________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ થાય છે તે પર્યાયમાં થાય છે. નિત્ય ધ્રુવ દ્રવ્ય, ને અનિત્ય પર્યાય-બને મળીને આખી અનેકાન્તમય વસ્તુ આત્મા છે; અને એને જ્ઞાનમાત્ર આત્મા કહીએ છીએ.
આત્મા જ્ઞાનમાત્ર સ્વરૂપ છે. આટલું સાંભળી શિષ્ય પ્રશ્ન કર્યો કે ભગવાન ! જ્ઞાનમાત્ર ભાવ કહો એમાં તો એકાંત થઈ જાય છે. જીવ જ્ઞાનમાત્ર સ્વરૂપ છે એમ કહેવાથી તેમાં અનંત ગુણ ન આવ્યા; અને જો અનંત ગુણ છે તો એકલો જ્ઞાનમાત્ર કેમ કહ્યો? તેના ઉત્તરમાં આચાર્યદવ કહે છે-તું એક વાર સાંભળ તો ખરો. જ્ઞાનમાત્ર કહીને અમે તેમાં શરીર, કર્મ, વાણી અને પુણ્ય-પાપના ભાવો નથી એમ જડપણાનો નિષેધ કર્યો છે. બાકી જ્ઞાનમાત્ર આત્મામાં એના અનંત ગુણ સમાઈ જાય છે. અહા ! જ્ઞાનમાત્ર વસ્તુ એક જ્ઞાયક પ્રભુનો અંતઃસન્મુખ થઈ સ્વીકાર કરતાં જ જીવમાં જ્ઞાનચેતના પ્રગટ થાય છે, તેની સાથે શ્રદ્ધા, ચારિત્ર, સુખ, વીર્ય ઇત્યાદિ સર્વ અનંત ગુણોની નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે. અહાહા...! સમુદ્રમાં કાર્યો જેમ ભરતી આવે તેમ ચૈતન્યરત્નાકર પ્રભુ આત્મામાં જ્ઞાનમાત્ર ભાવનું પરિણમન થતાં સર્વ શક્તિઓ આનંદના હિલોળે નિર્મળ નિર્મળ ઉછળે છે; તેમાં આનંદની ભરતી આવે છે. આમ આવું આત્માનું અનેકાન્તસ્વરૂપ છે.
પ્રશ્ન:- પણ શક્તિઓ ઉછળે એમાં ધર્મ શું થયો? કાંઈ તપ-બપ કરે તો ધર્મ થાય ને?
ઉત્તર:- અરે ભાઈ ! તું આત્મા વસ્તુ-પદાર્થ છો કે નહિ? છો; તો એનો સ્વભાવ શું? અહાહા...! ચૈતન્ય... ચૈતન્ય.... ચૈતન્ય એનો સ્વભાવ છે. ભગવાન! તું ચૈતન્યસ્વભાવમય વસ્તુ છો. આચાર્ય ભગવાન કહે છે–તારી ચૈતન્યસ્વભાવમય વસ્તુમાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, આનંદ, પ્રભુતા આદિ અનંત શક્તિ-ગુણની ઋદ્ધિ ભરી છે. અહાહા..! એ ચૈતન્યસ્વભાવમય અનંત ગુણનિધિ પ્રભુ આત્મદ્રવ્યના આશ્રમમાં જતાં, તેમાં જ અંતર્મગ્ન થઈ પરિણમતાં, અહીં કહે છે, એક સાથે અનંત ગુણો નિર્મળ નિર્મળ ઉછળે છે. નિર્મળ જ્ઞાન, શ્રદ્ધાન, ચારિત્ર પ્રગટ થાય છે. ભાઈ ! આ નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન-ચારિત્રનું પ્રગટવું તે ધર્મ નહિ તો શું છે? ભાઈ ! આનું જ નામ ધર્મ છે. આત્માની જ્ઞાન, શ્રદ્ધાન, ચારિત્ર આદિ શક્તિઓ ત્રિકાળી દ્રવ્યના આશ્રયે નિર્મળ નિર્મળ પરિણમે એ જ ધર્મ છે, અને એ સિવાયનાં વ્રત, તપ આદિ કોઈ ધર્મ નથી. સમજાણું કાંઈ..? ધર્મના દશ ભેદ ને તપના બાર ભેદ એ તો ભેદથી-વ્યવહારથી કહેવાય છે. બાકી એક વીતરાગ ભાવ થવો તે જ ધર્મ અને ચૈતન્યનું સ્વરૂપવિશ્રાંત થઈ અંતરંગમાં પ્રતપવું તે જ તપ છે, “સમ્યજ્ઞાન દીપિકા ”માં ક્ષુલ્લક શ્રી ધર્મદાસજીએ લખ્યું છે કે-આત્મા એક અને પરિષહું બાવીસ કયાંથી આવ્યા? આત્મા એક અને ધર્મના પ્રકાર દશ કયાંથી આવ્યા? એ તો ભેદથી કથન કર્યું છે. બાકી કાંઈ ધર્મ દશ નથી; વીતરાગભાવ એક જ ધર્મ છે. વીતરાગ પરમેશ્વરનો આવો મારગ છે. બાકી બધા પામરના ને પામરતાના પંથ છે. આવી વાતું છે.
