસવાનો તારો સ્વભાવ નથી. તારો સ્વભાવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #144
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
તો તારા શ્રદ્ધા-જ્ઞાન-આનંદ ઇત્યાદિ અનંત સ્વધર્મોમાં વસવાનો છે. અહા! આવા તારા સ્વભાવને ઓળખીને તેમાં વાસ કર, તેનાં શ્રદ્ધા-જ્ઞાન-રમણતા કર; ને વિકારની વાસના છોડી દે. અહા! દેહને વિકારની વાસના છોડી, અનંતધર્મસ્વરૂપ એકસ્વરૂપાત્મક-એકાકાર નિજ આત્માને ઓળખવો તે અનેકાન્ત છે, અને તેનું ફળ ૫૨મ અમૃત છે, પરમ સુખની પ્રાપ્તિરૂપ ૫૨મામૃત છે. સમજાણું કાંઈ... ?
ત્યારે કેટલાક વળી કહે છે-આપણે તો આખા વિશ્વ ઉપર પ્રેમ કરવો જોઈએ. વિશ્વપ્રેમ તે ધર્મ છે.
અરે ભાઈ ! વિશ્વપ્રેમ એ ચીજ શું છે? સર્વ વિશ્વનું જ્ઞાન કરી, નિજ ચૈતન્યવસ્તુમાં એકતા સ્થાપિત કરવી એનું નામ પ્રેમ છે. આ પ્રેમ એટલે વીતરાગતા છે. બાકી બીજા પ્રત્યે પ્રેમ કરવો, અરે, તીર્થંકર પ્રભુ પ્રત્યે પ્રેમ કરવો એ પણ રાગ છે, તે રાગ આત્માના એકસ્વરૂપાત્મકપણામાં છે જ નહિ. શરીરના ને પરના ધર્મરૂપ ન થતાં પોતાના ધર્મોમાં વ્યાપક થાય એવો જ આત્માનો સ્વધર્મવ્યાપકત્વ સ્વભાવ છે.
૫૨માર્થે ભગવાન આત્મા પોતાના નિર્મળ ગુણો અને નિર્મળ પર્યાયોમાં વ્યાપે છે, રાગ અને શરીરને એ કદી અડતો જ નથી. આવો જ દ્રવ્યસ્વભાવ છે. હવે પોતાની ચીજ કેવી છે એની ખબર વિના ધર્મ થઈ જાય એમ કેવી રીતે બને ? કદીય ન બને. અરે! એનો અનંત કાળ એમ ને એમ ચાલ્યો ગયો! સંસારના ધંધા આડે ને વિષયકષાય આડે એને નિવૃત્તિ નહિ; આખા દિવસમાં માંડ કલાક દેવદર્શન, ભક્તિ, પૂજા ને સ્વાધ્યાયમાં કાઢે, બાકીનો બધો સમય એકલા અશુભમાં કાઢે-વ્યતીત કરે છે. ઘણો તો કુટુંબને ને લોકોને રાજી રાખવામાં વખત જાય છે, પણ ભાઈ ! એમાં તારો આત્મા નારાજ થાય છે તેની તને ખબર નથી; અરેરે! તું દુઃખી-દુઃખી થઈ રહ્યો છે! અરે ભાઈ ! તારે ૫૨ સાથે શું સંબંધ છે? ૫૨ સાથે પ્રેમ કરવાનું કહે છે પણ પ્રેમ કરવાનો અર્થ શું? પોતાની પર્યાય પોતાના દ્રવ્યમાં એકાગ્ર થાય તે પ્રેમ છે; ૫૨ તરફનો પ્રેમભાવ એ તો રાગ છે, ને તેને કરવામાં ધર્મ માને એ તો ભ્રાન્તિ છે; અને તે હૈય છે.
અરે ભાઈ! આ દેહથી તું જુદો અવ્યાપક છો, તો ૫૨ (વિશ્વ ) તારું કયાંથી થઈ ગયું? માટે ૫૨થી ને જડ દેહથી જુદો ને જુદો તારો આત્મા એવો ને એવો એકરૂપ ચિદાનંદ ચૈતન્યસ્વરૂપે રહ્યો છે એમ જાણીને તું પ્રસન્ન થા, પ્રમુદિત થા, ને તારા આત્માને સ્વધર્મમાં રહેલો અનુભવ; એમ કરતાં શરીરથી સંબંધ છૂટીને તને અશરીરી મુક્ત દશાની પ્રાપ્તિ થશે.
આ પ્રમાણે અહીં સ્વધર્મવ્યાપકત્વશક્તિ પૂરી થઇ.
*
૨૬: સાધા૨ણ-અસાધારણ-સાધા૨ણાસાધારણધર્મત્વશક્તિ
‘સ્વ-પરના સમાન, અસમાન અને સમાનાસમાન એવા ત્રણ પ્રકારના ભાવોના ધારણસ્વરૂપ સાધારણઅસાધારણ-સાધારણાસાધારણધર્મત્વશક્તિ ’
જુઓ, આત્મામાં અનંત ધર્મો છે. તેમાં જે કોઈ સ્વ-પરના સમાન ધર્મો છે તે સાધારણ છે, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ આદિ ધર્મો સાધારણ છે, કેમકે તે ધર્મો જેમ આત્મામાં છે તેમ આત્મા સિવાયના બીજા અન્ય દ્રવ્યોમાં પણ છે. આવા સમાન-સાધારણ ધર્મો આત્મામાં એકી સાથે રહેલા અનંત છે. સ્વમાં અને પરમાં હોય એવા સાધારણ ધર્મો અનંત છે.
વળી કોઈ ધર્મો એકલા સ્વમાં-આત્મામાં જ હોય છે. તે આત્માના વિશેષ ધર્મો હોવાથી અસમાનઅસાધારણ ધર્મો છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ આત્માના અસાધારણ ધર્મો છે, કેમકે તે એક આત્મામાં જ છે, આત્મા સિવાય અન્ય દ્રવ્યોમાં નથી. આવા અસાધારણ ધર્મો પણ અનંત છે. તેમાં જ્ઞાન આત્માનો સ્વ-૫૨ને ચેતવારૂપજાણવારૂપ ધર્મ હોવાથી તે આત્માનું અસાધારણ લક્ષણ છે. ભગવાન આત્મા જ્ઞાનલક્ષણ વડે લક્ષિત થાય છે. જો કે સત દ્રવ્યનું લક્ષણ છે, તો પણ તે આત્માનું લક્ષણ નથી, કેમકે સત્ સાધારણ ધર્મ હોવાથી તે વડે સ્વ-૫૨ની ભિન્નતા પામી શકાતી નથી, અર્થાત્ સથી આત્માનું અન્યદ્રવ્યથી જુદું સ્વરૂપ લક્ષમાં આવતું નથી. સમજાય છે કાંઈ...?
વળી આત્મામાં કોઈ ધર્મો એવા છે જે, કોઈ ૫૨દ્રવ્ય સાથે સમાન હોય ને કોઈ ૫૨દ્રવ્ય સાથે અસમાન હોય. તેવા ધર્મો સાધારણાસાધારણ છે. અમૃર્તત્વાદિ આત્માના સાધારણાસાધારણ ધર્મ છે; કેમકે અમૂર્તત્વ ધર્મ, અધર્મ, આકાશાદિમાં છે, પણ તે પુદ્ગલ દ્રવ્યમાં નથી. આકાશાદિની અપેક્ષા જીવનો અમૂર્તત્વ ધર્મ સાધારણ છે, ને પુદ્ગલ દ્રવ્યની અપેક્ષા જીવનો તે ધર્મ અસાધારણ છે. તેથી અમૂર્તત્વ ગુણ જીવનો સાધારણાસાધારણ ધર્મ છે. અમૂર્તત્વ વડે પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૬-સાધારણ-અસાધારણ-સાધારણાસાધારણધર્મત્વશક્તિ : ૧૩૧
આત્મા જુદો લક્ષિત થતો નથી, કેમકે તેને ધર્મ, અધર્મ, આકાશાદિ દ્રવ્યો સાથે સાધારણપણું છે; અમૂર્તત્વ વર્ડ પુદ્દગલ દ્રવ્યથી અસાધારણપણું જણાય છે, પણ આકાશાદિ દ્રવ્યો સાથે તેનું સાધારણપણું હોવાથી તે અમૂર્તત્વ વડે આકાશાદિ દ્રવ્યોથી જુદા આત્માનું લક્ષ થઈ શકતું નથી.
આ પ્રમાણે અસ્તિત્વાદિ સાધારણ ધર્મો; જ્ઞાન, દર્શન, આનંદ ઇત્યાદિ અસાધારણ ધર્મો ને અમૂર્તત્વાદિ સાધારણાસાધારણ ધર્મો-એમ ત્રણ પ્રકારના ધર્મો ભગવાન આત્મામાં એકી સાથે હોવાનો તેનો સાધારણઅસાધારણ-સાધારણાસાધારણધર્મત્વ સ્વભાવછે. આત્મા સત-ચિત-અમૂર્તિક છે-એમ કહેતાં ઉપરના ત્રણે પ્રકારના ધર્મો તેમાં આવી જાય છે.
પ્રવચનસારની ૯૫મી ગાથામાં કહ્યું છે કે-આત્મામાં જે ચૈતન્ય ગુણ છે તે એક અપેક્ષા સામાન્ય ગુણ છે, કેમકે પોતામાં જેમ ચૈતન્યગુણ છે તેમ બીજા અનંતા આત્મામાં પણ ચૈતન્ય ગુણ છે. આ પ્રમાણે જ્ઞાન, આનંદ આદિ ગુણો જેમ સ્વદ્રવ્યમાં છે તેમ અનંતા બીજા આત્મામાં પણ છે તે અપેક્ષા તે સાધારણ ધર્મો છે. પરંતુ ત્યાં આ જીવનું જે જ્ઞાન છે તે જ જ્ઞાન બીજા જીવોમાં છે એમ નથી. પ્રત્યેક જીવના જ્ઞાન, દર્શન, ચૈતન્ય આદિ ધર્મો તે તે જીવના જ વિશેષ ધર્મરૂપ છે. આ પ્રમાણે અસાધારણપણું પણ છે; અને તેથી પોતાના જ્ઞાન વડે પોતે બીજા જીવોથી જુદો અનુભવમાં આવે છે.
ભાઈ! જ્ઞાન, આનંદ વગેરે વિશેષ ગુણો પ્રત્યેક આત્મામાં છે; સ્વમાં છે ને બીજા જીવોમાં પણ છે. પરંતુ સ્વના જ્ઞાન, આનંદ વગેરે સ્વમાં, ને ૫૨ જીવોના જ્ઞાન, આનંદ વગેરે પણ જીવોમાં પોતપોતામાં છે. સ્વનું જ્ઞાન બીજા જીવમાં નથી, બીજા જીવનું જ્ઞાન સ્વમાં નથી. આ પ્રમાણે સ્વની ૫૨ જીવોથી અધિકતા હોવાથી સ્વસન્મુખ થતાં જ પોતાના જ્ઞાન વડે બીજા બધા જીવોથી જુદો પોતાનો આત્મા પોતાના સંવેદનમાં આવે છે. આવું સ્વસંવેદનજ્ઞાન તે જ્ઞાન છે અને તે ધર્મ છે. ભાઈ! તારું જ્ઞાનલક્ષણ એક એવું અસાધારણ છે કે તે સર્વ પદ્રવ્યો ને ૫૨ભાવોથી ભિન્નપણે ને પોતાના અનંત ધર્મો-ગુણોથી એકપણે આત્માનો અનુભવ કરાવે છે; માટે પ્રસન્ન થા ને
જ્ઞાનલક્ષણે સ્વદ્રવ્યને લક્ષિત કર.
હોવાપણે–અસ્તિપણે આત્મા અને અન્ય પદાર્થો સરખા છે; પરંતુ આત્મામાં જ્ઞાન છે, ને સર્વ અન્ય જડ દ્રવ્યોમાં નથી. આ રીતે આત્માની વિશેષતા છે. જેમ પુદ્દગલમાં રૂપીપણું અર્થાત્ સ્પર્શ-રસ-ગંધ-વર્ણ છે, ને તે બીજા કોઈ દ્રવ્યોમાં નથી તેથી રૂપીપણું પુદ્દગલનો અસાધારણ ધર્મ છે, તેમ જ્ઞાન, દર્શન આદિ જીવમાં જ છે, અન્ય દ્રવ્યોમાં નથી, માટે જ્ઞાનાદિ જીવના અસાધારણ ધર્મ છે.
આ પ્રમાણે પરદ્રવ્યોથી ભગવાન આત્મા જુદો છે ને અંદરના રાગાદિ વિકારથી પણ તે જુદો છે; કેમકે રાગાદિ વિકારમાં જ્ઞાન નથી. જેમ આત્મા છે, પરમાણુ પણ છે, બન્ને હોવાપણે છે, છતાં બન્ને જુદા જ છે; કેમકે બન્નેનો સ્વભાવ જુદો છે. તેમ આત્મામાં ત્રિકાળી જ્ઞાનસ્વભાવ છે, ને ક્ષણિક વિકાર પણ છે; બન્ને હોવાપણે છે, છતાં બન્ને જુદા જ છે, કેમકે જ્ઞાનસ્વભાવમાં તે વિકાર નથી, ને વિકા૨માં જ્ઞાનસ્વભાવ નથી. આ રીતે બન્નેની ભિન્નતા હોવાથી, અંતર્મુખ દષ્ટિ વડે વિકારથી ભિન્ન નિજ જ્ઞાનાનંદસ્વરૂપનો અનુભવ થાય છે. અહા! આ પ્રમાણે ૫૨દ્રવ્યોથી ને શુભાશુભ વિકારી ભાવોથી ભેદજ્ઞાન કરીને અંતર્દષ્ટિ વડે શુદ્ધ જ્ઞાનાદિ અનંત શક્તિઓથી એકાકાર-એકરૂપ એવા સ્વદ્રવ્યનો અનુભવ કરવો તે મોક્ષમાર્ગ છે.
અરે! પોતાના સ્વસ્વરૂપને જાણ્યા વિના લોકો તો ક્રિયાકાંડમા ને શુભયોગના વ્યવહારમાં જ ધર્મ માની સંતુષ્ટ થઈને બેઠા છે. પણ ભાઈ! જેને તું વ્યવહાર કહે છે તે ખરેખર આત્મવ્યવહાર નથી. પ્રવચનસાર ગાથા ૯૪માં (ટીકામાં ) કહ્યું છે કે-આત્મા શુદ્ધ જ્ઞાન ને આનંદરૂપે પરિણમે તે આત્માનો શુદ્ધ વ્યવહાર છે. આત્મા રાગભાવે– વિકા૨૫ણે પરિણમે તે આત્માનો વ્યવહાર નથી, તે મનુષ્ય-વ્યવહાર છે. અહા! આ પ્રવચનસાર તો ભગવાનની દિવ્યધ્વનિનોસા૨ છે. ભાઈ ! દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ શુદ્ધ છે, ને પર્યાય શુદ્ધ ચૈતન્યપણે પરિણમે તે આત્મવ્યવહાર છે. આ સિવાયનો તો સઘળો વ્યવહા૨-રાગ થોથાં છે, એ અપૂર્વ નથી, એ તો જીવે અનંતવાર કર્યો છે. સમજાય છે
sis...?
ભાઈ, ‘આત્મા છે’-એમ માત્ર અસ્તિત્વ ગુણથી આત્માને શોધવા જઈશ તો આત્મા હાથ નહિ આવે, કેમકે અસ્તિત્વ એ તો સર્વ દ્રવ્યોનો સ્વભાવ છે.
વળી આત્મા ‘અમૂર્ત' છે–એમ અમૂર્તપણાથી આત્માને શોધવા જઈશ તોય તે હાથ નહિ આવે, કેમકે અમૂર્તપણું એ આકાશાદિ દ્રવ્યોનો પણ સ્વભાવ છે.
વળી દયા, દાન, વ્રત આદિ અનેક પ્રકારના શુભ વ્યવહારથી આત્માને શોધવા જઈશ તોય તેની પ્રાપ્તિ નહિ
થાય,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #146
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ કેમકે તે શુભરાગ આત્માના સ્વરૂપભૂત નથી; રાગ ને જ્ઞાનસ્વભાવ તદ્દન ભિન્ન ચીજ છે.
“જ્ઞાન તે આત્મા’-એમ જ્ઞાનલક્ષણને અનુસરીને શોધતાં, પરથી ને વિકારથી જુદો ને પોતાના અનંત સ્વભાવોથી એકમેક એવો ભગવાન આત્મા પ્રાપ્ત થાય છે. આ જ સમ્યગ્દર્શન અને આત્મોપલબ્ધિની રીત છે.
સમાન, અસમાન, ને સમાનાસમાન-એમ ત્રિવિધ ધર્મોનો ધારક ભગવાન આત્મા છે; આવા નિજ સ્વરૂપને ઓળખી, પરથી ને વિકારથી ભેદજ્ઞાન કરી, અંતર્દષ્ટિ વડે શુદ્ધ આત્માનો અનુભવ કરવો તે ધર્મ છે, અને તે જ કર્તવ્ય છે. લ્યો,
આ પ્રમાણે અહીં સાધારણ-અસાધારણ-સાધારણાસાધારણધર્મવશક્તિ પૂરી થઈ.
૨૭: અનંતધર્મત્વશક્તિ ‘વિલક્ષણ (પરસ્પર ભિન્ન લક્ષણોવાળા) અનંત સ્વભાવોથી ભાવિત એવો એક ભાવ જેનું લક્ષણ છે એવી અનંતધર્મત્વશક્તિ.'
અહીં “અનંતધર્મત્વ' શબ્દમાં “ધર્મ' શબ્દ ગુણ-સ્વભાવની વાત છે; નિત્ય, અનિત્ય આદિ જે અપેક્ષિત ધર્મો છે એની વાત નથી. અહાહા..! ‘ધારયતિ રૂતિ ધર્મ:'-આત્મદ્રવ્ય જે અનંત ગુણ-સ્વભાવને ધારણ કરે છે તે ધર્મ છે. અહીં ધર્મ શબ્દ ત્રિકાળી ગુણ-સ્વભાવ-શક્તિની વાત છે. અહાહા..! આત્મામાં શક્તિઓ કેટલી ?-કે અનંત; અહો ! અનંત શક્તિ-સ્વભાવોથી અભિનંદિત (અભિમંડિત ) આત્મા ત્રિકાળ એકરૂપ છે; આવો જ તેનો અનંતધર્મત સ્વભાવ છે. અહા ! આવા નિજ આત્મદ્રવ્યને દૃષ્ટિમાં લઈ પરિણમતાં તેનું નિર્મળ પરિણમન થાય છે, અને ત્યારે ભેગો આનંદનો અનુભવ થાય છે તથા આત્મજ્ઞાન પ્રગટ થાય છે.
અહા ! અનંતધર્મત્વમય ભગવાન આત્મા છે. કેવા છે તેના અનંત ધર્મો? તો કહે છે-વિલક્ષણ છે, અર્થાત પરસ્પર ભિન્ન લક્ષણવાળા છે. છે ને અંદર કે-“વિલક્ષણ અનંત સ્વભાવોથી ભાવિત....' અહાહા...! આત્માના અનંત સ્વભાવો છે તે પરસ્પર ભિન્ન લક્ષણવાળા છે. એક ગુણથી બીજો ગુણ વિલક્ષણ છે. જ્ઞાનનું લક્ષણ જાણવું, દર્શનનું લક્ષણ દેખવું, વીર્યનું લક્ષણ સ્વરૂપની રચના કરવી, આનંદનું લક્ષણ પરમ આલ્હાદનો અનુભવ થવો, અસ્તિત્વનું લક્ષણ ત્રિકાળ સપણે રહેવું એમ પ્રત્યેક અનંત શક્તિઓ વિલક્ષણ સ્વભાવવાળી છે; કોઈ ગુણનું લક્ષણ કોઈ બીજા ગુણમાં જતું નથી, ભળી જતું નથી; જો ભળી જાય તો અનંત સ્વભાવ-ગુણ સિદ્ધ ન થાય. અહા ! આવા અનંત સ્વભાવોથી ભાવિત એવો એક ભાવ જેનું લક્ષણ છે એવી અનંતધર્મત્વ શક્તિ જીવમાં છે. અનંત ધર્મો વિલક્ષણ હોવા છતાં એકભાવપણે રહેવાનો આવો ભગવાન આત્માનો અનંતધર્મત સ્વભાવ છે.
પ્રશ્ન:- હા, પણ આવા અનંત ધર્મો જણાતા તો નથી ?
ઉત્તર:- છદ્મસ્થને ભિન્ન ભિન્નપણે અનંત ધર્મો પ્રત્યક્ષ ન જણાય એ તો ખરું, પણ અંતર્મુખ દૃષ્ટિ વડે અનંત ધર્મોથી અભેદ એક ચિન્માત્ર વસ્તુ આત્માનો અનુભવ અવશ્ય થાય છે; અને તે અનુભવમાં બધાય ધર્મો સમાઈ જાય છે. શું કીધું? જેમ ઔષધિની એક ગોળીમાં અનેક પ્રકારના ઓસડનો ભેગો સ્વાદ હોય છે, તેમ આત્મવસ્તુના અનુભવમાં અનંત શક્તિઓનો રસ ભેગો હોય છે. અહાહા...! સ્વાનુભવરસમાં અનંત ગુણોનો રસ સમાય છે. તેથી તો કહ્યું છે કે
અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ;
અનુભવ મારગ મોખકો, અનુભવ મોખરૂપ. અહાહા..! આ અનુભવ તો સર્વ સારરૂપ છે. ભાઈ ! અહીં આ શક્તિઓનું વર્ણન ભેદમાં અટકવા માટે કર્યું નથી, પણ અનંત ગુણોનો અભેદ એક જે રસ-અનુભવરસ છે તેની પ્રાપ્તિ માટે કર્યું છે. સમજાણું કાંઈ..?
શક્તિઓના ભેદના લક્ષે સ્વાનુભવરસ પ્રગટતો નથી, અભેદએક જ્ઞાયકના જ લક્ષે સ્વાનુભવરસ પ્રગટે છે, ને ત્યારે જ શક્તિઓની યથાર્થ પ્રતીતિ થાય છે. અહા ! અનંત ગુણના ભિન્ન ભિન્ન લક્ષણ હોવા છતાં “આત્મા’-એમ કહેતાં તેમાં બધા ગુણ એક સાથે સમાઈ જાય છે. અહા ! આવા અભેદ એકરૂપ ચિન્માત્રસ્વરૂપ આત્મામાં અંતર્મુખ થઈ પરિણમતાં સ્વાનુભવની દશા પ્રગટ થાય છે, ને તેમાં આત્મા અને તેના અનંત ધર્મોની સાચી પ્રતીતિ થાય છે. આવી વાત છે. આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #147
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭-અનંતધર્મવશક્તિ : ૧૩૩ તો ધર્મકથા છે બાપુ! સાવધાન થઈને સમજવું.
યુક્તિ, આગમ અને અનુભવથી ભગવાન આત્મા ને તેના અનંત ધર્મોનો યથાર્થ નિર્ણય થાય છે. પરંતુ જેઓ સ્વસમ્મુખ થઈ આત્મવસ્તુનો નિર્ણય કરતા નથી તેમને અનંત ધર્મોનો નિશ્ચય થતો નથી. તેમને અનંતશક્તિમય આત્મા ત્રિકાળ વિદ્યમાન હોવા છતાં નહિ હોવા બરાબર જ છે, કેમકે તેમને શક્તિઓ ઉલ્લસતી નથી, જ્ઞાન ઉલ્લસતું નથી, આનંદ ઉલ્લસતો નથી. સમજાય છે કાંઈ..? અહો ! “હું તો અનંત ધર્મમય એકભાવસ્વરૂપ જ્ઞાયકમાત્ર આત્મા છું, આમ નિર્ણય કરી જ્યાં અંતર્મુખ થયો ત્યાં અંતઃપુરુષાર્થની જાગૃતિપૂર્વક શક્તિઓ પર્યાયમાં ઉલ્લસે છે, અને તેનો ભેગો એકરસ સ્વાનુભવમાં-વેદનમાં આવે છે. આનું નામ સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન છે, અને આ મારગ છે.
શક્તિ-ગુણ તો ત્રિકાળ છે, ને તેની પર્યાય ક્રમવર્તી પ્રગટ થાય છે. આ ક્રમવર્તી પર્યાયો ને અક્રમવર્તી ગુણો-એ બધું મળીને અહીં આત્મા કહ્યો છે. તેમાં વિકાસની વાત નથી, કેમકે શક્તિ છે તે નિર્મળ છે, ને શક્તિવાન દ્રવ્ય જે છે તેય નિર્મળ શુદ્ધ છે, તથા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું ભાન થતાં જે પર્યાયો પ્રગટ થઈ તે પણ નિર્મળ છે, તેમાં વિકાર સમાતો નથી. વિકારનો તો નિર્મળ પર્યાયમાં અભાવ છે. આનું નામ સ્યાદ્વાદ, અને આ અનેકાન્ત છે. હવે લોકોને દ્રવ્ય-ગુણ-પર્યાય શું? એ કાંઈ ખબર ન મળે અને પરનાં–શરીર, મહેલ-મકાનનાં ને કુટુંબનાં ને સમાજનાંકામ હું કરું એમ અભિમાન કર્યા કરે છે. પણ એ તો સંસાર પરિભ્રમણનો મારગ છે બાપુ! પરનાં કામ કરે એવી તારી વસ્તુ જ નથી ભગવાન! ને રાગ કરે એય તારો સ્વભાવ નથી.
પ્રશ્ન:- તો શું કુંભાર ઘડો કરતો નથી?
ઉત્તર:- ના, કુંભાર ઘડો કરતો નથી; ઘડો થાય છે તે માટીથી થાય છે, કુંભારથી થતો નથી. કુંભારમાં ઘડો કરવાની કતૃત્વશક્તિ છે એમ કેટલાક કહે છે, પણ તે બરાબર નથી, સત્ય નથી. સમયસાર, ગાથા ૩૭ર માં આચાર્યદેવ પોકારીને કહે છે કુંભારથી ઘડો થાય છે એમ અમે દેખતા નથી; માટીથી ઘડો થાય છે એમ અમે દેખીએ છીએ. ભાઈ ! આ તો વસ્તુ જ આવી છે; અને જૈનદર્શન તો વસ્તુદર્શન છે, એ કાંઈ વાડાની-સંપ્રદાયની ચીજ નથી.
હા, પણ કુંભાર નિમિત્ત તો છે ને?
ભાઈ ! નિમિત્ત છે એનો અર્થ શું? નિમિત્ત છે એટલે જ કર્તા નથી એમ એનો અર્થ છે. નિમિત્તથી કાર્ય થાય એવી માન્યતા તે જૈનદર્શન નથી. નિમિત્ત તો પરદ્રવ્ય છે, અને ઉપાદાન તેનાથી ભિન્નસ્વરૂપ છે. તેથી નિમિત્ત ઉપાદાનનું કાંઈ જ કરતું નથી, કેમકે પરદ્રવ્યની પર્યાય બીજા પરદ્રવ્ય વડે થતી નથી. કાર્યકાળ નિમિત્ત છે, બસ એટલું.
અહા ! પોતામાં અનંતધર્મવશક્તિ ત્રિકાળ વિધમાન છે; તેનું પરિણમન પોતાથી થાય છે. પોતામાં નિર્મળ પર્યાયને કરે એવો કર્તા નામનો ગુણ છે. શું કીધું? જ્ઞાન, આનંદ, પ્રભુતા ઇત્યાદિ અનંત ગુણની પર્યાયનો કર્તા થાય એવો કર્તા નામનો પોતામાં ગુણ છે, ને તે અનંત ગુણમાં વ્યાપક છે. આ રીતે શક્તિ પોતે જ પોતાથી પરિણમે છે. હવે આમ છે ત્યાં પારદ્રવ્ય પદ્રવ્યનું કરે એ વાત ક્યાં રહે છે?
પ્રવચનસાર, ગાથા ૧૦૨ માં આવે છે કે પ્રત્યેક પર્યાયની જન્મક્ષણ અર્થાત્ ઉત્પત્તિનો કાળ છે, અને ત્યારે તે (પર્યાય) ઉત્પન્ન થાય છે. હવે આમાં નિમિત્ત કરે છે એ કયાં રહ્યું? ચિદ્વિલાસમાં નિશ્ચય-વ્યવહારના અધિકારમાં વાત લીધી છે કે-જે સમયે જે પર્યાય થવાની હોય તે સમયે તે જ થાય તે નિશ્ચય છે.
પ્રશ્ન:- બધું હોનહાર છે તો આપણે શું કરવાનું રહ્યું?
ઉત્તર:- કાંઈ જ નહિ; પણ હોનહારનો નિર્ણય કયારે થાય ? ત્રિકાળી એક જ્ઞાયકભાવ સન્મુખનો અંતઃપુરુષાર્થ કરે ત્યારે હોનહારનો સાચો નિર્ણય થાય છે. થવાવાળી પર્યાય તો તે જ સમયે (થવાકાળે જ) થાય છે, પણ તે હોનહારનો નિર્ણય દ્રવ્યસન્મુખની દષ્ટિના પુરુષાર્થથી થાય છે. લ્યો, આ કરવાનું છે; શું? કે દ્રવ્યસન્મુખની દષ્ટિનો પુરુષાર્થ. આવી વાત!
અમારે સંપ્રદાયમાં સં. ૧૯૭૨માં આ પ્રશ્ન ખૂબ ચર્ચા થયેલી. પ્રશ્ન એમ થયેલો કે–ભગવાને કેવળજ્ઞાનમાં દીઠું હશે એમ થશે, આપણો પુરુષાર્થ શું કામ કરી શકે ?
અમે બે વર્ષ આવી વાત સાંભળી, પણ અમને આ વાત ખટકતી હતી; તો અમે ત્યારે કહેલું-ભગવાને કેવળજ્ઞાનમાં દીઠું છે એમ થશે એ વાત તો એમ જ બરાબર છે, પણ કેવળજ્ઞાનનું સ્વરૂપ શું છે એનું શ્રદ્ધા છે કે નહિ? અહાહા...!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ કેવળજ્ઞાન એટલે શું? એક સમયની જ્ઞાનની પર્યાય જે ભૂત, ભવિષ્ય અને વર્તમાન-એમ ત્રણકાળ, ત્રણ લોકોને એક સમયમાં પ્રત્યક્ષ જાણે એનું નામ કેવળજ્ઞાન છે. અહા ! આવા અદ્ભુત સામર્થ્યરૂપ કેવળજ્ઞાનની સત્તા જગતમાં છે એનો નિર્ણય કયારે થાય? કે પોતાનો જ્ઞાનસ્વભાવ-કેવળજ્ઞાનસ્વભાવ અંદર ત્રિકાળ છે તેનો અંત:પુરુષાર્થ વડે નિર્ણય કરે ત્યારે થાય છે. અરે ભાઈ ! ભગવાનને કેવળજ્ઞાનની દશા પ્રગટ થઈ તે કયાંથી થઈ ? એ તો પ્રાસની પ્રાતિ છે બાપુ! અંદર કેવળજ્ઞાન સ્વભાવ છે તેને કારણપણે ગ્રહવાથી પર્યાયમાં સ્વભાવની પ્રગટતારૂપ કેવળજ્ઞાન પ્રગટ થયું છે. અહા ! આમ જગતમાં કેવળજ્ઞાન પર્યાયનો નિર્ણય કરવા જાય તેને અંદર પોતાનો કેવળજ્ઞાનસ્વભાવ છે એમ અંતરમાં નિર્ણય થાય છે. આવો નિર્ણય થાય તેમાં ક્રમબદ્ધનો સમ્યક નિર્ણય થાય છે, અને આ જ પુરુષાર્થ છે, કેમકે અંતર્મુખ દષ્ટિના પુરુષાર્થ વિના સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય થતો નથી. પોતાના સર્વજ્ઞસ્વભાવની અંતર-પ્રતીતિ થાય ત્યારે જ સર્વજ્ઞ-પર્યાયની સમ્યક પ્રતીતિ થાય છે.
હવે લોકો તો બિચારા નિમિત્તમાં અટકયા છે. દ્રવ્યની પર્યાય નિમિત્તથી થાય એમ તેઓ માને છે. વળી તેઓ કહે છે-ઉપાદાનમાં યોગ્યતા અનેક પ્રકારની છે, પણ જેવું નિમિત્ત મળે તેવું કાર્ય થાય છે. નિમિત્ત કાર્યનો નિયામક છે એમ તેઓ માને છે; પણ તેમની આ માન્યતા યથાર્થ-સત્ય નથી. અરે ભાઈ ! જ્યાં સુધી નિમિત્ત ઉપર દષ્ટિ હોય, રાગ ઉપર દષ્ટિ હોય, ને પર્યાય ઉપર દષ્ટિ હોય ત્યાં સુધી સ્વભાવસનુખનો પુરુષાર્થ જાગતો નથી, ને પોતાના સર્વજ્ઞસ્વભાવનો નિર્ણય થતો નથી. પછી તેને કેવળજ્ઞાનનો ને ક્રમબદ્ધ પર્યાયનો સમ્યક નિર્ણય કયાંથી થાય? ન થાય, આ રીતે નિમિત્તાધીન દષ્ટિવાળા બહિદષ્ટિ બહિરાત્મા જ છે, તેઓ સાચા દેવ-ગુરુને પ્રાપ્ત થઈને પણ સંસાર પરિભ્રમણ જ સાધે છે. સમજાણું કાંઈ...?
અહાહા...! કેવળજ્ઞાનની પર્યાયનું સામર્થ્ય કેટલું? અનંત અનંત કેવળીના પેટને જાણી લે તેટલું. ઓહો ! આવું કેવળજ્ઞાન અંદર જ્ઞાનસ્વભાવ ત્રિકાળ પડયો છે તેના આશ્રયે પ્રગટ થાય છે. અહાહા..! જ્ઞાનસ્વભાવ પરિણમીને કેવળજ્ઞાન થયું છે. આવા જ્ઞાનાદિ અનંત સ્વભાવો-ગુણોનો પિંડ પ્રભુ આત્મા છે. એક વાર કહ્યું હતું કે એક ગુણમાંથી પર્યાય ઉઠતી નથી; પણ આખું દ્રવ્ય છે તેનો સ્વીકાર થતાં આખા દ્રવ્યમાંથી પરિણતિ ઉઠે છે. તત્ત્વાર્થસૂત્રમાં ભગવાન ઉમાસ્વામીએ પણ ‘TUપર્યયવત દ્રવ્યમ' એમ સૂત્ર કહ્યું છે. અંદરમાં ગુણની પરિણતિ ભિન્ન થાય છે ને દ્રવ્યની પરિણતિ ભિન્ન થાય છે એમ નથી. પોતાની અનેક વિશેષતાઓરૂપ દ્રવ્ય જ પરિણમી જાય છે. લ્યો, આમ બતાવીને ત્રિકાળી અભેદ દ્રવ્યની દૃષ્ટિ કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે.
અહીં કહે છે-વિલક્ષણ અનંત સ્વભાવોથી ભાવિત એવો એક ભાવ જેનું લક્ષણ છે એવી અનંતધર્મવશક્તિ છે. અહા! વિલક્ષણ અનંત ધર્મોને ધરનારું આત્મદ્રવ્ય છે તે એક ભાવરૂપ છે. જ્ઞાનનું લક્ષણ જુદું, શ્રદ્ધાનું જુદું, આનંદનું જુદું-એમ અનંત ગુણનું લક્ષણ જુદું છે, તથાપિ જ્ઞાનની વસ્તુ જુદી, શ્રદ્ધાની વસ્તુ જુદી, આનંદની વસ્તુ જુદી-એમ કાંઈ જુદી જુદી અનંત વસ્તુઓ નથી, વસ્તુ તો અનંત સ્વભાવોના એક ભાવરૂપ એક જ છે. એક સાથે અનંત સ્વભાવારૂપે વસ્તુ તો એક જ પ્રતિભાસે છે, પ્રતીતિમાં આવે છે. અહા ! આવી આશ્ચર્યકારી અદ્ભુત ચીજ આત્મા છે. વિલક્ષણતા છતાં એકરૂપતા, ને એકરૂપતા છતાં વિલક્ષણતા. વિલક્ષણતા હોવાથી ક્ષાયિક સમ્યગ્દર્શન થવા છતાં તે જ વખતે બધા ગુણ ક્ષાયિકભાવે ઉઘડી જતા નથી, ને વસ્તપણે એકરૂપતા હોવાથી, વસ્તુના આશ્રયે પરિણમન થતાં, બધા ગુણોનો એક અંશ નિર્મળ ખીલી જાય છે, ઉછળે છે. સમ્યગ્દર્શન થતાં જ કેવળજ્ઞાન ભલે ન હોય, પણ સમ્યજ્ઞાન તો અવશ્ય હોય જ છે, અને એ પ્રમાણે બધા ગુણનો એક અંશ તો ઉઘડી જ જાય છે. અહા ! આવા અનંતધર્મસ્વરૂપ નિજ આત્માને ઓળખીને તેનો અનુભવ કરવો, તેની અંતરસન્મુખ થઈ પરિણમવું તે મોક્ષમાર્ગ છે, મુક્તિનું કારણ છે.
અરે ! લોકોએ બહારમાં વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ વડે ધર્મ થઈ જશે એમ માન્યું છે. પરંતુ એ તો બધો શુભભાવ-રાગ છે ભાઈ ! વસ્તુમાં તો એ ચીજ છે જ નહિ; એનાથી પોતાનું કલ્યાણ થવાનું માનવું એ તો મહાન ભ્રમ અને પાખંડ છે. અરે ભાઈ ! તારા અનંત ધર્મો છે એમાં શુભરાગ નથી. શુભરાગ તો પર્યાયમાં નવો ઉત્પન્ન થાય છે. પરના લક્ષથી પર્યાયમાં રાગાદિભાવ નવા ઉત્પન્ન થાય છે.
દ્રવ્ય-ગુણમાં વિકાર કરે એવી કોઈ શક્તિ નથી, તો વિકાર કયાંથી આવ્યો?
પર્યાયની યોગ્યતાથી, પોતાના પારકના પરિણમનથી વિકાર ઉત્પન્ન થાય છે; પોતાનું દ્રવ્ય તેનું કારણ નથી, ને પરદ્રવ્ય પણ તેનું વાસ્તવિક કારણ નથી, પંચાસ્તિકાયમાં અસ્તિકાય સિદ્ધ કર્યા છે ત્યાં અસ્તિકાયની પર્યાયમાં પદ્ધારકનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #149
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭-અનંતધર્મત્વશક્તિ : ૧૩૫ પરિણમન બતાવ્યું છે, જીવની પર્યાયમાં વિકાર પોતાથી સ્વતંત્ર ઉત્પન્ન થાય છે એમ ત્યાં “અસ્તિ' સિદ્ધ કર્યું છે. સમજાણું કાંઈ...?
અત્યારે તો પ્રરૂપણા જ આવી ઉલટી થઈ ગઈ છે કે વ્રત પાળો, ને દયા કરો ને દાન કરો ઇત્યાદિ; પણ એ તો બધો રાગ-વિકલ્પ છે ભાઈ ! તારી ચીજ ચૈતન્યરત્નાકર તો અંદર કોઈ જુદી જ અલૌકિક છે. અહાહા...! અનંત ચૈતન્ય ગુણરત્નોની અંદર ભંડાર ભર્યો છે. રાગની કર્તા બુદ્ધિમાં એ ભંડારનું તાળું બંધ થઈ ગયું છે. તે ખૂલે કેમ ? તો કહે છે –રાગ ઉપરની બુદ્ધિ છોડી દે, અનંત સ્વભાવોના ભેદનું લક્ષ છોડી દે, ને એકરૂપ-એક જ્ઞાયકભાવરૂપ અંદર પોતે છે તેમાં દષ્ટિ લગાવી દે; ખજાના ખૂલી જશે, ને અદ્દભુત આહલાદકારી આનંદ પ્રગટશે. સમયસાર, પાંચમી ગાથામાં કહ્યું છે ને કે
तं एयत्तविहतं दाएहं अप्पणो सविहवेण।
जदि दाएज्ज पमाणं चुक्केज्ज छलं ण घेत्तव्वं ।। અહાહા...! આચાર્ય કહે છે-ભગવાન સર્વજ્ઞદેવની દિવ્યધ્વનિમાં પોતાના સ્વભાવથી એકત્વ અને રાગાદિ વિકારથી વિભક્ત એવું ભગવાન આત્માનું સ્વરૂપ આવ્યું છે, અને એવું જ અમે પ્રત્યક્ષ અનુભવ કરી જાણ્યું છે. માટે હે શિષ્ય ! તું અનુભવમાં સ્વસંવેદન વડે પ્રમાણ કર. લ્યો, આમ સ્વસંવેદનમાં ભગવાન આત્મા રાગથી ભિન્ન એત્વવિભક્તસ્વરૂપ અનુભવાય છે.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તે જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. વળી તે આનંદસ્વરૂપ છે, તેથી આનંદની પર્યાયથી તે પ્રાપ્ત થાય છે. પ્રભુત્વશક્તિથી આત્મા ભર્યો પડ્યો છે તો પ્રભુત્વની પર્યાયથી તેની પ્રભુતાનું ભાન થાય છે; આત્મા અકર્તૃત્વશક્તિથી ભર્યો છે, તેથી પર્યાયમાં રાગના અકર્તાપણે ને જ્ઞાનના કર્તાપણે તે અનુભવાય છે. અભોવ્રુત્વ નામનો આત્માનો ગુણ છે, તો રાગનું અભોક્નત્વ અને આનંદના ભોગવટાથી આખુંય દ્રવ્ય અભોક્તાસ્વરૂપ અનુભવાય છે. આવી વાત ! અરે ! લોકોએ માર્ગને વીંખી નાખ્યો છે. આવું સત્ય બહાર આવ્યું તો આ એકાન્ત છે, એકાન્ત છે એમ રાડો પાડી વિરોધ કરવા માંડી પડયા છે. પણ ભાઈ ! જો તું સર્વજ્ઞને માને, કેવળજ્ઞાનને માને તો નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય, વ્યવહારથી નિશ્ચય થાય ને દ્રવ્યની પર્યાયો સક્રમ-અનિયત પણ થાય એ બધી વિપરીત માન્યતાઓ સહેજે ઉડી જાય છે, અર્થાત એવી માન્યતાઓને કોઈ અવકાશ જ નથી.
અહા ! આત્મા અનંતધર્મસ્વરૂપ એક છે; તેમાં રાગ નથી, વિભાવ નથી. અહાહા...! પોતે જ પોતાને તારનારો અચિન્ય દેવ છે; બીજો કોઈ તારનાર નથી. અરે ભાઈ! પોતાનો સ્વભાવ શું? ને દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ શું? તે યથાર્થ સમજ્યા વિના, તેની ઓળખાણ કર્યા વિના તું કોના જોરે તરીશ? ઉંધી માન્યતા ને કુદેવ-કુગુરુકુધર્મનું સેવન તો તને સંસાર સમુદ્રમાં ડુબાડનાર જ છે. હે ભાઈ ! તું પોતે જ કલ્યાણ સ્વરૂપ છો, પોતે જ પોતાની નિર્મળ પર્યાયોની સૃષ્ટિનો સ્રષ્ટા છો, ને પોતે જ પોતાનો રક્ષક છો. ભગવાન તો કહે છે–અમારા જેવા બધાય ધર્મો તારા સ્વરૂપમાં ભર્યા છે, તેનો અંતરમાં સ્વીકાર કર ને ભગવાન થઈ જા. લ્યો, આવો મારગ છે. અંદરમાં સ્વસ્વરૂપનો સ્વીકાર તે મારગ છે, ને અસ્વીકાર તે અમાર્ગ છે.
અહીં શક્તિના વર્ણનમાં શક્તિને ધરનારું દ્રવ્ય તે પવિત્ર છે, શક્તિ પવિત્ર છે, ને તેની પરિણતિ પણ પવિત્ર છે. નિર્મળ પર્યાયને જ અહીં શક્તિની પર્યાય ગણવામાં આવી છે, ને શુભાશુભ રાગનો વિકારનો તેમાં અભાવ છે. આનું નામ અનેકાન્ત છે. લોકો સમજ્યા વિના વિરોધ કરે છે. પણ નિશ્ચયથી અર્થાત શુદ્ધભાવથી પણ પર્યાય શુદ્ધ થાય ને શુભરાગરૂપ વ્યવહારથી પણ શુદ્ધ પર્યાય પ્રગટ થાય એવું વસ્તુસ્વરૂપ નથી, એ અનેકાન્ત નથી, પણ મિથ્યા અનેકાન્ત છે. મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારમાં નિશ્ચયાભાસ અને વ્યવહારાભાસનું વર્ણન કર્યું છે તેમાં આ વાત બહુ સ્પષ્ટ આવી છે. અનેકાન્ત પણ બે પ્રકારે છેઃ સમ્યક અનેકાન્ત અને મિથ્યા અનેકાન્ત. તેવી રીતે સમ્યક એકાન્ત અને મિથ્યા એકાન્ત એમ એકાન્ત પણ બે પ્રકારે છે.
ભાઈ ! એકેક શક્તિના પરિણમનમાં વ્યવહારનો-રાગનો અભાવ છે, આ અનેકાન્ત છે. આ ખ્યાલમાં રાખવા જેવી વાત છે. ગામે ગામ અને ઘેરઘેર આ વાત પહોંચાડવા જેવી છે. સ્વરૂપના પરિણમનની અસ્તિમાં રાગાદિ વિકારની નાસ્તિ છે.
અહીં કહે છે સ્વાભિમુખ પરિણમન થતાં જીવના અનંતધર્મત્વ સ્વભાવનું ભેગું જ નિર્મળ પરિણમન થાય છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ અને ત્યારે અનંત ધર્મોનું ભેગું જ પરિણમન થાય છે. બધા જ ગુણો એક સાથે પરિણમે છે, પર્યાયમાં એકસાથે પરિણત થાય છે, ને તેમાં રાગનો-વિકારનો અભાવ છે. આ અનેકાન્ત છે. વ્યવહારનો અભાવ ને નિશ્ચયનો સદ્દભાવ-અનું નામ સમ્યક્ અનેકાન્ત છે.
આ પ્રમાણે અહીં અનંતધર્મવશક્તિ પૂરી થઈ.
૨૮: વિરુદ્ધધર્મત્વશક્તિ ‘તરૂપમયપણું અને અતરૂપમયપણું જેનું લક્ષણ છે એવી વિરુદ્ધધર્મત્વશક્તિ.'
જુઓ, સમયસારમાં તત-અત ઇત્યાદિ ચૌદ બોલ વર્ણવ્યા છે ત્યાં એમ લીધું છે કે-જ્ઞાયકસ્વભાવી આત્મા નિજ જ્ઞાયકસ્વરૂપથી તત છે, ને પરજ્ઞયો તેમાં નથી તેથી શયસ્વરૂપથી અતત છે. અહા ! પોતામાં જે જ્ઞાન આદિ ભાવ છે તે વડે તપણું છે, પણ પોતામાં જે ભાવ નથી તે વડે અતપણું છે. આત્મા જ્ઞાનસ્વરૂપથી તત છે, કેમકે આત્મા જ્ઞાનથી તદરૂપમય છે, પણ આત્મા રાગાદિથી-શયોથી અતત છે કેમકે આત્માને રાગાદિથી–પરથી અતદુરૂપમયતા છે. આવી વાત! સમજાણું કાંઈ...? અહા ! આ રીતે તપણું અને અતપણે એવા બન્ને વિરુદ્ધ ધર્મો એકી સાથે જેમાં રહેલા છે એવા આત્માનો વિરુદ્ધધર્મત્વ સ્વભાવ છે.
સમયસાર, પરિશિષ્ટમાં જ્ઞાયક અને શેય વચ્ચે તત-અતત ધર્મોનું વર્ણન કર્યું છે. જ્ઞાયક જ્ઞાયકસ્વરૂપે પોતાથી છે, અને જ્ઞયસ્વરૂપથી–પરજ્ઞયથી નથી એમ ત્યાં તત-અતભાવ કહેલ છે. પંચાધ્યાયીમાં એમ કહ્યું છે કે-વસ્તુ વસ્તુપણે પોતાથી તત્ છે, ને પરવસ્તુપણે તે અતત્ છે અર્થાત્ નથી. ત્યાં દ્રવ્ય-ગુણ-પર્યાયમાં પણ તત-અતપણું ઉતાર્યું છે. અહો ! આ તો અનેકાન્તનું એકલું અમૃત છે.
પ્રત્યેક વસ્તુ પોતાથી છે તે તત, અને પરવસ્તુપણે નથી તે અતતઃ આવા તત-અતત્ ધર્મો વસ્તુમાં એકી સાથે રહેલા છે એવી વસ્તુની વિરુદ્ધધર્મવશક્તિ છે. અન્યમતમાં તો આ વાત છે જ નહિ. અન્યમતમાં તો એક જ આત્મા સર્વવ્યાપી છે એમ માને છે, તેઓ અનેકપણું માનતા નથી. પરંતુ જગતમાં અનંત દ્રવ્યો છે. તેમાં પ્રત્યેક દ્રવ્ય પોતાથી–પોતાના સ્વરૂપથી છે, અને તે અનંત પરદ્રવ્યપણે નથી આવો જ દ્રવ્ય-સ્વભાવ છે, વસ્તુસ્વભાવ છે. અહીં આત્મદ્રવ્યની વાત છે, તો કહ્યું કે-જ્ઞાન જ્ઞાનપણે છે, ને જ્ઞયપણે નથી. આ રીતે તત્-અતપણું એ આત્મનિષ્ઠ આત્માના ધર્મો છે. અહા ! જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા જ્ઞયનું-રાગાદિનું જ્ઞાન કરે છે, પણ શેય-રાગાદિ તેમાં છે નહિ, તેનો અતત્ સ્વભાવ રાગાદિને-પરજ્ઞયને અંદર પ્રવેશવા દેતો નથી. જુઓ, આ આત્માને જીવિત રાખનારું ભેદજ્ઞાન! આ તો અલૌકિક ચીજ છે બાપુ !
પંચાધ્યાયીમાં આવે છે કે-તત-અતત અને નિત્ય-અનિત્યમાં શું ફેર છે?
તેને, તે છે અર્થાત્ તે-રૂપથી–સ્વરૂપથી તે છે તે તપણું છે, ને તેને, તે નથી, અર્થાત્ પરરૂપથી તે નથી તે અતત્પણું છે. આ તતઅતત ધર્મો વસ્તુનિષ્ઠ ત્રિકાળી સ્વભાવ છે. નિત્ય-અનિત્ય ધર્મો તો અપેક્ષિત ધર્મો છે. વસ્તુ દ્રવ્યરૂપથી ત્રિકાળ છે તે નિત્ય, ને પર્યાયરૂપથી ક્ષણિક છે તે અનિત્ય. આમ નિત્ય-અનિત્ય એ અપેક્ષિત ધર્મો છે. આમ બન્નેમાં ફેર-ફરક છે.
અહીં કહે છે–આત્મામાં એક સાથે બે વિરુદ્ધ શક્તિઓ રહે છે એવી એની વિરુદ્ધધર્મત્વશક્તિ છે. જ્ઞાન પોતાથી છે, શયથી નથી-આમ જે છે તે નથી એમ વિરોધ થયો; પણ આવા વિરુદ્ધ ધર્મો એકી સાથે અવિરોધપણે વસ્તુમાં રહે છે એવી આત્માની વિરુદ્ધધર્મત્વશક્તિ છે. આ ગુણ છે, તેની પરિણમનરૂપ પર્યાય છે. જ્યારે નિત્યઅનિત્ય તો અપેક્ષિત ધર્મો છે. દ્રવ્ય કાયમ રહેવાની અપેક્ષા નિત્ય કહેવાય, નિત્ય કોઈ ગુણ નથી, તેમ તેની કોઈ પર્યાય હોતી નથી. તથા પર્યાય પલટે છે એ અપેક્ષા વસ્તુ અનિત્ય કહેવાય. અનિત્ય કોઈ ગુણ નથી, અને તેની પર્યાય થાય છે એમ પણ વસ્તુ નથી. નિત્ય-અનિત્ય અપેક્ષિત ધર્મો છે.
આત્માની વિરુદ્ધધર્મત્વશક્તિ છે તે તેનો સ્વભાવ-ગુણ છે. શક્તિ કહો, ગુણ કહો કે સ્વભાવ કહો એક જ વાત છે. આ શક્તિનું તત્ત્વઅતપણે પરિણમન પણ છે. પોતાના જ્ઞાનપણે જ્ઞાન રહે છે, અજ્ઞાનપણે થતું નથી; વીતરાગતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૮-વિરુદ્ધધર્મત્વશક્તિ : ૧૩૭ વીતરાગતાપણે રહે છે, રાગપણે થતી નથી, આનંદની દશા આનંદપણે રહે છે, દુ:ખપણે થતી નથી-આમ તત્અત૫ણે વસ્તુ પોતે પરિણમે છે એવો આત્માનો વિરુદ્ધધર્મત્વ સ્વભાવ છે. આવો ભગવાનનો મારગ છે.
અનેકાન્તના ચૌદ બોલમાં ત-અતત્ની સાથે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસ્તિ, ને ૫૨દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવથી નાસ્તિ-એમ બીજા આઠ બોલનું ત્યાં વર્ણન કર્યું છે. પહેલાં તત્-અતત્ની વાત કરી ત્યાં જ્ઞાન-શેય વચ્ચે તત-અતપણું કહ્યું, અને પછી અસ્તિ-નાસ્તિના આઠ બોલનું વર્ણન કર્યું છે. કુલ ચૌદ બોલ ઉતાર્યા છે તે આ પ્રમાણેઃ તત-અતત; સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસ્તિ અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નાસ્તિ; એક-અનેક; નિત્યઅનિત્ય-આમ ચૌદ બોલથી અનેકાન્તનું સ્વરૂપ સમજાવ્યું છે. અહા ! આ અનેકાન્ત તો જીવના જીવનનું પરમ અમૃત છે.
જીવને પોતાની પર્યાયમાં અનેક પ્રકારે વિપરીત શલ્ય હોય છે; રાગથી પણ ધર્મ થાય, ને આત્મા પરનું પણ કાર્ય કરે ઇત્યાદિ અનેક પ્રકારે જીવમાં અનાદિથી ઉંધાં શલ્ય પડેલાં છે. અનેકાન્ત તેનો નિષેધ કરીને, અસત્ય અભિપ્રાય છોડાવી, વસ્તુનું સાચું-સમ્યક્ જ્ઞાન કરાવે છે, ને સર્વ વિરોધ મટાડી દે છે. અહા! વિરોધ મટાડવાનો તેનો સ્વભાવ છે; કેમકે વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ શક્તિઓ એક સાથે ભલે હો, પણ તેઓ વસ્તુનો વિરોધ નથી કરતી, બલ્કે વસ્તુને નીપજાવે છે, સિદ્ધ કરે છે, પ્રસિદ્ધ કરે છે. ત-અતપણું વસ્તુને વસ્તુમાં સ્થાપિત કરે છે. અહો ! અનેકાન્ત એવો અભેદ કિલ્લો છે કે આત્માને તે સદા પરથી ભિન્ન જ રાખે છે, પરના એક અંશને પણ આત્મામાં ભળવા દેતો નથી. અહા ! અંતર્દષ્ટિ વડે આવા નિજ સ્વરૂપને ઓળખવું તે અપૂર્વ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન છે.
પ્રવચનસાર ગાથા ૨૦૦માં એમ કહ્યું છે કે:
“હવે, એક જ્ઞાયકભાવનો સર્વજ્ઞેયોને જાણવાનો સ્વભાવ હોવાથી, ક્રમે પ્રવર્તતા, અનંત, ભૂત-વર્તમાન-ભાવી વિચિત્ર પર્યાય સમૂહવાળાં, અગાધ સ્વભાવ અને ગંભીર એવાં સમસ્ત દ્રવ્યમાત્રને-જાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં કોતરાઈ ગયાં હોય ચીતરાઇ ગયાં હોય, દટાઇ ગયાં હોય, ખોડાઇ ગયાં હોય, ડૂબી ગયાં હોય, સમાઇ ગયાં હોય, પ્રતિબિંબિત થયાં હોય એમ-એક ક્ષણમાં જ જે (શુદ્ધ આત્મા) પ્રત્યક્ષ કરે છે, તે શુદ્ધ આત્માને, આ હું મોહને ઉખેડી નાખીને, અતિ નિષ્કપ રહેતો થકો યથાસ્થિત જ (જેવો છે તેવો જ) પ્રાપ્ત કરું છું”
આ તો આમાં નિમિત્તથી થન કર્યું છે. શૈય સંબંધી અહીં આત્મામાં જ્ઞાન થયું છે, બાકી જ્ઞેય કાંઈ જ્ઞાનમાં આવતું નથી, જ્ઞાન શેયપણે થઈ જતું નથી. ભાઈ ! ચારે પડખેથી સત્ય સમજવું જોઈએ, નહીંતર એકાન્ત થઈ જશે. સમજાણું કાંઈ ?
કેટલાક કહે છે-નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય એમ માનો, નહીંતર એકાન્ત થઈ જશે.
અરે ભાઈ! વસ્તુસ્થિતિ એમ નથી. નિમિત્ત તો પરવસ્તુ છે. તે પોતાનું કામ કરે ને પરનું પણ કામ કરે એમ વિરુદ્ધધર્મત્વ નથી; તે પોતાનું કામ કરે અને પ૨નું કામ ન કરે-એમ વિરુદ્ધધર્મત્વ વડે વસ્તુ યથાસ્થિત સિદ્ધ થાય છે; અને તે અનેકાન્ત છે. વસ્તુ ૫૨૫ણે થતી જ નથી ત્યાં ૫૨નું કામ કેવી રીતે કરે ? માટે નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય એવી માન્યતા મિથ્યા શલ્ય છે.
વળી કોઈ કહે છે–વ્રત, તપ, ભક્તિના શુભરાગથી ધર્મ થાય એમ માનો, નહીંતર એકાન્ત થઈ જશે.
અરે ભાઈ ! ભગવાન આત્મા નિજ જ્ઞાનસ્વભાવથી તદ્રુપ છે, ને વિકારથી-શુભાશુભરાગથી અતદ્રુપ છે. વળી સ્વભાવનું ભાન થતાં જે નિર્મળ પરિણતિ થઈ તેય સ્વભાવથી તદ્રુપ છે ને રાગાદિથી અતદ્રુપ છે. હવે રાગ, નિર્મળવીતરાગ પરિણતિથી તદ્રુપ જ નથી ત્યાં રાગથી ધર્મ થાય એ વાત કયાં રહે છે? આ પ્રમાણે રાગથી ધર્મ થાય એવી માન્યતા રાગની એકતાબુદ્ધિરૂપ મિથ્યા શલ્ય સિવાય કાંઈ નથી; એ મિથ્યા એકાન્ત છે.
અમે તો સં. ૧૯૮૫માં સંપ્રદાયમાં હતા ત્યારે બોટાદમાં એક મોટી સભામાં કહેલું કે-જે ભાવથી તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાય તે ભાવ ધર્મ નથી; કેમકે જે ભાવથી ધર્મ થાય ભાવથી કર્મબંધ ત્રણકાળમાં થાય નહિ. સભા તો વાત બરાબર સાંભળી રહી હતી, પણ અમારી પાસે અમારા ગુરુભાઈ બેઠા હતા તેમને આ વાત ન રુચી એટલે તેઓ ઊભા થઈને ચાલ્યા ગયા હતા. એ સભામાં અમે બીજી વાત પણ કહી હતી કે-પંચમહાવ્રતના પરિણામ આસવ છે, ધર્મ નથી. માર્ગ તો આવો છે; ધર્મના પરિણામ તો અબંધ સ્વભાવી હોય, જેનાથી બંધ થાય તે ભાવ ધર્મ કેમ હોય ? ન હોય. તેનાથી ધર્મ માનવો એ તો મહા અધર્મ છે, અનર્થ છે, વિપરીતતા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે અબંધસ્વભાવી છે, ને તેના પરિણામ-મોક્ષમાર્ગરૂપ પરિણામ પણ અબંધસ્વભાવી જ છે. અબંધ પરિણામ બંધનનું કારણ થાય એમ કદીય બને નહિ. તેથી જે વડે બંધન થાય તે શુભરાગ ધર્મ નથી. વાસ્તવમાં જે બંધમાર્ગ છે તે અધર્મ છે. આવી વાત અમે સંપ્રદાયની સભામાં મૂકેલી. ત્યારે લોકો વિશ્વાસ રાખી બરાબર સાંભળતા. તે વખતે અમે દિગંબર શાસ્ત્રો વાંચતા હતા, પણ અમારા પ્રત્યે કોઈ શંકા ન કરતું. આદિપુરાણ, તત્ત્વાર્થ રાજવાર્તિક, સમયસાર, પ્રવચનસાર–આ બધાં દિગંબર શાસ્ત્રો અમે વાંચેલાં. અમે તો એમ સ્પષ્ટ કહેતા કે-આમાં (સંપ્રદાયમાં) આવી ગયા છીએ માટે આમાં જ રહીશું એમ નથી; વાત ફેરફારવાળી લાગશે તો અમે ક્ષણમાત્રમાં સંપ્રદાય છોડી દઈશું. (બન્યું પણ એમ જ).
અહીં કહે છે-પોતાનું જ્ઞાનસ્વરૂપ પોતાથી તસ્વરૂપ છે, ને તે પરથી-જ્ઞેયથી-રાગથી અતસ્વરૂપે છે. અહા! આનંદસ્વરૂપ પોતે છે તેની પરિણિત પણ આનંદરૂપ જ હોય છે; તે પરિણતિ પરદ્રવ્યરૂપ, પરશેયરૂપ કે દુઃખરૂપ હોતી નથી; આનું નામ અતત્ છે. પોતાના સ્વભાવના અસ્તિત્વપણે, સ્વભાવને અનુસરીને પરિણતિ હોય છે તે તત્, અને તે પરના-૫૨ભાવના અભાવરૂપ છે તે અતત, અહા ! આવો વિરુદ્ધધર્મત્વ નામનો જીવનો ગુણ-સ્વભાવ છે.
નિશ્ચયથી (નિશ્ચયના આશ્રયે) પણ ધર્મ થાય ને વ્યવહારથી (વ્યવહા૨ના આશ્રય) પણ ધર્મ થાય એવી માન્યતામાં તો વિરુદ્ધધર્મત્વશક્તિ ન રહી, એમાં તો વિરુદ્ધધર્મત્વનો અભાવ થયો. પણ વિરુદ્ધધર્મત્વ તો (જીવનો સ્વભાવ) છે જ. નિશ્ચયથી ધર્મ થાય, ને વ્યવહારથી ધર્મ ન થાય-એમ વિરુદ્ધધર્મત્વ છે. અહાહા...! જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા છે તે જ્ઞાન ને આનંદરૂપ પરિણમે છે, ને શેયરૂપ ને વ્યવહારરૂપ થતો નથી તે આ વિરુદ્ધધર્મત્વશક્તિનું કાર્ય છે. ભાઈ! અનેકપણું માને તો વિરુદ્ધ (વિરુદ્ધધર્મત્વ) સિદ્ધ થાય, બધું એક આત્મા માને તેને વિરુદ્ધ સિદ્ધ ન થાય. વેદાંતી એક સર્વવ્યાપક ચૈતન્ય આત્મા માને છે તો ત્યાં એકમાં વિરુદ્ધશક્તિ કયાંથી સિદ્ધ થાય ? ન થાય.
અહા ! પોતે સ્વસન્મુખ થઈ પરિણમતાં ભેગું વિરુદ્ધધર્મત્વ સ્વભાવનું પરિણમન થાય છે, અને તેમાં રાગ અને પરના પરિણામનો અભાવ હોય છે કેમકે શક્તિની પરિણતિ રાગ અને પરના પરિણામથી અતસ્વરૂપે છે. આમ વ્યવહારથી નિશ્ચય થાય એ વાત અહીં ઉડી જાય છે. શક્તિના વર્ણનમાં દ્રવ્ય-ગુણ અને તેની નિર્મળ પર્યાયની વાત છે. શક્તિ નિર્મળ છે, ને તેનું પરિણમન પણ નિર્મળ હોય છે, વિકારનું પરિણમન તેમાં સમાતું નથી. અહા ! વસ્તુને પોતાના સ્વભાવથી તદ્દરૂપમયતા છે, ને ૫૨થી અતદ્દરૂપમયતા છે. આવો વસ્તુસ્વભાવ છે. તેથી ભગવાન આત્મા વ્યવહાર અને પરદ્રવ્યથી અતરૂપમય છે. રાગ અને પરદ્રવ્યના સ્વભાવનો શક્તિના પરિણમનમાં અભાવ છે તો હવે શરીર ને જડ કર્મ તો કયાંય રહી ગયાં; કર્મનો તો અભાવ જ છે, કેમકે કર્મથી અતદ્દરૂપમય આત્માનો સ્વભાવ છે. અજ્ઞાની કહે છે કે કર્મના ઉદયથી વિકાર થાય છે, પણ અહીં તેનો નિષેધ કરે છે.
પ્રશ્ન:- તો શું કર્મ કાંઈ જ નથી.?
ઉત્ત૨:- કર્મ છે ને, પણ કર્મ કર્મમાં છે, આત્મામાં તે કાંઈ જ નથી. આત્મા પોતાના ચૈતન્યમય દ્રવ્ય-ગુણપર્યાયો સાથે એકરૂપ-તદ્રુપ છે, પરંતુ કર્મથી અતદ્દરૂપ છે; જુદો છે. જો આમ ન હોય તો જડ-ચેતનનો વિભાગ મટી જતાં આત્મા અને જડ બન્ને એકમેક થઈ જાય, અથવા તો વસ્તુનો જ અભાવ થઈ જાય. પણ એમ છે નહિ.
કર્મનો ઉદય અને વિકાર બન્નેથી આત્મા અતરૂપમય છે. વિકાર વિકારમાં રહે છે; વિકારની પરિણતિ છે તે નિર્વિકાર પરિણમનમાં આવતી નથી. નિશ્ચયથી તો વિકારને (આત્માની ) વસ્તુ જ ગણવામાં આવી નથી; વિકાર પર્યાયમાં છે તેને પરમાર્થે ૫૨વસ્તુ ગણવામાં આવે છે. ભાઈ! વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ છે તે શુભાગ છે, તેને જ્ઞાની પોતાના સ્વરૂપમાં ગણતો નથી, તેનું તે સ્વામિત્વ ને કર્તાપણું રાખતો નથી.
ચારિત્ર ગુણ છે તે વીતરાગતાપણે પરિણમે છે, રાગપણે નહિ, રાગથી તે અતરૂપમય છે; આનંદ ગુણ છે તે આનંદરૂપે પરિણમે છે, દુ:ખપણે નહિ, દુઃખથી તે અતરૂપમય છે. આમ તદ્દરૂપમયતા અને અતરૂપમયતા એ વિરુદ્ધધર્મત્વશક્તિનું લક્ષણ છે. ભગવાન આત્મામાં અનંત ગુણો-ધર્મો છે. તે બધા નિર્મળ-પવિત્ર છે, ને તે પોતાની નિર્મળ પરિણતિમાં તદ્દરૂપ-તન્મય છે, અને રાગાદિ વિકારમાં ને ૫૨દ્રવ્યમાં અતદ્દરૂપ-અતન્મય છે. અનંત ગુણનું તન્મય પરિણમન થાય છે, અને વિકાર તથા પરનું અતન્મયરૂપ પરિણમન થાય છે. વિકારમાં આત્મા ને આત્માની પરિણતિ તન્મય નથી. વાસ્તવમાં વિકાર ને વ્યવહારનું પરિણમન આત્માના અસ્તિત્વમાં છે એમ ગણવામાં આવતું નથી. આ તો વર્ષોથી ચાલતી આ વાતનું વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. આ તો ઘૂંટીઘૂંટીને દૃઢ કરવું જોઈએ
ભાઈ !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯-તત્ત્વશક્તિ : ૧૩૯ બાકી બહાર તો ઘણી ગડબડ ચાલે છે. લોકો આવી સત્ય વાતનો પણ વિરોધ કરવા લાગ્યા છે. તેથી દ્રઢતા માટે અહીં વિશેષ સ્પષ્ટ કરવામાં આવે છે. આત્મામાં જ્ઞાન, આનંદ આદિ અનંત નિર્મળ શક્તિઓ છે. તે શક્તિઓનું તેરૂપ પરિણમન થાય તે તરૂપમયતા છે, ને રાગાદિરૂપ ને પરસ્વભાવરૂપ તે ન થાય તે અતદરૂપમયતા છે. આ રીતે રાગમય પરિણમન તે આત્માની ચીજ છે જ નહિ, તે તો અનાત્મા છે, પરદ્રવ્યના સ્વભાવમય છે, આવી ખૂબ ગંભીર સૂક્ષ્મ વાત છે.
બિલાડી તેના બચ્ચાને સાત સાત દિવસ સુધી સાત ઘરે ફેરવે છે. તેની આંખ ત્યારે બંધ હોય છે. જ્યારે તેની આંખ ખૂલે છે ત્યારે તે જગતને દેખે છે. તેની આંખો ખૂલી નહોતી ત્યારેય જગત તો હતું જ, અને આંખો ખૂલી ત્યારેય જગત છે. એમ આ નવીન પંથ નથી, અનાદિનો પંથ છે. તને ખબર નહોતી ત્યારે પણ આ વાત હતી, ને હવે તને ખબર પડી ત્યારે પણ આ વાત છે. એ તો અનાદિની છે. જે સમજે તેના માટે તે નવીન કહેવાય, પણ છે તો અનાદિથી જ. વીતરાગનો માર્ગ તો પ્રવાહરૂપે અનાદિથી ચાલ્યો આવે છે; જે સમજે તેને નવો પ્રગટ થાય છે. ભાઈ ! તું પ્રયત્ન કરીને આ તત્ત્વ સમજ. સ્વસ્વરૂપથી છું, ને પરથી નથી-એવું તત્ત્વ સમજ; તારું અવિનાશી કલ્યાણ થશે. ઇતિ.
આ પ્રમાણે અહીં વિરુદ્ધધર્મત્વશક્તિ પૂરી થઈ.
૨૯: તત્ત્વશક્તિ તદરૂપ ભવનરૂપ એવી તત્ત્વશક્તિ. (તસ્વરૂપ હોવારૂપ અથવા તસ્વરૂપ પરિણમનરૂપ એવી તત્ત્વશક્તિ આત્મામાં છે. આ શક્તિથી ચેતન ચેતનપણે રહે છે–પરિણમે છે.)'
આ સમયસાર શાસ્ત્ર છે; તેમાં શક્તિના અધિકાર પર વ્યાખ્યાનો ચાલે છે. આત્મામાં અનંત શક્તિઓ છે. તે અનંતનું વર્ણન થઈ શકે નહિ; તેથી અહીં આચાર્યદવે ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે. પ્રવચનસારમાં નય અધિકારમાં ૪૭ નયનું વર્ણન કર્યું છે. ભૈયા ભગવતીદાસજી એક વિદ્વાન કવિ થઈ ગયા. તેમણે નિમિત્ત-ઉપાદાનના દોહા બનાવ્યા છે તેમાં પણ ૪૭ સંખ્યા છે. અને ચાર ઘાતિ કર્મની પ્રકૃતિ પણ ૪૭ છે. તેનો નાશ કરવાનો આમાં ઉપાય બતાવ્યો છે. દ્રવ્યસંગ્રહની ૪૭મી ગાથામાં આમ વર્ણન કર્યું છે:
दुविहं पि मोक्खहेउं झाणे पाउणदि जं मुणी णियमा।
तमा पयत्तचित्ता जूयं भक्ताणं समब्भसह।। શું કહ્યું ગાથામાં? કે પોતાના આત્માના અનુભવરૂપ જે નિશ્ચય મોક્ષમાર્ગ છે તે ધ્યાનમાં પ્રાપ્ત થાય છે. ઉપર ઉપરથી કોઈ ધારણ કરી લે એવી આ ચીજ નથી બાપુ! અહાહા...! ધ્રુવ દ્રવ્યને ધ્યેય બનાવી ધ્રુવના આશ્રયે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં આનંદનો અનુભવ પ્રગટ કરવો તે મોક્ષમાર્ગ છે, તેનું નામ ધર્મ છે. આ ધ્યાનની દશા તે નિશ્ચલ એકાગ્રતાની સ્વરૂપ-રમણતાની દશા છે.
રાત્રે પ્રશ્ન થયેલો કે-જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞય શું છે?
ઉત્તર:- જ્ઞાતા-જ્ઞાન-શેય ત્રણે આત્મા છે. જ્ઞાતા પણ આત્મા, જ્ઞાન પણ આત્મા, ને શેય પણ આત્મા જ છે. આવી ધ્યાન-દશા છે.
કળશ ટીકામાં લીધું છે કે-જ્ઞય એક શક્તિ છે, ને જ્ઞાન પણ એક શક્તિ છે. ભગવાન આત્મા જ્ઞાતુ દ્રવ્ય છે; તેની ય એક શક્તિ છે, ને જ્ઞાન પણ એક શક્તિ છે. જ્ઞાતૃ દ્રવ્યની એકાગ્રતાના પરિણમનમાં બન્નેનું પરિણમન ભેગું જ છે. આમ જ્ઞાન-જ્ઞાતા-જ્ઞય અને ધ્યાન-ધ્યાતા-ધ્યેય-બધું આત્મા જ છે. સૂક્ષ્મ વાત છે ભાઈ !
ભગવાન આત્મા અનંતગુણનિધાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે. શક્તિ અને શક્તિવાન-એવો જેમાં ભેદ નથી એવી અભેદ દષ્ટિ કરી અભેદ એક જ્ઞાયકસ્વરૂપમાં એકાગ્ર થઈ તેમાં જ લીન થવું તે ધ્યાન છે, અને તે ધર્મ છે. તેમાં હું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
આવો છું-એવા વિકલ્પનો પણ અભાવ છે. અહા! આવી સ્વસ્વરૂપની નિશ્ચલ ધ્યાન-દશામાં સ્વાશ્રિત નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થાય છેઃ અને એ ધ્યાનમાં જ વ્યવહાર મોક્ષમાર્ગ પણ સાથેસહચર હોય છે. ધ્યાનમાં જેટલો સ્વ-આશ્રય થયો તેટલું દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન નિર્મળ છે, બાકી જે રાગ સહચર રહ્યો તેને ઉપચારથી વ્યવહાર મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. આ રીતે ધ્યાનમાં બન્ને મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે.
અહીં શક્તિના વર્ણનમાં થોડા શબ્દોમાં આખો ભંડાર ભર્યો છે. કહે છે-‘તદ્દરૂપ ભવનરૂપ એવી તત્ત્વશક્તિ.’ અહાહા...! સચ્ચિદાનંદ સહજાસ્વરૂપ ભગવાન આત્મા છે તે પોતાના સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં તદ્દરૂપ છે. આવો આત્માનો તત્ત્વ સ્વભાવ છે. ત્યાં
• ત્રિકાળી એક જ્ઞાયકભાવરૂપ નિર્વિકલ્પ વસ્તુ તે સ્વદ્રવ્ય,
• અસંખ્યપ્રદેશી વસ્તુના આધારમાત્ર પોતાનો પ્રદેશ તે સ્વક્ષેત્ર,
• ત્રિકાળ વસ્તુમાત્રની મૂળ અવસ્થા-સ્થિતિ તે સ્વકાળ, અને વસ્તુની મૂળ સહજ શક્તિ તે સ્વ-ભાવ.
·
અહા ! આવી પોતાની અભેદ અખંડ નિર્વિકલ્પ ચીજનું વલણ કરીને તદ્દરૂપ થઈને પરિણમવું તે ધર્મ છે. આવો માર્ગ સૂક્ષ્મ છે બાપુ! આ અલૌકિક વાત છે.
અરે, લોકોએ તો દયા, દાન, વ્રત, ભક્તિમાં ને લાખોનું ખર્ચ શુભકાર્યોમાં કરે એમાં ધર્મ માન્યો છે. પણ એ ધર્મ નહિ બાપુ! એ તો બધા વિકલ્પ છે, ને ધર્મ તો નિર્વિકલ્પ છે. અને પૈસા વગેરે તો જડ વસ્તુ છે. એ જડ મારી ચીજ છે એમ માનીને દાનમાં આપે એ તો મિથ્યાત્વનું સેવન છે. અહા! જેવો એક જ્ઞાયકભાવ છે તેવું તેનું તરૂપ પરિણમન થવું તે ધર્મ છે. જ્ઞાયકના તરૂપ ભવનરૂપ તત્ત્વશક્તિ છે તેમાં રાગનો-વિકલ્પનો અભાવ છે. માર્ગ તો આવો છે બાપુ!
અહાહા...! ભગવાન આત્મા એક જ્ઞાયકસ્વરૂપ, શુદ્ધતાસ્વરૂપ, આનંદસ્વરૂપ પરમ પવિત્ર પ્રભુત્વશક્તિસ્વરૂપ પ્રભુ છે. તેમાં તદ્દરૂપ થવું, તે રૂપે ભવન થવું તે તત્ત્વશક્તિનું સ્વરૂપ છે. ભવન એટલે પરિણમન સહિતની શક્તિની આ વાત છે. તદ્દરૂપ ભવન એટલે પરિણમન થવું તે શક્તિનું કાર્ય છે. અહાહા...! શુદ્ધ જ્ઞાનરૂપે, શુદ્ધ આનંદરૂપે, શુદ્ધ સમકિતરૂપે, પવિત્ર વીતરાગતારૂપે, શુદ્ધ પ્રભુત્વરૂપે, પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ભગવાન આત્મા જેવો છે તેરૂપે તેનું પરિણમન થવું તે તત્ત્વશક્તિનું કાર્ય છે; તેમાં રાગનો અભાવ છે. આત્મા એકલું ચૈતન્યનું દળ છે, તેના તદ્દરૂપ પરિણમનમાં રાગ સમાતો નથી. આમ રાગપણે-વ્યવહાર રત્નત્રયરૂપે થવું તે પોતાનો સ્વકાળ નથી, તે આત્મા નથી. અરે! લોકોને નિવૃત્તિ મળે નહિ, પોતાના સ્વરૂપની કાંઈ દરકાર નહિ ને આખો દિવસ સંસારના-પાપના કાર્યોમાં, વિષયકષાયમાં વીતી જાય છે. અરે ભગવાન! તારે કયાં જવું છે? અહીં કહે છે–જેમાં તદ્દરૂપ પરિણમન થાય ત્યાં જવું છે, જેમાં ૫૨દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો અભાવ છે એવા સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં તદ્દરૂપ થવું છે. લ્યો, આ ધર્મ કરવાની રીત છે.
જુઓ, પહેલો સૌધર્મ દેવલોક છે તેમાં ૩૨ લાખ વિમાન છેઃ એકેક વિમાનમાં અસંખ્ય દેવતા હોય છે, કોઈ વિમાન નાના છે તેમાં સંખ્યાત દેવો હોય છે. આ દેવલોકનો સ્વામી ઇન્દ્ર સમકિતી ને એકભવતારી છે; તેને હજારો ઇન્દ્રાણીઓ હોય છે, તેમાં જે એક મુખ્ય ઇન્દ્રાણી છે તેય સમકિતી ને એકભવતારી છે, એક ભવ કરીને તેઓ મોક્ષ પામશે. તેમને બહારમાં અઢળક સમૃદ્ધિસંપદા છે. પણ તે સમૃદ્ધિ-સંપદા પોતાના સ્વરૂપથી-સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી બાહ્ય છે, સ્વસ્વરૂપભૂત નથી એમ તેઓ માને છે, અનુભવે છે. અહા! સમ્યગ્દર્શન શું ચીજ છે, અને તેનો વિષય નિજ અંતઃતત્ત્વ એક શાયકમાત્ર વસ્તુ કેવી અદ્ભુત અલૌકિક ચીજ છે એની લોકોનેખબર નથી.
અરે, લોકો તો લાખોનો ખર્ચ કરી મંદિર બંધાવો ને પ્રતિષ્ઠા કરાવો ઇત્યાદિ બહારમાં રોકાઈ ગયા છે, પણ એ તો મંદકષાયના પરિણામ ભાઈ ! એ કાંઈ ધર્મ નથી. નિજ શુદ્ધ ચૈતન્યની દષ્ટિ કરવી તે ધર્મ છે, તે તદ્દરૂપ પરિણમન છે. ધર્મીને તે વખતે જે શુભરાગ છે તેનાથી પુણ્ય જ બંધાય છે. તે પુણ્યબંધ અને તેનું ફળ જે આવે તેનું લક્ષ છોડી સ્વરૂપમાં સ્થિર થઈ જશે ત્યારે તે મોક્ષ પામશે. સમજાણું કાંઈ...?
અહીં તો આ સ્પષ્ટ વાત છે કે-કોઈ કરોડો રૂપિયા દાનમાં ખર્ચી મંદિર આદિ બનાવે તો ત્યાં જો રાગની મંદતા હોય તો પુણ્ય બંધાય, પણ ધર્મ ન થાય. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ તે આસ્રવ ભાવ છે, તેનાથી પુણ્ય બંધાય, ને તેના ફળમાં સંયોગ મળે, કદાચિત્ તેના ફળમાં વીતરાગ સર્વજ્ઞદેવની વાણી સાંભળવા મળી જાય, પણ ભગવાન કહે છે-અમારી વાણી સાંભળવામાં લક્ષ જાય એય રાગ છે, દુઃખ છે; ૭મી ગાથામાં અનેક
પ્રકારના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #155
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯-તત્ત્વશક્તિ : ૧૪૧ શુભભાવને અશુચિ, જડ અને દુ:ખના કારણ કહ્યા છે, ને ૭૪મી ગાથામાં તેને વર્તમાનમાં દુઃખરૂપ અને ભવિષ્યમાં દુઃખના કારણરૂપ કહ્યા છે.
પ્રશ્ન- તો પછી અમારે શું કરવું?
ઉત્તર:- એ તો કહીએ છીએ કે-રાગથી ભિન્ન થઈ અંતર-સ્વભાવનો અનુભવ કરવો, સ્વભાવમાં તદરૂપ થઈ પરિણમવું. આનું નામ ધર્મ છે. બાકી રાગની રુચિ છે, પરવસ્તુ દેહ ને ધનાદિમાં તન્મયતા છે એ તો અજ્ઞાન છે, મૂઢ પણું છે.
અહા ! તત્ત્વશક્તિ છે એ તો ધ્રુવ ત્રિકાળ છે, પણ તેનું પરિણમન થયા વિના આ (–શક્તિ) છે એની પ્રતીતિ કયાંથી થાય? અહા ! અતીન્દ્રિય આનંદરૂપે પરિણમવું, જ્ઞાતાપણે પરિણમવું, અકષાય વીતરાગભાવરૂપે પરિણમવું તેને તદરૂપ ભવનમય તત્ત્વશક્તિ કહે છે. અહા! આ શક્તિના વર્ણનમાં તો ઘણી ગંભીરતા છે. જેમ
જગત” શબ્દમાં કેટલું સમાઈ જાય છે? છ દ્રવ્ય, તેનાં ગુણ-પર્યાય, અનંત સિદ્ધ, અનંતાનંત નિગોદરાશિ ઇત્યાદિ બધું “જગત્' શબ્દમાં સમાઈ જાય છે, તેમ આ તત્ત્વશક્તિમાં ઘણું બધું સમાય છે. અહા ! પોતાના સ્વસ્વરૂપે-એક ચૈતન્યરૂપે તદરૂપ પરિણમન થાય તેનું નામ તત્ત્વશક્તિ છે, તેમાં રાગનો અભાવ છે, કેમકે ચૈતન્યમાં રાગનો અંશ નથી.
આ શરીર તો જડ માટી-ધૂળ છે ભાઈ ! ભગવાન આત્મામાં તેનો સદાય અભાવ છે. અરે, પણ એને કયાં પડી છે કે ભવિષ્યમાં શું થશે? અહીં મનુષ્યદેહની સ્થિતિ તો પચીસ-પચાસ, સો વર્ષની છે. ખબરેય ન પડે ને દેહ ફૂ થઈને ઉડી જાય. અહીંથી દેહ છૂટયા પછી કયાં જઈશ ભાઈ ? કયાં ઉતારા થશે? કાંઈ વિચાર જ નથી, પણ આત્મા તો અનાદિ-અનંત વસ્તુ છે, એટલે તે અનંત કાળ રહેશે; પણ આ દેહની રુચિમાં તે કયાંય ચારગતિમાં રઝળશેઆથડશે. સમજાય છે કાંઈ....? ' અરે ! લોકો તો શરીર, બૈરાં-છોકરા ને ધંધા-વેપારમાં સલવાઈ ગયા છે. અરેરે ! આ ધંધાની લોલુપતાવાળા જીવો તો મરીને કયાંય પશુમાં અવતાર લેશે; કેમકે તેમને તદ્રુપ ભવનમય ધર્મ તો પ્રાપ્ત થયો નથી, અને પુણ્યનાં પણ કાંઈ ઠેકાણાં નથી. સાચા વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્રનું સેવન કરવું તે પુણ્ય છે, એય તેમને નથી. ધંધાની લોલુપતા ને વિષય-ભોગની પ્રવૃત્તિ આડે એમને ધડીનીય નવરાશ નથી. પરંતુ ભાઈ ! એ બધું ધૂળની ધૂળ છે બાપુ ! એમાંનુ કાંઈ તારા સ્વરૂપમાં આવે એમ નથી.
શાસ્ત્રમાં આવે છે કે મનુષ્યનો ભવ અનંતકાળે માંડ એક વાર આવે છે. અને તોય અને અનંત વાર મનુષ્યનો ભવ મળ્યો છે. અહા ! જેટલા અનંત ભવ એણે મનુષ્યના કર્યા છે એનાથી અસંખ્યાત ગુણા અનંત ભવ એણે નરકના કર્યા છે; અને જેટલા ભવ એણે નરકના કર્યા છે એનાથી અસંખ્ય ગુણ અનંત ભવ એણે સ્વર્ગના કર્યા છે. નારકી તો મરીને સ્વર્ગે જતા નથી, ને મનુષ્યો બહુ થોડા છે. સંજ્ઞી પંચેન્દ્રિય પશુ મરીને સ્વર્ગે જાય છે. અઢી દ્વીપની બહાર ઘણાં પશુ છે તેમાંથી મરીને શુભભાવના ફળમાં ઘણા જીવો સ્વર્ગમાં જાય છે. જીવે સ્વર્ગના જેટલા ભવ કર્યા છે તેનાથી અસંખ્ય ગુણા અનંત ભવ તિર્યચના કર્યા છે. એક શ્વાસ લેવાય એટલા સમયમાં તો જીવ નિગોદમાં અઢાર ભવ કરી લે છે. અહા ! જીવે અનંત કાળ નિગોદમાં વીતાવ્યો છે. આમ ચાર ગતિની રઝળપટ્ટીમાં એણે દુ:ખ જ દુઃખ-પારાવાર દુ:ખ ઉઠાવ્યું છે.
અહીં એક કાંટો વાગે તો કેવું દુઃખ થાય છે? રાડ પાડી જાય છે. એક કાંટો વાગતાં ભારે દુઃખી થાય છે. પહેલી નરકમાં ઓછામાં ઓછી દસ હજાર વર્ષની આયુષ્યની સ્થિતિમાં આના કરતાં અનંતુ દુ:ખ છે; ને નિગોદના દુ:ખનું તો શું કહેવું? ભગવાન સિદ્ધનું અનંત સુખ ને નિગોદનું અનંત અનંત દુઃખ-તેનું કથન કેમ કરી કરવું? ભાઈ ! તે આવા દુઃખમાં અનંત કાળ વીતાવ્યો છે. અહીં એ દુઃખથી નિવૃત્તિનો આચાર્યદવ ઉપાય બતાવે છે.
કહે છે–એક વાર સાંભળ તો ખરો પ્રભુ! અહીં અમે ભવનો અભાવ કરવાનો ઉપાય તને કહીએ છીએ. અહા ! તારી વસ્તુમાં એક તત્ત્વશક્તિ નામની શક્તિ પડી છે. તેનું તરૂપ પરિણમન થાય તે ભવના અંતનો ઉપાય છે. અહાહા...! ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે, તેમાં એકાગ્ર થઈ તેના આશ્રયે પરિણમતાં જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ-એવું તદરૂપ પરિણમન થાય તે ભવના અંતનો ઉપાય છે. ભાઈ, શક્તિનું તરૂપ પરિણમન થાય તેને જ અહીં આત્મા કહ્યો છે. શક્તિના પરિણમનમાં વિકારની વાત જ નથી. વિકાર તો બહારની ચીજ છે. અહીં તો ક્રમવર્તી નિર્મળ પર્યાય અને અક્રમવર્તી ગુણોના સમુદાયને આત્મા કહેવામાં આવ્યો છે. એ તો પ્રથમ જ કહેવાઈ ગયું કે “ જ્ઞાનમાત્રમાં અચલિતપણે સ્થાપેલી દષ્ટિ વર્ડ, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો, તદ્અ વિનાભૂત અનંતધર્મસમૂહુ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે, તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #156
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ સઘળોય ખરેખર એક આત્મા છે.” આમ આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે તેનું તરૂપ-જ્ઞાનરૂપ, આનંદરૂપ, વીતરાગતારૂપ પરિણમન થાય તે ભવના અંતનો ઉપાય છે.
બહુ ઝીણી વાત છે પ્રભુ! અત્યારે તો ધર્મના નામે બહુ ગોટા ઉઠયા છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભભાવમાં લોકો ધર્મ માની બેઠા છે, પણ એ માન્યતા તો મિથ્યા છે બાપુ! અહીં કહે છે–સમ્યગ્દર્શનસ્વરૂપ જે પોતાની ચીજ અંદર અખંડ એકરૂપ છે તે ધ્યેયરૂપ નિજ વસ્તુમાં એક તત્ત્વશક્તિ પડી છે. તેનું તદરૂપ-જ્ઞાતાદ્રષ્ટારૂપ, વીતરાગતારૂપ, આનંદરૂપ પરિણમન થાય તે તત્ત્વશક્તિનું સ્વરૂપ છે. હવે આવો ઉપદેશ કદી સાંભળ્યો ન હોય, ને માત્ર મૂઢપણે જિંદગી વ્યતીત કર્યે જાય. બહારમાં કદાચિત્ ડાહ્યો ગણાય તોય શું? એ તે કાંઈ ડહાપણ છે? પોતાના હાથમાં રહેલું હથિયાર પોતાનું જ ગળું કાપે તો એ હથિયાર શું કામનું? તેવી રીતે જે ડહાપણથી તારા ભવ વધી જાય તે ડહાપણ શું કામનું? એ તો નરી મૂઢતા જ છે.
આ તત્ત્વશક્તિ છે તે ત્રિકાળ ધ્રુવ છે. તેના પરિણમનમાં તેની પ્રતીતિ થાય છે. પરિણમન થયા વિના તેની પ્રતીતિ કયાંથી થાય? આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ ત્રિકાળ છે, પણ પર્યાયમાં અતીન્દ્રિય આનંદના રસનું વેદન આવ્યા વિના અતીન્દ્રિય આનંદસ્વરૂપની પ્રતીતિ કયાંથી આવે? કારણ તો ત્રિકાળ ધ્રુવ છે, તદરૂપ કાર્ય થાય તેમાં કારણની પ્રતીતિ આવે છે, અને એનું નામ સમ્યગ્દર્શન છે. સમજાણું કાંઈ..? તત્ત્વદષ્ટિ બહુ સૂક્ષ્મ છે બાપુ! પણ તેના વિના બધું ધૂળધાણી છે. આ દેહના રજકણ તો ગમે ત્યારે સાથ છોડી દેશે, ને તત્ત્વદ્રષ્ટિ વિના એ ચોરાસીના ચક્કરમાં એ કયાંય અટવાઇ જશે. ભાઈ, હમણાં જ તત્ત્વદષ્ટિનો પુરુષાર્થ કર.
પણ તત્ત્વદષ્ટિ બહુ કઠણ છે ને?
હા, કઠણ છે; અનંત કાળમાં તત્ત્વદષ્ટિ કરી નહિ તેથી કઠણ કહી છે, પણ તે અશકય નથી. કળશ ટીકામાં આવે છે કે આ વસ્તુ સમજવી અતિ કઠણ છે, પણ શુદ્ધ સ્વરૂપનો વિચાર કરતાં આનંદનો અનુભવ થાય છે. શુદ્ધ સ્વરૂપનું અંતર્મુખ અનુભવન-તરૂપ-જ્ઞાનાનંદરૂપ ભવન કરતાં આવો અનુભવ થઈ શકે છે. અરેરે ! પુરુષાર્થ શું કહેવાય તેની લોકો ને ખબર નથી. આ કર્યું ને તે કર્ય-એમ અનેક પ્રકારના મિથ્યા વિકલ્પો કરે તેને લોકો પુરુષાર્થ કહે છે. બધા આંધળે–આંધળા હોય ત્યાં શું થાય? ચાલનારોય આંધળો ને માર્ગ દેખાડનારોય આંધળો; પછી બન્ને કૂવામાં (સંસારમાં ) જ પડે ને!
અહા ! ૩ર લાખ વિમાનનો સ્વામી સૌધર્મ-ઇન્દ્ર ઇન્દ્રાણી સાથે ભગવાનની વાણી સાંભળવા આવે છે. અહા ! તે વાણીનું શું કહેવું? તથાપિ ઇન્દ્ર તે વાણીમાં ને તેને સાંભળવાના રાગમાં તન્મય નથી. મારી પર્યાયમાં વાણીની ને રાગની નાસ્તિ છે એમ તે માને છે. હવે ઓલા ૩ર લાખ વિમાનનું સ્વામીપણું તો કયાંય જતું રહ્યું. એ તો એ બધાને પરજ્ઞયપણે જાણે છે. અહો ! સમ્યગ્દષ્ટિ પુરુષો આવી તત્ત્વદષ્ટિ વડે બારમાં કયાંય ગુંચાતા નથી, મુંઝાતા નથી.
અહા ! તદરૂપભવનમય તત્ત્વશક્તિ છે. આ તત્ત્વશક્તિ દ્રવ્ય-ગુણ ને પર્યાય ત્રણેમાં વ્યાપે છે. અહા ! શક્તિ શક્તિપણે ત્રિકાળ છે, તે પર્યાયમાં ક્યારે વ્યાપક થાય? કે તસ્વરૂપ ઉપર દષ્ટિ થઈને પરિણમન થાય ત્યારે તે પર્યાયમાં વ્યાપક થાય છે. અહા ! આમ શક્તિ પર્યાયમાં વ્યાપક થતાં દ્રવ્ય તસ્વરૂપ ત્રિકાળ, ગુણ તસ્વરૂપ ત્રિકાળ ને વર્તમાન પર્યાય પણ તસ્વરૂપ પ્રગટ થાય છે, ને આનું નામ ધર્મ છે. હવે કેટલાકને તો દ્રવ્ય-ગુણ-પર્યાય શું એય ખબર ન હોય અને માને કે એમ જૈન છીએ, પણ બાપુ જૈન કાંઈ સંપ્રદાયની ચીજ નથી, એ તો વસ્તુના તદરૂપ પરિણમનસ્વરૂપ છે. અરે ભગવાન ! તારું રૂપ શું, તારું સ્વરૂપ શું ને તારું તરૂપ ભવન શું-એ બધું સમજ્યા વિના તને ધર્મ કયાંથી થશે?
આગળ સ્વધર્મવ્યાપકત્વશક્તિનું વર્ણન આવી ગયું. તેમાં કહ્યું કે-રાગ છે તે પરધર્મ છે, તે રાગમાં આત્મા વ્યાપક નથી. અહીં કહે છે-તસ્વરૂપ પરિણમન થાય તે તારું રૂપ છે. જ્ઞાન ને આનંદનું પરિણમન થાય તે રૂપ તત્ત્વશક્તિ છે, ને તે તત્ત્વશક્તિમય તું ભગવાન આત્મા છો. ઓહો! આ તારી ચૈતન્ય ઋદ્ધિ-સંપદાને જરા જો તો ખરો ! તારામાં શું ભર્યું છે તેની આ વાત ચાલે છે. પ્રભુ! તું ધૂળની સંપદામાં મૂછ પામી મૂઢ થઈ ગયો છો, પણ તારી ચૈતન્યવસ્તુમાં અનંત ચૈતન્યસંપદાઓ-અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય આદિ અનંત ગુણ સંપદાઓ ભરપુર ભરી છે. અહાહા...! જેની દષ્ટિ કરતાં તું ન્યાલ થઈ જાય એવો ભગવાન ! તું કારણ પરમાત્મા છો.
એક વખતે પ્રશ્ન થયેલો કે-કારણ પરમાત્મા છે તો તેનું કાર્ય આવવું જોઈએ ને? ત્યારે કહેલું-કારણપરમાત્મા તો અંદર ત્રિકાળ છે, પણ તેનું પરિણમન થાય તેમાં તેની પ્રતીતિ થાય ને?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૯-તત્ત્વશક્તિ : ૧૪૩
અંતર-પ્રતીતિ થયા વિના કારણપરમાત્મા કોને કહેવો ? તત્સ્વરૂપની-શુદ્ધ એક જ્ઞાયકસ્વરૂપની દષ્ટિ કરીને, જ્ઞાનમાં પોતાના સ્વદ્રવ્યને જ્ઞેય બનાવી, તેની અંતર–પ્રતીતિ કરે તેને, હું આ કારણપરમાત્મા છું એમ પ્રતીતિ થાય છે. તેને કારણપરમાત્મા પ્રસિદ્ધ થાય છે, ને તેને સમ્યગ્દર્શન-જ્ઞાન આદિ કાર્ય પ્રગટ થાય છે. પણ જે અંતર્મુખ દષ્ટિ કરતો નથી તેને કા૨ણપ૨માત્મા કયાં છે? તેને તો તે હોવા છતાં નહિ હોવા બરાબર જ છે.
અહા ! ૫૨ના પ્રેમમાં તે પોતાના પ્રભુને ભૂલી ગયો છે. આખો દિવસ બસ ૨ળવું-કમાવું ને બૈરાં-છોકરાં સાચવવાં –એમ ૫૨માં જ તે રોકાઈ ગયો છે. આમ તેને પોતાના સ્વરૂપ-સ્વદ્રવ્ય પ્રત્યે અરુચિ-દ્વેષનો ભાવ વર્તે છે. “દ્વેષ અરોચક ભાવ ”–જેને સ્વરૂપ રુચતું નથી, પરવસ્તુ રુચે છે તેને સ્વરૂપ પ્રત્યે દ્વેષ છે. જેને રાગની રુચિ છે, જે રાગમાં તન્મય છે, તેને પોતાના જ્ઞાનસ્વભાવમય અંતઃતત્ત્વ પ્રત્યે દ્વેષ છે. સ્તુતિમાં આવે છે ને કે
સંભવદેવ તે ધુર સેવો સવે રે, લહી પ્રભુ સેવન ભેદ; સેવન કા૨ણ પહેલી ભૂમિકા રે, અભય, અદ્વેષ, અખેદ.
અજ્ઞાની ભય પામીને ચંચળ થાય છે, તેના પરિણામ અંદર સ્વસ્વરૂપમાં જતા નથી; તેને સ્વરૂપનો ભય છે, સ્વરૂપ પ્રત્યે તેને દ્વેષ છે, અંદર પ્રવેશતાં તેને ભય અને ખેદ થાય છે.
ભય ચંચલતા હો જે પરિણામની રે,દ્વેષ અરોચક ભાવ.
અહા ! સ્વરૂપમાં જતાં અજ્ઞાનીને ભય અને ખેદ-થાક લાગે છે, તેથી તેને સ્વરૂપ પ્રત્યે દ્વેષ વર્તે છે. પણ અરે ભાઈ ! તારું સ્વરૂપ તો અભય, અખેદ છે. અહા ! એકેક શક્તિમાં આચાર્યદેવે કેટકેટલું રહસ્ય ભર્યું છે! એક શક્તિનો ખ્યાલ આવે તો અનંત શક્તિમય વસ્તુનો ખ્યાલ આવી જાય એવી આ વાત છે. આચાર્ય જયસેનદેવે કહ્યું છે કે–એક ભાવને યથાર્થ જાણે તો અનંત ભાવ યથાર્થ જાણવામાં આવી જાય છે.
અહીં ! સર્વજ્ઞ પરમાત્મા જેઓ પૂર્ણ તત્ત્વસ્વરૂપ પરિણમીને સર્વજ્ઞત્વ, ને સર્વદર્શિત્વરૂપ દશાને પ્રાપ્ત થયા તે ભગવાનના શ્રીમુખેથી આ વાણી નીકળી કે-તારું સ્વરૂપ મારી જેમ પૂર્ણ તત્ત્વશક્તિમય છે. શરીરરૂપે થવું, ને રાગરૂપે થવું એવું તારું સ્વરૂપ નથી. શરીર-હાડમાંસનું પોટલું તો જડ માટી ધૂળ છે. શરીરની ક્રિયા થાય તેય જડની ક્રિયા છે, ને દયા, દાન, વ્રત, ભક્તિના વિકલ્પ ઉઠે તૈય જડના સંગે થયેલા જડરૂપ પરિણામ છે, તે ચૈતન્યના તરૂપ ભવનરૂપ નથી. આકરી વાત પ્રભુ! પણ આ સત્યાર્થ છે.
અહા ! લોકો અનાદિથી પાપના ફંદમાં ફસાઈ રહ્યા છે. ત્યાંથી નીકળે તો દયા, દાન, વ્રત, આદિ બાહ્ય ક્રિયાકાંડમાં રોકાઈ જાય છે. પણ એય બધો વિકલ્પ-રાગ છે, ને રાગરૂપે થવું એ તદ્દરૂપ ભવનમય શક્તિનું કાર્ય નથી. અરેરે ! અજ્ઞાની જીવો શુભરાગની ક્રિયાનું શુદ્ધતાનું કારણ માની ધર્મના બહાને રાગનું જ સેવન કરે છે! પણ અરે ભાઈ ! એ ક્રિયાના પ્રેમમાં તેં તારી ચીજને મરણતુલ્ય કરી નાખી છે, પોતાના ત્રિકાળ સત્ને તેં હણી નાખ્યું છે. સવારે ટેપરેકોર્ડીંગમાં કળશટીકાનો કળશ ૨૮મો ચાલ્યો હતો. બહુ જ સરસ વાત આવી હતી. શેઠ તો ખુશ થઈ બોલી ઉઠેલા–“દિવ્યધ્વનિ નીકળી.” અરે ભગવાન! ભગ નામ જ્ઞાન અને આનંદની લક્ષ્મીથી ભરપુર તારી ચીજ ભરી છે. તો સર્વ ભેદવિકલ્પનું લક્ષ છોડી અંતર્મુખ લક્ષ કર, જેથી આનંદનો અનુભવ પ્રગટ થશે. આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે.
અહા ! ભગવાન જિનેન્દ્રદેવ, સર્વજ્ઞ ૫૨માત્મા એમ ફરમાવે છે કે તરૂપ ભવનરૂપ તારી શક્તિ છે, તારામાં તદ્દરૂપ પરિણમનનું સામર્થ્ય છે. તારા પુરુષાર્થમાં આવું સામર્થ્ય ભર્યું છે, કેમકે તદ્દરૂપ થવારૂપ તત્ત્વશક્તિનું પુરુષાર્થ શક્તિમાં રૂપ છે, પુરુષાર્થમાં પોતે શુદ્ધત્વરૂપ પરિણમે એવું તત્ત્વશક્તિનું રૂપ છે. સમજાણું કાંઈ... ?
ભાઈ ! આચાર્યદેવ તને ભગવાન કહીને બોલાવે છે. ૭૨મી ગાથામાં આચાર્યદવે આત્માને ‘ભગવાન આત્મા ' કહીને જગાડયો છે. જેમ માતા બાળકને ઝુલામાં ઝુલાવે ત્યારે મીઠાં હાલરડાં ગાઈ તેની પ્રશંસા કરે છે, ને તેને સુવાડે છે. બાળકને અવ્યક્તપણે પ્રશંસા પ્રિય હોય છે. તેમ સંતો તને જગાડવા માટે તારા સ્વરૂપનાં મીઠાં ગીત ગાય છે. અરે ભાઈ! તારા ગુણનાં મીઠાં-મધુરાં ગીત શું તને પ્રિય નથી ? જાગ નાથ! જાગ; ચૈતન્યની ચમત્કારિક શક્તિથી ભરેલો ભગવાન ! તું સચ્ચિદાનંદસ્વરૂપ પરમાત્મા છો. તદ્દરૂપ ભવનરૂપ તારા સ્વભાવને ભૂલીને દયા, દાન આદિ રાગના પ્રેમમાં તેં તારા ચૈતન્યદેવને મરણતોલ કરી નાખ્યો છે. રાગના પ્રેમમાં પ્રભુ! તારી ચૈતન્યસંપદા હણાઈ–લૂંટાઈ રહી છે.
કેટલાક તો વળી એમ માને છે કે-આ ધંધાપાણીમાં ને વિષયમાં લક્ષ જાય તેને રાગ કહેવાય, પણ વ્રત, તપ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
ભક્તિ, પૂજા ઇત્યાદિના વિકલ્પ કાંઈ રાગ ન કહેવાય, એ તો ધર્મ કહેવાય. અરે ભાઈ ! રાગના સ્વરૂપની તને સાચી સમજ નથી. એ સર્વ ક્રિયાકાંડમાં લક્ષ જાય તે ભાવ પણ રાગ છે, બંધનું કારણ છે, દુઃખરૂપ છે. તે ભાવ કાંઈ ચૈતન્યના તદ્દરૂપ પરિણમનરૂપ નથી.
પ્રશ્ન:- તો શાસ્ત્રોમાં વ્રત-તપ આદિ પરિણામને ધર્મ કહ્યો છે?
ઉત્ત૨:- હા, એ તો ધર્મી પુરુષની ધર્મ પરિણતિનો સહચર જાણીને આરોપ દઈ ઉપચારથી તેને (વ્રતાદિના વિકલ્પને ) ધર્મ કહ્યો છે. તે ઉપચારમાત્ર સમજવો, તે કાંઈ વાસ્તવિક ધર્મ નથી.
પ્રશ્નઃ- તો પછી શું કરવું ?
ઉત્તર:- રાગ અને જ્ઞાન વચ્ચે સહજ જ ભિન્નતા છે તેનું ભાન કરી ભેદજ્ઞાન કરવું; રાગનું લક્ષ છોડી, સ્વભાવનું ગ્રહણ કરવું. લ્યો, આનું નામ ધર્મ છે. ધર્મી પુરુષને રાગ આવી જાય છે પણ તેમાં તેને હૈયબુદ્ધિ હોય છે, તેમાં એને કર્તાબુદ્ધિ અને સ્વામિત્વ હોતાં નથી. શુભરાગને ઉપાદેય માનવાથી, આદરણીય માનવાથી ભગવાન ચિદાનંદસ્વરૂપનો અનાદર થઈ જાય છે. રાગ તૈય છે તેને ઉપાદેય માનવાથી ચિત્તૂપ, તદ્રુપ ભવનમય ભગવાન આત્માનો દૃષ્ટિમાં અભાવ થઈ જાય છે; કળશમાં આવ્યું છે કે-મ૨ણને પ્રાપ્ત થાય છે.
ભગવાન ! જ્ઞાન અને આનંદમય તારું જીવન છે. જીવનશક્તિથી શક્તિનો અધિકાર શરુ કર્યો છે ને? અહાહા...! જીવનશક્તિમાં તત્ત્વશક્તિનું રૂપ છે, ને તત્ત્વશક્તિમાં જીવનશક્તિનું રૂપ છે. એટલે શું? કે ભગવાન આત્માનું તત્ત્વ જે જ્ઞાનાનંદસ્વભાવમય છે તે-રૂપે-તદ્રુપ પરિણમન કરવું, તે રીતે જીવનું જીવવું એ વાસ્તવિક જીવન છે. શરીરથી ને રાગથી જીવવું એ જીવન નથી, એ તો મરણ બરાબર જ છે.
હવે લોકોને આવી વાત સમજાય નહિ, ને પોતાના માનેલા (મિથ્યા) આચરણનો આગ્રહ છૂટે નહિ એટલે વિરોધ કરે, પણ કોનો વિરોધ ? એ તો પોતાનો જ વિરોધ છે બાપુ! ૫૨નો વિરોધ કોણ કરી શકે છે? કોઈ જ નહિ. અમે તો મંદિર બનાવો ને મહોત્સવ કરાવો ' ઇત્યાદિ કોઈ દિવસ કોઈને કહેતા નથી. અમે તો સતશાસ્ત્રના અભ્યાસથી સત્ય સમજવાનો ને અંતરમાં સમ્યક્ પુરુષાર્થ કરી સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ઉપદેશ કરીએ છીએ. અત્યારે તો સત્શાસ્ત્રના અભ્યાસ વડે સત્ય સમજવાનો કાળ છે.
અરેરે ! અંદર પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે તે દૃષ્ટિમાં ન આવ્યો, તેનું તદ્રુપ ભવનમય પરિણમન ન કર્યું તો જીવનમાં શું કર્યું? કાંઈ જ ના કર્યું, જીવતર એળે ગયું. ભાઈ! આ બહારની ધૂળ-લાખ-ક્રોડની સંપત્તિ મળી જાય તો એમાં શું છે? એ તો ધૂળની ધૂળ છે. મુંબઈમાં અમે ઉતર્યા હતા એ મકાન ૭૦ લાખની કિંમતનું હતું. પણ એમાં શું આવ્યું? આ મનુષ્ય દેહ છૂટયા પછી જીવ ચોરાસીના અવતારમાં કયાંય રઝળતો થઈ જશે. અમે તો વારંવાર કહીએ છીએ કે જેમ વંટોળિયે ચઢેલું તણખલું કયાં જઈ પડશે તે નિશ્ચિત નથી તેમ મિથ્યાત્વના વંટોળિયે ચઢેલો જીવ ચોરાસીના અવતારમાં કયાંય કાગડે-કુતરે-કંથવે... જઈ પડશે, -કાંઈ નિશ્ચિત નથી. અરે ભગવાન! જરા અંદર તો નજર કર; એકલું ચૈતન્યનું દળ ચૈતન્ય-ચમત્કાર પ્રભુ તું આત્મા છો, અને તદ્રુપ ભવન-પરિણમન એ તારું કાર્ય છે.
અહો ! દિગંબર સંતોની આ રામબાણ વાણી છે. શું થાય? જીવને આ વાણી મળી નથી, ને કદાચિત્ મળી તો પ્રેમથી જિજ્ઞાસા કરી સાંભળી નથી. “ઝીણી વાત છે, સૂક્ષ્મ વાત છે, આમાં આપણું કામ નહિ”–આમ બહાનાં કાઢીને તેણે સમજવાનું છોડી દીધું છે. અહાહા...! પણ ભગવાન આત્મા જ્ઞાનાદિ અનંત સ્વભાવનો દરિયો છે. સમુદ્રના કાંઠે સમુદ્રના પાણીની જેમ ભરતી આવી તેમ ભગવાન આત્મામાં દષ્ટિ કરતાં પર્યાયમાં તદ્રુપ ભવનરૂપ જ્ઞાન ને આનંદની ભરતી આવે છે, ને આનું નામ ધર્મ છે.
અહા ! ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવમય છે, તે એક ચૈતન્યરૂપે પરિણમે તે તેનું તરૂપ ભવન છે. અરે ડાહ્યા! તારું આવું પરિણમન થાય ત્યારે તારું ડહાપણ કહેવાય. ૧૯૬૪ની વાત છે. પાલેજમાં અમારી દુકાન હતી. ડાહ્યાભાઈ ધોળશાની ભરૂચમાં નાટક કંપની આવેલી. મીરાંબાઈનું નાટક હતું. તે નાટક કંપનીના માલીકનું નામ ડાહ્યાભાઈ હતું. તે મરતી વખતે એમ બોલેલા-ડાહ્યા! શાંતિપૂર્વક તારો દેહ છૂટે ત્યારે તારું ડહાપણ કહેવાય. તેમ અહીં સર્વજ્ઞ પરમાત્મા કહે છે-નિજ ચૈતન્યસ્વરૂપ આત્મદ્રવ્યનો આશ્રય કરી અંતરમાં નિર્વિકલ્પ આનંદની અનુભવ દશા પ્રગટ કરે ત્યારે તારું ડહાપણ કહેવાય. બાકી રાગ મંદ કરીને લાખોનાં દાન આપે તોય શું? એથી પુણ્ય બંધાય, સંસાર મળે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૩૦-અતત્ત્વશક્તિ : ૧૪૫
પણ તદ્રુપ ભવનરૂપ ચૈતન્યની નિરાકુલ આનંદની પરિણતિ ન થાય.
ભાઈ! તારા આત્મામાં તદ્દરૂપ ભવનમય તત્ત્વશક્તિ છે; તેને ઓળખી અંતર્મુખ થતાં જ તેનું તદ્રુપ પરિણમન થાય છે, અને આ જ ધર્મ છે, આ જ મોક્ષમાર્ગ છે.
આ પ્રમાણે તત્ત્વશક્તિનું અહીં વર્ણન પૂરું થયું.
૩૦ઃ અતત્ત્વશક્તિ
‘ અતદ્દરૂપ ભવનરૂપ એવી અતત્ત્વશક્તિ.' (તસ્વરૂપ ન હોવારૂપ અથવા તસ્વરૂપે નહિ પરિણમવારૂપ અતત્ત્વ-શક્તિ આત્મામાં છે. આ શક્તિથી ચેતન જડરૂપ થતો નથી.)
અહાહા...! રાગરૂપે ન થવું, પુણ્યના ભાવપણે ન થવું, ૫૨ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવપણે ન થવું એવી અતત્ત્વ નામની જીવમાં શક્તિ છે. પોતાના સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવપણે રહેવું... નિર્મળ નિર્મળ થવું-તે તત્ત્વશક્તિમાં વાત કરી. અને રાગપણે ન થવું તેમ જ પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવપણે ન થવું એવો જે આત્માનો સ્વભાવ છે તે અતત્ત્વશક્તિ છે.
લ્યો, હવે લોકો તો કહે છે કે-વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે, ત્યારે અહીં આ સ્પષ્ટ કહે છે કેવ્યવહારરૂપે ન થવું એવી આત્માની અતત્ત્વશક્તિનું સ્વરૂપ છે. અહાહા...! અનંત અનંત શક્તિનો ભંડાર પ્રભુ આત્મા છે. ભાઈ! તારા ભંડારમાં અક્ષય નિધાન ભર્યાં છે. અહા! તે નિધાન એવાં ભર્યાં છે કે કેવળજ્ઞાન થાય તોય તેમાં કાંઈ ઘટાડો થતો નથી; અને નિગોદમાં ગયો ત્યાં અક્ષરના અનંતમા ભાગે મતિજ્ઞાન હતું ત્યારેય અંતરનાં અક્ષય નિધાન તો એવાં ને એવાં પૂર્ણ રહ્યાં છે. આ લસણ ને ડુંગળીમાં નિગોદના જીવો છે. એક નાનકડી કણીમાં અસંખ્ય શરીર છે, ને એકેક શ૨ી૨માં અનંતા જીવો રહ્યા છે. પણ એ જીવો સ્વરૂપથી તો તરૂપ ભવનરૂપ છે.
કાલે વાત કરી હતી કે નારકીને સ્વર્ગનું સુખ નથી. આ લૌકિક સુખની વાત છે; સાચું સુખ તો સ્વર્ગની ધૂળમાંય કયાં છે? કોઈ નારકી જીવની આયુષ્યની સ્થિતિ દસ હજાર વર્ષની હોય છે, ને વધારેમાં વધારે ૩૩ સાગરનું આયુષ્ય હોય છે. તે નારકીના જીવને સ્વર્ગનું સુખ બીલકુલ નથી, તેમ જ સ્વર્ગના દેવને ના૨કી જીવોનું દુઃખ બીલકુલ હોતું નથી. તેવી રીતે પરમાણુમાં પીડા નથી, તથા ભગવાન આત્મામાં વિકાર કે શરી૨ નથી. એક પરમાણુ છૂટો છે તે શુદ્ધ હોય છે, સ્કંધમાં ભળતાં તે વિભાવરૂપે થાય છે. સ્કંધમાં વૈભાવિક પર્યાય થાય છે. કર્મરૂપ પર્યાય છે તે વૈભાવિક પર્યાય છે; કર્મપણે થાય એવો કોઈ ગુણ ૫૨માણુમાં નથી. વિભાવરૂપ પર્યાય પોતાથી સ્વતંત્ર થાય છે. ૫૨માણુ સ્વતંત્રપણે, કોઈ ગુણ વિના, પર્યાયમાં કર્મરૂપે-વિભાવરૂપે પરિણમે છે. આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, પૈસા-ધૂળ એ બધા સ્કંધો છે તે વૈભાવિક દશારૂપે થયેલા છે. તેવી રીતે ભગવાન આત્મામાં વિકાર થાય એવો કોઇ ગુણ નથી, બલ્કે વિકા૨૫ણે ન થાય એવો આત્માનો અતત્ત્વ સ્વભાવ-ગુણ છે. આવી વાત! સમજાણું કાંઈ...? વિકાર થાય એ તો પરના લક્ષે સ્વતંત્ર થયેલી વૈભાવિક દશા છે, તે કાંઈ શક્તિના કાર્યરૂપ નથી. આવી ઝીણી વાત ભાઈ !
બેનના વચનામૃતમાં આવે છે કે-જેમ અગ્નિમાં ઉધઈ નથી, કંચનમાં કાટ નથી, તેમ આત્મામાં આવરણ નથી, ઉણપ નથી, અશુદ્ધિ નથી. અહાહા...! ભગવાન આત્મા પૂર્ણવિજ્ઞાનધન, ૫૨મ પવિત્ર, પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે, તેમાં પરદ્રવ્યરૂપે ન થવારૂપ એક અતત્ત્વશક્તિ ત્રિકાળ પડી છે. અહા! રાગરૂપે ને શરીરરૂપે ન થાય એવી આત્મામાં અતત્ત્વ-શક્તિ ત્રિકાળ છે. હવે આવી વાત કોઈ ભાગ્યશાળી હોય તેના કાને પડે. સ્મ્રુતિમાં આવે છે ને કે
વિ ભાગનવશ જોગે વશાય, તુમ ધુનિ હૈ સુનિ વિભ્રમ નશાય.
પુણ્યના ફળમાં આ ધૂળ-લક્ષ્મી મળે તે ભાગ્યશાળી એમ નહિ, ભગવાનની વાણી કાને પડે તે ભાગ્યશાળી છે; એ ધૂળવાળા-લક્ષ્મીવાળા તો ભાંગશાળી છે, કેમકે એમને તો એનો નશો ચઢે છે ને!
ભાઈ ! આ તો ત્રણલોકના નાથ સર્વજ્ઞ ૫રમાત્માની વાણી છે. ભગવાન મહાવીર સ્વામી તો મોક્ષ પધાર્યા. તેઓ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #160
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ તો “નમો સિદ્ધા ' સિદ્ધપદમાં હાલ વિરાજે છે. શ્રી સીમંધર ભગવાન મહાવિદેહક્ષેત્રમાં હાલ બિરાજે છે. તેઓ ‘નમો અરિહંતાનું '-અરિહંતપદે બિરાજે છે. તેમની ૐધ્વનિ હંમેશાં નીકળે છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદવ સંવત ૪૯ની સાલમાં વિદેહક્ષેત્રમાં પધાર્યા હતા, ત્યાં આઠ દિવસ રહ્યા હતા. તેમણે ત્યાં સાક્ષાત્ ભગવાનની વાણી સાંભળી છે, ને ત્યાંથી આવીને પછી આ બધાં શાસ્ત્રો રચ્યાં છે. આમ આ ભગવાનની વાણી છે.
તેમાં કહે છે-રાગરૂપે, વિકારરૂપે ન થવું એવી એક આત્માની અતત્ત્વશક્તિ છે. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના ભાવ એ રાગ છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા-વિનય-ભક્તિનો ભાવ એય રાગ છે, શાસ્ત્ર ભણવાં એય રાગ-વિકલ્પ છે. નવ તત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા ને પંચમહાવ્રતના પરિણામ એ પણ બધો વિકલ્પ-રાગ છે. અહીં કર્યું છેએ વ્યવહાર રત્નત્રયના રાગરૂપે ન થવું એવો અતત્ત્વશક્તિસ્વરૂપ ભગવાન આત્મા છે. હવે આમ છે ત્યાં બૈરાંછોકરાં ને મહેલ-મકાન ને હજીરા ને ધન-સંપત્તિ ઇત્યાદિપણે થવું એ કયાં રહ્યું? અરે, એ તો બધાં કયાંય દૂર રહી ગયાં. ભાઈ ! એ બધાને પોતાનાં માનીને તું અનંતકાળમાં હેરાન-હેરાન થઈ ગયો છે. અપનેકો આપ ભૂલકે હેરાન હો ગયા. અરે, પોતાનું સ્વરૂપ અંદર કેવું છે એની વાત એણે અંદર પ્રીતિ લાવીને કદી સાંભળી નથી. શ્રી પદ્મનંદિ સ્વામી પદ્મનંદિ પંચવિંશતિમાં કહે છે ને કે
तत्प्रति प्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता।
निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम्।। અહા! જીવે રાગથી ભિન્ન નિજ ભગવાન આત્માની વાત પ્રીતિપૂર્વક કદી સાંભળી નથી. આચાર્ય કહે છેઅંતરમાં પ્રીતિ લાવીને જે નિજ શુદ્ધાત્માની વાત સાંભળે છે તે અવશ્ય ભાવિ નિર્વાણનું ભાજન થાય છે.
જુઓ, પહેલાં કહ્યું કે આનંદરૂપે પરિણમે એવી આત્માની તત્ત્વશક્તિ છે. અહીં કહે છે–રાગરૂપે ને જડપણે પરિણમે નહિ એવી આત્માની અતત્ત્વશક્તિ છે. આવી વાત ! હવે અત્યારે તો બહાર બધે પ્રરૂપણા જ એવી ચાલે છે કે –દયા પાળો, વ્રત કરો, તપસ્યા કરો, ભક્તિ કરો, ને એમ કરતાં કરતાં આત્મ-કલ્યાણ થઈ જશે. પણ આવી પ્રરૂપણા બરાબર નથી, કેમકે પરરૂપે કે રાગરૂપે પરિણમે એવી આત્મામાં કોઈ શક્તિ જ નથી; ઉલટાનું કહે છેઆત્મામાં અતભવનરૂપ અતત્ત્વશક્તિ છે. શરીરપણે ન થવું એ તો ઠીક વાત, પણ પર્યાયમાં રાગાદિરૂપ પરિણમન છે તે રૂપે-તરૂપે ન થાય એવી અતત્ત્વશક્તિ આત્મામાં ત્રિકાળ પડી છે.
શુદ્ધ ચૈતન્યપણે થવું એવી આત્માની તત્ત્વશક્તિ છે, ને રાગરૂપે ન થવું એવી એની અતત્ત્વશક્તિ છે. એવો જ એનો સ્વભાવ છે. તેથી રાગ કરો ને તમારું કલ્યાણ થઈ જશે એવી વાત તદ્દન વિપરીત છે. મિથ્યાત્વના જોરમાં અજ્ઞાની ભલે ગમે તે કહે, પણ રાગાદિરૂપ ન થવું એવો ભગવાન આત્માનો ત્રિકાળી સ્વભાવ છે. હવે આમ છે ત્યાં આ પૈસા કમાવા, ને સગાંવહાલાંને રાજી રાખવાં, ને વિષયભોગ ભોગવવા ઇત્યાદિરૂપે આત્મા થાય એ વાત કયાં રહે છે? એ તો બધું કયાંય દૂર રહી ગયું. હવે તત્ત્વ-સમજણ કરતો નથી, ને આખો દિ' સંસારના પ્રપંચમાં જ રચ્યો રહે છે, પણ એનું ફળ બહુ આકરું આવશે ભાઈ ! મિથ્યાત્વનું ફળ પરંપરા નિગોદ છે બાપુ !
અહીં કહે છે-જે એનામાં નથી તે રૂપે થવું એવો વસ્તુનો સ્વભાવ જ નથી; પરરૂપે ને રાગાદિરૂપે ન થાય એવો આત્માનો સ્વભાવ છે.
ચક્રવર્તીને નવ નિધાન હોય છે; એ તો ધૂળ-જડ નિધાન છે. અને ભગવાન આત્મામાં અનંત ચૈતન્યશક્તિનાં નિધાન ભર્યા છે. પણ એનો મહિમાં લાવી એની રુચિ એણે કદી કરી નથી. કદીક શાસ્ત્રનું જ્ઞાન થયું તો એમાં ખુશી થઈ ગયો, સંતુષ્ટ થઈ ગયો; પરંતુ ભાઈ, શાસ્ત્રજ્ઞાન એ વાસ્તવમાં જ્ઞાન જ નથી, આત્મજ્ઞાન જ્ઞાન છે. અહીં કહે છે-અજ્ઞાનપણે ન થવું એવી આત્માની અતત્ત્વશક્તિ છે. જેમ પરમાણુમાં કર્મ થાય એવો કોઈ ગુણ નથી; ગુણ વિના અદ્ધરથી પરમાણુમાં કર્મરૂપી પર્યાય થાય છે, તેમ આત્મામાં વિકાર થાય એવી કોઈ શક્તિ નથી; અદ્ધરથી, ગુણ વિના, પર્યાયમાં સ્વતંત્ર પોતાથી વિકાર થાય છે. બાકી વિકારપણે ન થવું એવો જ દ્રવ્યનો ત્રિકાળી સ્વભાવ છે; આવું અતત્ત્વશક્તિનું સ્વરૂપ છે.
જેમ એક પરમાણુ દ્રવ્યમાં પીડા નથી, પીડાનો અભાવ છે, તેમ ત્રિકાળી આત્મદ્રવ્યમાં વિકાર નથી, વિકારનો અભાવ છે. વિકારને ઉત્પન્ન કરે એવી આત્મામાં કોઈ શક્તિ નથી. આત્મામાં એક વૈભાવિકશક્તિ છે, પણ તે શક્તિ વિકાર કરે છે, વિભાવરૂપ પરિણમન કરે છે એવો એનો અર્થ નથી. એ તો ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યોમાં નથી એવી વિશેષ શક્તિને વૈભાવિકશક્તિ કહેવામાં આવી છે. જીવ અને પુદગલ પરમાણુ-આ બે દ્રવ્યોમાં આવી ખાસ શક્તિ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ ચાર દ્રવ્યોનું તો શુદ્ધ પરિણમન સદા પારિણામિકભાવરૂપ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૩૦-અતત્ત્વશક્તિ : ૧૪૭
તે ચારનાં દ્રવ્ય-ગુણ પારિણામિકભાવે છે, અને તેની પર્યાય પણ પારિણામિકભાવરૂપ કહેવામાં આવી છે, કેમકે તેમાં ઉત્પાદ-વ્યયરૂપ પર્યાયની ધારા શુદ્ધ એકરૂપ વર્તે છે.
જીવદ્રવ્યમાં એક ધ્રુવ કારણશુદ્ધપર્યાય પારિણામિકભાવરૂપ કહેવામાં આવી છે. નિયમસારમાં ધ્રુવ કારણશુદ્ધપર્યાયની વાત આવી છે. ધર્માસ્તિકાય આદિ ચારે દ્રવ્યનાં દ્રવ્ય-ગુણ અને પર્યાય પારિણામિકભાવરૂપ એકરૂપ છે; તેમાં ઉત્પાદ-વ્યયરૂપ પર્યાયની ધારા એકરૂપ વર્તે છે, પણ આત્મદ્રવ્યમાં એકરૂપ ઉત્પાદ-વ્યય નથી. તેની સંસાર દશામાં વિકારી પર્યાયના ઉત્પાદ-વ્યય થાય છે, મોક્ષમાર્ગમાં શુદ્ધ-અશુદ્ધ પર્યાયના ઉત્પાદ-વ્યય થાય છે, અને સિદ્ધ દશામાં એકલી શુદ્ધ પર્યાયના ઉત્પાદ-વ્યય હોય છે. આ પ્રમાણે જીવમાં ઉત્પાદ-વ્યયવાળી પર્યાય એકરૂપ નથી. ચાર દ્રવ્યમાં જેમ ઉત્પાદ-વ્યયની એકરૂપ ધારા ત્રિકાળ ચાલે છે, તેમ જીવમાં ઉત્પાદ-વ્યયની ધારા ત્રિકાળ એકરૂપ નથી.
જીવદ્રવ્યમાં ધ્રુવ કારણશુદ્ધપર્યાય છે તે ત્રિકાળ ધારાવાહી એકરૂપ છે, પણ આ કારણશુદ્ધપર્યાય પ્રગટ ઉત્પાદવ્યયરૂપ નથી. સામાન્ય... સામાન્ય એવું જે આત્મદ્રવ્ય ત્રિકાળ ધ્રુવ છે તેના વિશેષરૂપ ધ્રુવ કારણશુદ્ધપર્યાય છે; તેમાં ઉત્પાદ–વ્યય નથી. સમુદ્રની (એકરૂપ )સપાટીની જેમ કારણ-શુદ્ધપર્યાય ત્રિકાળ ધ્રુવ છે. નિયમસારની ગાથા ૧ થી ૧૯ સુધીનાં પ્રવચનો છપાઈને બહાર પડયાં છે તેમાં આ વિષય સ્પષ્ટ કર્યો છે, સામાન્ય વસ્તુ જે ધ્રુવ છે, તેમાં એક વિશેષ ધ્રુવ કારણશુદ્ધપર્યાય અનાદિઅનંત વર્તે છે. તેને નિયમસારમાં ૧૫મી ગાથામાં પંચમભાવની પૂજનીક પરિણતિ કહી છે. હવે આવા સૂક્ષ્મ વિષયનું શ્રવણ, વિચાર, ધારણા, મંથન હોય નહિ એટલે વિદ્વાનોને પણ આ વાત બેસે નહિ, પણ શું થાય ? ભાઈ, ઉંડાં તલસ્પર્શી વિચાર ને મંથન કરી આનો સમ્યક્ નિર્ણય કરવો જોઈએ. આ કારણશુદ્ધપર્યાય છે તે પ્રગટ પર્યાયરૂપ નથી, સમુદ્રમાં જેમ પાણીની સપાટી હોય છે તેમ આ ભગવાન આત્મા અનંત ગુણની ધ્રુવ પિંડરૂપ વસ્તુ છે તેમાં સપાટી સમાન અનાદિઅનંત ધ્રુવ કારણશુદ્ધપર્યાય છે. આ તદ્દન નવી વાત છે. સૂક્ષ્મ ચિંતન-મનન વડે તેનો યથાર્થ નિર્ણય કરવો જોઈએ.
જેમ ગુણ ત્રિકાળ ધ્રુવ છે, તેમ દરેક ગુણની પર્યાય ત્રિકાળ ધ્રુવ અનાદિઅનંત શુદ્ધ છે; આ ઉત્પાદવ્યય વિનાની કારણ–શુદ્ધપર્યાય છે. અહાહા...! આ કારણશુદ્ધપર્યાયમાં પણ અતત્ત્વશક્તિ વ્યાપક છે. દ્રવ્ય-ગુણનો તો આ સ્વભાવ છે કે વિકા૨૫ણે ન થવું, કા૨ણશુદ્ધપર્યાયનોય એવો સ્વભાવ છે કે વિકારરૂપે ન થવું. આ અતત્ત્વશક્તિ છે તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. ભગવાન આત્મા શુદ્ધ કારણપરમાત્મા છે તેના ઉ૫૨ દષ્ટિ રહેતાં પ્રગટ પર્યાયમાં પણ રાગરૂપે ન થવું એવું શુદ્ધ પરિણમન થઈ જાય છે. ભાઈ! આ ત્રણલોકના નાથ ભગવાન જિનેન્દ્રદેવની વાણી છે. બહારમાં તો અનેક પ્રકારની ક્રિયા કરો, વ્રત-તપ કરો ને ધર્મ થઈ જશે એમ વાત ચાલે છે, પણ તે યથાર્થ નથી. ન્યાલચંદભાઈએ ‘દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ' નામના પુસ્તકમાં કહ્યું છે કે-‘કરના સો મરના હૈ', કેમકે કરવામાં તો એકલા વિકલ્પ છે. આ વિકલ્પોમાં ગુંચાઈને જીવ પોતાના ચૈતન્ય જીવનનું મરણ કરે છે. અહીં કહે છે-ચૈતન્ય છે તે ચૈતન્યરૂપે પરિણમન કરે છે, તે જડરૂપે કદીય ન થાય એવી એની અતત્ત્વશક્તિ છે. ભગવાન આત્મા ત્રિકાળ એક જ્ઞાયકપણે રહ્યો છે, તે શુભાશુભભાવરૂપે કદી થયો જ નથી. તે જડરૂપે કદી થયો જ નથી. અજીવ અધિકારમાં શુભાશુભભાવને અજીવ-જડ કહ્યા છે.
સમયસારની છઠ્ઠી ગાથામાં આચાર્યદેવે આ છઠ્ઠીના લેખ લખ્યા છે કે-જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા ત્રિકાળ જ્ઞાયકબિંબ છે, તે દીય શુભાશુભભાવરૂપે થયો જ નથી. ચૈતન્યનું તેજ એ શુભાશુભભાવમાં પ્રસરતું જ નથી. ભાઈ, મારગ તો આવો છે, ને આ જ તિનો મારગ છે. ભાઈ, તારા દ્રવ્ય-ગુણ ને કારણપર્યાયની સહજ શક્તિ જ એવી છે કે આત્મા રાગરૂપે, વ્યવહાર રત્નત્રયપણે થાય નહિ. એ તો સ્વભાવની દૃષ્ટિ જેણે છોડી દીધી છે એવા પર્યાયદષ્ટિવાળા અજ્ઞાનીને પર્યાયમાં વિકાર ઉત્પન્ન થાય છે બાકી દ્રવ્ય વિકારને ઉત્પન્ન કરે એવું એમાં છે જ નિહ.
