________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ ગુણ-સ્વભાવ છે. આમ અન્ય કોઈ આત્માના નિર્મળ ભાવોનું અધિકરણ નથી.
સમ્યક મતિ-શ્રુતજ્ઞાનની પર્યાય તે ભાવ્યમાન ભાવ છે. તેનો આધાર આત્મસ્થિત જ્ઞાનગુણ છે, જ્ઞાનગુણનું તે ભાવ્ય છે. જુઓ, બહારમાં ઇન્દ્રિયો, કે શાસ્ત્રના કે અન્ય નિમિત્તના આધારે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ નથી, કેમકે જ્ઞાન જુદું ને ઇન્દ્રિયો જુદી છે, જ્ઞાન જુદું અને શાસ્ત્ર આદિ નિમિત્ત જુદું છે; જ્ઞાનની પર્યાય તેમનું ભાગ્ય નથી; પરસ્પર આધાર-આધેયપણું બનતું જ નથી. જ્ઞાનગુણ જ જ્ઞાનની પર્યાયનો આધાર છે, કેમકે અધિકરણ ગુણ આત્માના જ્ઞાનગુણમાં પણ વ્યાપક છે; જ્ઞાનગુણમાં અધિકરણ નામનું રૂપ છે. સમજાય છે કાંઈ....?
તેવી રીતે સમ્યગ્દર્શનની પર્યાય શ્રદ્ધા ગુણના આધારે ઉત્પન્ન થાય છે. ભગવાન આત્મામાં શ્રદ્ધા ગુણ ત્રિકાળ છે. જો કે શ્રદ્ધા ગુણનું વર્ણન આ ૪૭ શક્તિમાં અલગથી આવતું નથી, સુખશક્તિના વર્ણનમાં તેને સમાવી દીધું છે. અહા ! તે શ્રદ્ધા ગુણના આધારે સમકિતની નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, કાંઈ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાથી કે નવા તત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાથી શુદ્ધ સમ્યગ્દર્શનની પર્યાય ઉત્પન્ન થતી નથી. અહો ! દિગંબર સંતોએ-મુનિવરોએ જગતને કેવળજ્ઞાનની પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે.
ભગવાન! તું જ્ઞાનાનંદરૂપ ચૈતન્યલક્ષ્મીનો ભંડાર છો. તેમાં જે સમ્યગ્દર્શનની પર્યાયરૂપી રત્ન ઉત્પન્ન થાય છે તે કોના આધારથી પ્રગટ થાય છે? શું તેનો આધાર વ્યવહાર રત્નત્રય છે? ના, વ્યવહાર રત્નત્રય તેનો આધાર નથી. તો શું દેવ-ગુરુ-શાસ્ત્ર તેનો આધાર છે? તો કહે છે-ના, વ્યવહાર રત્નત્રય તેનો આધાર નથી. એ તો બધી બહારમાં ભિન્ન ચીજ છે, તે આધાર નથી. ગજબ વાત છે, બહારમાં અત્યારે મોટી ગરબડ ચાલે છે. વાસ્તવમાં અંદર શ્રદ્ધા ગુણ ત્રિકાળ છે તેના આધારે સમ્યગ્દર્શનની નિર્મળ પર્યાય થાય છે.
