________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪-નિયતપ્રદેશત્વશક્તિ : ૧૨૩ આત્માની એકેક શક્તિમાં અનંત સામર્થ્ય છે. એકેક શક્તિની અનંતી પર્યાયો છે. આમ અનંત શક્તિની ઉત્પાદ–વ્યયરૂપ ક્રમવર્તી પર્યાયોને અક્રમવર્તી અનંત ગુણો-એમનો સમુદાય તે આત્મા છે. પ્રત્યેક શક્તિ સહજભાવરૂપ પારિણામિકભાવે છે. તેનું ભાન થતાં ક્રમવર્તી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. તે ઔપથમિકભાવરૂપ, ક્ષાયોપથમિકભાવરૂપ વા ક્ષાયિકભાવરૂપ છે, ઔદયિકભાવનો તેમાં અભાવ છે. આ શક્તિના અધિકારમાં વિકારી ભાવની વાત જ લીધી નથી, કેમકે વિકાર તે કાંઈ શક્તિનું કાર્ય નથી.
આત્મામાં અનંત શક્તિઓ અક્રમે ત્રિકાળ છે; તેમાં એક નિયત પ્રદેશવશક્તિ ત્રિકાળ છે. એટલે શું? આત્માના ક્ષેત્રમાં અસંખ્ય પ્રદેશો નિયત છે. અહાહા...! જે ક્ષેત્રમાં ચૈતન્યના અનંતગુણનો પ્રકાશ ઉઠ છે તે આત્માના પ્રદેશોની સંખ્યા નિયત છે. અહીં અસંખ્ય પ્રદેશને નિયત કહેલ છે; અન્યથા અસંખ્ય પ્રદેશને વ્યવહાર કહેવામાં આવે છે. પંચાસ્તિકાયની ગાથા ૩રની ટીકામાં જીવનું ક્ષેત્ર એક પ્રદેશવાળું કહેલ છે. ત્યાં કહ્યું છે “જીવો ખરેખર અવિભાગી-એકદ્રવ્યપણાને લીધે લોકપ્રમાણ-એકપ્રદેશવાળા છે” જુઓ, આમાં શું અપેક્ષા છે? કે અસંખ્ય પ્રદેશના ભેદનો નિષેધ કરી જીવને અવિભાગી-એકદ્રવ્યપણાને લીધે લોકપ્રમાણ એક પ્રદેશી કહેલ છે. અસંખ્યપ્રદેશો એક દ્રવ્યમય અભેદ એકરૂપ છે એમ ત્યાં વાત લેવી છે, ત્યારે અહીં, પ્રદેશોની સંખ્યા છે તે ત્રિકાળ નિયત છે, તેમાં વધઘટ નથી તેથી, અસંખ્ય પ્રદેશ નિયત છે એમ કહ્યું છે. આ રીતે પંચાસ્તિકાયમાં એક પ્રદેશી જીવ દ્રવ્ય કહ્યું ને અહીં નિયત-અસંખ્ય પ્રદેશી જીવ દ્રવ્ય કહ્યું એ બેઉ કથનમાં વિરોધ નથી, અવિરોધ છે; માત્ર વિવક્ષાભેદ છે, અપેક્ષાથી બન્ને કથન બરાબર છે.
કળશટીકામાં અસંખ્ય પ્રદેશ એકરૂપ છે, ને તેમાં ભેદ પાડવો તે વ્યવહાર છે એમ કહ્યું છે. કળશ ૨૫રમાં આ વાત કરી છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની ત્યાં વાત છે. ત્યાં એકરૂપ વસ્તુને સ્વદ્રવ્ય કહ્યું છે, અને “આ દ્રવ્ય, આ ગુણ –એમ ભેદ પાડવો તેને પરદ્રવ્ય કહ્યું છે. અસંખ્ય પ્રદેશ એકરૂપ છે તે સ્વક્ષેત્ર છે અને તેમાં “આ પ્રદેશ, આ પ્રદેશ ’-એવો ભેદ પાડી લક્ષમાં લેવું તેને પરક્ષેત્ર કહ્યું છે. ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય ભૂતાર્થ અભેદ એકાકાર તે સ્વકાળ છે, ને પર્યાયનો ભેદ પાડી તેનું જ્ઞાન કરવું તેને પરકાળ કહ્યો છે. અનંત શક્તિ-અનંત સ્વભાવરૂપ એક ભાવ તે સ્વ-ભાવ છે, અને એકેક શક્તિનો ભેદ પાડી તેને લક્ષમાં લેવી તેને પરભાવ કહ્યો છે. હવે આવી વાત જરા ધીરજ રાખી ધ્યાન દઈને સાંભળે તો બધો મિથ્યા આગ્રહું મટી જાય એવી આ વાત છે. ભાઈ ! આ કલ્પિત વાત નથી બાપુ! આ તો ભગવાન કેવળીઓના પ્રવાહથી ચાલી આવતી વાણી છે. ભેદને છોડી, અભેદને પકડવાના પુરુષાર્થને જગાડનારી આ અમૃતવાણી છે. ભાઈ ! ભેદ છે તે અભેદને સમજવા પૂરતો છે, બાકી ભેદ દષ્ટિનો વિષય નથી.