અરેરે ! તત્ત્વદષ્ટિ વિના જીવ અનાદિકાળથી દુઃખી-દુઃખી થઈને ચાર ગતિમાં રઝળી રહ્યો છે. જુઓ, બ્રહ્મદત્ત નામે એક ચક્રવર્તી થયા. તેમનું ૭૦૦ વર્ષનું આયુષ્ય હતું. તે પૂરું થતાં સાતમી નરકે જઈ પડયા. અહાહા...! હીરાજડિત પલંગમાં સુનારા, ને જેની હજારો દેવ સેવા કરે એવા બ્રહ્મદત્ત ચક્રવર્તી મરીને પાપના ફળરૂપે સાતમી નરકમાં ૩૩ સાગરની આયુની સ્થિતિમાં ગયા છે. પોતાને ભૂલીને અજ્ઞાનપણે ઘોર પાપ કર્યાં તેથી અહીંના એક શ્વાસના કલ્પેલા સુખના ફળમાં ત્યાં ૧૧, ૫૬, ૯૭૫ (અગીયાર લાખ છપ્પન હજાર નવસો પંચોતેર ) પલ્યોપમનું દુ:ખ પ્રાપ્ત થયું છે. એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં અસંખ્ય અબજ વર્ષ વીતી જાય છે. અહીં ૭૦૦ વર્ષના આયુષ્યના ભોગવટામાં એવા દુષ્ટ ભાવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ કર્યા કે તેના ફળરૂપે સાતમી નરકમાં જવું પડ્યું. મિથ્યાત્વ સહિતના માઠા ભાવનું ફળ આટલું દુઃખ, અને આત્મજ્ઞાન પ્રગટ કરે, તત્ત્વદૃષ્ટિ પ્રગટ કરે તો તેના ફળમાં અનંત કાળ અનંત આનંદ એને પ્રાપ્ત થાય છે. માટે ભાઈ, આવું આત્મજ્ઞાન તું શીધ્ર પ્રગટ કર, આ તારા માટે અવસર છે.
પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તે આત્મામાં અતતરૂપ છે; આવી આત્માની અતત્ત્વશક્તિ છે. પોતાના સ્વદ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવથી અતિરૂપ છે તે તત્ત્વશક્તિ, ને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નાસિરૂપ છે તે અતત્ત્વશક્તિ છે. આ બન્ને પરસ્પર વિરુદ્ધ છે. સ્વપણે હોવું ને પરપણે ન હોવું એવી જીવમાં એક વિરુદ્ધધર્મવશક્તિ ત્રિકાળ છે. આથી પરસ્પર વિરોધી પ્રતીત થતા ધર્મો એક સાથે દ્રવ્યમાં અવિરોધપણે રહે છે, ને દ્રવ્યને સુસ્થિત પ્રસ્થાપિત કરે છે. આ તત્ત્વશક્તિ અને અતત્ત્વશક્તિના પરિણમનમાં વીતરાગતાનું વદન થાય છે; રાગના અભાવરૂપ અને વીતરાગભાવના સદ્દભાવરૂપ પરિણમને ત્યાં થાય છે. આનું નામ ધર્મ છે. આ સમજ્યા વિના વ્રત-તપ બધુંય વ્યર્થ છે.
અધ્યાત્મ પંચસંગ્રહમાં લીધું છે કે-ઘેટાં, બકરાં નગ્ન રહે છે. પશુ નગ્ન રહે, મુંડન કરાવે, પરિષહ સહન કરે એમાં તેમને શું આવ્યું? અંદર પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ પોતે છે એના ભાન વિના ખાલી બાહ્ય ત્યાગથી કાંઈ લાભ નથી.
અહા ! સ્વસ્વરૂપ-એક જ્ઞાયકસ્વરૂપના અવલંબને પરિણમે એવી તત્ત્વશક્તિ, અને વિકારરૂપે ન પરિણમે એવી અતત્ત્વશક્તિ ભગવાન આત્મામાં છે, તેને યથાર્થ ઓળખી સ્વ–આલંબન કરવું તે હિતરૂપ છે, લાભ છે.
આ પ્રમાણે અહીં અતત્ત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
૩૧: એકત્વશક્તિ અનેક પર્યાયોમાં વ્યાપક એવા એકદ્રવ્યમયપણારૂપ એકત્વશક્તિ.”
અહા ! આત્મામાં એકત્વ નામનો એક ત્રિકાળી ગુણ-સ્વભાવ છે. અનેક ગુણપર્યાયમાં-ભેદમાં વ્યાપક એવું એકદ્રવ્યમયતારૂપ એકપણું-એવો આત્માનો સ્વભાવ છે. કળશ ટીકામાં એક-અનેકપણું આવ્યું છે તે બીજી વાત છે. ત્યાં તો હું એક છું અનેક છું એવા વિકલ્પો છોડાવ્યા છે. અહીં તો એક જ્ઞાયકમાત્ર વસ્તુ આત્મા છે. તેનો આશ્રય કરતાં એકત્વશક્તિનું પર્યાયમાં પરિણમન થાય છે એ એકત્વ ગુણની વાત છે. ૪૭ નયમાં પણ એક-અનેક નય આવે છે. આમ ત્રણ પ્રકારે એક-અનેકનું વર્ણન આવે છે:
૧. અહીં એકત, અનેકત્વશક્તિની વાત છે. ૨. કળશ ટીકામાં એક-અનેકના વિકલ્પ છોડવાની વાત છે. ૩. પ્રવચનસારમાં નય અધિકારમાં એક-અનેક અપેક્ષિત ધર્મની વાત છે.
જેમ અગ્નિનો ઢગ હોય તેમાં એકલું અગ્નિપણું છે, તેમ એક જ્ઞાયકસ્વરૂપ આત્મામાં જ્ઞાન, લોકાલોકપ્રમાણ એકરૂપ જ્ઞાન અદ્વૈત છે. અદ્વૈત એટલે એક, બે નહિ, અનેક નહિ. વેદાંતી જે અદ્વૈત-એક કહે છે એ તો વિપરીત છે. જગતમાં કશું બૈત નથી, બધું અદ્વૈત છે-એક છે–આમ વેદાંતી કહે છે તે તદ્દન વિપરીત-જૂઠી વાત છે.
પ્રવચનસાર, નયપ્રજ્ઞાપન અધિકારમાં અદ્વૈતા-દ્વૈતનય કહ્યા છે. ત્યાં કહ્યું છે:
આત્મદ્રવ્ય જ્ઞાનય-અદ્વૈતનય ( જ્ઞાન અને શેયના અંતરૂપ નયે), મોટા બંધન સમૂહરૂપે પરિણત અગ્નિની માફક, એક છે.”—૨૪
આત્મદ્રવ્ય જ્ઞાનજ્ઞય દ્વતનયે, પરના પ્રતિબિંબોથી સંયુક્ત દર્પણની માફક, અનેક છે. (અર્થાત્ આત્મા જ્ઞાન અને જ્ઞયના દ્વતરૂપ નયે અનેક છે, જેમ પર-પ્રતિબિંબોના સંગવાળો અરીસો અનેકરૂપ છે તેમ.)”—૨૫
અગ્નિ બંધન સાથે એકરૂપ થઈ જાય છે તેમ આત્મદ્રવ્ય, જ્ઞાનજ્ઞય અદ્વૈતનયથી એક છે. એટલે શું? શેયનું જ્ઞાન અને જ્ઞાનનું જ્ઞાન એક છે. જ્ઞય તો જ્ઞયમાં રહી ગયા, પણ જ્ઞયનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન છે-એમ અદ્વૈત પણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧-એકત્વશક્તિ : ૧૪૯ મોટો ઇંધનનો ઢગલો બળીને અગ્નિમય થાય છે. બંધનની અગ્નિ તે અગ્નિની અગ્નિ છે–એમ અદ્વૈત છે. આમ આત્મદ્રવ્ય એક છે. આ એક છે તે અપેક્ષિત ધર્મ છે. જેમ અગ્નિ બંધનરૂપ થઈ જાય છે તેમ જ્ઞયનું જ્ઞાન અને પોતાનું જ્ઞાન એકરૂપ થાય છે. આ અદ્વૈત નય છે.
દૈતનયે આત્મદ્રવ્ય અનેક છે, પરનાં પ્રતિબિંબોથી સંપૂક્ત અરિસાની જેમ. પરના પ્રતિબિંબના સંગવાળો અરીસો જેમ અનેક છે, તેમ ભગવાન આત્મા જ્ઞાનમાં શેયના સંગથી અનેકરૂપ છે. જ્ઞાન તો પોતાથી થાય છે, જ્ઞયનું તેમાં નિમિત્ત છે બસ. અરીસામાં પ્રતિબિંબ પડે છે ત્યાં અરીસો ને પ્રતિબિંબ બે થઈ ગયાં-દ્વત થયું, તેમ શેયનું જ્ઞાન, ને પોતાનું જ્ઞાન-એમ બેરૂપ થયું, વૈત થયું.
ભગવાન આત્માને એક અપેક્ષાથી સર્વગત કહેવાય છે. પ્રવચનસારમાં શ્રી કુંદકુંદાચાર્યદેવે આત્માને અપેક્ષાથી સર્વગત કહ્યો છે. તેમાં લોકાલોક-સર્વનું જ્ઞાન થઈ જાય છે એ અપેક્ષાએ આત્મા સર્વગત છે એમ કહ્યું છે. પૂર્ણજ્ઞાનકેવળજ્ઞાન સર્વને જાણે છે માટે સર્વગત કહ્યું છે. પણ સર્વગત એટલે પરમાં વ્યાપક થઈ જાય, પ્રસરી જાય એવો તેનો અર્થ નથી. બરફ અને અગ્નિ અરીસાની બહાર હોય છે. તેનું અરીસામાં પ્રતિબિંબ દેખાય છે. અરીસાની અંદર કાંઈ બરફ કે અગ્નિ નથી. જે દેખાય છે એ તો અરીસાની સ્વચ્છ અવસ્થા છે. ત્યાં અરીસો અને સ્વચ્છતાગત પ્રતિબિંબ – એમ દ્વત થયું. તેમ જ્ઞયનું જ્ઞાન અને આત્માનું જ્ઞાન-એમ દ્વત થયું. આમ વૈત નયે આત્મદ્રવ્ય અનેક છે.
કળશ ટીકામાં એક-અનેક આવ્યું, નય અધિકારમાં એક-અનેક કહ્યું, અને અહીં શક્તિના અધિકારમાં એકઅનેક શક્તિ કહી. આમ તત્ત્વ અતિ વિશાળ છે. અહીં કહે છે–અનેક ગુણ-પર્યાયોમાં વ્યાપક એવા એકદ્રવ્યમયતારૂપ આત્મા એક છે. અહા ! એકત્વ એ આત્માનો સ્વભાવગુણ છે. તેનું સ્વરૂપ શું? તો કહે છે-અનેક નિર્મળ નિર્મળ પર્યાયોમાં વ્યાપક થવા છતાં, આત્મા દ્રવ્યરૂપથી એક જ રહે છે, અનેક થતો નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ! આ દ્વૈતઅદ્વૈત કહ્યા તે ગુણ નથી, એ અપેક્ષિત ધર્મ છે, એનું પરિણમન ન હોય. આ એકત્વશક્તિનું પરિણમન થતાં દ્રવ્યનાભગવાન જ્ઞાયકના એકપણાનું જ્ઞાન થઈ આનંદની અનુભૂતિ થાય છે. અહો ! આ અલૌકિક વાત છે. આત્મદ્રવ્યના એકપણાની અનુભૂતિ-વેદન વિના જે કાંઈ–કાયકલેશ કરે, વ્રત પાળે, શાસ્ત્ર ભણે-એ બધો ય સંસાર છે. આવી વાત! સમજાય છે કાઈ...?
ભગવાન આત્મા પોતાની એકત્વશક્તિથી સર્વ પર્યાયોમાં વ્યાપે, પ્રસરે-ફેલાય-એકરૂપ ત્રિકાળ એકદ્રવ્યમય વસ્તુ છે. ગજબ વાત છે ભાઈ ! અહાહા...! પોતાના સર્વ ગુણ-પર્યાયોમાં વ્યાપક, એવો સર્વવ્યાપક એકદ્રવ્યમય, એકત્વરૂપ ભગવાન આત્મા છે. અરે ભાઈ ! તારો આત્મા પરમાં વ્યાપક નથી, અને તે ક્રોધાદિ વિકારમાં વ્યાપક થતો નથી, તથા નિર્મળ ગુણ-પર્યાયોમાં વ્યાપે એવો તે એક જ્ઞાયકપણે જ રહ્યો છે, અને અનેકરૂપ-ભેદરૂપ થયો નથી, થતો નથી. માટે અનેકનું-ભેદનું લક્ષ છોડી એક શાયકનું લક્ષ કર. એમ કરતાં તેને સ્વભાવ સાથે એકમેક એવી સમ્યકત્વાદિ નિર્મળ પર્યાયો પ્રગટ થશે. આવી વાત !
અહા ! આ એકત્વશક્તિનું પરિણમન થતાં પર્યાયમાં આત્મદ્રવ્યનું એકપણું પ્રગટ થાય છે. વેદાંતમાં જે અદ્વૈતએકપણું કહ્યું છે તે વાત અહીં નથી. આ તો પોતાના ગુણપર્યાયોમાં વ્યાપકપણે એવા એકમયપણાની વાત છે. જુઓ, અહીં શું કહ્યું છે? “અનેક પર્યાયોમાં વ્યાપક..' –એમ કહ્યું છે. સર્વ દ્રવ્યોમાં વ્યાપક એમ વાત નથી. આત્મા પરદ્રવ્યમાં કદી ય વ્યાપક નથી. પોતાના અનેક પર્યાયો-ભેદો, અનંતગુણની નિર્મળ પર્યાયો સાથે આત્મા વ્યાપક થાય છે એમ વાત છે. આમાં મલિન પર્યાયની કોઈ વાત નથી, કેમકે આત્મદ્રવ્ય રાગાદિ મલિન પર્યાયમાં વ્યાપક થતું નથી. અહાહા...! પોતાની અનેક... અનંત નિર્મળ પર્યાયોમાં વ્યાપક એવા એક દ્રવ્યમય એકત્વશક્તિ આત્મદ્રવ્યમાં છે.
હા, પણ આમાં ધર્મ શું આવ્યો?
અરે ભાઈ ! મારો આત્મા શરીરાદિ પરદ્રવ્યમાં ને વિકારમાં વ્યાપક નથી, એ તો માત્ર પોતાની અનંત નિર્મળ પર્યાયોમાં જ વ્યાપક થાય છે; આવું જાણનાર-નિશ્ચય કરનારની દષ્ટિ વિકારથી ને પરદ્રવ્યથી ખસી ત્રિકાળી નિજ આત્મદ્રવ્ય ઉપર સ્થિર થાય છે, અને તેનું જ નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. ભાઈ રે! તારા ગુણ-પર્યાયોથી બહાર બીજે કયાંય તારો આત્મા નથી, માટે તું બહાર ન શોધ, અંતરમાં શોધ, અંતર્મુખ થઈ સ્વરૂપમાં એકમેક ઢળી જા, કેમકે ધર્મ ધર્મી સાથે જ એકમેક છે. સમજાણું કાંઈ ! ભેદનું પણ લક્ષ છોડી નિજ એકત્વરૂપ ત્રિકાળી આત્મદ્રવ્યની દષ્ટિ કરે તેને પર્યાયમાં આનંદનો સ્વાદ આવે છે, ને એનું જ નામ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન છે.
શાસ્ત્રજ્ઞાન ગમે તેટલું હોય, નવપૂર્વની લબ્ધિ હોય તોપણ એથી શું? અભવ્યને પણ એવું જ્ઞાન તો હોય છે.
એક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
વાર અહીં વાત થઈ હતી કે અભયને ત્રિકાળી જ્ઞાનશક્તિ છે, પણ તેને જ્ઞાનની પરિણિત નથી. તે ૧૧ અંગ અને નવ પૂર્વની લબ્ધિ સહિત હોય તો પણ તેને જ્ઞાન-પરિણતિ નથી. જ્ઞાન-પરિણતિ એટલે શું ? કે જ્ઞાનસ્વભાવ ઉપ૨ એકમેક થઈ દષ્ટિ કરતાં, જ્ઞાનની પર્યાય જ્ઞાનસ્વભાવનો સ્પર્શ કરીને પ્રગટ થાય તેનું નામ જ્ઞાનપરિણિત છે. તેને જ્ઞાન-પરિણતિ કહો, સમ્યજ્ઞાન કહો, આત્મજ્ઞાન કહો, કે ધર્મીનું જ્ઞાન કહો–બધું એક જ છે.
પ્રશ્ન:- તો શું આવું સમજ્યા વિના ધર્મ ન થાય ?
ઉત્ત૨:- ના, ન થાય. સમજણ-વિવેક વિના બીજી કોઈ રીતે ધર્મ ન થાય.
પ્રશ્ન:- પશુને જ્ઞાન થાય છે; તે કયાં ભણવા જાય છે?
ઉત્ત૨:- પશુને પણ જ્ઞાનમાં બધો ખ્યાલ આવી જાય છે. હું જ્ઞાનાનંદસ્વરૂપ છું, રાગ થાય છે તે દુ:ખ છેઆમ જ્ઞાન અને રાગ વચ્ચેનું ભેદજ્ઞાન પશુને થાય છે. નામ ભલે ન આવડે, પણ તત્ત્વોનું જ્ઞાન-શ્રદ્વાન એને બરાબર થાય છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં આનો ખુલાસો કીધો છે. ત્યાં કહ્યું છે કે-તિર્યંચને નવ તત્ત્વનાં નામ ભલે ન આવડે, પણ તેનું ભાવભાસન તેને યથાર્થ થાય છે. અતીન્દ્રિય આનંદસ્વરૂપ હું ભગવાન આત્મા છું એમ નિશ્ચય કરી, નિમિત્ત, રાગ ને પર્યાયનો આશ્રય છોડી, ત્રિકાળી નિજ જ્ઞાયકભાવનો આશ્રય કરતાં અનાકુળ આનંદનો સ્વાદ આવે છે એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. અહા! આવી ધર્મ-પરિણિત પશુને પણ થતી હોય છે; તેમાં શાસ્ત્ર ભણવાની અટક નથી.
આનંદ ધનજી કહે છે:
આતમ અનુભવ-૨સ કથા, પ્યાલા પીયા ન જાય; મતવાલા તો ગિર પડે, ભિન્નતા પડે રચાઈ.
જે શાસ્ત્રજ્ઞાનનું અભિમાન કરે, વ્રતાદિનું અભિમાન કરે તેને અનુભવરસ પ્રગટતો નથી. અમે વ્રત કરીએ છીએ, તપસ્યા કરીએ છીએ, જીવોની દયા પાળીએ છીએ-એમ મોહ-મદ વડે જે મતવાલા છે તેઓ અનુભવથી બહાર રહી જાય છે, બહિરાત્મા રહી જાય છે. પરંતુ પરના મમત્વથી ભિન્ન પડી, પોતાના એકત્વસ્વરૂપ એક જ્ઞાયકનો જેઓ આશ્રય કરે છે તેમને આત્માનુભવ પ્રગટ થાય છે, તેઓ ધરાઈને અનુભવ-૨સ પીએ છે, આનંદસ પીએ છે.
પશુને ખીલા સાથે બાંધે તો પછી તે ફરી શકે નહિ. તેમ આત્માને એકત્વરૂપ ધ્રુવના ખૂંટે બાંધી દીધો હોય તો તે પરિભ્રમણ ન કરે. અહાહા...! ભગવાન આત્મા જ્ઞાયક પ્રભુ સ્વયં અતીન્દ્રિય આનંદમય ધ્રુવ ખૂંટો છે. તે ધ્રુવને ધ્યેય બનાવી તેનું જે ધ્યાન કરે છે તેને એકલા આનંદનો સ્વાદ આવે છે, તેને સ્વાનુભવરસ પ્રગટ થાય છે. હવે તે ચાર ગતિમાં પરિભ્રમણ નહિ કરે.
હું ધ્રુવ છું–એમ ધ્યેય ત૨ફનો વિકલ્પ કરવાની આ વાત નથી. ધ્રુવ તરફ પર્યાય લક્ષ કરી પરિણમે એમ વાત છે. પર્યાય, પરસન્મુખતા છોડી, સ્વસન્મુખતા-ધ્રુવ એક જ્ઞાયકની સન્મુખતા કરી પરિણમે છે એવી વાત છે. અહા! ધ્રુવને લક્ષમાં લેનારી પર્યાય ધ્રુવ સાથે એકમેક થઈ છે, હવે તે પરિભ્રમણ કરશે નહિ. જે છૂટો ફરે છે, સ્વદ્રવ્યથી ભિન્ન જે રાગાદિ વિકાર સાથે ને પરદ્રવ્ય સાથે એકમેક થઈ પરિણમે છે તે જીવ ચાર ગતિમાં પરિભ્રમે છે; પરંતુ રાગથી ભિન્ન અંદર પોતે આનંદકંદ એક જ્ઞાયક પ્રભુ છે ત્યાં દષ્ટિ લગાવી પર્યાયને ધ્રુવ ખૂંટા સાથે બાંધી દીધી તે હવે ભવમાં ભટકશે નહિ, વિકારમાં ભટકશે નહિ. તે હવે નિર્ભય અને નિઃશંક છે, વિકારનો ને ભવનો નાશક છે; અલ્પકાળમાં જ તે મુક્તિ પામશે. સમજાણું કાંઈ..!
આ શક્તિના વર્ણનમાં થોડા શબ્દોમાં ઘણું રહસ્ય ભર્યું છે. હમણાં ડો. ચંદુભાઈનો પત્ર આવ્યો છે. તેમાં અમારા બ્લડનો-લોહીનો રિપોર્ટ કેવો છે તે જણાવ્યું છે. ડોકટરનું કહેવું છે કે આ બ્લડ-કેન્સર નથી, લોહીમાં જરા વિકૃતિ છે, પણ એમાં ચિંતાનું કોઈ કારણ નથી; આ તો સાધારણ રોગ છે, બહાર પ્રગટ થાય એવો કોઈ રોગ નથી. અરે, આ દેહની સ્થિતિ જે રહેવાની હોય તે રહે, અમને એમાં શું ચિંતા છે? જુઓ ને, અહીં સંતો કહે છે–હું એક છું, શુદ્ધ જ્ઞાયક છું–એવા વિકલ્પની ચિંતામાં પણ ભગવાન આત્મા વ્યાપક નથી તો પછી તે આ દેહમાં કેમ વ્યાપક થાય ? અજ્ઞાની જીવને એમ થાય કે આત્મા દેહમાં રહ્યો નથી તો કયાં રહ્યો છે? શું અઘ્ધર આકાશમાં રહ્યો છે? તેને કહીએ-ભાઈ ! ધીરો થા બાપા! દેહ જેમ જડ છે તેમ આકાશ પણ જડ છે. શું જડમાં આત્મા રહે? આત્મા તો નિજ ચૈતન્યની નિર્મળ નિર્મળ પર્યાયોમાં રહ્યો છે. હવે આવો નિશ્ચય થાય તેને દેહની શું ચિંતા ? અમને તો કાંઈ ખબરે ય પડતી નથી કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #165
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
શરીરમાં રોગ છે.
અહા ! મારો આત્મા મારી પર્યાયોમાં જ વ્યાપક છે, બીજે નહિ, ને મારી પર્યાયોમાં એક શુદ્ધ આત્મા વ્યાપક છે. બીજો નહિ–એવો નિર્ણય કરે તેની દૃષ્ટિ જ બદલાઈ જાય છે. આવો નિશ્ચય થતાં તેને પરાશ્રયપણાની બુદ્ધિ મટી જાય છે, ને સ્વ-આશ્રયની ભાવના જાગ્રત થાય છે. હવે તે સ્વદ્રવ્યનું એકનું જ આલંબન કરીને શુદ્ધ પર્યાયોરૂપે નિરંતર પરિણમ્યા કરે છે. પર્યાય પર્યાયે તેને એકત્વસ્વરૂપ નિજ આત્મદ્રવ્યનું જ આલંબન વર્તે છે, ને શુદ્ધ આત્મદ્રવ્યના આલંબને પ્રગટ થતી પર્યાયો તેને નિર્મળ નિર્મળ જ થાય છે. અહા! ધર્મી પુરુષની બધી પર્યાયો એક શુદ્ધ આત્મદ્રવ્યને જ ઉપાદેય કરીને પરિણમે છે, તેની પર્યાયમાં વ્યવહારરત્નત્રયનો વિકલ્પ આદિ બીજું કાંઈ ઉપાદેય નથી.
તો મુનિરાજને પંચમહાવ્રતાદિ વ્યવહાર ચારિત્ર હોય છે ને ?
હા, મુનિરાજને પંચમહાવ્રતાદિ વ્યવહાર આચરણ હોય છે, પણ એ તો વિકલ્પ-રાગ છે; મુનિરાજને તે ઉપાદેય નથી, હૈય છે. ઉપાદેય તો એક શુદ્ધ આત્મદ્રવ્ય જ છે. અધ્યાત્મ પંચસંગ્રહમાં આવે છે કે
દયા, દાન, પૂજા, શીલ, સંયમાદિ શુભભાવ, યે હુ ૫૨ જાનૈ નાંહિ, ઇનમેં ઉમૈયા હૈ।
૩૧-એકત્વશક્તિ : ૧૫૧
અજ્ઞાની જીવ દયા, દાન, વ્રત આદિ શુભભાવ ૫૨ છે એમ જાણતો નથી, તે એમાં જ ઉલ્લસિત થાય છે. હું કાંઈક (ધર્મ ) કરું છું એમ તે માને છે. જ્યારે જ્ઞાની પુરુષ
શુભાશુભ રીતિ ત્યાગી જે જાગે હૈ તે સ્વરૂપ માંહિ જ્ઞાનવાન ચિદાનંદ હૈ;
વાણી ભગવાન કી સકલ નિચોડ યહુ, સમયસાર આપ, નહિ પુણ્યપાપ મેરે હૈં।।
4
જુઓ આ ભગવાનની વાણીનો નિચોડ! શું? કે શુભાશુભની રીતિને ત્યાગી, હું પુણ્યપાપ ને ક્રિયાકાંડના રાગથી ભિન્ન શુદ્ધ એક ચિદાનંદમય ભગવાન આત્મા છું એમ જ્ઞાની અનુભવે છે, અરે, અજ્ઞાની પોતાના સ્વરૂપને ભૂલીને ભિખારીની જેમ મારે પૈસા જોઈએ, ને બંગલા જોઈએ, ને આબરૂ જોઈએ-એમ તૃષ્ણાવંત થઈને શુભાશુભ આચરણ કર્યા કરે છે. પણ એથી શું? જ્ઞાનદર્પણમાં દષ્ટાંત આપી કહ્યું છે કે-જટા વધારવાથી જો સિદ્ધિ થતી હોય તો વડને મોટી જટા હોય છે. “મૂંડનતેં ઉની, નગન રહતે પશુ; કષ્ટ સહન કરતે તરુ”-વળી વાળ તો ઘેટાં પણ કપાવે છે, નગ્ન તો પશુ પણ ફરે છે અને વૃક્ષો ટાઢ-તાપ સહે છે. તથા ‘પઢનતે શુક' –પોપટ મોઢેથી પાઠ કરે છે અને ‘ખગધ્યાન ’ –બગલા પણ ધ્યાન કરે છે. પરંતુ તેથી શું થયું? તેઓ કોઈ ધર્મ પામતા નથી. એટલે કે એમાં આત્માને શું આવ્યું? કાંઈ જ નહિ. ભાઈ! અંદર ચૈતન્ય ચિંતામણિ એવો ભગવાન ચિદાનંદસ્વરૂપ આત્મા છે તેના આશ્રયે નિર્વિકલ્પ આનંદનો અનુભવ કરવો એ જ પોતાના હિતરૂપ ધર્મ છે.
આત્માની આ એકત્વશક્તિ છે તે ત્રિકાળી ધ્રુવ ઉપાદાન છે, ને તેના પરિણમનરૂપ પર્યાય પ્રગટ થાય છે તે ક્ષણિક ઉપાદાન છે. શક્તિ તો ત્રિકાળ છે, પણ તેનું પરિણમન થયા વિના શક્તિ છે એની પ્રતીતિ થતી નથી. શક્તિ સાથે ભળીને –એકમેક થઈને શુદ્ધતારૂપે પરિણમ્યા વિના શક્તિનો ને શક્તિવાન આત્માનો વાસ્તવિક સ્વીકાર થતો નથી. સત્તાનો સ્વીકાર કયારે થાય ? કે સ્વાભિમુખ-સ્વસન્મુખ થઈને સદ્રવ્યના આશ્રયે પરિણમે ત્યારે; જ્યાં સત્તાનો સ્વીકાર થાય કે (સ્વીકારનારી) પર્યાય તેમાં એકમેક ભળી જાય છે, ને તે પર્યાય નિર્મળ નિર્મળ અપૂર્વ-અપૂર્વભાવે પ્રગટ થાય છે. આ ધર્મ છે, આ મોક્ષનો પંથ છે. આ સિવાય બધું થોથેથોથાં છે. સમજાણું કાંઈ ?
આ પ્રમાણે અહીં એકત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #166
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
૩૨: અનેકત્વશક્તિ એક દ્રવ્યથી વ્યાપ્ય (વ્યપાવા યોગ્ય) જે અનેક પર્યાયો તે-મયપણારૂપ અનેકત્વશક્તિ.'
ભગવાન આત્મા જે ત્રિકાળ એકત્વસ્વરૂપ દ્રવ્ય છે તેનાથી વ્યાપ્ય અનેક પર્યાયો છે, તે-મયપણારૂપ આત્માની અનેકત્વ શક્તિ છે. દ્રવ્યપણે આત્મા એક હોવા છતાં અનેક પર્યાયોપણે પણ પોતે જ થાય છે એવી તેની અનેત્વશક્તિ છે. આમ એકત્વની જેમ અનેકત્વ પણ આત્માનો ગુણ-સ્વભાવ છે. વેદાંતવાળા બધું મળીને એક માને છે, અનેક માનતા નથી, પણ તેમની એવી માન્યતા ખોટી વિપરીત છે. તેઓ કહે છે-“આત્મા અનુભવો” એમાં તો બે ચીજ થઈ ગઈ, આત્મા અને તેનો અનુભવ-એમ બે ચીજ થઈ ગઈ; આમ તેઓ અનેકપણાનો નિષેધ કરે છે, પણ એ તો દષ્ટિ મિથ્યા છે. ભક્તામર સ્તોત્રમાં (૨૪મા શ્લોકમાં) આવે છે:
તું આધ અવ્યય અચિન્ય અસંખ્ય વિભુ, છે બ્રહ્મ ઈશ્વ૨ અનંત અનંગકેત; યોગીશ્વર વિદિતયોગ અનેક એક,
કે', છે તને વિમળ જ્ઞાનસ્વરૂપ સંત. હે નાથ ! આપ આધ છો, કદી નાશ ન થાય એવા આપ અવ્યય છો, વિકલ્પ વડે ચિંતવતાં પાર ન પમાય એવા આપ અચિન્ય છો, અસંખ્ય છો, વિભુ છો, બ્રહ્મ છો; લૌકિકમાં બ્રહ્મ કહે છે તે નહિ હોં, આ તો કેવળજ્ઞાનની જ્યોતિ ઝળહળતી પ્રગટ થઈ છે એવા આપ બ્રહ્મ છો-એમ વાત છે. આપ યોગીશ્વર છો, વિદિતયોગ છો, અનંત છો, અનંગકેતુ છો, એક છો, અનેક છો. જુઓ, અહીં પણ આવ્યું ને? કે આપ એક છો, અનેક પણ છો. ભાઈ ! એકપણું અને અનેકપણું –એમ બન્ને ગુણો-શક્તિઓ આત્મામાં ત્રિકાળ એકસાથે જ છે. વળી આપ વિમળ જ્ઞાનસ્વરૂપ છો. - એવું કોણ કહે છે? કે સંતો-મુનિવરો-ગણધરો. અહાહા...! એકલા જ્ઞાનના પુંજ પ્રભુ આપ છો. આ બધા પરમાત્માના ગુણ તે આત્માના જ છે ભાઈ ! આ તો પ્રાપ્તની પ્રાપ્તિરૂપ અહીં સ્તુતિમાં વર્ણવ્યા છે. તત્ત્વજ્ઞાન તરંગિણીમાં દરેક
શ્લોકમાં આવે છે“ ચિતૂપોડહું” હું એકલા જ્ઞાનસ્વરૂપ છું. લ્યો, આવી વાત! આ તો સમજીને અંદર ઠરવાનોરમવાનો, સુખી થવાનો મારગ છે. ભાવદીપિકામાં લખ્યું છે કે
અચલ અખંડ અબાધિત અનુપમ મહા,
આત્મિક જ્ઞાનકા લખૈયા સુખ કરૈ હૈ. આત્મિક જ્ઞાનના જાણવાવાળા સુખ પામે છે, બાકી તો બધા ભવ-ક્લેશમાં છે.
જુઓ, અહીં અનેકત્વશક્તિની વાત ચાલે છે. એક દ્રવ્યથી વ્યાપ્ય અનેક પર્યાયરૂપ પોતે આત્મદ્રવ્ય થાય છે એવી આત્માની અનેકત્વશક્તિ અહીં સિદ્ધ કરી છે. જીવમાં એકત્વશક્તિની જેમ અનેકત્વશક્તિ પણ ત્રિકાળ વર્તે છે. એકપણે રહેવું, અને અનેકપણે થવું એ બન્ને સ્વભાવ ભગવાન આત્મામાં સાથે જ રહેલા છે. જો એકલું એકત્વ હોય તો દ્રવ્ય શેમાં પ્રસરે? એક પર્યાય પલટીને બીજી નિર્મળ પર્યાયરૂપે કેમ થાય ? અને જો એકલું અનેત્વ હોય તો અનેક પર્યાયો કોના આશ્રયે થાય? આમ આત્મામાં એકીસાથે એકત્વ અને અનેકત્વ અને શક્તિઓ ત્રિકાળ હોવાપણે સિદ્ધ થાય છે.
અહા ! આત્માની સમ્યગ્દર્શન આદિ નિર્મળ પર્યાયોમાં કોણ વ્યાપે છે? પરદ્રવ્ય નહિ, કોઈ નિમિત્ત નહિ, વિકાર-રાગાદિ પણ નહિ; અહાહા...! શુદ્ધ ચૈતન્યમૂર્તિ એવો આત્મા જ પોતે પરિણમીને સમ્યગ્દર્શનાદિ પર્યાયોમાં વ્યાપે-તે રૂપ થાય એવી એની અનેકત્વશક્તિ છે. માટે હે ભાઈ ! સમ્યગ્દર્શન આદિ નિર્મળ પર્યાયની સિદ્ધિ માટે તું સિદ્ધ સમાન નિજ આત્મદ્રવ્યમાં જો; શુદ્ધ એક સ્વરૂપનું આલંબન કર. એક આત્મા જ બધી નિર્મળ પર્યાયોમાં પ્રસરી જાય છે એવી તારી અનેત્વશક્તિ જાણી, નિમિત્તને ભેદનું લક્ષ મટાડી શક્તિવાન ધ્રુવ એક આત્મદ્રવ્યનો આશ્રય કર, સ્વસમ્મુખતા કર; તેમ કરતાં જ પર્યાયો ક્રમે નિર્મળ નિર્મળ પ્રગટ થાય છે; આનું જ નામ ધર્મ છે; ને આ જ મારગ છે. સમજાય છે કાંઈ...?
પ્રવચનસાર, નય પ્રજ્ઞાપન અધિકારમાં ક્રિયાનય અને જ્ઞાનનયથી મોક્ષ થાય એમ વાત આવે છે. તે આ પ્રમાણે:
“આત્મદ્રવ્ય ક્રિયાનયે અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવું છે, થાંભલા વડે માથું ભેદાતાં દષ્ટિ ઉત્પન્ન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #167
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩-ભાવશક્તિ : ૧૫૩ થઈને જેને નિધાન મળે છે એવા અંધની માફક.”-૪૨.
આત્મદ્રવ્ય જ્ઞાનનયે વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવું છે, ચણાની મુઠ્ઠી દઈને ચિંતામણિ ખરીદનાર એવો જે ઘરના ખૂણામાં રહેલો વેપારી તેની માફક.”-૪૩.
જુઓ, ક્રિયાનયે અનુષ્ઠાનની પ્રધાનતાથી મોક્ષ થાય એમ કહ્યું છે ત્યાં કયું અનુષ્ઠાન ? રાગના અભાવરૂપ અનુષ્ઠાનની આમાં વાત છે. અધિકારમાં ત્યાં પ્રથમ જ વાત કરી છે કે
પ્રથમ તો, આત્મા ખરેખર ચૈતન્ય સામાન્ય વડે વ્યાસ અનંત ધર્મોનું અધિષ્ઠાતા (સ્વામી) એક દ્રવ્ય છે, કારણ કે અનંત ધર્મોમાં વ્યાપનારા જે અનંત નયો તેમાં વ્યાપનારું જે એક શ્રુતજ્ઞાનસ્વરૂપ પ્રમાણે તે પ્રમાણપૂર્વક સ્વાનુભવ વડે (તે આત્મદ્રવ્ય) પ્રમેય થાય છે (–જણાય છે).”
જુઓ, શ્રુતજ્ઞાનપ્રમાણમાં એક સાથે અનંત ધર્મો દેખાય છે માટે ક્રિયાનયના વિષયરૂપ ધર્મ ને જ્ઞાનનયના વિષયરૂપ ધર્મ ભિન્ન ભિન્ન કાળે છે એમ નથી. આ તો અપેક્ષિત ધર્મ છે. રાગના અભાવરૂપ અનુષ્ઠાનથી ક્રિયાન મોક્ષની સિદ્ધિ છે એમ ત્યાં કહ્યું છે, પણ તે જ કાળે જ્ઞાનનયે વિવેકની પ્રધાનતાથી મોક્ષ થાય એવો ધર્મ સાથે જ છે. શ્રુતજ્ઞાન પ્રમાણ એકસાથે બધા જ ધર્મોને દેખે છે. પહેલાં જ્ઞાનનય અને પછી ક્રિયાનય એવું કાંઈ છે નહિ. ક્રિયાનયથી મોક્ષ કહ્યો ત્યાં રાગના અભાવરૂપ ધર્મની અપેક્ષા લેવી. “જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ:' એમ કહ્યું છે ત્યાં પણ વીતરાગી ક્રિયાથી મોક્ષ થવાની વાત છે.
નયોના વિષયભૂત ધર્મો દ્રવ્યમાં એકીસાથે રહેલા છે. શ્રુતજ્ઞાનને પ્રમાણ કહ્યું છે, તે શ્રુતજ્ઞાન પ્રમાણ એક સમયમાં દ્રવ્યમાં એક સાથે રહેલા સર્વધર્મોને જાણે છે. માટે કોઈને ક્રિયાનયથી મોક્ષ થાય ને કોઈને જ્ઞાનનયથી મોક્ષ થાય એમ છે નહિ; વસ્તુ જ એવી નથી. તેથી જ અહીં “શ્રુતજ્ઞાનસ્વરૂપ પ્રમાણે તે પ્રમાણપૂર્વક સ્વાનુભવ વડ (તે આત્મદ્રવ્ય ) પ્રમેય થાય છે”-એમ શબ્દ લીધા છે.
ભાઈ ! એક સમયની યોગ્યતાને જ્ઞાન જાણે છે. જે સમયે મુક્તિ થવાની હોય તે જ સમયે તે થાય છે. કાળનયે મુક્તિ અને અકાળનયે મુક્તિ-એમ પણ નયના વર્ણનમાં આવે છે. ત્યાં મુક્તિ તો તેના અકાળે થાય છે (આગળ-પાછળ નહિ), પણ કાળનયમાં કાળની અપેક્ષાએ વાત છે, ને અકાળનયમાં કાળ સિવાયનાં બીજાં નિમિત્તોની (સમવાય કારણોની) અપેક્ષાથી વાત છે. તેથી કોઈને કાળનયે મુક્તિ થાય, ને કોઈને અકાળનયે મુક્તિ થાય એમ વસ્તુ નથી. અરે, અત્યારે તો શાસ્ત્રના અર્થ કરવામાં ઘણી ગરબડ ચાલે છે. ભાઈ ! લોકો તારી માનેલી ( મિથ્યા) લૌકિક વાત માની લેશે, પણ તને ખૂબ નુકસાન થશે.
નિશ્ચયનયના વિષયરૂપ એક ધર્મ અને વ્યવહારનયના વિષયરૂપ બીજો ધર્મ-એ વાત પણ ત્યાં છે. આ બધા અપેક્ષિત ધર્મો એકસાથે ગણવામાં આવ્યા છે. ત્યાં કોઈને નિશ્ચયનયે મુક્તિ ને કોઈને વ્યવહારનયથી મુક્તિ-એમ વાત છે નહિ. શાસ્ત્રમાં કઈ અપેક્ષાથી કહ્યું છે તે સમજે નહિ, ને મતિ-કલ્પનાથી અર્થ કરે તો મહા વિપરીતતા થાય, માટે અપેક્ષા સમજીને અર્થ કરવા જોઈએ.
એકત્વશક્તિના વર્ણનમાં એકદ્રવ્યમયતા કહી હતી, અહીં અનેકત્વશક્તિના કથનમાં એક દ્રવ્યથી વ્યાપ્ય જે અનેક પર્યાયો તેપણામય અનેત્વશક્તિ કહી છે. એક આત્મદ્રવ્ય પોતે જ અનેક પર્યાયોરૂપ થાય છે એવી એની અનેકત્વ શક્તિ છે. એકત્વ અને અનેત્વ-બન્ને સ્વભાવરૂપ આત્મા પોતે જ છે, તેથી આત્મસન્મુખતાથી જ તેની યથાર્થ પ્રતીતિ થાય છે; રાગથી ને પર-નિમિત્તથી નહિ, કેમકે રાગનો ને પરનો શક્તિઓમાં અભાવ જ છે. આવી વાત છે.
આ પ્રમાણે અહીં અનેકત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
૩૩: ભાવશક્તિ ‘વિધમાન-અવસ્થાવાળાપણારૂપ ભાવશક્તિ. (અમુક અવસ્થા જેમાં વિદ્યમાન હોય એવાપણારૂપ ભાવશક્તિ.)”
જુઓ, આત્મામાં એક ભાવશક્તિ એવી છે કે તેની કોઈ એક નિર્મળ પર્યાય વર્તમાન-વિધમાન હોય જ છે. પર્યાય કરવી પડે એમ નહિ, કોઈ નિમિત્તથી થાય એમે ય નહિ; ભાવશક્તિનું સ્વરૂપ જ એવું છે કે વર્તમાન નિર્મળ પર્યાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #168
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ વિધમાન હોય છે. અહાહા..! જે સમયમાં ભાવશક્તિનું પરિણમન થાય છે તે સમયે નિર્મળ પર્યાય વિધમાન હોય છે. અહા ! વિધમાન-પર્યાયવાળાપણે ભાવશક્તિ છે. નિર્મળ પર્યાયને હું કરું તો તે હોય એવી વાત નથી.
અહાહા...! અનંતગુણનું ચૈતન્યનિધાન પ્રભુ આત્મા છે. તેમાં જેમ જ્ઞાનશક્તિ છે, આનંદશક્તિ છે, શ્રદ્ધાશક્તિ છે, તેમ એક ભાવશક્તિ છે. ભાવશક્તિનું સ્વરૂપ શું? તેનું કાર્ય શું? તો કહે છે-ભાવ નામ ભવન-નિર્મળ પરિણમનના ભવનરૂપ પર્યાય વર્તમાન વિદ્યમાન હોય છે. અનંત ગુણોની નિર્મળતારૂપ પર્યાય વર્તમાન વિધમાન હોય જ છે એવું આ શક્તિનું સ્વરૂપ છે. અહીં શક્તિનું જેને પરિણમન થયું છે એવા સમ્યગ્દષ્ટિની વાત છે, મિથ્યાદષ્ટિની વાત નથી, મિથ્યાષ્ટિને તો શક્તિની પ્રતીતિ જ નથી. ભાવશક્તિ અને શક્તિવાન આત્મા–તેનો જેને અનુભવ વર્તે છે તેને, કહે છે, નિર્મળ પર્યાય વર્તમાન વિધમાન હોય જ છે. અહાહા..! જેને ભગવાન આત્માની અંતર-પ્રતીતિ થઈ, જ્ઞાનમાં નિજ જ્ઞાયક જણાયો, ને નિર્મળ જ્ઞાન સાથે અનાકુળ આનંદ પ્રગટ થયો તેને ભાવશક્તિનું પરિણમન થયું છે જેથી તેને વર્તમાન નિર્મળ અવસ્થા વિધમાન જ છે. આવી સૂક્ષ્મ વાત! સમજાય છે કાંઈ..?
હવે ભાવશક્તિનું આવું સ્વરૂપ છે ત્યાં પર નિમિત્તથી થાય, ને વ્યવહાર-રાગથી થાય એમ કયાં રહ્યું? અરે, પૂર્વની પર્યાય નિર્મળ હતી માટે વર્તમાન પર્યાય નિર્મળ થઈ એમ ય નથી. વર્તમાન વિધમાન પર્યાયને પૂર્વની પર્યાયની અપેક્ષા નથી. ધીરજથી સમજવું બાપુ! આ શક્તિના અધિકારમાં દૃષ્ટિની પ્રધાનતા છે. આત્માનો ભાવશક્તિમય સ્વભાવ જ એવો છે કે તેમાં વર્તમાન નિર્મળ પર્યાય વિદ્યમાન હોય જ છે.
“સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા'માં કાર્તિકેય સ્વામીએ કહ્યું છે કે પ્રત્યેક દ્રવ્યની પર્યાયમાં કાળલબ્ધિ હોય છે. એટલે શું? કે જે સમયે જે પર્યાય થાય તે તેની કાળલબ્ધિ છે. પ્રવચનસારની ગાથા ૧૦૨માં પર્યાયની ઉત્પત્તિની જન્મક્ષણ હોવાની વાત આવી છે. મતલબ કે વર્તમાનમાં જીવની મોક્ષદશા છે તે તેની કાળલબ્ધિ છે, પૂર્વની મોક્ષમાર્ગની પર્યાય તેનું વાસ્તવિક કારણ નથી. (કારણ કહેવું તે વ્યવહાર છે.)
હા, તો પછી તેનું કારણ શું?
એ જ અહીં કહે છે; વર્તમાન અવસ્થા વિધમાનપણે હોય જ એવી આત્માની ભાવશક્તિ તેનું કારણ છે. વર્તમાન વર્તમાન વર્તતી પ્રતિસમયની અવસ્થા તેના સ્વકાળે વિદ્યમાન થાય એવી આત્માની ભાવશક્તિ છે તે કારણે છે.
હવે આમ છે ત્યાં રાગની ક્રિયાથી-વ્યવહાર-રત્નત્રયના રાગથી આત્માનું જ્ઞાન પ્રગટ થાય, વ્યવહારથી નિશ્ચય થાય એ વાત કયાં રહી? રાગ તો બાપુ! બંધનું જ કારણ છે. તેનાથી અબંધસ્વરૂપ એવો મોક્ષમાર્ગ અને મોક્ષ કદી ય પ્રગટ થતો નથી. મોક્ષમાર્ગથી મોક્ષ પ્રગટે છે એમ નથી, ત્યાં રાગની શું કથા? અહાહા..! અબંધસ્વરૂપ નિત્યાનંદ પ્રભુ આત્મા છે તેના આશ્રમે ક્રમે મોક્ષમાર્ગ અને મોક્ષ પ્રગટે છે. એ તો પહેલાં આવી ગયું કે જ્ઞાનમાત્ર વસ્તુનું પરિણમન થતાં ભેગી અનંત શક્તિઓ નિર્મળપણે ઊછળે છે. આવી સ્વાનુભવની દશા હોય છે. એ સ્વાનુભવની દશા કાંઈ વિકલ્પથી કે નિમિત્તથી ઉત્પન્ન થાય છે એમ નથી. સ્વકાળે વિદ્યમાન એ દશા, અહીં કહે છે, ભાવશક્તિનું કાર્ય છે, ને પોતાના દ્રવ્યસ્વભાવની સન્મુખ થતાં તે પ્રગટ થાય છે.
જો કે આ આત્મા શરીરપ્રમાણ છે, તથાપિ તે શરીરથી તદ્દન ભિન્ન છે. શરીર તેનું કાંઈ સંબંધી નથી. આવો ભગવાન આત્મા અસંખ્યપ્રદેશી વસ્તુ અનંત ગુણોથી વિરાજમાન મોટો (સર્વોત્કૃષ્ટ) ચૈતન્ય બાદશાહ છે, અસંખ્ય પ્રદેશ તેનો દેશ છે, તેમાં વ્યાપક અનંત ગુણ તેનાં ગામ છે, ને એકેક ગામમાં અનંતી નિર્મળ પર્યાયરૂપ પ્રજા છે. આ પર્યાયરૂપ પ્રજા કેવી રીતે પ્રગટ થઈ ? તો કહે છે-અનંત ગુણમાં ભાવશક્તિનું રૂપ છે, તેથી પ્રત્યેકને વર્તમાન વિધમાન અવસ્થાવાળાપણું છે. આવી ઝીણી વાત છે. (મતલબ કે ઉપયોગને ઝીણો કરતાં સમજાય તેમ છે).
જુઓ, આકાશમાં ધ્રુવનો તારો હોય છે. તેને લક્ષમાં રાખીને સમુદ્રમાં વહાણ ચાલે છે. ધ્રુવ તારો તો ક્યાં છે ત્યાં છે, તેનું સ્થાન ફરતું નથી, પણ મોટાં વહાણો હોય છે તે આ ધ્રુવના તારાને લક્ષમાં રાખી નિશ્ચિત સ્થાન પ્રતિ ગતિ કરે છે. તેમ ભગવાન આત્મા ધ્રુવ, ચિદાનંદ પ્રભુ, આનંદરસ, જ્ઞાનરસ, શાંતરસ, વીતરાગ રસ, જીવનરસ-એવા અનંત ગુણના નિજરસથી ભરપૂર ભરેલો ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ છે. આવા ધ્રુવના લક્ષે વર્તમાન પર્યાયને અંદર ઊંડ (સન્મુખ) લઈ જતાં પર્યાયની ધ્રુવમાં એકતા થાય છે. રાગ અને પર નિમિત્ત સાથે એકતા હતી તે પલટીને ધ્રુવના લક્ષે ધ્રુવમાં એકતા થાય છે; આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. એકતા એટલે શું? ધ્રુવ ને પર્યાય કાંઈ પરસ્પર ભળીને એક થઈ જાય છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #169
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩-ભાવશક્તિ : ૧૫૫ એમ નહિ, પણ પર્યાય ધ્રુવની સન્મુખ થઈ તો તેને એકતા થઈ એમ કવ્વામાં આવે છે. હવે આવું સત્ય અંદર બેસે નહિ, અંતર-અનુભવ કરે નહિ ને ખાલી વ્રતાદિ વડે કલ્યાણ થઈ જવાનું માને, પણ એ તો ભ્રાન્તિ છે, મિથ્યાદશા છે.
ભગવાન આત્મા ચૈતન્ય ગુણરત્નોથી ભરેલો રત્નાકર પ્રભુ છે. તેમાં એક ભાવશક્તિ નામનો ગુણ છે. આ ભાવશક્તિ વર્તમાન વિદ્યમાન અવસ્થાને પ્રગટ કરે છે, પ્રગટ કરે છે શું? શક્તિ પરિણમતાં વર્તમાન વિધમાન અવસ્થા હોય જ છે. ભાવશક્તિનું ભવન-પરિણમન હોતાં આત્માને વર્તમાન વિધમાન-અવસ્થાયુક્તપણું હોય જ છે; અવસ્થા કરવી પડે એમ નહિ. અહીં નિર્મળ અવસ્થા લેવી, મલિન અવસ્થા શક્તિના કાર્યરૂપ નથી.
પ્રશ્ન:- આત્મા અને તેની અવસ્થા પોતાથી વિધમાન છે એ તો માન્યું, પણ અમારી અવસ્થામાં મિથ્યાત્વ વર્તે છે ને?
ઉત્તર:- અરે ભાઈ ! આત્માની અવસ્થા પોતાથી જ છે એમ તે કોની સામે જોઈને માન્યું? જો આત્માની સામે જોઈને માન્યું હોય તો પર્યાયમાં-અવસ્થામાં મિથ્યાત્વ રહે જ નહિ. પોતાની અવસ્થા પોતાથી જ વિધમાન છે એવો દ્રવ્યસ્વભાવ જેણે સ્વીકાર્યો તેને નિર્મળ અવસ્થાનું જ વિધમાનપણું હોય છે. ઓથે-ઓથે, જ “આત્માના ભાવ પોતાથી છે” એમ જો તું માને છે તો દ્રવ્યસ્વભાવની સમ્યક પ્રતીતિ વિના તને મિથ્યાત્વાદિ વિકાર જ વિદ્યમાન છે; તેમાં અમે શું કરીએ? આવી મિથ્યાદશા તને અનાદિથી છે, તે સ્વભાવની-સ્વદ્રવ્યની સન્મુખ થઈ પરિણમતાં ટળી જાય છે, ને નિર્મળ પર્યાયોનો ક્રમ શરૂ થાય છે. ' અરે! જીવે સમ્યગ્દર્શન કદી પ્રગટ કર્યું નહિ! અનંતકાળમાં બહારની માથાકૂટ કરીને મરી ગયો. એક તો સંસારનાં-પાપનાં કામ આડે એને ફરસદ મળી નહિ, ને કદાચિત ફરસદ મળી તો વ્રત, તપ, ભક્તિ આદિ રાગની મંદતાની ક્રિયામાં રોકાઈ ગયો, શું કરીને? ધર્મ માનીને. પણ ભાઈ ! રાગની ક્રિયા મંદ હો તો પણ તે બંધનું જ કારણ છે, સંસારરૂપ છે અને સંસારનું કારણ છે; ભેગું મિથ્યાભાવનું મહાપાપ તો ઊભું જ છે, જે અનંત સંસારનું કારણ છે. જ્યારે જીવનશક્તિની વિધમાન પર્યાય છે તે અબંધ છે. મોક્ષમાર્ગ–કે મોક્ષરૂપ છે; તેમાં વિકારનો વિકલ્પનો અભાવ છે. શું કીધું? જેમાં ભાવશક્તિનું રૂપ છે એવી ભાવશક્તિનું રૂપ છે એવી જીવન શક્તિ પરિણમતાં જીવનની વર્તમાન નિર્મળ અવસ્થા નિયમથી વિદ્યમાન હોય છે, તેમાં વિકારનો અભાવ છે. વસ્તુમાં વિકાર નહિ, ને તેના પરિણમનમાં ય વિકારનો અભાવ છે. આ અનેકાન્ત અને સ્યાદ્વાદ છે. સ્વભાવના અતિરૂપ પરિણમનમાં વિકારની નાસ્તિ છે; આ અનેકાન્ત છે.
પ્રશ્ન- એક ભાઈ પ્રશ્ન કરતા કે અમે આ વ્રત, તપ, ભક્તિ આદિ કરીએ છીએ, ને ઘરબાર-કુટુંબને છોડી નિવૃત્તિ લીધી છે તે શું ધર્મ નહિ? જો એ ધર્મ ન હોય તો અમારે શું કરવું?
ઉત્તર:- એની તો અહીં વાત છે. શું? કે રાગથી ભિન્ન હું એક જ્ઞાયકસ્વરૂપ છું-એમ સ્વસમ્મુખ થઈ ભેદજ્ઞાન પ્રગટ કરવું તે ધર્મ છે. દયા કરું, ને વ્રત કરું, ને તપ કરું-એમ કરવાનું માને છે એ તારું નિયમથી મરણ છે. સોગાનીજીએ કહ્યું છે કે “કરના સો મરના હૈ.” હું રાગ કરું એ અભિપ્રાયમાં તારું ભાવમરણ થાય છે. અનંત ચૈતન્યશક્તિઓનો પિંડ તે હું નહિ, પણ રાગના કર્તાસ્વરૂપ હું છું એમ માનનાર પોતાની ચૈતન્યશક્તિનો ઘાત કરે છે, પોતાના સ્વભાવની હિંસા કરે છે. અહા ! આવો આત્મ-ઘાત મહાપાપ છે. ' અરેરે ! એણે પોતાની દરકાર કરી નહિ. પચાસ-સો વર્ષનાં આયુષ્ય તો જોતજોતામાં વીતી જાય ભાઈ ! ને ત્રસમાં રહેવાની સ્થિતિ ઉત્કૃષ્ટ બે હજાર સાગરોપમ છે. ત્યાં સુધીમાં જો ધર્મ પ્રગટ ન કર્યો તો સમજવું કે સ્થિતિ પૂરી થયે જીવ નિયમથી નિગોદમાં ચાલ્યો જશે, પછી અવસર નહિ રહે. આ બૈરાં-છોકરાં, ધન-સંપત્તિ ઇત્યાદિ કામ નહિ આવે, ને તેના લક્ષે એકલું પાપ જ થશે. કદાચિત્ પુણ્યના ભાવ કર્યા હોય તો ય તેના ફળરૂપે ભવ મળશે. પુણ્યના ભાવ પણ સંસાર છે ને તેનું ફળ પણ સંસાર છે.
અહીં કહે છે–પ્રભુ! તારી શક્તિમાં સંસાર નથી. એ શક્તિ વર્તમાન વિધમાન અવસ્થા સહિત છે, તે અવસ્થામાં પણ સંસાર નથી. સંસારનો જે વિકલ્પ છે તેનો ભાવશક્તિ અને વિદ્યમાન અવસ્થામાં અભાવ છે. હવે આવી ચોખ્ખી વાત છે, છતાં લોકો રાડ નાખે છે કે વ્યવહાર કરીએ છીએ તે સાધન છે. અરે ભાઈ ! નિમિત્તનું જ્ઞાન કરાવવા તેને ઉપચારથી સાધન કહ્યું છે, તે કાંઈ ખરેખર સાધન નથી. લોકોને એમ લાગે છે કે અહીં નિશ્ચય.... નિશ્ચય... ને નિશ્ચયની જ વાત કરે છે, પણ ભાઈ ! નિશ્ચય એટલે સત્ય અને વ્યવહાર એટલે ઉપચાર. આમ નિશ્ચયવ્યવહાર યથાર્થ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #170
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૫૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
સમજવા જોઈએ. વ્યવહારના-શુભભાવના ફળમાં એકાદ સ્વર્ગનો ભવ આવે, પણ તેથી શું? પૂજામાં તો આવ્યું છે ને કે
એક વાર વંદે જો કોઈ, તારે નરક પશુ ગતિ નહિ કોઈ. એકાદ ભવ સ્વર્ગનો મળી જાય, પણ પછી ત્યાંથી નીકળીને પાછો પશુગતિ કે નરકગતિમાં ચાલ્યો જાય. વર્તમાનમાં બહુ શુભભાવ કર્યા હોય તો જીવ સ્વર્ગમાં જાય, તિર્યંચ મરીને આઠમા સ્વર્ગ સુધી જાય છે. ત્યાંનુ આયુષ્ય પૂરું કરીને પાછા તિર્યંચમાં પણ જવા સંભવિત છે.
પ્રશ્ન:- (મેદશિખરની જાત્રા કરે તો તેના ભવનો નાશ થાય એ તો ખરું ને?
ઉત્તર:- ના, એમ નથી. અમેદશિખરની ગમે તેટલી જાત્રા કરે તો ય એ શુભભાવ છે, અને શુભભાવથી બંધ થાય છે, મુક્તિ નહિ, ભવનાશ નહિ. એ તો સમકિતી જીવને જાત્રા આદિના ભાવ હોય છે તો તેના એવા શુભભાવને આરોપથી ઉપચાર કરીને ભવનાશક કહ્યો હોય છે, પણ વાસ્તવમાં જાત્રાનો શુભભાવ બંધરૂપ જ છે.
પ્રશ્ન:- તો લોકોમાં કહેવાય છે ને કે શત્રુંજય અને સમેદશિખરની જાત્રા કરો તો કલ્યાણ થાય છે?
ઉત્તર:- ધૂળે ય કલ્યાણ ન થાય સાંભળને. જાત્રાના પરિણામ શુભરાગ છે ને એનાથી પુણ્યબંધ થાય, ધર્મ નહિ, કલ્યાણ નહિ. તેનો ઉપચારથી મહિમા કરવામાં આવ્યો હોય તો તેને ઉપચારમાત્ર જ સમજવો જોઈએ. વાસ્તવમાં તારા કલ્યાણનું કારણ તો ભાવશક્તિ છે. ભાવશક્તિની વર્તમાન વિધમાન નિર્મળ અવસ્થા તે તારા કલ્યાણનું કારણ છે. આ ભાવશક્તિ દ્રવ્ય-ગુણમાં-અનંતમાં વ્યાપક છે, જેથી અનંત ગુણ સહિત દ્રવ્યની વર્તમાન અવસ્થા નિર્મળ વિદ્યમાન હોય જ છે, ને તે મુક્તિનું કારણ છે. આવી વાત છે.
ત્રિકાળી ભાવશક્તિ છે તે પારિણામિક ભાવે છે. તેનું પરિણમન થાય છે તે ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એવા ત્રણ ભાવરૂપ હોય છે. ઉદયભાવ તે શક્તિનું કાર્ય નથી. અહા ! નિર્મળ પર્યાયની વર્તમાન ક્યાતી હોય એવી ભાવશક્તિ જીવમાં ત્રિકાળ છે. “અમુક અવસ્થા' એટલે અહીં નિશ્ચિત નિર્મળ પર્યાયની વાત છે. દ્રવ્યસ્વભાવની દષ્ટિપૂર્વક જેને ભાવશક્તિની પ્રતીતિ થઈ છે તેને ભાવશક્તિના કાર્યરૂપ નિયમથી નિશ્ચિત નિર્મળ અવસ્થા વિધમાન હોય છે. અમુક અવસ્થા” એટલે ક્રમબદ્ધ જે નિર્મળ અવસ્થા થવાની હોય તે અવસ્થા વર્તમાન-વર્તમાન વિધમાન હોય છે એમ વાત છે; અમુક અવસ્થા એટલે ગમે તે અવસ્થા એમ વાત નથી, પણ અમુક નિર્મળ નિશ્ચિત અવસ્થાની વાત છે.
અહા! આ ભાવશક્તિના વર્ણનમાં ઘણું રહસ્ય ભર્યું છે. ભાવશક્તિ પરિણમતાં• નિયમથી વર્તમાન નિર્મળ અવસ્થા વિદ્યમાન હોય છે; તેથી • દ્રવ્યની પર્યાયનું (નિર્મળ પર્યાયનું) વ્યવહારરત્નત્રયનો વિકલ્પ કારણ નથી. • દ્રવ્યની નિર્મળ પર્યાયનું દેવ-ગુરુ આદિ પર નિમિત્ત કારણ નથી. • દ્રવ્યની પર્યાય કરવી પડે છે એમ નથી. • દ્રવ્યની પર્યાય અકાળે પ્રગટ થાય જ છે.
દ્રવ્યમાં પ્રગટ થતી પર્યાય નિયત ક્રમથી ક્રમબદ્ધ પ્રગટ થાય છે. ઇત્યાદિ અનેક રહસ્યો આ ભાવશક્તિના વર્ણનમાં ભર્યા છે.
અરે, લોકો તો પાંચ-પચીસ લાખ ખર્ચે મંદિર બનાવે ને જિનબિંબ પધરાવે એટલે કલ્યાણ થઈ જશે એમ માને છે, પણ એવું વસ્તુ સ્વરૂપ નથી. મંદિર બનાવવાના શુભભાવથી પુણ્ય બંધાય, પણ ધર્મ ન થાય. અમે તો સંપ્રદાયમાં હતા ત્યારે ય આ વાત બહુ જોર દઈને કહેતા. અરે ભાઈ! શુદ્ધ આત્મદ્રવ્યના લક્ષે નિર્મળ અવસ્થાયુક્ત શુદ્ધ રત્નત્રયનાં પરિણામ થાય તે મોક્ષનું કારણ છે. અહા ! ભાવશક્તિનું ભવન... નિર્મળ વિધમાન પર્યાયયુક્ત થવું તે તેનું કાર્ય છે. આ નિર્મળ અવસ્થાનું વ્યવહારરત્નત્રય કારણ નથી. વ્યવહારરત્નત્રય ધર્મીને હો, પણ એ તેની ધર્મપરિણતિનું-નિશ્ચય રત્નત્રયનું કારણ નથી. વ્યવહારરત્નત્રય નિર્મળ અવસ્થાને કારણે ય નથી, કાર્ય પણ નથી.
પંચસંગ્રહમાં કહ્યું છે કેઅગ્નિના તાપથી જો લાભ થતો હોય તો પતંગિયાં અગ્નિમાં પડે છે તેને લાભ થવો જોઈએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #171
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪-અભાવશક્તિ : ૧૫૭ જળમાં સ્નાન કરવાથી જો લાભ થતો હોય તો જળચર પ્રાણીઓ જળમાં ડૂબકી મારે છે તેમને લાભ થવો જોઈએ. નગ્ન રહેવાથી જો મુક્તિ થતી હોય તો પશુઓ નગ્ન જ રહે છે, તેમને મુક્તિ થવી જોઈએ. કેશલંચનથી જો ધર્મ થતો હોય તો ઘેટાના વાળ બારે મહિને કાપે છે તેને ધર્મ થવો જોઈએ.
પરંતુ આ બધી તો જડની ક્રિયા બાપા ! એનાથી ધર્મ ન થાય, ને રાગથી ય ધર્મ ન થાય. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ કરે એ તો વસ્તુસ્થિતિ જ નથી.
આ શક્તિના વર્ણનમાં પર્યાયના પરિણમન સહિતની વાત છે. પરિણમનમાં એકેક શક્તિ અને શક્તિવાન દ્રવ્યની પ્રતીતિ થાય છે. શુદ્ધ પરિણમન વિના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની પ્રતીતિ-સિદ્ધિ થતી નથી. પર્યાયરૂપ પરિણમન વિના કોની પ્રતીતિ? શેમાં પ્રતીતિ? વર્તમાન સહિત ત્રિકાળી દ્રવ્ય અને શક્તિની પ્રતીતિ પર્યાયમાં થાય છે. જીવને
જ્યાં સુધી દ્રવ્ય ઉપર દષ્ટિ ન હોય ત્યાં સુધી તેને શક્તિનું પરિણમન નથી, તેથી તેની પ્રતીતિમાં ત્રિકાળી દ્રવ્યની હયાતી નથી, તેને તો રાગની જ હ્યાતી છે. મલિન રાગની રુચિમાં તેને આત્મા ભાસતો નથી, તેને રાગ જ-મલિન અવસ્થા જ વિદ્યમાન છે. વાસ્તવમાં જેને પુણની-રાગની મીઠાશ છે તેને નિજ જ્ઞાનસ્વભાવની અરુચિ-દ્વેષ છે. “ષ અરોચક ભાવ'_પરની રુચિ ને સ્વરૂપની અરુચિ તે નિજ આત્મદ્રવ્ય પ્રત્યેનો દ્વેષ છે. ધર્મીને રાગની રુચિ-પ્રેમ હોતાં નથી. રાગ હો, યથાસંભવ રાગ હોય છે, પણ ધર્મી પુરુષને તેની રુચિ હોતી નથી; તે તો રાગનો જ્ઞાતા-દ્રષ્ટા જ છે. સમજાણું કાંઈ...?
દરેક શક્તિ વીતરાગ સ્વરૂપ છે. શક્તિ અને શક્તિવાનને ઓળખી જ્યાં દ્રવ્ય-દષ્ટિ કરે ત્યાં વીતરાગી પર્યાય પણ વિદ્યમાન થાય છે; રાગ એમાં વિદ્યમાનપણે છે જ નહિ. ધર્મી તો રાગને મારા જાણે છે બસ તે જાણે છે એમ કહીએ એ ય વ્યવહાર છે, કેમકે રાગ છે તો રાગને જાણનારી જ્ઞાનની દશા થઈ છે એમ નથી. પોતાને જાણે ને રાગને-પરનેય જાણે એવો સહજ જ એનો અપર પ્રકાશક સ્વભાવ છે, તે જ્ઞાનની દશા પોતાથી પ્રગટ થઈ છે, રાગને લીધે નહિ, તેમાં રાગનો તો અભાવ જ છે. લ્યો, આવું વર્તમાન નિર્મળ અવસ્થાના હોવારૂપે ભાવશક્તિ છે તેનું વર્ણન પૂરું થયું.
આ પ્રમાણે અહીં ભાવશક્તિનું વર્ણન પૂરું થયું.
૩૪: અભાવશક્તિ “શૂન્ય (-અવિધમાન) અવસ્થાવાળાપણારૂપ અભાવશક્તિ” (અમુક અવસ્થા જેમાં અવિધમાન હોય એવાપણારૂપ અભાવશક્તિ)”
આ સમયસારનો શક્તિનો અધિકાર છે. શક્તિ એટલે ગુણ; આત્મા ગુણી શક્તિવાન છે. ભગવાન આત્મા ત્રિકાળી સત્ અવિનાશી વસ્તુ છે, ગુણા તેનું સત્ત્વ છે, સામર્થ્ય છે. અહાહા...! ગુણ કહો, શક્તિ કહો, સ્વભાવ કહોબધું એક જ છે.
અહીં અભાવશક્તિનું વર્ણન છે. શું કહે છે? કે “શૂન્ય અવસ્થાવાળાપણારૂપ અભાવશક્તિ છે.' અહાહા....! આત્મા ચૈતન્ય દ્રવ્ય છે, તેની આ શક્તિ ત્રિકાળ ધ્રુવ છે. તેનું સ્વરૂપ શું? તો કહે છે-તેની વિદ્યમાન અવસ્થા પર નામ આઠકર્મના અભાવરૂપ અવસ્થા છે, અને તે વર્તમાન વિદ્યમાન અવસ્થામાં પૂર્વોત્તર અવસ્થાઓનો પણ અભાવ છે.
અહા! ભાવશક્તિની જેમ આત્મામાં અભાવશક્તિ ત્રિકાળ છે. જેને અંતર્દષ્ટિ-આત્મદષ્ટિ થઈ તેને ભાવશક્તિનું પરિણમન થયું, અભાવશક્તિનું પણ પરિણમન થયું તેથી તેને જે વર્તમાન નિર્મળ અવસ્થાની વિદ્યમાનતા થઈ તેમાં, અહીં કહે છે, આઠ કર્મની અવસ્થાનું અવિધમાનપણું-શૂન્યપણું છે. અહા ! આત્માના અનંતગુણની નિર્મળ અવસ્થાનું વર્તમાન વિદ્યમાનપણું છે તે, કહે છે, આઠ કર્મની અવસ્થાથી શૂન્ય છે.
અજ્ઞાનીઓ પોક મૂકે છે કે-અરે ! કર્મનું જોર ઘણું! કર્મ મહા બળવાન ! તેને કહે છે-ભાઈ, તારી પર્યાયમાં કર્મનો તો અભાવ છે, તે તને શું કરે? આઠ કર્મથી આત્મા શૂન્ય છે, ને તેના નિમિત્તે થતા વિકારથી–ભાવકર્મથી પણ તેની વિદ્યમાન નિર્મળ અવસ્થા શૂન્ય છે; ભાવકર્મની અવસ્થા અવિદ્યમાન છે. શું કીધું? આ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ જે વિકલ્પ છે તેનાથી આત્માની વિધમાન અવસ્થા શૂન્ય છે. અરે, લોકોને પોતાની શક્તિ અને શક્તિવાનની તથા તેના પરિણમનની ખબર નથી, ને કર્મનું જોર છે એમ ખાલી રાડો પાડે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #172
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૫૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
ભાઈ ! તારી વર્તમાન વિધમાન દશામાં કર્મનો-દ્રવ્યકર્મ–ભાવકર્મનો તો અભાવ છે, તદુપરાંત અહીં એમ કહેવું છે કે–તારી વિધમાન દશામાં પૂર્વ પર્યાયનો પણ અભાવ વર્તે છે. માટે, અરેરે ! પૂર્વે બહુ અપરાધ-પાપ કર્યા છે, હવે તેનાથી મુક્ત કેમ થવાય?–એવી કાયરતા છોડી, તારી વર્તમાન પર્યાયને સ્વભાવમાં વાળ તો પૂર્વના સર્વદોષનું નિવારણ થઈ તને નિર્મળ ધર્મપરિણતિ પ્રગટ થશે. અજ્ઞાનીને પણ પોતાની વર્તમાન ઉંધાઈની જ મલિનતા છે, કાંઈ પૂર્વની મલિનતા વર્તમાનમાં વિધમાન નથી; પૂર્વની મલિનતાનો તો વર્તમાનમાં અભાવ જ છે. અહો ! આમાં પ્રતિસમય વર્તમાન વર્તતી પર્યાયનો “ભાવ” અને તેમાં બીજી પર્યાયોનો અભાવ ' એમ બતાવીને તો પર્યાયપર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરી છે, ને વર્તમાન પર્યાયને વર્તમાન ત્રિકાળી દ્રવ્યનું જ આલંબન બતાવ્યું છે. આ તો ગજબ વાત છે ભાઈ !
અહો ! દ્રવ્યમાં જ્યારે જુઓ (દષ્ટિ કરો) ત્યારે તેની નિર્મળ અવસ્થા પોતાથી જ વિધમાનપણે વર્તે છે, અને તે અવસ્થામાં બીજી આગળ-પાછળની બધી અવસ્થાઓ અવિધમાન જ છે. વર્તમાન વિદ્યમાન પર્યાયનું વર્તવાપણું તે
ભાવ” ને ત્યારે બીજી પર્યાયનું નહિ વર્તવાપણું, અવિદ્યમાનપણું તે “અભાવ'. અહા ! આવી બન્ને શક્તિઓ આત્મામાં એકસાથે ત્રિકાળ વર્તે છે.
હે ભાઈ ! તારો સ્વભાવ વિભાવના અભાવવાળો છે. તારું જ્ઞાન અજ્ઞાનના અભાવવાળું છે, તારી શ્રદ્ધા વિપરીતતાના અભાવવાળી છે, તારું ચારિત્ર કષાયના અભાવવાળું છે,
તારો આનંદ આકુળતાના અભાવવાળો છે. -એમ તારી બધી જ શક્તિઓ વિભાવના અભાવવાળી છે. અહા! આવા નિજ સ્વભાવનો સ્વીકાર કરતાં જ પર્યાયમાં પણ સ્વભાવના તદ્રુપ પરિણમન થઈ જાય છે, –આ જ ધર્મની રીત છે. શુદ્ધ ચૈતન્ય સ્વભાવને પ્રતીતિમાં લઈને તેના આશ્રયે પરિણમન કર્યા વિના ધર્મનો બીજો કોઈ ઉપાય નથી.
તો કેટલાક લોકો કહે છે કે-દયા, દાનના શુભભાવને નહિ માનો તો નરકમાં જશો.
અરે ભાઈ ! સાંભળ તો ખરો પ્રભુ! તું એક વસ્તુ છો કે નહિ? જો છો તો તેમાં વસેલી ત્રિકાળી શક્તિઓ છે કે નહિ? વસ્તુ તો તેને કહીએ કે જેમાં શક્તિનો વસવાટ હોય, જેમ ગામ તેને કહીએ જેમાં પ્રજાનો વસવાટ હોય. આ દયા, દાન, વ્રત આદિ ભાવ તો વિકારી વિભાવદશા છે, તે ભાવકર્મ છે; તેની શક્તિની વિધમાન નિર્મળ દશામાં અવિદ્યમાનતા જ છે એવી આત્માની અભાવશક્તિ છે. અહાહા..! ભાવકર્મથી ભગવાન આત્મા શૂન્ય છે, ને તેના નિર્મળ પરિણમનમાં પણ ભાવકર્મનો અભાવ જ છે. શુભભાવને આ રીતે માનવા તે માનવું યથાર્થ છે. બાકી કેટલાક આવી વાત સમજે નહિ એટલે વિરોધ કરે, પણ આ વિરોધ કરવા જેવી ચીજ નથી બાપુ! આમાં તો તારા હિતની વાત છે. એનો વિરોધ તો પોતાનો જ વિરોધ છે. અમને તો કરુણા જ છે. શ્રીમદે કહ્યું છે ને કે
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ;
માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. શુભભાવની રુચિવાળાને ક્રિયાજડ કહ્યા છે, ને બહાર જ્ઞાનની વાતો કરે, પણ અંદર ચૈતન્યનું ભિન્ન પરિણમન થવું જોઈએ તેનો જેને સ્વાભિમુખ ઉદ્યમ નથી તેને શુષ્કશાની કહ્યા છે. બન્ને અજ્ઞાની મિથ્યાદૃષ્ટિ છે.
તો જ્ઞાનીને શુભરાગ તો હોય છે?
હા, જ્ઞાનીને શુભરાગ આવે છે, પણ તેને રાગની રુચિ, રાગનો પ્રેમ હોતો નથી. અહા ! આત્મામાં વિકારી પરિણામના અભાવરૂપ સ્વભાવ છે તે જ્ઞાનીને પરિણમ્યો છે, જેથી તેની નિર્મળ વિદ્યમાન દશામાં વિકારની અવિધમાનતા જ વર્તે છે. કિંચિત્ રાગ પર્યાયમાં છે તેને અહીં આત્મા કહેતા-ગણતા નથી. આત્માની શક્તિના અધિકારમાં વિકારને શક્તિના કાર્યરૂપ ગણવામાં આવતો નથી. આ અભાવશક્તિ દ્રવ્ય-ગુણ અને પર્યાય ત્રણેમાં વ્યાપે છે. તેથી શક્તિમાં જેનો અભાવ છે, શક્તિની પર્યાયમાં પણ તેનો અભાવ-અવિદ્યમાનતા જ છે.
જ્ઞાનાવરણ આદિ આઠ કર્મની અવસ્થાથી ભગવાન આત્મા શૂન્ય છે. અજ્ઞાની કહે છે–મને કર્મ નડે છે. અરે ભગવાન ! કર્મ તો બિચારાં જડ છે. તે તને શું નડે? પૂજાની જયમાલામાં આવે છે ને કે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #173
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪–અભાવશક્તિ : ૧૫૯ કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ. કર્મની અવસ્થાથી તો ભગવાન આત્મા શૂન્ય છે. જે તારામાં નથી તે તને શું કરે ? અરે, કર્મ તો શું, કર્મના નિમિત્તે ઉત્પન્ન થતા વિકારથી પણ આત્મા શૂન્ય છે, ને પોતાના આનંદસ્વભાવથી અશૂન્ય છે. અહા ! આ ભાવ-અભાવશક્તિ વર્ણવીને આચાર્યદવે ગજબની વાત કરી છે.
આઠ કર્મની ૧૪૮ પ્રકૃતિનો આત્મામાં અભાવ છે. નામકર્મની તીર્થંકર પ્રકૃતિથી આત્મા શૂન્ય છે, ને તીર્થકર પ્રકૃતિના કારણરૂપ સોલહકારણ ભાવનાથી પણ આત્મા શૂન્ય છે. અહા ! આ અભાવશક્તિમાં તો ગજબની વાત છે.
તો, “દરશવિશુદ્ધિ ભાવના ભાય, સોલહુ તીર્થંકરપદ પાય, પરમગુરુ હો, જય જય નાથ પરમગુરુ હો.” એમ સોલહકારણની પૂજા કરવામાં આવે છે ને ?
એ તો બધો બાહ્ય વ્યવહાર બાપુ! બાકી એ ભાવનાથી અંદર ભગવાન આત્મા ભિન્ન છે. જે ભાવથી કર્મપ્રકૃતિ બંધાય તે ભાવની આત્માની વર્તમાન ભાવરૂપ નિર્મળ દશામાં અવિધમાનતા જ છે એવી આત્માની આ અભાવશક્તિ છે. આવી વાત લોકોને મળી નથી એટલે પરંપરા તૂટી ગઈ, સતગુરુ પણ રહ્યા નહિ. ૫. જયચંદજીએ લખ્યું છે કે આ ગ્રંથના ગુરુ-સંપ્રદાયનો (–ગુરુપરંપરાગત ઉપદેશનો) વ્યુચ્છેદ થઈ ગયો છે, માટે જેટલો બની શકે તેટલો ( યથાશક્તિ ) અભ્યાસ થઈ શકે છે. તોપણ જેઓ સ્યાદ્વાદમય જિનમતની આજ્ઞા માને છે, તેમને વિપરીત શ્રદ્ધાન થતું નથી. કયાંક અર્થનું અન્યથા સમજવું પણ થઈ જાય તો વિશેષ બુદ્ધિમાનનું નિમિત્ત મળે યથાર્થ થઈ જાય છે. જિનમતની શ્રદ્ધાવાળાઓ ઠગ્રાહી હોતા નથી.
અહાહા...! ભગવાન આત્મા પૂર્ણ પવિત્રતાનો પિંડ છે. તેની વર્તમાન વિદ્યમાન અવસ્થા પણ પવિત્ર છે; તે અપવિત્રતાથી શૂન્ય છે. દ્રવ્યકર્મ, નો કર્મ ને ભાવકર્મથી તે શૂન્ય છે. પાંચ શરીરથી તે શૂન્ય છે. જો કે જ્ઞાનીને જ તીર્થકર પ્રકૃતિ હોય છે, અજ્ઞાની હોતી નથી; આહારક બંધનની પ્રકૃતિ પણ સમકિતીને (મુનિવરને) હોય છે, અજ્ઞાનીને હોતી નથી. તથાપિ તેની વિદ્યમાન નિર્મળ અવસ્થામાં તે દ્રવ્યકર્મ, નોકર્મ ને ભાવકર્મનો અભાવ છે. આ રીતે કર્મથી હું હેરાન છું—એવી માન્યતા બરાબર નથી. વાસ્તવમાં “અપને કો આપ ભૂલકે હેરાન હો ગયા' અમે વાત છે.
અહાહા...! ભગવાન આત્મા પરમ પવિત્ર ચૈતન્યરત્નાકર પ્રભુ પોતાની પવિત્રતાનો રક્ષક-નાથ છે. પોતાના યોગક્ષેમનો કરનારો હોય તેને નાથ કહીએ, કેમકે તે મેળવેલી ચીજની રક્ષા કરે છે, અને નહીં મેળવેલી ચીજને મેળવી આપે છે. ભગવાન આત્મા વર્તમાનમાં વિદ્યમાન નિર્મળ દશા છે તેની રક્ષા કરે છે. પોતે વિકારના અભાવસ્વભાવે છે ને! તો વિકારને પ્રવેશવા દેતો નથી, અને વર્તમાનમાં કેવળજ્ઞાનનો અભાવ છે તેને તે અંતઃપુરુષાર્થની પૂર્ણ પ્રકર્ષતા વડ મેળવી આપે છે. અહા! આવો ભગવાન આત્મા નાથ છે. સમજાય છે કાંઈ...? અહો ! પંચમ આરાના મુનિવર શ્રી કુંદકુંદાચાર્યદેવે તીર્થકર તુલ્ય કામ કર્યું છે, ને અમૃતચંદ્રસૂરિએ તેમના ગણધર જેવું કામ કર્યું છે. આ શક્તિઓનું સ્પષ્ટીકરણ ૫. દીપચંદજીએ વિશેષતાથી કર્યું છે. થોડું સમયસાર નાટકમાં પણ છે.
અહા ! આત્મા અનંત શક્તિનું એકરૂપ ધ્રુવ ચૈતન્યદળ છે. તેની દષ્ટિ સહિત અનુભવ જેને અંતરમાં પ્રગટ થયો તેની વર્તમાન વિધમાન શુદ્ધ અવસ્થામાં વિકારનું અવિધમાનપણું છે. અહાહા...! જ્ઞાની-ધર્મી પુરુષ, રાગની અવસ્થાથી, મારી વિધમાન જ્ઞાનની દશા શૂન્ય છે એમ અનુભવે છે. રાગ છે એ તો અજ્ઞાનીને પર્યાયષ્ટિમાં વિધમાન છે. કર્મના નિમિત્તે જે દશા થાય તેને અજ્ઞાની પોતાની માને છે, અને આ માન્યતા જ તેને સંસાર પરિભ્રમણનું અને દુઃખનું કારણ છે.
પ્રશ્ન:- તો ગોમટસારમાં જ્ઞાનાવરણીયના નિમિત્તથી જ્ઞાન રોકાય છે એમ આવે છે ?
ઉત્તર- હા, આવે છે; પણ એ તો નિમિત્તનાં કથન બાપુ! જીવને પોતાની દ્રવ્યદૃષ્ટિની દશાનો અભાવ છે તો તે પોતે જ્ઞાનની હીણી દશારૂપે પરિણમે છે, અને ત્યારે જ્ઞાનાવરણીય કર્મ તેમાં નિમિત્ત હોય છે બસ. કર્મ જ્ઞાન રોકે છે એવો એનો અર્થ નથી. કર્મપ્રકૃતિએ આવરણ કર્યું એ તો નિમિત્તની પ્રધાનતાથી જીવની હીણી દશા બતાવવા માટેનું વ્યવહારનયનું કથન છે વાસ્તવમાં ભાવઘાતી કર્મથી વિકૃત દશા થાય છે, દ્રવ્યઘાતી કર્મ તો તેનું નિમિત્ત માત્ર છે. અહીં તો એમ સિદ્ધ કર્યું છે કે આત્મા ભાવઘાતી કર્મ ને દ્રવ્યઘાતી કર્મની અવસ્થાથી શૂન્ય-અવિદ્યમાન છે. સ્વભાવની દષ્ટિ થતાં અનંત ગુણની નિર્મળ વિધમાન અવસ્થા હોય છે, ને તેમાં કર્મ, શરીર અને રાગની અવસ્થા અવિદ્યમાન છે. હવે આવી વાત સર્વજ્ઞ સિવાય કયાં હોય? કયાંય ન હોય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #174
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬O : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અહા ! તારાં ચૈતન્યનિધાન તો જો. તેમાં રાગનો અભાવ છે. જેમ નરકમાં સ્વર્ગના સુખની ગંધ નથી, સ્વર્ગમાં નરકની પીડા નથી, પરમાણુમાં પીડા નથી, તેમ ભગવાન ચૈતન્યપ્રભુમાં વિકાર નથી. અહાહા..! ચૈતન્યસૂર્યના પ્રકાશમાં રાગના અંધકારનો અભાવ છે. ' અરે, આ શરીર છે તે તો હાડમાંસનું દુર્ગધમય પોટલું છે. તેમાં શું રાચવું? તેમાંથી બહુબહુ તો રાખ ને ધુમાડો નીકળે, તેની ક્રિયામાંથી કાંઈ સમ્યગ્દર્શન આદિ રત્નો ન નીકળે; તેના લક્ષે રાગદ્વેષના અપવિત્ર, મલિનગંધાતા ભાવો થાય, કાંઈ જ્ઞાનમય ભાવ ન થાય. પણ અરે ભાઈ ! અંદર આ તારું ચૈતન્યનિધાન અનંત ગુણરત્નોથી ભર્યું છે, તેમાં એકાગ્ર થઈને તું જો તો ખરો ! અહાહા..! તેમાં જોતા ને જોતા રહેતાં તેમાંથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યગ્વારિત્ર, મુનિદશા, કેવળજ્ઞાન અને સિદ્ધપદ ઇત્યાદિ નિર્મળ નિર્મળ રત્નોની હારમાળા ગુંથાએલી છે તે ક્રમે પ્રગટ થાય છે. અહો ! અહીં કહે છે-કર્મ, શરીર ને રાગની દશાની અવિદ્યમાનતા જ હોય એવો ભગવાન આત્માનો અભાવશક્તિરૂપ સ્વભાવ છે.
પ્રશ્ન:- તો પ્રવચનસારમાં કણ્વનય કહ્યો છે તે શું છે? ઉત્તર:- પ્રવચનસારમાં ત્યાં જ્ઞાનપ્રધાન શૈલિથી વાત છે. ત્યાં કહ્યું છે
આત્મદ્રવ્ય કનકે, રંગરેજની માફક, રાગાદિપરિણામનું કરનાર છે (અર્થાત્ આત્મા કર્તાનયે રાગાદિ પરિણામોનો કર્તા છે, જેમ રંગારો રંગકામનો કરનાર છે તેમ)'..
અહા ! ધર્મીને સમ્યગ્દર્શન સાથે જ્ઞાનની-સમ્યજ્ઞાનની દશા થઈ છે. તે જ્ઞાનમાં એમ જાણે છે કે-મારી પર્યાયમાં વિકાર છે. અને પરિણમન અપેક્ષા તેનો હું કર્તા છું. પરંતુ દષ્ટિ વિકારને પોતાના સ્વરૂપમાં સ્વીકારતી નથી. તેથી દષ્ટિની પ્રધાનતામાં “હું તો વિકારથી શૂન્ય છું” –એમ જ્ઞાની અનુભવે છે. અહીં સમયસારમાં દષ્ટિની પ્રધાનતા છે. દષ્ટિની પ્રધાનતામાં વિકાર ગૌણ ગણી, નથી–અભાવરૂપ છે એમ કથન હોય છે. જ્યારે જ્ઞાન તો ક્રમમાં જે કિંચિત્ રાગ છે તેને પોતાના અપરાધરૂપ જાણે છે. (તેને પોતામાં ભેળવે છે એમ નહિ)
આચાર્ય અમૃતચંદ્રસ્વામી ત્રીજા કળશમાં કહે છે કે
‘વિરત+નુમાવ્ય-વ્યાત્તિ વન્માષિતાયા: 'હું તો દ્રવ્યદષ્ટિએ શુદ્ધ ચૈતન્યમાત્ર છું, પરંતુ મારી પરિણતિ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મેલી છે–રાગાદિરૂપ થઈ રહી છે. મારી પર્યાયમાં દુ:ખનું વેદન છેજ્યારે અહીં શક્તિના વર્ણનમાં આચાર્યદવ કહે છે કે દુ:ખના વેદનની અવસ્થાનો મારી વર્તમાન વિધમાન નિર્મળ અવસ્થામાં અભાવ છે. ભાઈ, જ્યાં જે અપેક્ષાએ કથન હોય ત્યાં તેને અપેક્ષાથી યથાર્થ સમજવું જોઈએ. ભાઈ ! તારી ચીજ અલૌકિક છે, તે લૌકિક ક્રિયાથી પ્રાપ્ત થાય તેવી નથી. દ્રવ્યસંગ્રહમાં વ્યવહારનયને લૌકિક કહ્યો છે. માટે પુણ્યનીરાગની રુચિ છોડી સ્વભાવનું ગ્રહણ કર. જ્ઞાનીને રાગ આવે છે, પણ તે રાગને ગ્રહતા-પકડતા નથી; તેથી જ્ઞાની રાગની અવસ્થાથી શૂન્ય છે, એવો જ આત્મદ્રવ્યનો સ્વભાવ છે. અરે ભાઈ! આ તો પ્રસન્નતાના અંકુરો ફૂટે ને તું ન્યાલ થઈ જાય એવી આ વાત છે; વિદેહક્ષેત્રમાં ભગવાન સીમંધરસ્વામી બિરાજે છે ત્યાંથી આવેલી આ વાણી છે. સમજાય છે કાંઈ....?
દ્રવ્ય સ્વભાવ છે તે અશુદ્ધ અવસ્થાથી શૂન્ય છે, સર્વ ગુણની પર્યાયો પણ અશુદ્ધતાથી શૂન્ય છે. અસ્તિત્વ, વસ્તુત્વ આદિ સામાન્ય ગુણો અશુદ્ધ થતા નથી, અમુક ગુણની પર્યાય અશુદ્ધ થાય છે. સામાન્ય ગુણોમાં એક પ્રદેશત્વ ગુણની પર્યાય (સંસાર દશામાં) મલિન થાય છે. અગાઉ વાત કરી હતી કે અમુક ગુણની પર્યાયમાં અશુદ્ધતા થાય છે, બધા અનંત ગુણ કોઈ અશુદ્ધરૂપે થતા નથી. અમુક દર્શન, ચારિત્ર, આનંદ ઇત્યાદિ ગુણની પર્યાયમાં અશુદ્ધતા થાય છે. પણ આ તો જ્ઞાન કરવા માટે છે, મતલબ કે જ્ઞાની અને જાણે છે બસ. (તદ્રુપ થતો નથી). દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિમાં તો પ્રદેશત્વ ને જ્ઞાન આદિ ગુણની અશુદ્ધતાની દશાનો અભાવ જ છે.
અરે પ્રભુ! તને તારી મોટપની ખબર નથી. અશુદ્ધતાથી શુદ્ધતા-ધર્મ થાય એમ માનીને તે તારી ચીજનો ઘાત કર્યો છે, કેમકે શુદ્ધ દશામાં અશુદ્ધતાનો અભાવ વર્તે છે. તારા દ્રવ્યનો જ આવો સ્વભાવ છે. અંદર પૂર્ણ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છે તે દ્રવીને શુદ્ધ થાય છે એમ ન માનતાં અશુદ્ધતામાંથી શુદ્ધ દશા પ્રગટ થાય, વા વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એમ માનતાં તારા સ્વભાવનો અનાદર થાય છે, અને તે જ આત્મઘાત છે. માટે વ્યવહારનો આશ્રય છોડી ત્રિકાળી દ્રવ્યસ્વભાવનો આશ્રય કર; કેમકે દ્રવ્યસ્વભાવ ત્રિકાળ પવિત્ર છે, પરમ પવિત્ર છે, અને તેના આશ્રયે જ પવિત્રતાની પર્યાય પ્રગટ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #175
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩પ-ભાવ-અભાવશક્તિ : ૧૬૧ અહા ! જડકર્મ અને ભાવકર્મની દશાનો તો વર્તમાન વિદ્યમાન દશામાં અભાવ છે, ને ભૂત-ભવિષ્યની પોતાની અવસ્થાઓનો પણ તેમાં પ્રાગભાવ ને પ્રધ્વસાભાવ છે. જો તેમ ન હોય ને ભૂત-ભવિષ્યની પર્યાયો પણ વર્તમાનમાં વિદ્યમાન હોય તો વર્તમાન સાધક પર્યાયમાં ભૂતકાળની અજ્ઞાનદશા પણ વર્યા કરે, તથા વર્તમાન સાધકપર્યાયમાં કેવળજ્ઞાન દશા પણ હમણાં જ થઈ જાય. આમ થતાં સાધકદશા વગેરે એકેય પર્યાય સિદ્ધ ન થાય, અને પર્યાય સિદ્ધ ન થતાં, દ્રવ્ય પણ સિદ્ધ ન થાય, અર્થાત્ અજ્ઞાન જ રહે. માટે વર્તમાન સાધકદશાનું વિદ્યમાન સ્વભાવવાળાપણું છે તેમાં અન્ય ( આગળ-પાછળની ને વર્તમાન વિકારની) અવસ્થાઓનો અભાવ જ છે એમ જાણી શુદ્ધ ચૈતન્યના લક્ષમાં દક્ષ થા, કેમકે ચૈતન્યના લક્ષમાં દક્ષ થતાં આત્મા પોતાની નિર્મળ અવસ્થાપણે વિદ્યમાન વર્તે છે. આવો વીતરાગનો મારગ છે.
આ પ્રમાણે અહીં અભાવશક્તિનું વર્ણન પૂરું થયું.
૩૫: ભાવ-અભાવશક્તિ ભવતા (-વર્તતા, થતા, પરિણમતા) પર્યાયના વ્યયરૂપ ભાવાભાવશક્તિ'.
અહા ! આત્મામાં એક એવી શક્તિ છે જે વડે વર્તમાનમાં જે પર્યાય વિધમાન-ભાવરૂપ છે તેનો નિયમથી બીજે સમયે અભાવ થાય. ભાવ-અભાવનો એવો અર્થ છે કે વર્તમાન પવિત્રતાની જે વિદ્યમા તેનો બીજા સમયે અભાવ થાય છે. જરા શાંતિથી સાંભળવું બાપુ! આ તો ભગવાન કેવળીનો મારગ કોઈ અલૌકિક છે. અહા ! ભગવાન કેવળીએ આત્મામાં જેવાં નિધાન પ્રત્યક્ષ જોયાં છે તેવાં, ભગવાન! તને અજ્ઞાન મટીને જ્ઞાનમાં ભાસિત થાય એવી તારી ચીજ છે.
અહા! અનંત ગુણની જે નિર્મળ પર્યાય વર્તમાન વિદ્યમાન છે તે ભવતા ભાવનો-પરિણામનો બીજે સમયે વ્યય થાય એવી આત્માની ભાવ-અભાવશક્તિ છે. આ પર્યાય છે તેનો હું અભાવ કરું એમ નથી, ને તેને હું પકડી રાખું એમ પણ નથી, કારણ કે વર્તમાન ભાવનો બીજે સમયે અભાવ થાય જ એવો આત્માનો ભાવ-અભાવ સ્વભાવ છે.
અરે ભાઈ ! તું મુંઝાઈશ મા.... , અરેરે! ઘણા લાંબા કાળથી સેવેલું અજ્ઞાન હવે કેમ ટળશે, ને સમ્યજ્ઞાન કેમ થશે?—આમ તું મુંઝાઈશ મા; કેમકે અનાદિથી જે અજ્ઞાન સેવ્યું તે અજ્ઞાન સદાય ટકી જ રહે એમ નથી. અનાદિથી સમયે સમયે વિધમાન એવા અજ્ઞાનનો અભાવ થઈને, અપૂર્વ સમ્યજ્ઞાનનો ભાવ થાય એવી શક્તિઓ તારામાં ત્રિકાળ ભરી છે. બસ તું સ્વ સન્મુખ થા, ને તારી બધી જ મુંઝવણ મટી જશે.
જુઓ, આ અનેકાન્તનો અધિકાર છે. આચાર્યદવ અહીં અનેકાન્તને વિશેષ ચર્ચ છે. શિષ્ય પ્રશ્ન કર્યો હતો
પ્રશ્ન:- આત્મા અનેકાન્તમય હોવા છતાં પણ અહીં તેનો જ્ઞાનમાત્રપણે કેમ વ્યપદેશ કરવામાં આવે છે? (આત્મા અનંત ધર્મોવાળો હોવા છતાં તેને જ્ઞાનમાત્રપણે કેમ કહેવામાં આવે છે? જ્ઞાનમાત્ર કહેવાથી તો અન્ય ધર્મોનો નિષેધ સમજાય છે.) તેનો આચાર્યદેવ ઉત્તર કરે છે
ઉત્તર:- લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ કરવા માટે આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ કરવામાં આવે છે. આત્માનું જ્ઞાન લક્ષણ છે, કારણ કે જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે. (-અન્ય દ્રવ્યોમાં જ્ઞાનગુણ નથી). માટે જ્ઞાનની પ્રસિદ્ધિ વડ તેના લક્ષ્યની-આત્માની–પ્રસિદ્ધિ થાય છે.
જ્ઞાનમાત્ર ચેતનસ્વરૂપ આત્મા છે, તેની પરિણતિરૂપ જ્ઞાનની પર્યાય છે તેની સાથે અનંત ગુણોની પર્યાય ઉત્પન્ન થાય છે. જ્ઞાનમાત્ર કહેતાં તેમાં અનંત શક્તિઓ આવી જાય છે, તેમાં રાગ-પુણ્ય-પાપ ભાવોનો નિષેધ છે, કાંઈ શક્તિઓનો નિષેધ નથી. આત્માની પર્યાયમાં વર્તમાન જ્ઞાનની દશા વિધમાન હોય છે; આ ભાવ છે ને તેમાં રાગનો-વ્યવહારનો અભાવ છે. આ અનેકાન્ત છે. લોકો વ્યવહારથી નિશ્ચય થાય એમ માને છે, તેમની આ વિપરીત માન્યતાનો અનેકાન્તની ચર્ચા દ્વારા આચાર્યદવે નિષેધ કર્યો છે.
આત્માની અનંત શક્તિઓ છે. તેમાં ભાવશક્તિનું રૂપ છે. તેથી તેની પ્રત્યેક શક્તિની વર્તમાન નિર્મળ અવસ્થા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #176
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ર : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ વિદ્યમાન હોય છે, આ વર્તમાન વિદ્યમાન નિર્મળ દશામાં વ્યવહારનો-રાગનો અભાવ છે. આનું નામ અનેકાન્ત છે.
અરે, લોકો તો વ્રત, તપ આદિ વ્યવહાર રત્નત્રયના વિકલ્પથી ધર્મ થવાનું માને છે, પણ તે માન્યતા એકાન્ત છે; તેઓ એકાન્તવાદી મિથ્યાદષ્ટિ છે, તેમને અનેકાન્તના સ્વરૂપની ખબર નથી.
પોતાના દ્રવ્યમાં જે અનંત શક્તિઓ છે તેની વર્તમાન વિધમાન અવસ્થા હોય જ છે. તે અવસ્થા પરનું કારણ થાય કે પરનું કાર્ય થાય એમ છે નહિ. અજ્ઞાનીઓ ખાલી બહારમાં ધમાધમ કરે છે. મંદિર બનાવો, ને પ્રતિષ્ઠા કરાવો ને રથયાત્રા કાઢો-ઇત્યાદિ બહારમાં અજ્ઞાની ખૂબ ધમાધમ કરે છે. ઘણા લોકો કહે છે કે અહીં જંગલમાં આ પરમાગમ મંદિર, ને સમોસરણ મંદિર ને પ્રવચન મંડપ ઇત્યાદિ કરોડોના ખર્ચે રચના થઈ છે તે તમારા (કાનજી સ્વામીના) કારણે થઈ છે. ' અરે ભાઈ! એ બધું કોણ કરે? શું જીવ કરે ? એ તો પરમાણુઓની રચના એની સ્વતંત્ર યોગ્યતાથી થઈ છે. અમે તો વારંવાર કહીએ છીએ કે એ પરમાણુઓની દશા તેના સ્વકાળે તેનાથી થઈ છે, અમારા કે બીજા કોઈના કારણે તે થઈ છે એમ નથી. આ તો વસ્તુસ્વરૂપ છે બાપુ! દુનિયાલોક તો અજ્ઞાનમાં પડ્યા છે, તે ગમે તે માને-કહે તેથી શું? જુઓને, આ શાસ્ત્રની ટીકાના છેલ્લા કળશમાં આચાર્ય અમૃતચંદ્રસૂરિ શું કહે છે? કે આ ટીકા મેં બનાવી નથી. તેના શબ્દો આ પ્રમાણે છે:
પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્ત્વ (ન્યથાર્થ સ્વરૂપ) સારી રીતે કહ્યું છે એવા શબ્દોએ આ સમયની વ્યાખ્યા (–આત્મવસ્તુનું વ્યાખ્યાન અથવા સમયપ્રાભૃત શાસ્ત્રની ટીકા) કરી છે; સ્વરૂપગુપ્ત (-અમૂર્તિક જ્ઞાનમાત્ર સ્વરૂપમાં ગુપ્ત) અમૃતચંદ્રસૂરિનું (તેમાં) કાંઈ જ કર્તવ્ય નથી.”
ભાઈ ! આ શાસ્ત્રની વાત કાને પડ માટે શિષ્યને જ્ઞાન થાય છે એમ નથી. શાસ્ત્રના શબ્દોના કારણે જ્ઞાન થાય છે એમ, હું જનો! મોથી માં નાચો; કેમકે શબ્દ તો જડની દશા છે, ને જ્ઞાનની દશા તો જ્ઞાનથી ભાવશક્તિના કારણે વર્તમાન વિદ્યમાન થાય છે. ' અરે! લોકોને પરમાં કાર્ય કરવાનું અભિમાન છૂટવું કઠણ થઈ પડ્યું છે. પણ ભાઈ ! તે અભિમાન તારા અનંત સંસારનું કારણ છે. જુઓ, સમ્યગ્દષ્ટિ જીવો ભગવાનની વાણી સાંભળવા આવે છે. એકાવતારી ઇન્દ્ર ક્ષાયિક સમકિતી છે તે ભગવાનની વાણી સાંભળવા આવે છે. પણ તેને જ્ઞાનની દશા જે પ્રગટ થઈ છે તે જ્ઞાનગુણ પરિણમીને થઈ છે, વાણીથી નહિ. જે સમયે, જ્ઞાનની જે પર્યાય થવા યોગ્ય હોય તે સમયે તે પોતાથી પ્રગટ થાય જ છે, તે પર્યાય પરથી કે શબ્દથી ઉત્પન્ન થતી નથી. અહા! જૈનદર્શન કોઈ અલૌકિક ચીજ છે બાપુ! તેનો લૌકિક વ્યવહાર સાથે મેળ થઈ શકે એમ નથી.
અહીં ભાવ-અભાવશક્તિની વાત ચાલે છે. અનંત ગુણની પ્રવર્તમાન-વિધમાન પર્યાયનો બીજે સમયે અભાવ થાય તે રૂપ ભાવ-અભાવશક્તિ છે. વર્તમાન પર્યાયનો અભાવ કેમ થાય? કોઈ પરથી–નિમિત્તથી થાય એમ નહિ, ને વ્યવહારના વિકલ્પથીય નહિ. કેટલાક કહે છે કે-પરિણમનમાં કાળ નિમિત્ત છે તો કાળથી થાય છે. પણ એમ નથી. પરિણમનમાં કાળનું નિમિત્તપણું કહ્યું એ તો કાળદ્રવ્યની સિદ્ધિ કરવા માટે છે. વર્તમાન પર્યાયનો બીજા સમયે અભાવ થાય છે એ તો આત્મદ્રવ્યનો પોતાનો સહજ જ ભાવ-અભાવ સ્વભાવ છે, એમાં પરનું-નિમિત્તનું સંચમાત્ર કારણપણું નથી.
હવે કેટલાકે તો દ્રવ્ય શું? ગુણ શું? પર્યાય શું?-કદીય સાંભળ્યું ન હોય. ત્રિકાળી શક્તિનો પિંડ તે દ્રવ્ય છે, તેમાં જે શક્તિઓ છે તે ગુણ છે, ને તેની જે અવસ્થા બદલે છે તે પર્યાય છે, ત્યાં વર્તમાન વર્તતી પર્યાયનો વ્યય થાય છે તે કયા કારણથી ? તો કહે છે-ભાવ-અભાવશક્તિના કારણથી. વર્તમાન પર્યાયનો વ્યય થવારૂપ આ ભાવઅભાવશક્તિ છે. અહીં નિર્મળ પર્યાયની વાત છે. સાધકને નિર્મળ વર્તમાન પર્યાયનો વ્યય થઈ નવી નવી અપૂર્વ નિર્મળ દશા પ્રગટે છે, ત્યાં વર્તમાન પર્યાયનો વ્યય થાય જ, તે લંબાઈને બીજા સમયે ન રહે એવો આત્માનો આ ભાવ-અભાવ સ્વભાવ છે. સિદ્ધને વર્તમાનમાં કેવળજ્ઞાન છે, તે વ્યય પામી બીજે સમયે નવી કેવળજ્ઞાનની દશા થાય છે. અહા! આવો અદ્દભુત ચમત્કારી દ્રવ્યનો સ્વભાવ છે. હવે આમ છે ત્યાં કર્મના અભાવથી નિર્મળ દશા થઈ, ને કેવળજ્ઞાન થયું એમ વાત કયાં રહે છે? એ તો નિમિત્તની મુખ્યતાથી વ્યવહારનયથી પ્રરૂપણા કરી છે એમ યથાર્થ સમજવું જોઈએ.
મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારમાં સ્પષ્ટીકરણ કર્યું છે કે “વ્યવહારનય સ્વદ્રવ્ય-પદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #177
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫-ભાવ-અભાવશક્તિ : ૧૬૩ વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે, તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યકત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.” ભાઈ, વસ્તુ જેવી છે તેવો જ્ઞાનમાં સમ્યક નિર્ધાર-નિર્ણય કરવો જોઈએ. અહીં નિર્ણય કરનાર સમકિતીની પર્યાયની વાત ચાલે છે.
અાહા...! ધર્મી પુરુષની વર્તમાન નિર્મળ રત્નત્રયની, આનંદની વિધમાન દશા છે તે વ્યયરૂપ થઈ બીજે સમયે અપૂર્વ અપૂર્વ દશા પ્રગટ થાય છે ત્યાં વર્તમાન દશાના વ્યયનું કારણ શું? તો કહે છે-આત્મામાં વર્તમાન દશાના વ્યય થવારૂપ એક ભાવ-અભાવ સ્વભાવ-શક્તિ છે. સમજાય છે કાંઈ..? સમજાય એટલું સમજવું બાપુ ! આ તો કેવળીનાં કહેણ આચાર્ય લઈને આવ્યાં છે. જેણે અંતરમાં સ્વીકાર કર્યો એ ન્યાલ થઈ જાય એવી વાત એમ છે. શું? કે પર્યાયની સ્થિતિ એક સમયની છે, તે લંબાઈને બીજે સમયે રહે એમ કદીય સંભવિત નથી, કેમ? કેમકે એવો જ વર્તમાન પર્યાયનો અભાવ થવારૂપ આત્માનો ભાવ-અભાવ સ્વભાવ છે.
પ્રશ્ન:- હા, પણ તે પર્યાય વ્યય થઈને જાય છે કયાં ?
ઉત્તર:- જળના તરંગ જળમાં સમાય છે તેમ પર્યાય દ્રવ્યમાં સમાય છે. પછી તે પર્યાયરૂપ ન રહી, પણ પારિણામિકભાવરૂપ થઈ જાય છે. પર્યાય તો ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવરૂપ છે, તે બીજે સમયે વ્યય પામતાંદ્રવ્યમાં વિલીન થતાં પારિણામિકભાવરૂપ થઈ જાય છે. દયા, દાન આદિ ભાવ છે તે ઉદયભાવ છે. બીજા સમયે તે વ્યય પામતાં દ્રવ્યમાં વિલીન થઈને પારિણામિકભાવરૂપ થઈ જાય છે.
મોક્ષમાર્ગ પ્રકાશકમાં બે જગ્યાએ આવે છે કે શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ તે આત્મા છે. એ તો જે ભૂતકાળની અશુદ્ધતાને માનતો નથી તેને સમજાવવા માટે એ વાત કરી છે; અશુદ્ધતા એટલે અંદર દ્રવ્યમાં અશુદ્ધતા છે એમ નહિ. દ્રવ્ય તો શુદ્ધ પારિણામિકભાવરૂપ જ છે. આ પ્રમાણે ઉદયભાવરૂપ અશુદ્ધ પર્યાય, ને ઉપશમાદિ શુદ્ધ પર્યાય વ્યય પામીને અંદર જતાં શુદ્ધ-અશુદ્ધ પર્યાયરૂપ રહેતી નથી, પણ પરિણામિકભાવરૂપ થઈ જાય છે. અહા ! તારા સતનું સ્વરૂપ જો તો ખરો !
વર્તમાનમાં જીવને સંસારદશાનો અભાવ છે; પણ તે “ભાવ 'નો “અભાવ' કરી નાખે એવું સામર્થ્ય અંદર એના દ્રવ્યમાં પડ્યું છે. ધર્મી પુરુષ તેને પ્રતીતિમાં લઈ દ્રવ્યના આશ્રયે અપૂર્વ અપૂર્વ નિર્મળ દશાઓને પ્રાપ્ત થઈ સંસારનો અભાવ કરી ક્રમે મોક્ષદશાને પ્રાપ્ત થાય છે. આવો મારગ છે. લોકો તો, દિગંબરમાં જન્મ્યા છે તેય, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ રાગ કરવામાં ધર્મ માને છે, પણ એ માર્ગ નથી. ભગવાનનો કહેલો સત્ય પંથ અહીં દિગંબર આચાર્યોએ સ્પષ્ટ કર્યો છે.
અહીં શક્તિની વ્યાખ્યા કરતાં કહે છે: ભવત્પર્યાયવ્યય ભવામાવ$િ: ભવતા પર્યાયના વ્યયરૂપ ભાવાભાવ-શક્તિ છે. આમાં તો અનંત પર્યાયોનો ખુલાસો કરી દીધો છે. આત્મામાં અનંત શક્તિઓ છે. તેની નિર્મળ પર્યાયો સમ્યગ્દષ્ટિને પ્રગટ વર્તમાન વિદ્યમાન હોય છે. તે પર્યાયોનો વ્યય થવો તે ભાવાભાવશક્તિનું કાર્ય છે. તેને કરવું પડતું નથી; હું એને કરું એ તો વિકલ્પ છે, ને વિકલ્પથી કાંઈ સાધ્ય થતું નથી. એ તો ચૈતન્યચિંતામણિ એવો પોતે શક્તિવાન દ્રવ્ય છે. તેને અંતર્મુખ દૃષ્ટિમાં લેતાં દરેક શક્તિની પર્યાયમાં તેનું કાર્ય થાય છે. સાધકને સંસારદશાનો અભાવ થઈને પૂર્ણ દશાની પ્રાપ્તિના પુરુષાર્થનો આવો અલૌકિક માર્ગ છે. ભાઈ ! આ સમજવામાં જેને ઉલ્લસિત વીર્ય હોય તેના માટે આ વાત છે. બાકી તો બધી રઝળપટ્ટી છે.
અહા ! પર્યાયમાં સંસાર છે તેનો અભાવ કરી પૂર્ણ દશાને પહોંચવું છે; પણ તે કેમ થાય ? સંસારનો અભાવ થઈ પૂર્ણતા કેમ થાય? તો કહે છે–તારા દ્રવ્યમાં પૂર્ણતા ભરી છે. તેના આલંબને પર્યાયમાં પણ પૂર્ણતા પ્રગટી જશે, ને અપૂર્ણતાનો અભાવ થશે. સાધકની દષ્ટિમાં દ્રવ્યનું જ આલંબન છે. અહા ! નિજ દ્રવ્યની સન્મુખ થઈને તેની સેવનાઉપાસના-લીનતા રમણતા કરીને તે પૂર્ણ દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત થઈ સિદ્ધદશાને પામે છે. આ માર્ગ છે, બાકી બધું (વ્રતાદિના વિકલ્પ ) થોથાં છે.
લોકોને થાય કે એકલા નિશ્ચયની વાત કરે છે. ભાઈ, નિશ્ચય જ સત્ય છે, વ્યવહાર તો આરોપિત છે, ઉપચાર છે, કથનમાત્ર છે, લૌકિક છે.
આ પ્રમાણે અહીં ભાવ-અભાવશક્તિનું વર્ણન પૂરું થયું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #178
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬: અભાવભાવશક્તિ
‘નહિ ભવતા (નહિ વર્તતા ) પર્યાયના ઉદયરૂપ અભાવભાવશક્તિ.’
જુઓ, પહેલાં વર્તમાન વિદ્યમાન અવસ્થાનો બીજે સમયે અભાવ થાય છે એવી ભાવઅભાવશક્તિ કહી. તો બીજે સમયે પર્યાય રહી નહિ? લ્યો, આ પ્રશ્નના સમાધાનરૂપ કહે છે- ‘નહિ ભવતા પર્યાયના ઉદયરૂપ અભાવભાવશક્તિ ’ છે. બીજે સમયે જે વર્તમાન પર્યાયમાં અભાવરૂપ છે તે પર્યાયનો ઉદય થાય તે રૂપ આત્મામાં અભાવભાવશક્તિ છે. આ તો ભગવાન આત્માની ભાગવત કથા છે બાપુ! આ બહુ ધી૨જ ને ઉલ્લાસથી સાંભળવી. પદ્મનંદી પંચવતિકામાં એક શ્લોક દ્વારા શ્રી પદ્મનંદી સ્વામી કહે છે
तत् प्रति प्रीतिचित्तेन, येन वार्ता पि हि श्रुता । निश्चित्तं स भवेद्भव्यो, भाविनिर्वाण भाजनम्।।
અહા ! જેણે પ્રસન્ન ચિત્તથી, ઉલ્લસિત વીર્યથી નિજ અંતઃતત્ત્વની વાત સાંભળી છે, તે કહે છે, અવશ્ય ભવિષ્યની મુક્તિનું ભાજન છે, ભય છે.
આ પદ્મનંદી સ્વામીએ બ્રહ્મચર્યનો એક અધિકાર લખ્યો છે. શરીરથી બ્રહ્મચર્ય પાળે તે બ્રહ્મચર્ય નહિ, ને બ્રહ્મચર્યનો વિકલ્પે ય રાગ છે. પરંતુ ભગવાન આત્મા બ્રહ્મ નામ નિત્યાનંદસ્વરૂપ આનંદકંદ પ્રભુ છે તેમાં લીન થવું તે બ્રહ્મચર્ય છે. પછી છેલ્લે કહ્યું છે કે-હે યુવાનો! આ બ્રહ્મચર્યનો અમારો ઉપદેશ તમને ઠીક ન લાગે તો ક્ષમા કરજો, અમે તો મુનિ છીએ. (એમ કે અમારી પાસે આ સિવાય બીજી વાત ન હોય). વિષયભોગમાં લીન એવા તમને અમારી આ વાત ન રુચે તો માફ કરજો. અરે, બ્રહ્મચર્ય એટલે શું? બ્રહ્મ નામ શુદ્ધ ચિદાનંદ પ્રભુ આત્મા તેમાં ચરવું, રમવું, ઠરવું એનું નામ બ્રહ્મચર્ય છે ને એ ચારિત્ર છે. સમજાણું કાંઈ...?
સમયસારમાં અનેકાન્તનું વર્ણન કર્યું છે. ત્યાં ચૌદ બોલમાં એકાંતવાદી મિથ્યાદષ્ટિને પશુ કહ્યો છે. રાગથી લાભ થવાનું માને તે એકાંત છે; તેવું માનનારને પશુ કહ્યો છે. કેમ પશુ કહ્યો છે? ‘પતિ, વધ્યુતિ કૃતિ પશુ:' મિથ્યાત્વથી બંધ પામે છે, નાશ પામે છે માટે અજ્ઞાની એકાંતવાદીને પશુ કહ્યો છે. જીવ મિથ્યાત્વના ફળમાં ક્રમે કરીને નિગોદમાં જાય છે માટે એકાન્તવાદી અજ્ઞાની જીવને શાસ્ત્રમાં પશુ કહ્યો છે.
આચાર્ય કુંદકુંદસ્વામીએ શાસ્ત્રમાં ( અષ્ટપાહુડમાં) એમ કહ્યું છે કે-વસ્ત્રનો એક ટુકડો રાખી જે પોતાને મુનિપણું માનશે-મનાવશે તે નિગોદમાં ચાલ્યો જશે. એમ કેમ કહ્યું? કેમકે વસ્ત્રનો ટુકડો પણ રાખી મુનિપણું ત્રણકાળમાં હોઈ શકે નહિ. વસ્ત્ર રાખવાનો વિકલ્પ શરીર પ્રત્યેની મમતા-મૂર્છા વિના હોય નહિ, અને મમતા-મૂર્છા હોય ત્યાં ચારિત્ર કેવું? એને ચારિત્ર માનવું એ તો મિથ્યાત્વભાવ છે, ને મિથ્યાત્વનું ફળ પરંપરા નિગોદ છે. શુભભાવ હોય તો સ્વર્ગ મળી જાય, ને તીવ્ર અશુભભાવ હોય તો જીવ નરકે જાય, પણ તત્ત્વની વિરાધનાનું ફળ તો નિગોદ છે. અહા ! તત્ત્વની આરાધનાનું ફ્ળ અનંતસુખધામ એવું મોક્ષ છે, ને તત્ત્વની વિરાધનાનું ફળ અનંત દુઃખમય નિગોદ છે. આવી વાત! સમજાય છે કાંઈ..?
અહીં કહે છે–ભવિષ્યની પર્યાય જે વર્તમાનમાં નથી, બીજા સમયે જે થવાની છે તેનો બીજા સમયે ઉદય થાય એવી આત્મામાં અભાવભાવશક્તિ છે. વર્તમાનમાં જે ઉદયરૂપ નથી, અભાવરૂપ છે તે પર્યાયનો બીજે સમયે ભાવઉત્પાદ થઈ જાય તેરૂપ અભાવભાવશક્તિ જીવમાં ત્રિકાળ છે. આમ વર્તમાનભાવનો બીજે સમયે અભાવ થતાં, જેનો વર્તમાન અભાવ છે તેનો તે સમયે ભાવ-ઉત્પાદ થઈ જાય છે, એવો આત્માનો ત્રિકાળી અભાવભાવ સ્વભાવ છે.
જેમ વર્તમાન ક્ષયોપશમ સમકિત છે, તેમાં ક્ષાયિક સમકિતનો અભાવ છે. તો કહે છે-ભલે વર્તમાન ક્ષાયિકનો અભાવ હોય, પણ ક્ષયોપશમ સમિતિનો અભાવ થઈને પછી જે અભાવરૂપ છે તે ક્ષાયિકનો ભાવ-ઉત્પાદ થઈ જશે.
હા, પણ કેવળી-શ્રુતકેવળીની સમીપતામાં ક્ષાયિક સમકિત થાય ને? કેવળી શ્રુતકેવળીની સમીપતામાં ક્ષાયિક સમકિત થાય એ તો નિમિત્તનું વ્યવહારનયથી ક્થન છે. શાસ્ત્રમાં આવાં બધાં કથનો નિમિત્તનું ને વ્યવહારનું જ્ઞાન કરાવવા માટે હોય છે. બાકી કેવળી-શ્રુતકેવળીની સમીપતાથી જ જીવને ક્ષાયિક થઈ જાય છે એમ વસ્તુ નથી. ખરેખર તો વર્તમાન પર્યાયમાં જે ક્ષાયિક સમકિતનો અભાવ છે, તેનો ભાવ-ઉત્પાદ થશે તે અભાવભાવશક્તિના કારણથી થશે. વર્તમાન જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #179
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬-અભાવભાવશક્તિ : ૧૬૫ ક્ષયોપશમ સમકિત છે તેનો અભાવ થાય તે ભાવનો અભાવ છે, ને વર્તમાન જે ક્ષાયિક સમકિત નથી તેનો બીજે સમયે ભાવ થાય તે અભાવનો ભાવ છે. આ રીતે ભાવ-અભાવ અને અભાવ-ભાવ એ આત્માની બન્ને શક્તિઓ એક સમયમાં એકસાથે વર્તે છે.
વર્તમાન સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ છે, તેમાં વિશેષ સ્થિરતાની દશાનો અભાવ છે; પણ તેનો પછીના સમયે ભાવ થઈ જશે એવું આત્માનું અભાવ-ભાવશક્તિરૂપ સામર્થ્ય છે. અહીં (વ્યાખ્યામાં) “ઉદય’ શબ્દ વાપર્યો છે. “ઉદય” એટલે ઉત્પાદ થવો, પ્રગટ થવું એમ અર્થ છે. શ્રીમદે પણ “ઉદય’ શબ્દ વાપર્યો છે.
“ ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ.” અહાહા..! શક્તિનો અર્થ છે દ્રવ્યનું સામર્થ્ય. જીવની અનંત શક્તિઓમાં એક અભાવભાવશક્તિ છે. તેનાથી વર્તમાન નહિ ભવતા ભાવનો ઉદય થાય છે. વર્તમાન જ્ઞાનદશામાં ક્ષયોપશમ જ્ઞાન–કમીવાળું જ્ઞાન છે તેનો અભાવ થઈને બીજે સમયે પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. અહા ! આવો ચમત્કારિક આત્મસ્વભાવ છે. ચાર કર્મનો નાશ થઈને કેવળજ્ઞાન પ્રગટ થયું એમ તત્ત્વાર્થસૂત્રમાં આવે છે એ નિમિત્તનું વ્યવહારનયથી કથન છે.
અહા! આત્માનો આ એવો ગુણ છે કે વર્તમાન પર્યાયમાં જેનો અભાવ છે તેનો બીજે સમયે ઉદય થાય છે. લ્યો, આમાં નિમિત્તના કારણે નૈમિત્તિક દશા થાય એવી માન્યતાનો નિષેધ છે.
તો શું નિમિત્ત કાંઈ જ નથી ?
નિમિત્ત છે, હો; પણ તેનાથી કાર્ય નીપજે છે એમ નથી. ખાનિયા ચર્ચામાં આ વિષય ચર્ચાયો હતો. શંકાકાર પક્ષની દલીલ હતી કે ચાર ઘાતકર્મનો નાશ થવાથી કેવળજ્ઞાન આદિ અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. પં. ફૂલચંદજીએ તેનું સમાધાન કરતાં કહ્યું છે કે-ચાર ઘાતકર્મરૂપ પર્યાયનો નાશ થઈને ત્યાં તેની અકર્મરૂપ દશા થાય છે. કર્મની પર્યાયનો વ્યય થઈને “ભાવ” શું થયો? કે અકર્મરૂપ દશા થઈ. માટે તેમાંથી (કર્મના અભાવમાંથી) કેવળજ્ઞાન આદિ જીવની પર્યાય પ્રગટ થઈ એમ નથી. ભાઈ, વિશેષ ચિંતન-મનન કરી યથાર્થ નિર્ણય કરવો જોઈએ. નિમિત્ત છે, હોય છે, પણ ઉપાદાનનું કાર્ય કરવામાં નિમિત્ત કાંઈ જ નથી. આવી ગંભીર સૂક્ષ્મ વાત છે.
જ્ઞાનની પર્યાયમાં હાનિ કે વૃદ્ધિ થાય તે પોતાની તત્કાલીન પર્યાયની યોગ્યતાથી થાય છે, તેમાં જ્ઞાનાવરણીય કર્મનું નિમિત્ત ભલે હો, પણ નિમિત્તથી જ્ઞાનની પર્યાય થાય છે એમ નથી. દ્રવ્યની શક્તિમાં જ એવું સામર્થ્ય છે કે નવી (અપૂર્વ) પર્યાય પ્રગટ થાય. કર્મના અભાવથી થાય એમ છે જ નહિ. આગમ, યુક્તિ અને અનુભવ-ત્રણે પ્રકારે આમ જ સિદ્ધ થાય છે.
પોતાની પર્યાય પર–નિમિત્ત વડે થતી નથી, કેમકે નિમિત્ત છે તે નિમિત્તની પોતાની પર્યાય કરે છે, તો પછી બીજાની પર્યાય તે કેવી રીતે કરે? નિમિત્તનો-પરનો તો પોતામાં (આત્મદ્રવ્યમાં) અત્યંત અભાવ છે. આ યુક્તિ છે. વળી વર્તમાન અલ્પજ્ઞાનની દશામાં વિશેષજ્ઞાન અભાવ છે તે અભાવ-ભાવશક્તિના સામર્થ્યથી પછીના બીજા સમયે ભાવ-ઉત્પાદરૂપ થશે; અભાવનો ભાવ થશે. આવો વસ્તુ-સ્વભાવ છે, તેથી નિમિત્તથી કે ગુરુગમથી વિશેષ જ્ઞાન થાય એમ છે નહિ. ભગવાન ! આ સત્ય વાત છે, ને આ હિતની વાત છે.
પણ આમાં કરવાનું શું?
અહા ! ચિદાનંદ ચિદ્રુપ પ્રભુ પોતે છે તેનો અંતર્મુખ થઈ સ્વીકાર કરવો, ને તદ્રુપસ્વરૂપ પરિણમવું. બસ આટલું કરવાનું છે. ભાઈ, આ સમજીને આટલું કરે તેને નિમિત્તથી થાય, ને વ્યવહારથી થાય-એ બધા ગોટા ઊડી જશે. એક વાત પણ જો યથાર્થ સમજે તો બધા ગોટા ઊડી જાય. આવી વાત ! સમજાણું કાંઈ...?
અત્યારે તો આ વિષયમાં મોટી ગરબડ ચાલે છે. જુઓ, ઇંદોરવાળા પંડિત દેવકીનંદન અહીં વિદ્વત પરિષદમાં આવ્યા હતા. તેમણે પંચાધ્યાયીનું સંપાદન કર્યું છે. તેમાં એક જગ્યાએ તેમણે જે અર્થ લખ્યો હતો તે ભૂલવાળો હતો. તેમાં આમ છપાયું હતું કે-છઠ્ઠી ગુણસ્થાનમાં બુદ્ધિપૂર્વકનો રાગ હોય છે, અને સાતમાં ગુણસ્થાને અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે. તેમને અમે કહેલું, –પંડિતજી, આમાં ભૂલ છે. ખરેખર એમ છે કે -છઠ્ઠા ગુણસ્થાનમાં બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક–એમ બન્ને પ્રકારના રાગ હોય છે, જ્યારે સાતમાં ગુણસ્થાનમાં એકલો અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે. ચોથા ગુણસ્થાને પણ ખ્યાલમાં આવે એવો બુદ્ધિપૂર્વકનો, ને ખ્યાલમાં ન આવે એવો અબુદ્ધિપૂર્વકનો પણ રાગ હોય છે. અહીં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #180
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૬૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ મુનિની વાત છે. ચારિત્રવત મુનિ છે. તેમને ત્રણ કષાયનો અભાવ છે. તેમને છઠ્ઠા ગુણસ્થાનમાં બુદ્ધિપૂર્વકનો અને અબુદ્ધિપૂર્વકનો-એમ બન્ને પ્રકારનો રાગ હોય છે.
અબુદ્ધિપૂર્વકનો રાગ જીવનો છે એમ અસદભૂત અનુપચાર નથી કહેવામાં આવે છે, ને ખ્યાલમાં આવે છે તે બુદ્ધિપૂર્વકનો રાગ તે અસદભૂત ઉપચરિત નયનો વિષય છે. રાગ પોતાના સ્વરૂપભૂત નથી માટે તે અસદભૂત છે, ને ખ્યાલમાં આવે છે તે રાગને જીવનો કહેવો તે ઉપચાર છે. તેવી રીતે ખ્યાલમાં ન આવે તેવો સૂક્ષ્મ અબુદ્ધિપૂર્વકનો રાગ અનુપચરિત અસભૂત નયનો વિષય છે. બુદ્ધિપૂર્વકનો ને અબુદ્ધિપૂર્વકનો રાગ-બને છઠ્ઠા ગુણસ્થાન પર્યત હોય છે, સાતમાં ગુણસ્થાનથી ઉપર એકલો અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે.
પંડિતજીએ પોતાની ભૂલ સ્વીકારી સુધારી લીધેલું. તેઓ તે વખતે બોલ્યા, “અમારા બધા પંડિતોનું ભણતર નિમિત્તાધીન દષ્ટિવાળું જ થયું છે, નિમિત્તથી કાર્ય થાય એવું જ અમે બધા ભણ્યા છીએ. આપ કહો છો એવી સમજ અમારી પાસે નથી.'
ચોથા ગુણસ્થાનમાં આત્મજ્ઞાન પ્રગટ થવા છતાં તેને કિંચિત્ કષાયભાવ હોય છે. કષાયમાં રાગ-દ્વેષ બન્ને આવી ગયા. માયા-લોભ તે રાગ, ને ક્રોધ-માન તે દ્વેષ. આમાંથી કોઈપણ અંશ ખ્યાલમાં આવે તે બુદ્ધિપૂર્વક છે, ને જે ખ્યાલમાં ન આવે તે અબુદ્ધિપૂર્વક રાગ છે. એ બન્નેનો આત્મામાં અભાવ છે માટે તેને અસદ્દભૂત કહેવામાં આવે છે. ક્રોધ છે ને તેનો અભાવ થશે એ વાત અહીં નથી. શક્તિના વર્ણનમાં ક્રોધાદિ છે નહિ, શક્તિ તો નિર્મળ સ્વભાવરૂપ છે, ને તેની વ્યક્તિ-પરિણમન નિર્મળ જ છે. નિર્મળ કમવર્તી પર્યાય ને અજમવર્તી ગુણો-એ બેનો સમુદાય તેને અહીં આત્મા કહેવામાં આવ્યો છે; વિકારની અહીં વાત જ નથી.
' અરે! અનંતકાળમાં એણે કદી યથાર્થ નિર્ણય અને સ્વાનુભવ કર્યો નહિ! સ્વાનુભવ કર્યા વિના તારાં જન્મમરણ નહિ મટે ભાઈ ! ભક્તિ, પૂજા, વ્રત ને તપ લાખ કરે તો ય આત્મજ્ઞાન વિના એ બધા રાગ છે, વિકાર છે, દુઃખ છે, ક્લેશ છે. પંડિત દોલતરામજીએ કહ્યું છે ને કે
પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાયો.” ભાઈ, પાંચ-દસ કરોડની મૂડી હોય, ને પાંચ-પચીસ લાખ ખર્ચી નાખે તો ધર્મ થઈ જાય એવું ધર્મનું સ્વરૂપ નથી. શું કરીએ ? વસ્તુ જ એવી છે. અમે તો એક દષ્ટાંત આપીએ છીએ. એક કરોડપતિ ગૃહસ્થ, તેમની છેલ્લી સ્થિતિ વખતે ભાવ થયા કે આ બધી પૂંજી છોડીને હમણાં ચાલ્યા જવાનું છે, તો લાવ દાનમાં કાંઈક આપું. હવે લકવાને લઈને પૂરું બોલાય નહિ. તૂટક તૂટક બોલવાની ચેષ્ટા કરે કે-શુ.. ભ ખા. તે... દસ... લા. ખ. છોકરો સમજી ગયો કે બાપુજી દશ લાખ દાનમાં આપી દેવાનું કહે છે. એટલે તરત તે એના બાપુજીને કહે “બાપુજી અત્યારે પૈસાને યાદ ન કરાય, ભગવાનનું સ્મરણ કરો.” જુઓ, આ સંસાર! નિયમસારમાં એક શ્લોક આવે છે કે-આ બૈરાંછોકરાં ને સગાં-વહાલાં એ તો પોતાની આજીવિકા માટે ધુતારાની ટોળી તને મળી છે. તારું બધું જ લૂંટી લેશે. તારે દાન કરવું હશે તો વચ્ચે વિધ્ર નાખશે. પરદ્રવ્ય મારું છે, તેને હું સાચવી રાખું-એમ માનનારને શાસ્ત્રમાં મિથ્યાદષ્ટિ કહ્યો છે. અને દાનથી ધર્મ થાય એમ માનનાર પણ મિથ્યા પંથે જ છે. ભાઈ! તારી ચૈતન્ય વસ્તુનો સ્વાનુભવમાં નિર્ણય કર્યા વિના કયાંય ધર્મ થાય એમ નથી.
