________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ ન મળે. (આ તો અન્યમતની માન્યતા છે, ખરેખર એમ છે એમ નહિ.) માટે તું નીચે જા, અને પ્રથમ જે સામે મળે તેને વર. પછી અનસૂયા નીચે આવી, અને પ્રથમ સામે મળેલ અંધ બ્રાહ્મણ સાથે પરથી. તેને એક બાળક થયું. અનસૂયા બાળકને પારણામાં ઝુલાવી હાલરડું ગાતી કે-“બેટા! તું શુદ્ધ છો, તું નિર્વિકલ્પ છો, તું ઉદાસીન છો.” લ્યો, આવું હાલરડું ગાઈને બાળકને સુવાડતી. હવે તે વખતે નાટકમાં પણ આવી વાત બતાવાતી ! સમયસાર બંધ અધિકારમાં અને સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં (જયસેનાચાર્યદેવકૃત તાત્પર્યવૃત્તિ ટીકામાં) પણ આ વાત છે. પરમાત્મપ્રકાશમાં પણ છેલ્લે ઘણા વિશેષણો સહિત આ વાત આવી છે. તું ત્રિકાળ શુદ્ધ છો, પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન છો, તેની ભાવના કર તો તારું કલ્યાણ થશે એમ ત્યાં વાત છે.
પરમાત્મપ્રકાશમાં અંતિમ કથન કરતાં ટીકાકાર શ્રી બ્રહ્મદેવસૂરિ કહે છે:- આ પરમાત્મપ્રકાશની વૃત્તિનું વ્યાખ્યાન જાણીને ભવ્યજનોએ શું કરવું? તો આ પરમાત્મપ્રકાશની વૃત્તિનું વ્યાખ્યાન જાણીને ભવ્યજનોએ આવો વિચાર કરવો જોઈએ કે
શુદ્ધનિશ્ચયનયથી હું એક (કેવળ) ત્રણ લોકમાં ત્રણકાળમાં મન-વચન-કાયાથી અને કૃત-કારિતઅનુમોદનથી ઉદાસીન છું, નિજ નિરંજન શુદ્ધ આત્માના સભ્યશ્રદ્ધાન, સમ્યજ્ઞાન અને સમ્યક્રઅનુષ્ઠાનરૂપ નિશ્ચયરત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપ સુખાનુભૂતિમાત્ર લક્ષણવાળા,
સ્વસંવેદનજ્ઞાનથી સ્વસંવેધ, ગમ્ય, પ્રાસ એવો પરિપૂર્ણ હું છું. રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, પાંચ ઇન્દ્રિયોના વિષય વ્યાપાર, મન-વચન-કાયાના વ્યાપાર, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, ખ્યાતિ, લાભ, પૂજા, દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભોગોની આકાંક્ષારૂપ નિદાન, માયા, મિથ્યાત્વ-એ ત્રણે શલ્ય આદિ સર્વે વિભાવપરિણામોથી રહિત-શૂન્ય હું છું. સર્વે જીવો પણ આવા જ છે, –એવી નિરંતર ભાવના કરવી.”