અહા ! જ્ઞાનમાત્ર આત્મામાં “જ્ઞાન છે” એમ કહેતા જ્ઞાનમાં અસ્તિત્વ ગુણનું રૂપ આવ્યું. આમ જુદો અસ્તિત્વ ગુણ સિદ્ધ થયો. જ્ઞાન આનંદરૂપ છે એમ કહેતાં જ્ઞાનમાં આનંદ ગુણનું રૂપ આવ્યું. આમ જુદો આનંદ ગુણ સિદ્ધ થયો. એમ જ્ઞાનમાં અનંતા ગુણોનું રૂપ હોવાથી આત્મામાં અનંત ગુણ સિદ્ધ થાય છે. અહાહા..! ભગવાન આત્મા, આ પ્રમાણે, અનંત ગુણનું ગોદામ છે, શું કીધું? વિકારનું ગોદામ છે એમ નહિ; અહાહા...! જેમાં અનંત ગુણ નિર્મળ ઉછળે એવા પવિત્ર ગુણોનું ગોદામ પ્રભુ આત્મા છે. ભાઈ ! આ પુણ્ય-પાપના જે ભાવ છે એ તો ઔપાધિકભાવ છે અને તે પર્યાયદષ્ટિથી કૃત્રિમ ઊભા થાય છે. વસ્તુમાં તે ઉત્પન્ન થાય એવી કોઈ શક્તિ નથી. એ તો પર્યાયદષ્ટિ જીવને પર્યાય ઉપર લક્ષ જાય છે તો વિકૃત દશા ઉત્પન્ન થાય છે. બાકી વસ્તુ-ભગવાન આત્મા તો એક સેકન્ડના અસંખ્યાતમાં ભાગમાં (પ્રતિક્ષણ) અનંત શુદ્ધ શક્તિનો ચૈતન્યમય પિંડ છે. અહાહા...! પરવસ્તુ-નિમિત્ત, રાગ-વિકાર ને એક સમયની પર્યાય-અંશ-એનું લક્ષ છોડીને ત્રિકાળી પૂર્ણ-જ્ઞાનઘન નિજ આત્મદ્રવ્ય ઉપર નજર ઠેરવતાં જ અનંત ગુણની નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે. આનું નામ ધર્મ છે, ને આ મોક્ષમાર્ગ છે. આ સિવાય વ્રત, તપ આદિ કાંઈ (-ધર્મ) નથી. સમજાણું કાંઈ...?
આ સત્ નારાયણની કથા છે. સત્નારાયણ નામ કોઈનું હોય એની આ વાત નહિ, આ તો સત્ નામ ભગવાન આત્મા તેની પરમાત્મા થવાની કથા છે. અહાહ! નરમાંથી નારાયણ થવાની–પરમાત્મા–ભગવાન થવાની ભગવાને કહેલી આ ભાગવત કથા છે. અહીં કહે છે-અજડત્વમય ચિતિશક્તિ અર્થાત્ પૂરણ ચૈતન્યસ્વભાવનો સાગર સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે; અહાહા..! તેના આશ્રયે પરિણમતાં-તેમાં અંતર્લીન થઈ પરિણમતાં ચૈતન્યસ્વભાવનો સાગર પ્રભુ અનંત શક્તિઓ સહિત ઉછળે છે. અહાહા...! તેમાં ચિતિશક્તિ સહિત અનંત શક્તિઓ પર્યાયમાં નિર્મળપણે ઉપજે છે. આ અનેકાંત છે. આત્માને જ્ઞાનમાત્ર કીધો તો તેમાં એકલું જ્ઞાન છે એમ નહિ, જ્ઞાનની સાથે જીવત્વ, દર્શન, શ્રદ્ધા, આનંદ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com