ભગવાન આત્મા જ્ઞાનમાં-સ્વસંવેદનજ્ઞાનમાં જાણવામાં આવે છે; તેની જેવી જાય તેવી પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે. જે સ્વસંવેદનમાં જાણો તેની પ્રતીતિ કરવાની છે. સમયસારની ગાથા ૩૮, ને પ્રવચનસારની ગાથા ૯૨માં આચાર્યદવ કહે છે કે અમને આત્મજ્ઞાનથી મિથ્યાત્વનો નાશ થયો છે; હવે ફરીને મોહ ઉત્પન્ન નહિ થાય. સમકિત થાય, ને પછી પડી જાય એવી અહીં વાત જ નથી. જેને આત્મજ્ઞાન પ્રગટ થયું છે તેને વર્તમાન અભાવ છે તેનો ભાવ થશે. પહેલાં ભાવ-અભાવ કહ્યો તો તેમાં સમકિત પ્રગટ થયું તેનો અભાવ થશે એમ ન લેવું. અહીં તો એમ અર્થ છે કે વર્તમાન નિર્મળ પર્યાય છે તે “ભાવ” નો અભાવ થઈને બીજી નિર્મળ પર્યાયનો ઉદય-ભાવ થશે. વર્તમાન અલ્પ નિર્મળ પર્યાય છે તો તેનો અભાવ થઈને, અભાવ-ભાવશક્તિના કારણે વિશેષ નિર્મળ અપૂર્વ અપૂર્વ પર્યાય ભાવરૂપ થશે, ઉદયરૂપ થશે. પડી જવાની અહીં કોઈ વાત જ નથી. અહા ! જેને દ્રવ્યદૃષ્ટિમાં પૂર્ણ ચૈતન્યનું દળ એવું દ્રવ્ય આવ્યું તેને દ્રવ્યનો અભાવ થાય તો સમકિતનો અભાવ થાય; પણ દ્રવ્ય અને દ્રવ્યની શક્તિનો કદી ય અભાવ ન થાય. અહા ! તેનો-શુદ્ધ ચૈતન્ય ત્રિકાળી ધ્રુવ દ્રવ્યનો જેને સ્વાનુભવ થઈને પ્રતીતિ થઈ, તેને પર્યાયનો વ્યય-અભાવ થશે, પણ તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #181
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭–ભાવભાવશક્તિ : ૧૬૭ વિશેષ નિર્મળ પર્યાયના ભાવ-ઉત્પાદપૂર્વક થશે; વર્તમાન નિર્મળ પર્યાયનો વ્યય થઈને તેને અપૂર્વ અપૂર્વ નિર્મળ પર્યાયનો ભાવ-ઉત્પાદ થશે. આવી વાત!
આસ્રવ અધિકારમાં મૂળ તો શુદ્ધનયને નય કહ્યો છે. વ્યવહાર નયને નય ગણ્યો જ નથી. ત્યાં કહ્યું છે–જેઓ શુદ્ધ નયથી ટ્યુત થઈને ફરીથી રાગાદિના સંબંધને પામે છે તેઓ કર્મ બાંધે છે. પણ અહીં તો છોડવાની વાત જ નથી. અહીં તો અપ્રતિહત ભાવની વાત છે. અત્યારે ભલે ક્ષયોપશમ સમકિત હોય, પણ પછી તે ક્ષાયિક થવાનું છે. અત્યારે ભલે ક્ષયોપશમ જ્ઞાન હોય, પણ પછી વધીને તે કેવળજ્ઞાન થવાનું છે; સાધક દશા મટીને સિદ્ધદશા થવાની છે; જે ભાવ વર્તમાનમાં નથી, અભાવરૂપ છે, તે અભાવનો ભાવ થઈ જશે. અહો ! થોડા શબ્દ આ તો ગજબની વાત કરી છે. શું થાય? લોકો સ્વાધ્યાય કરતા નથી, આગમનો શું અભિપ્રાય છે તે પોતાની દષ્ટિમાં લેતા નથી !
પરમાત્મ પ્રકાશમાં આવે છે કે-દિવ્ય ધ્વનિથી કાંઈ જ્ઞાન થતું નથી, ને મુનિનાં કહેલાં સાચાં શાસ્ત્રોથી પણ કાંઈ જ્ઞાન થતું નથી. પર્યાયમાં જે અલ્પ જ્ઞાન છે તે અભાવ થઈને, વર્તમાન જે અભાવ છે તે વિશેષ જ્ઞાનનો ભાવ થાય છે એવું આત્માની અભાવ-ભાવશક્તિનું સામર્થ્ય છે.
સર્વ ગુણાંશ તે સમકિત. ચોથા ગુણસ્થાને દ્રવ્યમાં જે અનંત ગુણ છે તેનો સમકિતની સાથે જ અંશ વ્યક્ત થાય છે. તે આ અભાવ-ભાવશક્તિનો મહિમા છે. જેમ એક ગુણમાં તેમ બધામાં લેવું કે વર્તમાન પર્યાયમાં જે અલ્પતા છે તે છૂટીને વિશેષતા થશે; સાધકભાવ છૂટીને પૂરણ સિદ્ધદશા પ્રગટશે. ખૂબ ગંભીર વાત છે. અહો ! યથાર્થ તત્ત્વધારા-અમૃતધારા જેમનાથી પ્રવર્તે છે તે સંતોની બલિહારી છે. દિગંબર સંતો સિવાય આવી ધારા કયાંય નથી.
આ પ્રમાણે અહીં અભાવ-ભાવશક્તિનું વર્ણન પૂરું થયું.
૩૭: ભાવભાવશક્તિ ભવતા (વર્તતા) પર્યાયના ભવનરૂપ (વર્તવારૂપ, પરિણમવારૂપ) ભાવભાવશક્તિ.'
અહાહા..! સમ્યગ્દર્શન અને ધર્મ કરવો હોય તો કેમ થાય? ભાઈ ! વ્યવહારના જે વિકલ્પ છે તેની રૂચિ છોડી, એક જ્ઞાયકભાવ, શુદ્ધ ચિદાનંદ, અખંડ આનંદકંદ પ્રભુ પોતે છે તેની દષ્ટિ કરી, રુચિ કરવી, તેનો અનુભવ કરવો તે જીવની પ્રથમ કાર્યસિદ્ધિરૂપ સમ્યગ્દર્શન છે; આનું નામ ધર્મ છે. જો કે શુભભાવ હજુ છૂટી જતો નથી, શુદ્ધોપયોગ પૂર્ણ પ્રગટ થયે તે છૂટશે, પણ શુભની રુચિ અવશ્ય છૂટી જાય છે. ભાઈ ! શુભરાગની રુચિ તને છે તે મહાન દોષ છે, મહાન વિપરીતતા છે. આકરી વાત પ્રભુ! પણ આ સત્ય વાત છે.
વ્યવહાર છે તે મિથ્યાત્વ છે એમ વાત નથી; ધર્મીને પણ બહારમાં તે હોય છે, પણ વ્યવહારને ધર્મ માનવો તે મિથ્યાત છે. પ્રથમ શુભભાવ એકદમ છૂટી જાય ને શુદ્ધ થઈ જાય એમ નહિ, પણ શુભભાવની રુચિ છૂટી શુદ્ધોપયોગ પ્રગટે છે. સ્વભાવનો આશ્રય લેતાં સ્વાનુભવમાં પ્રથમ શુદ્ધોપયોગ પ્રગટે છે, આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. જ્યારે આંતર-સ્થિરતા થઈ શુદ્ધોપયોગ પુષ્ટ થાય ત્યારે ક્રમશઃશુભભાવ છૂટે છે, ને આ ચારિત્ર છે, ધર્મ છે. ભાઈ, શુભભાવની રુચિ તો પહેલેથી જ છૂટવી જોઈએ.
અશુભભાવ તો હુંય છે જ, અને શુદ્ધોપયોગ છૂટીને શુભભાવ થાય એ ય કોઈ ચીજ નથી. શુભ છૂટી અશુભ થાય તે તો અહીં વાત જ નથી. અહીં તો શુભભાવની રૂચિ છોડી શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ પ્રભુ આત્મા છે તેની દષ્ટિ કરવી, તેની રમણતા કરવી, તેમાં ઠરવારૂપ સ્થિરતા કરવી એવી નિર્મળ પરિણતિ તે ધર્મ છે. માટે પ્રથમ શુભની રુચિ છોડવાની વાત છે, શુભનો આશ્રય છોડવાની વાત છે. ત્રિકાળી શુદ્ધ નિજ ચૈતન્યવહુ એક આશ્રય કરવા લાયક છે, તે તરફ ઝૂકવાથી શુભરાગનો આશ્રય છૂટી જાય છે.
અહા ! જ્ઞાની-ધર્મી પુરુષને, જ્યાં સુધી પૂર્ણ વીતરાગની દશા થઈ નથી ત્યાં સુધી, અંદર શુદ્ધની દષ્ટિ ને અનુભવ હોવા છતાં, શુભભાવ આવે છે, પણ તેમાં તેને બુદ્ધિ છે, તેનું તેને સ્વામિત્વ નથી. જુઓ, શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #182
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
હતા, છતાં શુભભાવની પ્રકર્ષતા વડે તીર્થંકર ગોત્ર બાંધ્યું છે. ભાઈ ! શુભભાવ પાપબંધનું કારણ છે એમ નથી, તથા તે અબંધ ભાવ છે એમ પણ નથી, એ બંધભાવ જ છે, ને એનાથી પુણ્યબંધ થાય છે. માટે શુભની દષ્ટિ છોડી, અંદર તારું ચૈતન્યનિધાન પૂર્ણ જ્ઞાન ને આનંદના અમૃતથી ભર્યું છે તેને દેખ, તું ન્યાલ થઈ જઈશ, તારી પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું અમૃત ઝરશે. લ્યો, આચાર્યદેવે પોતાના ચૈતન્યનિધાનને ઘોળી ઘોળીને તેનો સાર આ સમયસારમાં ભર્યો છે. અહા! જેને અંતર્દષ્ટિ થઈ છે, ને અંદર આનંદરસના અમૃતનો સ્વાદ આવ્યો છે તેને આ છ શક્તિઓનું વર્ણન લાગુ પડે છે; અજ્ઞાનીને તો શક્તિનું ભાન જ કર્યાં છે?
જુઓ, પહેલાં ભાવશક્તિ કહી તેમાં વર્તમાન વિદ્યમાન અવસ્થા હોવાની વાત કરી છે. વિદ્યમાનઅવસ્થાવાળાપણારૂપ ભાવશક્તિ છે, જેથી ધર્મીને વર્તમાન શુદ્ધપર્યાયની વિદ્યમાનતા હોય છે. તેમાં અશુદ્ધતા હોતી નથી. કિંચિત્ અશુદ્ધતા હોય તેનો તે સ્વામી નથી, માત્ર જાણનાર છે. જાણવાની પર્યાય પોતામાં છે, પણ અશુદ્ધતા પોતામાં છે એ વાત હવે દ્રવ્યદષ્ટિવંતને નથી.
બીજી અભાવશક્તિ લીધી છે. શૂન્યઅવસ્થાવાળાપણારૂપ અભાવશક્તિ છે. રાગ અને પુણ્યના અભાવસ્વભાવરૂપ અભાવશક્તિ છે. નિર્મળ પર્યાય અસ્તિપણે વિધમાન છે તે ભાવશક્તિ, અને રાગના અભાવરૂપ પરિણમન તે અભાવશક્તિનું કાર્ય છે. અહા! વીતરાગદેવે પ્રરૂપેલો માર્ગ બહુ સૂક્ષ્મ છે. પણ એકવાર મૂળ વસ્તુ હાથ લાગી જાય પછી માર્ગ ખૂલી જાય છે. અહા! ત્રિકાળી સ્વભાવની સાથે એકતાબુદ્ધિ થઈ કે અંદરથી કમાડ ખૂલી ગયાં, ખજાનો ખૂલી ગયો. રાગની રુચિ છૂટીને સ્વભાવની રુચિ થઈ કે સમ્યગ્દર્શનરૂપ ચાવી હાથ લાગી ગઈ, અને ભરપૂર ચૈતન્યનો ખજાનો ખૂલી ગયો; આનંદનું પરિણમન થયું.
ત્રીજી ભાવઅભાવશક્તિમાં વર્તમાન નિર્મળ પર્યાયનો નિયમથી અભાવ થઈ જશે એમ બતાવ્યું છે; કેમકે પર્યાયની સ્થિતિ એક સમયમાત્ર છે, બીજે સમયે ભાવનો નિયમથી વ્યય-અભાવ થઈ જાય છે.
ચોથી અભાવભાવશક્તિ કહી છે. વર્તમાન જે નિર્મળ પર્યાય નથી, તે પછી પ્રગટ થશે જ એવી આ
અભાવભાવશક્તિ છે. પછીની નિર્મળ પર્યાયનો વર્તમાનમાં અભાવ છે તેનો વર્તમાન નિર્મળ પર્યાયનો વ્યય થઈ
ભાવ થશે એ આ અભાવભાવશક્તિનું કાર્ય છે.
હવે આ ભાવભાવશક્તિનું વર્ણન છે. કહે છે-ભવતા પર્યાયના ભવનરૂપ ભાવભાવશક્તિ છે. વર્તમાન જ્ઞાનની પર્યાય ભવનરૂપ છે, તે એવી ને એવી ભવનરૂપ થયા કરશે-એવા સ્વરૂપે ભાવભાવશક્તિ છે. અહા ! વર્તમાન વર્તમાન વર્તતો ભાવ ત્રિકાળી ભાવ સાથે એક થઈને નિરંતર વર્તે એવી આ ભાવભાવશક્તિ છે. ત્રિકાળી દ્રવ્ય જ્ઞાનસ્વભાવ છે. તેની વર્તમાન વર્તમાન વર્તતી દશા ત્રિકાળી જ્ઞાનસ્વભાવ સાથે એક થઈને સદાય વર્તે. અહા ! એવો આ આત્માનો ભાવભાવ સ્વભાવ છે. આ તો ગજબની વાતુ પ્રભુ!
અહા ! ભગવાન આત્મામાં એક ભાવભાવશક્તિ છે. તેનું સ્વરૂપ શું? તો કહે છે-આત્માના દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં જ્ઞાન છે તે ભાવરૂપ છે; દ્રવ્યમાં ભાવ છે, ગુણમાં ભાવ છે, ને તદ્રુપ ભવનરૂપ પર્યાયમાં પણ સમયેસમયે ભાવ છે. આનું નામ ભાવભાવશક્તિ છે. જ્ઞાનની પર્યાય વર્તમાન છે, એવી ને એવી (સમ્યજ્ઞાનરૂપ ) પર્યાય બીજે ( બીજે સમયે પણ રહેશે. જ્ઞાનની એની એ પર્યાય ન રહે, પણ જ્ઞાનની જાતિ એવી ને એવી રહેશે. વર્તમાનમાં મતિશ્રુતજ્ઞાનની નિર્મળ પર્યાય છે તે આ ભાવભાવશક્તિના કારણથી એવી ને એવી ભાવ... ભાવ... ભાવરૂપે-નિર્મળ જ્ઞાનરૂપે–૨હેશે. દ્રવ્યગુણમાં તો નિર્મળતા છે, પર્યાયમાં પણ જ્ઞાનની દશા એવા ને એવા નિર્મળભાવપણે રહેશે. સૂક્ષ્મ વિષય ભાઈ ! વિચાર-મંથન કરીને ખ્યાલમાં લેવાની ચીજ છે. જેમ જ્ઞાનની તેમ સમકિતની, ચારિત્રની વર્તમાન નિર્મળ પર્યાય નિર્મળ સમકિત અને ચારિત્રરૂપ રહેશે-આવી ભાવભાવશક્તિ છે. અહા! આવું પોતાનું તત્ત્વ છે તેનું ભાવભાસન થયા વિના ધર્મ થઈ જાય એમ કદી બનતું નથી.
સમકિતી તિર્યંચને નામ ભલે બોલતાં ન આવડે, તો પણ તેને અંતરમાં સ્વતત્ત્વનું ભાવભાસન થયું હોય છે. લોકમાં સાધકદશા પામેલા જીવો તિર્યંચગતિમાં પણ અસંખ્યાતા છે. તેઓ અંદર એમ નથી જાણતા કે હું તિર્યંચ છું, તેઓ વાસ્તવમાં એમ અનુભવે છે કે-શુદ્ધ ચૈતન્ય જ હું છું, ચૈતન્યથી અન્ય બીજા કોઈ ભાવો હું નથી, લ્યો, આવું અંદર ભાવભાસન થયું હોય છે.
શાસ્ત્રમાં એક શિવભૂતિ મુનિની કથા આવે છે. તેમની યાદશક્તિ ઓછી હતી. તેમને ગુરુએ આટલું જ કહ્યું કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #183
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭–ભાવભાવશક્તિ : ૧૬૯ -“મા રુષ, મા તુષ” કોઈ પ્રતિ રાગ ન કરવો, ને દ્વેષ ન કરવો; મતલબ કે વીતરાગ ભાવે રહેવું. પરંતુ મુનિરાજ આ શબ્દો ભૂલી ગયા. ત્યાં એક બાઈ અડદની દાળનાં ફોતરાં જુદાં કરતી હતી, બીજી બાઈએ તેને પૂછયું, –બેન, શું કરો છો? તો પેલી બાઈએ જવાબ આપ્યો, –માપથી તુષ ભિન્ન કરું છું. આ સાંભળતાં મુનિરાજને ગુરુએ કહેલી વાત યાદ આવી ગઈ. રાગાદિ છે તે તુષ છે, ને મારી જ્ઞાનશક્તિ છે તે મારી મૂળ ચીજ છે. આમ નક્કી કરી નિજ ચિદાનંદ પ્રભુમાં અંતર્મગ્ર સ્થિર થયા, ત્યાં કેવળજ્ઞાન પ્રગટ થયું. આવી ભાવભાસનની બલિહારી છે, એમાં કાંઈ બહુ શાસ્ત્રો યાદ રહે એવી જરૂર નથી. શાસ્ત્ર યાદ રહે. એ ઠીક છે, પણ તત્ત્વનું ભાવભાસન મુખ્ય ચીજ છે. સમજાણું કાંઈ...?
ભાઈ ! ચિદાનંદ ચૈતન્યમય વસ્તુ પોતાની ચીજ છે, પોતાનું ઘર છે; તેમાં જવું તે થઈ શકે એવું કામ છે. પરમાણુને પોતાના કરવા હોય તો તે અશકય છે, અનંતકાળે ય ન થાયઃ થયા નહિ, ને થશે નહિ. પરમાણુને ને રાગને પોતાના કરવાનો તારો ઉધમ ત્રણેકાળ નિષ્ફળ છે બાપુ! આ શરીરાદિ ને રાગાદિ ભાવોને તે પોતાના કરવા રાતેદી એક કરે છે, પણ ત્રણકાળમાં એ થવું સંભવિત નથી. તેમાં તને એકલું નુકસાન છે ભાઈ ! સ્વભાવને પોતાનો કરીને, એ થઈ શકે એમ છે, ને એમાં હિત છે. આવી વાત!
શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે-સત્ સરળ છે, સત્ સર્વત્ર છે. હા, પણ જ્ઞાનમાં તેની કબૂલાત આવે ત્યારે ને? જ્ઞાનની પર્યાય અંતર્મુખ થઈ ત્રિકાળી સત્ ભગવાન શાયકની સન્મુખ થાય ત્યારે એની કબૂલાત-પ્રતીતિ થાય છે. આનું નામ સત્ સરળ છે. બાકી રાગની રુચિમાં રમે તેને સત્ કયાં છે?
અહીં એમ કહે છે કે-જ્ઞાનની પર્યાય વર્તમાન ભાવરૂપ છે તે ભાવરૂપ જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન... જ્ઞાનરૂપ-રહેશે; તે અજ્ઞાનરૂપ નહિ થાય, ને તે અન્યરૂપ પણ નહિ થાય. જ્ઞાનની પર્યાય અજ્ઞાનરૂપ થઈ જાય, વા અન્ય શ્રદ્ધાનાદિરૂપ થઈ જાય એમ ત્રણ કાળમાં બનતું નથી. આવી આત્માની ભાવભાવશક્તિ છે. અહો ! આ તો થોડા શબ્દ આચાર્ય ભગવાને બહુ ઊંડા ભાવ ભરી દીધા છે. શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિ થઈ એટલે જે જ્ઞાનની જાત છે તે જ્ઞાનભાવરૂપ રહેશે, સમકિત સદા નિર્મળ શ્રદ્ધારૂપ રહેશે ને ચારિત્રની પર્યાય સ્થિરતારૂપ જ રહેશે. નિર્મળ પર્યાય એવી ને એવી નિર્મળ રહેશે. તેને કોણ કરશે? તો કહે છે-કોઈ જ નહિ, તેને કરવી પડતી નથી; એ તો દ્રવ્યનો એવો જ ભાવભાવ સ્વભાવ છે. ગજબ વાત છે ભાઈ ! ' અરે ભગવાન! તારી ચીજની અંદર પત્તો લાગીને સ્વાનુભવ થયો, શુદ્ધ સમ્યકદર્શન થયું, પછી તે શ્રદ્ધાની પર્યાય બદલાઈને અન્યરૂપ-જ્ઞાનાદિરૂપ ન થઈ જાય, વા મિથ્યારૂપ પણ ન થઈ જાય. આ તો આવો ભગવાન આત્માનો સ્વભાવ છે. સમજાય છે કાંઈકઈ પદ્ધતિથી કહેવાય છે તે ખ્યાલમાં આવે છે કે નહિ એમ વાત છે. અહાહા..! ભગવાન આત્મા અનંત ગુણનો સમુદ્ર છે. તે અનંત ગુણમાં પોતાના ભાવ પડયા છે, તે અન્યરૂપ ન થાય. અહાહા...! ગુણનો જે ભાવ, તે ભાવનું ભવન થયું, તે તે ભાવરૂપ રહેશે, અન્યરૂપ નહિ થાય. એક ગુણમાં અનંત ગુણનો ભાવ છે. અનંત ગુણમાં એક ગુણનો ભાવ છે-એ વાત જુદી છે. એ તો એક ગુણનું બીજા અનંત ગુણમાં રૂપ છે એની વાત છે, પણ એક ગુણનું પોતાના જે ભાવનું ભવન થાય તે બદલાઈને અન્ય ભાવરૂપ ન થાય. શ્રદ્ધાના ભાવપણે પરિણમન થયું તે પલટીને જ્ઞાનના ભાવરૂપ ન થાય, વા અશ્રદ્ધાના ભાવરૂપ ન થાય. શ્રદ્ધા શ્રદ્ધા જ રહેશે, પલટીને તેનું ભવન શ્રદ્ધા જ રહેશે. અસ્તિત્વનો વર્તમાન ભાવ-પર્યાય અસ્તિત્વરૂપ છે તે પલટીને નિર્મળ અસ્તિત્વરૂપ જ રહેશે, કાંઈ નાસ્તિત્વરૂપ કે અન્યરૂપ ન થાય. એમ બધા જ ગુણોમાં લેવું. લ્યો, આ ભાવભાવશક્તિ છે.
અહીં છએ શક્તિના વર્ણનમાં પર્યાયનું સ્વરૂપ શું એની વાત કરી છે. અહા ! આમાં વસ્તુના દ્રવ્ય-ગુણપર્યાયનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. વેદાંતીઓ આત્માને આનંદસ્વરૂપ, અખંડ, અભેદ, એકરૂપ, સર્વવ્યાપક માને છે, પણ પર્યાયને તેઓ માનતા નથી. અરે ભાઈ ! હું અખંડ, અભેદ, એક, વ્યાપક છું એવો નિર્ણય તે શામાં કર્યો ? એવો નિર્ણય તો પર્યાયમાં થાય છે, ને તું પર્યાય માનતો નથી; તેથી તેને કોઈ નિર્ણય નથી, અર્થાત્ તારો નિર્ણય જૂઠો છે. તું આત્માને સર્વવ્યાપક માને છે એ ય જૂઠું છે. કેમકે આત્માનું એવું સર્વવ્યાપી સ્વરૂપ નથી. એક ભાઈ કહેતા હતા કે સમયસારને વેદાન્તના ઢાળામાં ઢાળ્યું છે. અરે પ્રભુ! વેદાન્તવાળા પર્યાયને કયાં માને છે? સમયસારને તો આત્માનું જેવું સ્વરૂપ છે તેવા ઢાળામાં ઢાળ્યું છે, તેને વેદાન્ત સાથે કોઈ જ મેળ નથી.
વેદાન્તવાળા કહે છે કે આત્મા શુદ્ધ છે, એક છે, સર્વવ્યાપક છે. હા, પણ એવો નિર્ણય કોણે કર્યો? તે નિર્ણય પર્યાય કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #184
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭) : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
બીજી વાતઃ આત્મા સર્વથા શુદ્ધ જ છે, અંદર કયાંયભૂલ નથી તો ઉપદેશ શા માટે આપ્યો ? માટે ભૂલ છે, ને ભૂલ છે તે પર્યાય છે, ભૂલનો નાશ થાય તે ય પર્યાય છે. દ્રવ્યનો તો નાશ થતો નથી. માટે પર્યાય સિદ્ધ થાય છે. દ્રવ્ય-ગુણનો સ્વીકાર પણ પર્યાયમાં જ થાય છે. દ્રવ્ય-ગુણ તો ત્રિકાળી છે, ને ભૂલ છે તે પર્યાયમાં છે. ભૂલનો નાશ થયો તે ય પર્યાય છે. વ્યય થઈને ઉત્પાદ થાય તે ય પર્યાયરૂપ છે. અહીં છ બોલમાં પર્યાયના ઉત્પાદ-વ્યય એ દ્રવ્યના સ્વભાવરૂપ છે એમ તેનું સુંદર તાદશ વર્ણન કર્યું છે.
રાગની ઉત્પત્તિ જ ન થાય, વીતરાગતા થાય તે અહિંસા છે, તે ધર્મ છે, તે ચારિત્ર છે. પરની દયાના રાગ એ કાંઈ ચારિત્ર નથી, વાસ્તવમાં એ હિંસા છે. આકરી વાત પ્રભુ! પણ આ સત્ય વાત છે. અરે ભાઈ ! સાધકનેધર્મીને વર્તમાન જે ચારિત્રભાવ પ્રગટ છે એ તો સિદ્ધ દશામાં ય (પૂર્ણ ભાવે) કાયમ રહેશે. ચારિત્ર તો વીતરાગતાસ્વરૂપ છે ભાઈ ! અહાહા..! ચોથા ગુણસ્થાને જે ચારિત્રદશા થઈ તે ચારિત્ર... ચારિત્ર.. ચારિત્રભાવે વૃદ્ધિગત થઈ કાયમ રહેશે. હવે તે અચારિત્ર વા રાગપણે નહિ થાય. અહાહા...! વર્તમાન વીતરાગતા પ્રગટી તે ભાવ (પૂર્ણ) વીતરાગતારૂપ સિદ્ધમાં પણ રહેશે. આ તો બધી અંદરની વાતું બાપુ! ઝીણી પડે તો ય જાણવી જ પડશે. ઇન્દ્રિયોનું દમન, બાર પ્રકારનાં વ્રત તે સંયમ એ જુદી વાત છે. એ તો વ્યવહારથી સંયમ કહ્યો, તેનો તો ક્રમે અભાવ થઈ વીતરાગતા વૃદ્ધિગત થઈ પૂર્ણ વીતરાગતા થશે એમ કહે છે. અહા ! ભગવાન આત્માની પર્યાયમાં પોતાના ભાવનું ભવન ન હોય તો પર્યાય કેમ હોય? એવી પર્યાયનું સ્વરૂપ જ શું? ચોથાગુણસ્થાને પણ જ્ઞાનની, શ્રદ્ધાનની, ચારિત્રની, પ્રભુતાની પર્યાય વિદ્યમાન છે, ને તે તે ભાવે તે કાયમ રહેશે. અહો ! દિગંબર સંતો સિવાય આવી વાત કયાંય નથી. બીજાને દુ:ખ લાગે પણ શું કરીએ ? સત્ય આ જ છે.
નમ્રપણું તે દિગંબર સંતપણુ-મુનિપણું-એમ નહિ; કેમ? કેમકે એમાં અતિવ્યાતિનો દોષ આવે છે. અહાહા...! સમ્યગ્દર્શન-જ્ઞાન અને અંદર વીતરાગી ચારિત્રની દશા થાય તે સાધકદશા છે. પહેલાં સ્વરૂપસ્થિરતાના ભાવ હતા તે વૃદ્ધિગત થઈ છઠ્ઠી ગુણસ્થાને વિશેષ ચારિત્રદશા થઈ તે મુનિદશા છે. ત્યાં જે જાત પ્રગટી તે સિદ્ધમાં ય કાયમ રહેશે. જેમ ચાંદીની પર્યાય ચાંદીરૂપ રહે, લોખંડરૂપ ન થાય તેમ ચારિત્રભાવ પ્રગટ થયો તે ચારિત્ર.. ચારિત્રરૂપ જ રહેશે, અચારિત્રરૂપ નહિ થાય. ચાંદીના પરમાણુ તો કદાચ પલટીને લોખંડપણે થઈ જાય, પણ આમાં ન થાય; ચારિત્ર પલટીને અચારિત્ર ન થાય. આવી વાત ! ચોથા ગુણસ્થાને અલ્પ સ્વસંવેદન છે, તે પલટીને ઉગ્ર સ્વસંવેદન થશે, પૂર્ણ સ્વસંવેદન થશે, પણ સ્વસંવેદન મટીને અન્યરૂપ થઈ જાય એમ નહિ બને, કેમ? કેમ કે વસ્તુ જ એવી ભાવભાવસ્વભાવી છે કે ભાવના ભવનરૂપ ભાવ, ભાવ રહે. વસ્તુ જ એવી છે. અહાહા...! દ્રવ્યમાં જેટલા ગુણ છે એટલી એક સમયમાં પર્યાય છે. જે પર્યાયનો જે ભાવ છે તે ભાવ ભવિષ્યમાં પણ કાયમ જ રહેશે, અન્યરૂપ થાય, વા બીજામાં ભળી જાય એમ ત્રણકાળમાં બનતું નથી. સમજાણું કાંઈ..?
અહા ! પર્યાય દ્રવ્યના આશ્રયે પરિણમી તો પર્યાય દ્રવ્યમાં તન્મય થઈ. તન્મય થઈ એટલે શું? પર્યાય, દ્રવ્યરૂપ થઈ જાય, કે દ્રવ્ય પર્યાયરૂપ થઈ જાય એમ નહિ, પણ પરસન્ખતા હતી તે સ્વસમ્મુખતા થઈ, પરમાં એકત્વ માન્યું હતું તે સ્વમાં એકત્વ માની પ્રગટ થઈ –આને તન્મય થઈ એમ કહેવાય છે. પર્યાય તો પર્યાયરૂપ રહીને દ્રવ્યનું જ્ઞાન-શ્રદ્ધાન કરે છે. અહીં કહે છે-એ જ્ઞાન-શ્રદ્ધાનરૂપ જે ભાવ પ્રગટ્યા તે હવે કાયમ રહેશે, પલટીને અજ્ઞાન-અશ્રદ્ધાનરૂપ નહિ થાય-આવું દ્રવ્યનું ભાવભાવરૂપ સામર્થ્ય છે. જે ગુણનો જે ભાવ છે તેના ભવનરૂપ પર્યાય પ્રગટ થઈ તો તે ભાવ હવે એવો ને એવો કાયમ રહેશે. આ ભાવભાવ છે.
હવે આમાં ઓલા વ્યવહારવાળાઓને વાંધા પડે છે-એમ કે વ્યવહારથી થાય, વ્યવહાર સાધન છે.
અરે બાપુ! તને આત્મામાં શું સામર્થ્ય ભર્યું છે તેની ખબર નથી. આ વીતરાગતાસ્વરૂપ વીતરાગનો માર્ગ છે તેને રાગનો મારગ ઠરાવી દે એ કેમ ચાલે? રાગથી-વ્યવહારથી લાભ થશે એ વાત વીતરાગમાર્ગમાં છે નહિ. પહેલાં શ્રદ્ધામાં આ પાકો નિર્ણય થવો જોઈએ કે મારગ વીતરાગતામય જ છે, અને એનાથી જ કલ્યાણ છે. વીતરાગભાવ વધતાં વધતાં પૂર્ણ વીતરાગ થાય છે, વીતરાગભાવ પ્રગટ થયો તે કાયમ રહે છે. તેમ અલ્પજ્ઞાન-મતિશ્રુતજ્ઞાન થયું તે જ્ઞાન. જ્ઞાન. જ્ઞાનભાવે કાયમ રહીને પૂર્ણજ્ઞાન-કેવળજ્ઞાન થશે-આવું ભગવાન આત્માનું સામર્થ્ય છે, બીજાના કારણે કાંઈ જ નથી. આનું નામ ભાવભાવશક્તિ છે. અહા ! ત્રિકાળ ભાવ છે તેવો વર્તમાન વર્તમાન વર્ચા કરશે. એમ ત્રિકાળ ને વર્તમાનની સદાય એક જાતિ રહેશે એવું ભાવભાવશક્તિનું સ્વરૂપ છે.
અહીં આ પ્રમાણે ભાવભાવશક્તિનું વર્ણન પૂરું થયું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #185
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮: અભાવ-અભાવશક્તિ નહિ ભવતા (નહિ વર્તતા) પર્યાયના અભવનરૂપ (નહિ વર્તવારૂપ) અભાવાભાવશક્તિ.”
સમયસારનો આ શક્તિ-અધિકાર છે. આત્મામાં સંખ્યાએ અનંત શક્તિઓ છે. તેનું કથન ક્રમથી થાય છે, પણ તે બધી ભગવાન આત્મામાં એકસાથે ત્રિકાળ વ્યાપેલી છે. અહાહા...! ચૈતન્યસ્વરૂપી આત્મામાં અનંત શક્તિઓ છે તે તેનો સ્વભાવ છે. “શુદ્ધ એક ચૈતન્યમાત્ર જ્ઞાયકસ્વરૂપી હું છું' –એમ જેને અંતરમાં દષ્ટિ થાય તેને તે દૃષ્ટિમાં અનંત શક્તિઓની પ્રતીતિ સમાઈ જાય છે. સમજાય છે કાંઈ..? અહીં છ બોલમાં
• પ્રથમ કહ્યું કે આત્મામાં વર્તમાન નિર્મળ વિદ્યમાન અવસ્થા હોય છે તે –રૂપ ભાવશક્તિ છે. • પછી કહ્યું કે-આત્મામાં વર્તમાન વિદ્યમાન અવસ્થા છે તેમાં પૂર્વોત્તર અવસ્થાઓ અવિદ્યમાન છે, તથા
રાગના પરિણમનરૂપ અવસ્થા અવિદ્યમાન છે-એવી અભાવશક્તિ છે. • વળી ત્રીજી ભાવ અભાવશક્તિ છે તેના કારણે વર્તમાન જે નિર્મળ અવસ્થા વિદ્યમાન છે તેનો વ્યય થઈને ભાવનો અભાવ થાય છે. ચોથી અભાવભાવશક્તિને લીધે વર્તમાન વિધમાન અવસ્થા છે તેમાં પછીની વિશેષ નિર્મળ અવસ્થાનો અભાવ છે તો તેનો પછી ના સમયે ભાવ-ઉત્પાદ થઈ જશે. • પાંચમાં બોલમાં ભાવભાવશક્તિ કહી. ભાવભાવશક્તિના કારણે પ્રત્યેક ગુણની વર્તમાન પર્યાય જે નિર્મળ
ભાવરૂપ છે તે નિર્મળ નિર્મળ ભાવરૂપ જ રહેશે.
હવે અહીં અભાવ-અભાવશક્તિની વાત છે. અહા ! ધર્મીને વર્તમાન વિકારના અભાવરૂપ જે પરિણમન થયું છે તે વિકારના અભાવરૂપ જ રહેશે એમ કહે છે. કહ્યું ને કે નહિ ભવતા પર્યાયના અભવનરૂપ અભાવાભાવ શક્તિ છે.' વ્યવહારરત્નત્રય રાગ-વિકાર છે, તેના અભાવસ્વભાવરૂપ ધર્માનું વર્તમાન પરિણમન છે તે તેના અભાવસ્વભાવરૂપ જ રહેશે એમ કહેવું છે.
પહેલાં અભાવશક્તિમાં એટલી જ વાત હતી કે ધર્મીને વર્તમાન વ્યવહારના-રાગના અભાવરૂપ પરિણમન છે; અહીં અભાવ-અભાવશક્તિમાં એમ કહે છે કે વર્તમાન વ્યવહારના-રાગના અભાવરૂપ પરિણમન છે તે હવે પછી પણ અભાવરૂપ રહેશે. વર્તમાન છે એવું ભવિષ્યમાં રહેશે.
ધર્મીને વર્તમાન પર્યાયમાં ઉદયભાવના અભાવરૂપ પરિણમન છે. ઉદયભાવનો તેની વર્તમાન પર્યાયમાં અભાવ છે. અભાવશક્તિના કારણે ઉદયભાવ તેની પર્યાયમાં છે જ નહિ. દ્રવ્ય-ગુણમાં ઉદયભાવ નથી, ને ધર્મીની પર્યાયમાં પણ તેનો અભાવ છે. અહીં કહે છે-તે ઉદયભાવના અભાવરૂપ જે તેનું પરિણમન છે તે હવે પછી પણ ઉદયભાવના અભાવરૂપ રહેશે. આ અભાવ-અભાવશક્તિ છે. અહા ! મુનિરાજ–ભાવલિંગી સંતને ચારિત્રના પરિણમનમાં વર્તમાન નિર્મળ રત્નત્રયની પરિણતિ પ્રગટી છે; તેમાં અચારિત્રના પરિણમનનો અભાવ છે. હવે ભવિષ્યમાં પણ તે અચારિત્રના પરિણમનનો અભાવ રહેશે. ધીરજથી સમજવું બાપુ! આ તો અંદરના ત્રિલોકીનાથને જગાડવાની વાતો છે. પર્યાયબુદ્ધિને લઈને પર્યાયમાં રાગ છે, પણ જ્યાં દ્રવ્યદષ્ટિ પ્રગટ થઈ તો વર્તમાન તેને રાગના અભાવરૂપ પરિણમન થયું; હવે તે રાગના અભાવરૂપ પરિણમન કાયમ રહેશે એવી આ આત્માની અભાવ-અભાવ શક્તિ છે. અહાહા...! ધર્મીને સિદ્ધદશા પર્યત ને સિદ્ધમાં ય રાગના અભાવરૂપ પરિણમન કાયમ રહેશે.
સિદ્ધને કેમ વિકાર થતો નથી ? તો કહે છે કે-આત્મામાં એવી અભાવ-અભાવ શક્તિ છે જેના સામર્થ્યથી તેને વિકારના અભાવરૂપ પરિણમન સદાય રહે છે. સિદ્ધમાં શક્તિ સંપૂર્ણતઃ ખીલી ગઈ છે, તેથી તેમને વિકાર ને વિકારનું પરિણમન થતું નથી. કર્મ નથી માટે સિદ્ધને વિકાર થતો નથી એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. ખરેખર તો વિકારરૂપ થવાનો આત્માનો સ્વભાવ જ નથી, અને આ સ્વભાવ સિદ્ધને પૂર્ણ પ્રસિદ્ધ થઈ ગયો છે, તેથી તેમને વિકાર થતો નથી. અહાહા...!
“ચેતનરૂપ અનૂપ અમૂરત, સિદ્ધ સમાન સદા પદ મેરો. અહાહા...! સિદ્ધની જેમ વસ્તુ ચૈતન્ય ચિદાનંદ પ્રભુ પરથી ને રાગથી ઉદાસ ઉદાસ છે. વસ્તુ પરથી અભાવસ્વભાવે છે. પર શબ્દ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ, નોકર્મ, ભાવકર્મ ઇત્યાદિ-પરના અભાવસ્વભાવે ભગવાન આત્મા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #186
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭ર : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ ધર્મીને એ સર્વ પરના અભાવરૂપ પરિણમન વિધમાન છે તે સદાય અભાવરૂપ રહેશે એવી આત્માની અભાવઅભાવ શક્તિ છે. અહો ! આવો ચૈતન્યનો ભરપૂર ખજાનો અંદર પડયો છે, પણ એનો એને વિશ્વાસ નથી.
શુભરાગ કરે છે એનો વિશ્વાસ છે; રાગ પોતાના સ્વભાવમાં છે નહિ, છતાં રાગથી મારું કલ્યાણ થશે એવો અજ્ઞાનીને વિશ્વાસ છે; અહા ! પણ એ તો આત્મવંચના-ધોખાધડી છે ભાઈ ! એમાં દૃષ્ટિની મહાવિપરીતતા છે તે ભારે નુકસાન કરશે.
અહા ! જ્યાં સ્વભાવના આશ્રયે દષ્ટિ ફરી ત્યાં સમ્યગ્દર્શન થયું, ધર્મીને તેમાં મિથ્યા શ્રદ્ધાનરૂપ પરિણમનનો અભાવ છે; અને હવે એવું જ મિથ્યાશ્રદ્ધાનના અભાવરૂપ પરિણમન રહેશે. ધર્મી જીવને દ્રવ્યદૃષ્ટિ થઈને જે રાગના અભાવરૂપ પ્રવર્તન થયું તે હવે કાયમ રહેશે. હવે વ્યવહાર-રત્નત્રયથી નિશ્ચયરત્નત્રય થાય એ વાતને કયાં અવકાશ છે? પરમાત્મા કેવળી પ્રભુ તેની અહીં ચોખ્ખી ના પાડે છે; કેમ કે સમકિતી દષ્ટિવંતને રાગનું અપ્રવર્તન છે. અરે, એણે પોતાનું ઘર કદી જોયું નથી. ભજનમાં આવે છે ને કે
હમ તો કબહું ન નિજ ઘર આયે,
પર ઘર ફિરત બહુત દિન બીતે નામ અનેક ધરાયે.. અરરર! એણે અનેક નામ ધારણ કીધાં! અહીં કહે છે-એ વસ્તુનું સ્વરૂપ નથી. હું રાગી છું, ક્રોધી છું, માની છું, વ્યવહારનો કરનારો છું-આમ અજ્ઞાની માને પણ એ વસ્તુનું સ્વરૂપ નથી. નિજઘરમાં આવે તો તેમાં રાગનો અભાવ જ્ઞાનીને દેખાય છે. વિકારના અભાવરૂપ થવું એવો આત્માનો સ્વભાવ છે, ને તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. દ્રવ્યદૃષ્ટિ થતાં અભાવ-અભાવ એવો જે સ્વભાવ તે પર્યાયમાં વ્યાપક થાય છે, તેથી તેને વિકારના અભાવરૂપ પરિણમન કાયમ રહે છે.
તો શું જ્ઞાનીને વ્રતાદિનો વિકલ્પ-રાગ છે જ નહિ?
છે ને; જ્ઞાનીને દયા, દાન, વ્રતાદિનો વિકલ્પ હોય છે, છતાં તેની પર્યાયમાં તેના અભાવરૂપ પરિણમન છે. જ્ઞાની રાગ છે તેનો માત્ર જાણનાર છે. રાગ છે તેને જાણવાની જે જ્ઞાનની દશા તેમાં જ્ઞાની વર્તે છે, રાગમાં વર્તતો નથી. આવું રાગના અભાવસ્વભાવે ધર્મીનું પરિણમન હોય છે. અહો ! આચાર્યદેવે એકલું અમૃત પીરસ્યું છે.
સમયસારની ગાથા ૯૬માં આચાર્યદવ કહે છે કે-અમૃતનો સાગર પ્રભુ આત્મા મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો છે. આ શરીર છે તે મડદું છે ભાઈ ! એ જડ પરમાણુની દશા છે. તેમાં ચૈતન્યગુણનો અભાવ છે માટે તે મૃતક કલેવર છે. અરે, મૂઢ જીવ એ મડદા સાથે પોતાની સગાઈ માને છે. મૂઢ અજ્ઞાની જીવે અનાદિથી જડ દેહ અને રાગ સાથે સગાઈ કરી છે, રાગમાં તે એકાકાર થયો છે. પણ ભાઈ, તું એ નથી. ને એ તારી ચીજ નથી. જે ભાવથી તીર્થકર નામકર્મની પ્રકૃતિ બંધાય તે તારી ચીજ નથી, તેના અભાવસ્વભાવરૂપ ભગવાન! તું છો, અને તેવી દષ્ટિ થયે તેના અભાવસ્વભાવે પરિણમન થાય છે, ને તે કાયમ એવું રહેશે.
દરશવિશુદ્ધિ ભાવના ભાય, સોલહ તીર્થંકર પદ પાય;
પરમ ગુરુ હો, જય જય નાથ પરમ ગુરુ હો. અજ્ઞાની આ સાંભળી રાજી રાજી થઈ જાય છે. તેને મોંમાં પાણી વળે છે કે-અહો ! સોલહુ કારણ ભાવના ! પણ ભાઈ, અહીં કહે છે-તે ભાવનાના અભાવસ્વભાવરૂપ ધર્મીનું પરિણમન છે.
અહા વીર્યશક્તિમાં પણ આ અભાવ-અભાવશક્તિનું રૂપ છે. તેથી વીર્ય રાગના અભાવરૂપ જે નિર્મળતાની રચના કરે છે તે રાગના અભાવરૂપ રચના જ કર્યા કરશે, તેમાં મલિનતાનો હંમેશ અભાવ જ રહેશે; અહીં! આત્માના વીર્યથી–બળથી મલિન પર્યાયની રચના થશે જ નહિ. અહા ! જે પુરુષાર્થથી નિર્મળ રચના થઈ તે નિર્મળ રચના તેવી ને તેવી રહ્યા જ કરશે. આવી વાત !
એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં ત્રિકાળ અભાવ છે. બે દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે. આ રીતે જીવમાં પોતાથી ભિન્ન એવા દ્રવ્ય-ગુણ-પર્યાયનો ત્રણેકાળ અભાવ છે. હવે આમ છે ત્યાં જીવ બીજાનું શું કરે? ને બીજો જીવનું શું કરે? કાંઈ જ ન કરે. તેવી રીતે રાગનો પણ સ્વભાવમાં અત્યંત અભાવ છે. આકરી વાત બાપુ! આ અધ્યાત્મનો અભાવ કહ્યો. પ્રાગભાવ, પ્રધ્વસાભાવ, અન્યોન્યાભાવ, ને અત્યંતભાવ-આ ચાર અભાવમાં અધ્યાત્મનો અભાવ આવતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #187
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮-અભાવ-અભાવશક્તિ : ૧૭૩ પર્યાયમાં નિર્મળ પકારકથી પરિણમન થાય છે તેમાં મલિન પરિણામના પકારકોનો અભાવ છે. પર્યાયબુદ્ધિ જીવને પર્યાયમાં જે વિકૃત પરિણામ થાય છે તે કાંઈ દ્રવ્ય-ગુણમાંથી આવતા નથી, વિકારરૂપે પરિણમે એવી દ્રવ્યમાં કોઈ શક્તિ નથી. પર્યાયબુદ્ધિમાં વિકારનો કર્તા વિકારી પર્યાય છે. રાગ કર્તા, રાગ કર્મ, રાગ કરણ, રાગ સંપ્રદાન, રાગ અપાદાન ને રાગ તેનું અધિકરણ-એમ વિકારના પદ્ધક વિકારી પર્યાયમાં છે; જ્યાં દ્રવ્યદૃષ્ટિ થઈ ત્યાં વિકારના પક્કરકરૂપ પરિણમનનો તેમાં અભાવ છે. જ્યાં સુધી મિથ્યા દૃષ્ટિની દૃષ્ટિ પર્યાય ઉપર છે ત્યાં સુધી પર્યાયમાં વિકાર છે.
પર્યાયમાં જે વિકૃત અવસ્થા છે તે કોઈ શક્તિનું કાર્ય નથી. પર્યાયમાં તેને ઉઠાવગીરે (અજ્ઞાની મૂઢ જીવે) અદ્ધરથી ઉઠાવી છે; વસ્તુમાં તે નથી. વિકાર છે એ તો જ્ઞાન કરાવ્યું છે, બાકી તારી ચીજ એવી છે કે વિકારરૂપે ન થાય-પરિણમે-ધર્મીને વિકારના અભાવરૂપ નિર્મળ પરિણમન થયું તે એવું ને એવું વિકારના અભાવરૂપ નિર્મળ જ રહેશે એવો ભગવાન આત્માનો સ્વભાવ છે.
ભાઈ ! તારી શક્તિમાં એક અભાવ-અભાવ ગુણ છે; જેથી શ્રદ્ધાન-જ્ઞાનની વર્તમાન દશામાં વિપરીતતાનો અભાવ છે, તો ભવિષ્યમાં પણ વિપરીતતાનો અભાવ કાયમ રહેશે. જ્ઞાનની પર્યાય જે નિર્મળભાવરૂપ છે તે એવા ને એવા નિર્મળભાવરૂપ સદાય રહેશે, તેમાં વિકારનો અભાવ છે તો કાયમ વિકારનો અભાવ રહેશે. જેને દ્રવ્યદૃષ્ટિ અંદર ખીલી ગઈ તેને પછી પડવાની–ખસવાની વાત જ નથી. જો દ્રવ્યનો નાશ થાય તો દ્રવ્યદૃષ્ટિનો પડે; પણ દ્રવ્ય, વસ્તુ જે એક જ્ઞાયકસ્વભાવ છે તે તો અનંતશક્તિનો પિંડ પ્રભુ ત્રિકાળ વિદ્યમાન છે. આવા દ્રવ્યની પ્રતીતિ થઈ, ને જ્ઞાનની પર્યાયમાં તેનું જ્ઞાન થયું પછી એ જ્ઞાન પડી-છૂટી જાય એવી દ્રવ્યમાં તો કોઈ શક્તિ નથી અર્થાત્ દ્રવ્યગુણમાં એવું કોઈ કારણ નથી.
જુઓ, અનાદિથી જીવને ૨૧ ગુણમાં વિપરીત પરિણમન થાય છે એમ તારવણી કાઢેલી. પરંતુ સ્વભાવષ્ટિવંત-ધર્મી પુરુષને વિપરીત પરિણમનનો તેની પર્યાયમાં અભાવ છે, ને નિર્મળ પરિણતિનો સદ્ભાવ છે. આ અસ્તિનાસ્તિ થઈ. આ અનેકાન્ત છે. ભાવભાવશક્તિના કારણે તેને નિર્મળ પરિણતિનો ભાવ-ભાવ રહેશે, ને અભાવ-અભાવશક્તિના કારણે તેની પર્યાયમાં વિપરીતતાનો-મલિનતાનો અભાવ રહેશે. ભાઈ, તારી ચૈતન્યસંપદા તો જો! અંદર જુએ તો ન્યાલ થઈ જાય એવી એ ચીજ છે બાપા! એ બહારમાં કયાંય મળે એમ નથી. પવિત્રતાનો પિંડ પ્રભુ અંદર છે તે અંતરદષ્ટિ કરતાં પ્રાપ્ત થાય છે, બીજી કોઈ રીતે પ્રાપ્ત થતો નથી. આવી વાત છે.
ત્યારે કોઈ વળી કહે છે-કર્મથી વિકાર થાય છે; પણ એમ છે નહિ. જો એમ હોય તો સંસારીને કર્મ તો છે, પછી તે નિર્વિકાર કેમ થશે? વિકારરૂપે પરિણામ થાય તે પોતાના (પર્યાયના) પદ્યારકથી થાય છે છતાં પોતાનો સ્વભાવ તો તેનાથી રહિત છે. આ વાત ૩૯મી શક્તિમાં આવશે.
ભાઈ ! આ તો વીતરાગી કથા બાપુ! ધર્મી પુરુષને ઉપદેશનો વિકલ્પ આવે છે, તો પણ તે વિકલ્પના અભાવસ્વભાવરૂપ ધર્મીનું પરિણમન છે. અરે પ્રભુ! એક વાર અંદર તારા દ્રવ્ય ઉપર દૃષ્ટિ દે. દ્રવ્યનો સ્વીકાર થતાં રાગરૂપે પરિણમવું એ છે નહિ; કેમ કે અભાવ-અભાવશક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. અહા ! હજાર વર્ષ પહેલાના આ દિગંબર સંતની વાણી તો જુઓ! અહાહા...! કેવળજ્ઞાનનાં કબાટ ખોલી નાખ્યાં છે. અરે પ્રભુ! રાગમાં તું રમે એ તારી રમતું નહિ; રાગથી વિરમે, રાગરૂપે ન પરિણમે એ તારી રમતું છે. હવે આવી વાત કયાં મળે પ્રભુ! રળવા માટે દેશ-વિદેશ રખડે, પણ આ કયાં મળે? અંતરની ચીજ તો અંતરમાં છે ને અંતરમાં જાય તો તે મળે છે. અહા! આ અલૌકિક વર્ણન છે; જગતનાં ભાગ્ય હોય તેટલું બહાર આવે છે.
પણ આ વિશેષ કહોને !
કોણ કહે ? એ તો ભાષાનું સામર્થ્ય છે. ભાષામાં સ્વ-પરને કહેવાની તાકાત છે, ને આત્મામાં સ્વપરને જાણવાની તાકાત છે. બન્ને પોતપોતાના ઉપાદાનથી સ્વતંત્ર પરિણમે છે, કોઈ કોઈને કરે એવું વસ્તુસ્વરૂપ જ નથી. સમજાય છે કાંઈ...?
અહીં કહે છે-નિશ્ચયથી સંસાર જે ઉદયભાવ છે તેનો ધર્મીની પર્યાયમાં અભાવ છે. આવાં દ્રવ્ય-ગુણપર્યાયની પ્રતીતિ થાય તેનું નામ સમ્યગ્દર્શન છે. આ જ્ઞાનપ્રધાન શૈલીથી કથન છે. શેય અને. જ્ઞાયકની યથાર્થ પ્રતીતિ તેનું નામ સમ્યગ્દર્શન છે -આ જ્ઞાનપ્રધાન વ્યાખ્યા થઈ. એક ભૂતાર્થની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે–આ દર્શનપ્રધાન વ્યાખ્યા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #188
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
દ્રવ્યદષ્ટિવંત ધર્મી પુરુષ વિકારને પરજ્ઞય તરીકે જાણે છે. જ્ઞાન કરનારી તે જ્ઞાનની પર્યાય વર્તમાન વિદ્યમાન છે તેમાં વિકારનો અભાવ છે. આમ દરેક ગુણમાં સમજવું. ભગવાન! તું જ્ઞાનાનંદ સ્વભાવી છો. તારામાં રાગને આકુળતાના અભાવરૂપ સ્વભાવ છે. ત્રિકાળ પરના અભાવસ્વભાવરૂપ પ્રભુ તું છો. હવે આમ છે ત્યાં પરદ્રવ્યની પર્યાયને જીવ કરે એ વાત જ કયાં રહે છે? ને પરદ્રવ્ય જીવની પર્યાયને કરે એ વાત પણ કયાં રહે છે? અંતરાય કર્મના અભાવથી વીર્યશક્તિનું પરિણમન થયું એમ વાત કયાં રહે છે? એમ છે જ નહિ.
અહાહા...ભગવાન આત્મા વિકલ્પરહિત (શુદ્ધ) દિગંબર છે. મિથ્યાત્વના અભાવરૂપ પરિણમન કરે ત્યારે જીવ દષ્ટિમાં દિગંબર થયો કહેવાય. સમકિતી અને ભાવલિંગી મુનિ દિગંબર છે. અહાહા...! અંદરમાં ત્રણ કષાયનો અભાવ અને બહારમાં વસ્ત્રનો અભાવ તેનું નામ દિગંબર મુનિદશા છે. જો કે પરદ્રવ્યનો સ્વભાવમાં અભાવ છે, ને પદ્રવ્ય નુકસાન કરતું નથી, પણ તેની મમતા છે તે નુકસાનનું કારણ છે. વસ્ત્ર પ્રત્યેનો રાગ-મમતા છે તે નુકસાનનું કારણ છે. દેહની રક્ષાનો રાગ છે, મમતા છે તે નુકશાનનું કારણ છે. તેથી જ કપડાં રાખવાનો રાગ હોય ત્યાં સુધી મુનિદશા હોતી નથી. માર્ગ આ છે ભાઈ. આમાં શું કરવું–શું ન કરવું–તે તો પોતાને નિર્ણય કરવાની વાત છે. અમારી પાસે તો તત્ત્વદષ્ટિની આ વાત છે. જેને જેમ ઠીક પડે તેમ કરે, પણ વસ્ત્ર સહિત મુનિપણું માને-મનાવે તેની નવતત્ત્વની ભૂલ છે, અર્થાત્ તેની મિથ્યાત્વદશા છે. આવી વાત છે.
શુદ્ધ ચૈતન્યના આશ્રયે મુનિદશામાં ત્રણ કષાયનો અભાવ થાય છે. તેમ થતાં તેને અસ્થિરતાનો રાગ તેની ભૂમિકાને યોગ્ય જ હોય છે. મુનિદશામાં વસ્ત્ર રાખવાનો રાગ હોઈ શકે નહિ; તેથી વસ્ત્ર સહિતને આસ્રવ તત્ત્વની ભૂલ છે. તેને શુદ્ધ જીવદ્રવ્યનો આશ્રય નથી તે જીવ તત્ત્વની ભૂલ છે, ને એ પ્રમાણે સાતે તત્ત્વની ભૂલ છે. શ્રી કુંદકુંદાચાર્યદવે ( સૂત્રપાહુડમાં) બહુ સ્પષ્ટ કહ્યું છે કે-વસ્ત્રનો ટુકડો રાખી મુનિપણું માને-મનાવે તો નિગોદમાં જશે. આમ કેમ કહ્યું? કારણ કે એમ માનનારની મિથ્યાત્વ દશા છે, ને મિથ્યાત્વનું ફળ ક્રમે નિગોદ જ છે. અહા ! છઠ્ઠા ગુણસ્થાનમાં સંત-મુનિવરને વ્યવહારના અભાવરૂપ નિર્મળ પરિણમન છે ને તે એવું ને એવું નિર્મળપણે કાયમ રહેશે.
અહા ! આ અભાવ-અભાવશક્તિ ત્રિકાળ છે તે ધ્રુવ ઉપાદાન છે, ને તેનું વર્તમાન વર્તમાન પરિણમન છે તે ક્ષણિક ઉપાદાન છે. તેમાં શક્તિ છે તે ત્રિકાળ પારિણામિક ભાવે છે, ને રાગરહિત તેનાં જે નિર્મળ પરિણામ છે તે ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિક ભાવે છે. ઉદયભાવ તેમાં આવતો નથી, કેમકે ઉદયભાવના અભાવસ્વભાવે જ શક્તિનું પરિણમન હોય છે.
કેટલાક કહે છે કે-શત્રુંજયની જાત્રા કરીએ તો કલ્યાણ થઈ જાય; આ બધું સમજીને શું કામ છે?
અરે ભાઈ ! એમ નથી બાપુ! જાત્રા કરવાના ભાવ તો રાગ છે, ને રાગના અભાવસ્વભાવે જીવનું પરિણમન થાય તે કલ્યાણરૂપ છે; રાગને રાગનું પરિણમન કલ્યાણરૂપ નથી. વાસ્તવમાં અકલ્યાણ છે. આવી આકરી વાત ! પણ આ સત્ય વાત છે.
' ઉપશમનો તો થોડો કાળ છે, બાકી ક્ષાયોપથમિક અને ક્ષાયિકભાવ હોય છે. ક્ષયોપશમ ને ક્ષાયિક તે પરિણતિ છે. તે અંતરમાં જાય ત્યારે પારિણામિક ભાવરૂપે થઈ જાય છે, કારણ કે વર્તમાન જે એક સમયની અવસ્થા છે તેનો બીજે જ સમયે વ્યય થઈ અંદર જાય છે. “જલ કા તરંગ જલ મેં ડૂબતા હૈ” એમ પોતાની પર્યાય વ્યય થઈ અંદર જાય છે, ને અંદર ગઈ તે પારિણામિકભાવે થઈ જાય છે.
જે જન્મક્ષણ તે જ (પૂર્વ) પર્યાયનો નાશ ક્ષણ છે. અભાવ-અભાવશક્તિની જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે તેની જન્મક્ષણ છે. તે પર્યાય પોતાના સ્વકાળે પ્રગટ થઈ છે; તે એની કાળલબ્ધિ છે. તે પરિણમન ક્રમબદ્ધ પોતાના સ્વ-અવસરે થયું છે.
હા, પણ તેમાં આપણે શું કરવું? કમવર્તી પર્યાય ને શક્તિના ભેદનું લક્ષ છોડી, શુદ્ધ એક ચૈતન્યમાત્ર નિજ ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કરવું. એમ
કરતાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #189
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯-ભાવશક્તિ : ૧૭૫ શક્તિનું નિર્મળ પરિણમન સહજ જ પ્રગટ થાય છે, અને તે તેનો સ્વકાળ છે. ભાઈ ! ક્રમવર્તી પર્યાય-અને શક્તિનો ભેદ એ સમકિતનો વિષય નથી. દષ્ટિનો વિષય તો અભેદ શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે. અભેદની દષ્ટિ થતાં પર્યાયમાં શક્તિનું નિર્મળ પરિણમન થાય છે, અને તે નિર્મળ પરિણતિ વિકારરહિત હોય છે.
અહા ! શક્તિની જે નિર્મળ પરિણતિ પ્રગટ થઈ તે અકાર્યકારણમય છે. એટલે શું? કે તે પરિણતિ રાગનું કાર્ય નથી, અને રાગનું કારણ પણ નથી. ક્રમવર્તી જ્ઞાનની પર્યાય થાય તે રાગનું કાર્ય નથી; રાગથી જ્ઞાન થયું છે એમ નથી. ક્રમવર્તી જ્ઞાનની પર્યાય રાગને જાણે એ ય વ્યવહાર છે, ખરેખર તો પોતે પોતાને જાણે છે. રાગ સંબંધી જ્ઞાનની પર્યાય પોતાને જાણે છે તો રાગને જાણે છે એમ વ્યવહારથી કહેવાય છે. ' અરે ભાઈ ! હું રાગનો જાણનાર છું એવા ભેદથી શું સાધ્ય છે? કાંઈ જ નહિ. અરે, હું જાણનારો જાણનાર છું એવા ભેદ-વિકલ્પથી ય શું સાધ્ય છે? કાંઈ જ નહિ. માટે શક્તિનો પિંડ શુદ્ધ એક અભેદ ચૈતન્યદ્રવ્ય ત્રિકાળ છે તેની દષ્ટિ કર, તેમ કરતાં સર્વ કાર્ય સિદ્ધ થઈ જાય છે. ભેદ-દષ્ટિ એ મિથ્યાદષ્ટિ છે, ને અભેદની દૃષ્ટિ કરવી એ જ ધર્મ છે. લ્યો,
આ પ્રમાણે અહીં અભાવ-અભાવશક્તિનું વર્ણન પૂરું થયું.
૩૯: ભાવશક્તિ ‘(કર્તા, કર્મ આદિ) કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભવનમાત્રમયી (–ોવામાત્રમયી, થવામાત્રમયી) ભાવશક્તિ.'
જુઓ, પહેલાં ૩૩મી ભાવશક્તિ કહી ત્યાં તો વર્તમાન નિર્મળ અવસ્થાની વિદ્યમાનતા હોવારૂપ શક્તિની વાત હતી, અહીં વાત જુદી છે. અહીં કહે છે-“કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભવનમાત્રમયી ભાવશક્તિ.' અહાહા...! દ્રવ્યવસ્તુ જે એક જ્ઞાયકભાવ તેના તરફ જેની દષ્ટિ છે તે ધર્મી-સમ્યગ્દષ્ટિ જીવને વિકારી કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત પરિણમન હોય છે. અહાહા...! કારકભેદની ક્રિયા વગર જ ભવવું અર્થાત્ જ્ઞાનભાવમય પરિણમવું એવી આત્માની આ ભાવશક્તિ છે. અહાહા...! ધર્મીને “આ કર્તા ને આ કર્મ' એવા કારકભેદની ક્રિયાથી રહિત નિર્મળ જ્ઞાનભાવમય ભાવનું ભવન થયા કરે છે આ ભાવશક્તિનું કાર્ય છે.
ધર્મી જીવન પર્યાયના પકારકથી શુભાશુભભાવ થતા હોય છે. આ રીતે તેને એક સમયની પર્યાયમાં રાગાદિ વિકલ્પનું પરિણમન હોય છે. રાગની પર્યાય કર્તા, જે પર્યાય રાગની થઈ તે કર્મ, તે પર્યાય પોતે કરણ નામ સાધન, તે વિકાર પર્યાય પોતામાં રાખી તે સંપ્રદાન, પર્યાય પોતામાંથી થઈ તે અપાદાન, અને પર્યાયના આધારે પર્યાય થઈ તે અધિકરણ-આમ એક સમયની વિકૃત અવસ્થામાં પકારકરૂપ પરિણમન છે. અહીં કહે છે–પકારક અનુસાર જે ક્રિયા-શુભાશુભ વિકલ્પ છે, વ્રતાદિ વિકલ્પ છે, તેનાથી રહિતપણે ધર્મી, દ્રવ્યદૃષ્ટિવંત જ્ઞાનીનું પરિણમન હોય છે.
ધર્મી જીવન પર્યાયમાં પકારક અનુસાર વિકૃત અવસ્થા છે એમાં એમ સિદ્ધ કર્યું કે પર્યાયમાં વિકૃતિ છે તે એના (પર્યાયના) પારકથી છે, જડકર્મથી નથી, તેમજ પોતાના દ્રવ્ય-ગુણથીય નથી. જે શક્તિ છે તેનાથી વિકૃતિ નથી, કેમકે પારકરૂપે વિકૃત અવસ્થા સ્વયંસિદ્ધ છે, અને તેનાથી રહિત ભવન-પરિણમન થાય તે ભાવશક્તિનું કાર્ય છે.
પ્રભુ, તારી ચીજ-શુદ્ધ ચૈતન્યવહુ અંદર પૂર્ણ અખંડ છે ને! અહાહા..! તે અખંડ ધ્રુવ ઉપર દૃષ્ટિ દેતાં, પર્યાયમાં, પકારકથી જે વિકૃત અવસ્થા છે તેનાથી રહિતપણે પરિણમન થાય છે. અહા! આવો તારી ચૈતન્યવસ્તુનો સ્વભાવ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિનો જે જ્ઞાનીને વિકલ્પ હોય છે તે પર્યાયના કર્તા-કર્મ આદિ પકારકથી થાય છે. અહીં કહે છે-જ્ઞાનીને એનાથી રહિતપણે જ્ઞાનભાવમય પરિણમન હોય છે-આ ભાવશક્તિનું કાર્ય છે. પોતાને જે વિકૃત દશા છે તેનાથી રહિત પોતાની ચૈતન્યદશા છે એમ જ્ઞાની જાણે છે.
આમાં એમ સિદ્ધ થયું કે પર્યાયદષ્ટિ-મિથ્યાષ્ટિને પર્યાયના પકારકથી વિકૃત દશા હોય છે, અને દ્રવ્યદૃષ્ટિવંત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #190
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ ધર્મી પુરુષને પણ પર્યાયમાં પકારકથી વિકૃત દશા હોય છે. અહા ! પરંતુ જેને પર્યાયદષ્ટિ મટી શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિ થઈ છે, એક જ્ઞાયકભાવની જેને દૃષ્ટિ થઈ છે તેને વિકૃત અવસ્થાથી રહિતપણે પરિણમન કરવાપણે ભાવશક્તિ પ્રગટ થઈ છે. આ ભાવ ગુણના કારણે વિકારભાવથી અભાવરૂપ પરિણમન થાય છે. જે વિકારની દશા રહે છે તે પરજ્ઞયમાં જાય છે. આવી આ ઝીણી વાત છે.
પ્રભુ! તારી પ્રભુતામાં ભાવ નામની એક પ્રભુતા પડી છે. અહાહા...પ્રભુતામાં પામરતારૂપ પકારકપરિણમનથી રહિતપણે પરિણમવાનો એનો સ્વભાવ છે. જેને પર્યાયદષ્ટિ છે તેને તો પારકના પરિણમનથી પામર વિકૃત દશા છે, પણ શુદ્ધ દ્રવ્યની જેને દષ્ટિ થઈ છે એવા સમ્યગ્દષ્ટિને, તેની પર્યાયમાં જો કે કિંચિત્ વિકૃત દશા છે તોપણ, તે સમયે જે નિર્વિકલ્પ અવસ્થા દ્રવ્ય પ્રતિ ઝૂકી છે તે આ પ્રભુતામય ભાવશક્તિનું કાર્ય છે. અહા ! ધર્મ કેમ થાય એની આ વાત ચાલે છે.
અહા ! ચૈતન્યરત્નાકર પ્રભુ આત્મા છે. તેના સન્મુખની જેને દૃષ્ટિ થઈ છે તેને પર્યાયમાં વિકૃતિ કિંચિત્ હોવા છતાં તેનાથી રહિતપણે પરિણમવું એવો તેનો સ્વભાવ છે. આ તો એમ વાત છે કે-પર્યાયમાં વ્યવહાર રત્નત્રયનો ભાવ હો, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ હો, નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા હો, પંચમહાવ્રતાદિના પાલનનો વિકલ્પ હો; તે બધી વિકૃત અવસ્થા છે, ને તે પર્યાયના પકારકના પરિણમનરૂપ છે, તથાપિ આત્મામાં તેનાથી રહિતપણે પરિણમવાનો ભાવગુણ છે, જેથી ધર્મી પુરુષને વિકારના રહિતપણે નિર્મળ જ્ઞાનભાવમય પરિણમન હોય છે. અહા ! દયા, દાન, વ્રત આદિના વિકલ્પ તે કારકો અનુસારની વિકૃત ક્રિયા છે, ને તેનાથી રહિતપણે ભવનરૂપ-પરિણમનરૂપ ભાવશક્તિ જીવમાં છે. અહો ! સંતોએ થોડા શબ્દ રામબાણ માર્યા છે.
કેટલાક એમ માને છે કે શત્રુજ્ય આદિ તીર્થની યાત્રા કરીએ એટલે બસ ધર્મ થઈ જાય, પણ એમ છે નહિ. કેમકે તીર્થયાત્રાના પરિણામ તો રાગ-વિકલ્પ છે, ને રાગની ક્રિયાને અનુસાર ન થવાનો ભગવાન આત્માનો સ્વભાવ છે. વાસ્તવમાં આત્મા પોતે જ શત્રુજ્ય તીર્થ છે. આ વિપરીત જે રાગ છે તે આત્માનો ઘાતક શત્રુ છે, ને તેનાથી રહિતપણે થવાનો જેનો સ્વભાવ છે તે આત્મા પોતે શત્રુજ્ય તીર્થ છે. અહા ! આવા તીર્થસ્વરૂપ નિજ આત્માની યાત્રા કરવી તે ધર્મ છે. બાકી વ્યવહારની ક્રિયા બહારમાં હો, પણ તેનાથી રહિત જ્ઞાનીનું પરિણમન હોય છે; ને વ્યવહારની ક્રિયા તો બહાર પરયપણે રહી જાય છે. રાગથી-વિકારથી રહિત ભવન-પરિણમન તે આત્માનો ગુણ-સ્વભાવ છે.
જૈન દર્શનમાં તો બધે કર્મ જ કર્મ છે એમ કેટલાક માને છે. તેઓ કહે છે-શુદ્ધતામાં તો અન્ય કારકોથી રહિતપણું ભલે હો, પરંતુ અશુદ્ધતામાં તો જડ કર્મ વગેરે કારકો છે; એમ કે કર્મથી વિકૃતિ-વિકાર થાય છે.
પણ એમ નથી ભાઈ ! અશુદ્ધતા વખતે પણ જીવ અને પુદગલ બન્ને એકબીજાથી નિરપેક્ષપણે સ્વયમેવ છે કારકરૂપ થઈને પરિણમે છે. વિકાર થાય છે તે પર્યાયમાં છ કારકના પરિણમનથી થાય છે. આ બાબત વિદ્વાનોથી અનેક વાર ચર્ચા થયેલી છે. અમે તો પંચાસ્તિકાય ગાથા ૬રના આધાર સાથે વારંવાર કહેલું છે કે-પર્યાયમાં વિકૃત અવસ્થા પોતાના જ કારકના પરિણમનથી સ્વતંત્ર થાય છે, તેમાં પર કારકોની અપેક્ષા નથી. ત્યાં પંચાસ્તિકાય ગાથા ૬રમાં અતિ સ્પષ્ટ કહ્યું છે કે “ર્મ નું.... , સ્વયમેવ શારીરૂપેણ વ્યવતિgમાનં ર ા૨ાન્તરમપેક્ષા” કર્મ ખરેખર.... , સ્વયમેવ પકારકરૂપે વર્તતું થયું અન્ય કારકની અપેક્ષા રાખતું નથી. વળી ત્યાં કહ્યું છે-“ર્વ નીવો.fu.... , સ્વયમેવ ષટુIRવીરુપે વ્યવતિgમાનો ન ા૨ાન્તરમપેક્ષતા” એ પ્રમાણે જીવ પણ... , સ્વયમેવ પારકરૂપે વર્તતો થકો અન્ય કારકની અપેક્ષા રાખતો નથી. આ પ્રમાણે અન્ય કારકોની અપેક્ષા વિના જ જીવ પોતાના ઔદયિક આદિ ભાવરૂપે પરિણમે છે એ નિશ્ચય છે. લોકો આ “નિશ્ચય છે, નિશ્ચય છે”—એમ કહીને આને ઉડાડે છે, પણ નિશ્ચય એટલે જ સત્ય, ને વ્યવહાર એ તો ઉપચાર છે. સમજાય છે કાંઈ...?
અહા ! જેને ભેદનો આશ્રય છૂટીને, પરમાર્થસ્વરૂપ શુદ્ધ એક જ્ઞાયકનો આશ્રય થયો એવા સમ્યગ્દષ્ટિ જીવને પર્યાયમાં વિકૃત અવસ્થા હોય છે, પણ તેની તેના ઉપર દૃષ્ટિ નથી, તેની દૃષ્ટિ ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વભાવ પર હોય છે, અને તે કારણથી ધર્મી જીવને વિકૃત અવસ્થાથી રહિતપણે પરિણમન થાય છે. આ ભાવશક્તિનું કાર્ય છે. ધર્મીને પર્યાયમાં કિંચિત વિકાર હોય છે તે જ્ઞાનના જ્ઞયમાં જાય છે, પર શયપણે બહાર રહી જાય છે. અહો ! જૈનધર્મ આવો અલૌકિક પંથ છે.
વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે એમ બારમી ગાથામાં આવ્યું ને! એ વાત અહીં આમાં પણ આવી જાય છે. અગિયારમી ગાથામાં કહ્યું કે-ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. અહાહા....! ત્રિકાળી એક જ્ઞાયકભાવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #191
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯-ભાવશક્તિ : ૧૭૭ ભૂતાર્થ-સત્યાર્થ પ્રભુ છે તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે તે નિશ્ચય; પણ તેને વ્યવહાર છે કે નહિ? છે ને! સમયસારની બારમી ગાથામાં કહ્યું કે-વ્યવહાર છે. રાગ હોય છે તેને જાણવો એવો વ્યવહારનય છે. રાગને જાણવો તે વ્યવહારનય, પણ રાગ મારો છે, વા ભલો છે એમ જાણવું-માનવું એવું એનું (વ્યવહારનયનું ) સ્વરૂપ નથી. અહો ! આ સમયસારે તો ભગવાન કેવળીના વિરહુ ભૂલાવી દીધા છે. થોડા શબ્દ કેટલું ભર્યું છે! “કારકો અનુસાર ક્રિયા” એમ કહ્યું છે, પણ “જડ કર્મ અનુસાર ક્રિયા”—એમ નથી કહ્યું. ભાઈ, તારી પર્યાયમાં પકારક અનુસાર વિકૃત અવસ્થારૂપ ક્રિયા થાય છે, પરંતુ વિકૃત અવસ્થા રહિત ભવન એવો તારો ભાવ ગુણ છે. સમજાણું કાંઈ...?
અહા ! થોડું લખ્યું ઘણું કરીને જાણજો–એવી આ વાત છે. અરે, એણે પોતાના સ્વરૂપને સમજવાની કદી દરકાર કરી નથી. અહીં ફરી ફરીને કહે છે-ભાઈ, વિકૃત અવસ્થારૂપ જે ક્રિયા છે તે ક્રિયાથી રહિતપણે થવું એવું તારું સ્વરૂપ છે, વિકૃત અવસ્થા સહિત રહેવું એવો કોઈ તારો ગુણ નથી. અહો ! નિરાલંબી શુદ્ધ ચૈતન્યની આ અપૂર્વ વાત છે? કહે છે-રાગાદિ કારકોને અનુસર્યા વગર જ સમ્યકત્વાદિ શુદ્ધભાવરૂપે પરિણમવાનો ભગવાન આત્માનો સ્વભાવ છે. ભાવ નામ શુદ્ધભાવરૂપે ભવવું–થવું; અહા ! શુદ્ધભાવરૂપે સ્વયં ભવવાની–થવાની આત્માની શક્તિ છે, તેમાં ભિન્ન બીજા કોઈ કારકોની અપેક્ષા નથી, ભિન્ન બીજા કોઈ કારકોનું આલંબન નથી. ભાઈ ! એક વાર આત્માની આવી અચિન્ય શક્તિને ઓળખે તો બહારમાં કયાંય મોહ ન રહે, ને અંતર્મુખ થઈ અલ્પકાળમાં મુક્તિ થઈ જાય એવી આ અલૌકિક વાત છે.
સમજાય એટલું સમજવું બાપુ! પર્યાયમાં વિકાર છે તે પર્યાયના પારક અનુસાર અદ્ધરથી ખડો થયો છે; પરના અનુસાર વિકાર નથી, ને સ્વદ્રવ્ય-ગુણ પણ વિકારનું કારણ નથી. ભગવાન! તારી ચૈતન્યવસ્તુ અંદર એકલા વીતરાગતાના સ્વભાવથી ભરેલી છે. જ્યાં અંતર્મુખ દષ્ટિ થઈ કે તરત જ વિકારથી રહિતપણે વિવારૂપ સ્વભાવનું ભવન-પરિણમન થાય છે. અંતર્મુખ દૃષ્ટિની આ કમાલ છે કે દ્રવ્યદૃષ્ટિવંત પુરુષને વિકારના છ કારકરૂપ પરિણમન છૂટીને, મોક્ષ પ્રત્યેના છ કારકોનું પરિણમન શરૂ થાય છે. માટે હે ભાઈ ! તું અંતર્મુખ દૃષ્ટિ કર, તને પરમપદનીમોક્ષપદની પ્રાપ્તિ થશે.
હવે જૈન નામ ધરાવીને લોકો વિવાદમાં પડ્યા છે કે અમે દિગંબર, ને અમે શ્વેતાંબર: અરે ભાઈ, અંદર તારી ચૈતન્ય ચીજ કેવી છે તે તો જાણ. અહાહા...! વસ્તુ અંદર એક સમયમાં પૂર્ણ વિજ્ઞાનઘન સ્વરૂપ છે. આનંદનો રસકંદ છે. તેને ત્રિકાળી કહીએ એય વ્યવહાર છે. અહાહા.! વર્તમાનમાં પૂર્ણ ત્રિકાળી પોતાની ચીજ અંદર પડી છે તે ત્રિકાળ અનંત શક્તિઓથી ભરપુર ભરી પડી છે. તેમાં, કહે છે, વિકાર રહિત ભવન-પરિણમન થાય એવી એક ભાવશક્તિ છે. અહાહા...! નિજ સ્વરૂપમાં રમે તે રામ નામ આત્મા વિકૃત અવસ્થાથી રહિતપણે નિર્મળ-નિર્મળ પરિણમે એવી તેમાં એક ભાવશક્તિ છે. તેમાં પરનો પ્રવેશ તો દૂર રહો, પર્યાયમાં જે વિકૃત અવસ્થા છે તેય પોતાના દ્રવ્ય-ગુણ ને નિર્મળ પર્યાયમાં પ્રવેશતી નથી. અહો! આ અલૌકિક વાત છે. અરે ! આ જિંદગી એમ ને એમ ચાલી જાય છે બાપુ !
અહાહા...! ભગવાન! તું કોણ છો? શું તું શરીર છો? ના, શરીર તો ચામડે મઢેલું હાડ-માંસનું જડ અચેતન પોટકું છે, ને તું તો ચૈતન્યઘન પ્રભુ આત્મા છો. તો શું તું રાગરૂપ છો?
ના, રાગ પણ તું નથી, કેમકે રાગ પણ જડ અચેતન છે, મલિન-અપવિત્ર છે, ઘાતક અને દુ:ખદાયક છે; જ્યારે તું તો પૂર્ણ સચ્ચિદાનંદમય એલી પવિત્રતાનો પિંડ છો. અહાહા...! પવિત્ર શક્તિઓનો પિંડ પ્રભુ તું આત્મા છો.
તો પર્યાયમાં વિકૃતિ છે ને? - પર્યાયમાં વિકૃતિ છે તે તેના પકારકથી ઊભી થઈ છે, વિકૃતિ થાય એવો કોઈ ગુણ તારામાં નથી, તથા પર્યાયમાં વિકૃતિ થાય તેનો કર્તા કોઈ પર નથી. અહા ! પર્યાય પોતાના પકારકથી વિકૃત થાય છે, પરથી નહિ-એમ જાણી જે પરથી પરા—ખ થઈ પરિણમે છે તે વિકૃતિથી રહિતપણે નિર્મળ પરિણમે છે, ને વિકૃતિથી રહિતપણે નિર્મળ પરિણમવું એવો જ ભગવાન ! તારો સ્વભાવ છે, એવો જ તારો ભાવ ગુણ છે. સમજાય છે કાંઈ....!
હવે જે વ્યવહારથી-રાગથી નિશ્ચય થવાનું માને, વ્યવહારને સાચો મોક્ષમાર્ગ માને એની માન્યતામાં બહુ ફેર છે. અરેરે ! સ્વરૂપમાં ડૂબકી મારવી જોઈએ એને બદલે તે રાગમાં ડૂબકી મારે છે. શું થાય? તે સંસાર સમુદ્રમ અરેરે ! કયાંય ડૂબી જશે. ભાઈ રે ! તારું દ્રવ્ય પરમ પવિત્ર છે, તારા ગુણ અત્યંત પવિત્ર છે, તો પછી તારા પરિણમનમાં પવિત્રતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #192
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ આવવી જોઈએ કે અપવિત્રતા? અપવિત્રતારૂપે થવું એ તારું સ્વરૂપ નથી. અપવિત્રતા પર્યાયમાં ભલે હો, પણ તેનાથી રહિતપણે પવિત્રતાનું પરિણમન થાય એ ભગવાન! તારું સ્વરૂપ છે.
અહા ! પરથી ને રાગથી-વિકારથી નિરપેક્ષ જ્ઞાન-આનંદરૂપે ભવવાનો-પરિણમવાનો પોતાનો સ્વભાવ છે તેને અજ્ઞાની જાણતો નથી તેથી તે બહારમાં કારણોને શોધે છે ને વ્યર્થ આકુળ-વ્યાકુળ થઈ દુઃખી થાય છે. અરે ભાઈ ! પર-નિમિત્ત વસ્તુ કારણ છે એ વાત તો દૂર રહો, વિકારના કર્તા-કર્મ આદિ છે કારકો જે પર્યાયમાં હોય છે તે કારકો અનુસાર ભવવાનો-પરિણમવાનો પણ આત્માનો સ્વભાવ નથી. પરથી વિકાર થાય છે પરથી ગુણ થાય એમ જે માને છે તે તો પરાવલંબી બહિદષ્ટિ મિથ્યાદષ્ટિ છે. અને રાગાદિ વિકારને જે પોતાનું સ્વરૂપ માને છે, વિકારથી પોતાને ગુણ થવાનું, ભલું થવાનું માને છે તેય રાગી મિથ્યાષ્ટિ છે, કેમકે રાગથી ભિન્ન હું એક શુદ્ધ ચૈતન્યઘન આત્મા છું એમ તે જાણતો-અનુભવતો નથી. વાસ્તવમાં જ્ઞાતા પોતે જ શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવના આશ્રયે ભેદરૂપ કારકોની ક્રિયાથી રહિતપણે શુદ્ધભાવરૂપે પરિણમે એવો એનો સ્વભાવ છે. આ ભાવશક્તિ છે.
અરે ! જગત અનાદિ કાળથી અનેક પ્રકારના વિકલ્પોની જાળમાં પોતાપણું માનીને ચાર ગતિમાં રખડે છે. શું થાય? પોતાના દ્રવ્ય-ગુણ પરમ પવિત્ર છે તેમાં પોતાપણું સ્વીકારતો નથી, ને આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, બૈરાંછોકરાં ઇત્યાદિ જે પર છે તેને પોતાના સુખનાં કારણ માની તેમાં પોતાપણું કરી પરિણમે છે. પણ ભાઈ, એ બધાં પદ્રવ્ય તો તેનાથી તેના કારણે પરિણમી રહ્યાં છે, તારા કારણે નહિ; તેની પર્યાય તો તેનાથી જ થાય છે. તે બધાં પોતાના કારણે આવ્યાં છે, પોતાના કારણે રહ્યાં છે, ને પોતાના કારણે ચાલ્યાં જશે. એમાં તને શું છે? એ કોઈ તને શરણ નથી. જો શરણ હોય તો વિરુદ્ધ કેમ પરિણમે ? અને ચાલ્યાં કેમ જાય? વાસ્તવમાં તેઓ તારાં કાંઈ જ (સંબંધી) નથી. તેમને પોતાના સુખનાં કારણ માની ઠગાતો એવો તું વ્યર્થ જ દુઃખી-વ્યગ્ર થાય છે.
પ્રવચનસાર ગાથા ૧૬માં “સ્વયંભૂ’ની વ્યાખ્યા કરતાં આચાર્યદવ કહે છે-“(એ રીતે) સ્વયમેવ છે કારકરૂપ થતો હોવાથી, અથવા ઉત્પત્તિ-અપેક્ષાએ દ્રવ્ય-ભાવભેદે ભિન્ન ઘાતિકર્મોને દૂર કરીને સ્વયમેવ આવિર્ભત થયો હોવાથી, સ્વયંભૂ” કહેવાય છે.
આથી એમ કહ્યું કે-નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી, કે જેથી શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિને માટે સામગ્રી (–બાહ્ય સાધનો) શોધવાની વ્યગ્રતાથી જીવો (નકામા ) પરતંત્ર થાય છે.”
અહીં કહે છે-“કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભવનમાત્રમયી ભાવશક્તિ .” અહાહા....! જુઓ તો ખરા, થોડા શબ્દ કેટલું ભર્યું છે! અહા ! એક હજાર વર્ષ પર આચાર્ય અમૃતચંદ્રદેવ આ ભારતભૂમિ પર વિચરતા હતા. અહા ! એ વીતરાગી સંત-મુનિવર જાણે સિદ્ધપદને સાથે લઈને વિચરતા ન હોય ! એમની પરિણતિ અંતર્મુખ થઈને ક્ષણેક્ષણે નિજ સિદ્ધપદને ભેટતી હતી. અહા! આવા આ સંત-મુનિવરે આ પરમાગમની ટીકામાં પરમામૃત રેડ્યાં છે. તેમને સમયસારની આ ટીકા રચવાનો વિકલ્પ ઉઠયો. ત્યાં શબ્દોની રચના તો જડ પરમાણુઓથી થઈ છે. પરંતુ ટીકા રચવાનો જે વિકલ્પ આવ્યો છે તેનાથી રહિત મારું પરિણમન છે એમ અહીં તેઓ કહે છે. રાગ સહિત જે દશા તે હું નથી. લ્યો, આવી સૂક્ષ્મ વાત!
હવે કેટલાક કહે છે-કર્મથી વિકાર થાય છે, ચર્ચા કરો.
અરે પ્રભુ! તારી પર્યાયમાં પરાશ્રયે પકારક અનુસાર વિકાર ઉત્પન્ન થાય છે, તેમાં કર્મ કારણ છે એમ બીલકુલ નથી. અશુદ્ધતા કાળેય પોતાના જ અશુદ્ધ પકારકો વડે આત્મા અશુદ્ધરૂપે થાય છે, કર્મને લીધે થતો નથી, પંચાસ્તિકાય ગાથા ૬રની ટીકા લખતાં જયસેનાચાર્યદેવ કહે છે-“ચર્થવાદ્ધષIRીપળ પરિમાન: सन्नशुद्धमात्मानं करोति तथैव शुद्धात्मतत्त्वसम्यकश्रद्धानज्ञानानुष्ठानरूपेणा भेदषट्कारकीस्वभावेन परिणममानः શુદ્ધાત્માનું રોતીતિ – જેમ અશુદ્ધ છે કારકરૂપે પરિણમતો થકો અશુદ્ધ આત્માને કરે છે, તેમ શુદ્ધ આત્મતત્ત્વના સમ્યક-શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ અભેદ છે કારકરૂપે સ્વભાવથી પરિણમતો થકો શુદ્ધ આત્માને કરે છે. -આ રીતે અશુદ્ધતામાં તેમ જ શુદ્ધતામાં અન્ય કારકોથી નિરપેક્ષપણું છે. અહીં દ્રવ્યદૃષ્ટિમાં જ્ઞાનમાત્રભાવના ભવનમાં ભેદરૂપ અશુદ્ધ કારકોનો અભાવ જ છે. આમ કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિતપણે ભવવાનો-પરિણમવાનો ભગવાન આત્માનો સ્વભાવ છે. ભાઈ, તારામાં એવો કોઈ ગુણ નથી કે વિકાર સહિત પરિણમન થાય. પર્યાયમાં પોતાના પકારકથી સ્વતંત્ર વિકૃત અવસ્થા થઈ છે, પણ તારા સ્વભાવમાં-ભાવગુણમાં એવું સામર્થ્ય છે કે તારામાં વિકારથી રહિત નિર્મળ શુદ્ધભાવરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #193
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦-ક્રિયાશક્તિ : ૧૭૯ ભવન-પરિણમન થાય. લ્યો, આ બધું આ અડધી લીટીની ટીકામાં ભર્યું છે.
અંદરની જે વાત છે તે આ કહેવાય છે. અહા ! ભાવશક્તિનું કમવર્તી પરિણમન તે પર્યાય, ત્રિકાળ અક્રમે વર્તતી શક્તિ તે ગુણ, ને તે ગુણ-પર્યાયને ધરનારું દ્રવ્ય તે દ્રવ્ય-એમ ત્રણે મળીને આત્મા છે. અહા ! અનંતગુણસ્વભાવથી ભરેલો ભગવાન આત્મા છે. તે વીતરાગતાના ભાવે પરિણમે એવું તેના ભાવ ગુણનું કાર્ય છે. અહા ! રાગરૂપે ન પરિણમવું, રાગ રહિત પરિણમવું એવું તારું સ્વરૂપ છે ભાઈ ! અરે પ્રભુ! આમાં તું તકરાર-વિવાદ શું કામ કરે છે? આમાં તો તારા હિતની પરમાર્થરૂપ વાત છે. વિકાર સહિત પરિણમવું, ને વિકારમાં સુખબુદ્ધિ થવી એ તો અજ્ઞાની મિથ્યાષ્ટિને હોય છે. જ્ઞાની તો પર્યાયમાં કિંચિત્ જે આસક્તિના પરિણામ છે, વ્યવહારના પરિણામ છે-તેનાથી રહિત પોતાનું પરિણમન સાધે છે. લ્યો, આ સાધના-આરાધના છે, ને આનું નામ ધર્મ છે.
હવે આમાં કેટલાક કહે છે તમો ક્રિયાકાંડ ઉથાપો છો. પણ એમ નથી પ્રભુ! ક્રિયા તો કારકો અનુસાર પર્યાયમાં થાય છે; પણ તેને અનુસરીને નહિ, પણ તેનાથી રહિત ભવનમાત્રમયી આત્માની ભાવશક્તિ છે. ગંભીર વાત છે ભાઈ ! આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અંદર પરમાત્મસ્વરૂપ છે. આ કાળે અહીં બહારમાં પરમાત્માની હાજરી નથી, પણ અંદર તારો પ્રભુ તો તારી પાસે છે કે નહિ? અહાહા..! તારી પ્રભુતા એકેક શક્તિમાં પડી છે, જેથી તારી ભાવશક્તિ પ્રભુ છે; તેનું પરિણમન થતાં આત્મા સ્વયમેવ રાગ રહિત નિર્મળભાવ વડ શોભાને પ્રાપ્ત થાય છે. આ ભગવાનની વાણી છે. હવે આમાં વ્યવહારથી ક્રિયાકાંડથી ગુણ પ્રગટે, ને નિશ્ચય થાય એમ વાત કયાં રહે છે? બહારમાં વ્યવહાર હો, નિમિત્ત હો, પણ એનાથી સ્વભાવનું પરિણમન થાય છે એમ ત્રણકાળમાં સત્ય નથી. વ્યવહારનું-ક્રિયાકાંડનું હોવું જુદી વાત છે, ને એનાથી ગુણનું પ્રગટવું થાય, ધર્મ થાય-એમ માનવું એ જુદી વાત છે. વ્યવહારથી-ક્રિયાકાંડથી ધર્મ થઈ જશે એવી તારી પ્રતીતિ મહા શલ્ય છે ભાઈ ! એ તને અનંત જન્મમરણ કરાવશે. તને આકરી લાગે પણ આ સત્ય વાત છે, તારા હિતની વાત છે.
અહાહા...! ! આચાર્ય અમૃતચંદ્રદેવે શક્તિનું કોઈ અદ્દભુત વર્ણન કર્યું છે. અહીં ભાવશક્તિનું વર્ણન ચાલે છે. ભાવ” તો દ્રવ્યને પણ કહે છે, ગુણને પણ ભાવ કહે છે, નિર્મળ પર્યાયને પણ ભાવ કહે છે, ને શુભાશુભ રાગની મલિન દશાને પણ ભાવ કહે છે. અહીં બીજી વાત છે. અહીં તો “ભાવ” નામની આત્માની એક શક્તિ-એક ગુણસ્વભાવ છે એની વાત છે. કેવો છે તે સ્વભાવ? તો કહે છે-કારકો અનુસાર જે ક્રિયા-વિકૃતિ-રાગ-તરૂપે ન થવું એવો આ આત્માનો સ્વભાવ છે. હવે ઓલા રાગની હોંશવાળા કાયરોનાં કાળજાં કંપી જાય એવી આ વાત છે. શું થાય? આ તો મારગ જ આવો છે.
હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને;
પ્રથમ પહેલાં મસ્તક મૂકી, વળતાં લેવું નામ જો ને... હરિનો આમાં હરિ એટલે અજ્ઞાન અને રાગને હરવાનો જેનો સ્વભાવ છે તે ભગવાન આત્મા સમજવો. વિકારને હરે તે હરિ એમ વાત છે. વિકારને હરે એમ કહીએ એય કથનમાત્ર છે. સ્વ-આશ્રયે આત્માની જે પવિત્ર, નિર્મળ નિર્વિકાર પરિણતિ થઈ તેમાં જ્ઞાનની, શ્રદ્ધાની, આનંદની પરિણતિનું જ્ઞાન સમાઈ જાય છે, ને પોતાના સ્વપર પ્રકાશક જ્ઞાનના કારણે પરનું-રાગનું જ્ઞાન પણ તેમાં આવી જાય છે. અહીં કહે છે-જ્ઞાનની નિર્મળ, નિર્વિકાર પરિણતિ જે પ્રગટ થઈ તે પોતાના ગુણનું કાર્ય છે. અહા ! વર્તમાન રાગથી રહિત થવું-પરિણમવું તે આ ભાવ ગુણનું કાર્ય છે. આવી વાત ! લ્યો,
આ પ્રમાણે અહીં ભાવશક્તિનું વર્ણન પૂરું થયું.
૪૦: ક્રિયાશક્તિ “કારકો અનુસાર થવાપણારૂપ (-પરિણમવાપણારૂપ) જે ભાવ તે-મયી ક્રિયાશક્તિ.'
જુઓ, પહેલાં ૩૯માં બોલમાં કારકો અનુસાર જે વિકૃત અવસ્થારૂપ ક્રિયા તેનાથી રહિત પરિણમવાની વાત હતી. અહીં નિર્મળ અભેદ કારકો અનુસાર અવિકૃત નિર્મળ ક્રિયાથી સહિત પરિણમવાની વાત છે. અહાહા...! કર્તા, કર્મ, કરણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #194
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮) : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ આદિ નિર્મળ અભેદ કારકો અનુસાર થવારૂપ જે ભાવ-નિર્મળ પરિણતિ થવારૂપ જે ભાવ-તે-મયી ક્રિયાશક્તિ છે. અંદર ત્રિકાળ નિર્મળ પટ્ટારક પડ્યા છે તે અનુસાર નિર્મળ પરિણતિ થવી એવો ભગવાન આત્માનો ક્રિયા ગુણ છે. સમજાય છે કાંઈ...?
હું ચેતનારો ચેતક છું, હું મને ચતું છું, હું મારી ચેતના વડ ચતું છું—એમ સ્વસંવેદનમાં અભેદપણે છએ કારકો સમાઈ જાય છે, તેમાં કારકભેદના વિકલ્પ હોતા નથી; નિર્મળ નિર્વિકાર ક્રિયામાં છએ કારકરૂપ આત્મા પરિણમી જાય છે, ત્યાં કારકભેદના વિકલ્પ નથી. અહા! વિકલ્પની ક્રિયાની અપેક્ષા વિના જ તેના ભાવનું ભવન થાય એવો આત્માનો ભાવ ગુણ છે, ને પોતાના નિર્મળ અભેદ પટ્ટારકો અનુસાર નિર્મળ ક્રિયારૂપે ભવન થાય એવો આત્માનો આ ક્રિયા ગુણ છે, ભાઈ, પોતાના નિર્મળ પકારકોને અનુસરીને નિર્મળ પરિણતિએ થવું એવો આત્માનો સ્વભાવ છે, ને રાગપણે ન થવું એવો પણ આત્માનો સ્વભાવ છે. આ અનેકાન્ત છે. અહાહા..! પરરૂપે ન થાય, વિકારરૂપે ન થાય, ભેદના આલંબને ન પરિણમે, પરંતુ અભેદ નિર્મળ પદ્ધારકો અનુસાર નિર્મળ નિર્વિકાર પરિણતિરૂપે પરિણમે એવો દિવ્ય શક્તિમાન ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્મા સ્વયમેવ દેવ છે. હવે ભેદરૂપ-વ્યવહારરૂપ ક્રિયાને તે અનુસરતો જ નથી પછી તે વ્યવહાર નિશ્ચયનું સાધન કેમ થાય ? ભાઈ, વ્યવહાર નિશ્ચયનું યથાર્થ સાધન છે જ નહિ, એને સાધન કહેવું એ તો ઉપચારમાત્ર છે.
ભાઈ, જ્ઞાનની ક્રિયા ને રાગની ક્રિયા-એમ બે થઈને મોક્ષનો માર્ગ છે એમ નથી. સંપ્રદાયમાં અમે હતા ત્યારે પ્રશ્ન થયેલો કે
પ્રશ્ન:- ‘જ્ઞાનદિયાખ્યાન મોક્ષ:' એમ કહ્યું છે તેનો શું અર્થ છે.
ઉત્તર- ત્યારે કહેલું કે-જ્ઞાન એટલે સ્વસંવેદન જ્ઞાન, આત્માનું સંવેદન તે જ્ઞાન, અને રાગ રહિત વીતરાગી ભાવ તે ક્રિયા-આમ જ્ઞાન અને ક્રિયા મળીને મોક્ષ છે. આનું નામ ‘જ્ઞાનશિયાખ્યા મોક્ષ:' છે. પરંતુ પોતાનું જ્ઞાન ને રાગની ક્રિયા-એવો કોઈ મોક્ષમાર્ગ કે મોક્ષ નથી. અહા ! નિર્મળ પકારકો અનુસાર નિર્મળ શુદ્ધ રત્નત્રયની પરિણતિ થવી તે મોક્ષનું કારણ છે. આ નિર્મળ પરિણતિરૂપે પરિણમવારૂપ ક્રિયાશક્તિ છે.
શક્તિ એટલે ગુણ. એકેક ગુણ-એમ અનંત ગુણ દ્રવ્યના આશ્રયે રહેલા છે. ત્યાં આ ગુણ ને આ ગુણીએવા ભેદની દૃષ્ટિ છોડીને ત્રિકાળી શુદ્ધ અભેદ એક દ્રવ્યની દષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે. અહા ! ત્રિકાળી એક દ્રવ્યસ્વભાવની દષ્ટિ કરતાં દ્રવ્ય નિર્મળપણે પરિણમી જાય છે ને તેમાં ગુણનું પરિણમન ભેગું જ સમાય છે, ગુણનું કાંઈ જુદું પરિણમન થાય છે એમ નથી. આમાં ન્યાય સમજાય છે? ધ્યાન દઈને સમજવું પ્રભુ!
શક્તિનું એકરૂપ તે દ્રવ્ય છે. દ્રવ્ય પરિણમતાં ભેગા ગુણો પરિણમે છે. આમાં રહસ્ય છે. ગુણ ઉપર દષ્ટિ દેવાથી ગુણનું પરિણમન થતું નથી, પણ ગુણનો આશ્રય જે એક દ્રવ્ય છે તે દ્રવ્ય ઉપર દૃષ્ટિ દેવાથી દ્રવ્યનું પરિણમન થાય છે, ને તેમાં ભેગું ગુણનું પરિણમન સમાઈ જાય છે, દ્રવ્યથી અલગ ગુણનું સ્વતંત્ર પરિણમન થતું નથી, અર્થાત્ દ્રવ્ય (નિર્મળ ) ન પરિણમે અને ગુણ પરિણમી જાય એમ બનતું નથી.
ગુણભેદની દૃષ્ટિ કરવાથી ગુણનું પરિણમન સિદ્ધ થતું નથી. ગુણના લક્ષે ગુણ (નિર્મળ ) પરિણમતો નથી, ભેદના લક્ષે તો રાગ જ થાય છે. પ્રવચનસારમાં “જ્ઞાનનો આશ્રય' એમ વાત આવે છે, પણ ત્યાં “જ્ઞાન” શબ્દ અભેદ એકરૂપ આત્મા’ એમ અર્થ છે. ભાઈ, આ તો ધીરજથી સમજવાની અંતરની વાત છે.
સ'માં પરિણમનશક્તિનું વર્ણન છે. ત્યાં કહ્યું છે કે-આ પરિણમનશક્તિ દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહિ. એની સાક્ષી સૂત્રજીમાં (તત્ત્વાર્થસૂત્રમાં) દીધી છે કે- ‘દ્રવ્યાશ્રયા નિTT TTT:' એટલે કે દ્રવ્યના આશ્રયે ગુણ છે, ગુણના આશ્રયે ગુણ નથી. વળી ત્યાં જ ‘નપર્યયવત્ દ્રવ્ય' ગુણ-પર્યાયવાળું દ્રવ્ય છે એમ પણ કહ્યું છે. પર્યાયવાળું દ્રવ્ય જ કહ્યું, પણ ગુણ ન કહ્યો. મતલબ દ્રવ્યની પરિણમનશક્તિ દ્રવ્યમાંથી ઉઠ છે, ગુણમાંથી નહિ. શક્તિ-ગુણ એ તો દ્રવ્યની ત્રિકાળી વિશેષતા છે, ને તે વિશેષતારૂપ દ્રવ્ય પરિણમી જાય છે, કાંઈ વિશેષતા-ગુણ સ્વતંત્ર પરિણમે છે એમ નથી.
દ્રવ્યમાં અનંત શક્તિઓ છે. તેથી દ્રવ્ય પરિણમતાં શક્તિ પરિણમી એમ કહેવામાં આવે છે. મતલબ કે અભેદ એક ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિ કરવાથી, દ્રવ્યની સન્મુખ થઈ પરિણમવાથી આખું દ્રવ્ય નિર્મળ પરિણમે છે. ગુણનું સ્વતંત્ર પરિણમન થતું નથી, પણ દ્રવ્યની પરિણતિ ભેગી ગુણની પરિણતિ ઉઠે છે. આમ-આ રીતે ગુણ-ગુણીના ભેદની દષ્ટિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #195
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૪૦-ક્રિયાશક્તિ : ૧૮૧
છોડવાનું પ્રયોજન સિદ્ધ થાય છે. ભાઈ! તારા ચૈતન્યનિધાનમાં અનંતાં ગુણનિધાન ભર્યાં છે તેને જાણી અનંતગુણનિધાન એવા શુદ્ધ ચૈતન્યનિધાનમાં દષ્ટિ કર, તેથી તને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ નિર્મળ પરિણતિ પ્રગટ થશે. આવો મારગ અને આ ધર્મ છે, બાકી બધું થોથેથોથાં છે.
દ્રવ્ય-ગુણમાં નિર્મળ ષટ્કારકો છે.
તો પર્યાયમાં વિકાર કયાંથી આવ્યો ?
પંચાસ્તિકાયની ૬૨મી ગાથામાં પર્યાયના ષટ્કારકની વાત કરી છે. મતલબ કે પર્યાયમાં પર્યાયના અશુદ્ધ ષટ્કારકો અનુસાર વિકાર થાય છે, તેમાં ૫૨ની અપેક્ષા નથી, ને દ્રવ્ય-ગુણ પણ કા૨ણ નથી. એક સમયની રાગની પર્યાયમાં તે પર્યાય કર્તા, તે પર્યાય કર્મ, તે પર્યાય કરણ, તે પર્યાય સંપ્રદાન, તે પર્યાય અપાદાન, ને તે પર્યાય અધિકરણ–એમ એક જ પર્યાયમાં તેના પટ્કારકના પરિણમનથી વિકૃત અવસ્થા ઉત્પન્ન થાય છે. ‘કા૨કો અનુસાર જે ક્રિયા...' એમ કહીને ૩૯મી શક્તિમાં પણ આ વાત સિદ્ધ કરી છે. પરંતુ વસ્તુનો-ચૈતન્યવસ્તુનો ગુણ એવો છે કે કારકો અનુસાર વિકારની જે ક્રિયા છે તેનાથી રહિતપણે તે પરિણમે. કાકો અનુસાર પર્યાયમાં જે મલિન પરિણમન થયું છે તે તો જ્ઞાનનું જ્ઞેય થઈ રહે છે. જેમ પરદ્રવ્ય જ્ઞેય છે તેમ પર્યાયની વિકૃત દશા પણ જ્ઞાનીના જ્ઞાનનું જ્ઞેય છે; અને તેનાથી રહિત ભવનમાત્રમયી જે ભાવશક્તિ તેનું પરિણમન તેને સિદ્ધ થાય છે.
અહીં ૪૦મી શક્તિમાં ‘કાકો અનુસાર થવારૂપ ' કહ્યું એમાં ત્રિકાળી નિર્મળ કારકો લેવાના છે. ૩૯મી શક્તિમાં પર્યાયના ( અશુદ્ધ) ષટ્કારકોની વાત હતી. અહીં દ્રવ્ય-ગુણના નિર્મળ કારકોની વાત છે. ‘કારકો અનુસાર ’–મતલબ કે ત્રિકાળી નિર્મળ કારકો અનુસાર થવાપણારૂપ જે ભાવ તે-મયી ક્રિયાશક્તિ છે. ભાઈ, આત્મા સ્વયં છ કારકરૂપ થઈને નિર્મળ નિર્મળ ભાવપણે પરિણમે એવી એની ક્રિયાશક્તિ છે. અહો! સ્વયમેવ છ કારકરૂપ થઈને કેવળજ્ઞાનાદિરૂપે પરિણમે એવો ભગવાન આત્માનો સ્વભાવ છે. અહા! આત્માને પોતાના નિર્મળ ભાવરૂપે પરિણમવા કોઈ ૫૨ કા૨કોની ગરજ-અપેક્ષા નથી, તેમ જ આત્મા કા૨ક થઈને જડની ક્રિયા કરે કે વિકારને કરે એવો પણ એનો સ્વભાવ નથી. પોતાના જ નિર્મળ કારકોને અનુસરીને પોતાના વીતરાગભાવરૂપે પરિણમવાની ક્રિયા કરે એવો આત્માનો સ્વભાવ છે. આ ક્રિયાશક્તિ છે.
ભાઈ, ધર્મનું સ્વરૂપ આવું બહુ ઝીણું છે બાપુ! હવે આ વાણિયાને આવું સમજવાની ફુરસદ ન મળે, આખો દિ' રળવા–કમાવામાં, વિષય ભોગમાં ને બૈરાં-છોકરાં સાચવવામાં ચાલ્યો જાય એ કયારે આ સમજે? પણ ભાઈ, નિવૃત્તિ લઈને સમજવાનો આ માર્ગ છે. અહા ! દર્શનશુદ્ધિ જેનું મૂળ છે એવો આ કોઈ અલૌકિક માર્ગ છે.
પહેલાં ( ૩૯મી શક્તિમાં) જે કારક અનુસાર ક્રિયા કહી તે એક સમયની પર્યાયના (અશુદ્ધ) ષટ્કારકની વાત હતી. અહીં જે કારક અનુસાર ક્રિયા કહી છે તે ત્રિકાળી પવિત્ર કારકની વાત છે. આ નિર્મળ કારકોનો આશ્રય અભેદ એક દ્રવ્ય છે. એટલે ‘કારકો અનુસાર' કહ્યું એમાં એક અભેદ દ્રવ્યનો જ આશ્રય છે; એમાં ૫૨ સાથે કે રાગ સાથે કાંઈ જ સંબંધ નથી. હવે આમાં લોકો રાડ નાખે છે કે-આમાં વ્યવહા૨નો લોપ થઈ ગયો. અરે પ્રભુ! સાંભળ તો ખરો, તારો વ્યવહાર વ્યવહારમાં રહ્યો છે, પણ એનાથી મોક્ષમાર્ગ થશે એવી તારી માન્યતાનો આમાં જરૂર ભુક્કો થઈ ગયો છે; અને તે યથાર્થ જ છે, કેમકે વ્યવહારથી-રાગથી રહિતપણે નિર્મળ નિર્મળ પરિણમે એવો જ ભગવાન આત્માનો સ્વભાવ છે. અભ્યાસ નિહ એટલે આવી વાત કઠણ પડે, પણ આ સત્ય વાત છે, ભગવાનની વાણીમાં આવેલી વાત છે. સમજાણું કાંઈ... ?
અહીં ક્રિયાશક્તિમાં જે કારકોની વાત કરી તે દ્રવ્યમાં જે નિર્મળ કારકો ત્રિકાળ શક્તિરૂપ છે તેની વાત છે. અહા ! ત્રિકાળી દ્રવ્યમાં જે નિર્મળ અભેદ ષટ્કારકો પડયાં છે એ કારકોના અનુસાર થવાપણારૂપ, પરિણમવાપણારૂપ ક્રિયાશક્તિ ત્રિકાળ જીવદ્રવ્યમાં પડી છે. આ સર્વજ્ઞ જિનેન્દ્રદેવનું ફરમાન છે. પ્રભુ! તારી પર્યાયમાં દ્રવ્ય-ગુણના આશ્રય વિના, પર્યાયના ષટ્કારકથી જે વિકૃતભાવરૂપ ક્રિયા થાય છે તેનાથી રહિત થવું-ભવવું એવો તારો ભાવ ગુણ છે, ને નિર્મળ નિર્મળ રત્નત્રયરૂપે થવારૂપ તારો ક્રિયાગુણ છે. મલિન પરિણામ સહિત થવાનો કોઈ ગુણ તારામાં છે જ નહિ. તેથી જ્યાં દ્રવ્ય ઉપર દષ્ટિ મૂકે કે તરત જ મલિન પરિણામથી રહિત નિર્મળ નિર્મળ રત્નત્રયરૂપ પરિણમન થાય છે. આવો મારગ છે.
પણ આ તો મોટા પંડિત હોય તેને સમજાય !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #196
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૮૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
એમ નથી ભાઈ, આ સમજવામાં પંડિતાઈની જરૂર નથી. પંડિત કોને કહેવા? પરમાર્થને જાણે-અનુભવે તે પંડિત છે. બાકી તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે કે
હું પડે! હે પાંડે ! હે પાંડે ! તું કણને છોડી માત્ર તુષ જ ખાંડે છે, અર્થાત તું અર્થ અને શબ્દમાં જ સંતુષ્ટ છે પણ પરમાર્થ જાણતો નથી માટે મૂર્ખ જ છે.”
આ સમજવામાં તો અંતરની રૂચિની જરૂર છે, બહારની પંડિતાઈની નહિ. સમયસાર, ગાથા ૧૫૬માં પણ કહ્યું છે કે
વિદ્ધન્જનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે,
પણ કર્મક્ષયનું વિધાન તો પરમાર્થ-આશ્રિત સંતને. જુઓ, પકારકથી પર્યાયમાં જે વિકૃતિરૂપ વ્યવહાર તેમાં વિદ્ધ જનો-પંડિતો વર્તન કરે છે, પણ નિશ્ચય નિજ પરમાર્થ વસ્તુમાં વર્તન કરતા નથી. ભાઈ, તારી બહારની પંડિતાઈ શું કામ આવે? એય સંસાર જ છે. સમજાય છે કાંઈ...? કોઈએ અહીં આત્મસિદ્ધિ શાસ્ત્રની એક ગાથા
“ગુરુ રહ્યા છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન આ ગાથાના સ્પષ્ટીકરણની માગણી કરી છે.
વાત એમ છે કે આમાં શ્વેતાંબર શૈલીની જરા વાત આવી ગઈ છે. ખરેખર કેવળી ભગવાન છદ્મસ્થનો વિનય કરે એવો વ્યવહાર ત્રણકાળમાં સંભવિત નથી. કેવળી ભગવાનને અપૂર્ણતાય નથી, ને વિકલ્પ નથી; પછી તે બીજાનો વિનય કેવી રીતે કરે? શ્વેતાંબર શાસ્ત્રોમાં એવી વાત ભરપુર આવે છે, તેની થોડી ઝલક આમાં રહી ગઈ છે. બાકી ત્રણલોકના નાથ કેવળી પરમાત્માથી મોટા કોણ છે કે તેઓ બીજાનો વિનય કરે? વિનયનો વિકલ્પ કેવળીને હોતો નથી, કેમકે તેઓ પૂર્ણ વીતરાગ થયા છે. ભાઈ, કસોટીએ ચઢાવીને માર્ગની સત્યતાનો નિર્ણય કરવો જોઈએ, માત્ર ઓથે-ઓધે માની લેવું એ કોઈ ચીજ નથી. ત્યાં બીજી પણ ગાથા આવી છે:
જાતિ વેશનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય;
સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય આ કથન પણ સત્યથી ફેરવાળું છે. ગમે તે જાતિ અને ગમે તે વેશથી મુક્તિ થાય એમ આમાં કહ્યું લાગે છે, પણ વાસ્તવમાં એમ નથી. બહારની જાતિ બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ એ જ હોય, અને શરીરનું નગ્નપણે એ જ બાહ્યમાં વેશ હોય, કોઈ બીજી રીતે માને કે સંપ્રદાય ચલાવે તો તે સત્ય છે એમ નથી. (આ પ્રમાણે વિપરીત અર્થનું નિરાકરણ કર્યું ) ' અરે! ભરતક્ષેત્રમાં અત્યારે કોઈ કેવળી ને વિશેષ જ્ઞાની રહ્યા નહિ, ને લોકો માર્ગને બીજી રીતે માની તત્ત્વનો વિરોધ કરે છે. પણ તે મહા અન્યાય છે. તેનું ફળ બહુ આકરું છે ભાઈ ! તત્ત્વની વિરાધનાના ફળમાં તારાથી સહન નહિ થાય એવું અનંતુ દુ:ખ આવી પડશે. કોઈ જીવ દુઃખી થાય તે પ્રશંસાલાયક નથી. પણ શું થાય? મિથ્યા શલ્યનું ફળ એવું જ આકરું છે. માટે ચેતી જા પ્રભુ! ને સતનો જેમ છે તેમ સ્વીકાર કર.
અહા ! આચાર્યદવે શક્તિનું વર્ણન કરીને નિર્મળ મોક્ષમાર્ગ કેમ પ્રગટ થાય તે સિદ્ધ કરી દીધું છે. મલિન પરિણતિ હો, છતાં મલિનતા રહિત પરિણમન-નિર્મળ જ્ઞાનભાવમય પરિણમન-થાય એ જ જ્ઞાનીની પરિણતિ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના પરિણામ હોય, પણ તે જ્ઞાનીનું મૂળ સ્વરૂપ નથી, કેમકે એ તો રાગ-વિકલ્પ છે, પુણ્યબંધનું કારણ છે. જ્ઞાની તેને પરયપણે જાણે છે બસ. આવો મારગ છે. અરે! એણે સત્યાર્થ માર્ગને સાંભળ્યો નથી, ને એનો કદી પરિચય પણ કીધો નથી! બહાર ને બહાર ગોથાં ખાધા કરે છે; પણ પોતાની ચીજ બિહારમાં છે નહિ તો કયાંથી મળે? ' અરે ભાઈ ! તારા હિતને માટે તું અંદર તારામાં જ જે, બહારમાં કારણોને મા શોધ; કેમકે તારા હિતનાં કારકો બહારમાં નથી. પોતાના જ નિર્મળ છ કારકોને અનુસરીને પોતે જ પરમાત્મદશારૂપે પરિણમી જાય એવો ભગવાન! તારો સ્વભાવ છે. તું ભગવાન સ્વરૂપ જ છો પ્રભુ! તારી પ્રભુતા માટે બાહ્ય સામગ્રી (નિમિત્તાદિ) ને શોધવાની વ્યગ્રતા મા કર. બાહ્ય સામગ્રી વિના જ પોતે એકલો પોતાના નિર્મળ કારકોરૂપ પરિણમીને કેવળજ્ઞાનરૂપે થઈ જાય એવો સ્વયંભૂ ભગવાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #197
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧-કર્મશક્તિ : ૧૮૩ તે પોતે જ છો. માટે દીન થઈને બહારમાં ફાંફાં કાં મારે? અંતર્દષ્ટિના બળે તારાં અંતરનાં ચૈતન્યનિધાન ખોલી દે; તારી દીનતા ટળીને પરમાનંદની પ્રાપ્તિ થશે.
અહા ! કારકો અનુસાર જે ભાવ છે તદ્અનુસાર સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થાય છે. તેના અનુસાર ચારિત્ર હોય છે, પંચમહાવ્રતના આશ્રયે ચારિત્ર હોય છે એમ નથી. લોકો કહે છે-આ તો નિશ્ચય, નિશ્ચયની વાત છે. હા, આ નિશ્ચય છે, પણ નિશ્ચય એટલે જ સત્ય.
વ્યવહારી લોકો માને છે કે સામાયિક કરો, વ્રત કરો, સવાર સાંજ પ્રતિક્રમણ કરો એટલે બસ થઈ ગયો ધર્મ. અરે ભાઈ, એ બધી શી ચીજ છે તેની તને ખબર નથી. એ તો બધો વિકલ્પ-રાગ છે બાપુ! તેનું પરિણમન પકારકથી ધર્મીની પર્યાયમાં હોય છે, પણ તેનાથી રહિત પરિણમવું એવા સ્વભાવનો તેમને આશ્રય છે. ધર્મી તેનો ( રાગના પરિણમનનો) સ્વામી નથી. શું કીધું? આ વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ ઉઠે છે તેનાથી રહિત ધર્મીનું નિર્મળ નિર્મળ પરિણમન હોય છે, અને ધર્મી તે રાગના સ્વામીપણાથી રહિત છે. અહાહા.! ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય, શુદ્ધ ગુણ અને દ્રવ્યના આશ્રયે થયેલું શુદ્ધ પરિણમન તે પોતાનું સ્વ, અને ધર્મી તેનો સ્વામી છે, પણ રાગનો સ્વામી ધર્મી નથી; વ્યવહારરત્નત્રયનો સ્વામી ધર્મી નથી. આ પરમ સત્ય છે ભાઈ ! ભગવાન સર્વજ્ઞદેવના શ્રીમુખેથી નીકળેલી આ વાણી છે. અહાહા...! જેને દ્રવ્યનો આશ્રય વર્તે છે તેને નિર્મળ કારકો અનુસાર નિર્મળ ભાવમયી ક્રિયાશક્તિનું પરિણમન થયું છે, તે રાગ સહિત પરિણમન જે થાય તેનો સ્વામી નથી. સમજાણું કાંઈ....?
ચાર ઘાતિકર્મોનો નાશ થવાથી કેવળજ્ઞાન થાય છે એમ તત્ત્વાર્થ સૂત્રમાં આવે છે એ તો નિમિત્તથી કથન છે. બાકી અહીં કહે છે-ભાઈ, નિર્મળ કારકો અનુસાર થવારૂપ તારામાં નિર્મળ ભાવમયી ક્રિયાશક્તિ છે, જેથી તે પોતે જ સ્વ-આશ્રયે નિર્મળ નિર્મળ ભાવરૂપ પરિણમતો થકો કેવળજ્ઞાનરૂપે પરિણમી જાય છે. બાહ્ય કારકોની તને શું ગરજ છે? કર્મનો અભાવ તો રજકણની દશા છે, તેમાં ચૈતન્યદ્રવ્યને શું છે? અહા ! કર્મના અભાવથી નહિ, વ્યવહાર રત્નત્રયથી નહિ, ને કેવળજ્ઞાન થવા પહેલાં મોક્ષમાર્ગની દશા છે તેનાથી પણ નહિ, પણ ત્રિકાળી શુદ્ધ કારકો અનુસાર સ્વ આશ્રયે કેવળજ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે. આવી વાત છે.
અનંતગુણભંડાર પ્રભુ આત્મા છે. તેના પ્રત્યેક ગુણમાં ક્રિયાશક્તિનું રૂપ છે. તેથી ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય કરતાં દ્રવ્ય સાથે દરેક ગુણની પર્યાય સ્વતઃ સ્વયં નિર્મળ પરિણમી જાય છે. કર્મનો અભાવ થવાથી તે પર્યાય પ્રગટ થાય છે એમ નહિ, ને પૂર્વની મોક્ષમાર્ગની પર્યાયનો અભાવ થયો માટે કેવળજ્ઞાન પ્રગટ થયું એમ પણ નહિ. હવે આવી વાત બિચારા લોકોને કયાં સાંભળવા મળે ? એમ ને એમ તેઓ જિંદગી વ્યતીત કરે છે. શું થાય? માર્ગ તો આવો સ્પષ્ટ છે ભાઈ ! તેને સમજીને તારું કલ્યાણ કર.
આ પ્રમાણે અહીં ક્રિયાશક્તિનું વર્ણન પૂરું થયું.
૪૧: કર્મશક્તિ
પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ તે-મથી કર્મશક્તિ.'
જુઓ, આ સત્યનો પોકાર! અંદરથી સત ઊભું (પ્રગટ) થાય છે તેને, કહે છે, અસત વિકારના શરણની કોઈ જરૂર નથી. શું કીધું? વ્યવહાર રત્નત્રયની નિર્મળ પરિણતિની પ્રાપ્તિમાં કોઈ જરૂર–ગરજ નથી. કેમકે પોતામાં આત્મદ્રવ્યમાં જ કારકો અનુસાર થવારૂપ નિર્મળ ભાવમયી ક્રિયાશક્તિ હોતાં દ્રવ્યના આશ્રયે સ્વયં જ નિર્મળ દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ છે. તેનાથી અંદર ભાવ-ચારિત્ર પ્રાપ્ત થાય છે એમ કદી ય નથી. આમ અજ્ઞાનીની દરેક વાતમાં મોટો ફેર છે.
અહીં કહે છે-“પ્રાપ્ત કરાતો એવો સિદ્ધરૂપ ભાવ...' –સિદ્ધરૂપ ભાવ એટલે શું? સિદ્ધરૂપ ભાવ એટલે આત્માના કર્મરૂપ એવો પ્રાપ્ત-પ્રગટ નિર્મળ ભાવ-પર્યાય. અહાહા...! આત્મા પોતે તે કર્મરૂપ થાય છે એવી તેની કર્મશક્તિ છે. અહીં સિદ્ધ પર્યાયની વાત નથી, પણ સિદ્ધ એટલે નિર્મળ પર્યાયરૂપ જે ભાવ પ્રગટ થાય તેને અહીં સિદ્ધરૂપ ભાવ કહેલ છે. સ્વદ્રવ્યના આશ્રયે પ્રાપ્ત કરાતો જે ભાવ તે સિદ્ધરૂપ ભાવ છે. અહાહા...! સમ્યગ્દર્શનની પર્યાય, સમ્યજ્ઞાનની પર્યાય,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #198
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ સમ્યકચારિત્રની પર્યાય, કેવળજ્ઞાનની પર્યાય-એમ ક્રમવર્તી પ્રગટેલી નિશ્ચિત નિર્મળ પર્યાય તે સિદ્ધરૂપ ભાવ છે.
અનંતગુણ-સ્વભાવનો પિંડ પ્રભુ આત્મા છે. તેની અંતર્દષ્ટિ કરી પરિણમતાં નિર્મળ પર્યાયરૂપ કર્મ પ્રાપ્ત થાય છે. આ આત્માનું કર્મ છે. “કર્મ' કહેતાં અહીં જડ દ્રવ્યકર્મ કે રાગાદિ ભાવકર્મની વાત નથી. તે આત્માનું કર્મ નથી, પણ ચૈતન્યસ્વભાવમાંથી જે સમ્યગ્દર્શન આદિ નિર્મળ પર્યાયની પ્રાપ્તિ થાય તે આત્માનું કર્મ છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રયે ક્ષણે ક્ષણે જે નિર્મળ નિર્મળ ભાવ પ્રગટ થાય છે તે પ્રાપ્ત થતો સિદ્ધરૂપ ભાવ છે. વસ્તુમાં શક્તિરૂપે ત્રિકાળ ભાવ છે તે વ્યક્તિ પર્યાયરૂપે પ્રગટતાં તેને સિદ્ધરૂપ ભાવ કહ્યો છે. સમ્યગ્દર્શનાદિ બધી પર્યાયો આ રીતે સિદ્ધરૂપ ભાવ છે. આ પ્રાપ્ત થતો સિદ્ધરૂપ ભાવ તે આત્માનું કર્મ છે, અને આત્મા પોતાની શક્તિથી તે-રૂપ થાય છે એવી તેની કર્મશક્તિ છે. આવી વાત! સમજાણું કાંઈ...?
અહાહા...! “પ્રાપ્ત કરાતો...” જોયું? “પ્રાપ્ત કરાતો”—એમ કહ્યું છે, મતલબ કે જે સમયે જે પર્યાય પ્રાપ્ત થવા યોગ્ય હોય તે સમયે તે જ પર્યાય ઉત્પન્ન થાય છે. તેને અહીં પ્રાપ્ત કરાતો સિદ્ધરૂપ ભાવ કહેલ છે. અહાહા...! પુરુષાર્થથી પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ તે-મથી એક કર્મશક્તિ જીવદ્રવ્યમાં છે. અનંત ગુણ-શક્તિનો આશ્રય આત્મદ્રવ્ય છે, ને દ્રવ્યના આશ્રયે પુરુષાર્થ છે. આમ સ્વદ્રવ્યના આશ્રયે પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપભાવ તે-મયી કર્મશક્તિ છે. વર્તમાન નિર્મળ પર્યાયની પ્રાસિરૂપ કર્મ તે કર્મશક્તિના કાર્યરૂપ છે; તે વ્યવહારરત્નત્રયનું કાર્ય નથી, ને તે પૂર્વપર્યાયનું પણ કાર્ય નથી. અન્ય ભિન્ન કારકો તો કયાંય દૂર રહી ગયા. ઝીણી વાત ભાઈ ! કહે છે-કર્મ નામની જીવમાં એક શક્તિ છે જેથી દ્રવ્યના આશ્રયે સહજ જ નિર્મળ પર્યાયની પ્રાપ્તિ થાય છે.
જુઓ, “કર્મ' શબ્દ ચાર અર્થમાં આવે છે: ૧. જ્ઞાનાવરણાદિ જડ દ્રવ્યકર્મને કર્મ કહે છે, ૨. રાગ-દ્વેષ-મોહ આદિ વિકારી ભાવકને કર્મ કહે છે, ૩. સમ્યગ્દર્શનાદિ નિર્મળ પરિણતિને કર્મ કહે છે, અને ૪. અહીં જેનું વર્ણન છે તે જીવની કર્મશક્તિને કર્મ કહે છે. તેમાં, -
-જડ દ્રવ્યકર્મ નિજ ચૈતન્યવતુ આત્માથી ભિન્ન ચીજ છે. તે આત્માની ચીજ નથી. અજ્ઞાનીઓ, કર્મ નડે છે -એમ કર્મ કર્મ પોકારે છે, પણ ભાઈ, એ આત્માની કોઈ ચીજ નથી.
-રાગ-દ્વેષ, પુણ્ય-પાપ આદિ વિકારી ભાવ તે ય આત્માનું વાસ્તવિક કર્મ નથી. અજ્ઞાનીઓનું કાર્ય તે હો, કેમકે તેમાં તેઓ તન્મય છે, પણ જ્ઞાની તેમાં તન્મય નથી, જ્ઞાનીનું તે કર્મ નથી. શું કીધું? દયા, દાન, વ્રત, તપ આદિ વ્યવહારરત્નત્રયનો રાગ તે જ્ઞાનીનું કર્મ નથી, જ્ઞાનીના જ્ઞાનમય ભાવથી એ ભિન્ન જ છે. સમજાણું કાંઈ..?
–સ્વદ્રવ્ય-શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન નિર્મળ નિર્મળ પર્યાયની પ્રાપ્તિ થાય છે તે આત્માનું પ્રાપ્ત કર્મ છે. કેમકે આત્મા તેમાં તન્મય છે, આત્મા સ્વયં તે-પણે થઈને તેને પ્રાપ્ત કરે છે. જુઓ, આ પ્રાપ્ત કરાતો સિદ્ધરૂપ ભાવ-આ આત્માનું-ધર્માત્માનું વાસ્તવિક કર્મ છે.
-જેમ જ્ઞાન, દર્શન, આનંદ આદિ ગુણ છે તેમ આત્મામાં કર્મ નામનો એક ગુણ છે. આ કર્મગુણ હોતાં, આત્મા સ્વયં પોતાની સમ્યગ્દર્શન આદિ નિર્મળ પર્યાયને પ્રાપ્ત કરે છે, પહોંચે છે. અહીં કહ્યું ને કે-“પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ તે-મયી કર્મશક્તિ.” અહા ! આત્માના જે આવા સ્વભાવને જાણી અંતર્મુખ પ્રતીતિ કરે છે તેને દ્રવ્યકર્મ, ભાવકર્મનો સંબંધ છૂટી જાય છે. સમજાણું કાંઈ...?
પ્રશ્ન:- સમજીને કરવું શું?
ઉત્તર:- સમજીને અંતર્મુખ, દ્રવ્ય ઉપર દષ્ટિ દેવી. વર્તમાન સમ્યગ્દર્શન આદિ નિર્મળ કાર્યને દ્રવ્ય પોતે જ પ્રાપ્ત કરે-પહોંચે એવો દ્રવ્યનો–ભગવાન આત્માનો સ્વભાવ છે, શક્તિ છે એમ યથાર્થ નિર્ણય કરવો. ભાઈ, વ્યવહાર રત્નત્રયના રાગથી કે દેવ-ગુરુ-શાસ્ત્રના નિમિત્તથી સમ્યગ્દર્શન આદિ નિર્મળ કાર્ય થાય એમ વસુસ્વરૂપ નથી. બહારમાં નિમિત્ત હો, પણ નિમિત્તથી કાર્ય થાય છે એમ ત્રણકાળમાં નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગી મોક્ષમાર્ગની પરિણતિ તે આત્મામાં પ્રાપ્ત કરાતો સિદ્ધરૂપ ભાવ છે, અને તેમય કર્મશક્તિ છે, અર્થાત્ કર્મશક્તિ તેમાં તન્મય છે, અર્થાત્ કર્મશક્તિનું તે કર્મ છે. આવી વાત !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #199
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧-કર્મશક્તિ : ૧૮૫ અહાહા..! આત્મા સચ્ચિદાનંદ પ્રભુ ત્રિકાળ ધૃવસ્વભાવી વસ્તુ છે. આ ધ્રુવમાં એક કર્મ નામની શક્તિ છે જેનાથી એનું વર્તમાન કાર્ય સુધરે છે. ધીરજથી સાંભળવું બાપુ ! આ તો ધર્મકથા છે ભાઈ ! કહે છે–તારું જે આત્મદ્રવ્ય છે તે અનંતગુણમય ગુણી છે, તેમાં કર્મ નામનો એક ગુણ છે, કર્મ એટલે કાર્ય થાય એવો તેમાં ગુણ છે. આ કર્મ ગુણના કારણે વીતરાગી નિર્મળ કાર્ય પ્રાપ્ત થાય છે. ભાઈ, આ કર્મગુણ તારું કાર્ય સુધરવાનું કારણ છે. માટે બીજે જોઈશ મા, અંદર જ્યાં શક્તિ છે તેમાં જો, ને તેમાં જ ઠરી જા.
ઓહો..! અંદર જુઓ તો અનંત અનંત શક્તિનો અખૂટ–અક્ષય ભંડાર ભર્યો છે. પ્રભુ! તારામાં એક જીવત્વ શક્તિ છે. તે જીવત્વ શક્તિમાં આ કર્મશક્તિનું રૂપ છે, જેથી જ્ઞાન, દર્શન, આનંદ, સત્તા-એવા જે શુદ્ધપ્રાણ–તેના નિર્મળ કાર્યરૂપ વાસ્તવિક જીવન પ્રાપ્ત થાય છે. આ જીવનું જીવન છે. નિર્મળ રત્નત્રયનું પ્રાપ્ત થયું તે જીવનું જીવન છે. શરીર વડે જીવવું એ જીવનું જીવન નથી, બહારમાં મન, વચન, કાય ઇત્યાદિ દશ પ્રાણ વડે જીવવું એ જીવનું જીવન નથી, ને ભાવેન્દ્રિયથી જીવવું એ પણ જીવનું વાસ્તવિક જીવન નથી. અહાહા..! દશ પ્રાણોથી ભિન્ન અને અંદર ભાવેન્દ્રિયના કાર્યથી ભિન્ન, જ્ઞાન, દર્શન, આનંદ અને સત્તાનું-શુદ્ધ ચૈતન્ય પ્રાણોનું નિર્મળ કર્મપણે પરિણમન થાય તે જીવનું જીવન છે. લ્યો, આવું જીવન તે સાચું જીવન; બાકી તો ચાર ગતિની રખડપટ્ટી છે. સમજાણું કાંઈ...?
ભાઈ, તારા કાર્યપણે નિર્મળ રત્નત્રયનું કાર્ય થાય તેનું કારણ કોણ ?
તો કહે છે–તારામાં કર્મ નામનો ગુણ છે તે આ નિર્મળ પર્યાયનું કારણ છે. મોહનીય આદિ કર્મ ખસી જાય તો નિર્મળ રત્નત્રય પ્રગટ થાય એમ નથી. અને પૂર્વની નિર્મળ પર્યાય પણ વર્તમાન નિર્મળ પર્યાયનું વાસ્તવિક કારણ નથી. એ તો તારું આત્મદ્રવ્ય જ નિજ શક્તિથી ક્ષણે ક્ષણે નિર્મળ કાર્યરૂપે પરિણત થાય છે. ભાઈ ! નિર્મળ રત્નત્રયરૂપ કર્મ કયાંય બહારથી આવતું નથી, આત્મામાં જ તે-રૂપ થવાની શક્તિ છે. નિજ સ્વભાવની સન્મુખ થતાં આત્મા પોતે જ તેવા કાર્યરૂપે પરિણત થાય છે. અહા ! જુઓ આ કર્મશક્તિ! પોતાનું કાર્ય ( જ્ઞાન, દર્શન, આનંદ આદિ) પોતે પ્રાપ્ત કરે એવો જ આત્માનો સ્વભાવ છે. પણ જડનું કરે કે વિકાર કરે એવો આત્માનો સ્વભાવ નથી, જડ કર્મ કે વિકાર તે આત્માનું કર્મ નથી.
