________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
નહિ એટલે તેઓ બહારમાં-ક્રિયાકાંડમાં રોકાઈ જાય છે; પણ ભાઈ, નિજ સ્વરૂપની ઓળખાણ વિના એ બધું કાંઈ જ નથી; થોથાં છે. જ્યાં સુધી ક્રિયાકાંડમાં-રાગમાં મૂઢપણે રોકાઈ રહે ત્યાં સુધી સ્વાનુભવ થવો સંભવિત નથી.
અહાહા...! ભગવાન આત્મા મૂઢ નથી; તેના જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણ શક્તિએ અમૂઢ છે. ભાઈ! આત્મામાં અમૂઢ સ્વભાવનો પાર નથી. અહાહા...! ધર્મી-જ્ઞાની એમ અનુભવે છે કે–હું અપરિમિત અનંત શક્તિઓથી ભરેલો ચિદાનંદકંદ પ્રભુ અમૂઢ છું અહાહા...! એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જાણે એવી અનંત પર્યાયોનો પિંડ જ્ઞાન ગુણ મારામાં પડયો છે; અહાહા...! પૂર્ણાનંદની પ્રતીતિરૂપ સાદિ-અનંત પર્યાયોનો પિંડ શ્રદ્ધા ગુણ મારામાં પડયો છે; એક સમયમાં નિર્બાધ અનંત આનંદને આપે એવી સાદિ-અનંત આનંદની પર્યાયોનો પિંડ આનંદ ગુણ મારામાં પડયો છે. અહાહા...! આવા અનંત ગુણનો રત્નાકર પ્રભુ હું આત્મા છું. અરે, આવા પોતાના આત્માને ભૂલી, હૈ જીવ ! તું આ આકુળતાની ભઠ્ઠીના વેદનમાં કયાં રોકાઈ ગયો !
અહાહા...! પૂર્ણાનંદ-સચ્ચિદાનંદસ્વરૂપ ચૈતન્યચમત્કારમય પ્રભુ આત્મા છે. તેનો અંતરમાં સ્વીકાર અને સત્કાર કર્યો તેની પર્યાયમાં જ્ઞાન ને આનંદનો સ્વાદ આવે છે. કહ્યું છે ને કે
રસસ્વાદત સુખ ઉપજૈ, અનુભવ તાકો નામ.’
અહાહા...! ત્યાં વર્તમાનમાં જે આનંદ પ્રગટ થયો તે ભવિષ્યના પૂર્ણ આનંદનું કારણ છે. વર્તમાન પ્રગટ જ્ઞાન ને આનંદની દશાને પૂર્ણ આનંદનું કારણ કહેવું તે વ્યવહારથી છે. વાસ્તવમાં તો એક સમયમાં જે પૂર્ણ આનંદની દશા પ્રગટ થઈ તે તત્સમયની ષટ્કારકની પરિણતિથી પ્રગટ થઈ છે. ભાઈ ! પૂર્વની મોક્ષમાર્ગની પર્યાયનો વ્યય થયો માટે અહીં કેવળજ્ઞાન પ્રગટ થયું એમ વાસ્તવમાં નથી, એમ કહેવું એ વ્યવહાર છે; કેમકે ઉત્પાદ છે તે કાંઈ વ્યયની અપેક્ષા રાખતો નથી. પૂર્વ પર્યાયનો વ્યય છે, વર્તમાન પર્યાયનો ઉત્પાદ છે; તથાપિ ઉત્પાદને વ્યયની અપેક્ષા નથી. ઝીણી વાત છે ભાઈ! કેવળજ્ઞાનની એક સમયની પર્યાય તે કર્તા, જે પર્યાય પ્રગટી તે કર્મ, તે પર્યાય જ કરણ અર્થાત્ સાધન, પૂર્વની ચાર જ્ઞાનની પર્યાયનો વ્યય તે સાધન એમ નહિ, જે પર્યાય પ્રગટી તે પોતામાં જ રાખી તે સંપ્રદાન, પર્યાય પોતામાંથી થઈ તે અપાદાન, અને પર્યાયનો આધાર તે પર્યાય તે અધિકરણ-આમ પોતાના ષટ્કારકના પરિણમનથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. પૂર્વની ચાર જ્ઞાનની પર્યાયનો વ્યય થયો માટે કેવળજ્ઞાન ઉપજ્યું એમ કહેવું એ વ્યવહારનું કથન છે. અભાવ થઈને ભાવ થયો તો તે ભાવ કયાંથી આવ્યો? અભાવમાંથી નહિ, પણ દ્રવ્યમાં સર્વજ્ઞત્વ આદિ શક્તિ તેના નિયત પ્રદેશમાં ત્રિકાળ પડી છે અને તેમાંથી શક્તિવાન દ્રવ્યનો આશ્રય લેતાં પર્યાયમાં કેવળજ્ઞાન આદિ પૂર્ણ દશા પ્રગટ થાય છે. આવી સૂક્ષ્મ વાત છે.
