________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬-અધિકરણશક્તિ : ૨૦૭ ભગવાન આત્મા જાણવામાં આવે છે તો જાણનક્રિયાના આધારે આત્મા છે એમ કહ્યું છે. અહીં શક્તિના પ્રકરણમાં જુદા પ્રકારે વાત છે.
અહાહા...! અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા છે. તેની સન્મુખ થઈ પરિણમતાં સમ્યજ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, તે જાણનક્રિયા છે. તે જાણનક્રિયામાં ભગવાન આત્મા જાણવામાં આવે છે. અહા ! સંવર નામ ધર્મ કેમ થાય એની વાત સંવર અધિકારમાં કરી છે. તેની આરંભની ગાથામાં આવે છે કે-“ઉપયોગમાં ઉપયોગ છે”—એનો અર્થ એમ છે કે ત્રિકાળી શુદ્ધ ઉપયોગ સ્વરૂપ પ્રભુ આત્મા છે તે ઉપયોગમાં એટલે વર્તમાન જાણનક્રિયામાં જે સ્વસમ્મુખ ઉપયોગ થયો છે તેમાં-જાણવામાં આવે છે. જાણનક્રિયાના ભાવમાં આત્મા જાણવામાં આવે છે તો જાણનક્રિયાના આધારે આત્મા છે અર્થાત્ ઉપયોગમાં ઉપયોગ છે એમ કહ્યું છે. જ્યારે અહીં આત્માના આશ્રયેઆધારમાં રહેલા અધિકરણ ગુણને લીધે, અનંત ગુણની જે નિર્મળ પર્યાયો પ્રગટ થાય તેનો આધાર, કહે છે, આત્મા છે, નિમિત્ત-પરવસ્તુ કે રાગ તેનો આધાર નથી. આવી વાત ! સમજાણું કાંઈ...?
જુઓ, પોતાનો આત્મા શુદ્ધ ચૈતન્યઘન અનંતગુણના સત્ત્વરૂપ ત્રિકાળી ધ્રુવપ્રભુ છે, તેના ગુણ-પર્યાયના આધારે દ્રવ્ય સિદ્ધ થાય છે; ગુણ અને પર્યાય નિર્મળ-તેના આધારે દ્રવ્ય સિદ્ધ થાય છે. અક્રમવર્તી ગુણ ને ક્રમવર્તી (નિર્મળ ) પર્યાયોનો પિંડ તે આત્મા એમ છે ને! વળી દ્રવ્યના આધારે ગુણ-પર્યાય સિદ્ધ થાય છે; દ્રવ્યમાં અધિકરણ શક્તિ પડી છે તો દ્રવ્યના આધારે ગુણપર્યાય સિદ્ધ થાય છે, કેમકે ગુણ-પર્યાયોનો આધાર-અધિકરણ દ્રવ્ય છે.
બીજી એક વાત યાદ આવીઃ પ્રવચનસારની ગાથા ૧ર૬માં કર્તા, કર્મ, કરણ એ ત્રણ બોલ આવે છે. ત્યાં સૂક્ષ્મ વાત લીધી છે. ગુણ-પર્યાયના આધારે દ્રવ્ય ખ્યાલમાં આવી જાય છે એમ પ્રવચનસારની આ ગાથામાં સિદ્ધ કર્યું છે. ત્યાં (પ્રવચનસારમાં) સામાન્ય વાત છે એટલે મલિન પર્યાય સહિતની વાત કરી છે. અધિકરણ નામનો ગુણ તથા તેનું પરિણમન-નિર્મળ તેમ જ મલિન-એમ બન્નેની ત્યાં વાત કરી છે. ભાઈ, શાંતિ અને ધીરજથી સમજવું પ્રભુ! ત્યાં વિકારી પર્યાયના આધારે પણ ગુણ-દ્રવ્ય છે એમ લીધું છે, કેમકે વિકારી પર્યાયથી દ્રવ્ય-ગુણ સિદ્ધ થાય છે. એમ કે વિકારની અવસ્થા છે તે કોની? દ્રવ્યની તો છે. એ પ્રમાણે વિકારી પર્યાયના આધારે ત્યાં દ્રવ્યની સિદ્ધિ કરી છે, તેમ જ દ્રવ્યના આધારે વિકારી પર્યાય સિદ્ધ થાય છે એમ ત્યાં કહ્યું છે.