અહાહા...! નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન-આનંદની શુદ્ધ પર્યાયપણે પરિણમવું-તે ભાવને પ્રાપ્ત કરવો-પહોંચવું તે આ કર્મગુણનું કાર્ય છે. હવે આવું કદી કાને ય પડયું ન હોય તે શું કરે? અરેરે ! ચાર ગતિમાં બિચારા રઝળી મરે. અહીં કહે છે–પોતાની નિર્મળ વીતરાગી પર્યાયને પોતે પ્રાપ્ત કરે એવો પોતાનો-આત્માનો ગુણ છે. આનું નામ કર્મશક્તિ છે. આ કર્મશક્તિ ધ્રુવ ઉપાદાન છે, ને તેની નિર્મળ પરિણતિ તે ક્ષણિક ઉપાદાન છે. કર્મશક્તિ જે ધ્રુવ છે તે પારિણામિક ભાવે છે, ને તેનો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણમનની પ્રાસિરૂપ જે ભાવ છે તે ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક ભાવે છે. જડ કર્મનો ઉપશમ થયો માટે અહીં નિર્મળ ઉપશમભાવની પર્યાય પ્રગટી એમ નથી. એ તો જીવનો ત્રિકાળી કર્મગુણ-સ્વભાવ એવો છે જેથી ઉપશમભાવરૂપી કાર્ય સિદ્ધ થાય છે. અહો ! આવું જૈનદર્શનનું સ્વરૂપ સૂક્ષ્મ છે, તેને આચાર્ય ભગવંતોએ સ્પષ્ટ ખુલ્લું કર્યું છે.
દયા પાળો, વ્રત કરો, ભક્તિ કરો, ઉપવાસ કરો... ઇત્યાદિ–એ કાંઈ ધર્મ નથી. આ તો બે ઘડી સામાયિક લઈને બેસે ને માને કે થઈ ગયો ધર્મ; પણ બાપુ! સામાયિક તો અંદરની ચીજ છે; તને તે સામાયિકના સ્વરૂપની ખબર નથી. આ તો હજુ ચોથા ગુણસ્થાને તો એકલું વ્યવહાર સમકિત હોય, ને નિશ્ચય સમકિત તો સાતમા ગુણસ્થાનથી હોય. અરે પ્રભુ! તું શું કહે છે આ? વ્યવહાર સમકિત તો ઉપચાર છે, ને નિશ્ચય વિના કોનો ઉપચાર ? તારી વાત બરાબર નથી. ચોથા ગુણસ્થાનથી જ આત્માની નિર્વિકલ્પ શ્રદ્ધારૂપ નિશ્ચય વીતરાગ સમકિત જ્ઞાનીને પ્રગટ થાય છે, ને ત્યારે દેવ-ગુરુ-શાસ્ત્રની એની શ્રદ્ધાને ઉપચારથી વ્યવહાર સમકિત કહે છે.
આ તો શાંતિથી સમજવાની ચીજ છે. વીતરાગના આ માર્ગનો વર્તમાનમાં બહુધા વિચ્છેદ થઈ ગયો છે. સંપ્રદાયમાં આ વાત ચાલતી નથી. તું ભગવાન છો ને ભાઈ ! ભગ નામ જ્ઞાન અને આનંદની લક્ષ્મી, અને વાન નામ તે-રૂપ. જ્ઞાન ને આનંદની લક્ષ્મીરૂપ તું ભગવાન છો ને પ્રભુ! અહાહા..! આ ધૂળની લક્ષ્મી કાંઈ તારી ચીજ નથી, પણ અંદર ચૈતન્યલક્ષ્મીરૂપ ભંડારમાં તારી એક કર્મશક્તિરૂપ લક્ષ્મી છે. અહાહા..! તારામાં સમ્યગ્દર્શન આદિ નિર્મળ રત્નત્રયરૂપ ધર્મનું કાર્ય પ્રગટ થાય તેના કારણરૂપ અંદર કર્મશક્તિરૂપ લક્ષ્મી પડી છે. માટે પ્રસન્ન થા, ને વ્યવહારનો આશ્રય છોડી, જ્યાં આ લક્ષ્મી પડી છે એવા તારા ચૈતન્યનિધાનને જો, તને અદ્ભુત આહલાદ થશે, પ્રદેશ-પ્રદેશે અનાકુળ આનંદ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #200
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
ઊછળશે. આનું નામ સમક્તિ ને આ ધર્મ છે.
અરે, સાંભળ ભાઈ! વ્યવહાર સમકિત તે કાંઈ સમિતિ નથી. વ્યવહા૨ સમકિત એ તો વિકલ્પ-રાગ છે. દ્રવ્યદષ્ટિ થયે શ્રદ્ધાગુણના કાર્યરૂપ નિર્વિકલ્પ નિશ્ચય સમકિત પ્રગટ થાય છે, ને તેને સહચ૨૫ણે જે દેવ-ગુરુ-શાસ્ત્ર સંબંધી શુભાગ હોય છે તેને ઉપચારથી આરોપ દઈને વ્યવહા૨સમકિત કહેવામાં આવે છે. વાસ્તવમાં તે રાગ જ છે, ને તે સિદ્ધભાવરૂપ આત્માનું કર્મ નથી, તથા એનાથી નિર્મળ પર્યાયરૂપ આત્માનું કર્મ થાય છે એમ પણ નથી. વાસ્તવમાં સમ્યગ્દર્શનનો ઉત્પાદ થવામાં શ્રદ્ધાગુણ કારણ છે. શ્રદ્ધાગુણમાં કર્મશક્તિનું રૂપ છે ને! માટે તે ભાવ પ્રાસ કરાય છે. ભાઈ, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, આનંદ-એમ દરેક ગુણમાં પોતાની નિર્મળ પર્યાયરૂપ કર્મ પ્રગટ થાય છે તે પ્રાપ્ત કરાતો સિદ્ધરૂપ ભાવ છે, ને તે–મયી કર્મશક્તિ છે.
સ્વાધ્યાયનો વિકલ્પ હોય છે, પણ તે વિકલ્પથી સમ્યજ્ઞાન પ્રગટ થાય છે એમ નથી. એ તો આત્માનો એવો જ્ઞાનસ્વભાવ છે કે જેથી તે પોતાના સમ્યજ્ઞાનરૂપ કર્મને પ્રાપ્ત કરે.
તેવી રીતે પંચમહાવ્રતાદિનો વિકલ્પ હોય છે, પણ તે વિકલ્પથી સમ્યક્ચારિત્રરૂપ નિર્મળ કાર્ય થાય છે એમ નથી. એ તો આત્માનો એવો ચારિત્ર સ્વભાવ છે કે જેથી તે પોતાના સમ્યક્ચારિત્રરૂપ કર્મને પ્રાપ્ત કરે.
આ પ્રમાણે શ્રદ્ધા, આનંદ ઇત્યાદિ આત્માના બધા જ ગુણોમાં સમજવું. આત્માના જ્ઞાન, ચારિત્ર, આનંદ આદિ બધા ગુણમાં કર્મશક્તિનું રૂપ છે. તેથી આત્મા પોતે પોતાના નિર્મળ સ્વભાવરૂપ કર્મને પ્રાપ્ત કરે જ છે. જ્યાં નિજસ્વરૂપના લક્ષે અંતર-એકાગ્ર થાય કે સ્વભાવના આશ્રયે શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર-આનંદ વગેરેનું નિર્મળ નિર્મળ કાર્ય પ્રગટ થાય જ છે. ત્યાં ‘હું આ નિર્મળ કાર્ય પ્રાપ્ત કરું' એવી ભેદવાસના રહેતી નથી, કેમકે પોતાની કર્મશક્તિથી પોતે સ્વયમેવ નિર્મળ કાર્યરૂપ થઈ જાય છે. આવી સૂક્ષ્મ વાત છે.
વ્યવહાર સમિતિમાં સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા-એ બધા વિકલ્પ છે. એ વિકલ્પથી રહિત કર્મગુણના કારણથી સમ્યગ્દર્શનરૂપી વીતરાગી પર્યાયનું કાર્ય પ્રગટ થાય છે. પુણ્ય અને વિકલ્પથી એની સિદ્ધિ થતી નથી. બહારમાં અનુકૂળ નિમિત્તથી કાર્ય થયું એમ નિમિત્તની મુખ્યતાથી કહેવાય, પણ એમ છે નહિ. કોઈ કહે કે-અહો ! ભગવાન ! આપની કૃપાથી કાર્યસિદ્ધિ થઈ, પણ એમ છે નહિ, વસ્તુસ્વરૂપ એવું નથી.
પ્રશ્ન:- મહારાજ! લોકો કહે છે આપની આ લાકડી ફરે તો પૈસા મળી જાય છે?
ઉત્તર:- લોકો કહે છે એ તો લોકમૂઢતા છે ભાઈ! બાકી આ લાકડીમાં કાંઈ માલ નથી. હમણાં જ એક લાકડી ચોરાઈ ગઈ, કોઈક લઈ ગયું (અંદર મૂઢતા છે ને?) આ લાકડી તો અમે હાથમાં એટલા માટે રાખીએ છીએ કે શાસ્ત્રને ૫૨સેવાવાળો હાથ અડી જાય તો અસાતના થાય. બાકી લાકડીમાં કાંઈ જાદુ નથી કે એનાથી પૈસા મળે.
જુઓ, બેંગ્લોરમાં એક શેઠે ભવ્ય જિનાલય બંધાવ્યું. તેની પ્રતિષ્ઠાનો મોટો ઉત્સવ થયો. શેઠ પંદરેક દિવસ ઉત્સવના કામમાં રોકાયા, તો દુકાનમાં માલ હતો એ વેચાતા વિના પડી રહ્યો. બન્યું એવું કે પછી એના ભાવ વધી ગયા, ને શેઠને અઢળક પૈસા મળ્યા. પણ એ તો પૂર્વના પુણ્યના કારણે લક્ષ્મી આવે છે ભાઈ ! અને એમાં ય શું છે? લક્ષ્મી-ધૂળ આવી એમાં આત્માને શું લાભ? ભગવાન ! વીતરાગી નિર્મળ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય એ તારું કર્મ છે, ને એ લાભ છે. બાકી તો બધી ધૂળની ધૂળ છે, ને તેના લક્ષે ચાર ગતિની રઝળપટ્ટી છે. સમજાણું કાંઈ...?
અહા ! ધર્મી જીવ એમ જાણે છે કે સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધપદ પર્યંતનાં જે ૫રમ પદો છે તે પ્રાપ્ત કરવાની શક્તિ મારા આત્મામાં છે, ને તે જ મારાં કર્મ છે; એ સિવાય બહારમાં મોટાં રાજપદ કે દેવપદ વગેરે પ્રાસ થાય તે કાંઈ મારાં કર્મ નથી. કર્તાનું ઇષ્ટ તે કર્મ. અહા! મને મારા જ્ઞાન-આનંદ સ્વભાવમાંથી પ્રાપ્ત થતી જે નિર્મળ રત્નત્રયરૂપ અવસ્થા તે જ મારું ઇષ્ટ કર્મ છે, આ સિવાય પુણ્ય ને પુણ્યના ફળરૂપ પ્રાપ્ત સંયોગ તે મારું કાંઈ જ નથી. જુઓ આ ધર્મીની અંતર્દષ્ટિ!
ધર્મીને પહેલાં પર્યાયમાં શુદ્ધિ અલ્પ હતી, પછી ક્રમે વિશેષ શુદ્ધિ થઈ. શુદ્ધિની વૃદ્ધિ થઈ તે નિર્જરા છે. નિર્જરાના બે પ્રકાર છેઃ દ્રવ્યનિર્જરા, ને ભાવનિર્જરા. જડ કર્મનું ખરી જવું તે દ્રવ્યનિર્જરા છે, ને તે કાળે અશુદ્ધતાનો વ્યય થઈને શુદ્ધિની વૃદ્ધિ થાય તે ભાવનિર્જરા છે. ધર્મીને જે શુદ્ધિની વૃદ્ધિનું કાર્ય થયું તેનું કારણ, અહીં કહે છે, દ્રવ્યની કર્મશક્તિ છે. પૂર્વપર્યાય નિર્મળ હતી માટે પછીની પર્યાય વિશેષ નિર્મળ થઈ એમ નથી. પૂર્વે મોક્ષમાર્ગની
પર્યાય હતી માટે વર્તમાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #201
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧-કર્મશક્તિ : ૧૮૭ કેવળજ્ઞાન પર્યાય પ્રગટ થઈ એમ કારણ-કાર્ય નથી. વર્તમાન કેવળજ્ઞાન પર્યાયની પ્રાપ્તિ સ્વતંત્ર દ્રવ્યના આશ્રયે થાય છે. આવી સૂક્ષ્મ વાત વીતરાગના માર્ગ સિવાય બીજે કયાંય નથી. અહો ! આમાં તો બધું ક્રમબદ્ધ જ છે એમ સમજાઈ જાય છે.
- ત્રિકાળ ધૃવસ્વરૂપ છે. તે સ્વરૂપની અસ્તિનો સ્વીકાર નિર્મળ પર્યાયમાં થાય છે. પર્યાયમાં ધ્રુવની કબૂલાત કરી, અને પર્યાયમાં નિર્મળતા થઈ–તે નિર્મળ ક્રમવર્તી પર્યાય અને અક્રમવર્તી ગુણો-એ બેનો એકસાથે સમુદાય તે આત્મા છે. અહીં રાગ તે ગુણનું કાર્ય-કર્મ નથી, તેથી તેની કોઈ ગણતરી નથી. હવે કેટલાક કહે છે–આ સોનગઢવાળાએ નવું કાઢયું. પણ આ સમયસાર શાસ્ત્ર કયાં સોનગઢનું છે ? એ તો વીતરાગની વાણી આચાર્ય કુંદકુંદદેવે સમયસારરૂપે વહાવી છે.
અહાહા....! એકેક શક્તિ પારિણામિકભાવે છે, અને તેનું કાર્ય છે તે ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિકભાવે છે. ઉદયભાવ તે શક્તિનું કાર્ય નથી. દ્રવ્ય શુદ્ધ, તેના ગુણ શુદ્ધ, અને તેનું કાર્ય પણ શુદ્ધ પવિત્ર જ છે. ઉદયભાવ તેનું કાર્ય છે જ નહિ. એ તો પર્યાયની યોગ્યતાથી ઉદયભાવ છે, પણ ધર્મી તેને પોતાનું કર્મ ગણતા નથી; ધર્મીને તે પરજ્ઞયપણે છે. ' અરે! અજ્ઞાની જીવો રાતદિ' સંસારની મજૂરી કરીને મરી જાય છે. એમાં ય કોઈ પુણ્યોદયે બે-પાંચ કરોડનું ધન મળી જાય તો માને કે મોટી બાદશાહી મળી. અરે ભાઈ ! બાદશાહી શું છે તેની તને ખબર નથી. નિરાકુળતારૂપ સાચી બાદશાહી તો તારી અંદર પડી છે. તું અંદર અનાકુળ જ્ઞાનાનંદસ્વરૂપ બાદશાહ છો. ત્યાં ન જોતાં બહારમાં અહીંથી સુખ મળશે કે ત્યાંથી સુખ મળશે એમ ઝાવી નાખે છે પણ એ તો તારું ભિખારાપણું છે. અરે ! અનંતગુણચક્રનો સ્વામી મોટો ચક્રવર્તી બાદશાહ થઈને તું ભિખારીની જેમ રખડે છે! ને પુણ્યની વિકારની ભીખ માગે છે!! અરે ભાઈ, બહારથી કયાંયથી તને સુખ નહિ મળે. મોટો બાદશાહ તું અંદર બિરાજે છે ત્યાં અંતર્મુખ થઈને જો. તેમાં બાદશાહી શક્તિઓ પડી છે તેનું નિર્મળ પરિણમન થતાં તને બાદશાહી પ્રાપ્ત થશે. સ્વભાવમાંથી પ્રાપ્ત થાય તે બાદશાહી, તે આનંદ અને તે સુખ. બાકી તો બધી આકુળતાની ભઠ્ઠી છે. સમજાણું કાંઈ...?
આખા સમયસારનો સાર આ છે. શું? કે દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરતિ શુદ્ધ ચૈતન્યધન આત્મા તે ભગવાન સમયસાર છે. આ સમયસાર કેમ પ્રગટ થાય ? તો કહે છે–અંતર્દષ્ટિ કરવાથી શુદ્ધ કર્મની પ્રાસિરૂપ કાર્યસમયસાર પ્રગટ થાય છે, અરેરે! અનાદિ કાળથી તારું કાર્ય તું બગાડતો આવ્યો છો. પર્યાયમાં શુભાશુભ રાગ થાય તે કાર્ય મારું -એમ માનતો થકો બહિર્મુખપણે તું તારું જીવન બગાડતો આવ્યો છો. પણ ભાઈ રે! વિકાર થાય એ કોઈ તારા દ્રવ્ય-ગુણનું કાર્ય નથી, જેમ પુદગલમાં આઠ કર્મની પર્યાય થાય તે તારા દ્રવ્ય-ગુણનું કાર્ય નથી તેમ તારી પર્યાયમાં પુણ્ય-પાપરૂપ વિકાર થાય તે તારા દ્રવ્ય-ગુણનું કાર્ય નથી. પર્યાયમાં તેના પટ્ટારકના પરિણમનથી અદ્ધરથી વિકલ્પરૂપ મલિનતા થાય છે, પણ મલિન વિભાવરૂપ પરિણમવાનો તારામાં કોઈ ગુણ નથી. વિભાવરૂપે ન પરિણમવું એવો ગુણ છે, પણ વિભાવરૂપે થવું એવો આત્મામાં કોઈ ગુણ નથી. લ્યો, આવું તત્ત્વ શું? તેના ગુણ શું? અને તેનું કર્મ શું? –અરે ! અજ્ઞાની જીવોને કાંઈ ખબર નથી.
સત્ સાહિત્યમાં પ્રચારમાં એક મુમુક્ષુએ લાખ રૂપિયા આપ્યા છે, એમ બીજાએ એંસી હજાર આપ્યા છે. અમે તો કહ્યું-આમાં શુભભાવ છે, ધર્મ નહિ; પુણ્યબંધ થશે. વાસ્તવમાં એ શુભભાવરૂપે ન પરિણમવું એવો તેનો (– આત્માનો) ગુણ છે, ને તે વિકારરૂપે ન પરિણમવું એવો તેનો ગુણ છે. હવે પોતાના સ્વઘરની-સ્વભાવની ખબર ન મળે ને પરઘરના-પરભાવના આચરણમાં કોઈ ધર્મ માની લે, પણ એ કેમ ચાલે? એ તો મિથ્યા શલ્ય છે. વ્યવહાર સમકિત તે સમકિત, ને દ્રવ્ય ચારિત્ર તે ચારિત્ર એમ જે માને છે તેને ધર્મના વાસ્તવિક સ્વરૂપની ખબર નથી. તેની દષ્ટિ જૂઠી-વિપરીત છે, તેના અંતરમાં મિથ્યાત્વનું શલ્ય પડયું છે. અરે ભાઈ, તે તને ભારે નુકશાન કરશે, અનંત જન્મ-મરણ કરાવશે.
અનંતગુણરત્નાકર પ્રભુ આત્મા છે. તેમાં એક કર્મ નામનો ગુણ છે. આ કર્મ નામનો ગુણ છે. આ કર્મ ગુણના કારણે દ્રવ્યદષ્ટિવંતને પોતાનું સમ્યગ્દર્શનાદિરૂપ નિર્મળ કર્મ પ્રાપ્ત થાય છે. આમ ધર્મીને પોતાનું કાર્ય સમયે સમયે સુધરે છે. પણ એ તો સમયે સમયે તેની ઉત્પત્તિનો કાળ છે, એ એની જન્મક્ષણ છે. ગુણના કારણે તે પર્યાય ઉત્પન્ન થઈ એમ કહેવું એ તો ઉપચાર છે. હવે આમ છે ત્યાં વ્યવહારના રાગથી નિશ્ચય (વીતરાગ પરિણતિ) થાય એ વાત કયાં રહી? ભાઈ, જો તારી દષ્ટિ ન પલટી તો આમ ને આમ રખડવાનો તારો રસ્તો નહિ મટે. અરેરે ! મરી-મરીને નરક-નિગોદમાં જવું પડશે. શું થાય? વસ્તુસ્થિતિ એવી છે. એમ શરીરમાં અનંત આત્મા, અનંતનો એક શ્વાસ, અનંતનું આયુષ્ય ભેગું,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #202
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૮૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
પણ દુ:ખની પર્યાય જુદી–અહા ! આવા દુ:ખમય સ્થાનમાં તારો અનંત કાળ ગયો છે પ્રભુ! અહા ! એ પારાવાર દુ:ખનું શું કહેવું? ભાઈ, એ દુઃખથી મુક્ત થવું હોય તો જેમાં અનંત શક્તિ ભરી છે એવા તારા દ્રવ્યની સંભાળ કર, તારા ચૈતન્યદ્રવ્યની રક્ષા કર. હું શુદ્ધ એક ચિદાનંદસ્વરૂપ છું—એમ અંતર્દષ્ટિ વડે પ્રતીતિ કરવી ને તેમાં રમણતા કરવી એ તેની રક્ષા છે. આ સિવાય બધી હિંસા જ હિંસા છે, આત્મઘાત છે. સમજાય છે કાંઈ..!
ભાઈ, તારી ચિદાન-ચૈતન્યવતુ ધ્રુવ ત્રિકાળ છે. તેની એક કર્મશક્તિ ધ્રુવ ત્રિકાળ છે. સ્વ-આશ્રયે શક્તિ પરિણમતા નિર્મળ પર્યાયરૂપ કર્મ જે નીપજે તે પ્રાપ્ત કરાતો સિદ્ધરૂપ ભાવ છે. અહા ! તે ભાવના કારણરૂપ કર્મશક્તિ છે એમ જાણી દ્રવ્યદષ્ટિ કરતાં પર્યાયમાં નિર્મળતારૂપ સુધારો થાય છે. આવો મારગ છે. આ સિવાય ઉન્માર્ગ છે.
આ પ્રમાણે અહીં કર્મશક્તિનું વર્ણન પૂરું થયું.
*
૪૨: કર્તૃશક્તિ થવાપણારૂપ અને સિદ્ધરૂપ ભાવના ભાવકપણામયી કર્તૃશક્તિ.”
અહાહા...! ચૈતન્ય ગુણરત્નાકર પ્રભુ આત્મા છે. તેમાં, અહીં કહે છે, એક કર્ણ-કર્તાપણાનો ગુણ છે. થવાપણારૂપ અને સિદ્ધરૂપ ભાવના ભાવકપણામય આ કર્તુત્વ ગુણ છે. અહાહા..! વર્તમાન સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ નિર્મળ ભાવ પ્રગટ થાય તે થવાપણારૂપ અને સિદ્ધરૂપ ભાવ છે, તેનો ભાવક અર્થાત્ તે ભાવનો કર્તા, કહે છે, ભગવાન આત્મા છે. અહાહા...! વર્તમાન થવા યોગ્ય ને સિદ્ધરૂપ ભાવનો કર્તા થઈને આત્મા તે ભાવને ભાવે કરે એવો આત્માનો સ્વભાવ છે. પોતાની શક્તિથી આત્મા પોતે જ સ્વાધીનપણે પોતાના સમ્યગ્દર્શનાદિ નિર્મળ ભાવને કરે છે.
પહેલાં કહ્યું કે પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ તે-મયી કર્મશક્તિ છે. મતલબ કે આત્મા પોતે જ પોતાના સિદ્ધરૂપ ભાવ-થવાયોગ્ય નિર્મળ ભાવને કર્મપણે પ્રાપ્ત થાય એવી એની કર્મશક્તિ છે. હવે, પ્રાપ્ત કરાતું આ નિર્મળ ભાવરૂપ કર્મ, જેને સિદ્ધરૂપભાવ કહ્યો, તેનો કર્તા કોણ ?–એમ વિચારતાં કહે છે-કર્તાપણું જેનો સ્વભાવ છે એવો આત્મા પોતે જ પોતાના એ ભાવનો કર્તા છે. અહાહા...! નિજ આત્મદ્રવ્યના આશ્રયે કર્ણશક્તિ છે એમ જાણી જેણે નિજ ત્રિકાળી દ્રવ્ય દૃષ્ટિમાં લીધું તે સ્વયં કર્તા થઈને પોતાના સમ્યગ્દર્શન આદિ ભાવરૂપે પરિણમે છે.
અહીં સિદ્ધરૂપ ભાવ એટલે સિદ્ધ પર્યાય એમ અર્થ નથી. પણ જે થવાયોગ્ય વર્તમાન નિશ્ચિત-ચોક્કસ વીતરાગી નિર્મળ પર્યાય થઈ તેને અહીં સિદ્ધરૂપ ભાવ કહેલ છે. સાધકની સમ્યગ્દર્શનથી માંડી સિદ્ધપદ પર્વતની નિર્મળ પર્યાય જે ક્રમે પ્રાપ્ત થવાયોગ્ય થાય છે તેને અહીં સિદ્ધરૂપ ભાવ કહ્યો છે. તે સિદ્ધરૂપ ભાવના કર્તાપણામય આત્માની શક્તિ છે. વર્તમાન નિર્મળ રત્નત્રય તે થવાપણારૂપ-ભવનરૂપ ભાવ છે, ને તે ભવનરૂપ ભાવમાં તન્મય થઈને, તેનો ભાવક થઈને, આત્મા પોતે તેને ભાવે છે એવી તેની કર્ણશક્તિ છે. લ્યો, હવે આમાં વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય થાય એમ કયાં રહ્યું? ભાઈ ! વ્યવહારના વિકલ્પના આલંબન વગર જ નિજશક્તિથી કર્તા થઈને સ્વાધીનપણે આત્મા પોતાના નિર્મળ નિર્મળ ભાવરૂપ પરિણમે છે. અહા ! એકેક શક્તિના વર્ણનમાં ગજબની વાત કરી છે.
બહેનના વચનામૃતમાં સાદી ભાષામાં બહુ સારી વાત આવી છેઃ “જાગતો જીવ ઊભો છે, તે કયાં જાય? જરૂર પ્રાપ્ત થાય લ્યો, ભાષા સાદી, ને ભાવ સરસ, જાણે અમૃત. “ જાગતો જીવ’ એટલે જાગ્રત ચૈતન્ય
જ્યોતિસ્વરૂપ એક જ્ઞાયકdભાવી આત્મા; “ઊભો છે”—એટલે કે તે ત્રિકાળ ધ્રુવ અસ્તિપણે છે. અહાહા..! એક જ્ઞાયકભાવસ્વરૂપ ભગવાન આત્મા છે તે ત્રિકાળ ટકવાપણે-હોવાપણે ધ્રુવ છે, ને તેમાં નજર કરતાં તે અવશ્ય પ્રાપ્ત થાય છે, અર્થાત્ તેનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ અવશ્ય પ્રગટ થાય છે. અહા ! ધર્મીને જે આત્માના જ્ઞાન-શ્રદ્ધાનઆચરણરૂપ કર્મ પ્રગટ થયું તેનો કર્તા કોણ ? તો કહે છે ધર્મી (–આત્મા) પોતે જ કર્તાપણું ગ્રહણ કરીને નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન–આચરણરૂપ નિજ કર્મને પ્રગટ કરે છે, તેને કોઈ અન્ય ભિન્ન કારકોની ગરજ નથી. સમજાય છે કાંઈ...?
અહા ! આત્માની આ શક્તિ એવી છે કે પોતાના શ્રદ્ધાન-જ્ઞાન આદિ નિર્મળ કાર્યના કર્તા પોતે જ થાય છે;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #203
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪ર-કર્ણશક્તિ : ૧૮૯ તેને કોઈ બીજાની અપેક્ષા નથી. અહા! શું ભગવાનનો દિવ્યધ્વનિ એના જ્ઞાનનો કર્તા છે? ના. કેવળી-શ્રુતકેવળીની સમીપે જ ક્ષાયિક સમકિત થાય એવો નિયમ છે. એ તો બરાબર છે, પણ શું કેવળી-શ્રુતકેવળી એના (-આત્માના) ક્ષાયિક સમકિતના કર્તા છે? ના. ભાઈ, ભગવાનની દિવ્યધ્વનિ અને કેવળી-શ્રુતકેવળી બહારમાં નિમિત્ત હો, પણ તે એના (ધર્મીના) જ્ઞાન-શ્રદ્ધાનના કર્તા નથી. એ તો આત્મા પોતે જ પોતાના સ્વભાવથી તેરૂપે-જ્ઞાન-શ્રદ્ધાનરૂપે પરિણમ્યો છે, એટલે આત્માનું જ તે કર્મ છે, ને આત્મા જ તેનો કર્યા છે, તેને કોઈ બીજાની અપેક્ષા નથી; કેમકે વસ્તુની શક્તિઓ બીજાની અપેક્ષા રાખતી નથી.
અહાહા..આત્મા પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ જાગ્રતસ્વભાવી–એક જ્ઞાયકસ્વભાવી ભગવાન છે. તેમાં એક કર્તૃશક્તિ ભરી છે. આ કર્તૃશક્તિનું બીજા અનંત ગુણમાં રૂપ છે. શું કીધું? જ્ઞાન, શ્રદ્ધા, આનંદ ઇત્યાદિ અનંત ગુણમાં કર્ણશક્તિનું રૂપ છે. તેથી એક જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ કરતાં તે પોતાની વર્તમાન જ્ઞાન-શ્રદ્ધાની આદિરૂપ નિર્મળ પર્યાયના ભાવનો ભાવક નામ કર્તા થાય છે. જ્ઞાનગુણની નિર્મળ પર્યાય પ્રગટ થાય તે થવાયોગ્ય સિદ્ધરૂપભાવ છે. જ્ઞાનના તે નિર્મળ ભાવનું જ્ઞાન કર્તા છે, શાસ્ત્રો કે શ્રુતના વિકલ્પો જ્ઞાનભાવના કર્તા નથી. તેવી રીતે શ્રદ્ધાગુણની નિર્મળ પર્યાય-સમકિત થાય તેનો શ્રદ્ધા ગુણ કર્તા છે, નવતત્ત્વના વિકલ્પ તેના કર્તા નથી; અને ચારિત્ર-સમ્યફચારિત્ર પ્રગટ થાય તેનો ચારિત્રગુણ કર્તા છે, વ્રતાદિના વિકલ્પ તેના કર્તા નથી. અહા ! આ રીતે પોતાની નિર્મળ પર્યાયોને પ્રાપ્ત થઈ–પહોંચીને, તેમાં તન્મય થઈને આત્મા જ તેના કર્તાપણે પરિણમે છે. તે નિર્મળ ભાવોનો ભાવક આત્મા જ છે, બીજું કોઈ નહિ, દેવ-ગુરુ-શાસ્ત્ર નહિ, વ્યવહારના વિકલ્પ નહિ ને કર્મ પણ નહિ. આવી વાત! સમજાણું કાંઈ...?
અહા! નિજ જ્ઞાયકસ્વભાવની અંતરમાં જેને પ્રતીતિ વર્તે છે તે સાધકને નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન અને વીતરાગતા ઇત્યાદિ નિર્મળ પરિણમનરૂપ કર્મ પ્રગટ છે; તે સિદ્ધરૂપ ભાવ છે. અહા ! તે ભાવનો કર્તા કોણ ? –કે તે ભાવમાં તન્મય થઈને પરિણમે તે કર્તા છે. અહા ! તે-રૂપ જે થાય તે કર્તા છે; પણ અતન્મય-જુદો રહે તે કર્તા નથી, તેને કર્તા કહેવો એ તો ઉપચારમાત્ર આરોપિત કથન છે. અહાહા...! કર્તાનું ઇષ્ટ એવું જે સમ્યગ્દર્શનાદિ નિર્મળ કર્મ તે કર્તાનું કાર્ય છે, ને ધર્મુ-સાધક તેનો કર્તા છે. કર્તા-કર્મ-કરણ ઇત્યાદિ બધું જ આત્મામાં સમાય છે ભાઈ! આત્મા એકલો જ પોતે છએ કારકપણે થાય છે. બહારમાં જડ કર્મનો અભાવ થયો માટે નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે એમ છે જ નહિ. સમજાણું કાંઈ...?
અહાહા...! પ્રભુ ! તારી ઋદ્ધિ તો જો, તારી સમૃદ્ધિની સંપદા તો જો. જ્ઞાન, દર્શન, આનંદ, પ્રભુતા, સ્વચ્છતાએમ અનંત ગુણ-સમૃદ્ધિની સંપદા તારામાં ભરી છે. એમાં એક કર્તશક્તિરૂપ ગુણ છે. અહા ! આ કત્વ ગુણ દ્રવ્યઅને અનંત ગુણમાં વ્યાપક છે. આત્માના સર્વ ગુણમાં કર્તુત્વ ગુણ વ્યાપક છે; સર્વગુણમાં કર્તુત્વગુણનું રૂપ છે. તેથી જ્ઞાનાદિ સર્વ ગુણ કર્તાપણે થઈને પોતાની નિર્મળ પર્યાયને કરે છે. અહા ! આ કર્તૃત્વ ગુણના કારણે જ્ઞાનગુણની નિર્મળ પર્યાયની પ્રાપ્તિ થાય છે. વર્તમાન મતિ-શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કર્યુશક્તિના કારણે છે. જ્ઞાનમાં કર્ધ્વગુણનું રૂપ છે ને! પછી ક્રમે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તે પણ કર્તૃશક્તિના કારણે છે. તેવી રીતે દર્શન નામનો જે ગુણ છે તેની ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન કે કેવળદર્શન-જે પર્યાય થાય તે સિદ્ધરૂપ વર્તમાન ભાવ છે, ને તે ભાવની ભાવક કર્ણશક્તિ છે. છે ને અંદર ? “થવાપણારૂપ અને સિદ્ધરૂપ ભાવના ભાવકપણામયી કર્ણશક્તિ? ભાઈ, આ તો અંદર છે એની વિશેષ વ્યાખ્યા છે. ઓહો...? આમાં કેટલું સમાડી દીધું છે! એમકે જડકર્મનો ક્ષયોપશમ કે ક્ષય થયો માટે અહીં દર્શનની નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે એમ નથી. દર્શનાવરણીય કર્મના ક્ષયના કારણે કેવળદર્શનની પર્યાય થઈ છે એમ નથી. હો, નિમિત્ત હો, પણ તે (ઉપાદાનમાં) કાંઈ કરતું નથી.
જયપુર (ખાનિયા)માં વિદ્વાનો વચ્ચે તત્ત્વચર્ચા થયેલી ત્યારે શંકાપક્ષ તરફથી આ વાત રજુ થયેલીઃ એમ કે “ચાર ઘાતિકર્મોના નાશથી કેવળજ્ઞાન પ્રગટ થયું છે.” તત્ત્વાર્થસૂત્રમાં આ સૂત્ર છે. પણ એનો અર્થ શું? આ તો નિમિત્તનું કથન છે. બાકી ચાર ઘાતિકર્મનો નાશ થઈને તો પરમાણુઓની અકર્મ દશા થઈ છે, તેમાં એનાથી આત્મામાં શું થયું છે? ભાઈ, આત્માની કેવળજ્ઞાનની પર્યાય તે તે સમયે થવાપણારૂપ ને સિદ્ધરૂપભાવ છે, ને તે ભાવના ભાવકમયી કતૃશક્તિ છે.
આત્મામાં એક દૃશિશક્તિ છે. ચિતિશક્તિમાં જ્ઞાન અને દૃશિ-એમ બન્ને શક્તિ આવી ગઈ. અહીં કહે છેદૃશિશક્તિની પર્યાયની કર્તા દૂશિશક્તિ છે. દરેક ગુણની વર્તમાન પર્યાય પ્રાપ્ત છે તેમાં કર્તશક્તિનું રૂપ છે. તે કર્તાપણે ઉત્પન્ન થાય છે. સની સ્થિતિ જ આવી છે ભાઈ !
જીવમાં એક જીવનશક્તિ છે. જીવનું નિર્મળ ચૈતન્યજીવન પ્રગટ થાય તેનો કર્તા આ જીવનશક્તિ છે. ભાઈ, દેહ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #204
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ ઇન્દ્રિયો કે આયુ ઇત્યાદિના કારણે જીવનું “જીવન” –ચૈતન્યજીવન છે એમ નથી, દેહાદિ તેના કર્તા નથી. એ તો અજ્ઞાની હું દાદિ વડે જીવું છું એમ માને છે, પણ વાસ્તવમાં તો એ એનું મરણ–ભાવમરણ છે. જેમાં જીવનશક્તિ વ્યાપે તે જીવનું જીવન છે.
આત્મામાં એક આનંદશક્તિ છે. જેમ જ્ઞાન આત્માનો સ્વભાવ છે તેમ આનંદ આત્માનો સ્વભાવ છે. વર્તમાનમાં જે અતીન્દ્રિય આનંદની અનુભૂતિરૂપ કાર્ય પ્રગટ થાય તેનો કર્તા આનંદ ગુણ છે. તેમાં કર્તૃશક્તિનું રૂપ છે ને ! કોઈને થાય કે આ બધું કેટલું યાદ રાખવું? અરે ભાઈ, બીજે વેપાર આદિ સંસારી કામોમાં તો ખૂબ બધું યાદ રાખે છે. અહીં મૂઢતા બતાવે છે. તેથી નક્કી છે કે તારી રુચિ આમાં નથી. પણ ભાઈ, આ તો અસાધારણ ભાગવત કથા છે. આ સમયસાર તો જૈનધર્મનું મહા ભાગવત છે. આ જ સાચું ભાગવત છે; કેમકે ભગવાનનું કહેલું છે, ને ભગવાન થવાનું બતાવે છે. અહા ! આ તો માયત્ન કરીને પણ સમજવા જેવી ચીજ છે ભાઈ ! આને સમજવા મહા પુરુષાર્થ, અનંત-અનંત પુરુષાર્થ કરવો જોઈએ.
અહા એ પુરુષાર્થની પર્યાય કયાંથી પ્રગટશે ? વીર્યશક્તિમાંથી વર્તમાન પુરુષાર્થની પર્યાયનો કર્તા વીર્યશક્તિ છે. વર્તમાન જાગૃત પુરુષાર્થમાં વીર્યશક્તિ તન્મય છે. અહા ! આવો યથાર્થ નિર્ણય કરે તેનું વીર્ય પરાશ્રય છોડી સ્વાશ્રયે પ્રવર્તે છે, અને પોતાના નિર્મળ નિર્મળ ભાવો રચવામાં ઉપયુક્ત થાય છે. સમજાય એટલું સમજો બાપુ ! બાકી આમાં તો એપાર ઊંડી વાતુ છે. અહાહા...! એકેક ગુણમાં અનત ગુણનું રૂપ ન અનત ગુણમાં એકેક ગુણનુ રૂપ છે. અલૌકિક વાત છે પ્રભુ!
“સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ:' આવું તત્ત્વાર્થસૂત્રમાં સૂત્ર છે. સમ્યગ્દર્શનની પર્યાય જે પ્રાપ્ત થાય તે પ્રાપ્ત થવાનો તેનો કાળ છે. અહા ! તે ભાવનો કર્તા કોણ? શ્રદ્ધા ગુણમાં કર્તશક્તિનું રૂપ છે તેથી તે તેનો કર્તા થાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય જે ઉત્પન્ન થઈ તે સિદ્ધરૂપ ભાવ છે, ને તે ભાવના ભાવકપણામયી કર્નશક્તિ છે. “ભાવક' શબ્દ પડ્યો છે. ભાવના ભાવકપણામય એટલે ભાવના કર્તાપણામય તે ગુણ છે. આવો માર્ગ સૂક્ષ્મ છે. અરે, લોકોએ સ્થળ રાગમાં માર્ગ બનાવી દીધો છે. જેમ કે વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો-એમ બધે રાગ કરવાની પ્રરૂપણા ચાલે છે. કોઈ દશલક્ષણ પર્વમાં દસ ઉપવાસ કરે તો માને-મનાવે કે-ઓહોહો...! ભારે ધર્માત્મા, ઘણો ધર્મ કર્યો. પણ બાપુ! ઉપવાસ એટલે શું? ઉપ નામ સમીપ, ને વાસ એટલે રહેવું; આત્માની સમીપઆશ્રયમાં રહેવું તે ઉપવાસ છે. જ્ઞાયકભાવની નિર્મળ પરિણતિ પ્રગટે તેનું નામ ઉપવાસ છે. બાકી બધો તો અપવાસ નામ માઠો વાસ-દુર્ગતિનો વાસ છે. હવે વાતે વાતે ફેર છે ત્યાં બીજા સાથે મેળ કેવી રીતે કરવો?
અહાહા...! આત્મામાં અનંત ગુણ છે. પ્રત્યેક ગુણ અસહાય છે. કોઈ ગુણને કોઈની (કોઈ અન્યની) સહાય નથી. વળી કોઈ ગુણ બીજા ગુણની સહાયથી છે એમ નથી, તેમ જ એક ગુણની પર્યાય બીજા ગુણની સહાયથી થાય છે એમય નથી. એક ગુણમાં બીજા ગુણનું નિમિત્તપણું હો, કેમકે એક ગુણ જ્યાં વ્યાપક છે ત્યાં બીજા અનંત ગુણ વ્યાપક છે, પણ કોઈ ગુણના કાર્યનો કોઈ બીજો ગુણ કર્તા નથી. સર્વત્ર નિમિત્તનું આવું જ સ્વરૂપ છે. હવે આમ છે ત્યાં (કાર્ય) વ્યવહારથી થાય ને નિમિત્તથી થાય એ કયાં રહ્યું? ક્યાંય ઉડી ગયું.
ભાઈ, તારા આત્મદ્રવ્યના કર્તા કોઈ ઇશ્વર નથી. તારા ગુણના કર્તા પણ કોઈ ઇશ્વર નથી, તારા પ્રત્યેક ગુણની પર્યાય થાય તેનો કર્તા કોઈ બીજા ગુણની પર્યાય નથી. અહા ! દ્રવ્ય-ગુણ પોતે જ પોતાના કાર્યના કર્તાપણાના સામર્થ્યયુક્ત ઇશ્વર છે. અહો ! આચાર્યદેવે કર્ણ આદિ શક્તિઓનું કોઈ અદભુત વર્ણન કર્યું છે. આવી વાત બીજે કયાંય નથી. સમજાણું કાંઈ...?
પ્રભુ! તું જાગતી જ્યોત, ઊભો છો ને? અહાહા...! જાગતી જ્યોતનો થંભ-ધ્રુવસ્થંભ છો ને! તેના પર નજર કરવી તે તારું કાર્ય છે. ધ્રુવની નજરે જ સિદ્ધિ છે ભાઈ ! જેમ કોઈ મોટો માણસ ઘરે આવે તે વખતે તેનો સત્કાર, આદરમાન કરવાને બદલે કોઈ ઘરના નાના બાળક સાથે રમત કરવા મંડી જાય તો તે મોટો માણસ એનો ઉપેક્ષાભાવ જાણીને ચાલ્યો જાય. તેમ અંદર જાગતી જ્યોત ભગવાન જ્ઞાયકદેવ ઊભો છે, તેના ઉપર નજર ન કરે, તેનો સત્કાર, આદરમાન ન કરે, અને રાગ ને પુણ્યરૂપી બાળક સાથે રમતું માંડે તો ભગવાન જ્ઞાયક ચાલ્યો જાય, અર્થાત્ તારી ચીજ તને પ્રાપ્ત ન થાય. ભાઈ, પુણ્ય-પાપમાં રોકાઈ રહેવું એ તો બાળક બુદ્ધિ છે.
આ શરીર તો જડ માટી–ધૂળ છે, ને પુણ્ય-પાપના વિકારી ભાવ દુઃખ ને દુ:ખરૂપ છે. તેમાં ભગવાન શાયક નથી. અંદર ભિન્ન જાગતી જ્યોત-ચૈતન્ય જ્યોત પ્રકાશે છે તે ભગવાન જ્ઞાયક છે. ભાઈ, તેની દષ્ટિ કર, તેમાં નજર કરી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #205
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨-કર્તૃશક્તિ : ૧૯૧ ત્યાં જ રમવાનું જોર આપ, તેનું જ ધ્યાન કર. તેથી તને નિર્મળ રત્નત્રય પ્રગટશે, અદ્દભુત અપૂર્વ આલ્હાદ થશે. અહા ! તે અપૂર્વ આનંદની દશા થાય તેનો કર્તા આનંદ ગુણ છે. આનંદ ગુણ દ્રવીને આનંદની દશારૂપ થાય છે. આમ દરેક ગુણમાં પકારકનું પરિણમન હોવાથી તે તે ગુણની પર્યાયનો કર્તા તે તે ગુણ છે. ખરેખર તો પર્યાયનો કર્તા પર્યાય જ છે, પણ અહીં એ વાત નથી. અહીં તો વ્યાપ્યમાં વ્યાપક થઈને પરિણમે છે કોણ?–એમ લેવું છે. તેથી ગુણની પર્યાય થાય તેનો કર્તા ગુણ છે, ને અભેદથી દ્રવ્ય છે. અહા ! આ કર્તુત્વ ગુણ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે, પણ કોને? દ્રવ્યદૃષ્ટિમાં તેનો સ્વીકાર કરે તેને તેને સમયે સમયે નિર્મળ નિર્મળ પર્યાયો થયા કરે છે.
ભાઈ ! સત શું? સતનું સ્વરૂપ શું? -હવે એનું યથાર્થ જ્ઞાન થયા વિના સત્ કેવી રીતે પ્રાપ્ત થાય ? ભાવભાસનમાં તો પોતાની ચીજ આવવી જોઈએ ને? અહીં કહે છે–થવાપણારૂપ અને સિદ્ધરૂપ ભાવ તેના ભાવકપણામયી કર્તૃશક્તિ છે. સિદ્ધરૂપ ભાવ એટલે તે સમયે થવાયોગ્ય જે નિશ્ચિત નિર્મળ ભાવ પ્રાપ્ત થાય તે; તે સમયનું પ્રાપ્ય. સમયસારની ગાથા ૭૬-૭૭-૭૮માં પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય-એવા ત્રણ બોલ આવે છે. પ્રાપ્ય એટલે તે સમયે જે થવાયોગ્ય નિયત ભાવ છે તેને પ્રાપ્ત કરે છે એનું નામ પ્રાપ્ય. અહા ! આમાં તો સમયે સમયે થવાયોગ્ય ક્રમબદ્ધ પર્યાય થાય છે તે, અને તેનું કર્તાપણું પણ સિદ્ધ કર્યું છે. ભાઈ, સત્ બહુ સૂક્ષ્મ છે, તેને યથાર્થ સમજવું જોઈએ.
દરેક ગુણમાં કર્તૃત્વ ગુણનું રૂપ છે. તે કારણે પ્રત્યેક ગુણ કર્તા થઈને પોતાની નિર્મળ પર્યાયને કરે છે, બીજો ગુણ તેનો કર્તા નથી. આનંદ ગુણની પર્યાય પ્રગટી તેને કર્તુત્વ ગુણની પર્યાય કરતી નથી. અહાહા..! એક પર્યાયમાં એક ગુણ કર્તા, અને એકેક પર્યાયમાં તે પર્યાય પોતે કર્તા. એકેક ગુણની એકેક પર્યાયમાં પારક, ને એકેક પર્યાયમાં પર પર્યાય નહિ–આમ અનંતી પર્યાયમાં સહભંગી લગાવવી. પોતાની પર્યાયથી પોતાની પર્યાય, તે પર્યાય બીજી અનંતી પર્યાયના કારણે નથી-એમ અનંત સભંગી લગાવવી. લ્યો, આવી જૈન પરમેશ્વરના ઘરની વાતનો લોકો સમજ્યા વિના જ વિરોધ કરે છે. ભાઈ, જરા ધીરજથી સાંભળે તો તને વિરોધનું કારણ રહેશે નહિ. આ તો તારા હિતની વાત છે બાપુ!
જુઓને! દ્રવ્ય સ્વતંત્ર, ગુણ સ્વતંત્ર, વિકારના અભાવરૂપ પર્યાય સ્વતંત્ર છે. પણ આ તો નિશ્ચય છે, એકાંત છે એમ કહીને એને ટાળી દે છે. અરે પ્રભુ! એકાંત છે, પણ આ સમ્યક એકાન્ત છે. ભાઈ, એકાન્તના પણ બે પ્રકાર છે: સમ્યફ એકાન્ત, અને મિથ્યા એકાન્ત. અનેકાન્ત પણ સમ્યક અને મિથ્યા એમ બે પ્રકારનું છે. પોતાની પર્યાય પોતાથી છે, ને રાગથીય છે–એ મિથ્યા અનેકાન્ત છે. પોતાની પર્યાય પોતાથી છે, ને પરથી રાગથી નથી–આ સમ્યક અનેકાન્ત છે. અરેરે ! આ જિંદગી ચાલી જાય છે ભાઈ ! કરવાનાં કાર્ય ન કરે, અને ન કરવાયોગ્ય પુણ્યપાપમાં રોકાઈ જાય એ તો બાળવૃત્તિ છે ભાઈ !
પણ આખી દુનિયા તો એમ કરે છે?
આખી દુનિયા તો ઉંધે રસ્તે છે, અને તેને દેખીને પોતે પણ ઉંધે રસ્તે જાય એમાં શું વિવેક છે? દુનિયા તો દુ:ખી છે, ને દુ:ખી રહેશે, માટે દુનિયાનું લક્ષ છોડી, તારા આત્માનું લક્ષ કર; આનંદનો સમુદ્ર તારો આત્મા છે; તેનું લક્ષ કરતાં પોતે જ આનંદરૂપ થઈને તેને આનંદ આપે એવા સામર્થ્યવાળો તે છે. સમજાણું કાંઈ...?
અહા ! આત્માની ક્રિયા તો જ્ઞાતાદ્રષ્ટાપણે જાણવું તે છે, અને તેનો આત્મા કર્તા છે. પણ મલિનતા-વિકારના પરિણામનો આત્મા કર્તા નથી. વાસ્તવમાં વિકારરૂપ થવાના ઉપરમસ્વરૂપ-નિવૃત્તસ્વરૂપ ભગવાન આત્માનો અકર્તૃત્વ સ્વભાવ છે. (જુઓ ર૧મી અકર્તત્વશક્તિ) વિકાર આત્મા નહિ, ને વિકારને કરે તેય આત્મા નહિ; કેમકે વિકારના કરવારૂપ આત્માનો કોઈ ગુણ નથી. સમજાય છે કાંઈ...? અહા ! શુદ્ધ ચૈતન્યપરિણતિ છોડીને, બીજા કોઈ પરભાવોનું-વ્યવહાર રત્નત્રયાદિનું પણ-ભગવાન આત્માને કર્તુત્વ નથી, અકર્તુત્વ જ છે, જ્ઞાતાપણું જ છે. જ્ઞાની વ્યવહાર રત્નત્રયના રાગને માત્ર જાણે જ છે બસ. અહા ! આવું ધર્મનું સ્વરૂપ છે.
પ્રશ્ન:- અનંત શક્તિમાન આત્મા છે. તો તે જનહિતનાં કાર્યો તો કરે ને ?
ઉત્તર- અરે ભાઈ, અનંત શક્તિમાન આત્મા છે એ તો સાચું, પણ તેની અનંત શક્તિઓનું કાર્ય આત્મામાં જ સમાય છે, બહારમાં તે વિસ્તરતું જ નથી. આત્મા બહારમાં કાંઈ કરે એવી કોઈ એની શક્તિ જ નથી. લોકના એક પરમાણુને પણ કરે એવું આત્માનું સામર્થ્ય નથી. બેમાં અત્યંતભાવ હોવાથી, પરમાં કાંઈપણ કરવાનું આત્માનું સામર્થ્ય જ નથી તો પછી તે જનહિતનાં કાર્યો કેવી રીતે કરે? હું પરનાં-જનહિતનાં કાર્ય કરે છે એવી માન્યતા તો ઘેલછા ને મૂઢપણું સિવાય કાંઈ જ નથી. સમજાણું કાંઈ...?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #206
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
આ તો અમૃતચંદ્રદેવે એકલાં અમૃત પીરસ્યાં છે ભાઈ. અમૃતસ્વરૂપ અનંત શક્તિવાન નિજ દ્રવ્યને જાણી તેની દષ્ટિ-જ્ઞાન-રમણતા કરવાં તે કરવાયોગ્ય કાર્ય છે, અને તે પરમ હિત છે.
આ પ્રમાણે અહીં કર્તૃશક્તિનું વર્ણન પૂરું થયું.
૪૩: કરણશક્તિ ભવતા (-વર્તતા, થતા) ભાવના ભવનના (-થવાના) સાધકતમપણામયી (-ઉત્કૃષ્ટ સાધકપણામયી, ઉગ્ર સાધનપણામયી) કરણશક્તિ'.
આત્મા પોતે કર્તા થઈને પોતાના સમ્યગ્દર્શન આદિ નિર્મળ કાર્યને કરે છે; એ તો ઠીક, પણ એનું સાધન શું? એમ કે કર્તા કયા સાધનવડે પોતાનું કાર્ય સાધે છે? લ્યો, આના સમાધાનરૂપ કહે છે
ભવતા ભાવના ભવનના સાધકતમપણામયી કરણશક્તિ છે.” આત્માની આ શક્તિ વડે આત્મા પોતે જ પોતાના નિર્મળ ભાવનું સાધકતમ સાધન થાય છે. “ભવતા ભાવના ભવનના', ભવતો ભાવ એટલે શું? કે વર્તમાન વર્તતો નિર્મળ ભાવ, વર્તમાન સમ્યગ્દર્શન આદિ નિર્મળ ભાવ તે ભવતો ભાવ છે, તે કાર્ય છે; તે કાર્ય થવાનું ઉત્કૃષ્ટ સાધન આત્મા પોતે જ છે. અહાહા...! સાધકને વર્તમાન સમ્યગ્દર્શનાદિ નિર્મળ કાર્ય વર્તે છે તેનું સાધકતમ સાધન સાધકનો આત્મા પોતે જ છે. “સાધકતમ' કેમ કહ્યું?-કે નિયમરૂપ અબાધિત સાધન આ (–આત્મા) એક જ છે. ગજબ વાત ભાઈ ! વ્યવહાર રત્નત્રય તે સાધન નથી, ને અન્ય પદાર્થ પણ કોઈ સાધન નથી-એમ અહીં કહે છે. સમજાણું કાંઈ....?
અહાહા..! આત્મા જ્ઞાયક પ્રભુ ગુણી-સ્વભાવવાન છે, ને જ્ઞાનાદિ તેના ગુણ છે. તેના ગુણને અહીં શક્તિ કહે છે. ગુણ કહો, શક્તિ કહો કે સ્વભાવ કહો-બધી એક જ વસ્તુ છે. આત્મામાં અનંત શક્તિઓ છે. અહાહા...! અનંત શક્તિઓનો અભેદ એક પિંડ પ્રભુ આત્મા છે. અહા ! આ અભેદ એકરૂપની દૃષ્ટિ કરવાથી ધર્મનું પ્રથમ પગથિયું એવું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. જુઓ આ ધર્મની શરુઆતનું કાર્ય ! હા, પણ તેનું સાધન શું? વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ એનું સાધન ખરું કે નહિ? તો કહે છે-ના, એ કોઈ સાધન નથી, કેમકે એનાથી ધર્મ થવાનો નિયમ નથી. કરણશક્તિ વડે આત્મા પોતે જ તેનું સાધકતમ સાધન થઈ સમ્યગ્દર્શનરૂપ પરિણમે છે. આત્મામાં જ તેનું નિયમરૂપ સાધન થવાની શક્તિ છે. આવી વાત !
હવે આવું કદી સાંભળ્યું ન હોય તેને આ એકદમ કઠણ પડે. એમ કે દયા કરવી, વ્રત પાળવાં, ભક્તિ-પૂજા કરવી, જાત્રા કરવી-એનાથી જ અમે તો ધર્મ થવાનું માનીએ છીએ, ને આ તે કેવો ધર્મ કાઢયો? ' અરે ભાઈ, તને ધર્મના સ્વરૂપની ખબર નથી. ધર્મ તો એને કહીએ જેમાં રાગ રહિત અંદર પોતાની ત્રિકાળી ચીજ છે તેની દષ્ટિ અને આલંબન હોય, જેમાં અનાકુળ આનંદના વેદનવાળી સ્વાનુભવની વીતરાગી દશા હોય. અહાહા..! ભેદના પક્ષથી રહિત થઈને પોતાની અભેદ એકરૂપ ચિન્માત્ર વસ્તુ અંદર છે તેની દષ્ટિ કરવાથી ધર્મનું પ્રથમ ચરણ એવું સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે. આ સિવાય તારું બધું જ થોથાં છે બાપુ! તને ગમે ન ગમે, આ ભગવાન આત્માની ભાગવત-સ્વરૂપ કથા છે; સર્વજ્ઞ વીતરાગ જૈન પરમેશ્વરે ધર્મસભામાં કહેલી આ આત્માની ધર્મકથા છે. પ્રભુ ! એક વાર મન દઈને ધીરજથી સાંભળ. તારી ચીજમાં વર્તમાન થવાયોગ્ય જે નિર્મળ ધર્મના પરિણામ થાય તેના સાધકતમપણામયી તારામાં કરણશક્તિ છે. ઓહો..! ધર્મને સાધનારા ધર્મના સ્થંભ એવા વીતરાગી સંતો-મુનિવરો ભગવાન કેવળીના આડતિયા થઈને આ વાત જગતને જાહેર કરે છે.
ભાઈ, આમાં કાંઈ આડું-અવળું કરવા જાય તો કાંઈ હાથ આવે એમ નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ તે ભવતો ભાવ છે. તેના ભવનના ઉત્કૃષ્ટ-એકમાત્ર નિબંધ-સાધનરૂપ આત્મામાં કરણશક્તિ છે. જુઓ આ સાધન!
પ્રશ્ન:- હા, એ તો નિશ્ચય અભિન્ન સાધન કહ્યું; પણ શાસ્ત્રમાં ભિન્ન સાધન-સાધ્ય પણ કહ્યું છે.
ઉત્તરઃ- ભાઈ, ત્યાં એ તો બાહ્ય નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. રાગની મંદતારૂપ વ્યવહાર રત્નત્રય તે સાધન અને નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રય તે સાધ્ય-એમ કહ્યું છે એ તો બાહ્ય વ્યવહારનું જ્ઞાન કરાવવા માટે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #207
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩-કરણશક્તિ : ૧૯૩ કહ્યું છે. એ આરોપિત ઉપચારનું કથન છે. દેવ-ગુરુ-શાસ્ત્રને સમકિતનું કારણ-સાધન કહ્યું હોય તેય ઉપચારમાત્ર નિમિત્તનું કથન જાણવું. અંદર નિજાત્માનું સાધન જેને વર્તે છે એવા ધર્મીના વ્યવહાર રત્નત્રયને ને દેવ-ગુરુ-શાસ્ત્રને સહુચર વા નિમિત્ત જાણી ઉપચારથી સાધન કહેવામાં આવે છે. બાકી કરણ-સાધનગુણ વડે પોતાનો આત્મા જ પોતાના સમકિત આદિ નિર્મળ ભાવોનું વાસ્તવિક સાધન છે. નિર્મળ પરિણત નિજ શુદ્ધાત્મા જ પરમાર્થ સાધન છે, બાહ્ય નિમિત્તો ને ભેદરૂપ વ્યવહાર કોઈ સત્યાર્થ સાધન નથી, જ્યાં સાધન કહ્યાં હોય ત્યાં ઉપચારમાત્રથી કહ્યાં છે એમ સમજવું, અને મૂળ અંતરંગ સાધનના અભાવમાં તેને ઉપચાર પણ લાગુ પડતો નથી એમ યથાર્થ જાણવું. અહા ! આવો વીતરાગનો મારગ, ભાખ્યો શ્રી ભગવાન !
આ સમયસાર શાસ્ત્રમાં ગાથા ૩૫૬ થી ૩૬૫ ની ટીકામાં આચાર્યદેવે પ્રશ્ન મૂકયો છે કે અહીં સ્વસ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે?' તેના ઉત્તરરૂપે કહ્યું કે કાંઈ સાધ્ય નથી.’ હવે અંદરના ગુણ-ગુણીરૂપ ભેદના સૂક્ષ્મ વ્યવહારથી કાંઈ સાધ્ય નથી તો પછી વ્રત, તપ આદિ વ્યવહાર રત્નત્રયનો ધૂળ રાગ સાધન કયાંથી થાય? ભાઈ, સ્વભાવનું આલંબન જ સાધકતમ સાધન છે, આ સિવાય વ્યવહારથી કે નિમિત્તથી કાંઈ જ સાધ્ય નથી.
અહાહા..! અનંત વાર એનો જૈન કુળમાં જન્મ થયો. સાક્ષાત્ ત્રણલોકના નાથ અરિહંતદેવના સમોસરણમાં પણ અનંત વાર ગયો, ને ભગવાનની દિવ્ય વાણી પણ સાંભળી. વળી વનવાસ જઈ, દિગંબર નગ્ન મુનિ-દ્રવ્યલિંગી થઈને દુદ્ધર વ્રત, તપ આદર્યા; પંચમહાવ્રત પાળ્યાં-અહાહા...! “વહુ સાધન બાર અનંત કિયો -અનંત વાર એણે આવાં સાધન ગ્રહ્યાં, પણ બધું જ ફોગટ ગયું. કારણ? કારણ કે આ બાહ્ય સાધન નિયમરૂપ સાધન નથી. સાધનશક્તિમય નિજ ચૈતન્યસ્વરૂપ આત્મા જ સમકિત આદિ સાધ્યનું સાધન છે. માટે તે એકની જ દષ્ટિ કર, તે એકનું જ આલંબન કર. તારું સાધ્ય અને સાધન તારામાં જ-એક શુદ્ધાત્મામાં જ સમાય છે. સમજાણું કાંઈ..!
જિંદગી એળે જાય છે ભાઈ ! અરે ! એને સાચી વાત કદી સાંભળવા મળી નથી. અહીં કહે છે–ભવના અભાવના કારણરૂપ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાયો તેનું કારણ શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયભૂત સાધનશક્તિ છે. ધર્મીને વચ્ચે વ્યવહાર રત્નત્રય આવે છે અવશ્ય, પણ તે સાધન નથી. વાસ્તવમાં એ તો હેય તત્ત્વ છે. આકરી વાત પ્રભુ! પણ આ સત્ય વાત છે. ઉપાદેય તત્ત્વ નિજ શુદ્ધાત્મા છે. અહાહા...! સાધન ગુણનો ધરનારો ગુણી, પંચમ પારિણામિકભાવ-એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ ભાવ છે, અહાહા...! એવો નિત્યાનંદનો નાથ પ્રભુ નિજ શુદ્ધાત્મા છે; તેનો આશ્રય કરવાથી, તેની સાધનશક્તિ પરિણમતાં, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ ભાવોનું ભવન થાય છે. પ્રભુ! તારા ધર્મનું જે વીતરાગી કાર્ય તેનું સાધન વ્યવહારનો રાગ નથી, કેમકે તેને તે પહોંચતો નથી; વીતરાગી કાર્યને રાગ પહોંચતો નથી, સ્પર્શતો નથી, અનંતગુણમહિમાવાન શુદ્ધ આત્મદ્રવ્ય જ તારા સિદ્ધરૂપ ભાવોનું સાધન છે; કેમકે તે ભાવોમાં આત્મા તન્મય છે. અહાહા..! સર્વજ્ઞ પરમેશ્વરે આત્માને કેવો દેખ્યો? કહે છે
પ્રભુ તુમ જાણગ રીતિ, સૌ જગ દેખતા હો લાલ;
નિજ સત્તાએ શુદ્ધ, સહુને પેખતા હો લાલ. અહાહા...! સર્વ જગતને દેખનાર પ્રભુ! આપ જ્ઞાયક છો. આત્માનું નિજ સત્તાથી જ હોવાપણું શુદ્ધ, પવિત્ર છે એમ આપે જ્ઞાનમાં જોયું છે. પરવસ્તુ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ, નોકર્મને ભગવાન! આપે અજીવપણે દેખ્યાં છે; હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના ઇત્યાદિને આપે પાપરૂપે દેખ્યાં છે; ને દયા, દાન, વ્રત, તપ, શીલ ઇત્યાદિ ભાવને આપે પુણ્ય તરીકે દેખ્યાં છે. નિજ હોવાપણું તો પ્રભુ, આપ શુદ્ધ દેખો છો. લ્યો, વ્રત, તપ આદિ પુણ્યભાવોને આત્માના હોવાપણે ભગવાન દેખતા નથી, પછી તે સાધન છે એ વાત કયાં રહી? ' અરે, આખી જિંદગી પૈસા આદિ ધૂળમાં સુખ માનીને વીતાવે છે. પરમાત્મા કહે છે-જે કોઈ પર ચીજને માગે-વાંછે છે તે મોટો ભિખારી છે. પોતાની ચીજ પૂર્ણાનંદનો નાથ પ્રભુ અનંતશક્તિ સંપન્ન સમીપ જઈ સુખ મેળવતો નથી, ને બહારની ચીજમાં-દેહમાં, ધનમાં, સ્ત્રી આદિમાં-સુખ માટે ઝાવાં નાખે છે તો મહા દરિદ્રી-ભિખારી છે.
પણ એ અબજોપતિ છે ને?
અબજોપતિ હોય તોય એ ધૂળનો ધણી ધૂળપતિ છે, ને તીવ્ર તૃષ્ણાથી માગ માગ કરનારો મોટો માગણભિખારી છે; વળી તે મૂર્ખ પણ છે, કેમકે ભાઈ, એ ધૂળમાં જરીયે સુખ નથી, બલકે એની તૃષ્ણામાં આકુળતાનો ભંડાર છે, દુ:ખનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #208
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ દરિયો છે. છતાં અજ્ઞાનથી તેમાં સુખ માની રહ્યો છે. અરે, તારું સુખ તો અંદર સુખનો સમુદ્ર ભગવાન આત્મા છે તેમાં છે. આત્મામાં સુખ અને સાધન-એવી શક્તિઓ પડી છે. અહા ! સુખનું સાધન થઈને પોતાને સુખની પ્રાપ્તિ કરાવવી તે કરણશક્તિનું કાર્ય છે. ભાઈ, અંતર્મુખ દૃષ્ટિ કરી અંદર જો તો ખરો, તું ન્યાલ થઈ જાય એવાં સુખના નિધાન દેખાશે.
અહાહા...! ચૈતન્યગુણરત્નાકર પ્રભુ આત્મા છે. તેમાં એક કરણ નામ સાધન ગુણ છે. જ્ઞાનાદિ બીજા અનંત ગુણમાં આ સાધન ગુણનું રૂપ છે. શું કીધું? આત્મામાં જ્ઞાન વગેરે ગુણ છે તેમાં સાધન ગુણનું રૂપ છે. જ્ઞાનગુણમાં સાધન ગુણ છે એમ નહિ, પણ તેમાં સાધન ગુણનું રૂપ છે. બીજી રીતે કહીએ તો જ્ઞાનગુણ પોતે જ સાધનરૂપ થઈને પોતાના સમ્યજ્ઞાન પરિણામને સાથે એવું એનું સ્વરૂપ છે. આવી વાત ! અરે, પોતાના ઘરમાં શું ભર્યું છે એની જીવે કદી સંભાળ કરી નથી. જેને અંતરમાં જિજ્ઞાસા જાગી છે તેને સાધન બતાવતાં આચાર્યદવ ગાથા ૨૯૪ ની ટીકામાં કહે છે
આત્મા અને બંધને દ્વિધા કરવારૂપ કાર્યમાં કર્તા જે આત્મા તેના કરણ સંબંધી મીમાંસા કરવામાં આવતાં, નિશ્ચયે પોતાથી ભિન્ન કરણનો અભાવ હોવાથી ભગવતી પ્રજ્ઞા જ (-જ્ઞાનસ્વરૂપ બુદ્ધિ જ) છેદનાત્મક કરણ છે. તે પ્રજ્ઞા વડે તેમને છેદવામાં આવતાં તેઓ નાનાપણાને અવશ્ય પામે છે; માટે પ્રજ્ઞા વડે જ આત્મા અને બંધનું દ્વિધા કરવું છે. (અર્થાત્ પ્રજ્ઞારૂપી કરણ વડે જ આત્મા ને બંધ જુદા કરાય છે.)
જુઓ આ સાધન ! અહાહા...! સ્વાનુભવમાં અંતઃસ્પર્શ કરીને આચાર્ય ભગવાન કહે છે–ભગવતી પ્રજ્ઞા જસ્વાભિમુખ ઢળેલી જ્ઞાનની દશા જ-છેદનાત્મક કરણ છે. પ્રજ્ઞારૂપી સાધન વડે જ આત્મા અને બંધ જુદા કરાય છે. લ્યો, આમ કર્તાનું સાધન પોતામાં જ છે, કર્તા પોતે જ છે. “પોતાથી ભિન્ન કરણનો અભાવ હોવાથી” –એમ કહીને આચાર્યદેવે આ મહા સિદ્ધાંત સ્થાપિત કર્યો છે. માટે હું ભાઈ ! તારા સાધનની અંદર ચૈતન્યના તળમાં ઉંડા ઉતરીને તારામાં જ તપાસ કર; બીજે શોધ મા. જેઓ સાધનને બહારમાં શોધે છે તેઓ સ્થળ બુદ્ધિવાળા બહિદષ્ટિ છે, તેમને બીજ કયાંય સાધન હાથ આવતું નથી. શ્રીમમાં આવ્યું છે ને કે
વહુ સાધન બાર અનંત ક્યિો,
તદપિ કછુ હાથ હજુ ન પર્યો.” જે ચૈતન્યના તળમાં ઉંડા ઉતરીને શોધ કરે છે તેમને પોતાના આત્મામાં જ પોતાનું સાધન ભાસે છે. અરે, પોતે જ સાધનરૂપ થઈને સમ્યગ્દર્શનાદિ નિર્મળ ભાવોને પ્રાપ્ત કરે છે.
અહા ! જ્ઞાનને સૂક્ષ્મ કરીને જ્યાં અંતરમાં વાળ્યું, સ્વાભિમુખ કર્યું ત્યાં ભગવાન આત્માનો અનુભવ થાય છે. આ સ્વાભિમુખ જ્ઞાનની દશાને ભગવતી પ્રજ્ઞા કહે છે, અને આ જ સ્વાનુભવનું ને મોક્ષનું સાધન છે. ભગવતી પ્રજ્ઞા અભેદપણે આત્મા જ છે, તેથી આત્મા જ પોતે પોતાના નિર્મળ ભાવોનું-સમકિતથી માંડીને સિદ્ધપદ પર્વતના ભાવોનું-સાધન છે. આ સિવાય ભિન્ન સાધન કહ્યું હોય તે ઉપચારમાત્ર કહ્યું છે એમ જાણવું. સમજાણું કાંઈ...? ' અરે, પોતાની શક્તિનું અંતરમાં શોધન કર્યા વિના, પોતાના સાધનનું ભાન કર્યા વિના એ ચોરાસીના અવતારમાં રખડ્યા કરે છે. અહીં મોટો અબજોપતિ શેઠ હોય તે મૂર્ખ (તત્ત્વ મૂઢ) મરીને જાય હેઠ કયાંય નરકમાં. આ બધું-બાગ-બંગલાને ધન-સંપત્તિ-ધૂળધાણી બાપુ! નરકમાં એની પારાવાર વેદના-દુ:ખનું શું કહેવું? અરે, અનંત કાળ તો એનો અનંતી વેદનાનું-દુ:ખનું સ્થાન એવા નિગોદમાં ગયો છે. ભાઈ, તારે દુઃખમુક્ત થવું હોય તો અંદર તારામાં એનું સાધન છે તેનો નિશ્ચય કર. અહાહા...! પર્યાયમાં જે નિર્મળ જ્ઞાન ને આનંદનું કાર્ય એક પછી એક પ્રગટ થાય છે તે વીતરાગી ભવતા ભાવનું કારણ, કહે છે, આત્મામાં સદાય રહેલી સાધનશક્તિ છે. આત્મામાં અંતર્દષ્ટિ કરી છે તે દૃષ્ટિવંતને, શ્રદ્ધા ગુણ વડે આત્મા પોતે જ સાધન થઈને સમકિતપણે પરિણમે છે, જ્ઞાનગુણ વડે આત્મા પોતે જ સાધન થઈને સમ્યજ્ઞાનપણે પરિણમે છે, ને આનંદ ગુણ વડ આત્મા પોતે જ અનાકુળ આનંદપણે પરિણમે છે. આમ સાધન ગુણનું સર્વ ગુણમાં રૂપ હોવાથી સર્વ ગુણોમાં પોતપોતાની પર્યાયોનું સાધન થવાનું સામર્થ્ય હોય છે. બધા ગુણ-પર્યાયો અભેદ આત્મામાં જ સમાતા હોવાથી આત્મા જ સાધન-સાધ્ય છે. (ભેદ તો સમજવા માટે છે). અરે, આ વાતનો અત્યારે બહુ લોપ થઈ ગયો છે. ઉંચા પદ ધરાવનારા પણ વ્રત કરો, તપ કરો, ભક્તિ કરો.. , ને તમારું કલ્યાણ થઈ જશે-એવી પ્રરૂપણા કરે છે; પણ ભાઈ, શુભભાવ કરતાં કરતાં શુદ્ધતાં થશે એવી પ્રરૂપણા સમ્યક નથી, કેમકે શુભરાગ કોઈ શુદ્ધતાનું સાધન નથી.
આ શેઠિયાઓ મોટા મોટા બંગલા બંધાવે; કોણ બંધાવે? એ તો કથન છે. પછી બંગલાનું વાસ્તુ લે ત્યારે મોટો ઉત્સવ ઉજવે છે; પણ એ તો પરઘર બાપુ! તારું ઘર નહિ ભગવાન! તારા સ્વઘરમાં તો ચૈતન્યની અનંત શક્તિઓ ભરી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #209
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩-કરણશક્તિ : ૧૯૫ છે. અહા ! તે નિજ ઘરનું-નિજ ચૈતન્યધામનું તારે વાસ્તુ લેવું હોય તો તારા અભેદ સ્વદ્રવ્યની દૃષ્ટિ કરવી પડશે; નિમિત્તની નહિ, પર્યાયની નહિ, રાગની નહિ ને ગુણભેદનીય નહિ. ધ્રુવ સ્વભાવ એક જ્ઞાયકભાવ સ્વદ્રવ્ય છે, એની દષ્ટિ કરવાથી સ્વઘરનું-અનંત સુખધામનું વાસ્તુ થાય છે. આવી વાત !
હવે કયાંક આવી તત્ત્વની વાત સાંભળવા મળે નહિ, ને પૈસા રળવામાં ને બૈરાં-છોકરાં સાચવવામાં ને વિષય-કષાયના ભોગમાં-એમ ને એમ જિંદગી બિચારાની ચાલી જાય ! માંડ કોઈક દિ' કલાક-બે કલાક કદાચ સાંભળવાનો વખત મળે તો કુગુરુ બિચારાને લૂંટી લે. વાણિયા એમ તો બીજે ન છેતરાય, પણ અહીં ધર્મમાં છેતરાઈ જાય છે. દાન કરો, ભક્તિ કરો, સન્મેદશિખર ને શત્રુંજ્યની જાત્રા કરો-બસ, પછી શું છે? આ જ ધર્મ-અહા ! આવો ઉપદેશ મળે ને વાણિયા છેતરાઈ જાય. લોભિયા ખરા ને! બધે જ સસ્તુ શોધે. જેમ સસ્તા ફળ લાવે, ને પછી બગડેલાં સડલા ને ખાટાં નીકળે એટલે ફેંકી દેવાં પડે; એમ અહીં શુભભાવમાં સસ્તો માર્ગ શોધી લાવે પણ મોંઘો પડી જાય, કેમકે એમાં કયાંય ધર્મ નથી. બિચારા ધર્મના નામે છેતરાઈ જાય ! ત્યારે કોઈ વળી કહે છેપણ સન્મેદશિખરની યાત્રાનો તો બહુ મહિમા કર્યો છે. કહ્યું છે કે
એક વાર વંદે જો કોઈ, તાકો નરક પશુ ગતિ નહિ હોઈ ' અરે ભાઈ, શુભભાવથી પુણ્ય બંધાતા એક વાર કદાચ નરક-પશુગતિ ન મળી તો તેમાં શું ફાયદો થયો? સ્વર્ગનું આયુષ્ય પૂરું કરીને અજ્ઞાનવશ પશુ થશે અને પછી નરકે જશે. અરે ભાઈ, તને પુણ્યનું ફળ દેખાય છે, પણ અજ્ઞાનનું ને મિથ્યાભાવનું ફળ નથી દેખાતું. બાપુ! મિથ્યાભાવનું ફળ પરંપરાએ નિગોદ છે ભાઈ ! જ્યાં સુધી આત્મજ્ઞાન નથી, સ્વભાવનું સાધન નથી, સ્વરૂપનાં પ્રતીતિ ને વિશ્વાસ નથી તો ક્રિયાકાંડના આલંબને એકાદ ભવ સ્વર્ગનો મળી જાય, પણ પછી તિર્યંચ થઈને નરક કે નિગોદમાં જીવ ચાલ્યો જશે; તેને ભવનો અભાવ નહિ થાય. ભવના અભાવનું સાધન તો સ્વભાવના આલંબનથી જ પ્રગટ થાય છે.
અહા ! સાધકને વર્તમાન નિર્મળ વીતરાગી ભાવના ભવનનું કારણ આત્માની કરણશક્તિ છે.
પ્રશ્ન:- હા, પણ તે ઉત્કૃષ્ટ સાધન કહ્યું છે; પણ જઘન્ય સાધન બીજું કાંઈ છે કે નહિ? દયા, દાન, વ્રત આદિ શુભભાવ થાય તે જઘન્ય સાધન છે કે નહીં?
ઉત્તર:- ના, શુભભાવ સાધન નથી. એ તો ધર્મીને બહારમાં નિમિત્તરૂપ ને સહુચર કેવો શુભભાવ હોય છે તેનું જ્ઞાન કરાવવા એના તે શુભભાવને આરોપ દઈને ઉપચારથી સાધન કહ્યું છે, પણ તે નિયમરૂપ સાધન નથી, તે સાધન જ નથી. ઉત્કૃષ્ટ સાધન એટલે એકમાત્ર નિયમરૂપ સાધન-એવો અર્થ થાય છે. સમજાણું કાંઈ...? ભવના છેદરૂપ સાધકનું ખરું સાધન એકમાત્ર આત્મસ્થિત નિર્મળ પરિણત સાધનશક્તિ છે. આવી વાત છે.
આમાં થોડા શબ્દ ઘણી બધી વાત કરી છે. અનંતગુણધામ પ્રભુ આત્મામાં એક ચારિત્ર ગુણ છે. તે ચારિત્ર સ્વભાવમાં કરણ-સાધન શક્તિનું રૂપ છે; જેથી વીતરાગી પર્યાયનું કારણ તે ચારિત્ર ગુણ થાય છે, અર્થાત્ ચારિત્ર ગુણ વડે આત્મા પોતે જ સાધન થઈને ચારિત્રની વીતરાગી દશારૂપ પરિણમે છે. ઓહો..! ચારિત્રની અકષાય વીતરાગી પરિણતિ સંત-મુનિવરોને હોય છે ને? તેનું સાધકતમ સાધન અંદર ચારિત્ર પરિણત આત્મા છે. આ મુનિવરોને તેમની દશામાં પ્રચુર આનંદનું વદન હોય છેસમ્યગ્દર્શનમાં આનંદનું વેદન છે, પણ પ્રચુર આનંદનું વેદન નથી. વીતરાગી નિગ્રંથ દિગંબર સંત-મુનિવરને પ્રચુર આનંદનું વદન હોય છે. જુઓ, વસ્ત્ર સહિત હોય તે કોઈ સાધુ નથી; તેમ જ ખાલી વ્રત, તપનાં સાધન કરે તે સાધુ નથી, કારણ કે એ તો બધો રાગ છે ને એ બંધનનું કારણ છે.
ભાઈ, ત્રણ લોકના નાથે કેવળી પરમાત્મા એ કહેલી વાત અહીં સંતો આડતિયા તરીકે જાહેર કરે છે. જન્મમરણ મટાડવાના બીજરૂપ સમ્યગ્દર્શન છે. અહો ! સમ્યગ્દર્શનનો મહિમા અપાર છે. ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. તેથી સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે ધર્મ નામ ચારિત્રનો ઉપાય છે. ચારિત્રદશા જેને પ્રગટ થાય તેને બહારમાં દેહની નગ્ન દશા થઈ જાય છે. બહારમાં દેહથી નગ્ન અને અંદર રાગથી નગ્ન-એવી વીતરાગી સંત મુનિવરની ચારિત્ર દશા હોય છે. તેને વચ્ચે પંચ મહાવ્રતનો વિકલ્પ આવે છે, પણ તે કાંઈ ચારિત્ર નથી, ચારિત્રનું સાધનેય નથી. અહાહા...! અંદર
સ્વસ્વરૂપમાં પ્રચુર આનંદપૂર્ણ રમણતા હોય તે ચારિત્ર છે. તે ચારિત્રનું સાધન શું? પંચ મહાવ્રત ને પંચ સમિતિનો વિકલ્પ તે સાધન છે? ના, તે સાધન નથી. ચારિત્રગુણમાં કરણશક્તિનું રૂપ છે, જેથી આત્મામાં નિજસ્વભાવ સાધન વડે વીતરાગી ચારિત્ર પર્યાયનું ભવન થાય છે. આવો મારગ છે ભાઈ ! વસ્ત્ર સહિત કોઈ મારગ નથી, ને વ્રતાદિના રાગને સાધન માને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #210
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ તેય મારગ નથી; એ તો ઉન્માર્ગ છે.
આત્માના આનંદના ભોગનું કારણ બહારની ચીજ નથી. સ્ત્રીના શરીરનો કે ગુલાબ જાંબુનો ભોક્તા આત્મા નથી; પરંતુ તે પદાર્થોના ભોગ કાળે આને જે રાગ થાય છે તે રાગનો તે ભોક્તા છે, પણ તે આકુળતાનો ભોગ છે. હવે જેને અનાકુળ આનંદનો ભોગવટો છે તેના આનંદનું કારણ નામ સાધન કોણ? અહા ! અનાકુળ આનંદનો ભોગ કરવો હોય તો તેના સાધનની શોધ અવશ્ય કરવી જોઈશે. અહીં કહે છે–તારા આનંદનું સાધન અનંત શક્તિવાન એવો તું જ છો. અહાહા..તારા આત્મામાં એક સાધનશક્તિ ત્રિકાળ પડી છે, તેથી શક્તિવાનને શોધવાથી, તેમાં અંતર્મુખ દષ્ટિ કરવાથી, તારો આત્મા જ તને અનાકુળ આનંદનું સાધન થઈને અનાકુળ આનંદનો ભોગ આપે છે. માટે સહજાનંદી નિજાનંદી પ્રભુ આત્માને જ સાધન જાણીને તેમાં અંતર્મુખ થા. સમજાય છે કાંઈ...? અહીં! અનાકુળ આનંદનું વદન તેનું નામ ધર્મ છે.
અહાહા..! આત્મામાં અપરિમિત અનંત શક્તિઓ છે. તેની એકેક શક્તિ અનંત ગુણમાં વ્યાપક છે. એ રીતે પ્રત્યેક ગુણમાં આ સાધનશક્તિ વ્યાપક છે. તેથી અનંતગુણનિધાન નિજ આત્મદ્રવ્ય-ધ્રુવ ત્રિકાળીનો આશ્રય કરતાં શક્તિઓ વડે આત્મા સ્વયં સાધનરૂપ થઈને પોતાની નિર્મળ પર્યાયોને ઉત્પન્ન કરે છે. લ્યો, આ છે સમકિતથી માંડીને પંચ પરમપદ પર્વતનાં સ્થાનોની સિદ્ધિના સાધનનું રહસ્ય. હવે જૈનમાં જન્મીને પણ લોકો “મો અરિહંતાણં' ઇત્યાદિ પંચ પરમેષ્ઠીના જાપ જપે, પણ એની સિદ્ધિનું સાધન શું? એનો વિચાર સુદ્ધાં ના કરે. અરે ભાઈ, નમસ્કાર મંત્રના જાપ તો એણે અનંત વાર કર્યા છે. પણ એથી શું લાભ? એ તો શુભરાગ છે, એમાં પંચ પરમપદરૂપ ધર્મ કય
થી આવે? પંચ પરમપદરૂપ ધર્મદશાના કારણરૂપ-સાધનરૂપ તો અંદર સાધનસ્વભાવમય આત્મા છે. માટે જાપના વિકલ્પના આશ્રયથી ખસી, ભગવાન આત્માના આશ્રયમાં જા, એમ કરતાં તારો આત્મા જ નિજ સ્વભાવ-સાધન વડે પંચ પરમપદરૂપ થઈ તને સાધ્યની સિદ્ધિ કરાવશે–દેશે. આ સિવાય બીજી કોઈ રીતે સાધ્યની સિદ્ધિ નથી. આચાર્યદેવ સ્વયં કળશમાં કહે છે
सततमनुभवामोऽनंतचैतन्यचिन्हें
न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धिः।। અહા! આત્માનો આ સ્વભાવ જ એવો છે કે તેને સાધન બનાવીને અનંતા જીવોએ સિદ્ધપદ સાધ્યું છે, અને સ્વભાવના સાધન વડે જ અનંતા જીવ સિદ્ધપદને સાધશે. નિજ સ્વભાવ સિવાય બહારમાં નિમિત્તમાં ને રાગમાં સાધન શોધનારાને તો સંસારની જ સિદ્ધિ થશે, અર્થાત તે સંસારમાં જ રખડશે.
ભાઈ, સાધકને પોતાનો આત્મસ્વભાવ જ પ્રતિસમય નિર્મળતાનું સાધન થાય છે. આત્મામાં સાધનશક્તિ તો ત્રિકાળ છે. પણ પોતે સ્વસમ્મુખ થઈ નિજ સ્વભાવસાધનને ગ્રહે તો ને? સ્વસમ્મુખ થઈને સ્વભાવ-સાધનને ગ્રહે તો સમકિત સહિત સાધકદશા અવશ્ય પ્રગટ થાય છે. અહા ! ત્રિકાળી દ્રવ્યને સાધનપણે ગ્રહતાં જ જ્ઞાનાદિ અનંત ગુણો પોતપોતાની નિર્મળ પર્યાયો રૂપ પરિણમી જાય છે. પ્રવચનસાર ગાથા ૨૧ની ટીકામાં કહ્યું છે કે-કેવળીભગવાન “સ્વયમેવ સમસ્ત આવરણના ક્ષયની ક્ષણે જ, અનાદિ અનંત, અહેતુક અને અસાધારણ જ્ઞાનસ્વભાવને જ કારણપણે ગ્રહવાથી તુરત જ પ્રગટતા કેવળજ્ઞાનોપયોગરૂપ થઈને પરિણમે છે..” જુઓ, આમાં કેટલી સ્પષ્ટ વાત છે ! કેવળજ્ઞાનનું સાધન બીજું કોઈ છે જ નહિ, પોતાનો જ્ઞાનસ્વભાવ જ કેવળજ્ઞાનનું સાધન છે. આવી રીતે શ્રદ્ધા, આનંદ આદિ બધી જ શક્તિઓના પરિણમનમાં સમજી લેવું.
ભાઈ, આ તો તારા ઘરમાં પંજી છે તેની વાત ચાલે છે. અહાહા...! તારી પુંજીમાં અનંત ગુણ-સ્વભાવ છે. તેમાં એક કરણ-સાધન સ્વભાવ છે જે વડે પ્રત્યેક ગુણનું સમયે સમયે નિર્મળ નિર્મળ કાર્ય થાય તેનું આત્મા સાધન થાય છે. ત્યારે કોઈ કહે છે
હા, પણ આ તો નિશ્ચયની વાત છે.
ભાઈ, તું એને નિશ્ચય... નિશ્ચયની વાત છે એમ કહી અવગણના કરે, પણ નિશ્ચય એટલે સત્ય વાત છે, ને વ્યવહાર તો ઉપચાર છે. શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારમાં નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ સમજાવ્યું છે. ત્યાં કહ્યું છે-“જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો “સત્યાર્થ એમ જ છે” એમ જાણવું તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને “એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું. અને એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #211
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩-કરણશક્તિ : ૧૯૭ સત્યાર્થ જાણી, “આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે” એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.” અહાહા...! પંડિતપ્રવર ટોડરમલજીએ. કેટલી બધી સ્પષ્ટતા કરી છે! પણ અરે, જીવે ભગવાનનો માર્ગ રુચિ લાવીને સાંભળ્યો નથી; બસ એમ ને એમ વ્રતાદિને સાધન માની હાંકે જ રાખે છે. પણ બાપુ !
“મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો;
પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાયો” જુઓ, આમાં શું કહે છે? “સુખ લેશ ન પાયો'—એનો અર્થ એ થયો કે એ પરિણામ દુ:ખ છે. પંચ મહાવ્રત પાળ્યાં એનાથી લશ સુખ ના થયું, દુઃખ થયું. અહા ! અજ્ઞાનીને બહારનું ચારિત્ર (દ્રવ્ય ચારિત્ર) દુ:ખનું સાધન થાય છે. ભાઈ, તેને આ આકરું પડે છે, પણ સત્ય છે. અહાહા..! ચારિત્ર કોને કહીએ? જેમાં અંદર પ્રચુર આનંદની લ્હેર ઉઠે. તેનું નામ ચારિત્ર છે અને આત્મ સ્વભાવ જ તેનું સાચું સાધન છે. વ્રતાદિને સાધન કહ્યાં છે એ તો ઉપચારથી છે, મતલબ કે એમ નથી. ધર્મી તો એને હેય જાણે છે, ને અજ્ઞાની તેને ઉપાદેય જાણે છે. બન્નેમાં આવડો મોટો ફેર છે. આવી ગજબ વાત છે ભાઈ !
પાત્ર સમજનાર હોય તેને આ કહેવાય છે. પોતાની પાત્રતા ન હોય તેને સાક્ષાત કેવળીની વાણી પણ શું કરે? પાત્રતા પોતાથી પ્રગટ થાય છે, પરથી નહિ. અહાહા...! આ પાત્રતા શું ચીજ છે? કે જેનાથી સમ્યગ્દર્શન પામે તેને પાત્રતા કહીએ. અહો ! સમ્યગ્દર્શનની સાથે સિદ્ધપદ જોડાયેલું છે. મતલબ કે જેને સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શનરૂપી બીજ ઉગી તેને તે જ સ્વભાવના સાધન વડે સિદ્ધપદરૂપી પૂનમ થશે જ થશે. અહો ! આવો નિજ સ્વભાવ-સાધનનો અલૌકિક મહિમા છે. સમજાય છે કાંઈ...? ' અરેરે ! સંસારી પ્રાણીઓ અત્યંત દુઃખી છે. મોટો રાજા હોય, ને મરીને નરકમાં ચાલ્યો જાય. અહા ! તીવ્ર હિંસાદિ પાપના ભાવ કરી જીવ નરકમાં જાય છે. ૨૫ વર્ષના યુવાન રાજકુમારને જમશેદપુરની લોઢા ગાળવાની ભઠ્ઠીમાં જીવતો નાખે ને જે દુઃખ થાય તેનાથી અનંતગણી ઉષ્ણતાનું દુ:ખ પહેલી નરકમાં છે. ભાઈ, આવા આવા ભવ તે અનંત વાર કર્યા છે. તારું દુ:ખ દેખનારને પણ રૂદન આવ્યાં છે. અરેરે ! તારા મૃત્યુ પાછળ તારી માતાના રૂદનના આંસુના એક એક બુંદના સંગ્રહથી દરિયાના દરિયા-અનંત દરિયા ભરાય એટલાં મરણ તે કર્યા છે. બહુ ગંભીર વાત છે ભાઈ ! અહા ! જેને સંસારના પરિભ્રમણનો થાક લાગ્યો એવો કોઈ જીવ પાત્ર થઈને સ્વદ્રવ્ય સન્મુખ થઈ સ્વભાવના ગ્રહણ વડે સમકિત પ્રગટ કરી લે છે. અહા ! તે ધર્મી જીવ વિશેષ વૈરાગ્ય પામીને સ્વરૂપની રમણતા કરવા એકલો જ જંગલમાં ચાલ્યો જાય; કોઈ સાથે નહિ, કોઈ આહાર દેનાર નહિ, કોઈ શરીરની રક્ષા કરનાર નહિ, કોઈ વૈધ સાથે નહિ; અહાહા..! અંદર એકત્વના આલંબનમાં રહી અંતરના આનંદની લહેર કરવા એકાંત જંગલમાં ચાલ્યો જાય. મુનિ થતા પહેલાં માતા પાસે રજા માગે-માતા, ૨જા આપ; માતા રડે તો કહે–એક વાર રૂદન કરી લે, હવે હું કોલ આપું છું કે ફરી બીજી માતા નહિ કરું. સ્વભાવના ઉગ્ર આલંબનમાં રહી ચારિત્રની ઉગ્ર સાધના કરીશ. આજે જ ચારિત્રના આનંદની દશાને હું અંગીકાર કરવા માગું છું. રજા આપ. લ્યો, અત્યારે તો આવી વાતેય સાંભળવા મળે નહિ. પણ જન્મ-મરણના રોગ મટાડવાની આ જ દવા છે. આત્માનો આશ્રય લેવો એ જ ઔષધ છે.
આત્મ-ભ્રાન્તિ સમ રોગ નહિ, સદ્દગુરુ વૈધ સુજાણ;
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. નિમિત્ત સાધન, ને રાગ સાધન-એવી ભ્રાંતિ સમાન કોઈ રોગ નથી. મિથ્યાત્વ મહા રોગ છે. સને જાણનારા ગુરુની આ આશા છે કે સ્વદ્રવ્યના આશ્રમમાં જતાં ધર્મ થશે; તારો સ્વભાવ જ તારા ધર્મનું સાધન છે. વિચાર અને ધ્યાન તે ઔષધિ છે. સ્વરૂપની એકાગ્રતારૂપ ધ્યાન તે ઔષધ છે. આ સિવાય બહારનાં ઔષધ બધાં ધૂળ ધાણી છે, ઉપાય નથી.
આ પ્રમાણે અહીં કરણશક્તિનું વર્ણન પૂરું થયું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #212
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
૪૪: સંપ્રદાનશક્તિ
પોતાથી દેવામાં આવતો જે ભાવ તેના ઉપયપણામયી (–તેને મેળવવાના યોગ્યપણામય, તેને લેવાના પાત્રપણામય) સંપ્રદાનશક્તિ.”
અહા ! આચાર્ય ભગવાને ભિન્ન ભિન્ન પ્રકારે શક્તિઓનું અદભુત વર્ણન કર્યું છે. અહાહા..! અનંત શક્તિનો ભંડાર પ્રભુ આત્મા છે. આ એક જ્ઞાયકસ્વભાવી ચિન્માત્ર વસ્તુ આત્મા અનંત શક્તિઓનો ભંડાર છે. હવે પોતે શું ચીજ છે એની ખબરેય ન મળે, અને એને ધર્મ થઈ જાય એમ કદી બને નહિ. અહીં કહે છે–તેમાં (–આત્મામાં) એક સંપ્રદાન–શક્તિ છે. કેવી છે આ શક્તિ? તો કહે છે-“પોતાથી દેવામાં આવતો જે ભાવ તેના ઉપયપણામયી આ સંપ્રદાનશક્તિ છે.” શું કીધું? નિજ ચૈતન્ય વસ્તુના આશ્રયે સ્વભાવ સાધન વડે જે સમ્યગ્દર્શન આદિ નિર્મળ ભાવ થયો તે પોતાથી દેવામાં આવતો ” ભાવ છે, અને તેના ઉપયપણામયી સંપ્રદાનશક્તિ છે, અર્થાત્ તે ભાવ પોતે જ પાત્ર થઈને પોતાને માટે લે છે, રાખે છે. આવી વાત ! સમજાણું કાંઈ....? કોઈ બીજાએ-નિમિત્તે કે શુભરાગે-તે ભાવ દીધો છે એમ નહિ, ને તે ભાવ કયાંય બીજે ગયો છે એમ પણ નહિ. પોતામાં ઉત્પન્ન થયેલો ભાવ પોતે પોતાને દીધો, ને પોતે જ પોતા માટે તે લીધો-આવી આત્માની સંપ્રદાનશક્તિ છે.
લક્ષ્મી દેનાર તે દાતા, અને લેનાર તે સુપાત્ર-અન્ય દાતાર અને અન્ય પાત્ર-એમ વાત છે જ નહિ; કેમકે એવી વસ્તુ નામ આત્મા નથી. ભાઈ, બીજી ચીજ દેવી અને લેવી તે આત્માની શક્તિ નથી. અહીં તો કહે છેઆત્માનો એવો સંપ્રદાન સ્વભાવ છે કે જે વડે નિજ સ્વરૂપની દૃષ્ટિ થતાં જ્ઞાનની વર્તમાન જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે નિર્મળ પર્યાયનો આત્મા પોતે દાતા છે, ને પોતાની પર્યાયને લેનારો પોતે જ પાત્ર છે-બન્ને એક સમયમાં છે. સમ્યજ્ઞાનનો દાતા આત્મા પોતે છે, વીતરાગ ભગવાન કે તેમની વાણી કે તેમનાં ભક્તિ-વિનયરૂપ પ્રવર્તન તે સમ્યજ્ઞાનના દાતા નથી. અહા ! આત્મા બીજાને કાંઈ દે એવી આત્માની કોઈ શક્તિ જ નથી. અહાહા..! આ અલૌકિક વાત છે, એને લૌકિક સાથે કોઈ મેળ નથી.
અહાહા...! ધર્મીને સમ્યજ્ઞાનની પર્યાય સ્વ-આશ્રયે પ્રગટ થઈ તેનો દાતા કોણ ? તેને લેનારો પાત્ર કોણ?
તો કહે છે–સમ્યજ્ઞાનમય ભગવાન આત્મા છે. તેમાં એક સંપ્રદાનશક્તિ છે. તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. તેથી સ્વ-આશ્રયે જે જ્ઞાનની નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે પોતે દાતા છે, અને તે જ સમયે લેવાની પાત્રતા પણ તે જ પર્યાયમાં પોતાની છે.
જુઓ, ત્રણલોકના નાથ શ્રી તીર્થંકરદેવ છદ્મસ્થ મુનિદશામાં હોય ને ઘરે આહાર માટે આવે તો ધર્મીનું હૃદય અંદર આનંદથી ઉછળી જાય, અહો, સાક્ષાત્ મોક્ષનું કલ્પતરુ મારે આંગણે ફળ્યું!—એમ તેના રોમરોમ આનંદથી ઉલ્લસી જાય છે. તે અપાર ભક્તિથી મુનિરાજને આહારદાન દે છે. પણ બન્નેના અંતરમાં શું છે? એમ કે આહારના રજકણનો દેનાર-લેનાર અમારો ભગવાન જ્ઞાયક નથી; અને ભગવાન જ્ઞાયકમાં કોઈ શક્તિ નથી કે આહારદાનના શુભભાવને દે અને લે. અહાહા...! અંદર જ્ઞાનની, અનાકુળ આનંદની જે નિર્મળ પરિણતિ પ્રગટ થઈ છે તે જ દાનની દાતાર છે, ને તે જ દાનની લેનારી પાત્ર છે. દેનાર દાતા પણ તે પર્યાય અને લેનાર પાત્ર પણ તે જ પર્યાય. જુઓ આ ધર્મીની અંતર્દષ્ટિ!
સૂક્ષ્મ વાત છે પ્રભુ! ધર્મીને વર્તમાન પ્રગટ થયેલી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનની પર્યાય, અનાકુળ આનંદની ને શાંતિની પર્યાય, સમ્યક વીર્યની પર્યાય-તે નિર્મળ પર્યાય પોતાથી દેવામાં આવતો ભાવ છે, ને તેને લેવાના પાત્રપણામય પણ તે નિર્મળ પર્યાય છે. અભેદથી કહેતાં આત્મા પોતે પોતાને પોતાની નિર્મળ પર્યાયનું દાન આપે છે, અને પોતે જ તેને લેવાના પાત્રપણામય છે. આવો પોતાનો સંપ્રદાન સ્વભાવ છે. એક જ સમયમાં દાતા અને પાત્ર બન્ને પોતે જ છે. અહા ! ધર્મી અંતર્દષ્ટિ વડે પ્રતિક્ષણ પોતાના સ્વભાવમાંથી પ્રાપ્ત નિર્મળ પર્યાયનું દાન દે છે, ને પોતે જ તેના પાત્રમય થઈને તે લે છે. જુઓ આ દાન! આનું નામ ધર્મ છે. બાકી આહારનો દેનારો-લેનારો પોતાને માને એ તો મૂઢ છે, મિથ્યાષ્ટિ છે.
અહા ! સમ્યગ્દર્શનનો વિષય અનંતગુણનિધાન પ્રભુ આત્મા છે. જ્યાં તે વિષય દૃષ્ટિમાં આવ્યો, અહાહા...! પૂર્ણાનંદનો નાથ પોતે છે એની જ્યાં દષ્ટિ થઈ ત્યાં તેના સમ્યક શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આ સમ્યગ્દર્શનની પર્યાય તે પોતાથી દેવામાં આવતો ભાવ છે. શું કીધું? પોતે જ પોતાને સમ્યગ્દર્શનનો દાતા છે, ને પોતે જ પાત્રપણે તેનો લેનારો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #213
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪-સંપ્રદાનશક્તિ : ૧૯૯ હવે આમાં કેટલાક કહે છે કે ગુરુ સમકિતના દાતાર છે, અને કેવળી–શ્રુતકેવળીની સમીપમાં ક્ષાયિક સમકિત થાય છે.
અરે ભાઈ, એ તો બધાં નિમિત્તનાં કથન છે બાપુ! પોતે અંતરંગમાં નિજ સ્વભાવના સાધન વડે સમકિત પ્રગટ કરે ત્યારે બહારમાં નિમિત્ત કેવાં હોય છે તેનું જ્ઞાન કરાવવા માટે આવાં કથન હોય છે તે ઉપચારમાત્ર જાણવાં. બાકી કોઈ, કોઈ બીજાને સમકિત આપે અને લે એવું સમકિતનું સ્વરૂપ નથી, અને વસ્તુસ્વરૂપ પણ એવું નથી. સમજાણું કાંઈ...?
પ્રભુ! તારી ચીજમાં શું ખામી છે કે તારે બીજા પાસેથી લેવું છે? ભગવાન ! તું પૂર્ણ છો ને ! પૂર્ણ વિજ્ઞાનઘન છો ને! પૂર્ણ આનંદઘન છો ને! અહાહા..!
પ્રભુ મેરે ! તું સબ વાતે પૂરા. પ્રભુ મેરે ! તેં સબ વાતે પૂરા... પરકી આશ કહા કરે પ્રીતમ !
એ કિણ વાતે અધૂરા-પ્રભુ મેરે... ઓહો...! ધર્મી કહે છે-મારો આત્મા સ્વયમેવ અચિંત્ય શક્તિવાળો દેવ છે. તેને ધ્યાવતાં જ કેવળજ્ઞાન આદિ આપે એવો તે ચૈતન્યચિંતામણિ છે. આમ જેના સર્વ અર્થ સિદ્ધ છે એવો પોતે જ હોવાથી મને બીજાની શું આશા છે? મને બીજી ચીજથી શું કામ છે? (જુઓ કળશ ૧૪૪) અહીં કહે છે-કેવળજ્ઞાનની પર્યાય જે પ્રગટી તેનો પોતે જ દાતાર છે, ને પોતે જ તેનો પાત્રપણે લેનારો છે. સમજાય છે કાંઈ....? અંદર શાશ્વત ચૈતન્યદેવ વિરાજે છે, તેને સેવતાં સહેજે સમકિતથી માંડીને સિદ્ધપદનાં એ દાન આપે છે. માટે પરાશ્રય છોડી, ભાઈ, તારી ચૈતન્યવસ્તુનું સેવન કર.
અરે, અનંત કાળથી રખડવા આડે એને સત્ય સમજવાની ફુરસદ નથી ! અનંત કાળમાં શુભ-અશુભ ભાવ તો એણે અનંતવાર કર્યા છે. પણ એ તો વિભાવ નામ વિપરીત ભાવ છે. તે વિભાવની પર્યાય પર્યાયદષ્ટિ જીવને પર્યાયના પારકથી સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. અહાહા..! પરના કારક વિના, ને દ્રવ્ય-ગુણની અપેક્ષા વિના પર્યાયના પોતાના પારકથી વિભાવની દશા સ્વતંત્ર અદ્ધરથી જ ઉભી થાય છે. અહા ! આ વિભાવની દશાને દેવી કે લેવી એ અજ્ઞાનીની ચેષ્ટા હો, પણ એવો કોઈ ગુણ આત્મામાં નથી. ગજબ વાત છે ભાઈ ! કહે છે કે શુભભાવ થવો, દેવો અને તેને પોતામાં રાખવો એવો કોઈ ગુણ આત્મામાં છે જ નહિ.
ભાઈ, તારા ખજાને ખોટ નથી નાથ! તારા ખજાને તો અનંત અનંત શક્તિઓની ઋદ્ધિ પડી છે ને! તું બહારમાં કયાં શોધવા જાય છે? બહાર તું ભટકે છે એ તો સંસાર છે. ચાહે અશુભભાવ હોય કે શુભભાવ હોય એ બન્નેય સંસાર છે, દુઃખનો દાવાનલ છે. તારી શાંતિને બાળવા સિવાય તને એ કાંઈ આપે એમ નથી.
અહાહા..! અનંત ગુણસમૃદ્ધિથી ભરેલો ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્મા છે. તેનો એક સંપ્રદાન ગુણ છે. તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. તે આનંદ ગુણમાં વ્યાપક છે. જેથી ધર્મીને આનંદની જે નિરાકુળ દશા પ્રગટ થઈ તેનું પોતે જ પોતાને દાન કરે છે, ને પોતે જ પાત્ર થઈ તેને લે છે. જુઓ આ ધર્મીનું દાન! ધર્મીને તો નિરંતર અતીન્દ્રિય આનંદનો આહાર છે ને? અહા ! તે અતીન્દ્રિય આનંદરૂપ આહારનું દાન પોતે પોતાને આપે છે, ને પોતે પોતાના માટે સુપાત્રપણે લે છે. અહા ! આ ધર્મ છે જેમાં દાતાર-દાન-દાનનું પાત્ર-બધું એક અભેદ આત્મામાં સમાય છે. પોતે પ્રગટ આનંદનો દાતાર, પોતાની પ્રગટ આનંદ દશા તે દાન, ને તેને લેનારો-પોતાને માટે રાખનારો-પોતે જ પાત્ર. એક સમયમાં દાતાર પણ પોતે, દાન પણ પોતે ને પાત્ર પણ પોતે. અહો ! આત્મા અદભુત અલૌકિક ચીજ છે.
ચક્રવર્તીને ઘરે વાઘરણ હોય તેને માગવાની ટેવ છૂટે નહિ. ગોખલામાં રોટલો મૂકીને માગે કે-“બટકુ રોટલો આપજો બા.” અને તે રોટલો લે ત્યારે તેને મન વળે. તેમ જીવ અંદરમાં ચૈતન્ય ચક્રવર્તી પ્રભુ બિરાજે છે. અજ્ઞાની તેને ભૂલીને શુભાશુભ ભાવ કરીને સુખ લેવા માગે છે. મને પુણ્ય હોય તો ઠીક, બહારના વૈભવ હોય તો ઠીક-એમ બહારમાં ભીખ માગે છે તે રાંકા-ભિખારી છે. તેને બીજા પાસે સુખ માગવાની ટેવ પડી ગઈ છે. પોતે અંદર ચૈતન્યબાદશાહ છે, પણ તેને રાગનો-પુણ્યનો ગુલામ બનાવી દીધો છે. તેને પોતાનો મહિમા ભાસતો નથી. અહાહા...! અંદર ત્રણલોકનો નાથ ચૈતન્યચક્રવર્તી વિરાજે છે તેનો મહિમા તેને શુભભાવના મહિમા આડે ભાસતો નથી. પણ ભાઈ રે, તને બહારમાં કોઈ સુખ આપે એમ નથી. તું અંદર જો તો ખરો, અહાહા..! અંદર એકલો સુખનો દરિયો ભર્યો છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #214
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦) : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અહા ! જેણે પોતાના સ્વભાવની દૃષ્ટિ કરી તેને તેની પર્યાયમાં સુખ પ્રગટ થાય છે. આત્મામાં સુખ નામનો ગુણ છે ને! અહાહા...! અંદર એકલો સુખનો સમુદ્ર છે. તેમાં દષ્ટિ કરતાં સુખ પર્યાય પ્રગટ થઈ તે પોતા દ્વારા પોતાને દેવામાં આવે છે, અને પોતે તે સુખની પર્યાયને લેવાની પાત્રતામય છે તેથી લેનાર પણ પોતે છે. બહારમાં કોઈની સહાય નહિ, અપેક્ષા નહિ. ભાઈ, વિષયોમાંથી સુખ આવે છે એમ હું માને છે એ કેવળ ભ્રમ છે. જો વિષયો સુખ આપે અને તને તે પહોંચે એમ હોય તો તને પરાધીનતા આવે, ને પરાધીનને સુખ કેવું? પરાધીનને સ્વપ્ન પણ સુખ ન હોય. સ્વાધીનપણે આત્મા પોતે જ પોતાના સુખનો દાતાર છે, ને પોતે જ પાત્ર થઈને લેનાર છે. આવી જ વસ્તુ-વ્યવસ્થા છે.
સમયસારની ૭રમી ગાથામાં આત્માને ભગવાન કહીને બોલાવ્યો છે. આનંદની દશામાં લીન મુનિરાજ કહે છે–સાંભળ ભગવાન! તારી પર્યાયમાં પામરતા છે, વસ્તુમાં પામરતા નથી. વસ્તુમાં અનંતી પ્રભુતા ભરી છે. અહાહા...! એકેક શક્તિ પૂર્ણ પ્રભુતાથી ભરી છે. જ્ઞાનની પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે. પોતાના દ્વારા તે પર્યાય દેવામાં આવે છે, અને પોતાના દ્વારા તે પર્યાય લેવામાં આવે છે. બન્નેનો સમય એક છે. દેનાર દાતા, અને લેનાર પાત્ર-બન્ને એક જ પર્યાયમાં છે. ગુરુ તેના દાતા નથી, શાસ્ત્ર તેનું દાતા નથી. દેવ તેના દાતાર નથી. દેવ-ગુરુ-શાસ્ત્ર તો બાહ્ય નિમિત્ત માત્ર છે. તેમણે જ આ કહ્યું છે કે-તારામાં અક્ષય ભંડાર ભર્યો છે, તેમાં નજર કર તો ન્યાલ થઈ જઈશ. તારી નિર્મળ રત્નત્રય આદિ પર્યાયોનું તું જ દાતા છો. બીજું કોઈ નહિ ને તે નિર્મળ ભાવ લેવાની પાત્રતામય પણ તું જ છો.
અહો ! શક્તિનો અદભૂત ખજાનો પ્રભુ આત્મા છે. અજ્ઞાની જીવે દયા, દાનનો વિકલ્પ તે મને લાભદાયી છે એમ રાગની એકતાબુદ્ધિ વડે ખજાનાને તાળું દીધું છે, પણ રાગથી ભેદ કરી અંતર એકાગ્રતા કરતાં તાળું ખૂલી જાય છે ને તત્કાલ ખજાનામાં ગુણરત્નો ભર્યા છે તે પ્રગટ થાય છે. અહાહા...! જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, સ્વચ્છતા, પ્રભુતા ઇત્યાદિ સર્વ ગુણની નિર્મળ દશા પ્રગટ થાય છે. અહા! તે નિર્મળ ભાવ જે પ્રગટ થયો તે પોતાથી દેવામાં આવતો ભાવ છે, તેનો દાતાર પોતે છે, તે નિમિત્ત દ્વારા કે રાગ દ્વારા દેવામાં આવે છે એમ કદીય નથી. આ અનેકાન્ત છે. અંદર ઊંડો વિચાર કરે તો ખબર પડે કે-પૂર્વની નિર્મળ પર્યાય છે તે પણ વર્તમાન પર્યાયની દાતા છે એમ નથી ત્યાં બાહ્ય નિમિત્તાદિ મારા દાતાર-એ વાત જ કયાં રહે છે? સત્ય તો આવું છે ભાઈ ! આવી વાત બીજે કયાંય નથી, શ્વેતાંબરમાંય નથી. આ સાંભળી બીજાને દુઃખ થાય પણ શું કરીએ ? બીજાને દુ:ખ લગાડવાની આ વાત નથી, આ તો સત્યનું જ ઉદ્દઘાટન છે. ભાઈ, વિપરીત દષ્ટિનું તને દુ:ખ છે. વિપરીત દષ્ટિ છોડી દે, તને મહાન લાભ થશે.
પ્રશ્ન:- ગુર્થી જ્ઞાન થતું નથી, ગુરુ જ્ઞાનના દાતા નથી એમ આપ વારંવાર કહો છો, તો પછી ધર્મી પુરુષો ગુરુ પ્રતિ વિનય-ભક્તિરૂપ કેમ પ્રવર્તે છે?
ઉત્તર- ગુથી જ્ઞાન થતું નથી, ગુરુ જ્ઞાનના દાતા નથી–એ તો સત્ય જ છે. એવી જ વસ્તુસ્થિતિ છે. અહા ! શ્રી ગુરુ આવો વસુસ્વભાવ દેશનાકાળે બહુ પ્રસન્નતાથી શિષ્યને બતાવે છે તો પાત્ર શિષ્ય તેને ઝીલીને ઉત્કટ અંત:પુરુષાર્થ પ્રગટ કરી અંત:નિમગ્ન-સ્વરૂપ નિમગ્ન થઈ સાધકભાવના અંકુરા એવા સમકિતને ને આનંદને પ્રગટ કરી લે છે. હવે તેને વિકલ્પકાળે શ્રીગુરુ પ્રતિ બહુમાન અને વિનય-ભક્તિ અંદર હૃદયમાં ઊછળ્યા વિના રહેતાં નથી. સાધકદશા જ આવી હોય છે. અંદર લોકોત્તર આનંદની દશા થઈ તેને બહારમાં દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રતિ વિનયભક્તિયુક્ત પ્રવર્તન હોય જ છે; તેનો વ્યવહાર પણ લોકોત્તર હોય છે.
કોઈ આવી સાધકદશાને જાણે નહિ, ને “ગુરુથી જ્ઞાન થતું નથી, ગુરુ જ્ઞાનના દાતા નથી ”—એમ વિચારી શ્રીગુરુ પ્રતિ ઉપેક્ષા સેવે છે તે નિશ્ચયાભાસી સ્વચ્છંદી છે, આનંદને ઝીલવાની તેની પાત્રતા હજુ જાગી નથી. અહો ! આવો નિશ્ચય-વ્યવહારના સંધિપૂર્વકનો કોઈ અદ્દભુત લોકોત્તર માર્ગ છે. જેને ગુણની–ધર્મની પ્રીતિ છે તેને ગુણવાન ધર્મી પ્રતિ આદર, પ્રમોદ ને પ્રીતિનો ભાવ થયા વિના રહેતો નથી. અંતર્બાહ્ય વિવેકનો આવો મારગ છે ભાઈ ! સમજાણું કાંઈ....?
ચાર પ્રકારનું દાન નિર્દોષભાવથી દેવું એ શુભભાવ છે. દાન લેનાર પાત્ર નિગ્રંથ દિગંબર મુનિવર આદિ છે. સમ્યગ્દષ્ટિને ભક્તિભાવે આહારાદિનું દાન દેવાનો ભાવ આવે તે શુભ છે. તથાપિ દાન દેવાનો શુભભાવ થાય તેવો આત્મામાં કોઈ ગુણ નથી. તે તો અવસ્થાનું વિપરીત કાર્ય છે. તેને શું લેવું-દવું? ગુણનું કાર્ય તો આ છે કે નિર્મળ અવસ્થા પ્રગટી તે પોતે દીધી, ને પાત્રપણે પોતે લીધી. હવે આમાં વ્યવહારથી થાય એ વાત કયાં રહી? વ્રત કરો, તપસ્યા કરો, ભક્તિ-પૂજા કરો-એમ અત્યારે પ્રરૂપણા ચાલે છે. તેને કહીએ છીએ કે એનાથી ધર્મ કદી ય નહિ થાય. એવો શુભભાવ આવે ખરો, સાધકને યથાસંભવ આવે જ આવે, પણ તે ભાવ ગુણની વિપરીત અવસ્થા છે. શુભભાવ લેવા-દેવાની ચેષ્ટા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #215
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪-સંપ્રદાનશક્તિ : ૨૦૧ સુપાત્રપણું નથી. શુભભાવ પોતામાં રાખવાની ચેષ્ટા તે સુપાત્રપણું નથી. ધર્મીને શુભભાવ આવે પણ એને તેનાથી કાંઈ લેવા-દેવા નથી. એને તો જે ગુણના કાર્યરૂપ રત્નત્રયની નિર્મળ અવસ્થા થાય તેનાથી જ લેવા-દેવા છે.
ભાઈ, આ સ્ત્રી-પુરુષ-નપુંસકના દેહ તે તારી ચીજ નથી. દેહના આકાર એ તો જડ પરમાણુની ચીજ છે. ઇન્દ્રિયના આકાર તે જડ, માટીના આકાર છે. તે આકાર તારાથી થયા નથી. અરે, શુભભાવેય તારાથી થયો નથી. પર્યાયબુદ્ધિથી વિકાર પર્યાયમાં ઊભો થાય છે. તે કાંઈ તારા ગુણનું કાર્ય નથી. ગુણનું કાર્ય તો અભેદ એક ગુણી ચૈતન્યદ્રવ્યની દૃષ્ટિ કરતાં પ્રગટ થાય છે, ને વિકારનો તેમાં અભાવ જ છે. અહા ! તે ગુણના કાર્યરૂપ ચૈતન્યની શુદ્ધ પરિણતિ તે પોતાથી દેવામાં આવતો ભાવ છે, ને તે સમયે તેને ઝીલનારી પાત્રતા તે પણ પોતાના ભાવરૂપ છે. કોઈને થાય આ એકાંત છે, પણ આ સમ્યક એકાંત છે. એકાંત કહી વિરોધ કરીશ મા, કેમકે એ તારો જ વિરોધ અને વિરાધના છે.
ભાઈ, આ જૈનદર્શન તો અંતરની ચીજ છે. જૈનદર્શન એટલે શું? જૈનદર્શન એટલે વીતરાગદર્શન. રાગ લાભદાયક છે તે માન્યતા વીતરાગદર્શન નથી, એ જૈનધર્મ નથી. જૈનધર્મ એટલે વીતરાગી પર્યાય, ને તે પર્યાય પોતાથી દેવામાં આવતો ભાવ છે. આમ દાતા પર્યાય પોતે છે, ને તે પર્યાયને લેવા યોગ્ય પાત્ર પણ પોતે જ છે. જેને દ્રવ્યદૃષ્ટિ થઈ તેની આ વાત છે. પર્યાયદષ્ટિ જીવને તો સંપ્રદાનશક્તિ અને શક્તિવાનની પ્રતીતિ જ નથી. ભાઈ ! આ કાંઈ વાદવિવાદથી પાર પડે એવું નથી. આ તો અંતરમાં ડૂબકી લગાવી ત્યાં જ રમવાની ચીજ છે.
અહા ! રાગની ઘણી મંદતા હોય, શુકલ વેશ્યાના ભાવ હોય, પણ એનાથી ધર્મ ન થાય. શુકલ લશ્યાના ભાવ કરીને તે અનંત વાર નવમી રૈવેયકનો દેવ થયો, પણ એથી શું? શુકલ લેશ્યા અને શુકલ ધ્યાન બન્ને જુદી જુદી ચીજ છે. શુકલ લેશ્યા તો એને અનંત વાર થઈ છે, ને તે અવિને પણ થતી હોય છે, જ્યારે શુકલ ધ્યાન તો આઠમા ગુણસ્થાને શ્રેણી ચઢનારા ભાવલિંગી સંત મહા મુનિવરને હોય છે. શાસ્ત્રમાં એવો ઉલ્લેખ છે કે જીવે મનુષ્યના ભવ અનંત કર્યા છે, ને તેનાથી અસંખ્ય ગુણા અનંતભવ નરકના કર્યા છે. મનુષ્યના એક ભવ સામે અસંખ્ય ભવ એણે નરકના કર્યા છે. તથા નરકના ભાવ કરતાં અસંખ્ય ગુણા અનંતભવ એણે દેવના કર્યા છે. આ રીતે તે શુભભાવના ફળમાં અનંત વાર દેવમાં ગયો છે. કાંઈ પાપના ફળમાં દેવના ભવ ન મળે. આમ અનંત વાર જીવે શુભભાવ અને શુકલ લેશ્યાના ભાવ કર્યા છે, એ શુકલ લશ્યાના ભાવ તો થયા ને ચાલ્યા ગયા. એનાથી જડ પરમાણુ બંધાણાં, પણ એમાં તને શું આવ્યું? તારી દશામાં શું મલિનતા છૂટીને નિર્મળતા આવી? ભવના છેદનારા ભાવ શું તને પ્રાપ્ત થયા? ન થયા. એટલે તો દોલતરામજીએ કહ્યું કે
મુનિવ્રત ધાર અનંત બાર, ગ્રીવક ઉપજાયો;
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાયો. અરે ભાઈ, એ ભવને છેદનારી શુદ્ધ પરિણતિ તો સ્વદ્રવ્યના આશ્રમમાં જવાથી થાય છે અને તેને અહીં પોતાથી દેવામાં આવતો, ને તેના પાત્રપણે પોતાથી લેવામાં આવતો ભાવ કહ્યો છે. અહા ! સ્વદ્રવ્યની દૃષ્ટિ કરે તેને આત્મા જ નિર્મળ રત્નત્રયના ભાવોનો મોટો દાતાર થઈ પરિણમે છે, ને આત્મા જ તેને ઝીલનારો મહાન પાત્રરૂપે થાય છે. માટે હે ભાઈ ! રાગની દૃષ્ટિ છોડી, તારા દ્રવ્ય સન્મુખ દષ્ટિ કર, તને જ્ઞાન, આનંદ આદિ અદ્દભુત નિધાનનાં દાન મળશે.
અહા ! આ સંપ્રદાનશક્તિમાં સ્વદ્રવ્ય એવો નિજ શુદ્ધાત્મા જ સુપાત્રપણે નક્કી કર્યો. શાનો? કે સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધપદનો. અહાહા...! એ સમ્યગ્દર્શનાદિનો દાતાર પણ આત્મા અને તે ક્ષણે તેના પાત્ર થઈને લેનાર પણ આત્મા. અહા ! દાતારનું આવું સુપાત્રદાન! અહો ! આત્માના અતીન્દ્રિય આનંદનાં અલૌકિક દાન! આનાથી ઊંચું જગતમાં કોઈ દાન નથી. ધમીન ચાર દાન કાં એ તો વ્યવહારથી સમજવા યોગ્ય છે. સમજાણું કાંઈ...?
ભાઈ, તને વ્યવહારનો-શુભભાવનો પક્ષ છે પણ એ તો અજ્ઞાનભાવ છે. એનાં દાન ન હોય પ્રભુ! એ દાન નહિ, એનો આત્મા દાતાર નહિ, ને એનું સુપાત્ર પણ આત્મા નહિ. એ તો પર્યાયમાં અદ્ધરથી ઉત્પન્ન થતો ભાવ છે, આત્મા તેનો માલિક જ નથી ત્યાં દાન-દાતાર-પાત્રની સ્થિતિ જ કયાં રહે છે?
સમયસારની ૧૧મી ગાથાના ભાવાર્થમાં કહ્યું છે:
પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે. અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ જાણી બહુ કર્યો છે, પણ એનું ફળ સંસાર જ છે લ્યો, આ વ્યવહારના પક્ષનું ફળ ! અહીં તો સંસારને છેદવાની-મટાડવાની વાત છે. વ્યવહારભાવ દેવો-લેવો તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #216
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ એનું સ્વરૂપ નથી. જીવમાં એવો કોઈ ગુણ નથી કે તે વ્યવહારને કરે, પોતાને દે અને પોતામાં રાખે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ એક જગ્યાએ કહ્યું છે કે “સમ્યગ્દષ્ટિ ધર્મનું પાત્ર છે.” જુઓ આ પાત્ર! ઉત્તમ વસ્તુનું દાન ઝીલવાનું પાત્ર પણ ઉત્તમ હોય છે. જેમ સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ રહે છે, તેમ ઉત્તમ એવાં રત્નત્રયને ઝીલવાનું પાત્ર ઉત્તમ એવો સમ્યગ્દષ્ટિ જીવ જ હોય છે. અજ્ઞાની તેનું પાત્ર નથી. અહા ! આત્મામાં જ એવી ઉત્તમ પાત્રશક્તિ (સંપ્રદાનશક્તિ ) છે કે પોતે પરિણમીને પોતાના અતીન્દ્રિય આનંદને પોતામાં ઝીલે છે. ગુણની અવસ્થાની યોગ્યતા તે પાત્ર અને ગુણની તે અવસ્થા જ દાતા છે. આ સર્વજ્ઞદેવની વાણીમાં આવેલી વાત છે. જેણે દ્રવ્ય સ્વભાવનો આશ્રય લીધો, તેને સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થઈ, તે પર્યાય પોતાથી દેવામાં આવે છે તેથી દાતા છે, અને તેને લેવાને યોગ્ય પાત્રતા પણ એ જ પર્યાયમાં હોવાથી તે સુપાત્ર છે. અને તે સમયે દાન પણ તે પર્યાય પોતે જ છે. આવો અંતરનો મારગ અદ્ભુત છે.
આ પ્રમાણે અહીં સંપ્રદાનશક્તિનું વર્ણન પૂરું થયું.
૪૫: અપાદાનશક્તિ ઉત્પાદ-વ્યયથી આલિંગિત ભાવનો અપાય (–હાનિ, નાશ) થવાથી હાનિ નહિ પામતા એવા ધ્રુવપણામયી અપાદાનશક્તિ.'
આ સમયસારનો શક્તિનો અધિકાર ચાલે છે. દ્રવ્ય એક, અને તેની શક્તિ એટલે ગુણો અનેક-અનંત છે. તેમાંથી અહીં ૪૭ શક્તિઓનું આચાર્ય ભગવાને વર્ણન કર્યું છે. અત્યારે અહીં અપાદાનશક્તિની વાત કરવી છે.
કહે છે-“ઉત્પાદ-વ્યયથી આલિંગિત ભાવનો અપાય થવાથી હાનિ નહિ પામતા એવા ધ્રુવપણામયી અપાદાનશક્તિ છે.' અહા ! ઉત્પાદ-વ્યયરૂપ ભાવો એટલે પર્યાયો ક્ષણિક છે, તેનો સમયે સમયે નાશ થઈ જાય છે, છતાં ભગવાન આત્મા ત્રિકાળી ચૈતન્યવહુ ધ્રુવપણે રહે છે, નાશ પામતો નથી. ધ્રુવ આત્મસ્વભાવ તો એવો ને એવો ત્રિકાળ ટકી રહે છે. આ ધ્રુવ ટકતા ભાવમાંથી જ નવું નવું કાર્ય ઊપજે છે. આ રીતે ધ્રુવપણે ટકીને નવું નવું કાર્ય કરવાની આત્માની અપાદાનશક્તિ છે. અહા ! પોતાની આવી શક્તિ જાણી જે કોઈ એક ધ્રુવસ્વભાવને અવલંબે છે તેને સમયે સમયે નિર્મળ નિર્મળ કાર્ય થાય છે.
આ શક્તિ બધામાં પ્રધાન છે. પં. શ્રી દીપચંદજીએ આ શક્તિનાં બહુ વખાણ કર્યા છે. ધ્રુવ અને ક્ષણિક એમ બે પ્રકારે ઉપાદાન છે. જે ત્રિકાળી ગુણ છે તે ધ્રુવ ઉપાદાન છે, ઉત્પાદ–વ્યયથી આલિંગિત ભાવ તે ક્ષણિક ઉપાદાન છે. ચિવિલાસમાં અષ્ટસહસ્ત્રીનો આધાર આપી કહ્યું છે: “દ્રવ્યનો ત્યક્ત સ્વભાવ તો પરિણામ(રૂપ) વ્યતિરેક સ્વભાવ છે અને અત્યક્ત સ્વભાવ ગુણરૂપ અન્વય સ્વભાવ છે. તે ગુણ તો પૂર્વે હતા તે જ રહે છે, પરિણામ અપૂર્વ અપૂર્વ થાય છે. આ દ્રવ્યનું ઉપાદાન છે તે પરિણામને તો તજે છે પણ ગુણને સર્વથા તજતું નથી; તેથી પરિણામ ક્ષણિક ઉપાદાન છે અને ગુણ શાશ્વત ઉપાદાન છે. વસ્તુ ઉપાદાનથી સિદ્ધ છે.”
વર્તમાન જે નિર્મળ પર્યાય છે તે ઉત્પાદ-વ્યયથી આલિંગિત ભાવ છે. તે પર્યાય ઉત્પન્ન થઈને બીજે સમયે છૂટી જાય છે તેથી તેને ક્ષણિક ઉપાદાન કર્યું છે. સમ્યગ્દર્શનની પ્રગટતી પર્યાય તે ક્ષણિક છે, બીજા સમયે બીજી પર્યાય થાય છે તેથી તે ક્ષણિક ઉપાદાનને ત્યક્ત સ્વભાવ કહેલ છે. આ નિર્મળ પર્યાયની વાત છે, મલિનની અહીં વાત નથી; કેમકે મલિનતા ગુણનું કાર્ય નથી. મલિનતા પર્યાયમાં છે તે હેયમાં જાય છે. મલિનતા ક્ષણિક ઉપાદાન નથી. અહો ! દિગંબર સંતોની અંતરમાં જવાની અજબ અલૌકિક શૈલી છે.
ભાઈ, ભગવાન નિર્મળાનંદનો નાથ અંદર ધ્રુવ વિરાજે છે ત્યાં સમીપમાં જા. સમીપમાં જવાની પર્યાય વર્તમાન છે તે બીજે સમયે છૂટી જાય છે માટે તેને ત્યક્ત સ્વભાવ કહી છે. વર્તમાન પરિણામ છૂટીને નવા પરિણામ થાય છે તેને ક્ષણિક ઉપાદાન કહેલ છે. ધ્રુવ ઉપાદાન જે છે તે છૂટતું નથી, બદલતું નથી, ત્રિકાળ એકરૂપ રહે છે. બહાર નિમિત્ત-ઉપાદાનના વિવાદ ચાલે છે ને! નિમિત્તથી કાર્ય થાય એની અહીં ના પાડે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #217
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯
-
1
૪૫–અપાદાનશક્તિ : ૨૦૩ સાંભળ ભાઈ ! ઉત્પાદ-વ્યયથી આલિંગિત કોણ ? કે વર્તમાન નિર્મળ પર્યાય. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ અનંત ગુણની વર્તમાન નિર્મળ પર્યાય તે ભાવ છે. તે ભાવ ઉત્પાદ-વ્યયથી આલિંગિત-સ્પર્શિત છે. આ તો મહામંત્ર છે ભાઈ ! સમ્યગ્દષ્ટિ ધર્મી જીવના વર્તમાન નિર્મળ પરિણામ, જે ઉત્પાદ-વ્યય થાય છે એનાથી આલિંગિત છે. તે પર્યાયનો બીજી ક્ષણ અપાય નામ નાશ થાય છે. અહા ! સમ્યગ્દર્શન આદિ અનંત ગુણની વર્તમાન નિર્મળ પર્યાય છે તેનો નાશ થવા છતાં ધ્રુવનો-ધ્રુવ સ્વભાવનો નાશ થતો નથી. સમકિતીને આ ધ્રુવના આલંબને ધ્રુવમાંથી નવી નવી નિર્મળ પર્યાય થયા કરે છે. આમ નિમિત્તથી થાય, ને વ્યવહારથી થાય-એમ વાત રહેતી–ટકતી નથી. સમજાણું કાંઈ... ?
સર્વ ગુણાંશ તે સમ્યકત્વ' એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે. મતલબ કે જીવમાં જેટલા ગુણ સંખ્યાએ છે તે બધા અનંત ગુણની નિર્મળ પર્યાયનો સમ્યગ્દર્શનમાં એક અંશ વ્યક્ત થાય છે. તે સમ્યગ્દર્શનની પર્યાય ઉત્પાદવ્યયવાળી છે; અનંત ગુણની જે વ્યક્તિ પર્યાયો છે તે બધી પર્યાયો ઉત્પાદવ્યયવાળી હોય છે. ભાઈ, વીતરાગનાં પેટ ખોલીને સંતોએ વાત કરી છે. કહે છે-ઉત્પાદ-વ્યયથી સ્પર્શિત જે ભાવ છે તેનો નાશ થાય છે; પણ ધ્રુવ દ્રવ્યગુણ નાશ પામતા નથી, કેમકે ઉત્પાદ-વ્યયથી આલિંગિત ભાવનો નાશ થવા છતાં જે હાનિ પામતો નથી એવો ધ્રુવપણામયી એક આત્માનો અપાદાન સ્વભાવ છે, ગુણ છે. અનંત ગુણમાં આ અપાદાનશક્તિ-ગુણનું રૂપ છે. જે કારણથી જ્ઞાનગુણ છે તે ધ્રુવ છે. શક્તિ ધ્રુવ ઉપાદાન છે, પર્યાય ક્ષણિક ઉપાદાન છે. અપાદાનશક્તિના બે ભેદ છે. જે જ્ઞાનગુણ ધ્રુવ ત્રિકાળ છે તે ધ્રુવ ઉપાદાન છે. તેમાં અપાદાનશક્તિના કારણે તે ધ્રુવ ઉપાદાન કાયમ રહીને તેની વર્તમાન પ્રગટ ઉત્પાદ-વ્યયથી સ્પર્શિત પર્યાય થાય છે તે ક્ષણિક ઉપાદાન છે. અહો! આ શક્તિનું વર્ણન કરીને આચાર્ય અમૃતચંદ્રદેવે સમયસારરૂપી મંદિર ઉપર સુવર્ણકળશ ચઢાવ્યો છે. શબ્દો તો સાદા છે, તેનો વાચ્યભાવ જેવો છે તેવો સમજવો જોઈએ.
