________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
જુઓ, નીચે નરક ગતિ છે. નરકની ભૂમિમાં વૈતરણી નામની નદી છે. તે નદીનું પાણી અગ્નિની જ્વાળા જેવું ઉષ્ણ છે. પરમાધામી દેવો નારકી જીવોને તે નદીના પાણીમાં ફેંકે છે. અરરર! કેટલી પીડા ! અહીં મોટા રાજા હોય તે હિંસાદિ કુકર્મો વડે મરીને નરકમાં જાય છે. ત્યાં ઉપજવાનાં ભમરીના દર જેવાં બીલ હોય છે. ત્યાંથી પટકાઈને નીચે પડે તેની વેદનાનું શું કહેવું? પારાવાર અસહ્ય વેદના હોય છે. શ્રેણિક રાજા ક્ષાયિક સમકિત સહિત પહેલા નરકમાં ગયા છે. ત્યાં દુ:ખના પરિણામ થાય તેના તેઓ કર્તા નથી, ભોક્તા નથી. જ્ઞાનીને તો જાણવા-દેખવારૂપ પરિણામ થાય છે અને તેના તેઓ કર્તા છે. જ્ઞાયકસ્વભાવની દષ્ટિ હોવાથી, પર્યાયમાં કર્મના નિમિત્તે જે વિકારી ભાવ થાય છે તેના તેઓ માત્ર જ્ઞાતા-દટા છે, કર્તા નથી. જાણવા-દેખવાના પરિણામ થાય તે જ્ઞાનીનું કર્મ અને તેના જ્ઞાની કર્તા છે, સાથે વ્યવહાર-રાગ છે તેના જ્ઞાની કર્તા નથી. ભાઈ ! સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાના પરિણામ તે રાગ છે, તે પરિણામ મિથ્યાત્વ નથી, પણ તેને ધર્મ માનવો તે મિથ્યાત્વ છે. ખાનિયા તત્ત્વચર્ચામાં આ પ્રશ્ન ચર્ચાયો છે.
પ્રશ્ન:- દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ શું મિથ્યાત્વ છે?
ઉત્તર:- ના, બીલકુલ નહિ; દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ તે શુભભાવ છે, તે મિથ્યાત્વ નથી; તે ધર્મ પણ નથી, તેને ધર્મ માનવો તે માન્યતા મિથ્યાત્વ છે. પં. ફૂલચંદજીએ જવાબ આપી બરાબર ખુલાસો કર્યો છે. દેવ-ગુરુશાસ્ત્ર છે તે પરદ્રવ્ય છે. તેમના પ્રતિ લક્ષ જાય તે ભાવ શુભ છે. તે ભાવ જ્ઞાનીને પણ આવે છે, પણ તેને તે ધર્મ માનતા નથી. અરે ભાઈ ! દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા-ભક્તિ-વિનય હોય એ જુદી વાત છે અને તેમના પ્રત્યેની શ્રદ્ધાના રાગને ધર્મ માનવો એ જુદી વાત છે.
દ્રવ્યસંગ્રહની ગાથા ૪૭માં કહ્યું છે કે જ્ઞાયકભાવનું ધ્યાન કરતાં જે નિર્વિકલ્પ દશા થઈ તે નિશ્ચય મોક્ષમાર્ગ છે, તથા સાથે જ રાગ રહ્યો તેને આરોપથી વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો છે. આ પ્રમાણે વ્યવહારનો રાગ હોય છે પણ તેનો આત્મા કર્તા નથી. અહાહા...! રાગના અકર્તાપણે પરિણમે એવો આત્માનો સહજ અકર્તા સ્વભાવ છે. રાગના કર્તાપણે પરિણમે એવી આત્મામાં કોઈ શક્તિ જ નથી. આવી વાત !
