________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪પ-અપાદાનશક્તિ : ૨૦૫ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય મોક્ષનો માર્ગ છે. તે પર્યાયના ઉત્પાદ-વ્યય સ્વતંત્ર પોતાના કારણથી થાય છે. ધ્રુવ ઉપાદાન છે તો તેનાથી તે પર્યાય પ્રગટ થાય છે એમ નથી, કેમકે ધ્રુવ ઉપાદાન તો ત્રિકાળ એકરૂપ રહે છે. પર્યાયમાં કેવળજ્ઞાનની પૂર્ણ વિકાસની દશા થાય તો જ્ઞાનની ધ્રુવતામાં, ધ્રુવ જ્ઞાનસ્વભાવમાં કાંઈ કમી થતી નથી, ને નિગોદની પર્યાયમાં અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનનો વિકાસ છે તો ધ્રુવ જ્ઞાનસ્વભાવમાં વધુ પુરતા થાય છે. એમેય નથી. ધ્રુવ તો અકબંધ એવું ને એવું એકરૂપ ત્રિકાળ છે.
અહા! શક્તિ અને શક્તિના વિશેષોના સ્વરૂપને જાણી જેણે દ્રવ્યદષ્ટિ કરી, ધ્રુવનું આલંબન લીધું તે સમ્યગ્દષ્ટિ છે, તેની પર્યાય પાછળ હઠીને પડી જાય અને તેને વચ્ચે મિથ્યાત્વ આવી જાય એવી કોઈ વાત છે નહિ. જેની દષ્ટિ ધ્રુવ ઉપર છે, ધ્રુવને પોતાના ધ્યાનનું ધ્યેય બનાવ્યું છે તેને ક્રમવર્તી નિર્મળ પર્યાયો થયા જ કરે છે, તેની નિર્મળ પર્યાય છૂટીને તેને મિથ્યાત્વ આવી જાય એવો કોઈ ગુણ છે જ નહિ. ભાઈ, તારા આત્મામાં અપાદાનશક્તિ એવી છે કે તેમાં (આત્મામાં) અનંત અનંત પર્યાયો થઈને નાશ પામે છતાં તેના ધ્રુવનું સામર્થ્ય તો એવું ને એવું અક્ષય-અનંત શાશ્વત રહે છે, ને તેમાંથી પર્યાયો નિર્મળ નિર્મળ થયા જ કરે છે. ઓહો! આ ચૈતન્યચિંતામણિ એવા ધ્રુવનો કોઈ અચિન્ય સ્વભાવ છે કે સમયે સમયે પરિપૂર્ણ જ્ઞાન, આનંદ આદિ તેમાંથી નીકળ્યા જ કરે, અને છતાં અનંતકાળેય એ તો અકબંધ એવું ને એવું જ રહ્યા કરે.
કોઈને થાય કે આ અમે શરીરની અનેક ક્રિયા કરીએ, દયા, દાન આદિ પુણની અનેક ક્રિયા કરીએ તો એમાંથી ધર્મ આવે કે નહિ?
તો અહીં કહે છે–તારા ધર્મની ધ્રુવ ખાણ તારો આત્મા જ છે. અહા ! તે ધ્રુવનું આલંબન લે, તેમાં દષ્ટિ કર, અને તેનું જ ધ્યાન ધર, તેમાંથી જ તારો ધર્મ પ્રગટ થશે. આ સિવાય શરીરની ક્રિયા અને પુણ્યની ક્રિયા તો બધાં થોથાં છે, એ બહારની ચીજમાંથી કયાંયથી તારો ધર્મ આવે એમ નથી.