ઉપાદાન-નિમિત્ત, નિશ્ચય-વ્યવહાર અને કમબદ્ધપર્યાય-આ પાંચ વિષયોના સંબંધમાં લોકો ઊંડા ઊતરીને સમજ્યા વિના વિરોધ કરે છે. પર્યાયની હાનિ થવા છતાં ધ્રુવની હાનિ થતી નથી. વર્તમાન પર્યાય જે ઉત્પન્ન થઈ છે તે પોતાના ઉપાદાનથી થઈ છે, તે નિમિત્તથી કે વ્યવહારથી ઉત્પન્ન થઈ નથી. તે ઉત્પન્ન થયેલી પર્યાયનો નાશ થવા છતાં ધ્રુવ ઉપાદાન કાયમ રહે છે, ધ્રુવ ઉપાદાનનો કદી પણ નાશ થતો નથી. તત્ત્વની સ્થિતિ આવી છે ભાઈ ! વસ્તુ અને વસ્તુની પરિણતિની આવી મર્યાદા છે.
જેને તત્ત્વજ્ઞાનની ખબર નથી તેને ધર્મ કેમ થાય ? તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે વસ્તુની સ્થિતિ જેમ છે તેમ જાણવી જોઈએ, એનું યથાર્થ જ્ઞાન કર્યા વિના દષ્ટિ નિર્મળ થતી નથી. કહે છે–વર્તમાન જ્ઞાનની હાનિ થવા છતાં જ્ઞાન તત્ત્વ ત્રિકાળ ધ્રુવ રહે છે, તેમાં હાનિ થતી નથી. આમ ધ્રુવની-શાશ્વત ઉપાદાન જે ધ્રુવ છે તેની દષ્ટિ રહેતાં જ્ઞાનની નિર્મળ પર્યાય નવી નવી પ્રગટ થાય છે. આ જ્ઞાનની જે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે તે, તે તે સમયના ક્ષણિક ઉપાદાનથી પ્રગટ થાય છે; જ્ઞાનાવરણ કર્મનો અભાવ થયો માટે તે પ્રગટ થાય છે, વા શાસ્ત્ર ભણવાના વિકલ્પથી તે પ્રગટ થાય છે એમ નથી. બીજી ચીજ તે કાળે નિમિત્ત હો, પણ નિમિત્તના કારણે તે કાળે સમ્યજ્ઞાનની પર્યાય થાય છે એમ છે જ નહિ. એમ તો ૧૧ અંગ અને નવ પૂર્વનું શાસ્ત્રજ્ઞાન થયું, પણ એનાથી શું થયું? કાંઈ જ નહિ. ધ્રુવના અંતર-આલંબનથી સમ્યજ્ઞાન પ્રગટ થાય છે અને તે ક્ષણિક ઉપાદાન છે. નિમિત્તથી ને વ્યવહારથી થાય એવી જે માન્યતા છે તે કેવળ ભ્રમ છે.
અહાહા..! અનંત શક્તિનો ધ્રુવભંડાર પ્રભુ આત્મા છે. તેની જેને દૃષ્ટિ થઈ, તેનો અંતરમાં જેને સ્વીકાર થયો તે સમ્યગ્દષ્ટિ છે. તેને પર્યાયમાં અનાકુળ આનંદના વેદનની દશા પ્રગટ થઈ છે. તે આનંદની દશા, કહે છે, એક સમય રહે છે. તે દશાનો અભાવ થવા છતાં આનંદ ગુણ તો ધ્રુવ કાયમ રહે છે. અહા ! તે ધ્રુવના આલંબને ધ્રુવમાંથી નવી નવી અનાકુળ આનંદની દશા દષ્ટિવંત ધર્મી સમકિતીને થયા કરે છે. આવો મારગ ભાઈ ! અરેરે ! લોકો એકલા ધંધાના પાપમાં રોકાયેલા રહે છે. ચોવીસે કલાક એકલું પાપ, પાપ ને પાપનું કામ; ધર્મ તો દૂર, એમને પુણ્યનાય ઠેકાણાં નથી, કેમકે તત્ત્વશ્રવણ અને તત્ત્વચિંતનની એમને ફુરસદ નથી. ધંધાના કામ તો કોણ કરે? એકલું પાપનું કામ (પાપના ભાવ) કર્યા કરે. પણ આ તો જિંદગી જાય છે ભાઈ !
વર્તમાન પરિણામ ત્યક્તરૂપ ભાવ છે, ધ્રુવ અત્યક્ત સ્વભાવ છે. ધ્રુવ કાયમ રહે છે, ક્ષણિક ઉપાદાન ક્ષણે ક્ષણે પલટે છે. અહીં નિર્મળની વાત છે. ક્ષણિક નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે તે પોતાના ઉપાદાનથી થાય છે. અપાદાનશક્તિનો બીજો અર્થ ઉપાદાનશક્તિ છે. ૫. શ્રી દીપચંદજીએ પંચસંગ્રહ નામના પુસ્તકમાં તેનું ઘણું વર્ણન કર્યું છે. જ્ઞાનદર્પણમાં પણ (પાનું પ૬) વર્ણન કર્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #218
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
વ્યાકરણમાં છ વિભક્તિ આવે છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. તેમાં ધ્રુવપણામયી અપાદાનશક્તિના કારણે અંદર ચિતૂપની પર્યાયમાં પ્રાપ્તિ થાય છે; નિર્મળ ધર્મની પર્યાય અપાદાનશક્તિના કારણે પ્રગટે છે; તે બાહ્ય નિમિત્તના કારણથી, કર્મના અભાવના કારણથી, કે વ્યવહારના કારણથી પ્રગટ થાય છે એમ નથી. બધી શક્તિમાં આ અપાદાનશક્તિ પરમ પ્રધાન છે, કેમકે એમાં ઉપાદાન આવે છે, ધ્રુવ ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન બન્ને તેમાં સમાય છે.
ચિવિલાસમાં (પાનું ૩૪) કહ્યું છે: “સામાન્યતાથી નિર્વિકલ્પ છે; વિશેષતાથી શિષ્યને પ્રતિબોધ કરવામાં આવે ત્યારે જેમ જેમ શિષ્ય, ગુરુના પ્રતિબોધવાથી ગુણનું સ્વરૂપ જાણી જાણીને વિશેષ-ભેદી થતો જાય તેમ તેમ તે શિષ્યને આનંદના તરંગ ઊઠે, તે સમયે વસ્તુનો નિર્વિકલ્પ આસ્વાદ કરે. આ કારણે ગુણ-ગુણીનો વિચાર યોગ્ય છે. ગુણના વિશેષને (પરિણામ) કહ્યા છે; આ પરિણામથી જ ઉત્પાદવ્યય વડ વસ્તુની સિદ્ધિ છે એમ કહીએ છીએ.
જુઓ, વસ્તુ મતલબ વસ્તુના દ્રવ્ય-ગુણ-પર્યાય ઉપાદાનથી સિદ્ધ છે, અન્યથા સિદ્ધ નથી, નિમિત્ત કે વ્યવહારથી સિદ્ધ નથી.
ભાઈ, તારા ગુણમાં અને તારી પર્યાયમાં (ઉપાદાન) શક્તિની તાકાત છે તેનાથી તે નિર્મળ કાર્ય પ્રગટ થાય છે; પરના-નિમિત્તના કારણથી તે કાર્ય પ્રગટ થતું નથી. પરના ને વ્યવહારના કારણથી કાર્ય થાય છે એમ માનવું એ તો મોટું શલ્ય છે, મૂઢપણું છે, પરાધીન દષ્ટિ છે. ગુણને ધ્રુવ ઉપાદાન કહ્યું છે, તેની પર્યાયને ક્ષણિક ઉપાદાન કહ્યું છે. અહા ! પં. શ્રી દીપચંદજીએ સરસ કામ કર્યું છે. આચાર્યદવે શક્તિની વ્યાખ્યા લખી છે તેના વિશેષ સ્પષ્ટીકરણ સહિતનું વર્ણન શ્રી દીપચંદજી સિવાય બીજા કોઈએ ખાસ કર્યું નથી. સમયસાર નાટકમાં થોડું છે, પણ પંચસંગ્રહ અને ચિદ્વિલાસમાં જેવું સ્પષ્ટીકરણ છે એવું બીજું નથી. તેમણે (શ્રી દીપચંદજીએ) એમ કહ્યું છે કે-સર્વ શક્તિઓમાં આ અપાદાનશક્તિ પરમ પ્રધાન છે.
ભગવાન આત્માના ધ્રુવ સ્વભાવમાં દષ્ટિ દેવાથી, અપાદાનશક્તિના કારણથી ક્ષણિક પર્યાયમાં સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર અને આનંદની નિર્મળ પર્યાયો ઉત્પન્ન થાય છે. બહુ શાસ્ત્ર ભણ્યો માટે જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે એમ નથી, તથા વ્યવહાર–ચારિત્ર બહારમાં છે માટે નિશ્ચય અભેદ રત્નત્રયરૂપ ચારિત્ર પ્રગટે છે એમ પણ નથી. પરિણતિમાં જે ઉત્પાદ-વ્યય થાય છે તે ઉપાદાનથી થાય છે. આવ્યું ને કે-વસ્તુ ઉપાદાનથી સિદ્ધ છે. નિશ્ચયથી જે નિર્મળ પરિણતિ થઈ તે પોતાના કારણથી ઉત્પન્ન થઈ છે, તે જ તેનું ઉપાદાન છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય પોતાના કારણે સ્વતંત્ર પ્રગટ થાય છે, તેમાં નિમિત્તનું કે બાહ્ય વ્યવહારનું કારણ પણું નથી, પોતાના દ્રવ્ય-ગુણ પણ કારણ નથી. આ વાત ચિદ્વિલાસમાં (પાન ૯૫ પર) આપી છે. “પર્યાયનું કારણ પર્યાય જ છે. ગુણ વિના જ (અર્થાત ગુણની અપેક્ષા વગર જ) પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે, પર્યાયનું સૂક્ષ્મત્વ પર્યાયનું કારણ છે, પર્યાયનું વીર્ય પર્યાયનું કારણ છે, પર્યાયનું પ્રદેશત્વ પર્યાયનું કારણ છે.” અહા ! આત્મામાં ત્રિકાળ ધ્રુવપણે ચારિત્ર ગુણ છે. તેની વર્તમાન જે નિર્મળ વીતરાગી પર્યાય પ્રગટ થઈ તે તેનું વર્તમાન ક્ષણિક ઉપાદાન કારણ છે. વ્યવહાર કારણ નહિ, ને દ્રવ્ય-ગુણ પણ કારણ નહિ. અહા ! આવી વસ્તુસ્થિતિ જાણી જે વિશેષને ભેદી ધ્રુવને અવલંબે છે તેને અંદર અનાકુળ આનંદના તરંગ ઉઠે છે, અંદરનો ખજાનો ખુલી જાય છે, ને પર્યાયમાં ધનના (નિર્મળ રત્નત્રયના) ઢગલા થાય છે. અહો! દિગંબર સંતો અને ગૃહસ્થ પંડિતોએ અદ્ભુત અલૌકિક સ્પષ્ટીકરણ કર્યું છે. લોકો માને ન માને એ બીજી વાત છે, પોતાની ચીજ આવી જ છે. આ તો અનાદિ પરંપરાની ઉપદેશ છે. શ્રી દીપચંદજી ૨૦૦ વર્ષ પહેલાં ભાવદીપિકામાં લખી ગયા છે:
અહા! આગમની પરંપરા પ્રમાણેની શ્રદ્ધાવાળા કોઈ દેખાતા નથી. યથાર્થ શ્રદ્ધાવાળા કોઈ વક્તાય દેખાતા નથી. મુખથી આ વાત કહીએ તો કોઈ સાંભળતા નથી. માટે હું લખી જાઉં છું કે માર્ગ આવો છે. લ્યો, આવી વાત ! સમજાણું કાંઈ..?
સમ્યગ્દર્શન આદિ જે પર્યાય પ્રગટ થઈ તેના પ્રદેશ ભિન્ન છે. જરીક સૂક્ષ્મ વાત છે. અસંખ્ય પ્રદેશોમાં પર્યાયના પ્રદેશો ભિન્ન છે, ધ્રુવના પ્રદેશો ભિન્ન છે. જેટલા ક્ષેત્રમાંથી નિર્મળ પર્યાય ઉઠે છે એટલા પ્રદેશ ભિન્ન ગણવામાં આવ્યા છે. પર્યાયનું કારણ પર્યાયના પ્રદેશ છે, પર્યાયની ઉત્પત્તિમાં ધ્રુવનું ક્ષેત્ર કારણ નથી. પર્યાયનું ક્ષેત્ર પર્યાયનું કારણ છે. ઉત્પાદત્રયથી પર્યાય આલિંગિત છે, માટે ઉત્પાદ-વ્યય પર્યાયનું કારણ છે, ધ્રુવ નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #219
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪પ-અપાદાનશક્તિ : ૨૦૫ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય મોક્ષનો માર્ગ છે. તે પર્યાયના ઉત્પાદ-વ્યય સ્વતંત્ર પોતાના કારણથી થાય છે. ધ્રુવ ઉપાદાન છે તો તેનાથી તે પર્યાય પ્રગટ થાય છે એમ નથી, કેમકે ધ્રુવ ઉપાદાન તો ત્રિકાળ એકરૂપ રહે છે. પર્યાયમાં કેવળજ્ઞાનની પૂર્ણ વિકાસની દશા થાય તો જ્ઞાનની ધ્રુવતામાં, ધ્રુવ જ્ઞાનસ્વભાવમાં કાંઈ કમી થતી નથી, ને નિગોદની પર્યાયમાં અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનનો વિકાસ છે તો ધ્રુવ જ્ઞાનસ્વભાવમાં વધુ પુરતા થાય છે. એમેય નથી. ધ્રુવ તો અકબંધ એવું ને એવું એકરૂપ ત્રિકાળ છે.
અહા! શક્તિ અને શક્તિના વિશેષોના સ્વરૂપને જાણી જેણે દ્રવ્યદષ્ટિ કરી, ધ્રુવનું આલંબન લીધું તે સમ્યગ્દષ્ટિ છે, તેની પર્યાય પાછળ હઠીને પડી જાય અને તેને વચ્ચે મિથ્યાત્વ આવી જાય એવી કોઈ વાત છે નહિ. જેની દષ્ટિ ધ્રુવ ઉપર છે, ધ્રુવને પોતાના ધ્યાનનું ધ્યેય બનાવ્યું છે તેને ક્રમવર્તી નિર્મળ પર્યાયો થયા જ કરે છે, તેની નિર્મળ પર્યાય છૂટીને તેને મિથ્યાત્વ આવી જાય એવો કોઈ ગુણ છે જ નહિ. ભાઈ, તારા આત્મામાં અપાદાનશક્તિ એવી છે કે તેમાં (આત્મામાં) અનંત અનંત પર્યાયો થઈને નાશ પામે છતાં તેના ધ્રુવનું સામર્થ્ય તો એવું ને એવું અક્ષય-અનંત શાશ્વત રહે છે, ને તેમાંથી પર્યાયો નિર્મળ નિર્મળ થયા જ કરે છે. ઓહો! આ ચૈતન્યચિંતામણિ એવા ધ્રુવનો કોઈ અચિન્ય સ્વભાવ છે કે સમયે સમયે પરિપૂર્ણ જ્ઞાન, આનંદ આદિ તેમાંથી નીકળ્યા જ કરે, અને છતાં અનંતકાળેય એ તો અકબંધ એવું ને એવું જ રહ્યા કરે.
કોઈને થાય કે આ અમે શરીરની અનેક ક્રિયા કરીએ, દયા, દાન આદિ પુણની અનેક ક્રિયા કરીએ તો એમાંથી ધર્મ આવે કે નહિ?
તો અહીં કહે છે–તારા ધર્મની ધ્રુવ ખાણ તારો આત્મા જ છે. અહા ! તે ધ્રુવનું આલંબન લે, તેમાં દષ્ટિ કર, અને તેનું જ ધ્યાન ધર, તેમાંથી જ તારો ધર્મ પ્રગટ થશે. આ સિવાય શરીરની ક્રિયા અને પુણ્યની ક્રિયા તો બધાં થોથાં છે, એ બહારની ચીજમાંથી કયાંયથી તારો ધર્મ આવે એમ નથી.
હવે એક બીજી વાતઃ સમ્યગ્દર્શન આદિની નિર્મળ પર્યાય અલ્પ હો, તેની હાનિ (વ્યય) થતાં તે પર્યાય કયાં ગઈ? તો કહે છે-જેમ જળના તરંગ જળમાં ડૂબે છે, ને સામાન્ય જળપણે થાય છે તેમ તે અલ્પ પર્યાય ધ્રુવમાં જાય છે, ને ધ્રુવમાં જતાં તે પારિણામિકભાવરૂપ થઈ જાય છે. ક્ષાયિકભાવ પણ હાનિ-વ્યય પામતાં ધ્રુવમાં ભળી જાય છે ને પારિણામિકભાવરૂપ થઈ જાય છે. અહા ! જે નિર્મળ પર્યાય ક્રમવર્તી પ્રગટ થાય છે તે વ્યય પામતા ધ્રુવ સામાન્યમાં જાય છે ને તે પારિણામિકભાવરૂપ થઈ જાય છે.
અહા ! પર્યાય ક્રમવર્તી અને ગુણો અજમવર્તી એકસાથે છે. તે બેના સમુદાયને આત્મા કહ્યો છે. અહીં નિર્મળ પર્યાય લેવી. રાગ પર્યાયમાં છે તો રાગવાળો આત્મા છે એમ ન સમજવું.
તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ તે આત્મા એમ કહ્યું છે?
હા, ત્યાં અપેક્ષા બીજી છે. પર્યાયમાં અશુદ્ધતા છે અને જે માનતો જ નથી એવા નિશ્ચયાભાસીને સમજાવવા માટે એ વાત કરી છે. અહા ! પર્યાયમાં જે અશુદ્ધતા છે તે અશુદ્ધતાની પર્યાયનો વ્યય થયો તો તે કયાં ગઈ ? તે પર્યાય અંદર ધ્રુવમાં ગઈ, પણ અંદર અશુદ્ધતા ગઈ છે એમ નહિ, અંદર તો યોગ્યતા ગઈ છે, તે પારિણામિકભાવરૂપ થઈ ગઈ છે, ભગવાન ધ્રુવમાં ભળી ભગવાનરૂપ થઈ ગઈ છે. પરમ પરિણામિકભાવ ત્રિકાળ ધ્રુવ શુદ્ધ છે તેમાં તે પર્યાય ગઈ છે.
તો આપણે કરવાનું શું?
આ જ કે ત્રિકાળી સ્વભાવ જે ધ્રુવ છે તેમાં ઝૂકી જા. ધ્રુવને ધ્યાનમાં લઈને ધ્રુવને જ ધ્યાનનું ધ્યેય બનાવ. આ સિવાય બીજું કાંઈ કરવાનું નથી. પર્યાય પ્રજા છે, ધ્રુવ તેનો પિતા છે; ધ્રુવનું આલંબન ધર્મ છે. આવી વાત છે. સમજાણું કાંઈ...?
અહા? રાગથી ભિન્ન પોતાની ચીજ અંદર છે તેનું જેને ભાન નથી, શક્તિ તે ધ્રુવ ઉપાદાન અને વર્તતી પર્યાય તે ક્ષણિક ઉપાદાન-એ બન્નેના સ્વાધીન સ્વરૂપની જેને ખબર નથી તે રાગની એકતામાં રહ્યો છે; મરણ ટાણે તે રાગની એકતાની ભીંસમાં ભીંસાઈ જશે. શુભભાવથી ધર્મ થાય એમ જે માને છે તે મૃત્યુ સમીપ આવતાં રાગની એકતાની ભીંસમાં ભીંસાઈ જશે. આખી જિંદગી જેણે પોતાની ચૂત વસ્તુને ભિન્ન જાણી-અનુભવી નહિ તેનો દેહ મરણ ટાણે, જેમ ઘાણીમાં તલ પિલાય તેમ, પિલાઈને છૂટી જશે, ને કોણ જાણે કયાંય તે ચાર ગતિમાં રઝળતો ચાલ્યો જશે. સમજાય છે કાંઈ...?
જુઓ, પાંચ પાંડવો ભાવલિંગી વીતરાગી સંત હતા. શત્રુંજય પહાડ પર તેઓ ધ્યાનમાં લીન હતા. દુર્યોધનના ભાણેજે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #220
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ ધગધગતા લોઢાનાં ઘરેણાં તેમના હાથપગમાં પહેરાવીને તેમના ઉપર ભારે ઉપસર્ગ કર્યો. તે વખતે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન એ ત્રણ તો અંતરધ્યાન વડે કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. સહદેવ અને નકુળ એ બન્નેને સાધર્મી પ્રતિ જરી શુભ વિકલ્પ આવ્યો કે અરે! આ સંતો પર આવો ઘોર ઉપસર્ગ! એ શુભવિકલ્પના ફળમાં તેમને કેવળજ્ઞાન પ્રગટ ન થતાં, આયુસ્થિતિ પૂરી થઈને સર્વાર્થસિદ્ધિના દેવમાં જવાનું થયું. ત્યાં તેમને ૩૩ સાગરોપમની સ્થિતિ છે. તે સ્થિતિ પૂરી કરીને મનુષ્ય તરીકે જન્મશે, અને ફરી મુનિદીક્ષા લઈ, કેવળજ્ઞાન પામીને મોક્ષે જશે. જુઓ, જરા શુભરાગ આવ્યો તો આટલો સમય સંસારમાં તેમને રહેવું પડશે.
ભગવાનના શ્રીમુખેથી નીકળેલી વાણીનો આ પ્રવાહ છે. કહે છે–વર્તમાન પર્યાયનો અપાય અર્થાત નાશ થવા છતાં હાનિને પ્રાપ્ત થતો નથી એવો જે ધ્રુવ ભાવ છે તે-મય અપાદાનશક્તિ જીવમાં છે. પર્યાયની હાનિ થઈને તે અંદર ગઈ, પણ ધ્રુવ ઉપાદાન પડયું છે, માટે બીજે સમયે બીજી નવી પર્યાય ઉત્પન્ન થશે જ. અહા ! બીજી નવી નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય એવો આત્માનો અપાદાન સ્વભાવ છે, ને ભાવ સ્વભાવ છે. એક પર્યાયનો અભાવ થયો તેથી અભાવ (શૂન્યતા) કાયમ રહી જાય એવી વસ્તુ નથી. ભાવશક્તિના કારણે બીજી નિર્મળ પર્યાય બીજે સમયે વિધમાન હોય જ છે. આવી વાત! આ બધી નિશ્ચય... નિશ્ચયની વાત છે એમ કહી લોકો તેને કાઢી નાખે છે, પણ ભાઈ ! નિશ્ચય એટલે પરમાર્થ, સત્ય અને વ્યવહાર એટલે ઉપચાર. સમજાણું કાંઈ...?
કેવળજ્ઞાનની પર્યાય એક સમયની છે, તેનો અપાય નામ નાશ થવા છતાં ધૃવત્વભાવ નાશ પામતો નથી, પરમપરિણામિક એવો ધ્રુવ એક જ્ઞાયકભાવ નાશ પામતો નથી; માટે બીજી ક્ષણે બીજી કેવળજ્ઞાનની પર્યાય વિદ્યમાન થશે જ થશે. વર્તમાન પર્યાયનો વ્યય થયો એટલે હવે બીજી પર્યાયનો ઉત્પાદ નહિ થાય એમ વસ્તુ નથી. ક્ષયોપશમ સમકિતનો અભાવ થઈને ક્ષાયિક સમકિત પ્રગટ થાય છે; અલબત્ત તે કાળે ભગવાન કેવળી-શ્રુતકેવળીની સમીપતા હોય છે, પણ તે પર્યાય-ક્ષાયિક સમકિતની દશા કાંઈ કેવળી-શ્રુતકેવળીના કારણે થઈ છે એમ નથી. ધ્રુવશક્તિમાં તાકાત છે તેથી ક્ષયોપશમ દશાનો વ્યય થઈને ક્ષાયિક પર્યાય પ્રગટ થઈ જાય છે. અંદર ધ્રુવ સ્વભાવ પડ્યો છે, જેના આશ્રયથી ક્ષયોપશમ દશા વ્યય પામીને બીજી નિર્મળ ક્ષાયિક પર્યાય પ્રગટ થાય છે. દ્રવ્ય વર્તમાન વિધમાન અવસ્થા વિના હોય નહિ એવી આત્માની ભાવશક્તિ છે. બીજી વિદ્યમાન નિર્મળ અવસ્થા ઉત્પન્ન થશે જ થશે એવો આત્માનો આ અપાદાન ગુણ છે. હવે આમાં વ્યવહારથી નિશ્ચય થાય, ને નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય-એ વાત જ કયાં રહે છે?
આ પ્રમાણે અહીં અપાદાનશક્તિનું વર્ણન પૂરું થયું.
૪૬: અધિકરણશક્તિ ભાવ્યમાન (અર્થાત ભાવવામાં આવતા) ભાવના આધારપણામયી અધિકરણશક્તિ.'
સમયસારમાં આ શક્તિનો અધિકાર ચાલે છે. આત્મપદાર્થ દ્રવ્યરૂપથી એક છે, અને તેના ગુણ અનેક-અનંત છે. અહા ! આ અનંત ગુણનું અધિકરણ કોણ? તો કહે છે-અધિકરણ ગુણ વડે આત્મા જ તેનું અધિકરણ છે, અર્થાત્ તેનું અધિકરણ થાય એવો આત્માનો અધિકરણ ગુણ-સ્વભાવ છે.
અહા ! જીવ જ્યારે નિજ દ્રવ્યસ્વભાવનો, ભગવાન ત્રિકાળીનો આશ્રય લે છે ત્યારે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે; તે સમ્યજ્ઞાનની પર્યાય પ્રગટ થાય તેની સાથે અનંત ગુણની પર્યાય ભેગી ઊછળે છે. અહાહા..! જેમ પાતાળમાં પાણી હોય છે તે, પથ્થરનું પડ તૂટી જતાં અંદરથી એકદમ છોળો મારતું ઊછળી બહાર આવે છે, તેમ આ ચૈતન્યના પાતાળમાં જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત શક્તિઓ પડી છે તે, રાગની એકતા તોડીને જ્યાં દ્રવ્યસ્વભાવનો આશ્રય જીવ લે છે કે તત્કાલ ચૈતન્યના પાતાળમાંથી જ્ઞાનાદિ અનંત ગુણ-શક્તિઓ નિર્મળ પરિણતિરૂપે ઊછળી પ્રગટ થાય છે. અહા ! જ્ઞાનાદિ નિર્મળ પરિણતિ થઈ તેનું અધિકરણ નામ આધાર કોણ? તો કહે છે–ભગવાન આત્મા જ તેનું અધિકરણ છે, કેમકે તેનું અધિકરણ થવાનો આત્મામાં અધિકરણ ગુણ છે. સમજાય છે કાંઈ...? સંવર અધિકારમાં વળી એમ લીધું છે કે-આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેમાં જાણનક્રિયા જે થાય છે તે જાણનક્રિયાના આધારે આત્મા છે. એ તો જાણનક્રિયામાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #221
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬-અધિકરણશક્તિ : ૨૦૭ ભગવાન આત્મા જાણવામાં આવે છે તો જાણનક્રિયાના આધારે આત્મા છે એમ કહ્યું છે. અહીં શક્તિના પ્રકરણમાં જુદા પ્રકારે વાત છે.
અહાહા...! અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા છે. તેની સન્મુખ થઈ પરિણમતાં સમ્યજ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, તે જાણનક્રિયા છે. તે જાણનક્રિયામાં ભગવાન આત્મા જાણવામાં આવે છે. અહા ! સંવર નામ ધર્મ કેમ થાય એની વાત સંવર અધિકારમાં કરી છે. તેની આરંભની ગાથામાં આવે છે કે-“ઉપયોગમાં ઉપયોગ છે”—એનો અર્થ એમ છે કે ત્રિકાળી શુદ્ધ ઉપયોગ સ્વરૂપ પ્રભુ આત્મા છે તે ઉપયોગમાં એટલે વર્તમાન જાણનક્રિયામાં જે સ્વસમ્મુખ ઉપયોગ થયો છે તેમાં-જાણવામાં આવે છે. જાણનક્રિયાના ભાવમાં આત્મા જાણવામાં આવે છે તો જાણનક્રિયાના આધારે આત્મા છે અર્થાત્ ઉપયોગમાં ઉપયોગ છે એમ કહ્યું છે. જ્યારે અહીં આત્માના આશ્રયેઆધારમાં રહેલા અધિકરણ ગુણને લીધે, અનંત ગુણની જે નિર્મળ પર્યાયો પ્રગટ થાય તેનો આધાર, કહે છે, આત્મા છે, નિમિત્ત-પરવસ્તુ કે રાગ તેનો આધાર નથી. આવી વાત ! સમજાણું કાંઈ...?
જુઓ, પોતાનો આત્મા શુદ્ધ ચૈતન્યઘન અનંતગુણના સત્ત્વરૂપ ત્રિકાળી ધ્રુવપ્રભુ છે, તેના ગુણ-પર્યાયના આધારે દ્રવ્ય સિદ્ધ થાય છે; ગુણ અને પર્યાય નિર્મળ-તેના આધારે દ્રવ્ય સિદ્ધ થાય છે. અક્રમવર્તી ગુણ ને ક્રમવર્તી (નિર્મળ ) પર્યાયોનો પિંડ તે આત્મા એમ છે ને! વળી દ્રવ્યના આધારે ગુણ-પર્યાય સિદ્ધ થાય છે; દ્રવ્યમાં અધિકરણ શક્તિ પડી છે તો દ્રવ્યના આધારે ગુણપર્યાય સિદ્ધ થાય છે, કેમકે ગુણ-પર્યાયોનો આધાર-અધિકરણ દ્રવ્ય છે.
બીજી એક વાત યાદ આવીઃ પ્રવચનસારની ગાથા ૧ર૬માં કર્તા, કર્મ, કરણ એ ત્રણ બોલ આવે છે. ત્યાં સૂક્ષ્મ વાત લીધી છે. ગુણ-પર્યાયના આધારે દ્રવ્ય ખ્યાલમાં આવી જાય છે એમ પ્રવચનસારની આ ગાથામાં સિદ્ધ કર્યું છે. ત્યાં (પ્રવચનસારમાં) સામાન્ય વાત છે એટલે મલિન પર્યાય સહિતની વાત કરી છે. અધિકરણ નામનો ગુણ તથા તેનું પરિણમન-નિર્મળ તેમ જ મલિન-એમ બન્નેની ત્યાં વાત કરી છે. ભાઈ, શાંતિ અને ધીરજથી સમજવું પ્રભુ! ત્યાં વિકારી પર્યાયના આધારે પણ ગુણ-દ્રવ્ય છે એમ લીધું છે, કેમકે વિકારી પર્યાયથી દ્રવ્ય-ગુણ સિદ્ધ થાય છે. એમ કે વિકારની અવસ્થા છે તે કોની? દ્રવ્યની તો છે. એ પ્રમાણે વિકારી પર્યાયના આધારે ત્યાં દ્રવ્યની સિદ્ધિ કરી છે, તેમ જ દ્રવ્યના આધારે વિકારી પર્યાય સિદ્ધ થાય છે એમ ત્યાં કહ્યું છે.
ભગવાન આત્મામાં અનંત ગુણ, અને અનંત પર્યાય છે. વર્તમાન એક ગુણની એક એમ અનંત ગુણની અનંત પર્યાયો સિદ્ધ થાય છે. તે પર્યાયો અને ગુણના આધારે દ્રવ્યની સિદ્ધિ થાય છે. મલિન પર્યાયને પણ ત્યાં લક્ષણ કહ્યું છે. પંચાસ્તિકાયમાં પણ એમ લીધું છે કે ઉત્પાદ-વ્યય, મલિન હોય તો પણ તે દ્રવ્યનું લક્ષણ છે. જ્યારે અહીં જેનું જ્ઞાન લક્ષણ છે તે આત્મા એમ વાત કરી છે. એ સ્વભાવનું ભાન કરાવવા કહ્યું છે. સમયસારમાં સ્વભાવની દૃષ્ટિનું પ્રયોજન છે તેથી સ્વભાવની મુખ્યતા છે. પ્રવચનસારમાં સામાન્ય કથન છે. તેથી ત્યાં વિકૃત અવસ્થા છે તે પણ દ્રવ્યની છે એટલે એ લક્ષણથી પણ આત્મા છે એમ સિદ્ધ થાય છે એમ વાત કરી છે. વિકારી પર્યાયને પણ લક્ષણ બનાવી આ દ્રવ્ય છે એવું લક્ષ્ય ત્યાં સિદ્ધ કર્યું છે.
સંવર અધિકારમાં જાણનક્રિયાની જે નિર્મળ પરિણતિ છે તેના આધારે આત્મા જાણવામાં આવે છે તેથી દ્રવ્યનો આધાર નિર્મળ પર્યાય છે એમ કહ્યું છે. પ્રવચનસાર ગાથા ૧૦માં એમ લીધું છે કે અશુદ્ધ પરિણામનો આશ્રય પણ દ્રવ્ય છે, વિકારી પર્યાય પણ દ્રવ્યની છે. દ્રવ્યમાં પર્યાય થઈ તે દ્રવ્યના આશ્રયે થઈ છે એમ કહેવામાં આવે છે. ગુણપર્યાય આધાર અને દ્રવ્ય આધેય છે એમ ત્યાં સામાન્યપણે વાત છે. અહીં કોના આશ્રયે-આધારે નિર્મળ પર્યાય પ્રગટે છે એની વાત છે. તો કહે છે–ભાવ્યમાન ભાવના આધારપણામયી એક અધિકરણશક્તિ જીવદ્રવ્યમાં છે. અહાહા...! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ને આનંદની જે નિર્મળ પર્યાય, શુદ્ધ સ્વભાવના આશ્રયે પ્રગટ થાય તે ભાવવામાં આવતો ભાવ્યમાન ભાવ છે, તે ભાવના આધારપણામયી અધિકરણશક્તિ છે.
શું કીધું? સમ્યગ્દર્શન આદિ પર્યાય પ્રગટ થઈ તે ભાવ્યમાન-ભાવવામાં આવતો ભાવ છે. અહાહા..! તે ભાવનો આધાર કોણ ? તો કહે છે–તે ભાવના આધારપણામયી અધિકરણશક્તિ છે, અર્થાત અધિકરણશક્તિથી આત્મા જ તેનો આધાર છે. હવે આમાં વ્યવહારથી નિશ્ચય થાય-એમ લોકો મોટો ઝઘડો કરે છે, પણ વ્યવહારની વાતેય કયાં છે? ભગવાન! તે તત્ત્વની વાત સાંભળી જ નથી. વ્યવહારનું લક્ષ છોડી દ્રવ્યને જ્યારે લક્ષ બનાવ્યું ત્યારે તો સમ્યગ્દર્શનની નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે. અહા ! તે નિર્મળ પર્યાયનું અધિકરણ આત્મા જ છે, કેમકે આત્મામાં જ તેના અધિકરણનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #222
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ ગુણ-સ્વભાવ છે. આમ અન્ય કોઈ આત્માના નિર્મળ ભાવોનું અધિકરણ નથી.
સમ્યક મતિ-શ્રુતજ્ઞાનની પર્યાય તે ભાવ્યમાન ભાવ છે. તેનો આધાર આત્મસ્થિત જ્ઞાનગુણ છે, જ્ઞાનગુણનું તે ભાવ્ય છે. જુઓ, બહારમાં ઇન્દ્રિયો, કે શાસ્ત્રના કે અન્ય નિમિત્તના આધારે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ નથી, કેમકે જ્ઞાન જુદું ને ઇન્દ્રિયો જુદી છે, જ્ઞાન જુદું અને શાસ્ત્ર આદિ નિમિત્ત જુદું છે; જ્ઞાનની પર્યાય તેમનું ભાગ્ય નથી; પરસ્પર આધાર-આધેયપણું બનતું જ નથી. જ્ઞાનગુણ જ જ્ઞાનની પર્યાયનો આધાર છે, કેમકે અધિકરણ ગુણ આત્માના જ્ઞાનગુણમાં પણ વ્યાપક છે; જ્ઞાનગુણમાં અધિકરણ નામનું રૂપ છે. સમજાય છે કાંઈ....?
તેવી રીતે સમ્યગ્દર્શનની પર્યાય શ્રદ્ધા ગુણના આધારે ઉત્પન્ન થાય છે. ભગવાન આત્મામાં શ્રદ્ધા ગુણ ત્રિકાળ છે. જો કે શ્રદ્ધા ગુણનું વર્ણન આ ૪૭ શક્તિમાં અલગથી આવતું નથી, સુખશક્તિના વર્ણનમાં તેને સમાવી દીધું છે. અહા ! તે શ્રદ્ધા ગુણના આધારે સમકિતની નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, કાંઈ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાથી કે નવા તત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાથી શુદ્ધ સમ્યગ્દર્શનની પર્યાય ઉત્પન્ન થતી નથી. અહો ! દિગંબર સંતોએ-મુનિવરોએ જગતને કેવળજ્ઞાનની પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે.
ભગવાન! તું જ્ઞાનાનંદરૂપ ચૈતન્યલક્ષ્મીનો ભંડાર છો. તેમાં જે સમ્યગ્દર્શનની પર્યાયરૂપી રત્ન ઉત્પન્ન થાય છે તે કોના આધારથી પ્રગટ થાય છે? શું તેનો આધાર વ્યવહાર રત્નત્રય છે? ના, વ્યવહાર રત્નત્રય તેનો આધાર નથી. તો શું દેવ-ગુરુ-શાસ્ત્ર તેનો આધાર છે? તો કહે છે-ના, વ્યવહાર રત્નત્રય તેનો આધાર નથી. એ તો બધી બહારમાં ભિન્ન ચીજ છે, તે આધાર નથી. ગજબ વાત છે, બહારમાં અત્યારે મોટી ગરબડ ચાલે છે. વાસ્તવમાં અંદર શ્રદ્ધા ગુણ ત્રિકાળ છે તેના આધારે સમ્યગ્દર્શનની નિર્મળ પર્યાય થાય છે.
તેવી રીતે આત્મામાં જે આસ્રવ રહિત સંવરની વીતરાગી ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે તેનો આધાર કોણ? શું સરાગ સમકિત અને પંચમહાવ્રતના વ્યવહારના પરિણામ તે તેનો આધાર છે? તો કહે છે-ના, વ્યવહારનાક્રિયાકાંડના કોઈ પરિણામ નિશ્ચય ચારિત્ર પ્રગટ થાય તેનો આધાર નથી. અહા! અંદર આત્મામાં ચારિત્ર ગુણ ત્રિકાળ છે તેના આધારે સ્વરૂપની રમણતામય એવી વીતરાગી ચારિત્રની દશા પ્રગટ થાય છે. પ્રભુ! તારી ચારિત્રદશા પરથી અને રાગથી નિરપેક્ષ પ્રગટ થાય છે. મોક્ષનો માર્ગ પરમ નિરપેક્ષ છે, તેને બહારના કોઈ આધારની જરૂરત નથી. અહા ! પોતે જ પોતાની વીતરાગી ચારિત્રની પર્યાયનું અધિકરણ છે, એટલે જેને મોક્ષમાર્ગ જોઈએ છે તેણે દ્રવ્ય-ત્રિકાળી આત્મદ્રવ્યની દષ્ટિ કરવી જોઈએ. ભાઈ, આ દ્રવ્યદૃષ્ટિ એ જ વીતરાગનો માર્ગ છે અને તે અલૌકિક છે, એનાં ફળ પણ અલૌકિક છે. અહાહા...! અનંત જ્ઞાન-કેવળજ્ઞાન ને અનંત સુખ પ્રગટે અને તે સાદિ-અનંતકાળ રહે તે એનું ફળ છે. સિદ્ધ પર્યાય પ્રગટે તે સાદિ-અનંતકાળ રહે છે; ઓહો ! એકલા અતીન્દ્રિય સુખનો, પૂર્ણ સુખનો અને અનંત સુખનો ત્યાં ભોગવટો હોય છે. અહીં ! આવી અલૌકિક દશા થવાના કારણનો આધાર અંદર આધારની જેની શક્તિ છે એવો ભગવાન આત્મા છે; આ સિવાય બહારમાં કોઈ આધાર નથી, શરીરેય નહિ, ઇન્દ્રિય નહિ, દેવ-ગુરુ-શાસ્ત્ર પણ નહિ, ને વ્યવહારેય નહિ. સમજાણું કાંઈ....?
અરે! સંસારી જીવોને અનાદિકાળથી રાગની રૂચિ છે, ને તેને ઉપદેશક પણ એવા જ મળી જાય છે. ઉપદેશક પણ દયા, દાન, વ્રત આદિના શુભરાગથી ધર્મ થવાનું બતાવે છે. લ્યો, “જસલો જોગી અને માલી મકવાણી” –બેયનો મેળ ખાઈ ગયો. પણ એ તો બન્નેય ચારગતિમાં રઝળશે. હિંસાદિ અશુભરાગના ભાવ તો મહાપાપના ભાવ છે, અધર્મ છે, પણ અહિંસાદિ શુભરાગનો અનુભવ પણ ધર્મ નથી, અધર્મ છે એમ અહીં કર્યું છે; તે ભાવના આધારે આત્માની મોક્ષમાર્ગની પર્યાય થતી નથી. તેનાથી ધર્મ થવાનું માને એ તો મિથ્યાત્વરૂપ મહાશલ્ય છે.
કોઈ વળી કહે છે–આત્મસ્વભાવના આધારેય ધર્મ થાય, ને વ્યવહારના ને નિમિત્તના આધારેય ધર્મ થાયએમ માનો તો અનેકાન્ત છે. પણ એમ નથી ભાઈ ! વ્યવહાર-રાગના આધારે વીતરાગતા-ધર્મ થાય એ તારી માન્યતા અંધારાના આધારે અજવાળું થાય એના જેવી મિથ્યા છે, કેમકે ધર્મ તો વીતરાગતા સ્વરૂપ છે. વળી નિમિત્ત છે તે પરવસ્તુ છે, ને પરવસ્તુ સ્વદ્રવ્યમાં શું કરે ? કાંઈ જ ન કરે. અડે નહિ તે શું કરે? આ રીતે આત્મસ્વભાવના આધારેય ધર્મ થાય ને વ્યવહારના-રાગના આધારે ને નિમિત્તના આધારેય ધર્મ થાય એવી તારી માન્યતા ભ્રમ છે; એ અનેકાન્ત પણ નથી, વાસ્તવમાં આત્મસ્વભાવના આધારે જ ધર્મ થાય, ને વ્યવહાર ને નિમિત્તના આધારે ધર્મ ન થાય એ માન્યતા સત્યાર્થ અનેકાન્ત સ્વરૂપ છે. આત્માના અનંત ગુણનો આધાર-અધિકરણ આત્મા જ છે, કેમકે આત્માનો અધિકરણ ગુણ-સ્વભાવ છે. દરેક ગુણમાં અધિકરણ ગુણ વ્યાપક છે, દરેક ગુણમાં તેનું રૂપ છે. તેથી દરેક ગુણ પોતાના આધારે પોતાની નિર્મળ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #223
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૪૬-અધિકરણશક્તિ : ૨૦૯
પર્યાય પ્રગટ કરે છે. સમ્યજ્ઞાન અને કેવળજ્ઞાનની પર્યાય આત્માના જ્ઞાનસ્વભાવના આધારે જ પ્રગટ થાય છે. કેવળજ્ઞાનની પર્યાય થઈ તે તેના પૂર્વના ચાર જ્ઞાનની પર્યાયના વ્યયના આધારે થઈ છે એમ જ્યાં નથી ત્યાં હવે વ્યવહાર અને નિમિત્તના આધારે થાય એ વાત જ કયાં રહે છે? આ લોજિકથી-ન્યાયથી તો વાત છે. ત્રણ લોકના નાથનો માર્ગ ન્યાયથી સિદ્ધ છે. ‘ન્યાય’ શબ્દમાં ‘ નો ’–‘નચ્ ’–દોરી જવું-એટલે કે જેવી વસ્તુ છે તેને તેવી જાણવારૂપે જ્ઞાનને સ્વરૂપમાં દોરી જવું-લઈ જવું તે ન્યાય છે. ઓહોહો...! આ તો ધન્યભાગ્ય હોય તેને વીતરાગની વાણી સાંભળવા મળે.
બહેનનાં ‘વચનામૃત ’ વાંચીને એક મુમુક્ષુ ભાઈ બોલી ઊઠેલા-આ તો જૈનની ગીતા છે.' વાત સાચી છે. જૈનના એટલે વીતરાગતાનાં ગાણાં ગાય તે ગીતા છે. આત્માના ગુણનાં ગાણાં તે ગીતા છે. અહાહા...! અનંત ગુણરત્નાકર પ્રભુ આત્મા છે. તેનાં આ ગાણાં છે; પર્યાયનાં કે રાગનાં આ ગાણાં નથી. બીજાના આધારે તું પોતાની પર્યાય થવાનું માને પણ એવી વસ્તુસ્થિતિ નથી. બીજાને આધાર માનનારો પોતાના અનંત ગુણ-સ્વભાવનો અનાદર કરે છે. વ્યવહારના રસિયાને આ આકરું લાગે, એકાંત જેવું લાગે, પણ શું થાય? એનું ચિત્ત એકાન્ત-ગ્રહથી ગ્રસિત છે.
સમયસારની ૮૩મી ગાથામાં સમુદ્રનું દૃષ્ટાંત આપ્યું છે. દરિયામાં તરંગ ઊઠે છે તે પવનના કારણે નહિ; પર્યાયનો એવો સ્વભાવ છે કે તરંગ પોતાના કારણે પોતાથી ઊઠે છે, ને તે તરંગ સમાઈને દરિયામાં ચાલ્યા જાય છે. તેવી રીતે ધજા ફરફરે છે તે પવનના કારણે નહિ, પણ તેનામાં ક્રિયાવતી શક્તિ પડી છે તેના કારણે ધજાનું ફરફરવાપણે પરિણમન થાય છે. આવો પર્યાયનો સ્વભાવ છે. ત્યારે કોઈ ભાઈએ પ્રશ્ન કરેલો:
પ્રશ્ન:- એમ કે પાણી ઉષ્ણ થાય છે તે અગ્નિથી થાય છે એમ પ્રત્યક્ષ દેખાય છે ને તમે કેમ ના પાડો છો? ઉત્ત૨:- પાણીની ઠંડી અવસ્થા બદલીને ઉષ્ણ અવસ્થા થાય એ તો પાણીની પર્યાયનો સ્વભાવ છે. અગ્નિ નિમિત્ત હો, પણ અગ્નિ તો પ૨વસ્તુ છે, અગ્નિના ૨જણો પાણીને અડતા સુદ્ધાં નથી.
આચાર્ય શ્રી કુંદકુંદદેવે સમયસારની ગાથા ૩૭૨માં કહ્યું છે કે-ઘડો માટીમાંથી ઉત્પન્ન થાય છે એમ અમે દેખીએ છીએ, કુંભારથી ઘડો થાય છે એમ અમે દેખતા નથી. ઘડાની પર્યાયની કર્તા માટી છે, ને માટી જ ઘડાનું કરણ અને અધિકરણ છે. માટીની ઘડારૂપ પર્યાય કુંભારથી, દંડથી કે ચક્રથી થઈ એમ છે જ નહિ, અહા ! દ્રવ્યની સ્વતંત્રતા તો જુઓ !
આત્મામાં એક પ્રભુતાશક્તિ છે. એ ત્રિકાળ પ્રભુતામાંથી વર્તમાન પ્રભુતા આવે છે. પ્રથમ પર્યાયમાં પામરતા હતી તે વ્યય થઈને પ્રભુતા પ્રગટી. તે પ્રભુતા કાંઈ પૂર્વ પર્યાયના ભયના આધારે પ્રગટી છે એમ નથી. ત્રિકાળ પ્રભુતાના આધારે પ્રભુતા પ્રગટી છે. આ પ્રભુતાશક્તિ પ્રત્યેક ગુણમાં વ્યાપક છે. પ્રત્યેક ગુણમાં પ્રભુતાનું રૂપ છે. તે કારણથી સમ્યક્ત્વાદિ નિર્મળ પર્યાયો ગુણની પ્રભુતાના આધારે પ્રગટ થાય છે. શક્તિવાનના આશ્રયે શક્તિ છે, તો તેની પર્યાય પણ શક્તિવાનના આશ્રય-આધાર વિના કેમ હોય ? માંડ પ્રભુ! આવો અવસર મળ્યો છે, તો સ્વભાવથી ભરેલા ભગવાનના શરણે જા, તેનો આશ્રય લે; તું ન્યાલ થઈ જઈશ, તને શાંતિ ને અનાકુળ આનંદની પ્રાપ્તિ થશે. આ સિવાય લાખ-ક્રોડ ઉપાય બધા મિથ્યા છે.
સમયસારની બીજી ગાથામાં આવે છે કે- ‘નીવો ચરિત્તવંસળબાળટ્ઠિવો...' લ્યો, આમાંથી આચાર્યદેવે જીવત્વશક્તિ કાઢી છે. રાગમાં સ્થિત હતો, તે નિજ જ્ઞાન, દર્શન, ચારિત્રમાં સ્થિત થયો તે જીવ છે. તે સ્થિત થવાની શક્તિ અધિકરણ ગુણ વડે આત્માની જ છે. અહા! તેને આત્માનો જ આધાર છે. આત્માની અધિકરણશક્તિ અબંધસ્વરૂપ છે, તે સહજ પારિણામિકભાવે છે. તેના આશ્રયથી ભાવ્યમાન ભાવ તે ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવરૂપ છે, અને તે આત્માના આધારે જ પ્રગટ થાય છે. સ્વભાવને આધાર બનાવ્યા વિના, એકલા વ્યવહાર રત્નત્રયના જે પરિણામ છે તે બંધનનું કારણ છે, ને તેના આધારે અબંધના કારણરૂપ પરિણામ ઉત્પન્ન થાય એમ કદી બનતું નથી.
અહા ! ધર્મી પુરુષ જાણે છે કે–અમને અમારા ચિદાનંદ ભગવાનનો જ આધાર છે. મહેલમાં હો કે જંગલમાં, પોતાનો આત્મા જ પોતાનો આધાર છે એમ ધર્માત્મા જાણે છે. જુઓ, સીતાજી ધર્માત્મા હતાં. જ્યારે લવ અને કુશ જેવા ચરમ-શરીરી પુત્રો તેમની કૂંખે આવ્યા તો તેમને સમ્મેદશિખર આદિ તીર્થોની વંદનાનો ભાવ થઈ આવ્યો. બરાબર તે જ વખતે લોકોએ આવીને રામચંદ્રજીને લોકાપવાદની વાત કહી. તેથી રામચંદ્રજીએ સેનાપતિને બોલાવી સીતાજીને તીર્થોની વંદના કરાવી, પછી સિંહનાદ નામના ભયાનક વનમાં તેમને છોડી દેવાની આજ્ઞા કરી.
સીતાજીએ બહુ આનંદથી ને ભક્તિથી તીર્થવંદના કરી, ને પછી જ્યાં સિંહનાદ વન આવ્યું ત્યાં રથ ઊભો
રાખીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #224
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
સેનાપતિ રડવા લાગ્યો. સીતાજી કહે-અરે, આ શું થયું? સેનાપતિજી, તીર્થવંદનાના આનંદના પ્રસંગે આપ આમ કેમ રડો છો? સેનાપતિ રડતાં રડતાં કહે-માતાજી, જેમ મુનિવરો રાગ પરિણતિને છોડે તેમ શ્રીરામે લોકાપવાદના ભયથી તમને આ જંગલમાં એકલાં છોડી દેવાની આજ્ઞા કરી છે. સેનાપતિના આ શબ્દો સાંભળીને સીતાજી બેચેન-બેબાકળાં થઈ મૂર્છિત થયાં. પછી હોશમાં આવ્યાં તો રામચંદ્રજીને સંદેશો કહેવડાવ્યો કે–“હું સેનાપતિ! મારા રામને કહેજે કે લોકાપવાદના ભયથી મને તો છોડી, પણ જિનધર્મને ન છોડશો. અજ્ઞાની લોકો જિનધર્મની નિંદા કરે તો તે નિંદાના ભયથી સમ્યગ્દર્શનને કદી ન છોડશો...” જુઓ આ ધર્માત્માની અંતર-પરિણતિ! ધર્મના આધારભૂત સ્વભાવ અંતરમાં
ભાવ્યો છે તો સંદેશામાં કહે છે-સ્વભાવના આધારે પ્રગટ સમ્યગ્દર્શનને લોકનિંદાના ભયથી મા છોડશો. અહાહા...! ધર્મનો આધાર એવા નિજ ચિન્માત્ર ચિદાનંદ પ્રભુને દૃષ્ટિમાં રાખ્યો છે તો ભયાનક વનમાં પણ સીતાજી ભયભીત નથી. રામનો ભલે વિયોગ હો, પણ અંદર આતમરામ છે તે હાજરાહજૂર છે. સીતાજીના જ્ઞાન-શ્રદ્વાનમાં નિજ આતમરામનો આધાર નિરંતર વર્ત્યા જ કરે છે. અહા! આતમરામનું શરણ મળ્યું તે અશરણ નથી. તે તો વનમાં પણ પોતાના આત્માના આધારે નિઃશંક અને નિર્ભય જીવન જીવે છે, દર્શન-જ્ઞાન-ચારિત્રમય જીવન જીવે છે. સમજાણું sis...?
અહાહા...! આત્મામાં એક જીવત્વશક્તિ ત્રિકાળ છે. તેનું કાર્ય શું? જ્ઞાન, દર્શન, આનંદ, સત્તા-એવા ભાવપ્રાણરૂપ જીવનનું કાર્ય એમાં થાય છે. આત્માના આધારે પ્રગટ ભાવપ્રાણ તે આત્માનું જીવન છે. શરીરથી જીવવું એ જીવન નથી. ‘ જીવો ને જીવવા દો' એમ સૂત્ર બોલે છે ને! પણ એ જિનસૂત્ર-જિનવાણી નથી. જે દર્શન-જ્ઞાનચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે તે ધર્માત્માનું જીવન છે, તે સ્વસમય છે. રાગથી જીવવું, દેહથી જીવવું, અશુદ્ધ પ્રાણથી જીવવું તે આત્મજીવન નથી, વાસ્તવમાં એ તો આત્મ-વાત છે. આ દસ દ્રવ્યપ્રાણ છે એ તો જડ છે. તેના આધારે જીવ જીવતો નથી. શું કહીએ ? વાતે વાતે ફેર છે!
આણંદા કહે પરમાણંદા, માણસે માણસે ફેર; એક લાખે તો ના મળે, એક ત્રાંબિયાના તે૨.
પરમાત્મા કહે છે-તારે ને મારે વાતે વાતે ફેર છે, તારી દષ્ટિ ઊંધી છે માટે કોઈ વાતે મેળ ખાતો નથી.
અહા! ભાગમાન ભાવનો આધાર થાય તેવી આત્માની નિજ શક્તિ છે. જેમ નિરાલંબી આકાશને અન્ય કોઈ આધાર નથી, તેમ નિરાલંબી ચૈતન્ય પ્રભુને બીજો કોઈ આધાર નથી. ચૈતન્યના ભાવોને નિજ ચૈતન્ય પ્રભુનો એકનો જ આધાર છે, એવી જ આત્માની અધિકરણશક્તિ છે. ગજબ વાત છે ભાઈ! પોતાના શુદ્ધ ચૈતન્યનો આધાર ચૂકીને જેઓ બહારમાં પોતાનો આધાર શોધે છે તે બદુિષ્ટિ જીવો બહારમાં ભલે મોટા શેઠ હોય તોય તેઓ શંકાભિખારા જ છે, કેમકે બીજા પાસેથી તેઓ પોતાના જ્ઞાન ને આનંદની ભીખ માગે છે. અને સમકિતીને બહારમાં કદાચ દરિદ્રતા હોય તોય શું? ‘મારા સુખનો આધાર હું જ છું, મારે કોઈ બીજાની જરૂર નથી ’-એવી સ્વભાવદિષ્ટ વડે તે નિરંતર અનાકુળ અતીન્દ્રિય સુખનો ભોગવનારો થાય છે.
જુઓ, કેવળજ્ઞાન ભાગમાન ભાવ છે, તેના આધારપણામય આત્માની અધિકરણશક્તિ છે. અહાહા...! સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ પ્રગટયું તેનો આધાર કોણ? શું વજ્રવૃષભનારાચ સંહનન હોય તે તેનો આધાર છે? ના, તે આધાર નથી. દેહનું અધિકરણ આત્મા, ને આત્માનું અધિકરણ દેહ્ર–એમ નથી. કેવળજ્ઞાનનું અધિકરણ વજ્ર શરીર નથી. જો તે શરીર કેવળજ્ઞાનનો આધાર હોય તો શરી૨ વિના કેવળજ્ઞાન રહી કેમ શકે? પણ ભગવાન સિદ્ધને સદાય કેવળજ્ઞાન આદિ વર્તે છે, ને શરીર વર્તતું નથી. માટે શરીર કેવળજ્ઞાનનો આધાર નથી, આત્મા જ એક કેવળજ્ઞાનનો આધાર છે. વજ્રવૃષભનારાચ સંહનન હોતાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે એમ કહ્યું હોય તે વ્યવહારનયનું ન ઉપચારમાત્ર જાણવું. (ભિન્ન આધા૨ની બુદ્ધિ છોડી સ્વદ્રવ્યના આશ્રયમાં રહેવું.)
અહા ! એકેક પર્યાયમાં ષટ્કારક છે. અધિકરણશક્તિ પ્રગટ થઈ તે ષટ્કારથી પ્રગટ થઈ છે. કારકો અનુસાર થવાપણારૂપ જે ભાવ તે-મયી ક્રિયાશક્તિની વાત આવી ગઈ છે. અહો! આ તો અલૌકિક મંત્રો છે. આ વાત સંપ્રદાયમાં કયાંય છે નહિ. દિગંબરમાં છે, પણ એનો અર્થ કરવામાં ગોટા ઉઠાવ્યા છે. પણ અહો! વીતરાગી મુનિવરોએ રામબાણ માર્યાં છે. અધિકરણ જેનો ગુણ છે એવા આત્માને ઉપાદેય કરતાં ગુણનું પરિણમન થાય છે, ભેગું અનંતા ગુણનું પરિણમન થાય છે. આ ધર્મ ને આ મોક્ષમાર્ગ છે, અને એનું ફળ મોક્ષ છે. માટે હૈ ભાઈ ! રાગને હૈય જાણી તું નિજ સ્વભાવને ઉપાદેય કર, તેથી વીતરાગતા ને સુખ પ્રગટ થશે, કેમકે આત્મસ્વભાવ જ તેનું
અધિકરણ છે.
આ પ્રમાણે અહીં અધિકરણશક્તિનું વર્ણન પૂરું થયું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #225
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૭ઃ સંબંધશક્તિ
(
‘સ્વભાવમાત્ર સ્વ-સ્વામિત્વમયી સંબંધશક્તિ. (પોતાનો ભાવ પોતાનું સ્વ અને પોતે તેનો સ્વામી-એવા સંબંધમયી સંબંધશક્તિ ).
જુઓ, આ શક્તિનો અધિકાર છે. શક્તિ એટલે ગુણ. ભગવાન આત્મામાં અનંત ગુણ છે. આ અનંત ગુણપ્રત્યેક ભિન્ન હોવા છતાં એકેક ગુણનું બીજા અનંતમાં રૂપ છે. તેમાં એક શક્તિ એવી છે કે પોતે આત્મા સ્વસંવેદનપ્રત્યક્ષ થાય. પોતાનું જ્ઞાન અને પોતાનો આનંદ સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થાય એવો તેનો પ્રકાશ સ્વભાવ છે. તેમાં અધિકરણ ગુણનું રૂપ છે તે કારણથી તે શક્તિ પરના આધાર વિના પોતાના જ આધારે પોતાનું સ્વસંવેદન પ્રત્યક્ષ કરે છે. તે પોતાની સ્વયંસિદ્ધ દશા છે. વ્યવહાર રત્નત્રયના કારણે સ્વસંવેદન થાય છે એમ નથી.
‘સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ' એ શ્રીમદ્દનું વચન છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પણ આ વાત આવી છે. ચોથે ગુણસ્થાને જ્ઞાનાદિ ગુણોનો એદેશ વ્યક્ત થાય છે. શ્રદ્ધા ગુણની સમ્યગ્દર્શનરૂપ પર્યાય વ્યક્ત થાય છે તેની સાથે જ્ઞાન ગુણની મતિ-શ્રુતરૂપ સમ્યજ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, ચારિત્ર ગુણની સ્વરૂપાચરણની પર્યાય પ્રગટ થાય છે. પાંચમે, છઠ્ઠ ગુણસ્થાને વિશેષ ચારિત્ર હોય છે તે અહીં નથી, પણ ચારિત્રનો અંશ ચોથાથી શરુ થાય છે. આવી વસ્તુસ્થિતિ છે. પહેલાં એની યથાર્થ સમજણ કરવી જોઈએ, વિના સમજણ પ્રયોગ કેવી રીતે થાય? અંતર્મુખ થવાનો પ્રયોગ કરતા પહેલાં યથાર્થ સમજણ હોય છે, પછી એકાગ્રતારૂપ ધ્યાન દ્વારા સ્વાનુભવ પ્રગટ થાય છે. અહા! યથાર્થ સમજણ કરી અનંતગુણનો ભંડાર એવા આત્માનો જ્યાં આશ્રય લે છે ત્યાં ચોથા ગુણસ્થાને સમ્યગ્દર્શન સહિત સર્વ ગુણનો અંશ પ્રગટ થાય છે.
અહાહા...! અભેદ એક જ્ઞાયકભાવ સ્વરૂપ પ્રભુ આત્મા છે. તે સમ્યગ્દર્શનનો વિષય અને ધ્યેય છે. તે ધ્યેયની દષ્ટિ-અંતર્મુખ દષ્ટિ કરતાં સમ્યગ્દર્શનરૂપ પર્યાયની વ્યક્તતા થાય છે. આ મૂળ ચીજ છે, એને બદલે ‘સંયમ લો, સંયમ લો’–એમ કેટલાક પત્રોમાં લખાણ આવે છે. પણ અરે ભાઈ, સંયમ કોને કહેવાય? સમ્યગ્દર્શન શું ચીજ છે એની ખબર વિના સંયમ આવ્યો કયાંથી? માર્ગ જુદો છે બાપા! અનંત શક્તિનો પિંડ શક્તિવાન દ્રવ્ય અભેદ એક છે તેની દૃષ્ટિ કરવાથી સમકિત સહિત અનંત શક્તિનો વ્યક્ત અંશ પર્યાયમાં પ્રગટ થાય છે. અહા ! જેમ પાણીનો ઘડો ભર્યો હોય ને છલકાય તેમ જ્ઞાનમાત્રભાવની અંદર અનંત શક્તિઓનું ઊછળવું થાય છે એનું નામ સમકિત છે. ભાઈ, આવા સમકિત વિના વ્રતાદિ કાંઈ જ નથી. એ તો થોથાં છે થોથાં ભગવાન!
આ સમયસારમાં શક્તિનું વર્ણન દૃષ્ટિની પ્રધાનતાથી છે. પ્રવચનસારમાં જે ૪૭ નયનું વર્ણન છે તે જ્ઞાનની પ્રધાનતાથી છે. શક્તિ ૪૭, નય ૪૭, ભૈયા ભગવતીદાસ રચિત નિમિત્ત-ઉપાદાનના દોહા ૪૭, અને ચાર ઘાતિકર્મની પ્રકૃતિ પણ ૪૭ છે. આ ૪૭ શક્તિનું સ્વરૂપ યથાર્થતાથી સમજે તેને ૪૭ પ્રકૃતિનો નાશ થાય છે. કર્મપ્રકૃતિનો નાશ કહેવો એ તો વ્યવહાર છે, વાસ્તવમાં તેને અનંતજ્ઞાનાદિ પ્રગટ થાય છે.
અહા ! આચાર્ય અમૃતચંદ્રસ્વામીએ ૪૭ શક્તિનું આમાં અજબ વર્ણન કર્યું છે. જીવત્વશક્તિથી શરૂ કર્યું છે. શક્તિની આવી વાત શ્વેતાંબર આદિ બીજે કયાંય નથી. આ તો કેવળજ્ઞાનની કેડીએ ચાલનારા સંતોએ અમૃત પીરસ્યાં છે. ભગવાનની દિવ્યધ્વનિનો આ સાર છે. અત્યારે છેલ્લી સંબંધશક્તિનું વર્ણન ચાલે છે. કહે છે‘સ્વભાવમાત્ર સ્વ-સ્વામિત્વમયી સંબંધશક્તિ છે'. જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણ અને તેનું ભવન નામ પરિણમન તે સ્વભાવમાત્ર સ્વવસ્તુ છે; કેમકે આ સ્વભાવ છે એમ તેની પરિણિતમાં ભાન થયા વિના આ સ્વભાવ છે એ વાત કયાંથી આવી? આમ દ્રવ્ય-ગુણ અને તેની નિર્મળ પરિણતિ તે સ્વભાવમાત્ર સ્વ છે, અને તેના સ્વામિત્વમયી સંબંધશક્તિ છે.
અહાહા...! અનંતગુણરૂપી સ્વભાવનું સ્વામિત્વ કયારે થાય? કે જ્યારે પર્યાયમાં પરિણમન થાય ત્યારે આ સ્વ-સ્વભાવમય પોતાની પૂર્ણ વસ્તુ છે એમ ભાન થયું તો સ્વ-સ્વામિત્વમયી સંબંધશક્તિની પર્યાય નો અંશ પ્રગટ થાય છે. ત્યારે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં સંબંધશક્તિનું વ્યાપકપણું થાય છે. અહીં ‘સ્વભાવમાત્ર સ્વ' એમ કહ્યું છે એમાં એકલા ત્રિકાળીની વાત નથી. ત્રિકાળીનું પર્યાયમાં ભાન થયું તો ત્રિકાળી દ્રવ્ય, અનંત ગુણ અને તેની નિર્મળ નિર્વિકારી પર્યાય-ત્રણે સ્વભાવમાત્ર છે અને એ ત્રણેમાં સ્વ-સ્વામિત્વમયી સંબંધશક્તિનું વ્યાપકપણું થાય છે.
ભગવાન આત્મા ચૈતન્ય લક્ષણે લક્ષિત છે. જ્ઞાનની વર્તમાન પર્યાય સ્વજ્ઞેયને જાણતી પ્રગટ થઈ તેમાં આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #226
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ પરમાત્મસ્વરૂપ પૂર્ણ વિજ્ઞાનઘન વસ્તુ હું છું એમ જાણવામાં આવ્યું, સાથે એની પ્રતીતિ થઈ. જો પ્રતીતિ ન થાય તો આ સિદ્ધ સમાન કારણપરમાત્મા હું ભગવાન સ્વરૂપ છું એ કયાં રહ્યું? એક વાર એક પ્રશ્ન થયેલોઃ
પ્રશ્ન- મહારાજ ! આપ ત્રિકાળી ધ્રુવ વસ્તુને કારણપરમાત્મા કહો છો; જો તેવો કારણપરમાત્મા હોય તો તેનું કાર્ય આવવું જોઈએ ને? કારણપરમાત્મા તો મોજુદ છે, પણ તેનું સમ્યગ્દર્શનરૂપી કાર્ય તો છે નહિ, માટે તેને કારણપરમાત્મા કેમ કહેવાય ? ત્યારે અમે જવાબ દીધેલો કે
ઉત્તર:- ભાઈ, જેને કારણપરમાત્મા પ્રતીતિમાં આવ્યો તેને તે કારણપરમાત્મા છે. જેને પ્રતીતિમાં આવ્યો નથી તેને કારણપરમાત્મા કયાં છે? સમજાય છે? કારણપરમાત્મા ત્રિકાળી અનંતગુણસ્વરૂપ ભગવાન તો અનાદિથી છે, પણ તેનો પર્યાયમાં ભાસ થયા વિના કારણે પરમાત્મા છે એ વાત કયાં રહી ? મિથ્યા શ્રદ્ધાવાળાને કારણપરમાત્માની શ્રદ્ધા નથી; તેને તો બહારમાં રાગ અને પર્યાયની શ્રદ્ધા છે. સમ્યગ્દષ્ટિને જ કારણપરમાત્માની શ્રદ્ધા છે. આજ શાસ્ત્રની ૧૭–૧૮ ગાથાની ટીકામાં એમ કહ્યું છે કે-અજ્ઞાનીની જ્ઞાન-પર્યાયમાં પણ પર્યાયનો સ્વભાવ સ્વપરપ્રકાશક હોવાથી, સ્વજ્ઞય જાણવામાં આવે છે, પણ તેની દષ્ટિ ત્યાં સ્વદ્રવ્ય પર નથી; માટે તેના જ્ઞાનમાં જણાતો હોવા છતાં તેની પર્યાયમાં કારણપરમાત્મા આવ્યો નહિ. દ્રવ્ય જ્ઞાનમાં જણાવા છતાં દ્રવ્ય ઉપર દષ્ટિ નહિ હોવાથી પર્યાયમાં દ્રવ્ય આવ્યું નહિ.
ભાઈ, રાગ અને પર્યાયને જે પોતાનું સ્વ માને છે તે બહિરાત્મા છે, કેમકે પર્યાય તે બહિર્તત્વ છે, ને વસ્તુ છે તે અંત:તત્ત્વ છે. એક સમયની પર્યાય ઉપર જેની દષ્ટિ છે તે બહિદષ્ટિ બહિરાભા છે, ને ભગવાન જ્ઞાયકનો જેણે અંતરમાં સ્વીકાર કર્યો તે અંતરાત્મા થયો. સમ્યગ્દર્શન-જ્ઞાન-આનંદરૂપ જે સ્વના ભવનરૂપ ભાવ છે તે જ મારું સ્વ છે ને હું તેનો સ્વામી છે. આ સિવાય બીજું કાંઈ મારું સ્વ નથી, ને બીજા કોઈનો હું સ્વામી નથી-એમ તેને હવે નિર્ણય થયો છે. જુઓ આ સંબંધશક્તિ ! પરથી સંબંધ હોવાનું નિષેધીને આ સંબંધશક્તિ સ્વમાં એકતા સ્થાપિત કરે છે.
પણ અરે ! અજ્ઞાનીની દષ્ટિ બહાર પર અને પર્યાય પર હોય છે. નિયમસારના શુદ્ધભાવ અધિકારમાં આવે છે કે-જીવાદિ સાત તત્ત્વ બહિર્તત્વ છે. ત્યાં જીવાદિ એટલે જીવની પર્યાય સમજવી. જીવાદિ બહિર્તત્વ હેય છે અને પોતાનો આત્મા જે એક જ્ઞાયકભાવમાત્ર છે તે ઉપાદેય છે. નિર્મળ પર્યાયને પણ ત્યાં બહિર્તત્વ કહેવામાં આવેલ છે. સંવર, નિર્જરા આદિ પર્યાય છે તેને ત્યાં બહિર્તત કહી છે, હેય કહી છે. ત્યાં પ્રયોજનવશ નવ તત્ત્વની બધી પર્યાયને હેય કહી છે, ને એક અંત:તત્ત્વ સ્વદ્રવ્યને જ આશ્રય કરવાયોગ્ય ઉપાદેય કહ્યું છે. હવે આ સાંભળવાય ન મળે તેને કે દિ' તેનું જ્ઞાન થાય, ને કયારે તે અંતરમાં ઉતરે? આ સમજ્યા વિના તારું બધું થોથાં છે ભાઈ. આ દયા, દાન, વ્રત ઇત્યાદિના વિકલ્પ બધું થોથાં છે ભગવાન !
ત્યાં કહે છે–દયા, દાન ઇત્યાદિ જે વિકલ્પ છે તે તો હેય છે, પણ દ્રવ્યદૃષ્ટિ કરતાં જે સંવર નિર્જરાની નિર્મળ પર્યાય પ્રગટ થઈ તેય હેય છે. સંવર એટલે ચારિત્ર. ભગવાન આનંદસ્વરૂપમાં રમણતા કરતાં જે ચારિત્રની પર્યાય પ્રગટ થઈ તે ચારિત્ર દશા ય છે, કેમકે પર્યાયના લક્ષે રાગ ઉત્પન્ન થાય છે. પર્યાયનું લક્ષ છોડાવી એક જ્ઞાયકનું જ લક્ષ કરાવવાનું પ્રયોજન છે તેથી ત્યાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની દશાને હેય કહી છે, પરદ્રવ્ય કહી છે. શ્રીમદ્ રાજચંદ્રજીને તત્ત્વદષ્ટિ હતી. તેમણે એક વાર કહેલું-“અરે, આ નાદ કોણ સાંભળશે? કોણ હા પાડશે? પરમાત્માનો આ નાદ છે.
લોકોએ બહારનું બધું માન્યું છે. વ્રત કરે, ને તપસ્યા કરે પણ એ સંસારના નાશનો ઉપાય નથી. અંદર સ્વભાવમાત્ર કારણપરમાત્મા છે, પણ જે તેની પ્રતીતિ ને જ્ઞાન કરે તેને ને ? ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ તે પોતાનું સ્વ છે, પણ જે તેનો આશ્રય કરીને જાણે તેને તે સ્વ છે. સ્વનું ભાન થાય, સમ્યગ્દર્શન-જ્ઞાન થાય ત્યારે તે સ્વ-ભાવ છે એમ કહેવાય. ' અરે! આ લોકમાં પોતાનું શું છે ને કોની સાથે પોતાને પરમાર્થ સંબંધ છે તેના ભાન વિના, પરને જ પોતાનું માનીને જીવ સંસારમાં અનંત કાળથી રખડી મરે છે. તે પરને પોતાનું કરવા નિરંતર ઉદ્યમશીલ રહે છે, પણ પદ્રવ્ય કદીય પોતાનું થઈ શકતું નથી, તેથી મોહમુગ્ધ એવો તે દુ:ખી જ દુઃખી થાય છે.
અહા ! જો પરને પરરૂપે જાણે ને સ્વને સ્વ-રૂપે જાણે તો અવશ્ય તે પોતાના સ્વરૂપની–સ્વભાવમાત્ર વસ્તુની-એકાગ્રતાથી સુખી જ થાય.
ત્રિકાળી એક જ્ઞાયકસ્વભાવ પ્રભુ આત્મા તે સ્વ, અને તેના ભાવનું ભવન-જેમાં આ સ્વ છે એમ ભાન થયું તે સ્વ-ભાવ છે. આ રીતે ચૈતન્યદ્રવ્ય, તેના ગુણ અને તેની શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ તે પોતાનું સ્વ, અને તેની સાથે ધર્મી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #227
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૭–સંબંધશક્તિ : ૨૧૩ પુરુષને સ્વામિત્વનો સંબંધ છે. બાકી પુણ્ય કે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ તે સ્વ અને ધર્મી તેના સ્વામી-એમ ત્રણકાળમાં છે નહિ. પ્રભુ ! તારા સ્વભાવમાં જે સ્થિર હોય તે તારું સ્વ છે, ને તેનું પરિણમન થાય તે તારું સ્વ-કાર્ય છે. આમ દ્રવ્ય-ગુણ ને પર્યાય એ ત્રણે તારું સ્વ અને તેની સાથે તારે સ્વામીપણાનો સંબંધ છે. આ સિવાય પર કે રાગ સાથે તારે સ્વ-સ્વામીપણાનો સંબંધ નથી. સમજાણું કાંઈ...?
અાહા.! પોતાનો એક જ્ઞાયકભાવ અનંત શક્તિથી ભરપુર ભર્યો છે. એનો જ્યાં અનુભવ થયો તો તેના પરિણમનમાં પણ સ્વ-ભાવ-સ્વના ભવનરૂપ સ્વ-ભાવ આવ્યો, અને સંબંધ શક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપી; દ્રવ્ય-ગુણમાં તો હતી, ને ભાન થયું ત્યાં પર્યાયમાં શક્તિનો અંશ પ્રગટ થયો. તો ધર્મી પોતાના દ્રવ્ય-ગુણ ને તેના આશ્રયે પ્રગટ શુદ્ધ પરિણતિ-એ સિવાય પોતાને સ્વ-સ્વામી સંબંધ હોવાનું કયાંય સ્વીકારતો નથી. અહા ! દિગંબર સંતો સિવાય વસ્તુનું આવું સ્વરૂપ કોણ બતાવે? દિગંબર સંતોએ અકારણ કણા કરીને સાર તત્ત્વ જગત સમક્ષ મૂકયું છે. તેઓ ભગવાન કેવળીનો વારસો મૂકી ગયા છે. પણ અરે ! વારસો (વારસદાર) રહ્યા નહિ! કોઈને થાય કે અમારું બધું ખોટું? હા, ખોટું છે; રાગ ને પર સાથેનો તારો સર્વ સંબંધ ખોટો છે.
અરે પ્રભુ ! વસ્તુનું સ્વરૂપ આવું છે. પોતાનાં દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ શુદ્ધ છે, ને શક્તિના ધરનાર દ્રવ્યનો જ્યાં પર્યાયમાં અનુભવ થયો ત્યાં સ્વ-સ્વામિત્વમય સંબંધશક્તિનું પરિણમન પણ થયું. તો દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે સ્વ-ભાવ છે, ને તે સ્વ-ભાવનો સ્વામી પોતે આત્મા છે એમ નિશ્ચય થયો. જુઓ આ નિશ્ચય ! અહા ! ધર્મીને આ નિશ્ચય થયો છે કે હું મારા જ્ઞાન-આનંદ વગેરે અનંત ગુણોનો સ્વામી છું, ને તે જ મારા સ્વ-ભાવો છે. મારું સ્વરૂપ એવું નથી કે હું પરનો ને વિકારનો સ્વામી થાઉં. પરનો સ્વામી પરદ્રવ્ય ને વિકારનો સ્વામી વિકાર હોય; મારો શુદ્ધભાવ વિકારનો સ્વામી કેમ હોય? મારા એક જ્ઞાયકભાવ સાથે જેણે એકત્વ કર્યું છે એવો જે શુદ્ધ રત્નત્રયનો ભાવ તે જ મારું સ્વ છે, ને તેનો જ હું સ્વામી છું. રાગાદિ તો મારાથી છૂટા પડી જાય છે, માટે તે મારું સ્વ નથી, હું તેનો સ્વામી નથી. હું તો સ્વ-ભાવમાત્રનો જ સ્વામી છે.
પ્રશ્ન:- તો આ સ્ત્રીનો સ્વામી, લક્ષ્મીનો સ્વામી, પ્રજાનો સ્વામી વગેરે લોકમાં કહે છે તે શું જૂઠું છે ?
ઉત્તર- હા, સ્ત્રીનો સ્વામી, લક્ષ્મીનો સ્વામી, પ્રજાનો સ્વામી ઇત્યાદિ લોકમાં જે કહેવાય છે તે પરમાર્થ નથી. ખરેખર આત્મા સ્ત્રી, લક્ષ્મી કે પ્રજા વગેરેનો સ્વામી નથી, કેમકે એ પૃથક વસ્તુઓ તેનું સ્વ નથી. આ શરીરનો આત્મા સ્વામી નથી, ને રાગાદિનોય સ્વામી નથી; આત્મા તો જ્ઞાન-દર્શન-આનંદરૂપ સ્વ-ભાવોનો જ સ્વામી છે, ને તે જ આત્માના “સ્વ” છે. “સ્વ” તો તેને કહીએ જે સદાય સાથે રહે, કદીય પોતાથી જુદું ન પડે. શરીર જુદું પડે છે, રાગ જુદો પડી જાય છે, પણ જ્ઞાન-દર્શન-આનંદ જુદા પડતા નથી, માટે તેની સાથે જ આત્માને સ્વ-સ્વામીપણું છે, રાગાદિ સાથે નહિ. સમજાણું કાંઈ...?
જુઓ, રામ, લક્ષ્મણ, સીતા વનમાં ગયાં હતાં. સીતાને ઉપાડી જવાથી રાવણ સાથે તેમને લંકા પાસે યુદ્ધ થયું. રાવણે લક્ષ્મણને શક્તિ મારીને મૂચ્છિત બનાવી દીધા. શક્તિ એટલે બહારની વિધા. ત્યારે લક્ષ્મણની હાલત જોઈને રામ કલ્પાંત કરવા લાગ્યા:
આવ્યા 'તા ત્યારે ત્રણ જણા ને જાશું એકાએક, એ માતાજી ખબરું પૂછશે, ત્યારે શો શો ઉત્તર દઈશ;
લક્ષ્મણ જાગને હોજી, તું બોલ દે એકવારજી... જુઓ, સમકિતી રામને આવો વિકલ્પ આવ્યો છે, પણ તે સીતા, લક્ષ્મણના કે તત્સંબંધી વિકલ્પનાય તે કાળે સ્વામી નથી. સમજાય છે કાંઈ..? સમકિતીની પરિણતિ જ આવી વિચિત્ર અટપટી હોય છે. ભજનમાં આવે છે ને કે
રમતિ અનેક સુરનિ સંગ પૈ, તિસ પરિનતિ તેં નિત હટાહટી;
ચિન્યૂરત વ્રુધારીકી મોહિ રીતિ લગતિ હૈ અટાપટી.” લક્ષ્મણ મૂચ્છિત થઈ પડયા છે, ત્યારે કોઈએ કહ્યું કે એક વિશલ્યા નામની કુંવારી કન્યા છે. તે ભારતના રાજ્યમાં રહે છે. તેને તત્કાલ અહીં બોલાવો. તેના સ્નાનનું જળ છાંટવાથી લક્ષ્મણની મૂચ્છ ઉતરી જશે. ને બન્યું પણ એમ. તે પ્રમાણે કરતાં લક્ષ્મણજીના શરીરમાંથી શક્તિ ચાલી ગઈ, ને લક્ષ્મણજી જાગૃત થયા. અહીં કહે છે-શલ્ય રહિત વિશલ્યા એવી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #228
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ આત્માની શુદ્ધ પરિણતિ જ્યાં જાગૃત થઈ ત્યાં “હું આનંદકંદ એક જ્ઞાયક પ્રભુ છું, તે મારું સ્વ ને હું તેનો સ્વામી છું'—એમ તેને સ્વ-સ્વામી સંબંધ પ્રગટ થાય છે. બેનના વચનામૃતમાં આવે છે ને કે “જાગતો જીવ ઉભો છે, તે કયાં જાય? જરૂર પ્રાપ્ત થાય.” જાગતો જીવ એટલે ધ્રુવ એક જ્ઞાયકભાવ-તેની દૃષ્ટિ કર્યું તે જરૂર પ્રાપ્ત થાય. આત્મામાં શક્તિ જાગી (–પરિણમી) ત્યાં આખોય આત્મા જાગી ગયો. પહેલાં રાગની એકતામાં મૂચ્છિત હતો તે હવે એક જ્ઞાયકભાવની એક્તામાં જાગૃત થયો. તેના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં સ્વ-સ્વામીપણાનો સંબંધ સ્થાપિત થયો. હવે તેને રાગાદિ સાથે સ્વ-સ્વામિત્વ સંબંધ નથી.
તો વ્યવહાર રત્નત્રયના પરિણામ તો એને છે?
હા, છે; પણ વ્યવહાર રત્નત્રયના પરિણામ સાથે સ્વ-સ્વામિત્વ સંબંધ નથી. તેની સાથે જ્ઞય-જ્ઞાયક સંબંધ વ્યવહાર-માત્રથી છે. તે રાગના પરિણામને પરજ્ઞયપણે માત્ર જાણે છે. બસ. સમજાણું કાંઈ....?
નિયમસારમાં નિર્મળ પર્યાયને પારદ્રવ્ય, અને ય કહી છે. ત્યાં અપેક્ષા જુદી છે. ત્યાં ઉપાદેય તત્ત્વ જે સમ્યગ્દર્શનનો વિષય છે એવો એક જ્ઞાયકભાવ સિદ્ધ કરવો છે, ને પર્યાયનું લક્ષ મટાડવું છે; તો નિર્મળ પર્યાયને પદ્રવ્ય અને હેય કહી. અહીં સંબંધશક્તિમાં જીવનો વાસ્તવિક સંબંધ કોનાથી છે એ સિદ્ધ કરવું છે, તો દ્રવ્ય-ગુણ ને તેની નિર્મળ પર્યાય જ પોતાનું સ્વ છે, ને પોતે તેનો જ સ્વામી છે, પરનો ને રાગનો નહિ-એમ સિદ્ધ કર્યું છે. હવે સત્ય વાત સાંભળે નહિ ને રાગ-દ્વેષની–એકલી પાપની-મજુરીમાં આવી જિંદગી વેડફી નાખે ! અરે ભાઈ, એમાં તને ભારે નુકશાન છે. બહારની ક્રિયા તો તું કરતો (કરી શકતો ) નથી, ને પુણ્ય-પાપના વિકલ્પોની મજુરી કર્યા કરે છે પણ એથી તો તને અનંત સંસાર ફળશે; કોણ જાણે કયાંય નર્ક-નિગોદમાં ચાલ્યો જઈશ.
પ્રશ્ન- હા, પણ આત્માને કર્મ સાથે તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે ને?
ઉત્તર:- ના; પોતાના સ્વભાવ સાથે જ સ્વ-સ્વામિત્વ સંબંધ જેને પ્રગટ થયો, એક જ્ઞાયકભાવના એકત્વપણે જે પરિણમ્યો એવા ધર્મી પુરુષને કર્મ સાથેના નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો વિચ્છેદ થતો જાય છે. જેને સ્વભાવની દૃષ્ટિ થઈ નથી એવો મિથ્યાષ્ટિ જીવ જ કર્મ સાથેના નિમિત્ત-નૈમિત્તિક સંબંધે પરિણમે છે. જેને નિજ સ્વભાવ-એક જ્ઞાયકભાવ સાથે એકપણું થયું. જ્ઞાયક સાથે જ એકાકાર થઈ જે પરિણમ્યો તેને હવે કર્મનું નિમિત્તપણે છુટતું જાય છે. સાધકને તો પોતાના સ્વભાવમાં જેમ જેમ એક્તાનું પરિણમન દ્રઢ થતું જાય છે તેમ તેમ કર્મનો સંબંધ તૂટતો જાય છે, ને ક્રમશઃ પૂર્ણ ભાવને પ્રાપ્ત થઈ કર્મના સંબંધ રહિત થઈ જાય છે, સિદ્ધપદને પ્રાપ્ત થાય છે.
અા ! સમકિતીને કર્મનું ને રાગનું સ્વામિત્વ નથી. એ તો સ્વ-સ્વભાવના સ્વામી છે. પોતાના દ્રવ્ય-ગુણ ને દ્રવ્યના આશ્રયે પ્રગટેલી નિર્મળ રત્નત્રયની દશા–તેના જ તે સ્વામી છે, ને તે જ એનું સ્વ છે. કર્મના ને કર્મજનિત રાગનો સ્વામી થાય તે તો મિથ્યાષ્ટિ છે. લ્યો, હવે લોકો કહે છે કે-વ્યવહારની ક્રિયા કરો, એમ કરતાં કરતાં ધર્મ થશે, વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય રત્નત્રય થશે, સરાગ સંયમ પાળતાં વીતરાગી સંયમ થશે; પણ ભાઈ, આવી જે પ્રરૂપણા છે એ તો સ્વરૂપનો ઘાત કરનારી છે. આત્માને જ્યાં રાગનું સ્વામિત્વ જ નથી ત્યાં રાગથી આત્માનો ધર્મ કેમ પ્રગટ થશે? ભગવાનની વાણીમાં તો આ આવ્યું છે કે વીતરાગ પરિણતિથી જ ધર્મદશા ઉત્પન્ન થાય છે, અને તે વિતરાગ પરિણતિ સ્વદ્રવ્યના આશ્રયે જ ઉત્પન્ન થાય છે. કર્મના આશ્રયે કે વ્યવહાર-રત્નત્રયના આશ્રયે વીતરાગ પરિણતિ ઉપજે એ ત્રણકાળમાં સત્ય નથી. અહા ! ધર્મી જીવ પર સાથે જરાય સંબંધ માનતા નથી.
સમયસાર ગાથા ૨૦૭–૨૦૮ ની ટીકામાં આવ્યું છે કે
જે જેનો સ્વભાવ છે તે તેનું સ્વ છે. અને તે તેનો (સ્વભાવનો) સ્વામી છે–એમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદૃષ્ટિના આલંબનથી જ્ઞાની (પોતાના) આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે, તેથી આ મારું સ્વ નથી, હું આનો સ્વામી નથી” એમ જાણતો થકો પરદ્રવ્યને પરિગ્રહતો નથી.”
વળી જ્ઞાની કહે છે કે “જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મારું સ્વ થાય, હું પણ અવશ્યમેવ તે અજીવનો સ્વામી થાઉં; અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. એ રીતે અવશે (લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે. મારું તો એક જ્ઞાયક ભાવ જ જે સ્વ છે, તેનો જ હું સ્વામી છું; માટે મને અજીવપણું ન હો, હું તો જ્ઞાતા જ રહીશ, પરદ્રવ્યને નહિ પરિગ્રહું.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #229
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-ર૬૪ : ૨૧૫ જુઓ ધર્માત્માની આ સૂક્ષ્મ તત્ત્વદષ્ટિ! જેમ ભેંસનો પતિ પાડો હોય તેમ, કહે છે, જડનો પતિ જડ જ હોય. પણ હું તો એક જ્ઞાયક ભાવ છું, ને જ્ઞાયક જ રહીશ અર્થાત્ જ્ઞાયકના સ્વામીપણે જ રહીશ. લ્યો, આવી વાત! ધર્મી જીવ માત્ર પોતાના સ્વ-સ્વભાવમાં જ સ્વ-સ્વામિત્વ જાણે છે, શરીર, કર્મ, કે રાગાદિ સાથે સ્વ-સ્વામિત્વ સ્વીકારતા નથી. ધર્મીને વર્તમાન દશામાં કિંચિત રાગ છે, પણ તેના અભિપ્રાયમાં “રાગ તે હું’ એવી રાગની પકડ નથી; “એક જ્ઞાયક ભાવ જ હું-એવી સ્વભાવની જ પકડ છે.
સમ્યગ્દષ્ટિનો સ્વ-સ્વામિત્વ સંબંધ પોતાના સ્વરૂપમાં જ સમાય છે. તેથી નિર્મળ ત્રિકાળી દ્રવ્ય-ગુણ અને તેની નિર્મળ, પવિત્ર પરિણતિ-એ ત્રણે જે પોતાનો ભાવ છે તે તેનું સ્વ છે, ને તેનો જ તે સ્વામી છે. જ્ઞાની ધર્માત્મા પુરુષને “રાગ મારું સ્વ ને રાગનો હું સ્વામી ' એવો સંબંધ છે જ નહિ. તેને વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ આવે છે, પણ તે જ્ઞય-જ્ઞાયકરૂપ વ્યવહારના સંબંધમાં જાય છે. રાગ તે પરય છે, પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય તે સ્વજ્ઞય છે; શુદ્ધ આત્મદ્રવ્ય સ્વજ્ઞય છે, તે ઉપાદેય છે, ને રાગ પરય છે, તેનો ધર્મી જીવ જ્ઞાતા માત્ર છે. રાગ પરશેય–બસ એટલો વ્યવહાર સંબંધ છે, તેની સાથે હવે ધર્મીને બીજો કોઈ સંબંધ નથી. અહાહા...! અંદર મીઠો મહેરામણ અમૃતનો નાથ પ્રભુ આત્મા ફૂલે છે, તેમાંથી અમૃત ઝરે છે તેનો સ્વાદ કર; રાગ છે એ તો ઝેરનો સ્વાદ છે, જ્ઞાની તેના સ્વાદના સ્વામી થતા નથી.
જુઓ, રત્નત્રયના નિર્મળ પરિણામ તે મારું સ્વ ને હું તેનો સ્વામી, એક જ્ઞાયક ભાવ તે મારું સ્વ, ને હું તેનો સ્વામી-એમ સ્વ-સ્વામીરૂપ ભેદ-વિકલ્પની આ વાત નથી. વાસ્તવમાં ધર્મીને દ્રવ્ય-પર્યાયની એકતારૂપ પરિણમન થયું છે એની આ વાત છે. પોતે પોતાના સ્વભાવ સાથે જ સંબંધ રાખીને તેનાથી જ એક્તારૂપે પરિણમે, તેમાં જ લીનતા કરી પરિણમે એવો આત્માનો સ્વભાવ છે, ને તે જ એની શોભા છે, સુંદરતા છે. પરના સંબંધથી આત્માને ઓળખવો એ તો કલંક છે; લૌકિકમાં પણ એને કલંક કહે છે, માટે હે ભાઈ ! પરના સંબંધથી વિરિત્ત થઈને તારા એક જ્ઞાયક ભાવમાં જ એકત્વ કર. એક જ્ઞાયક ભાવમાં એકત્વ પામતાં અંદર નિર્મળ રત્નત્રય પાકશે. તે તારો સ્વ-ભાવ છે, ને તે તેનો સ્વામી છો. આ સિવાય બીજા કોઈ સાથે તારે સ્વ-સ્વામીપણાનો સંબંધ છે નહિ. લ્યો, આવી વાત!
આ પ્રમાણે છેલ્લી આ સંબંધશક્તિનું વર્ણન પૂરું થયું.
*
કળશ - ૨૬૪ ઇત્યાદિક અનેક શક્તિઓથી યુક્ત આત્મા છે તો પણ તે જ્ઞાનમાત્રપણાને છોડતો નથી” –એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છે:
(વસન્તતિનવેT) इत्याद्यनेकनिजशक्तिसुनिर्भरोऽपि यो ज्ञानमात्रमयतां न जहाति भावः । एवं क्रमाक्रमविवर्तिविवर्तचित्रं
तद्रव्यपर्ययमयं चिदिहास्ति वस्तु।। २६४।। શ્લોકાર્થ- [ રૂત્યાદ્રિ–અનેર–નિન-શ$િ–સુનિર્મર: ]િ ઇત્યાદિ (-પૂર્વે કહેલી ૪૭ શક્તિઓ વગેરે વગેરે) અનેક નિજ શક્તિઓથી સારી રીતે ભરેલો હોવાં છતાં [ ૫: ભાવ: જ્ઞાનમાત્રમયતાં જ નંદાતિ] જે ભાવ જ્ઞાનમાત્રમયપણાને છોડતો નથી, [ત૬] એવું તે, [gā – મ–વિવર્તિ-વિવર્ત–વિત્ર ] પૂર્વોક્ત પ્રકારે કમરૂપે અને અક્રમરૂપે વર્તતા વિવર્તથી (-રૂપાંતરથી, પરિણમનથી) અનેક પ્રકારનું, [p–પર્યયમવું] દ્રવ્યપર્યાયમય [ વિદ્] ચૈતન્ય (અર્થાત્ એવો તે ચૈતન્યભાવ-આત્મા) [ રૂદ] આ લોકમાં [ વસ્તુ બસ્તિ ] વસ્તુ છે.
ભાવાર્થ:- કોઈ એમ સમજશે કે આત્માને જ્ઞાનમાત્ર કહ્યો તેથી તે એકસ્વરૂપ જ હશે. પરંતુ એમ નથી. વસ્તુનું સ્વરૂપ દ્રવ્યપર્યાયમય છે. ચૈતન્ય પણ વસ્તુ છે, દ્રવ્યપર્યાયમય છે. તે ચૈતન્ય અર્થાત્ આત્મા અનંત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #230
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ શક્તિઓથી ભરેલો છે અને કમરૂપ તથા અક્રમરૂપ અનેક પ્રકારના પરિણામના વિકારોના સમૂહરૂપ અનેકાકાર થાય છે તોપણ જ્ઞાનને-કે જે અસાધારણ ભાવ છે તેને-છોડતો નથી, તેની સર્વ અવસ્થાઓ-પરિણામો-પર્યાયો જ્ઞાનમય જ છે. ર૬૪.
* કળશ ૨૬૪: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ડુત્યાદ્રિ-3ને–નિન-શવિત્ત-સનિર્મર: રિ ઇત્યાદિ (પૂર્વ કહેલી ૪૭ શક્તિઓ વગેરે વગેરે) અનેક નિજ શક્તિઓથી સારી રીતે ભરેલો હોવા છતાં...,
જુઓ શું કહે છે? ભગવાન આત્મા નિજ શક્તિઓથી ‘સુનિર્મર:' સારી રીતે ભરપુર ભરેલો છે. શું વાસણમાં દૂધની જેમ આત્મા નિજશક્તિઓથી ભરપુર ભરેલો છે?
ના, દૂધમાં જેમ ધોળ૫ ભરેલી છે, વા સાકરમાં જેમ ગળપણ ભરેલું છે તેમ ભગવાન આત્મા નિજ શક્તિઓથી ભરપુર ભરેલો છે. અહાહા..! ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા અનંતશક્તિમય જ છે. દૂધને વાસણ એ તો બે પૃથક ચીજ છે, એવું આમાં નથી. આત્મા અને શક્તિઓ અભેદ એકરૂપ છે; આત્મા શક્તિમય જ છે. સમજાય છે કાંઈ...?
અહાહા...! કહે છે–આમ અનંત શક્તિઓ–ગુણોથી સારી પેઠે ભરપુર ભરેલો હોવા છતાં ‘: ભાવ: જ્ઞાનમાત્રમયતાં ન નહાતિ' જે ભાવ જ્ઞાનમાત્રયપણાને છોડતો નથી, ‘તઃ' એવું તે, “વું – –વિવર્તિવિવર્ત-ચિત્રમ્' પૂર્વોક્ત પ્રકારે કમરૂપે અને અક્રમરૂપે વર્તતા વિવર્તથી ( રૂપાંતરથી, પરિણમનથી) અનેક પ્રકારનું, ‘દ્રવ્યપર્યયમયમ્' દ્રવ્યપર્યાયમય વે ચૈતન્ય (અર્થાત્ એવો તે ચૈતન્યભાવ-આત્મા) ઃ ' આ લોકમાં વસ્તુ તિ' વસ્તુ છે.
અહાહા...! જોયું? અનંત ગુણોથી ભરેલો હોવા છતાં જે ભાવ જ્ઞાનમાત્રપણાને છોડતો નથી અર્થાત્ જેના અક્રમે વર્તતા ગુણો ને ક્રમે વર્તતી પર્યાયોમાં જ્ઞાન વ્યાપક છે એવો ચૈતન્યભાવ વસ્તુ આત્મા છે. જુઓ, અહીં અક્રમે વર્તતા ગુણો અને ક્રમે વર્તતી પર્યાયો તે આત્મા કહીને પ્રમાણજ્ઞાન કીધું છે. અહા ! પ્રત્યેક ગુણ-પર્યાયમાં જ્ઞાન વ્યાપક છે તેથી જ એને જ્ઞાનમાત્ર આત્મા કહ્યો છે. અહીં અક્રમે વર્તતા ગુણો ને ક્રમે વર્તતી પર્યાયો-એરૂપ જ્ઞાનમાત્ર વસ્તુ આત્મદ્રવ્ય લીધું છે કેમકે અનંત ગુણમાં પ્રત્યેકમાં પ્રતિસમય રૂપાંતર-પરિણમન થવું તે એનો સ્વભાવ છે. આમ અક્રમે વર્તતા ગુણો ને ક્રમે વર્તતી-રૂપાંતર થતી પર્યાયો-એમ દ્રવ્યપર્યાયમય ચૈતન્યભાવ તે આત્મા છે; અને તે લોકમાં વસ્તુ છે. બે-દ્રવ્ય-પર્યાય બે થઈને એક વસ્તુ છે, બે ભિન્ન-ભિન્ન ચીજ નથી, બે થઈને બે વસ્તુ નથી.
અહાહા...! ભગવાન! તું કોણ છો? તો કહે છે-અનંત શક્તિઓથી ભરપુર ભરેલ જ્ઞાનમાત્ર વસ્તુ આત્મા છો. અહાહા...! તારો આત્મા કાંઈ વિકાર કે કર્મોથી ભરેલો નથી, એનાથી તો ભિન્ન શુદ્ધ ચૈતન્યવહુ તું આત્મા છો. અહાહા..! વિકારથી ને પરથી જુદો એવો આ ચૈતન્ય ભગવાન, કહે છે, જ્ઞાનમાત્રમયપણાને કદી છોડતો નથી. અહા ! ધુમાડાથી ભિન્ન એવી અગ્નિ જેમ ઉષ્ણતાને કદી છોડતી નથી, તેમ પરથી ને વિકારથી ભિન્ન શુદ્ધ ચૈતન્યવતુ પોતાના જ્ઞાનમયપણાને કદી છોડતી નથી. માટે હે ભાઈ, જ્ઞાનભાવ વડે તારી આત્મવસ્તુને લક્ષમાં લઈને તેનો અનુભવ કર. જુઓ, આ ધર્મની રીત !
અહાહા...! અંતર્મુખ થઈને જ્ઞાનભાવ વડ જેણે નિજ ચૈતન્ય વસ્તુનો અનુભવ કર્યો તે જ્ઞાની-ધર્મી છે, તે જ્ઞાનભાવમયપણે. જ સદાય વર્તે છે, તે જ્ઞાનભાવને કદી છોડતો નથી. અહા ! આવો સાધક ધર્મી પુરુષ એમ જાણે છે કે મારો આત્મા સહજ જ કમપર્યાયરૂપ ને અક્રમગુણરૂપ સ્વભાવવાળો છે. અનંત ગુણ એક સાથે અક્રમપણે વસ્તુમાં તિરછા-તિર્યકપ્રચયરૂપ રહેલા છે, ને પર્યાયો નિયત ક્રમપણે ક્રમવર્તી-ઉર્ધ્વપ્રચયરૂપ થાય છે. અહાહા..! મારા અક્રમવર્તી ગુણોમાં ને ક્રમવર્તી પર્યાયોમાં હું સદાય જ્ઞાનમાત્રભાવપણે જ વર્તુ . આવા નિર્ણયમાં જ્ઞાનીને જ્ઞાતાસ્વભાવના આલંબનનો પુરુષાર્થ વર્તે છે કિંચિત્ રાગ છે તેને તે જ્ઞાનભાવથી બહાર પરશયપણે જ જાણે છે બસ. લ્યો, આમ જ્ઞાનમાત્રભાવપણે જ પરિણમતો પરિણમતો સાધક સાધ્ય એવા સિદ્ધપદ પ્રતિ હાલ્યો જાય છે. આવી વાત! સમજાણું કાંઈ...?
* કળશ ર૬૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન * કોઈ એમ સમજશે કે આત્માને જ્ઞાનમાત્ર કહ્યો તેથી તે એકસ્વરૂપ જ હશે પરંતુ એમ નથી. વસ્તુનું સ્વરૂપ દ્રવ્યપર્યાયમય છે. ચૈતન્ય પણ વસ્તુ છે, દ્રવ્યપર્યાયમય છે.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #231
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-ર૬૫ : ૨૧૭ જુઓ, આત્માને જ્ઞાનમાત્ર કહ્યો તેથી તે એકસ્વરૂપ જ છે એમ નહિ, પણ દ્રવ્યપર્યાયમય છે એમ વસ્તુને જેમ છે તેમ અનેકાન્તમય જાણવી.
પ્રશ્ન- તો સમયસારની છઠ્ઠી ગાથામાં હું-આત્મા અપ્રમત્તેય નહિ ને પ્રમત્તેય નહિ-એમ કહ્યું છે ને?
ઉત્તર:- હા, ત્યાં બીજી વાત છે. ત્યાં દષ્ટિનો વિષય એક જ્ઞાયક ભાવ બતાવવાનું પ્રયોજન છે. અહીં દષ્ટિ અને દૃષ્ટિનો વિષય-બને મળી એક ચૈતન્યવહુ આત્મા એમ પ્રમાણજ્ઞાન કરાવ્યું છે. તેથી કહે છે કે ચૈતન્ય પણ વસ્તુ છે, અને તે દ્રવ્યપર્યાયમય છે. આમાં અહીં નિર્મળ પર્યાયની વાત છે હોં, અશુદ્ધતા એ તો શક્તિનું પરિણમન નથી. હવે કહે છે
“તે ચૈતન્ય અર્થાત્ આત્મા અનંત શક્તિઓથી ભરેલો છે. અને કમરૂપ તથા અક્રમરૂપ અનેક પ્રકારના પરિણામના વિકારોના સમૂહરૂપ અનેકાકાર થાય છે તો પણ જ્ઞાનને-કે જે અસાધારણ ભાવ છે તેને છોડતો નથી, તેનો સર્વ અવસ્થાઓ-પરિણામો-પર્યાયો જ્ઞાનમય જ છે.
જોયું? કહે છે–આત્મા અનંત શક્તિઓથી ભરપુર ભરેલો છે. કેટલી ? તો કહે છે–જેને ગણતાં અનંતકાળેય પાર ન આવે એટલી અનંત શક્તિઓથી ભરપુર ભરેલો ભગવાન આત્મા છે. અહા! અનંત શક્તિમય જ ભગવાન આત્મા છે. જ્ઞાનને અંતરમાં વાળતાં અનંત શક્તિમય ભગવાન આત્મા અનુભવમાં આવે છે, ને સાથે શક્તિઓ નિર્મળપણે ઊછળે છે–પરિણમે છે. આમ નિર્મળ નિર્મળ પરિણમતાં કેવળજ્ઞાન થાય ત્યારે અનંત શક્તિઓને તથા અસંખ્ય પ્રદેશોને ભિન્ન ભિન્ન કરીને પ્રત્યક્ષ જાણે. માટે હું ભાઈ, તારી અનંત ચૈતન્ય સંપદાને. સાક્ષાત્ દેખવી હોય તો તારા જ્ઞાનને રાગથી છૂટું કરીને અંદર સ્વભાવમાં વાળ, સ્વભાવમાં અંતર્લીન થઈને જાણતાં અનંત ચૈતન્ય સંપદા સાક્ષાત્ જણાઈ જાય છે.
જુઓ, વેદાંતવાળા અદ્વૈત બ્રહ્મ-એક જ આત્મા-બ્રહ્મ છે એમ કહે છે, તેઓ ગુણ-પર્યાયોને સ્વીકારતા નથી. આત્માનો અનુભવ એ વળી શું? એમ દ્રવ્ય-પર્યાયરૂપ અનેકાન્તમય વસ્તુને માનતા નથી. પરંતુ તેમની એવી માન્યતા મિથ્યા છે, કેમકે વસ્તુમાં આત્મામાં અક્રમવર્તી ગુણો ને ક્રમવર્તી પર્યાયો સદાય વર્તે છે. વાસ્તવમાં અમે વર્તતા ગુણો ને કેમ વર્તતી પર્યાયો-એ બેના સમુદાયરૂપ જ ચૈતન્યવહુ આત્મા છે. અહા ! આવા આત્માના અનંત ગુણમાં જ્ઞાન એક અસાધારણ ભાવ છે જે સ્વને અને પરને સર્વને ભેદ પાડીને જાણે છે. આ જ્ઞાનભાવ વડ આત્માની બધી અવસ્થાઓ-પર્યાયો જ્ઞાનમય જ છે. આવી વાત ! સમજાણું કાંઈ...?
આ અનેકસ્વરૂપ-અનેકાંતમય-વસ્તુને જેઓ જાણે છે, શ્રદ્ધા છે અને અનુભવે છે, તેઓ જ્ઞાનસ્વરૂપ થાય છે”—એવા આશયનું, સ્યાદ્વાદનું ફળ બતાવતું કાવ્ય હવે કહે છે:
(વસન્તતિનવI) नैकान्तसङ्गतदशा स्वयमेव वस्तुतत्त्वव्यवस्थितिमिति प्रविलोकयन्तः। स्याद्वादशुध्दिमधिकामधिगम्य सन्तो
ज्ञानीभवन्ति जिननीतिमलञ्चयन्तः।। २६५।। શ્લોકાર્થ - [તિ વસ્તુ-તત્ત્વ-વ્યવરિથતિમ્ નૈકાન્ત–સત–શા સ્વયમેવ વિનોયન્ત:] આવી (અનેકાંતાત્મક) વસ્તુતત્ત્વની વ્યવસ્થિતિને અનેકાંત-સંગત (–અનેકાંત સાથે સુસંગત, અનેકાંત સાથે મેળવાળી) દષ્ટિ વડે સ્વયમેવ દેખતા થકા, [ ચા-શુદ્ધિક્ ધિામ ધાખ્ય] સ્યાદ્વાદની અત્યંત શુદ્ધિને જાણીને, [ નિન-નીતિમ યન્ત:] જિનનીતિને (જિનેશ્વરદેવના માર્ગને) નહિ ઉલ્લંઘતા થકા, [ સન્ત: જ્ઞાનીમવત્તિ ] સપુરુષો જ્ઞાનસ્વરૂપ થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #232
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
ભાવાર્થ- જે સત્પરષો અનેકાંત સાથે સુસંગત દષ્ટિ વડ અનેકાંતમય વસ્તુસ્થિતિને દેખે છે, તેઓ એ રીતે સ્યાદ્વાદની શુદ્ધિને પામીને-જાણીને, જિનદેવના માર્ગને-સ્યાદ્વાદન્યાયને-નહિ ઉલ્લંઘતા થકા, જ્ઞાનસ્વરૂપ થાય છે. ર૬૫.
* કળશ ૨૬૫: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘તિ વસ્તુ-તત્ત્વ-વ્યવરિથતિમ્ નૈકાન્ત–સંતદ્રશા સ્વયમેવ વિનોયન્ત:' આવી (અનેકાન્તાત્મક) વસ્તુતત્ત્વની વ્યવસ્થિતિને અનેકાન્ત-સંગત (–અનેકાન્ત સાથે સુસંગત, અનેકાન્ત સાથે મેળવાળી) દષ્ટિ વડ સ્વયમેવ દેખતા થકા...'
જુઓ, શું કહે છે? કે અનેકાન્તાત્મક-અનેક ધર્મસ્વરૂપ વસ્તુ ભગવાન આત્મા છે. અહા ! આવી વસ્તુતત્ત્વની વ્યવસ્થાને-દ્રવ્યપર્યાયમય વસ્તુ વ્યવસ્થાને અનેકાન્ત સાથે સુસંગત-મેળવાળી દષ્ટિ વડે જેઓ દેખે છે, વાસ્તવમાં તેઓ યથાર્થ દષ્ટિવાળા છે. દ્રવ્યની દષ્ટિ (દ્રવ્યદૃષ્ટિ) આવા દ્રવ્યપર્યાયસ્વરૂપ વસ્તુના યથાર્થ જ્ઞાનપૂર્વક હોય છે. ‘સ્વયમેવ દેખતા થકા’-એમ કહ્યું ને? મતલબ કે ધર્મી પુરુષો પોતે જ પોતાના જ્ઞાનની નિર્મળ દશામાં જેવી અનેકાન્તમય વસ્તુ છે તેવી અનેકાન્તથી સુસંગત દષ્ટિ વડ દેખે છે. સમજાણું કાંઈ...?
હવે કહે છે-અને એ રીતે ‘ચીકીઃ-શુદ્ધિક્ ધિક્ ધિન્ય' ચાદ્વાદની અત્યંત શુદ્ધિને જાણીને, ‘બિન-નીતિમ સત્રયન્ત:' જિનનીતિને (જિનેશ્વરદેવના માર્ગને) નહિ ઉલ્લંઘતા થકા, ‘સન્ત: જ્ઞાનીમવત્તિ' સપુરુષો જ્ઞાનસ્વરૂપ થાય છે.
સ્યાદ્વાદની અત્યંત શુદ્ધિને જાણીને’ એટલે શું? કે જે પ્રકારે વસ્તુ નિત્ય છે તે પ્રકારે તેને નિત્ય જાણીને, તથા જે પ્રકારે વસ્તુ અનિત્ય છે તે પ્રકારે તેને અનિત્ય જાણીને, તેવી જ રીતે વસ્તુ જે પ્રકારે એક છે તે પ્રકારે એક જાણીને તથા જે પ્રકારે અનેક છે તે પ્રકારે અનેક જાણીને આ પ્રમાણે વસ્તુ નિત્ય-અનિત્ય, એક-અનેક, સત્-અસત, ત-અત ઇત્યાદિ પ્રકારે જેમ છે તેમ અપેક્ષાથી યથાર્થ જાણવી તે સ્યાદ્વાદની અત્યંત શુદ્ધિ છે–તેને જાણીને; અહાહા....! દ્રવ્યપર્યાયસ્વરૂપ વસ્તુ આત્મા છે તેને યથાર્થ જાણીને, જિનનીતિને અર્થાત્ ભગવાન જિનેશ્વરદેવના માર્ગને નહિ ઉલ્લંઘતા થકા... , જુઓ, સપુરુષો-સંતો-ભગવાનના માર્ગને ઓળંગતા નથી. અહાહા...! આમ ભગવાનના માર્ગને નહિ ઓળંગતા થકા, સપુરુષો જ્ઞાનસ્વરૂપ થાય છે અર્થાત્ પૂર્ણ જ્ઞાનસ્વરૂપને-કેવળજ્ઞાનને પામે છે.
જુઓ આ જિનનીતિ! અહાહા...! જેવું વસ્તુસ્વરૂપ છે તેવું જાણવું, જેવી વસ્તુ છે તેવી તેની શ્રદ્ધા કરવી, અને સ્વસમ્મુખ થઈને વસ્તુ-આત્મદ્રવ્યમાં જ રમણતા કરવી તે જિનનીતિ નામ જિનમાર્ગ છે. સંતો આવા માર્ગને નહિ ઓળંગતા થકા, માર્ગને જ અનુસરતા થકા, કેવળજ્ઞાનદશાને પામે છે. લ્યો, આ સિવાય બીજાનું કાંઈ ભલું-બુરું કરવું એવી આત્માની શક્તિ નથી.
પ્રશ્ન:- તો સિદ્ધ ભગવાન શું કામ કરે ?
ઉત્તરઃ- પોતે જ્ઞાનસ્વરૂપ થઈને એકલા આનંદને અનુભવે-ભોગવે. ભગવાન અનંત સુખ પ્રગટ થયું તેને ભોગવે બસ.
પ્રશ્ન:- આવા મોટા ભગવાન થઈને કોઈનું કાંઈ કરે નહિ?
ઉત્તર:- ના કોઈનું કાંઈ કરે એવો આત્મસ્વભાવ જ નથી. હરામ જો કોઈનું કાંઈ કરે, કેમકે કોઈનું કાંઈ કરવાનો આત્માનો સ્વભાવ જ નથી. અહા ! આવું વસ્તુસ્વરૂપ છે તેનાથી વિપરીત માનવું તે જિનનીતિ-જિનમાર્ગ નથી, પણ અનીતિ છે; અહા! જિનનીતિને જે ઓળંગે છે તે મિથ્યાદષ્ટિ થાય છે ને ઘોર સંસારમાં પરિભ્રમે છે. સપુરુષો જિનનીતિને ઓળંગતા નથી; કોઈનું કાંઈ કરવા રોકાતા નથી. સમજાણું કાંઈ....?
* કળશ ૨૬૫: ભાવાર્થ ઉપરનું પ્રવચન * જે સપુરુષો અનેકાન્ત સાથે સુસંગત દષ્ટિ વડે અનેકાન્તમય વસ્તુસ્થિતિને દેખે છે, તેઓ એ રીતે સ્યાદ્વાદની શુદ્ધિને પામીને-જાણીને, જિનદેવના માર્ગને-સ્ટાદ્વાદન્યાયને-નહિ ઉલ્લંઘતા થકા, જ્ઞાનસ્વરૂપ થાય છે.'
અહાહા...! અનેકાન્તમય વસ્તુસ્વરૂપ છે, ને સ્યાદ્વાદ તેનું ઘાતક છે. શું કીધું? સ્યાદ્વાદ, અનેકાન્તમય વસ્તુને યથાર્થ પ્રકાશે છે. અહીં કહે છે જે પુરુષો અનેકાન્ત સાથે સુસંગત-મેળવાળી દૃષ્ટિ વડે આત્મવસ્તુને દેખે છે, તેઓ એ રીતે સ્યાદ્વાદની શુદ્ધિને પામે છે, અર્થાત્ સ્યાદ્વાદ દ્વારા વસ્તુને યથાર્થ પ્રકાશે છે–દેખે છે; અને એ રીતે જિનદેવના માર્ગને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #233
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
કળશ-૨૬૫ : ૨૧૯
સ્યાદ્વાદન્યાયને નહિ ઓળંગતા થકા જ્ઞાનસ્વરૂપ થાય છે. ગંભીર વાત છે પ્રભુ! ભગવાન જિનદેવનો માર્ગ-શુદ્ધ રત્નત્રયનો માર્ગ સ્યાદ્વાદ ન્યાયથી સિદ્ધ છે અને તેથી તે સ્યાદ્વાદન્યાયરૂપ છે. અહા! આવા જિનદેવના માર્ગને– મોક્ષમાર્ગને નહિ ઓળંગતા થકા સત્પુરુષો જ્ઞાનસ્વરૂપ થાય છે અર્થાત્ ૫૨મ અમૃતમય એવા મોક્ષપદને પામે છે. જુઓ આ અનેકાન્ત-દષ્ટિનું ફળ ! જિનમાર્ગ ને પરમ મોક્ષપદની પ્રાપ્તિ એ અનેકાન્ત-દષ્ટિનું ફળ છે.
બંધ અધિકારમાં આવે છે કે જ્ઞાનસ્વરૂપી આત્મા રાગને-વ્યવહારને-બંધભાવને કરે તે એના સ્વરૂપમાં નથી, નિશ્ચયને રચે (સ્વસ્વભાવભાવે પરિણમે ) અને વ્યવહા૨ને-રાગને ન ૨ચે-એવો જ ભગવાન આત્માનો સ્વભાવ છે, અને તે સ્યાદ્વાદન્યાયથી સિદ્ધ છે. સમજાય છે કાંઈ...?
પરિશિષ્ટની શરુઆતમાં બે વાત કરી હતીઃ (૧) સ્યાદ્વાદ ( અર્થાત્ વસ્તુનું અનેકાન્ત સ્વરૂપ ) કહીશું, ને (૨) ઉપાય-ઉપેય કહીશું. સ્યાદ્વાદમાં શક્તિઓનું વર્ણન કર્યું. હવે ઉપાય-ઉપેય-માર્ગ ને માર્ગનું ફળ એ વિશે થોડું કહેશે.
* ટીકા *
(આ રીતે સ્યાદ્વાદ વિષે કહીને, હવે આચાર્યદેવ ઉપાય-ઉપેયભાવ વિષે થોડું કહે છે. )
· હવે આનો ( -જ્ઞાનમાત્ર આત્મવસ્તુનો) ઉપાય-ઉપેયભાવ વિચા૨વામાં આવે છે (અર્થાત્ આત્મવસ્તુ જ્ઞાનમાત્ર હોવા છતાં તેને ઉપાયપણું અને ઉપેયપણું બન્ને કઈ રીતે ઘટે છે તે વિચારવામાં આવે છે ):
આમ વસ્તુને જ્ઞાનમાત્રપણું હોવા છતાં પણ તેને ઉપાય-ઉપેયભાવ (ઉપાય-ઉપેયપણું) છે જ; કારણ કે તે એક હોવા છતાં પોતે સાધક રૂપે અને સિદ્ધ રૂપે એમ બન્ને રૂપે પરિણમે છે. તેમાં જે સાધક રૂપ છે તે ઉપાય છે અને જે સિદ્ધ રૂપ છે તે ઉપેય છે. માટે, અનાદિ કાળથી મિથ્યાદર્શનજ્ઞાનચારિત્ર વડે (મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર વડે) સ્વરૂપથી ચ્યુત હોવાને લીધે સંસારમાં ભ્રમણ કરતાં સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં વ્યવહા૨સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રના પાકના પ્રકર્ષની પરંપરા વડે અનુક્રમે સ્વરૂપમાં આરોહણ કરાવવામાં આવતા આ આત્માને, અંતર્મત્ર જે નિશ્ચય-સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ ભેદો તે-પણા વડે પોતે સાધક રૂપે પરિણમતું, તથા પરમ પ્રકર્ષની હદને પામેલા રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો જે સકળ કર્મનો ક્ષય તેનાથી પ્રજ્વલિત (દેદીપ્યમાન ) થયેલો જે અસ્ખલિત વિમળ સ્વભાવભાવ તે-પણા વડે પોતે સિદ્ધ રૂપે પરિણમતું એવું એક જ જ્ઞાનમાત્ર ઉપાયઉપેયભાવ સાધે છે.
(ભાવાર્થ:- આ આત્મા અનાદિ કાળથી મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રને લીધે સંસારમાં ભમે છે. તે સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં વ્યવહારસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની વૃદ્ધિની પરંપરા વડે અનુક્રમે સ્વરૂપનો અનુભવ જ્યારથી કરે ત્યારથી જ્ઞાન સાધક રૂપે પરિણમે છે, કારણ કે જ્ઞાનમાં નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ ભેદો અંતર્ભૂત છે. નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની શરૂઆતથી માંડીને, સ્વરૂપ-અનુભવની વૃદ્ધિ કરતાં કરતાં જ્યાં સુધી નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પૂર્ણતાથી સમસ્ત કર્મનો નાશ થાય અર્થાત્ સાક્ષાત્ મોક્ષ થાય ત્યારે જ્ઞાન સિદ્ધ રૂપે પરિણમે છે, કારણ કે તેનો અસ્ખલિત નિર્મળ સ્વભાવભાવ પ્રગટ દેદીપ્યમાન થયો છે. આ રીતે સાધક રૂપે અને સિદ્ધ રૂપે-બન્ને રૂપે પરિણમતું એક જ જ્ઞાન આત્મવસ્તુને ઉપાય-ઉપેયપણું સાધે છે.)
આ રીતે બન્નેમાં (−ઉપાયમાં તેમ જ ઉપયમાં–) જ્ઞાનમાત્રનું અનન્યપણું છે અર્થાત્ અન્યપણું નથી; માટે સદાય અસ્ખલિત એક વસ્તુનું (-જ્ઞાનમાત્ર આત્મવસ્તુનું-) નિષ્કપ ગ્રહણ કરવાથી, મુમુક્ષુઓને કે જેમને અનાદિ સંસારથી ભૂમિકાની પ્રાપ્તિ ન થઈ હોય તેમને પણ, તત્ક્ષણ જ ભૂમિકાની પ્રાપ્તિ થાય છે; પછી તેમાં જ નિત્ય મસ્તી કરતા તે મુમુક્ષુઓ-કે જેઓ પોતાથી જ, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક અંતની (અનેક ધર્મની ) મૂર્તિઓ છે તેઓ-સાધકભાવથી ઉત્પન્ન થતી પ૨મ પ્રકર્ષની કોટિરૂપ સિદ્ધિભાવનું ભાજન થાય છે. પરંતુ જેમાં અનેક અંત અર્થાત્ ધર્મ ગર્ભિત છે એવા એક જ્ઞાનમાત્ર ભાવરૂપ આ ભૂમિને જેઓ પ્રાપ્ત કરતા નથી, તેઓ સદા અજ્ઞાની વર્તતા થકા, જ્ઞાનમાત્ર ભાવનું સ્વરૂપથી અભવન અને પરરૂપથી ભવન દેખતા (-શ્રદ્ધતા) થકા, જાણતા થકા અને આચરતા થકા, મિથ્યાદષ્ટિ, મિથ્યાજ્ઞાની અને મિથ્યાચારિત્રી વર્તતા થકા, ઉપાય-ઉપેયભાવથી અત્યંત ભ્રષ્ટ વર્તતા થકા સંસારમાં પરિભ્રમણ જ કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #234
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨) : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
* ટીકા ઉપરનું પ્રવચન *
આત્મવસ્તુને જ્ઞાનમાત્રપણું હોવા છતાં પણ તેને ઉપાય–ઉપયભાવ (ઉપાય-ઉપયપણું) છે જ; કારણ કે તે એક હોવા છતાં પોતે સાધક રૂપે અને સિદ્ધ રૂપે એમ બન્ને રૂપે પરિણમે છે. તેમાં જે સાધક રૂપ છે તે ઉપાય છે અને જે સિદ્ધ રૂપ છે તે ઉપય છે.
જુઓ, શું કહે છે? કે ભગવાન આત્મા ત્રિકાળ એક જ્ઞાયકસ્વરૂપ, જ્ઞાનનો પિંડ પ્રજ્ઞા બ્રહ્મસ્વરૂપ પ્રભુ છે. અહાહા...! જ્ઞાનમાત્ર વસ્તુ આત્મા ત્રિકાળ છે, છતાં તેની પર્યાયમાં ઉપાય-ઉપયભાવ છે જ. અહાહા..! વસ્તપણે આત્મા નિત્ય જ્ઞાનમાત્ર હોવા છતાં એની પર્યાયમાં સાધકપણું-મોક્ષમાર્ગ અને સિદ્ધપણું અર્થાત્ મોક્ષ-એવા બે ભાવ છે જ; કેમકે દ્રવ્યરૂપથી એક હોવા છતાં પર્યાયરૂપથી પોતે સાધકરૂપે અને સિદ્ધરૂપે એમ બન્ને રૂપે ક્રમથી પરિણમે છે. એમાં જે સાધકરૂપ પરિણમન છે તે ઉપાય છે અને સિદ્ધરૂપ પરિણમન તે ઉપય છે; અર્થાત્ પ્રાપ્ત કરવા યોગ્ય મોક્ષ તે ઉપય છે, અને જેના વડે પ્રાપ્ત કરાય તે મોક્ષમાર્ગ ઉપાય છે. સમજાણું કાંઈ...?
જુઓ, સાધકપણું અને સિદ્ધપણું એ બે આત્માના પરિણામ છે, પર્યાય છે. જ્ઞાનસ્વભાવની દષ્ટિ અને રમણતા થયે જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રયની વીતરાગી દશા પ્રગટ થાય છે તે સાધક દશા છે, તે સાધકદશારૂપે પોતે જ પરિણમે છે. અને કેવળજ્ઞાન થઈને સિદ્ધરૂપ જે દશા થાય છે તે રૂપે પણ પોતે જ પરિણમે છે. એમાં બહારનાં સાધનોની એને ગરજ-અપેક્ષા નથી. બહારમાં વ્યવહાર સારો સુધારે તો સાધક દશા પ્રગટ થાય એમ નથી. જોકે મોક્ષમાર્ગીને બહારમાં વ્યવહાર સારો-યથાર્થ જ હોય છે, પણ એનાથી અંતરની સાધકદશા પ્રગટ થાય છે એમ નથી. ભાઈ, દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ બધું છે એ તો રાગની વૃત્તિનું ઉત્થાન છે, એ રાગની વૃત્તિના સહારે અંદર આત્માની નિર્મળ વીતરાગી સાધકદશા થાય એમ ત્રણકાળમાં છે નહિ. ' અરેરે ! શું થાય? અનાદિકાળથી પોતાની ચૂત વસ્તુની મહત્તા જ એને ભાસી નથી, અને તેથી નિજ સ્વભાવને ભૂલી દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ કરતાં કરતાં મને સાધકપણું-સમ્યગ્દર્શનાદિ થશે એવી ( મિથ્યા) માન્યતા વડે તે અજ્ઞાની જીવ ટેવાઈ ગયો છે, ને ઘેરાઈ ગયો છે. અહા ! અંદર સચ્ચિદાનંદસ્વરૂપ-સત નામ શાશ્વત, ચિત્ નામ, જ્ઞાન, અને આનંદસ્વરૂપ-પોતે ત્રિકાળ હોવા છતાં તેને ભૂલીને હું મનુષ્ય છું, હું પુણ્યવાળો છું, હું રાગી છું ને અલ્પજ્ઞ છું એવી જે પર્યાયબુદ્ધિ છે તે ભ્રમ-મિથ્યાત્વદશા છે. અહાહા..! અંદર આનંદનો સમુદ્ર પોતે હોવા છતાં મારો આનંદ વિષયોમાંથી આવે છે એમ માન્યું છે તે મિથ્યાત્વ છે, મિથ્યાત્વ એટલે દીર્ધકાળ પર્યત ચાર ગતિમાં રઝળાવનારું સંસારનું બીજ છે.
અહા ! આ મિથ્યાત્વનો ભ્રાંતિનો નાશ કરવાનો ઉપાય શુદ્ધ ચૈતન્યનાં દષ્ટિ-જ્ઞાન અને રમણતા છે; એનાથી અજ્ઞાનનો નાશ થઈને સાધકદશા પ્રગટ થાય છે, અને તે સાધકદશારૂપ ઉપાયથી ઉપય એવી મોક્ષદશાની પ્રાપ્તિ થાય છે. પોતામાં અપૂર્ણ શુદ્ધદશાનું થયું તે સાધકભાવ છે, ને પૂર્ણ શુદ્ધદશા તે સાધ્ય-મોક્ષ છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એ તો આશ્રયનો-આલંબનનો વિષય છે, એ મોક્ષમાર્ગ કે મોક્ષ નથી, પણ એના આશ્રયે મોક્ષમાર્ગ અને મોક્ષની પર્યાયો પ્રગટ થાય છે.
મોક્ષમાર્ગથી મોક્ષદશાની પ્રાપ્તિ થાય એમ બોલાય ખરું, પરંતુ એમ કહેવું એ વ્યવહાર છે. ખરેખર મોક્ષનું કારણ તો કર્મ-નોકર્મથી ભિન્ન એવો મોક્ષસ્વરૂપ નિજ આત્મા છે, કેમકે તેનો પૂર્ણ આશ્રય થયે મોક્ષ પ્રગટ થાય છે. વિશેષ વિચારતાં મોક્ષની દશા જે પ્રગટ થાય તે જ મોક્ષનું કારણ છે, અને તે જ મોક્ષરૂપ કાર્ય છે.
અહાહા...! નિર્મળાનંદનો નાથ ચૈતન્યમૂર્તિ પ્રભુ હું આત્મા છું. મારી ચીજમાં દેહ-મન-વાણી નહિ, કર્મનોકર્મ નહિ, ને એક સમયમાં ઉત્પન્ન થતો વિકાર પણ નહિ એવો હું અનંત શક્તિઓથી ભરપુર ભરેલો ભગવાન આત્મા છું. અહીં કહે છે–આવો આત્મા પોતે સાધકરૂપે અને સિદ્ધરૂપે પોતાથી પરિમિત થાય છે. સાધકદશા-ઉપાય હો ભલે, પણ એક સમયની પૂર્ણ આનંદની દશા-મોક્ષદશા-પરમ વીતરાગી દશા-તેરૂપે આત્મા સ્વયં પરિણમે છે, પૂર્વમાં ઉપાય છે માટે એનાથી ઉપય-મોક્ષદશા થઈ છે એમ નહિ. આવી સૂક્ષ્મ વાત ભાઈ ! હવે આમાં વ્યવહાર (રાગ ) કારણ છે એ તો કયાંય ઉડી ગયું. સમજાય છે કાંઈ..?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #235
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
કળશ-૨૫ : ૨૨૧
જેમ નાળિયેરનો ગોળો, ઉપરનાં છાલાં, અંદરની કાચલી અને ગોળા ઉપરની રાતડથી ભિન્ન છે, તેમ ભગવાન આત્મા છાલાં સમાન શ૨ી૨, કર્મના રજકણરૂપ કાચલી, અને પુણ્ય-પાપના ભાવરૂપ રાતડથી ભિન્ન છે, અને પોતાની અનંત શક્તિઓથી અભિન્ન છે. અહાહા...! આવી પોતાની ચીજ છે તેની સન્મુખ થઈ અંતર-એકાગ્ર થવાથી સાધકદશારૂપ નિર્મળ રત્નત્રયની દશા પ્રગટ થાય છે તે ઉપાય છે. અહાહા...! આનંદકંદ પ્રભુ પોતે છે એના સન્મુખની દૃષ્ટિ-જ્ઞાન અને રમણતા તે સાધકદશાનું પરિણમન છે, અને તે ઉપાય છે, અને આત્માની પૂર્ણ નિર્મળ દશાની પ્રાપ્તિ થવી તે મોક્ષદશા-ઉપેય છે. આ મોક્ષમાર્ગની દશા અને મોક્ષદશા-બન્ને રૂપે આત્મા જ પોતે પરિણમે છે, રાગ કે નિમિત્તને લઈને તે દશા થાય છે એમ છે નહિ.
અરે, લોકોને આનો અભ્યાસ નહિ ને આખો દિ' બાયડી-છોકરાંનું કરવામાં ને પૈસા રળવામાં ગુંચાઈ ૨હે, પણ ભાઈ, કોની બાયડી, ને કોનાં છોકરાં ? તત્સંબંધી રાગેય તારી ચીજ નથી પછી બાયડી-છોકરાં તારાં કયાંથી આવ્યાં? એ બધી તો અત્યંત ભિન્ન ચીજ બાપુ! એમાં તું સલવાઈ પડયો છો તે તારું મહાન અહિત છે. અહીં કહે છે-પ્રભુ! સાંભળ. તારું હિત કરનારોય તું, હિતનો ઉપાયે અને હિતરૂપ પૂર્ણ દશાય તું છો. અહાહા...! અંદર જ્ઞાન ને આનંદની લક્ષ્મીરૂપ ભગવાન પ્રભુ તું છો, પછી તારે બીજી ચીજથી શું પ્રયોજન છે? માટે ત્યાંથી ખસી એક વાર અંતર્મુખ થા, તને જ્ઞાન ને આનંદની અપૂર્વ દશા પ્રગટ થશે. આ ઉપાય છે, અને તે પ્રથમ ચોથે ગુણસ્થાને પ્રગટ થાય છે. આ સિવાય બધું થોથાં છે.
અહાહા...! ભગવાન આત્મામાં એક અભાવ ગુણ છે. રાગના-વિભાવના અભાવ સ્વભાવે નિર્મળ પરિણમે એવો ભગવાન ! તારો આ અભાવ સ્વભાવ છે. ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક દ્રવ્યનો આશ્રય કરે તેને શક્તિનું પરિણમન પ્રગટ થાય છે. આ ઉપાય છે. આમાં ૫૨ની અપેક્ષા-ગરજ રાખવી પડે એવો આત્મા પાંગળો નથી. માટે હું ભાઈ ! ૫૨ની અપેક્ષા છોડી સ્વસન્મુખ થા, સ્વ-આશ્રય કર. સ્વ-આશ્રયે જ સાધકદશા, ને સ્વ-આશ્રયે જ સિદ્ધદશા પ્રગટ થાય છે.