:
અહીં નિયતપ્રદેશત્વશક્તિની વાત ચાલે છે. કહે છે-આત્માના પ્રદેશની સંખ્યા નિયત-લોકપ્રમાણ અસંખ્ય છે. અહીં પ્રદેશની સંખ્યાને નિયત-નિશ્ચય કહેલ છે; પંચાસ્તિકાયમાં અસ્તિકાય દ્રવ્યની સિદ્ધિ કરવી છે તેથી ત્યાં પ્રદેશની એકરૂપતાની વાત કરી છે. આવી વાત! હવે પોતે કેવો અને કેવડો છે તે બહુ ગરજ કરીને, દરકાર રાખીને જાણે નહિ તો ધર્મ કેવી રીતે થાય? અહા! એક રાજાને-બાદશાહને મળવા જવું હોય તો કેટલી તૈયારી કરીને જાય ? તો અહીં તો ભગવાનના ભેટા કરવા જવું છે, તો પછી તેમાં કેટલી તૈયાર જોઈએ ? અનંત અનંત અંતઃપુરુષાર્થની સાથે ભેટ બાંધીને જાય તો ભગવાનના ભેટા થાય. અહાહા...! ત્રણ કાળ ત્રણ લોકને જાણવાનું સામર્થ્ય રાખે, અને તે પણ એક સમયમાં, એવો અનંત શક્તિનો ભંડાર ભગવાન આત્મા સર્વોપરિ ચૈતન્ય બાદશાહ છે. એના ભેટા કરવા જવું છે તો આ બહારની –હીરા, માણેક, મોતીની ભેટ કામ નહિ આવે, અને ક્રિયાકાંડના રાગની ભેટ પણ કામ નહિ આવે; અહા ! એ તો અંતઃપુરુષાર્થ જાગ્રત કરી, એના સ્વભાવની સમીપ જઈને અનુભવ કર્યો તત્કાલ દર્શન દે એવો તે પરમાત્મા છે. માટે હે ભાઈ ! બહારના કોલાહલથી વિરામ પામી અંતર્મુખ થા.
આ બહારના પૈસા આદિ સંયોગ તો પુણ્ય યોગે મળે છે. તે સંયોગ હો કે ન હો; તે જીવને શરણ નથી, ને વ્રતાદિનો રાગ પણ શરણ નથી, એક સમયની પર્યાય પણ શરણ નથી. અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ ચિન્માત્રચિંતામણિ સ્વયમેવ દેવ વિરાજી રહ્યો છે તે એક શરણ છે, તે મંગળ છે ને ઉત્તમ છે. બહારમાં જિનદેવ, જિનગુરુ, જિનધર્મને શરણ, મંગળ ને ઉત્તમ જાણવા તે વ્યવહારથી છે.
અનાદિ સંસારથી માંડીને જીવના પ્રદેશોનો સંકોચવિસ્તાર થાય છે. નિગોદની દશામાં જીવના પ્રદેશોનો સંકોચ થાય તો પણ પ્રદેશોની સંખ્યા ઓછી થતી નથી ને હજા૨ જોજનના મચ્છના શરીરમાં રહેલા જીવના પ્રદેશોનો વિસ્તાર
થાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com