હવે એક બીજી વાતઃ સમ્યગ્દર્શન આદિની નિર્મળ પર્યાય અલ્પ હો, તેની હાનિ (વ્યય) થતાં તે પર્યાય કયાં ગઈ? તો કહે છે-જેમ જળના તરંગ જળમાં ડૂબે છે, ને સામાન્ય જળપણે થાય છે તેમ તે અલ્પ પર્યાય ધ્રુવમાં જાય છે, ને ધ્રુવમાં જતાં તે પારિણામિકભાવરૂપ થઈ જાય છે. ક્ષાયિકભાવ પણ હાનિ-વ્યય પામતાં ધ્રુવમાં ભળી જાય છે ને પારિણામિકભાવરૂપ થઈ જાય છે. અહા ! જે નિર્મળ પર્યાય ક્રમવર્તી પ્રગટ થાય છે તે વ્યય પામતા ધ્રુવ સામાન્યમાં જાય છે ને તે પારિણામિકભાવરૂપ થઈ જાય છે.
અહા ! પર્યાય ક્રમવર્તી અને ગુણો અજમવર્તી એકસાથે છે. તે બેના સમુદાયને આત્મા કહ્યો છે. અહીં નિર્મળ પર્યાય લેવી. રાગ પર્યાયમાં છે તો રાગવાળો આત્મા છે એમ ન સમજવું.
તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ તે આત્મા એમ કહ્યું છે?
હા, ત્યાં અપેક્ષા બીજી છે. પર્યાયમાં અશુદ્ધતા છે અને જે માનતો જ નથી એવા નિશ્ચયાભાસીને સમજાવવા માટે એ વાત કરી છે. અહા ! પર્યાયમાં જે અશુદ્ધતા છે તે અશુદ્ધતાની પર્યાયનો વ્યય થયો તો તે કયાં ગઈ ? તે પર્યાય અંદર ધ્રુવમાં ગઈ, પણ અંદર અશુદ્ધતા ગઈ છે એમ નહિ, અંદર તો યોગ્યતા ગઈ છે, તે પારિણામિકભાવરૂપ થઈ ગઈ છે, ભગવાન ધ્રુવમાં ભળી ભગવાનરૂપ થઈ ગઈ છે. પરમ પરિણામિકભાવ ત્રિકાળ ધ્રુવ શુદ્ધ છે તેમાં તે પર્યાય ગઈ છે.
તો આપણે કરવાનું શું?
આ જ કે ત્રિકાળી સ્વભાવ જે ધ્રુવ છે તેમાં ઝૂકી જા. ધ્રુવને ધ્યાનમાં લઈને ધ્રુવને જ ધ્યાનનું ધ્યેય બનાવ. આ સિવાય બીજું કાંઈ કરવાનું નથી. પર્યાય પ્રજા છે, ધ્રુવ તેનો પિતા છે; ધ્રુવનું આલંબન ધર્મ છે. આવી વાત છે. સમજાણું કાંઈ...?
અહા? રાગથી ભિન્ન પોતાની ચીજ અંદર છે તેનું જેને ભાન નથી, શક્તિ તે ધ્રુવ ઉપાદાન અને વર્તતી પર્યાય તે ક્ષણિક ઉપાદાન-એ બન્નેના સ્વાધીન સ્વરૂપની જેને ખબર નથી તે રાગની એકતામાં રહ્યો છે; મરણ ટાણે તે રાગની એકતાની ભીંસમાં ભીંસાઈ જશે. શુભભાવથી ધર્મ થાય એમ જે માને છે તે મૃત્યુ સમીપ આવતાં રાગની એકતાની ભીંસમાં ભીંસાઈ જશે. આખી જિંદગી જેણે પોતાની ચૂત વસ્તુને ભિન્ન જાણી-અનુભવી નહિ તેનો દેહ મરણ ટાણે, જેમ ઘાણીમાં તલ પિલાય તેમ, પિલાઈને છૂટી જશે, ને કોણ જાણે કયાંય તે ચાર ગતિમાં રઝળતો ચાલ્યો જશે. સમજાય છે કાંઈ...?
જુઓ, પાંચ પાંડવો ભાવલિંગી વીતરાગી સંત હતા. શત્રુંજય પહાડ પર તેઓ ધ્યાનમાં લીન હતા. દુર્યોધનના ભાણેજે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com