જેમ તાવ દેતાં સોનાની ૧૨, ૧૩, ૧૪ વલા શુદ્ધતા થાય તે અપૂર્ણ શુદ્ધ દશા છે, અને પ૨મ પ્રકર્ષરૂપ ૧૬વલા થાય તે તેની પૂર્ણ શુદ્ધ દશા છે, તેમ સ્વ-આશ્રયે પરિણત આત્મા અલ્પ-અપૂર્ણ શુદ્ધ પરિણમે તે સાધક દશા છે, પૂર્ણ શુદ્ધ પરિણમે તે સાધ્ય દશા છે. સાધ્યદશા છે તે ૫૨મ મોક્ષદશા, સિદ્ધદશા છે; ને સાધકદશા તે મોક્ષમાર્ગ છે. તેને સંવર-નિર્જરા કહો, સાધકભાવ કહો, કે ઉપાય કહો-બધું એક જ છે. સાધક-સાધ્યદશા બન્ને સ્વ-આશ્રયમાં જ સમાય છે. સ્વ-આશ્રય સિવાય બાકી બધું થોથાં જ છે. સમજાણું કાંઈ...?
અરેરે ! સંસારમાં ભમતાં-ભમતાં અનંતકાળમાં એ અનંત વાર નગ્ન દિગંબર સાધુ થયો, નગ્ન રહ્યો, જંગલમાં વાસ કર્યો, મૌન રહ્યો ને વ્રત-સમિતિ પાળ્યાં, પણ સ્વ-આશ્રય કર્યો નહિ તો એમાં એણે શું કર્યું? સ્વ-આશ્રયે આત્મજ્ઞાન કર્યા વિના બધું જ થોથાં છે બાપુ! એટલે તો કહ્યું છે કે
બુદ્ધિ વગ૨નો બાવો થયો ને ભવસાગરમાં બૂડી મર્યો.
અહા ! રાગના વિક્લ્પથી છૂટી પોતાનો વિજ્ઞાનઘનસ્વભાવી આત્મા છે તેમાં લીનતા કરવી તે સાધુદશા છે, ને તે જ ઉપાય છે. આ સિવાય તો બધું લોકરંજન છે, માર્ગ નથી.
શ્રીમદ્દના એક પત્રમાં આવે છે કે-જગતને રૂડું દેખાડવા અને જગતથી રાજી થવાનો એણે પ્રયત્ન કર્યો છે, પરંતુ પોતાનું રૂડું કેમ થાય એ પ્રયત્ન એણે દીય કર્યો નથી. લોકો સારો કહે ને પ્રશંસા કરે તો હું મોટો, ને તો હું સમાજમાં કંઈક અધિક. પણ બાપુ! એમાં શું છે? એ તો બધું ધૂળ છે. અહા ! બીજાથી મારામાં અધિકતા-વિશેષતા છે એ માન્યતા જ મૂઢપણું છે. લોકો અભિનંદનનું પૂંછડું આપે તોય એમાં શું છે? એમાં મગ્ન થવું-ફૂલાઈ જવું એ તો સાચે જ પૂંછડું નામ ઢોરની દશા છે.
અહીં તો પોતે જ પ્રભુ છે. તે પોતે પોતાના સ્વભાવની દૃષ્ટિ કરી પોતાને અભિનંદન કરે તે અભિનંદન છે. દુનિયા જાણે ન જાણે, પોતે પોતાના અતીન્દ્રિય આનંદસ્વરૂપને અનુભવે તે અભિનંદન. કોઈ ન જાણે તેથી શું? આજ સુધી અનંતા સિદ્ધ થયા; અત્યારે તેમનાં નામ સુદ્ધાં કોઈ ન જાણે તેથી શું? નિજાનંદરસલીન તેઓ તો સદાય પોતાથી અભિનંદિત છે. સમજાણું કાંઈ...?
હવે કહે છે− માટે, અનાદિ કાળથી મિથ્યાદર્શનજ્ઞાનચારિત્ર વડે સ્વરૂપથી ચ્યુત હોવાને લીધે સંસારમાં ભ્રમણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #236
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
કરતાં. ’
જોયું ? અનાદિકાળથી મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રથી જીવ સ્વરૂપથી ભ્રષ્ટ થયો છે. કર્મને લઈને ભ્રષ્ટ થયો છે એમ લોકો કહે છે ને? પણ એમ છે નહિ. અહા! ‘અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા'; પોતાની ચીજને પોતે ભૂલી ગયો અને વિપરીત માની લીધું, તેથી તે સ્વરૂપથી ચ્યુત થયો છે. અહાહા...! પોતે ચિદાનંદઘન પ્રભુ અંદર છે, આનંદનું વાસ્તુ-ઘર પોતે છે–તેને ભૂલીને તે નિજયરથી ભ્રષ્ટ થયો છે. ભજનમાં આવે છે ને કે
હમ તો કબહૂઁ ન નિજઘર આયે,
૫૨૫૨ ભ્રમત બહુત દિન બીતે, નામ અનેક ધાયે; હમ તો કબહૂઁ ન નિજઘ૨ આયે.
હું મહંત છું, બાવાજી છું, સંન્યાસી છું, ત્યાગી છું, વ્રતી છું, સાધુ છું–એમ અનેક નામ ધારણ કીધાં, પણ એમાં શું આવ્યું? એ તો બધાં ૫૨૦૨ બાપુ! એમાં જે રાજી થાય છે એ તો સ્વરૂપથી ચ્યુત છે.
અહા! અજ્ઞાન જ પરતંત્રતા ને પરતંત્રતાનું કારણ છે; કર્મને લઈને પરતંત્રતા થઈ છે એમ નથી. ‘ કર્મ બિચારે કૌન ? ભૂલ મેરી અધિકાઈ.' પોતાની વિપરીત શ્રદ્ધા, વિપરીત જ્ઞાન ને વિપરીત આચરણ વડે પોતે સ્વસ્વરૂપથી ચ્યુત થયો છે. વિપરીત શ્રદ્ધાન વડે પરને આધીન થયો તેથી પરાધીન છે, ૫૨-કર્મે આધીન કર્યો છે એમ છે નહિ. કર્મ તો બિચારાં જડ છે, તે શું કરે ? અરે ભગવાન! તારી ભૂલ તું બીજા પર નાખી દે છે! આ તો અનીતિ છે. અરે, પણ એને આવી કર્મ પર ઢોળવાની અનાદિથી ટેવ પડી ગઈ છે. ઓહો...! અહીં તો સ્વતંત્રતાના ઢંઢેરા પીટયા છે. કર્મ ભિન્ન અને તુંય ભિન્ન પ્રભુ છો. પરંતુ
જેમ લોકમાં માને છે કે અમને ઇશ્વરનો સહારો છે, તેમ જૈનમાં કોઈ અજ્ઞાની જીવો એમ માને છે કે અમને કર્મનો સહારો છે, કર્મ મારગ આપે તો ધર્મ થાય. અર્થાત્ અજ્ઞાનીઓને કર્મ ઇશ્વર થઈ પડયો છે. અરે પ્રભુ! તને સહાય કરે એવો કર્તા ઇશ્વર છે જ કયાં? તારો ઇશ્વર તું છો. સાધકદશા અને સાધ્યદશા-બન્ને રૂપે પરિણમનારો તું જ તારો ઇશ્વર છો. બીજો ઇશ્વર તારું કરે એ તો કેવળ (જૂઠી) કલ્પના છે. બીજો (કર્મ વગેરે ) તો તારાથી અન્ય છે, તે તારો ઇશ્વર કેમ થાય ? અર્થાત્ તે તારું શું કરે? કાંઈ જ ન કરે. કર્મ તારું કાંઈ જ ના કરે. સમજાય છે કાંઈ...? અહાહા...! અખંડ પ્રતાપથી યુક્ત સ્વાતંત્ર્યથી શોભાયમાન એવો પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે છે તેની દૃષ્ટિ નહિ કરતા અનાદિથી વિકારની દષ્ટિ કરીને તું પોતે જ પરાધીન થયો છે. કોઈ બીજો-કર્મ આદિ-પરાધીન કરે છે એમ સંતોએ, ગણધરોએ કહ્યું જ નથી. પ્રવચનસારમાં નય અધિકારમાં આવે છે કે-‘આત્મદ્રવ્ય ઇશ્વરનયે પરતંત્રતા ભોગવનાર છે, ધાવની દુકાને ધવડાવવામાં આવતા મુસાફરના બાળકની માફક.' લ્યો, આમ જીવ પોતાની પર્યાયમાં પરાધીન પોતાના કારણે થાય છે. સ્વતંત્રતા ભોગવે તેય પોતાથી, ને પરાધીનતા ભોગવે તેય પોતાથી. અહાહા...! આ તે શું ટીકા છે?
અનાદિથી મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર વડે જીવ સ્વરૂપથી ભ્રષ્ટ થયો છે એમ કહ્યું ને? મતલબ કે પુણ્યભાવમાં ઉપાદેય બુદ્ધિ, અલ્પજ્ઞદશામાં પૂર્ણદશાની ભ્રાન્તિ-અહાહા...! આવો જે મિથ્યાભાવ-વિપરીત શ્રદ્ધા-એને લઈને જીવ સ્વરૂપથી ભ્રષ્ટ થયો છે. આ શરીર મારું, ને પુણ્ય-પાપ મારાં, સ્ત્રી-કુટુંબ પરિવાર મારાં-એવી જે ૫૨દ્રવ્ય-૫૨ભાવમાં મમત્વબુદ્ધિ છે તે મિથ્યાદર્શન છે; શુદ્ધ ચિન્માત્ર હું આત્મા છું એમ નહિ માનતાં હું મિલન છું, રાગી છું, પુણ્યપાપવાળો છું એવી માન્યતા મિથ્યાદર્શન છે; અને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ વ્યવહારનો જે શુભ વિકલ્પ તેનાથી મને ધર્મ થાય છે એવી માન્યતા પણ મિથ્યાદર્શન છે; શરીરાદિ પરદ્રવ્યની ક્રિયા હું કરું એય માન્યતા મિથ્યાદર્શન છે. અહા ! આમ મિથ્યાદર્શન વડે જીવ અનાદિથી, સ્વસ્વરૂપથી ભ્રષ્ટ થયો છે.
વળી પોતે જ્ઞાનસ્વરૂપ છે તેનું જ્ઞાન અને તેનો સ્વીકાર નહિ કરતાં જે પોતાના સ્વરૂપમાં નથી એવાં દેહ, મન, વાણી, ઇન્દ્રિય અને પુણ્ય-પાપના ભાવ-તેનું જ્ઞાન કરવામાં રોકાય તે મિથ્યાજ્ઞાન છે. આત્મજ્ઞાન વિના, સ્વસ્વરૂપના જ્ઞાન વિના કદાચિત્ અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન થઈ જાય તોય શું? આત્મજ્ઞાન વિના એ કાંઈ ચીજ નથી.
.
આત્મજ્ઞાન હી જ્ઞાન હૈ, શેષ સભી અજ્ઞાન
.
અહા ! આવા અજ્ઞાન-મિથ્યાજ્ઞાન વડે જીવ સ્વસ્વરૂપથી ભ્રષ્ટ થયો છે.
તથા સ્વસ્વરૂપમાં-એક જ્ઞાયકભાવમાં લીન થઈને ન રહેતાં શુભાશુભભાવમાં લીન થઈને રહેવું તે મિથ્યાચારિત્ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #237
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-૨૬૫ : ૨૨૩ છે. આત્મા-અનાત્માના જ્ઞાન (ભેદજ્ઞાન) વિના જે કાંઈ ક્રિયા કરે તે મિથ્યાચારિત્ર છે. સમજાય છે કાંઈ..? આ બધું પોતે ઊભું કરે છે હોં; કર્મે એને ભૂલભૂલામણીમાં નાખ્યો છે એમ નથી. અરે, એ સ્વરૂપથી ભ્રષ્ટ થઈ પોતાની ભૂલથી જ સંસારમાં રખડે છે. પણ આ સમજવાની ફુરસદ કોને છે ? અત્યારે તો કેટલાક પંડિતો પણ શંકા કરે છે કે
પ્રશ્ન:- શુભરાગથી શુદ્ધતાનો અંશ પ્રગટે કે નહિ?
ઉત્તરઃ- તેને કહીએ-ભાઈ, એમ નથી. શુદ્ધતાનો અંશ તો સ્વ-આશ્રયે પ્રગટ થાય છે, ને શુભરાગ તો પરાશ્રય-ભાવ છે. શુભરાગ પરના લક્ષે થાય છે. ' અરે, મિથ્યાત્વાદિ ભાવો વડે ચિરકાળથી એ સ્વસ્વરૂપથી ભ્રષ્ટ થઈને ૮૪ લાખ યોનિમાં-પ્રત્યેકમાં એણે અનંત વાર અવતાર ધારણ કર્યા છે. પોતાને ભૂલીને એણે નર્ક-નિગોદના ને કાગડા-કૂતરા આદિ તિર્યંચના અનંત અનંત ભવ કર્યા છે. કેટલાક કહે છે–આ કર્મનું જોર છે. પણ જૂઠી માન્યતા કરીને પોતે રખડે એમાં કર્મ શું કરે? કર્મ તો જડ માટી–ધૂળ છે, એનું કાંઈ જોર નથી કે તે ભૂલ કરાવે. જૂઠી માન્યતા વડે પોતે જ સ્વરૂપથી શ્રુત થયો તે પોતાની ભૂલ છે. અહા ! જૈન સાધુ થઈને પણ જો વ્રતાદિ બાહ્ય સાધનમાં મમત્વબુદ્ધિ કરે, વા તેને ઉપાદેય માને તો તે સ્વરૂપથી ભ્રષ્ટ એવો સંસારમાં જ રખડશે. આ તો ત્રણલોકના નાથની વાણી બાપુ! આચાર્ય કુંદકુંદદેવ તેમના આડતિયા થઈને અહીં જાહેર કરે છે.
કહે છે-મિથ્યાત્વાદિ વડે સ્વરૂપથી શ્રુત થઈને સંસારમાં ભમતાં, “સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં વ્યવહારસમ્યગ્દર્શનશાનચારિત્રના પાકના પ્રકર્ષની પરંપરા વડે અનુક્રમે સ્વરૂપમાં આરોહણ કરાવવામાં આવતા આ આત્માને, અંતર્મગ્ન જે નિશ્ચયસમ્યગ્દર્શનશાનચારિત્રરૂપ ભેદો તે-પણા વડે પોતે સાધક રૂપે પરિણમતું...'
જુઓ, શું કહે છે? શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્માની દષ્ટિ અને તેનાં જ્ઞાન અને રમણતા થયાં છે તે ધર્મી જીવને પોતાની ભૂમિકાને યોગ્ય વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્ર નિયમથી હોય છે. વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પાકના પ્રકર્ષની પરંપરા એટલે શું? કે વ્યવહાર સમ્યકત્વાદિરૂપ શુભરાગની મંદતાના પ્રકર્ષની પરંપરા (ક્રમ પ્રવાહ) ધર્મીને અવશ્ય હોય છે. સાચા વીતરાગી દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો શુભરાગ, ને નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાનો વિકલ્પ તે વ્યવહાર સમ્યગ્દર્શન છે, સશાસ્ત્રોનું-શ્રુતનું વિકલ્પાત્મક યથાર્થ જાણપણું તે વ્યવહાર-સમ્યજ્ઞાન છે, તથા અહિંસાદિ પાંચમહાવ્રતનો વિકલ્પ તે વ્યવહાર ચારિત્ર છે. અહાહા...! ધર્મીને જેમ જેમ સ્વદ્રવ્યનો આશ્રય વધતો જાય છે તેમ તેમ તેટલા પ્રમાણમાં વ્યવહાર સમ્યકત્વાદિના રાગની મંદતાનો પ્રકર્ષ થાય છે, અર્થાત્ તેને રાગ ઘટતો જાય છે, ને વીતરાગી દશા વધતી જાય છે.
અાહા....! એક બાજુ નિર્વિકલ્પ દષ્ટિ, જ્ઞાન ને રમણતા છે, ને એક બાજુ વ્યવહારચારિત્ર આદિના વિકલ્પ છે. ધર્મીને બન્ને સાથે સહુચરપણે છે. શાસ્ત્રમાં વ્યવહારના રાગને સહુચર કહ્યો છે તેથી કેટલાક લોકો એમાં ગોટા વાળે છે. આ વ્યવહાર હોય છે ને ? માટે એનાથી નિશ્ચય પમાશે એમ તેઓ ગોટા વાળે છે. પરંતુ ભાઈ, વ્યવહાર છે એનાથી નિશ્ચય પમાય છે એમ છે નહિ. ઘણા વર્ષ પહેલાં કોઈએ પ્રશ્ન કરેલો.
પ્રશ્ન:- વ્યવહારથી નિશ્ચય થાય કે નહિ? ત્યારે કહેલુંઉત્તર:- એનાથી ન થાય, વ્યવહારથી નિશ્ચય ન થાય. પ્રશ્ન- પણ શાસ્ત્રમાં એનાથી થાય એમ કહ્યું છે ને? તો કહ્યું
ઉત્તર- ના, એમ નથી કહ્યું, પરંતુ તે તે ભૂમિકામાં ધર્મીને તે (-વ્યવહાર) હોય છે તેનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. ભાઈ, શાસ્ત્રમાં ઉપચારથી કથન કહ્યું હોય તેને આ ઉપચાર છે એમ યથાર્થ રીતે સમજવું જોઈએ. અત્યારે તો જાણે વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ જ ધર્મ છે એમ લોકો માની-મનાવી રહ્યા છે; પણ એ તો મિથ્યાભાવ છે. એનું ફળ બહુ આકરું આવશે ભાઈ !
સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો પાક એ રાગની મંદતા છે. જ્યારે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ વીતરાગી દશા છે અને એ જ સત્યાર્થ સાધકપણું છે. છટ્ટ ગુણસ્થાને મુનિરાજને આવી
સાધકદશા પ્રગટી હોય છે, અને તેમને એમની ભૂમિકામાં સહુચર-સાથે રહેવાવાળો વ્યવહાર રત્નત્રયરૂપ શુભભાવ અવશ્ય હોય છે. તે શુભભાવ છે તો બંધનું કારણ, તથાપિ ઉત્કૃષ્ટ ભાવે અબંધ પરિણામ નથી ત્યાં એવા બંધ પરિણામ હોય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #238
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ છે. ભાઈ, જે તે દશાની જે સ્થિતિ છે તેને યથાર્થ જાણવી જોઈએ.
પ્રશ્ન- તો જ્ઞાનશિયાખ્યા મોક્ષ:' એમ શાસ્ત્રમાં કહ્યું છે ને?
ઉત્તર- હા, કહ્યું છે; પણ કયું જ્ઞાન? અને કયી ક્રિયા? એકલું પરાવલંબી શાસ્ત્રનું જ્ઞાન, ને રાગની ક્રિયા-તે મોક્ષનું કારણ છે વા તેના વડે મોક્ષ થાય છે એમ નથી. એ તો સ્વ-આશ્રયે પ્રગટેલું સ્વરૂપનું જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન તે જ્ઞાન છે, ને સ્વરૂપમાં રમણતા-લીનતા તે ક્રિયા છે, અને આવા જ્ઞાન-ક્રિયા વડે મોક્ષ થાય છે એમ ત્યાં વાત છે. સમજાણું કાંઈ....?
પુરુષાર્થસિદ્ધયુપાયમાં આચાર્ય અમૃતચંદ્રદેવે કહ્યું છે કે-આત્માનું નિર્વિકલ્પ સમ્યગ્દર્શન, સ્વસંવેદન જ્ઞાન, અને સ્વમાં લીનતા-તે મોક્ષનું કારણ છે; જ્યારે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા-તેરૂપ વ્યવહાર સમ્યગ્દર્શન, શાસ્ત્રનું જ્ઞાન-તરૂપ વ્યવહારજ્ઞાન, તથા પંચ મહાવ્રતના વિકલ્પ-તરૂપ વ્યવહારચારિત્ર-એ બધો અપરાધ છે. અરે ! જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય તે શુભભાવ પણ અપરાધ છે. હવે જે ભાવ અપરાધ છે તે મોક્ષને કેમ સાધે-આરાધે? ન સાધે. આ ભાઈ, આ તો વીતરાગનો માર્ગ બાપુ! મારગ તો વીતરાગ-ભાવરૂપ જ છે.
કહે છે–વ્યવહારરત્નત્રયના પાકના પ્રકર્ષની પરંપરા વડ અનુક્રમે સ્વરૂપમાં આરોહણ કરવામાં આવતાં આ આત્મા, અંતર્મગ્ર જે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ભેદો તે-પણા વડે પોતે સાધકરૂપે પરિણમે છે. અહાહા...! વ્યવહારના વિકલ્પને છોડીને પોતે ચિદાનંદઘન એવા સ્વસ્વરૂપમાં આરોહણ કરે છે, લીન થાય છે તો, જેમ ડુંગરમાંથી ઝરણું ઝરે તેમ સ્વસ્વરૂપનાં શ્રદ્ધા-જ્ઞાન-રમણતાપૂર્વક અંદર અનાકુળ આનંદનું ઝરણું ઝરે છે, અંદર શાંતિનાં વહેણ વહે છે. લ્યો, આને ભગવાન મોક્ષમાર્ગ કહે છે.
સમયસાર, ગાથા ૧૨માં કહ્યું છે કે-સ્વ-આશ્રયે સ્વસ્વરૂપનું જ્ઞાન, આત્મજ્ઞાન થયું છે, પણ દશામાં પૂર્ણ શુદ્ધતા, પૂર્ણ જ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટયું નથી ને નીચલી દશા છે એવા જીવને અશુદ્ધતાનો વિકલ્પ હોય છે, તેને તે જાણે જ છે. અહા ! જે વિકલ્પ હોય છે તેને જાણવો તે વ્યવહાર નય છે, અને એનું નામ વ્યવહારનો ઉપદેશ છે. પણ અરે! શું થાય? વ્યવહારના–રાગના પક્ષ આડે એણે અનંતકાળમાં આ વાત લક્ષમાં લીધી જ નથી.
અહા! અંતરમાં પોતાના ભગવાનના ભેટા થયા છે, સ્વરૂપનાં શ્રદ્ધા-જ્ઞાન ને રમણતા પ્રગટ થયાં છે, પ્રચુર અતીન્દ્રિય આનંદના ઝૂલે ઝૂલે છે એવા, સિંહની જેમ એકાકી જંગલમાં રહેતા પ્રચંડ પુરુષાર્થને ધરનારા મહા મુનિરાજને, કહે છે, પૂર્ણદશા પ્રગટ થઈ નથી તો વચ્ચે સહુચરપણે વ્યવહાર દર્શન-જ્ઞાન ને મહાવ્રતના વિકલ્પ હોય છે, એનું તે જ્ઞાન કરે છે, અને એને છોડી સ્વરૂપમાં આરોહણ કરતા થકા નિશ્ચય સ્થિરતાને પ્રાપ્ત થાય છે. અહાહા...! આનંદનો-નિર્મળાનંદનો નાથ પ્રભુ અંદર છે એમાં જ્યારે આરોહણ થયું ત્યારે એણે આત્માની જાત્રા કરી. આ જાત્રા તે જાત્રા છે, બાકી શેત્રુંજી ને સન્મેદશિખરજી જાય એ તો બધો શુભભાવ છે, એ સાચી જાત્રા નહિ, એને ઉપચાર માત્ર જાત્રા કહેવાય છે. સમજાણું કાંઈ....?
અા ! સાધકને બહારમાં વ્યવહાર હોય છે, એ વ્યવહારથી ખસીને જ્યારે સ્વરૂપમાં આરોહણ કરે છે ત્યારે તે નિશ્ચયને પ્રાપ્ત થાય છે. તે જેમ જેમ વ્યવહારનો અભાવ કરતો જાય છે તેમ તેમ નિશ્ચયમાં (સ્વરૂપમાં) ઠરતો જાય
છે; પરંતુ એમ નથી કે વ્યવહારથી નિશ્ચય પ્રાપ્ત થાય છે. અહો ! નિજ પરમાત્મસ્વરૂપમાં લીન એવા તે મુનિવરોને ધન્ય છે. સ્વરૂપમાં આરોહણ કરતા થકા તેઓ સાક્ષાત્ મોક્ષના સાધકો છે.
ભાઈ, રાગરૂપે-શુભરાગરૂપે થવું એ કાંઈ સાધકપણું નથી, ને વ્યવહારના વિકલ્પથી સાધકપણું પ્રગટે છે એમેય નથી. ભાઈ, રાગથી ખસી અંતરમાં ગયા વિના તારા પરિભ્રમણના આરા નહિ આવે. આ બધા શેઠિયા દાન ખૂબ કરે ને! અહીં કહે છે-એ તારાં લાખો-કરોડોનાં દાન કામ નહિ આવે. માત્ર વ્યવહારની ક્રિયાઓથી કાંઈ હાથ નહિ આવે. વિકારને વિભાવથી વિમુખ થઈ નિજાનંદસ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાન ને લીનતા કરવી બસ આ એક જ મોક્ષમાર્ગ છે, ને આ જ સાધકદશા છે.
અહાહા...! ભગવાન! તું વસ્તુ છો કે નહિ? વસ્તુ છો તો તારામાં અનંત શક્તિઓ છે કે નહિ? અહાહા..! અનંત શક્તિઓના પિંડરૂપ એવી તારી ચૈતન્યવસ્તુનું અવલંબન કરતાં, તેના આશ્રયમાં દ્રઢ-સ્થિર થતાં જે નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમન થાય તે મોક્ષમાર્ગ છે; આ સાધકદશા અને આ ઉપાય છે. પણ અરેરે ! પોતાની
ધરોષ્ણ થઇ ચય સ્થિતિના વિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #239
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-ર૬પ : ૨૨૫ ચૈતન્યવસ્તુના ભાન વિના, આત્મદર્શન ને આત્મજ્ઞાન વિના એકલી ક્રિયાઓ કરી-કરીને એણે આત્માને મરણતુલ્ય કરી નાખ્યો છે.
દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચમહાવ્રતના પાલનનો રાગ તથા સ્વાધ્યાયનો વિકલ્પ ઇત્યાદિ બધો શુભરાગ છે; એને ઓળંગી જઈને, જેમ દરિયાના તળિયે જતાં મોતી હાથ આવે તેમ, અંતરમાં ડૂબકી લગાવતાં ચૈતન્યપ્રભુ આત્મા હાથ આવે છે; આને નિશ્ચય સમ્યગ્દર્શન કર્યું છે, તથા અંતર્મુખ થતાં જે સ્વસંવેદન જ્ઞાન થાય તે સમ્યજ્ઞાન છે, તથા અંતર-લીનતા થાય તે સમ્યક્રચારિત્ર છે. અહાહા...! આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ભેદો તેપણા વડે આત્મા સ્વયં સાધકપણે થાય છે, અર્થાત્ મોક્ષના ઉપાયપણે સ્વયં આત્મા થાય છે. લ્યો, આવી વાત! પણ અરેરે ! રાગની આડશમાં એને આવડો મહાન “અનંત સુખથી ભરિયો, અનંત ગુણનો દરિયો' દષ્ટિમાં આવતો નથી. અનેક વ્રત, તપ કરવા છતાં તેને સાધકપણું પ્રગટતું નથી. સમજાય છે કાંઈ...?
હવે કહે છે-“તથા પરમ પ્રકર્ષની હદને પામેલા રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો જે સકળ કર્મનો ક્ષય તેનાથી પ્રજ્વલિત (દેદીપ્યમાન ) થયેલો જે અસ્મલિત વિમળ સ્વભાવભાવ તે-પણા વડે પોતે સિદ્ધ રૂપે પરિણમતું એવું એક જ જ્ઞાનમાત્ર ઉપાય-ઉપયભાવ સાધે છે.”
જુઓ, અહીં એમ કહે છે કે અંદર સ્વરૂપમાં મગ્ન-લીન થતાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટયા તે રત્નત્રય છે. તેની પરમ પ્રકર્ષરૂપ ઉત્કૃષ્ટ દશા થતાં અર્થાત ભગવાન આત્માનો પૂર્ણ આશ્રય થતાં તેના ફળરૂપે મોક્ષદશા પ્રગટ થાય છે. અહા ! રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો જે સકળ કર્મનો ક્ષય તેનાથી પ્રજ્વલિત થયેલો જે અસ્મલિત વિમળ સ્વભાવભાવ તે પૂર્ણ મોક્ષદશા છે.
પ્રશ્ન:- ઉપવાસ કરવાથી કર્મનો ક્ષય થઈ જાય છે એ બરાબર છે?
ઉત્તર:- ના, એ બરાબર નથી. દર્શન-જ્ઞાન-ચારિત્રની પરમ પ્રકર્ષરૂપ અતિશયતા વિના કર્મનો ક્ષય થતો નથી. ઉપવાસથી કર્મનો ક્ષય થાય છે એમ કહેવું એ ઉપચારમાત્ર કથન છે. અરે, સ્વરૂપના આશ્રયે પ્રગટવા યોગ્ય એવાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વિના એણે ઉપવાસાદિ બાહ્ય કરણી અનંત વાર કરી; પણ એથી શું? એનો સંસાર મટયો નહિ, ભવના નિવેડા આવ્યા નહિ. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની વિશેષતાથી આગ્નવોનો નિરોધ થાય છે, ને કર્મનો ક્ષય થાય છે. રત્નત્રયની પરમ પ્રકર્ષરૂપ અતિશયતાથી સંકળ કર્મનો ક્ષય થાય છે, અને ત્યારે અંદર પ્રગટ થયેલો અખ્ખલિત ઉજ્વળ વિમળ સ્વભાવભાવ-કેવળદર્શન-કેવળજ્ઞાન-અનંતસુખ ઇત્યાદિરૂપ સ્વભાવભાવ-તે રૂપે પરિણમવું તે મોક્ષદશા છે. અહાહા..! આવી મોક્ષદશા અસ્મલિત છે; જેને થઈ તે થઈ, ફરી તે સંસારમાં આવે નહિ.
તો જગતમાં પાપ વધી પડે ત્યારે ભક્તોની રક્ષા કરવા ભગવાન અવતાર લે છે એ શું વાત છે?
એ તો લૌકિક માન્યતા છે, એ વાતમાં કાંઈ તથ્ય નથી. અસ્મલિત એટલે ફરે નહિ, પડી જાય નહિ એવા પૂર્ણ વિમળ સ્વભાવભાવે ઉપજ્યો તે સિદ્ધરૂપે પરિણમ્યો, હવે તે સંસારમાં અવતરે નહિ, કેમકે સંસારમાં અવતરે એવું કોઈ કારણ જ રહ્યું નથી.
અહાહા..! જ્ઞાનસ્વભાવ ત્રિકાળ એકરૂપ હોવા છતાં, પર્યાયમાં સાધકપણે અને સિદ્ધપણે-એમ બે-પણે પોતે થાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ સાધકરૂપે અને તેની ઉત્કૃષ્ટ દશા થતાં સિદ્ધરૂપે-એમ બે રૂપે પોતે જ પ્રગટ થાય છે. એ બન્ને ભગવાન આત્માની અવસ્થાઓ છે ને તે રૂપે તે પોતે જ પરિણમે છે, અને કોઈ બાહ્ય વ્યવહારની ગરજ–અપેક્ષા નથી. યદ્યપિ બાહ્ય વ્યવહાર હોય છે, પણ ધર્માત્માને એ કાંઈ નથી, એને ઓળંગીને તે ક્રમે સિદ્ધરૂપે પોતે પરિણમી જાય છે.
પ્રશ્ન:- જો વ્યવહાર-શુભભાવ જરાય મદદગાર નથી તો એને શાસ્ત્રમાં સાધક કેમ કહ્યો છે?
ઉત્તર:- ધર્મી પુરુષને તેની વર્તમાન પ્રગટ નિર્મળ દશાને તે (-વ્યવહાર) વિક્ષેપ કરતો નથી તેથી સહચર દેખીને ઉપચારથી સાધક કહ્યો છે. ભાઈ, તારે જો મોક્ષ જ જોઈએ છે તો સ્વ-આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમવું પડશે; આ એક જ મોક્ષમાર્ગ છે, અને તે રૂપે ઉત્કૃષ્ટ પરિણમતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. બાપુ! આ તો પ્રાતની પ્રાપ્તિનો સ્વ-આશ્રયનો માર્ગ છે. જેમ લીંડી પીપરમાં ચોસઠ પહોરી તીખાશ છે તો તેને ઘૂંટતા બહાર અવસ્થામાં પ્રગટ થાય છે, તેમ ભગવાન આત્મા સ્વભાવથી મોક્ષસ્વરૂપ છે તેમાં એકાગ્ર-પૂર્ણ એકાગ્ર થતાં બહાર અવસ્થામાં મોક્ષદશા પ્રગટે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #240
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ આમ દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ, વીર્ય ઇત્યાદિ અનંત રત્નો અંદર સ્વભાવરૂપે આત્મામાં પડયાં છે તે અંતરએકાગ્રતાના પુરુષાર્થથી બહાર પર્યાયરૂપે પ્રગટ થાય છે. આવો મારગ છે.
સાધકને કિંચિત રાગ રહી જાય ને આયુષ્ય પૂરું થઈ જાય તો તે સ્વર્ગમાં જાય છે. ત્યાંથી મનુષ્યપણે અવતરીને અંતરના સાધનથી-નિજ સ્વભાવના સાધનથી તે સિદ્ધ થાય છે. અહા ! ધર્મીની દ્રષ્ટિમાં તો નિરંતર પોતાનો ભગવાન આત્મા જ તરવરતો હોય છે, તે સિવાય વ્યવહારનો ભાવ હોય છે તેને તે હેય જ જાણે છે. અહાહા....! જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય તે ભાવ પણ તેને ય જ થઈ ગયો હોય છે. અહા ! અલૌકિક ચૈતન્યનિધાન અંદર ભાળ્યાં એને પુણ્યથી શું કામ છે? હવે એને પુણ્યનું લક્ષ જ નથી. શું થાય? અરેરે! એણે નિજઘરની અનંત અલૌકિક રિદ્ધિની કોઈ દિ' વાત સાંભળી નથી.
પ્રશ્ન:- તો લોકો (ધર્મી પુરુષો પણ ) જાત્રાએ કેમ જતા હશે?
ઉત્તર:- જે ક્ષેત્રથી પરમાત્મા સિદ્ધ થયા હોય તેની સમશ્રેણીએ ઉપર સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્મા બિરાજે છે તેનું સ્મરણ થાય તે માટે જાત્રા છે. પણ એ શુભભાવ છે; વ્યવહારે જાત્રા કહેવાય, નિશ્ચય જાત્રા તો એવા રાગને છોડી અંદર સ્વરૂપમાં ઠરે ત્યારે થાય છે. આવી વાત છે. શું થાય? વાદવિવાદે જગતને મારી નાખ્યું છે. (આમ ને આમ) સને સમજવાના દિવસો ચાલ્યા જાય છે ભાઈ ! તું માને કે હું મોટો થાઉં છું, પણ વાસ્તવમાં તું મૃત્યુની સમીપ જાય છે બાપુ! હુમણાં આ નહિ સમજે તો કયારે સમજીશ? (એમ કે પછી સમજવાનો દાવ નહિ હોય).
અહા ! જેણે સ્વ-આશ્રયે મોક્ષમાર્ગ પ્રગટ કર્યો તેને એ નિશ્ચિત છે કે અલ્પકાળમાં કેવળજ્ઞાન થઈને સિદ્ધદશા થશે. આમ આત્મા બહુરૂપીઓ છે, ઉપાય અને ઉપય-એમ બન્નરૂપે પોતે જ પરિણમે છે, સાધક અને સિદ્ધપણે પોતે જ થાય છે.
* ભાવાર્થ ઉપરનું પ્રવચન * આ આત્મા અનાદિ કાળથી મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રને લીધે સંસારમાં ભમે છે.'
જુઓ, જીવ કર્મને લઈને સંસારમાં રખડે છે એમ નહિ, પણ અનાદિ કાળથી એને જે સ્વસ્વરૂપનાં વિપરીત શ્રદ્ધાન-જ્ઞાન ને આચરણ છે તેને લીધે તે સંસારમાં રખડે છે. જીવ કર્મના નિમિત્તે સંસારમાં રખડે છે એવું કથન શાસ્ત્રમાં આવે ખરું, પણ એ તો વ્યવહારનયની કથની છે, વાસ્તવમાં એમ છે નહિ.
શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્મા પોતે છે, તેનાથી વિપરીત રાગની ને કર્મની શ્રદ્ધા તે મિથ્યા શ્રદ્ધા છે. પોતે જ્ઞાનાનંદ-સ્વરૂપ છે તેનું જ્ઞાન ન કરતાં રાગનું ને કર્મનું જ્ઞાન કરવું તે મિથ્યાજ્ઞાન છે. આ મિથ્યાશ્રદ્ધાન ને મિથ્યાજ્ઞાન તે સંસાર-પરિભ્રમણનું મૂળ છે.
કળશટીકામાં “નમઃ સમયસારાય' ઇત્યાદિ પહેલા કળશમાં આવે છે કે-“શુદ્ધ જીવને સારપણું ઘટે છે. સાર અર્થાત્ હિતકારી, અસાર અર્થાત્ અહિતકારી. ત્યાં હિતકારી સુખ જાણવું, અહિતકારી દુ:ખ જાણવું, કારણ કે અજીવ પદાર્થને-પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળને-અને સંસારી જીવને સુખ નથી, જ્ઞાન પણ નથી, અને તેમનું સ્વરૂપ જાણતાં જાણનાર જીવને પણ સુખ નથી, જ્ઞાન પણ નથી, તેથી તેમને સારપણું ઘટતું નથી.” જુઓ, શું કીધું આ? કે ૧૪૮ પ્રકૃતિ અજીવ છે, ને સંસારી જીવ રાગી છે–તેને જાણતાં જાણનારને જ્ઞાનય નથી ને સુખેય નથી. એક શાયકના જ્ઞાન વિના પરવસ્તુને જાણવાથી કોઈ જ્ઞાન અને સુખ થતું નથી. એવું જાણપણું મિથ્યાજ્ઞાન છે, સંસારનું કારણ છે.
નિગોદના જીવો પણ મિથ્યા શ્રદ્ધાન-જ્ઞાન-આચરણરૂપ પ્રચુર ભાવકલંકને લઈને જ ત્યાં ને ત્યાં નિગોદમાં સબડે છે. અહા! નિત્ય નિગોદમાં રહેલો જીવ કે જે કોઈ દિવસ ત્રસ નહિ થાય તેય પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપથી વિપરીત એવા રાગમાં રમણતા કરવાને લીધે જ સંસારમાં રવડ છે. આ મૂળ વાત છે. હવે પોતે પરિભ્રમણ કેમ કરે છે એની ખબર ન મળે અને માની લે કે કર્મ રખડાવે છે તો તે પોતાની ભૂલ કયારે જાણે અને કયારે ટાળે? ભાઈ, આ ભૂલ મટાડવાનો અવસર ચાલ્યો જાય છે હોં.
હવે કહે છે-“તે સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં વ્યવહારસમ્યગ્દર્શનશાનચારિત્રની વૃદ્ધિની પરંપરા વડે અનુક્રમે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #241
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-૨૬૫ : ૨૨૭
સ્વરૂપનો અનુભવ જ્યારથી કરે ત્યારથી જ્ઞાન સાધક રૂપે પરિણમે છે, કારણ કે જ્ઞાનમાં નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ ભેદો અંતર્ભત છે. નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની શરૂઆતથી માંડીને, સ્વરૂપઅનુભવની વૃદ્ધિ કરતાં કરતાં જ્યાં સુધી નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પૂર્ણતા ન થાય, ત્યાંસુધી જ્ઞાનનું સાધક રૂપે પરિણમન છે.'
જુઓ, અહીં છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકાની વાત છે. તે પહેલાં એણે નિજ ચૈતન્યમૂર્તિ આત્માને વેદનમાં તો લીધો છે, અર્થાત્ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર છે. એથી તો કહ્યું કે સુનિશ્ચળપણે ગ્રહણ કરેલા–મતલબ કે નિશ્ચયની સાથે ભૂમિકાને યોગ્ય વ્યવહારસમ્યગ્દર્શનશાનચારિત્ર જે હોય તે એને આવ્યાં છે. એનો બીજો અર્થ એમ પણ છે કે અંદર જે નિશ્ચય પ્રગટયું તે હવે જાય નહિ, અર્થાત હવે તે હેઠે ઉતરે નહિ પણ વ્યવહાર છોડીને અંદરમાં જાય. આવો વ્યવહાર બીજે (બીજા કોઈ ગુણસ્થાનકે ) નથી. નિશ્ચય તો અંદર છે, ને વ્યવહારને ઓળંગીને સાતમા અપ્રમત્ત ગુણસ્થાનમાં જશે-આમાં એમ કહેવું છે. સમજાણું કાંઈ? સાધુ છે ને? સ્વરૂપથી શ્રુત હતો તે સ્વરૂપમાં આવ્યોચઢયો. પહેલાં પાંચમા ગુણસ્થાનેથી ધ્યાનમાં પહેલું સાતમું ગુણસ્થાન આવે છે, પણ એ વાત અહીં નથી; અહીં તો છટ્ટ ગુણસ્થાને શુભ વિકલ્પ આવે છે તેને ઓળંગી જઈને સ્વરૂપમાં જવાની-ચઢવાની વાત છે. અહો ! દિગંબર સંતોએ સૂરજની જેમ માર્ગ સ્પષ્ટ પ્રકાશ્યો છે. દષ્ટિ વિના લોકોને હાથ ન આવે તેવી શું માર્ગ બીજો થઈ જાય? ન થાય.
લ્યો, હવે કોઈ કહે છે-તમે વ્યવહારનો લોપ કરો છો.
પણ જે તે ગુણસ્થાને જે વ્યવહાર (વ્યવહારરત્નત્રયનો વિકલ્પ) હોય છે તેનો કોણ લોપ કરે? તે તે ગુણસ્થાને તો તે છે જ; અહીં તો તેને ઓળંગીને આગળ જવાની-ચઢવાની વાત છે. ધર્મીને યથાસંભવ વ્યવહારનો વિકલ્પ હોય છે, પણ તેમાં તેને ઉપાદેયબુદ્ધિ અને સ્વામિત્વ હોતાં નથી; અને એના બળે જ તે ઉંચે-ઉંચે આરોહણ કરે છે. સમજાણું કાંઈ...?
તે સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં વ્યવહારસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની વૃદ્ધિની પરંપરા વડે”. લ્યો, હવે વ્યવહારસમ્યગ્દર્શનશાનચારિત્ર-વ્યવહારરત્નત્રય એ તો શુભ વિકલ્પ-રાગ છે; તેની વૃદ્ધિની પરંપરા વડે એટલે શું? એટલે રાગની વૃદ્ધિની પરંપરા વડે-એમ અર્થ નથી, કેમકે વ્યવહારનો-રાગનો તો ક્રમશઃ (આગળ આગળ) અભાવ થતો જાય છે, અને અંદર શુદ્ધિ વધતી જાય છે. આ તો શુદ્ધિ વધતી જાય છે તેનો આરોપ વ્યવહાર ઉપર કરી “વ્યવહારની વૃદ્ધિ વડ’–એમ કહ્યું છે. “ વ્યવહારરત્નત્રયની વૃદ્ધિની પરંપરા વડે” એમ કહ્યું એ તો વ્યવહારનયનું કથન છે. વ્યવહાર નયનાં કથન આવાં જ હોય છે તેને જેમ છે તેમ સમજવાં જોઈએ. વાસ્તવમાં રાગ તૂટતો જાય છે, ને અંદર શુદ્ધિ વધતી જાય છે તે વડે અનુક્રમે સ્વરૂપનો અનુભવ ક્યારથી કરે ત્યારથી જ્ઞાન નામ આત્મા સાધક રૂપે પરિણમે છે. આવી વાત ! - “અનુક્રમે સ્વરૂપનો અનુભવ જ્યારથી કરે ત્યારથી જ્ઞાન સાધકરૂપે પરિણમે છે”—આમ કહ્યું એમાં આત્મા પોતે સાધકરૂપે થાય છે, વ્યવહાર સાધક રૂપે થાય છે એમ નહિ. અહાહા...! ભગવાન પૂર્ણાનંદનો નાથ અંદર છે એનાં દષ્ટિ-જ્ઞાન ને રમણતાં થયાં છે એનો ઉપયોગ જ્યારે નિર્વિકલ્પ થયો, શુદ્ધોપયોગરૂપ પરિણત થયો, અર્થાત્ ઉપયોગ નિર્વિકલ્પ જ્ઞાનની ભૂમિકામાં આવ્યો ત્યારથી તે આત્મા સાધકપણે પરિણમ્યો. એમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા ભેદો અંતભૂત છે. ભેદો છે ખરા, પણ મોક્ષમાર્ગની પરિણતિમાં ત્રણે અભેદ એકરૂપ છે. હવે મોક્ષમાર્ગની પરિણતિમાં ત્રણ ભેદોનું પણ લક્ષ નથી ત્યાં વ્યવહારની-રાગની શું કથા? રાગનો તો એમાં અભાવ જ છે. સમજાણું કાંઈ..?
જુઓ, સાધકદશા ચોથેથી બારમાં ગુણસ્થાન સુધીની છે. સ્વરૂપનો અનુભવ જ્યારથી કરે ત્યારથી આત્મા શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રની એક્તારૂપે પોતે પરિણમે છે. તે સાધકપણે પરિણમે એમાં એને બહારમાં વ્યવહારનાં સાધન છે તેથી પરિણમે છે એમ નથી. વ્યવહાર હોય છે તેને જણાવ્યો છે, પરંતુ એને લઈને સાધકપણે પરિણમે છે એમ નથી, એકલો જ્ઞાનસ્વભાવી આત્મા જ ઉપાય-ઉપયભાવે પરિણમે છે. અહા ! પર સાધન વિના જ, વ્યવહારના સાધન વિના જ, ચૈતન્ય જેનું સર્વસ્વ છે એવી આત્મવસ્તુ પોતે જ પોતાથી સાધકપણે અને સાધ્યપણે પરિણમે છે. ત્યારે કોઈ કહે છે
શું આ એકાંત નથી ?
હા, એકાંત છે, પણ સમ્યક એકાંત છે; કેમકે સ્વ તરફ ઢળેલી નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની દશા–તે જ એકાંતે નિશ્ચય સાધક છે; વચ્ચે વ્યવહારરત્નત્રયના વિકલ્પ આવે ખરા, પણ તે નિશ્ચય સાધક નથી, ખરેખર તો એ બાધક છે; તેમને સાધક વ્યવહારનયથી કહેવામાં આવે છે, પણ એ તો ઉપચારમાત્ર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #242
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
નિશ્ચય અને વ્યવહાર ( રત્નત્રય ) છે એક બીજાથી વિરોધી, પણ સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનને સાથે રહેવામાં જેમ વિરોધ છે તેમ, જ્ઞાન જ્યાંસુધી પૂર્ણતાને ન પામે ત્યાંસુધી, જ્ઞાન અને રાગને સાથે રહેવામાં વિરોધ નથી. શાસ્ત્રમાં તેમની પરસ્પર મૈત્રી પણ કહી છે. પણ મૈત્રીનો અર્થ એ સ્થાનમાં (ભૂમિકામાં) બે સાથે હોય છે એટલું જ બસ. વ્યવહાર છે માટે નિશ્ચય પ્રગટે છે, વા વ્યવહારથી નિશ્ચય પ્રગટે છે એમ એનો અર્થ નથી. મૈત્રી એટલે મદદ કરે છે એમ એનો અર્થ નથી; કેમકે નિશ્ચય સ્વ-આશ્રયે પ્રગટ થાય છે, ને વ્યવહાર પર-આશ્રયે પ્રગટે છે, નિશ્ચય ( મોક્ષમાર્ગ) અબંધ મોક્ષનું કારણ છે, ને વ્યવહાર (મોક્ષમાર્ગ) બંધનું કારણ છે. બન્ને છે તો તદ્દન વિરુદ્ધ, પણ એ જાતનો વ્યવહારનો વિકલ્પ એ સ્થાનમાં શ્રદ્ધા-જ્ઞાન તે સ્થિરતાને બાધા કરતો નથી, પણ તેને ઓળંગીને જ વિશેષ-વિશેષ સ્થિરતાનાં સ્થાનો પ્રાપ્ત થાય છે, ભાઈ, વસ્તુસ્થિતિ જેમ છે તેમ રાખ. તેને ફેરવવાના વિકલ્પથી શું સાધ્ય છે? અંતરના આશ્રયમાં ઉપયોગ રહે બસ એ એક જ માર્ગ છે. વચમાં વ્યવહાર આવે, પણ એ સત્યાર્થ માર્ગ નથી. અરે ! તીર્થંકર અને કેવળીના વિરહ પડયા અને લોકો વિવાદમાં પડી ગયા!
ભાવપાહુડમાં આવે છે કે-ભાઈ, અંદર ચિદાનંદ ચૈતન્ય પરમેશ્વર પ્રભુ તું છો, તેના આશ્રય વિના તારા બધા ક્રિયાકાંડ ફોગટ ગયા, કેમકે રાગની એ બધી ક્રિયા આત્માને ધર્મનું સાધન નથી. અહા! આવા ક્રિયાકાંડ તેં અનંત વાર કર્યા, પણ તે તને સાધન ન થયા. ભાઈ, એક સ્વના આશ્રયે જ ધર્મ-વીતરાગતા પ્રગટે છે. આ એક જ માર્ગ છે. આવી વસ્તુસ્થિતિ છે. સાધકપણાની શરુઆત સ્વ-આશ્રયે સ્વાનુભવથી થાય છે, ને તેની વૃદ્ધિ અને પૂર્ણતા પણ સ્વ-આશ્રયે સ્વાનુભવથી થાય છે. સમયસાર નાટકમાં આવે છે ને કે
અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ;
અનુભવ મારગ મોખકૌ, અનુભવ મોખ સરૂપ.
અહાહા...! સ્વાનુભવની સિદ્ધિ થતાં, ગુલાબ જેમ લાખ પાંખડીએ ખીલી ઉઠે તેમ, ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા અનંત પર્યાય-પાંખડીએ ખીલી ઉઠે છે. અહા! મુનિદશાની તો શી વાત! એને તો પ્રચુર સ્વસંવેદનની દશા છે. અહાહા...! પ્રચુર એટલે પુષ્કળ, સ્વ એટલે પોતાથી, સમ્ નામ પ્રત્યક્ષ આનંદનું વેદન-એવી અલૌકિક મુનિદશા છે. એનો જે ઉપાસક થાય તેય સમિતી થઈ જાય છે; કેમકે જેણે ગુરુને ઓળખ્યા તેણે સાત તત્ત્વ જાણ્યાં છે. ને તેણે પોતાના આત્માનેય જાણ્યો-ઓળખ્યો છે. અહાહા...! સાધુ-ગુરુ કોને કહીએ ? સ્વરૂપની અતિ ઉગ્ર રમણતા તે સાધુદશા છે. પ્રવચનસારમાં સાધુને મોક્ષ તત્ત્વ કહ્યું છે. મોક્ષની તળેટીમાં વિરાજે છે ને! અહાહા...! જ્યાંસુધી શુદ્ધ રત્નત્રયની પૂર્ણતા ન થાય ત્યાંસુધી જ્ઞાનનું સાધકપણે પરિણમન છે, તે અપૂર્વ એવું અલૌકિક પરિણમન છે. સમજાય છે કાંઈ... ?
હવે કહે છે– જ્યારે નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પૂર્ણતાથી સમસ્ત કર્મનો નાશ થાય અર્થાત્ સાક્ષાત્ મોક્ષ થાય ત્યારે જ્ઞાન સિદ્ધ રૂપે પરિણમે છે, કારણ કે તેનો અસ્ખલિત નિર્મળ સ્વભાવભાવ પ્રગટ દેદીપ્યમાન થયો છે.' જુઓ, નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પૂર્ણતાથી સમસ્ત કર્મનો નાશ થાય એમ કહ્યું એ વ્યવહારનયનું કથન છે. કર્મ તો ૫૨દ્રવ્યની દશા છે, એનો ક્ષય તો એના કારણે થાય છે. કર્મનો ક્ષય થવાનો. એ જ કાળ છે, બાકી કેવળજ્ઞાન આત્મામાં પ્રગટ થયું એનાથી કર્મનો ક્ષય થયો છે એમ નથી, અને કર્મના ક્ષયના કારણે અહીં કેવળજ્ઞાન થયું છે એમેય નથી. આ તો વ્યવહારનયની કથનપદ્ધતિ આવી છે બાપુ! બાકી શું પરદ્રવ્યની પર્યાય આત્મા કરે ? ના કરે, કદીય ના કરે. આત્મા સિદ્ધરૂપે પરિણમે તે આત્માની દશા છે, ને કર્મનો ક્ષય તે તેની-પરમાણુની દશા છે. બન્ને ભિન્ન ભિન્ન પરિણમન પોતપોતાથી છે. આવી વાત!
સ્વ-આશ્રયે સ્વાનુભવ થતાં, તથા તેમાં વૃદ્ધિ થતાં જ્યાં પૂર્ણદશાને પર્યાય પ્રાપ્ત થઈ, પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ થયું તે હવે અસ્ખલિત-પાછું ફરે નહિ એવો એનો નિર્મળ સ્વભાવભાવ છે. અહાહા...! જેવો પૂર્ણ કેવળજ્ઞાનસ્વભાવ દ્રવ્યરૂપે છે તેવી પૂર્ણ કેવળજ્ઞાન જ્યોતિ ઝળહળતી પર્યાયરૂપે પ્રગટ થઈ ગઈ તે હવે પડે નહિ તેવો સ્વભાવભાવ છે. આને અરિહંત અને સિદ્ધની ૫૨માત્મદશા કહે છે. હવે અહીં તો વ્યવહારત્નત્રયનું નામ-નિશાનેય ના રહ્યું. સમજાણું sies...?
ભાઈ ! આ તારા ઘરની ને તારા હિતની વાત છે. અરે, અનંત કાળમાં પ્રભુ! તેં શું શું ના કર્યું? બધું જ કર્યું, એક સ્વ-આશ્રય ના કર્યો. જીવ જ્યારે સ્વ-આશ્રર્ય સ્વાભિમુખ થઈ પરિણમશે ત્યારે એને ધર્મ થશે. અહાહા...! ત્રણલોકનો નાથ ચૈતન્યમહાપ્રભુ અંદર વિરાજે છે તેના આશ્રયમાં-શરણમાં જ્યાં ગયો ત્યાં એ મોટાની ઓથે ગયો; હવે એને શું ચિંતા છે? કેવળજ્ઞાન થશે જ થશે. બીજ ઉગે તે પૂનમ થાય, તેમ સાધકપણું પ્રગટયું તે સિદ્ધ થશે જ થશે. સાધકની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #243
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-૨૬૫ : ૨૨૯ સિદ્ધદશા થયે જ છૂટકો. ધવલમાં આવે છે કે સ્વના આશ્રયે પ્રગટેલ સમ્યક મતિ-શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે; એનો અર્થ શું? એ જ કે તેને અલ્પકાળમાં હવે કેવળજ્ઞાન થશે; કેવળજ્ઞાન હવે હાથવેંતમાં છે; જેમ ચંદ્ર સોળે કલાએ ખીલે તેમ અલ્પકાળમાં ભગવાન આત્મા સોળે કળાએ ખીલી કેવળજ્ઞાનપણે ઝળહળ દેદીપ્યમાન પ્રગટશે. આવી અદ્દભુત વાત!
હવે સરવાળો કરે છે કે આ રીતે સાધક રૂપે અને સિદ્ધ રૂપે-બન્ને રૂપે પરિણમતું એક જ જ્ઞાન આત્મવસ્તુને ઉપાય-ઉપયપણું સાધે છે.’ લ્યો, ઉપાય-ઉપયપણું, સાધક-સાધ્યપણું-બન્ને આત્માની અવસ્થાઓ હોવાથી આત્મવસ્તુમાં જ સમાય છે. વ્યવહાર હોય છે, “સુનિશળપણે ગ્રહણ કરેલાં' એક કહ્યું, પણ એનો અર્થ વ્યવહારને જાણેલો-જાણવામાં આવેલો એમ થાય છે. ગ્રહણનો અર્થ જાણવું થાય છે. વ્યવહારને આદરવો એવો અર્થ અહીં છે જ નહિ. ગ્રહણ એટલે જાણવું-એવો અર્થ મોક્ષમાર્ગપ્રકાશકમાં કર્યો છે. સમયસાર ગાથા ૧રની ટીકામાં પણ વ્યવહાર જાણેલો પ્રયોજાવાન કહ્યો છે. ભાઈ, આ તો તત્ત્વને યથાર્થ સમજી અંતરમાં ઉતરી જવાનો માર્ગ છે. આવો અવસર મળ્યો ને ન સમજ્યો તો કયારે સમજીશ? આ મનુષ્યપણે એમને એમ વિખાણું (છૂટી ગયું) તો પછી અવસર નહિ આવે. હવે ટીકામાં વિશેષ કહે છે;
* આગળની ટીકા ઉપરનું પ્રવચન * આ રીતે બન્નેમાં (ઉપાયમાં તેમ જ ઉપયમાં) જ્ઞાનમાત્રનું અનન્યપણું છે અર્થાત્ અન્યપણું નથી.'
જુઓ, શ્રીમદ્ આચાર્ય અમૃતચંદ્રદેવ કહે છે-ભાઈ, સાંભળ. અંદર એક જ્ઞાનાનંદસ્વરૂપી ચૈતન્યમૂર્તિ પ્રભુ તું આત્મા છો. તેમાં અંતર-એકાગ્ર થતાં, જ્ઞાન, શ્રદ્ધા, આનંદ, શાંતિ, સ્થિરતા, પ્રભુતા ઇત્યાદિ એક સાથે પર્યાયમાં પ્રગટ થાય છે. અહા ! આવી સ્વરૂપમાં રમણતારૂપ નિર્વિકલ્પ પરિણતિ તે ઉપાય નામ સાધકપણું છે. વ્યવહાર વચમાં હો, પણ તે સાધકપણું નથી. આ જે (બાર પ્રકારે) વ્યવહાર તપ છે તે સાધકપણું નથી; કેમ ? કેમકે તેમાં આત્મા અનન્ય નથી. સમજાણું કાંઈ...?
અહાહા..! કહે છે-નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા છે, એનું સાધકપણું (ઉપાય) તે આનંદની પર્યાય છે, ને એનું સાધ્યપણું (ઉપય) તેય પૂર્ણ આનંદની પર્યાય છે. અહાહા...! એ બન્ને રૂપ એકલા જ્ઞાનમાત્ર-ચૈતન્યચમત્કાર પ્રભુ આત્માનું જ ભવન-થવાપણું છે; ઉપાય અને ઉપયમાં-બન્નેમાં એક આત્મવસ્તુ જ અનન્ય છે, પરદ્રવ્ય કે રાગાદિ વ્યવહારનો વિકલ્પ તેમાં અનન્ય નથી. એટલે શું? કે દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિ જે બાહ્ય વ્યવહાર છે તે નિશ્ચય રત્નત્રયનું કારણ નથી. અહાહા...? ઉપાય એટલે મોક્ષમાર્ગ, ને ઉપય એટલે એના ફળરૂપે પ્રગટ સિદ્ધદશા-એ બન્નમાં, કહે છે, આત્મા જ અનન્ય છે.
વચલી ભૂમિકામાં દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, ને પંચમહાવ્રતાદિ રાગની મંદતાનો ભાવ હોય છે એટલું બતાવવા વ્યવહારની વાત કરી છે, પણ એ નિશ્ચયપણે સાધકપણું કે મોક્ષમાર્ગ છે એમ છે જ નહિ; કેમકે એમાં આત્મા–ધ્રુવ ચૈતન્યનું દળ અનન્ય નથી. શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં થોડી લીનતા-તેરૂપ જે મોક્ષમાર્ગ, ને પૂર્ણ લીનતા-તરૂપ જે મોક્ષ-એ બન્નેમાં જ્ઞાનમાત્ર શુદ્ધ ચૈતન્યવસ્તુ જ અનન્ય અર્થાત્ એકમેક છે. સાથે રાગ છે એ તો બંધભાવ છે, સાધકપણાને વિધ્રરૂપ છે, ઝેર છે. નિર્મળ રત્નત્રય તે અમૃત છે, ને રાગ તો ઝેર છે; એનાથી (-રાગથી) અમૃતમય એવો મોક્ષમાર્ગ કેમ થાય? ન થાય. આવી અપૂર્વ વાત છે. વ્યવહારના પક્ષવાળાને આ આકરી લાગે છે, પણ શું થાય? આ તો વસ્તુ જ આવી છે.
બહારમાં તો વ્રત કરો, ને તપસ્યા કરો, ને પૂજા-ભક્તિ કરો એટલે થઈ ગયો ધર્મ એવું સાંભળવા મળે છે, પણ એવી પ્રરૂપણા સત્ય નથી, કેમકે એ બધા વિકલ્પમાં ચૈતન્ય વસ્તુ અનન્ય-તન્મય થતી નથી. નિશ્ચયની સ્થિરતા હોય છે ત્યાં સાથે આવો વ્યવહાર હોય છે તેને ઉપચારથી ધર્મ કહેવામાં આવે છે, પણ વાસ્તવમાં તે ધર્મ નથી. ધર્મ નથી તેને ઉપચાર કરીને ધર્મ કહેવો તે વ્યવહારનય છે, પણ એમાં ધર્મ માનવો એ તો મિથ્યાત્વ છે, મહાન ભૂલ છે. વ્યવહાર સુધરે તો નિશ્ચય સુધરશે એમ કેટલાક માને છે, પણ એ બરાબર નથી, અહીં એની ના પાડે છે. શું કોલસો કાળો છે તે ધોવાથી સફેદ થાય? ન થાય. એ તો કોલસાને બાળી દે તો ઉજ્વળ સફેદ થાય; તેમ વ્યવહારને (સ્વના આશ્રયે ) બાળી મૂકે તો ઉજ્વળ પવિત્ર મોક્ષમાર્ગ ને મોક્ષની દશા થાય.
ભાવ પાહુડ, ગાથા ૮૩માં આવે છે કે જિનશાસનમાં જિનેન્દ્રદેવે આ પ્રકારે કહ્યું છે કે-પૂજા આદિકમાં તથા વ્રતસહિત હોવું એમાં “પુણ્ય' છે, તથા મોહ-ક્ષોભથી રહિત જે આત્માના પરિણામ તે “ધર્મ' છે. ત્યાં એના ભાવાર્થમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #244
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩) : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ ખુલાસો કર્યો છે કે-લૌકિક જન તથા અન્યમતી કોઈ કહે છે કે-પુજાદિક શુભ ક્રિયાઓમાં તથા વ્રતક્રિયા સહિત છે તે જૈન ધર્મ છે, પરંતુ એમ નથી. જિનમતમાં જિન ભગવાને એમ કહ્યું છે કે-પૂજાદિકમાં તથા વ્રતસહિત હોવું તે તો પુણ્ય' છે. એમાં પૂજા તથા આદિ શબ્દથી ભક્તિ, વંદના, વૈયાવૃત્ય આદિ સમજવું. એનું ફળ સ્વર્ગાદિક ભોગોની પ્રાતિ છે, તે જૈનધર્મ નથી. જુઓ આ જૈનશાસનનું રહસ્ય !
આવી ચોખ્ખી વાત છે તો પણ વ્યવહારવાદીઓનું શલ્ય મટતું નથી એ તીવ્ર મોહનો જ મહિમા છે. સમયસાર ગાથા ૧૫માં કહ્યું છે કે જે આ અબદ્ધપૃષ્ટાદિ પાંચ ભાવોસ્વરૂપ નિજ આત્માને અંતરમાં દેખે છે તે સકલ જૈનશાસનને દેખે છે. જૈન શાસન એ તો વીતરાગ પરિણતિ છે ભાઈ ! વ્યવહાર-રાગ એ જૈનશાસન નથી. વ્યવહાર હો ભલે, હોય છે એટલે એનું કથન પણ છે, પણ એ જૈનશાસન નથી. માર્ગ તો આવો છે ભાઈ ! ચૈતન્ય રત્નાકર પ્રભુ પોતે છે તેમાં ઉંડા ઉતરી તેને જ ધ્યાનનું ધ્યેય બનાવતાં તે પોતે જ શ્રદ્ધા-જ્ઞાન-આનંદપણે પરિણમે છે તેને જ અહીં ઉપાય કહેવામાં આવે છે, અને તેટલું જૈનશાસન છે. સમજાણું કાંઈ....?
ભાઈ, આવું માંડ મનુષ્યપણું મળ્યું એ તો વીજળીનો ઝબકારો છે. આ વીજળીના જબકારે સમ્યજ્ઞાનરૂપી દોરો પરોવી લે તો પરોવી લે, દોરો ના પરોવ્યો તો, દોરા વિનાની સોય જેમ કયાંય ખોવાઈ જાય તેમ સમ્યજ્ઞાનરૂપી દોરા વિના, આ દેહ છૂટતાં, ભગવાન! તું કયાંય સંસારમાં ખોવાઈ જઈશ, પત્તોય નહિ લાગે. સમ્યજ્ઞાનરૂપી દોરો પરોવ્યો હશે તો પોતે ખોવાશે નહિ, અલ્પકાળમાં મોક્ષધામ પહોંચી જશે.
અહા ! પોતે સ્વનો આશ્રય કરે એનાથી જ ધર્મ અને એનાથી જ મુક્તિ થાય છે. આ સ્વનો આશ્રય તે નિશ્ચય છે, ને તેમાં વ્યવહારનયની ઉપેક્ષા છે. સ્વના આશ્રયમાં વ્યવહારની ઉપેક્ષા તે જ તેની અપેક્ષા-સાપેક્ષતા છે. વ્યવહારનો આશ્રય તે સાપેક્ષતા-એમ નહિ, પણ નિશ્ચયનો આશ્રય લેવો તેમાં વ્યવહારની ઉપેક્ષા તે તેની સાપેક્ષતા છે. સ્વના આશ્રયમાં વ્યવહારનયની (એના વિષયની) ઉપેક્ષા જ હોય છે. પ્રમાણજ્ઞાનમાં બન્નેનું (દ્રવ્ય-પર્યાયનું) જ્ઞાન વર્તે છે, પણ આશ્રય તો એક સ્વદ્રવ્યનો જ હોય છે અને તેમાં વ્યવહારની ઉપેક્ષા જ હોય છે, અને તે જ તેની સાપેક્ષતા છે. સમજાણું કાંઈ...?
મોક્ષમાર્ગ પ્રકાશકમાં (સાતમાં અધિકારમાં) આવે છે કે- જે જીવો જૈન છે, તથા જિન આજ્ઞાને માને છે, તેમને પણ મિથ્યાત્વ રહે છે, તેનું અહીં વર્ણન કરીએ છીએ. કારણ કે એ મિથ્યાત્વ શત્રુનો અંશ પણ બૂરો છે, તેથી એ સૂક્ષ્મ મિથ્યાત્વ પણ ત્યાગવા યોગ્ય છે. તેમાં જ વળી આગળ કહ્યું છે કે-“જિનાગમમાં નિશ્ચય-વ્યવહારરૂપ વર્ણન છે, તેમાં યથાર્થનું નામ નિશ્ચય તથા ઉપચારનું નામ વ્યવહાર છે. તેના સ્વરૂપને નહિ જાણતાં અન્યથા પ્રવર્ત છે, તે અહીં કહીએ છીએ.' ભાઈ, જરા ધીરા થઈને આ સમજવું જોઈએ. (નયવિવક્ષા યથાર્થ જાણવી જોઈએ.) મેં આમ માન્યું છે માટે આમ જ સાબિત થાય એમ ન હોય; જેવી વસ્તુ છે તેવી જ લક્ષમાં ને અભિપ્રાયમાં આવવી જોઈએ. આવો ભવ કે દિ' મળે બાપુ! હમણાં જ આના સંસ્કાર નાખી લે.
અહીં કહે છે-મોક્ષમાર્ગમાં (ઉપાયમાં), ને મોક્ષમાં (ઉપેયમાં) જ્ઞાનમાત્રનું એટલે કે આત્માનું જ અનન્યપણું છે. વ્યવહાર-રાગ તો એનાથી ભિન્ન જ રહી જાય છે. હવે આમ છે ત્યાં એની (–રાગની) શી અપેક્ષા ? અહા ! પોતે શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ છે, ને એના આશ્રયે રાગ રહિત વીતરાગી નિર્મળ રત્નત્રયની આનંદમય દશા પ્રગટ થાય છે તે ઉપાય છે, અને તે ઉપાયની પરિણતિ અતિ ઉગ્ર થઈ પરમ પ્રકર્ષતાને પામી ઉપયપણે થાય છે ત્યારે આત્મા પોતે જ સિદ્ધપણાને પામે છે. આમ જીવની જ આ બે-નિર્મળ ને પૂર્ણ નિર્મળ અવસ્થાઓ છે.
હા, પણ એનું કોઈ સાધન તો હશે ને?
સાધન? સાધન ગુણ વડ આત્મા પોતે જ સાધન થઈને સાધકપણે અને સિદ્ધપણે પરિણમે છે. સાધન વસ્તુની જ શક્તિ છે ત્યાં એને બીજા સાધનની શું અપેક્ષા છે? ભાઈ, આવો અલૌકિક મારગ છે. આ સમજ્યા વિના ભલે અહીં લાખો-કરોડોના બંગલામાં પડ્યો હોય, પણ મરીને કયાંય ઢોરમાં-કાગડ-કૂતરે-કંથને ચાલ્યા જશે. આવી સ્થિતિ છે.
આ રીતે ઉપાય તેમજ ઉપયમાં આત્માનું અનન્યપણું છે, રાગ તેમાં અનન્ય નથી, માટે કહે છે-“માટે સદાય અસ્મલિત એક વસ્તુનું (જ્ઞાનમાત્ર આત્મવસ્તુનું) નિષ્કપ ગ્રહણ કરવાથી, મુમુક્ષુઓને કે જેમને અનાદિ સંસારથી ભૂમિકાની પ્રાપ્તિ ન થઈ હોય તેમને પણ, તક્ષણ જ ભૂમિકાની પ્રાપ્તિ થાય છે.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #245
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
કળશ-ર૫ : ૨૩૧
અહાહા...! શું કહે છે? કે સદાય અસ્ખલિત-અચલિત એવો-ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા છે. તેને નિષ્કપ ગ્રહણ કરવાથી અર્થાત્ નિર્વિકલ્પ જ્ઞાનની પરિણતિમાં પકડવાથી-જાણવાથી મુમુક્ષુઓને-કે જેમને અનાદિ સંસારથી ભૂમિકાની એટલે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ ન હોય તેમને-તત્કાલ જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. જુઓ આ ઉપાયની પ્રાપ્તિની રીત ! શુદ્ધ આત્માના ગ્રહણ દ્વારા જ સમ્યગ્દર્શન આદિ પ્રાપ્ત થાય છે.
હવે અત્યારે તો બસ પુણ્ય કરો... પુણ્ય કરો-એમ બધે હાલ્યું છે, પણ પુણ્યથી તો સ્વર્ગાદિ મળે, ને બહુ બહુ તો વીતરાગદેવ અને તેમની વાણીનો સમાગમ મળે, પણ એમાં આત્મામાં શું આવ્યું? આત્માનો અનુભવ તો અંદર અખંડ અલિત એક જ્ઞાયકસ્વભાવી પોતાની ચીજ છે તેને સ્વાભિમુખ જ્ઞાનમાં પકડવાથી થાય છે. અહાહા...! નિમિત્તનું ને વ્યવહારનું લક્ષ છોડી એક જ્ઞાયકના લક્ષે પરિણમે તેને ધર્મનું પહેલું પગથિયું એવું સમ્યગ્દર્શન થાય છે. ભાઈ, પહેલું લક્ષમાં તો લે કે ધર્મનો દોર આ છે, આ સિવાય બહારની ક્રિયાના લક્ષે સમ્યગ્દર્શન થાય એવું વસ્તુસ્વરૂપ નથી. સમજાય છે કાંઈ...?
પુરુષાર્થસિદ્ધિ–ઉપાયમાં આવે છે કે-મોક્ષનો ઉપાય જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે બંધનું કારણ નથી. બંધનું કારણ તો યોગ અને કષાય છે. જેને તીર્થંકર પ્રકૃતિ બંધાય છે તે પણ એ મોક્ષમાર્ગથી બંધાય છે એમ નથી, યોગ અને કષાયથી જ બંધાય છે. નિર્વિકલ્પ દર્શન-જ્ઞાન-ચારિત્ર-તેરૂપ મોક્ષમાર્ગ તે યોગ અને કષાયરૂપ નથી, છતાં કહેવાય કે સમકિતીને સમ્યગ્દર્શન દેવના આયુના બંધનું કારણ છે. આ વ્યવહારનયનું-ઉપચારનું કથન છે. નયના સ્વરૂપને સમ્યક્ પ્રકારે જાણે છે તેને એમાં કાંઈ વિરોધ જેવું દેખાતું નથી.
જાતિસ્મરણથી સમ્યગ્દર્શન પામે, દેવ-ગુરુથી પામે, જિનબિંબના દર્શનથી પામે, ઇત્યાદિ શાસ્ત્રમાં આવે એ તો કોના ઉપ૨ લક્ષ હતું ને છોડયું તે બતાવનારાં કથન છે. બાકી ત્રિકાળી ધ્રુવને ધ્યેય બનાવીને ધ્યાન કરવું-બસ એ જ જન્મ-મરણના અંતનો ઉપાય છે. સાતમી નરકનો નારકી સ્વનો આશ્રય લઈને સમકિત પામે છે. આ સિવાય શું સ્વર્ગમાં કે નરકમાં-જ્યાં જાય ત્યાં બધે પોતાની શાંતિને શેકનારા અંગારા જ છે. જિનબિંબના દર્શનથી નિધત્ત અને નિકાચિત કર્મનો ક્ષય કરી સમતિ પામ્યો એમ શાસ્ત્રમાં આવે, પણ એ તો નિમિત્તની મુખ્યતાથી કથન છે. જિનબિંબના દર્શન કાળે તેનું લક્ષ છોડી પોતે જે જિનસ્વરૂપ છે તેનું લક્ષ કરે તો સમકિત થાય છે. સ્વદ્રવ્યના આશ્રયે જ સમકિત થાય છે આ એક જ રીત છે. ભાઈ, તું બીજી રીતે-દયા, દાન, વ્રત, તપથી થાય એમ માન પણ એ તો તારી હઠ છે. અરેરે! શું થાય ? ભવભ્રમણનો એને થાક લાગ્યો નથી તેથી સંસારથી છૂટવું ગોઠતું નથી. ઘણા દિવસોના કેદીની જેમ તેને ભવભ્રમણ કોઠે પડી ગયું છે, એક ભવમાંથી બીજા ભવમાં જવા તૈયાર છે, પણ તત્ત્વની વાત સમજવા તે તૈયાર નથી; તત્ત્વ એને ગોઠતું નથી.
બાકી જુઓ ને, આ શું કહે છે? અહાહા...! અસ્ખલિત-જેના ચૈતન્યનો પ્રવાહ ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ એકરૂપ અચલ છે એવા ભગવાન આત્માને નિષ્કપ-નિર્વિકલ્પ જ્ઞાનની દશામાં પકડવાથી તેને તત્ક્ષણ જ અપૂર્વ એવી ભૂમિકાની અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. લ્યો, હવે આ સિવાય બીજી કોઈ વિધિ-રીત નથી. ગુરુની કૃપાથી સમકિત થયું એમ કહેવું એ તો નિમિત્તની પ્રધાનતાથી કથન છે. નિશ્ચયથી આત્માનો ગુરુ આત્મા-પોતે જ છે. જ્યારે પોતે અંતર્મુખ થઈ સમકિત પ્રગટ કરે ત્યારે ગુરુ બહારમાં નિમિત્તરૂપે હોય તો ઉપચારથી ગુરુની કૃપા થઈ એમ કહેવાય છે. સમજાણું કાંઈ...? ભાઈ, ઉપચારનાં-વ્યવહારનાં કથન જેમ છે તેમ યથાર્થ સમજવાં જોઈએ.
હવે કહે છે– પછી તેમાં જ નિત્ય મસ્તી કરતા તે મુમુક્ષુઓ-કે જેઓ પોતાથી જ, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક અંતની ( અનેક ધર્મની ) મુર્તિઓ છે તેઓ-સાધભાવથી ઉત્પન્ન થતી ૫૨મ પ્રકર્ષની કોટિરૂપ સિદ્ધિભાવનું ભાજન થાય છે.'
‘પછી તેમાં જ નિત્ય મસ્તી કરતા'... જુઓ સમ્યગ્દર્શન પામ્યા પછી સ્વરૂપમાં નિત્ય મસ્તી-કેલિ કરતા એમ કહ્યું છે, વ્રત પાળતા ને તપસ્યા કરતા કેવળજ્ઞાન પ્રગટ કરે છે એમ કહ્યું નથી. જ્ઞાનાનંદસ્વરૂપી નિજ ભગવાન આત્મા અનુભવમાં આવ્યા પછી એમાં જ મસ્તી-૨મણતા કરતા, એમાં જ આનંદની કેલિ કરતા મુમુક્ષુઓ સિદ્ધિભાવનું ભાજન થાય છે.
અહાહા...! સમ્યગ્દર્શનરૂપી ધર્મની ધજા જેણે હસ્તગત કરી છે તેને હવે જગતમાં લુંટનારાઓ કોઈ નથી. અહાહા...! તે મુમુક્ષુઓ નિજાનંદ-જ્ઞાનાનંદસ્વરૂપમાં મસ્તી કરતા-મોજ કરતા-લહેર મારતા, પોતાથી જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #246
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩ર : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ ક્રમરૂપ-અક્રમરૂપ પ્રવર્તતા... , અહાહા....! ભાષા તો જુઓ, સાધક ચોથે, પાંચમે, છટ્ટ વગેરેમાં પોતાના જ જ્ઞાનાનંદસ્વરૂપમાં લીન પ્રવર્તે છે, વ્યવહારમાં કે નિમિત્તમાં લીન થઈ પ્રવર્તતા નથી. વળી નિષ્ફપપણે આત્માને ગ્રહણ કરતાં નિર્મળ રત્નત્રયની –અનાકુળ આનંદની ધારા (પ્રવાહ) જે ક્રમે ક્રમે પ્રગટ થઈ રહી છે તે પોતાથી જ થઈ છે, ને અક્રમે ગુણો રહેલા છે તેય પોતાથી જ રહેલા છે-આ રીતે મુમુક્ષુઓ પોતાથી જ ક્રમરૂપ-અક્રમરૂપ પ્રવર્તતા તે અનેક ધર્મની મૂર્તિઓ છે. અહાહા..! અક્રમે પ્રવર્તતા અનંત ગુણ અને ક્રમે પ્રવર્તતી તેની નિર્મળ નિર્મળ પર્યાયો-તે રૂપ પોતાથી જ થતા તે મુમુક્ષુઓ, કહે છે, અનેક ધર્મની મૂર્તિઓ છે. ગજબ વાત છે ભાઈ ! અહાહા..! તેઓ સાધકભાવથી-નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ભાવથી ઉત્પન્ન થતી પરમ પ્રકર્ષની કોટિરૂપ, એટલે કે ઉંચામાં ઉંચી–ઉત્કૃષ્ટ દશારૂપ સિદ્ધિભાવનું ભાજન થાય છે; એટલે કે તેઓ સાદિ-અનંત એવા સિદ્ધપદને પાત્ર થાય છે; હવે તેમને ફરીને સંસાર હશે નહિ. આવી વાત!
અહાહા...! જેને અંતરમાં નિષ્કપ નિરાકુળ આનંદની લહેર પ્રગટ થઈ તે જીવ સ્વરૂપની મોજ કરતો કરતો સ્વરૂપમાં જ લીનપણે સ્થિતિ કરીને અનંતકાળે નહિ પ્રાપ્ત થયેલ એવા સિદ્ધપદને પ્રાપ્ત કરી લે છે. જેમાં અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય ઇત્યાદિ પ્રગટ છે એવા સિદ્ધપદને તે પ્રાપ્ત કરી લે છે. જુઓ આ સ્વઆશ્રયની કમાલ! સ્વ-આશ્રયે જ સાધકપણું ને સ્વ-આશ્રયે જ સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. આ સમ્યફ એકાંત છે. એનો નિષેધ ના કર ભાઈ ! ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ-એની અંતર-એકાગ્રતા તે માર્ગ છે, એમાં દ્રવ્યાંતરનો સ્પર્શ નથી, વ્યવહાર એય અનેરું (બીજું, પર) દ્રવ્ય છે, એનો એમાં સ્પર્શ નથી. આવી વાત!
આમ ઉપાય-ઉપેયની વાત કરી.
હવે કહે છે પરંતુ જેમાં અનેક અંત અર્થાત ધર્મ ગર્ભિત છે એવા એક જ્ઞાનમાત્ર ભાવરૂપ આ ભૂમિને જેઓ પ્રાપ્ત કરતા નથી, તેઓ સદા અજ્ઞાની વર્તતા થકા, જ્ઞાનમાત્ર ભાવનું સ્વરૂપથી અભવન અને પરરૂપથી ભવન દેખતા (-શ્રદ્ધતા) થકા, જાણતા થકા અને આચરતા થકા, મિથ્યાષ્ટિ, મિથ્યાજ્ઞાની અને મિથ્યાચારિત્રી વર્તતા થકા, ઉપાય-ઉપયભાવથી અત્યંત ભ્રષ્ટ વર્તતા થકા સંસારમાં પરિભ્રમણ જ કરે છે.'
અહાહા...! જ્ઞાન, દર્શન, આનંદ ઇત્યાદિ અનંત ધર્મ જેના પેટમાં પડયા છે એવા ત્રિકાળી ધ્રુવ નિજ જ્ઞાનાનંદસ્વરૂપને જેઓ પ્રાપ્ત કરતા નથી તેઓ અજ્ઞાનમાં વર્તનારા છે. અહાહા...! રાગના પરિણામમાં એકત્વ કરીને વર્તતા તે મૂઢ જીવો સદા અજ્ઞાનરૂપ વર્તે છે. અહા ! જેની દષ્ટિમાં પોતાનો ધ્રુવ ચિદાનંદ ભગવાન આવ્યો નથી, જેને અંતરમાં અનાકુળ આનંદનો સ્વાદ આવ્યો નથી એવા જીવો અજ્ઞાનરૂપ પ્રવર્તે છે. બહારમાં ભલે હજારો રાણીઓ છોડીને નગ્ન દિગંબર થાય, પંચ મહાવ્રતનું પાલન કરે, તપ કરે, જંગલમાં વસે, પણ વાસ્તવમાં રાગમાં વસનારા તેઓ અજ્ઞાની જ છે. અહા ! આવા જીવો ક્લેશ કરો તો કરો, પણ નિજાનંદ-સચ્ચિદાનંદ-સ્વરૂપના ભાન વિના તેમની મુક્તિ થતી નથી, તેઓ સંસારને ઓળંગતા નથી. એમનાં સઘળાં વ્રત ને તપ બાળવ્રત ને બાળપ જ છે, ફોગટ જ છે.
તેઓ જ્ઞાનમાત્ર ભાવનું સ્વરૂપથી અભવન અને પરરૂપથી ભવન દેખનારા-શ્રદ્ધનારા છે. એટલે શું? કે પોતાનો જ્ઞાનાનંદ સ્વભાવ છે તેનું પોતાથી -સ્વ-આશ્રયથી ભવન-પરિણમન થાય એમ નહિ, પણ પરથી-રાગની ક્રિયાથી એનું ભવન-પ્રગટવું થાય છે એમ તેઓ માને છે, એમ તેઓ જાણે છે, ને આચરણ પણ એમ જ કરે છે. અહા ! આમ વર્તતા તેઓ પ્રથમ ભૂમિકા જે સમ્યગ્દર્શન તેને પ્રાપ્ત કરતા નથી; અહા ! રાગમાં જેઓ વર્તે છે તેમને સ્વભાવનું ભવન થતું નથી; તેમને અજ્ઞાનનું જ ભવન થાય છે. અહા ! પોતે રાગરૂપે પરિણમે અને માને કે મને ધર્મ થાય છે, વા વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે, કાંઈ એમ ને એમ અદ્ધરથી ધર્મ ન થઈ જાય-અહા ! આવી માન્યતાવાળા મૂઢ જીવો રાગનું જ જ્ઞાન-શ્રદ્ધાન-આચરણ કરતા થકા મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રપણે જ પરિણમી રહ્યા છે; તેમને સાધકભાવના અંકુર પ્રગટતા નથી.
બાપુ! આ તો વીતરાગનો માર્ગ છે, આ કોઈ પક્ષ કે વાડો નથી. અહાહા...! સ્વરૂપથી જ ભગવાન! તું જિનસ્વરૂપ છો. આવી પોતાની ચીજ નિર્વિકલ્પ દષ્ટિ ને જ્ઞાનમાં પ્રાપ્ત થાય છે. પણ તેને બદલે તું રાગની ક્રિયાથી પ્રાપ્તિ થવાનું માની રાગમાં જ રચ્યો રહે છે તો તને સ્વભાવનું અભવન-અપ્રાપ્તિ જ છે, ને અજ્ઞાનનું ભવન-પ્રાપ્તિ થાય છે. અમે મુનિ છીએ, જંગલમાં રહીએ છીએ, અમારે કયાં વેપાર-ધંધાનાં પાપ છે? અમે તો બધું છોડ્યું છે. તેને કહીએ-શું જોયું છે ? ધૂળેય છોડ્યું નથી સાંભળને. મિથ્યાત્વનું મહાપાપ તો ઊભું છે, પછી શું છોડયું?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #247
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-૨૬૬ : ૨૩૩
અહા ! સ્વરૂપની દૃષ્ટિ વિના, અજ્ઞાની જીવ એકલા રાગના રંગે રંગાયો છે. દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિ રાગની ક્રિયાઓમાં તે રચ્યો રહે છે. તે રાગને જ દેખે છે, રાગને જ સર્જે છે, ને રાગને જ આચરે છે. તેને મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રનું જ આચરણ છે. ધર્મની ક્રિયાનું તો તેને ભારેય નથી. શુદ્ધ ચૈતન્યના આશ્રયે જે નિર્વિકલ્પ દશાઓ થાય તેની તો એને ગધેય નથી. તેને સ્વભાવનું ભવન જ નથી ને! એ તો એકાંતે રાગની ક્રિયાઓમાં ધામા નાખીને ત્યાં જ રમી રહ્યો છે. અહા ! અનેક ક્રિયાકાંડ કરવા છતાં તેને સંસાર-પરિભ્રમણ જ ઊભું રહે છે; તે સંસારમાં જ-૮૪ના અવતારોમાં જ –રખડે છે.
અહા ! કર્મનું જોર છે માટે અજ્ઞાનીને સ્વરૂપનું અભવન છે એમ નથી. એની ઉંધી શ્રદ્ધાને લઈને એને સ્વરૂપનું અભવન છે. પોતાની ઉંધી શ્રદ્ધાનું જોર છે તેથી અજ્ઞાની રખડે છે. કર્મ માર્ગ આપે તો ધર્મ થાય એમ કર્મનાં ઉંધાં લાકડાં એનામાં ગરી ગયાં છે. એમ કર્મ-કર્મનું જોર માનીને એણે નિજ આત્મસ્વભાવનો ત્યાગ કરી દીધો છે. અરે ભાઈ, કર્મ છે, પણ એ તો જડ-ધૂળ બાપુ! એ તને શું કરે? તારી દષ્ટિ બદલ તો સૃષ્ટિ બદલાઈ જશે.
એક વાર એક લૌકિકમાં પ્રસિદ્ધ સંત પુરુષ રાજકોટમાં અમારા વ્યાખ્યાનમાં આવેલા. ત્યારે કહેલું કે-પર જીવોની દયા પાળવાનો ભાવ તે રાગભાવ છે, શુભરાગ છે, બંધનું કારણ છે, તે ધર્મ નથી. વળી જે જીવ માને છે કે હું પરની દયા પાળી શકું છું તે મૂઢ છે. રાગમાં ધર્મ માને એય મૂઢ છે, ને પરની દયા પાળવાનું માને તેય મૂઢ છે. તેમને આ વાત જચી નહિ. પણ શું થાય? મિથ્યાભાવ તો અંતરના પુરુષાર્થથી જ મટે ને! સ્વરૂપને ભૂલી જવું તે ભૂલ છે, ને પોતાની ભૂલને લઈને જ જીવ સંસારમાં ભમે છે. “અપને કો આ૫ ભૂલ કે હેરાન હો ગયા.' રાગની ક્રિયામાં જે ધર્મ માની બેઠા છે તે મિથ્યાષ્ટિ અજ્ઞાની જીવો છે, ને તે ચાર ગતિમાં પરિભ્રમે છે. આવી વાત !
કળશ - ૨૬૬
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
(વસન્તતિના) ये ज्ञानमात्रनिजभावमयीमकम्पां भूमिं श्रयन्ति कथमप्यपनीतमोहाः ।। ते साधकत्वमधिगम्य भवन्ति सिध्दा
मूढास्त्वमूमनुपलभ्य परिभ्रमन्ति।। २६६ ।। શ્લોકાર્થ:- [] જે પુરુષો, [ મ પ માનીત–મોદ:] કોઈ પણ પ્રકારે જેમનો મોહ દૂર થયો છે એવા થયા થકા, [ જ્ઞાનમાત્ર-નિન–ભાવમયીમ્ કમ્પાં ભૂમિં] જ્ઞાનમાત્ર નિજભાવમય અકંપ ભૂમિકાનો (અર્થાત્ જ્ઞાનમાત્ર જે પોતાનો ભાવ તે-મય નિશ્ચળ ભૂમિકાનો) [ કયન્તિ] આશ્રય કરે છે, [તે સાધત્વ ધરખ્ય સિદ્ગા: મવત્તિ] તેઓ સાધકપણાને પામીને સિદ્ધ થાય છે; [1] પરંતુ [મૂઢી:] જેઓ મૂઢ (–મોહી, અજ્ઞાની, મિથ્યાષ્ટિ) છે, તેઓ [ અમૂમ અનુપનભ્ય ] આ ભૂમિકાને નહિ પામીને [પરિભ્રમન્તિ] સંસારમાં પરિભ્રમણ કરે છે.
ભાવાર્થ- જે ભવ્ય પુરષો, ગુરુના ઉપદેશથી અથવા સ્વયમેવ કાળલબ્ધિને પામી મિથ્યાત્વથી રહિત થઈને, જ્ઞાનમાત્ર એવા પોતાના સ્વરૂપને પામે છે, તેનો આશ્રય કરે છે, તેઓ સાધક થયા થકા સિદ્ધ થાય છે; પરંતુ જેઓ જ્ઞાનમાત્ર એવા પોતાને પામતા નથી, તેઓ સંસારમાં રખડે છે. ર૬૬.
* કળશ ૨૬૬: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ચે' જે પુરુષો, ‘થમ પિ પુનીત–મોદ:' કોઈ પણ પ્રકારે જેમનો મોહ દૂર થયો છે એવા થયા થકા, ‘જ્ઞાનમીત્ર–નિન–ભાવમયીમ કમ્પાં મૂન' જ્ઞાનમાત્ર નિજભાવમય અકંપ ભૂમિકાનો (અર્થાત્ જ્ઞાનમાત્ર જે પોતાનો ભાવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #248
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
તે–મય નિશ્ચળ ભૂમિકાનો ) ‘શ્રયન્તિ’ આશ્રય કરે છે, ‘તે સાધત્વમ્ અધિગમ્ય સિધ્ધા: મવન્તિ' તેઓ સાધકપણાને પામીને સિદ્ધ થાય છે;...
શરુઆતથી માંડીને માર્ગ જ આ છે ભાઈ! સમયસાર ગાથા ૧૧માં આવ્યું ને કે- ‘મૂવત્વમસ્તિવો ચતુ સમ્માવિઠ્ઠી હવવિ નીવો' જે ભૂતાર્થનો આશ્રય કરે છે તે સમ્યગ્દષ્ટિ થાય છે. એ જ આ વાત છે. કહે છે-જે પુરુષો, કોઈ પણ પ્રકારે અર્થાત્ મહાન પુરુષાર્થ કરીને મોહનો નાશ કરે છે, મિથ્યાભાવનો નાશ કરે છે-એવા થઈને..., જુઓ, આમાં અસ્તિમાં પુરુષાર્થ ને નાસ્તિમાં મોહનો નાશ એમ બે વાત કરી છે. અહાહા...! અંતઃપુરુષાર્થ વડે મોહનો નાશ થયો છે એવા થઈને જે પુરુષો, જ્ઞાનમાત્ર નિજભાવમય અકંપ-નિશ્ચલ એક જ્ઞાયકભાવનો આશ્રય કરે છે તેઓ સાધકપણાને પામીને તેની ઉત્કૃષ્ટ દશારૂપ સિદ્ધ થાય છે. ભાઈ, દયા પાળવી, વ્રત કરવાં, ભક્તિ કરવી કે આહારદાન દેવું એ કોઈ માર્ગ નામ મોક્ષમાર્ગ નથી, સાધકપણું નથી, તથા તે માર્ગનું-સાધકપણાનું આલંબન પણ નથી. લ્યો, આવી વાત ! બહુ આકરી પણ સત્ય વાત છે. અહા! અશુભથી બચવા ધર્મીને એવો ભાવ આવે છે પણ એ ધર્મ નથી.
અહાહા...! ભગવાન પૂર્ણાનંદનો નાથ રાગના વિકલ્પથી રહિત પોતાના સ્વભાવથી જાણે એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. પ્રવચનસાર, ગાથા ૧૭૨માં અલિંગગ્રહણના પ્રથમ છ બોલમાં આ પ્રમાણે લીધું છે કે
૧. જેને ઇન્દ્રિયો વડે ગ્રહણ-જાણવું થાય એવો ભગવાન આત્મા નથી.
૨. જે ઇન્દ્રિયો વડે ગ્રાહ્ય-જણાવાયોગ્ય થાય એવો ઇન્દ્રિયપ્રત્યક્ષનો આત્મા વિષય નથી.
૩. ઇન્દ્રિયપ્રત્યક્ષપૂર્વક આત્મા અનુમાનનો વિષય નથી.
૪. બીજાઓ દ્વારા માત્ર અનુમાનથી જણાય એવો આત્મા નથી.
૫. આત્મા એકલા અનુમાન વડે જાણે એવો અનુમાતા નથી.
૬. આત્મા પોતાના સ્વભાવથી જાણે એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે.
અહાહા...! આમ પોતાની જાતથી ભાત પાડે એવો આત્મા છે; રાગના વિકલ્પથી તે જણાય એવો નથી. આવી ઝીણી વાત કદી સાંભળી નથી. કોઈક વાર સાંભળવામાં આવી જાય તો નિશ્ચય છે, નિશ્ચય છે–એમ કહીને કાઢી નાખે છે.
અહા! ભગવાન આત્મા પરોક્ષ રહે એવો એનો સ્વભાવ જ નથી. તેથી ભગવાન આત્માનું અસ્તિપણે જે અતીન્દ્રિય પૂર્ણ સ્વરૂપ છે એનો આશ્રય કરે છે તે સાધકપણાને પામીને સિદ્ધ થાય છે.
તો વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એમ શાસ્ત્રમાં આવે છે ને?
હા, આવે છે; પણ એ તો ઉપચારથી કથન છે બાપુ! બાકી વ્યવહાર કાંઈ ૫રમાર્થરૂપ સાધન છે નહિ. આત્મામાં સાધન નામનો ગુણ છે તે વડે આત્મા જ પોતે સાધનરૂપ થઈને પોતાની નિર્મળ વીતરાગી પર્યાયને પ્રગટ કરે છે. પોતે જ પોતાનું સાધન છે. વિશેષ સ્પષ્ટ કહીએ તો જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે જ તેનું સાધન છે. અહાહા...! ધર્મ કેમ પમાય ? તો કહે છે–ત્રિકાળી એક જ્ઞાયકસ્વરૂપ, કર્મ-નોકર્મથી ભિન્ન એવું સ્વદ્રવ્ય છે તેના આશ્રયે સાધકપણાને પામીને સિદ્ધ થવાય છે. આ જ ધર્મ પામવાની રીત છે; રાગ કે નિમિત્તના આશ્રયે ધર્મ પ્રગટે એવી વસ્તુ નથી.
અરે! આત્માના ભાન વિના જીવો એકાંતે દુ:ખી છે. ભલે બહારથી તરફડિયાં ન મારતા હોય, પણ અંદરથી દુઃખી જ દુઃખી છે. શરીરમાં ધો૨ીરગ તૂટે તો ફટ દઈને ખલાસ થઈ જાય, ને નાની રગ તૂટે તો તરફડી-તરફડીને ખલાસ થઈ જાય. અરેરે ! આવાં વેદન એણે અનંત વા૨ કર્યાં છે; કેમકે એને દેહ ને રાગથી એકત્વ બુદ્ધિ છે. રાગ તો સ્વયં દુઃખરૂપ છે, દાવાનળ છે. એણે રાગથી એકત્વ કરીને ચિરકાળથી પોતાની શાંતિને જલાવી દીધી છે.
અહા ! આ ઝવેરીઓ બધા કરોડોની કિંમતના હીરાને પરખે, પણ પરખનારો અંદર ચૈતન્યહીરલો છે તેને ના પરખે, અહાહા...! અંદર જુએ તો એ ચૈતન્યહીરલો એકલા જ્ઞાન ને આનંદનો દરિયો છે. જેમ દરિયામાંથી પાણીની છોળો ઉછળે તેમ આ ચૈતન્યહીરલાની દષ્ટિ કરતાં અંદરથી જ્ઞાન ને આનંદની છોળો ઉછળે છે. અહાહા...! કરોડો અબજોની કિંમતના હોય તોય એ જડ હીરાની શી કિંમત? એ તો ધૂળની ધૂળ છે બાપા! હીરાય ધૂળ ને તેની કિંમતેય ધૂળ. જ્યારે આ ચૈતન્યહીરલો-એકલા જ્ઞાયકસ્વભાવથી ઝળહળતો-તેની શી કિંમત ? અહાહા...! અંતર્દષ્ટિ વડે નીરખતાં ને અંત૨-એકાગ્ર થતાં તેમાંથી આનંદની છોળે સહિત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટે એવી એ અણમોલ ચીજ છે. અહાહા...!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #249
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-૨૬૭ : ૨૩પ એનો આશ્રય કરતાં એમાંથી સાધકદશા ને સિદ્ધદશા પ્રગટે એવી અણમોલ અનુપમ ચીજ ચૈતન્યવહુ આત્મા છે. અહાહા..! અહીં કહે છે-જેણે આ ચૈતન્યહીરલાનો આશ્રય લીધો તે સાધકપણાને પામીને સિદ્ધપદ પામશે. અહાહા..! અનંત-સુખધામ એવું સિદ્ધપદ કોને કહીએ ? ઓહો ! આચાર્ય અમૃતચંદ્રદેવે સુખનાં વેણલાં વહેવડાવ્યાં છે. કહે છેસ્વરૂપના આશ્રયે જેને સાધકદશા થઈ તેને અલ્પકાળમાં પરમ સુખધામ એવી સિદ્ધદશા પ્રગટ થશે. આવી વાત!
હવે કહે છે- ‘તુ' પરંતુ “મૂઢT:' જેઓ મૂઢ (-મોહી, અજ્ઞાની, મિથ્યાદષ્ટિ) છે, તેઓ ‘અમૂન અનુપમ્ય' આ ભૂમિકાને નહિ પામીને ‘રભ્રમન્તિ' સંસારમાં પરિભ્રમણ કરે છે.
અહાહા...! જેઓ મૂઢ છે, અર્થાત જેઓ પોતાની ચિદાનંદઘન સ્વરૂપ ચૈતન્યવહુને ઓળખતા નથી, અને પવિત્રતાનો પિંડ એવો પોતે, અને અપવિત્ર એવો રાગ-શુભ કે અશુભ-અહીં શુભની પ્રધાનતાથી વાત છે એ બનેને એકમેક જાણે છે, માને છે તેઓ મૂઢ છે, મોહી, અજ્ઞાની છે. રાગથી મને લાભ થશે, ને વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય ધર્મ પ્રગટશે –એમ માને છે તેઓ મૂઢ છે, મિથ્યાષ્ટિ છે. અહા ! આવા મિથ્યાદૃષ્ટિ જીવો, કહે છે, આ
ભૂમિકાને અર્થાત્ સમ્યકદર્શન આદિ ભાવને-સાધકપણાને પ્રાપ્ત કરતા નથી. જેઓ શુભના વિકલ્પમાં રોકાયેલા છે તેઓ સાધકપણાની ભૂમિકાને પ્રાપ્ત કરી શકતા નથી.
પ્રશ્ન- તેઓ વ્રત, તપ, ભક્તિ, પૂજા, દયા, દાન ઇત્યાદિ ભગવાને કહેલા સાધન તો કરે છે?
ઉત્તર- એ તો બધાં ઉપચારથી સાધન કહ્યાં છે, તેને તેઓ પરમાર્થ સાધન માની બેઠા છે એ જ ભૂલ છે. વ્રતાદિ કાંઈ વાસ્તવિક સાધન નથી. તેથી રાગમાં જ રોકાયેલા તેઓ બહારમાં ચાહે નગ્ન દિગંબર સાધુ થયા હોય, જંગલમાં રહેતા હોય, પંચમહાવ્રતાદિ પાળતા હોય તોય મૂઢ રહ્યા થકા સાધકપણાને પામતા નથી. અહા ! અગિયાર અંગ અને નવ પૂર્વની લબ્ધિ પ્રગટી હોય તોય શું? તોય તેઓ અજ્ઞાની છે કેમકે રાગની એકતાની આડમાં તેમને આત્મજ્ઞાન થયું નથી. અહા ! જે રાગના-પુણ્યના પ્રેમમાં ફસ્યો છે તે વ્યભિચારી છે, મૂઢ છે, આવા મૂઢ જીવો રાગ વિનાની સાધકની ભૂમિકાને પામતા નથી. તેઓ સંસારમાં જ પરિભ્રમણ કર્યા કરે છે. ઓહો ! મોટો સંસાર સમુદ્ર પડ્યો છે. કદીક ઉંચે સ્વર્ગમાં અવતરે, ને કદીક હેઠે નર્કમાં જાય; અરરર..! પારાવાર દુઃખને ભોગવે છે. સમજાણું કાંઈ...?
* કળશ ૨૬૬: ભાવાર્થ ઉપરનું પ્રવચન * જે ભવ્ય પુરુષો, ગુરુના ઉપદેશથી અથવા સ્વયમેવ કાળલબ્ધિને પામી મિથ્યાત્વથી રહિત થઈને, જ્ઞાનમાત્ર એવા પોતાના સ્વરૂપને પામે છે, તેનો આશ્રય કરે છે, તેઓ સાધક થયા થકા સિદ્ધ થાય છે; પરંતુ જેઓ જ્ઞાનમાત્ર એવા પોતાને પામતા નથી, તેઓ સંસારમાં રખડે છે.'
અહાહા...! કોઈને ગુરુએ કહ્યું મારી સામું મા જો, અંદર ચિદાનંદઘન પ્રભુ તું છો ત્યાં તારામાં જો ત્યાં જા, ને ત્યાં જ રમી જા, ત્યાં જ ઠરી જા, અહા ! તેણે એમ કર્યું તો સમકિત સહિત તેને સાધકપણું થયું. તથા કોઈ સ્વયં અંદર જાગ્રત થઈ અંત:પુરુષાર્થ કરી સાધક થયો. અહા ! આમ સમકિત યુક્ત સાધકપણાને પામીને જીવો સિદ્ધદશાને પામે છે. આ જ માર્ગ છે ભાઈ ! જેઓ પોતાના સ્વભાવનો આશ્રય કરે છે તેઓ સાધક થયા થકા સિદ્ધ થાય છે. પરંતુ જેઓ શુભાશુભ ક્રિયામાં જ લીન થઈ રોકાયા છે તેઓ આત્મવસ્તુને પામતા નથી, સંસારમાં રખડ્યા કરે છે. આવી વાત !
*
કળશ - ૨૬૭ આ ભૂમિકાનો આશ્રય કરનાર જીવ કેવો હોય તે હવે કહે છે:
(વસન્તતિત્તા) स्याद्वादकौशलसुनिश्चलसंयमाभ्यां यो भावयत्यहरहः स्वमिहोपयुक्तः।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #250
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
ज्ञानक्रियानयपरस्परतीव्रमैत्री
पात्रीकृतः श्रयति भूमिमिमां स एकः।। २६७।। શ્લોકાઃ- [s:] જે પુરુષ [ચાર–ોશન–સુનિશ્ચત–સંચમાખ્યાં] સ્યાદ્વાદમાં પ્રવીણતા તથા (રાગાદિક અશુદ્ધ પરિણતિના ત્યાગરૂપ) સુનિશ્ચળ સંયમ-એ બન્ને વડ [ફ૬ ૩૫યુp:] પોતામાં ઉપયુક્ત રહેતો થકો (અર્થાત્ પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મામાં ઉપયોગને જોડતો થકો ) [ : મદ: સ્વમ માવતિ] પ્રતિદિન પોતાને ભાવે છે (નિરંતર પોતાના આત્માની ભાવના કરે છે), [+: 5:] તે જ એક (પુરુષ), [ જ્ઞાન-વિય–નય–પરસ્પર—તીવ્રમૈત્રી–પત્રીકૃત:] જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રીના પાત્રરૂપ થયેલો, [મામ ભૂમિ શ્રતિ] આ ( જ્ઞાનમાત્ર નિજભાવમય ) ભૂમિકાનો આશ્રય કરે છે.
ભાવાર્થ- જે જ્ઞાનનયને જ ગ્રહીને ક્રિયાનયને છોડ છે, તે પ્રમાદી અને સ્વચ્છંદી પુરુષને આ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી. જે ક્રિયાયને જ ગ્રહીને જ્ઞાનનયને જાણતો નથી, તે (વ્રત-સમિતિ-ગુણિરૂપ) શુભ કર્મથી સંતુષ્ટ પુરુષને પણ આ નિષ્કર્મ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી. જે પુરુષ અનેકાંતમય આત્માને જાણે છે (–અનુભવે છે) તથા સુનિશ્ચળ સંયમમાં વર્તે છે (-રાગાદિક અશુદ્ધ પરિણતિનો ત્યાગ કરે છે), એ રીતે જેણે જ્ઞાનનય અને ક્રિયાયની પરસ્પર તીવ્ર મૈત્રી સાધી છે, તે જ પુરુષ આ જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિકાનો આશ્રય કરનાર છે.
જ્ઞાનનય અને ક્રિયાનયના ગ્રહણ-ત્યાગનું સ્વરૂપ અને ફળ “પંચાસ્તિકાય-સંગ્રહ’ શાસ્ત્રના અંતમાં કહ્યું છે, ત્યાંથી જાણવું. ર૬૭.
* કળશ ૨૬૭: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
‘:' જે પુરુષ ‘સ્થા–શન–સુનિશ્ચિત્ન–સંયમભ્યામ્' સ્યાદ્વાદમાં પ્રવીણતા તથા (રાગાદિક અશુદ્ધ પરિણતિના ત્યાગરૂપ) સુનિશ્ચળ સંયમ-એ બન્ને વડ ‘રૂદ્દ ઉપયુવત:' પોતામાં ઉપયુક્ત રહેતો થકો ( અર્થાત્ પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મામાં ઉપયોગને જોડતો થકો) “મ: અદ: હું ભાવતિ' પ્રતિદિન પોતાને ભાવે છે (-નિરંતર પોતાના આત્માની ભાવના કરે છે).
અહાહા..! અહીં સ્યાદ્વાદની પ્રવીણતા અને સુનિશ્ચળ સંયમ-એમ બે વાત લીધી છે. ત્યાં સ્યાદ્વાદની પ્રવીણતા એટલે શું? કે દ્રવ્યસ્વરૂપમાં, ભગવાન ત્રિકાળી એક જ્ઞાયકમાં નિમિત્ત, રાગ કે ૫ રાગ કે પર્યાયમાં ભગવાન જ્ઞાયક નથી, અહાહા...! આવું સ્વના આશ્રયે જે જ્ઞાન-શ્રદ્ધાનરૂપ પરિણમન થાય તે
સ્યાદ્વાદની પ્રવીણતા છે. “શુદ્ધ ’માં રાગાદિ નહિ, ને રાગાદિમાં “શુદ્ધ' નહિ એવું જ્ઞાનનું પરિણમન તે સ્યાદ્વાદની પ્રવીણતા છે. તથા જેમાં અશુદ્ધ પરિણતિનો ત્યાગ વર્તે છે એવી સ્વસ્વરૂપની રમણતા, સ્થિરતા, નિશ્ચલતા તે સંયમ છે. અહીં કહે છે–સ્યાદ્વાદની પ્રવીણતા અને સુનિશ્ચળ સંયમ-એ બે વડ જે પુરુષ પોતામાં ઉપયુક્ત રહેતો થકો, ઉપયોગને પોતામાં જ સ્થિર કરતો થકો પ્રતિદિન પોતાને ભાવે છે તે આ ભૂમિકાને અર્થાત્ સાધકપણાને પામે છે. લ્યો, આવી વાત! સમજાણું કાંઈ....?
અહા! જેને સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન પ્રગટ થયું તેને સ્વ-આશ્રયે સુનિશ્ચિળ સંયમ પ્રગટ થાય છે. જ્ઞાન-શ્રદ્ધાન થવામાં સ્વભાવ સન્મુખતાનો જે પુરુષાર્થ છે તેનાથી સુનિશ્ચલ સંયમ થવામાં ચારિત્રનો અનેક ગુણો પુરુષાર્થ હોય છે. અહાહા...! ચારિત્ર એટલે શું? જે ચૈતન્યસ્વરૂપ જ્ઞાનમાં પ્રતિભાસ્યું ને શ્રદ્ધામાં આવ્યું તેમાં વિશેષપણે ચરવું, રમવું, ઠરવું, જમવું તેનું નામ ચારિત્ર છે. અહાહા...! જેમાં પ્રચુર આનંદનાં ભોજન થાય એવી સ્વાનુભવની સુનિશ્ચલ દશા તેને ચારિત્ર કહે છે. અશુદ્ધતાનો ત્યાગ થઈ શુદ્ધ રત્નત્રય પરિણતિનું પ્રગટ થવું એનું નામ સંયમ અર્થાત્ ચારિત્ર છે.
છ કાયની દયા પાળવી તેને સંયમ કહે છે ને? હા, છ કાયની દયા પાળવી તેને સંયમ કહેલ છે, પણ એ તો ભેદરૂપ સંયમ છે. વાસ્તવમાં એ શુભરાગ છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #251
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-૨૬૭ : ૨૩૭ અને ધર્મી પુરુષની ધર્મ પરિણતિનો સહુચર જાણી તેને ઉપચારથી સંયમ કહેલ છે. સમજાણું કાંઈ...?
અહાહા...! મહાન વૈભવશીલ એવા રાવણને એક સ્ફટિકનો મહેલ હતો. એના સ્ફટિક એવા ઝળહળતા પ્રકાશિત હતા કે કોઈ દુશ્મન ત્યાં જાય તો પગ કયાં ધરવો તે ખબર ન પડે એટલે તરત પકડાઈ જાય. તેમ આ આત્મા ચૈતન્યનો મહેલ એવા ચૈતન્યના પ્રકાશથી ભરપુર ઝળહળતો ઉજ્વળ છે કે ત્યાં મોટુ આદિ દુશ્મનો તરત જ પકડાઈ જાય છે. અહાહા...! ચૈતન્યહીરલો ચૈતન્ય પ્રકાશનો પુંજ એવો છે કે એમાં ચરણ ધરતાં, ચરતાં-વિચરતાં મોહાંધકારનો નાશ થઈ જાય છે, ને પ્રબળ પવિત્ર ઉજ્વળ ચારિત્રનો પ્રકાશ પ્રગટ થાય છે. લ્યો, આનું નામ સંયમ છે. શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્મા અનુભવમાં આવ્યો, પછી એવા જ અનુભવમાં સ્થિર થઈને રહેવું તે સંયમ છે.
ત્યારે કોઈ વળી કહે છે–આચાર્ય કુંદકુંદદેવ પણ અહિંસાદિ મહાવ્રત પાળતા હતા, અમે કેમ ન પાળીએ ?
અરે ભાઈ ! તને આચાર્યદેવના અંતરના સ્વરૂપની ખબર નથી. મુખ્યપણે તેઓ શુદ્ધોપયોગમાં જ સ્થિતલીન હતા; નિરંતર શુદ્ધોપયોગની જ તેમને ભાવના હતી, વ્રતાદિની નહિ. તેમનો જ આ સંદેશ છે કેપંચમહાવ્રતાદિનો વિકલ્પ રાગ છે, જ્યારે અંતરમાં સ્વરૂપ-સ્થિરતા કરવી તે સંયમ નામ ચારિત્ર છે. પંચમહાવ્રતાદિનો વિકલ્પ હોય છે ખરો, પણ તે કાંઈ સંયમ નથી, ખરેખર તો (નિશ્ચયથી) તે હેય એવો અસંયમ, અચારિત્ર જ છે. હવે આવી વાત આકરી લાગે પણ આ સત્ય વાત છે.
અહા ! ધર્માત્મા, સંયમી-મુનિ નિરંતર પોતાના શુદ્ધ સ્વરૂપને ભાવે છે. આમાવલોકનમાં આવે છે કે-મુનિઓ વારંવાર વીતરાગતાનો ઉપદેશ આપે છે, શુદ્ધ સ્વરૂપમાં રમણતા કર-એવો જ ઉપદેશ તેઓ આપે છે. રાગ કરવાની તો વાત જ નથી ભાઈ ! (વ્રતાદિનો) રાગ હોય છે એ જુદી વાત છે, ને રાગને કરવો–એ જુદી વાત છે. અરે, જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે ભાવની પણ મુનિવરોને ભાવના હોતી નથી. શું આસ્રવને ધર્મી ભાવે? કદીય ન ભાવે.
અહાહા..! કહે છે-નિરંતર જે પુરુષ ઉપયોગને સ્વસ્વરૂપમાં ઉપયુક્ત કરી નિજ શુદ્ધાત્માને ભાવે છે. “સ: 5:' તે જ એક (પુરુષ), ‘જ્ઞાન-શિયા-ન-પરસ્પર–તીવ્ર–મૈત્રી–પાત્રી ત:' જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રીના પાત્રરૂપ થયેલો, ‘રૂના ભૂનિમ્ શ્રત' આ (જ્ઞાનમાત્ર નિજભાવમય ) ભૂમિકાનો આશ્રય કરે છે.
અહાહા.! લ્યો, જ્ઞાન અને ક્રિયા નામ ચારિત્ર-બન્નેની મૈત્રીના પાત્રરૂપ થયેલો તે એક જ જ્ઞાનમાત્ર ભૂમિકાને આદરે છે; તે એક જ સાધકપણાને પામે છે, બીજા રાગમાં રોકાયેલા છે તેઓ સાધકપણાને પ્રાપ્ત થતા નથી.
અહાહા...! શું કળશો છે! કોઈને મોઢામાં અમી ન આવતું હોય, ને તેને સો-બસો આંબલીના કાતરાના ઢગ વચ્ચે બેસાડીએ તો મોંમાં પાણી વળી જાય, ને અમી આવે, તેમ આચાર્ય અમૃતચંદ્રદેવે અહીં અમૃતમય કળશોનો ઢગ ખડો કર્યો છે. અહા ! જે એની મધ્યમાં જાય અર્થાત તેનું અવગાહન કરે તેને અંદર અમૃતરૂપી અમી ઉછળી જાય છે. અહાહા...! અંદર અમીનો સાગર ઉછાળે એવા આ કળશો છે. અહાહા...! કહે છે-જે પુરુષ સ્યાદ્વાદમાં પ્રવીણતા અને સુનિશ્ચળ સંયમ વડે, શુદ્ધાત્મામાં ઉપયુક્ત થયો થકો પોતાને જ ભાવે છે તે પુરુષ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ થયો થકો સાધકપણાને પામે છે; ને સિદ્ધ થઈ જાય છે.
* કળશ ૨૬૭: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જે જ્ઞાનનયને જ ગ્રહીને ક્રિયાનયને છોડે છે, તે પ્રમાદી અને સ્વચ્છંદી પુરુષને આ ભુમિકાની પ્રાપ્તિ થઈ નથી.”
જુઓ, શું કીધું? કે એકલું શાસ્ત્રનું જાણપણું કરે, પણ અંતર્દષ્ટિ પ્રગટ કરી અશુદ્ધતાને ટાળે નહિ તે પ્રમાદી અને સ્વચ્છંદી છે. એવા શુષ્કજ્ઞાનીને અંતરમાં સાધકપણું પ્રગટતું નથી. શાસ્ત્રનું જાણપણું ખૂબ કરે તેથી ક્ષયોપશમનો વિકાસ તો થાય, પણ એમાં શું? અંદર પરમ પુનીત શુદ્ધભાવમય આત્માને જાણે નહિ, ને એકાંતે જ્ઞાનનયને ગ્રહે તે પુરુષ અશુદ્ધતા ટાળીને અંદર જતો નથી. એવા પ્રમાદી સ્વચ્છંદી પુરુષને ભૂમિકાની-સાધકપણાની દશાની પ્રાપ્તિ થતી નથી.
વળી, “જે ક્રિયાયને જ ગ્રહીને જ્ઞાનનયને જાણતો નથી, તે (વ્રત-સમિતિ-ગુણિરૂપે) શુભકર્મથી સંતુષ્ટ પુરુષને પણ આ નિષ્કર્મ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી.”
જુઓ, દયા, દાન, વ્રત, તપ, સમિતિ, ગુતિ ઇત્યાદિના શુભભાવમાં જેઓ સંતોષાઈ જાય છે, અર્થાત આ શુભભાવથી ધર્મ થાય છે એમ જેઓ માને છે તેઓ જ્ઞાનનયને જાણતા નથી. તેમને શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્માનું ભાન નથી. ભાઈ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #252
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ વ્રતાદિની જે બાહ્ય ક્રિયા છે એ તો રાગ છે, ને રાગમાં સંતુષ્ટ છે તેને રાગરહિત નિષ્કર્મ વીતરાગી ભાવની ભૂમિકા પ્રાપ્ત થતી નથી. અહા ! આવા ક્રિયાજડ ક્રિયાકાંડીઓને આત્માના ધર્મની ક્રિયા થતી નથી. વાસ્તવમાં તેઓ અજ્ઞાની જ રહે છે.
હવે કહે છે જે પુરુષ અનેકાંતમય આત્માને જાણે છે (–અનુભવે છે) તથા સુનિશ્ચળ સંયમમાં વર્તે છે ( રાગાદિક અશુદ્ધ પરિણતિનો ત્યાગ કરે છે), એ રીતે જેણે જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રી સાધી છે, તે જ પુરુષ આ જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિકાનો આશ્રય કરનાર છે.'
શું કીધું આ? કે જે પુરુષ અનેકાંતમય આત્માને જાણે છે અર્થાત્ દ્રવ્યપર્યાય સ્વરૂપ આત્મવસ્તુ છે તેમાં ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે પર્યાય નથી, ને એક સમયની પર્યાય છે તે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય નથી–અહાહા...! આવું જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તેને જે પુરુષ અનુભવે છે તે સમ્યજ્ઞાની છે. અહા ! આમ સમ્યજ્ઞાન અને સુનિશ્ચળ સંયમ-એમ બેમાં જે વર્તે છે તે પુરુષ જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિકાનો આશ્રય કરનાર છે. સમ્યગ્દર્શન થતાં જ અભિપ્રાયથી તો રાગથી ભિન્ન પડ્યો હતો, છતાં રાગ હતો. તો તેને જાણીને સ્વરૂપના ઉગ્ર આશ્રય વડે શુદ્ધ પરિણતિ-વીતરાગી પરિણતિને પ્રગટ કરે તેને સંયમ કહે છે. એકલી ઇન્દ્રિયોને દમવી ને અહિંસાદિ વ્રત પાળવાં તે સંયમ એમ નહિ. એ તો સંયમ છે જ નહિ. સ્વરૂપમાં જે લીનતા-સ્થિરતા છે તે સંયમ છે. આમ સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્ર વડ જેણે જ્ઞાનનય અને ક્રિયાયની મૈત્રી સાધી છે તે જ પુરુષ આ જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિકાનો આશ્રય કરનારો છે.
અહાહા...! પુણ્ય-પાપથી રહિત ચિન્માત્રજ્યોતિસ્વરૂપ ભગવાન આત્મા છે. તેની અંતર્મુખ થઈને સ્વસંવેદનપોતાનું પોતાથી વેદન કરવું તે જ્ઞાનનય છે; તથા તેમાં જ સ્થિર થઈ, અશુદ્ધતાના-રાગના ત્યાગરૂપ શુદ્ધ પરિણતિરૂપે પરિણમવું તે સંયમ નામ ક્રિયાનય છે. સમ્યજ્ઞાન-આત્મજ્ઞાન ને રાગના અભાવરૂપ સંયમ–બેને મૈત્રી–ગાઢ મૈત્રી છે. આ જ્ઞાનનય ને ક્રિયાનયની મૈત્રી છે. હવે આવો મારગ વીતરાગનો છે, પણ લોકોને તે સમજવો કઠણ થઈ પડ્યો છે.
પણ શું થાય? જેમ માબાપ મરી જાય ને છોકરાઓ અંદર-અંદર લડ-એમ કે બાપે આમ કહ્યું હતું ને તેમ કહ્યું હતું; તેમ અરેરે! અત્યારે કેવળી–શ્રુતકેવળીના વિરહ પડ્યા છે. કેવળી રહ્યા નહિ, ને આમ ધર્મ થાય ને તેમ ધર્મ થાય-એમ લોકો અંદર અંદર વિવાદે ચઢી ગયા છે. પરંતુ ભાઈ ! વસ્તુ જે ભગવાન આત્મા છે તેનો જ્ઞાનાનંદ સ્વભાવ છે. અહાહા...! આવી નિજવસ્તુના આશ્રયે પરિણમતા પર્યાયમાં જ્ઞાન ને આનંદ પ્રગટ થાય છે, અને તે ધર્મ છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ. સ્વનું-જ્ઞાન ને આનંદનું ભવન–થવું તે સ્વભાવ નામ ધર્મ છે. આ જૈનદર્શન છે. જૈનદર્શનની આવી વાત બીજે કયાંય નથી.
ભાઈ, અનેકાંતનો એવો અર્થ નથી કે-નિજ સ્વભાવના આશ્રયે પણ ધર્મ થાય ને રાગના-વ્યવહારના આશ્રયેય ધર્મ થાય. વાસ્તવમાં સ્વભાવના આશ્રયે જ ધર્મ થાય ને રાગના-વિભાવના આશ્રયે ધર્મ ન થાય તેનું નામ અનેકાંત છે. અરે, જગતને જૈનધર્મનું વાસ્તવિક સ્વરૂપ જાણવા મળ્યું નથી. જગત તો વ્રત કરો, ને તપસ્યા કરો, ને ભક્તિ કરો ને બહારમાં ઇન્દ્રિયોને દમો, બ્રહ્મચર્ય પાળો એટલે થઈ ગયો ધર્મ-એમ માને છે, પણ એવું ધર્મનું સ્વરૂપ નથી. અહાહા...! પોતે અંદર જ્ઞાનસ્વરૂપી પરમ પવિત્રતામય પ્રભુ છે તેમાં અંતર-એકાગ્ર થઈ ત્યાં જ ઠરવું એનું નામ ધર્મ છે. સાથે શુભભાવ હો, પણ તે ધર્મ નથી. શુભભાવને વ્યવહારે મૈત્રી કહી છે, પણ નિશ્ચયથી એ મૈત્રી નથી. અહીં તો સ્વ-આશ્રયે પ્રગટ સમ્યજ્ઞાન, અને સ્વ-આશ્રયે પ્રગટ સંયમભાવ-નિર્મળ રત્નત્રય-તેને પરસ્પર મૈત્રી કહી છે. બાકી જેને અંતરમાં સ્વસ્વરૂપનું ભાન વર્તતું નથી તેના વ્રત, તપ આદિ તો સર્વ ફોગટ જ છે અર્થાત સંસાર ખાતે જ છે; જેમ લગ્નમાં ફેરા ફરે છે ને! તમ ચોરાસીના અવતારના તે ફેરા ફરશે. યોગસારમાં આવે છે ને કે
જ્યાં લગી એક ન જાણિયો, પરમ પુનીત શુદ્ધ ભાવ;
વ્રત-તપ-સંયમ-શીલ સહુ, ફોગટ જાણો સાવ. આવી વાત છે!
હમણાં હમણાં કેટલાક કાઢયું છે કે “જીવો અને જીવવા દો' એ ભગવાનનું સૂત્ર છે. પણ ભાઈ ! એવું ભગવાને કહ્યું જ નથી. ભગવાને તો એમ કહ્યું છે કે આત્મામાં એક જીવન શક્તિ ત્રિકાળ છે. અહાહા....! જ્ઞાન, દર્શન, આનંદ, સત્તા-એવા શુદ્ધ ચૈતન્ય પ્રાણો વડે જીવ ત્રિકાળ જીવે જ છે, તેને જીવવા દેવાની વાત જ કયાં છે? અહાહા...! શુદ્ધ ચૈતન્ય પ્રાણોના ધરનાર નિજ ચૈતન્યદ્રવ્યનો જે આશ્રય કરે છે તેને નિર્મળ જ્ઞાન ને આનંદમય જીવન પ્રગટ થાય છે અને તે જીવનું વાસ્તવિક જીવન છે. અહા ! પંચ પરમેષ્ઠી ભગવંતોનું જીવન વાસ્તવિક જીવન છે. બાકી મન, વચન,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #253
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-ર૬૮ : ૨૩૯ કાય, ઇન્દ્રિય ઇત્યાદિ દસ પ્રાણ વડે જેણે જીવન માન્યું છે તેય અનંત કાળ જીવે છે ખરો, પણ તે સંસારમાં રખડે છે, કેમકે તે દસ પ્રાણ અને તેની યોગ્યતારૂપ જીવના અશુદ્ધ પ્રાણ તે યથાર્થમાં એની ચીજ નથી. તેના (જડ પ્રાણો ને અશુદ્ધ પ્રાણોના) આલંબનમાં રહેલો જીવ અનંત સંસારમાં પરિભ્રમે છે. હવે આવી વાત છે; સમજાણું કાંઈ...?
અહાહા...! ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે; તેમાં એકાગ્ર થઈને સ્થિત રહેવું તે જ્ઞાનચેતના છે, ને રાગમાં સ્થિત રહેવું તે કર્મચતના છે. બાહ્ય વ્રતાદિમાં સ્થિત રહેવું તે કર્મચેતના છે; ને તેના ફળમાં સ્થિત રહેવું તે કર્મફળ ચેતના છે. જ્ઞાનીને જ્ઞાનચેતના છે, ને અજ્ઞાનીને કર્મચતના ને કર્મફળચેતના હોય છે. અહીં કહે છે–જેણે જ્ઞાનનય અને ક્રિયાનયની અર્થાત્ સમ્યજ્ઞાન અને સ્વરૂપ સ્થિરતાની ગાઢ મૈત્રી સાધી છે તે જ પુરુષ જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિકાનો આશ્રય કરનારો છે; તે જ સાધક થઈને સિદ્ધ થાય છે. અહાહા..! સ્વ-આશ્રયે જે જ્ઞાન અને વીતરાગી શાંતિ પ્રગટી છે તેને અહીં જ્ઞાનનય અને ક્રિયાયની મૈત્રી કહી છે.
“જ્ઞાનનય અને ક્રિયાનયના ગ્રહણ-ત્યાગનું સ્વરૂપ અને ફળ “પંચાસ્તિકાયસંગ્રહ’ શાસ્ત્રના અંતમાં કહ્યું છે, ત્યાંથી જાણવું
*
કળશ - ૨૬૮ આમ જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે, તે જ અનંત ચતુષ્ટયમય આત્માને પામે છે-એવા અર્થનું કાવ્ય હવે છે –
(વસન્તરિત્તા) चित्पिण्डचण्डिमविलासिविकासहास: शुध्दप्रकाशभरनिर्भरसुप्रभातः। आनन्दसुस्थितसदास्खलितैकरूप
स्तस्यैव चायमुदयत्यचलार्चिरात्मा।। २६८।। શ્લોકાર્થ:- [ 0 q] (પૂર્વોક્ત રીતે જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે, તેને જ, [ –fuડું– ડુિમ–વિનાસિ–વિશTH-દસ:] ચૈતન્યપિંડનો નિરર્ગળ વિલસતો જે વિકાસ તે-૩૫ જે ચૈતન્યjજનો જે અત્યંત વિકાસ થવો તે જ જેનું ખીલી નીકળવું છે), [ શુદ્ધ-પ્રશિ–ભર–નિર્મર–સુમાત:] શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે જે સુપ્રભાત સમાન છે, [કાનન્દ-સુરિશ્વત–સેવા–સસ્થતિ––૫:] આનંદમાં સુસ્થિત એવું જેનું સદા અસ્મલિત એક રૂપ છે [૨] અને [મવેર્સ–ર્વ:] અચળ જેની જ્યોત છે એવો [ડયન માત્મા ૩યતિ] આ આત્મા ઉદય પામે છે.
ભાવાર્થ:- અહીં ‘વિત્પિç' ઇત્યાદિ વિશેષણથી અનંત દર્શનનું પ્રગટ થવું બતાવ્યું છે, ‘શુધ્ધપ્રકાશ' ઇત્યાદિ વિશેષણથી અનંત જ્ઞાનનું પ્રગટ થવું બતાવ્યું છે, “માનન્દ્રસુરિશ્વત' ઇત્યાદિ વિશેષણથી અનંત સુખનું પ્રગટ થવું બતાવ્યું છે અને ‘સત્તાર્દિ' વિશેષણથી અનંત વીર્યનું પ્રગટ થવું બતાવ્યું છે. પૂર્વોક્ત ભૂમિનો આશ્રય કરવાથી જ આવા આત્માનો ઉદય થાય છે. ર૬૮.
* કળશ ૨૬૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * બેસતા વર્ષને સુપ્રભાત કહે છે ને? રાત્રિના અંધકારનો નાશ થઈ ભૂમંડળમાં સૂર્યનાં કિરણો ફેલાય તેને સુપ્રભાત કહે છે; તેમ પુણ્ય-પાપની એકતાબુદ્ધિરૂપ અંધકારને ભેદીને સમ્યગ્દર્શન-જ્ઞાનરૂપ જે ચૈતન્યની જ્યોતિ ઝળહળ પ્રગટ થાય તેને સુપ્રભાત કહે છે. અહા ! આવું સુપ્રભાત જેને પ્રગટયું તે જીવે દિવાળી કરી, દિ' નામ કાળને તેણે અંતરમાં વાળ્યો. સમજાણું કાંઈ...? એ જ કહે છે
‘તસ્ય જુવ' (પૂર્વોક્ત રીતે જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે) તેને જ, ‘રિત-પ્લિમ– વિનાસિ–રવાસ-દાસ:' ચૈતન્યપિંડનો નિરર્ગળ વિલસતો જે વિકાસ તે-રૂપ જેનું ખીલવું છે (અર્થાત્ ચૈતન્યjજનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #254
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪) : પ્રવચને રત્નાકર ભાગ-૧૧ જે અત્યંત વિકાસ થવો તે જ જેનું ખીલી નીકળવું છે), ... એવો આ આત્મા ઉદય પામે છે.
અહાહા...! શું કહે છે? નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ત્રિકાળ ધ્રુવ અંદર વિરાજે છે તેનો જે આશ્રય કરે છે તેને જ ચૈતન્યનો નિરર્ગળ વિલસતો જે વિકાસ તેરૂપે ખીલવું થાય છે. અહાહા..! જેમ કમળ હજાર પાંખડીએ ખીલી નીકળે તેમ ભગવાન આત્મા, તેમાં એકાગ્ર થઈ સ્થિત થતાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય-એમ અનંત ગુણ-પર્યાયે ખીલી નીકળે છે. નિર્ગળ વિલસતો વિકાસ’ એટલે શું? કે પ્રતિબંધ રહિત નિરંકુશ અમર્યાદિત પૂર્ણ જ્ઞાન-દર્શનાદિરૂપ વિકાસ થાય છે. અહાહા...! જેને કોઈ રોકનારું નથી એવો અનંત જ્ઞાનદર્શન-સુખ-વીર્યરૂપ વિકાસ ખીલી જાય છે. સાધકને વચ્ચે વ્યવહાર આવે છે, પણ તે કાંઈ જ નથી, તે પૂર્ણ દશાનું કારણ નથી.
વળી કહે છે- “શુદ્ધ-પ્રવેશ–ભર–નિર્મર—સુપ્રભાત:' શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે જે સુપ્રભાત સમાન છે... એવો આ આત્મા ઉદય પામે છે.
શુદ્ધ પ્રકાશની અતિશયતા એટલે શું? કે જ્ઞાનની સાતિશય વિશેષતા અર્થાત કેવળજ્ઞાનની ઝળહળ જ્યોતિ તેને પ્રગટ થવાને લીધે જે સુપ્રભાત સમાન છે એવો આ આત્મા ઉદય પામે છે. જુઓ આ સુપ્રભાત! અહાહા..! પૂર્ણ જ્ઞાન ને આનંદથી ભરેલો પ્રભુ છે–એનાં અંતર્દષ્ટિ-જ્ઞાન ને રમણતા થયાં તેને પર્યાયમાં કેવળજ્ઞાનનો દિવ્ય સાતિશય પ્રકાશ પ્રગટ થાય છે; આ કેવળજ્ઞાન શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે સુપ્રભાત સમાન છે. આવું સુપ્રભાત વ્યવહારના આશ્રયે પ્રગટતું નથી, શુદ્ધ નિશ્ચયના આશ્રયે જ પ્રગટે છે, અને તેને જ દિવાળી થાય છે.
પ્રશ્ન:- પણ જ્ઞાનાવરણાદિ ઘાતકર્મોનો અભાવ કરે ત્યારે કેવળજ્ઞાન થાય છે ને?