અહાહા...! આત્મા અનંત ગુણસ્વભાવોનો એકરૂપ ચૈતન્ય સ્વયંભૂ ભગવાન છે. સ્વયંભૂરમણ નામનો છેલ્લો સમુદ્ર છે, તેનો અસંખ્ય યોજનમાં વિસ્તાર છે. તેના તળિયે રેતી નથી, રત્ન ભર્યા છે. તેમ આત્માનું અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે, તેમાં એકેક પ્રદેશે અનંત ગુણરૂપી ચૈતન્યરત્નો ભર્યા છે. અહાહા.! એવા અનંતભાવરૂપ ત્રિકાળી એક ભાવ તે સ્વ-ભાવ કહેવાય, ને તેમાં એકેક ગુણ-શક્તિનો ભેદ પાડવો–આ જ્ઞાન, આ સુખ, એમ ભેદ પાડવો તેને પરભાવ કહેવામાં આવે છે. વાસ્તવમાં જે સ્વદ્રવ્ય છે તે જ સ્વક્ષેત્ર છે, તે જ કાળ છે ને તે જ સ્વભાવ છે. આમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના ભેદ રહિત ભગવાન આત્મા સ્વયંભૂ આનંદકંદ પ્રભુ છે તે અકષાય, વીતરાગસ્વભાવથી ભરેલો શુદ્ધ સ્વદ્રવ્ય છે. અહાહા...! આત્મા ચૈતન્ય-અમૃતનો પિંડ પ્રભુ છે. ભાઈ ! સમજાય એટલું સમજો બાપુ! આ તો વીતરાગનો મારગ છે; ભેદનું લક્ષ દૂર કરી અભેદ એક ત્રિકાળીને લક્ષમાં લેતાં તે પ્રાપ્ત થાય છે. એને ધર્મ કહો કે મોક્ષનો મારગ કહો, એક જ વાત છે. જેમ કેરીમાં જે વર્ણ છે તે જ ગંધ, તે જ રસ અને તે જ સ્પર્શ છે. ભેદને લક્ષમાં ન લઈએ તો આખી ચીજ વર્ણ-ગંધ-રસ-સ્પર્શમય છે; તેમ ભગવાન આત્મા ચિન્માત્ર અભેદ એક દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવમય છે. અહાહા...! આવા અભેદની દૃષ્ટિ તે દ્રવ્યદૃષ્ટિ અને દ્રવ્યદૃષ્ટિ તે સમ્યગ્દષ્ટિ. સમજાણું કાંઈ ?
અહીં કહે છે-અનાદિ સંસારથી માંડીને સંકોચવિસ્તારથી લક્ષિત એવું લોકાકાશના માપ જેટલા માપવાળું આત્મ-અવયપણું જેનું લક્ષણ છે એવી એક નિયતપ્રદેશવશક્તિ આત્મામાં ત્રિકાળ પડી છે. આત્મામાં જે અસંકુચિતવિકાસત્વશક્તિ છે તે જુદી ચીજ છે, ને આ સંકોચવિસ્તારથી લક્ષિત જે નિયતપ્રદેશત્વશક્તિ છે તે જુદી ચીજ છે.
અસંકુચિતવિકાસત્વશક્તિનું સ્વરૂપ તો એવું છે કે જેમાં સંકોચનો અભાવ છે એવો પર્યાયમાં ગુણનો અપરિમિત વિસ્તાર થાય તે અસંકુચિતવિકાસત્વશક્તિ છે. અહાહા...! પૂર્ણ દ્રવ્ય, પૂર્ણ ક્ષેત્ર, પૂર્ણ કાળ અને પૂર્ણ ભાવ-એ બધાને સંકોચ રહિત પૂર્ણ વિકાસરૂપ શક્તિના સામર્થ્યથી જાણે એવી જીવમાં અસંકુચિતવિકાસત્વશક્તિ છે. અહાહા...! જેમાં સંકોચ નહિ, પરિમિતતા નહિ એવો જ્ઞાનાદિમાં પૂર્ણ વિકાસ થાય, એવી અસંકુચિતવિકાસત્વશક્તિ છે. લોકોને આવી વાત મળે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com