________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ સમ્યકચારિત્રની પર્યાય, કેવળજ્ઞાનની પર્યાય-એમ ક્રમવર્તી પ્રગટેલી નિશ્ચિત નિર્મળ પર્યાય તે સિદ્ધરૂપ ભાવ છે.
અનંતગુણ-સ્વભાવનો પિંડ પ્રભુ આત્મા છે. તેની અંતર્દષ્ટિ કરી પરિણમતાં નિર્મળ પર્યાયરૂપ કર્મ પ્રાપ્ત થાય છે. આ આત્માનું કર્મ છે. “કર્મ' કહેતાં અહીં જડ દ્રવ્યકર્મ કે રાગાદિ ભાવકર્મની વાત નથી. તે આત્માનું કર્મ નથી, પણ ચૈતન્યસ્વભાવમાંથી જે સમ્યગ્દર્શન આદિ નિર્મળ પર્યાયની પ્રાપ્તિ થાય તે આત્માનું કર્મ છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રયે ક્ષણે ક્ષણે જે નિર્મળ નિર્મળ ભાવ પ્રગટ થાય છે તે પ્રાપ્ત થતો સિદ્ધરૂપ ભાવ છે. વસ્તુમાં શક્તિરૂપે ત્રિકાળ ભાવ છે તે વ્યક્તિ પર્યાયરૂપે પ્રગટતાં તેને સિદ્ધરૂપ ભાવ કહ્યો છે. સમ્યગ્દર્શનાદિ બધી પર્યાયો આ રીતે સિદ્ધરૂપ ભાવ છે. આ પ્રાપ્ત થતો સિદ્ધરૂપ ભાવ તે આત્માનું કર્મ છે, અને આત્મા પોતાની શક્તિથી તે-રૂપ થાય છે એવી તેની કર્મશક્તિ છે. આવી વાત! સમજાણું કાંઈ...?
અહાહા...! “પ્રાપ્ત કરાતો...” જોયું? “પ્રાપ્ત કરાતો”—એમ કહ્યું છે, મતલબ કે જે સમયે જે પર્યાય પ્રાપ્ત થવા યોગ્ય હોય તે સમયે તે જ પર્યાય ઉત્પન્ન થાય છે. તેને અહીં પ્રાપ્ત કરાતો સિદ્ધરૂપ ભાવ કહેલ છે. અહાહા...! પુરુષાર્થથી પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ તે-મથી એક કર્મશક્તિ જીવદ્રવ્યમાં છે. અનંત ગુણ-શક્તિનો આશ્રય આત્મદ્રવ્ય છે, ને દ્રવ્યના આશ્રયે પુરુષાર્થ છે. આમ સ્વદ્રવ્યના આશ્રયે પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપભાવ તે-મયી કર્મશક્તિ છે. વર્તમાન નિર્મળ પર્યાયની પ્રાસિરૂપ કર્મ તે કર્મશક્તિના કાર્યરૂપ છે; તે વ્યવહારરત્નત્રયનું કાર્ય નથી, ને તે પૂર્વપર્યાયનું પણ કાર્ય નથી. અન્ય ભિન્ન કારકો તો કયાંય દૂર રહી ગયા. ઝીણી વાત ભાઈ ! કહે છે-કર્મ નામની જીવમાં એક શક્તિ છે જેથી દ્રવ્યના આશ્રયે સહજ જ નિર્મળ પર્યાયની પ્રાપ્તિ થાય છે.