ઉત્તર- ભાઈ, કર્મનો નાશ તો કર્મના કારણે કર્મમાં (પરમાણુમાં) થાય છે, તેનો કર્તા-હર્તા આત્મા નથી; જડકર્મનો અભાવ કરવો તે આત્માના અધિકારની વાત નથી. અહા ! આત્મા કર્મથી તો જુદો છે, ને કર્મને આધીન થયેલ વિકારથી પણ જુદો છે. અહા ! આવા નિજ શુદ્ધાત્માના આશ્રયે તેમાં જ પૂર્ણ સ્થિત થવાથી કેવળજ્ઞાન આદિ પ્રગટ થાય છે. અત્યારે તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્માને છોડીને કર્મનો ને રાગનો મહિમા ચાલ્યો છે, પણ એ તો વિપરીતતા છે. સમજાણું કાંઈ...?
પ્રવચનસાર ગાથા ૧૬માં કહ્યું છે કે-આત્મા પોતે જ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અને અધિકરણરૂપ થઈને પર્યાયમાં કેવળજ્ઞાનાદિરૂપે સ્વયંભૂ પ્રગટ થાય છે; માટે જીવો બહારની સામગ્રી શોધવા નાહક વ્યગ્ર શા સારુ થાય છે? સ્વભાવનો આશ્રય કરતાં અંદર શક્તિરૂપે છે તે સ્વયમેવ પર્યાયમાં પ્રગટ થાય છે, તેમાં બાહ્ય સામગ્રીની કોઈ ગરજ હોતી નથી. વળી ત્યાં એક દ્રવ્યઘાતિ અને એક ભાવઘાતિ-એક ઘાતિકર્મના બે પ્રકાર કહ્યા છે. પોતે જ રાગમાં અટવાયો છે તે ભાવઘાતિકર્મ છે, ને તે જીવનો ઘાત કરે છે, તેમાં દ્રવ્યકર્મ નિમિત્ત હો, પણ તે જીવની દશાનો ઘાત કરે છે એમ નથી; દ્રવ્યઘાતિ કર્મ નિમિત્તમાત્ર જ છે.
પ્રશ્ન:- ભગવાનને દીનદયાળ કહે છે તે શું છે?
ઉત્તર:- ભગવાન દીનદયાળ છે–એટલે કે પર્યાયની પામરતા-દીનતા હતી તેને તોડીને સ્વ-આશ્રયે ભગવાન પોતાની પ્રભુતા પ્રગટ કરીને પોતે જ દીનદયાળ થયા છે. કોઈ બીજાની દયા કરે છે માટે દીનદયાળ એમ નહિ; બીજાની દયા કરવાનું તો આત્માનું સામર્થ્ય જ નથી, પણ ભગવાને પોતાની દીનતા દૂર કરી પૂર્ણ પ્રભુતા પ્રગટ કરી છે તો તેમને દીનદયાળ કહે છે. પ્રત્યેક આત્મા આ રીતે જ દીનદયાળ થાય છે.
અહાહા..! શુદ્ધ ચૈતન્યસ્વરૂપની શક્તિને વ્યક્ત કરવાનો ઉપાય તે ચૈતન્યસ્વરૂપમાં અંતર-એકાગ્ર થવું તે જ છે. કેવળજ્ઞાનનો શુદ્ધ પ્રકાશ પ્રગટ થાય તેય અંતર-એકાગ્રતાની પૂર્ણતા થતાં થાય છે. અહા ! આવું કેવળજ્ઞાન શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે, કહે છે, સુપ્રભાત સમાન છે. કળશ ટીકાકાર શ્રી રાજમલજીએ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનને સુપ્રભાત કહ્યું છે, કેમકે તેમાં દર્શન મોહનો નાશ થઈને સમ્યજ્ઞાનનો જાજ્વલ્યમાન સૂર્ય ઉગે છે. આમ સમ્યજ્ઞાન ને પૂર્ણ કેવળજ્ઞાન સુપ્રભાત સમાન છે.
વળી કહે છે- “માનન્દ-સુરિશત–સી- વતિત– –૫: ' આનંદમાં સુસ્થિત એવું જેનું સદા અખલિત એક રૂપ છે... એવો આ આત્મા ઉદય પામે છે.
અહાહા..! પૂર્ણાનંદનો નાથ આનંદઘન પ્રભુ અંદર પોતે છે એનો પર્યાયમાં સ્વીકાર કરી તેમાં જ લીન રહે તેને અનંત આનંદની દશા પ્રગટ થાય છે. કેવી છે આ દશા? તો કહે છે–પરમ અમૃતમય છે. આ ઇન્દ્ર અને ઇન્દ્રાણીનાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #255
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-ર૬૮ : ૨૪૧ સુખો તો ઝેર છે, અને આ તો એકલું અમૃત છે, પરમ અમૃત છે. અહા ! આ પરમ આનંદનો એક અંશ પણ જેને આવ્યો છે એવા સમકિતીને ઇન્દ્ર અને ઇન્દ્રાણીના ભોગો સડેલા મીંદડા જેવા તુચ્છ ભાસે છે. આવે છે ને કે
ચક્રવર્તી કી સંપદા, અરુ ઇન્દ્ર સરિખા ભોગ;
કાગવિ સમ ગિનત હૈ, સમ્યગ્દષ્ટિ લોગ. અહાહા..! અતીન્દ્રિય આનંદના સ્વભાવથી છલોછલ ભરેલો પ્રભુ ધ્રુવ વિરાજે છે, તેનો જેણે આશ્રય લીધો તેને પર્યાયમાં જે અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય છે તેની આગળ ઇન્દ્રના ભોગો તુચ્છ ભાસે છે. પૂર્ણ આનંદ, પરમ-ઉત્કૃષ્ટ આનંદનું તો શું કહેવું?
અહીં કહે છે–આનંદમાં સુસ્થિત છે એવું એનું સદા અસ્મલિત એક રૂપ છે. અહાહા..! પૂર્ણ આનંદની દશા જે પ્રગટ થઈ તે અસ્મલિત છે, હવે એ કાંઈ ફરે એમ નથી; સાદિ અનંતકાળ એવો ને એવો જ આનંદ રહ્યા કરે છે. અહાહા...! “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં’ સંસારનો અંત થઈને મોક્ષદશા થઈ તેમાં પૂર્ણ આનંદનું, એકલા આનંદનું, અનંત આનંદનું વેદન છે, તેમાં હવે કોઈ ફરક થાય નહિ એવું એ અસ્મલિત છે. સમજાય છે કાંઈ...?
સિદ્ધમાં (સિદ્ધદશામાં) શું છે?
તો કહે છે–ત્યાં સ્વરૂપ-લીનતાથી પ્રાપ્ત એકલા આનંદનું, અનંત આનંદનું વેદન છે. આ સિવાય બીજું કાંઈ જ નથી; બાગ-બંગલા, બગીચા, હીરા-મોતી-પન્ના કે કુટુંબ-પરિવાર કાંઈ જ નથી. અહાહા..! પૂર્ણાનંદના નાથને ભેટવાથી જે આનંદની-અનંત આનંદની દશા પ્રગટી છે તે કહે છે, ભગવાન સિદ્ધને અવિચલ-અસ્મલિત એક રૂપ છે. આવી વાત!
વળી કહે છે- ‘’ અને ‘સત્ત–વેં.' અચળ જેની જ્યોત છે એવો “યમ્ માત્મા ૩યતિ' આ આત્મા ઉદય પામે છે.
અહાહા...! અનંતવીર્યસ્વરૂપ પ્રભુ આત્મા છે; તેમાં લીન થઈ પરિણમતાં અનંત જ્ઞાન-દર્શન-સુખ ઇત્યાદિ સહિત નિજ સ્વરૂપની રચના કરે એવું અનંત બલ તેને પ્રગટ થાય છે. જે શક્તિમાં છે તે, તેનો આશ્રય લેતાં અચળ જ્યોતિરૂપ પ્રગટ થાય છે.
અહાહા.! આવું દિવ્ય સુપ્રભાત ! સૂર્ય ઉગે અને આથમે એમાં તો સુપ્રભાત કાયમ રહેતું નથી, પરંતુ આ ચૈતન્યસૂર્ય તો ઉગ્યો તે ઉગ્યો, હવે તે આથમતો નથી. આવું દિવ્ય સુપ્રભાત સાદિનિત રહે એવો આ આત્મા પામે છે.
* કળશ ૨૬૮: ભાવાર્થ ઉપરનું પ્રવચન * અહીં ‘વિવિંડ' ઇત્યાદિ વિશેષણથી અનંત દર્શનનું પ્રગટ થવું બતાવ્યું છે, ‘શુદ્ધકાશ' ઇત્યાદિ વિશેષણથી અનંત જ્ઞાનનું પ્રગટ થવું બતાવ્યું છે, ‘માનન્દ્રસુરિશત' ઇત્યાદિ વિશેષણથી અનંત સુખનું પ્રગટ થવું બતાવ્યું છે. સુખધામ પ્રભુ આત્મા છે તેથી સુખ તો આત્મામાં ભરપુર ભર્યું હતું, તે અંતર-એકાગ્રતા વડ પર્યાયમાં વ્યક્તપણે પ્રગટ થયું એમ કહેવું છે. અહાહા...! મોક્ષસ્વરૂપ જ ભગવાન આત્મા છે; રાગની એકતા ટળી એટલે એનું ભાન થયું કે હું આવો છું, ને સ્વરૂપમાં જ્યાં એકાગ્રતા સિદ્ધ કરી ત્યાં રાગનો નાશ થયો, ને પર્યાયમાં મુક્તિ થઈ ગઈ, મોક્ષ થઈ ગયો. ‘તાર્વિ' વિશેષણથી અનંત વીર્યનું પ્રગટ થવું બતાવ્યું છે. જુઓ, આમ “પૂર્વોક્ત ભૂમિનો’ –જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિનો “આશ્રય કરવાથી જ આવા આત્માનો ઉદય થાય છે.'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #256
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
કળશ - ૨૬૯ એવો જ આત્મસ્વભાવ અમને પ્રગટ હો એમ હવે કહે છે:
(વસન્તતિનવેT) स्याद्वाददीपितलसन्महसि प्रकाशे शुध्दस्वभावमहिमन्युदिते मयीति । किं बन्धमोक्षपथपातिभिरन्यभावै
र्नित्योदयः परमयं स्फुरतु स्वभावः।। २६९।। શ્લોકાર્થ- [ચાર–વીવિત–નસ–મદસિ] સ્યાદ્વાદ વડે પ્રદીપ્ત કરવામાં આવેલું લસલસતું (ઝગઝગાટ કરતું) જેનું તેજ છે અને શુદ્ધ–સ્વભાવ-મહિમનિ] જેમાં શુદ્ધસ્વભાવરૂપ મહિમા છે એવો [પ્રાશે હરિતે મયિ તિ] આ પ્રકાશ ( જ્ઞાનપ્રકાશ) જ્યાં મારામાં ઉદય પામ્યો છે, ત્યાં [વશ્વ–મોક્ષ—પૂથ–પાતિમિ: કન્વભાવૈ: વિમ] બંધ-મોક્ષના માર્ગમાં પડનારા અન્ય ભાવોથી મારે શું પ્રયોજન છે? [ નિત્ય-૩૨૫: પરમ્ સ્વભાવ: રંતુ] નિત્ય જેનો ઉદય રહે છે એવો કેવળ આ (અનંત ચતુરૂપ) સ્વભાવ જ મને સ્કુરાયમાન હો.
ભાવાર્થ- સ્યાદવાદથી યથાર્થ આત્મજ્ઞાન થયા પછી એનું ફળ પૂર્ણ આત્માનું પ્રગટ થયું તે છે. માટે મોક્ષનો ઇચ્છક પુરુષ એ જ પ્રાર્થના કરે છે કે મારો પૂર્ણસ્વભાવ આત્મા મને પ્રગટ થાઓ; બંધમોક્ષમાર્ગમાં પડતા અન્ય ભાવોનું મારે શું કામ છે? ર૬૯.
* કળશ ૨૬૯: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
અહાહા...! આ કળશમાં એકલું માખણ ભર્યું છે. લસલસતો શીરો નથી કહેતા ? ઘી અને સાકર નાખેલો લચપચતો ઉનાઉનો શીરો થાય છે ને? તેમ પુણ્ય-પાપના વિકલ્પથી રહિત જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ હું છું એમ જ્યાં અંતર્દષ્ટિ થઈ ત્યાં અંદરમાં ચૈતન્યના તેજનો ઝગમગાટ કરતો પ્રકાશ પ્રગટ થયો છે, અનુભવમાં આવ્યો છે. હવે અમારે બીજી ચીજથી શું કામ છે? લ્યો, આચાર્ય આવી ભાવના ભાવે છે. કહે છે
‘ચાદ–વીfપત–સંસ–મસિ' સ્યાદ્વાદ વડે પ્રદીપ્ત કરવામાં આવેલું લસલસતું (-ઝગઝગાટ કરતું) જેનું તેજ છે અને “શુદ્ધ–સ્વમવ–મહિમનિ' જેમાં શુદ્ધસ્વભાવરૂપ મહિમા છે એવો ‘કાશે રિતે મયિ તિ' આ પ્રકાશ ( જ્ઞાનપ્રકાશ) જ્યાં મારામાં ઉદય પામ્યો છે, ત્યાં...
“સ્યાદ્વાદ વડે ' એટલે શું? કે વિકાર અને પરથી ભિન્ન એવો જ્ઞાન, આનંદ આદિ અનંત ગુણથી ભરપુર ભરેલો પૂર્ણ આનંદઘન-ચિદાનંદઘન પ્રભુ હું આત્મા છું એવી સ્વરૂપની અનેકાંત દષ્ટિ વર્ડ, કહે છે, ચૈતન્યનું લસલસતું-ઝગઝગાટ તેજ પ્રગટ થયું છે. અહાહા..! ચૈતન્યના આ પ્રગટ તેજ આગળ મોહાંધકાર અને રાગ વિલય પામી ગયાં છે. અહાહા...! ચૈતન્યસ્વભાવના આશ્રય વડે આત્માનું ઝગઝગાટ કરતું અજ્ઞાનને દૂર કરતું એવું ચૈતન્યતેજ-સમ્યજ્ઞાનરૂપી તેજ પ્રગટ થયું છે. લ્યો, આનું નામ ધર્મ, બાકી પુણ્ય-પાપની વાસના એ તો અધર્મ છે. પુણ્ય ભલું છે એવી વાસના અધર્મ છે. સમજાણું કાંઈ...? આ તો સ્વભાવના આશ્રયે પ્રગટ ઝગઝગતું સમ્યજ્ઞાનરૂપી તેજ એવું છે કે તેની સાથે મિથ્યાવાસનારૂપી અંધકાર રહી શકતો નથી, વિલીન થઈ જાય છે. ' અરે, એને પોતાની ચીજ કેવી અને કેવડી છે તેની ખબર નથી. તેને સંતો કહે છે–ભગવાન ! એક વાર જાગ પ્રભુ! રાગ અને સંયોગ-કોઈ તારી ચીજમાં નથી. તારી ચીજમાં તો અનંત જ્ઞાન ને આનંદ ભર્યા છે. તું સચ્ચિદાનંદ પ્રભુ છો ને! અહાહા..! જેમ પીપરમાં ચોસઠ પહોરી તીખાશ અને લીલો રંગ ભર્યો છે જે ઘુંટતાં બહાર આવે છે, તેમ ભગવાન! તારી ચીજમાં પૂર્ણ જ્ઞાન ને આનંદ ભર્યા છે જે તેનો આશ્રય કરતાં પર્યાયમાં પ્રગટ વ્યક્ત થાય છે. બાકી બહારમાં તું અબજોપતિ હોય તોય કાંઈ નથી; એ તો બધી ચીજ ધૂળ છે બાપુ! અને એના લક્ષે તો અનંતકાળમાં દુઃખ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #257
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
કળશ-૨૬૯ : ૨૪૩
જ થયું છે. ૫૨નો-જડનો મહિમા કરી કરીને ભગવાન ! તું દુ:ખી જ થયો છો.
ભાઈ! આ પૈસા તો જડ માટી-ધૂળ છે. પૈસા કયાં તારા થઈને રહ્યા છે? એ તો એનાપણે રહ્યા છે. તારાપણે થઈને રહે તો એ અરૂપી થઈ જાય, અને જો તું એને તારાપણે માને તો તું અજીવ થઈ જાય. પણ એમ તો થતું નથી. માટે પોતાનો મહિમા મટાડીને, ૫૨નો મહિમા કરે એ તો બધું અજ્ઞાન અને મૂઢતા છે. આચાર્ય કહે છેનિજ જ્ઞાનાનંદસ્વભાવના આશ્રયે અમને ચૈતન્યનું લસલસતું એવું તેજ પ્રગટ થયું છે જેથી અજ્ઞાન અને મૂઢતા વિલીન થઈ ગયાં છે, નાશ પામી ગયાં છે.
અહા ! પોતાની ચૈતન્યવસ્તુ તો અનાદિથી છે, પણ તેને ભૂલીને અનાદિ કાળથી એ ચાર ગતિમાં નર્કનિગોદાદિમાં અવતા૨ કરી કરીને દુ:ખી થઈ રહ્યો છે. અહા! નર્ક ને તિર્યંચના એણે અનંત અનંત અવતાર કર્યા છે. કોઈ પુણ્ય યોગે માંડ મનુષ્ય થયો ને કાંઈક ધન મળ્યું તો અભિમાનમાં ચઢી ગયો ને જાણે ‘હું પહોળો અને શેરી સાંકડી,' એને સંતો કહે છે-ભાઈ, જરા સાંભળ. જેના વડે તું અભિમાનમાં ચઢયો છે તે ચીજ તારી નથી. પુણ્યના ફળમાં શેઠાઈ વગેરે મળી જાય પણ એ તો ધૂળ છે. એ ધૂળનાં પદ બાપુ! એ ચૈતન્યનાં પદ નહિ. અમે તો અનેક વાર કહીએ છીએ કે વર્ષે જે દસ હજાર માગે તે નાનો માગણ, લાખ માગે તે મોટો માગણ, ને ક્રોડ માગે તે એનાથી મોટો માગણ-ભિખારો છે. પોતાની અનંત ચૈતન્યસંપદાને ઓળખ્યા-અનુભવ્યા વિના આ શેઠિયા ક્રોડપતિઓ બધા ભિખારા છે. આવી વાત જરા કડક લાગે પણ આ સત્ય વાત છે. પુણ્ય માગે તે બધા ભિખારા જ છે.
અહા! અંતરમાં આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ પોતે છે. જેમ હીરામાં પાસા (પહેલ ) પાડતાં પ્રકાશ વડે ઝગઝગાટ ચમકે છે, તેમ ભગવાન આત્માનો અંત૨માં સ્વીકાર કરતાં ચૈતન્યનું લસલસતું તેજ પ્રગટ થાય છે. જેમ હીરામાં ચમક ભરી છે તેમ ભગવાન આત્મામાં જ્ઞાન ને આનંદનું પુર્ણ ભરપુર તેજ ભર્યું છે. તેમાં અંતર-એકાગ્ર થતાં સમ્યગ્નાનનું તેજ પ્રગટ થાય છે; અર્થાત્ શુદ્ધ સ્વભાવ જેનો મહિમા છે એવો શુદ્ધ, બુદ્ધ ભગવાન આત્મા ઝગઝગાટ પ્રકાશે છે. આ સમ્યજ્ઞાનનો પ્રકાશ થતાં પરનો મહિમા મટીને નિજ સ્વભાવનો મહિમા પ્રગટ થાય છે.
આ દેહમાં વાત, પિત્ત ને કફ જ્યારે વકરે ત્યારે સન્નિપાત થાય છે. સન્નિપાત થતાં માણસ ગાંડો-પાગલ થઈ બહારની ચીજો જોઈ હસવા લાગે છે. એ કાંઈ હરખનું હસવું નથી, એ તો સન્નિપાત બાપુ! પાગલની દશા ભાઈ ! તેમ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન ને મિથ્યા આચરણ વકરે ત્યારે જીવ પાગલ-બેસુધ થઈ જાય છે. પોતાની અંદર અનંતી જ્ઞાન અને આનંદની સંપદા ભરી છે છતાં, આ શરીર મારું, આ ધન મારું, આ બાયડી-છોકરાં મારાં, આ ગામ મારું, આ દેશ મારો-એમ બધે મારાપણું કરી કરીને ગાંડો-પાગલ મૂઢ જેવો થઈ જાય છે. સંતો કહે છે-ભાઈ ! જેમ કરવત વડે લાકડાના બે કટકા જુદા કરે છે તેમ ભેદજ્ઞાન વડે સ્વ અને ૫૨ને જુદા કર. જ્ઞાનાનંદ સ્વરૂપ તે હું, અને જડ દેહાદિ હું નહિ-એમ બેને જુદા પાડ. અહો! આચાર્ય ભગવાન પોતાની વાત કરીને જગતને સમજાવે છે કેરાગથી ભિન્ન પડીને સ્વભાવમાં એકાગ્ર થતાં મને લસલસતો જ્ઞાનપ્રકાશ ઉદય પામ્યો છે. આવી વાત!
હવે કહે છે-જ્ઞાનપ્રકાશ જ્યાં મારામાં ઉદય પામ્યો છે ત્યાં ‘વન્ધ-મોક્ષ-પથ-પાતિમિ: અન્ય-માવૈ: ક્િ' બંધ–મોક્ષના માર્ગમાં પડનારા અન્ય ભાવોથી મારે શું પ્રયોજન છે? ‘નિત્યપવય: પરમ્ અયમ્ સ્વમાવ:સ્ફુરતુ' નિત્ય જેનો ઉદય રહે છે એવો કેવળ આ (અનંત ચતુષ્ટયરૂપ) સ્વભાવ જ મને સ્ફુરાયમાન હો.
અહાહા...! લ્યો, આચાર્યદેવ કહે છે-મારામાં જ્ઞાનપ્રકાશ જ્યાં ઉદય પામ્યો છે ત્યાં હવે બંધ-મોક્ષના માર્ગમાં પડનારા અન્ય ભાવોથી મારે શું પ્રયોજન છે? અહાહા...! મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર તે બંધમાર્ગ છે, ને સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. પણ એ બંધ-મોક્ષના વિકલ્પથી મારે શું કામ છે? ભગવાન એક જ્ઞાયકના આશ્રયે, જે સ્વભાવ અંદર હતો તે ઝગઝગાટ કરતો પ્રગટ થયો છે, તો હવે બંધ-મોક્ષના માર્ગમાં આવતા અનેક દુર્વિકલ્પથી અમારે શું કામ છે? અમે તો અમારા સ્વરૂપના નિજાનંદરસમાં વિરાજ્યા છીએ. અમને હવે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય-એવી અનંત ચતુષ્ટયની દશા પ્રગટ થાઓ; અમારે બીજું કાંઈ જોઈતું નથી. જુઓ આ ધર્મીની ભાવના !
અહાહા...! આચાર્યદેવ કહે છે-અનાદિ કાળથી પુણ્ય-પાપ ને દેહની ક્રિયા મારી એવી ભ્રમણા વડે સંસારમાં ભમતા હતા. પણ હવે અમને અમારા ભગવાન-ચિદાનંદઘન પ્રભુનો દૃષ્ટિ અને જ્ઞાન દ્વારા ભેટો થયો છે. આ સ્થિતિમાં હવે અમને પૂર્ણ પ્રકાશ-કેવળજ્ઞાન પ્રકાશ પ્રાપ્ત થાય એ જ ભાવના છે. હવે અમને પૂર્ણ આનંદના ભોગની
ભાવના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #258
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
છે; બીજા વિકલ્પ ને વૃત્તિનું અમારે કામ નથી; પંચમહાવ્રતાદિના વિકલ્પથી અમને કામ નથી. અહાહા...! અમારી ચીજમાં પૂર્ણ જ્ઞાનાનંદ સ્વભાવ ભર્યો છે, હવે તે સ્વભાવની પૂર્ણ વ્યક્તતા થાઓ બસ એ જ ભાવના છે. ભવનો અભાવ થઈને અમારી જે નિજ નિધિ-અનંત ચતુષ્ય છે તે પ્રાપ્ત થાઓ; આ સિવાય બીજી કોઈ (સ્વર્ગાદિની ) અમને વાંછા નથી. પુણ્ય ઉપજાવીને સ્વર્ગે જાશું એવી વાંછા તો અજ્ઞાનીઓને જ હોય છે; જ્ઞાનીને પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિની જ ભાવના હોય છે.
ઘણા વખત પહેલાંની લગભગ ૬૬-૬૭ની સાલની વાત છે. તે વખતે ભાવનગરમાં ધ્રુવનું નાટક જોવા ગયેલા. ધ્રુવની માતા મરી ગઈ તો ધ્રુવ વૈરાગ્ય પામી સાધુ થઈ ગયો, અને જંગલમાં તપ કરવા ચાલ્યો ગયો. ત્યાં તેને તપથી ચળાવવા ઉપરથી દેવીઓ-અપ્સરાઓ આવી અને તરેહ તરેહની ચેષ્ટા વડે તેને ચળાવવા પ્રયત્ન કરવા લાગી. પણ ચળે તો ધ્રુવ શાનો ? ધ્રુવ ચળ્યો નહિ. તેણે એટલું કહ્યું-‘હે માતાઓ! જો મારે બીજો ભવ હશે તો તમારે કૂખે આવીશ, બાકી બીજું હરામ છે.' એમ જ્યારે રાજકુમારોને ધ્રુવનું ભાન થઈ વૈરાગ્ય થાય છે ત્યારે, જો કે ઘેર અપ્સરાઓ સમાન સ્ત્રીઓ હોય છે છતાં, માતા પાસે ૨જા લેવા જાય છે અને કહે છે-હૈ માતા! અમે અમારા ધ્રુવ આનંદસ્વરૂપને સાધવા વનમાં જઈએ છીએ; હૈ શરીરને જન્મ દેનારી જનેતા ! એક વાર રોવું હોય તો રોઈ લે, બાકી અમે ફરીથી માતા કરવાના નથી, અમે અમારા આનંદસ્વરૂપની પ્રાપ્તિ કરીશું, અહીં આચાર્યદેવ કહે છે–અમારે મહાવ્રતાદિના વિકલ્પોથી કામ નથી, અમને બસ પૂર્ણ દશા-સિદ્ધ દશા પ્રાપ્ત થાઓ. સાધકપણે અમે જાગ્યા, તો અમને અમારું સાઘ્ય જે સિદ્ધપદ -પૂર્ણ પરમાત્મપદ-તેની પ્રાપ્તિ થશે. અમારે એ સિવાય કાંઈ જોઈતું નથી. અહો ! ધર્માત્માની અંતરની ભાવના દિવ્ય અલૌકિક હોય છે; તેઓ બહારની કોઈ ચીજ ( ઇન્દ્રપદ આદિ)ની વાંછા કરતા નથી.
નાળિયેર છે ને, નાળિયેર! તેના ચાર ભાગ છે: એક ઉ૫૨નાં છાલાં, એક કાચલી, એ કાચલી તરફની રાતી છાલ અને ચોથું મીઠું ધોળું ટોપરું. તેમ આ આત્માને વિષે આ દેહ એ છાલાં સમાન છે, અંદર કર્મ છે તે કાચલી છે, રાગદ્વેષના ભાવ તે રાતી છાલ જેવા છે, અને એ રાતી છાલની પાછળ ટોપરાના સફેદ ગોળા જેવો ભગવાન આત્મા એક જ્ઞાયક ભાવપણે વિરાજે છે. જેમ મીઠો સ્વાદિષ્ટ ટોપરાપાક કરવો હોય તો રાતડ-લાલ છાલ કાઢી નાખવી પડે તેમ અનાકુળ આનંદ જોઈએ તેણે રાગથી ભિન્ન પડવું જોઈએ. ભાઈ, રાગથી ભિન્ન પડી શુદ્ધ ચૈતન્ય સ્વભાવનું આલંબન કર્યા વિના બધું નિરર્થક છે. અન્યમતમાં નરસિંહ મહેતા થયા તે પણ આવું કહે છે, જુઓને
જ્યાં લગી આતમાતત્ત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.' ભાઈ, આ સમજવાનાં ટાણાં આવ્યાં ત્યારે તું બીજે રોકાઈ જાય, વેપાર-ધંધામાં ને છોકરા-છોકરીનું કરવામાં રોકાઈ જાય તો અવસર વીતી જશે, ને અજ્ઞાન ઊભું રહેશે. પછી કયાં ઉતારા કરીશ બાપુ !
અહા ! આત્મા એક શ્વાસની ક્રિયા કરી શકતો નથી કે તેને ફેરવી શકતો નથી ત્યાં હું બધી દુનિયાનાં કામ કરું છું એવી માન્યતા મિથ્યા ભ્રમ ને મિથ્યા અભિમાન નથી તો શું છે? અહા !
‘હું કરું હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે.’
ગાડાની નીચે કુતરું ચાલતું હોય તે એમ જાણે કે આ ગાડું મારાથી ચાલે છે, તેમ પરવસ્તુની ક્રિયા ૫૨થી થાય તેને અજ્ઞાની હું કરું છું એમ માને છે. અહા ! ઓલા કુતરાના જેવો આને મિથ્યા ભ્રમ છે, કર્તાપણાનું મિથ્યા અભિમાન છે. અહા ! આવી ભ્રમણાને ભાંગી અંદર ભગવાન જાગ્યો છે તો કહે છે–અમને આનંદનો સ્વાદ પ્રગટ થયો છે, ને પૂર્ણ આનંદની દશા થાઓ; સિદ્ધપદની પ્રાપ્તિ થાઓ. આવી ભાવના!
*
કળશ ૨૬૯: ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘ સ્યાદ્વાદથી યથાર્થ આત્મજ્ઞાન થયા પછી એનું ફ્ળ પૂર્ણ આત્માનું પ્રગટ થવું તે છે.’
જુઓ, દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી ભિન્ન જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ હું આત્મા છું એમ નિશ્ચય કરી નિજસ્વરૂપમાં એકાગ્ર થાય તેને આત્મજ્ઞાનનું તેજ પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાન થયા પછી તેને સ્વરૂપમાં રમણતાની જ ભાવના હોય છે. તે સ્વરૂપમાં રમણતાના પુરુષાર્થ વડે તેના ફળરૂપ પૂર્ણ આત્માની પ્રાપ્તિ કરી લે છે; આ રીતે તેને પૂર્ણ જ્ઞાન ને આનંદની પ્રગટતા થાય છે. આમ પૂર્ણ સ્વભાવની પ્રગટતા તે આત્મજ્ઞાનનું ફળ છે, ને આત્મજ્ઞાનીને તે થઈને રહે છે. જુઓ આ આત્મજ્ઞાનનું ફળ! આત્મજ્ઞાનનું ફળ મોક્ષ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #259
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-ર૭: ૨૪૫ માટે મોક્ષનો ઇચ્છક પુરુષ એ જ પ્રાર્થના કરે છે કે-મારો પૂર્ણસ્વભાવ આત્મા મને પ્રગટ થાઓ; બંધમોક્ષમાર્ગમાં પડતા અન્ય ભાવોનું મારે શું કામ છે?'
જુઓ આ ધર્મીની ભાવના ! મોક્ષના ઇચ્છુક ધર્મી પુરષો નિરંતર પરમાત્મપદની પૂર્ણસ્વભાવની પ્રાસિરૂપ સિદ્ધપદની જ ભાવના ભાવે છે; એમને બીજી કોઈ ઇચ્છા હોતી નથી. તેમને બંધમોક્ષમાર્ગમાં પડતા જે અન્ય ભાવો તેનાથી પ્રયોજન નથી. વ્રતાદિ વિકલ્પો ને તેના ફળમાં પ્રાપ્ત થતાં ઇન્દ્રાદિ પદો-એનાથી ધર્મીને પ્રયોજન નથી. ધર્મીની દષ્ટિ પૂર્ણ દ્રવ્યસ્વભાવ પર હોય છે, અને પૂર્ણની પ્રાપ્તિની જ તેને ભાવના હોય છે. ધર્મીની અંતરદશા અલૌકિક હોય છે, લૌકિક પદોમાં તે રાચતા નથી. આવી વાત છે.
કળશ - ૨૭૦ જોકે નયો વડે આત્મા સધાય છે તોપણ નયો પર જ દષ્ટિ રહે તો નયોમાં તો પરસ્પર વિરોધ પણ છે, માટે હું નયોને અવિરોધ કરીને અર્થાત્ નયોનો વિરોધ મટાડીને આત્માને અનુભવું છું”—એવા અર્થનું કાવ્ય કહે છે:
(વરસન્નતિર્લી ) चित्रात्मशक्तिसमुदायमयोऽयमात्मा सद्यः प्रणश्यति नयेक्षणखण्ड्यमानः। तस्मादखण्डमनिराकृतखण्डमेक
मेकान्तशान्तमचलं चिदहं महोऽस्मि।। २७०।। શ્લોકાર્થ:- [ ત્રિ-શાત્મશરૂિ-મુલાયમય: લયમ માત્મા] અનેક પ્રકારની નિજ શક્તિઓના સમુદાયમય શા માત્મા [ નય-બ-રqક્યમાનઃ] નયોની દૃષ્ટિથી ખંડખંડરૂપ કરવામાં આવતાં [ સા ] તત્કાળ [કળશ્યતિ] નાશ પામે છે; [તસ્માન] માટે હું એમ અનુભવું છું કે- [નિરાવૃત્ત-રવન્ડમ અરવલ્ડમ] જેમાંથી ખંડોને નિરાકૃત કરવામાં આવ્યા નથી છતાં જે અખંડ છે, [ 1] એક છે, [-શાત્તમ] એકાંત શાંત છે (અર્થાત્ જેમાં કર્મના ઉદયનો લેશ પણ નથી એવા અત્યંત શાંત ભાવમય છે) અને [શવનમ્] અચળ છે ( અર્થાત્ કર્મના ઉદયથી ચળાવ્યું ચળતું નથી) એવું[ વિદ્ માં: કદમ સ્મિ] ચૈતન્યમાત્ર તેજ હું .
ભાવાર્થ:- આત્મામાં અનેક શક્તિઓ છે અને એક એક શક્તિનો ગ્રાહક એક એક નય છે; માટે જો નયોની એકાંત દૃષ્ટિથી જોવામાં આવે તો આત્માના ખંડ ખંડ થઈને તેનો નાશ થઈ જાય. આમ હોવાથી સ્યાદ્વાદી, નયોનો વિરોધ મટાડીને ચૈતન્યમાત્ર વસ્તુને અનેકશક્તિસમૂહરૂપ, સામાન્ય વિશેષ સ્વરૂપ, સર્વશક્તિમય એકજ્ઞાનમાત્ર અનુભવે છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે, એમાં વિરોધ નથી. ૨૭૦.
* કળશ ૨૭૦: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘ચિત્ર–માત્મશ$િ–સમુદ્રીયમય: જય માત્મા' અનેક પ્રકારની નિજ શક્તિઓના સમુદાયમય આ આત્મા “નયે-ક્ષ –વડ્ડયન:' નયોની દૃષ્ટિથી ખંડખંડરૂપ કરવામાં આવતાં ‘સ:' તત્કાળ ‘પ્રશ્યતિ' નાશ પામે છે...
અહાહા..! અનંત શક્તિઓના સમુદાયમય ભગવાન આત્મા છે. ભગવાન આત્મા જીવત્વ, ચિતિ, વૃશિ, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સર્વજ્ઞત્વ, સર્વદર્શિત્વ આદિ અનંત ગુણના સમુદાયમય અખંડ એક ચૈતન્યવસ્તુ છે. સમયસારમાં ૪૭ શક્તિઓનું આચાર્ય ભગવાને વર્ણન કર્યું છે, પણ આત્મા છે અનંત ગુણના સમુદાયમય વસ્તુ.
અહાહા...! આ તો અલૌકિક અમૃતભર્યા કલશો છે ભાઈ ! જેને સંસારનું દુ:ખ મટાડી અનાકુળ આનંદમાં રહેવું છે એના માટે આ અલૌકિક વાત છે. વાદવિવાદ કરી બીજાને હરાવવા છે એના માટે આ વાત નથી. યોગસારમાં આવે છે ને કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #260
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૪૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
“ચાર ગતિ દુ:ખથી ડરે તો તજ સૌ પરભાવ' અહાહા...! સંસારમાં ચારે ગતિ દુ:ખરૂપ છે. સ્વર્ગમાં દેવ પણ દુઃખી છે, અને મનુષ્યમાં કરોડપતિ, અબજોપતિ ને મોટા મોટા રાજા-ચક્રવર્તી પણ દુઃખી છે. સંસાર એટલે જ દુઃખ બાપુ! અહા ! આવા દુઃખમય સંસારથી છૂટવું હોય એના માટે આ વાત છે. સમજાય છે કાંઈ....? અહા ! દિગંબર સંતોની કથનીમાં અપાર ઉંડાણ ભર્યું હોય છે.
અહાહા....! ભગવાન! તું કોણ છો? તો કહે છે-અનંત ગુણરત્નાકર-ચૈતન્યરત્નાકર-જ્ઞાન અને આનંદનો સાગર પ્રભુ તું છો. હું આવો છું એમ હા તો પાડ, હા પાડે તો હાલત થશે. બાકી હા પાડે તોય આવો છો. ને ના પાડ તોય આવો છો.
અહા ! આવા આત્માને, કહે છે, નયોની દૃષ્ટિથી ખંડખંડ કરવામાં આવતાં તત્કાળ નાશ પામે છે. એટલે શું? કે તેના એક એક ધર્મને એક એક નયથી લક્ષમાં લેતાં આખો આત્મા ખંડમંડ થઈ જાય છે. એક અભેદ સ્વરૂપને નય-ધર્મથી જોતાં વા ગુણભેદથી જોતાં અભેદનો નાશ થઈ જાય છે, અર્થાત અભેદ દૃષ્ટિમાં આવતો નથી. લ્યો, હવે જ્યાં આવું છે ત્યાં વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિના શુભરાગથી ધર્મ થાય એ કયાં રહ્યું?
જુઓ, અજ્ઞાનીને પોતાની ચૈતન્યવતુ ગાયબ છે. તેની પ્રાપ્તિ કેમ થાય તેની આ વાત છે. તો કહે છેઆત્મા વસ્તુએ અભેદ એક છે, તેમાં અનંત ગુણ છે, પણ અનંત ગુણમય વસ્તુ અભેદ એક છે. અહા ! આવા આત્માને એક એક નયથી જોતાં આત્મવસ્તુ આખી ખંડખંડ થઈ જાય છે, અર્થાત્ પૂર્ણ આત્મવસ્તુ દષ્ટિમાંથી ખોવાઈ જાય છે, જ્ઞાન અને દૃષ્ટિમાં આત્મવસ્તુની પ્રાપ્તિ થતી નથી. અહાહા...! એક એક નયથી જોતાં એક એક નય-ધર્મ ઉપસી આવે છે, તત્સંબંધી વિકલ્પ ઉઠે છે, પણ અખંડ અભેદ વસ્તુ લક્ષમાં આવતી નથી. આત્માને ભેદથી જ્યાં દષ્ટિમાં લેવા જાય છે ત્યાં ભેદ-વિકલ્પ ઉઠે છે, પણ અભેદ લક્ષમાં આવતો નથી, એટલે દષ્ટિમાં તે ક્ષણે તે ગૂમ થઈ જાય છે. અહાહા...! પરથી ને રાગથી આત્માની પ્રાપ્તિ થવાનું તો દૂર રહો, અહીં કહે છે–આત્માને તેના એક એક ગુણથી જોવા જતાં તેની પ્રાપ્તિ થતી નથી. અહાહા..! શું કળશ છે ! ગજબની વાત ભાઈ
કહે છે–બીજી વાત (નિમિત્તથી ને વ્યવહારથી થાય એ વાત) તો તું જવા દે, જાણવા લાયક જે શય છે એવો તારો અખંડ એક આત્મપદાર્થ તેને જાણવામાં, તેમાં રહેલી અનંત શક્તિઓને ભેદ પાડીને જોવા જતાં, કહે છે, એકરૂપ આત્મપદાર્થ દષ્ટિમાં આવતો નથી, પરંતુ વિકલ્પ ઉઠે છે, આ રીતે આત્મપદાર્થ શ્રદ્ધા-જ્ઞાનમાં નાશ પામે છે; અર્થાત્ ભગવાન જ્ઞાયકનું યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન ઉદય પામતું નથી. શુભરાગથી-વ્યવહારથી ને નિમિત્તથી ધર્મ થાય એ તો એકકોર કાઢી નાખ્યું, કેમકે એ તો આત્માના અસ્તિત્વમાં જ નથી, ભિન્ન ચીજ છે. આ તો એનામાં જે છે એની વાત છે. ભાઈ, તારા તત્ત્વમાં અનંત ગુણ છે, તે હોતાં એક એકને ભેદ પાડીને લક્ષમાં લેતાં વિકલ્પ ઉત્પન્ન થાય છે, અભેદ એકરૂપ દ્રવ્યની દષ્ટિ થતી નથી. આવો મારગ છે. જ્ઞાન અને દષ્ટિનો દોર અભેદ એક દ્રવ્ય પર હોવો જોઈએ. વ્યવહાર હો, પણ એની અંતર્દષ્ટિમાં કાંઈ જ કિંમત નથી.
આવો મારગ તો સરળ છે બાપુ! પણ એને જે રીતે છે તે રીતે નિઃસંદેહુ બેસવો જોઈએ. અરે, લોકો તો નિમિત્ત ને વ્યવહારમાં અટકયા છે, પણ એ માર્ગ નથી, કેમકે નિમિત્ત ને વ્યવહાર આત્માની ચીજ જ નથી. આવી વસ્તુસ્થિતિ છે.
હવે આચાર્યદેવ પોતાની વાત કરે છે. કહે છે- ‘તસ્મત' માટે હું એમ અનુભવું છું કે- ‘અનિરાવૃત–વમ્ બરવન્ડમ્' જેમાંથી ખંડોને નિરાકૃત કરવામાં આવ્યાનથી છતાં જે અખંડ છે, “ઈમ્' એક છે, ‘ઇવાન્ત શાન્ત' એકાંત શાંત છે ( અર્થાત્ જેમાં કર્મના ઉદયનો લેશ પણ નથી એવા અત્યંત શાંત ભાવમય છે) અને ‘ગતમ્' અચળ છે (અર્થાત કર્મના ઉદયથી ચળાવ્યું ચળતું નથી) એવું ‘વિદ્ મદ: અદમ રિમ' ચૈતન્યમાત્ર તેજ હું છું.
જોયું? આત્મામાંથી ભેદોને નિરાકૃત અર્થાત રદબાતલ નથી કર્યા, બહિષ્કૃત નથી કર્યા, આત્મામાં અનંત ગુણ છે ખરા, તથાપિ ભગવાન આત્મા અખંડ એક જ્ઞાયક વસ્તુ છે, ને એ અખંડની દષ્ટિ કરવાથી આત્માની પ્રાપ્તિ થાય છે, ભેદની દૃષ્ટિથી નહિ; ભેદની દૃષ્ટિથી તો વિકલ્પ ઉઠે છે, નિર્વિકલ્પતા થતી નથી. અહાહા...! અનંત ગુણનું એકરૂપ આત્મા –આવું આત્મસ્વરૂપ સર્વજ્ઞ સિવાય કોણ કહે ? બીજાઓ તો મતિકલ્પનાથી કહે છે, પણ તે સત્ય નથી, મિથ્યા છે.
અહાહા..! આવી આત્મવસ્તુ એકાંત શાંત છે, સર્વથા શાંત છે. શાંત... શાંત.. શાંતસ્વરૂપ જ આત્મા છે એમ, કહે છે, અમે અનુભવીએ છીએ. અહાહા..! દષ્ટિનો વિષયભૂત આત્મા અખંડ અભેદ છે, એક છે ને એકાંત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #261
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-૨૭) : ૨૪૭ શાંત છે, જેમાં વિકલ્પનો કોલાહલ ને કર્મના ઉદયનો લેશ પણ નથી એવો અત્યંત શાંત ભાવમય પ્રભુ આત્મા છે.
અહાહા...! અનેકાંત સ્વરૂપ ભગવાન આત્મા એકાંત શાંત ભાવમય છે, પૂર્ણ શાંત છે. વળી તે અચળ છે. કર્મના ઉદયથી કદીય ચળે નહિ એવો ત્રિકાળ અચળ છે. અહાહા...! કહે છે-સદાય અચળ છે એવું ચૈતન્યમાત્ર તેજ હું છું. લ્યો, આવા આત્માને દૃષ્ટિમાં લેવો તેનું નામ સમ્યગ્દર્શન છે. સમજાણું કાંઈ....? આવો મારગ ભાઈ ! આત્મા જિનસ્વરૂપ જ છે. જિન અને જિનવરમાં કાંઈ જ ફેર નથી.
* કળશ ૨૭૦: ભાવાર્થ ઉપરનું પ્રવચન * આત્મામાં અનેક શક્તિઓ છે અને એક એક શક્તિનો ગ્રાહક એક એક નય છે; માટે જો નયોની એકાંત દષ્ટિથી જોવામાં આવે તો આત્માના ખડખંડ થઈને તેનો નાશ થઈ જાય.'
જોયું? કહે છે-એક એક નયથી એક એક શક્તિને જોવામાં આવે તો આત્માના ખંડખંડ થઈને તેનો નાશ થઈ જાય; અર્થાત્ અખંડ દ્રવ્ય-વસ્તુ જ્ઞાનમાં આવે નહિ.
અહીં કોઈ કહે કે-આત્મા ખંડખંડ કયાંથી થાય? કેમકે શાસ્ત્રમાં આવે છે કે- છત્તિ, ન મન્તિ.
ભાઈ ! અહીં કઈ અપેક્ષાથી વાત છે તે સમજવી જોઈએ. વસ્તુ તો અખંડ જ છે, પણ એક એક ગુણને લક્ષમાં લેતાં આત્મા અનેક ખંડખંડરૂપ ભાસશે, અખંડરૂપ નહિ ભાસે એમ એનો અર્થ છે. એમ તો આત્મા અનાદિઅનંત ત્રિકાળ અવિનાશી છે, પણ એક એક ભેદને લક્ષ કરી ગ્રહણ કરતાં ખંડખંડ થઈને તેનો નાશ થઈ જાય છે. હવે આનો અર્થ શું? એ જ કે પોતાની હયાતીમાં અખંડ-એકપણું ભાસ્યું નહિ, અને ખંડખંડપણું ભાસ્યું તો તે અખંડપણાની નાસ્તિ છે. સમજાણું કાંઈ...? જ્ઞાનમાં અખંડપણું ભાસ્યું નહિ તો અખંડપણે કયાં રહ્યું? અખંડ તો છે, પણ એના જ્ઞાનમાં અખંડની નાસ્તિ થઈ.
હવે કહે છે-“આમ હોવાથી સ્યાદ્વાદી, નયોનો વિરોધ મટાડીને ચૈતન્યમાત્ર વસ્તુને અનેકશક્તિસમૂહરૂપ, સામાન્ય-વિશેષસ્વરૂપ, સર્વશક્તિમય એકજ્ઞાનમાત્ર અનુભવે છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે, એમાં વિરોધ નથી.'
વસ્તુમાં નિત્ય, અનિત્ય; એક, અનેક ઇત્યાદિ ધર્મો છે, તથા સામાન્ય દ્રવ્યસ્વરૂપથી એકરૂપ અને વિશેષ અપેક્ષા ભેદરૂપ એમ વસ્તુ છે, તથાપિ (આ રીતે વસ્તુને પ્રથમ જાણીને) વસ્તુને સર્વશક્તિમય અભેદ એક જ્ઞાનમાત્ર અનુભવે છે તેનું નામ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન છે. હું એક ચૈતન્યમાત્ર વસ્તુ છું એવી દષ્ટિ કરીને વસ્તુમાં એકાગ્ર થઈ પરિણમવું એનું નામ ધર્મ છે; એનું નામ આત્માની સ્વીકૃતિ ને ઓળખાણ છે, ને એ જ સ્વાનુભવ છે. આવું જ વસ્તુસ્વરૂપ છે, સ્યાદ્વાદીને એમાં વિરોધ નથી; વિરોધનું નિરાકરણ છે.
*
હવે, જ્ઞાની અખંડ આત્માનો આવો અનુભવ કરે છે એમ આચાર્યદેવ ગદ્યમાં કહે છે:
'न द्रव्येण खण्डयामि, न क्षेत्रेण खण्डयामि, न कालेन खण्डयामि, न भावेन खण्डयामि; सुविशुध्द एको ज्ञानमात्रो भावोऽस्मि'
( જ્ઞાની શુદ્ધનનું આલંબન લઈ એમ અનુભવે છે કે:) હું મને અર્થાત મારા શુદ્ધત્મસ્વરૂપને નથી દ્રવ્યથી ખંડતો (–ખંડિત કરતો), નથી ક્ષેત્રથી ખંડતો, નથી કાળથી ખંડતો, નથી ભાવથી ખંડતો, સુવિશુદ્ધ એક જ્ઞાનમાત્ર ભાવ છું.”
“શુદ્ધનયનું આલંબન લઈ -એટલે ? કે શુદ્ધનયના વિષયભૂત અભેદ એક શુદ્ધ ચૈતન્યમાત્ર નિજ વસ્તુનું આલંબન લઈ જ્ઞાની એમ અનુભવે છે કે-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી હું મને ખંડતો નથી. દ્રવ્યથી જુદો, ક્ષેત્રથી જુદો, કાળથી જુદો ને ભાવથી જુદો-એમ હું મને ખંડખંડરૂપ અનુભવતો નથી. દ્રવ્યમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-બધું જ અભેદપણે સમાય છે એવો હું પોતાને અખંડ અનુભવું છું. દ્રવ્યથી શું, ક્ષેત્રથી શું, કાળથી શું, ભાવથી શું-હું તો આખી અખંડ એક જ વસ્તુને અનુભવું છું. વસ્તુમાં એનું દ્રવ્ય, એનું ક્ષેત્ર, એનો કાળ ( –અવસ્થા ) અને એના ભાવ ( ગુણ ) જુદા જુદા છે એમ છે જ નહિ.
કળશ ટીકામાં કેરીનું દષ્ટાંત આપ્યું છે ને? જેવી રીતે કેરીમાં કોઈ અંશ રેસા છે, કોઈ અંશ ફોતરું છે, કોઈ અંશ ગોટલી છે તથા કોઈ અંશ મીઠાશરૂપે છે–એ ચારે અંશ જુદુંજુદા છે, એમ એક જીવવસ્તુમાં કોઈ અંશ જીવદ્રવ્ય છે, કોઈ અંશ જીવક્ષેત્ર છે, કોઈ અંશ જીવકાળ છે, અને કોઈ અંશ જીવભાવ છે-એમ ચાર જુદુંજુદા નથી. એ તો એક
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #262
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ અભેદ વસ્તુમાં ચાર જુદા ભાગ પડી ગયા. એવું માનતાં વિપરીતતા થશે, અર્થાત્ વસ્તુ જેવી અખંડ છે તેવી રહેશે
માટે આ પ્રકારે છે. કેરી એક સ્પર્શ, રસ, ગંધ, વર્ણયુક્ત પુદ્ગલનો પિંડ છે. તેથી સ્પર્શમાત્રથી વિચારતાં (એ જ કેરી) સ્પર્શમાત્ર છે, રસમાત્રથી વિચારતાં (એ જ કેરી) રસમાત્ર છે, ગંધમાત્રથી વિચારતાં (એ જ કેરી) ગંધમાત્ર છે અને વર્ણથી વિચારતાં (એ જ કેરી) વર્ણમાત્ર છે. એટલે કે કેરી (સ્વભાવથી) એકરૂપ છે, અખંડ છે; તેને સ્પર્શથી જુઓ તોય કેરી, રસથી જુઓ તોય કેરી, ગંધથી જુઓ તોય કેરી, ને વર્ણથી જુઓ તોય કેરી જ છે. (સ્પર્શ-રસ-ગંધ-વર્ણ કરીથી જુદી ચીજ નથી)
એમ જીવદ્રવ્યને (એક અખંડ વસ્તુને) દ્રવ્યથી જુઓ તોય એ અખંડ વસ્તુ છે, ક્ષેત્રથી જુઓ તોય એ અખંડ વસ્તુ છે, કાળથી જુઓ તોય એ અખંડ વસ્તુ છે, ને ભાવથી જુઓ તોય એ ત્રિકાળી અખંડ વસ્તુ છે. એક અખંડ ચૈતન્યવહુ દ્રવ્યથી જુદી, ક્ષેત્રથી જુદી, કાળથી જુદી, ને ભાવથી જુદી એમ છે નહિ. દ્રવ્ય જુઓ તો ક્ષેત્ર-કાળ-ભાવ છે, ક્ષેત્ર જુઓ તો દ્રવ્ય-કાળ-ભાવ છે, કાળથી જુઓ તો દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ છે, ને ભાવથી જુઓ તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ચારેય અભેદ એક વસ્તુ છે.
જ્ઞાની કહે છે-સુવિશુદ્ધ એક જ્ઞાનમાત્ર ભાવ હું છું. એક જ્ઞાનમાત્ર ભાવ તે હું એમ કહેતાં એમાં અભેદપણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આવી ગયા; ચાર કાંઈ જુદા છે એમ છે નહિ.
* ભાવાર્થ ઉપરનું પ્રવચન * “શુદ્ધનયથી જોવામાં આવે તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી કાંઈ પણ ભેદ દેખાતો નથી. માટે જ્ઞાની અભદજ્ઞાનસ્વરૂપ અનુભવમાં ભેદ કરતો નથી.'
શુદ્ધનયથી જોવામાં આવે તો એટલે કે અભેદ એક દ્રવ્યને જોવામાં આવે તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવથી કાંઈ પણ ભેદ દેખાતો નથી; એટલે કે વસ્તુ અભેદ જ અનુભવમાં આવે છે. જુઓ આ જ્ઞાનીની અનુભૂતિ ! ધર્મી-જ્ઞાની પુરુષ અખંડ એક વસ્તુમાં ભેદ પાડતો-જતો નથી.
એક વસ્તુને દ્રવ્ય કહો તોય એ, ક્ષેત્ર કહો તોય એ, કાળ કહો તોય એ, ને ભાવ કહો તોય એ; જ્ઞાની પોતાની જ્ઞાનમાત્ર વસ્તુને એક-અભેદપણે ગ્રહણ કરે છે, ખંડખંડ કરી જોતો-અનુભવતો નથી. વસ્તુ-દ્રવ્ય કહો તોય એ દ્રવ્ય-ક્ષેત્ર કહો તોય અસંખ્યાત પ્રદેશી એ દ્રવ્ય, કાળ કહો તોય એ ત્રિકાળી દ્રવ્ય, ને ભાવ કહો તોય એ જ્ઞાનમાત્ર દ્રવ્ય-એમ ચારેથી જોતાં જ્ઞાની અભેદ એક નિર્વિકલ્પ વસ્તુમાત્ર જ દેખે છે. અંતર્દષ્ટિમાં ભેદ નથી, એમાં તો એકલો અભેદનો જ અનુભવ છે. આવી વાત ! સમજાણું કાંઈ....?
કળશ - ૨૭૧ જ્ઞાનમાત્ર ભાવ પોતે જ જ્ઞાન છે, પોતે જ પોતાનું જ્ઞય છે અને પોતે જ પોતાનો જ્ઞાતા છે–એવા અર્થનું કાવ્ય હવે કહે છે:
(ાતિની) योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव। ज्ञेयो ज्ञेयज्ञानकल्लोलवल्गन
ज्ञानज्ञेयज्ञातृमद्वस्तुमात्रः ॥२७१।। શ્લોકાર્થ:- [ ય: કયું જ્ઞાનમાત્ર: ભાવ: અદમ મિ : શેય-જ્ઞાનમાત્ર: વ ન શેય:] જે આ જ્ઞાનમાત્ર ભાવ હે છે તે જોયોના જ્ઞાનમાત્ર જ ન જાણવો; [ શેય-જ્ઞાન-peત્નોન-વાન] (પરંતુ ) શેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલોરૂપે પરિણમતો તે, [ જ્ઞાન-શેય-જ્ઞાતૃમ-વસ્તુમાત્ર શેય:] જ્ઞાન-શેય-જ્ઞાતામય વસ્તુમાત્ર જાણવો ( અર્થાત્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #263
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-૨૭૧ : ૨૪૯ પોતે જ જ્ઞાન, પોતે જ શેય અને પોતે જ જ્ઞાતા-એમ જ્ઞાન-શેય-જ્ઞાતારૂપ ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર જાણવો).
ભાવાર્થ:- જ્ઞાનમાત્ર ભાવ જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ છે. વળી તે પોતે જ નીચે પ્રમાણે શેયરૂપ છે. બાહ્ય જોયો જ્ઞાનથી જુદાં છે, જ્ઞાનમાં પેસતાં નથી; શેયોના આકારની ઝળક જ્ઞાનમાં આવતાં જ્ઞાન શેયાકારરૂપ દેખાય છે પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે. તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. આ રીતે પોતે જ પોતાથી જણાવાયોગ્ય હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ શેયરૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવ જ્ઞાન, શેય અને જ્ઞાતા-એ ત્રણે ભાવોયુક્ત સામાન્યવિશેષ સ્વરૂપ વસ્તુ છે. “આવો જ્ઞાનમાત્ર ભાવ હું છું' એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. ૨૭૧.
* કળશ ૨૭૧: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘ા: મયં જ્ઞાનમાત્ર: ભાવ: મદમ્ શ્મિ સં: àય-જ્ઞાનમાત્ર: વ ન જ્ઞેય:' જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે mયોના જ્ઞાનમાત્ર જ ન જાણવો.”
જુઓ, શું કહે છે? જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે છ દ્રવ્યોના જાણવામાત્ર જ ન જાણવો. શું કીધું? લોકમાં જેટલાં દ્રવ્યો છે-અનંતા સિદ્ધો ને અનંતા નિગોદના જીવો સહિત જીવો, અનંતાનંત પુદ્ગલો-દેહ, મન, વાણી, કર્મ ઇત્યાદિ, અને ધર્મ, અધર્મ, આકાશ, કાળ-એમ છ દ્રવ્યો-તેના દ્રવ્ય-ગુણ-પર્યાયો-તે મારાં શેય અને હું એનો જ્ઞાયક એમ, કહે છે, ન જાણવું હવે એનું કર્તાપણું તો ક્યાંય ગયું, અહીં તો કહે છે એના (છ દ્રવ્યોના) જાણવા માત્ર હું છું એમ ન જાણવું. ગજબ વાત છે ભાઈ ! પરદ્રવ્યો સાથે જ્ઞયજ્ઞાયકપણાનો સંબંધ પણ નિશ્ચયથી નથી, વ્યવહારમાત્ર એવો સંબંધ છે. સમજાય છે કાંઈ....? જૈન તત્ત્વજ્ઞાન બહુ ઝીણું છે ભાઈ ! આ વ્યવહાર રત્નત્રયનો રાગ હોય છે ને ધર્માત્માને? અહીં કહે છે–ભગવાન આત્મા જ્ઞાયક, ને વ્યવહાર રત્નત્રયનો રાગ એનું જ્ઞય એમ વાસ્તવમાં છે નહિ. બારમી ગાથામાં વ્યવહાર “જાણેલો” પ્રયોજનવાન કહ્યો એ તો વ્યવહારથી વાત છે. નિશ્ચયથી તો સ્વપરને પ્રકાશનારી પોતાની જ્ઞાનની દશા જ પોતાનું જ્ઞય છે. રાગાદિ પરવસ્તુ-પરદ્રવ્યોને એનાં જ્ઞય કહેવાં તે વ્યવહારથી છે, નિશ્ચયથી પર સાથે એને જ્ઞયજ્ઞાયક સંબંધ પણ નથી. હવે પર સાથે એને મારાપણાનો –સ્વામિત્વનો અને કર્તાપણાનો સંબંધ હોવાની વાત તો કયાંય ઉડી ગઈ. સમજાણું કાંઈ...?
અહહ....! કહે છે-જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે શયોના જ્ઞાનમાત્ર ન જાણવો. તો કેવી રીતે છે? તો કહે છે
‘શે-જ્ઞાનસ્તોત્ર વન' (પરંતુ ) જ્ઞયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલોરૂપે પરિણમતો તે, ‘જ્ઞાનગ્નેય–જ્ઞાતૃમ–વસ્તુમાત્ર: ગ્લેય:' જ્ઞાન-શૈય-જ્ઞાતામય વસ્તુમાત્ર જાણવો. (અર્થાત્ પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞય અને પોતે જ જ્ઞાતા –એમ જ્ઞાન–શય-જ્ઞાતારૂપ ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર જાણવો).
“જ્ઞયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલરૂપે પરિણમતો '-આ વ્યવહારથી કહ્યું હતું. ખરેખર તો જ્ઞયોનું-છ દ્રવ્યનું જેવું સ્વરૂપ છે તેને જાણવાના વિશેષરૂપે પરિણમવું તે જ્ઞાનની પોતાની દશા છે, ને તે જ્ઞાનના પોતાના સામર્થ્યથી છે. “શયોના આકારે થતું જ્ઞાન” એ તો કહેવામાત્ર છે, બાકી જ્ઞાન જ્ઞાનાકાર જ છે, યાકાર છે જ નહિ. સમજાણું કાંઈ...? અહાહા...! અહીં કહે છે–એ જ્ઞાનની પર્યાય ને મારા દ્રવ્ય-ગુણ (દ્રવ્ય-ગુણ-પર્યાય) ત્રણે થઈને હું શેય છું. જ્ઞાન હું, જ્ઞાતા હું, ને જ્ઞય આ લોકાલોક-એવું કોણે કહ્યું? પરમાર્થે એમ છે નહિ. એમ કહેવું એ વ્યવહાર છે. અહાહા...! ધર્મીના અંતરની ખુમારી તો જુઓ! કહે છે-જગતમાં હું એક જ છું, જગતમાં બીજી ચીજો હો હો હો, પરમાર્થે તેની સાથે મારે જાણવાપણાનોય સંબંધ છે નહિ. આવી વાત ! સમજાણું કાંઈ...?
અહાહા..! અહીં શું કહે છે? કે પર જ્ઞય (પરપદાર્થો-દેવ-ગુરુ-શાસ્ત્ર, પંચ પરમેષ્ઠી, ને વ્યવહાર રત્નત્રય આદિ શેય), હું જ્ઞાન, ને હું જ્ઞાતા-એવો સંબંધ હોવાનું તો દૂર રહો, હું જ્ઞય, હું જ્ઞાન, ને હું જ્ઞાતા પણ હું નથી. એ ત્રણેય હું એક છે. જુઓ આ સ્વાનુભવની દશા! જ્ઞાન-જ્ઞાતા-જ્ઞય એવા ભેદોથી ભેદાતો નથી એવો અભેદ ચિત્માત્ર હું આત્મા છું. હું ય છું, હું જ્ઞાન છું, હું જ્ઞાતા છું એવા ત્રણ ભેદ ઉપજે એ તો રાગ-વિકલ્પ છે, પણ વસ્તુ ને વસ્તુની દ્રષ્ટિમાં એવા ભેદ છે નહિ, બધું અભેદ એક છે.
ભાઈ ! તારામાં તારું હોવાપણું કેવડું છે તેની તને ખબર નથી. ત્રણ લોકના દ્રવ્યો-દ્રવ્ય-ગુણ-પર્યાયો ત્રિકાળવર્તી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #264
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ જે અનંતાનંત છે તે બધાને જાણનારી તારી જ્ઞાનની દશા તે ખરેખર તારું જ્ઞય છે. તે દશા એકલી નહિ, પણ તારા દ્રવ્ય-ગુણ-પર્યાય તે બધું જ્ઞય છે. અહાહા...! તે સમસ્તનું (–પોતાનું) જ્ઞાન તે જ્ઞાન, તે સમસ્ત (–પોતે) ય અને પોતે જ્ઞાતા-એ ત્રણેય વસ્તુ એકની એક છે, ત્રણ ભેદ નથી. આવી ઝીણી વાત! જ્ઞાન-જ્ઞાતા-શય ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર પોતે એક છે.
* કળશ ૨૭૧: ભાવાર્થ ઉપરનું પ્રવચન * અહાહા...! બહુ સરસ ભાવાર્થ છે; વસ્તુના મર્મનું માખણ છે. કહે છે પોતાના દ્રવ્ય ઉપર દૃષ્ટિ આપતાં પોતે જ જ્ઞાતા, પોતે જ જ્ઞાન અને પોતે જ જ્ઞય છે એમ અનુભવાય છે, છ દ્રવ્ય જ્ઞય, હું જ્ઞાન અને હું જ્ઞાતા એમ અનુભવાતું નથી; કેમકે પરમાર્થે પર સાથે જ્ઞય-જ્ઞાયક સંબંધ છે જ નહિ. આવી વાત !
કહે છે-“જ્ઞાનમાત્ર ભાવ જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ છે.'
જુઓ, શું કીધું? કે જ્ઞયો જગતના છે તેને જાણવારૂપ જાણનક્રિયા તે જ્ઞાન–સ્વરૂપ છે, શયસ્વરૂપ નથી. જ્ઞાનની પર્યાયમાં છ દ્રવ્ય જણાય છે તે ખરેખર છ દ્રવ્ય જણાતા નથી, પણ છ દ્રવ્ય સંબંધી પોતાનું જે જ્ઞાન તે જણાય છે અને તે ખરેખર આત્માનું જ્ઞય છે. પરશેય જણાય છે એમ કહેવું એ તો વ્યવહાર છે. શેય સંબંધી પોતાની જ્ઞાનની પર્યાય જાણવારૂપ થઈ તે એનું શય છે, ઓલું (પરય) નહિ, કેમકે પોતામાં પોતાની જ્ઞાનપર્યાયનું અસ્તિત્વ છે (પરનું નહિ). અહાહા...! છ દ્રવ્યને જાણવાની જ્ઞાનની પર્યાય પોતાની છે, તેને છ દ્રવ્યનું જ્ઞાન કહેવું તે વ્યવહાર છે; જ્ઞય-જ્ઞાન શયનું નથી, પણ જ્ઞાનનું જ્ઞાન છે, જાણનક્રિયારૂપભાવ જ્ઞાનસ્વરૂપ છે. ૫. જયચંદજી એ જ સ્પષ્ટ કરે છે
“વળી તે પોતે જ નીચે પ્રમાણે શેયરૂપ છે. બાહ્ય જ્ઞયો જ્ઞાનથી જુદાં છે, જ્ઞાનમાં પેસતાં નથી; યોના આકારની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જ્ઞયાકારરૂપ દેખાય છે પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે. તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડ જણાય છે.'
અાહા...! જુઓ, બાહ્ય જ્ઞયો–રાગાદિકથી માંડી છએ દ્રવ્યો પોતાના આત્માથી (-પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેથી) જુદાં છે. જો તે જુદાં ન હોય તો એક હોય, પણ એમ કદી બનતું નથી, છે નહિ.
- રાગનું જ્ઞાન થાય તેમાં કાંઈ રાગ જ્ઞાનની પર્યાયમાં આવતો નથી. કેવળીને લોકાલોકનું જ્ઞાન થયું તો લોકાલોક કાંઈ જ્ઞાનમાં પેસી ગયાં નથી. ઘટનો જાણનાર ઘટ-રૂપે થતો નથી. વળી ઘટનો જાણનાર વાસ્તવમાં ઘટને જાણે છે એમ નથી. સ્વપરને જાણવાના જ્ઞાનરૂપે સ્વયં આત્મા જ થાય છે. ઘટને જાણવાના જ્ઞાનરૂપે આત્મા થાય છે; તેથી ઘટનું જ્ઞાન નહિ, પણ આત્માનું જ જ્ઞાન છે. પોતાનામાં તો પોતાના જ્ઞાનપરિણામનું અસ્તિત્વ છે, જ્ઞયનું નહિ. આત્માનો “જ્ઞ' સ્વભાવ છે, ને “જ્ઞ’ સ્વભાવી આત્મામાં જાણનક્રિયા થાય તે પોતાથી થતી પોતાની ક્રિયા છે, એમાં પરયનું કાંઈ જ નથી. આમ ય સંબંધી પોતાના જ્ઞાનનું જે પરિણમન થયું તે ય પોતે, જ્ઞાન પોતે જ, ને પોતે જ જ્ઞાતા છે. સમજાણું કાંઈ...?
શેયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જ્ઞયાકાર દેખાય છે, પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો છે. જુઓ, જ્ઞાન જ્ઞયાકાર છે એમ નહિ, એ તો મને જાણવા પ્રતિ તેવા જ્ઞાનાકારે જ્ઞાન પોતે જ થયું છે. જ્ઞયનું તેમાં કાંઈ જ નથી. જ્ઞય જ્ઞાનમાં પેઠું છે એમ છે જ નહિ; અર્થાત્ જ્ઞાન યરૂપે થાય છે એમ છે જ નહિ. જ્ઞાન જ્ઞાનાકાર જ છે, એ જ્ઞાનના જ કલ્લોલો છે.
અાહ...! કેવું ભેદજ્ઞાન કરાવ્યું છે! વીતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ ! જરા ધીરો થઈને સાંભળ. કહે છેઆત્મા પરને કરે કે પરથી આત્મામાં કાંઈ થાય એ વાત તો જવા દે, એ વાત તો છે નહિ, પણ પર જ્ઞાનની પર્યાયમાં જણાય, જ્ઞાન પરને જાણે કે પરય જ્ઞાનની પર્યાયમાં આવે-પેસે એમ પણ છે નહિ. વસ્તુ-દ્રવ્ય એક જ્ઞાયકભાવપણે છે તે પોતે જ્ઞાનની પર્યાયપણે, જાણનક્રિયારૂપે થાય છે તે પોતાની સ્વપરપ્રકાશકની ક્રિયા છે. એમાં પર જણાય છે એમ કહેવું તે વ્યવહાર છે બસ. પર જણાતું નથી, પોતાની જાણ નક્રિયા જાણવારૂપે છે તે જણાય છે.
ભગવાન! તું આવડો ને આવો જ છે; બીજી રીતે માને તો તારા સ્વભાવનો ઘાત થશે. સર્વજ્ઞ પરમેશ્વર કહે છે-લોકાલોક જણાય એવડી તારી પર્યાય નથી, તારી જ્ઞાનપર્યાયને તું જાણ એવું તારું સ્વરૂપ છે. લોકાલોકને જાણવું એમ કહેવું એ અસદ્દભૂત વ્યવહાર છે, જૂઠો વ્યવહાર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #265
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-૨૭૧ : ૨૫૧
તો સાચો વ્યવહાર શું છે?
તે આ; પોતે જાણગ-જાણવાના ભાવવાળું તત્ત્વ હોવાથી લોકાલોકનાં જેટલાં જ્ઞયો છે તેને અને પોતાને જાણવાની ક્રિયારૂપે પોતામાં (પોતાના અસ્તિત્વમાં) પોતાના કારણે પરિણમે છે. ખરેખર તો આ જ્ઞાનનો પર્યાય તે જ્ઞય છે. જ્ઞાનની પર્યાયનું પર (પદાર્થ) શૈય છે એમ કહેવું તે વ્યવહાર છે. આવી વાત છે.
શેયોના આકાર એટલે શેયોના વિશેષો-એની જ્ઞાનમાં ઝલક આવે છે અર્થાત્ તે સંબંધીનું પોતાનું જ્ઞાન પોતામાં પોતાથી પરિણમે છે. તે જ્ઞાન જ્ઞયાકાર દેખાય છે એમ કહ્યું પણ તે જ્ઞયાકાર થયું નથી, એ તો જ્ઞાનાકારજ્ઞાનના જ તરંગો છે. અહાહા..! જાણગ.. જાણગ... જાણગ પોતાનો સ્વભાવ છે, એમાં પરવસ્તુનો-પરજ્ઞયનો પ્રવેશ નથી, છતાં એનું જાણવું અહીં (પોતામાં) થાય છે તે ખરેખર એનું (પરજ્ઞયનું) જાણવું નથી; જાણવાની પોતાની દશા છે એનું જાણવું છે. આ ન્યાયથી તો વાત છે; એને સમજવી તો પડે ને! કોઈ થોડું સમજાવી દે?
જુઓ, દર્પણના દાંતે આ વાત સમજીએ
જેમ દર્પણની સામે કોલસા, અગ્નિ વગેરે મૂકેલાં હોય તે દર્પણમાં દેખાય છે. પણ એ દર્પણથી જુદી ચીજ છે ને? દર્પણમાં તો તે પદાર્થોની ઝલક દેખાય છે, પણ શું કોલસા ને અગ્નિ વગેરે દર્પણમાં છે? દર્પણમાં તો દર્પણની સ્વચ્છતાનું અસ્તિત્વ છે. જો અગ્નિ વગેરે તેમાં પેઠાં હોય તો દર્પણ અગ્નિમય થઈ જાય, તેને હાથ અડકાડયે હાથ બળી જાય. પણ એમ છે નહિ. દર્પણ દર્પણની સ્વચ્છતાના પરિણામે પોતે જ પોતાથી પરિણમ્યું છે; કોલસા કે અગ્નિનું તેમાં કાંઈ જ નથી. સમજાણું કાંઈ...?
આ શું કહ્યું? લ્યો, ફરીથી. એક બાજુ દર્પણ છે, અને તેની સામે એક બાજુ અગ્નિ ને બરફ છે. અગ્નિ અગ્નિમાં લબક-ઝબક થાય છે, ને બરફ બરફમાં પીગળતો જાય છે. તે સમયે દર્પણમાં પણ બસ એવું જ દેખાય છે. તો શું દર્પણમાં અગ્નિ ને બરફ છે? ના, અગ્નિ અને બરફનું હોવું તો બહાર પોતપોતામાં છે, દર્પણમાં તેમનું હોવાપણું નથી, દર્પણમાં તેઓ પેઠા નથી. દર્પણમાં તો દર્પણની તે રૂપ સ્વચ્છ દશા થઈ છે તે છે. અગ્નિ અને બરફ સંબંધી દર્પણની સ્વચ્છતાની દશા તે દર્પણનું પોતાનું પરિણમન છે, અગ્નિ ને બરફનું તેમાં કાંઈ જ નથી; અગ્નિ અને બરફ એમાં કોઈ જ કર્યું નથી, એ તો જુદા પદાથો છે.
તેમ ભગવાન આત્મા સ્વચ્છ ચૈતન્ય દર્પણ છે. તેના જ્ઞાનમાં શેયોના આકારની ઝલક આવતાં જ્ઞાન જ્ઞયાકાર દેખાય છે. સામે જેવા જ્ઞયો છે તે જ પ્રકારની વિશેષતારૂપે પોતાની જ્ઞાનની દશા થતાં જાણે કે જ્ઞાન જ્ઞયાકારે થઈ ગયું હોય તેમ દેખાય છે, પરંતુ જ્ઞાન જ્ઞયાકાર થયું જ નથી, જ્ઞાનાકાર છે; અર્થાત્ તે શયના કલ્લોલો નથી, પણ જ્ઞાનના જ કલ્લોલો છે, જ્ઞાનની જ દશા છે; શેયોનું એમાં કાંઈ જ નથી. સમજાણું કાંઈ...?
અહા ! આવો પોતાના અસ્તિત્વનો મહિમા જાણ્યા વિના ભાઈ ! તું દયા, દાન, વ્રત, તપ કરીકરીને સૂકાઈ જાય તોય લેશ પણ ધર્મ થાય નહિ. પોતાના સ્વરૂપના મહાતમ (–માહાભ્ય) વિના ધર્મની ક્રિયા કોઈ દિ' થઈ શકતી નથી.
નાની ઉંમરની વાત છે. પાલેજમાં પિતાજીની દુકાન હતી. તે બંધ કરી રાત્રે મહારાજ ઉપાશ્રયમાં આવ્યા હોય ત્યાં એમની પાસે જતા. ત્યાં મહારાજ ગાતા
ભૂધરજી તમને ભૂલ્યો રે ભટકું છું ભવવનમાં,
કુતરાના ભાવમાં મેં વીણી ખાધા કટકા, ત્યાં ભૂખના વેઠયા ભડકા રે” હવે આમાં તત્ત્વની કાંઈ ખબર નહિ, પણ સાંભળીને તે વખતે રાજી રાજી થઈ જતા. લોકમાં પણ બધે આવું જ ચાલી રહ્યું છે ને ! પોતે કોણ ને કેવડો છે એની ખબર ન મળે, પણ માંડ વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિ કરવા; એમ કે એનાથી ધર્મ થશે, પણ ધૂળમાંય ધર્મ નહિ થાય. પોતે કોણ છે એની ખબર વિના શેમાં ધર્મ થશે? બાપુ! હું જ્ઞાનસ્વભાવ છું એમ ભૂલીને રાગના કર્તાપણામાં મંડયો રહે એ તો પાગલપણું છે. દુનિયા આખી આવી પાગલ છે. સમજાણું કાંઈ...?
અહાહા...! અહીં કહે છે-“આ જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. પોતાના હોવાપણામાં દયા, દાન આદિના ભાવ, કે શરીર, મન, વાણી ઇત્યાદિ પરજ્ઞયોનો પ્રવેશ નથી, એ તો જુદા પર છે; માટે જાણવાની ક્રિયા જ જ્ઞાન વડે, આત્મા વડે જણાય છે. દયાના પરિણામ થાય તેને જાણનારી ક્રિયા આત્માની છે ને તે એનું શેય છે, પણ દયાના પરિણામ પરમાર્થે આત્માના નથી, ને પરમાર્થે તે આત્માનું જ્ઞય નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #266
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
હવે કોઈને થાય કે આ તે વળી કેવો ધર્મ? ભૂખ્યાને ભોજન આપવું, તરસ્યાને પાણી આપવું, નાગાને કપડા દેવાં, ને માંદાની માવજત કરવી-એવી કોઈ વાત તો સમજાય. અરે ભાઈ ! એ તો બધી રાગની ક્રિયા બાપુ ! તે કાળે જડની ક્રિયા તો જડમાં થવાયોગ્ય થઈ, તે ક્રિયા તારી નહિ, ને રાગની ક્રિયા પણ તારી નથી. અરે, તે કાળે રાગનું જ્ઞાન થયું તે જ્ઞાન રાગનું નથી, રાગ તેમાં પેઠો નથી, જાણવાની ક્રિયા તારા અસ્તિત્વમાં થઈ છે તે તારી છે, અને તે ખરેખર તારું જ્ઞય છે, રાગાદિ પરમાર્થે તારાં શેય નથી. સમજાય છે કાંઈ...?
અજ્ઞાની જીવોને આટલું બધું (દયા, દાન આદિન) ઓળંગીને અહીં ( જ્ઞાનભાવમાં) આવવું મોટો મેરુ પર્વત ઉપાડવા જેવું લાગે છે. પણ આમાં તારું હિત છે ભાઈ !
હવે કહે છે આ રીતે પોતે જ પોતાથી જણાવાયોગ્ય હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ શેયરૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવ જ્ઞાન, જ્ઞય અને જ્ઞાતા-એ ત્રણે ભાવોયુક્ત સામાન્યવિશેષસ્વરૂપ વસ્તુ છે.”
જુઓ, આ બધાનો સરવાળો કર્યો. જણાવવાયોગ્ય પર પદાર્થો પરમાં રહ્યા છે, અને જાણનારો જાણનારમાં રહેલ છે. જાણનાર પોતે જ્ઞાનરૂપ થયો થકો પોતાને જાણે છે. આમ આત્મા પોતે જ જણાવાયોગ્ય છે; જ્ઞાનમાત્ર ભાવ જ પોતાનું જ્ઞય છે. પર પદાર્થને જ્ઞય કહેવો એ વ્યવહાર છે બસ.
વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. અહાહા...! પરની સાથે પરમાર્થે આત્માને કોઈ સંબંધ નથી. જે જણાય તે પણ પોતાની દશા, જાણનારો પણ પોતે અને જ્ઞાન પણ પોતે જ, અહાહા...! જ્ઞાન, જ્ઞાતા, જ્ઞય ત્રણેય એકરૂપ. અંતરમાં દષ્ટિ મૂકતાં આવા ત્રણ ભેદ આત્માના છે એમ રહેતું નથી. પર વસ્તુ શેય ને પોતે જ્ઞાતા એ તો કયાંય રહી ગયું. પોતે જ જ્ઞય, પોતે જ જ્ઞાન, ને પોતે જ જ્ઞાતા-એવા ત્રણ ભેદ પણ અંતર્દષ્ટિમાં સમાતા નથી, બધું અભેદ એકરૂપ અનુભવાય છે. લ્યો, આનું નામ ધર્મ છે; જેમાં સામાન્યવિશેષનું અભેદપણું પ્રાત-સિદ્ધ થયું તે ધર્મ છે.
અહાહા....! “આવો જ્ઞાનમાત્ર ભાવ હું છું’ એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. જ્ઞાતા પણ હું, જ્ઞાન પણ હું, ને શેય પણ હું એમ ત્રણેય એક હું આવો જે જ્ઞાનમાત્ર ભાવ તે હું છું એમ અનુભવ કરનાર પુરુષ પોતાને અનુભવે છે. આવો અનુભવ થવો તે ધર્મ છે. “અનુભવ”—અનુ નામ અનુસરીને, ભવ નામ ભવન થવું; આત્માનેજ્ઞાનમાત્ર વસ્તુને-અનુસરીને થવું તે અનુભવ છે ને તે ધર્મ છે. આ સિવાય રાગને અનુસરીને થવારૂપ જે અનેક ક્રિયાઓ છે એ બધો સંસાર છે, એ બધું રણમાં પોક મૂકવા જેવું છે.
અહાહા...! અનુભવ કરનાર પુરુષ એમ અનુભવે છે કે જાણનારે ય હું, જ્ઞાનેય હું, ને જણાવાયોગ્ય જ્ઞય પણ હું જ છું. આ ત્રણેના અભેદની દષ્ટિ થતાં અને સ્વાનુભવ પ્રગટ થયો છે, ને તેમાં એને અતીન્દ્રિય આનંદના સ્વાદનું વેદન પ્રગટ થયું હોય છે. આને સમકિત અને ધર્મ કહે છે. સમજાણું કાંઈ...?
જુઓ, અહીં સામાન્ય-વિશેષ બેય ભેગું લીધું છે, કેમકે પ્રમાણજ્ઞાન કરાવવું છે. પ્રમાણજ્ઞાનમાં વસ્તુ ત્રિકાળી સત, એની શક્તિઓ ત્રિકાળી સત્ અને એની વર્તમાન પર્યાય એ ત્રણે થઈને વસ્તુ આત્મા કહ્યો છે. એમાં શરીર, મન, વાણી, કર્મ, ને વિકાર ઇત્યાદિ ન આવે.
કળશ - ૨૭૨ આત્મા મેચક, અમેચક ઇત્યાદિ અનેક પ્રકારે દેખાય છે તોપણ યથાર્થ જ્ઞાની નિર્મળ જ્ઞાનને ભૂલતો નથીએવા અર્થનું કાવ્ય હવે કહે છે
(પૃથ્વી ) क्वचिल्लसति मेचकं क्वचिन्मेचकामेचक क्वचित्पुनरमेचकं सहजमेव तत्त्वं मम। तथापि न विमोहयत्यमलमेधसां तन्मनः परस्परसुसंहतप्रकटशक्तिचक्रं स्फुरत्।।२७२।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #267
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-૨૭ર : ૨૫૩ શ્લોકાર્થ:- (જ્ઞાની કહે છેઃ ) [ મમ તત્ત્વ સદનમ ] મારા તત્ત્વનો એવો સ્વભાવ જ છે કે [ વરિત મેવ૬ નસતિ] કોઈ વાર તો તે (આત્મતત્ત્વ) મેચક (-અનેકાકાર, અશુદ્ધ) દેખાય છે, [વરિત મેવ-*નેવ$] કોઈ વાર મેચક-અમેચક (બન્નેરૂપ) દેખાય છે [ પુન: હરિત લવચૂં] અને વળી કોઈ વાર અમેચક (-એકાકાર, શુદ્ધ ) દેખાય છે; [તથાપિ] તોપણ [પરસ્પર-સુનંદત-પ્રવેદ-શ-િવરું છુરત તત] પરસ્પર સુસંહત (સુમિલિત, સુગ્રથિત, સારી રીતે ગૂંથાયેલી) પ્રગટ શક્તિઓના સમૂહુરૂપે સ્કુરાયમાન તે આત્મતત્ત્વ [મનમ-મેધસાં મન:] નિર્મળ બુદ્ધિવાળાઓના મનને [ વિમોદયતિ] વિમોહિત કરતું નથી (-ભ્રમિત કરતું નથી, મૂંઝવતું નથી).
ભાવાર્થ:- આત્મતત્વ અનેક શક્તિઓવાળું હોવાથી કોઈ અવસ્થામાં કર્મના ઉદયના નિમિત્તથી અનેકાકાર અનુભવાય છે, કોઈ અવસ્થામાં શુદ્ધ એકાકાર અનુભવાય છે અને કોઈ અવસ્થામાં શુદ્ધાશુદ્ધ અનુભવાય છે; તોપણ યથાર્થ જ્ઞાની સ્યાદ્વાદના બળથી ભ્રમિત થતો નથી, જેવું છે તેવું જ માને છે, જ્ઞાનમાત્રથી શ્રુત થતો નથી. ૨૭૨.
* કળશ ૨૭૨: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * (જ્ઞાની કહે છે:) “મમ તમ સદનમ્ વ' મારા તત્ત્વનો એવો સ્વભાવ જ છે કે “વરિત મેઘવ તરસતિ' કોઈ વાર તો તે (આત્મતત્ત્વ) મેચક (–અનેકાકાર, અશુદ્ધ) દેખાય છે, ‘વવિદ્ મેવ–મેરું' કોઈ વાર મેચકઅમેચક (બન્નેરૂ૫) દેખાય છે ‘પુન: વાવિત ઉમેરું' અને વળી કોઈ વાર અમેચક (–એકાકાર, શુદ્ધ) દેખાય છે....
અહાહા...! શુદ્ધ ચિદાનંદઘન એક ચિન્માત્ર વસ્તુ હું આત્મા છું એવી જેને અંતર્દષ્ટિ થઈ છે તે સમ્યજ્ઞાની છે. અહા ! તે સમ્યજ્ઞાની પોતાના તત્ત્વને કેવું જાણે છે તેની આ સરસ વાત છે. કહે છે-કોઈ વાર મેચક અર્થાત્ પર્યાયમાં અશુદ્ધતા-મલિનતા-દુઃખ છે એમ જ્ઞાની જાણે છે. મલિનતા-દુઃખ પરના-નિમિત્તના કારણે છે એમ નહિ, પણ પોતાનું જ (પોતાથી) એવું પરિણમન છે એમ જ્ઞાની જાણે છે. પ્રવચનસાર, ૪૭ નયના અધિકારમાં કર્તા અને ભોક્તા નયની વાત લીધી છે. ત્યાં કહ્યું છે કે-જ્ઞાનીની પર્યાયમાં પોતાની કમજોરીથી રાગનું પરિણમન છે, રાગ કરવા લાયક છે એમ નહિ, છતાં તેને રાગનું પરિણમન છે તે અપેક્ષાએ રાગનો કર્તા-ભોક્તા હું છું એમ જ્ઞાની યથાર્થ જાણે છે. દષ્ટિ રાગને સ્વીકારતી નથી, કેમકે દષ્ટિનો વિષય એક અભેદ ચિત્માત્ર આત્મા છે, પણ સાથે સમ્યજ્ઞાન જે વર્તે છે તે એમ જાણે છે કે મારી દશામાં મેચકપણું-રાગાદિભાવરૂપ મલિનતા છે. જ્ઞાન સ્વપરપ્રકાશક છે ને? તો સ્વની સાથે પર્યાયમાં જે રાગ છે તેને તે જાણે છે. ગણધરાદિ ક્ષાયિક સમકિતી હોય તે પણ આવું જાણે છે. સમજાય છે કાંઈ...?
જુઓ, આચાર્ય અમૃતચંદ્ર દેવે આ સમયસાર શાસ્ત્રની “આત્મખ્યાતિ’ નામની સંસ્કૃતમાં ટીકા લખી. મહાન ટીકા છે. અન્યમાં તો શું જૈનમાં પણ આવી ટીકા બીજે નથી. તેઓ છઠ્ઠ-સાતમે ગુણસ્થાને પ્રચુર આનંદના ઝુલે ઝુલતા સંત-મુનિવર હતા. તેઓ ત્રીજા કળશમાં પોતાની સ્થિતિ બતાવતાં કહે છે:
દ્રવ્યદૃષ્ટિથી (હું ) શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું, તોપણ મારી પરિણતિ રાગાદિ પરિણામોની વ્યાતિ છે તેનાથી નિરંતર કલ્માષિત (મેલી) છે. કહે છે મારી દષ્ટિ નિરંતર ચિત્માત્ર દ્રવ્ય-વસ્તુ ઉપર હોવા છતાં પર્યાયમાં મલિનતા છે એમ મારું જ્ઞાન જાણે છે. જ્યાં સુધી રાગની-કર્મની પૂર્ણ નિવૃત્તિ ન થાય ત્યાં સુધી જ્ઞાનીને જ્ઞાનધારા અને કર્મધારા-બને એક સાથે ચાલે છે. જેટલો રાગ છે એટલી કર્મધારા છે, ને તે છે એમ જ્ઞાની યથાર્થ જાણે છે.
તો સમકિતીને આગ્નવ-મલિનતા નથી, તે નિરાન્સવ છે-એમ શાસ્ત્રમાં આવે છે ને?
હા, આવે છે. તે દૃષ્ટિ અપેક્ષાએ વાત છે. વળી તેને અનંતાનુબંધી કષાય નથી એમ સૂચવવા માટેની વાત છે. સમયસાર ગાથા ૭૫, કર્તાકર્મ અધિકારમાં લીધું છે કે-શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્માની દૃષ્ટિ થઈ છે તેને આત્મા વ્યાપક થઈ શુદ્ધ પર્યાયનો વિસ્તાર કરે છે, અર્થાત્ શુદ્ધ પર્યાય તેનું વ્યાપ્ય છે, અશુદ્ધ પર્યાય તેનું વ્યાપ્ય કર્મ નથી. આ દષ્ટિ અપેક્ષાએ વાત છે. બાકી જ્ઞાનીને દૃષ્ટિ સાથે જે જ્ઞાન વર્તે છે તે યથાસ્થિત જાણે છે કે પર્યાયમાં કિંચિત કલુષિતતામલિનતા છે.
એક બાજુ એમ કહે કે ચોથા ગુણસ્થાનથી શુદ્ધત્વ પરિણમન છે, અને બીજી બાજુથી એમ કહે કે છેકે ગુણસ્થાને પણ મલિનતા છે-આ કેવું?
ભાઈ, જ્યાં જે અપેક્ષા હોય તે બરાબર જાણવી જોઈએ. એકાંત તાણવું ન જોઈએ. યથાખ્યાત ચારિત્ર ન
આ રાગને સ્વીકારતા
, છામાં મેચકપણુ-રાગ
સમકિતી હોય
હોય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #268
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
ત્યાં સુધી રાગ હોય છે. દષ્ટિ તેને સ્વીકારતી નથી, પણ જ્ઞાન તેને યથાસ્થિત જેમ છે તેમ જાણે છે. અહા ! આ વીતરાગ સર્વજ્ઞ પ્રણીત માર્ગ યુક્તિ વડે જેમ છે તેમ જાણવો જોઈએ.
હવે કહે છે-“કોઈ વાર મેચક–અમેચક (બન્નેરૂપ) દેખાય છે.' અહાહા...! સમ્યજ્ઞાનીને ચારિત્રગુણની એક જ સમયની પર્યાયના બે ભાગ-અંશે નિર્મળતા ને અંશે મલિનતા બન્ને-દેખાય છે. મોક્ષમાર્ગની નિર્મળ રત્નત્રયની પર્યાય પ્રગટ થઈ તે, તથા સાથે સહુચર એવો જે રાગ બાકી છે તે-બન્ને દેખાય છે. એક સમયમાં બે ધારા છે ને? જ્ઞાનીને જેમ શુદ્ધતાનું જ્ઞાન છે તેમ તે સમયે જે અશુદ્ધતા-મલિનતા છે એ પણ જાણવામાં આવે છે. બહારમાં વિકલ્પ છે ત્યારે (ઉપયોગ સ્વથી ખસી પર તરફ ગયો છે ત્યારે) નિર્મળ પર્યાય-નિર્મળતારૂપ દશા પણ જાણવામાં આવે છે, ને મલિનતા પણ જાણવામાં આવે છે; એક સમયમાં બન્ને જાણવામાં આવે છે.
હવે કહે છે-“વળી કોઈ વાર અમેચક (–એકાકાર, શુદ્ધ) દેખાય છે.'
નિર્વિકલ્પ અનુભવમાં, શુદ્ધોપયોગની દશામાં એકલો આનંદ અને શુદ્ધતા જ છે. તે કાળે રાગ દેખાતો નથી. નિર્વિકલ્પ ઉપયોગના કાળે અબુદ્ધિપૂર્વકનો રાગ છે, પણ એ ખ્યાલમાં આવતો નથી. નિર્વિકલ્પ ઉપયોગમાં શુદ્ધતાનું જ વેદન છે, તે કાળે અબુદ્ધિપૂર્વકના રાગને ઉપયોગ જાણી શકતો નથી.
આમ ત્રણ પ્રકાર દેખાય છે. હવે કહે છે
‘તથાgિ' તોપણ ‘પરસ્પર—સુસંત–પ્રજટ-શવિત્ત–વરું રત ત' પરસ્પર સુસંહત (સુમિલિત, સુગ્રથિત, સારી રીતે ગૂંથાયેલી) પ્રગટ શક્તિઓના સમૂહુરૂપે સ્કુરાયમાન તે આત્મતત્ત્વ ‘સમર્સ–મેધસાં મન:' નિર્મળ બુદ્ધિવાળાઓના મનને ‘ન વિમોદયતિ' વિમોહિત કરતું નથી (-ભ્રમિત કરતું નથી, મુંઝવતું નથી).
અહાહા..! શું કહે છે? કે નિર્મળ પર્યાય ને મલિન પર્યાય-સુસંહત અર્થાત સારી રીતે ગૂંથાયેલી છે. ઠેઠ ચૌદમે ગુણસ્થાને પણ અસિદ્ધત્વ ભાવ કહ્યો છે ને! તે અસિદ્ધત્વ ભાવ સંસાર છે. તત્ત્વાર્થસૂત્રમાં ઉદયભાવના એકવીસ બોલમાં અસિદ્ધત્વભાવ કહેલો છે. ચૌદમે ગુણસ્થાને નિમિત્તરૂપે ચાર કર્મો વિધમાન છે તેટલી મલિનતાઅસિત્વરૂપ મલિનતા પોતાના કારણે હોય છે. નીચે સમકિતીની પર્યાયમાં પણ જેટલી સ્વભાવની દષ્ટિ અને સ્થિરતા થઈ એટલી નિર્મળતા, તથા જેટલો રાગ છે એટલી મલિનતા-એ બેનું સંગઠન છે, એ બે સુગ્રથિત છે, સારી રીતે ગૂંથાયેલાં છે. સાધક જીવને સાધકભાવ સાથે બાધકતા છે જ, ન હોય તો સર્વશપણું હોય. આ બન્ને ભાવનિર્મળતા ને મલિનતા-પ્રગટ છે. અહાહા...! ભાષા શું છે જુઓ ! “પ્રગટ શક્તિઓના સમૂહુરૂપે સ્કુરાયમાન'–એટલે કે નિર્મળ પર્યાયની શક્તિ-યોગ્યતા, અને મલિનતાની યોગ્યતા-બને એક સાથે પ્રગટરૂપે મળેલી છે. અહીં શક્તિરૂપે ભગવાન પૂર્ણ છે એની વાત નથી. અહીં પર્યાયની યોગ્યતાની વાત છે. નિજ પૂર્ણાનંદ સ્વભાવનું અવલંબન લેતાં સ્વદ્રવ્યના આશ્રયે જે નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થયું છે, અને તેની સાથે ધર્મીને જે પંચમહાવ્રતાદિનો વિકલ્પ વર્તે છે તે-એ બન્ને એક સમયમાં સુગ્રથિત સમૂહુરૂપે સ્કુરાયમાન છે. એક સમયની દશામાં આ બન્ને ભાવો પ્રગટરૂપ છે. અહા ! ગજબ વાત કરી છે! શું કળશ છે! પર્યાય-પર્યાયની સંભાળ લીધી છે.
અહા ! જેની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે એવા સમ્યગ્દષ્ટિ જીવને આત્મતત્વની આવી વિચિત્રતા-નિર્મળતા ને મલિનતા બન્ને સાથે દેખાવા છતાં તેના મનને વિમોહિત કરતી નથી, મુંઝવતી નથી; અર્થાત્ ધર્મી જીવ મિથ્યાભાવને પ્રાપ્ત થતો નથી. અહાહા...! ધર્મીને એક સાથે સુખનું વેદન, અને અશુદ્ધતાનું-દુ:ખનું વદન હોય તોપણ તે મુંઝાતો નથી, માર્ગથી ચલિત થતો નથી. એક પર્યાયમાં જેટલો મોક્ષમાર્ગ પ્રગટ થયો એટલો આનંદનો ભાગ, અને જેટલો રાગ છે એટલો દુ:ખનો ભાગ-એ બેય વસ્તુસ્થિતિ છે એમ ધર્મી બરાબર જાણે છે. હું (સ્વભાવે) નિર્મળ છું, છતાં આ રાગ કેમ? આ શું? –એમ ધર્મીને ભ્રમણા થતી નથી. આવી વાત છે.
* કળશ ૨૭૨: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
જુઓ, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ઇત્યાદિ પાપભાવ છે, ને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ-પૂજાના વિકલ્પ તે પુણ્યભાવ છે; આ બન્ને ભાવ બંધનું કારણ છે. એ બન્નેથી ભિન્ન પડી, નિજ નિત્ય નિરંજન ચિન્માત્ર વસ્તુની દૃષ્ટિ કરતાં પર્યાયમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #269
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-૨૭ર : ૨૫૫ આનંદના અનુભવ સહિત સમકિત પ્રગટ થાય છે. આ ધર્મ છે. અહાહા...! આમ જેને અંતરમાં ધર્મ પ્રગટયો છે એવા સમકિતી જ્ઞાનીને પોતાનું આત્મતત્ત્વ કેવું દેખાય છે એની આ વાત છે. તો કહે છે
આત્મતત્ત્વ અનેક શક્તિઓવાળું હોવાથી કોઈ અવસ્થામાં કર્મના ઉદયના નિમિત્તથી અનેકાકાર અનુભવાય છે, કોઈ અવસ્થામાં શુદ્ધ એકાકાર અનુભવાય છે અને કોઈ અવસ્થામાં શુદ્ધાશુદ્ધ અનુભવાય છે...'
જુઓ, આત્મા શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ-એની નિર્મળ પ્રતીતિ અને અનુભવ થવા છતાં ધર્મીને પર્યાયમાં વિકારનું વેદન-આસ્વાદ હોય છે. ધર્મીને શુદ્ધોપયોગમાં આનંદ અને શાંતિનું વદન હોય છે. છતાં પુરુષાર્થની કમજોરીથી જેટલું લક્ષ પર ઉપર જાય છે તેટલો જ્ઞાનીને દુ:ખનો આસ્વાદ–વેદન હોય છે, જોકે કર્મનો ઉદય તો નિમિત્તમાત્ર છે, પરંતુ પોતાની પર્યાયમાં જે નૈમિત્તિક વિકાર પ્રગટ થાય છે એનું વેતન ધર્મીને છે, અને તેનું જ્ઞાન એને યથાસ્થિત જાણે પણ છે. શરીર, વાણી ઇત્યાદિ જડનું વદન તો ( જ્ઞાની કે અજ્ઞાની) કોઈને હોતું નથી. પરંતુ જ્ઞાનીને, જેટલી અંતર-સ્વભાવમાં એકાગ્રતા છે એટલો આનંદ છે તોપણ, જેટલો રાગ વિધમાન છે તેટલું તેને દુઃખનું આસ્વાદન–વેદન અવશ્ય છે.
વળી, કહે છે, કોઈ અવસ્થામાં શુદ્ધ એકાકાર અનુભવાય છે. અહાહા...! ધર્મી જીવને પોતાના અંતરમાં ઉપયોગ લાગે છે, શુદ્ધોપયોગની દશા હોય છે ત્યારે એકાકાર શુદ્ધનો-પવિત્રતાનો જ અનુભવ હોય છે.
અને વળી કોઈ અવસ્થામાં શુદ્ધાશુદ્ધ અનુભવાય છે. એટલે શું? કે પોતાની ચિન્માત્ર વસ્તુના આશ્રયે જેટલી નિર્મળ આનંદની પરિણતિ પ્રગટ છે તેને ધર્મી જાણે છે અને સાથે જેટલો રાગ-મલિનભાવ છે તેને પણ જ્ઞાની જાણે છે. ધર્મીને શુદ્ધતાની સાથે કિંચિત્ રાગનું વદન હોય છે તેમાં વિરોધ નથી. બે છે તો વિરુદ્ધભાવ પણ સાથે રહી શકે છે. ધર્મીને જેટલી વીતરાગતા થઈ તેટલું શુદ્ધતાનું-આનંદનું વેદન છે, ને સાથે જેટલો રાગ છે તેટલું દુઃખનું પણ વેદન છે. આમ એક સાથે આનંદ અને દુ:ખના વેદનમાં વિરોધ નથી, છે તો બન્ને પરસ્પર વિરુદ્ધ, પણ બન્ને સાથે રહે છે એવી જ સાધકદશા હોય છે. બન્નેને જ્ઞાની એક સાથે જાણે છે.
જુઓ, તીર્થકરને જન્મથી જ ક્ષાયિક સમકિત હોય છે. આઠ વર્ષની ઉંમરે સ્વભાવના વિશેષ આલંબનપૂર્વક પાંચમાં ગુણસ્થાનને પ્રાપ્ત થઈ અણુવ્રત ધારણ કરે છે. તેમાં કોઈ તીર્થકર ચક્રવર્તી પણ હોય તો તેને છન્નુ હુજાર રાણીઓ અને તે સંબંધી ભોગ પણ હોય છે. ભોગમાં સુખબુદ્ધિ નથી તથાપિ ભોગની આસક્તિના પરિણામ હોય છે. આ આસક્તિના વેદનને તે દુઃખરૂપ જાણે છે. અને જેટલી શુદ્ધતા પ્રગટ વર્તે છે તેટલું શાંતિનું વેદન આવે છે તેને સુખરૂપ જાણે છે-બન્નેને તે એક સાથે જાણે છે. છછું ગુણસ્થાને ભાવલિંગી મુનિવરને શુભભાવ હોય છે તેને તે દુઃખરૂપ જાણે છે, અને આત્માના આશ્રયે જેટલી નિર્મળતા પ્રગટી છે તેટલું તેને આનંદનું વદન હોય છે. સાધક ધર્મી આ બન્નેને એક સાથે જાણે છે. આવી સાધકદશા હોય છે. જુઓ, -
-મિથ્યાષ્ટિને એકાંત અશુદ્ધતાનું-દુઃખનું વદન હોય છે. -ભગવાન કેવળીને એકાંત શુદ્ધતાનું-આનંદનું વદન હોય છે. અને –સાધકને અંશે આનંદ અને અંશે દુ:ખ-એમ બન્નેનું એક સાથે વેદના હોય છે.
અહાહા...! પ્રભુ! તારી વિચિત્રતા તો દેખ! અનેક પ્રકારની યોગ્યતા પૈકી એક વિકારપણે પરિણમવાની યોગ્યતા પણ છે. સમકિતીને જે રાગ ઉત્પન્ન થાય છે તે પર્યાયની યોગ્યતા-શક્તિથી થાય છે, અને તેનો જ્ઞાની કર્તા અને ભોક્તા પણ છે. (પરિણમનની અપેક્ષા કર્તા-ભોક્તા કહ્યો છે, ધર્મી રાગનો સ્વામી છે એમ નહિ). પ્રવચનસાર, ૪૭ નયના અધિકારમાં કહ્યું છે કે-જ્ઞાનીને પણ જેટલો રાગ થાય છે એનો આધાર-અધિષ્ઠાતા આત્મા છે. પરંતુ જ્યાં પ્રયોજન દ્રવ્યદૃષ્ટિ કરાવવાનું હોય ત્યાં રાગનો આધાર આત્મા નથી એમ કહેવામાં આવે છે. આવો ભગવાન કેવળીનો કહેલો મારગ અપૂર્વ અને સૂક્ષ્મ છે. ભાઈ ! તેને એક વાર તારા જ્ઞાન-શ્રદ્ધાનમાં તો લે; તું ન્યાલ થઈ જઈશ.
હવે કહે છે-આવું વિચિત્ર આત્મતત્ત્વ છે “તોપણ યથાર્થ જ્ઞાની સ્યાદ્વાદના બળથી ભ્રમિત થતો નથી, જેવું છે તેવું જ માને છે, જ્ઞાનમાત્રથી ટ્યુત થતો નથી.' અહા ! પર્યાયમાં રૌદ્રધ્યાનના પરિણામ હોય તોપણ સ્યાદ્વાદના બળથી ધર્મી ભ્રમિત થતો નથી; માર્ગથી ચલિત થતો નથી. પંચમ ગુણસ્થાન સુધી રૌદ્રધ્યાન હોય છે. તો રૌદ્રધ્યાન થતાં અરે! આ શું? ચિન્માત્ર એવા મને રૌદ્રધ્યાન! –એમ ચલિત થતો નથી. (બલકે વૈરાગ્ય પામે છે ).
જુઓ, જેના પેટમાં તે જ ભવે મોક્ષગામી એવા લવ અને કુશના જીવો હતા એવાં સીતાજી માટે રામચંદ્રજીએ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #270
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ સારથીને હુકમ કર્યો કે-સીતાજીને જ્યાં સિંહ ને વાઘ હોય એવા જંગલમાં લઈ જાઓ, અને ત્યાં છોડી દો. અરરર! આવા પરિણામ! સારથી પણ સ્તબ્ધ થઈ ગયો, પણ શું કરે ? એક બાજુ નોકરી ને બીજી બાજુ રામચંદ્રનો હુકમ. સારથીએ સીતાજીને જંગલમાં છોડ્યાં તો પ્રથમ એકદમ આઘાત થયો, એમ કે આ શું? આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. થોડી વારમાં શાંત થયા પછી સીતાજીએ સારથીને કહ્યું કે “ રામચંદ્રજીને કહેજો કે હું ધર્માત્મા છું એમ જાણવા છતાં લોકાપવાદથી તમે મને તજી તો ભલે, પણ લોકાપવાદથી ધર્મ મા છોડશો; સમકિત ને આત્મશાંતિની દશાને મા છોડશો.” જુઓ, એ વખતે પણ આ અવાજ ! પર્યાયમાં રાગ છે, આર્ત પરિણામ છે એનું ભાન છે, અને સ્વભાવથી હું રાગ રહિત છું એનું પણ ભાન છે. આમ ધર્મી સમકિતી પુરુષ ભ્રમિત થતો નથી, પરંતુ જેમ છે તેમ માને છે.
જુઓ, રામચંદ્રજી પણ પુરુષોત્તમ સમકિતી હતા. એમને પણ (પર્યાયમાં ) શુદ્ધતા અને રૌદ્રતા–બે ભાવ એક સાથે હોવા છતાં પોતાના સ્વભાવથી શ્રુત થયા નહિ. આ રીતે સ્યાદ્વાદના બળથી ધર્મી સ્વભાવથી શ્રુત થતા નથી. આવી વાત! સમજાણું કાંઈ...?
કળશ-૨૭૩ આત્માનો અનેકાંતસ્વરૂપ (-અનેક ધર્મસ્વરૂપ ) વૈભવ અદભૂત (આશ્ચર્યકારક) છે-એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ
(પૃથ્વી) इतो गतमनेकतां दधदितः सदाप्येकतामितः क्षणविभङ्गुरं ध्रुवमितः सदैवोदयात्। इतः परमविस्तृतं धूतमितः प्रदेशैर्निजै
सहजमात्मनस्तदिदमद्भुतं वैभवम् ।। २७३।। શ્લોકાર્થઃ- [વદો માત્મનઃ તદ્ રૂમ સદનન મક્તું વૈભવમ] અહો! આત્માનો તે આ સહજ અદ્ભુત વૈભવ છે કે– રૂત: અને છતાં તમ] એક તરફથી જોતાં તે અનેકતાને પામેલો છે અને [ રૂત: સવા કિ વતામ વધત] એક તરફથી જોતાં સદાય એકતાને ધારણ કરે છે, [ રૂત: ક્ષણ: વિમ[૨૫] એક તરફથી જોતાં ક્ષણભંગુર છે અને [રૂત: સવા વ ૩યાત ઘુવમ] એક તરફથી જોતાં સદાય તેનો ઉદય હોવાથી ધ્રુવ છે, [રૂત: પરમવિસ્તતમ | એક તરફથી જોતાં પરમ વિસ્તુત છે અને [ત: નિર્ન: પ્રવેશ: વૃત] એક તરફથી જોતાં પોતાના પ્રદેશોથી જ ધારણ કરી રખાયેલો છે.
ભાવાર્થ - પર્યાયદૃષ્ટિથી જોતાં આત્મા અનેકરૂપ દેખાય છે અને દ્રવ્યદષ્ટિથી જોતાં એકરૂપ દેખાય છે; ક્રમભાવી પર્યાયદષ્ટિથી જોતાં ક્ષણભંગુર દેખાય છે અને સહભાવી ગુણદષ્ટિથી જોતાં ધ્રુવ દેખાય છે; જ્ઞાનની અપેક્ષાવાળી સર્વગત દૃષ્ટિથી જોતાં પરમ વિસ્તારને પામેલો દેખાય છે અને પ્રદેશોની અપેક્ષાવાળી દૃષ્ટિથી જોતાં પોતાના પ્રદેશોમાં જ વ્યાપેલો દેખાય છે. આવો દ્રવ્યપર્યાયાત્મક અનંતધર્મવાળો વસ્તુનો સ્વભાવ છે. તે (સ્વભાવ) અજ્ઞાનીઓના જ્ઞાનમાં આશ્ચર્ય ઉપજાવે છે કે આ તો અસંભવિત જેવી વાત છે! જ્ઞાનીઓને જોકે વસ્તુસ્વભાવમાં આશ્ચર્ય નથી તો પણ તેમને પૂર્વે કદી નહોતો થયો એવો અદ્દભુત પરમ આનંદ થાય છે, અને તેથી આશ્ચર્ય પણ થાય છે. ૨૭૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #271
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-૨૭૩ : ૨૫૭
* કળશ ૨૭૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
પરમાત્મપુરાણમાં દર્શન અને જ્ઞાન-એ બેને અભુતરસમાં લીધા છે. ત્યાં કહ્યું છે કે આત્માની એક સમયની દર્શન અને જ્ઞાન એ બે પર્યાયમાંથી એક દર્શનની-દર્શનોપયોગની-પર્યાય લોકાલોકને અર્થાત આખા પૂર્ણ સતને “તે બધું અભેદ છે” એમ દેખે છે. તેમાં “આ જીવ છે ને આ અજીવ છે” એવો ભેદ પણ નથી. અરે, “આ છે” એવો ભેદ પણ તેમાં નથી. જ્યારે બીજો એક સમયનો જ્ઞાનપર્યાય બધાને ભિન્ન-ભિન્ન કરીને ભેદથી જાણે છે. દ્રવ્યભેદ, ગુણભેદ, પર્યાયભેદ અને એક-એક પર્યાયમાં પણ અનંત ભેદ વગેરે બધાને ભિન્ન-ભિન્ન કરીને જ્ઞાન જાણે છે. આ રીતે, જે સમયે દર્શનનો પર્યાય બધાને ભિન્ન કર્યા વિના દેખે છે તે જ સમયે જ્ઞાનનો પર્યાય બધાને ભિન્ન-ભિન્ન કરીને જાણે છે. અને આ આત્માનો અદ્દભુત રસ છે. જ્યારે અહીંયા આત્મામાં કેવો અદ્દભુત વૈભવ છે તે કહેવું છે. તો, કહે છે કે,
‘સદો માત્મન: તત્ રૂમ્ સદનમ્ કૂત વૈભવમ્ અહો ! આત્માનો તે આ સહજ અદ્દભુત વૈભવ છે કે- ત: બનેવાતાં તન્મ એક તરફથી જોતાં તે અનેકતાને પામેલો છે.' પર્યાયથી જોતાં આત્મા અનેકપણે દેખાય છે અને તે એવો છે પણ ખરો. લ્યો, આ પણ આત્માનો એક સ્વાભાવિક અદભુત વૈભવ છે એમ કહે છે.
‘રૂત: સવા uિ gવેતામ્ શત્ એક તરફથી જોતાં સદાય એકતાને ધારણ કરે છે.' વસ્તુદષ્ટિથી-દ્રવ્યદૃષ્ટિથી જોતાં આત્મા એકરૂપ છે. અને આ પણ આત્માનો એક સહજ અદ્દભુત વૈભવ છે.
પ્રશ્ન- જગત તો આ બહારના પૈસાદિને વૈભવ કહે છે ને?
સમાધાન- ભાઈ ! એ તો ધૂડનો વૈભવ છે. તે કયાં આત્મામાં હતો? તે એકેએક (દરેક ) પરમાણુ તો તેનામાં-જડમાં છે. તેથી તે પૈસાદિ આત્માનો વૈભવ છે એમ કયાંથી આવ્યું?
અહીં તો આત્માનો વૈભવ એને કહે છે કે એક બાજુથી-પર્યાયદષ્ટિથી–અનેકને જોવાની દૃષ્ટિથી–જોઈએ તો પર્યાયમાં અનેકતા દેખાય છે અર્થાત અનંત પર્યાયો દેખાય છે. કેમકે અનંત ગુણોની અનંત પર્યાયો છે. અને એક બાજુથી-દ્રવ્યદૃષ્ટિથી-વસ્તુદષ્ટિથી-જોતાં આત્મા એકરૂપ દેખાય છે. જુઓ, આ અનેકતા પર્યાયમાં છે અને એકતા દ્રવ્યમાં છે એમ કહ્યું છે. તથા આત્મા સદાય થતા –એકતાને ધારણ કરે છે, ધારી રાખે છે એમ પણ કહ્યું છે.
‘રૂત: ક્ષ—વિમહારમ્ એક તરફથી જોતાં ક્ષણભંગુર છે.' એટલે? કે ક્રમે-કમે થતી દશાની દષ્ટિથી જોઈએ તો આત્મા ક્ષણભંગુર દેખાય છે.
રાજકોટમાં એક વેદાંતી બાવો હતો. તેણે એક વાર એવું સાંભળ્યું કે જૈનના એક સાધુ (પૂ. શ્રી કાનજીસ્વામી) અધ્યાત્મની બહુ ઊંચી વાત કરે છે. તેને તેથી થયું કે લાવ સાંભળવા જાઉં. તે સાંભળવા આવ્યો. પ્રવચનમાં ત્યારે એવું આવ્યું કે પર્યાયનો નાશ થાય છે માટે આત્મા પર્યાયથી અનિત્ય છે. તે બાવાને થયું કે શું આત્મા અનિત્ય હોય? આવો (અનિત્ય) આત્મા ન હોય, એ તો નિત્ય હોય. અવિનાશી આત્મા હોય તે બરાબર આત્મા છે. તેથી, “મારે આવું સાંભળવું નથી” –એમ કહીને તે ચાલ્યો ગયો. પણ ભાઈ ! પર્યાયથી આત્મા નાશવાન છે અને વસ્તુથી અવિનાશી છે. અને આ તો વસ્તુનું સ્વરૂપ છે.
પરંતુ આ તો જૈનનું છે?
ભાઈ જૈનન એટલે કે વસ્તુનું આવું સ્વરૂપ છે. પરંત. જો વસ્તમાં અનિત્યપણું ન જ હોય તો. કાર્ય તો અનિત્યપણામાં થાય છે? આ દ્રવ્ય ધ્રુવ છે, શુદ્ધ છે એવું ( નિર્ણયરૂપી) કાર્ય તો પર્યાયમાં થાય છે? પ્રથમ પર્યાયમાં સાચું માન્યું નહોતું અને હવે તેને ફેરવીને (ટાળીને) સાચું માન્યું તો તે પર્યાયમાં મનાયું છે. અર્થાત્ અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે. પણ કાંઈ નિત્ય નિત્યનો કે અનિત્યનો નિર્ણય કરતું નથી. કારણ કે એ નિત્ય તો નિત્ય જ છે. (તેમાં ફેરફાર થતો નથી.).
અહીં કહે છે કે એક તરફથી જોતાં પોતે પોતાથી ક્ષણભંગુર છે, ક્ષણે-ક્ષણે નાશ થવાવાળી ચીજ છે એમ દેખાય છે. જુઓ, પરને લઈને આત્મા ક્ષણભંગુર છે એમ નથી કહ્યું. તેમ જ પરવસ્તુની-કે જે ક્ષણભંગુર છે તેનીપણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #272
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ અહીંયા વાત નથી. એટલે કે પૈસા ને શરીરાદિ ક્ષણભંગુર છે એ વાત અત્યારે નથી. પરંતુ વસ્તુની (આત્માની) અવસ્થા એક સમય રહે છે ને બીજે સમયે તેનો નાશ થાય છે તેથી ક્રમવર્તી દશાથી જોતાં આત્મા જ ક્ષણભંગુર દેખાય છે એમ કહેવું છે.
અહીં ! પહેલાં એમ વાત કરી હતી કે એક તરફથી-પર્યાયદષ્ટિથી જોતાં આત્મામાં અનેકતા દેખાય છે અને એક તરફથી-દ્રવ્યદૃષ્ટિથી જોતાં તેમાં એકતા દેખાય છે. –બસ, એટલી વાત હતી. જ્યારે હવે કહે છે કે એક તરફથી જોતાં ક્ષણે ક્ષણે નાશવાનપણું દેખાય છે. પર્યાય ઉત્પન્ન થઈને નાશ પામે છે. તેથી તે દૃષ્ટિથી જોઈએ તો પર્યાયમાંઆત્મામાં ક્ષણભંગુરતા છે, આત્માની પર્યાય ક્ષણભંગુર છે. મતલબ કે પર્યાય ક્રમસર થાય છે તે અપેક્ષાએ આત્માને ક્ષણભંગુર કહેવામાં આવે છે. અને આને પોતાનો સ્વાભાવિક વૈભવ કહ્યો છે.
અહા ! એક-એક શ્લોકમાં કેટલું ભરી દીધું છે! પણ જો શાંતિથી પોતાના આત્મા માટે થોડો સ્વાધ્યાય કરે તો ખબર પડે કે અહો! આવી ચીજ બીજે છે નહીં અને વસ્તુ આવી જ હોય. અરે ! આવા નિજ આત્મા તરફના વિચાર, મનન, મંથન કરે તો તેનો શુભભાવ પણ બીજી જાતનો હોય છે. પરંતુ તે તો બહારમાં અટયો છે.
જુઓ, પૈસા આદિને લઈને આત્મા અનેક છે એમ નહીં. પરંતુ પર્યાયમાં અનેકપણું છે તેથી તે અનેક છે. તથા પૈસા ને શરીરાદિ નાશવાન છે માટે આત્મા ક્ષણભંગુર છે એમ પણ નહીં. પરંતુ તેની પર્યાય જ નાશવાન હોવાથી તે ક્ષણભંગુર છે એમ કહે છે. લ્યો, આવી ચીજ છે.
‘રૂત: સફા કવ યાત્ ધ્રુવ... એક તરફથી જોતાં સદાય તેનો ઉદય હોવાથી ધ્રુવ છે.” જુઓ, સદાય ને ધ્રુવ-એ બે શબ્દો એક સાથે કહ્યા છે. તો કહે છે કે એક તરફથી જોતાં સદાય નામ ત્રણે કાળ આત્માનો ઉદય હોવાથી ધ્રુવ છે. એટલે કે એ તો છે તેવો છે–ત્રણે કાળ ધ્રુવ છે.... ધ્રુવ છે. ધ્રુવ છે. અને તેથી ક્ષણે ક્ષણે નાશ થવું એ તેમાં નથી. પર્યાય ક્ષણભંગુર છે ને? તેથી તેની સામે કહે છે કે આત્મા ત્રિકાળ એકરૂપ રહેનાર છે. લ્યો, આ આત્માનો વૈભવ બતાવાય છે.
અહાહા ! એક તરફથી જોતાં આત્મા સદાય એક જ પ્રકારે-ધ્રુવપણે રહે છે. પર્યાય બદલતી રહે છે પણ ધ્રુવ બદલતું નથી. અને આવો તેનો સ્વભાવ છે. અહીં તો પ્રમાણજ્ઞાનનો વિષય બતાવે છે ને! આત્માનું-પોતાનું અસ્તિત્વ કેટલામાં છે તેનું જ્ઞાન કરાવે છે ને! તેથી ભલે પર્યાય ક્ષણભંગુર હો-ક્ષણે ક્ષણે નાશ પામતી હો-તોપણ તે છે તો આત્માનો વૈભવ એમ કહે છે. અર્થાત્ પોતાનામાં પોતાને લઈને પર્યાય છે પણ પરને લઈને તે છે નહીં. અહા ! મૂળ ચીજને પહોંચવા માટે તો અનેક પ્રકારના પુરુષાર્થની ઉગ્ર ગતિ જોઈએ.
અહીં કહે છે કે ભગવાન આત્મા, એક તરફથી જોતાં, ત્રિકાળ ધ્રુવ-એકરૂપ છે. મતલબ કે તે છે... છે.. ને છે. અને એક બાજુથી જોતાં તે છે... છે... ને છે એમ નહીં પણ તે છે ને નાશ પામે છે, છે ને નાશ પામે છે. એટલે કે આત્મા દ્રવ્ય સદા ધ્રુવ, એકરૂપ ને સદ્ગશ છે. અને પર્યાયે ક્ષણભંગુર, વિસદ્ગશ છે. પર્યાય ક્ષણે ક્ષણે ઉત્પન્ન થઈને જાય, ઉત્પન્ન થઈને જાય છે તેનાં સૃષ્ટિ ને નાશ, સૃષ્ટિ ને નાશ થાય છે; તેના જન્મ ને મરણ, જન્મ ને મરણ થાય છે. જન્મ નામ ઉપજવું, સૃષ્ટિ થવી, ઉત્પત્તિ થવી. અને મરણ નામ નાશ થવું. એક સમયની પર્યાયની ઉત્પત્તિ થવી તે તેનો જન્મ છે અને બીજે સમયે તે ક્ષણભંગુર પર્યાયનો નાશ થવો તે તેનું મરણ છે. લ્યો, આ રીતે પર્યાયમાં જન્મ-મરણ છે. અર્થાત્ તેના ઉત્પત્તિ ને વ્યય; સૃષ્ટિ ને નાશ; જન્મ ને મરણ તો પર્યાયમાં છે. અહા ! આત્મતત્ત્વના સહુજ વૈભવનું સ્વરૂપ આવું છે. અને તેને દષ્ટિપૂર્વક જ્ઞાનમાં બરાબર લેવું જોઈએ.
-આ રીતે પર્યાયમાં (૧) અનેકતા ને (૨) ક્ષણભંગુરતા તથા દ્રવ્યમાં (૧) એકતા ને (૨) ધ્રુવતા છે એમ વર્ણવ્યું. હવે (ત્રીજા બોલમાં) ક્ષેત્રથી વર્ણવે છે. | ‘રૂત: પર—વિસ્તૃતમ્ એક તરફથી જોતાં પરમ વિસ્તૃત છે. એક તરફથી જોતાં આત્મા એક સમયમાં લોકાલોકને જાણે છે તેથી જાણે કે તેટલો વ્યાપક હોય એમ દેખાય છે. વસ્તુ આત્મા એક સમયમાં એક સાથે જાણે ત્રણ કાળ ને ત્રણ લોકમાં વ્યાપી જાય છે એટલે કે તેનું જ્ઞાન સર્વગત થઈ જાય છે–સર્વને જાણી લે છે તેથી જાણે કે તે તેટલો વિશાળ છે એમ દેખાય છે. આત્મા અત્યારે પણ આવો છે હો. જો કે અહીં તો અત્યારે સાધકજીવની વાત છે. તો, સાધકજીવનો પણ એક સમયનો જ્ઞાનપર્યાય લોકાલોકને-જેટલા અનંત સિદ્ધો આદિ છ દ્રવ્યો છે તે બધાનેજાણે છે. માટે, એક બાજુથી જુએ-જાણે તો એમ જણાય કે જાણવાની અપેક્ષાએ આત્માનો ક્ષેત્રથી તેટલો વિસ્તાર છે. કારણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #273
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-૨૭૩ : ૨૫૯
કે તે બધાને જાણે છે ને!
‘ડુત: નિર્ન: પ્રવેશ: ઘુતમ એક તરફથી જોતાં પોતાના પ્રદેશોથી જ ધારણ કરી રખાયેલો છે.” પર્યાયમાં લોકાલોકનું જ્ઞાન ધારી રાખ્યું છે તે અપેક્ષાએ તેને વિસ્તૃત કહ્યો હતો. અને હવે કહે છે કે દ્રવ્યની અપેક્ષાએ જુઓ તો આત્માએ માત્ર પોતાના ક્ષેત્રને ધારી રાખ્યું છે (-પોતાના ક્ષેત્રમાં રહેલો છે, પરંતુ પર વસ્તુને ધારી નથી, પર વસ્તુને પોતાના પ્રદેશોમાં ધારણ કરી નથી. અહા ! પર્યાયમાં પરનું વિશાળ જ્ઞાન છે તે અપેક્ષાએ આત્માને સર્વગત કહેવામાં આવે છે એટલે કે જાણવાની અપેક્ષાએ તે સર્વગત છે પણ પરમાં ક્ષેત્ર અપેક્ષાએ વ્યાપવા તરીકે કે પેસી જવા તરીકે તે સર્વગત છે એમ નથી. કારણ કે આત્મા લોકાલોકને જાણે છે તેથી જાણે કે તેટલા ક્ષેત્રમાં વ્યાપેલો છે એમ દેખાવા છતાં તે પોતાના પ્રદેશોમાં જ વ્યાપેલો છે.
તો અહીં કહ્યું કે એક બાજુથી જુઓ તો આત્મા પોતાના પ્રદેશોમાં-સ્વક્ષેત્રમાં જ છે. પણ પરક્ષેત્રમાં છે નહીં. જો કે એક તરફથી જોતાં તેણે પર પ્રદેશોને જાણે કે પોતાની પર્યાયમાં ધાર્યા હોય એમ દેખાય છે તોપણ વસ્તુથી જોતાં તે આત્મા સ્વક્ષેત્રમાં પોતાના અસંખ્ય પ્રદેશોમાં જ છે. પર પ્રદેશોને પોતાની પર્યાયમાં ધાર્યા છે તેનો અર્થ એ છે કે સ્વયં જાણનારું એ પર્યાયનું જ્ઞાન લોકાલોકના ક્ષેત્રમાં જાણવાની અપેક્ષાએ વ્યાપક થઈ જાય છે.
જુઓ, આ રીતે પર્યાયના બે બોલ કહ્યા કે (૧) પર્યાયમાં અનેકતા છે ને (૨) પર્યાય ક્ષણભંગુર છે. તથા ક્ષેત્રના આ રીતે બે બોલ કહ્યા કે (૧) તે સર્વને જાણે છે એ અપેક્ષાએ સર્વગત છે ને (૨) છતાં અનાદિથી તે પોતાના પ્રદેશોમાં જ છે. અને આવો તેનો સહજ અદભુત વૈભવ છે. અહા ! આવી વાત બીજે છે નહીં, હોય જ નહીં.
લ્યો, આવા અદ્દભુત કળશો છે! આ પહેલાનો ૨૭૧મો શ્લોક બહુ ઊંચો હતો. તેમાં કહ્યું હતું કે જાણનારો પણ પોતે, જે જણાય તે જ્ઞય પણ પોતે અને જે જાણે તે જ્ઞાન પણ પોતે. બાપુ! આવું છે.
અહા ભાઈ ! આ તારો વૈભવ છે. અને તે પણ કેવો છે? કે પૂર્વાપર વિરોધી જેવો લાગવા છતાં પણ અવિરોધી છે. અહા ! (૧) પર્યાયમાં અનેકપણું દેખાવા છતાં વસ્તુ તરીકે તે (આત્મા) એક છે. (૨) ક્રમે થતી પર્યાય ક્ષણભંગુર-નાશવાન દેખાવા છતાં વસ્તુ તરીકે તે એકરૂપ (ધ્રુવ ) છે. (૩) એક સમયનો જાણવાનો પર્યાય જાણે કે લોકાલોકમાં વ્યાપી ગયો હોય અર્થાત તેણે પોતાના પ્રદેશોમાં જાણે કે
લોકાલોકને ધાર્યા હોય એમ દેખાવા છતાં તે પોતે નિજ અસંખ્ય પ્રદેશોમાં જ છે.
અર્થાત્ (૧) આત્મામાં એકતા સાથે અનેકતા હોય છે. (એક જ સમયે એકતા ને અનેકતા હોય છે.) (૨) આત્મા વસ્તુ તરીકે કાયમ રહીને અવસ્થા તરીકે ક્રમે-કમે બદલે છે. (૩) આત્મા એક સાથે (એક જ સમયે) સ્વક્ષેત્રમાં રહેલો છે એવો દેખાવા છતાં લોકાલોકને (જાણવાની અપેક્ષાએ)
ધારે છે એવો પણ દેખાય છે. લ્યો, આવો આત્મા છે અને આવો તેનો વૈભવ છે.
અન્યમાં આવે છે કે “જ્યાં લગી આતમાં તત્ત્વ ચીન્યો નહીં...' પણ એ “આતમાં તત્ત્વ' એટલે આવો આત્મા હો. બાકી આતમાં... આતમાં એમ ભાષા તો ઘણાંય કરે છે. અહીંથી આત્માની વાત બહુ નીકળી એટલે હવે બીજા ઘણાં પણ આતમાં... આતમાં.. એમ ભાષા લઈને વાતો કરે છે. પણ ભાઈ ! “આત્મા’ શબ્દ આવ્યો એટલે શું થયું? સર્વજ્ઞ પરમેશ્વરે આ આત્મવસ્તુને આવી રીતે જે જોઈ છે તે રીતે તેની દૃષ્ટિમાં આવે ત્યારે તેણે આત્મા જાણો કહેવાય છે. બાકી આતમા... આતમા... કરવાથી શું થાય ? (કાંઈ જ ફાયદો ન થાય.)
* કળશ ૨૭૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન * આ કળશમાં દ્રવ્ય-પર્યાયનો ભેદ બતાવ્યો છે ને! એટલે કહે છે કે “પર્યાયદષ્ટિથી જોતાં આત્મા અનેકરૂપ દેખાય છે. કેમકે પર્યાયો અનેક છે. પર્યાયષ્ટિથી બીજી રીતે જોવાનું પછી કહેશે. અર્થાત્ બીજા બોલમાં ક્રમભાવી પર્યાયદષ્ટિથી જોવાનું કહેશે. જ્યારે આ પહેલા બોલમાં એકલી પર્યાયષ્ટિથી જોવાનું કહે છે. એટલે કે પર્યાયદષ્ટિથી જોતાં અનંત ગુણોની અનંત અવસ્થાઓ દેખાય છે. –બસ, એટલી વાત કહે છે. તો, અહીં કહ્યું કે અવસ્થાષ્ટિથી જોતાં આત્મા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #274
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અનેકરૂપ-અનંતરૂપ દેખાય છે.
‘અને દ્રવ્યદૃષ્ટિથી જોતાં એકરૂપ દેખાય છે.' જુઓ, દ્રવ્યદષ્ટિથી જોવાનું કહ્યું છે. અને દ્રવ્યદષ્ટિનો વિષય દ્રવ્ય છે. તો, દ્રવ્યષ્ટિથી-વસ્તુદષ્ટિથી આત્મદ્રવ્ય-વસ્તુને જોતાં તે ત્રિકાળ એકરૂપ દેખાય છે. પણ તેમાં અનેકતા દેખાતી
નથી.
લ્યો, આ રીતે અનેકરૂપ પણ આત્મા છે ને એકરૂપ પણ આત્મા છે. અહા ! તે સમજણનો પીંડ છે. તેથી તેના જ્ઞાનમાં આ બધા સમજવાના પ્રકારો સમાય જાય છે. અર્થાત્ આત્મજ્ઞાન થતાં, આત્મામાં આવા જે ભાવો છે તે બધા તેના સમજણમાં આવી જાય છે. અને ત્યારે તેણે આત્માને જાણ્યો છે એમ કહેવામાં આવે છે. અહા ! અન્યમતમાં તો ભગવાન... ભગવાન... કરો, ભગવાનની ધૂન લગાવો એમ કહે છે. પણ ભાઈ! એવી ધૂન લગાવવાથી શું મળે ? ( કાંઈ નહીં.) કેમકે એ તો વિકલ્પ છે. છતાં, તેવો વિકલ્પ હો. પરંતુ તેની સાથે-સાથે નિર્વિકલ્પ, એક શુદ્ધ આત્મા છે તે તારી દષ્ટિમાં છે કે નહીં? (જો છે તો તું જ્ઞાની છો. નહીંતર અજ્ઞાની છો.)
જુઓ, અહીં અશુદ્ધતા છે તેટલી જ વાત કરવી છે હો. મતલબ કે અહીં તો શુદ્ધતા ને અશુદ્ધતા-એ બેનું આત્મામાં હોવાપણું છે તેટલી બસ વાત કરવી છે. પણ અશુદ્ધતા છે માટે શુદ્ધતા પ્રગટશે એમ કાંઈ અહીં વાત કહેવી નથી.
પ્રશ્ન:- સોનગઢવાળા તો વ્યવહાર માનતા નથી ?
સમાધાનઃ- વ્યવહાર છે તેની કોણ ના પાડે છે? જો વ્યવહાર નથી તો પર્યાય પણ નથી. કેમકે પર્યાય પોતે વ્યવહાર છે. હા, વ્યવહારથી નિશ્ચય થાય છે એમ વાત નથી. (–એમ માનતા નથી.)
હવે પર્યાયદષ્ટિથી બીજી રીતે જોવાની વાત કરે છે:
‘ક્રમભાવી પર્યાયદષ્ટિથી જોતાં ક્ષણભંગુર દેખાય છે.' આ બોલમાં પર્યાયષ્ટિથી આત્મા અનેકરૂપ દેખાય છે એમ નહીં પણ તે ક્ષણભંગુર દેખાય છે એમ કહે છે. અર્થાત્ ક્ષણે ક્ષણે નાશ થવું એવો તેનો સ્વભાવ છે એમ કહે છે. પ્રશ્ન:- પહેલા બોલમાં તો ‘પર્યાયદષ્ટિથી જોતાં ’ –એમ કહી દીધું છે. તો પછી, હવે આ વળી નવું શું કહ્યું ‘ ક્રમભાવી પર્યાયદષ્ટિથી જોતાં '?