હવે આવું સમજવાની એને કયાં ફુરસદ છે? એ તો બસ ખાવું, પીવું, ખેલવું ને બૈરાં-છોકરાંને રાજી રાખવામાં રોકાઈ ગયો છે. અને તેમાં કાંઈક ધન-પાંચ પચાસ લાખનું કમાય એટલે રાજી રાજી થઈ જાય ને ફૂલાઈ જાય. પણ એ તો બધી પુદ્ગલની ચીજ; ધૂળ છે બાપુ! ખાય, પીવે ને કમાય-એ બધી તો પૃથકભૂત પુદ્ગલની ક્રિયા છે, તેનો કર્તા આત્મા નથી તથા તે પદાર્થોના લક્ષ જે રાગની વૃત્તિનું ઉત્થાન થાય તેનો પણ કર્તા આત્મા નથી. આત્મા તો તેનો જ્ઞાતા-દષ્ટા છે, કર્તા નહિ. પરના લક્ષે રાગ થાય તેને પણ શાસ્ત્રમાં પુદ્ગલના પરિણામ કહ્યા છે, તેનું કતૃત્વ આત્માને નથી અર્થાત તેને ન કરવા એવી અકર્તુત્વ નામની આત્માની શક્તિ છે. ' અરે ભાઈ ! આ દેહ તો જોતજોતામાં ફૂ થઈને ઉડી જશે. દેહની સ્થિતિ કયારે પૂરી થશે તે કોણ જાણે છે? માટે જગતની જંજાળ અને દેહની સંભાળ એક કોર મૂકીને આત્માની પોતાની સંભાળ કર. જગતનું કાંઈ કામ કરવું ને દેહને ઠીક રાખવો એ તો તારા અધિકારની વાત નથી. માટે જૂઠા વિકલ્પથી વિરામ પામી નિજ શક્તિની સંભાળ કર; તેમાં જ આ ઉત્તમ અવસરની સાર્થકતા છે. આમાં ત્રણ વાતનો નિશ્ચય થાય છે.
૧. પૃથભૂત પદ્રવ્યનું કર્તુત્વ આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં કોઈ પ્રકારે નથી. ૨. સ્વભાવથી તો વિકારનું પણ આત્માને અકર્તુત્વ જ છે. હું કરું છું-એવી મિથ્યા માન્યતાને કારણે અજ્ઞાની
પર્યાયમાં વિકારનો કર્તા થાય છે. (વાસ્તવમાં તો એક જ છે, પણ એવું એ માનતો નથી તેથી કર્તાપણે
પરિણમે છે). ૩. સ્વસ્વરૂપની સંભાળ કરીને જે સ્વસમ્મુખ થઈ નિર્મળ-નિર્મળ પરિણમે છે તે જ્ઞાની વિકારનો સાક્ષાત્
અકર્તા થઈને જ્ઞાનભાવપણે-જ્ઞાતાદાપણે પરિણમે છે. અરે ભાઈ ! આ અવસરમાં સ્વાધ્યાય વડે યથાર્થ તત્ત્વનિર્ણય કરવો જોઈએ.
જુઓ, શાસ્ત્ર-સ્વાધ્યાયનો ભાવ આવે તે શુભ વિકલ્પ છે, તથાપિ પ્રવચનસારમાં સ્વભાવના લક્ષે આગમનો અભ્યાસ કરવાનું કહ્યું છે. સમયસારની પહેલી જ ગાથામાં શ્રી કુંદકુંદાચાર્યદવ કહે છે-કેવળી, શ્રુતકેવળીનું કહેલ સમયપ્રાભૃત હું કહું છું, તે હે શિષ્ય! તું સાંભળ; કેવી રીતે? કે અનંત સિદ્ધોનું તારી પર્યાયમાં સ્થાપન કરીને સાંભળ. મેં તો અનંત સિદ્ધોનું મારી પર્યાયમાં સ્થાપન કર્યું છે, તું પણ અનંત સિદ્ધોની તારી પર્યાયમાં સ્થાપના કરીને સમયસાર નામ શુદ્ધ આત્મા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com