ભગવાન આત્મામાં અનંત ગુણ, અને અનંત પર્યાય છે. વર્તમાન એક ગુણની એક એમ અનંત ગુણની અનંત પર્યાયો સિદ્ધ થાય છે. તે પર્યાયો અને ગુણના આધારે દ્રવ્યની સિદ્ધિ થાય છે. મલિન પર્યાયને પણ ત્યાં લક્ષણ કહ્યું છે. પંચાસ્તિકાયમાં પણ એમ લીધું છે કે ઉત્પાદ-વ્યય, મલિન હોય તો પણ તે દ્રવ્યનું લક્ષણ છે. જ્યારે અહીં જેનું જ્ઞાન લક્ષણ છે તે આત્મા એમ વાત કરી છે. એ સ્વભાવનું ભાન કરાવવા કહ્યું છે. સમયસારમાં સ્વભાવની દૃષ્ટિનું પ્રયોજન છે તેથી સ્વભાવની મુખ્યતા છે. પ્રવચનસારમાં સામાન્ય કથન છે. તેથી ત્યાં વિકૃત અવસ્થા છે તે પણ દ્રવ્યની છે એટલે એ લક્ષણથી પણ આત્મા છે એમ સિદ્ધ થાય છે એમ વાત કરી છે. વિકારી પર્યાયને પણ લક્ષણ બનાવી આ દ્રવ્ય છે એવું લક્ષ્ય ત્યાં સિદ્ધ કર્યું છે.
સંવર અધિકારમાં જાણનક્રિયાની જે નિર્મળ પરિણતિ છે તેના આધારે આત્મા જાણવામાં આવે છે તેથી દ્રવ્યનો આધાર નિર્મળ પર્યાય છે એમ કહ્યું છે. પ્રવચનસાર ગાથા ૧૦માં એમ લીધું છે કે અશુદ્ધ પરિણામનો આશ્રય પણ દ્રવ્ય છે, વિકારી પર્યાય પણ દ્રવ્યની છે. દ્રવ્યમાં પર્યાય થઈ તે દ્રવ્યના આશ્રયે થઈ છે એમ કહેવામાં આવે છે. ગુણપર્યાય આધાર અને દ્રવ્ય આધેય છે એમ ત્યાં સામાન્યપણે વાત છે. અહીં કોના આશ્રયે-આધારે નિર્મળ પર્યાય પ્રગટે છે એની વાત છે. તો કહે છે–ભાવ્યમાન ભાવના આધારપણામયી એક અધિકરણશક્તિ જીવદ્રવ્યમાં છે. અહાહા...! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ને આનંદની જે નિર્મળ પર્યાય, શુદ્ધ સ્વભાવના આશ્રયે પ્રગટ થાય તે ભાવવામાં આવતો ભાવ્યમાન ભાવ છે, તે ભાવના આધારપણામયી અધિકરણશક્તિ છે.
શું કીધું? સમ્યગ્દર્શન આદિ પર્યાય પ્રગટ થઈ તે ભાવ્યમાન-ભાવવામાં આવતો ભાવ છે. અહાહા..! તે ભાવનો આધાર કોણ ? તો કહે છે–તે ભાવના આધારપણામયી અધિકરણશક્તિ છે, અર્થાત અધિકરણશક્તિથી આત્મા જ તેનો આધાર છે. હવે આમાં વ્યવહારથી નિશ્ચય થાય-એમ લોકો મોટો ઝઘડો કરે છે, પણ વ્યવહારની વાતેય કયાં છે? ભગવાન! તે તત્ત્વની વાત સાંભળી જ નથી. વ્યવહારનું લક્ષ છોડી દ્રવ્યને જ્યારે લક્ષ બનાવ્યું ત્યારે તો સમ્યગ્દર્શનની નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે. અહા ! તે નિર્મળ પર્યાયનું અધિકરણ આત્મા જ છે, કેમકે આત્મામાં જ તેના અધિકરણનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com