સમાધાનઃ- ભાઈ! આ પર્યાયદષ્ટિથી બીજી રીતે જોવાની વાત છે. પહેલા બોલમાં એમ કહ્યું હતું કે
પર્યાયદષ્ટિએ અવસ્થાને જોઈએ તો તે અનેક છે. અને હવે બીજા બોલમાં એમ કહે છે કે ક્રમે થતી અવસ્થાદષ્ટિએ જોઈએ તો તે ક્ષણભંગુર છે.
અહા! હવે આમ વાત છે ત્યાં ક્ષણભંગુર એવા વાણી ને શરીરદિ તો કયાંય રહી ગયા. સ્ત્રી-પુત્રાદિનો સંયોગ સંધ્યાના રંગ જેવો છે, ઘડીકમાં કાળાં અંધારા થઈ જશે. અર્થાત્ તે બધુંય નાશવાન છે એમ વાત આવે છે. પરંતુ તે વાત અહીંયા નથી. અહીંયા તો પર્યાય નાશવાન છે એમ કહે છે. પર્યાય એક સમયને માટે અસ્તિત્વપણે થઈને રહે છે. ને બીજે સમયે તે જાય છે-નાશ પામે છે. (પર્યાયનું અસ્તિત્વ એક સમયનું છે.) અહા! સત્ને સિદ્ધ કરવું હોય તો કોઈનો આશરો લેવો પડે નહીં. કેમકે સત્ તો સત્ જ છે. તેથી તેના સ્થાપનમાં બધુંય સીધું સત્ જ ચાલ્યું આવે. જ્યારે ખોટું સ્થાપન કરવું હોય તો અનેક ગરબડ કરવી પડે. જુઓને! અહીં કેટલું સ્પષ્ટ કહ્યું છે. પ્રભુ! આ તો વસ્તુ જ આવી છે ભાઈ !
‘સહભાવી ગુણષ્ટિથી જોતાં ધ્રુવ દેખાય છે.' જુઓ, પહેલા બોલમાં પર્યાયદષ્ટિ ને દ્રવ્યદૃષ્ટિ લીધી હતી. અને હવે આ બીજા બોલમાં પર્યાયષ્ટિ ને ગુણદષ્ટિ લે છે. માટે, તે બે બોલમાં ફેર છે.
શું કહ્યું તે સમજાણું કાંઈ ?
કે પહેલા બોલમાં પર્યાયષ્ટિથી અનેકપણું ને દ્રવ્યદૃષ્ટિથી એકપણું દેખાય છે એમ કહ્યું હતું. જ્યારે હવે બીજા બોલમાં પર્યાયષ્ટિ લીધી છે ખરી પણ ક્રમે ક્રમે થતી પર્યાયષ્ટિ લીધી છે. તેમ જ ક્રમભાવી પર્યાયદષ્ટિ ને
અક્રમભાવી (સહભાવી ) ગુણદષ્ટિથી જોવાની વાત આ બીજા બોલમાં લીધી છે.
તો, કહે છે કે ક્રમે-ક્રમે થતી પર્યાયષ્ટિથી જુઓ તો તે ક્ષણભંગુર છે અને સહભાવી ગુણદષ્ટિથી જુઓ તો તે ધ્રુવ છે. જુઓ, પહેલા બોલમાં પર્યાયદષ્ટિની સામે દ્રવ્યદૃષ્ટિની વાત હતી. જ્યારે આ બીજા બોલમાં પર્યાયષ્ટિની સામે ગુણષ્ટિની વાત કહી છે. કેમકે ક્રમભાવીની સામે અમભાવી (સહભાવી) કહેવું છે ને! તો, અક્રમભાવી ગુણ છે. તથા સહભાવી કહેવું છે તો અનેક પણ કહેવા છે ને! તો, દ્રવ્ય એક છે જ્યારે ગુણ અનંત છે. અને તે ગુણો સહભાવી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #275
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-૨૭૩ : ૨૬૧ એક સાથે રહે છે. (તેથી, આ બોલમાં ગુણદષ્ટિ લીધી છે.)
અહા ! બધી પર્યાય એક સાથે ન હોય. એક સમયે-એક સાથે એક સમયની એક જ પર્યાય હોય છે. અને તે કારણે તે દષ્ટિથી જોતાં આત્મા ક્ષણભંગુર છે. અને ગુણો એક સાથે જ સદાય હોય છે. તે કારણે તે દષ્ટિથી જોતાં આત્મા ધ્રુવ છે. અહા ! સૂક્ષ્મ તો છે ભાઈ ! કેમકે આ મારગ જ આવો છે. ને પરમ સત્ય જ આવું છે. તેથી આકરું લાગે કે ન લાગે, તેણે આ રીતે જાણવું જોઈશે. સંસારના દાવાનળથી છુટવું હોય તો તેણે આત્માનો આવો સ્વભાવ છે એમ બરાબર અંતર અનુભવથી નિર્ણય લેવો પડશે. (કરવો પડશે.)
જુઓને, હાલામાં હાલો એકનો એક દીકરો મરી જાય તો બાપ ગાંડો થઈ જાય છે. પણ એ તો એ સમયનો જીવનો પર્યાય બદલાવાનો જ હતો તો બદલાય છે. તે કાંઈ બીજાના કારણે બદલાતો નથી. આ શરીરાદિ તો દૂર રહ્યા પરંતુ આ તો જીવની પર્યાય બદલાય છે તેની વાત છે. તો કહે છે કે આ ભવનો પર્યાય છૂટી બીજા સમયે બીજા ભવનો પર્યાય થવાનો જ હતો તો થયો છે. અરે ! ગતિ તરીકે ક્યા આ મનુષ્યપણાની પર્યાય ને કયાં બીજે સમયે સીધો બીજો ભવ. અને અજ્ઞાનીના તો મમતામાં-બહિર્લક્ષી દૃષ્ટિમાં-દેહ છૂટે છે, પર્યાય બદલાય છે.
અહીં કહે છે કે આ મનુષ્યપણાની પર્યાયનો નાશ થઈને બીજે સમયે બીજી ગતિની પર્યાય ઉત્પન્ન થાય એવો તેની પર્યાયનો ક્ષણભંગુર સ્વભાવ છે. અને સહભાવી ગુણદષ્ટિથી જોઈએ તો તે ધ્રુવ દેખાય છે. સહભાવી એટલે કે બધા ગુણો એક સાથે હોય છે. જ્યારે બધી પર્યાયો એક સાથે ન હોય. હા, અનંત ગુણની વર્તમાન અનંત પર્યાયો એક સાથે હોય છે. પરંતુ એક ગુણની એક પર્યાય સાથે તે જ ગુણની બીજી પર્યાય ન હોય.
“જ્ઞાનની અપેક્ષાવાળી સર્વગત દૃષ્ટિથી જોતાં પરમ વિસ્તારને પામેલો દેખાય છે.' જ્ઞાનની અપેક્ષાએ જુઓ તો લોકાલોક જાણે કે જ્ઞાનની પર્યાયમાં આવી ગયા હોય એમ દેખાય છે. અર્થાત્ તે સર્વગત છે, બધુંય જાણે છે. અરે ! અલોકનો અંત નથી છતાં તેનું જ્ઞાનમાં ભાન થઈ જાય છે એમ કહે છે. તો, કહ્યું કે લોકાલોકનો વિસ્તાર જ્ઞાનની પર્યાય જાણી જાય છે તેથી જાણે કે આત્મા તેટલો વિસ્તૃત છે એમ દેખાય છે. અને આવો જ આત્માનો અદ્દભુત વૈભવ છે.
“પ્રદેશોની અપેક્ષાવાળી દૃષ્ટિથી જોતાં પોતાના પ્રદેશોમાં જ વ્યાપેલો દેખાય છે' આત્મા તેમ જ તેની જ્ઞાનપર્યાય પોતાના અસંખ્ય પ્રદેશોમાં જ છે. તે કાંઈ બીજાના પ્રદેશોમાં કે બીજાની પર્યાયપણે થઈને રહ્યા નથી.
જુઓ, હવે બધાનો સરવાળો લે છે કે “આવો દ્રવ્યપર્યાયાત્મક અનંતધર્મવાળો વસ્તુનો સ્વભાવ છે.” સંપ્રદાયના અમારા ગુરુભાઈ જૈનના બેરિસ્ટર કહેવાતા. છતાં તે એવું કહેતા કે ધર્માસ્તિકાયમાં બે જ ગુણ હોયઅરૂપી ને ગતિહેતુત્વ. ત્રીજો કોઈ ગુણ હોય તો લાવો, બતાવો. માટે તેમાં અનંત ગુણ કેવા? પણ ભાઈ ! બીજાં ગુણો ન કહ્યા હોય તોપણ તે દ્રવ્ય છે તો તેમાં અનંત ગુણ હોય જ. અને તેથી તો અહીંયા કહે છે કે દ્રવ્યપર્યાયાત્મક અનંતધર્મવાળો વસ્તુનો સ્વભાવ છે. દ્રવ્ય એટલે વસ્તુ, પર્યાય એટલે અવસ્થા ને આત્મક એટલે સ્વરૂપ.
હવે અજ્ઞાની ને જ્ઞાનીની વાત કરે છે: “તે (સ્વભાવ) અજ્ઞાનીઓના જ્ઞાનમાં આશ્ચર્ય ઉપજાવે છે કે આ તો અસંભવિત જેવી વાત છે!” અજ્ઞાનીઓના જ્ઞાનમાં આશ્ચર્ય ઉપજે છે કે આ શું કહે છે?
(૧) તેની તે વસ્તુ અનેક ને તેની તે વસ્તુ એક; (૨) તેની તે વસ્તુ ક્ષણભંગુર ને તેની તે વસ્તુ ધ્રુવ;
(૩) તેની તે વસ્તુ સર્વવ્યાપક ને તેની તે વસ્તુ સ્વક્ષેત્રમાં રહે. -આ શું કહે છે? આ તો અસંભવિત જેવી વાત લાગે છે. આવું સંભવે નહીં, અમને કાંઈ આ વાત બેસતી નથીએમ અજ્ઞાનીઓના જ્ઞાનમાં આશ્ચર્ય ઉપજે છે. પણ ભાઈ ! તને ખબર નથી બાપુ! કે વસ્તુનું સ્વરૂપ જ આવું છે. અને તે જ યોગ્ય છે.
આ રીતે અજ્ઞાનીને એકલું આશ્ચર્ય થાય છે જ્યારે “જ્ઞાનીઓને જોકે વસ્તુસ્વભાવમાં આશ્ચર્ય નથી” કેમકે વસ્તુનો સ્વભાવ જ એવો છે. “તોપણ તેમને પૂર્વે કદી નહોતો થયો એવો અદ્ભુત પરમ આનંદ થાય છે, અને તેથી આશ્ચર્ય પણ થાય છે.” જ્ઞાનીને આશ્ચર્ય થાય છે કે અહો ! આ કેવી અદ્ભુત વસ્તુ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #276
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
ર૬ર : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અા ! આત્મા (૧) પર્યાય અપેક્ષાએ અનેક છે ને દ્રવ્ય અપેક્ષાએ એક છે. (૨) પર્યાય અપેક્ષાએ નાશવાન છે ને દ્રવ્ય અપેક્ષાએ નાશવાન નહીં પણ ધ્રુવ છે. (૩) જ્ઞાન (જાણવાની) અપેક્ષાએ તેનો વિસ્તાર જોઈએ તો જાણે કે લોકાલોકને ગળી ગયો હોય તેટલો છે. અને બીજી તરફથી ક્ષેત્ર અપેક્ષાએ જોતાં તે પોતાના અસંખ્ય પ્રદેશોમાં જ સમાયેલ છે. –આવો જ વસ્તુનો સ્વભાવ છે તેથી જ્ઞાનીને આશ્ચર્ય થતું નથી. અને તોપણ તેમને પૂર્વે કદી નહોતો થયો એવો અદ્દભુત પરમ આનંદ થાય છે અર્થાત આવા વસ્તુસ્વભાવને જ્યાં જોવા ને તેમાં ઠરવા જાય છે ત્યાં તેમને અદભુત આનંદ થાય છે. અને તેથી આશ્ચર્ય પણ થાય છે. એટલે કે તે અદ્દભુત આનંદને લઈને જ્ઞાનીને આશ્ચર્ય પણ થાય છે એમ કહે છે.
અા ! અજ્ઞાનીને આવો તે વસ્તુસ્વભાવ હોય? –એમ આશ્ચર્ય થાય છે. જ્યારે જ્ઞાનીને આ આનંદ કયાંથી આવ્યો? –એમ આશ્ચર્ય ને આનંદ–બન્ને થાય છે. અહા ! પર્યાયમાં એકલું દુ:ખ ને એકલી આકુળતા હતી. કયાંય (પર્યાયમાં) ગંધમાત્ર પણ આનંદ નહોતો. તેમાં આ આનંદ કયાંથી-કઈ ખાણમાંથી–આવ્યો? ધ્રુવની ખાણમાંથી તે આનંદ આવ્યો છે. આ રીતે તેને આનંદ પણ થાય છે ને આશ્ચર્ય પણ થાય છે.
કળશ-૨૭૪ ફરી આ જ અર્થનું કાવ્ય કહે છે
(પૃથ્વી) कषायकलिरेकत स्खलति शान्तिरस्त्येकतो भवोपहतिरेकतः स्पृशति मुक्तिरप्येकतः। जगत्रितयमेकतः स्फुरति चिच्चकास्त्येकतः
स्वभावमहिमात्मनो विजयतेऽद्भुतादद्भुतः ।। २७४ ।। શ્લોકાર્થઃ- [વત:વષય-ત્તિ: વૃતિ] એક તરફથી જોતાં કષાયોનો કલેશ દેખાય છે અને [9ત:શાન્તિઃ સ્તિ] એક તરફથી જોતાં શાન્તિ (કષાયોના અભાવરૂપ શાંત ભાવ) છે; [વત: મવઉપદતિ ] એક તરફથી જોતાં ભવની (-સંસાર સંબંધી) પીડા દેખાય છે અને [ ત: મુgિ: fપ ગૃતિ] એક તરફથી જોતાં ( સંસારના અભાવરૂપી) મુક્તિ પણ સ્પર્શે છે; [ Pવત: ત્રિતયમ નત રતિ] એક તરફથી જોતાં ત્રણ લોક સ્કુરાયમાન છે (-પ્રકાશે છે, દેખાય છે) અને [ ત: રિત વવસ્તિ ] એક તરફથી જોતાં કેવળ એક ચૈતન્ય જ શોભે છે. [ માત્મન: અદ્રુતાન ભડૂત: સ્વભાવ-મદિના વિનય?] (આવો) આત્માનો અદ્દભુતથી પણ અભુત સ્વભાવમહિમા જયવંત વર્તે છે (-કોઇથી બાધિત થતો નથી).
ભાવાર્થ- અહીં પણ ૨૭૩ મા કાવ્યના ભાવાર્થ પ્રમાણે જાણવું. આત્માનો અનેકાંતમય સ્વભાવ સાંભળીને અન્યવાદીને ભારે આશ્ચર્ય થાય છે. તેને આ વાતમાં વિરુદ્ધતા ભાસે છે. તે આવા અનેકાંતમય સ્વભાવની વાતને પોતાના ચિત્તમાં સમાવી-જીરવી શકતો નથી. જો કદાચિત તેને શ્રદ્ધા થાય તો પણ પ્રથમ અવસ્થામાં તેને બહુ અદભુતતા લાગે છે કે “ અહો આ જિનવચનો મહા ઉપકારી છે, વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવનારાં છે; મેં અનાદિ કાળ આવા યથાર્થ સ્વરૂપના જ્ઞાન વિના ખોયો!'-આમ આશ્ચર્યપૂર્વક શ્રદ્ધાન કરે છે. ૨૭૪.
* કળશ ૨૭૪: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * અા !જુઓ, આ આત્મા એક વસ્તુ છે. તો સાધકપણામાં એના દ્રવ્ય-પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ ધર્મને કેવું ભાસે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #277
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-૨૭૪ : ર૬૩ છે તેની વાત કરે છે:
‘: કૃષીય-રુત્તિ: રત્નતિ' એક તરફથી જોતાં કષાયોનો ક્લેશ દેખાય છે અને “અછત: શાન્તિ: સ્તિ' એક તરફથી જોતાં શાંતિ (કષાયોના અભાવરૂપ શાંત ભાવ) છે;
જુઓ, પર્યાયમાં રાગાદિ છે તે કષાયોની ભડભડતી ભટ્ટી છે, ક્લેશ છે. જો રાગાદિ ન હોય તો પરમ અનાકુળ સિદ્ધ દશા હોય. પણ પર્યાયને જોતાં કપાયોની આકુળતા ને ક્લેશ દેખાય છે; અને એક તરફથી અર્થાત દ્રવ્યની દૃષ્ટિથી જોતાં શાંતિ-કષાયોના અભાવસ્વરૂપ શાંતભાવ છે. નિજ અકષાય સ્વભાવની દૃષ્ટિથી જોતાં શાંતિનો પિંડ પ્રભુ આત્મા છે એમ દેખાય છે, તેને દેખનારી દષ્ટિ પણ કષાયના અભાવરૂપ શાંતભાવમય છે. આવું અદ્ભુત સ્વરૂપ છે. હવે કહે છે
“veત: ભવ-સંપત્તિ:' એક તરફથી જોતાં ભવની (–સંસાર સંબંધી) પીડા દેખાય છે અને “પુછત: મૂવિત્ત: કરિ સ્મૃતિ ' એક તરફથી જોતાં (સંસારના અભાવરૂપ) મુક્તિ પણ સ્પર્શે છે....
જોયું? પર્યાયમાં નર-નારકાદિ ગતિ છે, તે સંબંધીના રાગથી જીવ હણાય છે, પીડાય છે. આમ પર્યાયથી જુઓ તો નર-નારકાદિ ગતિ સંબંધી પીડા દેખાય છે, અને એક તરફથી અર્થાત્ દ્રવ્યના સ્વભાવથી જુઓ તો દ્રવ્ય તો ભવના અભાવસ્વરૂપ મુક્ત છે એમ દેખાય છે. કોઈ કળશમાં આવે છે કે પર્યાયનું લક્ષ છોડી દે તો વસ્તુ મુક્ત જ છે. અહીં “મુક્તિને સ્પર્શે છે' એમ કહ્યું છે ને? મતલબ વસ્તુ જે મુક્તસ્વભાવી છે તેનો આશ્રય લેતાં આ મુક્ત હું છું એમ પર્યાયમાં ભાસે છે, લ્યો, આવો મહા અદ્દભુત આત્માનો સ્વભાવ છે.
અહા! આ શરીર ઉપરથી દેખો તો જાણે સુંવાળું ચામડું હોય એવું દેખાય છે. એને જ અંદરના ભાગથી દેખો તો જુદા જ પ્રકારે ચામડું દેખાય છે. એની નીચે જુદાં જુદાં અંગનાં હાડકાં દેખાય છે, અને એમાં ભરેલો મળ-એને દેખો તો જાણે ગારો ભર્યો હોય. આ ચારેને જુદા પાડી એક તપેલામાં ભરી દેખો તો લાગે કે-અરરર! આવું શરીર! દેખીને ચક્કર આવે, ને ઉલટી થાય. ભાઈ, આવો આ દેહ-તેની સ્થિતિ, સંતો કહે છે, દોડતી મરણ સન્મુખ થઈ રહી છે. ભાઈ, જોતજોતામાં એની સ્થિતિ પૂરી થઈ જશે, અને તું કયાંય હાલ્યો જઈશ. આ શરીર ને તારે શું છે? કાંઈ જ સંબંધ નથી, એ તો બહારની ચીજ છે; એને જોવાનું છોડી દે, ને તારા અસ્તિત્વમાં શું છે તે જો.
અહા ! સાધકદશામાં ધર્મીને એક બાજુ ભવ દેખાય છે તો બીજી બાજુ મુક્તિ દેખાય છે. એક બાજુ ગતિ દેખાય છે તો બીજી બાજુ ગતિ વિનાનો સ્વભાવ દેખાય છે. આવી સાધકદશા છે. મુક્તની સિદ્ધની આ વાત નથી.
જુઓ, જૈનદર્શનનું તત્ત્વ કહો કે વસ્તુનું તત્ત્વ કહો, તે આવું અનેકાન્તમય છે. ભાઈ, જરા શાંતિ ને ધીરજથી વિચારે તો સમજાય એવું છે.
વળી કહે છે-“છત: ત્રિતયમ્ ન{I[ રતિ' એક તરફથી જોતાં ત્રણ લોક સ્કુરાયમાન છે (-પ્રકાશે છે, દેખાય છે) અને ‘વત: રિત વાસ્તિ' એક તરફથી જોતાં કેવળ એક ચૈતન્ય જ શોભે છે.
અહાહા..! જોયું? કહે છે–એક તરફથી અર્થાત્ પોતાની જ્ઞાનની દશામાં ભિન્ન ત્રણકાળ-ત્રણલોક-આખું વિશ્વ જણાય છે, અને એક તરફથી જોતાં, અંતર્મુખ જોતાં કેવળ એક ચૈતન્ય જ પ્રકાશે છે. પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યને જોતાં એક ચૈતન્ય જ એના અસ્તિત્વમાં ભાસે છે; અહાહા...! ચિત્... ચિત્... ચિત્... ચિત્રમત્કાર જ કેવળ ભાસે છે, જગતનું અનંતપણું ભાસે છે એમ નહિ. અહાહા...! જાણનારના જ્ઞાનમાં, અર્થાત્ સાધકના જ્ઞાનમાં આમ બે પ્રકારે તત્ત્વ ભાસે છે.
અહા ! અહીં એમ નથી લીધું કે એક બાજુ જુઓ તો કર્મ, શરીર, બાયડી-છોકરાં ને મહેલ-હજીરા દેખાય છે અને બીજી બાજુ આત્મા દેખાય છે; કેમકે એ કોઈ તો એના અસ્તિત્વમાં જ નથી. અહીં તો સ્વભાવથી પૂર્ણ ભરપુર એવી પોતાની વસ્તુનું ભાન થયું ત્યાં સાધકને ધર્મીને એક બાજુ વર્તમાન ભવ પીડાકારી ભાસે છે, અને બીજી બાજુ ભવ રહિત પોતાનો ભગવાન ભાસે છે. આવું જ્ઞાનમાં ભાસતાં એને નિશ્ચય થાય છે કે હવે ભવ અને ભવનો ભાવ રહેશે નહિ. અહા ! મેં દયા પાળી, ને વ્રત પાળ્યાં, ને દાન દીધાં એમ ધર્મી ન માને. વર્તમાન અલ્પ રાગ હોય તે ધર્મીને પરરૂપ ભાસે, ને ક્લેશરૂપ ભાસે. એમાં સ્વામિત્વ ન ભાસે. આવો માર્ગ છે.
‘માત્મન: મુતાત્ મુત: સ્વભાવ–મહિમા વિનયતે' (આવો) આત્માનો અદભુતથી પણ અદ્ભુત સ્વભાવ-મહિમા જયવંત વર્તે છે. (-કોઈથી બાધિત થતો નથી).
અહી....! એક સમયની કલુષિતતા-બાધકભાવ પોતાથી છે, કોઈ અન્યથી બાધિત થતો નથી, ને એક સમયની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #278
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ શુદ્ધતા-સાધકભાવ તેય પોતાથી છે, અસહાય છે, કોઈથી બાધિત થતો નથી. લ્યો, આવો ગંભીર ને અદભુતમાં અદભુત નિજ સ્વભાવ-મહિમા છે, નિજ વૈભવ છે. અહીં પ્રમાણજ્ઞાન કરાવીને પાંચે ભાવને (ચાર પર્યાયરૂપ ને એક પારિણામિક-ભાવન) જીવ તત્ત્વ કહ્યું છે.
ભાઈ, તું આત્મતત્ત્વ છો; તારું હોવાપણું તારામાં તારાથી છે. ક્ષણિકપણે પરિણમવું, રાગાદિપણે પરિણમવુંતારું તારામાં છે, બીજામાં નથી, બીજાથી નથી, ને બીજા તારામાં નથી. આવી તારા અસ્તિત્વની પરમ અદભુત અલૌકિક વાત છે. સમજાણું કાંઈ....?
* કળશ ૨૭૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
અહીં પણ ૨૭૩ મા કાવ્યના ભાવાર્થ પ્રમાણે જાણવું.
મતલબ કે જ્ઞાની અનેક ધર્મમય આત્મવસ્તુને સ્યાદ્વાદના બળ વડે જાણીને, ભ્રમિત થતો નથી, માર્ગથી ટ્યુત થતો નથી.
આત્માનો અનેકાન્તમય સ્વભાવ સાંભળીને અન્યવાદીને ભારે આશ્ચર્ય થાય છે. તેને આ વાતમાં વિરુદ્ધતા ભાસે છે. તે આવા અનેકાન્તમય સ્વભાવની વાતને પોતાના ચિત્તમાં સમાવી-જીરવી શકતો નથી.'
ભાઈ, વસ્તુ તો જેમ છે તેમ છે. યથાર્થ માને નહિ ત્યારે પણ એ તો એમ જ છે, અને યથાર્થ માને તો? તો પર્યાયમાં-અવસ્થામાં ફેર પડે. વસ્તુ તો એમ ને એમ છે, તેને યથાર્થ માનતાં ધર્મ પ્રગટ થાય છે, ને ક્રમશઃ ભવનો નાશ થાય છે. વેદાંત પર્યાયને માનતું નથી. પણ પહેલાં વસ્તુ સમજ્યો નહિ, પછી કારણ પામીને સમજ્યો, તો સમજ્યો એ જ એની પર્યાય સિદ્ધ થઈ ગઈ.
પરંતુ અજ્ઞાની અન્યવાદી આ વાતથી ભડકે છે. તેને આમાં વિરુદ્ધતા ભાસે છે તેથી તે વાતને પચાવી શકતો નથી, પોતાના ચિત્તમાં જીરવી શકતો નથી. તેને એમ થાય કે આવું પરસ્પર વિરુદ્ધ તે કેમ હોય? હવે કહે છે
“જો કદાચિત તેને શ્રદ્ધા થાય તોપણ પ્રથમ અવસ્થામાં તેને બહુ અદભુતતા લાગે છે કે “અહો આ જિનવચનો મહા ઉપકારી છે, વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવનારાં છે; મેં અનાદિ કાળ આવા યથાર્થ સ્વરૂપના જ્ઞાન વિના ખોયો!”- આમ આશ્ચર્યપૂર્વક શ્રદ્ધાન કરે છે.'
અહાહા...! જિજ્ઞાસુને પ્રથમ પ્રથમ ભારે અદ્દભુતતા લાગે છે કે અહો ! આવું સ્વરૂપ ! આવો માર્ગ તો સર્વજ્ઞ વીતરાગના શાસનમાં જ હોય, બીજે કયાંય ન હોય. જિજ્ઞાસુને આ વાત ભારે ગજબની લાગે છે. તેને અપૂર્વ મહિમા જાગે છે કે અહો! જિનવચનો મહા ઉપકારી છે, વસ્તુસ્થિતિને યથાર્થ બતાવે છે. અરેરે! વસ્તુને જાણ્યા વિના મેં અનંત કાળ ખોયો !—આમ તે આશ્ચર્યપૂર્વક શ્રદ્ધાન કરે છે.
હવે ટીકાકાર આચાર્યદેવ અંતમંગળને અર્થે આ ચિન્ચમત્કારને જ સર્વોત્કૃષ્ટ કહે છે -
(માનિની) जयति सहजतेज:पुञ्जमज्जत्त्रिलोकीस्खलदखिलविकल्पोऽप्येक एव स्वरूपः। स्वरसविसरपूर्णाच्छिन्नतत्त्वोपलम्भः
प्रसभनियमितार्चिश्चिच्चमत्कार Sષ: ૨૭૬ / શ્લોકાર્થ-[ સદન-તેજ:પુષ્પ-મM-ત્રિતોડી-ઉત-રિવત-વિરુત્વ: : gવ સ્વરુપ:] સહજ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #279
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-૨૭૫ : ર૬૫ (-પોતાના સ્વભાવરૂપ) તેજ:પુંજમાં ત્રણ લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી જેમાં અનેક ભેદો થતા દેખાય છે તોપણ જેનું એક જ સ્વરૂપ છે (અર્થાત કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો ઝળક્તા હોવાથી જે અનેક શેયાકારરૂપ દેખાય છે તોપણ ચૈતન્યરૂપ જ્ઞાનાકારની દ્રષ્ટિમાં જે એકસ્વરૂપ જ છે), [સ્વ-૨સ-વિસર-પૂર્ણ-ચ્છિન્ન-તત્ત્વ-૪૫નમ:] જેમાં નિજ રસના ફેલાવથી પૂર્ણ અછિન્ન તત્વ-ઉપલબ્ધિ છે (અર્થાત્ પ્રતિપક્ષી કર્મનો અભાવ થયો હોવાથી જેમાં
સ્વરૂપ-અનુભવનનો અભાવ થતો નથી) અને [પ્રસમ-નિયમિત-ર્વિ:] અત્યંત નિયમિત જેની જ્યોત છે (અર્થાત્ અનંત વીર્યથી જે નિષ્કપ રહે છે) [ Us: જિત-વમel૨: નયતિ। એવો આ (પ્રત્યક્ષ અનુભવગોચ૨) ચૈતન્યચમત્કાર જયવંત વર્તે છે (-કોઈથી બાધિત ન કરી શકાય એમ સર્વોત્કૃષ્ટપણે વર્તે છે).
(અહીં “ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે એમ કહેવામાં જે ચૈતન્ય ચમત્કારનું સર્વોત્કૃષ્ટપણે વર્તવું બતાવ્યું, તે જ મંગળ છે.) ૨૭૫.
* કળશ ૨૭૫: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * સદન-તેન: પૂર્સ–મેગ્નત-ત્રિનો–રવર્તત–રિત્ન-વિવ7: gિ : gવ સ્વરૂપ:' સહુજ (પોતાના સ્વભાવરૂપ) તેજ: પંજમાં ત્રણ લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી જેમાં અનેક ભેદો થતા દેખાય છે તોપણ જેનું એક જ સ્વરૂપ છે ( અર્થાત્ કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો ઝળકતા હોવાથી જે અનેક જ્ઞયાકારરૂપ દેખાય છે તોપણ ચૈતન્યરૂપ જ્ઞાનાકારની દૃષ્ટિમાં જે એકસ્વરૂપ જ છે),....
જુઓ, શું કહે છે? કે પોતાના જ્ઞાનના તેજમાં ત્રણ લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી, અર્થાત્ ત્રણ લોકના પદાર્થો જ્ઞાનમાં જણાતા હોવાથી, જાણે કે ત્રણ લોકના પદાર્થો અહીં જ્ઞાનમાં પેસી ગયા હોય એમ જ્ઞાનમાં અનેક ભેદો થતા દેખાય છે તોપણ, કહે છે, જ્ઞાનનું એક જ સ્વરૂપ છે. અહા ! કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો ઝળકતા હોવાથી અનેક શેયાકારરૂપે તે દેખાય છે, અર્થાત્ લોકાલોકને જાણતાં જ્ઞાન જ્ઞયાકાર થતું દેખાય છે તોપણ ખરેખર જ્ઞાન જ્ઞાનાકાર જ છે, જ્ઞયાકારરૂપે થયું નથી. અનેકને જાણતાં પણ જ્ઞાન એકરૂપ ( જ્ઞાનરૂપ જ) રહે છે. લોકાલોકને જાણનારી જ્ઞાનની દશા પોતાની જ છે, તેમાં પરશયોનો પ્રવેશ નથી. અહા ! જ્ઞાન અનેકને જાણવા છતાં અનેકરૂપ થતું નથી, એકરૂપ જ
હવે વિશેષ કહે છે-“સ્વ–૨ન-વિસર–પૂf–ચ્છિન્ન-તત્ત્વ-ઉપન્મ:' જેમાં નિજ રસના ફેલાવથી પૂર્ણ અછિન્ન તત્ત્વ-ઉપલબ્ધિ છે (અર્થાત્ પ્રતિપક્ષી કર્મનો અભાવ થયો હોવાથી જેમાં સ્વરૂપ-અનુભવનનો અભાવ થતો નથી) અને.
અહાહા..! શુદ્ધ આત્માની પૂર્ણ અનુભવ દશા, પૂર્ણ ઉપલબ્ધિ થઈ તે થઈ, હવે તેનો અભાવ નહિ થાય. પ્રવચનસાર ગાથા ૧૭રની ટીકાના નવમાં બોલમાં આવે છે કે “ઉપયોગનું કોઈથી હરણ થતું નથી,' એટલે કે એક વાર શુદ્ધાત્માના આશ્રયે જે ઉપયોગ પ્રગટ થયો તેનો કોઈથી નાશ થતો નથી. દ્રવ્યસ્વભાવનો નાશ થાય તો તેના આશ્રયે પ્રગટ થયેલા ઉપયોગનો નાશ થાય. (પણ એમ થતું નથી, થવું સંભવિત નથી). વસ્તુસ્થિતિ આવી છે.
અહાહા...! ભગવાન આત્મા એક જ્ઞાયકસ્વભાવ પ્રભુ તેની દષ્ટિ ને રમણતાની પૂર્ણતા થઈતે ફરીને હવે નીચે પડે ને સાધકદશા થાય વા વિપરીતતા થાય એમ બનતું નથી. એક વાર સાધકમાંથી સિદ્ધપદની પ્રાપ્તિ થાય તે હવે સિદ્ધપદમાંથી સાધક થાય કે પર્યાયમાં વિપરીતતા થાય એમ બનતું નથી. સિદ્ધપદ પ્રાપ્ત થયું તેને છેદાય નહિ તેવી તત્ત્વોપલબ્ધિ થઈ. તત્ત્વની ઉપલબ્ધિ એટલે શું? તત્ત્વ તો તત્ત્વરૂપ છે જ, પરંતુ જેવું તત્ત્વ છે એવી તેની પૂર્ણ દશા થાય એટલે તત્ત્વની ઉપલબ્ધિ થઈ કહેવાય. સમજાણું કાંઈ...?
અને “ઘરૂમ-નિયમિત-ર્જિ: ' અત્યંત નિયમિત જેની જ્યોતિ છે (અર્થાત અનંત વીર્યથી જે નિષ્કપ રહે છે) “પુષ: ચિત્રમાર: નયતિ' એવો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે. (-કોઈથી બાધિત ન કરી શકાય એમ સર્વોત્કૃષ્ટપણે વર્તે છે.)
અાહા....! કેવળજ્ઞાન જ્યોતિ જે પ્રગટ થઈ તે, કહે છે, અનંત વીર્યથી સદા નિષ્ક્રપ એકરૂપ રહે છે. જુઓ, અહીં અનંત વીર્ય લીધું. અહાહા...! અનંત વીર્ય વડે આ કેવળજ્ઞાન જ્યોતિ, બીજ સમયે, ત્રીજે સમયે એવી ને એવી પ્રગટ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #280
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ થતી રહે છે. પહેલાં અછિન્ન તત્ત્વ-ઉપલબ્ધિ કહી, અને અહીં નિયમિત નિષ્કપ જ્યોતિ કહીને જ્ઞાનની ધારા પૂર્ણ થઈ ગયાનું કહે છે.
અહા! આવો આ પ્રત્યક્ષ અનુભવગોચર ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે; કોઈથી બાધિત ન થાય એવો સર્વોત્કૃષ્ટપણે વર્તે છે. જુઓ આ માંગળિકમાં માંગળિક! આવી ચિત્યમત્કાર સર્વોત્કૃષ્ટ વસ્તુને છોડીને દયા પાળવી, વ્રત કરવાં ને ભક્તિ-પૂજા કરવાં-ઇત્યાદિ શુભભાવ કરવાં એ તો બધો રાગ છે બાપુ! એમાં કાંઈ નથી, એ કાંઈ ધર્મ નથી. અહીં તો કેવળજ્ઞાન આદિ અનંત ચતુય એવું જે પૂર્ણ સ્વરૂપ-કે જે સદા નિષ્કપ ને સર્વોત્કૃષ્ટ જયવંત વર્તે છે તે માંગલિક છે.
અહા ! જેમાં કેવળજ્ઞાન આદિ સદા નિષ્કપ વર્તે એવો ચૈતન્યચમત્કાર પ્રભુ તું છો; તેને છોડીને તારે કેવો ચમત્કાર જોઈએ? બહારની લબ્ધિમાં તો ધૂળેય નથી, બાર અંગની લબ્ધિને પણ (કળશ ટીકામાં) વિકલ્પ કહ્યો છે. વાસ્તવિક ચમત્કાર તો પરમાનંદની પૂર્ણાનંદની પર્યાયમાં પ્રાપ્તિ થવી તે જ છે.
‘( અહીં ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે એમ કહેવામાં જે ચૈતન્ય ચમત્કારનું સર્વોત્કૃષ્ટપણે વર્તવું બતાવ્યું, તે જ મંગળ છે.)”
અહાહા...! “સાદિ અનંત અનંત સમાધિ સુખમાંપોતાના ચૈતન્યનું રહેવું એવું જે સિદ્ધપદ તે જયવંત વર્તો એમ કહે છે. સમજાણું કાંઈ...?
હવેના કાવ્યમાં ટીકાકાર આચાર્યદેવ પૂર્વોકત આત્માને આશીર્વાદ આપે છે અને સાથે સાથે પોતાનું નામ પણ પ્રગટ કરે છેઃ
(માલિની) अविचलितचिदात्मन्यात्मनात्मानमात्मन्यनवरतनिमग्नं धारयद् ध्वस्तमोहम्। उदितममृतचन्द्रज्योतिरेतत्समन्ता
ज्ज्वलतु विमलपूर्ण निःसपत्नस्वभावम्।।२७६ ।। શ્લોકાર્થ:- [ વિનિત-રિવત્મિનિ શાત્મનિ માત્માનમ શાત્મના અનવરંત-નિમનું ઘારયત] જે અચળચેતના સ્વરૂપ આત્મામાં આત્માને પોતાથી જ અનવરતપણે (-નિરંતર) નિમગ્ન રાખે છે (અર્થાત પ્રાપ્ત કરેલા સ્વભાવને કદી છોડતી નથી), [ ધ્વસ્ત-મોદમ] જેણે મોહનો (અજ્ઞાન-અંધકારનો) નાશ કર્યો છે, [ નિ:સપત્નસ્વભાવમ] જેનો સ્વભાવ નિઃસપત્ન (અર્થાત્ પ્રતિપક્ષી કર્મો વિનાનો) છે, [વનન-પૂ] જે નિર્મળ છે અને જે પૂર્ણ છે એવી [પ્ત વિતમ્ મૃતન્દ્ર-ળ્યોતિઃ] આ ઉદય પામેલી અમૃતચંદ્રજ્યોતિ (-અમૃતમય ચંદ્રમાં સમાન જ્યોતિ, જ્ઞાન, આત્મા ) [ સનત્તાત્ જ્વલંતુ] સર્વ તરફથી જાજ્વલ્યમાન રહો.
ભાવાર્થ- જેનું મરણ નથી તથા જેનાથી અન્યનું મરણ નથી તે અમૃત છે; વળી જે અત્યંત સ્વાદિષ્ટ (મીઠું) હોય તેને લોકો રૂઢિથી અમૃત કહે છે. અહીં જ્ઞાનને-આત્માને-અમૃતચંદ્રજ્યોતિ (અર્થાત અમૃતમય ચંદ્રમાં સમાન જ્યોતિ) કહેલ છે, તે લુસોપમા અલંકારથી કહ્યું જાણવું; કારણ કે “અમૃતન્દ્રવત જ્યોતિઃ'નો સમાસ કરતાં વત્'નો લોપ થઈ “અમૃતવેન્દ્રજ્યોતિઃ' થાય છે.
(‘વત' શબ્દ ન મૂક્તાં અમૃતચંદ્રરૂપ જ્યોતિ એવો અર્થ કરીએ તો ભેદરૂપક અલંકાર થાય છે. અમૃતચંદ્રજ્યોતિ” એવું જ આત્માનું નામ કહીએ તો અભેદરૂપક અલંકાર થાય છે.)
આત્માને અમૃતમય ચંદ્રમા સમાન કહ્યો હોવા છતાં, અહીં કહેલાં વિશેષણો વડે આત્માને ચંદ્રમા સાથે વ્યતિરેક પણ છે; કારણ કે-“ધ્વસ્તકોદ' વિશેષણ અજ્ઞાન-અંધકારને દૂર થવું જણાવે છે, “વિમાનપૂર્વ' વિશેષણ લાંછન રહિતપણું તથા પૂર્ણપણું બતાવે છે, “નિ:સપનસ્વમા' વિશેષણ રાહુબિંબથી તથા વાદળાં આદિથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #281
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-૨૭૬ : ર૬૭ આચ્છાદિત ન થવાનું જણાવે છે, “સમંતા ન્યૂનતુ' કહ્યું છે તે સર્વ ક્ષેત્ર તથા સર્વ કાળે પ્રકાશ કરવાનું જણાવે છે; ચંદ્રમા આવો નથી.
આ કાવ્યમાં ટીકાકાર આચાર્યદેવે “અમૃતચંદ્ર' એવું પોતાનું નામ પણ જણાવ્યું છે. સમાસ પલટીને અર્થ કરતાં “અમૃતચંદ્ર'ના અને “અમૃતચંદ્રજ્યોતિ ”ના અનેક અર્થો થાય છે તે યથાસંભવ જાણવા. ૨૭૬.
* કળશ ૨૭૬: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * અહાહા..! અંતિમ મંગળ કરતાં આત્મા આત્માને આશીર્વાદ આપે છે. આત્માને આત્મા સિવાય બીજું કોણ આશીર્વાદ આપે? અને બીજું કોણ સ્વીકારે? કહે છે
‘વિનિત-રિવત્મિનિ માત્મનિ માત્માન- માત્મા. અનવરત–નિમરનું ઘાયત' જે અચળ-ચેતના સ્વરૂપ આત્મામાં આત્માને પોતાથી જ અનવરતપણે (-નિરંતર) નિમગ્ન રાખે છે,
અહાહા...! અચળ નામ કદી ચળે નહિ એવો ચેતના સ્વરૂપ ભગવાન આત્મા છે. સમ્યગ્દષ્ટિને પોતાનો ભગવાન અચળ ચેતના સ્વરૂપ ભાસે છે. અહાહા..! આવો પોતે, કહે છે, પોતાને પોતામાં પોતાથી જ નિમગ્ન રાખે છે. જોયું? ભગવાન આત્મા શુદ્ધ ચેતનાસ્વરૂપ પ્રભુ વ્યવહારરત્નત્રયના રાગની કે નિમિત્તની અપેક્ષા વિના જ પોતે
માં નિમગ્ન રાખે છે. અહાહા.. ! દયા, દાન, વ્રતાદિના પરિણામ કમે ચતના છે, અને સુખ-દુ:ખનું વેદન કર્મફળ ચેતના છે. એ બન્નેથી રહિતપણે, અહીં કહે છે, પોતે જ પોતાને પોતાથી પોતામાં અંતર્નિમગ્ન રાખે છે. આવી વાત !
પ્રવચનસાર ગાથા ૧૭રના અલિંગગ્રહણના છઠ્ઠા બોલમાં આવે છે કે આત્મા પોતાના સ્વભાવથી જાણે એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. અહાહા..! આત્મા સ્વભાવથી જ નિરંતર અંતર્મગ્ન રહે છે. લ્યો, આવો અનુભવ ધર્મીન-સમ્યગ્દષ્ટિને થાય છે. અજ્ઞાનીને તો બિચારાને સ્વરૂપની જ ખબર નથી; એ તો ક્રિયાકાંડમાં મગ્ન રહે છે પણ એથી કાંઈ જ લાભ નથી; ક્રિયાકાંડથી-વ્યવહારથી અંતર્મગ્રતા થાય એમ છે નહિ. ભાઈ, નિયમસાર ગાથા ૩માં કહ્યું છે કે ભગવાન આત્માની દષ્ટિ, તેનું જ્ઞાન-સ્વસંવેદન જ્ઞાન, અને તેમાં લીનતા-રમણતા-તરૂપ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે જ કર્તવ્ય છે, બીજું નહિ. વ્યવહારના વિકલ્પ ઉઠે છે, પણ તે કર્તવ્ય છે એમ નહિ. અહાહા..! અલૌકિક અસાધારણ એવા સમ્યગ્દર્શન આદિ જ કર્તવ્ય છે.
જુઓ, અહીં અંતિમ મંગળમાં આચાર્ય અમૃતચંદ્રદેવ આત્માને આશીર્વાદ દેતાં કહે છે–પોતે પોતાને પોતાથી જ અંતર્મગ્ન રાખે છે. વ્યવહાર રત્નત્રય તો કહેવામાત્ર છે, એનાથી આત્મા આત્મામાં મગ્ન થાય છે એમ છે જ નહિ. ભાઈ, વિકલ્પથી નિર્વિકલ્પ કેવી રીતે લક્ષમાં આવે? વિકલ્પ તો પરલક્ષે થાય છે. હવે પરલક્ષવાળી દશાથી સ્વલક્ષવાળી દશા કેવી રીતે થાય? ન થાય.
પ્રથમ માંગલિકમાં “નમઃ સમયસારાય”-કળશમાં જેમ અસ્તિથી વાત કરી છે તેમ અહીં અસ્તિથી વાત કરે છે. ત્યાં “નમ: સમયસારાય' કહીને સમયસાર નામ ચિસ્વભાવી નિત્યાનંદ પ્રભુને હું નમું છું-એમ કહ્યું.
સ્વાનુભૂલ્યા ચકાસ” જે પોતે પોતાની સ્વાનુભૂતિની દશાથી પ્રકાશિત થાય છે એમ પર્યાયની વાત કરી. ‘ચિસ્વભાવાય' કહીને ગુણ કહ્યો, “ભાવાય' કહીને દ્રવ્ય કહ્યું તથા “સર્વભાવાન્તરચ્છિદે' કહીને સર્વજ્ઞતા સિદ્ધ કરી. આમ પહેલા કળશમાં બધું અસ્તિથી લીધું છે. તેમ આ કળશમાં બધું અસ્તિથી લીધું છે. અહીં આ કળશમાં “આત્મા” તે દ્રવ્ય, “અચળ ચેતના” તે ગુણ, ને “આત્મામાં મગ્ન તે પર્યાય લીધી. આમ અસ્તિથી કહ્યું તેમાં નાસ્તિનું જ્ઞાન આવી જાય છે. શાસ્ત્રમાં માંગળિક ત્રણ પ્રકારે આવે છે–શરુમાં, વચમાં ને અંતમાં. કળશ ૧૨૨ માં વચમાંનું માંગલિક આવી ગયું છે. ત્યાં કહ્યું છે શુદ્ધનય ત્યાગવા યોગ્ય નથી, કારણ કે તેના અત્યાગથી કર્મબંધ થતો નથી, અને તેના ત્યાગથી બંધ જ થાય છે; અર્થાત્ શુદ્ધનયથી મોક્ષ છે-આ શાસ્ત્રનો નિચોડ છે. લ્યો, આવી અપૂર્વ વાત છે. અહો ! દિગંબર સંતોની વાણી તો કેવળીની વાણી છે; જેના ચિત્તમાં ચોંટી એ તો ન્યાલ થઈ ગયા. અહા ! આ ન્યાલ થવાનો કાળ છે ભાઈ ! નિર્વિકલ્પ અનુભૂતિમાં આત્મા પ્રાપ્ત થયો તે અનવરતપણે પોતાન પ્રાપ્તિમય જ રાખે છે, કદી છૂટતો નથી.
વળી, ‘ધ્વસ્ત–મોદમ્' જેણે મોહનો (અજ્ઞાન-અંધકારનો) નાશ કર્યો છે, જુઓ, આ વ્યવહારનયથી વાત છે. પોતાના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #282
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે પરિણત થતાં મોહની ઉત્પત્તિ થઈ નહિ તો મોહનો નાશ કર્યો એમ વ્યવહારથી કહ્યું છે. પોતાની અનંતજ્ઞાન આદિ લક્ષ્મી પ્રગટ થઈ ત્યાં પરની સાવધાનીનો ભાવ જ નથી, પરની સાવધાની રહી જ નથી એટલે મોહનો નાશ કર્યો એમ કહ્યું છે. અહાહા ! ચૈતન્યના આશ્રયે ચૈતન્યનો નિર્મળ-શુદ્ધ ઉપયોગ જે પ્રગટ થયો તે નિર્મળ નિર્વિકાર છે તો કહે છે કે-મોહનો નાશ કર્યો છે. સમજાય છે કાંઈ... ?
વળી, “નિ:સપત્ન–સ્વભાવ' જેનો સ્વભાવ નિઃસપત્ન (અર્થાત પ્રતિપક્ષી કર્મો વિનાનો) છે, અહાહા.. જોયું? ભગવાન આત્માનો સ્વભાવ કર્મોથી ભિન્ન છે, વિરુદ્ધ છે. જ્ઞાન, આનંદ ઇત્યાદિ સ્વભાવ જયાં પૂર્ણ પ્રગટ થઈ ગયો ત્યાં કર્મ નડે એમ છે નહિ.
વળી, ‘વિમત્ત–પૂર્ણ' જે નિર્મળ છે અને જે પૂર્ણ છે. અહાહા...! જેવો ભગવાન આત્મા દ્રવ્ય-ગુણથી નિર્મળ છે, પૂર્ણ છે તેવો તે સ્વ-આશ્રયે પર્યાયમાં નિર્મળ, પૂર્ણ પ્રગટ થયો છે; અર્થાત્ દ્રવ્યના આશ્રયમાં પર્યાય નિર્મળ, ને પૂર્ણ પ્રગટ થઈ ગઈ. આ સાધ્યરૂપ સિદ્ધદશા છે.
અાહા....! કહે છે-એવી ‘તત્ વિતમ્ અમૃતવેન્દ્ર-ળ્યોતિ:' આ ઉદય પામેલી અમૃતચંદ્રજ્યોતિ (અમૃતમય ચંદ્રમાં સમાન જ્યોતિ, જ્ઞાન, આત્મા) ‘સત્તાતુ qનતુ' સર્વ તરફથી જાજ્વલ્યમાન રહો.
અહાહા....! અમૃતસ્વરૂપ આત્મા નિત્યાનંદ પ્રભુ-તેના આશ્રયે પ્રગટ થયેલી અમૃતમય, ચંદ્રમા સમાન જ્યોતિ અથવા અમૃત સમાન જ્ઞાન, અથવા અમૃતચંદ્ર સમાન આત્મા સર્વ તરફથી-સર્વ પ્રકારે જાજ્વલ્યમાન રહો એમ આત્માને અહીં આશીર્વાદ દીધા છે. લ્યો, પોતે પોતાને આશીર્વાદ આપે છે.
અહાહા...! પંચમ આરાના મુનિવર કહે છે–અમને જે મોક્ષમાર્ગ પ્રગટ થયો છે તે એવો ને એવો જાજ્વલ્યમાન રહો; એમ કે આ ભાવથી આગળ જતાં અમને પૂર્ણ કેવળજ્ઞાન અને મોક્ષ થશે. અહાહા...! અમને જે નિર્મળ પર્યાય થઈ તે એવી ને એવી પ્રગટ થયા કરો, કોઈ પ્રકારે હીણપ ન હો-એમ સિદ્ધપદ માટે પોતાને આશીર્વાદ આપે છે.
* કળશ ૨૭૬: ભાવાર્થ ઉપરનું પ્રવચન * જેનું મરણ નથી તથા જેનાથી અન્યનું મરણ નથી તે અમૃત છે; વળી જે અત્યંત સ્વાદિષ્ટ (મીઠું ) હોય તેને લોકો રૂઢિથી અમૃત કહે છે.'
અહાહા...! ભગવાન આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપે હોવાપણાનું શું મરણ થાય છે? ના, ભગવાન આત્મા દ્રવ્ય-ગુણ-પર્યાયપણે અમર છે, અમૃતસ્વરૂપ છે, એનો કદીય નાશ થતો નથી. ધ્રુવ ચિદાનંદઘન પ્રભુના આશ્રયે જે નિર્મળ પર્યાય પ્રગટે છે તેનો નાશ થતો નથી, તેય અક્ષય છે. વળી તે આનંદના સ્વાદવાળી અમૃત છે. લોકમાં પણ
સ્વાદિષ્ટ હોય તેને અમૃત કહે છે ને? તેમ આ અનાકુળ આનંદના સ્વાદવાળી અમૃત છે. અહાહા...! અમૃતસ્વરૂપી આત્મા અમૃતમય સ્વાદયુક્ત અમૃત છે.
“અહીં જ્ઞાનને-આત્માને-અમૃતચંદ્રજ્યોતિ (અર્થાત અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ) કહેલ છે, તે લુપ્તોપમા અલંકારથી કહ્યું જાણવું; કારણ કે ‘અમૃતવન્દ્રવત્ ળ્યોતિ:' નો સમાસ કરતાં ‘વ’ નો લોપ થઈ ‘અમૃતવેન્દ્ર તિ' થાય છે.
(‘વત' શબ્દ ન મૂકતાં અમૃતચંદ્રરૂપ જ્યોતિ એવો અર્થ કરીએ તો ભેદરૂપક અલંકાર થાય છે. અમૃતચંદ્રજ્યોતિ” એવું જ આત્માનું નામ કહીએ તો અભેદરૂપક અલંકાર થાય છે.)
આ અલંકાર એ ભાષાના પંડિતોનો વિષય છે.
હવે કહે છે-“આત્માને અમૃતમય ચંદ્રમા સમાન કહ્યો હોવા છતાં, અહીં કહેલાં વિશેષણો વડે આત્માને ચંદ્રમાં સાથે વ્યતિરેક પણ છે; કારણ કે ‘ધ્વસ્ત–મોર' વિશેષણ અજ્ઞાનઅંધકારને દૂર થવું જણાવે છે.”
ભગવાન આત્મા અજ્ઞાન-અંધકારને દૂર કરવાવાળો છે, જ્યારે ચંદ્રમા સમસ્ત અંધકારનો નાશ કરતો નથી. શું ઘરમાં કે ઘરની અંદરના પટારામાં ચંદ્રમાં પ્રકાશ કરે છે? માટે ચંદ્રમાની ઉપમાં સર્વાશે લાગુ પડતી નથી.
વળી, ‘વિમન પૂર્વ' વિશેષણ લાંછનરહિતપણું તથા પૂર્ણપણું બતાવે છે.
ભગવાન આત્મા પૂર્ણ વિમલ છે, જ્યારે ચંદ્રમાને તો લાંછન છે. તેથી ચંદ્રમાની ઉપમા તેને લાગુ પડતી નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #283
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-૨૭૭ : ર૬૯ વળી, નિ:સપત્નરત્વમાવ' વિશેષણ રાહુબિંબથી તથા વાદળાં આદિથી આચ્છાદિત ન થવાનું જણાવે છે.'
ચંદ્રની અંદર રાહુ આવે છે અને તે એક એક દિવસે એક એક કળાને રોકે છે; વળી ચંદ્ર વાદળોથી આચ્છાદિત થાય છે. ભગવાન આત્મામાં તેને રોકવાવાળો કોઈ રાહુ છે નહિ, તથા તે કોઈથી આચ્છાદિત થતો નથી. માટે ચંદ્રમાની ઉપમા તેને લાગુ પડતી નથી.
વળી, “સમન્તાત્ ' કહ્યું છે તે સર્વ ક્ષેત્રે તથા સર્વ કાળે પ્રકાશ કરવાનું જણાવે છે; ચંદ્રમા આવો નથી.
અહા ! ત્રણ કાળ ત્રણ લોકોને જાણે એવો આત્માનો પ્રકાશ છે; જ્યારે ચંદ્રનો પ્રકાશ તો થોડો કાળ અને થોડા ક્ષેત્રમાં જ હોય છે. આ પ્રમાણે ચંદ્ર સાથે ભગવાન આત્માની ઉપમા લાગુ પડતી નથી.
આ કાવ્યમાં ટીકાકાર આચાર્યદેવે “અમૃતચંદ્ર’ એવું પોતાનું નામ પણ જણાવ્યું છે. સમાસ પલટીને અર્થ કરતાં “અમૃતચંદ્ર'ના અને “અમૃતચંદ્રજ્યોતિ’ના અનેક અર્થો થાય છે તે યથાસંભવ જાણવા.
હવે શ્રીમાન અમૃતચંદ્ર આચાર્યદવ બે કાવ્યો કહીને આ સમયસારશાસ્ત્રની આત્મખ્યાતિ નામની ટીકા પૂર્ણ કરે છે.
“અજ્ઞાનદશામાં આત્મા સ્વરૂપને ભૂલીને રાગદ્વેષમાં વર્તતો હતો, પ૨દ્રવ્યની ક્રિયાનો કર્તા થતો હતો, ક્રિયાના ફળનો ભોક્તા થતો હતો,-ઇત્યાદિ ભાવો કરતો હતો; પરંતુ હવે જ્ઞાનદશામાં તે ભાવો કાંઇ જ નથી જ એમ અનુભવાય છે.'-આવા અર્થનું કાવ્ય પ્રથમ કહે છે:
(શાર્દૂત્તવિવ્રીડિત) यस्माद् द्वैतमभूत्पुरा स्वपरयोर्भूतं यतोऽत्रान्तरं रागद्वेषपरिग्रहे सति यतो जातं क्रियाकारकैः। भुञ्जाना च यतोऽनुभूतिरखिलं खिन्ना क्रियायाः फलं
तद्विज्ञानघनौघमग्नमधुना किञ्चिन्न किञ्चित्किल।। २७७।। શ્લોકાર્થઃ- [વસ્મત] જેનાથી (અર્થાત્ જે પરસંયોગરૂપ બંધ પર્યાયજનિત અજ્ઞાનથી) [ પુરા] પ્રથમ [ સ્વ-રૂપયો: મૈતમ અમર] પોતાનું અને પરનું દ્રત થયું (અર્થાત પોતાના અને પ૨ના ભેળ થયો), [યત: સત્ર સત્તાં ભૂતં] દૈતપણું થતાં જેનાથી સ્વરૂપમાં અંતર પડયું (અર્થાત બંધાર્યાય જ પોતારૂપ જણાયો, [યત: -દ્વેષ-પરિપ્રદે સતિ] સ્વરૂપમાં અંતર પડતાં જેનાથી રાગદ્વેષનું ગ્રહણ થયું, [છિયા-વIR: નાd] રાગદ્વેષનું ગ્રહણ થતાં જેનાથી ક્રિયાના કારકો ઉત્પન્ન થયા (અર્થાત ક્રિયાનો અને કર્તા-કર્મ આદિ કારકોનો ભેદ પડયો), [ યત: અનુભૂતિઃ શિવાયા: વિનં નં મુસ્નાના વિના] કારકો ઉત્પન્ન થતાં જેનાથી અનુભૂતિ ક્રિયાના સમસ્ત ફળને ભોગવતી થકી ખિન્ન થઈ (-ખેદ પામી), [તત વિજ્ઞાન-ઇન-મોધ-માન] તે અજ્ઞાન હવે વિજ્ઞાનઘનના ઓઘમાં મગ્ન થયું ( અર્થાત્ જ્ઞાનરૂપે પરિણમ્યું) [ લધુના વિશન ક્રિશ્ચિત ન વિચિત] તેથી હવે તે બધું ખરેખર કાંઈ જ નથી.
ભાવાર્થ:- પરસંયોગથી જ્ઞાન જ અજ્ઞાનરૂપે પરિણમ્યું હતું, અજ્ઞાન કાંઈ જુદી વસ્તુ નહોતી; માટે હવે જ્યાં તે જ્ઞાનરૂપે પરિણમ્યું ત્યાં તે (અજ્ઞાન) કાંઈ જ ન રહ્યું, અજ્ઞાનના નિમિત્તે રાગ, દ્વેષ, ક્રિયાનું કર્તાપણું, ક્રિયાના
તે પણ વિલય પામ્યા; એક જ્ઞાન જ રહી ગયું. માટે હવે આત્મા સ્વ-પરના ત્રણકાળવાર્તા ભાવોને જ્ઞાતા-દ્રષ્ટા થઈને જાણ્યા-દેખ્યા જ કરો. ૨૭૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #284
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭) : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
* કળશ ૨૭૭ નો ઉપોદ્દાત * અજ્ઞાનદશામાં આત્મા સ્વરૂપને ભૂલીને રાગદ્વેષમાં વર્તતો હતો, પરદ્રવ્યની ક્રિયાનો કર્તા થતો હતો. ક્રિયાના ફળનો ભોક્તા થતો હતો, –ઇત્યાદિ ભાવો કરતો હતો.'
શું કહ્યું? પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જાણે નહિ, અને પુણ્ય-પાપને જાણ્યા કરે એ અજ્ઞાનદશા છે. અહા ! આવી અજ્ઞાનદશામાં, નિજ જ્ઞાતા-દષ્ટા સ્વરૂપને ભૂલીને રાગદ્વેષરૂપ પ્રવર્તવું તે મિથ્યાત્વ છે. અહાહા...! શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ પોતે છે એને ભૂલીને રાગદ્વેષરૂપ પ્રવર્તવું તે મિથ્યાદશા છે. અનંત કાળથી જીવ આવી મિથ્યાદશા વડે દુઃખી છે. “અપને કો આપ ભૂલકે હેરાન હો ગયા'. અહા ! પોતાને ભૂલીને જીવ ચતુર્ગતિ-પરિભ્રમણ કરે છે.
અહા ! પોતાને ભૂલીને તે પરદ્રવ્યની ક્રિયાનો કર્તા થતો હતો. શરીર, મન, વાણી તથા શુભાશુભ રાગ એ પુદગલના પરિણામ છે, એ કાંઈ પોતાની ચીજ નથી, છતાં એનો હું કર્તા છું એમ પ્રવર્તતો હતો. રાગાદિ ભાવોનો તે અજ્ઞાનદશામાં કર્તા ને ભોક્તા થતો હતો. અહા ! એણે અનંત વાર મુનિવ્રત ધારણ કરીને, રાગની ક્રિયાઓ કરી કરીને, રાગથી ભિન્ન નિજ ચૈતન્યની દષ્ટિના અભાવમાં એણે રાગનું ફળ જે દુ:ખ તેનું જ વેદન કર્યું છે. સમજાય છે. કાંઈ...? “પરંતુ હવે જ્ઞાનદશામાં તે ભાવો કાંઈ જ નથી એમ અનુભવાય છે.” આવા અર્થનું કાવ્ય પ્રથમ કહે છે:
* કળશ ૨૭૭: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘રાત' જેનાથી (અર્થાત જે પરસંયોગરૂપ બંધ પર્યાયજનિત અજ્ઞાનથી) “પુરી' પ્રથમ “સ્વ–પરયો: વૈતઅમૂત' પોતાનું અને પરનું વૈત થયું ( અર્થાત્ પોતાના અને પરના ભેળસેળપણારૂપ ભાવ થયો)..
કળશ બહુ માર્મિક-મર્મભર્યો છે. કર્મના નિમિત્તે જે રાગદ્વેષમય પર્યાય ઉત્પન્ન થઈ તે બંધજનિત પર્યાય છે. ભાવબંધ એ બંધજનિત પર્યાય છે. એ પોતાની ચીજ નથી છતાં એને પોતાની માનવી તે અજ્ઞાન છે, મિથ્યાભાવ છે. આ બંધજનિત પર્યાય કર્મના કારણે ઉત્પન્ન થાય છે એમ નહિ, એ પોતાના કારણે ઉત્પન્ન થાય છે; એને કર્મજનિત કહેવી એ વ્યવહારનય છે. શાસ્ત્રમાં એવાં વ્યવહારનયના કથન આવે છે, ગોમટસારાદિમાં ઘણાં આવે છે. એને નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું વ્યવહારનયનું કથન સમજવું જોઈએ.
અહાહા...! શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ પોતે છે. તેને ઘાત કરી જે વિકારી પર્યાય પોતામાં ઉત્પન્ન થાય તે પોતાથી પોતાના કારણે ઉત્પન્ન થાય છે. અહા ! આ વિકારી દશાને નિજ ચૈતન્યમાં ભેળવવી-એનાથી એકતા કરવી તે દ્વત છે. અહાહા...! પોતાના અબંધસ્વભાવમાં બંધભાવને ભેળવવો તે દ્વત છે. શું કીધું? આ મહાવ્રતાદિનો કે ભક્તિનો વિકલ્પ થાય તે રાગ છે, વિભાવ છે, સંયોગીભાવ છે; તેને શુદ્ધ ચૈતન્યસ્વભાવ સાથે એકપણે માનવો તે દ્વત છે, વિસંવાદ છે. ગાથા ૩માં આવે છે કે ભગવાન આત્માને પર-રાગ સાથે સંબંધ કહેવો એ વિસંવાદ ઉભો કરનારી કથા છે. દ્રવ્યસ્વભાવમાં એકત્વ પામવું તે બધે સુંદર છે, પણ આત્માને રાગથી એકપણાનો સંબંધ માનવો તે ક્લેશ ઉત્પન્ન કરનારું છે.
અહાહા..! જેના અસ્તિત્વ-હોવાપણામાં એકલો જ્ઞાનાનંદનો સ્વભાવ ભર્યો છે તે નિજ સત્તાની દષ્ટિ વિના રાગ ઉપર લક્ષ જતાં અજ્ઞાન ઉત્પન્ન થાય છે. અહા ! પોતાની ચીજ જે એક જ્ઞાયકભાવમય છે એમાં રાગને ભેળવવો, રાગને પોતાનો જાણવો ત્યાં, કહે છે, દ્વત ઊભું થાય છે. અહા ! હું તો એક ચિન્માત્ર વસ્તુ છું, ને રાગ ભિન્ન છે એમ નહિ જાણતાં, હું અને રાગ એક છીએ એમ જાણતાં હૈત ખડું થાય છે. અરે, અનાદિથી એને સ્વ-પરનું વૈત જ ઊભું થયું છે. છે ને અંદર! ‘સ્વ–પયો: ‘તમ મૂત' અહા ! આચાર્યની ઘણી-ગૂઢ શૈલી છે. ગાગરમાં સાગર ભર્યો છે. અહા ! કેવળીના કડાયતી દિગંબર સંતોની શી વાત ! જ્ઞાનમાં રાગ નથી, ને રાગમાં જ્ઞાન નથી. અહા ! આ પરમાર્થ સત્ય છે. છતાં અનાદિ નિગોદથી માંડીને એને સ્વપરની એકતાના અજ્ઞાનથી દૈત ઊભું થયું છે. શુદ્ધ ચૈતન્ય તો અદ્વૈત એકલું છે, એમાં રાગને-પરને ભેળવતાં દ્વત થયું છે. ભાઈ ! આચાર્ય તને જાગ્રત થવાનાં ગાણાં ગાય છે કેજાગ નાથ ! જાગ. આ રાગ સાથે ભળતાં તો દૈત ઊભું થયું છે. અરેરે! એકમાં વૈત થયું એ તો મહાદુઃખ છે. વિસંવાદ છે.
અહાહા...! “યત: 312 31ન્તરે મૂત' દ્વતપણે થતાં જેનાથી સ્વરૂપમાં અંતર પડયું,... આત્મદ્રવ્ય જ્ઞાન ને આનંદથી ભરેલો સાક્ષાત્ ભગવાન છે, એને પામર રાગ સાથે જોડી દેતાં સ્વરૂપનું અંતર પડી ગયું છે, સ્વરૂપની પ્રાપ્તિમાં વિઘ્ન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #285
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-૨૭૭ : ૨૭૧ થયું છે. એને જ્ઞાનમાં “રાગ તે હું' એમ ભાસ્યું ને! આ કારણે એને રાગની-વિકલ્પની પક્કડ થઈ ગઈ છે. સ્વરૂપની પક્કડને બદલે એને રાગની–બંધની પક્કડ થઈ ગઈ છે. ચિદાનંદઘન ચૈતન્યમય પોતાની ચીજ છે તે એને દૂર રહી ગઈ. રાગની-દુ:ખની પકડમાં જ્ઞાનાનંદ પ્રભુ દૂર રહી ગયો. ' અરે ભાઈ ! ભગવાન કેવળી તો એમ કહે છે કે–અમારી સામે જો મા; કેમકે અમારી સામે જોવાથી તને રાગ ઉત્પન્ન થશે, દુઃખ થશે. માટે તું તારી સામે જો, સ્વસમ્મુખ થા અને અંતરમાં જો. તેથી તને આનંદ પ્રગટશે. લ્યો, આ રીત છે. આ સિવાય એણે અનાદિથી સ્વ સાથે પરને ભેળવીને વૈત જ ઊભું કર્યું છે; રાગને જ ગ્રહ્યો છે.
હવે કહે છે-“યત: RTI-તેષ—પરિઝદે સતિ' સ્વરૂપમાં અંતર પડતાં જેનાથી રાગદ્વેષનું ગ્રહણ થયું, ‘ક્રિયાવર: નાત'' રાગદ્વેષનું ગ્રહણ થતાં જેનાથી ક્રિયાના કારકો ઉત્પન્ન થયા (અર્થાત્ ક્રિયાનો અને કર્તા-કર્મ આદિ કારકોનો ભેદ પડયો )...
અહાહા..! શું કહે છે? કે સ્વસ્વરૂપ આનંદકંદ પ્રભુ દૂર થઈ જતાં રાગદ્વેષનું ગ્રહણ થયું, અને રાગનું ગ્રહણ થતાં એને ક્રિયા નામ રાગની ક્રિયાના પટ્ટારકો ઉત્પન્ન થયા. રાગાદિનો હું કર્તા, રાગાદિ મારું કર્મ, રાગાદિનું હું કરણ, રાગાદિ જ મેં મને દીધાં ઇત્યાદિ અજ્ઞાનરૂપ રાગાદિ ક્રિયાના પટ્ટારકો પોતામાં ઉત્પન્ન થયા. અહા ! ભૂલ કેમ થઈ, અને એનું પરિણામ શું? એ બતાવે છે.
અજ્ઞાનીને ભૂલની ખબર નથી. એ તો સમજે છે કે-દર્શનમોહનીયના ઉદયથી મિથ્યાત્વ થયું છે. અરે ભગવાન! આ તું શું લાવ્યો? દર્શનમોહનીયનો ઉદય તો જડ છે, અને જે વિકારના પરિણામ તારી દશામાં થાય છે એ તો ચિદાભાસ છે. બન્ને વચ્ચે અભાવ છે ત્યાં તે કર્મ શું કરે? કર્મનો ઉદય વિકૃતભાવને કરે એમ ત્રણકાળમાં છે નહિ. વિકૃતભાવ તારામાં તારાથી થાય છે, દ્રવ્યકર્મ વિકાર કરે છે એમ છે જ નહિ. તે દ્રવ્યકર્મ સાથે સંબંધ માન્યો છે, પણ વાસ્તવમાં એમ છે નહિ. પરમાર્થે ભગવાન આત્મા અબદ્ધસ્પષ્ટ જ છે. ભાઈ ! જૈનના નામે જ્યાં ત્યાં કર્મ રખડાવે છે એમ તું કહે છે, પણ કર્મ તો જડ છે બાપુ! એ તને શું રખડાવે?
વસ્તુ એમ છે કે-અનાદિથી જીવને દ્રવ્યની દૃષ્ટિ છૂટી ગઈ છે. અનાદિથી તેને ઇન્દ્રિય-આધીન જ્ઞાન વર્તે છે; એટલે રાગને જાણતાં હું રાગ છું એમ રાગની એને પકડ થઈ ગઈ છે. રાગ પોતાની ચીજમાં નહિ હોવા છતાં અજ્ઞાનને કારણે રાગની પકડ થઈ ગઈ છે. અને તેથી તેને રાગની ક્રિયાના ષકારકો ઉત્પન્ન થયા છે. પર્યાયની ફેરણી તે ક્રિયા છે. આવે છે ને કે
કરતા પરિનામી દરવ, કરમ રૂપ પરિનામ;
કિરિયા પ૨જયકી ફિરનિ, વસ્તુ એક ત્રય નામ. અહા ! ભ્રાંતિવશ એને રાગના પકારકો પેદા થયા છે.
પંચાસ્તિકાય ગાથા ૬રમાં લીધું છે કે-જે રાગ વા વિકાર થાય છે તેનો કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ–તે વિકાર-રાગ છે. એક સમયની રાગની ક્રિયાના પકારક તે તે પર્યાયમાં છે. કર્મ આદિ પરદ્રવ્યમાં નહિ, ને દ્રવ્ય-ગુણમાં પણ નહિ. દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ શુદ્ધ જ છે; તે અશુદ્ધને કેમ કરે?
અહા ! જેણે રાગનું ગ્રહણ કર્યું છે તેને આનંદકંદ પ્રભુ આત્માનું ગ્રહણ થયું નહિ, અને રાગનું ગ્રહણ થતાં તેને ક્રિયાના પકારકો ઉત્પન્ન થયા. અર્થાત કર્તા, કર્મ, કરણ ઇત્યાદિ કારકોના ભેદ પડી ગયા. તે પોતાની ચીજથી વિખુટો પડી ગયો. તેને કારકો ઉત્પન્ન થતાં રાગનો અનુભવ થયો અને રાગની અનુભૂતિ ના ફળપણે તેણે અનાદિથી દુ:ખ જ ભોગવ્યું. અહા ! અનાદિથી નિગોદથી માંડી જૈનનો દિગંબર સાધુ થઈ નવમી રૈવેયક ગયો ત્યાં પણ તેણે રાગનો જ અનુભવ કર્યો. ગાથા ૧૦૨માં આવી ગયું કે જે સમયે જે ભાવનો કર્તા થાય છે તે સમયે તેનો જ તે ભોક્તા થાય છે. સંયોગ મળે એ તો પછીની વાત છે. આ તો જે સમયે રાગ કરે તે જ સમયે તેનો તે ભોક્તા થાય છે.
હવે કહે છે- ‘યત: અનુભૂતિ: ક્રિયાય: વિને નં મુન્નીના વિના' કારકો ઉત્પન્ન થતાં જેનાથી અનુભૂતિ ક્રિયાના સમસ્ત ફળને ભોગવતી થકી ખિન્ન થઈ (-ખેદ પામી),....
અહાહા...! જોયું? હું રાગ છું એમ રાગમાં એકતાબુદ્ધિ થવાથી રાગનું ફળ ભોગવતો ખેદખિન્ન થઈ ગયો. ભલે શુભરાગ હોય, તોય તે ખેદખિન્ન જ થઈ ગયો; તેણે ખેદને જ ભોગવ્યો એમ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #286
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૭ર : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
મિથ્યાષ્ટિ જે નવમી રૈવેયક જાય છે અને શુકલ લેશ્યાના પરિણામ હોય છે, પણ એ કાંઈ ચીજ નથી. કૃષ્ણ, નીલ, કપોત, પીત, પદ્મ, ને શુકલ એ બધી જ વેશ્યાઓ રાગભાવ છે, ક્લેશભાવ છે; શુકલ લેશ્યા પણ કષાયના રંગથી જ રંગાયેલી છે. લોકો પ્રશસ્ત રાગને ભલો માને છે ને? પણ એ તો એને અશુભની અપેક્ષા પ્રશસ્ત કહ્યો છે, બાકી એ પણ એપ્રશસ્ત જ છે, એની (પ્રશસ્ત રાગની) રુચિમાં તો એને આખો આત્મા દૂર થઈ ગયો છે. સમજાય છે કાંઈ...!
‘ક્રિયાના સમસ્ત ફળને’ એમ શબ્દો છે ને? મતલબ કે જેટલા રાગદ્વેષ ઉત્પન્ન થાય છે એટલું તે કાળે ત્યાં દુ:ખ ભોગવે છે. અહા ! આત્માનો અનુભવ છે નહિ, સ્વભાવ સન્મુખતા છે નહિ, સ્વભાવથી વિમુખતા છે, ને રાગની-વિભાવની સન્મુખતા છે તો તેને તે કાળે રાગનું-દુઃખનું વેદન છે એમ કહે છે. આ બધા ધનપતિ-ધૂળપતિ છે ને? એ બધા રાગ-દ્વેષનું-ઝેરનું વેદન કરે છે. એમાં મઝા માને છે એ તો મૂઢપણું ને પાગલપણું છે. જેમ ઉનાળાનો સખત ગરમીનો દિવસ હોય, અને બાળકને એની માતાએ દૂધ બહુ પીવડાવી દીધું હોય તો પછી તે બાળકને પાતળા દસ્ત થાય છે, એ દસ્તને બાળક હાથ અડાડે એટલે તે ઠંડો લાગે તેથી બાળક તેને ચાટવા લાગે છે, બસ એની જેમ અજ્ઞાની રાગદ્વેષ ઉત્પન્ન કરીને તેમાં મઝા માને છે. આવી વાત ! સમજાણું કાંઈ.? આ તો એનું પાગલપણું જ છે. અહા! રાગનું એકત્ર કરવાથી રાગની ક્રિયા ઉત્પન્ન થાય છે, અને એનું ફળ એ જ સમયે દુઃખને ભોગવે છે, દુ:ખને ભોગવતાં ખેદખિન્ન થાય છે. આટલી અજ્ઞાનની ક્રિયાની વાત કરી, હવે ગુલાંટ ખાય છે; જ્ઞાનની વાત કરે છે.
‘તત વિજ્ઞાન–વન–ઈ–મન' તે અજ્ઞાન હવે વિજ્ઞાનઘનના ઓઘમાં મગ્ન થયું (અર્થાત જ્ઞાનરૂપે પરિણમ્ય) ‘અધુના હિત વિશ્ચત ન વિશ્ચિત તેથી હવે તે બધું ખરેખર કાંઈ જ નથી.
જુઓ શું કીધું? દૃષ્ટિએ જ્યાં પલટો ખાધો ત્યાં અંદરમાં હું રાગ છું એવી જે બુદ્ધિ હતી તે મટી બુદ્ધિ વિજ્ઞાનઘન થઈ ગઈ. હું વિજ્ઞાનઘન આત્મા જ છું એવી દષ્ટિ થતાં સમ્યગ્દર્શન થયું, અજ્ઞાન હવે વિજ્ઞાનઘનના ઓઘમાં સમાઈ ગયું, દ્રવ્યમાં અંદર પરિણામિકભાવે ભળી ગયું. રાગ ઉદયભાવ છે, એનો વ્યય થતાં તે અંદર રાગ સ્વરૂપે દ્રવ્યમાં ગયો એમ નહિ, પણ તે યોગ્યતારૂપે પરિણામિકભાવ થઈને દ્રવ્યમાં ભળી ગયો એમ વાત છે.
અજ્ઞાનની ક્ષયોપશમ દશા હો કે સમ્યજ્ઞાનની ક્ષયોપશમ પર્યાય હો, એ નાશ થઈને કયાં ગઈ ? તો કહે છેજેમ જળના તરંગ જળમાં ડૂબે છે તેમ અજ્ઞાનની કે જ્ઞાનની પર્યાય વ્યય પામી અંદરમાં ગુડપ થઈ જાય છે. રાગની પર્યાય હો કે અજ્ઞાનની પર્યાય હો, તે પર્યાય સત છે, અને તેનો વ્યય થતાં અંદર દ્રવ્યમાં યોગ્યતારૂપે ગુડપ થઈ જાય છે; જે એમ ન હોય તો સનો અભાવ થઈ જાય, ને અભાવ થઈ જાય તો અંદરમાં યોગ્યતા ન રહે. અહીં કહે છે – તે અજ્ઞાન હવે વિજ્ઞાનઘનના ઓઘમાં મગ્ન થયું, અર્થાત અજ્ઞાનનો વ્યય થઈને સમ્યજ્ઞાન થયું. પહેલાં દષ્ટિ વિપરીત હતી તે પલટીને દ્રવ્યની દૃષ્ટિ થઈ ત્યાં હું વિજ્ઞાનઘન પરમ પ્રભુ છું એવું દષ્ટિ-જ્ઞાનનું પરિણમન થઈ ગયું. પરિણમન હાં, વિકલ્પ નહિ. હું શુદ્ધ છું, બુદ્ધ છું ઇત્યાદિ વિકલ્પ રહે ત્યાં સુધી તો સમ્યગ્દર્શન નથી. આ વાત કર્તાકર્મ અધિકારમાં આવી ગઈ છે. આ તો દ્રવ્યની એકપણાની દૃષ્ટિ થઈ ત્યાં રાગની પર્યાયના કારકો છૂટી નિર્મળ પર્યાયના કારકો ઊભા થયા. દષ્ટિ પલટી, દિશા પલટી, ને આત્મા આનંદમાં લીન થયો.
સવારમાં પ્રશ્ન હતો ને કે સમ્યગ્દર્શન કેમ થાય?
લ્યો, સમાધાન એમ છે કે-રાગની રુચિ પલટીને નિજ વિજ્ઞાનઘન સ્વરૂપનાં મહિમા અને રુચિ કરી દૃષ્ટિ અંદરમાં લઈ જતાં સમ્યગ્દર્શન થાય છે. પહેલામાં પહેલું આ કર્તવ્ય છે; આ વિના બધું એકડા વિનાનાં મીંડાં છે.
તે અજ્ઞાન વિજ્ઞાનઘનસ્વભાવમાં મગ્ન થયું, એટલે અજ્ઞાન ન રહ્યું, અંદરમાં યોગ્યતારૂપ થઇ દ્રવ્યમાં ગયું. અંદરમાં અજ્ઞાન રહે અને તે જ્ઞાન થાય એમ બને નહિ.
અહા ! રાગની એકતા એ તો આત્મઘાત છે; એમાં તો આત્માનું મૃત્યુ થાય છે. વિજ્ઞાનઘન પ્રભુ આત્માને રાગવાળો માનવો, અર્થાત્ હું રાગ છું એમ માનવું એ તો ભાવમરણ છે, કેમકે એમાં પોતાના ચૈતન્યસ્વરૂપનો ઇન્કાર થયો ને! ચૈતન્યનો ઇન્કાર એ એની હિંસા છે, ને એ ભાવમરણ છે. અહા ! રાગથી મને લાભ છે એવી દ્રષ્ટિમાં પ્રભુ! તારું ક્ષણે ક્ષણે ભાવમરણ થઈ રહ્યું છે. શ્રીમમાં આવ્યું છે ને કે “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો!' ભાઈ, પરમાં ને રાગમાં સુખ માનતાં તારા સુખનો નાશ થાય છે એ તો જો. આ અવસર પૂરો થઈ જશે ભાઈ ! દેહ ફૂ થઈ જશે, ને તું કયાંય ચાલ્યો જઈશ, ને ક્ષણક્ષણનું ભાવમરણ ચાલ્યા જ કરશે. (જો આત્મદષ્ટિ હમણાં જ ના કરી તો).
અહાહા...! અનાદિથી જીવ રાગમાં પોતાપણું માનતો હતો તે હવે ગુલાંટ મારી જ્યાં દ્રવ્યસ્વભાવની દષ્ટિ કરી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #287
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-૨૭૭ : ૨૭૩ ત્યાં અજ્ઞાનસમૂહનો નાશ થઈને તે વિજ્ઞાનઘનસ્વભાવમાં મલી ગયું. મિથ્યાજ્ઞાનનો વ્યય થઈને સમ્યજ્ઞાનનું પરિણમન થઈ ગયું. રાગની ક્રિયા ને તેનું ફળ હવે રહ્યું નહિ. સમ્યગ્દષ્ટિ ચક્રવર્તી હોય, બહાર અનેક વૈભવમાં ઊભો હોય તોય અંદર જ્ઞાનમાં એ બધું (પોતાનું) કાંઈ જ નથી. જ્યાં લગી પુરુષાર્થ ઓછો છે ત્યાંસુધી અવિરતિભાવ છે, પણ તે અવિરતિ–ભાવ જ્ઞાનભાવને અડતો જ નથી. જ્ઞાનીનો તો જ્ઞાતાદરા ભાવ જ છે, ને અનંતકાળ જ્ઞાતાદેરાભાવ જ રહેશે; કેવળજ્ઞાન થતાં જ્ઞાતાદ્રષ્ટા જ રહેશે. સમજાણું કાંઈ...?
* કળશ ૨૭૭: ભાવાર્થ ઉપરનું પ્રવચન * પરસંયોગથી જ્ઞાન જ અજ્ઞાનરૂપે પરિણમ્યું હતું. અજ્ઞાન કાંઈ જુદી વસ્તુ નહોતી; માટે હવે જ્યાં તે જ્ઞાનરૂપે પરિણમ્યું ત્યાં તે (અજ્ઞાન) કાંઈ જ ન રહ્યું....'
જુઓ, પુણ્ય-પાપના વિકલ્પ એ સંયોગી ચીજ છે. વિભાવ છે ને! એ પોતાના સ્વભાવની ચીજ નથી. આ વિભાવના સંગના ભાવથી, કહે છે, અનાદિકાળથી જ્ઞાન જ અજ્ઞાનરૂપે પરિણમ્યું હતું; અજ્ઞાન કોઈ જુદી વસ્તુ નહોતી. અહાહા...! જેમ સુતરની દોરીમાં ગાંઠ પડે છે એ કાંઇ સુતરથી ભિન્ન ચીજ નથી, તેમ અજ્ઞાન કાંઈ જુદી ચીજ નથી, એય જ્ઞાનસ્વરૂપી પ્રભુ આત્માનું જ અજ્ઞાનમય પરિણમન છે. અહા ! જ્ઞાનસ્વરૂપ આત્મા સાથે રાગના એત્વથી બંધાયેલી તે અજ્ઞાનમય પરિણમનરૂપ આત્માની ગાંઠ છે, આમ તે આત્માથી જુદી ચીજ નથી. ભગવાન આત્માએ રાગનો સંગ કર્યો તેથી તેના જ્ઞાનની આવી અજ્ઞાનમય દશા થઈ છે. આવે છે ને કે
અગ્નિ સહે ઘનઘાત, લોહકી સંગતિ પાઈ.” અગ્નિએ લોહ-લોઢાનો સંગ કર્યો તો એના પર ઘણના ઘા પડે છે; તેમ અસંગ ચૈતન્યજ્યોત પ્રભુ આત્માએ રાગનો સંગ કર્યો તો એના જ્ઞાનનું અજ્ઞાનમય પરિણમન થયું છે. અજ્ઞાનરૂપ અવસ્થા (પર્યાય અપેક્ષા) આત્માથી કોઈ ભિન્ન ચીજ નથી. અજ્ઞાન કહો કે સંસાર કહો, એ આત્માની પર્યાયથી ભિન્ન ચીજ નથી. આ શરીર, સ્ત્રી, કુટુંબ-પરિવાર કે કર્મ એ જીવનો સંસાર નથી, સંસરણ (રાગના સંગમાં રહેવું ) તે સંસાર છે, અને જીવે તે સંસાર પોતાના અજ્ઞાનરૂપ અપરાધથી ઊભો કર્યો છે. કેટલાક કહે છે તેમ સ્ત્રી-કુટુંબ આદિ છોડી દીધાં તો સંસાર છૂટી ગયો એમ નહિ, અજ્ઞાનભાવ-રાગના સંગનો ભાવ-છોડવાથી સંસાર છૂટે છે, અર્થાત્ જ્ઞાનભાવથી જ સંસાર છૂટે છે. સમજાણું કાંઈ...? અહો ! દિગંબર સંતોએ તો ખ્યાલ કરી દીધા છે. જેને જેને આ વાત અંતરમાં બેઠી તે ન્યાલ થઈ ગયા છે.
અહા ! અનાદિથી પોતાના અજ્ઞાનભાવથી જીવ ચોરાસીના અવતારમાં રખડે છે, કર્મને કારણે રખડે છે એમ નથી. ભૂલ પોતે કરે, ને નાખે કર્મ માથે તે કાંઈ ભૂલ મટાડવાની રીત નથી. વાસ્તવમાં આત્મા પોતાની પર્યાયમાં સ્વતંત્રપણે વિકાર કરે છે, એમાં કર્મની અપેક્ષા નથી. જો કર્મના કારણે વિકાર થાય તો આત્માનું સ્વાધીનપણું રહે નહિ; કર્મ ટળે તો વિકાર ટળે, પણ સંસારીને કર્મ કયારે ન હોય? વાસ્તવમાં દ્રવ્યદૃષ્ટિ વિના, અજ્ઞાનથી આત્મા સ્વયમેવ વિકારના પટ્ટારકરૂપે પરિણમે છે, એમાં કર્મની કોઈ અપેક્ષા નથી. ભાઈ, પહેલાં સાચો નિર્ણય તો કર કે ભૂલ પોતાથી થઈ છે, કર્મથી નહિ. સાચી સમજણ કરે તો ભૂલ ટાળવાનો અવકાશ છે. બાકી કર્મ વિકાર કરાવે તો કર્મ છોડ ત્યારે છૂટકારો થાય, પોતાને આધીન તો કાંઈ રહ્યું નહિ, પણ એવી વસ્તુ નથી.
અહીં કહે છે-તે (અજ્ઞાન) જ્ઞાનરૂપે પરિણમ્યું ત્યાં તે કાંઈ ન રહ્યું. અહાહા...! હું જાણગસ્વભાવી વિજ્ઞાનઘન પ્રભુ આત્મા છું એમ નિજ સત્તાનો નિર્ણય થયો ત્યાં અજ્ઞાન રહ્યું નહિ. ભલે પર્યાયમાં અલ્પજ્ઞતા છે, પણ સર્વજ્ઞસ્વભાવી નિજ આત્માનું ભાન થયું તો અજ્ઞાન કાંઈ ન રહ્યું. અજ્ઞાન જેવી ચીજ જ ન રહી, જ્ઞાન-જ્ઞાનસમ્યજ્ઞાન થયું. સમજાણું કાંઈ....? મિથ્યાજ્ઞાન અને સમ્યજ્ઞાન-બન્ને સાથે રહી શકતાં નથી, તેથી અંતર્દષ્ટિ થતાં સમ્યજ્ઞાન થયું તો અજ્ઞાન કાંઈ ન રહ્યું. આવી વાત છે.
અહાહા...! ભગવાન આત્મા પોતાની ચીજની જ્યાં અંદરમાં સંભાળ લેવા ગયો ત્યાં એને અજ્ઞાન ટળી ગયું, ને સમ્યજ્ઞાન પ્રગટ થઈ ગયું. જ્ઞાનનેત્ર જે બંધ હતાં તે ખુલી ગયાં, કબાટ જે બંધ હતાં તે ખુલી ગયાં.
અહા! જિજ્ઞાસુ કે જેને આ વાત ધારણામાં છે, પણ અંતર્દષ્ટિ થઈ નથી તેને હજુ કબાટ બંધ છે. જ્યાં અંતર્દષ્ટિ થઈ કે તરત જ અજ્ઞાનનો નાશ થઈ કબાટ ખુલી જાય છે, અને ત્યારે હું શાંતરસનો-ચૈતન્યરસનોઆનંદરસનો પિંડ છું એવો અનુભવ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #288
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અહા ! સ્ત્રીનો, પુરુષનો, નપુંસકનો કોઈ આકાર આત્મામાં નથી. દ્રવ્ય-ભાવવેદથી રહિત વિજ્ઞાનઘનસ્વરૂપ પ્રભુ આત્મા છે. પ્રવચનસાર ગાથા ૧૭રમાં અલિંગગ્રહણના બોલમાં આ વાત લીધી છે કે આત્મામાં દ્રવ્યવેદની આકૃતિ નથી, તેમ ભાવવેદ-વિષયવાસના પણ આત્મામાં નથી. અહાહા...! આવી આત્મદષ્ટિ જે કરે છે તે સ્ત્રી હો, બાળક હો, કે પુરુષ હો, તે અંતરમાં અનુભવ કરીને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી લે છે. સ્વસમ્મુખની દૃષ્ટિ વડે જ સમ્યગ્દર્શન-શાન થાય છે, એ સિવાય એનો બીજો કોઈ ઉપાય નથી. અહીં કહે છે સ્વ-આશ્રયે જ્યાં સમ્યજ્ઞાન થયું ત્યાં અજ્ઞાન કાંઈ રહ્યું નહિ; અજ્ઞાનનો નાશ થઈ ગયો.
હવે કહે છે-“અજ્ઞાનના નિમિત્તે રાગ, દ્વેષ, ક્રિયાનું કર્તાપણું, ક્રિયાના ફળનું (-સુખદુઃખનું) ભોક્તાપણું ઇત્યાદિ ભાવો થતા હતા તે પણ વિલય પામ્યા; એક જ્ઞાન જ રહી ગયું.”
અાહા....! શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ પોતે છે, તેનો અંતર્મુખ દષ્ટિમાં સ્વીકાર કર્યો ત્યાં સમ્યજ્ઞાન પ્રગટ થયું તો અજ્ઞાનભાવમાં જે રાગદ્વેષ થતા હતા તે વિલય પામ્યા, ને રાગની ક્રિયાના પારકોથી તે નિવૃત્ત થયો, ને ક્રિયાનું ફળ જે દુ:ખ તેનાથી પણ નિવૃતિ થઈ. બાકી શું રહ્યું? તો કહે છે–એક જ્ઞાન જ રહી ગયું. અહાહા...! પોતાના જ્ઞાનાનંદસ્વભાવની દૃષ્ટિ થઈ તો સમ્યગ્દર્શન-જ્ઞાનની નિર્મળ પરિણતિ પ્રગટ થઈ; રાગ-દ્વેષ ને તેનું ફળ વિલિન થઈ ગયા, ને અનાકુળ આનંદની વીતરાગી પરિણતિ પ્રગટ થઈ. આત્મામાં કર્તા, કર્મ આદિ સ્વભાવોનું નિર્મળ પરિણમન શરુ થયું. આને ધર્મ અને વીતરાગમાર્ગની શરૂઆત કહેવામાં આવે છે.
અહા ! પોતાના સ્વરૂપની દૃષ્ટિ થતાં અજ્ઞાન અને અજ્ઞાનથી ઉત્પન્ન થતી રાગની ક્રિયા અને તેનું ફળ દુઃખ નાશ પામી જાય છે. દષ્ટિમાં રાગેય નથી ને દુઃખેય નથી. પણ સાધકને પર્યાયમાં કિંચિત્ અશુદ્ધતા છે, રાગ છે. જ્ઞાની તેને યથાસ્થિત જાણે છે. તેને જે જ્ઞાન વર્તે છે તે જાણે છે કે જે અંશે રાગ છે તેનું કર્તા-ભોક્તાપણું પણ છે. કરવાભોગવવાયોગ્ય એમ નહિ, પણ અંશે રાગનું પરિણમન છે તો પરિણમન અપેક્ષા તેનું કર્તા-ભોક્તાપણું છે. આવો વીતરાગનો અનેકાંતસ્વરૂપ માર્ગ છે.
એક બાજુ જ્ઞાનીને રાગાદિ વિલીન થઈ ગયા કહો, ને વળી કર્તા-ભોક્તાપણું કો-આ તો વિરુદ્ધ છે?
વિવક્ષા સમજતાં વિરુદ્ધ તો કાંઈ જ નથી. જ્ઞાનીને રાગનું સ્વામિત્વ નથી તો વિલીન થઈ ગયો કહ્યું, ને કિંચિત પરિણમન છે તો કર્તા-ભોક્તાપણું કહ્યું. સ્યાદ્વાદીને આમાં કાંઈ વિરુદ્ધ ભાસતું નથી. સમજાણું કાંઈ...? સ્વભાવની દૃષ્ટિથી જોતાં જ્ઞાનીને રાગ વિદ્યમાન નથી, ને જ્ઞાનની નજરે જુઓ તો, પર્યાયને જુઓ તો કિંચિત્ રાગ છે, ને તેનું વેદન પણ છે. આવી જ વસ્તુ છે, તેમાં વિરુદ્ધ કાંઈ જ નથી. સ્તવનમાં આવે છે ને કે
પ્રભુ તુમ જાણગ રીતિ, સૌ જગ દેખતા હો લાલ;
નિજ સત્તાએ શુદ્ધ, સૌને પેખતા હો લાલ. હે નાથ ! હું સર્વજ્ઞદેવ! અમારી નિજ સત્તા–નિજ સ્વભાવ શુદ્ધ છે એમ આપ દેખો છો. પર્યાયમાં જે પુણ્ય-પાપના વિકલ્પ ઉઠે છે-તે આસ્રવ તત્ત્વ છે, આત્મા નથી. નિજ સત્તાએ શુદ્ધ ચિદાનંદકંદ પ્રભુ છે તેને આપ આત્મા જાણો છો. અહા ! આવા શુદ્ધ ચૈતન્યસ્વરૂપની દષ્ટિ થવી તે સમ્યગ્દર્શન અને ધર્મ છે, અને એ જ અપૂર્વ પુરુષાર્થ છે. આ સિવાય વ્રત, તપ, દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિ ક્રિયાકાંડ તો અનંત કાળમાં અનંત વાર કીધા, પણ એ કાંઈ નથી. એનાથી ધર્મ માનવો એ તો અજ્ઞાનભાવ છે. જ્યારે ભગવાન આત્માની દૃષ્ટિ ને આશ્રય થાય છે ત્યારે અજ્ઞાન ટળી, જ્ઞાન થાય છે, ને એક જ્ઞાન જ રહી જાય છે; રાગની ક્રિયા ને કિયાફળનો નાશ થઈ જાય છે. સમકિતી રાગનો હવે કર્તા-ભોક્તા થતો નથી, એક જ્ઞાતા-દષ્ટા રહી જાય છે. શરીર હોય તેનેય તે જાણે, રાગનેય જાણે, ને ભવ હોય તેનેય બસ (આ પર છે એમ ) જાણે જ છે.
માટે હવે આત્મા સ્વપરના ત્રણકાળવર્તી ભાવોને જ્ઞાતા-દ્રષ્ટા થઈને જાણ્યા-દખ્યા જ કરો.” જુઓ આ ભાવના! એક કે પૂર્ણ જ્ઞાન-દર્શનરૂપ થઈ જાણ્યા-દેખ્યા જ કરો. લ્યો, આવી વાત!
પ્રશ્ન- પર્યાય વિલીન થઈ તે કયાં ગઈ?
ઉત્તર- દ્રવ્યમાં અંદર ચાલી ગઈ. પર્યાયરૂપ ન રહી, યોગ્યતારૂપે અંદર દ્રવ્યમાં ભળી ગઈ, વિજ્ઞાનઘનસમૂહમાં મગ્ન થઈ ગઈ. જેમ સરકણી ગાંઠ હોય છે તે ખેંચવાથી કપડામાં સમાઈ જાય છે, તેમ રાગની એકતાબુદ્ધિ હતી તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #289
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-૨૭૮ : ૨૭૫ ગાંઠ હતી, ગ્રંથિભેદ થતાં યોગ્યતારૂપે દ્રવ્યમાં અંદરમાં સમાઈ ગઈ. ત્રિકાળી પર્યાયોનો પિંડ એ દ્રવ્ય છે ને? અનાદિઅનંત પર્યાયોનો પિંડ તે ગુણ છે, ને અનંત ગુણનો પિંડ તે દ્રવ્ય છે. આવી જૈનદર્શનની વાત અલૌકિક છે. એનું જ્ઞાન થતાં ભવનો અંત આવી જાય છે. સમકિતીને એકાદ ભવ હોય તે એના જ્ઞાનનું જ્ઞય છે, બસ.
કળશ-૨૭૮
પૂર્વોક્ત રીતે જ્ઞાનદશામાં પરની ક્રિયા પોતાની નહિ ભાસતી હોવાથી, આ સમયસારની વ્યાખ્યા કરવાની ક્રિયા પણ મારી નથી, શબ્દોની છે”-એવા અર્થનું, સમયસારની વ્યાખ્યા કરવાના અભિમાનરૂપ કષાયના ત્યાગને સૂચવનારું કાવ્ય હવે કહે છેઃ
(૩પનાતિ) स्वशक्तिसंसूचितवस्तुतत्त्वै
ाख्या कृतेयं समयस्य शब्दैः स्वरूपगुप्तस्य न किञ्चिदस्ति
ર્તવ્યમેવામૃતવન્દ્રસૂરે. . ર૭૮ છે. શ્લોકાર્થ- [ સ્વ-શઝિ-સંસૂતિ-વસ્તુ-તત્ત્વ: શળે ] પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્ત્વ ( યથાર્થ સ્વરૂપ) સારી રીતે કહ્યું છે એવા શબ્દોએ [ફયં સમયચ વ્યાસક્યા] આ સમયની વ્યાખ્યા (-આત્મવસ્તુનું વ્યાખ્યાન અથવા સમયપ્રાભૂતશાસ્ત્રની ટીકા )[ સા ] કરી છે; [ સ્વરૂપ-THસ્ય અમૃતવેન્દ્રસૂર:] સ્વરૂપગુસ (અમૂર્તિક જ્ઞાનમાત્ર સ્વરૂપમાં ગુસ) અમૃતચંદ્રસૂરિનું[ Fશ્ચિત વ વર્તમ ન સ્ત](તેમાં) કાંઈ જ કર્તવ્ય નથી.
ભાવાર્થ- શબ્દો છે તે તો પુદગલ છે. તેઓ પુરુષના નિમિત્તથી વર્ણ-પદ-વાક્યરૂપે પરિણમે છે; તેથી તેમનામાં વસ્તુના સ્વરૂપને કહેવાની શક્તિ સ્વયમેવ છે, કારણ કે શબ્દનો અને અર્થનો વાચ્યવાચક સંબંધ છે. આ રીતે દ્રવ્યશ્રુતની રચના શબ્દોએ કરી છે એ વાત જ યથાર્થ છે. આત્મા તો અમૂર્તિક છે, જ્ઞાનસ્વરૂપ છે. તેથી તે મૂર્તિક પુગલની રચના કેમ કરી શકે? માટે જ આચાર્યદેવે કહ્યું છે કે “આ સમયપ્રાભૂતની ટીકા શબ્દોએ કરી છે, હું તો સ્વરૂપમાં લીન છું, મારું કર્તવ્ય તેમાં (-ટીકા કરવામાં) કાંઈ જ નથી.' આ કથન આચાર્યદેવની નિર્માનતા પણ બતાવે છે. હવે જો નિમિત્તનૈમિત્તિક વ્યવહારથી કહીએ તો એમ પણ કહેવાય છે જ કે અમુક કાર્ય અમુક પુરુષે કર્યું. આ ન્યાયે આ આત્મખ્યાતિ નામની ટીકા પણ અમૃતચંદ્રાચાર્યકુત છે જ. તેથી તેને વાંચનારા તથા સાંભળનારાઓએ તેમનો ઉપકાર માનવો પણ યુક્ત છે; કારણ કે તેને વાંચવા તથા સાંભળવાથી પારમાર્થિક આત્માનું સ્વરૂપ જણાય છે, તેનું શ્રદ્ધાન તથા આચરણ થાય છે, મિથ્યા જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ દૂર થાય છે. અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મુમુક્ષુઓએ આનો નિરંતર અભ્યાસ ક૨વાયોગ્ય છે. ૨૭૮.
* કળશ ૨૭૮ નો ઉપોદ્ઘાત્ * પૂર્વોક્ત રીતે જ્ઞાનદશામાં પરની ક્રિયા પોતાની નહિ ભાસતી હોવાથી, આ સમયસારની વ્યાખ્યા કરવાની ક્રિયા પણ મારી નથી, શબ્દોની છે –એવા અર્થનું, સમયસારની વ્યાખ્યા કરવાના અભિમાનરૂપ કષાયના ત્યાગને સૂચવનારું કાવ્ય હવે કહે છે;
પૂર્વોક્ત પ્રકારે એટલે હું આત્મા એક જ્ઞાનાનંદસ્વરૂપ છું એવી દૃષ્ટિ થઈ હોવાથી જ્ઞાનદશામાં શરીરની, વાણીની કે રાગની ક્રિયા પોતાની ભાસતી નથી. અહાહા...! પર્યાય રાગથી વિમુખ થઈ સ્વભાવની સન્મુખ થઈ, પોતાનું અસ્તિત્વ પૂર્ણસ્વરૂપ અનુભવમાં આવ્યું તો એ દશા થતાં, કહે છે, જ્ઞાનીને શરીરની ને વાણીની ક્રિયા, ને વ્યવહારનો જે વિકલ્પ ઉઠે છે તે ક્રિયા મારી છે, હું એનો કર્તા છું એમ ભાસતું નથી. જુઓ આ ધર્મ ને ધર્મીની અંતરદશા !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #290
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અહાહા...! જ્ઞાનાનંદસ્વભાવથી ભરપુર પૂર્ણવિજ્ઞાનયન પ્રભુ આત્મા છે. તેને અનુસરીને અનુભવ થયો તે અનુભવ કેવો છે? અહાહા...!
66
અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ; અનુભવ મા૨ગ મોખકો, અનુભવ મોખ સરૂપ.
"2
અહાહા...! સમ્યગ્દષ્ટિ-જ્ઞાની હું પૂર્ણ પરમાત્મસ્વરૂપ છું એમ પોતાને અનુભવે છે, રાગવાળો, ને કર્મવાળો છું એમ અનુભવતો નથી. અરે, હું એક છું, શુદ્ધ છું-એવો વિકલ્પય ત્યાં નથી. અહા ! આવી નિર્વિકલ્પ અનુભૂતિ થઈ છે તે જ્ઞાની કહે છે-અહા! શબ્દોની રચના શબ્દોથી થઈ છે, એ ક્રિયા મારી છે, ને હું એનો કર્તા છું એમ મને ભાસતું નથી. મેં ભાષણ દીધું, ને ઉપદેશ આપ્યો, ને આ મારો ઉપદેશ-એમ માને એ તો મિથ્યાભાવ છે, મિથ્યા અભિમાન છે. ભાઈ, ઉપદેશની ભાષા કોણ કરે? શું આત્મા કરે ? કદીય ના કરે. ભગવાનની દિવ્યધ્વનિ નીકળે છે તેના કર્તા ભગવાન નથી. વાણી પોતાથી પ્રમાણિક છે, પરથી પ્રમાણિક કહેવી એ તો વ્યવહાર છે.
અહીં આચાર્ય ભગવાન પોતાની વાત કહે છે કે–સમયસારની વ્યાખ્યા કરવાની ક્રિયા મારી નથી. લ્યો, આવી સરસ અલૌકિક ટીકા રચી, ને હવે આચાર્યદેવ કહે છે-આ વ્યાખ્યા–ટીકા મેં કરી છે, મારાથી થઈ છે-એમ નથી. હું તો આત્મા છું, સ્વરૂપગુત છું, ભાષાની ક્રિયા મારી છે એમ છે જ નહિ; શબ્દોની ગૂંથણી મેં કરી છે એમ છે જ નહિ. ગજબની વાત !
અહીં એક બીજી વાતઃ
સુનય એને કહીએ જેને બીજા નયની અપેક્ષા હોય, અર્થાત્ સુનય સાપેક્ષ છે. સાપેક્ષતાનો અર્થ શું? કે પર્યાય, ભેદ ને રાગનું લક્ષ છોડવું, તેની ઉપેક્ષા કરવી. લ્યો, એ એની સાપેક્ષતા છે. જેમકે-સ્વભાવ સન્મુખ થતાં નિશ્ચયનય પ્રગટ થયો, તો નિશ્ચયનયને બીજા નયની અપેક્ષા હોવી જોઈએ કે નહિ? લ્યો, આવો પ્રશ્ન થાય તો સમાધાન એમ છે કે-૫૨ની-રાગની-ભેદની ઉપેક્ષા તે અપેક્ષા છે. આ સુનયની વ્યાખ્યા કહી.
કુનયમાં બીજા અનેરા ધર્મની અપેક્ષા નથી. પ્રમાણમાં નિશ્ચયનયના વિષય ઉપરાંત વ્યવહારનયને પર્યાયને ભેળવવામાં આવે છે; દ્રવ્ય-પર્યાયસ્વરૂપનું જ્ઞાન કરાવવામાં આવે છે. હવે નિશ્ચયનયને વ્યવહારનયની અપેક્ષા શું? તો વ્યવહારનો વિષય જે ભેદ તેનું લક્ષ છોડવું, પર્યાયનું લક્ષ છોડવું તે એની સાપેક્ષતા છે. આવો મારગ અલૌકિક છે ભાઈ !
પ્રશ્ન:- સ્વ-આશ્રયે નિશ્ચયનય તો પ્રગટયો, પણ સાથે બીજો નય ન હોય તો મિથ્યાનય થઈ જાય.
ઉત્ત૨:- પણ બીજો નય હોય એનો અર્થ શું? એ જ કે તેના વિષયભૂત પર્યાયની ને ભેદની ઉપેક્ષા કરવી. લ્યો, આ એની સાપેક્ષતા છે. એનું લક્ષ છોડી ત્રિકાળી એક જ્ઞાયકમાં એકાગ્ર થવું તેનું નામ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન છે.
અહાહા...! સમકિતીને જ્ઞાનની દશામાં ૫૨ની ક્રિયા પોતાની ભાસતી નથી. મતલબ કે પર્યાયમાં રાગ છે, લખતી વેળા વાણીના જલ્પનો વિકલ્પ છે, અને શબ્દો લખાય છે, પણ જેની દષ્ટિમાં એક જ્ઞાયક વસ્યો છે તેને એ બધી પરની ક્રિયાઓ પોતાની છે, પોતે કરી છે એમ ભાસતું નથી. એને તો એ બધી ક્રિયાઓ પ્રતિ ઉદાસીનતા ને ઉપેક્ષા જ છે.
વળી એક બીજી વાતઃ
નિયમસારની બીજી ગાથામાં આવે છે કે-શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ ૫૨મ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. જુઓ, નિશ્ચય મોક્ષમાર્ગ ૫૨મ નિરપેક્ષ છે, તેમાં વ્યવહારનું લક્ષ નથી, વ્યવહા૨ની તેને અપેક્ષા નથી. આ રીતે નિશ્ચયને વ્યવહારની અપેક્ષા નથી. ભાઈ, આવો અંતરનો માર્ગ અનંત કાળમાં એણે સમજણમાં લીધો નથી. બહારમાં ક્રિયાકાંડ કરીને મરી ગયો પણ અંતરની ચીજ એણે લક્ષમાં લીધી નહિ. અરે, જે ઉપેક્ષાયોગ્ય છે તેની અપેક્ષા કીધા કરી, ને જેનું અંતરલક્ષ કરવાનું છે તેની એણે ઉપેક્ષા જ કીધે રાખી છે!
શુદ્ધ રત્નત્રયનો માર્ગ ૫૨મ નિરપેક્ષ છે. જુઓ આ સંતોની વાણી ! આ તો ભગવાનની વાણી ભાઈ! મળવી મહા મુશ્કેલ કહે છે–ભગવાન! તારા સ્વ-આશ્રયમાં પરની-રાગની ને ભેદની કોઈ અપેક્ષા નથી. જ્યાં વ્યવહારની અપેક્ષા કહી છે ત્યાં એની ઉપેક્ષા એ જ એની અપેક્ષા સમજવી. ગાથામાં આવે છે ને કે
“નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #291
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-૨૭૮ : ૨૭૭ અહા! આવો વીતરાગનો મારગ ! એટલે તો ગાથામાં (ગાથા ૧૧માં) વ્યવહારનયને અભૂતાર્થ નામ અસત્યાર્થ કહ્યો છે. એને અભૂતાર્થ જાણવો એનું નામ એની સાપેક્ષતા. સમજાણું કાંઈ...?
* કળશ ૨૭૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * “સ્વ–શ$િ–સંસૂતિ–વસ્તુતત્ત્વ: .' પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્ત્વ ( યથાર્થ સ્વરૂપ) સારી રીતે કહ્યું છે એવા શબ્દોએ ‘ફયમ્ સમય વ્યારથી' આ સમયની વ્યાખ્યા (–આત્મવસ્તુનું વ્યાખ્યાન અથવા સમયપ્રાભૃત શાસ્ત્રની ટીકા ) “કૃતા' કરી છે; ‘સ્વરુપ ગુપ્તરચ અમૃતવેન્દ્રસૂરે:' સ્વરૂપગુણ (-અમૂર્તિક જ્ઞાનમાત્ર સ્વરૂપમાં ગુપ્ત ) અમૃતચંદ્રસૂરિનું ‘વિચિત્ વ વર્તવું મતિ' (તેમાં) કાંઈ જ કર્તવ્ય નથી.
જુઓ, આચાર્યદવ કહે છે–વસ્તુતત્ત્વને યથાર્થ કહેનારા આ સમયસાર શાસ્ત્રની વ્યાખ્યા શબ્દોથી રચાયેલી છે, મારાથી નહિ. અહા ! શબ્દોની ગુંથણીની ક્રિયા શબ્દોએ જ કરી છે, મેં કરી છે એમ નથી. પોતાની શક્તિથી શબ્દોએ જ વસ્તુતત્ત્વ સારી રીતે કહ્યું છે. અહાહા...! શબ્દોમાં સ્વ-પરને કહેવાની પોતાની જ શક્તિ છે. જેમ સ્વ-પરને જાણવાની આત્માની સહજ જ શક્તિ છે, તેમ સ્વ-પરને કહેવાની શબ્દોની સહજ જ શક્તિ છે. કોઇ એમ કહે કે શબ્દોની રચના મેં કરી છે તો એની એ મૂઢતા છે, પાગલની દશા છે. અરે ભગવાન! શબ્દને તો આત્મા અધ્યાય નથી, ને શબ્દ આત્માનેય અડ્યો નથી. જગતનાં અનંત તત્ત્વો ભિન્ન ભિન્ન જ છે. આમ છે ત્યાં શબ્દોની ગૂંથણી આત્મા કરે એ વાત જ કયાં રહે છે?
પ્રશ્ન:- તે પ્રકારનું જ્ઞાન કામ કરે ત્યારે શબ્દો નીકળે ને?
ઉત્તરઃ- શબ્દો શબ્દોથી નીકળે છે, શબ્દો તો જડનો ભાવ છે, તેમાં જ્ઞાનનું શું કામ છે ? જ્ઞાન જ્ઞાનનું કામ કરે, જ્ઞાનનું શબ્દોમાં કાંઈ જ કામ નથી. આત્મા શબ્દોની ક્રિયા ત્રણકાળમાં કરતો નથી.
ભગવાનને કેવળજ્ઞાન થતાં દિવ્ય વાણી નીકળી તે ત્રણકાળ ત્રણલોકને યથાર્થ જણાવે, એ જણાવવાની (કહેવાની) પરમાણુમાં સ્વયેની શક્તિ છે, ભગવાન નિમિત્ત હો, પણ એમાં ભગવાનનું કાંઈ જ કાર્ય નથી. શબ્દોમાં સ્વપરના વસ્તુસ્વરૂપને કહેવાની પોતાની જ શક્તિ છે, જ્ઞાનને લઈને છે એમ નથી. જ્ઞાનને લઈને વાણી ખરી એમ
નહિ. વાણી તો જડ છે, તેમાં આત્માનું જ્ઞાન પેસતું નથી. (પેસી શકતું નથી). અહો ! કેટલી સ્પષ્ટ વાત ! આ સમયસારની વ્યાખ્યા શબ્દોએ કરી છે, મેં અમૃતચંદ્ર નહિ. અહા ! જ્યાં વાણીના વિકલ્પનો કર્તા આત્મા નથી, તો વાણીનો કર્તા કેમ હોય ?
ત્યારે કોઈ કહે છે–આચાર્યદવે સમયપ્રાભૂતની વ્યાખ્યા તો ખરેખર કરી છે, પણ આમાં એમણે પોતાની નિરભિમાનતા બતાવી છે, તેથી કહે છે–મેં કાંઈ કર્યું નથી. ' અરે ભાઈ ! શબ્દો તો જડ પુદગલની પર્યાય છે, પુદ્ગલથી જુદો આત્મા વાણીને કેમ રચે? આચાર્યદવ કહે
છે –હું તો સ્વરૂપગુમ છું. શબ્દો ને શરીરથી ભિન્ન ચૈતન્યના આનંદમાં મશગુલ–લીન છું, જ્ઞાનસ્વભાવમાં રહ્યો છું, વાણીની પર્યાય એના પરમાણુથી થઈ છે, મારે એનાથી શું છે? હું તો એને અડયાય નથી. સમજાય છે કાંઈ...?
એ તો એમ કહેવાય કે કુંદકુંદાચાર્યદવે આ શાસ્ત્ર રચ્યું. ને અમૃતચંદ્રદેવે ટીકા રચી, પરંતુ એ તો નિમિત્ત કોણ હુતું એનું એમાં જ્ઞાન કરાવ્યું છે, બાકી એની રચના શબ્દોએ જ કરી છે, આચાર્યદવે નહિ. આ શબ્દોની ગૂંથણી મેં કરી નથી એમ કહ્યું એમાં આચાર્યદવે વસ્તુસ્થિતિ બતાવી છે. કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કામ કરે નહિ એ વસ્તુનો પોકાર છે બાપુ! અને એમ જ જાણ્યું છે તે આચાર્યની નિરભિમાનતા છે. ખરેખર કરે અને મેં કર્યું નથી એમ કહે એમાં શું નિર્માનતા છે? એ તો છલ છે. પણ આચાર્યદવે તો સ્પષ્ટ વસ્તુસ્થિતિ અને પોતાની આત્મસ્થિતિ આ કળશમાં ખુલ્લી કરી છે. અહાહા...! આચાર્યદવ કહે છે
હું જીવ છું, શબ્દો અજીવ છેઃ હું ચૈતન્ય છું, શબ્દો જડ છે; હું અમૂર્તિક-અરૂપી છું, શબ્દો મૂર્તિક-રૂપી છે.
હું તો જ્ઞાનમાત્ર સ્વભાવમાં ગુપ્ત છું, જ્યાં છું ત્યાં છું, શબ્દોમાં ગયો જ નથી; પછી વાણીની રચના કેમ કરું? આ વાણીની રચનામાં મારું કાંઈ જ કર્તવ્ય નથી. જુઓ આ વસ્તુસ્થિતિ કહી. આચાર્યદવે આવી જ વસ્તુસ્થિતિ જાણી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #292
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ તે તેમની નિર્માનતા છે. બાકી લોકમાં તો એક-બે પુસ્તક લખે ત્યાં તો “આ અમે લખ્યું છે” –એમ ફૂલીને ફાળકો થઈ જાય; અને વળી બીજાને કહે કે અમારી કિંમત કરવી જોઈએ. હવે શું કિંમત કરે? જડનો કર્તા થયો એ જ કિંમત થઈ ગઈ; એ કિંમતમાં ચાર ગતિમાં રખડશે. સમજાણું કાંઈ...?
* કળશ ૨૭૮: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “શબ્દો છે તે તો પુદગલ છે. તેઓ પુરુષના નિમિત્તથી વર્ણ-પદ-વાકયરૂપે પરિણમે છે; તેથી તેમનામાં વસ્તુના સ્વરૂપને કહેવાની શક્તિ સ્વયમેવ છે, કારણ કે શબ્દનો અને અર્થનો વાચ્યવાચક સંબંધ છે.'
જોયું? “પુરુષના નિમિત્તથી” –એમ કહ્યું; પણ એનો અર્થ શું? એ જ કે શબ્દોની પદ-વાકયરૂપ રચના શબ્દોથી થાય છે, નિમિત્તથી નહિ. એમાં જ નિમિત્ત નિમિત્ત રહ્યું. નિમિત્તથી થાય-કરાય તો નિમિત્ત કયાં રહ્યું? નિમિત્તથી ” એમ કહેવાય એ તો નિમિત્તપરક ભાષા છે, બાકી નિમિત્ત ઉપાદાનમાં કાંઈ જ કરતું નથી.
જુઓ, શબ્દ વાચક છે, વસ્તુ વાચ્ય છે. આમ હોતાં શબ્દોમાં વસ્તુના સ્વરૂપને કહેવાની શક્તિ સ્વયમેવ છે. વાચક શબ્દ વાચ્યના કારણે છે, કે વાચ્ય વાચકને લઈને છે એમ નથી, ને કહેનારો હોંશિયાર છે તો વાચક શબ્દો છે એમ પણ નથી. કેવળી ભગવાનને દિવ્યધ્વનિ નીકળે છે માટે એમાં કેવળજ્ઞાનની કોઈ અસર છે એમ નથી. ભાઈ, જૈન તત્ત્વજ્ઞાન બહુ સૂક્ષ્મ ને ગહન છે. હવે કહે છે
“આ રીતે દ્રવ્યશ્રુતની રચના શબ્દોએ કરી છે એ વાત જ યથાર્થ છે. આત્મા તો અમૂર્તિક છે, જ્ઞાનસ્વરૂપ છે, તેથી તે મૂર્તિક પુદ્ગલની રચના કેમ કરી શકે ? માટે જ આચાર્યદેવે કહ્યું છે કે “આ સમયપ્રાભૃતની ટીકા શબ્દોએ કરી છે, હું તો સ્વરૂપમાં લીન છું, મારું કર્તવ્ય તેમાં (–ટીકા કરવામાં) કાંઈ જ નથી.” આ કથન આચાર્યદેવની નિર્માનતા પણ બતાવે છે.”
જુઓ આ વસ્તુસ્થિતિ! અમૂર્તિક જ્ઞાનસ્વરૂપી પ્રભુ આત્મા, કહે છે, રૂપી જડ પુદગલોને કેમ કરી રચે ? ન રચે. માટે સમયપ્રાભૂતની ટીકા શબ્દોએ રચી છે, અમૃતચંદ્ર નહિ આ સિદ્ધાંત છે, આ વસ્તુસ્થિતિ છે. હું તો સ્વરૂપગુમ છું એમ કહીને આચાર્યદવે પોતાની અંતરદશા ખુલ્લી કરી છે. આ કથનથી આચાર્યદેવે પોતાની નિર્માનતા પણ પ્રગટ કરી છે. હવે વ્યવહાર કહે છે
હવે જો નિમિત્તનૈમિત્તિક વ્યવહારથી કહીએ તો એમ પણ કહેવાય છે જ કે અમુક કાર્ય અમુક પુરુષે કર્યું.'
જુઓ, આ તો નિમિત્ત કોણ હતું એ બતાવવા નિમિત્તની મુખ્યતાથી આમ કહેવાય છે. આવો કહેવાનો વ્યવહાર છે, પણ કાર્ય નિમિત્તથી થયું છે એમ છે નહિ. આત્મા-પુરુષ જડનું કામ કરે એમ છે નહિ. હવે કહે છે
આ ન્યાયે આ આત્મખ્યાતિ નામની ટીકા પણ અમૃતચંદ્રાચાર્યકુત છે જ.” જુઓ આ નિમિત્તનું કથન ! વ્યવહારથી આમ કહેવાય, પણ ખરેખર અમૃતચંદ્રાચાર્ય ટીકાના રચયિતા નથી, નિમિત્ત છે બસ. શબ્દની રચનાથી શાસ્ત્ર બન્યું છે, અમૃતચંદ્ર તો નિમિત્ત માત્ર છે. જડ પરમાણુઓ અક્ષર-પદ-વાકયપણે થયા છે, આત્મા એને કરી શકતો નથી. વ્યવહારે અમૃતચંદ્રકૃત કહ્યું એનો એવો અર્થ નથી કે જડની અવસ્થા જડ પરમાણુઓએય કરી ને અમૃતચંદ્ર પણ કરી. વાસ્તવમાં જડની અવસ્થા જડ જ કરે, આત્મા નહિ–આવી જ વસ્તુવ્યવસ્થા છે. છતાં આત્માએપુરુષ કર્યું એવું કથન કરવાનો વ્યવહાર છે. હુવે કહ્યું છે
તેથી તેને વાંચનારા તથા સાંભળનારાઓએ તેમનો ઉપકાર માનવો પણ યુક્ત છે; કારણ કે તેને વાંચવા તથા સાંભળવાથી પારમાર્થિક આત્માનું સ્વરૂપ જણાય છે, તેનું શ્રદ્ધાન તથા આચરણ થાય છે, મિથ્યા જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ દૂર થાય છે અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મુમુક્ષુઓએ આનો નિરંતર અભ્યાસ કરવાયોગ્ય
છે. ”
જુઓ, બહારમાં મુમુક્ષુઓમાં આવો વ્યવહાર હોવાયોગ્ય છે. શાસ્ત્રનું પઠન-મનન, અને દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રતિ વિનય-ભક્તિરૂપ પ્રવર્તન મુમુક્ષુઓમાં અવશ્ય હોવાયોગ્ય છે એમ અહીં વ્યવહાર દર્શાવ્યો છે. સ્વ-આશ્રય તે નિશ્ચય છે. સ્વરૂપની લગની લાગે તેને બહારમાં આવો વ્યવહાર હોય છે.
આમ શ્રી સમયસારની (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકા સમાપ્ત થઈ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #293
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-૨૭૮ : ૨૭૯ (હવે પં. જયચંદ્રજી ભાષાટીકા પૂર્ણ કરે છે:-) કુંદકુંદમુનિ કિયો ગાથાબંધ પ્રાકૃત હૈ પ્રાભૂતસમય શુદ્ધ આતમ દિખાવનું, સુધાચંદ્રસૂરિ કરી સંસ્કૃત ટીકાવર આત્મખ્યાતિ નામ યથાતથ્ય ભાવનું દેશકી વચનિકામેં લિખિ જયચંદ્ર પઢે સંક્ષેપ અર્થ અલ્પબુદ્ધિÉ પાવનું, પઢો સુનો મન લાય શુદ્ધ આતમા લખાય જ્ઞાનરૂપ ગૉ ચિદાનંદ દરસાવનું.' - ૧.
સમયસાર અવિકારકા, વર્ણન કર્ણ સુનંત;
દ્રવ્ય-ભાવ-નોકર્મ તજિ, આતમતત્ત્વ લખત.' -૨. અહાહા...! ભરતક્ષેત્રમાં નિજ સાર વસ્તુ શુદ્ધાત્મા-પુણ્ય-પાપરહિત શુદ્ધ ચૈતન્યભાવ-તે દેખાડવા માટે આચાર્ય કુંદકુંદદેવ ગાથાબદ્ધ પ્રાકૃતમાં આ સમયસાર શાસ્ત્ર રચ્યું છે. આચાર્ય અમૃતચંદ્રદેવે એની આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકા રચી છે. અહાહા...! જેવો ચૈતન્યદેવ પ્રભુ આત્મા છે તેવો વાણી દ્વારા પ્રસિદ્ધ કર્યો છે; તથા તેવી જ ભાવના ભાવી છે. તેનો જયચંદ્ર પંડિતે ચાલતી ભાષામાં બહુ ટુંકો અર્થ લખ્યો છે, જેથી અલ્પબુદ્ધિ જીવો પણ પામી શકે છે. તે તમે સાચા મનથી ભણો અને સાંભળો. એક જ્ઞાતા-દષ્ટા એવો શુદ્ધ આત્મા–તેને ગ્રહો. તે જ્ઞાનસ્વરૂપી એક ચૈતન્યબિંબ છે. અહાહા...! જેમાં દેહ, મન, વાણી, વિકલ્પ નથી એવા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપનો અનુભવ કરો-એમ કહે છે. –૧.
અવિકારી ભગવાન સમયસારનું અર્થાત્ સચ્ચિદાનંદ પ્રભુ આત્માનું વર્ણન સાંભળનાર દ્રવ્યકર્મ, ભાવકર્મપુણ્યપાપના ભાવ, અને નોકર્મ-શરીરાદિથી રહિત થઈ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ નિજ આત્મતત્ત્વને જાણે છે-અનુભવે છે. – ૨.
આ પ્રમાણે આ સમયપ્રાભૃત (અથવા સમયસાર) નામના શાસ્ત્રની આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકાની દેશભાષામય વચનિકા લખી છે. તેમાં સંસ્કૃત ટીકાનો અર્થ લખ્યો છે અને અતિ સંક્ષિપ્ત ભાવાર્થ લખ્યો છે; વિસ્તાર કર્યો નથી. સંસ્કૃત ટીકામાં ન્યાયથી સિદ્ધ થયેલા પ્રયોગો છે. તેમનો વિસ્તાર કરવામાં આવે તો અનુમાનપ્રમાણનાં પાંચ અંગોપૂર્વક-(૧) પ્રતિજ્ઞા' –એટલે શું કહેવા માગીએ છીએ એની પ્રતિજ્ઞા કરવી (૨) “હેતુ’ –હેત બતાવવો (૩) “ઉદાહરણ” -દાખલો આપવો (૪) “ઉપનય’ –સંજ્ઞારૂપને મેળવવું અથવા નિર્ણય કરવો (૫) અને નિગમનપૂર્વક’ –સરવાળો કરવો–એમાં પાંચ બોલ છે. આ પાંચ અંગોનું “સ્પષ્ટતાથી ” -વિશેષ વિસ્તારથી “વ્યાખ્યાન લખતાં ગ્રંથ બહુ વધી જાય; તેથી આયુ, બુદ્ધિ, બળ અને સ્થિરતાની અલ્પતાને લીધે ” તેથી ઓછું આયુષ્ય, ઓછી બુદ્ધિ, બળ થોડું અને અલ્પ સ્થિરતાને લીધે “જેટલું બની શકયું તેટલું, સંક્ષેપથી પ્રયોજનમાત્ર લખ્યું છે. તે વાંચીને ભવ્ય જીવો પદાર્થને સમજજો. કોઈ અર્થમાં હીનાધિકતા હોય તો બુદ્ધિમાનો મૂળ ગ્રંથમાંથી જેમ હોય તેમ યથાર્થ સમજી લેજો. આ ગ્રંથના ગુરુસંપ્રદાયનો (ગુરુપરંપરાગત ઉપદેશનો) વ્યુચ્છેદ થઈ ગયો છે,” અર્થાત્ અધ્યાત્મ સ્વરૂપ-અલૌકિક ચીજ–એની પરંપરા તુટી ગઈ છે. માટે જેટલો બની શકે તેટલો અભ્યાસ થઈ શકે છે. તોપણ જેઓ સ્યાદ્વાદમય જિનમતની આજ્ઞા માને છે, તેમને વિપરીત શ્રદ્ધાન થતું નથી. કયાંક અર્થનું અન્યથા સમજવું પણ થઈ જાય તો વિશેષ બુદ્ધિમાનનું નિમિત્ત મળે યથાર્થ થઈ જાય છે. જિનમતની શ્રદ્ધાવાળાઓ હુઠગ્રાહી હોતા નથી.' હવે અંતમંગળને અર્થે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરી શાસ્ત્ર સમાપ્ત કરીએ છીએ;
મંગલ શ્રી અરહંત ઘાતિયા કર્મ નિવારે, મંગલ સિદ્ધ મહંત કર્મ આઠોં પરજારે; આચારજ ઉવઝાય મુની મંગલમય સારે, દીક્ષા શિક્ષા દેય ભવ્યજીવનિક્ તારે; અઠવીસ મૂલગુણ ધાર જે સર્વસાધુ અણગાર હૈ, મેં નમું પંચગુરુચરણÉ મંગલ હેતુ કરાર હૈ- ૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #294
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates 28) : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ અહાહા..! ચાર ઘાતિકર્મનો નાશ કરી જેઓએ પરમાત્મપદ પ્રાપ્ત કર્યું છે તે ભગવાન અનંત ચતુષ્ટયધારી અરિહંત છે. અહાહા...! આત્માની હીણી દશામાં નિમિત્ત જે કર્મ તેને જેણે દૂર કર્યા છે, અર્થાત્ જે શરીર રહિત થઈને એકલા પૂર્ણ આનંદમૂર્તિ-જ્ઞાનમૂર્તિ આત્માપણે થયા છે, ને જેણે સર્વ પરાશ્રયનો નાશ કર્યો છે તે ભગવાન સિદ્ધ છે. વીતરાગી સંત, આત્માના આનંદના સાધક એવા આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ-આ ત્રણેય મંગલમય છે. આચાર્ય દીક્ષા-શિક્ષા દઈ ભવ્ય જીવોને તારે છે. અઠ્ઠાવીસ મુલગુણને ધરનાર એવા સર્વ સાધુ અણગાર છે. મંગળના હેતુના કરનાર હોવાથી હું એ પંચગુરુના ચરણકમળમાં નમસ્કાર કરું છું. પાપનો નાશ અને પવિત્રતાની પ્રાપ્તિમાં જે નિમિત્ત છે એવા પંચ પરમેષ્ઠીને અહીં મંગળ કહ્યા છે. હવે પં. જયચંદ્રજી પોતાની વાત કહે છે: જૈપુર નગરમાંહિ તેરાપંથ શૈલી બડી બડે બડે ગુની જહાં પઢે ગ્રંથ સાર હૈ, જયચંદ્ર નામ મેં હૂંતિનિમેં અભ્યાસ કિછૂ કિયો બુદ્ધિસારુ ધર્મરાગતે વિચારે હૈ, સમયસાર ગ્રંથ તાકી દેશને વચનરૂપ ભાષા કરિ પઢો સુનું કરો નિરધાર હૈ, આપાપ૨ ભેદ જાનિ હેય ત્યાગિ ઉપાદેય ગહો શુદ્ધ આતમકું, યહે બાત સાર હૈ. -2. જયપુર નગરમાં જૈનોની મોટી વસ્તી છે, મંદિરો છે. મોટા મોટા ગુણીજનો ગ્રંથના સારનો અભ્યાસ કરે છે. એમાં જયચંદ્ર નામે હું એક થયો. મને કાંઈક થોડો અભ્યાસ છે. મારી બુદ્ધિ પ્રમાણે ધર્માનુરાગથી મેં આ સમયસાર ગ્રંથનો દેશી-ચાલતી ભાષામાં અર્થ કર્યો છે. તેને જાણો, સાંભળો, ને નિર્ણય કરો. સાંભળ્યું કયારે કહેવાય? કે કહ્યા પ્રમાણે સમજી અંતરમાં અસંવેદન કરે; અંદર આનંદની અનુભૂતિ પ્રગટ કરે ત્યારે સાંભળ્યું કહેવાય. માટે સ્વપરનો ભેદ જાણી હેયને ત્યાગીને શુદ્ધ આત્માને ગ્રહણ કરો. લ્યો, આટલો જ સાર છે. આ વિના બધું થોથાં છે એમ કહે છે. સંવત્સર વિક્રમ તણું, અષ્ટાદશ શત ઔર; ચૌસઠ કાતિક વદિ દશૈ, પૂરણ ગ્રંથ સુઠૌર. -3. સંવત અઢારસો ચોસઠ, કારતક વદી દશમને દિને આ ગ્રંથની વચનિકા પૂર્ણ થઈ. આમ શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત સમયપ્રાકૃત નામના પ્રાકૃતગાથાબદ્ધ પરમાગમની શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદવવિરચિત આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકા અનુસાર પંડિત જયચંદ્રજીકૃત સંક્ષપભાવાર્થમાત્ર દેશભાષામય વચનિકા ઉપરનાં પરમોપકારી આત્મજ્ઞ સંત શ્રી કાનજીસ્વામીનાં સારગર્ભિત મનોજ્ઞ પ્રવચનો સમાસ થયાં. * ઇતિ સમાપ્તિ * Please inform us of any errors on rajesh@AtmaDharma.com