અહા ! આમ આત્મા અનંત ગુણ-સ્વભાવોનું સંગ્રહસ્થાન ત્રિકાળ શુદ્ધ, પવિત્ર, સ્વચ્છ ચૈતન્યમય મહાપદાર્થ છે. અહા! તેની અનંત શક્તિ-સ્વભાવને જાણીને શક્તિવાન નિજ દ્રવ્ય ઉપર અંતર-દષ્ટિ દેવી તે સમ્યગ્દર્શન છે અને તે ધર્મની પ્રથમ દશા છે. અહાહા..! દ્રવ્ય દષ્ટિ તે સમ્યગ્દષ્ટિ છે. સમયસારમાં દ્રવ્યદષ્ટિનો અધિકાર છે; અહીં (–પરિશિષ્ટમાં) આચાર્યદેવે શક્તિનો અધિકાર લીધો છે. તેમાં શક્તિનો આધાર હું આત્મા અને આધેય શક્તિ એવો ભેદ દૂર કરી અભેદ એક નિજ આત્મદ્રવ્યની સન્મુખ જ્ઞાનની પર્યાયને ઝુકાવવાથી જ્ઞાનની પર્યાયમાં તેનું ભાન થઈને અંતર-પ્રતીતિ પ્રગટ થાય છે એમ કહ્યું છે. આનું નામ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન છે; અને આ ધર્મ છે. લોકોને આ કઠણ પડે છે એટલે આ એકાન્ત છે એમ રાડો નાખે છે, પણ ભાઈ ! આ સમ્યક એકાન્ત છે બાપુ! બાકી નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય, વ્યવહારથી નિશ્ચય થાય ઇત્યાદિ તું માને પણ તારી એવી માન્યતા યથાર્થ નથી, મિથ્યા છે. ' અરે ભાઈ ! સમયસાર ગાથા ૩૭ર માં આચાર્યદેવ વસ્તુસ્થિતિ તો આવી પ્રગટ કરે છે કે-કુંભારથી ઘડો થાય એવું અમે દેખતા નથી. માટીથી ઘડો થાય છે, કુંભારથી નહિ. માટી ધ્રુવ ઉપાદાન છે અને ઘડાની પર્યાય ક્ષણિક ઉપાદાન છે; તેમાં કુંભાર નિમિત્ત છે, પણ નિમિત્ત શું કરે? નિમિત્ત પરનું કાંઈ પણ કરે એ ત્રણકાળ ત્રણલોકમાં સંભવિત નથી, કેમકે પર વડે પરનું કાર્ય કરાવાની અયોગ્યતા છે. નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય એ વાત જૈનદર્શનમાં નથી. તેમવ્યવહાર છે તે નિશ્ચય અપેક્ષા નિમિત્ત હો, પણ વ્યવહારનો શુભરાગ આત્મસ્વભાવની પ્રાપ્તિમાં સહાયક છે એમ નથી. લોકોને-કેટલાકને આ આકરું લાગે છે પણ શું થાય? માર્ગ જ આવો છે, ને વસ્તુ પણ આવી જ છે.
- સવારે કળશટીકાના કળશ ૬માં આવ્યું હતું કે “.... જ્ઞાન ભિન્ન, ક્રોધ ભિન્ન-એવું અનુભવવું ઘણું જ કઠણ છે. ઉત્તર આમ છે કે સાચે જ કઠણ છે, પરંતુ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે.”
ભાઈ! કઠણ તો છે, પણ અશકય નથી. ઘણું કઠણ લાગે છે કેમકે અનાદિથી ભેદજ્ઞાનનો અભ્યાસ નથી. શરીર મારું, રાગ મારો, પુણ્ય મારાં અને આ પર્યાય તે જ હું આવી વિપરીત દષ્ટિ આડે તેનાથી ભેદજ્ઞાન કરવાનો તેને અભ્યાસ જ નથી; અને ભેદજ્ઞાનના અભ્યાસ વિના પ્રાપ્ત થાય એવી આ ચીજ નથી.
અહીં સ્વચ્છત્વશક્તિની વાત ચાલે છે. જેમ દર્પણમાં ઘટ, પટ આદિ પ્રકાશે છે તે ઘટ કે પટ આદિ નથી, તે તો દર્પણની સ્વચ્છતાની જ અવસ્થા છે; તેમ અમૂર્તિક ભગવાન આત્માના અસંખ્ય અમૂર્તિક ચૈતન્યપ્રદેશો છે, તેમાં લોકાલોકના આકારનો ભાસ થાય છે તે ખરેખર લોકાલોક નથી, એ તો પોતાની સ્વચ્છત્વશક્તિનું પરિણમન છે. અહો ! લોકાલોકને પ્રકાશનારો ભગવાન આત્મા કોઈ અદભુત ચૈતન્ય અરીસો છે. તે પોતે પોતાને પ્રકાશે ને પર પણ પ્રકાશ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com