જુઓ, “કર્મ' શબ્દ ચાર અર્થમાં આવે છે: ૧. જ્ઞાનાવરણાદિ જડ દ્રવ્યકર્મને કર્મ કહે છે, ૨. રાગ-દ્વેષ-મોહ આદિ વિકારી ભાવકને કર્મ કહે છે, ૩. સમ્યગ્દર્શનાદિ નિર્મળ પરિણતિને કર્મ કહે છે, અને ૪. અહીં જેનું વર્ણન છે તે જીવની કર્મશક્તિને કર્મ કહે છે. તેમાં, -
-જડ દ્રવ્યકર્મ નિજ ચૈતન્યવતુ આત્માથી ભિન્ન ચીજ છે. તે આત્માની ચીજ નથી. અજ્ઞાનીઓ, કર્મ નડે છે -એમ કર્મ કર્મ પોકારે છે, પણ ભાઈ, એ આત્માની કોઈ ચીજ નથી.
-રાગ-દ્વેષ, પુણ્ય-પાપ આદિ વિકારી ભાવ તે ય આત્માનું વાસ્તવિક કર્મ નથી. અજ્ઞાનીઓનું કાર્ય તે હો, કેમકે તેમાં તેઓ તન્મય છે, પણ જ્ઞાની તેમાં તન્મય નથી, જ્ઞાનીનું તે કર્મ નથી. શું કીધું? દયા, દાન, વ્રત, તપ આદિ વ્યવહારરત્નત્રયનો રાગ તે જ્ઞાનીનું કર્મ નથી, જ્ઞાનીના જ્ઞાનમય ભાવથી એ ભિન્ન જ છે. સમજાણું કાંઈ..?
–સ્વદ્રવ્ય-શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન નિર્મળ નિર્મળ પર્યાયની પ્રાપ્તિ થાય છે તે આત્માનું પ્રાપ્ત કર્મ છે. કેમકે આત્મા તેમાં તન્મય છે, આત્મા સ્વયં તે-પણે થઈને તેને પ્રાપ્ત કરે છે. જુઓ, આ પ્રાપ્ત કરાતો સિદ્ધરૂપ ભાવ-આ આત્માનું-ધર્માત્માનું વાસ્તવિક કર્મ છે.
-જેમ જ્ઞાન, દર્શન, આનંદ આદિ ગુણ છે તેમ આત્મામાં કર્મ નામનો એક ગુણ છે. આ કર્મગુણ હોતાં, આત્મા સ્વયં પોતાની સમ્યગ્દર્શન આદિ નિર્મળ પર્યાયને પ્રાપ્ત કરે છે, પહોંચે છે. અહીં કહ્યું ને કે-“પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ તે-મયી કર્મશક્તિ.” અહા ! આત્માના જે આવા સ્વભાવને જાણી અંતર્મુખ પ્રતીતિ કરે છે તેને દ્રવ્યકર્મ, ભાવકર્મનો સંબંધ છૂટી જાય છે. સમજાણું કાંઈ...?
પ્રશ્ન:- સમજીને કરવું શું?
ઉત્તર:- સમજીને અંતર્મુખ, દ્રવ્ય ઉપર દષ્ટિ દેવી. વર્તમાન સમ્યગ્દર્શન આદિ નિર્મળ કાર્યને દ્રવ્ય પોતે જ પ્રાપ્ત કરે-પહોંચે એવો દ્રવ્યનો–ભગવાન આત્માનો સ્વભાવ છે, શક્તિ છે એમ યથાર્થ નિર્ણય કરવો. ભાઈ, વ્યવહાર રત્નત્રયના રાગથી કે દેવ-ગુરુ-શાસ્ત્રના નિમિત્તથી સમ્યગ્દર્શન આદિ નિર્મળ કાર્ય થાય એમ વસુસ્વરૂપ નથી. બહારમાં નિમિત્ત હો, પણ નિમિત્તથી કાર્ય થાય છે એમ ત્રણકાળમાં નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગી મોક્ષમાર્ગની પરિણતિ તે આત્મામાં પ્રાપ્ત કરાતો સિદ્ધરૂપ ભાવ છે, અને તેમય કર્મશક્તિ છે, અર્થાત્ કર્મશક્તિ તેમાં તન્મય છે, અર્થાત્ કર્મશક્તિનું તે કર્મ છે. આવી વાત !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com