તેવી રીતે આત્મામાં જે આસ્રવ રહિત સંવરની વીતરાગી ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે તેનો આધાર કોણ? શું સરાગ સમકિત અને પંચમહાવ્રતના વ્યવહારના પરિણામ તે તેનો આધાર છે? તો કહે છે-ના, વ્યવહારનાક્રિયાકાંડના કોઈ પરિણામ નિશ્ચય ચારિત્ર પ્રગટ થાય તેનો આધાર નથી. અહા! અંદર આત્મામાં ચારિત્ર ગુણ ત્રિકાળ છે તેના આધારે સ્વરૂપની રમણતામય એવી વીતરાગી ચારિત્રની દશા પ્રગટ થાય છે. પ્રભુ! તારી ચારિત્રદશા પરથી અને રાગથી નિરપેક્ષ પ્રગટ થાય છે. મોક્ષનો માર્ગ પરમ નિરપેક્ષ છે, તેને બહારના કોઈ આધારની જરૂરત નથી. અહા ! પોતે જ પોતાની વીતરાગી ચારિત્રની પર્યાયનું અધિકરણ છે, એટલે જેને મોક્ષમાર્ગ જોઈએ છે તેણે દ્રવ્ય-ત્રિકાળી આત્મદ્રવ્યની દષ્ટિ કરવી જોઈએ. ભાઈ, આ દ્રવ્યદૃષ્ટિ એ જ વીતરાગનો માર્ગ છે અને તે અલૌકિક છે, એનાં ફળ પણ અલૌકિક છે. અહાહા...! અનંત જ્ઞાન-કેવળજ્ઞાન ને અનંત સુખ પ્રગટે અને તે સાદિ-અનંતકાળ રહે તે એનું ફળ છે. સિદ્ધ પર્યાય પ્રગટે તે સાદિ-અનંતકાળ રહે છે; ઓહો ! એકલા અતીન્દ્રિય સુખનો, પૂર્ણ સુખનો અને અનંત સુખનો ત્યાં ભોગવટો હોય છે. અહીં ! આવી અલૌકિક દશા થવાના કારણનો આધાર અંદર આધારની જેની શક્તિ છે એવો ભગવાન આત્મા છે; આ સિવાય બહારમાં કોઈ આધાર નથી, શરીરેય નહિ, ઇન્દ્રિય નહિ, દેવ-ગુરુ-શાસ્ત્ર પણ નહિ, ને વ્યવહારેય નહિ. સમજાણું કાંઈ....?
અરે! સંસારી જીવોને અનાદિકાળથી રાગની રૂચિ છે, ને તેને ઉપદેશક પણ એવા જ મળી જાય છે. ઉપદેશક પણ દયા, દાન, વ્રત આદિના શુભરાગથી ધર્મ થવાનું બતાવે છે. લ્યો, “જસલો જોગી અને માલી મકવાણી” –બેયનો મેળ ખાઈ ગયો. પણ એ તો બન્નેય ચારગતિમાં રઝળશે. હિંસાદિ અશુભરાગના ભાવ તો મહાપાપના ભાવ છે, અધર્મ છે, પણ અહિંસાદિ શુભરાગનો અનુભવ પણ ધર્મ નથી, અધર્મ છે એમ અહીં કર્યું છે; તે ભાવના આધારે આત્માની મોક્ષમાર્ગની પર્યાય થતી નથી. તેનાથી ધર્મ થવાનું માને એ તો મિથ્યાત્વરૂપ મહાશલ્ય છે.
કોઈ વળી કહે છે–આત્મસ્વભાવના આધારેય ધર્મ થાય, ને વ્યવહારના ને નિમિત્તના આધારેય ધર્મ થાયએમ માનો તો અનેકાન્ત છે. પણ એમ નથી ભાઈ ! વ્યવહાર-રાગના આધારે વીતરાગતા-ધર્મ થાય એ તારી માન્યતા અંધારાના આધારે અજવાળું થાય એના જેવી મિથ્યા છે, કેમકે ધર્મ તો વીતરાગતા સ્વરૂપ છે. વળી નિમિત્ત છે તે પરવસ્તુ છે, ને પરવસ્તુ સ્વદ્રવ્યમાં શું કરે ? કાંઈ જ ન કરે. અડે નહિ તે શું કરે? આ રીતે આત્મસ્વભાવના આધારેય ધર્મ થાય ને વ્યવહારના-રાગના આધારે ને નિમિત્તના આધારેય ધર્મ થાય એવી તારી માન્યતા ભ્રમ છે; એ અનેકાન્ત પણ નથી, વાસ્તવમાં આત્મસ્વભાવના આધારે જ ધર્મ થાય, ને વ્યવહાર ને નિમિત્તના આધારે ધર્મ ન થાય એ માન્યતા સત્યાર્થ અનેકાન્ત સ્વરૂપ છે. આત્માના અનંત ગુણનો આધાર-અધિકરણ આત્મા જ છે, કેમકે આત્માનો અધિકરણ ગુણ-સ્વભાવ છે. દરેક ગુણમાં અધિકરણ ગુણ વ્યાપક છે, દરેક ગુણમાં તેનું રૂપ છે. તેથી દરેક ગુણ પોતાના આધારે પોતાની નિર્મળ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com